Page #1
--------------------------------------------------------------------------
________________
રાજરત્ન પૂ.શ્રી અંબાલાલભાઈ દ્વિતિય આવૃત્તિ
(સત્સંગ-સંજીવની)
સો સો વર્ષના વહાણા વહી ગયાં...
પ્રકાશક:
શ્રી સુબોધક પુસ્તકશાળા, ખંભાત.
Page #2
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવ સંસ્થાપિત શ્રી સુબોધક પુસ્તકશાળા - વિભાગ-૧ લોંકાપરી - ખંભાત
*
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
રાજરત્ન પૂજ્ય શ્રી અંબાલાલભાઇ
સત્સંગ-સંજીવની
રાત્રિ વ્યતિક્રમી ગઇ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.’
સો સો વર્ષના વહાણા વહી ગયાં !!!
Aatis
K
29/
શ્રી પુષ્પમાળા
Rex
PLAY B
عاد برابر
“નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઇ છે, પંચ વિષયથી વિરક્ત બુધ્ધિના અંકુરો જેને ફૂટ્યાં છે, કલેશના કા૨ણ જેણે નિર્મૂળ કર્યાં છે, અનેકાંત દષ્ટિયુક્ત એકાંત દષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુધ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઇએ.’’
45) Ah
alplay - ૧. ૮૦
ht
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :
શ્રી સુબોધક પુસ્તકશાળા, 13O51555
લોંકાપરી,
ખંભાત - ૩૮૮૬૨૦
સંપાદકો : આત્માર્થી મુમુક્ષુગણ
કિંમત : રૂ. ૫૦-૦૦
સત્સંગ-સંજીવની
પ્રકાશન વર્ષ :
પરમકૃપાળુદેવની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ સં. ૨૦૪૯ સંસ્થાનો પ્રતિષ્ઠિા દિન :- માહ સુદ ૫ (વસંત પંચમી)
SEE MORE NIPAS
લેસર ટાઇપસેટીંગ : એચ. પરીખ
Foll
INJAL S
પ્રથમ આવૃત્તિ : નકલ - ૧૨૦૦ સં. ૨૦૪૯, વસંત પંચમી દ્વિતિય આવૃત્તિ : નકલ ઃ ૨૫૦૦ સં.
મુદ્રક : અમૃત પ્રિન્ટર્સ,
અમદાવાદ - ૩૮૦૦૦૧. ફોન : ૩૬૯૮૫૨
સહજાનંદ પાર્ક, શાહીબાગ રોડ,
અમદાવાદ - ૪.
આ જ્ઞાન વિભૂષિત ગ્રંથની કોઇપણ રીતે આશાતના ના થાય તેવો ઉપયોગ રાખવો તે જ્ઞાનપૂજન બરાબર છે.
used me
||IFIE
૨૦૫૨ (આત્મસિધ્ધિ શાસ્ત્ર શતાબ્દિ વર્ષ) aap IFPI
ARCH • Go 75PITHI
Ine FIPPY KEE IIN'S
Page #6
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
૩
नमो अरिहंताणं नमो सिद्धाणं
नमो आयरियाणं
नमो उवज्झायाणं
नमो लोए सव्वसाहूणं एसो पंच नमक्कारो
सव्व पावप्पणासणो
मंगलाणं च सव्वेसिं
पढमं हवइ मंगलं ।
नमो जिणाणं जिद् भवाणं
‘જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્ત્પુરુષને ધન્ય છે.
જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યક્ જ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્ દર્શન ક્યાંથી થાય ? સમ્યક્ ચારિત્ર ક્યાંથી થાય ? કેમકે, એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગ પુરુષના અભાવ જેવો વર્તમાનકાળ વર્તે છે. હે . મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.’’
હાથ નોંધ – ૨ – ૫.
ચિદ્ધાતુમય, પરમશાંત, અડગ, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક
પુરુષાકાર ચિદાનંદઘન
તેનું ધ્યાન કરો.
હાથનોંધ - ૧ - ૨૬
Page #7
--------------------------------------------------------------------------
________________
RR RR સત્સંગ-સંજીવની SARARAR)
(સમર્પણ)
- ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા શ્રીમાન્ રાજચંદ્રદેવ શ્રી પરમકૃપાળુ પરમાત્માને :
એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવા સત્પષના અંતઃકરણ, તે જોઇ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.”
- વ. ૨ ૧૩ હે અનંતગુણ ગંભીર જ્ઞાનાવતાર ભગવદ્ !
સં. ૧૯૪૭ ના નૂતન વર્ષના મંગળમય પ્રભાતે અધ્યાત્મ ગગનમાં દેદીપ્યમાન સુર્ય-સરખા આપ, શ્રી સ્થંભતીર્થને આંગણે અમારાં પૂર્વ પુણ્યથી પધાર્યા. અનાદિ કાળથી મોક્ષમાર્ગના અજાણ, અંધકારમાં અથડાતા એવા અમને પ્રકાશસ્વરૂપ આપે નિર્મળ જ્ઞાનજ્યોતિનું દર્શન આપ્યું. ચોથા કાળને વિષે અત્યંત દુર્લભ, અપૂર્વ એવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દર્શન આપે કરાવ્યું. સાક્ષાત્ અનુભવ પ્રાપ્તિથી પ્રગટ સનું ભાન આપી સત્સંગ -ગંગા વહાવી અમને પાવન કર્યા.
એ સત્સંગ-ગંગા વહેતી રાખનાર ‘શ્રી સુબોધક પુસ્તકાલય’ આપના સ્વહસ્તે સ્થાપન કરી આપની કલ્પદ્રુમની શીતળ છાયાનો પરમ વિશ્રામ આપ્યો છે એ આપનો અમ પામર પર અપાર ઉપકાર થયો છે.
તે સત્સંગ-છાયા પ્રત્યે જન્માંતરમાં પણ અમારી દૃઢભક્તિ રહો, એ અમને માર્ગદર્શક થાઓ, એવી નમ્ર પ્રયાચના આપ દયાળુને કરીએ છીએ. - આ પંચમકાળમાં પ્રત્યક્ષ આશ્રય તુલ્ય આપના ‘અક્ષરદેહ' નો પરિચય થતાં સર્વકાળ આપનો સત્યોગ જીવંત રૂપેજ અનુભવાય છે. અતિશયોથી ભરેલાં આપના શ્રીમુખના વચનામૃતોનું પરિચર્યન થતાં અમારા ત્રિવિધ તાપને શાંત કર્યા છે, એ આપની અનંત કરૂણાવર્ષામાં ઝીલી અમે ધન્ય બન્યા છીએ. આપનું અદ્ભુત યોગબળ ત્રિકાળ જયવંત વર્તો. ' હે દીનાનાથ ! અનંત પ્રભાવયુક્ત આપના શુદ્ધ આત્મચરિત્રને અમ જેવા બાળબુદ્ધિ શું જાણી શકીએ ? જે અચિંત્ય સ્વરૂપ યોગિયો, તારા ધ્યાન દ્વારા ગમ્ય કરી શકે છે એવાં, તારા અપાર માહાભ્યને અમારી સામાન્ય મતિથી કેમ સમજી શકાય?
અમે તો ભક્તિભાવે આપના કરૂણામય સ્વભાવને સંભારી આપના પરમ ઉપશમરૂપ ચરણાવિંદમાં નમસ્કાર કરીએ છીએ, અને ભવપર્યત આપની કૃપારૂપ ચરણસેવા માગીએ છીએ.
આપના ગુણગ્રામરૂપ આ ભક્તિ-ભેટશું આપના યુગલ પાદપામાં સમર્પણ કરીએ છીએ. અમે છીએ,
આપના આશ્રિત સેવકો.
શ્રી સુબોધક પુસ્તકશાળા, લોંકાપરી, ખંભાત.
Page #8
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ
સંવત ૧૯૫૭
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
GRESS // સત્સંગ-સંજીવની
)
(પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના) સરકાર
શ્રી સદ્ગુરૂ ચરણાય નમઃ અહો ! આપનું નિરાવરણ જ્ઞાન ! અહો ! આપના વચનાદિ યોગનો ઉદય !
તો અહો ! તે અમૃત વચનો ઝીલી મુમુક્ષુજનો ઉપર પરમ ઉપકાર કરનાર મુમુક્ષુ શિરોમણી પૂ. શ્રી અંબાલાલભાઇ !
અત્યાર સુધીમાં પ્રગટ થયેલા પરિચયો તથા પત્રોથી પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધાવત મુમુક્ષુઓને પ્રેમભક્તિનિષ્ઠા બળવાન થવાનું ઘણું ઘણું નિમિત્ત બન્યું છે, તેમ છતાં અપ્રગટ લખાણ પણ ઘણું છે. તે સંશોધન કરી આ સંકલનરૂપ ગ્રંથ આત્માર્થી બંધુઓનાં કરકમળમાં મૂક્તાં અમોને પરમ હર્ષ થાય છે, તે પરમકૃપાળુદેવ પ્રત્યે, આપણા આરાધ્ય દેવ પ્રત્યે - અનન્ય આશ્રય ભક્તિ ઉત્પન્ન કરનાર થાઓ. - આ પુસ્તકમાં મુખ્યત્વે, પરમ પૂજ્યશ્રી અંબાલાલભાઇએ પરમકૃપાળુદેવ પ્રત્યે લખેલા પત્રો, મુમુક્ષુઓ ઉપર લખેલા પત્રો, મુમુક્ષુઓએ પૂ. શ્રી અંબાલાલભાઇ પ્રત્યે લખેલા પત્રો તથા પૂજ્ય શ્રી અંબાલાલભાઇના પવિત્ર સમાધિ મરણનું વૃત્તાંત છે. તેમજ બીજા અન્ય અપ્રગટ પરિચયો, અવધાન સમયના અપ્રગટ કાવ્યો, પૂજ્ય પ્રાતઃ સ્મરણીય દેવમાતા સંવત ૧૯૭૦ની સાલમાં ખંભાત પધારેલા તે વખતે તેઓએ લખાવેલી નોંધ વગેરે છે, જે સર્વનો અનુક્રમણિકા ઉપરથી સુજ્ઞ વાચકને ખ્યાલ આવશે.
આ કાળના મુમુક્ષુઓ ઉપર પૂજ્ય શ્રી અંબાલાલભાઇનો કેટલો ઉપકાર છે તે વાણીથી વર્ણવવું અશક્ય છે. પરમકૃપાળુદેવે જ જ્યારે એક યા બીજા પ્રકારે તેમને બિરદાવ્યા છે, તે યાદ કરી, સંભારી પાવન થઇએ.
અહો! અનંત ભવના પર્યટનમાં કોઇ સત્પષના પ્રતાપે આ દશા પામેલા એવા આ દેહધારીને તમે ઇચ્છો છો, તેની પાસેથી ધર્મ ઇચ્છો છો..........”
- તમારા સમાગમનો ઈચ્છક (વ. ૧૩૯) ‘‘અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે, આપ તેની વિદ્યમાનતાએ પત્રનું અવલોકન
(વ. ૧૭૨) | “તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઇચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો (એક અંબાલાલ સિવાય) કોઇ અંશ જણાવ્યો નથી; અને જે માર્ગ પામ્યા વિના કોઇ રીતે જીવનો છૂટકો થવો કોઇ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઇ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે.”
(વ. ૧૭૩)
કરશો.....”
Page #11
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથની પ્રસ્તાવનામાંથી
IIT
“શ્રીમદ્ભુની વિદ્યમાનતામાં તેઓના પરમભક્ત ખંભાતના ભાઇ શ્રી અંબાલાલ લાલચંદે શ્રીમદ્જીની અનુમતિથી મુમુક્ષુઓ પ્રત્યે લખાયેલા પત્રો તથા અન્ય લખાણોનો સંગ્રહ કરેલ, તેમાંથી પરમાર્થ સંબંધીનાં લખાણોનું પુસ્તક શ્રી અંબાલાલભાઇએ તૈયાર કર્યું. તે પુસ્તક શ્રીમદ્ભુ પોતે તપાસી ગયા, અને તેમાં પોતાના હાથે કેટલાક સુધારા વધારા કર્યા છે.
આ આત્મસાધન (શ્રી વચનામૃતજી) આપણને પ્રાપ્ત થયું છે તે સંગ્રહી, શ્રી અંબાલાલભાઇએ સાધક વર્ગ ઉપર પરમ ઉપકાર કર્યો છે.
પરમકૃપાળુદેવના વિદ્યમાનપણામાં પરમ ભક્તિથી ચરણસેવાનો લાભ પામનાર, રાત-દિવસ ખડે પગે સેવા આપનાર પૂ. શ્રી અંબાલાલભાઇ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના અવતરણને નિહાળનાર પણ પોતે જ, તેમજ પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઇના સમાધિ મરણના પરમ ભાગ્યવંત સાક્ષી પણ તેઓ જ.''
આપણા જેવા પામર મનુષ્યો કૃપાળુની કૃપાના પાત્રોને શું વર્ણવી શકે? તે કાળના અને વર્તમાન કાળના પરમ મુમુક્ષુઓના ઉપકારને સંભારી આપણે આપણું ઉપાદાન નિર્મળ કરીએ, તે જ પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે નતમસ્તકે નમ્ર પ્રાર્થના છે.’’
આ સંશોધન ક૨વામાં શ્રી સુબોધક પુસ્તકશાળાના જે જે મુમુક્ષુઓએ તન, મન, ધનથી જે ફાળો આપેલ છે તે સર્વેના અમો આભારી છીએ, તેમજ ખાસ કરીને સં. ૨૦૪૭ના ચાર્તુમાસ દરમિયાન પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજસાહેબો, પૂ. શ્રી પુષ્પાશ્રીજી મ.સા., પૂ. શ્રી ભાવપ્રભાશ્રીજી મ.સા. તથા પૂ. શ્રી રાજપ્રભાશ્રીજી મહારાજ સાહેબોએ કાળજી લઇ આ કાર્ય જાતે ઉપાડી-પોતાની નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વિના જે મહેનત લઇ આ સંકલન તૈયાર કરાવરાવ્યું છે, તે માટે તેઓશ્રીના અમો ઘણા ઋણી છીએ.
અંતમાં આપણ સર્વેને પૂ. શ્રી અંબાલાલભાઇ જેવી ભક્તિ, સમર્પણતા, આજ્ઞાધીનતા પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી આ પુસ્તકમાં પૂ. શ્રી સુખલાલભાઇ છગનલાલે પૂ. શ્રી અંબાલાલભાઇને કાગળમાં જે ભક્તિસભર ઉદ્ગારો લખેલ છે તેની સ્મૃતિ કરી આ પ્રસ્તાવના પૂર્ણ કરીએ છીએ.
ન
અમે તે ભક્તોને, તેઓશ્રીની ભક્તિને, તેઓશ્રીના ચરણને નમસ્કાર કરીએ છીએ, વારંવાર વંદીએ છીએ, તેનું ધ્યાન સ્વરૂપ વિચારીએ છીએ, કારણ કે પ્રભુએ તો માત્ર ચૈતન્યને, ચૈતન્યમય શુદ્ધ સ્વરૂપ કરી દીધું છે. પણ આ ભક્તે તો હદ કરી છે. કારણ કે આ ભક્તે તો સર્વ અર્પણ કરી દઇ, પોતાનું ન માનીને, પ્રભુના શરીરને, પ્રભુના વિચારને, અરે ! તેનું સ્વરૂપ અને તેના જ્ઞાનમાં જે સમાયું છે તે સર્વને એક પ્રભુરૂપ સ્વિકારી, આત્માના શુદ્ધ સ્વરૂપમાં ગાળી, એક ચૈતન્ય સ્વરૂપ, પરમ પ્રેમરૂપ, અખંડપણે સ્વિકાર્યું છે. એક અભેદભાવે ભક્તિ કરનાર તે પરાભક્તિના પાત્ર, ભગવાનના અનન્ય સ્વરૂપને વંદીએ છીએ.
સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
વસંતભાઇ ચી. શાહ. ભાવનગર
Page #12
--------------------------------------------------------------------------
________________
લિE REFERE) સત્સંગ-સંજીવની
) VESM)))
(દ્વિતીયાવૃત્તિની પ્રસ્તાવના)ના દાવા પર રિક
ના || ૐ તત્ સત્ // “જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી, તે સત્યુરૂષનાં વચન અને બોધ માટે કંઈપણ નહીં કહી શકતા તેનાંજ વચનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રશક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.” - વ. પર
“અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્ દર્શનને નમસ્કાર” - વ. ૮૩૯
“સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે.” - વ. ૯૧૫
અનંત અનંત ઉપકારી પરમ કરૂણાસાગર પરમ કૃપાળુ ભગવંતના અણમોલ વચનો કે જેને માટે પ.પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈએ જણાવેલ કે મારું ચાલે તો તેને હીરા રત્નથી મઢાવું તેવી ભવ્યભાવના જેમની હતી, તેવી અદ્ભુત વાણી-વચનોની ધારાને, જેમ શ્રી તીર્થંકર ભગવંતની વાણીને શ્રી ગણધર ભગવંતોએ ઝીલીને તેને શ્રી આગમમાં ગૂંથી, તેવી જ રીતે આ પરમપુરુષ પ્રભુ રાજચંદ્રજીની મેઘધારા જેવી વાણીને અખંડ રસથી, પૂર્ણ પ્રેમથી શ્રી રાળજ, શ્રી વડવા, શ્રી કાવીઠા, શ્રી નડીયાદ વિ. અનેક નિવૃત્તિ ક્ષેત્રોમાં અનંત અનંત પ્રેમ એક એક વચનને ઝીલીને, સંગ્રહ કરીને, સાચવીને તેને અક્ષરદેહ આપવાનું ભગીરથ મહાન કાર્ય ભક્તરત્ન એવા પૂ.શ્રી. અંબાલાલભાઈએ કરેલ છે. આ રીતે વર્તમાન અને ભાવી મુમુક્ષુ આત્માઓ કે જે ભવભ્રમણમાંથી મુક્ત થવા ઈચ્છે છે તેમના સુધી પહોંચાડી, આપણા સર્વ ઉપર જેનો પ્રત્યુપકાર કોઈ રીતે ન વાળી શકાય તેવો પરમ ઉપકાર કર્યો છે.
પરમકૃપાળુ ભગવંતે શ્રી મુખે જેમને માટે મહોર મારી હતી, અને જેમની સ્મરણ શક્તિ તથા વૈરાગ્યની પ્રશંસા કરી હતી તેવા પૂ.શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુ ભગવંતના મુમુક્ષુઓ પર આવેલા પત્રોને મંગાવી, તેને સુંદર મરોડદાર મોતીના દાણા જેવા અક્ષરોમાં ઉતારી લઈ, તેને વ્યવસ્થિત જાળવીને, તેનું સુંદર સંકલન કરીને અદ્ભુત ભગીરથ કાર્ય કર્યું છે જે કારણે આજે આપણે શ્રી વચનામૃતજીરૂપે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની મહાન ભેટ મેળવવા પરમ પરમ ભાગ્યશાળી થયા છીએ. જે વચનામૃતજી આજે પરમકૃપાળુ ભગવંતના અક્ષરદેહરૂપે ભારતભરમાં ખૂણે ખૂણે તથા વિદેશમાં અમેરીકા, ફ્રાન્સ, આફ્રિકા, રશીયા, ઈંગ્લેન્ડ વિ. દેશોમાં પણ અનેક અનેક આત્માઓને માટે અણમોલ ભાથું બની રહ્યા છે. તેમજ અનેક મુમુક્ષુ આત્માઓ તેનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરતાં તેમના હૃદયો ભીંજાઈ જઈ રાજરસથી તરબોળ બની રહ્યા છે, અને શ્રી વચનામૃતજીના ઉપકારથી અનેકને પોતાના ભવ ભ્રમણનો અંત લાવવા માટે અદ્ભુત સહાયક થઈ રહ્યા છે. તો તે માટે શ્રી ભક્તરત્ન પૂ. અંબાલાલભાઈના ઉપકારની ફરી ફરી સ્મૃતિ થાય છે.
પૂ. અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવનો સીધે સીધો બોધ અંતરમાં ઝીલતાં ઝીલતાં પ.કૃ.દેવની અદ્ભુત અંતરદશાના દર્શન કર્યા. તેમજ પ્રભુએ માર્ગનો મર્મ પૂર્વના સંસ્કારી અને સત્પાત્ર એવા પૂ. અંબાલાલભાઈને જણાવી દીધો. ૫.ક.દેવની અદ્દભુત અંતરદશાના દર્શન થતાં આપણને કોણ પુરુષ મળ્યા છે તેની સમ્યકુપ્રતીતિ આપી અને તેમના પ્રત્યે અચળ પ્રેમ અને સમર્પણતા ઉત્પન્ન થયાં.
પ.કૃ.દેવનો બોધ ઝીલતાં ઝીલતાં તેમણે એ વાત ઝીલી કે - (ઉ. છાયા પાના ૬૯૧માં) “વેદાંત વિષે આ
Page #13
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
કાળમાં ચરમ શરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી જીવ થાય છે. આ કંઈ
થોડી વાત નથી, કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વા૨ નથી. સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરુષની દશા, વૃત્તિઓ કેવી હોય ? અનાદિની ઘણી જ વૃત્તિઓ શમાઈ ગઈ હોય છે, અને એટલી બધી શાંતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્વેષ બધા નાશ પામવા યોગ્ય થયા છે. ઉપશાંત થયા છે.’’
તેવી જ રીતે પૂ.શ્રી અંબાલાલભાઈ પ.કૃ.દેવના અંતરનો મર્મ એવો પકડી લેતા હતા કે દા.ત. આત્મસિદ્ધિજી ગાથા ૧૦૫....
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.
તે ગાથાના ભાવ સ્પષ્ટ કરતાં અર્થ પૂરતાં તેઓ જણાવે છે કે અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત તે સાધન અધૂરાં રહ્યા તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય તેથી, સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે, પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ, ‘સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય' એમ શ્રી જિને કહ્યું છે, અને ‘જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય’. અત્રે તે વાતનો વિરોધ નથી આમ જણાવી પ્રભુની વાત ઝીલી પ્રભુના અંતરના મર્મને તેઓ બરાબર પારખી ગયા હતા. આવા હતા એ પૂ.શ્રી અંબાલાલભાઈ.
તેવી જ રીતે ગાથા ૧૧૩ - કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
તેનો અર્થ પૂરતાં તેઓ જણાવે છે કે સર્વઆભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ દેહ છતાં જ અત્રે અનુભવાય છે. આમ કહી પરમકૃપાળુ ભગવંતની વર્તતી અંતરદશાના તેઓશ્રીએ અદ્ભુત દર્શન કરાવ્યાં છે.
તેમજ મુમુક્ષુભાઈઓ પર પત્ર લખતાં, આપણને આવા પરમપુરુષનો જોગ મળ્યા પછી આપણી અંતર સ્થિતિ કેવી પલટાવી જોઈએ, દોષો કેવા મંદ પડવા જોઈએ અગર જવા જોઈએ તેનું આબેહુબ સચોટ રીતે પ્રશ્નો ઊભા કરીને અંતરમાં ડોકિયું કરાવ્યું છે, હૃદયના તાર જગાડયા છે. સૌને પોતાની અંતરસ્થિતિ તરફ લક્ષ આપવા પ્રેરણા કરી છે કે આવા પરમપુરુષનો બોધ મળ્યા પછી આપણા આત્માની શું દશા વધારી ? સંસારને કેવી રીતથી ખોટો ધાર્યો ? ક્રોધ કેટલો ઓછો કર્યો ? માયાનો કોઈ ભાગ કમી થયો કે કેમ ? આપણે માનને વધાર્યું કે ઘટાડ્યું ? આપણા ગજા મુજબ કેવી ઉદાર વૃત્તિ થઈ ? આમ અનેકાનેક પ્રકારે પ્રશ્નો ક૨ી અંતર નિરિક્ષણ કરાવ્યું છે.
તેમજ જ્ઞાની પુરુષનાં દર્શન કરતાં, તેમની દશા વિચારતાં દોષોને હડસેલી કાઢી કેવી પરમોત્કૃષ્ટ દશા પ્રાપ્ત કરી છે- તે (સત્સંગ સંજીવની પાન ૧૪૭/૧૪૮ પ્ર.આ.) વાંચતાં-વિચારતાં ખ્યાલ આવે છે.
તેવીજ રીતે વ.માં ઉપદેશ છાયા ૩/પાન ૬૮૭માં જણાવેલ છે કે “સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ ? તેમ પ્રશ્ન ઊભો કરીને જણાવ્યું છે કે સત્સંગ થયો હોય તે જીવની કેવી દશા થવી જોઈએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહી. જીવના વર્તનથી લોકોમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ સત્પુરુષ છે, અને તે સત્પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે
Page #14
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં.’’
તેમજ ઉપદેશ છાયા ૪ પાન ૬૮૭૬૮૮માં ‘“સમ્યગદૃષ્ટિ હર્ષ-શોકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહી. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં, અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવે તરત જ દાબી દે, બહુ જ જાગૃતિ હોય. જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષ શોક થાય નહીં..... જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે.’ એમ પ.કૃ. ભગવંતના ગુણ નીરખીને દર્શન કરાવે છે.
પૂ. અંબાલાલભાઈ પ.કૃ. ભગવંતના યોગમાં ૧૯૪૬ થી ૧૯૫૭ સુધી રહ્યા; તેઓને પોતાના આરાધ્યદેવ તરીકે સ્વીકાર્યા. પૂ. અંબાલાલભાઈની દશા કેવી થઈ છે તે પ.કૃ. દેવ ઉપરના એક પત્રમાં પોતે જણાવે છે કે – હે પ્રભુ પરમકૃપાળુનાથ ! પરમ પવિત્ર ગોપાંગનાઓ જેવી ચિત્તની વૃત્તિ ક્યારે થશે ? તેના જેવો શ્રીમદ્ શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આ આત્માનો શ્રીમાન્ રાજચંદ્રજી પ્રભુ પ્રત્યે ક્યારે થશે ?.... શ્રીમાન પરમ પુરુષોત્તમ પ્રભુનું શરણ જ શ્રેષ્ઠ છે.... આમ અદ્ભુત ભાવો પોતાના અંતરના પ્રભુ પ્રત્યે જણાવ્યા છે.
Ochiph Flacc
આવા પૂ. અંબાલાલભાઈએ પ્રભુ પ્રત્યેની સમર્પણતાથી, તેમની પરમ આશ્રયભક્તિથી એવી સ્થિતિ પ્રાપ્ત કરી કે પોતાના અંતિમ સમયે, ગમે તેવી અસહ્ય વેદનીમાં પણ પોતે પોતાના અંતરાત્મા ભણી વળી અંતરમુખ થઈ ગયા ને વેદનીની ફરિયાદ કે તેવું કાંઈ જ કર્યું નહી ને પ્રભુમાં ચિત્તવૃત્તિ રાખીને અપૂર્વ એવું સમાધિમરણ પ્રાપ્ત કર્યું,
આવા પૂ. અંબાલાલભાઈ પરમ ભક્તાત્માને શત શત વંદન કરીએ,
મહેન્દ્રભાઈ ઉત્તમભાઈ ભાવનગરવાળા શ્રી વવાણીયા
15
120
1):13: _');
કે જ્ઞાતપુત્ર ભગવન્ ! કાળની બલિહારી છે. આ ભારતના હીનપુણ્યી મનુષ્યોને તારું સત્ય, અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય ? થવામાં આવાં વિઘ્નો ઉત્પન્ન થયાં; તારાં બોધેલાં શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યાં, કેટલાંક સમૂળગાં ખંડયાં. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા તેથી કટાક્ષદૃષ્ટિએ લાખો ગમે લોકો વળ્યાં; તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાંખી દીધી. એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું.
શાસનદેવી ! એવી સહાયતા કંઇ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું, -ખરા પુરુષો દર્શાવી શકે. સર્વોત્તમ નિગ્રંથ પ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ !! તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી. (અંગત)
૧. ૭૫૪
શ્રીમદ્ રાજચંદ્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
Sિ S S SYS સત્સંગ-સંજીવની ) SS SS ()
(પ્રકાશકીય નિવેદન) - શ્રી સુબોધક પુસ્તકશાળા ટ્રસ્ટમંડળ ગૌરવ સાથે જણાવતાં આનંદ અનુભવે છે કે અમારા સમાજના સદ્ભાગ્યે, અમારા આમંત્રણને માન આપી સંવત ૨૦૪૭ની સાલમાં પૂ. શ્રી સાધ્વીજી મહારાજ સાહેબો ઠાણાય પૂ. શ્રી પુષ્પાશ્રીજી મહારાજ સાહેબ, પૂ. શ્રી ભાવપ્રભાશ્રીજી મહારાજ સાહેબ, પૂ. શ્રી રાજપ્રભાશ્રીજી મહારાજ સાહેબ ખંભાત શ્રી સુબોધક પુસ્તકશાળામાં પધારી ચાતુર્માસ સ્થિરતા કરી, શ્રી સમાજના મુમુક્ષુ ભાઇઓ, બહેનોને ધાર્મિક ક્ષેત્રે ખૂબજ પ્રેરણા આપી, માર્ગદર્શન આપી આત્મકલ્યાણ કરવા પ્રત્યે પ્રેર્યા. ભગવાન પરમકૃપાળુ દેવશ્રી પ્રત્યે વીતરાગ માર્ગ પ્રત્યે વિશેષ શ્રદ્ધા-ભક્તિ દઢ કરાવવા પ્રયત્ન કરી, અનુભવ દ્વારા ખૂબજ લાભ આપ્યો છે. જેનો સમાજના ભાઈ બહેનોએ યથાશક્તિ લાભ લીધો છે, જે તેઓશ્રીનાં ઉપકારને સંભારી અમો તેઓશ્રીને તથા તેઓશ્રીનાં ગુણોને નમસ્કાર કરીએ છીએ.
“ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ”. -શ્રીમદ્ રાજચંદ્રજી.
અમોને એ જણાવતાં ખૂબજ આનંદ થાય છે કે પૂ. શ્રી સા. મહારાજ સાહેબોએ શ્રી શાળામાં શ્રી જ્ઞાનમંદિરના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરતાં ભગવાન પરમકૃપાળુદેવશ્રીનાં શુભ હસ્તે મુમુક્ષુ ભાઇઓ પ્રત્યે લખાયેલા પત્રો સ્યાહૂ વચનો તેઓશ્રીને હસ્તગત થયાં. જે તેઓશ્રીએ શ્રી સમાજને અર્પણ કર્યા. શ્રી પર્યુષણ પર્વ દરમિયાન શ્રાવદ વદ ૧૩ના રોજ શ્રી સમાજના ભાઇઓ, વ્હેનો, બાળકોએ અપૂર્વ ભક્તિભાવપૂર્વક તે શુભ પત્રોનું ખૂબજ બહુમાન કરી, વાજતે-ગાજતે, ભક્તિ સહિત શ્રી સુબોધક પુસ્તકશાળામાં પ્રદક્ષિણા ફરી ખૂબજ બહુમાનપૂર્વક સ્થાપના કરી, જેનો અપૂર્વ લાભ પૂ. શ્રી મોટાભાઇ (પૂ. શ્રી ભોગીભાઇ) નાં પરિવારે હા. શ્રી નવીનભાઇએ ખૂબજ ઉલ્લાસ, ભક્તિભાવ તેમજ હર્ષનાં અશ્રુ સાથે રૂા. ૬૨૫OO/- માં ઉછામણી બોલી જ્ઞાનભક્તિનો લ્હાવો લીધો, સાત્ વચનો-પત્રોનું ખૂબજ બહુમાન કર્યું અને વાજતે-ગાજતે પૂ. શ્રી મહારાજ સાહેબોની સાનિધ્યમાં પૂ. શ્રી મોટાભાઈનાં નિવાસસ્થાને જઇ પધરાવ્યા. ત્યાં સમાજના સભ્યોએ ઉલ્લાસિત ચિત્તે શ્રી જ્ઞાનભક્તિની આરાધના કરી, અને બીજે દિવસે શ્રી શાળામાં લાવીને યથાસ્થાને પધરાવવામાં આવ્યા. જ્ઞાનનું બહુમાન કરીને જ્ઞાનાવરણીય કર્મો ખપાવવાની ઉત્તમ તક શ્રી નવીનભાઇએ તથા તેમના પરિવારે પ્રાપ્ત કરી સાતિશય પુણ્ય ઉપાર્જન કર્યું. અને બીજા મુમુક્ષુ ભાઇઓ, બહેનોને પણ સાથે રાખી - ભક્તિભાવ કરાવવામાં નિમિત્તરૂપ બની સપુણ્ય પ્રાપ્ત કરાવવામાં તેમજ જ્ઞાનાવરણીય કર્મો ખપાવવામાં સહાયભૂત થયા. અમો પૂ.શ્રી મોટાભાઇનાં પરિવારનો અત્યંત આભાર માનીએ છીએ.
આપ મુમુક્ષુગણને જણાવતાં અમોને ખૂબજ આનંદ થાય છે કે ભગવાન પરમકૃપાળુદેવશ્રીના ભક્તરત્ન પૂજ્ય શ્રી અંબાલાલભાઇના પત્રોનું સંકલન “રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઇ (સત્સંગ-સંજીવની)” ગ્રંથરૂપે બહાર પાડતાં અમોને સંતોષ સાથે ખૂબજ આનંદ થાય છે, જેમાં પરમ ભક્તરત્ન પૂજ્યશ્રી અંબાલાલભાઇએ ભગવાન પરમકૃપાળુદેવશ્રી પ્રત્યે લખેલ પત્રોનો સંગ્રહ છે. તે સિવાય ભગવાન પરમકૃપાળુદેવશ્રીએ પૂ. શ્રી અંબાલાલભાઇ પ્રત્યે લખેલ હસ્તાક્ષરનાં નમૂનારૂપ પત્રો પણ છે તથા ખંભાતના વડીલ મુમુક્ષુઓ જેઓ ભગવાનના પરિચયમાં આવી દર્શન-સેવાનો લાભ પામ્યા હતા, તેઓશ્રીનાં ફોટાઓ સાથે ટૂંકમાં પરિચય નોંધો આપેલ છે, તથા અન્ય ઉપકારી સાહિત્ય પણ છે.
આ તમામ સાહિત્ય એકત્રિત કરવામાં-સંશોધન કરવામાં પૂ.શ્રી સાધ્વીજી મહારાજ સાહેબોનો મુખ્ય ફાળો છે. જેનો લાભ પરમકૃપાળુદેવશ્રીનાં આશ્રિત એવા મુમુક્ષુ ભાઇ-બહેનોને મળે તેવી તેમની શુભ ભાવના
Page #16
--------------------------------------------------------------------------
________________
SYS S SYS સત્સંગ-સંજીવની SR SERBIA ()
હતી જે આજે પુસ્તક-પ્રકાશનરૂપે સાકાર થઇ છે. આ ગ્રંથના પ્રકાશનથી અમો ગૌરવ અનુભવીએ છીએ અને પૂ. સાધ્વીજી મહારાજ સાહેબનો અતિ ઉપકાર ગણી હંમેશને માટે તેમના ઋણી રહીશું.
આ પવિત્ર ગ્રંથનું મુદ્રણ કરનાર શ્રી હેમંતભાઇ પરીખ તથા શ્રી હસમુખભાઇ પરીખનો ટ્રસ્ટમંડળ ખૂબ ખૂબ આભાર માને છે. પ્રેસ મુદ્રણ દોષ કે ભાષા શુદ્ધિ માટે અમારું ધ્યાન દોરશો તો આપના આભારી થઇશું અને પુનઃમુદ્રણમાં તેને સુધારી લઇશું. જો કે અસલ મળી આવેલ પત્રોની જ ભાષામાં આ પત્રો છપાયેલ છે. એટલે ક્યાંક ભાષા દોષ પણ લાગે તેનું વાચક પ્રત્યે ધ્યાન દોરીએ છીએ.
આ પવિત્ર ગ્રંથના પ્રકાશન માટે દાતાઓએ પોતાની શુભ ભાવનાની સ્મૃતિરૂપે જે કાંઇ દાન આપેલ છે તે બદલ સંસ્થા તેમનો ખુબ ખુબ આભાર માને છે. આ દાનથી પોતે જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરી રહ્યા છે અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી રહ્યા છે, તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
આ બીજી આવૃત્તિના પ્રકાશન સમયે નવું સાહિત્ય ઉપલબ્ધ થતાં પ્રથમ આવૃત્તિના બીજા વિભાગના સ્થાને એટલા જ પેજનું નવું લખાણ યથાસ્થાને ગોઠવવામાં આવ્યું છે. જેમાં ઉપકાર સ્મૃતિ, પૂ.શ્રી અંબાલાલભાઈએ પ.કૃ.દેવ ઉપર લખેલ પત્રો, ૫.ક.દેવ પ્રત્યે લખાયેલ મુમુક્ષભાઈઓના પત્રો, ૫.કૃ.દેવના પરિચયના સાંભળેલ પ્રસંગો, પૂ. શ્રી અંબાલાલભાઈએ પ.કૃ.દેવનું લખેલ જીવન-વૃત્તાંત (અપૂર્ણ), નવા અપ્રસિદ્ધ અવધાન કાવ્યો, પૂ.શ્રી અંબાલાલભાઈએ મુમુક્ષભાઈઓ ઉપર લખેલ પત્રો, પૂ.શ્રી અંબાલાલભાઈએ પાંચ સ્તવનના કરેલ અર્થ, મુમુક્ષભાઈઓએ પૂ.શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલ પત્રો, ૫.કૃ.દેવના દેહોત્સર્ગ નિમિત્તે મુમુક્ષુઓની વિરહવેદના, પૂ.શ્રી અંબાલાલભાઈએ કરેલ શ્રી આત્મસિદ્ધિજીના છયે પદ સંબંધી કરેલ સંક્ષેપ અર્થ, તેમજ વિશિષ્ટ પ્રબંધ રચના (જેમાં તેમની ભવ્ય ભાવનાના દર્શન થાય છે.) પ.પૂ.દેવકરણજી મ.સા.ની અંતિમ દશાનું ચિત્ર, આ નવું સાહિત્ય સંશોધન કરવામાં પૂ. સાધ્વીશ્રી ભાવપ્રભાશ્રીજી મ. સાહેબનું અમૂલ્ય યોગદાન મળ્યું છે. જે બદલ લાભ લેનાર મુમુક્ષુ આત્માઓ તેમના અત્યંત ઋણી રહેશે.
મુમુક્ષુઓના આજીવન પથદર્શક પૂ. શ્રી. મોટાભાઈ શ્રી સુબોધક પુસ્તકશાળામાં પૂ. શ્રી મોટાભાઇ (પૂ. શ્રી ભોગીભાઇ) નો અગત્યનો સક્રિય ફાળો હતો. સંસ્થામાં તેઓશ્રી નિષ્ઠાવાન કર્મયોગી કાર્યકર હતા. તેઓએ પોતાને સંઘ-સેવક તરીકે સ્વીકાર્યા હતા અને આ સંસ્થામાં ઘણો સમય સેક્રેટરી પદે રહી શ્રી સમાજની ખૂબજ કાર્યકારી સેવા કરી હતી. તેઓશ્રી ભગવાન પરમકૃપાળુદેવશ્રીનાં માર્ગ પ્રત્યે-વીતરાગ માર્ગ પ્રત્યે અત્યંત ભક્તિ ધરાવતા હતા અને ઘણાંજ મુમુક્ષુઓને પ્રેરણારૂપ માર્ગદર્શક બન્યા હતા.
સંસ્થાના કોઇપણ મુમુક્ષુ ભાઈ યા બહેન વ્યવહારિક રીતે કે આર્થિક રીતે મુંઝવણ ન અનુભવે તેવી અંતરમાં નમ્રભાવ સાથે લાગણી રાખતા હતા અને આવી મુંઝવણ અનુભવતા કોઇને પણ આડકતરી રીતે બીજાને પ્રેરણા કરીને પણ સહાયક થતા હતા.
- તેઓશ્રીએ આ સંસ્થામાં “શ્રી સ્વયં વિદ્યોત્તેજક યુવક મંડળ” સ્થાપી, સભ્યોને માર્ગદર્શન આપી, ધર્મ પ્રત્યે વાળવા પ્રયત્નો કર્યા હતાં, જેનો કેટલાક યુવાન સભ્યોએ સક્રિય લાભ લીધો હતો. તેઓ તેમના ઉપકારને આજે પણ સંભારી ધન્યતા અનુભવે છે.
તેઓશ્રી બહેનોને - મહિલા મંડળના સભ્યોને પણ ખૂબજ માર્ગદર્શકરૂપ હતા અને અવારનવાર મહિલામંડળમાં જઇ, પ્રેરણારૂપ માર્ગદર્શન આપતા હતા અને શ્રી વચનામૃતજી – શ્રી મોક્ષમાળા આદિ પવિત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
ડિ) S SYS S સત્સંગ-સંજીવની SEARCH (9
પુસ્તકોનું સાંચન કરતા રહે તે માટે પ્રસંગે પરીક્ષાઓ પણ લેતા હતા. જે તેઓશ્રીનો ઉપકાર બહેનો આજે પણ યાદ કરે છે. - ભગવાન પરમકૃપાળુદેવશ્રી પ્રત્યે - વીતરાગ માર્ગ પ્રત્યે અત્યંત શ્રદ્ધા-ભક્તિ ધરાવતા હતા, અને બીજા મુમુક્ષુ ભાઇઓ, બહેનોને શ્રી સ્વાધ્યાય દ્વારા અપૂર્વ માર્ગદર્શન આપી શ્રદ્ધા-ભક્તિમાં સ્થિરતા કરાવતા હતા. ઘણાંજ વર્ષો સુધી ચક્ષુઓની તકલીફના કારણે તેઓશ્રી પોતાના નિવાસસ્થાને બે ટાઇમ શ્રી સ્વાધ્યાય આપતા હતા. જેમાં સમાજમાંથી કેટલાક ભાઇઓ, બહેનોને તથા બહારગામથી પધારતા ઘણા મુમુક્ષુ ભાઇઓ, બહેનોને શ્રી વચનામૃતજી દ્વારા પરમાર્થ સહાયક માર્ગદર્શન આપી આત્મહિત કરાવવામાં પરમ સહાયકરૂપ થતા હતા.
- પરમ પૂજ્યશ્રી અમૃતભાઇ પાસેથી શ્રી વચનામૃતજીનું આરાધન કઈ રીતે કરવું, જે તેઓશ્રી પાસે ઘણાંજ વર્ષોના પરિચયમાં રહી, પૂ. શ્રી ભાઇનો અપૂર્વ લાભ-માર્ગદર્શન મેળવી, પોતે લક્ષગત કરી બીજા મુમુક્ષુ ભાઇઓ, બહેનોને માર્ગદર્શન આપતા રહેતા હતા. તે રીતે શ્રી સમાજ ઉપર પરમાર્થિક રીતે ઘણાજ ઉપકારી હતા. તેઓશ્રીનાં ઉત્તમ ગુણો યાદ આવે છે. તેઓશ્રીનાં ગુણો પ્રત્યે પ્રમોદભાવ લાવી, તેઓશ્રીનાં પવિત્ર આત્માને નમસ્કાર કરી, શ્રદ્ધાંજલી અર્પીએ છીએ.
તેઓશ્રી કોઇપણ કાર્ય ધાર્મિક, પારમાર્થિક કે વ્યવહારીક હોય પરંતુ ટાઇમના, નિયમિતતાના ખૂબજ આગ્રહી હતા અને તે જ રીતે તેઓશ્રીની કાર્યવાહી જીવનભર રહી હતી. શ્રી સ્વાધ્યાયમાં ખૂબજ સ્થિરભાવે રહી એક આસને સ્થિરતાપૂર્વક બેસતા હતા, જે તેમની એકનિષ્ઠા દર્શાવે છે.
તેઓશ્રી ધર્મને નામે ખોટા આગ્રહો, હેતુ વગરની ક્રિયા પ્રત્યે ખુબજ ઉદાસીન હતા, અને શ્રી વચનામૃતજીમાંથી અપૂર્વ ભાવો પ્રકાશી શ્રી રાજ-ભગવાન પ્રત્યે - વીતરાગ માર્ગ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિભાવમાં સ્થિરતા કરાવતા હતા. જે સમાજ માટે ઘણાજ હિતનું કારણ બન્યું હતું.
પુ. પિતાશ્રી જગજીવનદાસ સ્વરૂપચંદ તથા માતૃશ્રી મણીબેન જગજીવનદાસનો જ્ઞાન સંસ્કાર-વારસો ૫. શ્રી મોટાભાઇને બાળપણથી મળ્યો હતો, જે પરમકૃપાળુદેવના જ્ઞાનમય શ્રી વચનામૃત થકી પ્રકાશિત થઇ પરમકૃપાળુદેવશ્રીની કૃપાથી સર્વત્ર સુવાસિત થયો. આ પૂ. શ્રી ભોગીભાઇ (પૂ.શ્રી મોટાભાઇ) એ અપૂર્વ આરાધના સહિત સમાધિપૂર્વક સંવત ૨૦૪૬ ફાગણ વદ ૭ તા. ૧૯-૩-૯૦ ના રોજ નશ્વર દેહનો ત્યાગ કર્યો. ધન્ય તે પવિત્ર આત્માને, તેમના પવિત્ર ગુણોને નમસ્કાર.
અમૃતલાલ જે. શાહ
પ્રમુખશ્રી શ્રી સુબોધક પુસ્તકાલય.
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્
મનવારી
શ્રી સુબોધક પુસ્તકશાળા જૈન વાડી - વિભાગ-૨ લોંકાપરી - ખંભાત
-
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
SSAGES સત્સંગ-સંજીવની SK GR
( ભક્તમૂર્તિને ભાવાંજલી હો !) પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુધ્ધચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા, તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પરુષોને નમસ્કાર.” – શ્રીમદ્ રાજચંદ્ર
જેની નિષ્કામ ભક્તિના આકર્ષણે નિર્વિકાર પરમાત્માને ખેંચી લીધા. નિજ મન મંદિરમાં સ્થાપન કરી, ઘર આંગણે પધરામણી કરી પૂર્વ સંબંધ અવિહડ રાખ્યો, પ્રત્યક્ષ સત્પષના દર્શનથી કૃતકૃત્ય થયા, પરમાત્માની દિવ્ય વાણી સુધાનું પાન કરી, તૃષાતુર &ય તૃપ્ત થયું. એવા પ્રભુના અનન્ય ભક્તનો આજે, દર્શન શતાબ્દિ નિમિત્તે, ઉપકાર સંભારવાનો સુઅવસર આપણને મળ્યો તે આપણું સદ્ભાગ્ય છે. ભરયુવાવસ્થામાં જેણે શ્રીરાજના ચરણે પોતાનું જીવન, તન-મન-ધન સર્વસ્વ સમર્પણ કર્યું હતું. સાંસારિક સુખને તિલાંજલી આપી, ગૃહાદિ કાર્યથી ઉદાસીન થઇ ભક્તિ માર્ગે પ્રયાણ કર્યુ હતું. જગતના કલ્પિત સંબંધો અને સ્નેહના તંતુઓથી છુટી સજીવન મૂર્તિ સાથે અતુટ શાશ્વત સંબંધ બાંધી લીધો હતો. પરમ દૈન્યત્વ ભાવે પ્રભુના સાચા સેવક બન્યા હતા અને શ્રી કૃપાનાથની આજ્ઞામાં પરમપ્રેમાર્પણ કર્યુ હતું. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એવી પરીક્ષા પૂર્વના સંસ્કારથી અને પરમ યોગ્યતાથી સહજમાં એમને થઈ હતી. એવા ઉત્તમ અધિકારીપણાથી શ્રી પ્રભુએ માર્ગનો મર્મ એમને આપી દીધો હતો. વળી શ્રીમુખે એમની સ્મરણ શક્તિની તથા વૈરાગ્યની પ્રશંસા કરી હતી.
| શ્રી રાળજ, શ્રી વડવા, શ્રી ઉત્તરસંડા, કંસારી, વીરસદ આદિ નિવૃત્તિસ્થળોની શોધ કરી શ્રી પરમકૃપાળુદેવના પરમ સત્સંગનો લાભ પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત કર્યો હતો. અંતિમ સંદેશમાં શ્રી પ્રભુએ નિર્દિષ્ટ કરેલી સુપાત્રતા
રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ,
જગત ઇષ્ટ નહીં આત્મથી, મધ્યપાત્ર મહાભાગ્ય.” એવી ઉત્તમ પાત્રતા એમના અંગમાં શોભી રહી હતી. “ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.” નિવૃત્તિયોગમાં જ્યાં જ્યાં પરમકૃપાળુની સેવામાં રહેતા, ત્યાં નિદ્રા, વિકથા તજી પતિવ્રતારૂપ ભક્તિ ઉપાસતા હતા. એક ચિત્ત પ્રભુથી પ્રીત ધાર. એક અનન્ય ભક્ત કેવો હોય ? તે જીવંત જાગતી ભક્તિની જ્યોતનું એમનામાં આપણને દર્શન થાય છે અને એવા સાચા આશ્રિત બનવાની આપણને પ્રેરણા મળે છે.
- શ્રી આત્મસિદ્ધિજી - શ્રુતસાગરના નિચોડરૂપ અને અતિ અતિ ગંભીર આશયથી ભરેલ, જે શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલ છે. તેનું ટૂંકું વિવેચન પ્રભુની કૃપાદષ્ટિથી લખીને તે સદ્ભુતને વિચારવામાં એક અવલંબન આપ્યું છે. વળી પ્રભુના પ્રત્યક્ષ સત્સંગમાં શ્રવણ થયેલ બોધ-મેઘધારારૂપ તે દયભૂમિમાં ઝીલી લઇ ઉપદેશ છાયારૂપ શ્રીસદ્ગુરુ પ્રસાદી આપી આપણા પર અનન્ય ઉપકાર કર્યો છે. તે ઉપકારનો બદલો શું વાળી શકીએ ! તે ઉપકારને સંભારી તે મહાભાગ્યવંતના ચરણમાં નમસ્કાર કરીએ છીએ. It શ્રી મહાવીર પ્રભુના અંતર આશયને પામ્યા છે એવા તે પુરુષ ભગવાનની સ્યાત્ વાણી, જે મુમુક્ષુઓ ઉપર લખાયેલ પત્રાકારે હતી, તેને સ્વહસ્તથી આલેખી (ઉતારા કરી) ગ્રંથારૂઢ કરી, તે સકળ જગતનું હિત કરનારી વાણી આજે દિગંતમાં ગુંજી રહી છે. હર કોઇ જિજ્ઞાસુ, પિપાસુ કે સંસારથી સંતપ્ત દિલને ઠારે છે. ચંદન સમ શીતળતા આપે છે. વિશેષ કરીને આત્મહિત ઇચ્છક જીવને અક્ષરદેહરૂપે સાક્ષાત્ સદ્ગુરુ ભેટ્યા સમ
Page #21
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
હર્ષોલ્લાસ ઉપજાવે છે. એ મોટો ઉપકાર થયો છે. તેનું કારણ પૂજ્ય શ્રી અંબાલાલભાઇને આભારી છે. તેઓશ્રીએ જે શ્રમ લઇ, આ શ્રી વચનામૃતજીનો અપૂર્વ નિધિ આપ્યો છે, તેના આપણે ઋણી છીએ. તે માટે તે સત્પુરુષના વચનામૃતમાં પુનઃ પુનઃ પ્રશક્ત થઇ આત્મશ્રેય સાધીએ એજ શુભ ભાવના હો!
WSS
શ્રી પરમકૃપાળુદેવની આજ્ઞા થઇ હતી કે તારે દરેક મુમુક્ષુને થોડા થોડા દિવસને આંતરે પત્રો-પ્રશ્નોત્તર વિગેરે લખવાં. એ રીતે મુમુક્ષુ પ્રત્યે સંભાળ લઇ વાત્સલ્ય, પ્રભાવના, સ્થિરીકરણ આદિ સમ્યક્ દશાના આઠ અંગ જીવનમાં સુજાગ્ય રાખ્યાં હતાં. એમણે મુમુક્ષુઓ પર લખેલ પત્રમાં પરમાર્થ નિષ્ઠા - ઊંડું તત્વચિંતન વૈરાગ્યનો રંગ, લઘુતા – નમ્રતા - સરળતાદિ ગુણો જોવામાં આવે છે. પ્રભુના બોધથી અસ્થિમજ્જા રંગાયેલ દેખાય છે, અને શ્રી પરમકૃપાળુદેવના પરમ તત્વનો તેમના અંતરમાં પ્રકાશ થયેલ છે તેવી સાક્ષી આપે છે. એવા એ ભક્તિમાર્ગના પ્રવાસીને અનન્ય સહાયક ભક્તરત્નનું દર્શન મળવું દુર્લભ, સાથ મળવો ઘણો દુર્લભ, તે પૂર્વના મહપુણ્યે આપણને ખંભાતમાં મળ્યો. શ્રી પરમકૃપાળુદેવ ઉપદિષ્ટ પરમાર્થ માર્ગમાં આપણને સ્થિર કર્યા, એ આદિ અદ્ભુત ગુણોને સંભારી આ અવસરે સ્મરણાંજલિ અર્પીએ છીએ. એમના પ્રેમના આકર્ષણે બંધાયેલા આપણે તેમના પ્રતિ વિનયપૂર્વક ભાવાંજલિ અર્પીએ છીએ.
તે ભક્તમૂર્તિ જયવંત હો!
- સત્ જિજ્ઞાસુ સાધ્વીશ્રી ભાવપ્રભાશ્રી
_* *
જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન, મોહ કે અસમાધિ રહી નથી તે સત્પુરુષનાં વચન અને બોધ માટે કંઈ પણ નહીં કહી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.
શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માના યોગબળ આગળ પ્રયાચના !''
૧. પર
Page #22
--------------------------------------------------------------------------
________________
RAMES} સત્સંગ-સંજીવની )
શ્રી વવાણિયા તીર્થક્ષેત્રે સંવત ૨૦૧૯ના જેઠ વદ ૭ ને શુક્રવારે પરમકૃપાળુદેવની આરસની કાઉસગ્નમુદ્રાવાળા પ્રતિમાજીનું શ્રી જ્ઞાનમંદિરમાં વિધિપૂર્વક પ્રતિષ્ઠાન
કરવા સમયે પૂ. શ્રી અમૃતભાઇએ ભક્તિભાવે શ્રી પરમકૃપાનાથને કરેલી ભાવવાહી પ્રાર્થના
TI)
શ્રી સત્ હે વિશ્વવ્યાપી, સચ્ચિદાનંદ, તરણતારણ, કરૂણાસાગર, કૃપાળુ ભગવાન ! સર્વત્ર અને સર્વમાં તું છો. સર્વમાં તારો પ્રવેશ છે. તને ક્યાં હું પ્રવેશ કરાવું ? તું અમાપને હું ક્યાં પધરાવું ? પ્રભુ, આ મારી બાળ ચેષ્ટા, હે પ્રભુ ક્ષમા કર, ક્ષમા કર, મને તારામાં પ્રવેશ કરાવ. મને તું તારા સર્વથી જોડી દે. હે દયાળુ ! ક્ષમાના ભંડાર, અર્ણવશા ઉદાર નાથ, મને તારા અંતરમાં સ્થાન આપ. મારા આ અલ્પ ઉપચારને પ્રભુ, સફળ ક૨!
માયાથી આવરિત મને માયા રહિત કર. તેને ખસેડવાનું મને બળ આપ. અજ્ઞાન અને મોહના કબાટ મારાં ખુલી જાય, અને મારાં અંતરમાં આપ પધાર્યાનું મને ભાન થાવ. અને પ્રભુ, ત્યાં આપ પરોણા રહેશો?
