________________
ક
ભગવાન શ્રી શીતલનાથ !
તીર્થકર ગોત્રનો બંધ
અર્ધપુષ્કરદ્વીપની વજ વિજયની સુસીમા નગરીના રાજા પદ્મોત્તર માનવીય ગુણોથી સભર હતા. તેમણે પોતાના રાજ્યમાં એવી વ્યવસ્થા કરી કે સૌ આત્મસમ્માનભર્યું જીવન જીવી શકે. તેમના | રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ પરમખાપેક્ષી નહોતી.
સૌને પુરુષાર્થમાં વિશ્વાસ હતો. વ્યવસ્થા પણ
- એવી હતી કે પુરુષાર્થ કરનાર વ્યક્તિ આનંદથી પોતાનું પેટ ભરી શક્તી હતી. બેકારીના અભાવે અપરાધોનો પણ અભાવ હતો. લોકો સાત્વિક તેમજ શાલીન જીવન વિતાવતા હતા.
રાજા પદ્મોત્તરે પોતાના પુત્રને રાજ્યસંચાલન માટે યોગ્ય જાણીને તેનો રાજ્યાભિષેક કર્યો અને પોતે “સ્રસ્તાધ” આચાર્ય પાસે મુનિદીક્ષા ગ્રહણ કરી લીધી. મુનિસંઘની પરિચય તેમજ ઘોર તપસ્યા તેમની કર્મનિર્જરાનાં મુખ્ય સાધન બન્યાં. બીમાર તેમજ અક્ષમ સાધુઓના આધાર બનવાને કારણે તેમની મહાન કર્મનિર્જરા થઈ. સાથોસાથ તીર્થંકર ગોત્રનો બંધ પણ થયો. અંતે અનશન કરીને તેમણે સમાધિમરણ મેળવ્યું તથા પ્રાણત સ્વર્ગમાં દેવ બન્યા. જન્મ
વીસ સાગરનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને આર્યજનપદના ભદિલપુર નગરમાં રાજ દઢરથની મહારાણી નંદાદેવીની કૂખે તેઓ અવતરિત થયા. સંસારમાં જન્મ લેનારા સર્વશ્રેષ્ઠ અને પરમાધમ લોકો છાના રહેતા નથી. માતાને આવેલાં ચૌદ મહાસ્વપ્નો થકી સૌને ખબર પડી કે મહાપુરુષનો જન્મ થવાનો છે. લોકોના દિલમાં ભારે ઉમંગ હતો. સૌ પ્રભુના જન્મની પ્રતીક્ષા કરતાં હતાં.
ગર્ભકાળની પરિસમાપ્તિ થતાં કારતક વદ બારસની મધ્ય રાત્રે નિર્વિજ્ઞતાપૂર્વક ભગવાનનો જન્મ થયો. ભગવાનના જન્મથી વિશ્વનો પ્રત્યેક
તીર્થકરચરિત્ર [ ૮૭