________________
સાત્ત્વિક આસ્થા પેદા થઈ હતી. ઘરમાં રહેવા છતાં તેમનું જીવન ઋષિ સમાન બની ગયું હતું. ઈદ્રિયજન્ય વાસનાઓથી તેઓ સદંતર પર બની ગયા હતા. દીક્ષા
સુદીર્ઘ રાજ્યસંચાલન તેમજ ભોગાવલિકર્મો નિઃશેષ થયા પછી તેમણે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપી દીધું તથા વિધિ અનુસાર વર્ષીદાન આપવા માંડ્યું. તેમની વૈરાગ્યવૃત્તિથી અનેક રાજા તથા રાજકુમાર પ્રભાવિત થયા. તેઓ પણ તેમની સાથે સંયમી બનવા ઉદ્યત થઈ ઊઠ્યા. નિશ્ચિત તિથિ મહા સુદ બારસના દિવસે એક હજાર વ્યક્તિઓ સહિત પંચમુષ્ટિ લોચ કરીને સહસ્રાઝ ઉદ્યાનમાં પ્રભુ દીક્ષિત બન્યા. દીક્ષાના દિવસે તેમને છઠ્ઠનું તપ હતું. “તિલોયાન્નત્તિ” માં અઠ્ઠમના તપનો ઉલ્લેખ મળે છે.
બીજા દિવસે સાતપૂરમાં રાજા ઈન્દ્રદત્તને ત્યાં ભગવાને પ્રથમ પારણું કર્યું. અઢાર વર્ષ સુધી અભિનંદન મુનિએ કઠોર તપશ્ચર્યા દ્વારા અપૂર્વ કર્મનિર્જરા કરી. વર્ધમાન પરિણામોમાં શુક્લ-ધ્યાનારૂઢ થઈને તેમણે લપક શ્રેણી પ્રાપ્ત કરી લીધી. ઘાતિક કર્મોનો ક્રમશઃ ક્ષય કરીને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જે દિવસે તેઓ સર્વજ્ઞ બન્યા, તે દિવસે તેઓ અયોધ્યામાં બિરાજમાન હતા. ભગવાનના પ્રથમ પ્રવચનની સાથે જ “તીર્થ'ની સ્થાપના થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં ભવ્ય લોકોએ સાધુ તેમજ શ્રાવકવ્રત ગ્રહણ કર્યો. તીર્થકર અભિનંદન જન્મ્યા ત્યારે લોકોમાં આનંદ વ્યાપી વળ્યો. તેમના રાજ્યકાળમાં વિગ્રહ સમાપ્ત થઈ ગયો અને તેમનાં તીર્થકર કાળમાં ભવ્ય લોકોને ભાવતઃ આનંદ મળવા લાગ્યો. નિર્વાણ
આર્ય ક્ષેત્રમાં ગંધહસ્તીની જેમ ભગવાન દીર્ઘકાળ પર્યત વિચરતા રહ્યા. ત્યાર બાદ પોતાનો અંતકાળ નિકટ જાણીને તેમણે એક હજાર મુનિઓ સાથે સમ્મદ શિખર ઉપર અનશનનો આરંભ કર્યો. એક મહિનાના અનશનમાં શૈલેશી પદ પામીને, સઘળાં કર્મોનો ક્ષય કરીને તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું. દેવો અને મનુષ્યોએ મળીને ભગવાનના શરીરની નિહરણ ક્રિયા વિધિપૂર્વક સંપન્ન કરી. ભુનો પરિવાર૦ગણધર
- ૧૧૬ ૦ કેવલજ્ઞાની - ૧૪,૦૦૦ ૦મનઃ પર્યવજ્ઞાની - ૧૧,૫૦ ૦ અવધિજ્ઞાની - ૯,૮૦૦ ૦ વૈક્રિય લબ્ધિધારી - ૧૯,૦૦૦
તીર્થકરચરિત્ર |
૨