________________
શ્રીકૃષ્ણના સમજાવ્યા પ્રમાણે જરાકુમારે પાંડવ મથુરા તરફ પ્રસ્થાન કર્યું. તરસની સાથે બાણની તીવ્ર વેદનાને કારણે શ્રીકૃષ્ણ એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પોતાની જીવનલીલા સમેટી લીધી. થોડી વારમાં બલરામજી પાણી લઈને આવી પહોંચ્યા. ખૂબ વિલાપ કર્યો. લાંબા સમય સુધી કૃષ્ણના જાગવાની પ્રતીક્ષામાં બેસી રહ્યા. આખરે તેમના સારથિ સિદ્ધાર્થે-જે મુનિ બનીને દેવ બની ગયા હતા-તેમણે આવીને તેમને સમજાવ્યા. બલરામજી મુનિ બની ગયા. કઠોર સાધના કરીને પાંચમા દેવલોકમાં મહદ્ધિક દેવ બન્યા. પાંડવોની મુક્તિ
શ્રીકૃષ્ણના અંતિમ આદેશનું પાલન કરતાં કરતાં જરકુમાર પાંડુ મથુરા પહોંચ્યા. પાંડવોને મળ્યા અને દ્વારિકાદાહ, યદુવંશ વિનાશ તથા પોતાના બાણ વડે શ્રીકૃષ્ણના નિધનના સમાચાર કહ્યા. પોતાના અનન્ય ઉપકારક શ્રીકૃષ્ણના મૃત્યુની વાત સાંભળીને પાંડવો તથા દ્રૌપદી વિલાપ કરવા લાગ્યાં. તેમને કૃષ્ણ વગર સમગ્ર જગત સૂનું લાગવા માંડ્યું. તેમને આ અસાર સંસાર પ્રત્યે વિરક્તિ જાગી.
- આચાર્ય ધર્મઘોષ પાંચસો મુનિઓ સહિત પાંડુ મથુરા પધાર્યા. પાંડવોએ પ્રવચન સાંભળ્યું અને વિરક્ત થઈ ગયા. જરકુમારને રાજ્ય સોંપીને તેમની પાસે દીક્ષા લઈ લીધી. દીક્ષિત થતાં જ પાંચે પાંડવો કઠોર તપસ્યા કરવા લાગ્યા. પાંચેય મુનિઓના મનમાં ભગવાનનાં દર્શન કરવાની ભાવના જાગી. ગુરુ આજ્ઞા મેળવીને તેઓ પ્રસ્થાન કરવા લાગ્યા. ઉજ્જયંતગિરિથી બાર યોજન દૂર હસ્તકલ્પ નગરમાં પધાર્યા. ત્યાં યુધિષ્ઠિર મુનિસ્થાને રહ્યા. બાકીના ચાર મુનિ- ભીમ, અર્જુન, નકુલ, સહદેવ ભિક્ષાર્થે નગરમાં નીકળ્યા. ત્યાં તેમણે નગરજનો પાસેથી સાંભળ્યું કે ભગવાન અરિષ્ટનેમિએ નિર્વાણ પ્રાપ્ત કરી લીધું છે તેથી ખૂબ ખિન્ન થયા. પોતાના સ્થળે પાછા આવીને યુધિષ્ઠિર મુનિને તેની જાણ કરી. સૌએ સાથે મળીને શત્રુંજય પર્વત ઉપર સંથારો કર્યો અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત બન્યા. આર્યા દ્રૌપદી પણ સાધુત્વનું પાલન કરીને પંચમ દેવલોકમાં દેવ બની. ઇતિહાસપ્રસિદ્ધ મુનિ થાવા પુત્ર પણ ભગવાનના શિષ્ય બન્યા. શુકદેવ સંન્યાસી પણ તત્ત્વ સમજીને મુનિ બન્યા.
ભગવાન અરિષ્ટનેમિના શાસનકાળમાં અંતિમ ચક્રવર્તી બ્રહ્મદત્ત બન્યા. કંપિલપુર નરેશ બ્રહ્મપિતા તથા ચૂલની માતા હતાં. બાળપણ ભારે મુશ્કેલીમાં વીત્યું. આખરે તે છ ખંડના ચક્રવર્તી સમ્રાટ બન્યા. નિર્વાણ
ભગવાને પોતાનાં ભવ-વિપાકી કર્મો (વેદનીય, નામ, ગોત્ર,
ભગવાન શ્રી અરિષ્ટનેમિ [ ૧૩