________________
પૌષધ કરી રહ્યા હતા. ત્યાં આવીને દેવીઓએ વસંતઋતુની વિપુર્વણા કરી. અઢળક ભોગ સામગ્રી તેમજ માદક વાતાવરણ પેદા કરીને ઉત્તેજક નૃત્ય, ઊંડા હાવભાવ તથા તીખા કટાક્ષ શરૂ કર્યા. અને મેધરથ પાસે રતિક્રિડાની યાચના કરી. મેઘરથે આ બધું થવા છતાં તે સુરબાલાઓ તરફ નજર પણ માંડી નહિ. તેઓ પોતાની સાધનામાં લીન બની રહ્યા. સૂર્યોદય થયો. આટલા ઉદ્યમ પછી પણ તેમને સફળતા ન મળી તેથી તેઓ હારીને પોતાના મૂળ રૂપમાં પ્રગટ થઈ. પોતાનો પરિચય આપ્યો. અને અવિચળ રહેવા માટે મેઘરથને ધન્યવાદ
આપ્યા.
પોતાના પિતા તીર્થંકર ધનરથનું પુંડરીકિણી નગરીમાં સમવસરણ થયું. મેઘરથે તેમનું પ્રવચન સાંભળ્યું અને તેમનામાં વૈરાગ્ય ભાવ જાગી ગયો. તેમણે પોતાના પુત્ર મેઘસેનને રાજ્યભાર સોંપ્યો અને યુવરાજ દૃઢ૨થના પુત્ર રથસેનને યુવરાજ પદ ઉપર અધિષ્ઠિત કર્યા.
મહારાજ મેઘરથે પોતાના નાના ભાઈ દૃઢરથ, સાતસો પુત્રો તેમજ ચાર હજાર રાજાઓ સહિત તીર્થંકર ધનરથ પાસે દીક્ષા ગ્રહણ કરી. એક લાખ પૂર્વ સુધી વિશુદ્ધ સંયમનું પાલન કર્યું અને તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. અંતે અનશનપૂર્વક સમાધિમરણ પ્રાપ્ત કરીને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ બન્યા. દૃઢ૨થ મુનિ પણ વિશુદ્ધ સંયમનું પાલન કરીને સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ બન્યા.
જન્મ
તેત્રીસ સાગરોપમનું સર્વોત્કૃષ્ટ દેવાયુ ભોગવીને આ જ ભરતક્ષેત્રની હસ્તિનાપુર નગરીના નરેશ વિશ્વસેનના રાજમહેલમાં મહારાણી અચિરાદેવીની કૂખે અવતિરત થયા. મહારાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્નોથી સૌને જાણ થઈ ગઈ હતી કે જગત-ત્રાણ મહાપુરુષ પ્રગટ થશે.
ગર્ભકાળ સમાપ્ત થતાં. વૈશાખ વદ તેરસની મધ્યરાત્રે ભગવાનનો જન્મ થયો. તે સમયે ચૌદ ૨જ્જવાત્મક લોકમાં અપૂર્વ શાંતિ પ્રસરી ગઈ. પ્રભુના જન્મ સમયે દિશાઓ પુલકિત બની હતી અને વાતાવરણમાં અપૂર્વ ઉલ્લાસ છલકાયો હતો. ઈન્દ્રોએ જન્મોત્સવ ઉજવ્યો. રાજા વિશ્વસેને અત્યંત પ્રમુદિત મનથી પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો.
નામકરણના દિવસે રાજા વિશ્વસેને કહ્યું કે, ‘આપણા રાજ્યમાં થોડાક મહિના પૂર્વે મહામારીનો ભયંકર પ્રકોપ હતો. સઘળા લોકો ચિંતિત હતા. મહારાણી અચિરાદેવી પણ રોગથી આક્રાંત હતી. બાળક ગર્ભમાં આવતાં જ રાણીનો રોગ શાંત થઈ ગયો. ધીમે ધીમે સમગ્ર દેશમાંથી મહામારી પણ દૂર થઈ. તેથી બાળકનું નામ શાંતિકુમાર રાખવું જોઈએ. સૌએ બાળકને એ જ નામ આપ્યું.
તીર્થંકરચરિત્ર - T ૧૧