________________
આબાલ વૃદ્ધ દૂધ, ઘી વગેરે વડે તેની પૂજા-અર્ચના કરવા લાગ્યાં. આ કારણે સાપના શરીર ઉપર કીડીઓ ચડવા લાગી. કીડીઓએ તેના શરીરને લોહીલુહાણ કરી દીધું. આમ વેદનાને સમભાવથી સહન કરીને સાપ આઠમા સ્વર્ગમાં દેવ રૂપે ઉત્પન્ન થયો. આવા હતા પતિતપાવન મહાવીર ! ભગવાનનું નૌકારોહણ
ચંડકૌશિકનો ઉદ્ધારક કરીને ભગવાન ઉત્તર વાચાલા પધાર્યા. ત્યાં નાગરેન્દ્રના સદનમાં પંદર દિવસની તપસ્યાનું ખીર વડે પારણું કર્યું. ત્યાંથી શ્વેતાંબિકા નગરીમાં પધાર્યા. નગરીના રાજાએ ભગવાનનું ભાવભર્યું સ્વાગત કર્યું. શ્વેતાંબિકાથી સુરભિપુર જતાં માર્ગમાં ગંગા નદી આવી. ગંગાને પાર કરવા માટે તેઓ નૌકા ઉપર આરૂઢ થઈ ગયા. ગંગાની વચ્ચે પહોંચ્યા પછી સુદંષ્ટ્ર દેવે ભયંકર તોફાન સર્યું અને નૌકાને ઊંધી વાળવાની કોશિશ કરી, પરંતુ ભક્ત નાગકુમાર દેવ કંબલ અને શંબલે તે દેવના પ્રયત્નોને સફળ થવા દીધા નહીં. ધર્મચક્રવર્તી
નૌકામાંથી ઊતરીને ભગવાન ગંગાના કિનારે યૂનાક સંનિવેશમાં પધાર્યા અને ત્યાં ધ્યાનમુદ્રામાં અવસ્થિત થઈ ગયા. ગામના પુષ્ય નામના નિમિતશે ભગવાનનાં પગલાં જોઈને વિચાર્યું કે, આવાં ચિહ્નોવાળો અવશ્ય કોઈ ચક્રવર્તી કે સમ્રાટ જ હોવો જોઈએ. એમ લાગે છે કે કોઈ સંકટને કારણે તે એકલો વિચરી રહ્યો છે. તે પગલાંનું અનુસરણ કરતો કરતો ભગવાન પાસે પહોંચ્યો. ત્યાં એક ભિક્ષુકને જોઈને તેના મનમાં જ્યોતિષ શાસ્ત્રમાંથી શ્રદ્ધા ડગી ગઈ. તે પોતાનાં શાત્રોને ગંગામાં પધરાવા માટે ઉદ્યત બન્યો, ત્યારે ઈદ્ર સાક્ષાત્ થઈને કહ્યું, “હે પંડિત ! શાસ્ત્રો યોગ્ય જ કહે છે. તેમાંથી શ્રદ્ધાને ડગાવશો નહીં. આ કોઈ સાધારણ પુરુષ નથી, પરંતુ ધર્મચક્રવર્તી છે. આ તો દેવેન્દ્રો તથા નરેન્દ્રો માટે વંદનીય છે.” આવું સાંભળીને પુષ્ય અત્યંત પ્રસન્ન થયો અને વંદના કરીને ત્યાંથી ચાલ્યો ગયો.
યૂનાક સંનિવેશથી પ્રભુ રાજગૃહ પધાર્યા. ત્યાં તંતુવાયશાળામાં ચાતુર્માસ ગાળવા લાગ્યા. મંખલિપુત્ર યુવા ગોશાલક પણ ચાતુર્માસ ગાળવા માટે એ જ શાળામાં રોકાયેલો હતો. પહેલા માસક્ષમણનું પારણું ભગવાને વિજય શેઠને ત્યાં કર્યું. દેવોએ પંચદ્રવ્ય પ્રગટ કર્યા. પ્રભુના અતિશય પ્રભાવને જોઈને ગોશાલક આકર્ષિત થયો અને પોતાને તેમના શિષ્ય બનાવવાની વિનંતી કરવા લાગ્યો. ભગવાન મૌન રહ્યા. તે ચાતુર્માસમાં ભગવાને ચાર માસક્ષમણ કર્યા. ચાતુર્માસની પરિસમાપ્તિ વખતે ભગવાને તેને શિષ્ય તરીકે સ્વીકાર્યો. ત્યાર બાદ છ વર્ષ સુધી ગોશાલક પ્રભુની સાથે વિચરતો રહ્યો.
તીર્થકરચરિત્ર ૨૦૪