________________
ચાતુર્યામ ધર્મ
ભગવાન પાર્શ્વનાથ તો તેના અંતિમ નિરુપક હતા. ત્યાર પછી ભગવાન મહાવીરે પાંચ મહાવ્રત ધર્મની વ્યાખ્યા આપી હતી, તેથી પાર્શ્વનાથનો ધર્મ “ચાતુર્યામ-ધર્મના નામથી પ્રસિદ્ધ થયો. ચોવીસ તીર્થકરોમાં પ્રથમ અને અંતિમ તીર્થંકર પાંચ મહાવ્રતરૂપી સંયમ ધર્મનું પ્રવર્તન કરતા હતા. બાકીના બાવીસ તીર્થંકર ચાતુર્યામ ધર્મના પ્રરૂપક હોય છે. ચાતુર્યામ” અને “પંચયામ” પણ માત્ર શબ્દભેદ જ છે. સાધના તો બંનેની સમાન છે. ચાતુર્યામ ધર્મમાં બ્રહ્મચર્યને અલગ યામ (મહાવ્રત) માનવામાં આવ્યું નથી, પરંતુ બ્રહ્મચર્યને અપરિગ્રહ અંતર્ગત જોડી દેવામાં આવ્યું છે.
સ્ત્રી દ્વિપદ પરિગ્રહમાં માન્ય હતી. બ્રહ્મચારી સ્ત્રીનો ત્યાગ કરે છે. તેથી અપરિગ્રહમાં બ્રહ્મચર્ય સહજરૂપે સમાઈ જાય છે. ચાતુર્યામ ધર્મનો વિકાસ એ જ પંચમહાવ્રત ધર્મ છે. • અપૂર્વ પ્રભાવ
ભગવાન પાર્શ્વનો પ્રભાવ મિશ્ર, ઈરાન, સાઈબેરીયા, અફઘાનિસ્તાન જેવા દૂર દૂરના દેશોમાં ઊંડાણથી પ્રસર્યો હતો. તદ્ યુગીન રાજા તથા લોકો પાર્શ્વના ધર્મની ઉપાસના વિશેષ રૂપે કરતા હતા. પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુ એન સંગે જ્યારે તે પ્રદેશોની યાત્રા કરી ત્યારે ત્યાં તેણે અનેક નિગ્રંથ મુનિઓને જોયા. મહાત્મા બુદ્ધના કાકા સ્વયં ભગવાન પાર્શ્વનાથના શ્રમણોપાસક હતા. દક્ષિણમાં પણ પાર્શ્વના અનુયાયી ઘણી સંખ્યામાં હતા.
કરકંડ વગેરે ચાર પ્રત્યેકબુદ્ધ રાજા પણ ભગવાન પાર્શ્વના શિષ્ય બન્યા હતા. કેટલાક ઇતિહાસકારો તો એમ પણ માને છે કે મહાત્મા બુદ્ધે છ વર્ષ સુધી ભગવાન પાર્શ્વના ધર્મશાસનમાં જ સાધના કરી હતી. તે સમયના તમામ ધર્મસંપ્રદાયો ઉપર પાર્શ્વની સાધના-પદ્ધતિનો વ્યાપક પ્રભાવ હતો. તેમના શાસનકાળમાં આર્ય શુભદત્ત, આર્ય હરિદત્ત, આર્ય સમુદ્રસૂરિ, આર્ય કેશી શ્રમણ જેવા પ્રતિભાશાળી તથા મહાપ્રભાવક આચાર્યો થયા. નિર્વાણ
વિભિન્ન પ્રદેશોની પદયાત્રા કરીને ભગવાને લાખો લોકોને માર્ગદર્શન આપ્યું. અંતે વારાણસીથી આમલકલ્પા વગેરે વિભિન્ન નગરોમાં થઈને પ્રભુ સમેતશિખર ઉપર પહોચ્યા. તેત્રીસ ચરમશરીરી મુનિઓ સહિત અંતિમ અનશન કર્યું. એક માસના અનશનમાં ચાર અઘાતિ કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું. દેવો, ઈદ્રો, મનુષ્યો તથા રાજાઓએ ભેગા મળીને ભગવાનના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કર્યો. પ્રભુનો પરિવાર
૦ ગણધર ૦ કેવલજ્ઞાની
- ૧૦૦૦
- ૧૦
તીર્થકરચરિત્ર [ ૧૭૬