________________
ત્રીજા આરાનો. જ્યારે પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો, ત્યારે સાત કુલકર ઉત્પન્ન થયા. પ્રથમ કુલકર વિમલવાહન બન્યા. આવશ્યક નિર્યુક્તિમાં વર્ણન મળે છે કે વનમાં એક શ્વેત હાથીએ એક માનવયુગલને જોયું. જોતાં જ પૂર્વ જન્મના સ્નેહથી તેણે તે યુગલને પોતાની પીઠ ઉપર બેસાડી દીધું. તેને આ રીતે ગજારૂઢ જોઈને યૌગલિકોએ વિચાર્યું, “આ મનુષ્ય આપણા કરતાં વધારે શક્તિશાળી છે.” ઉજ્જવળ વાહનવાળા હોવાને કારણે તેમને સૌ વિમલવાહન કહેવા લાગ્યા. દંડ વ્યવસ્થા
કલ્પવૃક્ષોની ઓછપથી જે શાંતિ ભંગ થઈ હતી, અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી તેને સુવ્યવસ્થિત કરવા માટે યૌગલિકોએ વિમલવાહનને પોતાના નેતા બનાવ્યા. એ જ પ્રથમ કુલકર તરીકે પ્રતિષ્ઠિત થયા. તેમણે સૌ કોઈ માટે એક નિશ્ચિત બંધારણ બનાવ્યું. અને તેનું ઉલ્લંઘન કરનાર માટે સજા કરવાની જાહેરાત કરી. તેમને માટે વિમલવાહને “હાકાર' દંડની સ્થાપના કરી. જ્યારે કોઈ યૌગલિક માન્ય મર્યાદાનો ઉલ્લંઘન કરતું તો તેને માત્ર એટલું જ કહેવાતું, “હા, તેં આ કામ કર્યું છે.” બસ આટલું કહેવું એ જ તેમના માટે કઠોર સજા ગણાતી. તેથી તે પોતાને લાંછિત સમજતો. આ દંડનો લાંબા સમય સુધી પ્રભાવ રહ્યો.
પહેલા તથા બીજા કુલકર સુધી આ “હાકાર' દંડવિધિ પ્રભાવક રહી. જ્યારે અપરાધીને “હા” કહેવાથી કામ ચાલ્યું નહીં, ત્યારે કંઈક મોટા સ્વરમાં કહેવાતું “મા” એટલે કે ના કરશો અને તેથી લોકો અપરાધ કરવાનું છોડી દેતાં. આ “માકાર' દંડ વ્યવસ્થા ત્રીજા અને ચોથા કુલકર સુધી ચાલી. હાકાર અને માકાર પ્રભાવહીન થવાથી ધિક્કાર દંડ વ્યવસ્થાનો જન્મ થયો. આ વ્યવસ્થા પાંચમાથી સાતમા કુલકર સુધી ચાલી.
યૌગલિકોની સમસ્યાઓને આ ત્રણ દંડવિધિઓ વડે કુલકરો વારંવાર ઉકેલતા રહ્યા. યૌગલિકોની સામે ભોજનની સમસ્યા હતી. કલ્પવૃક્ષોની ઓછપ અને તે કારણે ફળોની ઓછપની જે પરંપરા ચાલી રહી હતી તેનો કોઈ સાર્થક ઉપાય વિચારી શકાયો નહીં. આ જ કારણે આ દંડવિધિ સાતમાં કુલકર નાભિના સમયે નિસ્તેજ થઈ ગઈ. પરિણામે નિયંત્રણો ઢીલાં પડ્યાં. લૂંટફાટમાં એકાએક વધારો થયો. નાભિ કુલકરની પાસે અવારનવાર યૌગલિકોની આ સમસ્યાઓ આવવા લાગી. તેનું નિવારણ ન કરી શકવાને કારણે નાભિ ખિન્ન થઈ ગયા. તે સમયે ઋષભનું અવતરણ થયું. તીર્થકરની મહત્તા
જૈનધર્મમાં સર્વથા કર્મમુક્ત આત્મશક્તિ સંપન્ન વિભૂતિ સિદ્ધ છે. તે
પ્રવેશ B ૭