________________
નેમિનું પિતૃક કુળ
હરિવંશીય મહારાજ સૌરી દ્વારા અંધકવૃષ્ણિ અને ભોગવૃષ્ણિ એવા બે પરાક્રમી પુત્રો થયા. અંધકવૃષ્ણિને સમુદ્રવિજય, અક્ષોભ, સ્તિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ, અને વસુદેવ એવા દસ પુત્રો હતા. જે દશાર્કના નામે જાણીતા છે. તેમાં મોટા સમુદ્રવિજય અને નાના વસુદેવ વિશેષ પ્રભાવશાળી હતા. સમુદ્રવિજય અત્યંત ન્યાયશીલ, ઉદાર તેમજ પ્રજાવત્સલ રાજા હતા. વસુદેવે પોતાના પરાક્રમ વડે દેશ-દેશાંતરમાં કીર્તિ મેળવી.
અરિષ્ટનેમિ, રથનેમિ, સત્યનેમિ તથા દઢનેમિ સમુદ્રવિજયના પુત્રો હતા. તેમની માતાનું નામ શિવા હતું. કૃષ્ણ તથા બલરામ વસુદેવના પુત્રો હતા. તેમની માતાઓ ક્રમશઃ દેવકી તથા રોહિણી હતી. અરિષ્ટનેમિના શ્રીકૃષ્ણ પિતરાઈ હતા.
બાલ્યકાળ
જ્યારે અરિષ્ટનેમિ લગભગ ચાર વર્ષના થયા, ત્યારે યાદવોએ એક ભયંકર સંકટ અનુભવ્યું. શ્રીકૃષ્ણે મથુરાનરેશ કંસનો વધ કર્યો. તેથી તેની પત્ની જીવયશાએ ગુસ્સે થઈને પોતાના પિતા પ્રતિવાસુદેવ જરાસંઘ પાસે જઈને સમગ્ર ઘટના કહી સંભળાવી. જરાસંઘે યદુકુળનો સમૂળ નાશ કરવા માટે પોતાના પુત્ર તથા સેનાપતિ કાકુમારને સેનાસહિત મોકલ્યા. કુળદેવીની કૃપાથી યાદવો કુશળ સમુદ્રકિનારે પહોંચી ગયા. દેવ સહયોગથી સર્વસુવિધાસંપન્ન દ્વારિકા નગરીનું નિર્માણ કર્યું અને તેમાં તમામ યાદવો સુખેથી રહેવા લાગ્યા. કાલકુમાર તે કુળદેવીની માયાથી હણાયો.
જરાસંઘના યુદ્ધમાં
યાદવો સાથે દ્વારિકાપુરીમાં રહેતાં રહેતાં બલરામ અને કૃષ્ણે અનેક રાજાઓને વશમાં કરીને પોતાનો રાજ્યવિસ્તાર વિસ્તાર્યો. યાદવોની સમૃદ્ધિ તથા ઐશ્વર્યની યશોગાથાઓ દૂરસુદૂર પ્રસરી. પ્રતિવાસુદેવ જરાસંઘને જ્યારે આ અંગે સમાચાર મળ્યા કે યાદવો તો પરમ સુખેથી જીવન વિતાવી રહ્યા છે ત્યારે તેમને ભારે ક્રોધ ઉપજ્યો. જરાસંઘે યાદવો સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો જેથી કાકુમારને છળકપટ વડે મારવાનો બદલો લઈ શકાય અને પુત્રી જીવયશાની પ્રતિજ્ઞા પણ પાર પડી શકે. શ્રીકૃષ્ણે જ્યારે કંસનો વધ કરીને તેના અત્યાચારોથી મથુરાને મુક્તિ અપાવી ત્યારે વિલાપ કરતી કંસની પત્ની જીવયશાએ કહ્યું હતું, ‘હું બલરામ, કૃષ્ણ તથા દશાર્હસહિત સમગ્ર યાદવ કુળનો સર્વનાશ જોઈને જ શાંત બેસીશ. નહિતર હું અગ્નિપ્રવેશ કરીશ.'
શુભમુહૂર્તે યાદવોની ચતુરંગિણી સેના રણક્ષેત્ર તરફ આગળ વધી. આ
ભગવાન શ્રી અરિષ્ટનેમિ જ્ઞ ૧૪૭