________________
ભગવાન શ્રી અજિતનાથ
ક
જૈન દર્શન આત્મવાદને માને છે. જેટલા તીર્થંકરો થાય છે તે તમામ સાધનાના માધ્યમ દ્વારા જ તીર્થકરત્વની ભૂમિકા પ્રાપ્ત કરે છે. આત્મા પોતાની સજગતા અને સક્રિયતા વડે કર્મમુક્ત થઈને પરમાત્મા બને છે. પરમાત્મા
ક્યારેય સકર્મા આત્મા બનતો નથી. અણુ તરફથી C.
પૂર્ણ તરફની ગતિ તો થાય છે, પરંતુ પૂર્ણથી અણુ
તરફની ગતિ થતી નથી. પૂર્વભવ
બીજા તીર્થંકર ભગવાન અજિતનાથે પણ પોતાના પૂર્વજન્મમાં ઘોર તપસ્યા કરી હતી. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની સીતા નદીના તટ ઉપર વત્સ નામના દેશમાં સુસીમા નગરી હતી. તેના સમ્રાટ વિમલવાહનના ભવમાં તેમણે અત્યંત વિરક્તિપૂર્ણ જીવન વીતાવ્યું હતું. અઢળક ભોગ સામગ્રી હોવા છતાં તેમનું જીવન વાસનાથી વિમુખ હતું. આચાર્ય અરિદમનનો સંપર્ક થયા પછી તેઓ સાધના માટે વિશેષ કૃતનિશ્ચયી થઈ ગયા. પુત્રનો રાજ્યાભિષેક કરીને પોતે ગુરુચરણોમાં પ્રવ્રુજિત થઈ ગયા.
દીક્ષિત થયા બાદ વિમલવાહન મુનિ તપમાં એકાગ્ર થયા. એકાવલી, રત્નાવલી, લઘુસિંહ, મહાસિંહ વિક્રીડિત જેવી અનેક કઠોર તપસ્યાઓ કરી. તપસ્યાઓની સાથે ધ્યાન, સ્વાધ્યાય, સેવા વગેરે કર્મનિરાનાં અનેક સાધનો તેમણે અપનાવ્યાં. મહાન કર્મનિર્જરા કરીને તીર્થંકર નામકર્મનો બંધ ર્યો. અંતે અનશનપૂર્વક પોતાના પ્રાણનો ત્યાગ કરીને વિજય નામના અનુત્તર વિમાનમાં તેઓ ગયા. ' બે રાણીઓને ચૌદ સ્વપ્નો
જિતશત્રુનો રાજપ્રાસાદ એ સમયે જગતમાં બેજોડ હતો. તેનું એક કારણ એ પણ હતું કે જે રાત્રે મહારાણી વિજયાદેવીને ચૌદ મહાસ્વપ્ન આવ્યાં, એ જ રાત્રે રાજા જિતશત્રુના નાના ભાઈ યુવરાજ સુમિત્રની
તીર્થકરચરિત્ર | ૪૮