________________
છે
.
મુનિ ઉપર પડી. તેમને જોતાં જ તે જ્વાળામુખી જેવો થઈ ગયો. મનોમન કહેવા લાગ્યો, “અરે મૂર્ખ ! તારે સાધુ જ બનવું હતું, તો પછી મારી દીકરીના સૂના અંતઃપુરમાં કેમ રહ્યો? તેનું બિચારીનું જીવન જ બરબાદ કરી નાંખ્યું. એવા જ કારણે તો રાજીમતિને અંતે સાધ્વી બનવું પડ્યું હતું ! તું તો ભિક્ષુ બની ગયો, પરંતુ હવે તે શું કરશે?આમ વિચારતાં તેનો ક્રોધ વધતો ગયો. તેણે મુનિના મસ્તક નવમુંડિત પર ભીની માટી વડે પાલ બાંધીને ધગધગતા અંગારા મૂક્યા તથા પોતે લપાતો છુપાતો ઘર તરફ જવા લાગ્યો.
આ બાજુ મુનિનું મસ્તક બળવા લાગ્યું. પરંતુ આત્મા અને શરીરની ભિન્નતાના ચિંતનમાંથી મુનિ પાછા ન વળ્યા. થોડીક જ ક્ષણોમાં તેવા પરમોત્કર્ષ ચિંતનને કારણે તેઓ સર્વજ્ઞ બની ગયા અને નિર્વાણ પ્રાપ્ત કર્યું.
સંધ્યા સમયે વાસુદેવ શ્રીકૃષ્ણ પ્રભુનાં દર્શનાર્થે આવ્યા. મુનિ ગજસુકુમાલને ત્યાં નહિ જોઈને પ્રભુને પૂછ્યું તો પ્રભુએ કહ્યું, “ગજસુકુમાલ મુક્ત બની ચૂક્યા છે. હવે તમને એ શી રીતે મળે ?” પછી ફરીથી પૂછતાં તેમણે સમગ્ર ઘટના કહી સંભળાવી. સુબ્બમના શ્રીકૃષ્ણ હત્યારા વિષે પૂછ્યું તો ભગવાને કહ્યું, “તમને રાજમહેલે પાછા જતી વખતે રસ્તામાં તમને જોતાં જ જે
ભગવાન શ્રી અરિષ્ટનેમિ ॥ ૧૫૭