________________
૨. દધિવાહન (અંગ)
૩. શતાનીક (વત્સ)
૪. ચંડપ્રદ્યોતન (અવંતી)
– પદ્માવતી
– મૃગાવતી - શિવા
– જ્યેષ્ઠા
– ચેલના
- સુજ્યેષ્ઠા
વૈશાલીની પશ્ચિમે ગંડકી નદી વહેતી હતી. તેના પશ્ચિમ કિનારે આવેલાં બ્રાહ્મણકુંડ ગામ, ક્ષત્રિયકુંડ ગામ, વાણિજ્ય ગામ, કમર ગામ અને કોલ્લાગ સંનિવેશ વગેરે અનેક ઉપનગરો વૈશાલીના વૈભવને વૃદ્ધિગત કરતાં હતાં.
૫. નંદીવર્ધન (ક્ષત્રિય કુંડગ્રામ)
૬. શ્રેણિક (મગધ)
૭. સાધ્વી બની
બ્રાહ્મણ કુંડગામ અને ક્ષત્રિયકુંડ ગામ પરસ્પરની પૂર્વ-પશ્ચિમે હતાં. બ્રાહ્મણકુંડ ગામમાં મુખ્યત્વે બ્રાહ્મણની વસતિ હતી. આ વસ્તીના નાયક હતા કોડાલગોત્રીય ઋષભદત્ત. તેમની પત્ની દેવાનંદા જાલંધર ગોત્રીયા બ્રાહ્મણી હતી. ઋષભદત્ત તથા દેવાનંદા ભગવાન પાર્શ્વનાં અનુયાયી હતાં.
ક્ષત્રિયકુંડ ગામમાં જ્ઞાત વંશીય ક્ષત્રિયોની વસ્તી હતી. તેમના નાયક હતા કાશ્યપ ગોત્રી મહારાજ સિદ્ધાર્થ, તેઓ વૈશાલી ગણરાજ્યના સક્રિય રાજન્ય પુરુષ હતા. તેમની રાણી ત્રિશલા વૈશાલીના સમ્રાટ ચેટકની બહેન તથા બલિષ્ઠ ગોત્રીયા ક્ષત્રિય રાણી હતી. સિદ્ધાર્થ તથા ત્રિશલા ભગવાન પાર્શ્વની શ્રમણ પરંપરાને માનતાં હતાં. તેમનો જ્યેષ્ઠ પુત્ર નંદીવર્ધન હતો. નંદીવર્ધનનાં લગ્ન સમ્રાટ ચેટકની પુત્રી જ્યેષ્ઠા સાથે થયાં હતાં.
અવતરણ
દેવાયુ ભોગવીને નયસારનો જીવ ભરતક્ષેત્રના બ્રાહ્મણકુંડ ગામના પ્રમુખ ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કૂખે અવતર્યો. માતા દેવાનંદાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નશાસ્ત્રીઓએ સર્વસંમતિથી જણાવ્યું કે આપના ઘરમાં અંતિમ તીર્થંકર અવતરિત થયા છે. સ્વપ્નફળ સાંભળીને સૌ પ્રસન્ન થયા. દેવાનંદા વિશેષ જાગરૂકતા પૂર્વક ગર્ભનું જતન કરવા લાગી.
ગર્ભસાહરણ
શકેન્દ્ર મહારાજે એક વખત અવધિ-દર્શન દ્વારા ઋષભદત્તના ઘેર દેવાનંદની કૂખે પ્રભુના અવિકસિત શરીરને વિકસિત થતું જોયું. ઈંદ્રએ વિચાર્યું કે, ‘તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ માત્ર સત્તાસીન કુળમાં જ ઉત્પન્ન થાય છે. આ તો આશ્ચર્યની વાત છે કે ભગવાનનું
તીર્થંકરચરિત્રજ્ઞ ૧૯૦