________________
નહીં. આપણને ભરપેટ ભોજન મળશે, ખૂબ સારું ભોજન મળશે. પરંતુ શરત માત્ર એક જ છે કે હવે આપણે શ્રમ કરવો પડશે. ખેતરમાં અનાજ વાવવું પડશે. દરેક ચીજ ઉત્પન્ન કરવી પડશે. તેથી સૌ શ્રમ કરો. સુખભર્યું જીવન જીવો.”
ઋષભના આ આહ્વાનથી હજારો નવયુવાનો ઊભા થઈને શ્રમ કરવા માટે સંકલ્પબદ્ધ થયા. સર્વત્ર એવું વાતાવરણ બની ગયું કે જાણે શ્રમ એ જ સુખનો માર્ગ છે. શ્રમ વગર જીવવાનો સમય સમાપ્ત થઈ ગયો. હવે તે જૂની વાતને પકડી રાખવી તે નાદાનીયત છે. સૌકોઈના મોંએથી એક જ નારો ગુંજતો હતો- “શ્રમ કરો, સુખભર્યું જીવન જીવો.”
| ઋષભે કૃષિની સાથોસાથ અન્ય તમામ જરૂરિયાતોની પૂર્તિના અન્ય ઉપાયો પણ શીખવ્યા. પ્રત્યેક કાર્યની વિધિ તેમણે સ્વયં જ શીખવાડવી પડતી હતી. છીકું (મોઢિયું) બાંધો
લોકોનો બૌદ્ધિક વિકાસ નહિવત હતો. એટલું કહેવામાં આવતું એટલું જ તેઓ સમજતાં હતાં. આસપાસની વાત તેમના ચિંતનની બહાર રહેતી. અનાજ પાક્યા પછી તેને કાપીને (લણીને) અનાજ કાઢવાની વિધિ સ્વયં ઋષભે તેમને બતાવી. લોકો અનાજ કાઢવા લાગ્યા. અનાજ ઉપર બળદોને ફેરવી ફેરવીને અનાજ તથા ભૂસું અલગ પાડતાં, પરંતુ બળદોને ભૂખ લાગે ત્યારે તેઓ એ જ અનાજ ખાઈ જતા. લોકો ગભરાયા અને વિચારવા લાગ્યા કે આ બળદો અનાજ ખાઈ જશે તો આપણે શું ખાઈશું? સાંજે ઋષભ પાસે સૌ પહોંચ્યા. તેઓ ઋષભને બાબા કહીને બોલાવતાં હતાં. તેઓ કહેવા લાગ્યાં, બાબા ! અનાજ તો બળદ ખાઈ ગયા, હવે આપણા માટે શું રહેશે ?' બાબાએ ઘાસનાં દોરડાંનું છીકું (મોઢિયું) બનાવીને કહ્યું, આવું છીકું બાંધી દો. પછી તે નહીં ખાય.”
બીજા દિવસે સૌકોઈએ બળદના મોંએ છીકું બાંધી દીધું. બળદોના મોં છીકાંઓ વડે બંધાઈ ગયાં. દિવસભર કશું જ ખાઈ શક્યા નહીં. ખેડૂતો ખુશ હતા. આજે એક પણ દાણો બગડ્યો નહિ. સાંજે તે બળદોની આગળ ઘાસ ચારો વગેરે મૂક્યાં, છતાં તેમણે ખાધું નહિ. હવે શું થશે ? સૌ બાબા પાસે પહોંચ્યા. પોતાની ચિંતા પ્રગટ કરતાં કહ્યું, “બાબા ! બળદો તો મરી જશે, તેમણે ખાવા-પીવાનું છોડી દીધું છે.” બાબાએ પૂછ્યું, “અરે છીકું તો તમે ખોલી દીધું હશે ને?' સૌએ કહ્યું, “ખોલવાનું આપે ક્યાં કહ્યું હતું?' બાબાએ કહ્યું, “જાઓ, જલદી ખોલો.’ લોકોએ છીકો ખોલ્યાં. ત્યારે બળદોના જીવ બચ્યા.
ભગવાન શ્રી ઋષભદેવ ૨૫