- તુજ વિહોણો હું ક્યાં ક્યાં ભટક્યો, આથડ્યો, રઝળ્યો. પામવા યોગ્ય એક તું તેનું ભાન પ્રભુ, તેં જ કરાવ્યું, અપાર કરૂણા કરી, તો હવે મને પાર ઉતાર. માયાના પ્રલોભનોમાંથી નાથ, મને બચાવ. તારામાં જ મને એક નિષ્ઠિત, અડગ રહેવા અખૂટ ધૈર્ય આપ. મને સત્ત્વશાળી કર.
| ‘આખું જગત સાવ સોનાનું થાય તો પણ જેને તૃણવત્ છે” એવી તારી પરમ ઉદાસીનતા-વીતરાગતાનું હે કૃપાળુ, મને સાચું ભાન કરાવ. “રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો”, એવા હે નિરાગી ભગવંત ! તથારૂપ તને ઓળખું, તારાં અદ્ભુત મહાભ્યને સમજું એવી હે નાથ, આ પામ૨ પ૨ કૃપા કર ! મને એક બિંદુને તું અમૃત સાગરમાં ભેળવી દે ! અભેદ કરી દે. આપ મને દોરી રહ્યા છો, મને માર્ગદર્શક થયા છો, એવો અનુભવ પ્રાપ્ત થવા હે કૃપાનાથ ! કૃપા કર. કૃપા કર.
આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દષ્ટિ મને સાધ્ય થઇ, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક-સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય થઇ જે શુભાશુભ ધારાની પરિણતી વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે મને ઉદાસીનતા આવી, અને દેહાદિથી ભિન્ન, સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચેલસ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ થઈ, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગે સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઇ જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર. થવાય, અચળ થવાય તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય આપની વારંવારની પરમોત્કૃષ્ટ જે શિક્ષા તે મને શિરસાવંદ્ય હો ! પળ પળ પ્રભુ તું સાંભરો, વૃત્તિ તારામાં લીન રહો ! એ જ હું પામરની વારંવાર પ્રયાચના છે.
પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; પ્રભુ રાજચંદ્ર તુજ સ્વરૂપ દર્શન, એ દેઢતા કરી દે જ. પ્રભુ રાજચંદ્ર તુજ સ્વરૂપ રમણતા, એ દૃઢતા કરી દે જ. પ્રભુ રાજચંદ્ર તુજ ચરણ સમીપતા, એ દૃઢતા કરી દે જ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #23
--------------------------------------------------------------------------
________________
GિHER SR S
સત્સંગ-સંજીવની RSS) CR)
ભક્તિની પ્રેરણા જ આ પુસ્તકમાં છપાએલા મુમુક્ષુઓનાં પત્રો જે વૈરાગ્યરસથી ભરપૂર અને શ્રી પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ પ્રત્યેની ભક્તિ સાથે સર્વાર્પણતા તેમાં જોવા મળે છે, જે આપણને પણ તેવી શ્રી પ.કૃ. દેવ પ્રત્યેજ ભક્તિની પ્રેરણા આપે છે. શ્રી પરમકૃપાળુદેવ ઉપદેશ છે કે : (વચનામૃત ૨૫૪માં) “...એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ ? અનંતકાળે એજ માર્ગ છે તે આપણા લક્ષ બહાર ન જવો જોઈએ.
તે પ્રેમાર્પણ જો અન્યથા સ્થાને, અસમાં થાય તો વચનામૃત ૬૯૩માં શ્રી મુખે પ્રભુએ પ્રકાણ્યું છે તેમ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય.” આ પરમ પુરૂષની કરૂણાયુક્ત શિક્ષાની જો અવગણના કરી, જાણે અજાણે આપણી અલ્પમતિથી કે દૃષ્ટિ રાગથી વિરાધના થાય, આ વચનામૃતની કલ્પિત અર્થથી વિરાધના થાય તો જીવને અશ્રેયનું કારણ થાય. ભવભીરૂ કે હળુકર્મી જીવે ખૂબ વિશાળ બુદ્ધિ રાખી તે સદ્ગણતત્ત્વ ઓળખવા, પામવાને ઉત્તમ પાત્ર બનવું જોઈએ.
પરમકૃપાળુદેવે પોતે પ્રગટ કરેલ, અનુભવેલ અનુપમ તત્ત્વ જે સહજાત્મ સ્વરૂપ તેનો વિચાર કરવાનું ક્ષમાપનામાં જણાવે છે ને પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પણ નિરંતર કૃપાળુદેવના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો, શુદ્ધ પરમાત્મ સ્વરૂપનો વિચાર કરી રટણ કરતા હતા તે તેમનું ભક્તિસભર વેદન આ શ્લોકમાં જણાઈ આવે છે.
महादिव्याः कुक्षिरत्न, शब्दजीत वरात्मजम्;
श्री राजचंद्रमहं वंदे, तत्त्वलोचन दायकम् । આ શ્લોકમાં તેમણે (પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ) જ્ઞાન આપ્યું એમ નથી કીધું. તત્ત્વ ‘લોચન’ આપ્યું એમ કહ્યું. તેનું કારણ તેમને શ્રી પરમકૃપાળુદેવની આશ્રય ભક્તિથી જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તત્વ લોચન કેવી રીતે મળે ? એ પુરૂષને પરમ પ્રેમાર્પણ કરી તેના ચરણ સમીપ રહીએ તો તત્ત્વદૃષ્ટિ મળે, મર્મ મળે. શ્રી પરમકૃપાળુદેવે મારગનો મર્મ એક પૂજ્યશ્રી અંબાલાલભાઈને જ આપ્યો છે. એટલે આ પૂજ્યશ્રી અંબાલાલભાઈના સંવેદનના - અનુભવના શબ્દ છે કે આપે તત્ત્વ લોચન આપ્યું.
લીંમડીવાળા ડોસાભાઈ પ્રત્યેના પત્રમાં શ્રી પરમકૃપાળુદેવશ્રી મોક્ષમાળા માટે લખે છે કે:- “દરેક વર્ગના મુમુક્ષુઓ, મોક્ષમાળાને પોતાનો ધર્મગ્રંથ' ગણે” આવી ઉચ્ચ ભાવના અતિ લઘુતાપૂર્વક જણાવી છે તેને આપણે કેટલી દાદ આપવી જોઈએ, જેમ મોક્ષમાળા માટે તે સમયે જણાવ્યું છે તેમ સમજી આપણે આખા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત ગ્રંથ માટે આ મારો ધર્મગ્રંથ' છે, અને આ જીવંત પુરૂષ મને ધર્મદાતા છે એવી એક શ્રી પરમકૃપાળુદેવમાં જ નિષ્ઠા ને શ્રદ્ધા વધારવા યોગ્ય છે. શ્રી પરમકૃપાળુદેવશ્રી વચનામૃત ૬૩૧માં ‘ઠામ ઠામ પૂછવા જવાની ના કહે છે... પણ એકમાં જ ભાવ આશ્રયપૂર્વક નિષ્ઠા જ રાખવા ઉપદેશે છે. આ નિષ્ઠા જ આપણને કલ્યાણના માર્ગે લઈ જશે. વચનામૃત ૪૦૩માં કહ્યું છે, પોતેજ દઢતા કરાવી છે “તમે હાલ જે નિષ્ઠા, વચનના શ્રવણ પછી, અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેય જોગ છે. દૃઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠાદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિરૂપ થાય છે.” આ વચન એમ બોલે છે કે – તમે કંઈપણ વિકલ્પ વગર પ્રત્યક્ષ સંપુરૂષ રૂપે અમારામાં નિઃશંકતા રાખીને ભજતા રહો. વચનોને પ્રત્યક્ષ સહુરૂષ તુલ્ય જાણી વિચારો, તેમજ આરાધો તો સમ્યકત્વ થઈ પરિણામે આત્મસ્થિતિ પ્રાપ્ત થશે.
ઉંડા ઉતરી વિચારી જોશું તો કૃપાળુદેવશ્રીના જ્ઞાનમાં ભાવિની સ્થિતિ દશ્યમાન હતી જ. ભવિષ્યમાં કોઈ ખરો વીતરાગ પુરૂષ દેહ છતાં દેહાતીત એવો પ્રત્યક્ષ પુરૂષ કોઈ નથી, જેથી કોઈ વચનામૃતના અભ્યાસી કે
Page #24
--------------------------------------------------------------------------
________________
NિEFOREસત્સંગ-સંજીવની HEEKAR (
પૂ. સાધ્વી શ્રી પુષ્પાશ્રીજી મહારાજ સાહેબ વર્તમાનયુગના સત્યધર્મ ઉધ્ધારક પ્રભુ પરમકૃપાળુદેવના પરમાત્મ સ્વરૂપમાં, પરમ શ્રદ્ધા-ભક્તિથી એકનિષ્ઠાએ શ્રી રાજચરણમાં જેમણે જીવન સમર્પણ કર્યુ હતું એવા
સર્વસંગ પરિત્યાગી સા.મ.
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
GSSSSS સત્સંગ-સંજીવની SR NR (
ભક્તિમાન પુરૂષ પ્રત્યે તમે આ પ્રત્યક્ષ જ્ઞાની છે, આ પ્રત્યક્ષ સદ્ગુરૂ છે, એવી માન્યતા કલ્પના કરશો નહીં. કેમકે વિપરીત કાળ છે, એમાં અમે એકાકીજ છીએ. - આ શ્રી રાજરત્ન ગ્રંથ બહાર પાડવાનો હેતુ એ છે કે પૂજ્યશ્રી અંબાલાલભાઈની શ્રી પરમકૃપાળુદેવશ્રી પ્રત્યેની જેવી ઓળખ શ્રદ્ધા અને ગોપાંગના જેવી ભક્તિ તેવી આપણને પણ પ્રત્યક્ષ સદ્ગુરૂ મારા તો શ્રીમદ્ રાજચંદ્રદેવ છે તેમ હૃદયમાં સ્થાપન કરી તે દિવ્ય મૂર્તિને નમસ્કારાદિ ભક્તિથી માંડીને પરાભક્તિના અંત સુધી એકલયે તેનેજ આરાધીએ, નિશ્ચય કરી તેના ચરણમાંજ અર્પણતા કરી, તેનું જ સ્મરણ, ગુણચિંતન, ધ્યાન, પ્રેમભક્તિ ઉપાસીયે, તેમાંજ વૃત્તિ રાખીને જીવીએ અને મનુષ્યજન્મની સાર્થકતાને વરીએ એજ અભ્યર્થના.
- સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી
સ્વ. પૂણ્યશ્લોક, પ્રજ્ઞાવંત, એકનિષ્ઠ ભક્તિવંત, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે તથા વીતરાગ માર્ગ પ્રત્યે અત્યંત શ્રદ્ધા-ભક્તિ ધરાવનાર, મુમુક્ષુ જીવોને માર્ગદર્શક એવા પૂ. સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી મહારાજ સાહેબનું ઉપરોક્ત નિવેદન ખૂબ જ મનનીય અને માર્ગદર્શનરૂપ છે, માર્મિક રીતે લાલબત્તી ધરાવારૂપ પ્રેરણા કરી છે.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” સુવિચારની પ્રેરણા કરનાર એવા પવિત્ર આત્માને ધન્ય છે, નમસ્કાર છે.
- પ્રકાશક
Page #27
--------------------------------------------------------------------------
________________
O RECEIR EXE સત્સંગ-સંજીવની GK GRO
પરમકૃપાળુદેવે ખંભાતના મુમુક્ષુઓ ઉપર લખેલ અને વચનામૃતજી
ગ્રંથમાં છપાયેલ પત્ર સૂચિ
પ.પૂ. શ્રી અંબાલાલભાઈ ઉપર લખાયેલા પત્રોની સૂચિ વ. ક્રમ નં. ૧૧૫, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૮, ૧૩૧, ૧૩૮, ૧૩૯, ૧૪૬, ૧૪૮, ૧૬૯, ૧૭૧, ૧૭૪, ૧૭૫, ૧૭૮, ૧૮૪, ૧૮૬, ૧૮૮, ૧૯૦, ૧૯૨, ૧૯૩, ૧૯૯, ૨૦૩, ૨૧૧, ૨૨૫, ૨૩૬, ૨૪૦, ૨૪૨, ૨૪૫, ૨૪૮, ૨૫૩, ૨૬૧, ૨૭૧, ૨૭૬, ૨૮૫, ૨૯૧, ૩૦૭, ૩૦૩, ૩૦૬, ૩૧૨, ૩૨૧, ૩૩૨, ૩૨૩, ૩પ૬, ૩૫૮, ૩૭૬, ૩૯૧, ૩૯૯, ૪૨૭, ૪૬૮, ૪૩૨, ૪૪૫, ૪૫૧, ૪૫૪, ૪૫૫, ૪૭૮, ૪૭૯, ૪૮૦, ૪૮૧, ૪૮૨, ૪૮૭, ૪૮૮, ૪૮૯, ૫૦૩, ૫૦૭, ૫૧૫, ૫૧૭, ૫૨૨, પ૨૪, ૫૩૬, ૫૩૭, ૫૭૨, ૫૮૦, ૬૦૪, ૬૧૬, ૬૨૧, ૬૩૨, ૬૩૫, ૬૪૩, ૬૪૪, ૬૫૪, ૬૫૫, ૬૫૬, ૬પ૯, ૬૬૭, ૬૬૮, ૬૭૫, ૬૮૨, ૬૮૫, ૬૮૮, ૬૯૨, ૬૯૭, ૭૦૮, ૭૩૦, ૭૩૪, ૭૪૦, ૭૪૨, ૭૪૯, ૭૭૮, ૭૮૫, ૭૯૧, ૮૧૦, ૮૧૩ ૮૧૪, ૮૧૬, ૮૧૯, ૮૨૨, ૮૨૯, ૮૩૦, ૮૩૪, ૮૩૯, ૮૫૭, ૮૫૯, ૮૮૬, ૮૯૦, ૮૯૯, ૯૦૭, ૯૦૮, ૯૦૯, ૯૧૦, ૯૧૯, ૯૨૩, ૯૩૫, ૯૩૮, ૯૪૨, ૯૪૩.
પૂ. શ્રી છોટાલાલ માણેકચંદ (ખંભાત) ઉપર લખાયેલ પત્ર સૂચિ વ. ક્રમ નં. ૧૮૧, ૨૨૬, ૬૯૦. પૂ. શ્રી ત્રિભોવનદાસ માણેકચંદ (ખંભાત) ઉપર લખાયેલ પત્ર સૂચિ વં. ક્રમ નં. ૧૧૯, ૧૩૪, ૧૩૫, ૧૩૭, ૧૪૮, ૧૪૨, ૧૫૩, ૧૬૭, ૧૭૩, ૧૭૭, ૨૧૨, ૨૩૨, ૨૩૭, ૨૩૮, ૩૦૫, ૩૧૦, ૩૯૭, ૪૫૮, ૪૬૭, ૪૭૦, ૪૯૫, ૪૯૮, ૫૧૦, ૬૧૩, ૬૨૨, ૭૨૮, ૭૪૪, ૮૦૫, ૯૪૪.
પૂ. મુનિશ્રી લઘુરાજસ્વામી ઉપર (ખંભાત મુકામે) લખાયેલા પત્રોની સૂચિ વ. ક્રમ નં. ૧૭૨, ૬૦૭, ૭૧૬, ૭૧૯, ૭૬૭, ૭૭૫, ૮૭૧. ખંભાતના મુમુક્ષુઓ ઉપર લખાયેલ પત્ર વ. ક્રમ નં. ૨૫૪
Page #28
--------------------------------------------------------------------------
________________
SS સત્સંગ-સંજીવની SEARCH
અનુક્રમણિકા
ક્રમાંક
વિષય ૧. રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈનું જીવન-વૃત્તાંત ઉપકાર સ્મૃતિ
પર ૨. પૂ. શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ઉપર લખેલા પત્રો (નં. ૧ થી ૬૦)
સા થે પદ સંબંધી ૫. શ્રી અંબાલાલભાઈએ શ્રી આત્મસિદ્ધિજીના છયે પદ સંબંધી કરેલ સંક્ષેપ અર્થ : પત્ર (નં. ૬૧)
ન
૧૩
૬
૩. પૂ. શ્રી અંબાલાલભાઈ રચિત ભક્તિ-કાવ્યો :
જન્મોત્સવ પદ, ગુરૂવંદના ભક્તિ-કાવ્ય, આશ્રય ભાવના, ગુણાનુવાદ નમસ્કાર ભક્તિ ૪. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે મુમુક્ષુ ભાઈઓના પત્રો (નં. ૬૨ થી ૧૧૦) ૭૨
પરમકૃપાળુદેવ સાથેના મુમુક્ષુ ભાઈઓના પરિચયો : ૫. છોટાલાલભાઈ માણેકચંદ - ખંભાત
૧૧૧ ૫. ત્રિભોવનભાઈ માણેકચંદ - ખંભાત
૧૧૫ શાહ છોટાલાલ વર્ધમાન
૧૨૭ પૂ. સુખલાલભાઈ જયમલ સાણંદવાળા
૧૨૮ ૫. જેઠાલાલ ભાવસાર વસોવાળા
૧૩૨ ૫. ગાંડાભાઈ ભાઈજીભાઈ પટેલ
૧૩૯ શ્રી ગાંડાભાઈ ભાયચંદ - ખંભાત
૧૫૨ શ્રી છોટાલાલ કુશળચંદ
૧૫૩ શ્રી લલ્લુભાઈ ઝવેરચંદ - ખંભાત
૧૫૫ શ્રી છોટાલાલ છગનલાલ - ખંભાત
૧પ૭ શ્રી કીલાભાઈ ગુલાબચંદ – ખંભાત
૧૬૦ શ્રી પોપટલાલ ગુલાબચંદ – ખંભાત
૧૬૧ શ્રી નગીનભાઈ - ખંભાત
૧૬૬ ૫. શ્રી આત્મારામજી મહારાજ સાહેબ
૧૬૯ પૂ. રત્નકુક્ષી - મા દેવબાઈ
૧૭૬ શ્રીમાન્ રાજચંદ્રદેવ જીવન-વૃત્તાંત - પુ.શ્રી અંબાલાલભાઈ
૧૮૦
૧૮૪
શ્રી પરમકૃપાળુદેવના અપ્રસિદ્ધ અવધાન કાવ્યો
Page #29
--------------------------------------------------------------------------
________________
૭.
૮.
૯.
સત્સંગ-સંજીવની
મોક્ષમાળા છપાવવા વિષે પ.કૃપાળુદેવના પત્રો
પૂ. શ્રી અંબાલાલભાઈએ મુમુક્ષુઓ ઉપર લખેલ પત્રો (નં. ૧ થી ૩૮)
પૂ. શ્રી અંબાલાલભાઈએ સ્તવનના કરેલ અર્થ જ (પૂ. આનંદઘનજી રચિત પ્રથમ પાંચ સ્તવન)
૧૦. મુમુક્ષુભાઈઓએ પૂ.શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલ પત્રો (નં ૧ થી ૮૮) પૂ. શ્રી ટોકરશી મેતાએ રચેલ સવૈયા
પૂ. શ્રી જૂઠાભાઈ રચિત પદ : સામાન્ય ઉપદેશ
પૂ. શ્રી જૂઠાભાઈને - સ્મરણાંજલિ : પૂ. ભાવપ્રભાશ્રીજી રચિત
પૂ. અંબાલાલભાઈએ પોતાના બનેવી ખુશાલદાસને લખેલ પત્ર ખંભાતના મુમુક્ષુ ભાઈનો પત્ર
SELA FASET
૧૧. પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ નિમિત્તે મુમુક્ષુઓની વિરહવેદના પૂ. શ્રી અંબાલાલભાઈની છેવટની દશાનું ચિત્ર
પ.પૂ. શ્રી દેવકરણજી મહારાજસાહેબની અંતિમ દશાનું ચિત્ર
૧૨. ૫.પૂ. શ્રી જવલબાની પ્રસાદી કૃપા
પૂ. શ્રી બાપુજીશેઠનો પૂ. બેન શ્રી જવલબા પ્રત્યે લખેલ પત્ર
ฟรี!
૧૮૯
G
HELL) Auctione
૧૯૧
૪ ૨૨૬
૨૩૫
૨૮૯
૨૯૦
૨૯૧
૨૯૨
૨૯૪
૨૯૬
૩૦૪
૩૦૭
૩૦૯
૩૧૨
Page #30
--------------------------------------------------------------------------
________________
છે
ને!
ના પર
એક
પૂ. શ્રી અંબાલાલભાઇ લાલચંદ
ખંભાત અદ્ભુત ધારણાશક્તિના ધારક અને પરમકૃપાળુદેવના પવિત્ર પત્રોનો સંગ્રહ કરનાર.
જે પત્રોથી ‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત ગ્રંથ અસ્તિત્ત્વમાં આવ્યો.
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
૧
સત્સંગ-સંજીવની
રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઇનું જીવન-વૃત્તાંત
ખંભાતની પુણ્યભૂમિ ૫૨ કલ્પવૃક્ષ સમા શ્રી સ્થંભન પાર્શ્વપ્રભુ ભવ્યજનોના ઉધ્ધારને અર્થે બિરાજી રહ્યા છે એવી એ તીર્થભૂમિમાં શાહ મગનલાલ શેઠને ઘેર વિ.સં. ૧૯૨૬માં ભક્તરત્ન અંબાલાલભાઇનો જન્મ થયો હતો. તેઓશ્રી નાનપણથીજ બુધ્ધિશાળી અને ધર્મપ્રેમી હતા. તેમના મોસાળમાં શ્રી લાલચંદભાઇ વકીલને પુત્ર નહીં અને પૈસે ટકે બહુ સુખી હોવાથી પૂ. અંબાલાલભાઇને દત્તક લીધેલા. તેથી તેઓ અંબાલાલ લાલચંદ એ નામે ઓળખાતા હતા. લાલચંદભાઇનો રાજાશાહી પહેરવેશ હતો અને ઘેર ઘોડાગાડી પણ રાખતા અને ગામમાં પ્રતિષ્ઠાવાન ગણાતા.
શ્રી અંબાલાલભાઇની પ્રેરણાથી પ.કૃ. દેવ પ્રત્યે પિતાશ્રી મગનલાલભાઇની વૃત્તિ વળેલી. પરમકૃપાળુદેવને ધર્મજિજ્ઞાસાથી પત્રો પણ લખેલા.
તેમની ન્યાતમાં શ્રી માણેકચંદભાઇ, શ્રી ત્રિભોવનભાઇ, શ્રી છોટાલાલભાઇ વિ. અંબાલાલભાઇના ધર્મમિત્ર હતા. તેમની સાથે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી ભગવતીસૂત્ર વિગેરે આગમ શાસ્ત્રોનું અધ્યયન રાખતા. તેઓ ઉચ્ચવિચારક અને સામાજીક કાર્યોમાં પ્રીતિપૂર્વક ભાગ લેતા અને જૈનશાળાના સેક્રેટરી તરીકેનું કાર્ય કરતા. તેમની કાર્યકુશળતાથી સ્થાનકવાસી સંઘના સંઘવી તરીકે લેખાતા હતા. સ્વભાવના વિનોદી અને ગંભીર મનના હતા. પ્રભાવ પડે એવી તેમની ચાલ હતી. તેઓ ઘેરથી બહાર નીકળ્યા હોય ત્યારે નાના મોટા તેમની આમન્યા સાચવે એવો તેમનો આતાપ પડતો.
સં. ૧૯૪૬માં પૂ. અંબાલાલભાઇ અમદાવાદ તેમના સ્થાનકવાસી મિત્ર છગનલાલભાઈને ત્યાં લગ્ન પ્રસંગે ગયેલા. ત્યાં શ્રી જૂઠાભાઇનો પરિચય થયો. પૂર્વના સંસ્કાર જાગૃત થવાનો સુયોગ બની આવ્યો. પૂર્વના સંસ્કારસંબંધથી ધર્મકથા કરતા બંનેને પ્રેમ ઉલ્લસ્યો ને તેજ વેળાએ શ્રી જૂઠાભાઇએ શ્રી પ.કૃ.દેવના ગુણગ્રામ કર્યાં જેથી તેમની તે વિષે વિશેષ જિજ્ઞાસા ઉદ્ભવી એટલે કૃપાળુદેવના બોધપત્રો શ્રી જૂઠાભાઇએ તેમને વંચાવ્યા અને તેમની માગણીથી તે પત્રો ઉતારો કરવા પણ આપ્યા. તે અપૂર્વ પત્રો વાંચતાં - વિચારતાં પૂ. શ્રી અંબાલાલભાઇને અદ્ભુતતા ભાસી. કૃપાળુદેવના જ્ઞાનાવતારપણાની પ્રતીતિ આવી ને કૃપાળુના આશ્રયે શ્રેય સાધવા ઉત્કંઠા જાગી. અને તે માટે મુંબઇ જઇ કૃપાળુદેવના દર્શનની આતુરતા પ્રબળપણે ઉત્પન્ન થઇ.
ત્યાંથી ખંભાત આવી શ્રી પ.કૃ.દેવ પ્રત્યે પત્ર વ્યવહાર શરૂ કર્યો. તેજ અરસામાં શ્રી ત્રિભોવનભાઇનું વ્યવહારિક કામ માટે મુંબઇ જવું થયું. ત્યાં પ. કૃ. દેવનો સમાગમ થયો. ત્યાંથી ખંભાત આવતાં શ્રી પ.કૃ. દેવે મહાવીરના બોધને પાત્ર કોણ? તે ૧૦ વાક્યો કૃપા કરી પૂ. અંબાલાલભાઇને આપવા માટે લખીને શ્રી ત્રિભોવનભાઇને આપ્યા. તે વાંચી તેમની નિષ્ઠા વધતી ચાલી. ‘ગુરુગમ’ મેળવવા માટે શ્રી ભગવતીજીના પાઠ સંબંધી – પ્રત્યાખ્યાન – દુઃપ્રત્યાખ્યાનના માર્મિક ખુલાસા કૃપાળુદેવના પત્રથી મેળવ્યા. તેમ આત્મલાભ પામવા નિયમીત પત્ર શ્રી કૃ.દેવ પ્રત્યે લખતા ને તેના જવાબ તેમની ઉપર આવતા. સં. ૧૯૪૬ ના પત્રમાં શ્રી પ. કૃ.દેવ જણાવે છે કે (વ. ૧૩૫) – “મુમુક્ષુતાના અંશોએ ગ્રહાયેલું તમારૂં હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. એવો કોઇ યથાયોગ્ય સમય આવી
૧
Page #33
--------------------------------------------------------------------------
________________
@ ERR:
સત્સંગ-સંજીવની (
સી ટી
) (9
રહેશે કે જ્યારે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઇ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો.”
... તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે. અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ તમને બધાને હિતકારક કેમ થશે.?”
“....નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ બ્રાંતિરૂપ સંસારમાં વીતરાગત્વ એજ અભ્યાસવા યોગ્ય છે, નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે...જેનું અપાર મહાસ્ય છે, એવી તીર્થંકરદેવની વાણીની ભક્તિ કરો.” - ત્યાર બાદ શ્રી અંબાલાલભાઇએ કૃપાળુદેવને ખંભાત પધારવા વિનંતી કરી.
શ્રી પ.ક દેવનો પત્ર આવ્યો કે આસો વદ બારશે, (સં.૧૯૪૬) સાયલાથી ખંભાત આવવાનું બનશે. એટલે પૂ. શ્રી અંબાલાલભાઇ સિગરામ લઇ સામે લેવા ગયા. ફેણાવ થઇને પ.કૃ દેવ ખંભાત પૂ. અંબાલાલભાઇના ઘેર પધાર્યા. સ્ક્રય પ્રેમ-ભક્તિથી ઉલટું. તન-મન-ધનથી પ.કુની ભક્તિ ઉપાસી, જીવન ધન્ય વેદાયું. કૃપાળુદેવની આજ્ઞામાં આત્મા અર્પણ કર્યો. | શ્રી કૃપાળુદેવના સમાગમ પછી તેઓશ્રીએ વ્યવસાય વગેરેનો ઘણો સંક્ષેપ કરી લીધેલ. ફક્ત ૨૪ વર્ષની વયે એમની જમીન-ખેતર વિ. હતું એ એમને એમ ગરીબ ખેડૂતોને આપી દીધેલ હતું. એવી વૈરાગ્યભાવનાથી દ્ભય કપાળુદેવના બોધથી રંગાયું હતું. વળી મતભેદથી દૂર રહી આત્માર્થ કેમ સાધ્ય થાય તેજ તેમનો લક્ષ હતો. | શ્રી કપાળુદેવના સત્સંગ પછી પ્રભુની આજ્ઞાનુસાર (વ. ૧૭૩માં) પૂ. અંબાલાલભાઇને ત્યાં શ્રી છોટાલાલભાઇ, શ્રી ત્રિભોવનભાઇ વિ. સ્વાધ્યાય અર્થે નિત્ય-નિયમીત મળતાં. તેમાં તેઓશ્રી કૃપાળુની બાળચર્યાની – વિદેહી દશાની -અભૂત ચરિત્રની ઉલ્લસિત ભાવે ગુણકથા કરતા અને સર્વને ભક્તિરસથી ભરી દેતા. સપુરુષમાં શ્રધ્ધા ઉત્પન્ન કરાવતા.
કૃપાળુદેવ જે બોધ કરે તે તેઓ આઠ દિવસ પછી પણ અક્ષરશઃ લખી શકતા એવી તેમની અદ્ભુત ધારણા શક્તિ હતી.
- સં. ૧૯૫૨માં કૃપાળુદેવ કાવિઠા, રાળજ, વડવા, આણંદ વિ. સ્થળોએ પધાર્યા હતા, તે સમયે જે બોધ કરેલો તે ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં ઉપદેશ છાયાના નામથી છપાયો છે, એ શ્રી અંબાલાલભાઇની નોંધને આભારી છે.
જ્યારે પ.કૃ.દેવ નિવૃત્તિમાં પધારતા ત્યારે અગાઉથી શ્રી અંબાલાલભાઇને લખી જણાવતા. એટલે તેઓ રહેવાની, જમવા વિ. ની બધી વ્યવસ્થા રાખતા અને જે કોઇ મુમુક્ષુઓ કૃ. દેવના સમાગમાર્થે આવે તેને માટે તન-મન-ધનથી વ્યવસ્થા અને સેવા કરતા. આદરભાવથી સહુને સંતોષ આપતા, એવો વિવેક ને વિનય ગુણ તેમનામાં સ્વાભાવિક હતો.
શ્રી સદગુરૂ પ્રત્યેનો સેવા ભાવ અને આજ્ઞાધીન વૃત્તિ તેમનામાં અજોડ હતાં. શ્રી પ.ક.દેવ ઉપદેશછાયામાં જણાવે છે કે- “સદ્ગુરૂની આજ્ઞા વિના મુમુક્ષુએ શ્વાસોશ્વાસ ક્રિયા સિવાય બીજું કંઇ કરવું નહીં.” તેજ રીતે તેઓ કરેક કાર્યમાં પ્રભુની અનુમતિ માગતા ને તે આજ્ઞાનુસાર વર્તતા હતા. ‘દાસ, દાસ, હું દાસ છું.’ એ સુત્ર તેમના જીવનમાં વણાયું હતું. પ્રભુની સેવામાં સદાય તત્પર દાસની માફક નજર સમક્ષ બેસી
Page #34
--------------------------------------------------------------------------
________________
D 6 SS S સત્સંગ-સંજીવની RSS ) (9
રહેતા. આજ્ઞા થાય કે તરત હાજર થતા, ભોજન પ્રભુ કહે ત્યારે જ લે. - પ.કૃ.દેવ સં. ૧૯૫૨માં પૂ. મુનિશ્રી (પ્રભુશ્રી) માટે જ ખાસ વડવા પધારેલા. ત્યારે પૂ. અંબાલાલભાઇ વાવની પાસેની મેડી નીચેની રૂમમાં જાતે જ રસોઇ બનાવતા. અને પ.કૃ.દેવ તથા પૂ. સોભાગભાઇ, પૂ. ડુંગરશીભાઇ તથા પૂ. અંબાલાલભાઇ ત્યાં જ જમતા. તેઓ ઘેર જતા ન હતા.
વડવાથી પ. કૃ. દેવ નડીયાદ પધાર્યા ત્યારે પૂ. અંબાલાલભાઇ સાથે હતા. ત્યાં આસો વદી એકમના દિવસે સંધ્યાવેળાએ પ.કૃ.દેવ ફરીને પધાર્યા અને અંબાલાલભાઈને કહ્યું કે ફાનસ ધરો. આજ્ઞા સ્વિકારી તહત્તિ કહી હાથમાં ફાનસ ધરી ઊભા રહ્યા. દોઢ કલાક સ્થિરપણે, થાક્યા વગર ‘સર્વ સિધ્ધિનું ધામ” શ્રી આત્મસિધ્ધિજીના અવતરણને આશ્ચર્ય ભાવથી નિહાળી રહ્યા. આ અવતરણ પામેલ શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્રની ચાર નકલ કરવાની ક.દેવની આજ્ઞા થઇ, તે પણ પ્રમાદ વગર તુર્ત તૈયાર કરી. શ્રી ઉત્તરાધ્યયનજીમાં કહ્યું છે કે – સુશિષ્યમાં વિનય ગુણ કેવો હોય? તો કે –“ઇંગિયાકાર સંપન્ન',
ત્યાર બાદ શ્રી આત્મસિધ્ધિજીના ગંભીર અર્થને પ.ક. દેવની સમીપે શ્રીમુખે તેઓએ વિનય ભાવે ધાર્યા. જે વાત પૂ. મુનિશ્રીને જંગલમાં જઇ જણાવી હતી.
સં. ૧૯૫૩માં પૂ. સોભાગભાઈ માંદગીમાં આખર સ્થિતિ હતી ત્યારે કૃ.દેવને પૂ. સોભાગભાઈ લખી જણાવે છે કે - “અંબાલાલ શિષ્ય પરખવા જેવા રહ્યા નથી. તેને બીજજ્ઞાન આપે કરાવ્યું હશે? અને ૫,૧૦ દિવસ માટે અંબાલાલને સાયલા મોકલો, તેમજ શ્રી આત્મસિધ્ધિજી ના ટીકા-અરથનું પુસ્તક છે તે પણ મોકલો તો મને આંખે સુવાણ છે ત્યાં સુધી વાંચી શકાય.’ - તે પત્ર વાંચી ક.દેવે અંબાલાલભાઈને પૂ. સોભાગભાઇ પાસે જવા નિર્દેશ કર્યો. જેથી પૂ. અંબાલાલભાઇ, તેમના સમાધિમરણ વખતે હાજર રહ્યા હતા. છેલ્લે તે મહાભાગ્યની અદ્ભૂત આત્મ ઉપયોગની નિશ્ચલ દશા અંબાલાલભાઇએ નિહાળી, તેનું વર્ણન પ્રભુને લખી જણાવ્યું.
સંસ્કૃત ભણવાની પરમ કૃપાળુ દેવની આજ્ઞા થવાથી તેઓ માર્ગોપદેશિકા પંડીતજી પાસે ભણ્યા, અને અભ્યાસ કર્યા પછી આ ભક્તિ શ્લોક રચ્યો.
महादिव्याः कुक्षिरत्नं, शब्दजीत वरात्मजम्;
श्री राजचंद्रमहं वंदे, तत्वलोचन दायकम्. આ મંત્રનું તેઓશ્રી અહોનીશ રટણ કરતા. સુંદર કાવ્ય રચવાની શક્તિ પણ તેમનામાં હતી. તેમણે પ. . દેવનો મહીમા દર્શાવતું જન્મોત્સવનું પદ રચ્યું છે. જેમાં પોતે કૃપાળુદેવને હૃયમાં કેવા અવધાર્યા છે તે વેદન જણાય છે. તેમના જ શબ્દોમાં જોઇએ :
‘નહીં રાગ ને વળી દ્વેષનો, લવલેશ આત્મપ્રદેશમાં, પરમાત્મ સમજો ધર્મમૂર્તિ દેહધારી વેષમાં; કળિકાળમાં ભવ રોગ હરવા વૈદ્ય માનું આ ખરો,
પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. બીજા પદમાં કેવી ભક્તિ વહી છે -
Page #35
--------------------------------------------------------------------------
________________
GREERS સત્સંગ-સંજીવની RSH RO
|
‘ભવ મંડપે કરી પ્રીત, માયા સેજ સુંદર પાથરી,
ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા મોહની અતિ આચરી; જાગૃત કરી ગુરૂ રાજચંદ્ર, બોધદાન ક્યું શરૂ,
સહજાત્મરૂપી સેવ્યગુરૂને, વંદના વિધિયે કરૂં. તેઓશ્રીને સત્સંગ-કથાવાર્તાની એવી લગની લાગી હતી કે આખી રાત શ્રીરાજગુણ કથા કરતા થાકે નહીં. નિત્ય નવો રંગ જ દેખાય. એમ પૂ. શ્રી ઉપકારી મોહનલાલજી મહારાજ સ્વામીએ પોતાના પરિચયમાં લખાવ્યું છે તે નીચે પ્રમાણે :
સં. ૧૯૫૨ ની સાલનું અમારું ચોમાસું ખંભાત હતું. અમે ખંભાત જવા વિહાર કર્યો. વિહાર કરતા કરતા ગામ સોજીત્રા આવ્યા. ત્યાં પૂ. ભાઇશ્રી અંબાલાલભાઇ પધાર્યા. એટલે પૂ. મહારાજશ્રીને પરસ્પર સમાગમ થવાથી અત્યંત આનંદ થયો. અને આખી રાત શ્રી પરમકૃપાળુદેવના ચરિત્ર સંબંધી ગુણગ્રામ કરી પરમ આનંદમાં ગાળી હતી. તેઓશ્રી મને પણ પ. કૃ. દેવના માહાભ્ય સંબંધી એવી વાત કરતા કે મારા કાળજામાં ઘણા કાળ સુધી તે ને તે રમ્યા કરે અને વિશેષ શ્રધ્ધા બેસતી જાય. - સં. ૧૯૫૪માં પ.પૂ. ભાઇશ્રી પોપટલાલભાઇ ૫. અંબાલાલભાઇના સત્સંગ અર્થે ખંભાત તેમના ઘરે પધારેલા. તેઓ સાથે શ્રી ચિંતામણી પાર્શ્વપ્રભુના દેરાસરમાં દર્શન અર્થે ગયેલા. ત્યાં ભોંયરામાં પ્રભુ સન્મુખ બેસી પૂ. અંબાલાલભાઇ “હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ.” એ દોહરા આર્તતાથી બોલતા હતા. પ્રભુની પ્રતિમાજીમાં સાક્ષાત્ પ્રભુના દર્શન કરતા હોય તેવી જિનભક્તિમાં અતિ શુધ્ધ ભાવે લીનતા થયેલી જોઈ. તેની પૂ. ભાઇશ્રીના હૃયમાં છાપ પડી કે – ‘તે વખતે ક્ષાયિક જેવી અંબાલાલભાઇની દશા હતી. એ પ. કૃ. દેવ ભક્તિનું ફળ દર્શાવે છે. આ
“જે ભક્તિને પ્રાપ્ત થવાથી સગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઇ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોધ થાય....” - પૂ. અંબાલાલભાઇને એવી આત્મબોધ અર્પનારી ભક્તિ પ્રાપ્ત થઇ હતી. તે ભક્તિના બળે જ્ઞાનની નિર્મળતા થવાથી તેઓને અંતર્લક્ષ થયો. તે હકીકત પરમકૃપાળુદેવને તેઓશ્રીએ પોતે નિવેદન કરી છે. તેના પ્રત્યુત્તરમાં પ.કૃ.દેવે વ. ૬૫૪માં પુષ્ટિ આપી તે “અંતર્લક્ષને’ ઉપકારભૂત કહ્યો છે.
અંતર્લક્ષવત હાલ જે વૃત્તિ વર્તતી દેખાય છે તે ઉપકારી છે, અને તે તે વૃત્તિ ક્રમે કરી પરમાર્થના યથાર્થપણામાં વિશેષ ઉપકારભૂત થાય છે.” પ.કૃ. દેવ. - જ્યારે જ્યારે તેઓ કૃપાળુદેવના સમાગમમાંથી ઘર તરફ આવે ત્યારે બહુ જ વિરહ વેદના થતી ને મનોમન કેટલાક નિયમ - બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા વગેરે કરતા.
શ્રી વીતરાગનો મૂળ માર્ગ - ગચ્છમતરહિત સત્ય ધર્મ અપનાવવા – ઉપાસવામાં કેટલાક ધર્મસંકટો અને પરિષહો આવ્યા. છતાં તેમના Æયમાં ધર્મનો દૃઢ રંગ ટકી રહ્યો.
ખંભાતમાં શ્રી પ.ક. દેવ બે વખત પધાર્યા હતા. સં. ૧૯૪૬ ની દિવાળીમાં અંબાલાલભાઇના ઘેર, બીજી વાર સં. ૧૯૪૯ ના ભાદરવામાં પૂ. છોટાલાલભાઇ માણેકચંદને ત્યાં ૧૮ દિવસની સ્થિતિ થઇ હતી. ત્યાં પણ અંબાલાલભાઇ મુખ્યપણે સેવામાં રહેતા. બધાને સત્સંગ-ભક્તિમાં ઉલ્લાસ ખૂબ જ રહેતો. શ્રી ગાંડાભાઈ
Page #36
--------------------------------------------------------------------------
________________
GSREERS સત્સંગ-સંજીવની (
ભાયજી, શ્રી લલ્લુભાઇ વિ. પાટીદાર ભાઇઓ પણ સત્સંગમાં આવતા. આ સં. ૧૯૪૬થી સં. ૧૯૫૭ સુધી૧૧ વર્ષ કૃપાનાથનો સમાગમ રહ્યો. તે સમાગમમાં ઉત્કૃષ્ટ દશાનો – ઉપશમ દશાનો અને બોધ બીજનો લાભ પ્રાપ્ત થયો.
શ્રી પ.કૃ.દેવના અચિંત્ય પરમસ્વરૂપનું તેમને દર્શન થતાં મન કૃ.દેવના ચરણમાં સ્થપાયું હતું, અને રાતદિવસ સત્સંગ માટે ઝંખતા હતા.
શ્રી ખંભાત, રાળજ, કાવિઠા, વડવા, વીરસદ, કંસારી, ઉંદેલ, પેટલાદ, આણંદ, વસો, ખેડા, નડીયાદ, મુંબઇ, ઉત્તરસંડા, વવાણિયા, વઢવાણ, અમદાવાદ આદિ સ્થળોએ પરમ સત્સંગ ઉપામ્યો હતો.
શ્રી વવાણિયા જીજીબેનના લગ્નપ્રસંગ પર ગયા હતા, ત્યાં શોધ કરતા ૫. કૃ.ના હસ્તાક્ષરનું કેટલુંક લખાણ પુષ્પમાળા વિગેરે જુના કાગળના કોથળામાંથી પૂઅંબાલાલભાઇના હાથમાં આવ્યું હતું. પુષ્પમાળામાં પ.કૃ.દેવે જગઉધ્ધારનું મહાન કાર્ય કર્યું છે. તો
શ્રી વચનામૃતજી ૩૭૭માં જ્ઞાનીની દશા વિષે વિસ્તારથી ક.દેવે સ્વાનુભવ પ્રકાશ્યો છે. તેવી અત્યંતર ઉત્કૃષ્ટ આત્માકારતાનું પ્રગટ દર્શન ઉત્તરસંડામાં શ્રી પ.કૃ.દેવે કરાવ્યું હતું. “..નિરાશ્રય એવા જ્ઞાનીને બધુંય સમ છે, અથવા જ્ઞાની સહજ પરિણામી છે, સહજસ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે.”
તેવી જ વીતરાગ દશાનું ૫. અંબાલાલભાઇને શ્રી ઉત્તરસંડામાં ૫. ક. દેવે શ્રી જિનકલ્પીવતું, વિચરતા ભગવાનની ચર્યાનું સાક્ષાત્ દર્શન આપ્યું છે. “–આત્યંતર ભાન અવધૂત, વિદેહીવત્ જિનકલ્પીવતું, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજસ્વભાવના ભાન સહિત, અવધૂવત્ વિદેહીવત્ જિનકલ્પીવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.”
પાન નં. ૮૨૯ ૫. કે. દેવને જે સર્વસંગ પરિત્યાગ કરીને વીતરાગનો મુળમાર્ગ પ્રકાશવો હતો તેમાં તેઓશ્રી અગ્રેસરરૂપ હતા. સં. ૧૯૫૨ માં વ્યાપાર સંકેલી ત્યાગની તૈયારી પણ કરી લીધી હતી. કેમકે ૫, ક દેવે કાવિઠામાં મહુડીના કૂવે બપોરે બે વાગ્યે પૂ. અંબાલાલભાઇને લઇ જઈ ભલામણ કરેલી કે ક્યારે વનવાસ લઇએ તે કહી શકાય નહીં; માટે ભેઠ બાંધીને તારે તૈયાર રહેવું, અને બધા મુમુક્ષુઓને કહેવું કે આનંદઘનજીની જેમ અવધૂતપણે આ પુરુષ ચાલી નીકળે ત્યારે બધાએ ઘર છોડી ચાલી નીકળવું.
આમ નિગ્રંથ માર્ગ તેમના રૂંવે રૂંવે વસ્યો હતો. “ક્યારે થઇશું બાહ્યાંતર નિગ્રંથ જો’’. આ અપૂર્વ અવસરની ભાવના તેઓના અંતરમાં જાગૃત હતી. - તેઓ સ્વાધ્યાય-ધ્યાનમાં અપ્રમાદી હતા. સત્સંગમાંથી આવીને રાતના મોડી રાત સુધી જાગીને કંઇ વાંચતા કે લખતા જ હોય. મુમુક્ષુઓ પર કૃ. દેવના બોધ-પત્રો આવેલા હોય તે મૂળ પત્રો મંગાવી લઇ, પ્રભુની આજ્ઞાથી તેના ઉતારા કરી લેતા. અને શ્રી કુંવરજીભાઇ વિ. જે મુમુક્ષુ પિપાસાથી માગણી કરે તેને કૃ. દેવની (વ. ૬૫૮માં) આજ્ઞા પ્રમાણે વાંચવા માટે મોકલી આપતા. તે ઉપરાંત સંસ્કૃત, માગધિ, હિન્દી આદિ પુસ્તકોની પ્રત કરવા કૃ.દેવ અંબાલાલભાઇને મોકલતા. તે મુજબ તેઓશ્રી તેના ઉતારા કરી જણાવેલ યોગ્ય મુમુક્ષુઓને અધ્યયનમનન અર્થે મોકલી આપતા. આવા કાર્યદક્ષ છતાં માન, મોટાઇ તેઓમાં જોવા ન મળતાં. બધા પ્રતિ નમ્રતા દાખવતા.
Page #37
--------------------------------------------------------------------------
________________
SિSSSS સત્સંગ-સંજીવની GSSSBRID
પૂ.શ્રી બ્રહ્મચારીજી જીવનકળામાં લખે છે. :
સં. ૧૯૫૪માં શ્રી અંબાલાલભાઇ, લહેરાભાઇ અને મોતીલાલ એ ત્રણે સાથે શ્રીમદ્જી ઉત્તરસંડાને બંગલે પધાર્યા. બીજા કોઇને ત્યાં આવવાની મનાઇ કરી હતી. પંદર દિવસ સુધી શ્રી અંબાલાલભાઇ સેવામાં રહ્યા, અને બધી વ્યવસ્થા પોતે કરી લેતા, પરંતુ શ્રીમને તદ્દન એકાંત નિવૃત્તિની વૃત્તિ હોવાથી શ્રી અંબાલાલભાઈ રસોઇનો સામાન, ગાદલા, વાસણ વગેરે લાવ્યા હતા, તે બધું લઇ જવાની આજ્ઞા કરી, એક મોતીલાલને સેવામાં રાખ્યા.
શ્રી અંબાલાલ બંગલો ખાલી કરી બધો સામાન ગાડામાં ભરાવી લઇ શ્રી નડીયાદ ગયા. શ્રી અંબાલાલભાઇ મોતીલાલને સૂચના આપતા ગયા હતા કે રાત્રે બે ત્રણ વખત શ્રીમદ્જીની તપાસ રાખતા રહેજો. | આ વનક્ષેત્રે શ્રીમદ્ બે રૂપિયાભારની રોટલી તથા થોડું દૂધ - એક જ વખત લેતા. રાત્રે નિદ્રા લેતા ન હતા. શ્રીમદ્ ગાથાઓ બોલ્યા કરતા હતા. શરીરની દરકાર કર્યા વિના આત્મધ્યાનમાં રાત્રે પણ લીન રહેતા. તેઓશ્રી કહેતા- “આ શરીર અમારી સાથે કજીઓ કરે છે, પણ અમે પાર પડવા દેતા નથી.”
દુઃખિયા પ્રત્યેની હમદર્દીનો એક દાખલો નોંધવા જેવો છે. એક વખત શ્રી પ.કૃ. દેવ આણંદ મુકામે પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં બિરાજ્યા હતા, ત્યારે એક પ્લેગનો દર્દી મુંબઇની ગાડીએથી ઉતરેલ. તેને સ્ટેશન પરના માણસોએ કાઢી મૂકી ધર્મશાળાની નજદીકમાં નાંખી મૂકેલ હતો. પ.ક. દેવ ત્યાંથી નીકળ્યા, અને તે માણસ નજરે પડ્યો. જેથી અંબાલાલભાઈને કહ્યું કે આ માણસને તમે ધર્મશાળામાં લઇ જાઓ. અને તેની સારવાર કરો.પૂ. અંબાલાલભાઇએ તુર્ત ડો. ને બોલાવ્યા. તેની દવા કરાવી તથા તેની બરદાસ પોતે જાતે સારી રીતે કરી હતી.
- પ્રત્યક્ષ સદ્ગુરૂનો મોટો ઉપકાર એ છે કે જીવનો સૂક્ષ્મ-દોષ પણ જાણીને કઢાવી શકે. વ્યાખ્યાનસાર૨, નં. ૧ માં કલમ ૧૧ માં નીચે મુજબ છે.
“શિષ્યની જે ખામીઓ હોય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી તે ઉપદેશકર્તા ન સમજવો. આચાર્યો એવા જોઇએ કે શિષ્યોનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી શકે.”
સં. ૧૯૫૫ માં ઇડરના પહાડ ઉપર શ્રીમદ્જીએ મુનિઓને કહ્યું હતું: “મુનિઓ ! જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ નરમ પડી જાય છે. અંબાલાલની વૃત્તિ અને દશા, પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિ કારણે ઉચ્ચ થતાં તેને લબ્ધિ પ્રગટ થઇ હતી, કે અમે ત્રણ ચાર કલાક બોધ કર્યો હોય તે બીજે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા. હાલ પ્રમાદ અને લોભાદિના કારણે વૃત્તિ શિથિલ થઈ છે. તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે બાર માસ પહેલાંથી જાણતા હતા.”ીરી
શ્રી લઘુરાજ સ્વામીને તે સાંભળી ખેદ થયો તેથી શ્રીમદ્જીને પૂછયું, “શું તે એમ જ રહેશે ?” ત્યારે શ્રીમદ્જીએ કહ્યું “મુનિ, ખેદ કરશો નહીં, જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય, પણ ફરી પૂર-પ્રવાહના વહનમાં જાળાથી જદું પડીને મહાસમુદ્રમાં જઇને મળે છે તેમ તેનો પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમપદને પામશે.”
૫. ક. પ્રકાશે છે - “. . પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કાઢાવી શકે.” ખંભાતમાં સં. ૧૯૫૭ના મહા માસમાં “શ્રી સુબોધક પુસ્તકાલય” સ્થપાયું. તેની ઘણી ખરી કાર્યવાહી
Page #38
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પૂ. અંબાલાલભાઇના હસ્તક હતી. શ્રી કુમારવાડાના નાકા પર ભાડે મકાન રાખેલ. તે મકાનના ત્રીજે માળે શ્રી પરમકૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના કરવામાં આવેલ અને વાંચન-વિચારની બેઠક બીજે માળે રાખવામાં આવી હતી.
તેઓએ સામાયિકનો નિત્ય નિયમ ગ્રહણ કરેલ અને પ્રભુએ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા આદિ શાસ્ત્રની પ્રત કરવાની (વ. ૮૮૯ માં) આજ્ઞા આપી હતી. આજ્ઞા મુજબ સામાયિકમાં લેખન પ્રવૃત્તિ રાખવાનું ચાલું હતું. શ્રી સમ્રુતના પ્રચાર અર્થે “પરમશ્રુત પ્રભાવક મંડળ’’ ની સ્થાપના પ.કૃ.દેવે સંવત ૧૯૫૭માં કરી. તેના સંચાલક શ્રી રેવાશંકરભાઇ તથા શ્રી મનસુખભાઇ (૨વજી) થયા હતા.
Ins
શ્રી રેવાશંકરભાઇ અને દરેક મુમુક્ષુઓ તેઓશ્રી પ્રત્યે બહુમાન ધરાવતા ને સલાહ કે માર્ગદર્શન પણ લેતા હતા. તેઓશ્રી તીવ્ર ક્ષયોપશમ શક્તિ, વિવેક સંપન્નતા અને દાક્ષીણ્યતાદિ ગુણ સંપન્ન હતા.
સં. ૧૯૫૭ના ચૈત્ર વદી ૫ ને મંગળવારે શ્રી રાજકોટ મુકામે શ્રી પરમકૃપાળુ દેવના નિર્વાણ થયાના સમાચાર જ્યારે પૂ. શ્રી અંબાલાલભાઇએ જાણ્યા, ત્યારે તેમને અત્યંત આઘાત થયો. શોકથી અશ્રુ વહેવા લાગ્યાં. વજ્રાઘાત જેવો કલ્પાંત થયો, ભક્તિ રાગવશે વિલાપ કરવા લાગ્યા. હવે તે ભક્તહ્દયની વિરહવ્યથાનું દર્શન
કરીએ.
“વિશાળ અરણ્યને વિષે અતિસુંદર અને શાંતિ આપનારૂં એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી શાંતપણે, કોમળપણે, સુખાનંદમાં પક્ષી ગણ મલકતા હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારા પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય, અહાહા!! તે વખતના દુઃખનું મોટા કવિશ્વરો પણ વર્ણન ક૨વાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અઘોર (ભવ) અટવીને વિષે આ પામર જીવોને આપી, હે પ્રભુ, કયાં ગયા? હે ભારતભૂમિ ! શું આવા દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો ? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો, કે નાહક તેં તારી પૃથ્વી ઉપર મને બોજારૂપ કરી રાખ્યો.
હે મહાવિકરાળકાળ! તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોનો તેં ભોગ લીધો, તો પણ તું તૃપ્ત થયો નહિં, અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઇ, તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુનો તેં જન્માંતરનો વિયોગ કરાવ્યો ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઇ મારા સામું જુએ છે !
હે શાસનદેવી ! તમારૂં પરિબળ આ વખતે કાળના મુખ આગળ કયાં ગયું ? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં, તે આ વખતે ક્યા સુખમાં નિમગ્ન થઇ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો!
