________________
SN'Tilmin,
ST)
-
c
પંડુક વનમાં લઈ ગયા. ત્યાં વિવિધ સ્થળોનાં પવિત્ર પાણી વડે તેમનો અભિષેક કર્યો. પોતાના ઉલ્લાસને પ્રગટ કર્યા પછી બાળકને પાછો યથાસ્થાને મૂકીને દેવગણ પોતપોતાને ત્યાં પાછો વળ્યો.
રાજા સૂરસેને બાળકનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવ્યો. પુત્રજન્મની ખુશાલીનો લાભ સૌકોઈને મળે, તે હેતુથી રાજએ કારાવાસના કેદીઓને મુક્ત કરી દીધા. યાચકોને છૂટા હાથે દાન દીધાં. ઉત્સવકાળમાં આયાત-નિકાસનો પ્રતિબંધ દૂર કરી દીધો. સર્વત્ર એક જ વાતનો આનંદ હતો કે પુત્રજન્મ તે આનું નામ. સૌને ન્યાલ કરી દીઘા!
નામકરણના દિવસે પારિવારિક સભ્યો વચ્ચે પુત્રને લઈને મહારાણી પોતે આવ્યાં. કંથ-રત્નની જેમ પુત્રના તેજસ્વી શરીરને સૌએ નિહાળ્યું, આશીર્વાદ આપ્યા. નામ વિશે રાજા સૂરસેને કહ્યું, આ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે મહારાણીએ સ્વપ્નમાં કુંથુ નામનાં રત્નોનો ભંડાર નિહાળ્યો હતો, તેથી બાળકનું નામ કુંથુકુમાર રાખવું જોઈએ.” સૌએ બાળકને એ જ નામ આપ્યું.
ભગવાન શ્રી કુંથુનાથ ! ૧૨૧