________________
શ્રાવિકા રહેશે. અંતિમ દિવસે અનશન કરીને આ ચારેય સ્વર્ગસ્થ બનશે. એ જ આ અવસર્પિણીના અંતિમ એકાભવતારી ગણાશે.
મહાવીરનો અપ્રતિમ પ્રભાવ
ભગવાન મહાવી૨નું વિહારક્ષેત્ર આમ તો મર્યાદિત હતું. મોટે ભાગે અંગ, મગધ, કાશી, કૌશલ, સાવત્ની, વત્સ વગેરે જનપદોમાં તેઓ વિચરતા રહ્યા હતા. ભગવાનનો સૌથી લાંબો વિહાર સિંધુ-સૌવીર દેશમાં થયો.
ભગવાન મહાવીરના સમયે અનેક ધર્મપ્રવર્તકો વિદ્યમાન હતા. સાધના, જ્ઞાન, તથા લબ્ધિઓના માધ્યમ વડે પોતપોતાનો પ્રભાવ પાડી રહ્યા હતા. ભગવાન મહાવીર સિવાય અન્ય છ આચાર્યો પણ તીર્થંકર કહેવાતા હતા. તેઓ પોતાને સર્વજ્ઞ ગણાવતા હતા. છતાં ભગવાન મહાવીરનો પ્રભાવ અપ્રતિમ હતો. વૈશાલી રાજ્યના ગણપતિ ચેટક, મગધસમ્રાટ શ્રેણિક, અંગસમ્રાટ કોણિક, સિંધુનરેશ ઉદાઈ, ઉજ્જયીની નરેશ ચંદ્રપ્રદ્યોતન, વગેરે અનેક ગણનાયક સમ્રાટો, લિચ્છવી તથા વજ્જ ગણરાજ્યના પ્રમુખ ભગવાનના ચરણસેવી ઉપાસક હતા. આનંદ, કામદેવ, શકડાલ અને મહાશતક જેવા મુખ્ય ધનાઢ્ય, સમાજસેવી, ધનજી જેવા ચતુરવેપારી તથા શાલીભદ્ર જેવા મહાન ધનાઢ્ય અને વિલાસી લોકો પણ આગાર તથા અણગાર ધર્મના અભ્યાસી બન્યા હતા. આર્યજનપદમાં ભગવાનનો સર્વાંગીણ પ્રભાવ હતો. તેમણે સામાજિક બૂરાઈઓને ખતમ કરીને નવાં સામાજિક મૂલ્યોની પ્રતિષ્ઠા કરી હતી.
મહાવીરના મુખ્ય સિદ્ધાત
ભગવાન મહાવીરે સર્વજ્ઞ હોવા છતાં તત્કાલીન રૂઢિગત કલ્પનાઓ ઉપ૨ પ્રબળ પ્રહાર કર્યાં. તેમણે પ્રચલિત મિથ્યા માન્યતાઓનું સમૂળું નિરસન કર્યું. તેમના મુખ્ય સિદ્ધાંત નીચે પ્રમાણે છે :
જાતિવાદનો વિરોધ
સ્વયં અભિજાત કુળના હોવા છતાં તેમણે જાતિવાદને અતાત્ત્વિક ગણાવ્યો. તેમનો ઉદ્ઘોષ સ્પષ્ટ હતો કે મનુષ્ય જન્મથી ઊંચ કે નીચ નથી હોતો. માત્ર કર્મ જ વ્યક્તિના ઉચ્ચ કે નીચ હોવાના માપદંડ છે. તેમણે પોતાના તીર્થમાં શુદ્રોને પણ સામેલ કર્યા. લોકોને તે સહેજ અટપટું તો લાગ્યું, પરંતુ ભગવાને સ્પષ્ટ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને જન્મને કારણે નીચ માનવી તે હિંસા છે. ભગવાનની આ ક્રાંતિકારી વાતથી લાખો પીડિત, દલિત, શુદ્ર લોકોમાં આશાનો સંચાર થયો. ભગવાનના સમવસરણમાં સૌકોઈ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સંમિલ્લિત થઈને પ્રવચન સાંભળી શકતા હતા.
ભગવાન શ્રી મહાવીર D ૨૩૩