________________
િ િ
ભગવાન શ્રી મુનિસુવ્રત
అంతకంతంలో
C
—
તીર્થકર ગોત્રનો બંધ
ભગવાન મુનિ સુવ્રતના જીવે પશ્ચિમ રામહાવિદેહમાં ભરતવિજયની ચમ્પા નગરીના
નરેશ સુરશ્રેષ્ઠના જન્મમાં ઉત્કૃષ્ટ કક્ષાની સાધના કરી હતી. મળેલી સત્તા કુકરાવીને તેમણે મુનિવ્રત
ગ્રહણ કર્યું હતું. વિભિન્ન અનુષ્ઠાનો દ્વારા અહંતુ ' ધર્મની પ્રભાવના કરી હતી. મહાન કર્મનિર્જરા
Jકરીને તેમણે તીર્થંકર ગોત્રનો બંધ કર્યો તથા પંડિતમરણ પામીને પ્રાણત સ્વર્ગમાં મહર્વિક દેવ બન્યા. જન્મ
અતુલનીય સ્વર્ગીય સુખોને ભોગવીને ભવસમાપ્તિ પછી ભરતક્ષેત્રની રાજગૃહ નગરીના રાજા સુમિત્રના રાજપ્રાસાદમાં તેઓ મહારાણી પ્રભાવતીની કૂખે અવતરત થયા. બાળકની મહાનતા સ્વપ્નો દ્વારા જ્ઞાત થઈ ચૂકી હતી. આવા બાળકના ગર્ભમાં આવવાને કારણે સૌકોઈ પ્રસન્ન હતું.
ગર્ભકાળ સમાપ્ત થતાં વૈશાખ વદ આઠમ (કેટલાક નોમ પણ માને છે)ની મધ્યરાત્રે કોઈપણ પ્રકારની પીડા વગર પુત્રનો જન્મ થયો. છપ્પન દિગ્ડમારીઓએ જન્મોત્સવની વ્યવસ્થા ગોઠવી. ચોસઠ ઈદ્ર તથા અનેક દેવતા
એકત્રિત થયા. ત્યાર બાદ રાજા સુમિત્રે અપાર આલ્હાદપૂર્વક પુત્રનો જન્મ મહોત્સવ ઉજવ્યો.
નામના દિવસે સમાગત સમ્માનિત નાગરિકો તેમજ પારિવારિક વડીલોને રાજાએ કહ્યું, “બાળકના ગર્ભકાળ દરમિયાન માતાનું મન વ્રતપાલનમાં અત્યંત સજગ રહેતું હતું. ક્યારેય કોઈ વ્રતમાં ત્રુટિ આવતી નહિ. તેથી બાળકનું નામ મુનિસુવ્રત રાખવું જોઈએ.”
બાળક મુનિસુવ્રત કલ્પવૃક્ષની જેમ નિર્વિઘ્ન મોટા થતા ગયા. બાલ્યકાળ પછી જ્યારે તારુણ્યમાં પ્રવેશ કર્યો, ત્યારે રાજા સુમિત્રે સુયોગ્ય
તીર્થકરચરિત્ર [ ૧૩૪