________________
ܟ ܟ ܕ ܡ
સ્વપ્નદર્શન :
તે જ રાત્રિના અંતિમ પ્રહરમાં ભગવાનને મુહૂર્તભર નિદ્રા આવી ગઈ. આ તેમના સાધના કાળની પ્રથમ અને ચરમ નિદ્રા હતી. તે સમયે ભગવાને દશ સ્વપ્નો નિહાળ્યાં :
૧. પોતાના હાથ વડે તાડ-પિશાચને પછાડવો. ૨. પોતાની સેવા કરતો શ્વેત કોકિલ. ૩. પોતાની સેવા કરતો વિચિત્ર વર્ણવાળો કોકિલ.
દૈદિપ્યમાન બે રત્નમાળાઓ. શ્વેત વર્ણવાળો ગૌવર્ગ.
વિકસિત પધસરોવર. ૭. પોતાના હાથ વડે સમુદ્રને પાર કરવો. ૮. ઉદીયમાન સૂર્યનાં કિરણોનો પ્રસાર. ૯. પોતાનાં આંતરડાં વડે માનુષોત્તર પર્વતને વીંટવો. ૧૦. મેરૂપર્વત ઉપર આરોહણ કરવું.
ગામલોકોએ એવું અનુમાન કર્યું કે યક્ષે મહાવીરને મારી નાખ્યા. એ જ અસ્થિગ્રામમાં ઉત્પલ નૈમિતજ્ઞ રહેતો હતો. અગાઉના સમયમાં તે ભગવાન પાર્શ્વની પરંપરાનો સાધુ હતો. પછીથી ગૃહસ્થ બનીને નિમિત્ત જ્યોતિષ દ્વારા પોતાની આજીવિકા ચલાવતો હતો. ઉત્પલ, ઈદ્રશર્મા પૂજારી અને અન્ય ગ્રામજનો સહિત યક્ષ મંદિરમાં તે પહોંચ્યો. ત્યાં ભગવાનને ધ્યાનાવસ્થિત અવિચલ ઊભેલા જોયા, તો સૌના આશ્ચર્ય તથા આનંદની સીમા રહી નહીં. રાત્રે ભગવાને નિહાળેલાં સ્વપ્નોનાં ફળ ઉત્પલે ક્રમશઃ કહી બતાવ્યાં:
૧. આપ મોહનીય કર્મનો અંત કરશો. ૨. આપને શુક્લધ્યાન પ્રાપ્ત થશે. ૩. આપ દ્વાદશાંગી રૂપ શ્રુતનો ઉપદેશ આપશો. ૪. તેનું ફળ નૈમિતજ્ઞ કહી શક્યો નહીં. ૫. ચતુર્વિધ સંઘની આપ સ્થાપના કરશો.
દેવતા આપની સેવા કરશે. ૭. આપ સંસારસમુદ્રને પાર કરશો.
આપને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. આપના દ્વારા પ્રતિપાદિત દર્શન તથા આપનો યશ દિગ્દિગંત
ભગવાન શ્રી મહાવીર | ૨૦૧