________________
ભગવાન શ્રી કુંથુનાથ
તીર્થકર ગોત્રનો બંધ ----
જંબૂઢીપની પૂર્વે મહાવિદેહમાં આવત 3 |દશની ખગી નગરીમાં પ્રબળ પ્રતાપી સિંહાવહ રાજા હતો. અઢળક ભોગસામગ્રી હોવા છતાં તે
પોતાની પ્રિય પ્રજાનાં સુખસુવિધા માટે સદૈવ છે . 8 પ્રવૃત્ત રહેતો. રાજને અવારનવાર સંતો સાથે
સંપર્ક થતો રહેતો હતો. સંતોની અધ્યાત્મ વાણી
સાંભળીને રાજા અધ્યાત્મ તરફ વળતો જતો હતો. રાજ ઘણી વખત વિચાર કરતો કે સંયમ લઈને સાધના કરું, પરંતુ રાજ્યસંચાલનની જવાબદારીમાં અટવાયેલો તે પછી ભૂલી જતો હતો. આખરે પુત્ર યોગ્ય થતાં રાજા સિંહાવણે પોતાની કલ્પના સાકાર કરી લીધી. જ્યભારથી મુક્ત થઈને તેમણે સંવરાચાર્ય પાસે શ્રમણત્વ ધારણ કર્યું.
વિવિધ અનુષ્ઠાનો વડે રાજર્ષિએ વિશેષ કર્મનિર્જરા કરી અને વિશિષ્ટ પુણ્ય પ્રકૃતિઓનો બંધ કર્યો. ધ્યાન દ્વારા તેમણે આત્માને સર્વથા પવિત્ર બનાવ્યો. તેમના તીર્થંકર ગોત્ર અને ચક્રી પદ બંનેનો બંધ થઈ ગયો. અંતે અનશનપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને તેઓ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં સર્વોત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ બન્યા.
દેવલોકનાં સુખ ભોગવીને રાજાનો જીવ આ જ ભરતક્ષેત્રના હસ્તિનાપુર નગરમાં રાજા સૂરસેનના રાજમહેલમાં મહારાણી શ્રીદેવીની પવિત્ર કૂખે આવીને અવતરિત થયો. મહારાણીએ અર્ધસુષુપ્તાવસ્થામાં ચૌદ મહાસ્વપ્ન નિહાળ્યાં. કોઈ મહાપુરુષ મહારાણીની કૂખે આવશે એવું સૌને સમજાઈ ગયું. સર્વત્ર પ્રસન્નતા પ્રસરી ગઈ. સૌ બાળકના જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યાં.
ગર્ભકાળ સમાપ્ત થતાં ચૈત્ર વદ ચૌદસની મધ્યરાત્રે બાળકનો જન્મ થયો. દેઓએ ઉત્સવ ઉજવ્યો. ભગવાનના નવજાત શરીરને મેરુ પર્વત ઉપર
તીર્થકરચરિત્ર [ ૧૨૦