હે પ્રભુ ! તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું ? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ ? હે પ્રભુ ! તમારી કૃપા, અનંત દયા, કરૂણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધબીજનું અપૂર્વપણું, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થ લીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરૂણા, નિઃસ્વાર્થી બોધ, સત્સંગની અપૂર્વતા એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરૂં ? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવો આપનાં ગુણસ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં
૭
Page #39
--------------------------------------------------------------------------
________________
O MERRERS સત્સંગ-સંજીવની GREATERS (9
અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે ? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારાં શુધ્ધ અંતઃકરણથી ત્રિકરણ યોગે હું આપના પવિત્ર ચરણાર્વિદમાં અભિવંદન કરું
આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપે આપેલું ‘બોધ-બીજ' મારું રક્ષણ કરો, એ જ સદૈવ ઇચ્છું છું.
આપે સૈદવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહીં કરું. ની ખેદ, ખેદ અને ખેદ એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ દિવસ રડી રડીને કાઢું છું. કાંઈ સૂઝ પડતી નથી.
જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે.” જેને તેવી સભૂર્તિનું ખરેખરૂ ઓળખાણ અને પરમપ્રેમાર્પણ થયું હોય તેની દશા કેવી થાય તે તેમના ઉપરના જ એક પત્રમાં પ.કૃ.દેવે દર્શાવ્યું છે.
જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે.એવી સજીવનમૂર્તિનું...જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઇ અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઇ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું.” વ. ૨૧૨
એવી જ ઉદાસીન દશા તેમની કૃ. દેવના વિરહમાં રહી હતી - તેમાં જ વૃત્તિ રાખીને જીવ્યા હતા.
શ્રી પ.કૃ.દેવના નિર્વાણ પછી “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ’ ની પ્રથમવૃત્તિ સં. ૧૯૬૭માં પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી બહાર પડી. તેમાં એઓશ્રીની મુખ્ય પ્રેરણા અને સહકાર હતાં.
શ્રી પ. કૃ. દેવે વચન પ્રકાણ્યું હતું કે - “આ વચનો જગતનું કલ્યાણ કરશે, અને તમારૂં તો અવશ્ય કરશે.” એવી તે પરમાત્માની અનંત દયાથી “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ'નું પ્રકાશન થયું. જે આપણા માટે પરમ આધારરૂપ થયું છે. | કૃદેવના વિરહમાં પણ પ.કૃ. દેવની જન્મજયંતિ પ્રસંગે કારતક સુદ પૂર્ણિમાના પુણ્ય દિવસે ખંભાતથી ઘણા મુમુક્ષુભાઈઓ વડવા વડ નીચે જ્યાં પ્રભુએ બોધ આપેલ તે સ્થળે જઈ ૫.કૃ. દેવનો ચિત્રપટ પધરાવી ભક્તિ કરતા. નિવૃત્તિ અને અસંગભાવનામાં આખો દિવસ ગાળતા.
પૂ. શ્રી અંબાલાલભાઈ પ. પૂ. પ્રભુશ્રીના સમાગમ અર્થે કરમાળા આદિ સ્થળોએ જતા હતા.
દેહ છૂટવાના એક માસ અગાઉ તેમને મૃત્યુની જાણ થઇ ગઇ હતી. જે વાત તેમણે તેમના ધર્મપત્ની પરસનબહેનને કહેલ હતી.
ઉત્તમ પુરુષનો ગુણ છે કે કોઈને આપેલું વચન ગમે તેવા સંજોગોમાં પાળવું. એવો વચનપાલનનો ગુણ તેમનો પ્રશંસવા યોગ્ય છે.
સં. ૧૯૬૩માં સત્સંગ મંડળમાં - એક દિવસ ફેણાવના છોટાભાઇ ખંભાત આવેલા. સ્વાધ્યાય પછી પૂ. અંબાલાલભાઇ પાસેથી વચન લઇ લીધું કે મને સમાધિમરણ કરાવવા જરૂર આવવાનું વચન આપો. મુમુક્ષુ પ્રત્યેના વાત્સલ્યભાવથી તેઓશ્રીએ વચન આપ્યું. થોડા વખતમાં છોટાભાઇને પ્લેગનો રોગ લાગુ થયો અને ૫. અંબાલાલભાઇને જાણ થઇ. એટલે દેહની પણ દરકાર કર્યા વગર તેને સમાધિમરણ કરાવવા તુર્ત જ ફેણાવ પહોંચી ગયા. તેમજ પોતે રોગનો ભય રાખ્યા વગર તેની સેવા ચાકરી પણ કરી. પરિણામે છોટાભાઇનું
Page #40
--------------------------------------------------------------------------
________________
કિમી
TT |
પરમકૃપાળુદેવના પવિત્ર ચરણોથી પાવન થયેલ અને સ્થિરતા કરેલ
પૂ. શ્રી અંબાલાલભાઇનું મકાન
જીરાળા પાડો - ખંભાત
Page #41
--------------------------------------------------------------------------
Page #42
--------------------------------------------------------------------------
________________
@ ERRER) સત્સંગ-સંજીવની GDRS RETIR)
સમાધિમરણ થયું.
ઘેર આવ્યા પછી પૂ. અંબાલાલભાઈને તાવ આવ્યો. પ્લેગના દર્દથી ઘેરાયા. છતાંય આત્મજાગૃતિ અખંડ રહી. મરણનો ભય ન હતો. ચાર પાંચ દિવસ તીવ્ર અશાતા વેદનીય વર્તતી હતી. પણ પોતે તેને અદ્ભુત સમતાથી સહન કરી. દયમાં કૃપાળુદેવનું ધ્યાન હતું, મુખમાં “મહાદિવ્યાઃ કુક્ષિરત્ન’ એ પદનું સતત રટણ-સ્મરણ હતું અને મનથી સંસાર-મોહિની ઉતારી દીધેલ. છેલ્લા શ્વાસે તેઓશ્રી એ જ ‘સહજાત્મસ્વરૂપ હે પ્રભુ’ નામનું ઉચ્ચારણ કરતા-કરતા સં.૧૯૬૩ના ચૈત્ર વદ બારશે ખંભાત મુકામે ૩૭ વર્ષની મધ્યવયે સમાધિસ્થ થયા. પ્રભુચરણનો અનુરાગી એ પવિત્ર આત્મા શાંતપણે પ્રભુ રાજશરણમાં સમાઇ ગયો. ટૂંકા આયુષ્યમાં પણ મહાકામની સિધ્ધિ કરી ગયો.
નમન હો ! એ નિકટ મુક્તિગામી દિવ્યાત્માને !
....આયુષ થોડું છે, અને કાર્ય મહાભારત કરવાનું છે. જેમ હોડી નાની અને મોટો મહાસાગર તરવાનો હોય તેમ આયુષ્ય થોડું છે અને સંસારરૂપી મહાસાગર તરવો છે. જે પુરુષો પ્રભુના નામથી તર્યા છે તે પુરુષોને ધન્ય છે !” – ઉ.છાયા
- સત્ જિજ્ઞાસુ સાધ્વીશ્રી ભાવપ્રભાશ્રી.
સાચા ભક્તને જ્યારે સાક્ષાત્ પરમાત્માનો ભેટો થાય, મનુષ્યરૂપમાં પ્રગટ પરમાત્મ સ્વરૂપનાં દર્શન થાય ત્યારે તેને કેવી લય લાગે છે, પરમપ્રેમની લાગણીઓ અને ભાવો જાગે છે તેને વાચા આપતું તેમનું લ્કય, મનોમંથન અને ભક્તિ આ પુસ્તકમાં શબ્દરૂપે પ્રગટપણાને પામ્યાં છે. આપણને તે વાંચતાં વિચારતાં – અલૌકિક પ્રેમ-ભક્તિ જાગૃત થાય અને તે વીતરાગી પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ પ્રત્યે અને અરિહંત પરમાત્મા પ્રત્યે સાચી ભક્તિ પ્રગટે તેવી પ્રેરણા તેમાંથી પ્રાપ્ત થાય એજ સાર્થકતા.
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના અદ્ભુત પરમકલ્યાણકારી વચનામૃતનું રસપાન કરી તેમના વચનામૃતના આશ્રયે કોઇપણ રીતે ૫.કૃ.શ્રીમદ્ રાજચંદ્રદેવના જીવન ચરિત્રને - અંતરાત્મદશાને જાણીએ, સમજીએ. આપણી જેટલી ક્ષયોપશમતા અને અંતઃકરણની ઉજ્જવળતાથી તે પ્રભુની વીતરાગતા વિચારાશે તેટલે અંશે કર્મની નિર્જરાનું કારણ બનશે. જે જે મહાનુભાવોએ પરમકૃપાળુદેવમાં તેમની વીતરાગતાનાં, નિર્ચથતાનાં દર્શન કરી પરમાત્મારૂપે અવધાર્યા તેઓ સર્વે આ કાળમાં ધન્ય બની ગયા. લાખ લાખ વંદન તે પુણ્યશાળી મહાનુભાવોને !
- હસમુખ પરીખ
Page #43
--------------------------------------------------------------------------
________________
( 6
) સત્સંગ-સંજીવની RR RRO
ઉપકાર સ્મૃતિ અપારવત્ સંસાર સમુદ્રથી તારનાર એવા સધર્મનો નિષ્કારણ કરૂણાથી જેણે ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરૂષના ઉપકારને નમસ્કાર હો! નમસ્કાર હો!”. | સર્વોત્કૃષ્ટ ભૂમિકા પયંતમાં શ્રુતજ્ઞાનનું અવલંબન જે પરમ પુરૂષે કહ્યું છે, તે પરમ નિર્દોષ શ્રુત ઉપદેષ્ટા ભગવંત શ્રીમાન રાજચંદ્ર દેવના ચરણનું ધ્યાન નિરંતર હો.
| હે વીતરાગધ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલ અસંગ અને પરમ કરૂણાશીલ આપ્ત ભગવાન! આપના વિયોગમાં આપના જ વચનામૃતનું સ્થાવાણીનું અવલંબન આપવા કારૂણ્ય સ્વભાવથી પરમ દયાની વૃષ્ટિ કરી અને આ સુબોધક પુસ્તકશાળા આપના સ્વહસ્તે સ્થપાઇ.
આપના નામ ગુણધામથી અલંકૃત આ શાળા અમોને ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલા પ્રાણીઓને શીતળ વૃક્ષની છાયાની પેઠે ઉપકારક થઇ છે. પરમાર્થ માર્ગના જિજ્ઞાસુ જીવોને, સલૂના તૃષિત આત્માને મીઠા પાણીની પરબ પેઠે તૃષા છીપાવનાર થઇ છે. આ સંસાર દાવાનળને બુઝવનાર, વીતરાગ દશાના પ્રકાશવડે દિવ્ય થયેલા આપના શીતળ ચંદન સમાન બોધનું અમૃત પાન કરાવ્યું, જે બોધ વડે અનાદિકાળના તાપ અને તૃષાને ઉપશમિત કરી આ ભ્રાંતિમાં પડેલ આત્માને સ્વરૂપ ભણી વાળવા આપ કૃપાસિંધુએ અનહદ દયાદૃષ્ટિ અમ પ્રતિ કરી છે. એ અનંત ઉપકારને નિત્ય સંભારી અહોભાવ અને પરમ પ્રેમને ફુરાવી વંદીએ છીએ, સ્મરીએ છીએ. અને આપનાં નિર્મળ ચરણકમળમાં ત્રિવિધ ત્રિકરણ શુધ્ધિએ નમસ્કાર કરીએ છીએ.
અહો અહો શ્રી સદ્ગુરૂ, કરૂણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર.” “આ દેહાદિ આજથી વર્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.”
આ શાળા ‘શ્રી સુબોધક પુસ્તકાલય’ શ્રી પરમકૃપાળુદેવની કૃપા પ્રસાદીરૂપ સં. ૧૯૫૭માં પુણ્યાત્મા શ્રી ગાંડાભાઇ ભાઇજીના વરદ હસ્તે સ્થાપવામાં આવી છે. આ શાળા સ્થાપવાનો ઉદ્દેશ શ્રુતજ્ઞાનની ઉન્નતિનો છે. શ્રી પ.ક. દેવના જ્ઞાનમાં ભાસ્યમાન થયેલ હોઇ, જે પરમ સત્સંગના વિયોગમાં મુમુક્ષુ જીવોને આધાર કયો ? આ પંચમકાળમાં અપાર કષ્ટ કરી સરૂષનું ઓળખાણ થાય છે. તેમાં વળી પરમાર્થ પામવામાં અનંત અંતરાય જ્ઞાનીએ જોયા છે, ધર્મને નામે અનેક મતભેદો, ઠામ ઠામ વિપરીત વર્તતા જોયા છે. જેમાં શ્રી વીતરાગ દેવનો મૂળમાર્ગ ઘણો લોપ થવા જેવું થયું છે. માટે તે સત્ય ધર્મના ઉધ્ધાર અર્થે, શાસન પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇ મૂળમાર્ગને પ્રકાશમાં આણવા પોતેશ્રીએ મહાન પરિશ્રમ કર્યો. વ.૭૦૮ માં ગવેષણા કરી છે કે આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, તેમાં કોઇ કોઇ મુમુક્ષુ જીવો પરિચયમાં આવ્યા. તેમને એ પુરૂષની દશા વિશેષતા ભાસવાથી તેઓશ્રી પ્રત્યે લક્ષ થયો. જે જે પૂર્વના સંસ્કારી જીવો સના સંશોધક પાત્ર જીવો હતા તેણે એ સજીવન મૂર્તિને ઓળખી લીધા અને તેમના પરમ સત્સંગમાં આવી મુક્તિમાર્ગને એ પ્રભુના આશ્રયે રહી સાધ્ય કરવા તે સદ્દગુરૂનું શરણું અંગીકાર કર્યું અને આજ્ઞા આશ્રિતપણું સ્વીકાર્યું, જેમાં પૂ. અંબાલાલભાઇ તથા પૂ. ત્રિભોવનભાઇ, પૂ. છોટાલાલભાઇ, પૂ. લીલાભાઇ આદિ મુખ્ય હતા. એ ભાઇઓએ લોકભય તેમજ માનાદિ કામના છોડી કલ્યાણ માર્ગની ઉપાસનામાં ઝંપલાવ્યું. અનાદિકાળનું પરિભ્રમણ સમાપ્ત કેમ થાય, ને આત્મા ભવબંધનથી જલ્દી છુટે એવી લગની લાગી, છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થયો. હવે એ જિજ્ઞાસાને ઉત્તેજન મળે, સત્સંગની ભાવના પોષાય તે માટે શું કરવું? પ્રભુની આજ્ઞા મળી જેથી પૂશ્રી. કીલાભાઇ, શ્રી છોટાભાઇ વિ. પૂ.અંબાલાલભાઇના ઘરે નિયમીત મળવા લાગ્યા અને સત્શાસ્ત્ર અધ્યયન તથા પ.કૃ. પ્રભુના બોધ પત્રોનું પરિચર્યન કરવાનું શરૂ કર્યું, પણ કાળ પ્રભાવથી તેમાં વિઘ્ર ઉત્પન્ન થવાની સંભાવના
- ૧૦
Page #44
--------------------------------------------------------------------------
________________
RSS સત્સંગ-સંજીવની (SR SER S
જાગી. નાત તરફથી વિક્ષેપો ને સના અવર્ણવાદ થવા લાગ્યા.
જેથી ભવિષ્યકાળે વિક્ષેપ વિના, નિવૃત્તિપણે આત્મહિતના કાર્યમાં મુમુક્ષજીવો સ્થિર રહી શકે, દૃઢ રહી શકે એવી તે દયાળુની દીર્ધજ્ઞાનદષ્ટિએ જોયું અને તેથી શ્રી સુબોધક પુસ્તકાલયની પ્રેરણા પોતે કરી અને તેની સાથે તેના ફંડ માટે ખંભાતના મુમુક્ષુઓને જ્ઞાનાવરણીય કર્મ ટળવાનું સાધન શ્રુતભક્તિ છે, તે અર્થે ટીપ કરાવી. જે ટીપમાં આશરે હજારેક રૂપિયાની રકમ થયાનું કંઇક અનુમાન થાય છે. અને તે વખતે શ્રી ગાંડાભાઇને વિશેષ રકમ દેવા સૂચના થઇ તેથી તેમણે રૂ.૨૦૧ ભરાવ્યા હતા.
વળી શાળા માટે જગ્યા ભાડે લઇ ત્વરાથી સ્થાપના વિધિ કરો એવી આજ્ઞા પોપટભાઇ ગુલાબચંદને કરી હતી કારણકે પોતાના આયુષ્યની ગવેષણામાં હાથ નોંધ-૨/૧૮, માં નોંધ્યું છે કે “તેટલું આયુષ્ય બળ છે? શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો” આમ સમય-આયુષ્ય બળ ઓછું જાણી તેમજ આ મહાન કાર્યની અગત્યતા હોવાથી પ.કૃ.દેવની વિદ્યમાનતામાં જ સં. ૧૯૫૭, મહા સુદ પાંચમના પવિત્ર દિવસે આ શાળા તેમના યોગબળથી અસ્તિત્વમાં આવી છે. જેને આજે આ વર્ષે ૯૪ વર્ષ પૂરાં થાય છે. - તે શાળાનો નકશો કેવો હોવો જોઇએ તેનું પણ દીર્ઘદૃષ્ટિથી પરમાર્થને અનુકૂળ રહે એ રીતે પ્રભુએ દિગ્દર્શન કરાવ્યું હતું. જે હકીકત શ્રી ગાંડાભાઇ જણાવે છે કે ત્યાર બાદ સં. ૧૯૫૭માં અમદાવાદમાં સાંજના પાંચ વાગે સાહેબજીએ સર્વે ભાઇઓને જણાવ્યું હતું કે “ખંભાતમાં શ્રી સુબોધક પુસ્તકાલય ખોલવાનો વિચાર ધારેલ છે અને તે અર્થે ફંડ એકઠું કરવા વિચાર ધારેલ છે. ત્યાર બાદ સાહેબજીએ જણાવ્યું હતું કે શ્રી સુબોધક પુસ્તકાલયનું મકાન કેવા પ્રકારનું બંધાવવું તે વિષે ભલામણ કરેલી કે તે મકાન એવા સ્થાન પર જોઇએ કે બજારમાં નહીં તેમજ બજારમાં ગણી શકાય તથા મકાનની ચારે તરફ ખુલ્લું હોય તથા દિશા-પાણીની સગવડતા હોય તથા પુસ્તકોની ગોઠવણી માટે કબાટો રાખવાં તથા મૂળ રકમ કાયમ રહી શકે અને યોગ્ય વ્યવસ્થા થાય તેમ કરવું. વળી બીજી એક ભલામણ પૂ.શ્રી. મનસુખભાઇ કીરતચંદને કરેલ કે શ્રી ખંભાત સુબોધક પુસ્તકાલય માટે કમીશનમાંથી પુસ્તકો ખરીદી શકાય તે માટે ભીમસિંહ માણેકને ૨૨/ ને બદલે ૨૫% કમિશન આપે એવી બનતી પેરવી કરવા ફરમાવ્યું હતું. ' પુસ્તકની ખરીદીમાં તત્ત્વ, સાહિત્ય, વ્યવહાર અને પરમાર્થ ઉપયોગિતા જોવાં. તેમ બાહ્ય પુંઠાં, રંગ તથા બાંધણી, છાપ, કાગળ આદિ બાહ્ય સૌંદર્યની તેમની - કૃ.દેવની ચોકસાઈ બોધપ્રદ હતી.
શ્રી પરમકૃપાળુ દેવ આશ્રિત આ શાળા-નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ અર્થે તેની યોજના કરી છે. તે દ્વારા તે શ્રુતના મૂળ ઉપદેષ્ટા સર્વશ વીતરાગ દેવનો મૂળમાર્ગ, તેને પ્રસિધ્ધિમાં આણવાનો કૃપાળુદેવનો હેતુ સમજાય છે. મોક્ષમાળા શિ.પાઠ-૯૯માં દર્શાવ્યું છે કે પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિધ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. તે હેતુ પાર પાડવા (આપણા સમાજના) મુમુક્ષુ જનની શુભ જિજ્ઞાસા અને પ્રયત્ન હોવો ઘટે.
શ્રી શાળાના જ્ઞાન ભંડારમાં કયા કયા સશાસ્ત્રો અને સગ્રંથો જ્ઞાનાભ્યાસ માટે વસાવવા તે વિષે ભલામણ પોતેશ્રીએ કરી હતી અને અમદાવાદમાં ભીમસિંહ માણેકચંદને ત્યાંથી અંબાલાલભાઇની સાથે જઈ ખરીદી કરાવી હતી. તેમજ મુંબઇથી કેટલાંએક પુસ્તકો ખરીદ કરી શ્રી પોપટભાઇને ખંભાત જતી વેળા હાથમાં આપ્યા હતાં.
જ્યારે ખંભાતમાં શાળા સ્થાપન કરવાનું નક્કી થયું ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જે નામ આપવામાં
Page #45
--------------------------------------------------------------------------
________________
{} સત્સંગ-સંજીવની
કોઇ પણ પ્રકારના ગચ્છ મત સંબંધી શબ્દ ન આવે તેવું નામ આપવું જોઇએ. એમ જણાવી સાહેબજીએ શ્રીમુખે પ્રકાશ્યું કે આ પ્રમાણે નામ રાખવું “શ્રી સુબોધક પુસ્તકાલય.’’ આ પ્રમાણે ધવલ પત્ર ૫૨ સ્વહસ્તાક્ષરે લખી જણાવ્યું હતુ, એટલે નામાભિધાન પણ તેઓશ્રીએ કહ્યા પ્રમાણે જ રાખ્યું છે. શ્રી પ.કૃ.દેવના વિદ્યમાનપણામાં શ્રી કુમારવાડાના નાકા પર વકીલ મગનલાલના મકાનના મેડા પર સં.૧૯૫૭ ના મહા શુદ-૫ના દિને શ્રી ગાંડાભાઇના હાથે સ્થાપન વિધિ થયેલ છે. શ્રી પ.કૃ.દેવના ચિત્રપટની પધરામણી ત્રીજે માળે કરવામાં આવી હતી અને શ્રી પુસ્તકોજીની પધરામણી બીજા માળે થઇ હતી અને વાંચન વિચારની બેઠક ત્યાંજ રાખવામાં આવી હતી. ત્યાર બાદ કેટલાક વર્ષ વીત્યા બાદ સર્વે ભાઇઓને વિચાર થયો કે શ્રી શાળા માટે એક મકાન બંધાવવું. તે વિચારથી તેના ખર્ચ માટેના સાધનો મેળવી શ્રી લોંકાપુરીની ખડકી મધ્યે મકાન બંધાવ્યું. તે મકાન તૈયાર થયા બાદ ખંભાત સંસ્થાનના રા.રા.દીવાન માધવરામ હરીનારાયણના હાથે સં.૧૯૬૮ ના આસો વ.૫ ના રોજ શ્રી સુબોધક પુસ્તકાલયના નવા મકાનની સ્થાપન ક્રિયા કરવામાં આવેલ છે.
શ્રી શાળાના પાયામાં સર્વોપરી ભક્તિ માર્ગનું શુધ્ધ અનુષ્ઠાન કરનાર અનન્ય ભક્ત પૂ.શ્રી અંબાલાલભાઇની સહાયક્તા, પ્રેરણા અમોને રૂડા આશિર્વાદરૂપ નિવડી છે. તેમને પ્રેમભક્તિથી આ શાળાના પાયાને સિંચી મજબુત બનાવેલ છે, એમનો આભાર માની વિનયભાવે નમીએ છીએ.
શ્રી પ.કૃ.દેવના વિરહમાં તેમણે જીવનનો શેષ સમય આ શ્રી સુબોધક પુસ્તકાયલના પવિત્ર પરમાણુની છાયામાં બેસી ભવાબ્ધિ તારિણી શ્રી રાજવાણીના સ્વાધ્યાય સત્સંગથી આત્મશ્રેણીની અતિ ઉજ્જવળતા પ્રાપ્ત કરી હતી, અને સમાધિ મરણની સાધના સિધ્ધ કરી લીધી હતી. વળી પ.કૃ.દેવના પત્રોનું આલેખન, શાસ્ત્રની પ્રતો લખાવવી વિ.સદ્કાર્યથી શ્રુતજ્ઞાનની વૃધ્ધિ અર્થે અથાગ પરિશ્રમ તેઓશ્રીએ લીધેલ છે.
પૂ.શ્રી અંબાલાલભાઇના સ્વર્ગવાસ બાદ પૂ.શ્રી. ત્રિભોવનભાઇ, પૂ.શ્રી. કીલાભાઇ આદિ ઉપકારી વડીલોએ આ શાળાને ફાલીફુલી રાખવામાં પોતાના તન-મનથી સેવા આપી છે. ઘેર ઘેર જઇ મુમુક્ષુની સંભાળ લઇ સત્સંગ રસથી ભીંજવ્યા છે. એ રીતે ભક્તિના ગુંજન ચાલુ રહ્યા છે.
‘વ. ૪૬૫- તે શ્રવણને, શ્રવણના કર્તાને અને તેમાં ભક્તિભાવવાળા જીવોને ત્રિકાળ દંડવત્ છે.’’ એવી આ શાળાને પરમવિનયભાવે વંદીયે છીએ.
Amy - શ્રી સુબોધક પુસ્તકશાળા ટ્રસ્ટ મંડળ.
-: શ્રી સુબોધક પુસ્તકાલય માટેના ગ્રંથોની યાદી :
૧. શ્રી આચારાંગ સૂત્ર ૨. શ્રી સુયગડાંગ સૂત્ર ૩. શ્રી ઉત્તરાધ્યયનજી ૪. શ્રી ઠાણાંગ સૂત્ર ૫. શ્રી રાયપસેણીયાજી ૬. શ્રી પ્રશ્નવ્યાકરણ ૭. શ્રી આત્માનુંશાસન ૮. શ્રી પદ્મનંદીજી ૯. શ્રી સમયસાર ૧૦. શ્રી જ્ઞાનાર્ણવ ૧૧. શ્રી પરમાત્મપ્રકાશ ૧૨. શ્રી સુદૃષ્ટિતરંગીણી ૧૩. શ્રી યોગશાસ્ત્ર ૧૪. શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ૧૫. શ્રી વિચારસાગર ૧૬. શ્રી મોહમુદ્ગર ૧૭. શ્રી પંચીકરણ ૧૮. શ્રી દાસબોધ ૧૯. શ્રી મણીરત્નમાળા ૨૦. શ્રી યોગવાસિષ્ઠ ૨૧. શ્રી ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર ૨૨. શ્રી ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ ૨૩. શ્રી પ્રકરણ રત્નાકર ૨૪. શ્રી સુંદરવિલાસ ૨૫. શ્રી આઠદષ્ટિ ૨૬. શ્રી પુરૂષાર્થ સિધ્ધિઉપાય ૨૭. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશ ૨૮. શ્રી અષ્ટપ્રામૃત ૨૯. શ્રી વૈરાગ્ય શતક ૩૦. ઇદ્રીય પરાજય શતક ૩૧. શ્રી શાંત સુધારસ ૩૨. શ્રી અધ્યાત્મ કલ્પદ્રુમ ૩૩. શ્રી ધર્મબિંદુ ૩૪. શ્રી અધ્યાત્મસાર ૩૫. શ્રી ઉપમિતિ ભવપ્રપંચ ૩૬. શ્રી મૂળપધ્ધતિ કર્મગ્રંથ ૩૭. શ્રી આનંદઘનચોવીશી ૩૮. શ્રી ભાવનાબોધ ૩૯. શ્રી મોક્ષમાળા ૪૦. શ્રી ભગવતીજી સૂત્ર.
૧૨
Page #46
--------------------------------------------------------------------------
________________
3
SS SS સત્સંગ-સંજીવની RERS
) (
પૂ. શ્રી અંબાલાલભાઇએ પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર ઉપર લખેલા પત્રો
|
મહાદિવ્યા ક્ષીરત્ન, શબ્દજિત વરાત્મજમ્ |
શ્રી રાજચંદ્રમહં વંદે તત્ત્વલોચન દાયકમ્ || પરબ્રહ્મ, આનંદમૂર્તિ, સહજાનંદ, પૂર્ણાનંદી, પરમશાંતિને આપનાર, પુરુષોત્તમ, નારાયણ, મહત્ કલિકાલના અંધકાર નિવારણ કરનાર, મહાયોગિશ્વર શ્રી કૃપાનાથ,
હાલમાં પત્ર નથી. આજ દિન પર્યત હે ભગવાન, અવિનય, આશાતના, અભક્તિ મન, વચન, કાયાથી થઇ હોય તો પુનઃ પુનઃ ખમાવું છું. પ્રભુ, અત્યંત પ્રત્યક્ષ છતાં તેને વિષે લય કેમ થતી નહીં હોય? એ મોટું આશ્ચર્ય છે. તે લય કરવા સમાગમ કરાવો એટલે આશાતના થવાનો વખત કોઈ પણ કાળમાં થાય નહિં.
જે પરમાત્માને પામવા યોગિયો મહેનત કરે છે તે મને સહેજે મળ્યા એવા પૂર્વના સંસ્કારને નમસ્કાર. લી. બાળના પુનઃ પુનઃ નમસ્કાર
પત્ર-૨
વૈશાખ વદ ૪, રવિ, ૧૯૪૮ પ્રભુશ્રીજીને ત્રિકાળ નમસ્કાર પરમકૃપાળુ કૃપાનાથ પરમ પૂજ્ય પ્રભુશ્રી,
હાલમાં આ બાળકોને આપના પવિત્ર હસ્તના લખેલ પત્રથી દર્શન લાભ થયો નથી. કૃપા કરી ટપાલ દ્વારા છોરૂની સંભાળ લેશો.
| વિચારસાગર હાલમાં રાતના સમાગમ વખતે વંચાય છે. પણ તે હિંદી ભાષામાં હોવાથી બરાબર સમજી શકતો નથી પણ કરસનદાસના વાંચવામાં બે એક વખત આવવાથી તેમની સમજણ પ્રમાણે સમજાવી શકે છે. તે વિદિત થવા લખ્યું છે. | કપાનાથશ્રી ! માયાની પ્રવૃત્તિ વિશેષ રહે છે, તેથી સત્સંબંધીના સંસ્કાર સ્થિત થતા નથી, તો આ અલ્પજ્ઞ છોરૂની શી દશા થશે? હે પ્રભુ ! માયાના પ્રપંચમાં રહી આ બાળક સુધરી શકે એ તો આપની પરમ કૃપા હોય તો જ બની શકે. બાકી આપની કૃપા વડે કરીને આપના ચરણ સમીપમાં સુધરી જવાનું બને ખરું. માટે હે દયાળુ નાથ ! આ એક પામર પ્રાણીને આપના સમીપમાં રાખશો.
માયા પ્રપંચરૂપ ભયંકર અગ્નિના તાપમાં આ અલ્પજ્ઞ આત્મા બળી જાય છે. તેને શીતલભૂત થવામાં એક આપનું જ શરણ છે. અને આપ જ છો.
દયાળુનાથ ! આપ દયાળુની આ દીન છોરૂ ઉપર કાંઇ થોડી દયા નથી. પણ કોઈ કેવાયે કર્મની પ્રબળતા
૧૩
Page #47
--------------------------------------------------------------------------
________________
@ ERS SS સત્સંગ-સંજીવની ) SSC ()
થઇ પડી છે, કે માયાના પ્રપંચમાં રાઓ-માગ્યો રહી તે રૂપ થઈ જાય છે. તે કર્મની નિવૃત્તિ કેમ અને કેવા પ્રકારે થાય? એ કૃપા કરી દયા કરશો.
વિશેષ શું લખું? આપ સર્વજ્ઞ છો, સર્વ જાણી, દેખી રહ્યા છો. આપથી કાંઇ અજાણ્યું નથી. કૃપા કરી આ એક અજાણ, દુઃખિયારો, પામર જીવ જે પ્રકારે બંધનથી છૂટી શકે, તેવા પ્રકારે દયા કરતા રહેશો.
આપનો કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અપરાધ, અભક્તિ, કોઇપણ મન, વચન, કાયા અને આત્માના યોગાધ્યવશાયથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી દીનભાવથી ક્ષમાવું છું. તો ક્ષમા કરશો. હે પ્રભુ ! સેવક સરખું યોગ્ય કામ-સેવા ફરમાવશો. પરમ સત્સંગ કરવાની બહુજ ઇચ્છા રહે છે. દયા કરશો,
લિ. દીન છોરુ અંબાલાલના વિધિપૂર્વક પ્રતિસમય નમસ્કાર સ્વીકારશોજી. (જવાબ વ. ૩૭૬).
પત્ર-૩
ખંભાત |
શ્રાવણ સુદ ૯, સોમ, ૧૯૪૯ પરમ કારૂણ્યમૂર્તિને ત્રિકાળ નમસ્કાર દિવ્ય પ્રજ્ઞાવંત પરમ કારુણ્યમય સત્ પ્રભુજીશ્રી
આપના હસ્તકમળનું કરૂણામય (વ. ૪૫૮) પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો છે. હે દયાળુ નાથ ! આપ પરમ કૃપાએ કરી આ અલ્પજ્ઞ પામર મનુષ્યને વખતોવખત સમયાનુસાર જોઇતો હિતોપદેશ આપો છો. તેને ભવાબ્ધિમાં તણાઇ જતાને આધારભૂત થઇ હમેશાં આશ્રયગત થાઓ છો, તેમ જ સમય માત્ર કે મેષાનુમેષ જેનાથી અજાણપણે નહિ, એવા આપ સર્વજ્ઞ આ બાલકની પ્રવૃત્તિવાળી વૃત્તિને, જાણે પ્રગટરૂપે જાણી લઇને અનુકૂળ પ્રમાણે તેને પરમ કારૂણ્ય બોધ પરમ પરમ કૃપાએ કરી આપવામાં બનતો શ્રમ લ્યો છો.
તો હે દીનાનાથ ! દયા કરી સેવકની એકાંત પ્રવૃત્તિવાળી દશાને અનુસરતો, જોઇએ તેવો હિતોપદેશ આપવા દયા કરશો. આપથી કાંઇ અજાણ્યું નથી. ઘણા જ લાંબા દિવસના સત્સમાગમના વિયોગથી આ અનાદિ અભ્યાસમાં પડેલા પામર જીવો આપ વિના કેમ કરી નિવૃત્તિવાળી દશામાં રહી શકે ? ઇચ્છા તો ઘણીએ નિવૃત્તિવાળા દ્રવ્ય, ક્ષેત્રને પામવાની છે, પણ કેવાય કોઇ કર્મના વિપાક છે, કે તુરત અનાદિ અભ્યાસના પ્રેમમાં જોડાઇ જઇ નિવૃત્તિવાળા ક્ષેત્રાદિકને વિસર્જન કરે છે. હે પ્રભુ ! બહુ જ માઠી દશા વર્તે છે. કૃપા કરી હાલ તો તેના યોગ્ય સર્બોધ આપવા દયા કરશો. અને પરમ સત્મૂર્તિનો સમાગમ કરાવી આપ આ મૂઢ બાળકને સુધારવાની પ્રેરણા કરશો. સેવક યોગ્ય કામ સેવા ફરમાવશો.
લિ. દીન છોરૂ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર-૪
ખંભાત
કારતક સુદ ૧૩, બુધ, ૧૯૪૯
ત્રિકાળ નમસ્કાર
Page #48
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની
(9
પરમકૃપાળુ કૃપાસાગર સત્ પ્રભુશ્રી
હાલમાં આપના પવિત્ર, કોમળ કરના લખેલ પત્રથી દર્શન લાભ થયો નથી જેથી બાળક ઇચ્છે છે. કપા કરી છોરૂની સંભાળ લેવા દયા કરશો. હે દયાસાગર, અનાથના નાથ, હજુ આ અનાથ પામર બાળકને ક્યાં સુધી વિયોગમાં રાખી મૂકશો. કૃપા કરી આપની ચરણસેવામાં સદા સંગ આ છોરૂને કરાવો તો બહુ જ આનંદ થાય. આપના વિયોગમાં ઘણા ઘણા કાળ થઇ ગયા રહ્યો, અને હજુ રહેતાં છતાં પણ આપનો વિયોગ આત્મભાવે થતો નથી. અને અનાત્મ પદાર્થ ઉપર દષ્ટિ વિશેષ રહે છે. અર્થાત્ તેમાંજ વહાલપ વર્તે છે. માટે કૃપા કરી તે અનાત્મ પદાર્થ પરથી વહાલપ છૂટી (વિયોગમાં રહેતાં પણ) આપના પ્રત્યે આત્મભાવે પરમ પ્રેમથી વહાલપ વર્તે, એવી કાંઇ કૃપા કરશો. આપની કૃપા અનંતી છે. આપની દયાળુતાને કોઇ રીતે આ બાળકથી બટ્ટો અપાય તેમ નથી. પણ આ હીન પુરુષાર્થી તેમ કરવામાં અસતેજ રહી માયાની પ્રવૃત્તિમાં સતેજ રહે છે. માટે હાલ તે શું સાધન કરે ? અને કેવા જોગથી વર્તતા માયાના પ્રપંચથી નિવૃત્તિ પામી આપની ભક્તિમાં જોડાય, તે કૃપા કરી જણાવવા દયા કરશો. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશો..
લિ. દીન છોરૂ અંબાલાલના વિધિપૂર્વક પ્રતિસમય નમસ્કાર સ્વીકારશોજી. (જવાબ વ. ૪૨૪)
પત્ર-૫
ખંભાત
મહા સુદ ૧૧, શનિ, ૧૯૪૯ સત્ પ્રભુશ્રીને ત્રિકાળ નમસ્કાર પરમ કૃપાળુ પરમ દયાળુ પરમ પૂજ્ય સાહેબજી સત્ પ્રભુશ્રી
આપના પવિત્ર હસ્તનો લખેલ પત્ર પરમકૃપામય પરમ દયામય ભરેલો (વ. ૪૨૭) પત્ર મલ્યો. તે વાંચી અતિ આનંદ થયો છે. એવી જ રીતે બાળક ઇચ્છે છે. તે દયા કરશો. | હે પ્રભુ, આપે તો બહુજ દયા કરી, આપની તો અનંત કૃપા છે. પણ આ અનાથ પામર બાલક સંસારરૂપી સમુદ્રમાં તણાઇ જતાને સહાય દેવા ઇચ્છા જણાવી, અગ્નિમાં બળી જતાને શીતલતા આપવા કૃપા કરી, આ માયાના પ્રપંચમાં રાચી રહેલા છોરૂનો હાથ પકડી આપે દયા કરી. અલ્પજ્ઞને આપ સર્વશે સત્સમાગમ થોડા વખત માટે કરવા જણાવ્યું તે વાંચી પરમ હર્ષ થયો છે. તો હે કૃપાનાથ ! આપની મરજી પ્રમાણે જે વખતે જે મુકામે જણાવો તે વખતે ત્યાં આપની હજુરમાં આવવા આ બાજુક તૈયાર છે. તો કૃપા કરી છરૂને ઇચ્છાનુસાર જણાવશો. હાલ એજ. આપના પત્રની રાહ જોઇને બેઠો છું. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશો.
મા, બાપ આપ તો સમયના જાણ છો. વખતના વિચારણહાર છો. ભલું કર્યું કે આવા વખતમાં આ અલ્પજ્ઞ અનાથ બાલકને આપે સમાગમ કરવાની ઇચ્છા જણાવી. નહીં તો આ મૂઢ જીવને ઘણા વખતના વિયોગમાં રહેલા માયાની સંગતીથી માયારૂપ થઇ ગયેલા તેના ઉપર આપે સમયાનુસાર ઘણી કૃપા કરી દયા કરી છે.
લિ. છોરૂ અંબાલાલના વિધિપૂર્વક પ્રતિસમય વારંવાર નમસ્કાર સ્વીકારશોજી. (જવાબ વ. ૪૨૮)
૧૫
Page #49
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
सद्गुरु दयाळ
વસંતતીલીકા છંદ – શ્લોક
सर्वस्य आप्तस्य दयार्द्रह्दयमस्ति एकान्तति जगति यस्य कीर्तिः जायन्ते । सिध्यसि को, मे सद्गुरु राज्ञशशी नामाभिः पाणिभ्यां तुभ्यं महमहरहो नमामि ॥
38
55
પત્ર-૬
ખંભાત - અષાઢ વદ ૪, સોમ, ૧૯૫૦
સર્વનું હિત ઇચ્છનાર અને દયાથી પીગળેલું હૈયું છે જેનું, અને એક સરખી રીતે જગતમાં સંપૂર્ણત્વ યશ ફેલાયેલ છે જેનો, તે કોણ ? મારા સદ્ગુરુ રાજચંદ્રજી એવા નામે છે. હે ગુરૂ, બે હાથ જોડી હું આપને નમસ્કાર કરૂં છું.
ભો ભગવંત !
‘નિરાધાર કેમ મૂકી, શ્યામ મુને નિરાધાર કેમ મૂકી’ ?
આમ છેક નિરાધાર મૂકવાથી આ પામરના દિવસ કેમ જશે. સહજ પણ અમૃત તુલ્ય પ્રસાદી મળવાની ઇચ્છા રાખ્યા કરે છે.
આ સાથે મુની દેવકરણજીએ લખેલો પત્ર બીડ્યો છે. કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કે કોઇ પણ પ્રકારનો દોષ મારા મન, વચન, કાયાથી કે આત્માના કોઇ અધ્યવસાયથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી ક્ષમાવું છું. ક્ષમાપના ઇચ્છું છું. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવવાની દયા થશે તો પરમ મંગલકારી આનંદ થશે.
લિ. અલ્પજ્ઞ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર (જવાબ વ. ૫૧૫)
પત્ર-૭
ખંભાત – ચૈત્ર વદ ૭, બુધ, ૧૯૫૧
સત્ પરમાત્મા શ્રી - ત્રિકાળ નમસ્કાર
પરમકૃપાવંત, પરમ દયાવંત, અનંત કરૂણાસાગર, અનાથના નાથ, અશરણના શરણ, પ૨મ જ્યોર્તિમય, પરમ પુરુષોત્તમ સર્વજ્ઞ પરમાત્માશ્રીજી.
૧૬
આપના પવિત્ર કર-કમળનો લખેલો એક પવિત્ર(વ.૫૮૦) પત્ર મળ્યો, વાંચી આનંદ સાથે દર્શન તુલ્ય લાભ લીધો. એવીજ રીતે કૃપા કરી બાલક પ્રત્યે સંભાળ લેવા દયા કરશોજી.
હે નાથ ! આ અનાથ કેટલા દિવસો થયાં કેટલાંક પત્રો લખીને મૂકે છે પણ તે બીડવાની ઇચ્છા થતી નથી. કારણ કે શું લખવું ? તે કંઇ સૂઝતું નથી. તેમ આપના પવિત્ર અગાધ ઉપદેશ આગળ કંઇ પૂછવા યોગ્ય પણ રહ્યું નથી. જે છે તે માત્ર કરવા ઉપર રહ્યું છે. ત્યાં અનંત ઘણી મારી પોતાની ભૂલ ને અન્યને શું કહું ?
Page #50
--------------------------------------------------------------------------
________________
પરમ કૃપાળુદેવના ચરણકમળની પ્રત્યાકૃતિ
શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ શ્રી ધરમપુરમાં પૂ. શ્રી રણછોડભાઈના ઘેર તેમની વિનંતીથી સં. ૧૯૫૬માં ચૈત્ર માસમાં પરમકૃપાળુદેવશ્રીએ સ્થિરતા કરી હતી તે વેળા પૂ. શ્રી મણીબા (રણછોડભાઈના ધર્મપત્નિ)ની આગ્રહભરી ભાવનાથી કરૂણાસભર ઊભા ઊભા પ.કૃ.શ્રીએ પોતાના ચરણ સ્થાપન કરેલ - તેની જ આ સચવાઈ રહેલ પ્રત્યાકૃતિ છે. જે પ્રતિકૃતિ હાલ પુણ્યાત્મા પૂ. શ્રી જવલબાના સુપુત્ર શ્રી મનુભાઈ બી. મોદીના ઘેર ચાંદીથી મઢીને દર્શનાર્થે સુરક્ષિત રાખેલ છે. આજ પગલાં ઉપરથી આરસની પ્રત્યાકૃતિ બનાવરાવી શ્રી ધામણ ગામમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
Page #51
--------------------------------------------------------------------------
Page #52
--------------------------------------------------------------------------
________________
0 4 MORE) સત્સંગ-સંજીવની SCS
હે ભગવંત ! જે પાંચ વિષયાદિ દોષો આત્માને આવરણ કરવાવાળા તેને જ હું એવું છું. પ્રીતિ કરું છું. રસ સહિત ભોગવું છું. ત્યાં મને વૈરાગ્યનો ક્રમ આવી, વિચાર શક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય? એમ જાણું છું. અને એમ બને પણ છે. જે જે વખતે કાંઇ વાંચવાથી, વિચારવાથી કે આપનો પવિત્ર પત્ર મળવાથી વખતે વખતે કાંઇક ઉદાસીનતાનો ક્રમ ઉદય થાય છે, તો તે વખતે તો પંચેન્દ્રિયના ભોગવવાવાળા સુખો કિંચિત્ ભાગે પણ રસ રહિતપણે અને અપ્રિયપણે ભોગવાય છે. તેમ તે દરમ્યાનમાં સહેજ પણ અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ ભાષા અને અલ્પ પરિચય આદિકની ઉપયોગાનુસાર વિશ્રાંતિ મલવાથી અધિકાધિક સર્વ સંગ પરિત્યાગી થવાનું સૂઝે છે, અને સુખ પણ તેમાં જ રહ્યું છે એમ ભાસે છે. તથાપિ તે ઉદાસીનતાનો ક્રમ લાંબો વખત રહેતો નથી. માત્ર થોડો થોડો એકાદ બે દિવસ સુધી – વખતે રહે છે. ત્યાં તેને વિચારી વૃદ્ધિ કરવાનું કારણ મેળવવાનો વખત લઉં છું કે કોણ જાણે એવું તો પ્રબળ કારણ આવી જ પડે છે કે ઉદાસીનતાનો ક્રમ મૂલથી જ નાશ થાય છે. આથી જ એમ રહે છે કે જેટલી વિશ્રાંતિ સર્વસંગ પરિત્યાગમાં મળવાની છે તેના અનંત ભાગે પણ આ કારાગૃહમાં રહીને મળવાની નથી. કારણ કે રસેન્દ્રિયાદિક દોષો પોતાનો અમલ કરવા આવે છે, અને લોકપ્રથા ઓછી રાખતાં છતાં પણ તે વખતે કોણ જાણે ક્યાંથી આવીને વળગે છે. અને તેમાં પડતાં પહેલાં તો વિચાર થાય છે જોજે, પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, માથે મરણ છે, એમ ખૂબ યાદ રાખી વર્તજે, એમ વિચારી તે રસેંદ્રિયાદિક લોકપ્રથાના કાર્યમાં મળતી વખતે પ્રથમનો વિચાર મંદ થઇ જઇ, તે ભોગવતા પદાર્થમાં તાદાભ્યપણું થઇ જાય છે. અને તેથી તે ઉદાસીનતાનો ક્રમ જતો રહે છે. જ્યારે તે ક્રમ નથી હોતો તેવા વખતમાં તો લખવા વાંચવા કે વિચારવામાં તો સાવ પ્રેમ પણ આવતો નથી એમ મને બને છે.
હે દિલના દરિઆવ, ગુણના સાગર, આ રાંકનું ચિત્ત અને વૃત્તિ શાંત નહિ હોવાથી અને મન વિકલ્પમાં પ્રવૃત્તવાથી આપ પરમાર્થી પુરુષ પ્રત્યે પત્ર લખવાનો વિલંબ થાય છે. બાકી આપના તરફથી કોઇ પ્રતિબંધ ધારી લખવાનું બનતું નથી તેમ નથી. આપ દયાળુ અને અનાથના નાથ એવા જગદિશ્વર તરફથી પત્ર વાટે કે પ્રત્યક્ષપણે બોધ આપવામાં કાંઇ પણ ખામી રાખી નથી તેમ ગણું તો લાકડીના પ્રહારરૂપ શિક્ષા પણ મળી ચૂકી છે.
આપ પ્રભુજીને આ બાલક પ્રત્યે કાંઇ લખવાનું કે કહેવાની ઇચ્છા હોય તે ખુશીની સાથે આ બાલક યોગ્ય ફરમાવવા કૃપા કરશો. કાંઈ ઉપદેશરૂપ હશે તો આ દીનને અત્યંત આનંદની વાત છે. તેમ કાંઇ પ્રસંગ જેવું હોય તો તેમ કરવામાં આ લેખક તરફની અડચણ નથી. કારણ કે વેપારાદિકનો બહુજ ઓછો પરિચય છે, એટલે તે તરફની ઘણું કરીને અહોનિશ નિવૃત્તિ જ રહે છે, અને નિવૃત્તિરૂપ જ છે. કદાપિ બહુ અગત્ય હોય તો બાર મહિનામાં એક માસ જેટલું કામ હોય તે પણ નહીં જેવું એટલે વખત ફુરસદનો જ રહે છે. આ એક સહેજે જ લખી જણાવ્યું છે.
અહોનિશ નિવૃત્તિ મળવા છતાં આ અનાથની ચિત્તવૃત્તિ અશાંતપણે રહે છે. એ અત્યંત આ દુષ્ટને ધિક્કારવા યોગ્ય છે. તેનો વિચાર કરતા, મુખ્ય કારણ દેહની શાતા ભજવાનું લાગે છે, અને તેના લીધે બીજા દોષો પણ નજરે થઇ આવે છે.
સત્સંગી ભાઇઓ પણ હાલમાં તો ઉપાધિમાં પડ્યા છે, કે તે લાભ પણ લેવાતો નથી. ઘણું કરીને અત્રે લખવામાં કે વાંચવામાં પણ અપ્રેમપણે કાળ ચાલ્યો જાય છે.
એ બધા દોષો છેદવાને માટે આ સંસર્ગમાં વિશેષ પરિચય ફળીભૂત થાય છે. તેથી પણ સુગમમાં સુગમ તો આપ દયાળુ નાથના ચરણ સમીપમાં સહેજે પણ દોષો ટળી જાય છે, એમ મને તો નિઃશંક લાગે છે. કારણ કે આપ સર્વજ્ઞ પરમાત્મા પાસે રહેવાથી એ બધા દોષો એની મેળે જ ભાગી જાય છે. માટે હે દયાળુ નાથ!
૧૭
Page #53
--------------------------------------------------------------------------
________________
O GR
8 સત્સંગ-સંજીવની )
કૃપા કરી આ અનાથને આપના ચરણ સમીપની સેવા પ્રત્યે રાખવા આ દીનને દયાની ખાતર કૃપા કરો. અને તેમ કરવામાં હજુ વિલંબ હોય ત્યાં સુધી આપની ઇચ્છા આવે તેવી રીતે વર્તવા આ બાળકને જણાવો કે તેમાં ઉદ્યમવંત થાય.
ચિત્તની અશાંતિપણે અને અનેક દોષોથી ભરેલ લખાયેલો આ પત્ર, તેમ અનંત અવગુણોથી ભરપૂર એવો આ દુષ્ટ લખનાર તેના દોષ તરફ નજર ન કરતા આપની દયાને ખાતર, એક રહેમની ખાતર જેમ આ બાળક પ્રાણીની, દેહની પ્રિયતા ઘટે, રસગારવાદિ દોષો મોળા પડે અને ચિત્તવૃત્તિ શાંત થઇ, સદા એકતારપણે, આપની પરમ પ્રેમ ભક્તિમાં જલદીથી જોડાય એવો ક્રમ, ઉદ્યમ કે પુરૂષાર્થ કરવા આ દીનને અનંત દયાની ખાતરી જણાવવા અનંત કૃપાવંત થશો. | હે કૃપાનિધિ, આપનો કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અપરાધ કે અભક્તિ કોઇપણ મન, વચન, કાયા અને આત્માના યોગાધ્યવસાયથી કોઇપણ પ્રકારે થઇ હોય તો પુનઃ પુનઃ ક્ષમાવું છું. નમસ્કાર કરી ક્ષમાવું છું. મસ્તક નમાવી ક્ષમાવું છું. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશો.
એજ અધમાધમ મૂઢના વારંવાર નમસ્કાર. (જવાબ વ. ૫૮૪)
પત્ર-૮
ખંભાત - વૈશાખ સુદ ૨, શુક્ર, ૧૯૫૧ સત્ય પરમાત્મા શ્રી – ત્રિકાળ નમસ્કાર પરમકૃપાળુ પરમદયાળુ સર્વજ્ઞ પ્રભુ શ્રી,
હે દીનદયાળ, દીનાનાથ, આપ પરમકૃપાળુ સત્ પ્રભુશ્રીએ અનંત અનંત દયા કરી આપની પવિત્ર મૂર્તિના દેદાર કરાવવા આ અનાથ પ્રાણી પ્રત્યે અનંત કૃપા કરીને જણાવ્યું તે અત્યુત્તમ મંગળદાયક વાત છે. આ લેખકના ચિત્તમાં હાલ એમ નહોતું કે આપના પવિત્ર દર્શનનો લાભ હમણાં થાય. છતાં અણચિંતવ્યો લાભ મળવા આ અનાથ પ્રત્યે અનંત ઘણી દયા કરી છે.
આપ પરમાત્માશ્રીએ વૈશાખ વદમાં અથવા તે પછી તુરતમાં નિવૃત્તિ લેવા અર્થાત્ આ બાળકોને સમાગમ કરાવવા જણાવ્યું છે તો આપની ઇચ્છાનુસાર કરવા આ બાળક અત્યંત રાજી છે. આપની ઇચ્છા તે પહેલાં કદાપિ નિવૃત્તિ લેવાની હશે, તો તેમ કરવા આપની ઇચ્છાનુસાર જણાવવા દયા કરશો. - આ અત્યુત્તમ મંગળદાયક લાભ મળવાની રાહ જોઉં છું. અને આપ જણાવવાની કૃપા કરો તે વખતે આપના સમીપમાં આવવા તૈયાર છું. લિ. અલ્પજ્ઞ પામરના વિધિપૂર્વક પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી.
પત્ર-૯
ખંભાત - ભાસૂદ સુદ ૬, સોમ, ૧૯૫૧ સેવ ભત્તે સેવ ભત્તે તમે સત્ય છો. હે પૂજ્ય, તમે સત્ય છો. તમને ક્ષમાવું છું. અત્યંત નમ્રપણે નમસ્કાર કરું છું.
- ૧૮
Page #54
--------------------------------------------------------------------------
________________
D SHARE) સત્સંગ-સંજીવની
)
પરમકૃપાળુ પરમદયાળુ, પરમોપકારી, પરમઆનંદી, સહજાનંદી, પરમ સ્વરૂપી, ત્રિલોક્યનાથ, તરણતારણ, જગતમાતા, જગતભ્રાતા, જગત્રાતા, જગતબંધુ, દીનાનાથ, દીનદયાળ, દીનબંધુ, સર્વોપરી પરમ પૂજ્ય, અનાથના નાથ, અશરણના શરણ, સત્યપ્રભુજીશ્રીની પવિત્ર સેવા પ્રત્યે વંદું છું. હું અલ્પજ્ઞ મૂઢ, અશરણ, અનાથ, પામર, ત્રિવિધ યોગે પરમ પ્રેમે નમસ્કાર કરું છું. કોઇ પણ પ્રકારે આપ સર્વાત્મા પ્રભુજીશ્રીનો અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કે અસત્કાર વિગેરે કોઇપણ દોષ, વળી અન્ય પ્રકાર સંબંધીનો દોષ મારા કોઇપણ મન, વચન, કાયા અને આત્માના યોગાધ્યવસાયથી થયો હોય તો અત્યંત નમ્રપણે, અત્યંત દીનપણે ફરી ફરીને ગુણસ્તવન કરી કરીને, ગુણચિંતવન કરી કરીને ક્ષમાવું . નમસ્કાર કરું છું. વંદન કરું . મસ્તકે કરી પ્રદક્ષિણાએ કરી દંડવત્ કરી વારંવાર ક્ષમાવું છું. ( પત્ર દ્વારા દર્શન લાભ આપવા દયા કરશોજી. હાલ ત્યાં ક્યાં સુધી સ્થિરતા છે, તે યોગ્ય લાગે તો જણાવવા કૃપા કરશોજી.
