________________
અનુમોદના
અનેકાન્ત ભારતી દ્વારા જૈનોના ૨૪ તીર્થંકરોનું ચિરત્ર પૂજ્ય શ્રી સુમેરમલજીમુનિ દ્વારા લિખિત પ્રકાશિત કરવામાં આવ્યું છે. તે સામાન્ય જનને અત્યંત ઉપયોગી થઈ પડે તેવું છે. તેનું લખાણ સુબોધ સરળ છે. એટલે તે સર્વગ્રાહી થશે જ એમાં શંકા નથી.
સામાન્ય રીતે જેતે તીર્થંકરોના ચરિત્ર લખાતા હોય છે પણ બધા જ તીર્થંકરોના ચરિત્ર જૂજ લખાય છે. તેમાં પ્રસ્તુત પુસ્તક અત્યંત ઉપયોગી બનશે એ નિઃશંક છે.
બધા જ તીર્થંકરોની આવશ્યક માહિતી પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવી છે. તેથી પ્રસ્તુત પુસ્તક બહુમૂલ્ય બન્યું છે. એથી પુસ્તકના પ્રકાશક, સુપ્રસિદ્ધ અનેકાન્ત ભારતી તેનું મુદ્રણ આદિ પ્રશંસનીય બને તે સ્વાભાવિક છે. પરંતુ આશ્ચર્ય એ છે કે પ્રસ્તુત પુસ્તક મુળ હિન્દીમાં લખાયુ અને તેની પાંચ આવૃત્તિ પ્રસિદ્ધ થયા પછી આ ગ્રંથની પ્રથમ ગુજરાતી આવૃત્તિ પ્રકાશિત થાય છે. છતાં અનેકાન્ત ભારતીને આવા ઉત્તમ પુસ્તક પ્રકાશિત કરવા માટે અભિનંદન આપું તે ઉચિત જ છે.
માથુરી ઓપેરા સોસાયટી, અમદાવાદ તા. ૧૩ સપ્ટેમ્બર ૧૯૯૬
પદ્મભુષણ પં. દલસુખભાઈ માલવણિયા
-
IV