________________
.
છે
ભગવાન શ્રી ઋષભદેવ
– જQ0,.
ભગવાન ઋષભનો જન્મ યૌગલિક (અરણ્ય) સંસ્કૃતિના અંત સમયે થયો હતો. યૌગલિક વ્યવસ્થા તે સમયે છિન્નભિન્ન થઈ રહી હતી. સમુચિત વ્યવસ્થા આપી શકે તેવું કોઈ નહોતું. કુલકરોએ જે વ્યવસ્થા કરી, તે થોડાક સમય પછી પ્રભાવહીન અને નિસ્તેજ થતી ગઈ.
દરરોજ નવી સમસ્યાઓ વધતી જતી હતી. સ્વયં —-00
નાભિ કુલકર પણ કોઈક રીતે આ
જવાબદારીભર્યા પદથી મુક્તિ મેળવવાનું ઝંખતા હતા. ક્યાંય કોઈ સમાધાન દેખાતું નહોતું. તે સમયે ભગવાન ઋષભનો જન્મ
થયો.
પૂર્વ ભવ
ભગવાન ઋષભ દેવનો જીવ મુક્તિ પૂર્વે તેરમા ભાવમાં મહાવિદેહ ક્ષેત્રના ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં ધન્ના સાર્થવાહ તરીકે ઉત્પન્ન થયો હતો. તે એક ધનાઢ્ય વેપારી હતો. દૂર દૂર સુધી તેનો વ્યાપાર પ્રસરેલો હતો. એક વખત અર્થોપાર્જનના હેતુથી તે વિદેશ જવા માટે તૈયાર થયો. તેણે એવી જાહેરાત કરી કે મારી સાથે જે કોઈ આવશે તેને હું તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીશ. આવી જાહેરાત સાંભળીને સેંકડો લોકો તેની સાથે વ્યાપારાર્થે નીકળી પડ્યા.
આચાર્ય ધર્મઘોષને પણ વસંતપુર જવાનું હતું. નિર્જન અટવી પાર કરવા માટે તેઓ પોતાના શિષ્ય-સમુદાય સાથે ધન્ના સાર્થવાહની સાથે થઈ ગયા. શેઠને આવા ત્યાગી મુનિઓનો પરિચય થયો તેથી તેઓ અત્યંત પ્રસન્ન થયા. માર્ગમાં શેઠે આચાર્ય સહિત સમગ્ર શિષ્ય-સમુદાયની ઉપાસનાનો ઘણો લાભ લીધો. પ્રાસુક આહાર, પાણી વગેરેનું દાન ક્યું, જેથી ત્યાં ઋષભદેવના જીવ ધન્ના સાર્થવાહને પ્રથમ વખત સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ.
ધન્ના સાર્થવાહના ભવપછી દેવ તથા મનુષ્યના સાત ભવ પૂરા કર્યા
તીર્થકરચરિત્ર [ ૧૬