________________
અવતરણ બ્રાહ્મણ જેવા યાચક કુળમાં થયું છે. તીર્થંકર સદૈવ પ્રભાવશાળી કુળમાં જન્મ લે છે. વર્તમાનમાં ક્ષત્રિય વર્ગનો પ્રભાવ સવિશેષ છે. સત્તા પણ તેમના હાથમાં છે. તેથી પ્રભુના શરીરને સાહરણ (બદલીને) કરીને ક્ષત્રિયકુળમાં મૂકવું જોઈએ.
શક્રેન્દ્ર એવા વિચારથી હરિણગમેશી દેવને બોલાવીને કહ્યું, ‘અંતિમ તીર્થંકર દેવાનંદાની કૂખમાં છે, તેમને ક્ષત્રિયકુંડ નગરના રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કૂખમાં સ્થાપિત કરો તથા મહારાણી ત્રિશલાના ગર્ભમાં જે જીવ છે તેને દેવાનંદાની કૂખમાં સ્થાનાંતરિત કરીને મને જાણ કરો.’
ઈંદ્રની આજ્ઞા પ્રમાણે હરિણગમેશી ચાલ્યો ગયો. દેવાનંદા ભરનિંદ્રામાં સૂતી હતી. ગર્ભકાળની તે ત્યાશીમી રાત્રી હતી. દેવે ભગવાનને નમસ્કાર કરીને ગર્ભ-સાહરણની અનુજ્ઞા માગી. અને ભગવાનના અર્ધવિકસિત શરીરનું સજગતાપૂર્વક સાહણ કર્યું તથા મહારાણી ત્રિશલાની કૂખમાં તેને સ્થાપિત કરીને ગર્ભની અદલાબદલીની પ્રક્રિયા પૂર્ણ કરી. સાહરણકાળમાં બંને માતાઓને અવસ્વાપિની (સ્વપ્ન વગરની) નિદ્રા દેવ દ્વારા આપવામાં આવી હતી. તે જ રાત્રે દેવાનંદા અને ત્રિશલા બંનેએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. દેવાનંદાને સ્વપ્નો જતાં દેખાયાં અને મહારાણી ત્રિશલાને સ્વપ્નો આવતાં દેખાયાં. તે દિવસ ભાદરવા વદ તેરસનો હતો.
મહારાણી ત્રિશલાએ પોતાનાં સ્વપ્નો વિશે મહારાજને વાત કરી. સવારે સ્વપ્નશાસ્ત્રીઓને બોલાવ્યા અને તેમને સ્વપ્નોના અર્થ પૂછવામાં આવ્યા. તેમણે કહ્યું, ‘મહારાજ ! મહારાણીના ગર્ભમાં આગામી અંતિમ તીર્થંકરનો જીવ ઉત્પન્ન થયો છે.' રાજાએ સ્વપ્નશાસ્ત્રીઓને અઢળક દાન-દક્ષિણા આપ્યાં.
ત્રિશલાની કૂખે ભગવાનના અવસ્થિત થયા પછી સિદ્ધાર્થ રાજાનો જનપદ તથા ભંડાર ધન-ધાન્યથી સંપન્ન થઈ ગયો. દેવ-સહયોગથી રાજભંડારમાં બેસુમા૨ અર્થવૃદ્ધિ થઈ. રાજા સિદ્ધાર્થનું માન-સમ્માન આસપાસનાં જનપદોમાં એકાએક વધવા લાગ્યું.
ગર્ભમાં પ્રતિજ્ઞા
ભગવાનને ગર્ભમાં આવ્યાને સાત મહિના પૂરા થઈ ગયા, ત્યારે એક વખત તેઓ એમ વિચારીને સ્થિર થઈ ગયા કે મારા હલનચલનને કારણે માતાને પીડા થતી હશે. ગર્ભનું સ્પંદન બંધ થવાથી માતા ત્રિશલા ચોંકી ઊઠી. ગર્ભના અનિષ્ટ-ભયથી તે હતપ્રભ બની ગઈ. થોડીક જ ક્ષણોમાં તે રડવા-વિલપવા લાગી. સૌ ચિંતિત થઈ ઊઠ્યાં. થોડાક સમય પછી પ્રભુએ અવધિ દર્શનથી પુનઃ જોયું તો તેમને સમગ્ર દશ્ય હૃદયવિદારક લાગ્યું. તત્કાળ
ભગવાન શ્રી મહાવીર D ૧૯૧