લિ. દીન છોરૂ અલ્પજ્ઞ પામરના વિધિપૂર્વક વારંવાર પ્રતિસમય નમસ્કાર સ્વીકારશોજી. (જવાબ વ. ૬૩૫)
પત્ર-૧૦
ખંભાત
કાર્તિક સુદ ૧૨, બુધ, ૧૯૫૨ ગુણાતિત દેહાદિ-ઇન્દ્રિજહર, કીયે સર્વ સંહાર વૈરી તુફાન |
મહા શુર વીર નહી કો વિષાદ, નમો રાજચંદ્રમ્ નમો રાજચંદ્રમ્ // જે મહાપુરુષની દેહાદિક ઇન્દ્રિયો પોતાના ગુણ મૂકી આત્મપરિણામરૂપ થઇ છે, જેથી ક્રોધાદિક કરી ચાર અને રાગદ્વેષાદિક શત્રુનો જેણે સંહાર કહેતાં નાશ કર્યો છે, અને અનાદિ કાળની વિપર્યાસ બુદ્ધિ જેની મટી આત્મા આત્મપરિણામરૂપ થયો છે જેનો, અને તે આત્મપરિણામના વિષે સદા જાગૃતપણુ વર્તે છે જેને, એવા મહા શૂરવીર છે, સર્વ પર્યાયે જેને આત્મા ભાસી રહ્યો છે, આત્મામાં તદાકારપણું વર્તે છે જેને, એવા સર્વાત્મા પ્રભુજીશ્રી રાજચંદ્રજી નામરૂપ સર્વાત્માને ત્રિકાળ નમો નમઃ
અશરણને નિશ્ચય શરણના આપણહાર એવા કૃપાવંત પ્રભુશ્રીજી !
બે દિવસ થયા પત્રની રાહ જોતો હતો જેથી અલ્પજ્ઞ આત્માથી કોઇ કલ્પનાથી કલ્પાયું હોય અથવા પ્રાય ખોટું હોય, તો તે માટે અથવા કોઈપણ રીતે અયોગ્ય અવિવેકરૂપ લખાયું હોય, તો અત્યંત દીનપણે આત્મભાવથી પુનઃ પુનઃ નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું. તે આપ સાહેબ ક્ષમા આપવા યોગ્ય છો. એવો અલ્પજ્ઞ મૂઢાત્મા છું. જેથી આ દીન પ્રાણી પ્રત્યે, જે ભૂલ જણાવવી યોગ્ય લાગે તે જણાવવાની દયા કરશો, એમ આ અલ્પજ્ઞ આત્મભાવથી ઇચ્છે છે.
- જે પુરુષની દેહ બુદ્ધિ મટી છે, સદા સર્વ આત્મા વ્યાપી રહ્યો છે, સદા ભાસી રહ્યો છે જેને, એવા આત્મજ્ઞ કે જે આત્મસ્વરૂપ જ છે, આત્માકાર જ છે, આત્મારૂપ જ છે એવા સર્વાત્મા શ્રી રાજચંદ્રજીને આ અલ્પજ્ઞ આત્માનો આત્મભાવથી ત્રિકાળ નમસ્કાર છે.
૧૯
Page #55
--------------------------------------------------------------------------
________________
O RSS - SMS સત્સંગ-સંજીવની SSAS SS (9
કારણ કે તેવું આ આત્માને થવું છે. (જવાબ વ. ૬૫૫)
પત્ર-૧૧
ખંભાત
||
માગસર સુદ ૯, સોમ, ૧૯૫૨ એક સમય પણ વિરહ નહિ એવીજ રીતે તાદાભ્યપણે આત્મસ્વરૂપના વિષે સ્થિર એવા પરમ પુરુષોત્તમ કૃપાનાથજીની સેવા પ્રત્યે,
આપ પરમકૃપાળુ નાથે અનંત દયા કરી, આ મૂઢ યોગ્ય કાંઇ ઉપદેશ ઔષધિ પવિત્ર ત્રિભોવનદાસભાઇ ભેગી મોકલી પણ આ હીનભાગી હોવાથી અને તેનું પાન કરવાને હજુ તેની સ્થિતિ નહિ હોવાથી પવિત્ર ત્રિભોવનભાઇથી તે વાત વિસ્મૃત થઇ છે. ખેર, આ અનાથના કર્મનો જ દોષ. કદાપિ હવેથી જો યોગ્ય લાગે તો દયા કરી પત્ર વાટે જણાવશોજી. પરમ કૃપા કરી સમજીશ. હાલ એજ.
લિ. અલ્પેશ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર (જવાબ વ. ૬૫૬)
પત્ર-૧૨
ખંભાત બંદર
પોષ વદ ૮, બુધ, ૧૯૫૨ પરમકૃપાળુ કૃપાનાથ, પરમદયાળુ, અશરણના શરણ, અનાથના નાથ પરમ પૂજ્ય સાહેબજીની સેવામાં.
અત્યારે બીજું કાંઈ માગતો નથી પણ એટલુંજ માંગું કે તમારું શરણ મને ભવોભવ પ્રાપ્ત હજો, અને આપ પરમાત્મસ્વરૂપનું ચિંતવન મારા હ્મયને વિષે સ્થાપન રહો. કારણ કે આપનું એકપણ વચન મેં અંગીકાર કર્યું નથી. જેવો જન્મ ધર્યો તેવો જ ચાલ્યો જવા અત્યારે આ આજ્ઞાંકિત સેવક શરીરની અસાધ્ય વેદનીમાં પડ્યો છે. અને (જ્વર) તાવ અમુંઝણનું કર્મ પ્રબળપણે વર્યું છે. વિશેષ તો શું લખું ? ભરોસો નથી લાગતો. કદાપિ જો શરીર રહિત થવાની ઇશ્વરની ઇચ્છા હશે તો મારી સમયે સમયે વંદના સ્વીકારી લેજો. અને ઈશ્વરની મરજી હાલ જો ન હોય તો આપના દર્શન કરી, આનંદ માનીશ. અત્યારે આપની અલૌકિક મૂર્તિનું ધ્યાન દયના વિષે રટ્યા કરું છું. હાલ એજ. વિશેષ શું લખવું ?
આજ્ઞાંકિત સેવકની વંદના સ્વીકારશોજી. નગીનના પુનઃ પુનઃ નમન સ્વીકારશોજી. (જવાબ વ. ૬૬૭)
પત્ર-૧૩
ખંભાત બંદર
પોષ વદ ૧૧, શનિ, ૧૯૫૨ પરમકૃપાળુ કૃપાનાથ, પરમંદયાળુ, અશરણના શરણ, અનાથના નાથ પરમ પૂજ્ય સાહેબજીની સેવામાં.
૨૦
Page #56
--------------------------------------------------------------------------
________________
Sિ
સત્સંગ-સંજીવની ) (
4
)
ખંભાતથી લિ. અંબાલાલ લાલચંદના નમસ્કાર સ્વીકારશોજી. આપના તરફથી પત્ર લાભ ઇચ્છું છું. આપની કૃપાથી શરીર પ્રકૃતિ દિન પ્રત્યે સુધરતી આવે છે. હરિ ઇચ્છા હશે તો શાંતિ થશે એમ લાગે છે. આપના દર્શનની ઘણી ઇચ્છા રહે છે. તે તો આપ કૃપાનાથના હાથમાં છે. પત્ર લાભ ઇચ્છું છું. કામ સેવા ફરમાવશો.
દ. અનાથ બાળક નગીનના પુનઃ પુનઃ નમન સ્વીકારશો. (જવાબ વ. ૬૬૮)
પત્ર-૧૪
ખંભાત
ચૈત્ર સુદ ૬, સં. ૧૯૫૨ આપ પરમ મહાન પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર
પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમોપકારી, દીનાનાથ, દીનના બંધુ, અશરણના શરણ, નોધારાના આધાર એવા સ્વસ્વરૂપ વિલાસી, સદા આનંદી, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ, પરમ જ્યોતિર્મય પરમાત્મા શ્રી, સર્વજ્ઞ - પ્રભુજીશ્રી
હાલમાં કપાપત્ર નથી તે દીન ઇચ્છે છે. થોડા દિવસ ઉપર આ લખનાર ને ત્રિભોવનભાઇ તથા કીલાભાઈ જણ ત્રણ ગામ કાવિઠે ગયા હતા. ત્યાં મુનિ સમાગમ દિન ત્રણ થયો હતો. તે પછી બે દિવસ વધુ નિવૃત્તિ લઈ અત્રે આવવું થયું હતું. તે સહજ જાણવા લખ્યું છે.
મુનિશ્રી દેવકીર્ણશ્રીજીએ કહ્યું હતું કે મેં બે ત્રણ પત્રો સુરતથી કૃપાનાથશ્રીને લખ્યા હતા કે હવે મારે કેમ કરવું. પણ હું અયોગ હોવાથી કાંઇ જવાબ આપ્યો નથી. તને અને મુનિ લલ્લુજીસ્વામીને કૃ. દેવે કંઇ કરવા યોગ્ય કહ્યું હશે તે પ્રમાણે કરતા હશો. પણ મારે હવે કેમ કરવું ? કારણ કે હવે ધીરજ રહેતી નથી. આયુષ્યનો ભરોસો નથી માટે તું કૃપાનાથશ્રીને પત્ર લખી જણાવજે કે દેવકીર્ણજી કેમ કરે ? પછી તેનો જવાબ જે આપે તે લખી મોકલજે, એ વગેરે કહેવાથી આપ સાહેબને લખી જણાવ્યું છે.
ઉપરના ઉત્તરમાં સહજ આપના પ્રતાપથી મુનિને એટલી વાત કરેલી કે આપ ધીરજનો ત્યાગ ન કરો. અને આપના મનથી આપ અયોગ્ય છો એમ જ લાગતું હોય તો કદાપિ કૃપાનાથશ્રી તરફથી અમુક વખત સુધી પત્ર લાભ ન મળે તો પણ ધીરજનો ત્યાગ ન કરતા યોગ્ય થવા જે જે પૂર્વે માન, મહાગ્રહાદિક તથા શાસ્ત્રાદિક અભિનિવેશ ટાળવા તથા પંચેન્દ્રિયાદિક વિષયોને જેમ બને તેમ જીતવા આપને જણાવ્યું છે, તે પર વિશેષ ધ્યાન આપી સત્સમાગમને ઇચ્છો. એ વિગેરે વાત થઇ હતી તે ક્ષમા ઇચ્છું છું.
મુનિઓ નિવૃત્તિમાં વિચરે છે. અને સાથે ફક્ત સુંદરવિલાસ રાખ્યું છે. બીજું કોઇ પણ પુસ્તક રાખ્યું નથી. તે જણાવવા લખ્યું છે. મુનિ લલ્લુજી સ્વામિએ આપ સાહેબને પત્ર લખ્યો હશે. ઉપરની હકીકત મુનિ ) દેવકીરણજીએ કહેવાથી લખી છે આપને યોગ્ય લાગે તેમ તેવો ઉત્તર આપશો. મુનિ લલ્લુજી સ્વામિને કાંઈ
ભક્તિનો લક્ષ હોય એમ લાગે છે. પણ દેવકરણજીને હજું તેમ લાગતું નથી તેતો આપ સર્વે જાણી રહ્યા છો. નિવૃત્તિ લેવા માટે અમુક અમુક ગામો અને મકાનો વિગેરે સગવડ સારી છે જેથી નિશ્ચિતપણે રહી શકાય એવા સ્થળોની આ ફેરા તજવીજ કરી રાખી છે. ઉદય યોગ પ્રારબ્ધથી માસ ત્રણ થયાં તાવ આવવાના કારણે પત્ર લખતાં વિલંબ થયો છે તેમજ આ પત્ર ઉતાવળે લખતાં નમ્રતાપૂર્વક ક્ષમા માંગું છું. કોઇ પણ પ્રકારે અવિનય અભક્તિ આદિ
દોષ જે જે પ્રકારે મન, વચન, કાયાથી થયો હોય તે હેતુથી વારંવાર નમસ્કાર કરી પુનઃ પુનઃ ખેમાનું છું. {KI}
સERROR MUSIC
૨૧
Page #57
--------------------------------------------------------------------------
________________
GSSSSSS સત્સંગ-સંજીવની ST RSS WORD
છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશોજી. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.. (જવાબ વ. ૬૮૨)
( પત્ર-૧૫
ખંભાત
વૈશાખ વદ અમાસ, ભોમ, ૧૯૫૨ આપ સર્વજ્ઞ દયાળુ નાથ શ્રીજીને ત્રિકાળ નમસ્કાર
પરમોપકારી, પરમ દયાવંત, અનંત કૃપાવંત, અનાથના નાથ, અશરણના શરણ, નોધારાના આધાર, દીનબંધુ, દીનાનાથ, પરમ પૂજ્ય, પૂજવા યોગ્ય વારંવાર નમસ્કાર કરવા યોગ્ય એવા શ્રી પરમ હિતસ્વી સર્વાત્મા પ્રભુશ્રીજી, પરમ શાંતિથી આપ દયાળુ નાથ શ્રીજીનું પધારવું થયું હશે. કૃપા કરી પત્ર દ્વારા છોરૂની સંભાળ લેવા દયા કરવા આ બાળક ઇચ્છે છે.
આપ પરમકૃપાળુ શ્રી હરિમુખથી શ્રવણ કરેલો જે બોધ તે મુજબ અત્રેના સર્વ મુમુક્ષુભાઇઓને જણાવ્યું
(૧) પરસ્પર મુમુક્ષુ ભાઇઓનો સમાગમ કરવો. (૨) બે, ચાર, આઠ દિવસના અંતરે પોતાની સવૃત્તિઓ શ્રી કૃપાળુ સમીપે જણાવવી. (૩) સદ્ગત સેવવાં. કરી (૪) સ્વછંદનો નાશ કરવો. (૫) પોતાની ઇચ્છાએ નહીં (કરવા) વર્તવા અને
(૬) પંચેન્દ્રિય વિષયોને જીતવા. શ્રીમુખથી શ્રવણ કર્યું છે તે, તે આપ સાહેબને જણાવું છું અને છેવટે હવે તે ગુણો લાજથી પણ અંગીકૃત કરવાને ઉપદેશ્ય છે.
માટે આપણે સર્વ ભાઇઓ તે ગુણનું ગ્રહણ કરીશું તો જરૂર સત્યુષ પ્રત્યે આશ્રયભક્તિ ઉત્પન્ન થઇ, સત્યરુષની અનંત કૃપાને પામીશું, એ વિગેરે કેટલીક બીજી બધી થયેલી ધર્મકથા સાંભરી આવવાથી તે ચર્ચાય છે. જેથી હાલ અમુક પુસ્તક વાંચવાનું શરૂ કર્યું નથી. વચનામૃતોનું પુસ્તક વંચાય છે. હવે પછી કોઇ સગ્રંથનું વાંચન કરવા વિચાર છે. તે શરૂ થયેથી આપ સાહેબની પવિત્ર સેવામાં જણાવવાનું ધ્યાનમાં લઇશ. બીજા આર્ય ભાઇઓ તરફથી પોતાની વૃત્તિઓ જણાવવા આપ દયાળુશ્રીની પવિત્ર સેવા પ્રત્યે પત્ર લખવા કહેલ છે.
હે ભગવાન ! આ ફેરાના આપ સાક્ષાત્ અનંત કૃપાના સાગર પરમાત્માશ્રીના પરમ પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ આ પામરને થવાથી અત્યંત કલ્યાણકારક થયો છે. અને હવે શ્રીમુખથી જણાવ્યા પ્રમાણે અંગીકાર કરવા આ અનાથ બાળક ઇચ્છે છે. પણ મૂઢ હોવાથી કાંઇ તેનું બળ ચાલતું નથી. તો આપ સાહેબને શરણે રાખી તેને સહાય થવા વિનંતી કરું છું.
આપ પરમ દયાળુ નાથશ્રીના પાદાંબુજ કરી કોઇ પણ પ્રકારથી આ અનાથે અવિનય, અશાતના, અભક્તિ, અસત્કાર આદિ કોઇ પણ પ્રકારનો દોષ સેવ્યો હોય તે સર્વે અત્યંત અત્યંત નમ્રતાએ કરી નમસ્કાર કરી, ક્ષમાપના ઇચ્છું છું. આપ સાહેબ દયાળુ છો અને અનંત કૃપાના સાગર છો. માટે કૃપા કરી આ મૂઢના દોષો
રર
Page #58
--------------------------------------------------------------------------
________________
S S SSS SS) સત્સંગ-સંજીવની CSR SISTERS ()
સામે જોશો નહીં. અને દોષ થયો હોય તેની આપશ્રી કૃપાનાથ પાસેથી ક્ષમા કરવા વિનંતી કરું છું. માટે ક્ષમા આપવા દયા કરશોજી.
લિ. અલ્પજ્ઞ અનાથ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર-૧૬
ખંભાત
જયેષ્ટ સુદ ૫, ભોમ, ૧૯૫૨ અનન્ય શરણના આપનાર શ્રીમાન પ્રભુજી શ્રી રાજચંદ્રજી શરણં મમ પરમકૃપાળુ કૃપાનાથ શ્રીમાન પરમ પુરુષોત્તમ શ્રી રાજચંદ્રજી સદ્ગુરૂદેવને ત્રિકાળ નમસ્કાર.
પરમ પવિત્ર કપામય પત્ર ૧ (વ. ૬૯૦) રવિવારે તથા કપાભરેલું સક્ષત્ર ૧ (વ. ૬૯૨) સોમવારે એ રીતે બે પત્ર પ્રાપ્ત થયાં છે. વાંચી સહર્ષ અતિ આનંદ થયો છે. પ્રથમનો પત્ર ભાઇ છોટાલાલને આપ્યો છે.
સંસ્કૃત શાસ્ત્રી અત્રે આવ્યા છે. બીજના દિવસથી અભ્યાસ શરૂ કર્યો છે. શબ્દ રૂપાવળીના ૧૦ પાઠ, પુરૂષ લિંગના દસ પાઠ મુખપાઠ થયા છે. આજથી દસ પાઠ સ્ત્રીલિંગના ચાલુ થશે. શાસ્ત્રીબાબાનું કહેવું એમ છે કે બરાબર અભ્યાસ થશે, અને સ્મરણ શક્તિ ઠીક રહેશે તો છ એક માસમાં સંસ્કૃત વાંચવાનો તથા તેમજ નવા શાર્દૂલ વીડિત વૃત્તાદિ શ્લોક રચવાનું આવડી જશે. શાસ્ત્રીની કૃપા સારી છે. રોજ બે ત્રણ કલાક ભણાવે છે અને સમજુતિ આપવામાં મહેનત સારી લે છે, તે આપ સાહેબને વિદિત કરું છું. અને આપ સાહેબના પરમ અનુગ્રહ વડે શરણતાથી તે પાર પડવાની ઇચ્છા રાખું છું. તે પવિત્ર મુનિ શ્રી લલ્લુજી મહારાજનો પત્ર ૧ વસોથી આવ્યો હતો. અને જેઠ વદ ૧ અત્રે પધારવાનું એમણે જણાવ્યું હતું.
લીંમડીવાસી તેમજ કલોલવાસી ભાઇઓ તરફથી પત્રવ્યવહાર ચાલે છે. તેમની વૃત્તિ ઠીક રહે છે, એમ લાગે છે. હે પ્રભુ! અત્રે સત્સમાગમ છતાં અસત્સંગ જેવી બધાની વૃત્તિ રહે છે અને તેથી પ્રાયે વૃત્તિનું ચલિતપણું મારી ધૃષ્ટતાને લીધે થઇ જાય છે. | હે પ્રભુ, પરમકૃપાળુનાથ પરમ પવિત્ર ગોપાંગનાઓ જેવી ચિત્તની વૃત્તિ આ લેખકની ક્યારે થશે. તેના જેવો શ્રીમદ્ શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આ લેખકનો શ્રીમાન શ્રી રાજચંદ્રજી પ્રભુ પ્રત્યે ક્યારે થશે. અને શરીર સહિત છતાં અશરીરપણે રહેવાનું આ બાળકથી ક્યારે બનશે. ઇચ્છા તો બહુ થાય છે. પણ પૂર્વે ઉપાર્જન કરેલાં એવાં અને વર્તમાનમાં નથી ત્યાગ થતા એવા રાગાદિ, ક્રોધાદિ કર્મો નડે છે, તો પણ શ્રીમાન પરમ પુરુષોત્તમ પ્રભુનું શરણ જ શ્રેષ્ઠ છે. શ્રીમદ્ શ્રીકૃષ્ણ પ્રભુએ પવિત્ર ગોપાંગનાઓને એકાદશ વર્ષ સુધી સમીપમાં રાખી બહુજ પ્રકારે જ્ઞાનલીલા કરાવી છે. અને ગોપાંગનાનો અધિક પ્રેમ, અનન્ય પ્રેમ થવાથી પછી કદાપિ તેમને વિયોગમાં નાંખી છે તો પણ તેમનો અવિચળ પ્રેમ તેવો ને તેવો કે તેથી વિશેષ વૃદ્ધિ કરતો રહ્યો છે. જેથી મોટામાં મોટું શરણું જ પરમ પુરુષોત્તમનું છે. અને એવી ચિત્તવૃત્તિરૂપ ગોપાંગનાનો અનન્ય પ્રેમ અમુક કાળ અચળપણે શ્રીમાન શ્રીરાજચંદ્રજી પ્રભુ પ્રત્યે રહ્યો તો પછી તે પ્રેમ વિશેષાકારે પરિણમે છે. જેથી તેનું વર્તન એક ધારાનું પછી ચાલ્યું આવવું સંભવિત છે, પણ તેમ થઇ શકતું નથી. એજ આ દુષ્ટ આત્માનો અત્યંત ધિક્કારવા યોગ્ય દોષ છે. એથી વિશેષ અનંત દોષ આ લેખકના કેટલા બધા લખી શકું જેથી આપ કૃપાળુનાથ શ્રીના પરમ અનુગ્રહ વડે જ
RTER
/
૨૩
Page #59
--------------------------------------------------------------------------
________________
O
|
સત્સંગ-સંજીવની )
(
કલ્યાણકારી થવું સંભવિત છે. લખેલા સર્વચનામૃતનું પુસ્તક દિન ૧૫ થયા, વીરમગામ ભાઇ સુખલાલને મોકલી આપ્યું છે, તે સ્ટેજે વિદિત થાય. અલ્પજ્ઞ મૂઢ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર-૧૭
સ્થંભ તીર્થ
બીજા જેઠ સુદ ૧૫, શુક્ર, ૧૯૫૨ શ્રી સદગુરુ શરણં મમ
શ્રીમાન પરમ પુરુષોત્તમ, પરમોપકારી, પરમકૃપાવંત, પરમ દયાવંત, અનાથના નાથ, સર્વોત્તમ ઉપકારી, શ્રી સ૨ દયાળ પ્રભુજી શ્રી રાજચંદ્રજીશ્રીને ત્રિકાળ નમસ્કાર,
સુખ સમાધિમાં બિરાજમાન હશોજી. જાણવા ઇચ્છું છું. પત્ર લાભ ઇચ્છું છું. પવિત્ર લાભ ઇચ્છું છું. પવિત્ર શ્રી લલ્લુજી મુનિ આજે સ્થાનકમાં પધાર્યા છે. શરીરે અશાતા વર્તે છે.
સુજ્ઞ શ્રી કૃષ્ણદાસ આજે સવારના સ્વર્ગવાસ થયા છે. દેહથી રહિત થવાના પ્રસંગે મારું ત્યાં જવું બન્યું ન હતું. પણ પ્રથમ જણાવ્યું હતું કે શ્રી સદ્ગુરુ દયાળુશ્રીને તેડાવવાની આપની શી ઇચ્છા છે ? જવાબમાં તેણે કહ્યું કે અત્રે તેડાવવાની તસ્દી આપવી નથી. શ્રી સદ્ગુરુનું શરણ છે. તે મારું કલ્યાણ કરશે. પછી જણાવ્યું હતું કે એજ શરણું રાખવું અને એ જ ચિંતવન હૃદયના વિષે કર્યા જવું. | હે પ્રભુ! આ સંસારમાં અજ્ઞાન જેવો બીજો કોઈ રોગ નથી, એમ સ્પષ્ટ લાગે છે. સુજ્ઞ ભાઈ ખુશાલદાસના શરીરે એક માસ થયા ક્ષય રોગ વિશેષ પરિણમ્યો છે. તેમની વૃત્તિ ઠીક રહી છે. આપ સાહેબના પવિત્ર દર્શનની ઇચ્છા રાખે છે, અને સ્મરણ રાખ્યા કરે છે. નમસ્કાર લખવાનું કહેવાથી લખું છું............
.........ભાઈ નગીનના હસ્તનું લેખિત પત્ર મળ્યું હતું. હાલમાં સત્સમાગમ જોગ બનતો નથી. કારણ ભાઇ ખુશાલદાસ અસાધ્ય રોગનું વેદન કરે છે. આયુષ્ય સ્થિતિ હોય તો બચવા સંભવ છે. એમની સમીપમાં કીલાભાઈનું રહેવું થાય છે. અને તે સ્મરણ રહેવા વારંવાર જણાવે છે. આ લેખકને પણ એના દેહે, દેહનો ધર્મ બજાવ્યો છે, એટલે જ્વરાદિની ઉત્પત્તિ રહ્યા કરતી હતી, તે હાલ જરા વિશેષ રહે છે. મુનિસમાગમ વખતોવખત થાય છે.
હે પ્રભુ ! દીન દયાળ, આ દેહમાં જે જે વખતે અશુભ કર્મો ઉદય આવે છે, તે તે વખતે જે કાંઇ પરેજી પળાય છે તેનું કારણ તેને દેહનો મોહ છે. પ્રત્યક્ષ એવો ભય રહે છે કે જે કાંઇ સ્નિગ્ધ અથવા ભારે પદાર્થ સેવવામાં આવશે તો તુરત તેનો અનુભવ દેહને થઇ શકશે, એવો એક ભય રહે છે, ને તે ભય શરીરના શાતા સુખના પ્રસંગે રહી શક્તો નથી. શાતાસુખના પ્રસંગે જે કાંઇ રસગારવાદિકે સ્વાદિષ્ટ પદાર્થો સેવાય છે તે આ દેહે અથવા બીજા દેહે ઉદય આવ્યે ભોગવવા પડશે એમ તો નિશ્ચય છે, પણ તેવો નિશ્ચય ટકી શકતો નથી. એ જ આ જીવનો દોષ છે.
જે જીવો શાતા અશાતા બંને પ્રસંગોમાં ઉદય આવેલાં કર્મને સમ વિષમ રહિતપણે ભોગવી લે છે અને અશાતા પ્રસંગે જેવો અજ્ઞાનીને ભય રહે છે તેવો જ જેને ભયનો અનુભવ રહી શાતાદિક પ્રસંગે પણ સ્વાદાદિથી રહિતપણે પદાર્થો ભોગવે છે એવા પવિત્ર મહાત્મા પુરુષોને હું ત્રિકરણયોગથી નમસ્કાર કરું છું.
૨૪
Page #60
--------------------------------------------------------------------------
________________
OGY TREE, સત્સંગ-સંજીવની | ET RER)
બtી છે , વારિ બને છે. સં. એમ ત્ર મળે છે? બ ળ લે 41 ળ ,
ની ૧૧ ના ૨.બા, ૧૬ કળ રે હું ૧ - જે તે બી fit - કડાકે 5-3 ૧૫ર્ક જ છે,
તાબ ન માની રમે જ કરો નાથ ન છે " * ગ્રે ૧.૬ ૬ ૮edયું કે જાણો-ગડે મે દેનાર
૧નેnt &ળ 4ણા નો છે જે ૧ : ; કેદ sળ છે
LIST INDIA
SD 10
DRESDONATO-BEN
/
રકારે
लानिमकर
मी जलाकर
પરમકૃપાળુદેવશ્રીએ પૂ. શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલ પત્ર
Page #61
--------------------------------------------------------------------------
________________
PROMOTOR सत्संग-संजवनी BROKENDRIO
GOO.
२७.. . . साज२०३२७. ३v - १२६१५ 302 2 .
भाभीnone zrasRadhecheOHARDanchin वि११ . 4 Janamzn. nent.0440rruMana.२.१९० 3 .81 -201
. .-
4 5 ACCA
na.४७04ne CAMEAT MAR१८
-1121 1 3
4 000०५८ PicLLIAM
EAST INDIA
POST CARD
THE ADDED CLY TO BE WITTE ONTS
लजाकर रूसका.
करा पारे की image
પરમકૃપાળુદેવશ્રીએ પૂ. શ્રી અંબાલાલભાઈ ઉપર લખેલ પત્ર
Page #62
--------------------------------------------------------------------------
________________
O SERS WEREસત્સંગ-સંજીવની SRESPERS (
લિ. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. | (જવાબ વ. ૬૯૭)
પત્ર-૧૮
ખંભાત
બીજા જેઠ વદ ૯, ભોમ, ૧૯૫૨ શ્રી સદ્ગુરુ પ્રભુ રાજચંદ્રજી શરણં મમ: આ અનિત્ય અને અશરણ એવા ત્રાસરૂપ સંસારમાં એક સગરનું આપ પવિત્રનાથનું જ શરણ સત્ય છે.
સુશભાઇ ખુશાલદાસ ગઇ કાલે સોમવારની રાતના આઠ વાગ્યાના સુમારે આ ભૂમિનો ત્યાગ કરી ચાલ્યા ગયા છે. મરણાંતની બે મિનિટ અગાઉ સુધી સાવધાનથી પોતે ભક્તિમાં લક્ષ રાખ્યો હતો. યુવાવસ્થાના પહેલા ભાગમાં પોતે દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા. એવો પ્રત્યક્ષ બનાવ જોઇ આ આત્માને દઢત્વ થતું નથી અને પોતે તો મરવું જ નથી એવો દઢ નિશ્ચય રાખેલો છે. પ્રત્યક્ષ, બાળ, યુવાન અને વૃદ્ધ એવા સેંકડો મરણ નજરે જોતાં છતાં આ લેખકની છાતી પીગળતી નથી. એ જ આ લેખકની અનંત અનંત મૂઢદશાની અજ્ઞાનતા છે. વિશેષ શું કહ્યું. આ જીવ જ દિશામુઢ રહેવા ઇચ્છે છે. તેવા પ્રકાર સેવે છે, તેવા કારણ ઉપાર્જન કરે છે, અને તેમાં જ પ્રીતિ રાખે છે, એ જ ધિક્કારવાયોગ્ય આ આત્માની મૂઢતા છે.
હાલ એ જ. અલ્પેશ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર-૧૯
ખંભાત અષાઢ સુદ ૧, શની, ૧૯૫૨
શ્રી સદ્ગુરુભ્યો નમો નમ:
પરમકૃપાળુ પરમદયાળુ, સહજાનંદી, પૂર્ણ બ્રહ્મસ્વરૂપી, સદા સ્વરૂપવિલાસી, નિસૃહિ એવા જગ_રૂ પરમાત્મા શ્રી રાજચંદ્રજીને પરમોલ્લાસથી ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર.
- પરમ પવિત્ર પરમકૃપામય પત્ર મળ્યો. વાંચી અત્યાનંદ થયો. ફરીથી પત્ર મળશે એમ ધારી લખવામાં થયેલા વિલંબની ક્ષમાપના ઇચ્છું છું. | ભાઇ ખુશાલદાસના મરણના દિવસે સોમવારે બલખા નીકળવાના બંધ થયા હતા, અને સહજ શાતા જણાતી હતી. ભાઇ કલાભાઇ તથા નગીનભાઇ તરફથી પંદર દિવસ આગમનથી એમની સમીપમાં રહેવાનું અને રાત્રે સૂવાનું રાખ્યું હતું. સોમવારે શ્રી વચનામૃતોના પત્રો વાંચવાનું વિશેષ ચાલ્યું હતું. તે જ દિવસ જરા શ્વાસની ઉત્પત્તિ વધારે હતી. પણ પંચેન્દ્રિયો સાવધાનપણે સારી હતી. ત્રણ વાગ્યાના સુમારે કીલાભાઇ વાળુ કરવા ગયા, તે વખતે સહજ ઘરવાળાએ સ્વાર્થી ગરબડ કરી મૂકી. અને સ્ત્રીઆદિકને કંઇ કહેવા કરવા વિશેની વાત તે લોકો તરફથી નીકળવાથી, ખુશાલદાસનું ચિત્ત એમાં પરોવાયું હતું. જે એક કલાક એ વાતનો પ્રસંગ રહ્યો હતો. કલાભાઇનું ચાર વાગે આવવું થયું હતું. તે વખતથી પ્રથમની વાતનું સમાધાન કરી છ પદનો પત્ર
-
૨૫
Page #63
--------------------------------------------------------------------------
________________
SિMS SS સત્સંગ-સંજીવની SERS AS TO
વંચાવવો શરૂ કર્યો હતો. તે થોડો અંધૂરો રહ્યો તે વખતે કહે કે હવે મને ઊંઘ આવે છે. કીલાભાઇએ કહ્યું કે હવે થોડો પત્ર બાકી છે. તે પૂરો થયે ઊંધી જજો. ત્યાં સુધી બિચારા જીવે યત્ન તો ઘણું કર્યું. પણ અસહ્ય દુઃખ ઉત્પન્ન થયું. ત્યાં દુઃખના આવેશથી આંખો ઢળી પડવા માંડી અને પાંચ વાગ્યાના સુમારે દેહ નાખી દીધો. એટલે અત્યંત પીડામાં પ્રવેશ કર્યો. આ સઘળી હકીકત બબે કલાકે મંગાવતો રહેતો હતો. પણ આજે જ રહી જશે એવું કોઇના કલ્પવામાં આવેલ નહીં. અને તે દિવસે સારૂં વર્તાયું હતું, તેથી મારા મનમાં એમ હતું કે તેવે વખતે જઇશ, અને મને પણ શરીરની અશાતાનું કારણ હતું.
ચાર વાગે સ્ત્રીઆદિકની સ્વાર્થી ગરબડની વાત સાંભળી એમ વિચાર થયો હતો કે આ વખતે એ બિચારા આત્માનું એમાં ચિત્ત ક્યાં પરોવાયું ? માટે હું જાઉં. વળી વાળુ કરી જવાય તો રાતના દસ વાગ્યા સુધી એમની સમીપ રહી શકાય, એમ ધારી એક પત્ર લખી રાખ્યો. તે એના વાંચવામાં આવે તો ઠીક, કારણ વાંચવાની અથવા લખવાની એમની શક્તિ હતી. તે પત્ર લખી વાળુ કરી પાંચ વાગે ગયો. જઈને જોયું તો શરીર નાખી દીધું હતું. તેમ વધુ સાંભળવા જેવી સ્થિતિ ન હતી. તેથી બે બે મિનિટે એક શ્રી સદ્દગુરૂનું શરણ સહાયકારી છે એ જ શરણું સાચું છે. એમ ઉચ્ચાર આપતો હતો. જે પોતે સાંભળી આંખ ઉઘાડી માથું હલાવી હા કહેતા હતા, અને તેમ મરણના પાંચ મિનિટ અગાઉ સુધી રહ્યું હતું. વારંવાર તેજ ઉચ્ચાર આપતો હતો. છેવટને વખતે ફક્ત પાંચ જ વાર માથા શ્વાસ થઇ શરીર ખેંચાયું હતું, અને સહજવારમાં જીવ હતો ન હતો થઇ ગયો.
અહોહો ! હે પ્રભુ ! તે વખતનો ચિતાર આ લેખકને વારંવાર હજુ સ્મૃતિમાં આવ્યા કરે છે. જે દેહને પંપાળવાનું કહેતા હતા તે જ દેહને મૂકીને જરાવારમાં ચાલ્યા ગયા. એવો એ પવિત્ર ખુશાલદાસનો આત્મા જેતો જોઇ આ લેખકને બહુ જ સ્મરણ થાય છે કે જરાવારમાં ફના થઇ જવાનું છે. આખો એ દેહ મૂકી જવો છે. અને આ જ દેહ પ્રત્યે મમત્વ કરાય છે. એ તે આ જીવની કેટલી અનંત ઘણી મૂઢતા કહેવાય ? પંદર દિવસ થયા પવિત્ર વચનામૃતો સંભળાવવાનું થયું હતું, એમને પણ એજ પ્રિય હતું. બીજા પુસ્તકો સાંભળવાની ઇચ્છા થોડી રહેતી હતી. પોતે જણાવ્યું હતું કે કોઇની લાજ કે લોક ભય રાખશો નહીં. પ્રગટપણે મને પત્રો વાંચી સંભળાવજો. મને લોક ભયની જરૂર નથી. મરણના દિવસે ચાર વાગે તો કીલાભાઇને કહ્યું હતું કે જો જો આ પુસ્તકની આશાતના ન થાય. ચિત્રપટનું દર્શન અપાતું હતું. આવા કારણમાં કુટુંબાદિક વિશેષ પ્રતિકૂળ નહોતા રહેતા. આવા પ્રકારે આ દેહથી રહિત થવાનું છે, ક્ષણવારમાં ચાલ્યા જવાનું છે, એમ પ્રત્યક્ષ જોતાં છતાં અને જવું છે એ વાત ખરી છે એવું માનતા છતાં, એવું યથાર્થ મનાતું નથી, અને જીવને જરાપણ વિચાર થતો નથી, કે પાછું વાળી જોતો નથી. એ આ આત્માનું કેટલું બધું અજ્ઞાન છે. | મુનિ પણ વખતોવખત ત્યાં જતા હતા. અને એ જ સ્મરણ રહેવું કહેતા હતા. પ્રથમથીજ કેટલાક પ્રત્યાખ્યાન મુનિ સમીપે લીધા હતા. એ વિગેરે સહજ જાણવા માટે લખી જણાવ્યું છે. બાર તેર પાનાનો પત્ર ખુશાલદાસને વાંચવાને માટે લખી રાખ્યો હતો. તે તેમના વાંચવામાં આવ્યો હોત તો આપ સાહેબની પવિત્ર સેવામાં મૂકી અયોગ્ય લખાણ થયું હોય તેની ક્ષમાપના ઇચ્છતો છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવવા દયા થશે તો આનંદ માનીશ.
અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર :
મુનિ સમાગમ ચાલે છે. વૃત્તિ ઠીક રહે છે. સત્યરૂષો પ્રત્યે સામાન્યપણું ન થાય અને વિશેષ વિશેષ પરમોલ્લાસ વૃત્તિ રહે તેમ તેમજ પ્રીતિભક્તિ થાય એવા પ્રસંગની વાતચીત વિશેષ ચાલે છે જી. - કોઇપણ પ્રકારે અવિનયાદિક દોષ થયો હોય તે વારંવાર નમસ્કાર કરી ક્ષમાવું છું.
Page #64
--------------------------------------------------------------------------
________________
Th
સત્સંગ-સંજીવની
અષાડ વદ ૧૨, ગુરૂ, ૧૯૫૨
સદા આનંદી, સર્વજ્ઞાની, સર્વધ્યાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપ વિલાસી, સમ્યક્ જ્ઞાની, સમ્યક્દર્શી, શુભજ્ઞાની, શુભધ્યાની, શુભજોગી, શુભલેશી, સમભાવી, શીતળકારી, શુધ્ધાત્મસ્વરૂપી, શતાવધાની, સર્વાતિતવિહારી, સર્વજ્ઞનાથ, સર્વાત્માસ્વરૂપ, સત્-ચિદાનંદ, સર્વોપરિ, સદ્ગુરૂ, સદેવ, સદ્ઘર્મ, સદા ઉલ્લાસી, સામાન્ય કેવળી, સાક્ષાત્કાર સત્પુરુષશ્રી, સ્વરૂપ સુખમાં બિરાજમાન સ્વયંભૂરમણ એક જ ભૂજાએ કરીને તરી ગયા છે એવા જે સ્વયં પ્રકાશક પ્રભુ રાજચંદ્રજી મહાનશ્રી શ્રી ને ત્રિકાળ નમસ્કાર.
કૃપામય પત્ર પ્રાપ્ત થયું. (૧. ૬૯૭)
વિધાર
11111
EPS
as in PD પત્ર-૨૦
શ્રી સ્તંભતીર્થ - ખંભાત
JEP
This po
ખંભાત
RUG DOWN
બસ છે. કાર્તિક સુદ ૮, ગુરૂ, ૧૯૫૩
શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ પ્રભુજી શ્રી રાજચંદ્રદેવને ત્રિકાળ નમસ્કાર. પરમકૃપાળુ નાથ દેવ શ્રી - વવાણીયા
દાસાનુદાસ અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. આત્માર્થી શ્રી પોપટભાઇને નમસ્કાર
હાલ એજ. છોરૂ યોગ્ય કામસેવા ઇચ્છું છું.
વિનંતી કે બધા મુમુક્ષુભાઇઓ આપ કૃપાળુનાથની પરમ કૃપાથી અત્રે બુધવારના સવારના કુશળક્ષેમ પધાર્યા છે. આપ પરમ દયાળુ શ્રી વિગેરે સુખ સમાધિથી પધાર્યા હશો તે જાણવા ઇચ્છું છું, પરમ પૂજ્ય માતુશ્રીના શરીરે સારી રીતે સુખવૃત્તિ થઇ હશે તેના સમાચાર જાણવા ઇચ્છું છું.
JOJE SIPY
પરમ પૂજ્ય પિતાશ્રીજી તથા માતુશ્રીને મારા વારંવાર નમસ્કાર પ્રાપ્ત થાય. જવલબેનને તથા ઝબકબેનને માયા
risa
Gira પત્ર-૨૧
નમસ્કાર.
. હાલમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉતારવા માંડ્યું છે. રાતના સત્સંગી ભાઇઓનો સમાગમ થાય છે. તેમાં વડવા મુકામે આવેલા આત્માર્થી ભાઇઓના સમાગમમાં આપ કૃપાળુશ્રીની પરમ કૃપાથી અન્યોન્ય પરમાર્થ પ્રાપ્ત થવાના વિચાર સાધનોની વાતચીત અને કોઇ સગ્રંથનું અનુક્રમે વાંચવાનું શરૂ કરવા વિચાર છે. મુનિ સમાગમ પણ દિવસે થાય છે. આજે જંગલમાં જઇને શ્રીમુખે જણાવેલો પરમાર્થ, મુનિ દેવકરણજીને કહીશ અને આત્મસિદ્ધિ શાસ્ત્ર તેમને વાંચવાનું શરૂ થશે.
19/0
19)| શ્રી સહજાત્મસ્વરૂપ નાથ શ્રી રાજચંદ્રદેવને ત્રિકાળ નમસ્કાર
૨૭
THESIH
LAS VERS HANELUS
AUD
Julkine
પત્ર-૨૨
ખંભાત
કારતક સુદ ૧૧, સોમ, ૧૯૫૩
Page #65
--------------------------------------------------------------------------
________________
Sિ SYS S S સત્સંગ-સંજીવની (SSSSSSSSS ()
પરમકૃપાળુ કૃપાળુપ્રભુ શ્રી -
પરમકપામય પત્ર મળ્યું. વાંચી અત્યાનંદ સાથે દર્શન જેટલો હર્ષ ઉત્પન્ન થયો છે. માતુશ્રીના શરીરે ઠીક રહેવાના ખબર સાંભળી સંતોષ થયો છે.
પરમકૃપાળુ નાથ શ્રી, અત્રે આવ્યા પછી બે દિવસ તો કાંઇ લાગ્યું નહીં. અને સામાન્યપણે ઉપાધિ અધિકપણે પ્રવર્તી, તેથી વિયોગનું દુ:ખ સમજાયું નહીં. હવે તો આપ કૃપાળુશ્રીની સુખાસને-સમચોરસપણે બેસવાની સ્થિતિ, અલૌકિક મુખમુદ્રા, ચાલવા વિચરવાની સ્થિતિ, અલૌકિક ભાષા અને સ્થિતિ થયેલી ભૂમિની દશાનો વિચાર દ્ધયથી જરાવાર ખસતો નથી અને તેથી વિયોગનું દુ:ખ અત્યંતપણે પીડે છે. તે કંઈ લખી શકાય તેમ નથી. તેમ કોઇને કહેવાય તેમ નથી. આથી જો હું પ્રભુની સાથે રહ્યો હોત તો પરમ ભાગ્યવંત માતા પિતાના દર્શનનો લાભ પામત. અને પરમોત્કૃષ્ટ કલ્પદ્રુમની છાયા નીચે રહી શીતળપણે આનંદમાં લહેર કરત. પણ તે વિચાર તો આ દુષ્ટના હિતાર્થે પ્રભુએ પણ કર્યો નહીં. હે પ્રભુ ! સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી અપૂર્વવાણી આપ કૃપાળુશ્રી ના દયમાં ઘડી કોણે ? અને એજ આપ કૃપાળુનું પરમાત્મપણું અને અલૌકિકપણું પ્રગટ અનુભવ આપે છે. હે નાથ ! આપ કૃપાનાથશ્રીએ તો આ અનાથ પામર પર અત્યંત ઉપકાર કર્યો છે. જેમ કોઈ સમુદ્રના વિષે પડેલી વસ્તુ નીચે ઉતરી કોઇ શોધીને બહાર આપે તેમ આ દુષ્ટના અનેક દોષો મૂળમાંથી કાઢીને આ પામરના હાથમાં પ્રગટપણે બતાવ્યા છે. કે જે આ દુષ્ટના પણ જાણવામાં નહીં હતા. એ મહત્ ઉપકારનો બદલો આ અનાથ શી રીતે વાળી શકે ? અનંત કાળ આપ કૃપાળુના દાસનો દાસ થઇ રહું તોપણ એક અલ્પ માત્ર છે. ત્યાં બીજો બદલો શું કહું ?
- હે કૃપાળુ નાથ ? આપ પરમ દયાળુ નાથની મારા પ્રત્યે સદા કૃપા વર્તો, દયા વર્તો અને અમી દષ્ટિ રહો. એજ વારંવાર માંગું છું. શ્રી કલ્યાણ મસ્તુ. છોરૂ યોગ્ય કામ સેવા ઇચ્છું છું.
પુ. શ્રી માણેકલાલ ઘેલાભાઇ તરફથી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રથમના બે શ્લોકોનો વિશેષાર્થ પાંચ કાગળમાં અપૂર્ણ સ્થિતિએ ઉતારીને અત્રે આવ્યા છે. તેમાં બીજું કાંઇ લખ્યું નથી, તેથી તે કાગળો મૂળ ગામથી મુંબઇ થઇને આવ્યા હોય એમ લાગે છે. એકાદ બે દિવસમાં બીજા પત્રો આવવાની રાહ જોઉં છું, તે આવ્યથી સઘળા પત્રો પરમ કૃપાળુ નાથની પવિત્ર સેવામાં બીડી આપીશ. એજ. અલ્પજ્ઞ છોરૂ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય.
પત્ર-૨૩
ખંભાત
કારતક વદ ૫, બુધ, ૧૯૫૩ વવાણીયા શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર. પરમકૃપાળુ શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામીજીની ચરણ સેવામાં. સ્થંભતીર્થથી અલ્પજ્ઞ છોરૂ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય. પરમકૃપાળુ નાથશ્રીનો પરમકૃપામય ભરેલો પવિત્ર પત્ર પ્રાપ્ત થયો છે. તે વાંચી પરમ આનંદ કૃપાનુગ્રહથી
Page #66
--------------------------------------------------------------------------
________________
દિ05 | SENSE) સત્સંગ-સંજીવની હCORERS SMS ()
થયો છે. પરમ પૂજ્ય માતુશ્રીની શારીરિક સ્થિતિ વચમાં વધારે અશક્ત હોવાથી દિલગીરી થઇ. હવે શાંતિ છે એવા ખબર મળવાથી સંતુષ્ટ થયો છું. પરમ પૂજ્ય માતુશ્રીને આ છોરૂ નમસ્કાર કરી સુખશાતાના ખબર પૂછે છે. માતુશ્રીના શરીરની પ્રકૃતિ તેમજ રોગના કારણો જો જણાવવામાં આવે તો તે અનુકૂળ પ્રમાણે અત્રેથી દવા મોકલવાનું સગવડ ટપાલ દ્વારા થઇ શકશે.
મુનિશ્રી લલ્લુજી આદિ ઠાણા ૫ અત્રેથી વદ ૨ વિહાર કરી ફેણાવ પધાર્યા છે. તે સહજ વિદિત થવા કૃપાળુનાથની સેવામાં જણાવ્યું છે. , અત્રે સત્સમાગમમાં પ્રેમચંદભાઇ ફુલચંદ, છોટાલાલ વર્ધમાન, સૂરચંદ, મલકચંદ વિગેરે આવે છે. રાતના સાતથી દસેક વાગતા સુધી સમાગમ રહે છે. હરજીવનદાસ પણ આવે છે. તે સહેજ વિદિત થવા લખેલ છે.
હાલ સમાગમમાં આવેલા પાટીદારો કે જે રાત્રી ભોજનનો ત્યાગ કરવા જણાવતા હતા તે લોકોને દર્શનની ઇચ્છા વિશેષ રહે છે. અને તે લોકોનું કહેવું એવું છે કે અમે દર્શનની પરમ ઇચ્છા હોવાથી બીજા ગામે જવાનું બંધ રાખી તે ઇચ્છામાં રોકાયા છીએ. માટે કૃપાળુનાથશ્રીનું પધારવું થયે અમને જરૂર ખબર મળે તેવું કરજો. તો અમે ગમે તેવું કામ હશે તો પણ મૂકીને જરૂર આવશું. - આજે ટપાલ મારફતે પૂ. શ્રી માણેકલાલભાઇ તરફથી આવેલા કુલ પાના ૧૮ બુકપોસ્ટ કરી પરમકૃપાળુની સેવામાં રવાના કર્યા છે. તેની પહોંચ મળવાની ઇચ્છા રહે છે. વિચારવાને માટે તે પત્રોનો ઉતારો કરવાનો હોવાથી મોકલવામાં વિલંબ થયો છે. તે માટે પુનઃ પુનઃ ક્ષમા ઇચ્છું છું.
- કોઇપણ પ્રકારે અવિનય આશાતના અપરાધ અસત્કાર આ લેખકના મન વચન કાયા અને આત્માના કોઇપણ અધ્યવસાયથી થયો હોય તો પરમ ઉત્કૃષ્ટ ભાવે નમસ્કાર કરી, વારંવાર પ્રભુચરણમાં મસ્તક નમાવી ક્ષમાપના ઇચ્છું છું.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રભુચરણોમાં પ્રાપ્ત થાય. (જવાબ વ. ૭૩૦)
પત્ર-૨૪
ખંભાત
કારતક વદ ૧૩, બુધ, ૧૯૫૩ વવાણીયા શ્રીમદ્ સદ્ગુરુદેવ શ્રી સહજાભસ્વામીશ્રીને નમો નમઃ પરમકૃપાળુ પરમોપકારી નાથશ્રી -
પરમકૃપાનુગ્રહયુક્ત એક પત્ર મળ્યો. વાંચી પરમ કલ્યાણમય લાભ થયો છે. પરમ પૂજ્ય માતુશ્રીને હવે પ્રિતિદિન અશક્તિ ઓછી જોવામાં આવે છે. જેથી શારીરિક આરોગ્યતા થવાના ખબર ઇચ્છું છું. તેમજ બે કર જોડી વંદન કરી સુખ શાતા પૂછું છું.
પૂર્વપ્રારબ્દાનુસારે હાલમાં આપ પરમકૃપાળુની સ્થિતિ એ આદિ ક્ષેત્રોમાં થવાનો સંભવ પરમકૃપાળુશ્રીના
૨૯
Page #67
--------------------------------------------------------------------------
________________
જ હS SS S SS સત્સંગ-સંજીવની
પત્રથી જાણ્યો છે. ક્ષેત્રાદિ બદલવાથી ત્યાં ત્યાં પત્ર લખવાનું સિરનામું જાણવા ઇચ્છું છું. મારી
- હાલમાં પરમકૃપાળુશ્રીના અનુગ્રહ વડે સત્સમાગમનો જોગ ચાલે છે. અન્યોન્ય દસ બાર મુમુક્ષુઓને તે લાભ થઇ પરમકૃપાળુશ્રીના મુખારવિંદથી થયેલો ઉત્તમ બોધ ચર્ચાય છે. અને જે જેની યોગ્યતા પ્રમાણે તે અમૃતમય વાણીનું પાન કરે છે.
પરમકૃપાળુદેવશ્રીએ જણાવ્યા પ્રમાણે આ કાળનું દુષમપણું અને ક્રિયાજડત્વ તેમ શુષ્કજ્ઞાને પ્રત્યક્ષપણે લોકોમાં જોવામાં આવે છે. જે કલ્પિત ક્રિયા અને કલ્પિત જ્ઞાનની ભ્રાંતિથી જનસમૂહને યથાર્થ જ્ઞાન પરિણમવું વિકટ છે. દુરાગ્રહાદિ ભાવથી અને જડત્વપણાથી અંતઃકરણ શુદ્ધિ નહીં હોવાથી, તેમ લોકલજ્જાદિકના પ્રતિબંધ અને લોકાવેશ વિશેષ રહેવાથી લોકોને તે યથાર્થ જ્ઞાનનું પરિણમવું શી રીતે થાય ? તો પણ પરમકૃપાળુની અનંત કૃપાથી જગતનું કલ્યાણ થાઓ. અને તે દુરાગ્રહાદિ ભાવ લોકોમાં નિર્મળ થઇ નાશ થઇ જાઓ, એજ વારંવાર ઇચ્છું છું.
પટેલ લલ્લુભાઇ કે જે નડિયાદ મુકામે આવ્યા હતા તેમણે નમસ્કાર કર્યા છે.
આણંદ મુકામે આવેલાં લક્ષ્મીબાઈ કે જેને સુંદરવિલાસનું પુસ્તક આપવામાં આવેલું તે બાઇની વૃત્તિ ઠીક રહે છે અને સત્સંગ પ્રત્યે પ્રીતિ સારી રહે છે. મોક્ષમાળા પુસ્તક તેણે અડધું વાંચ્યું છે, અને બાકીનું વાંચી રહ્યાથી બીજા પુસ્તક વાંચવાની ઇચ્છા રહે છે. તેમજ સત્સંગથી પરમ લાભ થાય છે, એવું પોતાને લાગવાથી પોતાના પતિને સત્સમાગમમાં જવા જણાવે છે કે જેથી સમાગમમાં સાંભળેલો ઉપદેશ તેમને પણ ઉપકારી થાય, પણ તે ભાઇને લોકાવેશ આડો આવવાથી અટકી જાય છે.
પરમકૃપાળુશ્રીની કૃપાથી એવો વિચાર રહે છે કે અમુક અમુક બાઇઓને સત્સમાગમમાં સાંભળવા આવવાની ઇચ્છા વિશેષ રહે છે. પણ તેવા કેટલાક કારણોથી તેનો લાભ લઇ શકાતો નથી તે માટે લક્ષ્મીબાઇની સાનિધ્યમાં દિવસનો અમુક વખત બાઇઓનું મળવું થાય અને ત્યાં કોઇ પુસ્તકથી ઉત્તમ બોધ લક્ષ્મીબાઇથી વાંચી સંભળાવવાનું બને તેમ થાય તો ઘણું સારું, જેથી તે ઇચ્છા પ્રભુકૃપાથી ફળીભૂત થાઓ તેમ ઇચ્છું છું.
