________________
તપસ્યા કરી. આ એક લાખ વર્ષના ચારિત્રપર્યાયમાં અગિયાર લાખ સાઠ હજાર માસક્ષમણ કર્યાં. તપનો પારણાંકાળ ત્રણ હજાર ત્રણસો તેત્રીસ વર્ષ ત્રણ માસ અને ઓગણત્રીસ દિવસનો હતો. તપ તથા અર્હમ્ભક્તિ દ્વારા નંદન મુનિએ તીર્થંકર નામકર્મની પ્રકૃતિનું ઉપાર્જન કર્યું. અંતે બે માસના અનશન કરીને સમાધિમરણ પામ્યા.
છવ્વીસમો ભવ- સ્વર્ગ
પ્રાણત (દશમા) દેવલોકના પુષ્પોત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં વીસ સાગરોપમનું આયુષ્ય હતું. સત્યાવીસમો ભવ- ભગવાન મહાવીર
ભગવાન ઋષભ ત્રીજા આરા (કાળ વિભાગ)ના અંતમાં થયા હતા અને ભગવાન મહાવીરે ચોથા આરાના અંતે જન્મ લીધો હતો. આ અવસર્પિણી કાળના તેઓ અંતિમ તીર્થંકર હતા. આજનું જૈનદર્શન તેમની વાણીનું જ ફલિત છે. ભગવાન મહાવીર ઇતિહાસકારોની દૃષ્ટિએ મહાન ક્રાંતિકારી, પરમ અહિંસાવાદી તથા ઉત્કૃષ્ટ સાધક હતા. તેમણે પશુ-બલિનો વિરોધ કર્યો, જાતિવાદને અતાત્ત્વિક માન્યો અને દાસપ્રથાને હિંસાજનક ગણાવી. ધર્મના ઠેકેદારોએ તે વખતે ધર્મને પોતપોતાના વાડાઓમાં બંધ કરી રાખ્યો હતો. તે સમયે સામાન્ય લોકો સુધી ધર્મનો પ્રવાહ પ્રવાહિત કરવાનું કઠિનતમ કાર્ય ભગવાન મહાવીરે જ કર્યું હતું. સ્વયં રાજમહેલમાં જન્મ લેવા છતાં દલિત વર્ગને અપનાવ્યો, તેને ધર્મનો અધિકાર બહ્યો. સાચે જ ભગવાન મહાવીર પોતાના યુગના મસીહા હતા.
વૈશાલીનો વૈભવ
ભગવાન મહાવીરના સમયમાં વૈશાલી નગરી અત્યંત પ્રચલિત હતી. ભૂતકાળમાં તે બહુ મોટી નગરી હતી. રામાયણમાં દર્શાવ્યું છે કે વૈશાલી ખૂબ વિશાળ અને રમ્ય નગરી હતી. જૈન આગમોમાં વર્ણન મળે છે કે બાર યોજન લાંબી અને નવયોજન પહોળી આ નગરી અત્યંત રમણીય અને ત્રણ મોટી દીવાલોથી સુરક્ષિત હતી. જગતની સૌથી જૂની લોકશાહી શાસનપ્રણાલી તે સમયે વૈશાલીમાં પ્રચલિત હતી. હૈહય વંશના રાજા ચેટક આ ગણતંત્રના પ્રધાન હતા. તેમના નેતૃત્વમાં વૈશાલીની ખ્યાતિ, વૈભવ તથા સમૃદ્ધિ પરાકાષ્ઠા ઉપર હતી.
રાજા ચેટકને સાત દીકરીઓ હતી, જેમને મોટા મોટા રાજાઓ સાથે પરણાવામાં આવી હતી. તે નીચે મુજબ છે ઃ
૧. ઉદયન (સિંધુ-સૌવીર)
-પ્રભાવતી
ભગવાન શ્રી મહાવીર T
૧૮૯