________________
દહનની વાત સાંભળતાં જ સહુ ધ્રૂજી ઊઠ્યા. કૃષ્ણ વાસુદેવે ફરીથી પૂછ્યું,
ભંતે ! દીપાયન ઋષિ દ્વારિકાનું દહન શા માટે કરશે?” પ્રભુએ જણાવ્યું, “મદિરાથી ઉન્મત્ત યાદવકુમારો ઋષિ દીપાયનને પજવશે તેથી ક્રોધિત થઈને
ઋષિ દ્વારિકાના દહનનું નિદાન કરશે. તે મૃત્યુ પામીને દેવ બનશે અને દ્વારિકાનું દહન કરશે.”
કૃષ્ણ પૂછ્યું, “મારું મૃત્યુ કઈ રીતે થશે?” ભગવાન બોલ્યા, “જરકુમારના બાણ વડે.”
સૌ સ્તબ્ધ બની ગયા હતા. સૌ વિસ્મિત હતા. અનેક વ્યક્તિ વિરક્ત ઈને દીક્ષિત બની ગઈ. દીપાયન ઋષિ પોતે જંગલમાં રહેવા લાગ્યા. જરકુમાર પ્લાન થઈને વનવાસી બની ગયો. મદિરાનિષેધ
નગરમાં ચારે તરફ એક જ વાત ચર્ચાતી હતી. ચારેબાજુ આતંક જેવું છવાઈ ગયું હતું. સૌએ મળીને નિર્ણય કર્યો કે દહનનું કારણ મદિરા છે તો એને ખતમ કરી દઈએ. મધના અભાવે કોઈ નાગરિક ઋષિને પજવશે નહિ અને કોઈના પજવ્યા વગર ઋષિ દહન કરશે નહિ. એક માત્ર મદ્યના નિષેધ વડે સમગ્ર સમસ્યા ઉકલી જશે. આ નિર્ણય અનુસાર જેટલો મદ્ય સંગ્રહ હતો. તેને દૂર જંગલોમાં જઈને ઢોળી દીધો. નવા મદ્યનું ઉત્પાદન સદંતર બંધ કરી દીધું તથા દ્વારિકાની સીમાઓની અંદર મદ્ય લાવવાનો કડક પ્રતિબંધ મૂકી દીધો. દીક્ષાની દલાલી
- કૃષ્ણ વાસુદેવે દ્વારિકા-દહનની ભવિષ્યવાણી પછી દ્વારિકામાં એક ઉદ્ઘોષણા કરાવીને લોકોને જાણ કરી કે, જો કોઈને દીક્ષા લેવી હોય તો તે શીવ્રતા દાખવે. તેને જો કોઈ વ્યાવહારિક મુશ્કેલી હશે તો હું તે મુશ્કેલી દૂર કરીશ. કોઈનાં માતા-પિતા વૃદ્ધ હશે તો તેમની સેવા હું કરીશ. જો કોઈને નાનકડાં સંતાનો હશે તો તેમનું પાલનપોષણ હું કરીશ. દીક્ષા લેનારા સૌ નિશ્ચિત બનીને દીક્ષા લે. હું હજી ગૃહસ્થ છું, તેથી તમામ વ્યાવહારિક જવાબદારીઓ હું ઉઠાવીશ.” આવી ઘોષણા સાંભળીને પ્રભાવિત થયેલા હજારો લોકો સાધુ બન્યા. દીપાયનનું નિદાન
ભવિતવ્યતાને કોઈ મિટાવી શકતું નથી. મદિરાના ભંડાર સમાપ્ત કરી દેવામાં આવ્યા હતા. દ્વારિકામાં સંપૂર્ણપણે મધ્યનિષેધ શરૂ થઈ ગયો હતો. પૂર્ણ જાગરુકતા જાળવવા છતાં જે નિમિત્ત મળવાનું હતું તે તો મળી જ ગયું.
તીર્થકરચરિત્ર [ ૧૬૦