________________
તેમણે આપનું નામ જણાવ્યું તેથી અમે આપની પાસે આવ્યા છીએ.” આ સાંભળીને સમ્રાટ નમિ પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપી વિરક્ત થઈ ગયા. દીક્ષા પૂર્વે પરંપરા અનુસાર તેમણે વર્ષીદાન દીધું. નિશ્ચિત તિથિ જેઠ વદ નોમના દિવસે એક હજાર ભવ્યાત્મા વ્યક્તિઓની સાથે તેઓ સહશ્નામુ ઉદ્યાનમાં પધાર્યા. પંચમુષ્ટિ લોચ ર્યો. દેવસમૂહ અને માનવમેદની વચ્ચે ભગવાન નમિએ સર્વસાવદ્ય યોગોનું પ્રત્યાખ્યાન કર્યું. તે દિવસે પ્રભુને છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે વીરપુરના રાજા દત્તને ત્યાં તેમણે પરમાન (ખીર) વડે પારણું કર્યું. દેવોએ પ્રથમ દાનનો વિશેષ મહિમા બતાવ્યો. કેવળજ્ઞાન
પ્રભુની છદ્મસ્થચર્યા માત્ર નવ માસની હતી. સાધનાની પ્રચંડ અગ્નિમાં તેમનાં કૃતકર્મો સ્વાહા થઈ ગયાં. ફરતા ફરતા ભગવાન નમિ પુનઃ દીક્ષાસ્થળ સહસ્રાષ્ટ્રમાં પધાર્યા. બોરસલી નામના વૃક્ષની નીચે ઉત્કૃષ્ટ ધ્યાન મુદ્રામાં તેમણે ક્ષપક શ્રેણી મેળવી તથા ઘાતિક કર્મોનો ક્ષય કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું.
દેવોએ કેવલ-મહોત્સવની સાથોસાથ સમવસરણની રચના કરી. જન્મભૂમિ તથા આસપાસના હજારો લોકો ભગવાનનો ઉપદેશ સાંભળવા માટે ઉદ્યાનમાં ઊમટી પડ્યા. ભગવાને પ્રથમ પ્રવચનમાં આગાર તથા અણગાર ધર્મની પરિભાષા (વ્યાખ્યા) સમજવી. ભગવાનની વાણીથી પ્રભાવિત થઈને અનેક લોકો ઘર છોડીને અણગાર બની ગયા તથા અનેક લોકોએ ગૃહસ્થ ઘર્મની ઉપાસના સ્વીકારી. નિર્વાણ
સુદીર્ઘકાળ સુધી ધર્મસંઘની પ્રભાવના કરતાં કરતાં ભગવાના નમિનાથ આર્યજનપદમાં અતિશય યુક્ત વિચરતા રહ્યા. અંતમાં સન્મેદશિખર ઉપર એક હજાર ચરમશરીરી મુનિઓ સહિત તેમણે અનશન કર્યું. ચૈત્ર વદ દશમના દિવસે શુક્લધ્યાનના ચોથા ચરણમાં પહોંચીને ચાર અઘાતી કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર૦ગણધર
- ૧૭ ૦ કેવલજ્ઞાની
- ૧૬૦૦ ૦ મનઃ પર્યવજ્ઞાની
૨૫૦ ૦અવધિજ્ઞાની
૧૬૦૦ ૦ વૈક્રિય લબ્ધિઘારી
- ૫૦૦૦ ૦ચૌદ પૂર્વી
- ૪૫૦
ભગવાન શ્રી નમિનાથ ! ૧૩૯