પત્ર-૨૫
ખંભાત - માગસર સુદ ૨, ગુરુ, ૧૯૫૩ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપી સ્વામીશ્રીને અભિનંદન હો ! અભિવંદન હો ! પરમકૃપાળુ કૃપાનાથ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીજીની પવિત્ર સેવામાં. વિનંતી અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર સવિનય પરમ પવિત્ર પાદાંબુજમાં પ્રાપ્ત થાય.
હાલમાં મુંબઇમાં રોગનો ફેલાવો વિશેષ સંભળાય છે, જેથી અન્ને તરફના લોકો દુકાનો બંધ કરીને આ તરફ આવેલા છે. અને શ્રી રેવાશંકરભાઈ કિરણ ગામ રહેવા ગયાનું જણાવે છે. તે દરમ્યાન આપ પરમકૃપાળુશ્રીનું મુંબઇ તરફ પધારવું થાય તે મારી અલ્પજ્ઞ દૃષ્ટિથી ઠીક લાગતું નથી. આમ જણાવવાનું પણ યોગ્ય નથી, કારણ કે આપ તો સર્વજ્ઞ છો, સર્વભાવ જાણી, દેખી રહ્યા છો. સમયની વાત આપના અંતઃકરણમાં રમી રહેલ છે. છતાં મારી મતિની ન્યૂનતાથી અને પ્રશસ્ત રાગથી જણાવવું થયું છે. જે માટે પુનઃ પુનઃ ક્ષમાપના
ઉO
Page #68
--------------------------------------------------------------------------
________________
O SEE HERE) સત્સંગ-સંજીવની (SR - SARD ()
મુંબઇમાં રોગની શાંતિ થતાં સુધી આપ પરમકૃપાળુદેવશ્રીનું ઉદયાનુસારે હાલ સૌરાષ્ટ્ર દેશમાં અથવા તો ગુજરાત દેશમાં વિચરવાનું થાય તો પરમ કલ્યાણ, તેમાં વળી ગુજરાત દેશ તરફની સ્થિતિ થાય તો પરમકૃષ્ટ પરમ કલ્યાણકારી અને મંગળકારી લાભ પ્રાપ્ત થાય. એ વિષે આપ પરમકૃપાળુશ્રીની ઇચ્છાનુસાર દીનદાસ પ્રત્યે જણાવવાનું થયેથી જાણીશ.
પરમ પૂજ્ય માતુશ્રીના શરીરે હવે પ્રતિદિન સુધારો આવતો હશે. અને શરીરે સારી રીતે સુધારો થયાના | ખબર ઇચ્છું છું. પરમ પૂજ્ય માતુશ્રીને તેમજ પિતાશ્રીને મારા સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય તેમ સુખશાતા ઇચ્છું છું.
પૂજ્યશ્રી માકુભાઇ તરફથી ગઇ કાલે આત્મસિદ્ધિના પાના ૧૧ આવેલા છે. પણ ક્યા ક્ષેત્રે હાલમાં આપ કૃપાળુદેવની સ્થિતિ છે તે જાણવામાં નહીં હોવાથી મોકલી શક્યો નથી, જે માટે ક્ષમાપના ઇચ્છું છું અને જેમ તે પાના મોકલવા આજ્ઞા થશે. તેમ આજ્ઞાનુસાર વર્તીશ. આ લેખકથી કોઇપણ પ્રકારે અવિનય આશાતના અભક્તિ અપરાધ કવા કોઇપણ પ્રકારનો દોષ મારા મન, વચન, કાયા કે આત્માના યોગાધ્યવશાયથી થયો હોય. તો વારંવાર આપ કૃપાળુનાથના પરમ પવિત્ર ચરણકમળમાં સવિનય મસ્તક નમાવી ક્ષમાપના ઇચ્છું છું. | ઘડિયાળી શ્રી ત્રિભોવનભાઇના સરનામાથી પ્રત્યેક દિનને અંતરે લખેલા ત્રણ પત્રો અને આ પત્રની. પહોંચ ઇચ્છું છું.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય. (જવાબ વ. ૭૩૪)
પત્ર-૨૬
ખંભાત - માગસર સુદ ૯, રવિ, ૧૯૫૩ શ્રીમદ્ સદ્દગુરુદેવ સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સદ્ગુરુદેવની પવિત્ર શુભચરણ સેવામાં શ્રીમદ્ સરુદેવ સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીને અભિનંદન હો ! અભિવંદન હો !
પરમકૃપાથી ભરેલો પરમ પવિત્ર શુભ પત્ર પ્રાપ્ત થયો છે. વાંચી સહર્ષ કલ્યાણકારી લાભ થયો છે. એવી જ રીતે આ દીન પ્રત્યે અહર્નીશ દયા કરશો. જેથી મંગળકારી લાભ થશે એમ તે ઇચ્છે છે.
' આજ્ઞાનુસાર બાપુજીને મોક્ષમાળાની કવિતાઓ મુખે કરવા અને તત્વાવબોધના પ્રથમના પાઠ એટલે ૮૧ પાઠ સુધી વાંચવાનું જણાવ્યું છે. અત્રે લલ્લુજી મુનિની સ્થિતિના વખતમાં તેમના ઉપદેશથી ઘણા જીવોને પરમાર્થ પ્રાપ્ત થવાનું કારણ મળ્યું હતું. બાળ જીવો તો બિચારા બાળા ભોળા છે, અને અસત્સંગથી તેમની સમજણમાં મોટો ફેર થઇ ગયો છે, એમ મારી અલ્પજ્ઞતાથી સમજાય છે.
હે પ્રભુ ! આવા અંધકારના સમયમાં આપ સૂર્ય સમાન મારા સદ્ગુરુ ભગવાન અપ્રમત્તપણે કેસરી સિંહની પેઠે વિચરી એ બિચારા બાળ જીવોના અજ્ઞાનને ક્યારે દૂર થવાનો વખત આવશે ? ઇશ્વર આપને સહાય રહો. અને તે વખત જોવાનો પ્રસંગ મને જલદી પ્રાપ્ત થાઓ.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર પરમ પવિત્ર શુભ સેવામાં પ્રાપ્ત થાય.
૩૧
Page #69
--------------------------------------------------------------------------
________________
SિS SS સત્સંગ-સંજીવની SCIES (GR) ()
પત્ર-૨૭
ખંભાત
માગસર વદ ૭, શનિ, ૧૯૫૩ પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર પરમોપકારી દેવાધિદેવ શ્રીમદ્ સદ્ગુરુદેવની પરમ પવિત્ર શુભ સેવા પ્રત્યે, સવિનય વિધિપૂર્વક પાદાંબૂજથી વારંવાર નમસ્કાર કરી વિનંતી કરું છું.
પરમ પૂજ્ય શ્રી સોભાગ્યભાઇ સાહેબ તરફથી આપ પરમ કૃપાળુનાથશ્રીના પવિત્ર હસ્તથી લિખિત પરમ કલ્યાણકારી પત્રો ૬૦ અને પત્તા ૬૧ એ રીતે અત્રે પ્રાપ્ત થયાં છે. જે પરમોત્કૃષ્ટ પત્રોમાં મારી અલ્પજ્ઞ સમજણથી થોડા પત્રો વ્યવહારિક સંબંધના હોય, તેમજ કેટલાક પત્રો વ્યવહારિક જેવા પણ પરમાર્થ સાધ્ય કરાવનાર હોઇ, બાકીના કેટલાક પત્રો પરમ મંગળકારી, પરમાર્થ પ્રાપ્ત થાય તેવા હોવાનું સમજાય છે. જેથી તે માંહેના વ્યવહારિક પણ પારમાર્થિક જેવા અને બીજા પારમાર્થિક પત્રો એ સર્વે અત્રે ઉપદેશ પત્રના પુસ્તકમાં ઉતારવા કે નહીં ? તે વિષે મારી દષ્ટિથી બરાબર સમજી નહીં શકવાથી, પરમ કૃપાળુ આપ પવિત્ર પ્રભુના ચરણમાં મસ્તક નમાવી સવિનય વિનંતી કરી જણાવું છું
તે સઘળા પત્રો સુધારો કરેલા પુસ્તકમાં ઉતારવા કે નહીં ? તે જાણવાને ઇચ્છું છું. મારી અલ્પજ્ઞ દષ્ટિથી એમ સમજાય છે કે જો કદાપિ ઉપદેશ પત્રના પુસ્તકમાં ઉતારવાની આજ્ઞા હોય તો ઉતારી લઇ પછી તે પુસ્તક સુધારવા માટે ચરણ સમીપમાં મૂકવાની આજ્ઞા હોય તો તેમ વર્તે. અથવા તો હાલ તે સઘળાં પત્રો ચરણસેવામાં દષ્ટિગોચર કરવા મંગાવવાની આજ્ઞા હોય તો તેમ કરૂં. એ વિષે પરમકૃપાળુદેવશ્રી તરફથી કરૂણામય જેમ આજ્ઞા થશે તેમ વર્તવાનું કરીશ. - પૂજ્ય ધારશીભાઇ કુશળચંદ તરફથી પરમ પવિત્ર પત્રો ૩૪ આશરે અત્રે પ્રાપ્ત થયાં છે. જે પત્રો પુસ્તકમાં ઉતારવા શરૂ કર્યા છે.
મુનિ લલ્લુજી આદિ આણંદ પધાર્યા છે. ત્રિકરણ યોગે નમસ્કાર લખવાનું જણાવે છે. પરમ પવિત્ર ચરણસેવામાં મુનિઓના નમસ્કાર પ્રાપ્ત થાય. માતુશ્રીને સવિનય નમસ્કાર કરી સુખશાતા પૂછું છું. પરમકૃપાળુ | દેવાધિદેવ પ્રભુના ચરમ શરીરની આરોગ્યતા ઇચ્છું છું.
પૂ. પિતાશ્રીને અભિવંદન કરું છું. હાલ એ જ.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર
પત્ર-૨૮
ખંભાત
મહા સુદ ૩, ગુરુ, ૧૯૫૩
શ્રીમદ્ સગુરુ ભગવાન શ્રી રાજચંદ્રજી દેવશ્રીને ત્રિકાળ અભિનંદન
૩૨
Page #70
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પરમ કૃપાળુ દેવાધિદેવ અનાથના નાથ, અશરણના શરણ, પરમ દયામય, શ્રીમદ્ સદ્ગુરુ શ્રી રાજચંદ્રજી પ્રભુની પરમ પવિત્ર શુભ સેવામાં - વવાણીયા
નમ્રતાપૂર્વક વિનંતીથી આ લેખકના સવિનયપૂર્વક વારંવાર સાષ્ટાંગ દંડવથી પ્રભુચરણમાં નમસ્કાર પ્રાપ્ત થાય. કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કે બીજા દોષ કોઇપણ પ્રકારે મન, વચન, કાયા કે આત્માના કોઇપણ યોગાધ્યવસાયથી થયાં હોય તો વારંવાર ત્રિકરણયોગે નમસ્કાર સાષ્ટાંગ દંડવત્થી કરી પ્રભુચરણમાં મસ્તક નમાવી પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું.
શ્રી ગાડાંભાઇ વિગેરે પાટીદારો ત્રણ મુમુક્ષુઓ હંમેશા સત્યમાગમમાં રાત્રીના આવે છે. મારી અલ્પજ્ઞ દૃષ્ટિથી તેમની શ્રદ્ધા ઠીક લાગે છે. કેટલાક દિવસ થયા તેમણે રાત્રીના દશ વાગે સત્સમાગમમાંથી ગયા પછી પાંચ માળા આપ સદ્ગુરુશ્રીના પવિત્ર પરમોત્કૃષ્ટ નામની ગણવાનો તેમજ પાછા સવારે ચાર વાગે વહેલા ઊઠી તેજ પ્રમાણે કરવાનો રિવાજ રાખ્યો છે, તે મુમુક્ષુઓની ઇચ્છા સવારે જલદી ઊઠવાથી પાંચ માળા ગણ્યા પછીનો વખત શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની સેવા ભક્તિમાં જાય અને પ્રતિદિન અમૂલ્ય દર્શનનો લાભ પ્રાપ્ત થાય તે હેતુએ કરી બે ત્રણ વખત મારી પાસે આપ પરમ પવિત્ર પ્રભુના ચિત્રપટની માંગણી કરી હતી. કારણ કે સવા૨ના જલદી ઊઠવાનો રિવાજ રાખવાથી અને તે વખતે મુમુક્ષુઓને અનુકૂળ આવવાથી ચિત્રપટ માટે સેવાભક્તિ કરવાની તેમની ઇચ્છા વિશેષ રહે છે. તેથી મારી પાસે માગણી કરી છે.
શ્રી ધારશીભાઇના પત્રથી આપ પરમકૃપાળુદેવશ્રીની પધરામણી મોરબી ક્ષેત્રમાં થવાનો સંભવ થાય છે. હાલ એજ. દીન છોરૂ યોગ્ય કામ સેવા ઇચ્છું છું.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય નમસ્કાર પવિત્ર ચરણમાં પ્રતિ સમય પ્રાપ્ત થાય. (જવાબ વ. ૭૪૨)
પત્ર-૨૯
ખંભાત - મહા સુદ ૧૩, રવિ, ૧૯૫૩ શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદ્ગુરુદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ અભિવંદના પરમકૃપાળુદેવ શ્રીમદ્ સદ્ગુરુદેવ, ભગવાન શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં,
મોરબી.
મહા સુદ ૯ બુધનો પરમ પવિત્ર હસ્તથી લખેલ પરમ કલ્યાણકારી પત્ર ૧ (વ. ૭૪૦) મહા સુદી ૧૧ શુક્રવારે અત્રે પ્રાપ્ત થયો છે.
જે વાંચી ૫૨મોત્કૃષ્ટ કલ્યાણકારી લાભ થયો છે. એવી જ રીતે સદાય પરમ મંગળકારી લાભ આ બાળક ઇચ્છે છે. કોઇપણ સત્શાસ્ત્ર નિયમિત રીતે વાંચવાનો યોગ હાલ બની શકતો નથી. તે માટે ક્ષમાપના ઇચ્છું છું. પરમ લાભકારી આજ્ઞાનુસાર યોગમુદ્રારૂપ ચિત્રપટ દર્શનાર્થે હાલ શ્રી પાટીદારોને આપીશ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચતાં મારી અલ્પમતિથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી. પણ મારી સાધારણ મતિથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર, વિચારતાં મારા મન, વચન, કાયાના યોગ સહેજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા. જેનું અનુપ્રેક્ષણ કેટલોક વખત રહેવાથી - રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી સ્થિતિ, મારી ચિત્તવૃત્તિ સહેજે પણ અટકી જઇ આત્મવિચારમાં રહ્યા કરતી હતી. જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે
૩૩
Page #71
--------------------------------------------------------------------------
________________
O REVERSY સત્સંગ-સંજીવની SS SYS (9
શાંતિ રહ્યા કરતી હતી. પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઇપણ અપૂર્વ પદાર્થના વિષે પરમ પ્રેમે સ્થિર નહીં રહી શકેલા તે યોગો, તે પરમોત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં, સદ્ગ૨ ચરણમાં પ્રેમયુક્ત સ્થિરભાવે રહ્યા કરતા હતા. જેથી મારી અલ્પજ્ઞ દષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જો તેવી રીતે તેજ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે તો આત્મવિચાર, આત્મચિંતવન સદાય જાગૃતપણે રહ્યા કરે અને મન, વચન, કાયાના યોગ પણ આત્મવિચારમાં જ વર્યા કરે. એટલું જ મારી અયોગ્ય દષ્ટિથી સમજાય છે. વિશેષ સમજવા આપશ્રી સદ્ગુરુ દયાળુ દેવ પાસેથી ઇચ્છા રાખું છું. એમાં કોઇપણ રીતે મારાથી સ્વચ્છંદપણે લખાયું હોય તો પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું.
દશા વગર વિશેષ વાતચીતથી જે કંઇ પણ, અલ્પ પણ લાભ નથી થઇ શકતો જેથી જે સદાચરણાદિક, વૈરાગ્ય ઉપશમની સહજ દશાવાળા પુરુષથી પણ સામાને વિશેષ લાભ થઇ શકે છે, એ વાત લક્ષમાં રાખવા કલ્યાણમય દયા કરી છે. તે યથાતથ્ય છે. પ્રમાણ વચન છે. સત્ય કરી તે વચનને માથે ચઢાવું છું. . હાલમાં મારી ચિત્તવૃત્તિ સામાન્યપણે બાહ્ય પદાર્થોના વિષે વર્યા કરે છે, અને આત્મવિચારમાં અજાગૃતપણું રહ્યા કરે છે, જે માટે પરમ શોક થાય છે. જે દશા લાવવા પરમ આનંદકારી લાભ પ્રાપ્ત થાય એવા શ્રી કલ્પદ્રુમની છાયા નીચે આપ પરમાત્માશ્રીની છાયા નીચે રહેવાની હાલ વિશેષ વિશેષ ઇચ્છા રહ્યા કરે છે. તે આપ સદ્ગુરુદેવની કૃપાનુસાર દયા થયે પરમ લાભ પ્રાપ્ત થશે.
ના કોઇપણ પ્રકારે અવ્યવસ્થિત ચિત્તના કારણે કોઇપણ પ્રકારે મારાથી લખાણ દોષ થયો હોય, તેમ અવિનય, અસત્કારાદિ દોષ, મારાથી ત્રિકરણયોગે કે આત્મધ્યવસાયથી થયો હોય તો વારંવાર મસ્તક નમાવી ત્રિકરણયોગથી સાષ્ટાંગ દંડવત્ કરી પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું. મારા
...પરમ કૃપાથી ભરેલો, પરમ કલ્યાણકારી પત્ર (વ. ૭૪૨) પ્રાપ્ત થયો છે. વાંચી પરમ મંગળકારી, કલ્યાણકારી આનંદ થયો છે. સંસ્કૃત અભ્યાસ કરવાની પરમકૃપા થવાથી અભ્યાસ ચાલુ રાખ્યો છે. વિશેષ અઘરું હોવાથી વખતે કંટાળો આવી જાય છે. પણ આપ પરમકૃપાળુ દેવની પરમ કૃપાનુગ્રહથી મારી ઇચ્છા પાર પડશે. પત્ર લખતાં થયેલા વિલંબની ક્ષમાપના ઇચ્છું છું.
પરમકૃપાળુ, કૃપાનાથ, દેવાધિદેવ, સ્વામીશ્રીને ત્રિકરણ ત્રિકાળ નમસ્કાર
શ્રી ત્રિભોવનના સિરનામાથી પરમકૃપાવંત પત્ર (વ. ૭૪૪) પ્રાપ્ત થયો હતો. વાંચી પરમ કલ્યાણકારી આનંદ પ્રાપ્ત થયો છે.
અત્રે શ્રી ધોરીભાઇ શુક્રવારે પધાર્યા છે. સમાગમ યોગ ચાલે છે. સવારના સંસ્કૃત અભ્યાસ ચાલે છે. બપોરના ૧ થી ૨ કલાક સુધીનો વખત બધા મુમુક્ષુઓના સમાગમમાં કર્મગ્રંથ વાંચવાનું ચાલે છે. રાતના સમાગમમાં તે વાત વિગેરે ચર્ચાય છે. તે સહજ જાણવા લખ્યું છે. શ્રી લલ્લુભાઇ પાટીદાર તથા શ્રી હરજીવનદાસ મુમુક્ષુઓ રાત્રીના સમાગમમાં મળે છે. તેમણે સવિનય વિશેષે કરીને નમસ્કાર લખવાનું જણાવવાથી તેમના વિધિપૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય.
અત્રે બાકીના વખતમાંથી કેટલોક વખત ધોરીભાઇના સમાગમમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વિચારવાનું ચાલે છે.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પ્રતિ સમય નમસ્કાર પ્રાપ્ત થાય.
૩૪
Page #72
--------------------------------------------------------------------------
________________
O GSSSS સત્સંગ-સંજીવની {VERSEY ()
XXX
પત્ર-૩૦
ખંભાત - ચૈત્ર વદ ૨, સોમ, ૧૯૫૩ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર
પરમકૃપાળુ, પરમ દયાવંત, દેવાધિદેવ, શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ ચરણ સેવામાં,
વિનંતી અલ્પજ્ઞ દીનદાસ છોરૂ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર, પરમ પવિત્ર શુભ સેવામાં પ્રાપ્ત થાય.
પાંચ સમિતિના સહજ ઉપદેશનો પરમ પવિત્ર કલ્યાણકારી પત્ર (વ.૭૬૭) પ્રાપ્ત થયો હતો. જે પત્રમાં પાંચ સમિતિપૂર્વક વર્તવાનો વિશેષ બોધ કર્યો છે, એ પાંચ સમિતિપૂર્વક પ્રવર્તતાં પણ તે તે પ્રસંગોમાં જેમ આજ્ઞા આપી છે, તેમ ઉપયોગપૂર્વક પ્રવર્તી તે પ્રસંગોમાં તાદાસ્ય ન થવાય એમ વિશેષ કરીને જણાવ્યું છે. કોઇપણ પ્રકારે મન બાહ્ય પ્રસંગમાં વર્તે નહીં, એક આત્મલક્ષમાં રહ્યા કરે એવું તો સર્વ પ્રકારે કૈવલ્યદશા થાય ત્યારે રહે. પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે વર્તતા મુનિને બાહ્ય એવા લઘુ દીર્ઘ શંકાદિક પ્રસંગોમાં પણ તાદાસ્ય થવાનો સંભવ જોયો, તેથી જ્ઞાની પુરુષોએ પાંચ સમિતિનું વર્ણન આપ દયાળુશ્રીએ યથાર્થ રીતે, વિશેષપણે, કૃપાનુગ્રહથી બોધ્યું છે. તે પ્રમાણે પ્રવર્તી શકાતું નથી. અને એમ ઉપયોગમાં અર્થાત આત્મલક્ષમાં રહેવું અને મન તો બાહ્ય પ્રસંગોમાં ચલિત થયા કરે છે. ત્યારે તેના ઉપયોગપૂર્વક રહી શકાય તેના માટે મન એવા પદાર્થ પ્રત્યે રહ્યા કરે, ત્યાંજ પ્રવૃત્તિ કરે એવો તે પદાર્થ ક્યો હશે? ઘણા ઘણા યોગી પુરુષો મનને સ્થિર કરવા સમાધિમાં રહે છે છતાં તેમ થઇ શકતું નથી, અને આપ દયાળુશ્રીએ તો સહજ સ્વભાવે તે મન ઉપયોગમાં પ્રવર્તી શકે તેવો ઉપદેશ બતાવ્યો છે. અને તે ઉપયોગમાં જો અંતર્મુહૂર્ત રહી શકે તો અનંત એવું આત્મસુખ પ્રગટે. એવો તે કયો સુગમમાં સુગમ ઉપાય હશે ? તે જાણવા ઇચ્છા રહે છે.
| મુનિશ્રી દેવકરણજીએ આચારાંગ સૂત્ર વિચારતાં પ્રથમ અધ્યયનની પ્રથમ ઉશાની પ્રથમ ગાથામાં એમ કહ્યું છે કે - આ જીવ પૂર્વ દિશાથી આવ્યો છે ? પશ્ચિમ દિશાથી આવ્યો છે ? અથવા કઈ દિશિ-વિદિશીથી આવ્યો છે ? તે વર્ણન કર્યું છે. તે પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે. ઉત્તરમાં સદ્ગુરુએ તે જાણવાના ત્રણ પ્રકાર જણાવી ફરીથી પાછું તે જ દિશી - વિદિશીનું વર્ણન આપ્યું છે કે પૂર્વે આ જીવે કર્મના કરવાથી તે દિશીના વિષે હતો, વર્તમાને છે, અને આગામી કાળે હશે. એમ કર્મને જ્ઞાની દ્વારાએ જાણીને તેને અનુસરવા જણાવ્યું તે સ્થળે વિશેષ પ્રકારે ઉપદેશ્ય છે. કેટલાક જીવો કર્મથી - જન્મથી મુકાવા, જરાથી મૂકાવા, સર્વ દુઃખથી મુકાવા, ચારિત્ર ધર્મ અંગીકાર કરી, આચાર્યપણું લે છે. તે જીવો માન અર્થે, પૂજા અર્થે, લોકને અર્થે, પ્રશંસાને અર્થે, વસ્ત્ર પાત્રાદિના અર્થે તેમ કરે છે. એ જન્મથી ન મૂકાય, મરણથી ન મૂકાય, સર્વ દુઃખથી ન મૂકાય, એમ વર્ણન કરી પછી સુસમાધિવંત સાધુ ઉપર બતાવ્યા તે દોષો વર્જીને સાવધાન થઇને તે કર્મોને દૂર કરવા પ્રત્યે પ્રવર્તે, એમ કહી ત્યાં આગળ નિત્યપણું જણાવીને પ્રથમ અધ્યયન પૂરું કર્યું છે. તે ભાવાર્થ વિશેષપણે સમજી શકાતો નથી તે જાણવાની ઇચ્છા રહે છે. E પછી છકાયનું સ્વરૂપ વર્ણવ્યું છે. અને ઘણા સ્થળે જ જીવ નિકાયના સ્વરૂપનું જ્ઞાન કહ્યું છે. એ છ જીવ નિકાયના સ્વરૂપમાં કેવા પ્રકારે જ્ઞાન રહ્યું તે સમજી શકાતું નથી.'
ઉપર જણાવ્યા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છા રહે છે તો બાળક ઉપર કૃપા થયેથી યોગ્ય લાગે તેમ આજ્ઞા થશે તે પરમ કલ્યાણ સમજીશ. શ્રી સુણાવથી પાટીદાર ભાઈઓ ૫, અત્રે દિવસ આઠ થયા પધાર્યા છે.
૩૫
Page #73
--------------------------------------------------------------------------
________________
શિR
S સત્સંગ-સંજીવની
SS,
જીવ સરળ છે. માર્ગને પામવાની જિજ્ઞાસા વિશેષ રહ્યા કરે છે. તેના લીધે સત્પષની કામના વિશેષ રહે છે. ઘણો વખત સમાગમ યોગ ચાલે છે. તેથી હાલ બેત્રણ દિવસ થયાં કર્મ ગ્રંથ વિચારવાનું બંધ રહ્યું છે. રાત્રીના દશ પંદર ભાઇઓનો સમાગમ થાય છે. હવે તો બધાની ઇચ્છા સત્સમાગમનો લાભ પામવાની રહ્યા કરે છે. અને તે લાભ પમાડવા આ બાળકો ઉપર આપ પરમ પ્રભુશ્રીની દયા થશે તે દિવસે પરમકલ્યાણકારી આનંદ પ્રાપ્ત થશે. હાલ એજ.
અલ્પજ્ઞ પામર દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર. (જવાબ વ. ૭૭૫)
ચૈત્ર વદ ૮, રવિ, ૧૯૫૩ પરમ કૃપાળુ, દેવાધિદેવ, પરમ દયાવંત, પરમ પૂજ્ય સર્વજ્ઞ પ્રભુશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં - ત્રિકાળ
નમસ્કાર,
- પરમ કૃપાનુગ્રહથી પરમ પવિત્ર શુભ પત્ર (વ. ૭૭૫) પ્રાપ્ત થયો છે. તે વાંચી પરમ કલ્યાણકારી આનંદ થયો છે. | મુનિશ્રી દેવકરણજી હાલમાં સુત્રકતાંગ વાંચે છે ને સત્સમાગમ યોગ ચાલે છે. અને પ્રસંગે પ્રસંગે ચિત્ત સ્થિરતાએ પરમોત્કૃષ્ટ ઉપદેશ પત્રો વંચાય છે. જે વાંચવાથી નવીન લાગ્યા કરે છે. અપૂર્વ રસ પ્રાપ્ત થાય છે. અને ફરી ફરીને નવું સમજાય છે. તેથી એ ઉપદેશ પત્રો ફરી ફરી વાંચવામાં પ્રેમ વિશેષ રહે છે. પર આઠ કર્મ સંબંધી વ્યાખ્યા ચર્ચાય છે. જેમ જેમ વિશેષ ચર્ચાય છે, તેમ તેમ વિશેષ સમજાય છે. પ્રથમ કર્મગ્રંથ વાંચી ગયેલ, તે પાછો ફરીથી વિચારતાં કંઇક વિશેષપણે સમજાય છે અને વિશેષ વિચારે એક સત્સંગ સત્યરુષના ચરણ સમીપમાં રહેવું અને તેજ આશ્રય કરવો તેના વિના બીજો એકે સુગમ ઉપાય મારી અલ્પજ્ઞ દષ્ટિથી લાગતો નથી. એટલે જેટલે અંશે સદ્ગુરુનું માહાસ્ય સમજાય અને સશુરુપ્રત્યે આશ્રય ભક્તિ દઢ થાય, તેટલે તેટલે અંશે જ્ઞાનાવર્ણાદિ કર્મનું ટળવાપણું થઇ આત્માનું નિરાવરણપણું પ્રાપ્ત થાય. સર્વ પ્રકારે સદ્ગરનું માહાભ્ય, દશા અને આત્મસ્થિતિ સમજાય, સરુની આશ્રયભક્તિ ઉત્પન્ન થાય તો સર્વ પ્રકારે આત્માનું નિરાવરણપણું પ્રાપ્ત થાય. એવો ભક્તિ માર્ગ આજે કંઇ અપૂર્વપણે સમજાય છે. જે લખતાં બહુ પ્રકારે વિચાર ઉત્પન્ન થાય છે. પણ અલ્પજ્ઞ દષ્ટિએ મારાથી ન્યૂનાધિક સમજાઈ ગયું હોય કે લખાઈ ગયું હોય તે માટે પુનઃ પુનઃ ક્ષમા ઇચ્છું છું. દાદા
એવો એક ભક્તિ માર્ગ આપ પરમ કૃપાળુ પ્રભુશ્રીએ પરમ દયા કરી મુમુક્ષુ જીવોના હિતને અર્થે ઉપદેશ્યો છે. તો હવે સાથે રહેવા દેવામાં પ્રભુની પરમકૃપા થવામાં શું અડચણ હશે ? મોટામાં મોટી અડચણ તો મારી જ છે કે તે આશ્રય ભક્તિ ઉત્પન્ન થવામાં બાધ કરનાર એવા પાંચ વિષયાદિ દોષોથી વિરક્તપણું થયું નથી. ત્યાં મારા પ્રત્યે પ્રભુની પરમ કૃપા ક્યાંથી પ્રાપ્ત થાય. પ્રભુની તો પરમ કૃપા છે, પણ મારા દોષ આગળ તે કૃપા ફળીભૂત થતી નથી. જે દોષો વિયોગમાં અત્યંત પુરૂષાર્થ કરી આત્મજાગૃતિથી ટાળવા જોઇએ, તે પુરૂષાર્થ થઇ શકતો નથી અને તેમાં કાળ ચાલ્યો જાય છે. કે જેથી એ જ મારું પૂર્વનું અનઆરાધકપણું મને સિદ્ધ કરી આપે છે. કોઇપણ પ્રકારે અવિનયાદિ દોષ કોઇપણ યોગથી થયો હોય તો પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું.
૩૬
Page #74
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની GDRS SMS ()
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય વિધિપૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય.
આ છે પત્ર-૩૨
ખંભાત
વૈશાખ વદ ૮, શનિ, ૧૯૫૩ મુ. ઇડર શ્રીમદ્ સદ્ગુરુદેવ ચરણાય નમઃ
પરમકૃપાળુ નાથ, પરોપકારી, સર્વજ્ઞ, પ્રભુજી શ્રીમદ્ શ્રી સદ્ગુરુદેવ સહજાત્મસ્વરૂપ પ્રભુજીની સેવામાં. ઇડર પત્ર પ્રથમ એક પરમ પવિત્ર શુભ ચરણ સેવામાં લખ્યો છે, તે પ્રાપ્ત થયો હશે. આ સાથે પવિત્ર મુનિશ્રી લલ્લુજીનો પત્ર ચરણસેવામાં મોકલ્યો છે. પત્રોની પહોંચ ઇચ્છું છું.
મુનિશ્રીના લખવા પ્રમાણે એક પુસ્તક પ્રથમ થોડા ઉપદેશ પત્રોનું ઉતારેલ તે, શ્રી વટામણ મુકેલ, તે ધણીએ ઉતારો કરી લીધો હોય એમ મુનિના પત્રથી જણાય છે. તે વાત મુનિએ પ્રથમ મને જણાવી નથી. તેમ હાલ ત્રણ ચાર વર્ષ થયાં, વટામણ તેમનું પધારવું થયું નહોતું, હવે તે પત્રાદિ ઉતારી લીધેલ પાછું મેળવવા મુનિને જણાવ્યું છે.
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કોઇના હાથમાં ગયું હોય, એ કંઇ સમજાતું નથી. તો સેવક જાણવાને ઇચ્છે છે.
હે પ્રભુ! આ દુષ્ટ પરિણામી જીવે તો અત્યાર સુધી જે જે પ્રકાર કર્યા, તે તે સૌ બંધાવાના કર્યા છે. અથવા કાંઇ વૃત્તિનો ઉપશમ કર્યો હશે તે પણ ઢોંગથી જ કર્યો હોય એમ લાગે છે. કારણ કે અવ્યક્તપણે રહેલી મારી જે અનંત પ્રકારની ભાવના, તે તો હજુ નિવૃત્ત થઇ નથી. લવણ સમુદ્રનું પાણી પીવું તો નથી. તેમ આ દેહે પ્રાપ્ત થાય તેમ જણાતું નથી. છતાં તેનો પણ મેં ત્યાગ કર્યો નથી. અને તેવી રીતે તો આ સર્વ લોકના સઘળા પુદ્ગલ પરમાણુંને ભેગા કરી રાખી અથવા ઇચ્છીને જ મેં મોક્ષની ઇચ્છા રાખી છે. તે તે ઇચ્છા મૂકાય, તેનું નામ મોક્ષ એમ આપ કૃપાળુનાથના શ્રી મુખેથી શ્રવણ કર્યું છે. અને મેં તો તે તે ઇચ્છા રાખીને મોક્ષેચ્છા કરી છે. એવો તો મારા જેવો દુષ્ટમાં દુષ્ટ અધમમાં અધમ બીજો કયો હશે ? હે પ્રભુ ! મેં તો આપ કૃપાળુદેવની અનંત કરૂણા ભરેલી કૃપાને બટ્ટો લગાડવાનો જ યોગ કર્યો છે. મારા જેવા અલ્પજ્ઞને આપ સર્વશની અનંત કૃપા ક્યાંથી ફળીભૂત થાય. અને હું જે અલ્પજ્ઞપણું આજ સુધી સમજતો હતો તે એક વચનને ચોરી લઈને જણાવતો હતો. અને મારું જે અલ્પશપણું તે અલ્પશપણું જ છે. અલ્પજ્ઞમાં અલ્પજ્ઞ તેવો તો હું જ છું. હે પ્રભુ, આપ પરમ કૃપાળુનાથની કૃપા વિના મારી અનંત પ્રકારની ભૂલો કોણ બતાવે ? અને તે તે ભૂલો બતાવવામાં મહદ્ ઉપકાર આપ દયાળુશ્રીનો મારાથી શી રીતે વળી શકે ?
હે પ્રભુ ! આ દીનને એક ઘર કે બે ઘર કે અમુક ઘરથી જ વર્તમાન દશાએ નિર્વાહ થઇ શકે એમ છે. છતાં અવ્યકતપણે રહેલી મારી જે આખી સૃષ્ટિના રાજ્યની ઇચ્છા નિવૃત્ત થઈ હોય એમ મને લાગતું નથી. કદાપિ અપ્રાપ્ત પદાર્થની મારી ઇચ્છા કેમ હોય તો અપ્રાપ્ત પદાર્થ પ્રત્યે રહેલી જે મારી ઇચ્છા, અવ્યક્ત ભાવના તે નિવૃત્ત થવા મને અહોરાત્ર તે અપ્રાપ્ત પદાર્થ પ્રત્યે વૈરાગ્ય, ઉપશમ રહેવો જોઇએ. અને તેવું વૈરાગ્ય ઉપશમનું બળ મને થયું હોય તેમ જણાતું નથી. સર્પને વિષે પ્રતિત થયેલું ઝેર અત્યારે મને અનુભવમાં આવેલ છે. તો તે પ્રાપ્ત કરવાની મારી ઇચ્છા થાય નહીં, તેમ અપ્રાપ્ત પદાર્થ પ્રત્યે અહોરાત્ર વૈરાગ્ય, ઉપશમનું બળ વર્ધમાન
૩૭
Page #75
--------------------------------------------------------------------------
________________
0 GિREEN SMS સત્સંગ-સંજીવની EASE )
હોય તો તે પદાર્થનું તુચ્છપણું, અનિત્યપણું, યથાર્થ ભાસી, તે પદાર્થો પ્રત્યે જતી મારી તે ભાવના નિવૃત્ત થાય. જેથી કરી તે પદાર્થોનો યથાર્થ રીતે, ખરા ભાવથી ત્યાગ થાય, તે તો મને કંઈ જણાતું નથી. આવા પ્રકારની મારી જે અવ્યક્ત ભાવના, હે પ્રભુ, દીનદયાળ આપ પરમોપકારી સદ્ગુરુદેવ-વિના મને કોણ બતાવે ? આવી અનંત પ્રકારની રહેલી જે મારી અનંત ભૂલો આપ દીનાનાથ વિના કોણ નિવૃતાવી શકે ? મારું જે દીનપણું તે યથાર્થ દીનપણું જ છે. ફક્ત આપ કૃપાળુદેવની કૃપાની દયા થયા વિના, મારા અનંત દોષો મટે, એમ મને લાગતું નથી. હવે તો હે પ્રભુ ! ઘણીજ થઇ છે. હવે તો સાથે રાખવાની પ્રભુ દયા કરો, તો આ અલ્પજ્ઞ કાંઇ સુધરે - નહીં તો આ જગતમાં મારા જેવો દુષ્ટ બીજો કોઇ નહીં હોય એમ મને તો લાગે છે. પ્રભુકૃપાથી મારું કલ્યાણ થાઓ. એજ.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય નમસ્કાર પ્રતિસમય પવિત્ર ચરણસેવામાં પ્રાપ્ત થાઓ. (જવાબ વ. ૭૭૮)
પત્ર-૩૩
ખંભાત
જેઠ વદ ૨, ગુરુ, ૧૯૫૩ શ્રીમદ્ શ્રી ગુરૂદેવ પરમાત્મા, શ્રી ચરણાય નમઃ
પરમકૃપાળુ પરમ દયાળુ, શ્રીમદ્ પરમાત્મસ્વરૂપ શ્રી સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીજીની પરમ પવિત્ર શુભ ચરણસેવામાં – મુંબઈ - પૂજ્ય મનસુખભાઇના પવિત્ર હસ્તથી લખેલ પત્ર પ્રાપ્ત થયો છે. પરમ પૂજ્ય મહાભાગ્ય શ્રી સોભાગ્યચંદ સાહેબની પવિત્ર સેવામાં મને જવા માટે પરમ પવિત્ર આજ્ઞા થઇ, તેથી પરમાનંદ થયો છે. તે પ્રમાણે વર્તવા પરમ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થશે. જેથી હાલ તુરતમાં મારે સાયલે જવાની ઇચ્છા છે. પણ મારા અંતરાયના ઉદયે બે દિવસનો વિલંબ થવાનું કારણ થયું છે. કારણ કે મારા પરમ પૂજ્ય પિતાજીને ત્યાં ૫,૬ એટલે શનિ રવિના દિવસે જ્ઞાતિ જમવાનો પ્રસંગ છે. જેથી મારા પિતાશ્રી મગનલાલ મને સાયલા જવામાં રોકે તેમ નથી. પણ બે દિવસના આંતરામાં કુટુંબાદિના મનમાં વિશેષ ખેદ રહે તેથી હું તથા કીલાભાઈ અત્રેથી વદ ૭ સોમવારે નીકળવાનું ધારીએ છીએ. અથવા બની શકે તો છઠને રવિવારે રાતના નીકળવાનું કરીશું એમ મારી ઇચ્છા રહે છે. છતાં ઉપરના કારણોથી આપ પરમ કૃપાળુશ્રીને યોગ્ય લાગે તેમ કરવા તૈયાર છું. એટલે આ પત્ર પહોંચે મને જલદી જવાની જરૂર વિશેષ હોય તો શુક્રવારે સાંજ સુધીમાં મને તારથી ખબર મળવાની કૃપા થશે, તો તે જ વખતે હું સાયલા તરફ જવાને રવાના થઇશ.
મને જવાનો બે દિવસનો વિલંબ થયો છે તેથી શ્રી કીલાભાઇ અગાઉથી સાયલા જવાનું કરત. તેમને પણ શુક્રવારે અત્રે રોકાવાનો તેવો પ્રસંગ છે. જેથી આપ પરમકૃપાળુદેવ પ્રભુ પાસે વારંવાર નમ્રતાપૂર્વક અતિ દીન ભાવે નમસ્કાર કરી પવિત્ર આજ્ઞાનુસાર વર્તવામાં થયેલા વિલંબની વારંવાર ક્ષમાપના ઇચ્છું છું. અને હું દુષ્ટ અવિનયીને મારી અયોગ્યતાની લજામણી વર્તનાને વારંવાર ધિક્કારું છું. પરમ પૂજવાલાયક, શ્રવણ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય, એવા મહાભાગ્ય સન્દુરુષ શ્રી સોભાગ્યકારી શ્રી સોભાગ્યચંદ્રશ્રીની પવિત્ર સેવામાં - ચરણ સમીપ રહેવામાં મારા પુણ્યોદય અને ધન્યભાગ્ય સમજુ છું. પણ આવા નજીવા કારણે મારે બે દિવસ રોકાવાનું બન્યું છે, જેથી મારા લજ્જામણા મુખે આપ
૩૮
Page #76
--------------------------------------------------------------------------
________________
SR SER S સત્સંગ-સંજીવની SR SER(
પરમકૃપાળુ દેવ પાસે વારંવાર ક્ષમાપના ઇચ્છું છું.
આજે પત્ર ૧ શ્રી પરમ પૂજ્ય શ્રી સોભાગભાઇ સાહેબ પ્રત્યે લખ્યો છે. જલદીથી ચરણ સેવામાં જેવા યોગ્ય કારણ સમજું છું. છતાં થયેલા વિલંબ માટે વારંવાર વિકારું છું. મારી મનોવૃત્તિ પૂજ્ય શ્રી સોભાગ્યચંદભાઇ સાહેબ પાસે છે. છતાં અત્રે રોકાયો છું. કોઇ પણ પ્રકારે મારાથી અવિનય, અશાતના, અભક્તિ કે અપરાધ, અસત્કાર કે કોઇપણ પ્રકારનો દોષ મારા મનથી કે વચનથી કે કાયાથી થયો હોય તો વારંવાર ચરણ સમીપમાં પાદાંબુજથી નમસ્કાર કરી ક્ષમાપના ઇ છું. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય વિધિપૂર્વક નમસ્કાર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય.
પત્ર-૩૪
ખંભાત
શ્રાવણ વદ ૧૩, રવિ, ૧૯૫૩ વર્તમાન કાળ, વર્તમાન સમયે, બિરાજમાન શ્રીમદ્ ભગવંત શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર.
પરમકૃપાળુનાથ, દેવાધિદેવ, અનાથના નાથ, પ્રજ્ઞાવંત શ્રીમદ્ સરૂદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રી સદાય જયવંત વર્તો અને તેમના પવિત્ર ચરણાંબુજ આ લેખકના હૃયને વિષે સદાય સ્થાપન રહો.
પરમકૃપાનુગ્રહથી પરમ પત્ર (વ. ૭૯૧) પ્રાપ્ત થવાથી પરમોત્કૃષ્ટ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થયો છે. સદેવ તેવીજ કૃપા કાયમ રહેવાની પાત્રતા આ બાળક ઇચ્છે છે. ઇચ્છા કર્યા કરે છે.
હાલમાં રાત્રિના સમાગમ થાય છે. સવારના બે કલાક શ્રી આનંદઘનજી મહારાજની ચોવીસીના અર્થની યોજના આ અલ્પજ્ઞ દષ્ટિથી કરવાનું ચાલે છે. તેમજ સ્તવનોની રાત્રિએ તથા બીજા વખતે પર્યટના ચાલે છે. પણ પ્રેમપૂર્વક વિચાર સ્થિતિ થઇ શકતી નથી, એ મહા ખામી રહ્યા કરે છે. , મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજના ચોવીસી સ્તવનોનો આશય અતિ ગંભીર સમજાય છે. હાલ મારી અલ્પ મતિથી પ્રથમના પાંચ સ્તવનના અર્થ કર્યા છે. તે વળી ફરીથી વિશેષ દષ્ટિએ વિચારું છું તો વળી વિશેષ સમજાય છે. અને જેમ જેમ આગળના સ્તવનો ઉપર લક્ષ આપું છું તો વળી તેથી પણ ફેર સમજાય છે. એવો મહાત્મા આનંદઘનજીનો આશય સમજવાને હું અલ્પમતિ યોગ્ય નથી. કોઇ કોઇ સ્તવનોમાં ભક્તિને પ્રધાન ગણી છે, કોઇ સ્તવનમાં જ્ઞાનને, કોઇ સ્તવનમાં વૈરાગ્યને મુખ્ય લીધો હોય એમ લાગે છે. વળી પરોક્ષ જ્ઞાની પુરુષોનો આશય લઇ પ્રત્યક્ષ સ્વરૂપને ગાયું હોય એમ સમજાય છે. પોતે લઘુત્વભાવ રાખતા ગયા છે. સ્વરૂપને વારંવાર વિચારતા ગયા છે. જગતના જીવોને ઉપદેશતા ગયા હોય એમ સમજાય છે. જે અર્થની યોજના પૂર્વાપર વિરોધપણું ન પામે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મુમુક્ષુઓ પોતાની યોગ્યતા પ્રમાણે લાભ લઇ શકે એવી એ સ્તવનોમાં ખૂબી મુકી હોય એમ લાગે છે. જેનો પરમાર્થ મારા જેવા દુષ્ટ અલ્પમતિથી સમજવામાં આવવો કઠીન પડે છે. તેમ શાસ્ત્રોનો પણ અજાણ હોવાથી યથાયોગ્ય શાસ્ત્રના દાખલા આપી શકાતા નથી. એકેક સ્તવનનો અર્થ વિશેષ વિચારે લખવામાં આવે તો પુસ્તક ઘણું મોટું થાય એવો એ દરેક સ્તવનમાં આશય રહ્યો હોય એમ લાગે છે. જેથી હું મતિ મંદ નથી ધારતો કે ચોવીસીના અર્થની યોજના મારાથી થઇ શકે. એ તો કોઇ મહાભાગ્ય ઉત્તમ દશાવાન પુરુષથી થઇ શકવા યોગ્ય લાગે છે. હાલ નિયમિત બીજાં પુસ્તકો વાંચવાનું થતું નથી. પ્રસંગે પ્રસંગે શ્રી યશોવિજયજીનું બનાવેલ સવાસો ગાથાનું સ્તવન તથા દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન
૩૯
Page #77
--------------------------------------------------------------------------
________________
O SASSA SS સત્સંગ-સંજીવની ) SSA CA ()
વંચાય છે. બાકી બીજા પ્રસંગે ઉપદેશ પત્રો ઉતારવાનું અને વિચારવાનું ચાલે છે તે સહેજ ચરણસેવામાં વિદિત થવા જણાવ્યું છે.
પરમસત્સંગનો વિયોગ રહ્યા કરે છે. અને તે વિયોગમાં વિશેષ પુરુષાર્થ કરી આત્માને જાગૃત રાખવો જોઇએ તે રહી શકતો નથી. કારણ કે ઉપાધિ આડે જેવી જોઇએ તેવી અથવા મંદપણે પણ પ્રેમખુમારી પ્રવહતી નથી. તેમ પ્રેમખુમારી પ્રવહવાનું મુખ્ય સાધન આપ પરમ કૃપાળુદેવના ચરણસમીપમાં નિવાસ એમ સમજાય છે. અને સ્થળે સ્થળેથી પરમ સત્સંગનો પરમ કલ્યાણકારી લાભ મેળવવાની ઇચ્છા જણાવે છે, અને લાભ પામવાની રાહ જોઇ રહ્યા છે. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પ્રેમપૂર્વક સવિનય નમસ્કાર પ્રભુ સેવામાં પ્રાપ્ત થાય.
પત્ર-૩૫ શુભ ચરણસેવામાં સવિનય વિનંતી પ્રાપ્ત થાય છે આ સાથે બોટાદથી આવેલા પત્રો શુભ ચરણસેવામાં મોકલ્યા છે. જે તેમને જેમ યોગ્ય ઉત્તર લખવાની પવિત્ર આજ્ઞા થશે તેમ વર્તવાનું કરીશ. પૂજ્ય રેવાશંકરભાઇ તથા પૂ. શ્રી મનસુખભાઇ ખુશી આનંદમાં છે. તત્વાર્થ સૂત્રના પુસ્તક નંગ સાત અત્રે પ્રાપ્ત થયાં છે. જે જે મુમુક્ષુ પ્રત્યે મોકલવાની જેમ પવિત્ર આજ્ઞા થશે તેમ કરીશ. બાળક યોગ્ય કામ સેવા ઇચ્છું છું. - શ્રી ઠાણાંગ સૂત્ર ભાગ ત્રણ તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ એ રીતે ભાગ ૫ અત્રેથી શ્રી નગીનદાસ સાથે મોકલી આપ્યા છે.
ભરૂચવાળા શ્રી અનુપચંદભાઇ અત્રે કમળવિજયના દર્શનાર્થે અને વિનંતી કરવા આવેલા છે. તે સહજ નિવેદન કરૂં છું. પરમકલ્યાણકારી સમાગમવાસી પવિત્ર મુમુક્ષુભાઇઓને મારા સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અલ્પજ્ઞ દીન અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર સવિનય વિધિપૂર્વક ચરણસેવામાં પ્રાપ્ત થાય.
પત્ર-૩૬ ખંભાત - સ્થંભતીર્થ
ભાદરવા સુદ ૮, શનિ, ૧૯૫૩ શ્રી સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સદૈવ જયવંત વર્તા
પરમકૃપાવંત, દયાનિધિ, દેવાધિદેવ, દીનબંધુ, દીનદયાળ, મહાત્મા પ્રભુશ્રી, સદેવ, શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને, સદૈવ અભિવંદન હો !
પૂર્વકાળથી તે આજ દિવસ પયંતમાં કોઇપણ પ્રકારે મારાથી જે જે મારી વૃત્તિ અને દોષો સુધારવા માટે મારા પ્રત્યે કપા દર્શાવેલ તે તે વખતે મેં અવિનયાદિક દોષો કર્યા હોય તેમજ મારા પ્રત્યે જે જે પવિત્ર આજ્ઞા મારા હિતાર્થે જણાવવાની કૃપા થયેલી છે તે અજ્ઞાને કરી આ દુષ્ટ સામાન્ય રાખી અનાદરતા કરી હોય અને જેથી સર્વોત્કૃષ્ટ ભક્તિમાર્ગ પ્રાપ્ત થવામાં પ્રમાદિ દોષો વડે અભક્તિ કરી હોય તથા વળી ભક્તિ પ્રસંગમાં અનાદરતા રાખી સપ્રેમને ન્યૂન થવામાં વૃત્તિ કરી હોય અથવા જે વડે અપરાધાદિ દોષો કર્યા હોય તેમજ અપૂર્વ વચનોમાં અપ્રેમ રાખી તથા આપ પરમ દયાળુદેવના મહાત્મમાં તથા અપૂર્વ ચરિત્રોમાં મારી તુચ્છબુદ્ધિ વડે દોષ ભય અને ખેદ એ આદિથી અસત્કારાદિ દોષો કીધા હોય, તથા વળી મારે વર્તવા યોગ્ય એવા સવર્તન, સદાચાર અને સત્સંગાદિ પ્રસંગોમાં જે જે પ્રકારે મેં અનાદરતા રાખી પ્રમાદાદિ દોષ ગ્રહ્યા હોય, તથા વળી
૪૦.
Page #78
--------------------------------------------------------------------------
________________
P&YONGYONG Heio-igel (@YOYOYUx9
Goresa
(จิงๆ ซ.949- 41 44te42. - -" ) htty 4 8 449 - 41 2-4%) at ) 33 cat $35 20 ดในเศ, 4. ใจ : (14 , 5 x 29. ครีเy 4949 . 9) เจ้า ต, ๆ มา 4.ค. }-6, 9 t 393 .1
สุเห1st วๆ52, fi (เซีดี .94 า นั ง เ เจิด. ด 3 ด ต %egs า 64.-2 16 11 22 21t4 A. 98%
ๆ ตุลที่ 5 1.85 0.9, 0, 3.9 4 199 91 . จิง A ?? 0. 33 ชิว3 หi h2t44
* * *ค. 29 30 31 5 4 4 0 8 กใจ งาน hi e f 20. หร2 ต. $: 999 รว! ติ, สี 91 9 ในเหC R. ( ๆ (
.4 55 7 4 8:46:44 น. 7 68 * * * * * * 43 • จ ริเวๆ จ%
ม (ย้
COCจ
จิ ทา.
2 4 (จ ฯ 46 %% 4 ซ. เอฟ ( 3 ห้3เ}3เค ที่ เ " 2: hๆ มี 42 คน 4 เวิ 0 มกร์ อิติเวช
Page #79
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
3908
था दुर्मगती निवृत्ति कारो छ भने भूघालावे फेर मेंथासंयोग भयो धो लेवी प्रति भला कथा, भरने के मूঈय छते पएंड आविया २५शानुं ईज छे, म विचारा विद्यावान पुरषोते मूर्छालन प्रत्यदि जेहने शमा बेधे, अभवाध उसने तो कड़े तेमुळे अतोनात फटिनी हे फाउं तथा आनेका नेलो प्रसंग हे निमित्त छे, ओटले ते संवरा है विकारवान पुरषोने के हितहारी के बारे A Gruon काय
२८५
মকঈপes, মজেchuci, भने nokraपडे देखने पोलावे विशेष प्रति कोई थाय छेड़े मेलन तारेविरे दुध पा १२ मे विजे उद्यादिनाबे पर बतील हो? २ ते २७ तो तेरे
ईज था, शंकरमा आरेय पण शाला द फाल्तु प्रg नक्षी, आने २५ विना संभारवेो दिषे मोर भवा आदि कथा के मोह अनं तन्मएको भाने मदस पेटको छ
De
Page #80
--------------------------------------------------------------------------
________________
GRUNGRONG Blis-idol UXUROXOXO
16 564 0 % สิดี 3:32. จึงนี้ จง ยๆ ทิ ศเ * * ง Royเl gY34 ** ตเGาดเy เร48 49 545
% M$เงิ เจ 6.
