________________
રાજીમતિએ વાત વાળી લેતાં કહ્યું, “દિયરજી ! જે તમે જાણતા હોવ કે વમન કરેલો પદાર્થ અપેય અને અખાદ્ય છે તો પછી મારી આકાંક્ષા મનમાં શા માટે રાખો છો ? હું આપના નરશ્રેષ્ઠ ભાઈ દ્વારા વમિત-ત્યજેલી છું. ખબરદાર હવે પછી ક્યારેય આવી ભાવનાથી આ મહેલમાં ન આવશો.” આ સાંભળીને રથનેમિ ખૂબ લજ્જિત થયા. એક શબ્દ પણ બોલ્યા વગર તેઓ પોતાના મહેલમાં પાછા વળ્યા. થોડાક સમય પછી તેઓ વિરક્ત થઈ મુનિ બની ગયા. કુમાર અરિષ્ટનેમિની પ્રવજ્યાની વાત સાંભળીને રાજીમતિ સેંકડો યુવતીઓ સહિત સાધ્વી બની ગઈ. દીક્ષિત થતી વખતે વાસુદેવ શ્રીકૃષ્ણ આશીર્વાદ આપ્યા.
અરિષ્ટનેમિએ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થસ્થાપના કરી. સાધ્વી રાજીમતિ અનેક સાધ્વીઓ સહિત ભગવાનનાં દર્શન કરવા માટે રેવતગિરિ પર્વત તરફ નીકળ્યાં. રસ્તામાં ભયંકર આંધી અને વરસાદ શરૂ થયાં. આ કારણે તમામ સાધ્વીઓ વિખૂટી પડી ગઈ. સાધ્વી રાજીમતિ પણ એકલી પડી. વરસાદને કારણે તેનાં કપડાં ભીંજાઈ ગયાં હતાં. નજીકમાં જ એક ગુફા હતી. ગુફામાં અંધકાર હતો. ગુફામાં તેમને કોઈ દેખાયું નહિ. તેમણે પોતાનાં કપડાં નીચોવીને સુકવવા માટે પાથર્યા.
આકાશમાં વીજળી ચમકતી હતી. ગુફામાં રથનેમિ બેઠેલા હતા. તે વીજળીના પ્રકાશમાં રાજીમતિને સંપૂર્ણ અનાવૃત્ત અવસ્થામાં જોઈ તો તેમની સુષુપ્ત વાસના જાગી ઊઠી. તરત તેઓ રાજીમતિની પાસે ગયા અને ભોગ માટે વિનંતિ કરવા લાગ્યા. રાજીમતિએ નિર્ભય થઈને ફરીથી વસ્ત્રો પહેરી લીધા અને રથનેમિને વિવિધ પ્રકારનાં હિતકારી વચનો દ્વારા સમજાવ્યા. તેમની સુભાષિત વાણી સાંભળીને રથનેમિ પુનઃ સંયમમાં સ્થિર થયા. ભગવાનનાં ચરણોમાં પહોંચીને રથનેમિએ પ્રાયશ્ચિત્ત કર્યું અને સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત બન્યા. સાધ્વી રાજીમતિએ પણ ભગવાનના સમવસરણમાં પહોંચીને વંદન કર્યા અને તપ, જપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરીને મુક્તિશ્રીનું વરન કર્યું. દેવકીનું છ પુત્રો સાથે મિલન
ચતુર્વિધ ધર્મસંઘની સ્થાપના પછી ફરતા ફરતા ભગવાન અરિષ્ટનેમિ ભદિલપુર નગરીમાં પધાર્યા. ભગવાનની અમૃતમય દેશના સાંભળીને વિરક્ત થયેલા દેવકીના છ પુત્રો અનીકસેન, અજિતસેન, અનિત રિપુ, દેવસેન, શત્રુસેન અને સારણે દીક્ષા લઈ લીધી. તેઓ સુલસા ગાથાપત્નીને ત્યાં ખૂબ જતનથી ઉછેર પામ્યા હતા. ભગવાનની સાથે ફરતા ફરતા તેઓ દ્વારકા પહોંચ્યા. સમવસરણ રચાયું. દેશના થઈ. લોકો પોતપોતાનાં ઘરોમાં પાછા ફર્યા. છએ મુનિ છઠ્ઠનું પારણું કરવા માટે ભગવાનની આજ્ઞા મેળવીને દ્વારકા
તીર્થકરચરિત્ર [ ૧૫૪