________________
0 ન ધર્મના વર્તમાન ચોવીસ તીર્થંકરોનાં જીવન વિશે આટલી આધારભૂત માહિતી ગુજરાતી સાહિત્યમાં કદાચ નથી.
અને કદાચ આધારભૂત માહિતી હશે, તો પણ આટલી રસપ્રદ રીતે રજૂ થયેલી નહિ હોય.
મુનિ સુમેરમલજીએ પ્રસ્તુત ગ્રંથમાં ચોવીસ જે જૈન સંસ્કૃતિની |
તીર્થકરોનાં સંક્ષિપ્ત જીવનવૃત્તાંતો અત્યંત લાઘવપૂર્ણ ગૌરવગંગા રીતે રજૂ કર્યો છે, છતાં તે દરેકનાં વૃત્તાંતમાં
તત્કાલીન સામાજિક પરિવેશ પ્રતિબિંબિત કરી દીધો છે. ખૂબીની વાત તો એ છે કે, આ ગ્રંથમાં દરેક તીર્થંકરનું જીવનચરિત્ર રસિક વાર્તામય રીતે અભિવ્યક્તિ પામ્યું છે.
ચોવીસે તીર્થકરોનાં જીવનની તમામ મહત્ત્વની ઘટનાઓ અને વિગતોથી સભર, સમૃદ્ધ આ ગ્રંથ કોઈપણ જિજ્ઞાસુ અને અભ્યાસ માટે આધારસ્તંભ બની રહેશે. સમગ્ર જૈન સંસ્કૃતિની જાણે કે
ગૌરવગંગા આ પૃષ્ઠોમાં વહી રહી છે...! 1 રોહિત શાહ આ ગ્રંથ માટે મુનિ સુમેરમલજી તથા અનેકાન્ત
ભારતી પ્રકાશન પ્રત્યે સમગ્ર ગુજરાતી જૈન સમાજ કૃતજ્ઞભાવે આદર અને આભાર વ્યક્ત કરશે.
જન્માષ્ટમી, ૧૯૯૬
અનેકાન્ત’ ડી-૧૧, રમકલા એપાર્ટમેન્ટ્સ, સંઘવી હાઇસ્કૂલ, રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩
ફોન : ૭૪૭૩૨૦૭