________________
ઘમ્મો સુદ્ધસ્ટ ચિઠ્ઠાઈ
ભગવાનને પૂછવામાં આવ્યું, “આપના દ્વારા પ્રતિપાદિત ધર્મને કોણ ગ્રહણ કરી શકે છે ?' ઉત્તર આપતાં પ્રભુએ કહ્યું, “મારા દ્વારા નિરૂપિત શાશ્વત ઘર્મને પ્રત્યેક વ્યક્તિ સ્વીકારી શકે છે. તેમાં કોઈ બંધન નથી. જાતિ, વર્ગ કે ચિહ્ન ધર્મ માટે અમાન્ય છે. શાશ્વત ધર્મ પોતાનામાં ઉતારવા માટે સ્બયની શુદ્ધતા જરૂરી છે. અશુદ્ધ બ્દયમાં ઘર્મ ટકી શક્તો નથી. ઘર્મના સ્થાયિત્વ માટે પવિત્રતા અનિવાર્ય છે. પશુબલિનો વિરોધ
યજ્ઞના નામે થતા હિંસાકાંડોની વિરુદ્ધ પણ મહાવીરે અવાજ ઊઠાવ્યો. નિરીહ મૂક પશુઓનો બલિ આપીને ધર્મ કમાવવાની પ્રચલિત માન્યતાને તેમણે મિથ્યા કહી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે હિંસા પાપ છે. તે દ્વારા ધર્મ કરવાની વાત લોહીથી ખરડાયેલાં વસ્ત્રો લોહી વડે સાફ કરવા જેવી વાત છે. હિંસાથી દૂર રહીને જ ધર્મ પામી શકાય છે. સ્ત્રીનો સમાન અધિકાર
ભગવાન મહાવીરે માતૃજતિને આત્મવિકાસનાં તમામ સૂત્રો પ્રદાન કર્યા. તેમની દૃષ્ટિએ સ્ત્રી, પુરુષ માત્ર શરીરનાં ચિહ્નો વડે જ હોય છે. આત્મા કેવળ આત્મા હોય છે. સ્ત્રી કે પુરુષના માત્ર લીંગને કારણે કોઈ તફાવત પડતો નથી. જ્યાં સુધી માત્ર આત્મવિકાસની વાત છે ત્યાં સુધી સ્ત્રી અને પુરુષ સમકક્ષ જ છે. માતૃશક્તિને ધર્મથી વંચિત કરવી તે બહુમોટો અપરાધ છે, ધાર્મિક અંતરાય છે. લોકભાષામાં પ્રતિબોધ
ભગવાન મહાવીરે હંમેશાં પોતાનું પ્રવચન લોકભાષામાં આપ્યું હતું. મગધ અને તેની આસપાસના લોકો અર્ધમાગધી ભાષાનો પ્રયોગ કરતા હતા. ભગવાને પણ પોતાનું પ્રવચન અર્ધમાગધી ભાષામાં જ આપ્યું. સામાન્ય લોકોની ભાષા બોલીને તેઓ લોકોના બની ગયા. જૈનોનાં મૂળ આગમ આજે પણ અર્ધમાગધી ભાષામાં જ ઉપલબ્ધ છે. દાસપ્રથાનો વિરોધ
ભગવાન મહાવીરે વ્યક્તિની સ્વતંત્રતાને વિશેષ મહત્ત્વ આપ્યું. તેમણે દાસ પ્રથાને ધર્મવિરુદ્ધ ગણાવી. કોઈ વ્યક્તિને દાસ તરીકે ખરીદવી, તેને પોતાનો ગુલામ બનાવી રાખવી તે હિંસા છે. પ્રત્યેક વ્યક્તિની સ્વતંત્રતા એ સ્વસ્થ સમાજનું લક્ષણ છે. કોઈને દબાવી રાખવું તે તેની સાથે અન્યાય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે મારા સંઘમાં સૌકોઈ સમાન હશે. કોઈ દાસ નથી,
તીર્થકરચરિત્ર | ૨૩૪