________________
ભગવાન શ્રી નમિનાથ
ક
عدم نشده
તીર્થકર ગોત્રનો બંધ
જંબૂઢીપની પશ્ચિમે મહાવિદેહમાં ભરતવિજયની કૌશાંબી નગરીના રાજા સિદ્ધાર્થે પોતાના રાજ્યની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. પારસ્પરિક વિગ્રહ લગભગ સમાપ્ત થઈ ગયા
હતા. રાજ્યમાં કોઈપણ વસ્તુનો અભાવ નહોતો. “જે
જ પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની રીતે સંતુષ્ટ હતી. એક
વખત સંસારની નશ્વરતા ઉપર ચિન્તન કરતાં કરતાં તેઓ વિરક્ત થઈને સાધુત્વ ગ્રહણ કરવા માટે ઉદ્યત બન્યા. એ જ દિવસે તેમણે સાંભળ્યું કે નગરના ઉદ્યાનમાં નંદન મુનિ પધાર્યા છે. રાજાએ મુનિનાં દર્શન કર્યાં. રાજ્યસંચાલનની વ્યવસ્થા કરીને પોતે મુનિચરણોમાં દીક્ષિત થઈ ગયા.
સિદ્ધાર્થ મુનિ વિવિધ તપસ્યાઓ તથા પારણાંનો અભિગ્રહ કરતાં કરતાં રુણ સાધુઓની વૈયાવૃત્ય વિશેષ રીતે કરતા હતા. તેઓ ધર્મસંઘના આલંબન રૂપ બની ગયા હતા. સંચિત કર્મોની મહાનિર્જરા કરીને તેમણે તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે અનશનપૂર્વક પ્રાણ છોડીને અનુત્તર સ્વર્ગલોકના અપરાજિત મહાવિમાનમાં મહર્વિક દેવ બન્યા. જન્મ
દેવલોકનું આયુષ્ય ભોગવીને મિથિલાનગરીના રાજા વિજયના રાજપ્રાસાદમાં આવ્યા, મહારાણી વપ્રાની ઉત્તમ કૂખે અવતરિત થયા. મહારાણી વપ્રાએ દેવાધિદેવના ગર્ભગમનનાં સૂચક ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓ પાસેથી સૌને જાણવા મળ્યું કે ગર્ભગત બાળક ત્રિલોકપૂજ્ય છે, સૌ માટે આનંદકારી છે. સમુચિત આહારવિહાર વડે ગર્ભનું પાલન થવા લાગ્યું.
ગર્ભકાળ સમાપ્ત થતાં અષાઢ વદ આઠમની મધ્યરાત્રે પ્રભુનો પાવન પ્રસવ થયો. પ્રભુના જન્મ સમયે સર્વત્ર ઉલ્લાસ હતો. દેવેન્દ્રોએ ઉત્સવ
ભગવાન શ્રી નમિનાથ ! ૧૩૭