________________
રાજાએ નગરમાં અન્નસંપન્ન વ્યક્તિઓને પણ સમજવી, તેઓ પણ મુનિઓને ભક્તિપૂર્વક ભિક્ષા આપવા લાગ્યા. દુષ્કાળના દિવસોમાં સંતોને આહાર મળ્યો કે નહિ તેની માહિતી રાજ દરરોજ મેળવતા અને ધર્મ-દલાલી કરતા. આ ધર્મ-દલાલી અને શુદ્ધ દાન વડે રાજાની વિશિષ્ટ કર્મ-નિર્જરા થઈ. તેમજ અપૂર્વ પુણ્યનો બંધ થયો.
પછીનાં વર્ષોમાં વરસાદ થયો. સારો પાક પાકવાથી સર્વત્ર ખુશાલી છવાઈ ગઈ. પૂર્વવત તમામ વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ. રાજકીય સહાયતા કેન્દ્રો જરૂરિયાત સમાપ્ત થવાથી બંધ કરી દેવામાં આવ્યાં. પરંતુ રાજા પ્રત્યે પ્રજાના મનમાં સ્થાયીરૂપે નિષ્ઠાનો ભાવ દઢ થઈ ગયો. તીર્થકર ગોત્રનો બંધ
એક વખત રાજા વિપુલવાહને વાદળોની ઘનઘોર ઘટાને હવાની સાથે ઘેરાતી અને વિખેરાતી નિહાળી. રાજાને સંસાર તેમજ પરિવારનું સ્વરૂપ પણ એવું જ છિન્નભિન્ન થઈ જનારું લાગ્યું. તેઓ ભૌતિક જીવનથી વિરક્ત થઈ ગયા અને સ્વયંપ્રભ આચાર્ય પાસે દીક્ષિત થઈને અધ્યાત્મમાં લીન બન્યા. મુનિ વિપુલવાહને પોતાની ઉદાત્ત ભાવના દ્વારા કર્મનિર્જરાનાં વીસ વિશેષ સ્થળોની સાધના કરી. અશુભ કર્મોની નિર્જરા સાથે તીર્થંકર નામકર્મ જેવી શુભ-પુણ્યપ્રકૃતિનો બંધ કર્યો. અંતે સમાધિપૂર્વક આરાધક પદ પામીને નવમાં દેવલોકમાં દેવ બન્યા. તિલોયાન્નતિ વગેરે ગ્રંથોમાં વિપુલ વાહન ચૈવેયકમાં ગયા હોવાનો ઉલ્લેખ મળે છે. જન્મ
સુખમય દેવાયુ પૂર્ણ રૂપે ભોગવી લીધા પછી ત્યાંથી તેમનું ચ્યવન થયું. ભરતક્ષેત્રમાં સાવથી નગરીના રાજા જિતારિની પટરાણી સેનાદેવીની કૂખે તેમનો જન્મ થયો. રાત્રે સેનાદેવીને તીર્થકરત્વનાં સૂચક ચૌદ મહાસ્વપ્ન આવ્યાં. રાણીએ સમ્રાટ જિતારિને જગાડીને પોતાનાં સ્વપ્નો વિષે વાત કરી. હર્ષોન્મત્ત રાજાએ રાણીને કહ્યું, કોઈ ભુવનભાસ્કર આપણા ઘરમાં આવી રહ્યો છે. આ સ્વપ્નો તેનાં જ સૂચક છે. હવે તમે નિદ્રા ન લો, ધર્મ-જાગરણ કરો. સવારે સ્વપ્નશાસ્ત્રીઓને પૂછીને તેનું વિસ્તૃત વર્ણન બતાવીશ.
સવારે રાજાએ સ્વપ્નશાસ્ત્રીઓને બોલાવ્યા. આસન વગેરે આપીને તેમનું સન્માન કર્યું. તેમને રાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોનું વિવરણ કહી સંભળાવ્યું અને તેમના ફલાફલ વિષે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. તેમણે સ્વપ્નશાસ્ત્રો તથા પોતાના અધ્યયનના આધારે એકમતે એવો નિર્ણય જણાવ્યો કે રાણીજીની કૂખે પુત્રરત્ન પેદા થશે, તેના દ્વારા લાખો વ્યક્તિઓને રાહત મળશે. હે રાજન્ ! આપનું નામ આ પુત્રના કારણે અમર થઈ જશે.
તીર્થકરચરિત્ર [ ૫૬