________________
અને સમવયસ્ક રાજકન્યાઓ સાથે કુમારનું પાણિગ્રહણ કરાવ્યું તથા કેટલાંક વર્ષો પછી તેમને રાજ્ય સોંપીને પોતે નિવૃત્ત થઈ ગયા.
રાજા મુનિસુવ્રતે રાજ્યનું સંચાલન ઉત્તમ રીતે નિભાવ્યું. લોકોને મર્યાદાનિષ્ઠ બનાવીને અનેક સમસ્યાઓ સમાપ્ત કરી દીધી. રાજ્યકાળમાં લોકો સ્વયં વ્યવસ્થાનું પાલન કરતાં હતાં. અવ્યવસ્થા સંપૂર્ણ સમાપ્ત થઈ ગઈ હતી.
દીક્ષા
ગૃહસ્થોપભોગ્ય કર્મોનો ક્ષય થતાં તેમણે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને વર્ષીદાન દીધું. ફાગણ સુદ ૧૨ (અન્ય મત મુજબ મહા વદ ૮)ના દિવસે એક હજાર વિક્ત ભવ્યાત્માસહિત સંયમ ગ્રહણ કર્યો. તેમના દીક્ષા સમારોહ વખતે માણસોની સાથે સાથે દેવોની પણ ભારે ભીડ હતી.
સાડા અગિયાર માસ સુધી તેમણે છદ્મસ્થ અવસ્થામાં ચારિત્રનું પાલન કર્યું. ફરતા ફરતા તેઓ પુનઃ રાજગૃહના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં જ ચંપક વૃક્ષની નીચે તેમણે ધ્યાનમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરી.
દેવનિર્મિત સમવસરણમાં પ્રથમ પ્રવચન કર્યું. તીર્થસ્થાપનાની સાથે મોટી સંખ્યામાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાઓ થઈ ગયાં. સમગ્ર લોકસમુદાયમાં જાણે ધર્મની લહર વ્યાપી વળી.
નિર્વાણ
નિર્વાણવેળાને નિકટ નિહાળીને ભગવાને એક હજાર ચરમશરીરી વ્યક્તિઓ સહિત એક માસના અંતિમ અનશન કર્યા. સમ્મેદશિખર ઉપર ભવવિપાકી કર્મોનો ક્ષય કરીને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ચોસઠ ઈંદ્રોએ મળીને ભગવાનના શરીરની નિહરણક્રિયા કરી.
આઠમા બલદેવ રામ તથા વાસુદેવ લક્ષ્મણ ભગવાન મુનિ સુવ્રતના શાસનકાળમાં થઈ ગયા. તેમનું વિસ્તૃત વર્ણન પઉમચરિયું તથા પદ્મપુરાણમાં ઉપલબ્ધ છે. રામનું અપર નામ પદ્મ પણ હતું.
પ્રભુનો પરિવાર
૦ગણધર
૦ કેવલજ્ઞાની
૦ મન:પર્યવજ્ઞાની
૦ અવધિજ્ઞાની
૦ વૈક્રિય લબ્ધિધારી
- ૧૮
- ૧૮૦૦
- ૧૫૦૦
- ૧૮૦૦
- ૨૦૦૦
ભગવાન શ્રી મુનિસુવ્રત D ૧૩૫