________________
એકબીજાનાં કાર્યો એકબીજાની પરિચર્યા નિર્જરાભાવથી જ કરવામાં આવશે, દબાણથી નહીં. દાસપ્રથા સામૂહિક જીવનનું કલંક છે. અપરિગ્રહ
અપરિગ્રહનો ઉપદેશ ભગવાન મહાવીરની મહાન ભેટ છે. તેમણે અર્થ (ધન)ના સંગ્રહને અનર્થનું મૂળ ગણાવ્યું. ઘાર્મિક પ્રગતિમાં અર્થ બાધક છે. એમ કહીને મુનિચર્યામાં તેનો સર્વથા ત્યાગ અનિવાર્ય ગણાવ્યો. શ્રાવક ધર્મમાં તેના ઉપર નિયંત્રણ કરવાનું આવશ્યક ગણાવ્યું.
ભગવાન મહાવીરના જેટલા શ્રાવક થયા તેમની પાસે તે સમયે જેટલો પરિગ્રહ હતો તેનાથી વિશેષ પરિગ્રહનો તેમણે ત્યાગ કરી દીધો હતો. વર્તમાન પરિગ્રહથી અધિક પરિગ્રહનો સંગ્રહ કોઈ શ્રાવકે કર્યો નહોતો. દરવર્ષે એટલું જ કમાતા હતા, જેટલો ખર્ચ થતો હતો. બાકીનું વિસર્જન કરીને વર્ષને અંતે પરિગ્રહનું પરિમાણ બરાબર કરી લેતા હતા. તેમનો ઉપદેશ હતો કે સંગ્રહ સમસ્યાઓને જન્મ આપે છે. ધાર્મિક વ્યક્તિ જેટલી પરિગ્રહથી હળવી બને છે, એટલી જ અધિક અધ્યાત્મમાં પ્રગતિ કરી શકે છે. અનેકાન્ત
અહિંસા વિષે ભગવાન મહાવીરનો સૂક્ષ્મત્તમ દૃષ્ટિકોણ સમગ્ર વિશ્વ સ્વીકારે છે. તેમની દષ્ટિએ શારીરિક હિંસા સિવાયની વાચિક તથા માનસિક કટુતા પણ હિંસા છે. સૂક્ષ્મત્તમ અહિંસાના દષ્ટિકોણને સાધનાનો વિષય બનાવવો એ અન્ય દાર્શનિકો માટે વિસ્મયનો વિષય હતો.
વૈચારિક અહિંસાને વિકસિત કરવા માટે તેમણે સ્યાદ્વાદ (અનેકાન્ત)નું પ્રતિપાદન કર્યું. તેમનો મત હતો કે પ્રત્યેક વસ્તુને એકાંગી રીતે પકડવી એ જ આગ્રહ છે, સત્યનો વિપર્યા છે, અનંતધર્મા વસ્તુનો એક જ ધર્મ સ્વીકારવો અને બાકીના ધર્મોનો નકાર કરવો તે અપૂર્ણતા છે. પ્રત્યેક વસ્તુનું અપેક્ષાથી વિવેચન કરવું એ જ યથાર્થને પામવું છે. જેવી રીતે ઘડાને ઘડા તરીકે ઓળખવો તે તેના અસ્તિત્વનો બોધ છે. ઘડાને પટના રૂપમાં નકારવો તે નાસ્તિકનો બોધ છે. એક જ ઘડાના અસ્તિત્વ અને નાસ્તિત્વ એવા બે વિરોધી ધર્મોનો સમાવેશ કરવો એનું જ નામ સ્યાદ્વાદ છે. આમ પ્રત્યેક વસ્તુ પોતપોતાની સ્થિતિમાં અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે અનેક ધર્મોવાળી હોય છે. સ્યાદ્વાદને માની લીધા પછી એકાંતિક આગ્રહ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. વૈચારિક વિગ્રહને પછી કોઈ અવકાશ જ મળતો નથી. મહાવીરનું આયુષ્ય તથા ચાતુર્માસ
ભગવાન મહાવીરનું સમગ્ર આયુષ્ય બોંતેર વર્ષનું હતું. તેમાં ત્રીસ વર્ષ
ભગવાન શ્રી મહાવીર | ૨૩૫