________________
[ (૧૮) ભગવાન શ્રી અરનાથ
તીર્થંકર ગોત્રનો બંધ
ભગવાન શ્રી અરનાથનો જીવ જંબૂદ્દીપની પૂર્વ વિદેહક્ષેત્રની સુસીમા નગરીના રાજા ધનપતિરૂપે હતો. તે ભવમાં તેમણે વિશેષ ધર્મની સાધના કરી. રાજ્ય પણ કર્યું, પરંતુ સ્વાભાવિક રીતે લોકોને એટલા બધા નીતિનિષ્ઠ બનાવ્યા કે ક્યારેય સજા કરવાની જરૂર પડી નહિ.
અંતે રાજાધનપતિએ વિરક્ત થઈને
સંવરમુનિ પાસે સંયમ સ્વીકાર્યો. અભિગ્રહ, ધ્યાન તથા સ્વાધ્યાયની વિશેષ સાધના કરીને આર્યજનપદમાં નિરપેક્ષ ભાવે વિચરતા રહ્યા. એક વખત તેમના ચાતુર્માસી તપનું પારણું જિનદાસને ત્યાં થયું. દેવોએ ‘અહોદાનં’ના ધ્વનિથી દાનદાતા અને મુનિનો ભારે મહિમા કર્યો. મુનિ આમ છતાં નિરપેક્ષ રહ્યા, અહંકાર તેમને લેશમાત્ર સ્પર્શી શક્યો નહિ. આમ ઉચ્ચત્તમ સાધના વડે મહાન કર્મનિર્જરા કરીને તીર્થંકર ગોત્રનો બંધ કર્યો. અંતે આરાધક પદ પામીને તેઓ ત્રૈવેયકમાં મહર્ધિક દેવ બન્યા.
જન્મ
દેવત્વનું પૂર્ણ આયુષ્ય ભોગવીને ભગવાન હસ્તિનાપુર નગરના રાજા સુદર્શનના મહેલમાં આવ્યા. તેઓ રાણી મહાદેવીની કૂખે ઉત્પન્ન થયા. રાણી મહાદેવીએ ચૌદ સ્વપ્ન નિહાળ્યાં. સવારે નગરના ઘેર ઘેર મહારાણીનાં સ્વપ્નો તથા તેનાં ફળ વિશે વાત થવા લાગી.
ગર્ભકાળ સમાપ્ત થતાં માગસર સુદ દસમની મધ્યરાત્રે પરમ આનંદમય વેળાએ તેમનો જન્મ થયો. દેવેન્દ્રો દ્વારા ઉત્સવ ઉજવાયા પછી મહા૨ાજ સુદર્શને સમુલ્લસિત ભાવથી જન્મોત્સવ ઉજવ્યો.
નામકરણના દિવસે વિરાટ આયોજનમાં મહારાજ સુદર્શને કહ્યું કે, આ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતાએ રત્નમય અરચક્ર (૫) નિહાળ્યું હતું. તેથી બાળકનું નામ અકુમાર રાખવું જોઈએ.
ભગવાન શ્રી અરનાથ D ૧૨૫