________________
બંને પાર્શ્વ (કટિપ્રદેશ) અત્યંત સુંદર લાગતાં હતાં. સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીનો કટિપ્રદેશ (કમર) અભદ્ર દેખાતો હોય છે. આ બાળક ગર્ભમાં રહેવા છતાં પ્રથમથી જ ખૂબ સુંદર દેખાતું હતું. તેથી બાળકનું નામ સુપાર્શ્વ રાખવું જોઈએ. સૌએ તે નામ પસંદ કર્યું.
વિવાહ અને રાજ્ય
પાંચ ધાય માતાઓ વડે પુત્રનું લાલનપાલન થવા લાગ્યું. નિર્વિઘ્નતાથી વૃદ્ધિ પામતાં પામતાં બાળકે ક્રમશઃ બાળપણ અને કિશોરાવસ્થા પસાર કર્યાં. ત્યારે રાજા પ્રતિષ્ઠસેને સમવયસ્ક રાજકન્યાઓ સાથે સુપાર્શ્વકુમારનાં લગ્ન કર્યાં. સમયપારખુ રાજાએ નિવૃત્ત થવાનો સમય આવેલો જાણીને પુત્રને રાજ્ય સોંપ્યું. તથા પોતે ઈન્દ્રિયગુપ્ત અણગારનાં ચરણોમાં સંયમી બની
સાધનારત બન્યા.
સુપાર્શ્વ હવે રાજા બની ચૂક્યા હતા. ધાયમાતાની જેમ તેઓ રાજ્યનું પાલન અંતરંગ વિરક્તિપૂર્વક કરવા લાગ્યા. તેમના રાજ્યમાં મોટે ભાગે અપરાધ સમાપ્ત થઈ ગયા હતા. લોકો આંતરિક વિગ્રહ ભૂલી ગયા હતા. વ્યક્તિગત સ્વાર્થ સમષ્ટિગત બની ચૂક્યો હતો. પાડોશી કેટલો સુખી છે એના
מתווך
ભગવાન શ્રી સુપાર્શ્વનાથD ૭૫