มน ๒ๆ จาห์ ดี 14% 19 : Mt. จริงๆเริง 0 41 รูเจ เจเจ อเกิน ห% 9.9 , yา ฐกๆ 97 99% 43+ 6, 2-2 เอ ริท 6, 8 teเท 40 37,94ด เริด re, tCเนิ ด7 ) g (ติโดฯ M 99%8ทุนเล 847
( 8. เจา ใน จ. เ• hๆ เข, เจเจ ใจน 8347ๆ ๆ (341% 84% G 81 ตุจเก (222
Y5xed 96.5 % หาดใน 20 น ใน จั vs54499-4 # 34k9 (w %
9 6 6 2 9 99เจ%A * ไตเจุ 4, 9, 199 9. จนดู s%C ๆ 44 an e0% xht189 *** ฯใ3 M4A 1เจ 16 ล.ลิง เจ
COCจ
Page #81
--------------------------------------------------------------------------
________________
TARO GORG Mai -itdel CXWRONG
ศ.247
นก แดรี่ 395 , 8 99,999 เสิร์น หรูใatte 4 th #ดเงิศเi ฯ หh-%e ดูดเก เซ ท 47 ?เร่ ? 0{เจาะ, เจ, น.39.1 ค 6 644 ด: ig 4 ติด 57 31 1 6 : พุษทเจ At ex 216 ตุจา เตเ• • G ลินเป็นๆ
6949
ๆ เ จ จาเจ (๑๕ 14. ช่วใจ 4 * ติด, งดเคี 1994 98% , 9วเd หR ฯ, ส09, 204,301 fts ๆ นี้
(2TqM61 ราชเ%93 % ใจ++ เขต - Cา ๓ฯ ( ห 83
เจิ 4 19 เมุติ ลิง แ $เdo 2. 329 ? * $ 4 ตุจิวเ et4 ชิ้น เ• M - 21
* * เห8 1ห้เห้เจเจุด นวดเg แ0% วิต๕๒4 3ข กติ 4 peawa99 $* *(FC9k 414 4 ตา ) 61
ดร์เต $งti 49เM - 4\ck hi 1 หมดเด็ด, E-M
น ๆ สเ96 49เซิเศไจ เรื่* 1 9เมิเนอเysหดฯเริเตเหเ 1
หCM 2499
99
% Gy9438)
26
Page #82
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પવિત્ર આજ્ઞાના આશયને હું મંદમતિ નહીં સમજવાથી અવજ્ઞા કીધી હોય, તેમજ સમીપવાસી અથવા સમીપમાં આવેલા મુમુક્ષુઓ પ્રત્યે કોઇપણ પ્રકારે મારી સમજણની ભૂલ્યે સ્વકલ્પનાએ નિજ ઇચ્છાએ આપ સદ્ગુરુદેવની અનાદરતા રાખી કોઇ પણ આપના પવિત્ર વચનના યોગને મેં દુભવ્યો હોય અથવા તેથી ન્યૂનાધિકપણે કે વિપરીતપણે મારી અલ્પજ્ઞમતિથી કાંઇ જણાવ્યું હોય અથવા તે તે ભાઇઓ પ્રત્યે મારાથી કોઇપણ પ્રકારે ન્યૂનાયિક સ્થિતિનો દોષ મારા આત્મામાં પ્રાપ્ત થયો હોય, તથા વળી ક્રોધે કરી, માને કરી, માયાએ કરી, લોભે કરી કે અન્ય દોષે કરી મારી મહત્તા મેં જણાવી હોય, તથા તેવા બીજા અનેક પ્રકારના દોષો મારી અલ્પજ્ઞતાની પ્રબળતાથી, મન, વચન, કાયા કે આત્માના કોઇપણ યોગાધ્યવસાયથી જે જે પ્રકારે થયા હોય, તે તે સર્વે હું દુષ્ટ પામર કંગાલ બાળક વારંવાર ચરણસેવામાં સવિનય મસ્તક નમાવી નમસ્કાર કરી, મારા કૃત્યને વારંવાર ધિક્કારું છું. ક્ષમાપના ઇચ્છું છું. અને હવે પછી તેવા તેવા પ્રકારના કોઇપણ પ્રકારના દોષ મારા મને કરીને, વચને કરીને, કાયાથી કરીને કે આત્માથી કરીને અથવા અન્ય કોઇપણ પ્રકારથી ક૨ીને હવે પછી તેવા તેવા કોઇપણ પ્રકારના દોષો મને પ્રાપ્ત ન થાઓ અર્થાત તેવા દોષોના પ્રસંગો હવે પછી ન બનો, એવો ભાવ સદૈવ રહેવાના પ્રસંગને વારંવાર ચિત્તમાં પ્રાપ્ત થવા ઇચ્છું છું. તેમજ આપ પરમ કૃપાળુદેવે પૂર્ણ બ્રહ્મસ્વરૂપી, કેવળ આત્માનંદી, નિષ્કામી, નિર્વિકારી, સહજાનંદી, સહજ સ્વભાવે સ્થિત છો એ ભાવ સદૈવ મારા હૃદયને વિષે સ્થાપિત રહો. અને પવિત્ર કૃપાળુદેવનું પવિત્ર સ્મરણ, ‘શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી', એ વચનનું અને એ ગુણનું સદૈવ સ્મરણ મારા અંતઃકરણમાંથી ન ખસો એજ આપ પરમકૃપાળુદેવ પાસે વારંવાર ઇચ્છું છું. eine Thee Bay કોઇપણ પ્રકારે અવિનયાદિક ભાવે, સ્વેચ્છાએ, અયોગ્ય લખાયું હોય તે વારંવાર ક્ષમાવું છું. મારા યોગ્ય પવિત્ર આજ્ઞા ઇચ્છું છું.
ISISન
અલ્પજ્ઞ દીનદાસનો દાસ પામર અંબાલાલના સવિનય નમસ્કાર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય. વિ. અલ્પજ્ઞ પામર છોરૂ મનસુખના સવિનય પ્રણામ પ્રાપ્ત થાય. (જવાબ વ. ૮૦૫)
(G) 13
Ple પત્ર-૩૭
ખંભાત
આસો સુદ દશેરા, ભોમ, ૧૯૫૩
}
શ્રીમદ્ સદ્ગુરુદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર
પરમ કૃપાવંત, પરમ દયાવંત, પરમોપકારી, અનાથના નાથ, અશરણના શરણ, દીનબંધુ, દીનાનાથ, દેવાધિદેવ, શ્રીમદ્ પ્રભુશ્રી સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રી સદૈવ જયવંત વર્તો અને ત્રિકાળ મારા અભિવંદન હો. 6IX
૪૧
પરમકૃપાનુગ્રહથી ભરેલો પરમ પવિત્ર શુભ પત્ર પ્રાપ્ત થયેલ છે. (વ. ૮૧૦) જે વાંચી પરમ કલ્યાણકારી અને આનંદનો લાભ થયો છે. એવી જ રીતે આ બાળક ઇચ્છે છે. હે પ્રભુ ! દીનદયાળુ દેવ આ મૂઢની દશા હમણાં ઘણીજ બાહ્યરૂપ થઇ ગઇ છે. ઉપાધિ વિશેષ નહીં હોવા છતાં ચિત્ત સાવ પ્રવૃત્તિરૂપ વર્તે છે, અને સત્શાસ્ત્ર વાંચવા વિચારવાનું વખતે યાદ આવી જાય છે. એવી અસ્થિર દશાથી શું લખવું ? શું ન લખવું ? એમ થવામાં કાળ વ્યતીત થતાં, પત્ર લખવામાં વિલંબ થયો છે. જે માટે મારી ધિક્કારવા યોગ્ય વૃત્તિએ કરીને વારંવા૨ ક્ષમાપના ઇચ્છું છું.
02 300
Page #83
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પૂ. શ્રી રેવાશંકરભાઇ અત્રે હતા ત્યારે વખતે વખતે તત્વાર્થ સૂત્ર વાંચવાનો લાભ મળતો. તેમની સમજણ શક્તિ ઠીક લાગવાથી મને વિચારવાનો વખત મળતો. જે વિશેષ વિચારવા માટે અને તેનું મનન થવા માટે આણંદ ક્ષેત્રે નિવૃત્તિ લેવા ઇચ્છા હતી. પણ અંતરાય ઉદયથી તે લાભ ફળીભૂત થયો નહી. અત્રેથી આણંદ જતાં મારો વિચાર અને રેવાશંકરભાઇની ઇચ્છા એમ હતી કે દસ પંદર દિવસ આણંદ રોકાઇ પછી સાથે મુંબઇ જવાનું કરીશું અને ત્યાં રાત્રિનો વખત તથા સવારના દશ વાગ્યા સુધીનો વખત ગીરગામ નિવૃત્તિનો લાભ મળી શકશે. જેથી તે વિચારને હું સમ્મત થયો હતો. અને મારી પણ પરમ કલ્યાણકારી દર્શનનો લાભ પામવાની અત્યંત ઇચ્છા હતી. પણ તે એકેય વિચાર મારા દુષ્ટ કર્મના ઉદયથી ફળીભૂત થયો નહીં.
何
ઘણા વખત થયાં એક પ્રશ્ન લખવાની ઇચ્છા થયા કરતી પણ તે માટે લખવા કરતા સમાગમે પૂછાય તો ઠીક એમ ધારી અમદાવાદથી ભરૂચ સુધીના થયેલા સમાગમે તે પ્રશ્ન પૂછવા ઇચ્છા હતી પણ તે પ્રશ્ન ભરૂચ ઉતર્યા
પછી યાદ આવ્યું. એટલે તેનો યોગ્ય ખુલાસો મળવામાં હું પાત્ર નહીં તેથી પૂછી શકાયું નહીં. તે પ્રશ્ન એ હતો કે - મારી ઇચ્છા એમ રહ્યા કરતી કે જે જે વખતે સત્સમાગમનો પરમકલ્યાણકારી લાભ થયો હોય તે વખત પછી વિયોગમાં બેત્રણ માસ સુધી તે સમાગમથી થયેલા લાભની ખુમારી રહ્યા કરતી. પણ પછી માયાના તેવા તેવા કારણો મળવાથી તે ખુમારી મંદ પરિણામને પામતી. તે વખતે આપ પરમકૃપાળુદેવને જે ક્ષેત્રે વિચરવું હોય ત્યાં એક કે બે દિવસ ચરણસેવામાં રહી આ બાળકે પરમ કલ્યાણકારી લાભ મેળવવો. એ માટે પૂછવા ઇચ્છા રહ્યા કરતી. આજ્ઞા વિના કેમ જવું ? તે માટે શ્રી રેવાશંકરભાઇને સહજ પૂછેલું પણ તેનો ઉત્તર પોતે નહીં આપી શકવાથી અને મારી મુંબઇ આવવાની ઇચ્છા હોવાથી તેઓ મને સહમત થયા અને મને મુંબઇ આવવા જણાવેલું.
પરમ કલ્યાણકારી દર્શનનો લાભ પામવાની ઇચ્છા તો વિશેષ છે. પણ આજ્ઞાનુસાર અટકવું થયું છે. નિસ્પૃહતા અત્યંત અને જીવોનું અનઆરાધકપણું અર્થાત અસંસ્કા૨ીપણું હોય એમ લાગે છે. તેને કોઇપણ સત્સંગનો આધાર હોય તો માંડ માંડ તે સવૃત્તિએ રહી શકે એવી આ દુષ્ટ જીવોની અત્યંત ધિક્કારવા યોગ્ય વૃત્તિને એક આપ સદ્ગુરુદેવની પરમ કરૂણામય અનંતી દયા એ જ આધારરૂપ છે. કોઇપણ પ્રકારનો દોષ થયો હોય તો તે માટે વારંવાર નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું.
અલ્પજ્ઞ અંબાલાલના સવિનય નમસ્કાર
(જવાબ વ. ૮૧૩)
પત્ર-૩૮
સ્થંભતીર્થ
III
કાર્તિક સુદ ૬, રવિ, ૧૯૫૪
શ્રીમદ્ સદ્ગુરુ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીના પાદાંબુજ મારા હૃદયમાં સ્થાપિત રહો. પરમકૃપાળુદેવ, દેવાધિદેવ, અનાથના નાથ, દીનબંધુ, દીનદયાળ, શ્રીમદ્ સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ મારા અભિવંદન હો !
******** **
પરમ કૃપાનુગ્રહથી લખેલો આસો વદ ૧૪નો (વ. ૮૧૪) પરમ પવિત્ર શુભ પત્ર દિવાળીના માંગલિક પ્રસંગે ગોરસ વખતે શ્રી શારદાપૂજનના વ્યવહારિક સમયમાં પરમાર્થીક પત્ર પ્રાપ્ત થવાથી અતિ આનંદપૂર્વક
વાંચી સહર્ષ ૫૨મ મંગળકારી લાભ પ્રાપ્ત થયો છે. ત્યાર પછી ત્રણ દિવસ ફેણાય જવાથી પત્ર લખવા વિલંબ થયો છે. જે માટે વારંવાર ક્ષમાપના ઇચ્છું છું.
૪૨
Page #84
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની EX 3ીટી)
આજ્ઞાનુસાર હાલ તો શ્રી યશોવિજયજીએ બનાવેલ શ્રી યોગદષ્ટિ સમુચ્ચય સગ્રંથ સ્વાધ્યાયમાં મારે વાંચવા વિચારવાનું ચાલે છે. મને સ્વાધ્યાય કરવાનું ઠીક પડે છે. જે ગ્રંથનું તારતમ્ય વિચારવાથી કંઇક કંઇક પૂર્વે આ દુષ્ટ પોતામાં કંઇ માન્યતા કરી હોય તે સર્વ નિષ્ફળરૂપે જણાય છે. અને શુભ ઇચ્છાની સ્થિતિમાં આ આત્માનું પ્રવર્તન થવાનો સંભવ કદીપણ થયો હોય તેમ જણાતું નથી. એ ગ્રંથની અત્રે ન્યૂનતા જણાય છે. મારી પાસે પ્રથમ તે પુસ્તક હતું. તે પૂ. શ્રી મનસુખભાઇ પોષમાં અત્રે પધાર્યા ત્યારે સાથે લઇ ગયા છે.
મારો વિચાર એમ થાય છે કે અધ્યાત્મ કલ્પદ્રુમ, અધ્યાત્મસાર, શાંતસુધારસ, યોગદષ્ટિ સમુચ્ચય, સમયસાર નાટક, આનંદઘનજી કૃત ચોવીસી, ઇન્દ્રીય પરાજય શતક, અષ્ટકર્મ ગ્રંથ ઇત્યાદિ શાસ્ત્રોનું એક એક પુસ્તક કરાવીને છપાવ્યું હોય તો શુભઇચ્છાવાળા જિજ્ઞાસુ જનોને વાંચવા વિચારવાનું સુગમતાથી બને ને જુજ કિંમત રાખી હોય અથવા તેવા સગ્રંથોને કોઇ એક પરમાર્થ હેતુએ મફત આપવા હોય તો બની શકે એમ ધારણા રહેતી.
અત્રે જૈનશાળાના કેટલાક અગ્રેસરો પાસે વાત કરતા તે લોકો છપાવા સંબંધીમાં તેવાં પુસ્તકો બહાર પડે અને સર્વને તેનો સુગમપણે લાભ મળી શકે તેવા હેતુથી તેને ઉત્તેજન આપવાનો તે લોકોનો વિચાર છે. તે વિષે આપ દયાળુ દેવશ્રી તરફથી જેમ આજ્ઞા થશે તેમ વર્તીશ. કાવિઠાથી ઝવેરચંદભાઇ અત્રેથી મોક્ષમાર્ગ પ્રકાશ પુસ્તક મંગાવવા ઇચ્છે છે. પવિત્ર આશા હોય તો ખેડે મુનિશ્રીઓ વાંચી રહ્યા હોય તો ત્યાંથી મંગાવીને મોકલી આપવા માટે જેમ પવિત્ર આજ્ઞા હોય તેમ હતું. અત્રે ત્રણ ચાર ભંડાર જૂના છે, અને તે લોકો સાથે વાતચીત સહજ થઇ છે, બની શકશે તો તે ભંડારમાં રહેલા પુસ્તકોની ટીપ ઉતારીને આપ કૃપાળુદેવની ચરણસેવામાં મોકલવાનું કરીશ. '
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના પુનઃ પુનઃ સવિનય નમસ્કાર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય. (જવાબ વ. ૮૧૬)
પત્ર-૩૯
ખંભાત - માગસર સુદ ૧૨, સોમ, ૧૯૫૪ શ્રીમદ્ સગુરુદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સદૈવ જયવંત વર્તો.
પરમ કૃપાનાથ, દેવાધિદેવ, પરમોપકારી, અનાથના નાથ, અશરણના શરણ, દીનબંધુ, દીનાનાથ, પરમાત્મા પ્રભુશ્રી સદ્ગુરુદેવની પવિત્ર શુભ ચરણસેવામાં અગણિત વાર વંદન હો !
| પરમકૃપાનુગ્રહથી ભરેલો શુભ હિતાર્થ પત્ર (વ. ૮૧૯) પ્રાપ્ત થયો છે. અત્યંત મીઠી અને હિતકારી વાણીનો અમૃતથી અધિક લાભ પ્રાપ્ત થયો છે. પરમ કલ્યાણમય આનંદ થયો છે. જે પવિત્ર વાણીનો લાભ વારંવાર ઇચ્છું છું. હ આવતી કાલે કાવિઠા જવાનો વિચાર રહે છે. શનિવાર સુધી સ્થિતિ થવાનો ત્યાં સંભવ છે. બની શકશે તો ત્યાંથી આવ્યા પછી સવિગત પત્ર લખવાનું કરીશ. ચિત્રપટ ભાઇ લાલચંદભાઇ માટે એમના લખવા મુજબ સાયલે મોકલી આપીશ.
લિ, બાળક ત્રિભોવનના નમસ્કાર પવિત્ર સેવામાં પ્રાપ્ત થાય. દર્શનનો વિરહ ઘણો કાળ થયા થયો છે. આ પામર જીવો તો સમાગમ વિના બહિંમુખ થઇ જાય છે.....હું
Page #85
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
આઠેક દિવસ થયાં ચરોતરમાં ગયો હતો. કાવિઠે ચાર દિવસ રોકાયો હતો. ત્યાં શ્રી ધોરીભાઇ, લલ્લુભાઇ, બકોરભાઇ ભાદરણવાળા આવ્યા હતા. સુણાવથી મુનદાસ તથા સંદેસરથી ત્રણ પાટીદારો મળી મુમુક્ષુઓનો સમાગમ થયો હતો. સાથે કીલાભાઇ અત્રેથી આવ્યા હતા. આણંદ ક્ષેત્રના ૫૨મકલ્યાણકારી સમાગમ વખતે ધોરીભાઇ સાથે લલ્લુભાઇ આવ્યા હતા. તે સાથે કેટલીક વાતચીત થઇ હતી. દોષ દૃષ્ટિના લીધે અને વાસનાના દઢત્વપણાથી તેનું મન જોઇએ તેવી રીતે શાંત થયું નથી, તો પણ આપ કૃપાળુદેવની કૃપાથી તે સત્પુરુષની નિંદા કરતા અટક્યા હોય એમ લાગે છે. તે સહજ વિદિત થવા ચરણસેવામાં જણાવું છું.
સવિનય નમ્રતાથી વિનંતી કે રતલામથી સુદ ૪ ગુરુવારે નીકળી તેજ દિવસે અમદાવાદ ગયો હતો. ત્યાંથી રવિવારે સવા૨ના અત્રે આવવું થયું છે. મારી સાથે શ્રી પોપટલાલ મહોકમચંદ અમદાવાદવાળા તથા શ્રી સુખલાલભાઇ તથા શ્રી ઉગરીબહેન અત્રે પધાર્યા છે.
ભાઇ પોપટલાલની ઇચ્છા ચરણ સમીપમાં આવવાની રહે છે.
પરમકૃપાનુગ્રહથી પવિત્ર હસ્તે લિખિત પરમ પવિત્ર પત્ર પ્રાપ્ત થયો. જે વાંચી અતિ અતિ આનંદ સાથે પરમ કલ્યાણકારી લાભ પામવાનો પ્રસંગ નજીક આવવાની જિજ્ઞાસા પાર પડવાના સમાચાર સાંભળી અતિ અતિ ઉલ્લાસ અને આનંદ થયો છે. ચરોતર સિવાય બીજું નિવૃત્તિને અનુકૂળ ક્ષેત્ર મારા લક્ષમાં નીચે પ્રમાણે છે. તે હું અલ્પજ્ઞ મતિથી જણાવું છું. નડિયાદ ક્ષેત્રે જે મકાનમાં સ્થિતિ હતી તે મકાનમાં હાલ એક યુરોપિયન રહે છે, ત્યાંથી સામી બાજુમાં જે રેલ્વે સડકની નીચે થઇને જવાય છે ત્યાં એક બંગલો છે તે ખાલી છે.
9
અમદાવાદથી ત્રણ ચાર ગાઉ છેટે શ્રી નરોડા ગામ છે. ત્યાં ધર્મશાળાઓ બે મોટી છે. જગ્યાની છૂટ ઠીક છે. જીવાતની ઉત્પત્તિ થોડી છે. ગામની ભાગોળે રેલ્વે આવેલી છે. તે ક્ષેત્ર મેં જોયું નથી. પવિત્ર આજ્ઞા થાય તો હું ચોક્કસ તજવીજ કરી શ્રી ચરણસેવામાં લખી જણાવું.
દીન દાસ અંબાલાલના અગણિતવાર વંદન
De nups Pe
શ્રીમદ્ શ્રી સદ્ગુરુદેવ ચરણાય નમઃ
***
コードコート
પરમકૃપાળુદેવ મહાશય પ્રભુ શ્રીમદ્ શ્રી સદ્ગુરુદેવશ્રી
પત્ર-૪૦
ખંભાત
શ્રાવણ વદ ૧૧, બુધ, ૧૯૫૪
પરમકૃપાનુગ્રહથી ભરેલો પરમ પવિત્ર પત્ર પ્રાપ્ત થયો. જે વાંચી અત્યંત હર્ષસહિત પરમકલ્યાણકારી લાભ પ્રાપ્ત થયો છે.
RIP
શહેરથી વીસેક ગાઉ દૂર અને ગામડાથી ગાઉ બે ગાઉ દૂર એવું કોઇ જંગલમાં સ્થળ હોય તો નિવૃત્તિને અનુકૂળ તેવું ક્ષેત્ર જાણવા માટે મારા ઉપર કૃપા થઇ તો આણંદથી દોઢ માઇલ છેટે અને સ્ટેશનથી એક માઇલ દૂર આણંદની રેલ્વે સડકે એક ટેકરા ઉપર મહાદેવનું સ્થળ છે, તે સ્થળ એક જ માળનું ઉપર છાપરાવાળું છે. બેએક ઓરડીઓ છે. ત્યાં એક બાવો રહે છે. તે સ્થળ મુંબઇથી આવતા આણંદ સ્ટેશન નજીક ગાડીમાં બેઠા દેખાય છે. તે મકાન સુધરાવ્યું છે. અને ત્યાં એકાંતમાં રહેવાની સગવડ થોડા માણસથી બને તેવું લાગે છે. પણ આણંદમાં છ કલાક મુંબઇની ટિકિટવાલાને રોકાવું પડે છે. તેટલા વખતમાં તે સ્થાનની તજવીજ થઇ શકે એમ છે. તો તે
૪૪
Page #86
--------------------------------------------------------------------------
________________
0 ડિE STORE) સત્સંગ-સંજીવની GIR SER SA) ()
સ્થળે સ્થિતિ કરવાની ઇચ્છા હોય તો હું ત્યાં આગળથી આવીને તજવીજ કરૂં.
હે પ્રભુ ! ગામથી દૂર એવું કોઇ સ્થળ નિવૃત્તિને અનુકૂળ આવવાનું ઠીક ગણાય એમ પૂછાવ્યું પણ છે દયાળુ દેવ, મારી અલ્પજ્ઞતાથી એમ લાગે છે કે યાત્રાના સ્થળ સિવાય અન્ય સ્થળ હોવાનો સંભવ ઓછો રહે છે. કદાપિ શહેરથી થોડે દૂર વખતે કોઇ શ્રીમંતે હવાની અનુકૂળતા માટે બંધાવેલું હોય, પણ ગામડાની નજીકમાં, તેવી સગવડ ઓછી રહે છે. વળી ત્યાં મંદિરાદિ હોવાથી દર્શનાદિ કારણે લોકોની અવરજવરનો સંભવ છે.
આ વાત હાલ અચર્ચિત રાખવાની પવિત્ર આજ્ઞા થવાથી સમાગમવાસી મુમુક્ષુઓમાં વિશેષ ચર્ચિત કરી નથી. અને પધારવાની કૃપા થશે એમ તો સૌ મુમુક્ષુઓ જાણે છે. જેથી બીજા મુમુક્ષુઓને પધારવાની વાત જણાવવી ? સાથે આવવાનું કહેવું ? એ વિષે પણ મકાનની અનિશ્ચિતતા હોવાથી કેમ કરવું એ વિચાર થાય છે.
તે માટે જેમ પવિત્ર આજ્ઞા થશે તેમ વર્તવાનું કરીશ. પરમકૃપાનુગ્રહથી ભરેલો પવિત્ર પત્ર શ્રાવણ સુદ૧૨નો લખેલો અત્રે શ્રાવણ સુદ પૂનમે ટપાલવાળા તરફથી મળ્યો છે. બે દિવસ મોડો મળવાનું કારણ કાંઇ સમજાયું નહીં. પત્ર લાભ એકાદ દિવસ વહેલો પ્રાપ્ત થવા ઇચ્છું છું. જેથી આણંદ પધારવાના એક રાત અગાઉ મારું આવવાનું બની શકે.
કોઇ પ્રકારે અવિનયાદિ કારણથી કે સ્વચ્છંદતાથી લખાયું હોય તો વારંવાર નમસ્કાર કરી ક્ષમાવું છું. લિ. અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સમયે સમયે ત્રિકરણ યોગે સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
પર થંભતીર્થ - પોષ સુદ ૪, રવિ, ૧૯૫૫ (SC) પરમકૃપાળુ દેવાધિદેવ, શ્રીમદ્ સદ્ગુરુ પરમાત્મા શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રીમદ્ રાજ્યચંદ્રદેવ - પરમાત્મા પરમકૃપાનુગ્રહથી લિખિત પત્ર (વ. ૮૫૭) પ્રાપ્ત થયો. પવિત્ર કરકમળના લિખિત વચનો વાંચવાથી પરમ મંગળકારી લાભ થયો છે. એવી જ રીતે ઇચ્છું છું.
| હે પ્રભુ ! પૂર્વકાળથી તે આજ દિવસ પયંતમાં આપના કહેલા માર્ગ પ્રત્યે અથવા આપ શ્રીમદ્રની ભક્તિ પ્રત્યે મારાથી કોઇપણ પ્રકારે ચૂનાધિક થયું હોય, પ્રમાદાદિ સેવાયો હોય, અસત્કારાદિ કર્યો હોય, તે સર્વે હું ત્રિવિધ શીષ નમાવી વારંવાર પશ્ચાતાપ કરી પુનઃ પુનઃ ક્ષમાવું .
[ આપ કૃપાળુ શ્રીમદ્ મારો અપરાધ ખમજો. આપ તો કૃપાની ખાણ છો, પણ ભક્તિભાવે લખ્યું છે. રાત્રીએ સત્સમાગમમાં હાલ ધર્મ-બિંદુ સગ્રંથ વંચાય છે. શ્રીમદ્ આત્માનુશાસન પૂરું થયા પછી ધર્મબિંદુ વાંચવાનું શરૂ કર્યું છે. આત્માનુશાસનની પૂરી સમાપ્તિ વખતે સફળતા અર્થે, સર્વેએ યથાઇચ્છાનુસારે એક વખતનો આહાર | અને અમુક વિગયનો ત્યાગ એ વિગેરે નિયમ અમુક વખત સુધી કર્યો હતો.
આ સંસ્કૃત અભ્યાસમાં મારે આજે વીસ પાઠ પુરા થયા છે. કલાભાઇ, નગીનભાઇ, મુનદાસને ૧૧ પાઠ થયા છે. શાસ્ત્રીનો જોગ બન્યો નથી. એક સામાન્ય શિક્ષકથી હાલ હું સમજુતિ મેળવું છું અને મુનદાસ વગેરેને શીખવું છું.
પવિત્ર આજ્ઞાનુસાર સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા આદિ ગ્રંથોની પ્રતો કરવામાં બે ઘડીના નિયમથી ચાર માસ પર્યત વર્તવાનું કરીશ.
૪૫
Page #87
--------------------------------------------------------------------------
________________
GSSSSSS સત્સંગ-સંજીવની SEMES SYS ()
એજ. દીન સેવક અંબાલાલના સવિનય નમસ્કાર.
ખંભાત - કાર્તિક વદ ૧૨, રવિ, ૧૯૫૪ શ્રીમદ્ સદ્દગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રી સદૈવ જયવંત વર્તો.
પરમકૃપાળુ દેવાધિદેવ, દીનબંધુ દીનાનાથ, અનાથના નાથ, સર્વજ્ઞ પ્રભુશ્રી શ્રીમદ્ સદ્ગુરુદેવશ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી મારા સવિનય ત્રિકરણ યોગે સાષ્ટાંગ દંડવત્ ત્રિકાળ નમસ્કાર શુભ પવિત્ર ચરણ સેવામાં પ્રાપ્ત થાય.
- પરમકૃપાનુગ્રહથી લિખિત પત્ર ૧ કાર્તક વદ ૭ના દિવસે (વ. ૮૧૬) પ્રાપ્ત થયો હતો. જેથી તે પત્રનો યથાર્થ લાભ લઇ શક્યો નહોતો, અને બીજા તેવા પરના પ્રસંગના લીધે પત્ર લખવામાં વિલંબ થયો છે. જે માટે પુનઃ પુનઃ ક્ષમા ઇચ્છું છું.
આજે તે પવિત્ર પત્રનું શુભ પાન કરવાથી પરમ કલ્યાણમય આનંદ પ્રાપ્ત થયો છે.
હે પ્રભુ ! મહત્યુણ્યના યોગથી આ આત્માને મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે, અને તેથી વળી અનંત અનંત પુણ્યોદયથી આપ પવિત્ર સર્વજ્ઞ પરમાત્મા પ્રભુનો જોગ બન્યો છે. જે જોગથી સર્વ દુઃખનો ક્ષય એવો મોક્ષ માર્ગ પ્રાપ્ત થઇ શકવા નિશ્ચય છે. છતાં આ દુષ્ટ અને પોમર એવો અલ્પજ્ઞ આત્મા કાળનો ભરોસો રાખી, પ્રમાદ અને વિષય-સુખમાં નિશ્ચિતપણે વર્તે છે. જે માટે વારંવાર ધિક્કારવા યોગ્ય છે કે જે જોગ અનંત કાળે નહીં પ્રાપ્ત થયેલ એવો જોગ બન્યા છતાં આ આત્માને સાવધાન થઇ પરમ પ્રેમે શ્રત ધર્મરૂપ અને અનન્ય શરણરૂપ એવો ભક્તિમાર્ગ આરાધવો જોઇએ, છતાં તે આરાધતો નથી. એ આ દુષ્ટની અત્યંત, અનંત, અજ્ઞાનતા અને મૂર્ખાઇ જ છે. કે જે જોગ આરાધવા જતાં અનાદિથી પાસે રહેલા એવા અનંત દોષો અને અનંત અંતરાયો જરાપણ ખસેડવા જતાં ઉલટા વિશેષરૂપે થઇ પડવાથી જીવ પાછો તેમાં જ તાદાત્મરૂપ થઇ જાય છે. અને અપૂર્વ માર્ગને પ્રાપ્ત કરવા દેતો નથી. તો પણ એમ તો અલ્પજ્ઞ દષ્ટિથી સમજાય છે કે જરાક વિશેષ બળ તે અંતરાયો અને તે દોષો પ્રત્યે કરવામાં આવે તો પછી સહજમાં અપૂર્વ એવો શ્રત ધર્મરૂપ ભક્તિમાર્ગ પ્રાપ્ત થાય. અને તે ભક્તિમાર્ગ પ્રત્યે પછી એક રટણ રહી શકે પણ તે પ્રાપ્ત કરવા જતાં પહેલાં દોષનું વિશેષપણું, આત્માનું અત્યંત બળહીનપણું, અપુરૂષાર્થપણું અને અનાદિનું તે પ્રત્યે વહાલપપણું, વિશેષરૂપે થઇ આવે છે. તે સઘળું ટળવામાં અને સુગમપણે માર્ગ પ્રાપ્ત થવામાં મુખ્યમાં મુખ્ય આપ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવના ચરણ સમીપ નિવાસ, એજ ઉપાય છે. અને
જ્યાં સુધી તે જોગમાં અંતરાય વર્તે છે, ત્યાં સુધી વિશેષ વિશેષપણે બળવાન વીર્યના પુરૂષાર્થ ધર્મની આવશ્યકતા છે. છતાં તે થવામાં નિરર્થક કાળ ચાલ્યો જાય છે. એજ આ જીવની અત્યંત મૂઢતા છે. અને પૂર્વે નહિ ઉપાર્જન કરેલા એવા સત્કર્મો છે કે પૂર્વનું આ જીવનું અનઆરાધકપણું જ સમજાય છે. કદાપિ કોઇ સદાચાર કે સન્શાસ્ત્રનું વાંચન, મનન થવામાં પવિત્ર આજ્ઞા થાય તો એવી આ જીવની મૂઢતા વર્તે છે. અને તે દોષો એવા પ્રકારે છેતરે છે કે તે વાંચવાના વિચારને અનવકાશ આપી અને તે રૂપને રૂપાંતર કરી દઇને આ જીવને બીજી કલ્પનામાં નાખી દે છે. અને તે દોષો પછી ઉપર વાટે થઇ આવી છેતરે છે. હે પ્રભુ ! એવા અનંત દોષો અને તેનાથી પણ અનંત ભેદે અનંત સૂક્ષ્મદોષો કે દોષના બળવત્તરપણાથી અત્યંત પુરૂષાર્થહીન બાપડો ગરીબ અને કંગાલ જેવી સ્થિતિમાં આવી પડેલો આ એક જ આત્મા આપ પરમકૃપાળુદેવના કૃપાનુગ્રહ સિવાય કેવા પ્રકારથી તે દોષોને મારી, તોડી, બાળી, ફોડીને, પોતાના યથાર્થ સ્વરૂપમાં બિરાજમાન થાય તે માટે તો આપ પરમકૃપાળુદેવના ચરણ
૪૬
Page #88
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની
)
સમીપમાં નિવાસ અને પરમકૃપાનુગ્રહ એ જ સમજાય છે. તો પણ તેવો યોગ પ્રાપ્ત થયે તેવો વખત આવ્ય, તે વખતે અત્યારથી જ્યારે તે દોષો વિશેષપણે વર્તે છે ત્યારે તેવા શુભ પ્રસંગે અત્યંતપણે વિશેષરૂપે વર્તવાનો સંભવ લાગે છે. તે માટે પ્રથમથી શું ઉપાયો લેવા કે જેથી તે દોષો વિષેશરૂપે પ્રવર્તી ન શકે એ માટે કેટલેક અંશે વિચાર રહ્યા કરે છે કે જે વિચાર આપ કૃપાળુદેવની અનંત કૃપાથી. ફળીભૂત થાઓ. તમારા
રાત્રિના સત્સમાગમમાં હાલમાં અધ્યાત્મકલ્પદ્રુમ વંચાય છે. લલ્લુભાઇ આદિ મુમુક્ષુઓ આવે છે અને વૈરાગ્ય પ્રાપ્ત થવાની વાતો ચર્ચાય છે. પ્રાત:કાળે યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ વાંચું છું. એક ફેરા વાંચી ગયો છું. ફરીથી વાંચું છું. વિચારવામાં વિશેષ મતિની ગતિ નહીં પહોંચવાથી અટકી જવાય છે. તોપણ યથાશક્તિ વિચારું છું. આ કોઇપણ પ્રકારે અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કે કોઇપણ પ્રકારનો દોષ મારા મન, વચન, કાયા કે આત્માના યોગાધ્યવસાયથી થયો હોય તો વારંવાર મસ્તક નમાવી ક્ષમાપના, ત્રિકરણ યોગે નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું.
ભાઇ લાલચંદભાઇએ ચિત્રપટ એકની માગણી કરી હતી તે વિશે જેમ પવિત્ર આજ્ઞા થશે તેમ વર્તીશ. છોરૂ યોગ્ય કામ સેવાની પવિત્ર આજ્ઞા થવાથી અતિ આનંદમય, મંગળકારી લાભ પ્રાપ્ત થવા ઇચ્છું છું.
અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક પુનઃ પુનઃ નમસ્કાર પરમ પવિત્ર શુભ ચરણસેવામાં પ્રાપ્ત થાય.
(જવાબ વ. ૮૧૯)
પત્ર-૪૩
ખંભાત
અષાઢ વદ ૧૨, ગુરુ, ૧૯૫૨ સ્વયંભૂરમણ એકજ ભૂજાએ કરીને તરી ગયા છે એવા જે સ્વયં પ્રકાશક પ્રભુ રાજચંદ્રજી મહાનશ્રીને ત્રિકાળ નમસ્કાર.
સદા આનંદી, સર્વજ્ઞાની, સર્વધ્યાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપ વિલાસી, સમ્યકજ્ઞાની, સમ્યક્દર્શી, શુભજ્ઞાની, શુભધ્યાની, શુભજોગી, શુભલેશી, સમભાવી, શીતળકારી, અધ્યાત્મસ્વરૂપી, શતાવધાની, સર્વાતિત-વિહારી, સર્વજ્ઞ નાથ, સર્વાત્મા સ્વરૂપ, સચિદાનંદ, સર્વોપરી, સલ્લુરુ, સદૈવ, સધર્મ, સદા ઉલ્લાસી, સામાન્ય કેવળી, સાક્ષાત્કાર સત્યરૂષશ્રી, સ્વરૂપ સુખમાં બિરાજમાન, મહાન શ્રી શ્રી શ્રી પ્રભુરાજ્યચંદ્રજી.
દીનદયાળ પ્રભુજીએ, દીન પ્રાણીઓ ઉપર પરમ દયા કરી અમૃત સાગરનું પાન કરાવવા, પરમ અમૃતમય, કૃપા પત્ર (વ. ૬૯૭) પાઠવ્યો. જે વાંચી દય સાથે અંગીકાર કરી પરમ પરમ આનંદ થયો છે. જે પત્રનું મનન કરવાથી પરમ કલ્યાણમય આપે તેવો યથાતથ્ય છે. એવી જ રીતે આ અનાથ પ્રાણીઓની દીનતા ઉપર દયા થવાની કૃપા થશે, તો પરમ મંગલકારી આનંદ પ્રાપ્ત થશે. હે કૃપાસાગર ! સ્વરૂપ સુખમાં લયલીન સદા આત્માના વિષે જે સાક્ષાત્કાર બ્રહ્મસ્વરૂપી પ્રભુએ જરાપણ સમાધિના અંકુરથી દયા કરી આ બાળક સામું જોઇ પત્ર પાઠવ્યો છે જેથી વારંવાર બહુ જ આનંદ થયો છે. પરમ પરમ સંતોષ થયો છે. આ
હે કૃપાવંત પ્રભુજી ! આ પરમ પુરુષોત્તમ પરમ પૂજ્ય દયાળુનાથ સમીપમાં આ દુષ્ટ લેખકે ઘણા જ દોષ
કર્યા છે, અને સન્મુરુષને છેતરવાના પ્રકાર ધારણ કર્યા છે તે એવા કે આવી રીતે વિનયાદિક કરવાથી અથવા IX આમ વર્તવાથી સત્યરુષને સારો કહેવાઉં અને સત્યરુષ પ્રત્યે અમદાસ્યભાવ રાખી પ્રવર્તો . અને જ્ઞાન પ્રાપ્તિ
Page #89
--------------------------------------------------------------------------
________________
D RECORDS) સત્સંગ-સંજીવની ) | SGS)
વગર દશાએ દોષોને ગ્રહી રાખીને ઇચ્છી છે. તે દોષો ઓ આત્માના ઉપર વાટે થઇ તે દોષની મરજી મુજબ નચાવ્યો તેમ આ આત્મા નાચ્યો છે. અને તેમજ પ્રવર્યો છે. પણ આ માઠું થાય છે એવો સ્વપ્ન પણ વિચાર થયો નથી. અને પરને જ છેતરવાની વાત ગ્રહી હતી તે આજે સહજ કંઇક વિચાર કરતા બહુજ ખેદ થાય છે. અને તેવા દોષ કેવા પ્રકારે ટળે ? જો પ્રભુ પાસે વિનયાદિક કરૂં તો મુમુક્ષુઓમાં શ્રેષ્ઠ કહેવાઉં. એ વગેરે અગણિત દોષો કે જે આજ પાંચ વર્ષ થયાં, સેવતાં, પાછો ફરીને જોયું નથી. અને જ્યારે સત્પરુષ પ્રત્યે તેવી ભાવના છેતરવાની રાખી તે દુષ્ટ પરિણામી જીવને... દોષ પ્રત્યે ભાન કેમ ન હોય ? અવશ્ય હોય જ. તો
હવે તેનો વિચાર પુનઃ પુનઃ આવતાં એજ વિચાર થાય છે કે ઘણુંજ માઠું થયું, ઘણું જ અઘટિત થયું, એવા માઠા કાર્ય કર્યાનું આપ કૃપાળુશ્રીની દયાથી આ લેખકને આવું ભાન થયું છે. એવા માઠા ભાવ ચિંતવતા છતાં પણ, આપ પરમ દયાળુશ્રીએ જરાપણ ધીરજ કે ગાંભીર્યતાનો ત્યાગ કર્યો નથી એજ આપ પરમ પુરુષોત્તમ મહાવીરની પૈર્ય ગાંભીર્ય ક્ષમા અને દયાના ગુણો પ્રફુલ્લિતપણે આ જગતના જીવોને આનંદ આપે છે. અને એટલો બધો અપકાર આ લેખકે કર્યા છતાં કોઇ વખત અનુપકાર કરવાને આપ જરાપણ ધીરજનો ત્યાગ કરી શક્યા નથી એજ ખરેખર ખરી રીતે પરમાત્મપણું પ્રગટ અનુભવ આપે છે, અને અનંત દયાના ગુણો પ્રગટ રીતે શોભી ઊઠે છે. હે દયાળુ પ્રભુ ! આપ પરમ પ્રજ્ઞાવંત જ્ઞાનાવતાર સાક્ષાત્ આત્મસ્વરૂપ પરમ ગુરુ પુરુષોત્તમના ગુણનું શું ધ્યાન કરૂં? આ લેખક દુષ્ટ જીવ જરાપણ કરવાને યોગ્ય નથી. ઉપર લખ્યા જે ગુણો તે આ આત્માને વિષે આરોપજ કર્યો છે. તે હવે કેવા પ્રકારથી જાય ? તેનો વિચાર મારાથી થઇ શકતો નથી. પણ સહજ વિચારે એમ લાગ્યું કે એ ગુણોએ જેવો ઉપર વાટે થઇ મને નચવ્યો તેવીજ રીતે હવે એજ ગુણો (દોષોને) આપ પરમકૃપાળુ પ્રભુની સન્મુખ આગળ કરું, અને તેજ દોષોને વારંવાર આપ કૃપાળુનાથની સમીપે ગાઉં કે જેથી તે દોષોએ જેવો મને આગળ કર્યો હતો તેવા જ તેને આગળ કરું, અને એમ આગળ કરવાથી, વખતે એ સન્દુરુષ પ્રતાપે તે દોષો મોળા પડે. બાકી તો આપ કૃપાનાથની પરમકૃપાની દયા વિના એ પાપીષ્ટ દોષો જઇ શકે તેમ નથી એમ તો ખાત્રી છે. બીજું તો પત્રમાં લખવું સૂઝતું નથી, પણ હવે પછી વારંવાર જે જે દોષો મેં ગ્રહ્યા છે તે તે દોષો જે જે દેખાય તે સર્વ વખતોવખત આપ પરમ પૂજ્ય સાહેબની સમીપમાં પત્ર વાટે જણાવતો રહીશ. હાલ એજ વિનંતી. હે પ્રભુ ! કંઇક કંઇક છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવવાની દયા થાય તો પરમ પરમ મંગલ આનંદ પ્રાપ્ત થાય. એજ. મૂઢાત્માના......... ફરી ફરી વિધિ સહિત નમસ્કાર.
કોઇપણ પ્રકારે આ આત્માથી અવિનય, આશાતના, અભક્તિ કે અપરાધ કોઇ પણ મન-વચન-કાયાથી કે આત્માથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી ક્ષમાવું છું. ક્ષમાપના ઇચ્છું છું.
પત્ર-૪૪
૧૯૫૩ - જેઠ વદી ૮ ભોમ સંવત ૧૯૫૩ના રોજ સાંજના છ વાગ્યે સાયલે જઇ સૌભાગ્યભાઇના પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ મેળવ્યો હતો. એ પવિત્રાત્માની દયા, ક્ષમા, શાંતિ, અનુકંપા, સહનશીલતા, એકનિષ્ઠા અને આત્માની શુદ્ધ જાગૃતતા જોઇ વારંવાર આશ્ચર્યવંત થાઉં છું. ધન્ય છે એવા પવિત્રાત્માને ધારણ કરવાવાળા, જનક જનેતાને કે આવા ધર્માત્માને ઉત્પન્ન કરે છે. એવા ધર્માત્મા જે કુળને વિષે જન્મ પામ્યા છે તે કુળના સહકુટુંબમાં, ગામમાં ને સામાન્યપણે સગા સંબંધમાં જીવોને પણ પરમાર્થ પમાડે છે, અહોહો ! પવિત્રાત્માના કુટુંબ વર્ગના ભક્તિભાવ અને એ પુરુષના આત્માની શુદ્ધ ઉપયોગ સ્થિતિ જોઇ સર્વને વર્તતો પરમાનંદ, એવો
૪૮
Page #90
--------------------------------------------------------------------------
________________
O GOES EXPERS સત્સંગ-સંજીવની SREER GR (
મૃત્યુના વખતનો દેખાવ, સમીપવાસી તમામ જીવોની એકાગ્રચિત્તપણે ભક્તિ અને આજ્ઞાંકિતપણું જોઇ અતિ અતિ આનંદ થાય છે. એ પવિત્રાત્માના ગુણોનું વિશેષ વર્ણન હું અલ્પજ્ઞ શું કરું ? પણ મારા પ્રત્યેની તે પુરૂષની દયા અનુકંપા જોઇ હું બહુજ આનંદ પામું છું. પણ ચાર દિવસ અગાઉ જવાનો જોગ બન્યો હોત તો બહુજ આનંદ થાત. એટલું જરા ન જવાયું તેટલો જરા ખેદ રહે છે. એકજ સગુરુનું સ્મરણ ચિંતવન ધ્યાન અને એકનિષ્ઠાપણું એ તો એજ આત્મામાં પ્રકાશ્ય હતું. - જેમ જેમ દુઃખની વિશેષતા થતી ગઈ, તેમ તેમ આત્માની શુદ્ધ તારતમ્યતા વધતી ગઇ. ગુરુવારે સવારે મેં ‘‘સહજાત્મસ્વરૂપ” સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું ત્યારે પોતે કહ્યું કે હવે મને બોલાવીશ નહીં અને કંઇ કહીશ નહીં. આ સૌભાગ્યને બીજો ઉપયોગ હોય નહીં. દસ વાગે માથાશ્વાસ થયો તે વખતે અત્યંત દુ:ખસ્થિતિ | જોઇ વખતે દુ:ખના લીધે ભૂલાવો થઇ જાય એમ ધારી મેં કલાક ૧૦-૪૮ મિનિટે સ્મરણ આપ્યું. તે વખતે ઇન્દ્રિયો સાવ મંદ પડી ગઈ હતી અને જાણે આત્માજ બોલતો હોય અર્થાત તેટલાજ વચનોના પુદ્ગલ કાઢવાના હોય તેવી રીતે પોતે નીચે પ્રમાણે ભાષણ કર્યું : “હા, મારો એ જ ઉપયોગ છે. મારે તને ઉપદેશ કરવાની ઇચ્છા છે . પણ હવે તે વખત નથી. હું સમાધિમાં છું (સમાધિ એટલે આત્મ ઉપયોગ) તું સમાધિમાં રહેજે. હવે મને કંઈ કહીશ નહીં કારણ તું જે બોલે છે, તેમાં મારો ઉપયોગ દેવો પડે છે. તેટલો વખત મારે ઉપયોગ ચૂકી જાય તેથી ખેદ રહે છે.”
એટલું ભાષણ કર્યું કે તમામ સમીપવાસી સહકુટુંબ વર્ગ તથા મુમુક્ષુઓએ પરમ ભક્તિભાવે ત્રિકરણ યોગે સાષ્ટાંગ દંડવત્થી નમસ્કાર કર્યા. એ વખતે તમામ સમીપવાસી જીવોને ઉપયોગની તારતમ્યતા જોઈ પરમાનંદ થયો હતો તેથી કુટુંબ વર્ગના કોઇપણ જીવે ખેદ કે ઉદાસભાવ ભજ્યો ન હતો. અડધા કલાક સુધી દેહને દેહભાવે રહેવા દઇ પછી કુટુંબ વર્ગ લોકરૂઢીના અનુસારે રડવા કરવાનું કર્યું હતું. કુટુંબવાસી જીવોને પરમાર્થ પ્રાપ્ત કરવાનો ઉપકાર પોતે સારો કર્યો છે. પોતે તર્યા અને કુટુંબવાળાને તારવાની સમર્થતાવાળા એવા એક ધર્માત્માનો વિયોગ થવાથી અમૂલ્ય રત્ન ખોવા જેવું થયું છે. પ્રગટપણે તમામ જીવો ચરણ સમીપ રહી “શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામી પરમ દયાળ હે નાથ ! ” એ જ વચનો ઉચ્ચારતા હતા. અને પોતે પણ તે જ વચનો મુખથી કહેતા હતા. ઘણે ભાગે સાયલા ક્ષેત્રવાસી ઘણા જીવોને સત્પરુષની શ્રદ્ધા થવાનું નિમિત્ત એવા પવિત્રાત્મા શ્રી સુભાગ્યભાઇથી થયું છે. વધારે શું લખું ? ખચિત્ત આ લેખકને પૂજવા યોગ્ય, સ્મરણ કરવા યોગ્ય એવા ધર્માત્મા પુરુષનો વિયોગ થવાથી અને તેમના ઉત્તમોત્તમ ગુણો સાંભરી આવવાથી હૃદય ભરાઇ આવે છે. પણ કાળની કઠિનતા જોઇ નિરૂપાયતા છે. અને સદેવનો તેમના વિયોગનો ખેદ થાય છે. તથાપિ તે પવિત્ર આત્માના મૃત્યુ વખતની સમતા, દેહાદિ પ્રત્યેનો અપ્રતિબંધ ભાવ, દયા, ક્ષમા, અનુકંપા, સહનશીલતા તથા સ્વાભાવિક, સરળતા, નિશ્ચય, મુમુક્ષુતા, સદ્ગુરુ પ્રત્યે એકનિષ્ઠા અને આત્મજ્ઞાનની શુદ્ધ તારતમ્યતા એ આદિ ગુણ સંપન્ન વડે “જે દેહ ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે” તેથી અત્યાનંદ થાય છે. એવી જે શ્રીમદ્ શ્રી સૌભાગ્યભાઇની દશા પ્રત્યેક મુમુક્ષુઓએ વારંવાર સંભારી સંભારીને ગ્રહણ કરવા યોગ્ય છે. શ્રીમદ્ પવિત્રાત્મા શ્રી સૌભાગ્યભાઇને ત્રિકરણયોગે ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર હો ! અને શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સદ્ગશ્રી તેમના પવિત્રાત્માને અખંડ શાંતિ આપો !
એજ વિનંતી. અત્રે મારું વદ ૧૩ આવવું થયું છે. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
૪૯
Page #91
--------------------------------------------------------------------------
________________
GR VERSસત્સંગ-સંજીવની SRESS ()
પત્ર-૪૫
સાયલા જેઠ વદ ૧૧, શુક્ર, ૧૯૫૩ શ્રીમદ્ પરમાત્માશ્રી સદ્ગુરુદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર, પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ સદ્ગુરુશ્રી, સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીની પરમ પવિત્ર શુભ સેવામાં
હે પ્રભુ ! બેહદ દિલગીર છું કે પરમ પૂજ્ય, પૂજવા યોગ્ય, પરમ સ્તુતિ કરવા યોગ્ય મહાન શ્રી સૌભાગ્યભાઇ સાહેબે પરમ સમાધિભાવે શુદ્ધ આત્માના ઉપયોગપૂર્વક આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો છે. એ પવિત્ર પુરુષની દુઃખ વેદવાની સ્થિતિ, આત્માનું અત્યંત તારતમ્યપણું અને સદ્ગુરુ પ્રત્યેનો એકનિષ્ઠાભાવ અને છેવટ સુધીનો ઉપયોગનો એક જ ક્રમ એ જોઇ મને બહુ જ આનંદ થાય છે. વારંવાર તેમના ઉત્તમોત્તમ ગુણો અને મારા પ્રત્યેની કૃપા સ્મૃતિમાં આવ્યા કરે છે. - જેઠ વદ ૧૦ ગુરુવારે ૭ વાગ્યાની સ્થિતિ મેં નિવેદન કરી છે તે પછી ભાઇ મણીલાલે પુછયું કે આપ એક જ સહજાત્મ સ્વરૂપ સ્વામીશ્રીના સ્મરણનો લક્ષ રાખજો. ત્યારે પોતે કહ્યું કે મને એક જ લક્ષ છે બીજો નથી. પણ હવે તમે મને કંઇ કહેશો નહીં, કારણ કે મારા ઉપયોગથી ચૂકાઈ તમે બોલો તેમાં મારે જુવાબ આપવામાં લક્ષ આપવો પડે છે તેથી મને ખેદ રહે છે. એવી પોતે વાત કરી. જેથી કાંઇ પણ એમની સમીપમાં કહેવું બંધ રાખ્યું. | દશ વાગતાં માથાશ્વાસ થયો. અત્યંત પીડા છેવટની વખતની પોતે ભોગવવા માંડી. તેથી દશ અને અડતાલીશ (૧૦ને ૪૮) મીનીટે મારા મનમાં એમ થયું કે વધારે દુ:ખની સ્થિતિમાં રખેને આત્મોપયોગ ભૂલી ગયા હોય એમ ધારી ધારશીભાઇની સલાહ લઇ મેં ‘સહજાત્મસ્વરૂપ' સ્વામી એવું એક છે અને ત્રણવાર નામ દીધું એટલે પોતે બોલ્યા “હા, એ જ મારું લક્ષ છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ વખત નથી. હું સમાધિભાવમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કાંઇ કહીશ નહીં. કારણ કે મને ખેદ રહે છે.” એટલા વચન પોતે બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણયોગથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું અને ૧૦ ને | ૫૦ મીનીટે પોતે દેહનો ત્યાગ કર્યો.
તે તે વખતે ૧૦ને ૪૮ મીનીટે પોતે ભાષણ કર્યું તે ગળકા ખાઇને તૂટક તૂટક શબ્દ પણ અક્ષર ચોકખો બોલાય પણ જાણે ઇન્દ્રિયો સાવ મરી ગઇ હોય અને માંહીથી આત્મા બોલતો હોય તેવી રીતે પરાણે ઉપર કહ્યા તે વચનો પરમ કૃપાભાવે પોતાના મુખમાંથી બહાર કાઢ્યા. એવી અનંત દયા કરી.
