________________
ક
ભગવાન શ્રી સંભવનાથ
કws
કોઈ એક દિવસમાં જ મહાપુરુષ બની જતું નથી. તે માટે વર્ષો નહિ, અનેક જન્મો સુધી સાધના કરવી પડે છે. ભગવાન શ્રી સંભવનાથના જીવે પણ અનેક ભવોની સાધના કરી હતી, માનવીય ગુણોનો વિકાસ કર્યો હતો. તેના
પરિણામ સ્વરૂપ તેઓ તીર્થંકર બન્યા. —-2001 |પૂર્વભવ
એક વખત તેઓ ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં ક્ષેમપુરી નગરીના વિપુલવાહન નામના રાજા હતા. તે રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. રાજાના મનમાં જવાબદારીનો ભાવ જાગી ઊઠ્યો. તેણે પોતાના ભંડારોનાં દ્વાર ખોલી દીધાં. અધિકારીઓને આદેશ આપ્યો કે ભંડારમાં ભલે કાંઈ ન બચે, પરંતુ રાજ્યની એક પણ વ્યક્તિ ભૂખી રહેવી જોઈએ નહિ. રાજાએ બહારથી અનાજ મંગાવ્યું, ગામે ગામ અન્નક્ષેત્રો બનાવરાવ્યાં. દુષ્કાળથી પ્રભાવિત ક્ષેત્રોની સ્વયં મુલાકાત લીધી અને અન્ન વિતરણની વ્યવસ્થા નિહાળી. રાજ્યમાં ચાલી રહેલાં વિકાસકાર્યોની ગતિવિધિ પણ નિહાળી. રાજાના આવા આત્મીય વ્યવહારથી પ્રજામાં અભુત એકાત્મક્તા આવી ગઈ.
દુષ્કાળને કારણે અનેક સાધુ દૂર દૂર જનપદોમાં ચાલ્યા ગયા. પરંતુ કેટલાક શરીરથી અસ્વસ્થ અથવા અક્ષમ સાધુઓ અને તેમની પરિચર્યા કરનારા મુનિઓ હજી નગરમાં જ હતા. તેમને શુદ્ધ આહાર ક્યારેક મળતો તો ક્યારેક ન મળતો. માહિતી મળતાં જ રાજા તત્કાળ તે મુનિઓની પાસે ગયા અને ભોજન માટે આમંત્રણ પાઠવ્યું. મુનિની ચર્યાથી રાજા અપરિચિત હતો. મુનિઓએ પોતાના કલ્પ-અકલ્પની વિધિ સમજાવી. રાજાએ વિનંતી કરી, કાંઈ વાંધો નહિ, રાજમહેલમાં અનેક ભોજનાલયોમાં સાત્ત્વિક ભોજન બને છે. મારા સહિત તમામ વ્યક્તિઓ થોડુંક ઓછું ખાઈને આપને આપીશું, આપ જરૂર પધારો. મુનિઓ ગયા. રાજમહેલમાંથી યથોચિત આહાર લઈ આવ્યા.
ભગવાન શ્રી સંભવનાથ પપ