________________
ભગવાન શ્રી શાંતિનાથ
***
સોળમા તીર્થંકર ભગવાનશ્રી શાંતિનાથના પૂર્વભવોનું વર્ણન આ પ્રમાણે મળે છે.
પ્રથમ - રાજા શ્રીષેણ રત્નપુર (જંબૂતીપ-ભરતક્ષેત્ર) દ્વિતીય - યૌગલિક
ઉત્તર કુરુ (જબૂદ્વીપ) તૃતીય - દેવ
સૌધર્મ પ્રથમ દેવલોક ચતુર્થ – રાજા અમિતતેજ રથનુપુર (વૈતાઢ્ય ગિરિ-ઉત્તર શ્રેણી) પાંચમો – દેવ
પ્રાણત (દસમો) દેવલોક છઠ્ઠો - બળદેવ અપરાજિત શુભા (જબૂદ્વીપ-મહાવિદેહ) સાતમો – ઇન્દ્ર
અમ્યુયત (બારમો) દેવલોક આઠમો - વજાયુધ
રત્નસંચયા (જંબૂઢીપ-મહાવિદેહ) નવમો - અહમિન્દ્ર
ત્રીજે રૈવેયક દસમો તથા અગિયારમો ભવ
જબૂદ્વીપની પૂર્વે મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં પુંડરીણિી નગરી હતી. ત્યાં વનરથ રાજા રાજ્ય કરતા હતા. તેમને પ્રિયમતિ અને મનોરમા નામની બે રાણીઓ હતી. શાંતિપ્રભુના જીવે ત્રીજા રૈવેયકનું આયુષ્ય પૂર્ણ કરીને પ્રિયમતિની કૂખે જન્મ લીધો. તેમનું નામ મેઘરથ રાખવામાં આવ્યું. મનોરમા દ્વારા ઉત્પન્ન થયેલા પુત્રનું નામ દઢરથ રાખવામાં આવ્યું. સુમંદિરપુરના મહારાજ નિહતશત્રુને ત્રણ પુત્રીઓ હતી. તેમાં
તીર્થકરચરિત્ર [ ૧૧૪