________________
આ બાળકનો પ્રભાવ જ દેખાય છે. તેથી મારા મતે બાળકનું નામ અજિતનાથ રાખવું જોઈએ. ગુણનિષ્પન્ન આ નામ ઉપર તરત જ સૌકોઈની સંમતિ મળી ગઈ. નાના ભાઈ સુમિત્રના પુત્રનું નામ સગર રાખવામાં આવ્યું. વિવાહ અને રાજ્ય
બંને બાળકો ક્રમશઃ મોટા થયા. યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ વંશ-પરંપરા અનુસાર અનેક રાજકન્યાઓ સાથે બંનેનાં લગ્ન કરવામાં આવ્યાં. બંને ભાઈ મહેલોમાં પંચેન્દ્રિય સુખોપભોગ કરતા રહ્યા. - એક વખત રાજા જિતશત્રુના મનમાં વિચાર ઉદ્ભવ્યો, પુત્ર રાજ્ય કરવા માટે લાયક થઈ ગયા છે, છતાં હું રાજ્ય સંભાળી રહ્યો છું. આ તો મારો પ્રમાદ છે. મારે હવે શીધ્રાતિશીધ્ર રાજ્ય છોડીને સાધનામાં લાગી જવું જોઈએ. એવા નિર્ણય સાથે પોતાના નાના ભાઈ યુવરાજ સુમિત્રને બોલાવીને તેને રાજ્યનો ભાર સોંપી દેવાનું તેમણે ઇછ્યું, પરંતુ સુમિત્ર ઈન્કાર કરવા લાગ્યા. ત્યારે તેમણે પોતાના પુત્ર અજિતનાથનો રાજ્યાભિષેક કર્યો અને સ્વયં યુવરાજ સુમિત્રની સાથે દીક્ષિત થઈને ઉત્કૃષ્ટ સાધનામાં એકાગ્ર થઈ ગયા.
અજિતનાથના રાજ્ય-સંચાલનથી પ્રજા અત્યંત સુખી હતી. રાજ્યમાં કોઈપણ વસ્તુનો અભાવ નહોતો. લોકો અત્યંત ચેનથી જીવન જીવી રહ્યા હતા. સૌના હૃયમાં અજિતનાથ પ્રત્યે ઊંડી એકાત્મકતા હતી. દીક્ષા-પ્રતિબોધ
ઈકોતેર લાખ પૂર્વ વર્ષો સુધી ઘરમાં રહ્યા પછી ભોગાવલી કર્મો ઘટતાં ગયાં અને પ્રભુનું અંતર્મન સાધના માટે ઉદ્યત બનેલું જાણીને લોકાંતિક દેવો આવ્યા તથા રિવાજ અનુસાર અજિતનાથને પ્રતિબોધ આપ્યો. પ્રત્યેક તીર્થંકર એમ તો સ્વયં બુદ્ધ હોય છે, પરંતુ લોકાંતિક દેવ તેમને દીક્ષાની એક વર્ષ પહેલાં પ્રતિબોધ આપવા માટે આવે છે. તેમના આવ્યા પછી જ તીર્થંકર અભિનિષ્ક્રમણની તૈયારી કરે છે. રાજત્યાગ અને વર્ષીદાન
અજિતનાથે પોતાના પિતરાઈ ભાઈ સગરને રાજ્ય સંચાલનનો ભાર સોંપ્યો અને વર્ષીદાનનો આરંભ કર્યો. વર્ષીદાનની વ્યવસ્થા સદૈવ દેવતાઓ જ કરે છે. ભરતક્ષેત્રમાં ક્યાંય પણ બિનવારસી દટાયેલું સોનું કાઢીને તેને જવના આકારનું બનાવીને રાત્રે ભંડાર ભરી દે છે. આ સ્વર્ણજવને “સોનૈયા” કહેવામાં આવે છે. સોનૈયાની એક બાજુ તીર્થંકરની માતાનું નામ અને બીજી બાજુ પિતાનું નામ અંકિત કરેલું હોય છે. ભગવાન દીક્ષાપૂર્વે તે સોનૈયાઓનું
તીર્થકરચરિત્ર [ ૫૦