________________
યુગલપરૂપે ઉત્પન્ન થયાં.
વીરકે જીવનભર અજ્ઞાન તપ કર્યું. આખરે તે પ્રથમ સૌધર્મ દેવલોકમાં કિલ્વિષી દેવ બન્યો. તેણે જ્યારે જ્ઞાન વડે એમ જોયું કે તેનો શત્રુ તેની પ્રિયા સાથે ભોગભૂમિમાં સુખોપભોગ કરી રહ્યો છે, ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.
તે વિચારવા લાગ્યો કે, “હું આ દુષ્ટને અત્યારે જ મારી નાખું. આટલું બધું પાપ કરવા છતાં તે અહીં ઉત્પન્ન થયો છે'. વળી પાછું વિચાર્યું કે, “તેમને મારવાથી કોઈ પ્રયોજન સિદ્ધ નહિ થાય. એના કરતાં તો તેમને એવી જગ્યાએ પહોંચાડી દઉં કે જ્યાં કર્મબંધ થવાની શક્યતા હોય. આ માટે તેમને કોઈ રાજ્યના રાજ બનાવીને મદ્ય-માંસ-ભોજી બનાવી દઉં અને વિષયભોગમાં ફસાવી દઉં જેથી તેઓ નરકમાં દુઃખ ભોગવતાં રહે !'
ચંપા નરેશનું એ જ સમયગાળામાં નિધન થયું હતું. તેને સંતાન ન હોવાને કારણે સિંહાસન ખાલી પડ્યું હતું. રાજા બનવા માટે ભારે રસાકસી ચાલતી હતી તેમાં ઘણો સમય વીતી ગયો. દેવે તેને યોગ્ય તક સમજીને આકાશવાણી કરી કે, તમારે રાજા બનાવવાની જે સમસ્યા છે તેનો ઉકેલ હું આપું છું. હું એક યુગલને મોકલું છું. તેમને રાજતિલક કરીને તેમની સમક્ષ મદ્ય-માંસ પીરસો અને તેમને માટે ભોગવિલાસની સામગ્રી તૈયાર કરો. તેમને રાજકીય કાર્યોમાં ઓતપ્રોત રાખો. રાજ્યની સમૃદ્ધિ વધશે.”
દેવે બંનેનાં કદ ઘટાડીને સો ઘનુષ્ય જેટલાં કરી દીધાં. તેમનું એક કરોડ પૂર્વનું આયુષ્ય ઘટાડીને એક લાખ વર્ષનું કરી દીધું. લોકોએ ભેગાં મળીને રાજતિલક કર્યું. બંને ખૂબ ભોગાસક્ત બન્યાં. પરિણામે નરકનાં મહેમાન બન્યાં.
આ એક વિસ્મયકારક ઘટના હતી. કારણકે યૌગલિકોનું નરકગમન થતું નહોતું. એ જ પરિવાર યુગલ વડે હરિવંશની ઉત્પત્તિ થઈ. તે સમય દશમા તીર્થંકર શીતલનાથ તથા અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથની વચ્ચેનો સમય હતો.
હરિવંશમાં અનેક શક્તિશાળી, પ્રતાપી અને ધર્માત્મા રાજા થયા છે. તેમાં પૃથ્વીપતિ, મહાગિરિ, હિમગિરિ, વસુગિરિ, દક્ષ, મહેન્દ્રદત્ત, શંખ, વસુ વગેરે અનેક રાજ થયા છે.
આકાશમાં ઊંચા સિંહાસન પર બેસનાર જે વસ્તુનું વર્ણન મળે છે તે આ જ વસુ રાજા હતા. તેમના પછી દીર્ઘબાહુ, વજબાહુ વગેરે રાજાઓ પછી સુભાનુ રાજા બન્યા. તેમના પુત્ર યદુ આ હરિવંશના મહાપરાક્રમી તથા પ્રભાવશાળી રાજ થયા. યદુના વંશમાં સૌરી અને વીર નામના બે અત્યંત શક્તિશાળી રાજા થયા. રાજા સૌરીએ સૌરિપુર તથા વીરે સૌવીર નગર વસાવ્યાં.
તીર્થકરચરિત્ર [ ૧૪૬