________________
તેમણે સાવદ્ય યોગોનું સર્વથા પ્રત્યાખ્યાન કર્યું. દીક્ષાના દિવસે તેમને છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે વર્ધમાનપુરમાં વિજય રાજાને ત્યાં પરમાન્ન (ખી૨) વડે પારણું કર્યું. દેવોએ પાંચ દ્રવ્ય પ્રગટ કરીને સૌ લોકોને દાનનું ગૌરવ સમજાવ્યું.
ત્રણ વર્ષ સુધી ભગવાન છદ્મસ્થ ચર્યામાં સાધના કરતા રહ્યા. પૂર્વસંચિત કર્મોની ઉદીરણા અને નિર્જરા કરતાં કરતાં તેઓ પુનઃ સહસ્રામ્ર વનમાં પધાર્યા. અશોક વૃક્ષની નીચે ધ્યાનારૂઢ બનીને તેમણે ક્ષપક શ્રેણી મેળવી. ઘાતિક કર્મોનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય પ્રાપ્ત કર્યું.
પ્રભુને સર્વજ્ઞતા પ્રાપ્ત થતાં જ દેવોએ કેવલ-ઉત્સવ ઉજવ્યો. સમવસરણની રચના કરી. જન્મભૂમિ તેમજ આસપાસના હજારો લોકો પ્રભુને સાંભળવા માટે એકત્ર થયા. ભગવાને તેમની સમક્ષ પ્રથમ દેશના આપી. અનેક લોકોએ આગાર અને અણગાર ધર્મની ઉપાસનાનો સ્વીકાર કર્યો. અપૂર્વ પ્રભાવ
પ્રભુના ધર્મશાસનમાં ધર્મ-નીતિનો પ્રભાવ પરાકાષ્ઠા ઉપર હતો. પ્રત્યેક રાજા ધર્મ-નીતિને ધ્રુવ કેન્દ્ર માનીને પોતાનું રાજ્ય ચલાવતો હતો. વાસુદેવ પુરુષોત્તમ સ્વયં ભગવાનના પરમ ભક્ત હતા. ભગવાનની ઉપાસના વડે તેમને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું. બલદેવ સુપ્રભે ભગવાનની પાસે દીક્ષિત થઈને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. સામાન્ય લોકોમાં ભગવાન પ્રત્યે અનન્ય આસ્થા હતી.
નિર્વાણ
ભવ-વિપાકી કર્મોનો અંત નજીક જોઈને સાત હજાર મુનિઓ સહિત ભગવાને અનશન કર્યું તથા ચૈત્ર સુદ પાંચમના દિવસે સમસ્ત કર્મોનો ક્ષય કરીને સમ્મેદશિખર ઉપર સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. ભગવાનના નિર્વાણની ક્ષણે એકાએક વિશ્વ આલોકિત થઈ ઊઠ્યું. એક ક્ષણ માટે તો નારકી જીવો પણ સ્તબ્ધ થઈ ગયા. તેમના શરીરની નિહરણ ક્રિયાના સમયે મનુષ્યોની સાથે સાથે ચતુર્વિધ દેવોની પણ ભારે મોટી ભીડ હતી.
પ્રભુનો પરિવાર
૦ગણધર
૦ કેવલજ્ઞાની
૦ મનઃ પર્યવજ્ઞાની
૦ અવધિજ્ઞાની
૦ વૈક્રિય લબ્ધિધારી
– ૫૦
- ૫૦૦૦
૫૦૦૦
- ૪૩૦૦
- ૮૦૦૦
ભગવાન શ્રી અનન્તનાથ D ૧૦૫