________________
માટે આવ્યા. સંસારિક વૈભવના ઉત્કર્ષ વચ્ચે રાજા ચંદ્રપ્રભના મનમાં ઉત્પન્ન વૈરાગ્ય લોકો માટે વિસ્મયનો વિષય બન્યો હતો.
નિર્ધારિત તિથિ માગસર વદ તેરસના દિવસે એકહજાર વિરક્ત વ્યક્તિઓ સહિત રાજા ચંદ્રપ્રભે અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. પ્રભુના દીક્ષા મહોત્સવમાં ચોસઠ ઈદ્ર એકત્રિત થયા. એ દિવસે ભગવાનને છઠની તપસ્યા હતી. બીજા દિવસે પદ્મખંડ નગરના રાજા સોમદત્તના ત્યાં પરમાન (ખીર) વડે તેમણે પ્રથમ પારણું કર્યું.
ત્રણ માસ સુધી તેઓ છદ્મસ્થ કાળમાં વિચરતા રહ્યા. વિવિધ અભિગ્રહ તથા વિવિધ તપ વડે આત્માને નિખારતા રહ્યા. મહા વદ સાતમના દિવસે તેઓ દીક્ષા સ્થળ સહસ્ત્રાપ્ર વનમાં પધાર્યા. તે દિવસે ત્યાં જ પ્રિયંગુ વૃક્ષ નીચે પ્રભુને ઘાતિક કર્મક્ષય થવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
કેવલમહોત્સવ પછી વિશાળ જનસભામાં ભગવાને પ્રથમ દેશના આપી અને ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. નિર્વાણ
ભગવાન ચંદ્રપ્રભે લાખો લોકોનો ઉદ્ધાર કર્યો. જીવનનો અંત નજીક નિહાળીને એક હજાર સર્વજ્ઞ મુનિઓ સહિત સમેદશિખર પર ચડ્યા અને અનશન કર્યું. એક માસના અનશનમાં ચાર અઘાતી કર્મોનો ક્ષય કરીને તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું. પ્રભુનો પરિવાર૦ગણધર
- ૯૩ ૦ કેવળજ્ઞાની
- ૧૦,૦૦૦ ૦ મન:પર્યવજ્ઞાની - ૮,000 ૦ અવધિજ્ઞાની
- ૮,૦૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૪,૦૦૦ ૦ ચતુર્દશ પૂર્વી
- ૨,૦૦૦ ૦ચર્ચાવાદી
- ૭,00 ૦ સાધુ
- ૨,૫૦,૦૦૦ ૦ સાધ્વી
- ૩,૮૦,૦૦૦ ૦ શ્રાવક
- ૨,૫૦,૦૦૦ શ્રાવિકા
- ૪,૯૧,૦૦૦
તીર્થકરચરિત્ર [ ૮૦