________________
દિગમ્બર આમ્નાયમાં નામકરણ બાબતમાં જુદો મત છે. મહાપુરાણ અનુસાર અગિયારમા દિવસે ઈન્દ્રએ સ્વયં આવીને નામકરણ વિધિ સૌને સમજવી. ઈન્દ્રને આવેલા નિહાળીને અનેક યુગલો એકઠાં થઈ ગયાં. ઈન્દ્રએ લોકોને કહ્યું, આ બાળક ભવિષ્યમાં ધર્મરૂપી અમૃતની વર્ષા કરશે, તેથી બાળકનું નામ વૃષભકુમાર રાખું છું. ઈન્દ્રની વાતને સમર્થન આપતાં તમામ યુગલોએ બાળકનું નામ વૃષભકુમાર રાખ્યું.
વૈદિક ગ્રંથ ભાગવતના રચનાકારે લખ્યું છે કે, “બાળકનું સુંદર તેમજ સુદઢ શરીર, તેજસ્વી લલાટ જોઈને નાભિરાજાએ તેનું નામ ઋષભ રાખ્યું. જૈન ઇતિહાસવિદોએ જૈન ધર્મના આદ્ય પ્રવર્તક હોવાને કારણે તેમનો ઉલ્લેખ આદિનાથ” તરીકે કર્યો છે.
ભગવાનનું સૌથી પહેલું નામ “વૃષભદેવ પડ્યું. કદાચ ઉચ્ચારણની સરળતાને કારણે તે “ઋષભ” થઈ ગયું. એમ તો કલ્પસૂત્રની ટીકામાં તેમનાં પાંચ ગુણનિષ્પન્ન નામ બતાવવામાં આવ્યાં છે – ૧. વૃષભ, ૨. પ્રથમ રાજ, ૩. પ્રથમ ભિક્ષાચર, ૪. પ્રથમ જિન, ૫. પ્રથમ તીર્થંકર. આ સિવાય આદિનાથ, આદિમબાબા વગેરે નામ પણ ગ્રંથોમાં મળે છે. વંશ-ઉત્પત્તિ
ભગવાન ઋષભના સમયે કોઈ વંશ (જાતિ) નહોતો. ઋષભકુમાર જ્યારે એક વર્ષના થયા ત્યારે એક દિવસ પોતાના પિતાની ગોદમાં તેઓ બાળક્રિડા કરી રહ્યા હતા. એવામાં ઈન્દ્ર એક થાળીમાં વિવિધ ખાદ્યસામગ્રી વગેરે લઈને બાળક ઋષભ સામે ઉપસ્થિત થયા. નાભિકુલકરે આટલી બધી વસ્તુઓ જોઈને પોતાના પુત્રને કહ્યું, “જે કંઈ ખાવું હોય તે હાથ વડે ખા.” ઋષભકુમારે સૌ પ્રથમ શેરડીનો ટુકડો લઈને ચૂસવાનો પ્રયત્ન કર્યો.
બાળક ઋષભના આ પ્રયત્નને ધ્યાનમાં રાખીને ઈન્દ્રએ એવી ઘોષણા કરી કે બાળક ઋષભકુમારને શેરડી પ્રિય છે. તેથી ભવિષ્યમાં આ વંશનું નામ ઇક્વાકુ વંશ રહેશે. ઇક્ષવાકુ વંશની સ્થાપનાની સાથે જ વંશ-પરંપરા સ્થપાઈ ગઈ. વિવાહ
જ્યારે ઋષભે તારુણ્ય અવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે તેમનો વિવાહ બે કન્યાઓ સાથે કરી દેવામાં આવ્યો. એક કન્યા સહજન્મા હતી, બીજી અનાથ હતી.
લગ્નની આ પરંપરા લોકો માટે નવાઈભરી હતી. લોકો લગ્નથી અપરિચિત હતા. તે પૂર્વે સાથે જન્મેલાં ભાઈબહેન જ ભવિષ્યમાં પતિપત્ની બની જતાં હતાં. લગ્ન નામનો કોઈ રિવાજ નહોતો. બીજી તરફ વિકાર
તીર્થકરચરિત્ર ૨૦