________________
ભગવાન શ્રી અભિનન્દન
જંબૂદ્વીપની પૂર્વ મહાવિદેહની મંગલાવતી નામની વિજયમાં રત્નસંચયા નગરી હતી. ત્યાં | “મહાબલ' નામનો રાજા રાજ્ય કરતો હતો.
મહાબલના ભાવમાં ભગવાન અભિનંદનનો જીવ ભૌતિકતા પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન રહેતા હતા. રાજ્યસત્તા તેમજ યુવાવસ્થાનું જોશ પણ તેમને ઉન્મત્ત બનાવી શકતું નહિ. પિતાજીએ સોંપેલી જવાબદારી તેઓ
નિર્લિપ્તભાવે નિભાવતા હતા અને સંયમ માટે અનુકૂળ તકની પ્રતીક્ષા કરતા રહેતા હતા. અંતે તેમનું સંતાન ગુરુકુળમાંથી બોંતેર કલાઓ શીખીને રાજ્ય ચલાવવા માટે યોગ્ય બન્યું કે તરત જ મહાબલ રાજએ તેને રાજ્ય સોંપીને પોતાને આચાર્ય વિમલચંદ્રનાં ચરણોમાં સંયમી બનાવી દીધા. સાધનાની ચિર-અભિલાષા રાજાના જીવનમાં સાકાર બની ગઈ. રાજકીય તેમજ પારિવારિક બંધનોથી મુક્ત થઈને તેઓ સર્વથા ઉન્મુક્તવિહારી બની ગયા. સાધનાના વિવિધ પ્રયોગો દ્વારા તેમણે ઉત્કૃષ્ટ કર્મનિર્જરા કરી અને તીર્થંકર ગોત્રના રૂપમાં અત્યુત્તમ પુણ્યપ્રકૃતિનો બંધ કરી લીધો. સુદીર્ઘ સાધના સંપન્ન કરી ત્યાંથી પંડિતમરણ પ્રાપ્ત કરીને તેઓ વિજય નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
દેવલોકની તેત્રીસ સાગરની અવધિ સમાપ્ત થયા પછી સ્વર્ગમાંથી તેમનું અવન થયું. ભરતક્ષેત્રની સમૃદ્ધ નગરી અયોધ્યામાં રાજા સંવર રાજ્ય કરતા હતા. મહારાણી સિદ્ધાર્થીની કૂખે તેઓ અવતરિત થયા. રાત્રે ચૌદ સ્વપ્નો નિહાળીને સિદ્ધાર્થી જાગૃત થયા. સમ્રાટ સંવરને જગાડીને રાણીએ પોતાનાં સ્વપ્નો વિષે વાત કરી. પ્રસન્નચિત્ત રાજાએ રાણીની પ્રશંસા કરતાં કહ્યું, “આપણે ખરેખર ભાગ્યશાળી છીએ આ સ્વપ્નોથી એમ લાગે છે કે આપણો મહાન વંશ હવે મહાનત્તમ બનશે, કોઈ પુણ્યાત્મા તારી કૂખે
તીર્થકરચરિત્ર D
)