________________
ત્યાં એક ઉદ્યાનમાં વટવૃક્ષની નીચે અઠ્ઠમ (ત્રણ દિવસનું તપ)ની તપશ્ચર્યામાં મહા વદ અગિયારસના દિવસે પ્રાતઃકાળે પ્રભુ સર્વજ્ઞ બન્યા. ભગવાનના કેવળજ્ઞાન-પ્રાપ્તિ-મહોત્સવ વખતે ચોસઠ ઈંદ્ર એકત્રિત થયા.
દેવતાઓએ દેવદુંદુભિ વગાડી.લોકોને જાણ થઈ કે હવે ભગવાનજીવનની આંતરિક સમસ્યાઓનું સમાધાન આપશે. લોકો અત્યંત પ્રસન્ન થયાં. સર્વત્ર એક જ વાત થવા લાગી કે હવે બાબા બોલશે અને લોકોની મુશ્કેલીઓ ટાળશે. તેઓ એક હજાર વર્ષથી મૌન હતા, હવે ફરીથી બોલવાના છે.
ઉદ્ઘોષણા સાંભળીને લોકો દૂર દૂરથી આવીને ભગવાનનાં ચરણોમાં ઉપસ્થિત થવા લાગ્યાં. દેવોએ સમવસરણની રચના કરી. લોકોએ પહેલી જ વખત ભગવાન પાસેથી અધ્યાત્મ વિષે સાંભળ્યું. તેઓ ધાર્મિક ઉપાસનાની વિધિથી પરિચિત બન્યા, અનેક લોકોએ પોતાને ધર્મની ઉપાસનામાં સમર્પિત કર્યાં.
ભરતનો ધર્મવિવેક
તે સમયે સમ્રાટ ભરતને એક સાથે ત્રણ વધામણીઓ મળી. આયુધશાળામાં અનાયાસે જ ચક્રરત્ન ઉત્પન્ન થયાના સમાચાર તેમને મળ્યા. બીજી વધામણી પુત્રરત્ન ઉત્પન્ન થવાની હતી અને ત્રીજી વધામણી ભગવાન
ભગવાન શ્રી ઋષભદેવ ઘ્ર ૪૧