________________
પ્રિયમિત્રા અને મનોરમાનો વિવાહ મેઘરથ તેમજ નાની રાજકુમારી સુમતિનો વિવાહ દૃઢરથ સાથે થયો હતો. રાજકુમાર મેઘરથની રાણી પ્રિયમિત્રાએ નંદિષેણ પુત્રને જન્મ આપ્યો અને મનોરમાએ મેઘસેનને જન્મ આપ્યો. દૃઢરથની પત્ની સુમતિના પુત્રનું નામ ૨થસેન રાખવામાં આવ્યું.
મહારાજ ધનરથ મેઘરથને રાજા તેમજ દઢરથને યુવરાજ ઘોષિત કરીને દીક્ષિત થઈ ગયા. ત્યારબાદ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવલી તેમજ તીર્થ સ્થાપના કરીને તીર્થંકર બન્યા. મેઘરથ રાજા ન્યાય-નીતિથી રાજ્યનું સંચાલન કરવા લાગ્યા. તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી. મહારાજ સ્વયં ધાર્મિક હતા તેથી પ્રજામાં પણ ધાર્મિક વાતાવરણ પ્રસરેલું હતું. દેવોએ તેમની વિવિધ પ્રકા૨ની કસોટીઓ કરી. છતાં તેઓ ક્યારેય ડગ્યા નહિ.
એક વખત ઈસાનેન્દ્રે દેવસભામાં મહારાજ મેઘરથની દૃઢ નિષ્ઠા તથા આચરણની પ્રશંસા કરી. તેમણે કહ્યું, મેઘરથનું ધ્યાન એટલું નિશ્ચલ અને દૃઢ હોય છે કે તેમને વિચલિત કરવામાં કોઈ પણ દેવ-દેવી સમર્થ નથી.
કેટલીક સુરાંગનાઓને આ વાત અટપટી લાગી. તેમણે મેઘરથને ચલિત કરવા માટે મનમાં નિર્ધાર કર્યો. મેઘરથ તે સમયે પૌષધ શાળામાં
ભગવાન શ્રી શાંતિનાથ ઘ ૧૧૫