________________
૭૩-દીર્ઘબાહુ ૭૪-મેઘ
૭૫-સુઘોષ ૭૬-વિશ્વ ૭૭-વરાહ
૭૮-વસુ ૭૯-સેન ૮૦-કપિલ
૮૧-લવિચારી ૮ર-અરિજય ૮૩-કુંજરબલ
૮૪-જયદેવ ૮૫-નાગદત્ત ૮૬-કાશ્યપ
૮૭-બલ ૮૮-વીર ૮૯-શુભમતિ
૯૦-સુમતિ ૯૧-પદ્મનાભ ૯૨-સિંહ
૯૩-સુજાતિ ૯૪-સંજય ૯૫-સુનામ
૯૬-નરદેવ ૯૭-ચિત્તહર ૯૮–સુખર
૯૯-દઢરથ ૧૦૦-પ્રભંજન
દિગમ્બર પરંપરાના આચાર્ય જિનસેન ભગવાન ઋષભ દેવના એકસોએક પુત્રો હોવાનું માને છે. એક નામ વૃષભસેન વઘારાનું આપવામાં આવ્યું છે.
ભગવાન ઋષભદેવની બે પુત્રીઓનાં નામ છે- ૧. બ્રાહ્મી, ૨. સુંદરી. રાજ્યાભિષેક
કુલકર નાભિ પાસે દરરોજ યૌગલિકોની ઘણીબધી ફરિયાદો આવવા માંડી હતી. દંડસંહિતા (શિક્ષાપ્રણાલિકા) નિસ્તેજ બની રહી હતી. દરરોજ અભાવ વધતો જતો હતો. કુલકર નાભિ પાસે તેનું કોઈ સમાધાન નહોતું. ફરિયાદો આવવાથી કોઈને કાંઈ કહેતા તો જવાબ મળતો, “હું ભૂખ્યો હતો આપ પેટ ભરવાની વ્યવસ્થા કરી દો તો પછી આવી ભૂલ નહીં થાય.” પેટ ભરવાનો ઉપાય કુલકર નાભિ પાસે નહોતો, તેથી માત્ર દંડસંહિતા વડે કામ ચાલતું નહોતું. જ્યાં પણ ફળવાળાં વૃક્ષો હતાં ત્યાં લૂંટફાટનો પ્રારંભ થઈ જતો હતો. પછી એ જ યુગલ ફરિયાદ લઈને નાભિ કુલકર પાસે આવતાં હતાં. કુલકર નાભિ સમસ્યાઓથી અત્યંત વ્યસ્ત હતા. તે આ જવાબદારીમાંથી કોઈ પણ રીતે મુક્તિ મેળવવાનું ઇચ્છતા હતા.
એક દિવસ કેટલાંક યુગલ ઋષભકુમાર પાસે બેસીને વાતો કરી રહ્યાં હતાં. અભાવ વિષે વાત નીકળી. સૌ દુઃખી હતાં, આતંકિત હતાં. ઋષભ દેવને પૂછ્યું, “આનું યોગ્ય સમાઘાન થશે કે પછી લડી ઝઘડીને સૌએ મરવું પડશે? જીવવાનું મુશ્કેલ બની રહ્યું છે.”
ઋષભે સ્મિત કરતાં કહ્યું, સમયની સાથે સાથે વ્યવસ્થા બદલવી પડે છે. પોતાની આદતોમાં પરિવર્તન આણવું પડે છે. આમ કરવાથી સમસ્યા
ભગવાન શ્રી ઋષભદેવ | ૨૩