ર ચાર દિવસ ઉપર રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે પૂછ્યું કે આપે ભવનું કાંઈ નક્કી કર્યું ? ત્યારે પોતે કહ્યું કે હા, સાહેબજીએ એમ કહ્યું છે કે કેવળજ્ઞાન થયા વિના મોક્ષ હોય નહીં.... તેથી છેવટના સમયે, અત્યારની સ્થિતિ જોતાં અને સાહેબજીની કૃપાથી એક બે મિનિટ જો કેવળજ્ઞાન થશે તો તો આજ ભવે મોક્ષ. નહીં તો એક ભવ કરીને મોક્ષ તો જરૂર થશે. ત્યારે મણીલાલે પૂછયું કે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય તેની મને ખબર કેમ પડે? ત્યારે પોતે કહ્યું કે – એક, બે મિનિટ જો બની શકશે તો હું તે વખતે જે કહેવાનું હશે તે કહીશ. એવી વાત કરી તે આપની સેવામાં નિવેદન કરૂં છું.
દુઃખની સ્થિતિમાં પોતે વખતે ઉપયોગ ભૂલી જાય એટલા સારૂં વખતે વખતે ઉપયોગ આપવાનું થતું તો પોતે કહે કે વારે વારે શું કહે છે, આ જીવને બીજો લક્ષ ન હોય ! એ જ મારો લક્ષ છે.
૫૦
Page #92
--------------------------------------------------------------------------
________________
થી ભાગ્યભાdજજુભાd. | B e 18,
પરમકૃપાળુદેવના પરમ સખા, પરમ ભક્ત પૂ. શ્રી સૌભાગ્યભાઇ લલ્લુભાઇ
સાયલા (ભગતનું ગામ)
Page #93
--------------------------------------------------------------------------
Page #94
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
વળી મૃત્યુના થોડા વખત પહેલા ગોશળીયાએ બોલાવ્યા, તો પોતે કહ્યું કે હાલ બધા છાનામાના બેસી રહો. વખતે વખતે પોતે ઉચ્ચાર કહે તો ‘હે નાથ, હે દયાળુ પરમાત્મા, હે દેવાધિદેવ, સહજાત્મસ્વરૂપ સ્વામી.’’ એ જ વચનો કહેતા હતા. અને તે જ વચનો જેમ પૂર્વના વિશેષ અભ્યાસયુક્ત કરી મૂક્યા હોય એવી રીતે સહેજે મુખથી નિકળતાં હતાં. પોતે ઉપયોગમાં બરાબર વર્તતા હતા અને વખતે કોઇ બોલાવે તો ઉપયોગથી ચૂકવું પડે તેથી એમના મનમાં ખેદ થતો હશે એમ લાગ્યું હતું પણ પછી કોઇએ પણ કહેવાનું બંધ રાખ્યું હતું અને સમાધિભાવ વેદવા દીધો હતો.
કુટુંબાદિના ભક્તિભાવ ઘણાં સારા હતા. સેવા કરવા બધા સારી રીતે અનુરક્ત રહ્યા હતા. અને મૃત્યુ સુધરે એવી રીતે બધા આજ્ઞાનુસાર વર્તતા હતા તેમ પ્રેમ પણ ધર્મની લાગણીનો સારો હતો, અને સૌભાગ્યભાઇના ઉપદેશથી લાગણી હાલ પણ કુટુંબવર્ગમાં વર્ધમાનપણે રહી છે.
હે પ્રભુ, એ પરમ પવિત્ર પૂજ્ય સૌભાગ્યભાઇના સમાધિ મરણની સ્થિતિ જોઇ હું આનંદ સાથે પરમ હર્ષિત થયો છું. કારણ કે આવું સમાધિ મરણ મેં કોઇનું હજુ જોયું નથી. એક રીતે મારા હીન ભાગ્યનો ખેદ રહે છે. આવા પરમ પવિત્ર અમૂલ્ય રત્નનું જીવન લાંબુ થઇ ન શક્યું. જેથી આવો ખરો હીરો મેં ખોયો છે. મને એ પુરુષની મોટી ખોટ પડી છે. એ મારા ખેદનો હું વિસ્તાર કરવાને યોગ્ય નથી. આપ સર્વ જાણો છો, આપ સર્વ દેખો છે જેથી મારાથી કોઇ પણ અવિનય અભક્તિ થઇ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. મારા હીન ભાગ્યથી ચાર દિવસ અગાઉ આવવું થયું નહીં. થયું હોત તો મારા ઉપર પોતે દયા કરી કેટલાક ખુલાસા અન્યોઅન્ય ક૨વાનું બની શકત પણ મારા અંતરાયથી એ યોગ ન બન્યો. એ મને અત્યંત ખેદ થાય છે, પણ આટલો દર્શનનો લાભ મને થવાથી પરમાનંદ થયો છે એમ સમજું છું.
અત્રેથી આજે શુક્રવારે ખંભાત જવા ઇચ્છતો હતો પણ સૌભાગ્યભાઇના કુટુંબાદિનો વિશેષ આગ્રહ હોવાથી આજે રોકાવાનું થયું છે. તો હું અત્રેથી શનિવારે મેલમાં નિકળી ખંભાત જવાને ધારૂં છું.
અત્રે આપ કૃપાળુશ્રી તરફથી પ્રાપ્ત થયેલ સિદ્ધિશાસ્ત્ર તથા મારા હાથે ઉતારેલા ઉપદેશ પત્ર તથા જેઠ માસમાં અત્રે પ્રાપ્ત થયેલા ત્રણ પત્રો એ રીતે હું ભેળો લઇ જવા ધારૂં છું. ભાઈ મણીલાલ સિદ્ધિશાસ્ત્ર રાખવાની આજ્ઞા મેળવવા સારૂ મને આપવાની હાલ ના કહે છે. બીજા પત્રો હું ભેળો લેતો જઈશ. ઉતાવળથી અશુદ્ધ ઉપયોગે પત્રમાં કોઇ રીતે અવિનયાદિ કાંઇ પણ દોષ હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. હાલ એજ. કામ સેવા ઇચ્છું છું.
લી, અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક પરમ પ્રેમે નમસ્કાર. (જવાબ વ. ૭૮૨)
પત્ર-૪૬
ફાગણ વદ ૧૪, ૧૯૫૩
શ્રીમદ્ પ્રભુશ્રી સહજાત્મસ્વરૂપને ત્રિકાળ નમસ્કાર
પરમકૃપાળુ, દેવાધિદેવ, શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સ્વામીની પરમ પવિત્ર શુભ સેવામાં ૫૨મ કૃપાનુગ્રહથી ભરેલો પરમ કલ્યાણકારી પત્ર પ્રાપ્ત થયો. (વ.૭૪૯) જે વાંચી પરમ ઉત્કૃષ્ટ મંગળકારી લાભ થયો છે. બાળક ઉપર દયા કરી એવી રીતે લખશો.
૫૧
Page #95
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની SERPERSON)
કરી ત્યાગને માટે રોજ સત્સંગમાં પ્રસંગાનુસારે વાતચીત ચર્ચાય છે, અને નિવૃત્તિ સ્થિર કરવા નિત્ય નિયમાદિ વગેરેનો લક્ષ રાખવાનું બને છે. વિશેષને માટે તો વાતચીતનો પ્રસંગ વધારે બને છે. પણ જીવનો પુરુષાર્થ ચાલી શકતો નથી.
| મુનિશ્રી દેવકરણજી આચારાંગ સૂત્ર વાંચવાનું કરતા હતા. તેમાંથી પ્રશ્ન પૂછાવ્યું છે કે તે નીચે પ્રમાણે આચારાંગ સૂત્રમાં મુનિઓને વિશેષ સંકડાશની વાત કરી છે. મુનિએ ગૃહસ્થને ત્યાં જતાં... અશુચિ વિગેરેથી પગ ખરડાય તો પથ્થર ઉપર પગ ધોવે નહીં, તેમજ લીલ ઉપર પગ ઘસે નહીં, પણ કાંકરાથી લુછી નાખે. .... ઇત્યાદિ જે વિશેષ પ્રકારે માંહે જણાવ્યું છે તેનો શો પરમાર્થ હોવો જોઈએ તે સમજી શકાતો નથી. તે જાણવાની મુનિ દેવકરણજીની ઇચ્છા છે. | કર્મગ્રંથ વાંચવાનો નિયમ સવારના ચાલુ છે. હાલ બીજા કર્મગ્રંથમાં ઉદયનો અધિકાર વંચાય છે. પ્રથમ કર્મગ્રંથમાં ત્યાગનું વિશેષપણું પ્રદર્શિત કર્યું હોય એમ લાગે છે. મિથ્યાત્વાદિકના જવાથી વિરતિપણું આવે છે. તેથી કષાયાદિકનું ટળવાપણું થઇ અયોગિપણું પ્રાપ્ત થાય છે. અને એવું જે વિરતિપણું પ્રાયે આવ્યાથી સર્વ પ્રકારના મિથ્યાત્વાદિકનો રસ મોળો પડી ક્રમે ક્રમે કરી સર્વ વિરતિપણું આવ્યાથી સર્વ પ્રકારના મિથ્યાત્વાદિકનો નાશ થાય છે.
પર્વે બાંધેલા એવાં વેદનીય કર્મ ઉદયથી તે વેદના વેદતાં તે પ્રત્યે જે મોહાદિથી રાગદ્વેષ વર્તે છે અને ઇષ્ટ અનિષ્ટ પદાર્થાદિકમાં જે હાસ્ય-શોક આવે છે તેથી અને બીજા તેના મૂળ ૩૨ પ્રકાર લઇ ઉત્તર ૩૪૦ પ્રકારે છે. તે મોહનીય કર્મનું ગ્રહણ થાય છે. એમ પ્રતિપાદન કરી તેથી આઠે કર્મ ઉપાર્જન કરે છે એમ સૂચવ્યું હોય તેમ લાગે છે. - જે મોહાદિક કર્મની અનુદીરણા કરવાથી અથવા તે મોહાદિના નહીં ગ્રહવાથી તે આઠે કર્મનો ક્ષય થાય છે, નવાં કર્મ બંધાય છે તેના મુખ્ય આઠ ભેદ લઇ તેથી નિવૃત્ત થવાનું અધિકાધિક તેમાં સૂચવ્યું છે તેમ મારી અલ્પદષ્ટિથી સમજાય છે. તેમાં વળી પ્રવૃત્તિવાળી દશાથી ને કર્મ ગ્રંથ વાંચવાથી મન તેમાં સ્થિર થાય છે. એ મુખ્ય ઉપાય સમજાય છે. પણ તેનો પરમાર્થ થોડામાં વિશેષપણે સમજવા – સુગમપણે સમજવાનું કેમ બની શકે ? ... અને આત્માર્થ ભણી કેમ વલણ થઈ શકે એ જાણવાની ઇચ્છા રહે છે. તે
....સવિનય વિનંતી કે પૂ. શ્રી મનસુખભાઇએ શ્રી ચત્રભુજ બેચરદાસને માટે ગૃહસ્થાશ્રમનો ચિત્રપટ મોકલવા જણાવ્યું છે તે આપ કૃપાયુક્ત આજ્ઞાનુસાર કરીશ. પૂ. શ્રી મનસુખભાઇ રવજી જણાવે છે કે શ્રી પરમકૃપાળુદેવના પવિત્ર હસ્તથી લખાયેલા કેટલાક ઉપદેશ પત્રો મારી પાસે છે તે આજ્ઞા થયેથી મોકલવાનું કરીશ. તો યોગ્ય અવસરે તે પત્રો અત્રે પ્રાપ્ત થવા પરમ કૃપાયુક્ત પવિત્ર આજ્ઞા થયે પરમોત્કૃષ્ટ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થયો સમજીશ. અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર સ્વીકારશોજી.
(
પત્ર-૪૭ શ્રીમદ્ સદ્ગુરુદેવ પરમાત્માશ્રીને ત્રિકાળ નમસ્કાર, પરમકૃપાળુ, દેવાધિદેવ શ્રીમદ્ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામી શ્રી સદ્ગુરુદેવ પ્રભુશ્રીની સેવામાં : ગઈ કાલે રવિવારે અત્રે સાંજના મારું આવવું થયું છે. રસ્તામાં આવતાં વીરમગામ સ્ટેશને
પર
Page #96
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની SRESPER
સુખલાલભાઇના દર્શનનો લાભ થયો હતો. અમદાવાદ એક રાત્રિ વીશીમાં કાઢી હતી. મારે
પૂજ્ય શ્રી સૌભાગ્યભાઇ સાહેબના વિદેહ થયા પછી વારંવાર તેમના પવિત્ર ઉત્તમોત્તમ ગુણો મને સદૈવ સ્મૃતિમાં આવવાથી મારૂં સ્ક્રય ભરાઇ આવે છે. તે પવિત્ર પુરુષની દયા, ક્ષમા, દુ:ખ વેદવાની સહનતા, અનુકંપા, અસંગપણું, આત્માના શુદ્ધ ઉપયોગની તારતમ્યતા એ વારંવાર મને સ્મૃતિમાં આવ્યા કરે છે. એવા અમૂલ્ય રત્નનો વિશેષ સમાગમ આ લેખકના હીનભાગ્યે અધિક કાળ મને ક્યાંથી હોય. હવે બહુ જ પશ્ચાત્તાપ થાય છે. એવા પરમ પૂજવા યોગ્ય પુરુષની મારાથી કાંઇ પણ સેવા ભક્તિ થઇ નથી. અરેરે ! પૂ. શ્રી જૂઠાભાઇ અને પૂ. શ્રી સૌભાગ્યભાઇ જેવા અમૂલ્ય રત્નોની મારા જેવા દુષ્ટ જીવોને વિશેષ સમાગમની પ્રાપ્તિ ન થઇ. ખરેખર એવા પવિત્ર મહાત્માઓની મને બહુ જ ન્યૂનતા થઇ પડી છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ જેવા પવિત્ર પુરુષનું જે કુળમાં ઉત્પન્ન થવું થયું છે, તે કુળમાં, ગામમાં અને તેવા પુરુષના સમાગમમાં આવતા સામાન્ય મનુષ્યોને પણ પરમાર્થ પ્રાપ્ત થવાનું એવા પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત થયું છે. આ સર્વ કુટુંબ વર્ગ મૃત્યુના પ્રસંગે સમીપ હતું પણ સર્વનું ચિત્ત પરમ પ્રેમે પૂ. સૌભાગ્યભાઇની ભક્તિમાં હતું. છેવટના વખત સુધી તે પુરુષની સમાધિ દશા જોઈ સહર્ષ આનંદ વર્તાતો હતો. કોઇના મનમાં ખેદ કે સ્વાર્થસંબંધના લીધે મોહાદિ પ્રકારથી રડવું – કરવું કાંઇ હતું નહીં. અને શિષ્ય જેમ ગુરૂ પ્રત્યે વર્તે તેવી રીતે પુત્રાદિ સર્વ સંબંધીઓ વર્તતા હતા. આજ્ઞાનુસાર વર્તવામાં સર્વેને વિશેષ જિજ્ઞાસા હતી. શિષ્ય જેવાં વચનો ગુરૂ પ્રત્યે ગુરૂપણાની બુદ્ધિથી વાપરે તેવાં જ વચનોથી દીનપણે પુત્રાદિ વર્તતા હતા. એવા એ પવિત્ર પુરુષની કુટુંબ પ્રત્યેની અનુકંપા અને દયા અને તેથી કુટુંબ વર્ગનો ભક્તિભાવ જોઇ મને ખેદ સાથે આનંદ થયો છે. - મને એક એવા પુરુષની ખોટ પડી છે એમ વારંવાર સ્મૃતિમાં આવી ખેદ રહ્યા કરે છે. તેમાં વળી પૂ.શ્રી સૌભાગ્યભાઇ સાહેબની મારા પ્રત્યે જે દયા, અનુકંપા અને વળી મારા પ્રત્યેનું અસંગપણું એ મને બહુ જ યાદ આવે છે. મારા જવા પહેલાં જેવી મને મળવાની ઇચ્છા હતી, તેવી મારા જવાથી પોતાની અનુકંપા તો તેવી જ હતી. પણ મારા પ્રત્યેનું અસંગપણું વિશેષ કરીને પોતાને થયું હતું. હું અલ્પજ્ઞ, એવા અમૂલ્ય રત્નોનું શું વર્ણન કરૂં ? પણ મને તે પુરુષની બહુ જ ખોટ થઇ પડી છે એ હવે મને યાદ આવી મારું દય ભરાઇ જાય છે. શોકનો અવકાશ નથી મનાતો. ભાઇ મણીલાલ પાસેથી ઉપદેશ પત્રો ૫૦, આશરે, આગળના આવેલા હાથ આવવાથી અત્રે લેતો આવ્યો છું. તથા આપ કૃપાળુશ્રી તરફથી હાલ પ્રાપ્ત થયેલ ઉપદેશ પત્રો ૩ એ રીતે અત્રે લાવ્યો છું. આત્મસિદ્ધિશાસ્ત્ર ભાઇ મણીલાલે હાલ આપ્યું નથી. પછી આજ્ઞા થયેથી મોકલાવીશ એમ કહ્યું છે. છોરૂ યોગ્ય કામકાજ ફરમાવશો.
અલ્પજ્ઞ પામર અંબાલાલના ભક્તિભાવે નમસ્કાર.
પત્ર-૪૮
કારતક સુદ, ૧૯પર - ખંભાત સર્વાત્મશ્રીને ત્રિકાળ નમસ્કાર
અક્રોધી, અમાની, અમાયિ, અલોભી, અષી, અરાગી એવા નિજસ્વરૂપમાં બિરાજમાન આત્મા, શ્રી પરમાત્મા બ્રહ્મચેતન્ય, જ્ઞાનસ્વરૂપ, સર્વજ્ઞ નાથશ્રી,
સ્થંભતીર્થ ક્ષેત્રથી અલ્પજ્ઞ મૂઢાત્માના સહજાત્મ પરિણામથી ત્રિકાળ નમસ્કાર. વિશેષ હાલમાં કેટલાએક દિવસ થયાં પત્ર લખતાં વિચાર થતો કે શું લખું ? કે શું ન લખું ? અને એ
પ૩
Page #97
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
જ વિચારમાં આટલો વખત જતાં પછી એમ જ થયું કે લખવાથી ખુલાસો થશે માટે આ પત્ર લખ્યો છે. મને મારી કલ્પનાથી કરી પદાર્થનો નિર્ણય થયો હોય એમ સમજાય છે. કારતક શુદ ૨, રવિએ રાત્રિના પ્રથમ ભાગમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનું સ્વરૂપ વિચારતાં તેમજ પદાર્થ ઉપરના સ્વરૂપનો નિર્ણય થયો હોય એમ સમજાય છે. માટે આ વાત ખરી છે કે નહીં અથવા તે પદાર્થના સ્વરૂપનો નિર્ણય થયો હોય તો તે નિર્ણય તે ધારી રાખી અથવા મૂકી દઇ આગળ અભ્યાસમાં કેવી રીતે પ્રવર્તવું ? એટલે કે હાલ કયું શાસ્ત્ર વાંચવું અથવા શું વિચાર કરવો તે યોગ્ય લાગે તો જણાવવા કૃપા કરશોજી. સ્વચ્છંદી છું. અનંત દોષથી ભરેલો છું. જેથી કરીને કલ્પનાથી કંઇ કલ્પાયું હોય તો વારંવાર ત્રિકરણ યોગથી અને આત્મભાવથી વંદન નમસ્કાર કરીને ક્ષમાવું છું અને તેથી વિશેષ અથવા બીજી રીતે સમજવા ઇચ્છું છું.
પદાર્થનો નિર્ણય થયો હોય તે આત્માની દશા કેવી વર્તતી હશે ? કે ખચિત આવી દશા વર્તતી હોય ત્યારે પદાર્થનો નિર્ણય થયો હોય એમ સમજી શકાય. એ વાત જો જાણવા યોગ્ય ભૂમિકાને યોગ્ય આ આત્મા થયો હોય તો જણાવશો.
સત્ય પરમાત્માનો વિયોગ થયા પછીથી આ આત્માનો ક્રમ - ઉપયોગ એક જ ધારાનો ચાલ્યો આવે છે તે સહજ ભાવે વિદિત થવા લખ્યું છે. હાલ એ જ. આ આત્માને યોગ્ય કામસેવા ફરમાવશોજી. શ્રી સ્તંભતીર્થ ક્ષેત્રથી દેહધારી આત્માના આત્મભાવે વારંવાર નમસ્કાર.
(જવાબ વ. ૬૫૪)
પત્ર-૪૯
સં. ૧૯૫૨
સ્વરૂપ વિલાસી, પ્રભુશ્રીને ત્રિકાળ નમસ્કાર.
સદા આનંદી, પૂરણ બ્રહ્મ સ્વરૂપી, સદા આત્મસુખમાં બિરાજમાન, વર્તમાન મહાવીર શ્રી રાજચંદ્રજી. પરમકૃપાના અનુગ્રહથી એક પત્ર મળ્યું (વ. ૬૮૫) વાંચી આનંદ થયો છે. તે પત્રમાં જણાવ્યા પ્રમાણે અત્રેની બુકોમાં ફેર તપાસ કરી સુધારી લઇશ, અને હાલ એક બુક શ્રી કુંવરજીભાઇને મોકલી આપીશ. અને શ્રી સુખલાલને તેમનો પત્ર આવ્યેથી મોકલીશ.
જે જે વચનામૃતોની બુકો ઉતારી હોય તે તે સઘળી બુકોમાં મારાથી અવ્યવસ્થિત ચિત્તને લીધે તેમજ અલ્પજ્ઞતાથી, છદ્મસ્થતાથી, દષ્ટિદોષ કિંવા શૂન્ય ઉપયોગથી અશુદ્ધતા થઇ હોય તે સર્વની આજ સુધીની ક્ષમાપના ઇચ્છું છું તે આપ સાહેબ, દીન જાણી, ગરીબ પામર જાણી ક્ષમા આપવા યોગ્ય તેની દશા જાણી ક્ષમા આપવા દયા કરશોજી. કારણ આપ તો દયાળુ છો.
હે પ્રભુ ! આપ તો કૃપાળુ છો, જીવદયા પ્રતિપાળ છો અને ‘જીવદયાણું' જીવના આપણહાર છો. ત્યારે હવે તો કઇ ઉપમા આપને લખું ? કારણ કે આખું જીવનું સ્વરૂપ જ આપ આપો છો. અત્યાર સુધી અજ્ઞાનના વિભ્રમથી હું અજીવરૂપ જ હતો. અને જ્યારે તે વિભ્રમ યોગનું અજીવપણું મટાડી જીવપણું પ્રત્યક્ષ પ્રગટ કરાવનાર એવા જે આપ તરણતારણ નાથને મારા તરફથી શું ભેટ આપું કે જેથી તેનો બદલો વળી શકે. એવી તો કોઇ શાશ્વતી વસ્તુ દુનિયામાં જણાતી નથી ત્યારે જે જીવપણું આપવાને આપ દયાળુ છો તે જ જીવ આપને અર્પણ કરવા યોગ્ય છે. અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી જીવપણું પ્રાપ્ત થવું નથી, અને સર્વસ્વ અર્પણ કરવાની
૫૪
Page #98
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
મારી દશા નથી, માટે તે દશા થવી તે આપના ચરણનો નિવાસ છે. તો હે દયાળુ નાથ ! આપ તો દયાળુ છો, કૃપાળુ છો, સરળ છો. તો ભલા ! આટલા બધા અનંતા જીવોમાં આ એક આપના પાસે રહે તેમાં આપને શું ભારે પડવાનો હતો. ક્ષમા કરશો. અંતરંગથી વિચાર વિશેષ ખીલી નીકળવાથી જેમ ભણકાર ઊઠયો તેમ લખ્યું છે. અનેક દોષિત છું. મૂઢ છું એટલે જુસ્સો આવી જાય છે. માટે આપ તો દયાળુ છો. મારા દોષ સામું નહીં જોતાં દયા લાવી કોઇ પણ દોષ થયો હોય તો ક્ષમા આપવા દયા કરશોજી.
હે દીનાનાથ, કળિયુગ છે અને કાળ કઠીન છે. પુરૂષાર્થનું બળ આપના વિના ચાલી શકતું નથી. ઠેઠ સુધી માયાનું બળ વિશેષ છે. ત્યાં તો જ્યારે કંઇ પણ દશા થઇ હોય તો વિશેષ જાગૃત ઉપયોગે રહી શકાય, નહીં તો આપના ચરણ સમીપ વિના આ અનાથ શા આધારે રહી શકે. કારણ કે આપના સમીપ તો સેજ પણ માયાનું જોર નહીં ચાલવાથી આ બિચારા અનાથ જીવને સહજ સહજમાં પુરૂષાર્થને વિષે જાગૃતપણાને વિષે રહેવું સુલભ પડે છે. તો હે નાથ ! હે દીનદયાળ, અનાથના નાથ, અશરણના શરણ, આંધળાને લાકડીના ટેકારૂપ એવા જે આપ સર્વજ્ઞ, દીવા સમાન, બોધબીજદાયક, ધર્મના પમાડણહાર, અનંત કૃપાથી યુક્ત ! અનંત દયાની ખાણ, દયાની ખાતર આ અલ્પજ્ઞ મૂઢ પામરને આપના ચરણ સમીપમાં તેડાવવા દયા ક૨વા મહે૨ ક૨વાની કૃપા કરશોજી.
10 Dec
En
કોઇ પણ પ્રકારે અવિનયાદિક કોઇ પણ યોગથી લખાયું હોય અથવા દોષ થયો હોય તો પુનઃ પુનઃ નમસ્કા૨ કરી ક્ષમાવું છું.
SPI
હે નાથ ! આપના દર્શનની - સમાગમની ઘણી જ ઘણી ઇચ્છા થાય છે અને હવે માયા ઘણું જોર કરે છે. અને પોતામાં લઇ જવા બહુ બહુ પ્રકારે યત્ન કરે છે. માટે હવે તો દયા કરી કાંઇક સમાગમ કરાવવાની આ દીન ઉપર દયા થાય તો બહુ જ આનંદ થાય. દયા કરશોજી. કામ સેવા ફરમાવશોજી.
લિ. અલ્પજ્ઞના નમસ્કાર.
(જવાબ વ. ૬૮૮)
પત્ર-૫૦
કારતક સુદ ૨, ૧૯૫૦
FRAKT SIP
પરમદયાળુ, પરમકૃપાળુ, અનંત દુઃખમય, પ્રાણીના કારણભૂત, સહજસ્વરૂપી, પૂર્ણાનંદી, પરમહિતસ્વી, અકર્તા - અભોક્તા, યોગિરાજ શ્રી કૃપાળુનાથ,
13
લિ. બા. અં.ના. પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી.
આપ સાહેબનો હાલમાં ઘણાંક દિવસ થયાં પત્ર મલ્યો નથી. આ બાળકોને હાલમાં પત્રનો આધાર છે. અનાદિકાળના માયાના અભ્યાસી આ જીવ છે. અને તે અંધકારમાં વ્યાપ્ત છે. તેને પ્રકાશરૂપ આપના હસ્ત લિખિત પત્ર છે.
pajegy
98 હે પ્રભુ ! એક વિક્લ્પ થયો છે તે દર્શાવું છું. આ બાળકોને જે કાંઇ વેદનીકૃત પૂર્વે ઉપાર્જેલાં છે, તે વેદનીય એની સ્થિતિ પ્રમાણે આવે છે. તેમાં જે વિટંબના વેદતાં લાગે છે, તો બીજા અનેક જીવો તેવી કે તેથી ન્યૂન અધિક વેદના ભોગવે છે. કેટલાક જીવોના શરીર ભિન્ન ભિન્ન કેટલાક જીવો કરે છે. એ જોવાય છે છતાં જેવી આ દેહના નોંધ : જે નવા પત્રો મળી આવ્યા છે તે પત્ર નં. ૫૦ થી ૬૧ આ નવી આવૃત્તિમાં છાપવામાં આવ્યા છે.
પાર ભરો
૫૫
Page #99
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની SWER KEY
દુઃખમાં ભ્રાંતિ રહે છે તેવી બીજા જીવો પ્રત્યે કેમ રહેતી નથી. આ ભારતભૂમિમાં કેટલાક સાધુજી છકાયાદિકની દયા પાળે છે પણ અનુભવરૂપે જેવું પોતાને દુ:ખ તેવું સર્વને દુઃખ એમ પણ અનુભવ નથી. એવું તે શું કારણ હશે ? સર્વ આત્માઓ એક જ સ્વરૂપે છે. પ્રત્યેકે પ્રત્યેક ભિન્ન છે, પણ એક જ જાતિના છે, તો પછી એમ કાં થતું નથી ? શ્રી જ્ઞાનીપુરૂષોએ સર્વ જીવ ઉપર બહુ બહુ પ્રકારે દયા વર્ણવી છે તેવો ભાવ તેવી સ્થિતિ સર્વકાળ રહેતી નહીં હોય ? કવચિત્ કવચિત્ આપના પ્રતાપે કાંઇક લાગે છે. જેવી રીતે જ્ઞાનીપુરૂષોએ દયા વર્ણવી છે તેવો ભાવ સર્વકાળ જ્યારે આત્મામાં ઊગશે ત્યારે કલ્યાણ થવાનું છે. અને જ્યારે તેમ યથાર્થ ઊગશે ત્યારે અતિશે અતિશે સંકોચ પામશે એમ લાગે છે. માટે હે નાથ ! આ પ્રશ્નનો ખુલાસો આપને યોગ્ય લાગે તો લખશો.
આ જગતમાં કર્મના વશ થકી જીવ અશુભ વેદનીય વેદે છે તે જોતાં મહાત્રાસ અને મહાભય જેવી સ્થિતિ કવચિત્ કવચિત્ આપના પ્રતાપે લાગે છે. આપને તો જેવો આત્મા વિષે ભાવ છે અને સર્વકાળ એ જ સ્થિતિમાં છો અને સર્વ જીવ વિષે અભિન્ન બુદ્ધિ છે અને અનંત કૃપા છે. હે નાથ, ઘણા દિવસ થયા, પત્ર નથી, માટે કૃપા કરી પત્ર લખશો. એ જ અરજ. | છે આપ સાહેબનો આજ દિન પર્યત કોઇ પણ પ્રકારે અવિનય, અશાતના મન, વચન અને કાયાના કોઇ પણ યોગાધ્યવસાયથી થઇ હોય તો પુનઃ પુનઃ ક્ષમા ઇચ્છું છું. ક (જવાબ વ. ૪૭૮) ગાય
લિઃ પોપટ
આ બાળક તો અનંત દોષથી ભરેલો છે. હવે એ દોષો તો મોટાની કૃપા વિના જાય જ નહીં. મોટાપુરૂષની કપા અત્યંત છે પણ મારી પાત્રતા નથી. તેજ મારો મહતુ દોષ છે તે આપ પત્ર ધ્વારે નિવારણ કરશો. સમાગમનો હાલમાં વિયોગ છે. તેમાં તો પત્રનોજ આધાર છે. કલાભાઇને ત્યાં કેટલાક ભાઇઓ અંબાલાલભાઇ, કરસનભાઇ, પોપટલાલ, છોટાલાલ તથા પોપટલાલ ભાઇચંદ વિ. રાતના મળે છે. ધર્મ સંબંધી પુસ્તકો વખતે વખતે વંચાય છે પણ તેવી દશા વિના સ્કુરાયમાન યથાર્થ થતું નથી. હે ભગવાન હું શું લખું? આપ સર્વ જાણો છે. બાળક હજા, સ્વચ્છંદી છે. તેને આપના પ્રતાપે દોષ તો હવે સૂઝે છે પણ હજા ટાળી શકતો નથી. એ મહા વિટંબના છે તે વિટંબના ટાળનાર આપ જ છો. લિ. પોપટના વારંવાર નમસ્કાર
પત્ર-૫૧
ખંભાત
કારતક સુદ ૩, બુધ, ૧૯૫૧ આપ સર્વજ્ઞ કૃપાળુશ્રીને ત્રિકાળ નમસ્કાર
પરમદયાળુ, પરમમયાળુ, પરમોપકારી, દયાવંત, કૃપાનિધિ, સત્ પ્રભુશ્રીજી સાહેબજી શ્રીને નમ્ર વિનંતી આપ દયાળુ કૃપાનાથ તરફથી હાલમાં પત્રધ્વારે દર્શન લાભ મલ્યો નથી તે કૃપા કરી છોરૂની સંભાળ લેવા દયા કરશો. આ વિશેષ સુજ્ઞ કૃષ્ણદાસને હાલ દિન ૧૫-૨૦થયાં વાયુની પ્રકૃતિ રહે છે એટલે કે ચિત્તભ્રમ રહે છે. વાયાનોવિશેષ ભાગ હોય એમ સમજાય છે, અને એમ થવાનું નિમિત્ત કારણ એમ બન્યું કે આસો સુદમાં એમની ભાણેજે
પ૬
Page #100
--------------------------------------------------------------------------
________________
જ વિ
} સત્સંગ-સંજીવની GPSC ()
એક કડું હાથનું રૂ.૨૫ ના આશરાનું ખોયું હતું. તે ઉપરથી એમને એકદમ ચિત્તભ્રમ જેવું થઇ ગયું છે. એટલે અહોરાત્ર વિચાર વિચાર ને વિચાર, અને તે વિચારો એકાંત દુ:ખના કારણો થઇ પડે તેવા એટલે કે મારું કેમ થશે? ફલાણો મને દગો તો નહીં દે; ભાણીની સંભાળ કોણ લેશે? આ દેહ તો નહીં પડે? કોઇ મને આ દુ:ખથી નિવૃત્ત કરે તો પછી મને બીજું દુ:ખ નથી. એ વિગેરે અનેક પ્રકારના વિચારો સહજ વારમાં કરી નાખે છે અને ભય, ભય ઉત્પન્ન થયા કરે છે. કેટલીક વખત આ વાત દબાવી રાખીને સત્સંગમાં આવવું બંધ રાખ્યું હતું. થોડા દિવસમાં વાત પ્રસિધ્ધ કરી હતી જેથી તેમને માટે બીજો તો ઇલાજ કાંઇ બની શક્યો નથી. પણ હાલ તો મારે ત્યાં આવીને કેટલોક વખત રોજ બેસે છે. આપણા વચનામૃતોનું પુસ્તક વાંચે છે. અને વાતચીતના પ્રશ્નોથી જરા શાંતિ રહે છે. એમ અહીં બેસે તેટલો વખત સહજ શાંતિ રહે છે. અને ઘેર ગયા કે કાં રડી ઊઠે કાં ગભરાઇ જાય, કાંઇ ગમ પડે નહીં. મગજના ભાગમાં ગરમીથી ગભરામણ બહુ રહે છે જેથી કોઇ પણ પ્રકારે એને હાલમાં શાંતિ થતી નથી. અત્રે આવે એટલો વખત એનું મન જરા શાંતિ પામે, એવી રીતે એમને બિચારાને થઇ પડ્યું છે. દિન ૨૦ થયા નિદ્રા આવતી નથી, તેમ ખવાતું નથી એમ બને છે. પણ હજુ પોતાને સ્મૃતિ છે કે મારાથી આમ બને છે, મને આમ થયું છે, અને જે હકીકત બને છે તે અત્રે પાછી જાહેર કરે છે. આપનું નામ હરવખત યાદ લાવી બિચારા બહુજ ઝરે છે. આવો મને સત્સંગ મલ્યો છે અને કર્મના ઉદયે મારી આ દશા આવી. અરેરે હવે શું થશે, એમ ઘણે જ ભાગે ઓછું આવી જાય છે. લખતાં હાથ ધ્રુજે છે એટલે પત્ર વિ. કાંઇ લખી શક્તા નથી. તેમ વાંચતા સમજણ પડતી નથી. હવે પોતે જાહેર કરે છે કે આટલા દિવસ મને જ્ઞાન થયું છે એમ મેં માન્યું. હતું ને હવે પ્રતિજ્ઞાપૂર્વક કહે છે કે તે કલ્પનું હવે મિથ્યા છે. જો જ્ઞાન માન્યું હતું તે સાચું હોત તો મને આવી દશા હોત નહીં. માટે હવે તો કૃપાળનાથ મારા મહાપ્રભુજી રાયચંદભાઇ મારો નિર્વાહ કરશે એમ વારે વારે બિચારાને ઓછું આવીને સ્મરણ કરે છે. તેને સ્ત્રી પુત્ર કે કાંઇ નથી, ફક્ત બે ભાણેજ છે. તે એમને રસોઇ બનાવી આપી એમને ત્યાં રહે છે. આપના પવિત્ર હાથના પત્રની બહુજ ઇચ્છા રાખે છે. આપનો પત્ર આવ્યાથી અને તે વિચારવાથી મને શાંતિ થશે એમ તેઓ કહે છે. એ બિચારા જીવને કાંઇ ઉદય હોય અથવા ગમે તેમ હોય પણ હાલ તો આ કર્મ આવ્યું છે. કાંઇ કરતા સન્માર્ગથી ન પડે તેનો લક્ષ સન્માર્ગમાં રહે એવો કોઇ ઉપદેશ થાય અને પત્ર તેવો મળે તો તેમને આનંદ થાય. આપના દર્શનને બહુજ ઇચ્છે છે. હાલ તો એજ. છોરૂ યોગ્ય કામ સેવા ફરમાવશો.
આ લિ. કરસનદાસ - હું ઘણું કરી દૃયમાં આપનું સ્મરણ કરું છું. આ સંસારમાં મારું કાંઇ કોઇ સહાય કરે તેવું નથી. એક આપની તરફથી એવો વિચાર આવે છે જે મારૂં સહાયપણુ કરશો. આપનું શરણ રહે, સ્મરણ રહે એવું આપ કરશો. ને તમારી કૃપાથી સુખશાતા થશે. ઘણું ઘણું કરીને વિનંતી કરું છું.
| (અં) ઉપરની હકીકત પોતાની મેળે લખી છે. અને લખતાં લખતાં એમને બહું ઓછું આવતું હતું. એટલે દ્ભય બહુજ ગભરાઈ ગયું છે તે રડી પડે છે. હવે આપણો પવિત્ર વચનામૃતોના દર્શનથી એમને શાંતિ થાઓ, હાલ તો એજ. આ છોરૂની હાલ તો માયામય પ્રવૃત્તિ વર્તે છે. વ્યવસાયાદિકથી કેટલેક પ્રકારે નિવૃત્તિ ભાવ ઇચ્છે છું, છતાં મન તેથી વિશ્રામ પામી સત્સંગમાં કે સત્યરૂષમાં પ્રવર્તન થયું નથી એ માટે જેમ શિક્ષા આપવી ઘટે તેમ આપો.
દીન છોરૂ અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર. (જવાબ વ. પ૩૭)
પ૭
Page #101
--------------------------------------------------------------------------
________________
0 ઉMERS - સત્સંગ-સંજીવની GKS EVER )
પત્ર-પર
ખંભાત - વૈશાખ સુદ ૬, ભોમ, ૧૯૫૧ સત્ પરમાત્માશ્રી ત્રિકાળ નમસ્કાર.
તરણતારણ, સ્વયંબુધ્ધાણં, જગદ્ગુરૂ, શ્રી-આપનો પવિત્ર પત્ર એક મળ્યો, વાંચી અત્યાનંદ થયો. પૂજ્યશ્રી સૌભાગ્યભાઇ સાહેબની ઇચ્છા પાંચ દસ દિવસ પછી શ્રી મુંબાઇ આવવાનો વિચાર છે અને તે વખત પર નિવૃત્તિ જેવું હશે તો આ બાળકને તેડાવવા જણાવવા દયા કરવા લખ્યું તેમજ પૂ. સૌભાગ્યભાઇના આંવી જવા પછી આપ સાહેબને થોડા વખતની નિવૃત્તિનો વિચાર થઇ શક્યું તે જાણ્યું છે. પૂ. શ્રી સૌભાગ્યભાઇ સાહેબ પધાર્યેથી કૃપા કરી આ અલ્પજ્ઞ પામરને તેડાવવા કૃપા કરશો. આ પ્રથમના આપના પત્રની મતબલની સમજણફેર થયેલા દોષની પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું. શ્રી સૌભાગ્યભાઇના પધાર્યા પછી વિચાર થયેથી આ પામરને તેડાવવાની ઇચ્છા હશે તો તેમ કરવા પણ ખુશી છે, વિશેષ કૃપા કરી હે નાથ! આ અલ્પજ્ઞ પામરને આપના પવિત્ર ચરણ સમીપમાં રાખવા હે દીન દયાળ! અનંત કૃપા કરી જણાવવા દયા કરશો. આ કિરિય વંદિય મહિયા-હે પ્રભુ! આપણો કોઇ પણ પ્રકારે અવિનય આશાતના અભક્તિ કે અપરાધ કોઇ પણ મન વચન કાયા કે આત્માના યોગાધ્યવસાયથી થયો હોય તો હે વોહિયા દીનદયાળ પુનઃ પુનઃ નમસ્કાર કરી ખમાવું છું. વારંવાર સ્તુતિ કરી મસ્તક નમાવી ક્ષમાવું છું. દયાળુ નાથ શ્રી આ દીન યોગ્ય કામ સેવા ફરમાવશોજી, અલ્પજ્ઞ છોરૂના પુનઃ નમસ્કાર /તિરતો ગાયfહi vયાદિનું વંfમ નર્મલાની સવનિ सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि ॥
પત્ર-પ૩
ખંભાત ..જેઠ સુદ ૧૨, રવિ, ૧૯૫૨ મહાત્મા શ્રીમાન પ્રભુશ્રી રાજચંદ્રજીદેવને ત્રિકાળ નમસ્કાર.
સ્વસ્વરૂપ વિલાસી, સદાનંદી, પૂર્ણ બ્રહ્મસ્વરૂપી, અનાથના નાથ, અશરણના શરણ, જીવનમુક્તનાથ, પરમ પુરૂષોત્તમ શ્રીમદ્ પ્રભુજીની સેવામાં, આપ સાહેબના પવિત્રચરણમાં મસ્તક મૂકી નમસ્કાર કરનાર અલ્પજ્ઞ પામરના વિધિપૂર્વક નમસ્કાર સ્વીકારશો.
પરમકૃપાના અનુગ્રહથી ભરેલા બે પત્ર મળ્યા તે વાંચી આનંદ થયો છે, તેવી જ રીતે બાળક ઇચ્છે છે.
આરંભના વિષે સંકલ્પ વિકલ્પના વિષે પ્રવર્તતું મન નિવર્તે, અર્થાત્ યત્નાથી ઉપયોગમાં વર્તી પાછું વાળે, એમજ એ સાથે વચનને પાછું વાળે; કાયાને પણ પાછી વાળે, અર્થાત્ અટકાવે એ પ્રકારે કહ્યું છે. ઉત્તરાધ્યયન ગાથા ૨૧. | મોક્ષમાર્ગના વિષે જેણે આત્મા સમર્મો છે એવા મુમુક્ષુ પુરૂષો એમ વર્તે એમ શ્રીમાનું મોટા પુરૂષો કહી ગયા છે તે વાત સત્ય છે. પ્રમાણ છે પણ તેમ નથી થઈ શક્ત એજ આ જીવનો મોટો દોષ છે, અને એમ થવાને માટેજ આ અંતરંગ અને બાહ્ય ઉપાધિનો ત્યાગ જ્ઞાનીપુરૂષોએ ઉપદેશ્યો છે. મોક્ષમાર્ગને વિષે જે પરાયણ છે એવા મુમુક્ષુ પુરૂષો પણ કહી ગયા છે કે હે ભગવાન, તલવારની ધાર પર ચાલવું સુગમ છે પણ તમારા માર્ગને
૫૮
Page #102
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
વિષે પ્રવર્તવું દુર્લભ છે એમ કહી ગયા છે તે પણ યથાતથ્ય લાગે છે કારણકે અનાદિકાળના અધ્યાસમાં પ્રવર્તી રહેલું એવું જે મન શુધ્ધ ઉપયોગમાં સ્થિર રહ્યા વિના પાછું વળી શક્યું નથી અને તેથીજ માર્ગની દુર્લભતા બતાવી છે તો પણ હે પરમદયાળુ નાથ! હવે આપ કૃપાનાથ, કૃપાવંત સહાયક બનો. આપનો અપૂર્વ યોગ થયો છે તો આ લેખકનો પણ જય થશે એમ આશા છે. પણ મારી યોગ્યતા નથી, આપનો મોટો આધાર છે અને શ૨ણજ સહાયકારી છે. દયા કરશો તો પણ કલ્યાણ થશે.
સંસ્કૃત ભણવા વિચાર રહે છે અને તે વાત આપે શ્રીમુખે ઉચ્ચારી હતી પણ આ લેખકને ભણવા માટે ઉચ્ચારી હોય એમ સમજ્યામાં ન હતું પણ પાછળથી એમ સમજવામાં આવ્યું હતું. માટે દીનદયાળ પરમકૃપાળુની સહાયથી હે સ્વામિ! આપ સાહેબની આજ્ઞા વાંછું છું.
હે ભગવાન! કીંકર સ્થિતિ છે. તે પ્રમાણે આજ્ઞા થયેથી પરમ કલ્યાણકારી માનીશ અને ‘તહત્ત વચનમ્’ અંગીકાર કરીશ, અમુક વખત તેમાં ગાળવાનો નિયમ રાખીશ.
આ દેહની અશાતાના લીધે પત્ર લખતાં વિલંબ થયો છે માટે પુનઃ પુનઃ નમસ્કાર કરી ક્ષમાપના વાંછું છું. એજ લી. અલ્પન્ન દીશામૂઢ પામરના વારંવાર નમસ્કાર પવિત્ર સેવામાં સ્વીકારશો.
પત્ર-૫૪
શ્રી ધોરીભાઇએ પૂછાવ્યું છે કે આપ પરમકૃપાળુનાથશ્રીના આણંદ અને નડીયાદ ક્ષેત્રના પવિત્ર સમાગમમાં મને જણાવેલું કે જેમ તું પૂર્વે કરતો હતો તેમ કર્યા કરવું. માત્ર લોકને અર્થે કે ફળની ઇચ્છાને અર્થે કે માન પૂજાદીક અર્થે કંઇ પણ કરવું નહીં. માત્ર આત્મહિતાર્થે ક૨વું. એમ કરવાથી બીજા જીવોને પરમાર્થ પ્રાપ્ત થવાના કારણ મળે અને તને અપૂર્વ હિત થાય એમ શ્રીમુખે ઉપદેશથી જણાવેલું. જે આજ્ઞાનુસાર મને તે ક્રિયાદિકમાં ફીકાશ લાગવાથી અને તેમાં રસ નહીં આવવાથી મારાથી તે ક્રિયા કરવાનું બની શક્યું નથી. કવચિત્ ભાગ્યે જ તે થાય છે જે માટે હું વારંવાર ક્ષમાપના ઇચ્છું છું. અને મારે કેમ પ્રવર્તવું એ જેમ યોગ્ય લાગે તેમ પવિત્ર આજ્ઞા થયે પરમ કલ્યાણકારી લાભ થયો સમજીશ.
વળી આત્મદ્રવ્યમાં અગુરૂલઘુપણું રહ્યું છે તેનો શ્તે પરમાર્થ હોવો જોઇએ? તે જાણવાની ઇચ્છા છે. વળી મારા જેવા બાળ જીવને વિશેષ સ્પષ્ટતાથી સમજી શકાય તેવો ખુલાસો જાણવાને ઇચ્છું છું. પ્રત્યુત્તર મળતાં સુધી અત્રે મારી સ્થિતિ થવાનો સંભવ છે એમ શ્રી ધુરીભાઇના કહેવા પ્રમાણે જણાવ્યું છે. જેથી તેમના નમસ્કાર પ્રાપ્ત થાય, હાલ એજ. કામ સેવા ઇચ્છું છું.
Fichis The
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર. (જવાબ વ. ૭૮૫)
પત્ર-૫૫
ખંભાત – બીજા જેઠ સુદ ૧, ૧૯૫૨
શ્રીમદ્ પ્રભુ મહાત્મા શ્રી રાયચંદ્રજીને ત્રિકાળ નમસ્કાર.
અનાથના નાથ, અશરણના શરણ, પરમકૃપાળુ નાથ, સ્વસ્વરૂપ, વિલાસી, સદા આનંદી, અનંત દયામય, સર્વજ્ઞ પ્રભુશ્રીની ૫૨મ પવિત્ર શુભ સેવા પ્રતિ
વિનંતી કે અલ્પજ્ઞ છોરૂના પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી.
૫૯
Page #103
--------------------------------------------------------------------------
________________
GORGE) સત્સંગ-સંજીવની GSSS (
MEHNDRXXXX
વિશેષ સુજ્ઞ ભાઇ છોટાલાલે સં, ૧૯૫૨ કારતક સુદ પુનમે બધા ભાઇઓએ નિવૃત્તિ લીધી હતી. તે વખતે હવેથી બીડી નહીં પીવાની પોતાની મેળે બંધી કરી હતી. તે વખતથી ઝાડાનો બંધકોશ રહ્યા કરતો હતો. અને છાતીમાં કફનો ભરાવો રહેતો તે રોગ હાલ વૃધ્ધિ પામ્યો છે, જેથી ઝાડાના બંધકોશને લીધે અને છાતીમાંનો કફ નહીં છૂટવાથી તાવની ઉત્પત્તિ કેટલાક દિવસ થયાં થયેલ. તેના લીધે શૂળની પણ ઉત્પત્તિ થઇ છે. વળી પણ છાતીની ગભરામણ વિશેષ રહે છે. તેને માટે કેટલાક ઔષધ ઉપચાર કરવાથી ઝાડાની છૂટ કે કફનું નીકળવું થતું નથી. જેથી તેમની મરજી હુકો પીવાની રહેતી હતી. પણ સત્સંગમાં ના કહેલી હોવાથી તે પીતા અટકતા હતા. બીજા કેટલાક ઉપાયો લેવાથી તે રોગ કંઇ શાંતિ ન પામ્યો અને છેવટે હુકો પીવાથી તે રોગ શાંતિને પામે એવું લાગવાથી અને તે પ્રથમનો તેવો અનુભવ હોવાથી ફક્ત રોગની શાંતિને માટે હુકો પીવાની તેમની ઇચ્છા રહે છે. જેથી બે દિવસ ઉપર બધા ભાઇઓની રૂબરૂમાં પોતે નમ્રતાપૂર્વક માફી માંગીને કહ્યું કે જેવી રીતે પ્રથમ મેં પીવાની ના કહી પણ આવા કારણથી હું હુકો પીવાની રજા લઉં છું. એવું જણાવવાથી બધા ભાઇઓ તે વાતમાં મૌન રહ્યા અને જણાવ્યું કે આપની ઇચ્છા રહેતી હોય તો અને રોગની શાંતિ આવવાનું ખાસ કારણ લાગતું હોય તો તેમજ અપ્રીયપણે જો ભોગવાય એમ સંભવતું હોય તો આપ પરમપૂજ્ય શ્રી પરમ કૃપાળુનાથ પ્રત્યે વિદિત કરી જેમ આજ્ઞા મળે તેમ વર્તાય તો તેનું પરિણામ શ્રેયસ્કર થાય અને આ બધાની તેવી દશા નથી કે એ વાતનું યથાયોગ્ય ઉત્તર આપે. એવી રીતે બધા ભાઇઓ તરફથી જણાવાથી અને પોતે સમજુ હોવાથી તે વાત માન્ય કરી. પણ આવી ધિક્કારવા યોગ્ય વાત હોવાથી અને દુષ્ટ કામ જ હું કરું એમ લાગવાથી પોતે પોતાના હાથે આપશ્રીને પત્ર લખવાનું શરમ લાગવાથી મને જણાવ્યું કે તું શ્રીજીને આ સઘળી હકીકત વિદિત કર અને શ્રીજી જેમ આજ્ઞા કરશે તેમ વર્તીશ. કદાપી શ્રીજી મારા પરમાર્થના લીધે વખતે ના લખશે તો તે પણ હું કબુલ રાખીશ. એમ કહેવાથી એમની સંમતિથી આ પત્ર લખવાનું થયું છે, પોતે એમ કહે છે કે જો થોડા વખતમાં હુકો પીવાથી આ રોગ શાંતીને પામશે તો પછી તુરતમાં હું પાછો ત્યાગ કરીશ અથવા તો અમુક મર્યાદામાં આવવાનું કરીશ. અને ફક્ત આ રોગના કારણેજ પીવાની આજ્ઞા માગું છું માટે આપ કૃપાળુનાથ તરફથી જેમ યોગ્ય લાગે તેમ આજ્ઞા મળ્યથી વર્તવા કલ્યાણમય માની આનંદ રાખશે.
વિશેષ ભાઇ સુંદરલાલના ગુજરી ગયા પછી ભાઇ છોટાલાલે બ્રહ્મચર્યવ્રત હવેથી અંગીકાર કરવું એવું ધાર્યું હતું અને તે ક્રમ હજા સુધી નિભાવ્યા આવે છે. તે વિશે આપ સાહેબજીને લખવાની વિચારમાં હતા જેથી આ પ્રસંગે તે પણ લખવાનું જણાવે છે તે હવેથી આ દેહે કોઇ પણ સ્ત્રી સંગ કરવો નહીં અને શિયળવ્રતને અંગીકાર કરવું તે વિષે આપ સાહેબને જણાવી આજ્ઞા મંગાવે છે કે આપ સાહેબની આજ્ઞા પ્રમાણે વર્તવામાં કલ્યાણ માનીશ.
ઉપરની બન્ને બાબત આપ કૃપાળુનાથશ્રી તરફથી જેમ યોગ્ય લાગે તેમ જણાવવાની દયા થવાથી તે કલ્યાણકારી અને આનંદકારી મનાશે. હાલ એજ. છોરૂં યોગ્ય કામસેવા ફરમાવવા દયા કરશોજી.
લી, અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર. (જવાબ વ. ૬૯૦)
પત્ર-પ૬
ખંભાત - વૈશાખ વદ ૫, શુક્ર, ૧૯૫૩
પરમદયાલ શ્રીમદ્ સદ્ગુરૂદેવ ચરણાય નમઃ
Page #104
--------------------------------------------------------------------------
________________
રિતે રહકે
તેમાં છે
કે
તે તેની
સંવત ૧૯૫૨ના આસો વદ-૧ ને ગુરૂવારના રોજ નડિયાદ મુકામે પરમકૃપાળુદેવની આજ્ઞા થવાથી તેમના પરમભક્ત ખંભાતનિવાસી પૂ. શ્રી અંબાલાલભાઇ એકચિત્તે સ્થિરતાપૂર્વક ફાણસ ધરીને ઊભા છે અને પરમકૃપાળુદેવ પટ્રદર્શનના સારરૂપ આત્મઉધ્ધારક શ્રી આત્મસિદ્ધિજ
શાસ્ત્રની રચનાને પ્રકાશમાં લાવી રહ્યા છે.
