________________
કાજ
ఎందుకంటే అందుకు
ભગવાન શ્રી મહાવીર
heleen
આત્માને કોઈ આદિ નથી હોતો. જૈન દર્શનમાં કોઈ આત્મા પ્રારંભથી જ પરમાત્મા નથી હોતો. તે કર્મબંધ વડે ભારે બને છે તો તેનું નરક ગમન થાય છે. અને ત્યાં તેણે કષ્ટ ભોગવવાં પડે છે. જ્યારે અશુભ કર્મો વડે આત્મા હલકો બને છે અને પુણ્યનું બળ હોય છે તો તે સ્વર્ગીય સુખોને પ્રાપ્ત કરે છે. સંપૂર્ણતઃ કર્મમુક્ત અવસ્થા એ જ
_મોક્ષની અવસ્થા છે. અન્ય ભવ્ય આત્માઓની જેમ મહાવીરનો આત્મા પણ ભવ્ય હતો. તે આત્માએ પોતાના કર્તુત્વ વડે જે કાંઈ કર્યું તેને અનુરૂપ તેણે સુખદુ:ખ ભોગવ્યાં. ભગવાન મહાવીરના સત્યાવીશ ભવોનું વર્ણન મળે છે. એનો અર્થ એ નથી કે તેમના આત્માએ માત્ર એટલા જ ભવ કર્યા હતા. જે ભવમાં તેમણે પ્રથમ વખત સમ્યકત્વને પ્રાપ્ત કર્યું ત્યારથી આ ભવોની સંખ્યા ગણવામાં આવી છે. પ્રથમ ભવ- નયસાર (મનુષ્ય)
જંબૂઢીપની પશ્ચિમે મહાવિદેહમાં મહાવપ્ર નામના વિજયના જયંતી નામની નગરી હતી. ત્યાંનો રાજા શત્રુમદન હતો. તેના રાજ્યમાં પૃથ્વી પ્રતિષ્ઠાન ગામના અધિકારીનું નામ હતું નયસાર.
એક સમયે રાજાજ્ઞા પ્રાપ્ત કરીને તે જંગલમાં લાકડાં લેવા માટે ગયો. તેની સાથે અનેક વ્યક્તિઓ હતી. મધ્યાહ્નનો સમય થયો. એક મોટા વૃક્ષના છાંયડામાં પોતાની વ્યક્તિઓ સાથે ભોજન કરવા બેઠો. એ જ વખતે તેણે દૂર એક સાધુ-સંઘાટક જોયું. સાધુ એક સાથેની સંઘાથે ચાલી રહ્યા હતા. સાથે આગળ નીકળી ગયો હતો અને તેઓ ભૂલા પડ્યા હતા. તે બળબળતા બપોરે તે પ્રદેશમાં આવી ગયા, કે જ્યાં નયસારનાં ગાડાંઓનો પડાવ હતો.
મુનિઓના દેખતાં જ નયસારના સ્ટયમાં ભક્તિનો ભાવ જાગ્યો. તે ઊભો થયો. આગળ વધ્યો. ભાવભરી વંદના કરી. વાતચીત દ્વારા જાણવા મળ્યું કે મુનિઓ રસ્તો ભૂલીને ત્યાં આવી ચડ્યા હતા. તેઓ માત્ર ભૂખ્યા જ
તીર્થકરચરિત્ર [ ૧૭૮