________________
અવતરિત થઈ રહ્યો છે. માત્ર આપણે જ નહીં, સમગ્ર વિશ્વ તેનાથી નિશ્ચિતરૂપે ઉપકૃત બનશે.’
સવારે રાજા સંવરે સ્વપ્નશાસ્ત્રીઓને બીલાવીને સ્વપ્નોના ફળ વિશે પૂછ્યું. સ્વપ્નશાસ્ત્રીઓએ અધ્યયનબળ અને શાસ્ત્રબળ વડે એમ જણાવ્યું કે કોઈ તીર્થંક૨ દેવ મહારાણીની કૂખે અવતરિત થયા છે.
ગર્ભકાળની પરિસમાપ્તિ થતાં મહારાણી સિદ્ધાર્થાએ મહાસુદ બીજની મધ્ય રાત્રે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ક્ષણભર માટે ત્રણે લોકમાં શાંતિ પ્રસરી ગઈ. નાકીના જીવો પણ ક્ષણભરની શાંતિ પામીને સ્તબ્ધ બની ગયા.
ચોસઠ ઈંદ્રોએ ભગવાનનો જન્મોત્સવ ઉજવ્યો. સમ્રાટ સંવરે મન ભરીને ઉત્સવ માણ્યો. કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. યાચકોને ઉદારતાથી દાન આપવામાં આવ્યાં. એક પુણ્યવાનના જન્મ લેવાથી ના જાણે કેટ કેટલી વ્યક્તિઓનો ભાગ્યોદય થઈ જતો હોય છે !
નામકરણ
સમ્રાટ સંવરે નામકરણ મહોત્સવનું પણ વિરાટ આયોજન કર્યું, જેમાં પારિવારિક લોકોની સાથે મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત હતાં. બાળકને જોઈને સૌ ધન્ય થઈ ઊઠતાં. નામકરણ વિશે વાત નીકળી ત્યારે સમ્રાટ સંવરે કહ્યું, ‘છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં જેટલો આનંદ અનુભવાયો છે તેટલો આનંદ અગાઉ મારા શાસનકાળમાં મેં ક્યારેય અનુભવ્યો નથી. રાજ્યમાં અપરાધોમાં પણ ઠીક ઠીક ઘટાડો થયો છે. પારસ્પરિક વિગ્રહ આ નવ મહિના દરમ્યાન ક્યારેય જોવા નથી મળ્યા. ન્યાયાલય પણ જાણે કે વિશ્રામ સ્થળ સમાન બની ગયું છે. પારસ્પરિક પ્રેમનું આવું અપૂર્વ ઉદાહરણ અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. રાજ્યની પ્રત્યેક વ્યક્તિમાં માનસિક પ્રસન્નતા પ્રસરેલી જોવા મળે છે. ગુપ્તચરોના અહેવાલમાં પણ આ જ વાત પ્રગટ થાય છે, તેથી મારી દૃષ્ટિએ આનંદકારી નંદનનું નામ અભિનંદનકુમાર રાખવું જોઈએ.' સૌને આ નામ તરત જ જચી ગયું. બાળકને અભિનંદનકુમા૨ કહીને સૌએ બોલાવ્યો.
વિવાહ અને રાજ્ય
રાજકુમાર અભિનંદને જ્યારે કિશ્તરાવસ્થા પાર કરી, ત્યારે સમ્રાટ સંવરે અનેક સુયોગ્ય કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો. કેટલાક સમય પછી આગ્રહપૂર્વક રાજકુમાર અભિનંદનનો રાજ્યાભિષેક પણ કરી દેવામાં આવ્યો. રાજા સંવ૨ સ્વયં સંસારથી વિરક્ત થઈને મુનિ બની ગયા.
સમ્રાટ અભિનંદન રાજ્યનું સંચાલન કુશળતાપૂર્વક કરવા લાગ્યા. રાજ્યમાં વ્યાપેલાં અભૂતપૂર્વ આનંદ તેમજ અનુપમેય શાંતિથી લોકોમાં અપાર
ભગવાન શ્રી અભિનન્દન B ૧