________________
પ્રકાશકીય
અનેકાન્ત ભારતી પ્રકાશનના ઉપક્રમે આજ સુધી પૂજ્ય ગણાધિપતિ શ્રી તુલસીજી અને પૂ. આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના ઉત્કૃષ્ટ હિન્દી ગ્રંથોના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવામાં આવતું હતું. આ વર્ષે તેમાં પૂજ્ય મુનિશ્રી સુમેરમલજીના ‘તીર્થંકરચરિત્ર' અને ‘અવબોધ’ જેવા બે ગ્રંથોના અનુવાદ તથા સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના ત્રણ ગુજરાતી ગ્રંથોનું પ્રકાશન ઉમેરાય છે તેનો આનંદ છે.
‘તીર્થંકરચરિત્ર’માં મુનિશ્રી સુમેરમલજીએ જૈનોના વર્તમાન ચોવીસ તીર્થંકરોનાં સંક્ષિપ્ત જીવનવૃત્તાંત રજૂ કર્યાં છે. ગુજરાતી વાચકોને આ ગ્રંથ ઉપયોગી બનશે તેવી શ્રદ્ધા છે.
પ્રસ્તુત ગ્રંથના સંદર્ભમાં જૈન વિશ્વભારતી, લાડનુંના મંત્રીશ્રી તારાચંદજી રામપુરિયાએ યોગ્ય જ કહ્યું છે કે
‘‘કોઈપણ તીર્થંકરની પરંપરાનું અન્ય તીર્થંકરવિશેષની પરંપરા સાથે આબદ્ધ ન હોવું એ તીર્થંકરોની સ્વતંત્ર અવસ્થાનું દ્યોતક છે. વિસ્મય થાય છે કે ચોવીસ તીર્થંકરોમાંથી કોઈપણ તીર્થંકરે પોતાના પૂર્વ તીર્થંકરની વ્યવસ્થા અથવા જ્ઞાનથી ન તો કાંઈ પ્રાપ્ત કર્યું અને ન તે પરંપરા સ્વરૂપ ઉત્તરવર્તી તીર્થંકરોને પણ કંઈ આપ્યું. તમામ તીર્થંકરોને પોતાનાં પરંપરા અને શાસન હતાં, જે પૂર્વવર્તી તેમજ ઉત્ત૨વર્તી તીર્થંકરો કરતાં ભિન્ન હતાં.
જૈન પરંપરાના મૂળ સ્રોત પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ હતા. ત્યારબાદ એક પછી એક તીર્થંકર થતા ગયા. રામાયણકાળમાં વીસમા તીર્થંકર VII