________________
કુલપતિ મહાવીર પાસે ગયા અને મૃદુ ઉપાલંભ આપતાં કહ્યું, “હે કુમાર ! પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે. તમે તો ક્ષત્રિય રાજકુમાર છો. તમારે તો પોતાની કુટિરનું રક્ષણ સ્વયં જાગરૂકતાપૂર્વક કરવું જોઈએ.'
મહાવીરને આ વાત ગમી નહિ. તેમણે વિચાર્યું, “હવે અહીં રહેવું અપ્રીતિકર બની રહેશે. તેથી મારે હવે અહીં રહેવું જોઈએ નહીં.' આમ વિચારીને તેમણે ચાતુર્માસનો એક ભાગ પૂરો કર્યો અને પછી ત્યાંથી વિહાર ર્યો. તે સમયે ભગવાને નીચે પ્રમાણે પાંચ પ્રતિજ્ઞાઓ કરી :
૧. અપ્રતિકારક સ્થળે હું રહીશ નહિ. ૨. સદા ધ્યાનમાં સ્થિર રહીશ. ૩. નિત્ય મૌન પાળીશ. ૪. હમેશાં હાથમાં જ ભોજન કરીશ.
૫. ગૃહસ્થોનો ક્યાય વિનય કરીશ નહિ. * શૂલપાણિ યક્ષનો ઉપદ્રવ
મોરાક સંનિવેશના આશ્રમમાંથી વિહાર કરીને ભગવાન અસ્થિગ્રામ પધાર્યા. એકાંત સ્થળની શોધમાં નગરની બહાર શૂલપાણિ યક્ષના મંદિરમાં રહેવાની ભગવાને ગામ લોકો પાસે અનુમતિ માગી. ગામલોકોએ કહ્યું,
બાબા ! રહો ભલે, પરંતુ આ મંદિરમાં એક યક્ષ રહે છે. જે સ્વભાવે ભારે ક્રૂર છે. રાત્રે તે કોઈને પણ રહેવા દેતો નથી, તેથી આપ બીજે ક્યાંક રોકાવ તો સારું.' સાંજે પૂજારી ઈદ્ર શર્માએ પૂજા કર્યા પછી ભગવાનને યક્ષના ભયંકર ઉત્પાતની જાણ કરી, છતાં મહાવીર ધ્યાનાવસ્થિત રહ્યા. રાત્રે અંધકાર ઘેરાતાં યક્ષ પ્રગટ થયો. લોકોએ ના પાડવા છતાં ભગવાન ત્યાં રહ્યા તેથી યક્ષે તેમાં પોતાના પ્રત્યેની ધૃષ્ટતા અનુભવી. યક્ષે ભયંકર અટ્ટહાસ્ય કર્યું જેથી સમગ્ર વનપ્રદેશ ધ્રુજી ઊઠ્યો. ગામલોકોનાં હૃદય ઘડકી ઊઠ્યાં, ખળભળી ઊઠ્યાં. પરંતુ ભગવાન અવિચલ ઊભા રહ્યા. હવે યક્ષે હાથી, પિશાચ વગેરે રૂપ ધારણ કરીને વિવિધ પ્રકારનાં કષ્ટ આપ્યાં. ભગવાનનાં આંખ, કાન વગેરે સાત અંગોમાં એવી ભયંકર વેદના ઉત્પન્ન કરી કે સામાન્ય પ્રાણીના પ્રાણ ઊડી જાય ! પરંતુ મહાવીર તો કષ્ટોને સહન કરતા રહ્યા. અંતે ભગવાનની દઢતા તેમજ અપૂર્વ સહિષ્ણુતા સામે તે પરાજય પામ્યો. શાંત થઈને યક્ષ ભગવાનનાં ચરણોમાં નમી પડ્યો અને પોતાનાં કૃત્યો માટે ક્ષમા માંગી, નમસ્કાર કરીને ચાલ્યો ગયો. પછી બાકીની રાત્રી ઉપસર્ગ રહિત પસાર થઈ.
તીર્થકરચરિત્ર | ૨૦૦