Page #105
--------------------------------------------------------------------------
Page #106
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની SSS S ()
- પરમ દયાવંત, પરમોપકારી, અનાથના નાથ, અશરણના શરણ, પરમાત્મા, જગતગુરૂ, જગતદેવ, સર્વજ્ઞ પ્રભુશ્રી સરૂદેવ પરમાત્મા શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામિશ્રીની પરમ પવિત્ર સેવામાં, શુભ ચરણ સેવામાં, મુ. ઇડર શ્રી કેશવલાલભાઇ પત્રથી જણાવે છે કે શ્રી સિદ્ધિશાસ્ત્ર તથા બીજા ઉપદેશ પત્રો મેળવવા પ્રયત્ન કરજો એમ પરમદયાળ પ્રભુની પવિત્ર આજ્ઞાનુસાર લખ્યું છે. શ્રી સિધ્ધિશાસ્ત્ર શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર શ્રી નડીયાદ ક્ષેત્રે આપ પ.કૃ. દેવના ચરમ સમીપમાં ચાર પુસ્તક ઉતાર્યા હતા તે સિદ્ધિ શાસ્ત્ર પવિત્ર આજ્ઞાનુસાર ૧માણેકલાલભાઇ પ્રત્યે. રંગુન. ૧ પૂજ્યશ્રી સોભાગભાઇ પ્રત્યે- શ્રી સાયલા. ૧ મુનીશ્રી લલ્લુજી પ્રત્યે- શ્રી ખંભાત એ રીતે મોકલી આપ્યા હતાં અને એક પુસ્તક આજ્ઞા થવાથી મેં મારી પાસે રાખ્યું હતું. તે પુસ્તક ઉપરથી બીજા પાંચ પુસ્તક અત્રે મારા હાથે મેં ઉતાર્યા છે તે મધ્યે બે સિદ્ધિશાસ્ત્ર શાસ્ત્રી લિપીમાં અને ૩ સિધ્ધિશાસ્ત્ર ગુજરાતી લિપીમાં છે તે પૈકી ૪ પુસ્તક પુંઠા સાથે બંધાવી તૈયાર કરેલ છે અને એક પુસ્તક હાલ વગર બંધાવ્ય રહેલ છે એ રીતે નવા ઉતારેલ શાસ્ત્ર પાંચ અને નડીયાદથી મને આપેલ સિદ્ધિશાસ્ત્ર ૧ એ રીતે છ સિધ્ધિશાસ્ત્ર તથા બીજા છૂટક વિશેષાર્થ શ્રી આ. સિ.ના પવિત્ર હસ્તથી લખાયેલા પત્રો એ સર્વ મારી પાસે હાલ છે તે મધ્યેનું કોઇપણ પુસ્તક હજા સુધી મેં કોઇને આપ્યું નથી. અત્રેના સમાગમવાસી મુમુક્ષુઓને પ્રથમના ૪૨ શ્લોક અને પાછળના ઉપસંહારના શ્લોકો વંચાવવાની આજ્ઞા થયેલ તે પ્રમાણે વંચાવવા અત્રેના મુમુક્ષુઓને કહેલ પણ તેમની તેવી દશા નહીં હોવાથી હાલ તો શ્રવણ કરવા કહેલ તેથી તે સિદ્ધિશાસ્ત્ર અત્રેના મુમુક્ષુઓને વંચાવેલ પણ નથી. ફક્ત તે મારી દ્રષ્ટિ દોષને લીધે કોઇ સ્થળે અશુધ્ધ લખાયું હોય તે તપાસી લાવવા શ્રી નગીનદાસને મારી સમક્ષ અન્યોઅન્ય ફેરવી વાળેલું એટલું એક નગીનના વાંચવામાં આવેલ છે, બાકી કોઇને પણ મેં વાંચવા આપેલું નથી. વળી તે સિધ્ધિશાસ્ત્ર મારાથી બીન સાવચેતથી મુકાયું હોય અને કોઇના હાથમાં ગયું હોય એમ પણ થયું નથી. કારણકે તે સઘળા સિદ્ધિશાસ્ત્રો ચોક્કસ રીતે સાવચેતીથી મેં સાચવીને રાખેલ છે. નડીયાદના પવિત્ર સમાગમમાં કા.શુ.૬ બંગલામાં ધોરીભાઇને તે સિદ્ધિશાસ્ત્ર આપવું કે નહીં એમ મેં આપ દયાળુ પ્રભુને જણાવી આજ્ઞા માગેલી તે વખતે આપ પ.કૃ. નાયશ્રીય વિચારીને જણાવીશ કહેલું જેથી બીજા દિવસે વવાણીયા ક્ષેત્રે પધારવાના પ્રસંગે નડીયાદના સ્ટેશન ઉપર આપ દયાસાગર નાથશ્રીએ આ સેવકને આજ્ઞા કરેલ કે હાલ બીજી આજ્ઞા થતાં સુધી સિદ્ધિશાસ્ત્ર કોઇને પણ આપતાં અટકવું જેથી શ્રી ધોરીભાઇ અત્રે પધારેલ અને તેમણે માગણી કરેલી મારી પાસે છતાં મેં સિ.શા. આપ્યું નથી ફક્ત ધોરીભાઇના સમાગમમાં મેં વાંચી સંભળાવેલ છે અને તે વિષે પ્રથમ આપ દયાળુનાથને પવિત્ર સેવામાં શ્રી વવાણીયા જણાવેલ છે. આ સિવાય બીજા કોઇને મેં સિ.શાસ્ત્ર વાંચવા આપેલ નથી અને વંચાવેલ પણ નથી અને ઉતારેલ સિધ્ધિશાસ્ત્રો આજે ફરીથી તપાસતાં મારી પાસે છે છતાં વખતે મારાથી કોઇપણ પ્રકારે અવિનયાદિ કે અસતકારાદિથી કોઇ પ્રકારનો દોષ થયો હોય તો હે પ્રભુ મારૂં મસ્તક નમાવી વારંવાર નમસ્કાર કરી હું ક્ષમાપના ઇચ્છું . શ્રી ઉપદેશ પત્રો સંબંધમાં જે જે મુમુક્ષુઓ આપ પરમદયાળુ પ્રભુની ચરણસેવામાં આવી પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ લીધેલ તેને મારા કે અત્રેના મુમુક્ષુઓ તરફથી આપવામાં આવેલ હશે તો વીશ દોહરા, આઠ ત્રોટક છંદ કે ચૌદનિયમ એ સિવાય બીજા કાંઇ આપવામાં ઘણું કરીને આપ્યું હોય તેમ લાગતું નથી. કદાપિ તે પવિત્ર સરૂ બોધ પત્રોનો આશય વખતે મારાથી લખવાનું બન્યું હશે તોપણ સમાગમમાં આવ્યા વગરના બીજા જીવોને આપવામાં આવ્યું હોય તેમ લાગતું નથી. શ્રી ભાવનગરવાળા મુની હરખચંદજીને ફક્ત શ્રી ઉગરીબેનથી ઉપદેશ પત્રોનું પુસ્તક વાંચવા આપેલ તે ગુપ્ત રીતે તેમણે ઉતારી લીધેલ અને તે વાત શ્રી ઉગરીબેને રાળજના પવિત્ર સમાગમમાં આપ ૫.કુદેવના ચરણમાં નિવેદન કરી ક્ષમાપના ઇશ્કેલ છે. નિવેદન કરી વલમાપના ઈછલ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
Gિ-DS-RSS સત્સંગ-સંજીવની GPSC EXAM ()
| લીંબડી કલ્લોલવાળા મુ. પ્રત્યે મારાથી કે કલાભાઇથી વખતે ઉપદેશપત્રો કેટલાક લખી મોકલવાનું બન્યું
છે. બાકી બીજા જીવોને આપવામાં આવ્યું હોય તેમ સંભવતું નથી. આ સઘળું મારાથી જેમ વર્તાય તેમ આપ પવિત્ર સદ્દગુરૂના ચરણમાં નિવેદન કર્યુ છે તેમ છતાં મારાથી આ સઘળું કોઇપણ પ્રકારે અયોગ્ય રીતે લખાયું હોય તો અથવા મારી અલ્પજ્ઞતાથી વખતે કોઇપણ પ્રકારે મારાથી અવિનય આશાતના અભક્તિ કે કોઇ પણ પ્રકારનો દોષ મારા મન વચન કાયાથી કે આત્માના અધ્યવસાયથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી મસ્તક નમાવી દીન ભાવથી પુનઃ પુનઃ ક્ષમાપના ઉચ્છું છું. શ્રી ઠાણાંગ સૂત્ર ભાગ ૩ તથા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ ૨ એ રીતે ભાગ ૫ અત્રેથી શ્રી નગીનદાસ સાથે મોકલી આપ્યા છે. મુમુક્ષુઓને મારા સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય. અલ્પજ્ઞ દીન અંબાલાલના પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય.
પત્ર-૫૭
ખંભાત - વૈશાખ સુદ ૧, સોમ, ૧૯૫૨ સર્વજ્ઞ પ્રભુશ્રીજી ત્રિકાળ નમસ્કાર
પરમકૃપાળુ પરમદયાળુ, પરમોપકારી, અનાથના નાથ, દયાના સાગર, પરમપૂજ્ય સર્વજ્ઞ પ્રભુશ્રીજીની પવિત્ર ચરણ સેવા પ્રત્યે વિનંતીઃ- અલ્પજ્ઞ પામરના પરમ વિશિષ્ટ ભાવે વિધિપૂર્વક વારંવાર નમસ્કાર સ્વીકારશોજી. જ આપ પરમ પવિત્ર દયાળુનાથ તરફથી પરમ કરૂણામય પત્ર મલ્યો તે વાંચી અત્યાનંદ થયો છે. હે પ્રભુ! આપ તો અત્યંત કરૂણાના ભંડાર છો, સાક્ષાત કરૂણાના સાગર છો, દયાની તો જાણે ખાણ છો, ક્ષમાએ તો આપના પવિત્ર શ્રદયમાં જ વાસ કરેલો છે, શાંતિના તો સાગર છો અને શાંતિનો નિવાસ તો આપના જ ઘરમાં છે. તેમની સમીપમાં રહેવા માટે જે જીવો ઇચ્છતા હશે તેમને પરમ શીતળતાના કરણહાર તે રૂપ શીતલીભૂત સમાન આપ શીતળનાથ છો. વિશેષ શું કહું ? હે દયાળુનાથ! આ અલ્પજ્ઞ કે જે મૂઢ મહાદોષનો ભરેલો છે. નિંદવા યોગ્ય પામરના વારંવાર નમસ્કાર સ્વીકારશોજી, આ લેખકના દોષ સામું જોવે પાર પમાય તેમ નથી. તેમ ગુણનો અંશ પણ પ્રગટ નથી માટે ક્ષમા કરવા દયાળ છો તેથી દયા કરશોજી. | આજ રોજે આ સાથે બુક ૧ ટપાલ રસ્તે મોકલી છે. તેનો હેતુ એવો છે કે કેટલાંક પત્રોનો સંગ્રહ કરીને તે બુક ઉતારી છે. આપ સાહેબની મરજીમાં તે બુક કલોલ મોકલવા હરકત ન હોય તો તે માંહેલી બીજી બુક અત્રેથી ક્લોલ મોકલી આપું. બીજી આવી ૩ બુકો અત્રે છે. આ બુક કદાપિ આપની હજારમાં રાખવા ઇચ્છા હશે તો હરકત નહીં. માટે આપ કૃપાળુ નાથ તરફથી જેમ દયા થશે તેમ કરીશ અથવા તો પછી અત્રેથી ભાઇ કુંવરજી ને વિશેષ ઉપકારભૂત થવા નિમિત્તે થોડા થોડા દિવસને આંતરે એકેક પત્ર ઉતારીને બીડતો રહીશ. એ વિશે જેમ દયા થશે તેમ કરીશ. અલ્પજ્ઞ અંબાલાલના વિધિપૂર્વક નમસ્કાર.
પત્ર-૫૮
ખંભાત – પોષ વ. ૧૧, ૧૯૫૪ પરમકૃપાળુ દેવ પ્રભુની સેવામાં શુક્રવારે કરેલો તાર શનિવારે સવારે ૧૦ વાગે મલ્યો હતો. આપનું રવીવારે આણંદ પધારવું થશે એમ
Page #108
--------------------------------------------------------------------------
________________
Sિ RE) સત્સંગ-સંજીવની 4) RAM)
તારથી જાણી રવિવારે સવારના અત્રેથી નીકળવા માટે વિચાર કરી તૈયાર થયો હતો. ગાડી તૈયાર રાખીને નીકળવાનો વિચાર હતો. પણ રાતના એક વાગતા સુધી જવું કે નહીં એમ મુંઝવણ થતાં અને જવાને માટે અંતઃકરણ કબુલ નહીં કરવાથી નીકળવાનો વિચાર બંધ રાખ્યો હતો. રવીવારે અત્રેથી આઠ વાગે આણંદ અજંટ તાર કર્યો હતો. કે અડચણના લીધે અવાય તેમ નથી, મળવા દે છે કે કેમ ? તે તાર સોમવારે સવારે પાછો મળ્યો. શનિ, રવિ અને સોમવાર સુધી ૩ પત્રો આણંદ આપની સેવામાં અને ૩ પત્રો રેવાશંકર વીશીવાળા ઉપર લખ્યા હતા. ભાઈ કેશવલાલે લખેલો શનિનો પત્ર સોમવારે સાંજે અત્રે મલ્યો હતો. તે ઉપરથી જાણ્યું કે વ્યવહારિક પ્રસંગથી આપનું મુંબઇ રોકાવું થયું છે. ગઈ કાલે અત્રે મુંબઇથી હેમચંદ ફુલચંદવાળાનું માણસ ખુશાલદાસ આવ્યા તેના મોઢે આણંદની હકીકત જાણવાથી ત્યાં મળવા દેતા નથી અને ભય તો વિશેષ છે, તેમ આણંદથી પગ રસ્તે ખંભાત આવવા દેતા નથી. તેને માટે સવારો (સિપાહી) રોકી દીધા છે. અને આણંદથી અત્રે પાછા આવતાં ૭ દિવસ પેટલાદ રોકાવું પડે છે તેથી આવવાની કંઇ સમજણ પડતી નથી. વળી આપને માટે આણંદમાં મુશીબતો ઘણી છે. કારણકે ખાવા પીવાનો સવડ નથી. પંગતે -૪૦૦-૫૦૦ માણસો જમવા બેસે છે. રસોઇનો સવડ બરાબર નથી એ મુંઝવણ છે. એ આપના વિષેની ઘણી જ ફીકર થયા કરે છે. બીજો કોઇ પણ ઉપાય નથી. ગોદડાં વિ. મળવામાં અડચણો છે. માથાનો ફેંટો વિ. પલાળે છે. રોટલી પણ ઘણી જાડી, રસોઇનો સવડ નહીં તેથી રખેને શરીર-પ્રકૃતિમાં ફારફેર થાય તે ફીકર થાય છે. જેમ આપની આજ્ઞા થશે તે પ્રમાણે વર્તીશ. શ્રી મુંબાઇથી પધારવું થાય તેના ખબર અત્રે જાણવાને ઇચ્છું છું, હું તથા કીલાભાઇ આવવાને તૈયાર છીએ પણ છાવણી સિવાય બીજો ઉપાય નથી. અલ્પજ્ઞ અં...ના વિધિપૂર્વક નમસ્કાર (જવાબ વ. ૮૨૨).
પત્ર-પ૯
શ્રાવણ વદી ૯, ૧૯૫૨ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ યોગેન્દ્ર મહાત્મા, શ્રીમદ્ પ્રભુશ્રી રાજ રાજચંદ્ર શ્રી સ્વામિને ત્રિકાળ નમસ્કાર હો ! દીનબંધુ, દીનાનાથ, દયાના સાગર, પરમ પૂજ્ય શ્રીની પવિત્ર સેવામાં
શ્રી સ્વંભતીર્થથી લી. દીનદાસ બાળક અંબાલાલના ત્રિકાળ નમસ્કાર સ્વીકારશોજી. પવિત્ર ભાઇશ્રી મનસુખભાઇનો લખેલો પત્ર આ છોરૂના હિતને અર્થે અનંત કૃપા કરી પાઠવ્યો જે વાંચી અતિ આનંદ થયો છે. તેમ વર્તવું યોગ્ય છે, યથાતથ્ય છે, સત્ય છે. મનસુખભાઇની જિજ્ઞાસા સારી રહે છે અને નિવૃત્તિ લેવાની ઇચ્છા ઉત્તમ છે. સત્યરૂષ પ્રત્યે પ્રીતિભક્તિ વિના જીવનું કલ્યાણ નથી. તેને બાધ કરનાર દોષો મૂક્યા વિના પ્રીતિ ભક્તિ થાય નહીં, અને પ્રીતિભક્તિ થયા વિના જ્ઞાન પ્રાપ્તિ સંભવે નહીં, એ આદિ પ્રકારનું તેમનું વિજ્ઞાપન છે. તે યથાતથ્ય છે, પ્રમાણ છે, પવિત્ર મનસુખભાઇએ જે નિવૃત્ત થવાની ઇચ્છા પ્રતિપાદન કરી છે તેવી ઇચ્છા મારી સર્વથા પ્રકારની નહીં હોવાથી આજ દીન સુધી તે વિષે મેં લખ્યું કે જણાવ્યું નથી તેમ મારી તેવી દશા થંયા વિના મને તે જણાવવું યોગ્ય નહીં લાગવાથી લખ્યું નથી અને વળી અનંત કાળનું પર્યટન તેથી નિવર્યા વિના કર્મથી છૂટાવું નથી. જે જે દોષો પૂર્વે અનાદીકાળથી ગ્રહ્યા છે તે તે મૂકી દીધા એટલે બસ. અને તે દોષો જવાથી એનુંજ સહજપણે રહેવું હશે, અને તેને લગતા જે ગુણો તેમાં સમાવેશ પામશે તે સહજાકારે થશે એમાં આશ્ચર્યતા શી?
Page #109
--------------------------------------------------------------------------
________________
Sિ YEARS સત્સંગ-સંજીવની SSASSA ()
એમ ધારી લખ્યું નોતું. પણ આ પત્ર આવ્યા પછી વળી એક વિચાર થયો કે તેમ વર્તવું છે તો શ્રી સદ્ગુરૂને જણાવવામાં શું હરકત છે, જગત વ્યવસ્થા કરવાને, જગતને જણાવવાની જરૂર રાખી તો આત્માની વ્યવસ્થા કરવાને સત્યરૂષને જણાવવાની કાંઇ હરકત નથી એવો વિચાર થવાથી, હવે પછી જે જે વિચારો ઉદ્ભવતા હશે. તે તે પ્રકારે જણાવવાનું સ્મૃતિમાં રાખીશ.
જેને મળીયા શ્રી મોરાર, તેને મૂકાવ્યા ઘરબાર, હવે કોનો કાટું વાંક, ત્રિકમ તુજથી આડો આંક”
કોઇ પણ પ્રકારે અવિનય, અભક્તિ કે આશાતના થઇ હોય તો વારંવાર ત્રિકરણયોગે આત્મભાવે નમસ્કાર કરી ક્ષમાવું છું. છોરૂયોગ્ય કામસેવા ફરમાવવા કૃપા કરશોજી. લી. છોરૂના નમસ્કાર હો.
પત્ર-૬૦
શ્રી સં. ૧૯૫૫ શ્રીમદ્ પરમગુરૂભ્યો નમઃ ત્રિકરણ યોગે સદૈવ નમસ્કાર.
સી. પરમ કૃપાવંત શ્રીમદ્ દેવાધિદેવ સદ્ગુરૂ પ્રભુના પવિત્ર પાદાબુજમાં અગણિત વાર નમસ્કાર પ્રાપ્ત થાય.
પરમકૃપાયુક્ત પત્ર પ્રાપ્ત થયો. (વ.૮૮૬) શ્રી પદ્મનંદી શાસ્ત્રના બે પુસ્તક ગઇ કાલે પ્રાપ્ત થયાં છે. તેમાંની એક પ્રત તુરત સારા સાથ જોગે વસો ક્ષેત્રે પવિત્ર મુનિશ્રીને સંપ્રાપ્ત થાય એમ કરીશ, બે દિવસ ફેણાવ જવું થયું હતું તેથી પત્ર લખતાં વિલંબ થયો છે. જે માટે ક્ષમાપના ઇચ્છું છું.
પવિત્ર આશાનુસાર બળવાન નિવૃત્તિવાળા દ્રવ્ય, ક્ષેત્ર આદિ યોગમાં શ્રી પદ્મનંદીજી શાસ્ત્રનું અનુપ્રેક્ષણ કરીશ. શ્રી પદ્મનંદી શાસ્ત્રનું અનુપ્રેક્ષણ કરવા પહેલાં મારી વૃત્તિ બની શકે તો થોડો કાળ પરમ કલ્પદ્રુમની છાયા નીચે રહેવાની રહે છે. જેથી મને બળવાન ઉપકારભૂત થાય.
આ તરફ વરસાદ બીલકુલ નહીં હોવાથી ગરીબ અને મૂંગા પ્રાણીઓ રીબાય છે. તેમાં વળી મૂંગા પ્રાણીયોની સ્થિતિ અત્યંત અનુકંપા ઉપજાવે છે.
સેવક યોગ્ય કામ સેવાનો પવિત્ર લાભ પ્રાપ્ત થવાથી પરમકલ્યાણકારી આનંદ માનીશ. અલ્પજ્ઞ દીનદાસ સેવક અંબાલાલના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
(
પત્ર-૬૧ શ્રી આત્મસિધ્ધિજીના અર્થ : પૂ.શ્રી અંબાલાલભાઇએ લખેલ હસ્તાક્ષરમાંથી. પરમાર્થ પ્રકાશ - સંક્ષેપ. પૂર્વકાંડ દોહા મંગળાચરણ -
જે સ્વરૂપ સમજ્યા વિના.........”
સંક્ષેપ અર્થ:- જે આત્મસ્વરૂપ સમજ્યા વિના જન્મ, જરા, મરણાદિ અનંત દુઃખો આ જીવ અનાદિકાળથી પામ્યો, તે સ્વરૂપ જેણે સમજાવ્યું તે પરમ ઉપકારના કરવાવાળા એવા શ્રી સદગુરૂ ભગવાન તેને હું નમસ્કાર કરૂં .
Page #110
--------------------------------------------------------------------------
________________
CAREKARAKD) सत्संग-संपनी DRAKARKIO
॥६ ॥ निर्विकल्प स्वरूपे की भीका थयो। ॥१९शाकाहार
मोक्ष कयो निज शद्दता। तै पामे ने पंथ॥ समजाव्यो संक्षेपमा। सकळ मार्ग निर्यथ ।।१२३॥
आत्मानं सह पर ने मोक्षवे. अन ने जे थी यमाय ने
तेनामार्ग भी सरमरुएकृपा करी ने निर्मथनो सर्वमार्ग सम
जाव्या.॥१२३॥
अहो! अहो! श्री सदगुरू। करुणा सिंधु अपार।। आपामर पर प्रत्युको । अही! अही!नपकार १२
Ter अहो ! अहो ! करु माना अपार समुद्र स्वरूप, आत्म ल.
स्मीए युक्त सदम, श्राप प्रलए या पामर जीव पर माश्यर्थ
कारक, आश्चर्यकारक ए वो सपकार को जारा 35
शं प्रभुचरण कने धरूं। आत्माथी सो हीन।
પૂ. શ્રી અંબાલાલભાઈના હસ્તાક્ષરથી આખું ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર શાસ્ત્રરૂપે હિંદી લિપીમાં લખાયેલ છે. અહો ! તેમની આ મહાન શાસ્ત્ર પ્રત્યે પ્રીતિ-ભક્તિ. વારંવાર અહો ! દર્શનાર્થે ગાથા નં. ૧૨૩, ૧૨૪
Page #111
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
तेनो प्रभुए आपियो। वर्त्तु चर णाधीन ।। १२५॥
प्रभुनां चरण आगळ संघ ? (सद्गुरू तो परम निष्काम वे एक निष्काम करुणाथी मात्र उपदेशना दाताबे, पण शिष्य धर्मे शिष्य च्यवचन कडे.) जे जे जगन्मां पदार्थ ते सोमनीपेक्षा
ए निर्मूल्य जेवावे. ने आत्मानी यो लेना चरण समिपे हूं
श्री जुं शं धरूं ? एक लूनां चराने आधिन वर्च, एटलं मात्र न
TERS
पचारथी करवाने हूं समर्थ बुं. ।। १२५ आहादी आज थी। वर्त्ती प्रभु आधीन ॥
दास, दास हूं दासं । तेहु प्रनुनादीन।। १२६।।
आदेह आदि शब्दथी जो कै मारुंगलाय. ते प्राज्ञभी करीने सद्गुरु प्रभुने प्राधिन वर्षो ने प्रभु दास कुं. दास बुं. दीनदास कुं. १२२६।।
FP-RS
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા નં. ૧૨૫, ૧૨૬ પૂ. શ્રી અંબાલાલભાઈના હસ્તાક્ષર
Page #112
--------------------------------------------------------------------------
________________
GિRESS સત્સંગ-સંજીવની RSS -
2
પૂછયાં પ્રશ્ન પ્રભુ પ્રત્યે, શંકા થઈ સમાશ;
અન્ય મુમુક્ષુ કારણે, તેનો કરૂં પ્રકાશ. સંક્ષેપ અર્થ:- તે પ્રભુ પ્રત્યે મેં જે પ્રશ્નો પૂછયા અને જે પ્રશ્નના સમાધાન થઇ મારી શંકાઓ શાંત થઈ, અર્થાત્ નાશ પામી તે બીજા મુમુક્ષુ - જનના હિતાર્થે અહીં પ્રકાશ કરૂં છું. આ શ્રી સદ્ગુરૂના લક્ષણ કયાં ?
‘લક્ષ જેમનો નિજ પદે, વિચરે કર્મ પ્રયોગ;
અપૂર્વ વાણી પરમકૃત, નિઃસ્પૃહ સદ્દગુરૂ યોગ્ય. સંક્ષેપ અર્થ:- જેમને લક્ષ નિજપદ એટલે શુધ્ધ આત્મસ્વભાવમાં વર્તે છે અને જે પૂર્વ કર્મના ઉદયમાત્રથી જગતમાં વિચરે છે, અર્થાત્ જેને બીજી કશી જગત સંબંધી કલ્પનાથી વિચરવું નથી, જેની અપૂર્વ વાણી છે, અર્થાત્ આત્માદિ ભાવોને અપૂર્વ દૃષ્ટાંતાદિથી જે ઉપદેશે છે તથા પરમકૃત એટલે ષ દર્શનના રહસ્યને જે જાણે છે, તેમ છતાં જે સ્પૃહારહિત અર્થાત્ શિષ્યાદિ કરવાની પણ કામનાવાળા નથી કે દ્રવ્યાદિ કામનાવાળા નથી, એવા જે પુરૂષ છે તે સદ્ગુરૂ પદને યોગ્ય છે, અર્થાત સદ્ગુરૂના એ સંક્ષેપમાં લક્ષણો છે. જો સરૂના ઉપદેશ વિના જીવનું કલ્યાણ થતું હોય તો પછી શાસ્ત્રનો પરિચય કરવો નિરર્થક છે. એવી આશંકાનું સમાધાન કરે છે.
આત્માદિ અસ્તિત્વના.....ત્યાં આધાર સુપાત્ર”. ૧૩
અથવા સદ્દગુરૂએ કહ્યાં.....કરી મતાંતર ત્યાજ. ૧૪ સંક્ષેપ અર્થ:- આત્માનું અસ્તિત્વ નિરૂપણ કરનારાં, તેનું નિત્યપણું નિરૂપણ કરનારાં, તેને જે કારણથી બંધ વર્તે છે, તે નિરૂપણ કરનારાં, અને તે બંધની યથાર્થ નિવૃત્તિને નિરૂપણ કરનારાં એવાં જે સત્શાસ્ત્ર છે, તે જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરૂની પ્રાપ્તિ થઇ ન હોય ત્યારે સુપાત્ર જીવને વિચારવાને આધારભૂત છે. અથવા સદ્દગુરૂની પ્રાપ્તિ થયે તેમની આજ્ઞા જો અમુક શાસ્ત્ર અવગાહવા માટે થાય તો તે શાસ્ત્ર મતાંતર છોડી દઇને વિચારવા યોગ્ય છે.
શાસ્ત્ર કરતાં પ્રત્યક્ષ સદ્ગુરૂના વચનનું અને પર્યુષાસનનું બળવાનપણું કહે છે.:- . ‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧
સંક્ષેપાર્થ:- પૂર્વે જે ઋષભાદિ જિન થયાં છે, તે તો વર્તમાનકાળમાં પરોક્ષ છે. તેથી તેમનાં વચન તો માત્ર શાસ્ત્રદ્વારા પ્રાપ્ત થાય છે. અને તે વચનનો આશય જીવ પોતાની કલ્પનાનુસાર સમજે છે, તેને શાસ્ત્ર રોકી શકતાં નથી. તેમજ શાસ્ત્રાદિથી જિનનું સ્વરૂપ પણ કલ્પિત જેવું પોતાને સમજાય છે. અથવા જિનના બાહ્યપણામાં જિનની માન્યતા થાય છે, અથવા પૂર્વાપર શાસ્ત્રની સંધિ નહીં સમજાવાથી એકાંતદષ્ટિ થાય છે. એજ વિશેષ શાસ્ત્રનું અવગાહન થાય તો પ્રાયે ઉન્મત્તતાદિ થાય છે. તે પણ શાસ્ત્ર રોકી શક્તાં નથી. તે તો પ્રત્યક્ષ સગુરૂ હોય તે રોકી શકે અને જિનનું તથા આત્માનું યથાર્થ સ્વરૂપ પણ તે સમજાવી શકે અને શુધ્ધાત્મપદને વિશે સ્થિતિ પણ કરાવે. માટે પરોક્ષ એવા જે જિન તે કરતાં પણ પ્રત્યક્ષ સરૂનો ઉપકાર મોટો છે..પરોક્ષ જિનનો ઉપકાર સદ્દગુરૂ સમાન નહીં. પૂર્વે જિન પ્રત્યક્ષ મલ્યા ત્યાં પણ પરોક્ષ જિનની આસ્થા રાખી તેથી આ જીવને ઉપકાર થયો નહીં. તેમજ વર્તમાનમાં તેમના પરોક્ષપણામાં પ્રત્યક્ષ સગુરૂની ઉપેક્ષા કરી પરોક્ષ જિનને ગ્રહવા જઇશ. તો હે જીવ!તને ઉપકાર નહીં થાય. જેમ પ્રત્યક્ષ સરોવરનું જળ છોડી દઇ કોઇ ઠેકાણે પૂર્વે સાગર હતો તેનું વર્ણન
૬૫.
Page #113
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની GSSSSS
જે કર્યા કરે તે જેમ તૃષાતુર રહે તેમ જે પ્રત્યક્ષ સદ્ગુરૂને યોગે પરોક્ષ જિન પ્રત્યે આગ્રહ કરે તે આત્મબ્રાંતિ યુક્ત રહે. પરોક્ષ જિનનો આગ્રહ કરવામાં જીવને પોતાનું માન મોડવું પડતું નથી, અને પોતાની પૂજ્યતા રહે છે. અને પ્રત્યક્ષ સદ્ગુરૂની આજ્ઞાએ વર્તવામાં જીવને પોતાનું માન મોડવું પડે છે. અને પૂજા સત્કારાદિ ગાળવા પડે છે. એ આદિ જીવને ન્યૂનતા થાય છે. તે સહન નહીં થવાથી પણ જીવ પરોક્ષ જિનને ગ્રહે છે.
આ ઠેકાણે જિનનું ચૂનપણું કહેવાનો હેતુ નથી, પણ પ્રત્યક્ષ ઉપકારીને છોડી જે પરોક્ષને ગાય છે એવા અનધિકારી જીવને તેની ભૂલ દર્શાવવાનો હેતુ છે. આ ને આ ભૂલે જીવ પ્રત્યક્ષ આત્માર્થ ચૂકે છે. જેથી એમ કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગરૂ જેવા પરોક્ષ જિન પણ ઉપકારી નથી, અને એવો લક્ષ કર્યા વિના જીવને આત્મવિચાર ઊગે નહીં. કેમકે પોતાને વિષે પ્રત્યક્ષ સરૂને નહીં આરાધવારૂપ માન વર્તે છે અને તેજ આત્માર્થને રોકનાર છે.
- “ષષ્ટિશતક”- માં ગુરૂને શિષ્ય પૂછયું કે હે ભગવન્! તીર્થકર જેવો બીજો કોઇ પણ ઉપકારી હશે? ત્યારે ગુરૂએ ઉત્તર આપ્યો કે સદ્ગુરૂ કહે છે - દશવૈકાલિક સૂત્રમાં એમ કહ્યું છે કે કોઇ પણ સદ્ગુરૂના ઉપદેશથી કોઇ મુમુક્ષુ કેવળજ્ઞાન પામે અને સદ્ગુરૂ તથારૂપ કર્મયોગથી છદમસ્થપણે હોય તો પણ તે કેવળી સરૂનો વિનય - વંદનાદિ કરે. કેમકે તેના પ્રત્યે તે સદ્ગુરૂનો મહત્ ઉપકાર છે. જે કેવળી ભગવાન તીર્થંકરને વંદન ન કરે અથવા બીજા કેવળીને વંદન ન કરે તે કેવળી પણ છમસ્થ એવા પણ ઉપકારના કરવાવાળા એવા પોતાના સરૂનો વિનય કરે, નમસ્કારાદિ કરે.
એ પ્રકારે જિને પોતે જ ઉપદેશ્ય છે. ઠામ ઠામ જિનાગમમાં આ ઉપદેશ કહ્યો છે. પણ તથારૂપ સરૂના અભાવવતુપણાથી તથા પોતાની કલ્પનાએ વર્તનારા ઉપદેશકોથી મૂળ વિનયમાર્ગ અને આત્માર્થની રીતિ લુપ્ત થઇ છે. ત્યાં બાળ મુમુક્ષુને તે જાણવાનો વખત ક્યાંથી આવે? તેવો મૂળ વિનય માર્ગાદિ લોપાવાનું પ્રત્યક્ષ ફળ દેખાય છે. પ્રાયે આત્મજ્ઞાન લોપ થયું છે. વર્તમાન જીવોના ઉપકારને અર્થે આ વિનય માર્ગ વિસ્તારથી સમજાવવા યોગ્ય છે. તથાપિ અત્રે તો તેનો સંક્ષેપ પ્રસંગ લેવો યોગ્ય ભાસે છે.
દશમા દુહામાં જે કહ્યું છે તે જિનનું ન્યૂનપણું દર્શાવવા કહ્યું નથી. પણ જીવને યથાતથ્ય વિનયમાર્ગ સમજાવા કહ્યું છે, એમ જીવને લક્ષ રહેવા અને સદ્ગુરૂના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ પણ સમજાતું નથી એમ લક્ષ થવા જણાવે છે.
સદગુરૂના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ”.....ગાથા.૧૨ આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ,
છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” શ્રી સદ્દગુરૂએ છ પદ કહ્યાં ત્યાં શિષ્યને શંકા થાય છે કે -
નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ !
બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ” સંક્ષેપ અર્થ:- જીવ જોવામાં આવતો નથી, તેનું કંઈ પણ સ્વરૂપ જણાતું નથી, સ્પર્શાદિથી પણ જીવ હોવાનો અનુભવ થતો નથી તેથી જીવ નથી એમ હે પ્રભુ, ભાસ્યા કરે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
S SSS સત્સંગ-સંજીવની ) SSA ()
સદ્ગ૩ ઉત્તર :- જે ચક્ષ આદિ દષ્ટિનો પણ દૃષ્ટા છે અથવા તેને પ્રકાશનાર છે અને સર્વ દૃશ્ય પદાર્થોને બાધ કરતાં કરતાં જે કોઇ પ્રકારે બાધ ન કરી શકાય એવો અનુભવ બાકી રહે છે. તે જીવનું સ્વરૂપ છે. માટે જીવ છે એમ હે શિષ્ય! તું જાણ.
બીજો પ્રશ્ન :- “હો સ્વરૂપ તે જીવનું, પણ એ નહીં અવિનાશઃ આપે કહ્યું તે કદાપિ જીવનું સ્વરૂપ હો તો ભલે હો પણ તે સ્વરૂપ અવિનાશ, ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી. દેહના જન્મ સાથે તે જન્મે છે અને | દેહના વિયોગે તે નાશ પામે છે એવું તે જીવનું સ્વરૂપ ભાસે છે.
ઉત્તર :- જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દૃશ્ય એટલે આત્મા તેને જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઇ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે.
શિષ્ય શંકાઃ- કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ,.......” ઉત્તર :- હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ, પ્રહાય તે નિજરૂપ નહીં, કર્મ અનાદિ ભર્મ.
નિજસ્વરૂપના ભાનમાં, કર્તા નિજસ્વભાવ; વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. પાંચમું પદ શંકા :- હે ભગવાનું! કર્મનો કર્તા અને કર્મનો ભોક્તા જીવ હો એવી પ્રતીતિ કર્યાથી પણ તેનો મોક્ષ થાય છે, એવી આશંકા જતી નથી, અને તે મોક્ષ થવો સંભવતો નથી. કેમકે અનંત કાળ વીત્યો પણ હજા સુધી તે દોષ એટલે કર્મનું કર્તાપણું વર્તે છે તેથી એમ સમજાય છે કે તેથી મોક્ષ થતો નહીં હોય.
- ઉત્તર :- હે શિષ્ય! જેમ શુભાશુભ કર્મ થવાનાં અને ભોગવવાના તે પ્રમાણે કરીને સફળ જાણ્યા તેમ તે કર્મ નહીં કરવાથી અને પૂર્વે નિબંધન થયેલાં હોય તે ભોગવ્યેથી તે કર્મોની નિવૃત્તિ થવી જ જોઈએ, એમ તું તે કાર્યને પણ સફળ સમજીને તે વિચારવાન ! મોક્ષની પ્રતીતિ કર. - છઠ્ઠ પ્રશ્ન :- હે ભગવન્ ! કદાપિ મોક્ષપદ છે એવી પ્રતીતિ થાય પણ તેનો અવિરોધ ઉપાય એટલે જેથી તે પદમાં અવશ્ય સ્થિતિ થાય તેવો કોઇ ઉપાય સંભવતો નથી. કેમકે અનંતકાળનાં કર્યો છે. અને મનુષ્યાદિ આયુષ્ય અલ્પ છે, વળી ઘણા વ્યવસાયમાં સ્થિતિ છે, તેથી એવું કોઈ સાધન મને દેખાતું નથી કે જેથી કરીને એવી પ્રતીતિ થાય કે અનંતકાળના કર્મો છેદયાં જશે.
કદાપિ કોઈ સાધન છે એમ માનીએ તો તે પણ સમજાવું બને તેમ જણાતું નથી. કેમકે મત અને દર્શન ઘણા છે. અને તે અનેક પ્રકારે મોક્ષમાર્ગ કહે છે અને સહુ પોત પોતાને સાચા કહે છે, અને એકબીજાથી વિવાદ કરે છે. તેથી એમાંથી કયો મત, કયું દર્શન સાચું જાણવું એ વિવેક બને એવું દેખાતું નથી. કેમકે શાસ્ત્રો ઘણા, તર્કનું અસ્થિરપણું, અલ્પ આયુષ્ય, વિધિ નિષેધ અપાર તેથી મોક્ષ સાધન હોય તો પણ સમજાય તેવો દેખાતો નથી.
આત્મબ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરૂ વૈદ્ય સુજાણ;
ગુરૂ આશા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.” સંક્ષેપાર્થઃ- પોતાનું સ્વરૂપ શું છે એ જાણવામાં નથી અને દેહાદિને વિષે પોતાપણાની માન્યતા છે, એ ભ્રાંતિ જેવો બીજો કોઈ રોગ નથી, જેણે તે સ્વરૂપ યથાતથ્ય જાણ્યું છે, તથારૂપ સ્વભાવમાં વર્તે છે એવા સાચા ગુરૂ તે સમાન તે ભ્રાંતિરૂપ રોગનું ઔષધ કરવાને કોઇ ડાહ્યા વૈદ્ય નથી, અને તેવા સદ્ગુરૂની આજ્ઞાનું ત્રણે
૬૭
Page #115
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
યોગથી એક લક્ષ કરીને આરાધવા જેવું એક્કેય પથ્ય નથી, તથા સદ્ગુરૂ વચનનો વિચાર અને નિદિધ્યાસન કરવું તે જેવું એક્કે ઔષધ નથી.
Jake fo
1933 સ્થિત
પૂજ્ય શ્રી અંબાલાલભાઇએ લખેલ અર્થ
સ્વકલ્પિત સાધનની નિષ્ફળતા :YOU F
-
બીજાં સાધન બહુ કર્યા કરી કલ્પના આપ, અથવા અસદ્ગુરૂ થકી, ઊલટો વધ્યો ઉતાપ.......
THIS
pes
સંક્ષેપ અર્થ :- જપ, તપ, શાસ્ત્ર અધ્યયનાદિ એવા બીજાં સાધન પોતાની કલ્પનાએ કરીને ઘણાં કર્યા. અથવા અસદ્ગુરૂના દેખાડેલ માર્ગે ઘણાં સાધન કર્યા પણ તેથી તો શંકા, વિષય - કષાયાદિનું ઉન્મત્તપણું એ આદિ વધ્યાં અર્થાત્ આત્મા શાંતિને પામ્યો નહીં.
સદ્ગુરૂ
પ્રાપ્તિ
પૂર્વ પુણ્યના ઉદયથી, મલ્યો સદ્ગુરૂ યોગ, વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદયગત શો...
નિશ્ચય એથી આવીયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આ.........૩
D's p
PR
સંક્ષેપ અર્થ :- પૂર્વ જન્મે કરેલા એવા પુણ્યના ઉદયથી સદ્ગુરૂનો યોગ મળ્યો ને સદ્ગુરૂના વચનરૂપી અમૃત કાનમાં પડતાં અંતઃકરણ શોકથી રહિત થયું. અર્થાત્ નિત્ય વધતો જતો ઉદ્વેગ અત્રે ક્ષોભ પામ્યો અને શાંત થયો.
જ્યાં જ્યાં પૂર્વે સમાગમ કર્યો હતો ત્યાં ત્યાં ઉતાપની વૃધ્ધિ થઇ હતી અને અત્રે તે ઉતાપ ક્ષોભ પામ્યો. તેથી આત્મામાં એમ નિશ્ચય આવ્યો કે અહીંથી સર્વ ઉતાપ ક્ષય થવાનો વખત આવશે. આત્માએ સાક્ષી પૂરી છે. એવા એ નિશ્ચયને અનુસરીને મેં તે પરમપુરૂષનો નિત્ય પ્રત્યે સત્સંગ કર્યો. કેવી રીતે કર્યો? કે પોતાપણું છોડી દઇ તેમનાં ચરણકમળ પ્રત્યે અખંડ વૃત્તિ કરીને તે સત્સંગ કર્યો. }}b5
09/1
Jewelleafs foe & Lewis Find luff
રવિ 8500px
hulક
وضوع
565
B
૬૮
3 tips f
05/0IP); Vipul 198
1 Gur ph
HAP
THE
SHET UNES • E5
155 18.63 +
FIRE
IPIS PIC & he ispiOPS PESH & PHI PEF e pistols fella fot Blis
.1073595 peon કે gilo His
Page #116
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની SHG
પૂ. શ્રી અંબાલાલભાઇ રચિત ભક્તિ-કાવ્યો
જન્મોત્સવ પદ - ૧ સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વવાણીયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો, માનસર જ્યમ હંસલો, તસ રત્નકુક્ષી દેવમાતા, દેવસૂત પ્રસવ્યો ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૧ જસ જનક રવજીભાઈ કુલ નભ, દિવ્યમણિરૂપ ધારતા, મિથ્યાંધકાર મટાડવા શુભ જ્ઞાન કિરણ પ્રસારતા, વળી ભવિક જન પ્રતિબોધવા, અવતાર અવનિમાં ધર્યો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૨ તસ જન્મ ચંદ્ર ભક્તિ યુગ્મ વેદે કાર્તિકી પૂનમે, જન્મ્યા જગતમાં દેવ તેથી દેવ દિવાળી ગમે, તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૩ ચાવાદ શૈલી સકલ જાણી ઓળખાવે ઓરને, નિજ ધર્મથી નવી સમય ચૂકે કાઢી મૂકે ચોરને, વળી સ્વ-પરનું જ સ્વરૂપ જાણે જ્ઞાનનો સાગર ભર્યો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૪ નહિ રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મમૂર્તિ દેહધારી વેષમાં, કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્ય માનું આ ખરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૫ હે પતિત પાવન ! પતિત છું આ દાસને ઉધ્ધારજે, કુમતાંધકાર નિવારી ભવોભવ ઉદધિ પાર ઉતારજે, તુજ કરકમળથી જય પતાકા જૈનની જગ વિસ્તરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૬ ઉપશમ રંગ તરંગ ભરીયો જ્ઞાન દરિયો ગુરુ મલ્યો, પણ અશુભ યોગે કર્મ રોગે શુદ્ધ હીરો નવી કળ્યો, (પાઠાંતર) પુણ્યાનુબંધિ પુણ્ય યોગે, શુધ્ધ હીરો મેં કળ્યો, ખીર નીરની પરે ભિન્ન કીધો, રાગ દ્વેષ કર્યો પરો, પ્રભુ તુલ્ય મહાશય તત્ત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. ૭ કી
૬૯
Page #117
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
ગુરુવંદના ભક્તિકાવ્ય - ૨
01
જય જગત ત્રાતા, જગત ભ્રાતા, જન્મહર જગદીશ્વરા, સુખ સર્વ કારણ, ધર્મ ધારણ, ધીર વીર મહેશ્વરા, અતિ કર્મ કંદન, ચિત્ત ચંદન, ચરણ કમળે ચિત્ત ધરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરૂને વંદના વિધિએ કરૂં. ૧ આનંદ સાગર-ચંદ્ર, નાગર-વૃંદ શ્રી સુખ કંદ છો, ભવ ફંદ હારક, છંદ ધારક, સર્વ સદ્ગુણ ચંદ્ર છો, સુખકાર છો, ભવપાર નહીં કંઇ સાર, ચિત્તમાં હું ધરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૨ વિકરાળ આ કળિકાળ કેરી, ફાળથી ભય પામતો, ગુરુ ચરણ કેરા શરણ આવ્યો, ચિત્તમાં વિશ્રામ તો, ગુરુ પૂરણ પ્રેમી કરધરે શીર, એમ આશા આચરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૩ કરી કોપ ચાર કષાય બાંધે, બંધ આશા પાશનો, અતિ માર મારે માર તેમાં, કામની અભિલાષનો, છો નિર્વિકારી પાસ રાખો, ભક્તિ હું દિલમાં ધરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૪ નિજધામ ચંચળ, વિત્ત ચંચળ, ચિત્ત ચંચળ સર્વથી, હિત મિત્રને સુકલત્ર ચંચળ, જાય મુખથી કથી, સ્થિર એક સદ્ગુરુદેવ છો, એ ટેક અંતર આદરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. પ
ભવ મંડપે કરી પ્રીત, માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિદ્રા, મોહની અતિ આચરી, જાગૃત કરી ગુરુ રાજચંદ્રે, બોધદાન કર્યું શરૂ, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૬
જયકાર શ્રી ગુરુદેવનો, જન જગત માંહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો, ગુરુ ધર્મધારક, કર્મ વારક, ધ્યાનમાં નિત્યે ધરૂં, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરૂં. ૭
મિશન આશ્રય ભાવના - ૩
દયાળુ દીનાનાથ અજ્ઞાન હારી, ખરા ચિત્તથી ધ્યાન માંહી વિહારી, ઘણા શિષ્યના આપ સંતાપ હારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૧
૭૦
Page #118
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
કર્યો ક્રોધ તો ક્રોધને મારવાને, ધર્યો લોભ તો ધ્યાનને ધારવાને, મહા મોહહારી નિજાનંદધારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૨ સદા નિર્વિકારી મહા બ્રહ્મચારી, ન પ્હોંચે સ્તુતિમાં મતિ કાંઇ મારી, નિરાધાર આ બાળ માટે વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૩ કદી નાથ સામું ન જોશો અમારા, તથાપિ અમે છીએ સદાયે તમારા, હવે આપ ઓ બાપ ! તારો વિચારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૪ ક્ષમા, ધૈર્ય, ઔદાર્યના જન્મ સિન્ધુ ! સદા લોકથી દીનના આપ બંધુ, ન શક્તિ કશા કામ માંહિ અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૫ ગુણી જ્ઞાનવંતા વિવેકી વિચારો, મને આશરો એક ભાવે તમારો, દયાળુ હવે પ્રાર્થના લ્યો અમારી, ગુરુ રાજચંદ્ર ગ્રહો બાંહ્ય મારી. ૬
ગુણાનુવાદ નમસ્કાર ભક્તિ - ૪ ભુયંગ પ્રયાત છંદ
પ્રકાશ સ્વરૂપ, હ્રદે બ્રહ્મજ્ઞાનં, સદાચાર યેહી, નિરાકાર ધ્યાનં; નિરીહં નિજાનંદ-રાજાનૌ જાગાદ, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૧ અછેદ અભેદ, અનંત અપાર, અગાધ અબાધં, નિરાધાર સારું; અજીત અભીત, ગહે હૈં સમાધે, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૨ હતે કામ ક્રોધ, તજે કાલ જાલં, ભગે લોભ મોહં, ગયે સર્વ સાલું; નહીં છંદ કોઉ, ડરે હૈ યમાદ, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૩ ગુણાતીત દેહાદિ-ઈદી જહાલં, કીયે સર્વ સંહાર વૈરી તહાલું; મહાશૂરવીરં, નહીં કો વિષાદ, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૪ મનો કાય વાચું, તજે ૐ વિકાર, ઉદ્દે ભાન હોતું, ગયો અંધકાર; અયોની અનાયાસ પાવે અનાદે, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૫ ક્ષમાવંત ભારી દયાવંત એસે, પ્રમાણીક આગે ભયે સંત જૈસે; ગહ્યો સત્ય સોઈ, લહ્યો પંથ આદું, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૬ કીયે આપ આપે બડે તત્વજ્ઞાની, બડી મૌજ પાઈ, નહીં પક્ષપાતી; બડી બુદ્ધિ જાકી, તજ્યો હૈ વિવાદ, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર. ૭ પઢે યા હિ નિત્ય, ભુયંગ પ્રયાતં, લહૈ જ્ઞાન સોઈ, મિલૈ બ્રહ્મ તાતં; મનોકામના સિદ્ધ પાવૈં પ્રસાદું, નમો રાજ્યચંદ્ર નમો રાજ્યચંદ્ર, ૮
૭૧
Page #119
--------------------------------------------------------------------------
________________
R RAS
સત્સંગ-સંજીવની NR NR GREY)
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે મુમુક્ષુભાઇના પત્રો
પૂ. શ્રી લઘુરાજસ્વામિનો પત્ર
પત્ર-૬૨
ખેડા - અષાડ વદ ૧૩, સોમ, ૧૯૫૩ પ્રગટ, સાચા સદ્ગુરુ સહજાત્મસ્વરૂપ ચરણાય નમો નમઃ
સદા આનંદી, સર્વજ્ઞાની, સર્વધ્યાની, સહજ સ્વરૂપી, સહજાનંદી, સ્વસ્વરૂપ વિલાસી, સત્-ચિત્ - આનંદ, સર્વોપરી સદ્ગુરુ સહજાત્મસ્વરૂપની સેવામાં -
પામર અલ્પમતિ બાળ દુષ્ટ દાસીના પુનઃ પુનઃ નમસ્કાર.
હે નાથ ! આપની પવિત્ર સેવામાંથી અપૂર્વ વાણી ધારાનું એક પત્ર આવ્યું. (વ. ૭૮૮) આપ મહાત્મા પ્રભુને ત્રિકરણ યોગે નમસ્કાર હો, નમસ્કાર હો.
જનકવિદેહી જેમ સહજભાવે સ્વધર્મમાં નિશ્ચલપણે રહ્યા છે તેમના ચરણકમળની સેવા, ભક્તિ, સમીપમાં આ દાસનું અહોરાત્રિ વસવું, એ ઇચ્છાએ વર્તતો આ અતૃપ્ત આત્મા તે પૂર્ણ દર્શનનો લાભ થયે અતિ આનંદિત થશે, થઇશ.
હે કૃપાળુનાથ, નમિરાજ ઋષિની દશા જોઇ, અદ્ભુત ભાવ જોઇ, ઇદ્ર ગુણસ્તવન કરી, નમસ્કાર કરી પોતાના સ્થાને ગયો.
| હે નાથ, તે તો ઋષિપણામાં દીઠા; પણ હે કૃપાળુ નાથ, જે ઉદય વર્યા છતાં તેથી અન્ય દશા, ઋષિપણાના ભાવને પામ્યા છે ને અત્યંત અદ્ભુત વેપારી ઋષિપણાથી વધતા પ્રભુને પુનઃ પુન: નમસ્કાર હો. દીનદાસ પામર લલ્લના નમસ્કાર. પૂ. શ્રી સૌભાગ્યભાઇનો પત્ર
પત્ર-૬૩
શ્રાવણ વદ ૭, ગુરૂ, ૧૯૫૦ સ્વસ્તાન શ્રી મુંબાઇ બંદર મહાશુભસ્થાને
સર્વ શુભોપમાલાયક બિરાજમાન પ્રેમ પેજ તરણતારણ બોધસ્વરૂપ પરમાત્માદેવ સાહેબજી શ્રી રાયચંદભાઇ વિ. રવજીભાઇ.
સાયલેથી લિ. આજ્ઞાંકિત સેવક સોભાગના પ્રણામ વાંચશો. - આપનો કૃપાપાત્ર હાલમાં નથી તો લખશો. લીંમડીથી એક કાગળ મંગળવારે લખ્યો હતો. તે પોતો હશે ? તેનો જવાબ આવે જાણીશ. હું ગઇકાલે અહિં આવ્યો છું. ખુશીમાં છું. પણ મનના ધારેલા વિચારથી જે કામ કરવું ધારીએ તેમાં કેટલાંક કામ ધાર્યા પ્રમાણે બને નહીં. એટલે ખેદ આવી જાય કે આંવું નિબીડ કર્મ શું ઉદય
૭૨.
Page #120
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી લઘુરાજસ્વામિ પરમકૃપાળુદેવના વચનામૃતનો પ્રચાર અને પ્રસાર કરનાર અધ્યાત્મ યોગી અને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-અગાસના આદ્યપ્રણેતા
Page #121
--------------------------------------------------------------------------
Page #122
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની SROSSIP
આવ્યું છે. જે સમાધિ રાખવાનો જોગ આવતો જ નથી. અને હજુ કેટલાક દિવસનો ભોગવટો છે. જો આમ ને આમ જો છેવટ મરણ આવશે ત્યાં સુધી રહેશે, તો જેવી આત્માને સમાધિ રહેવી જોઇએ તેવી કેમ રહેશે ? એમ પણ વિચાર થાય છે. અને તે બાબત પરથમ પણ આપને લખેલ છે. તેનો ખુલાસો છેવટનો મળ્યો નથી. જો લખવા ઘટારત હોય તો લખશો. કેટલાક વખતે લીંમડીમાં બે વિચાર ધાર્યા પરમાણે આ ફેરા ઉતર્યા એટલો જોગ કાંઇ સુધર્યો હોય તેમ જણાય છે. તે
૧. દુકાનની તકરાર વિષે ઘરમેળે સમાધાન થયું. - ૨. પાંચ વર્ષ થયાં ઠાકોર સાહેબની ખાનગી મુલાકાત કરી જ્ઞાન વિષે વાત કરવાનો વિચાર હતો તે ધાર્યા પ્રમાણે એકાંત મળી અને ઇચ્છા પરમાણે વાતચીત થઇ છે. તેમણે એક વરતીથી (વૃત્તિથી) સાંભળીને મનમાં વિચાર કર્યો છે ને તે ઉપરથી તેમની પોતાની ખુશી મને વરતાણી છે. આટલું કામ ધાર્યા પરમાણે આ ફેરા ઉતર્યું બાકી તો જેમ છે તેમ ચાલ્યું આવે છે.
આપ સર્વે વાતમાં જાણ છો. સંસારમાં પૂર્વના યોગ વિના બધી તરફથી સમાધિ ક્યાંથી હોય. ભગવત ઇચ્છા હશે તેમ બનશે. આપ ખુશી રાખશો. હું પણ આત્મભાવે ખુશી છું.'
- આ દુનિયામાં અનેક શાસ્તર છે. અનેક મત છે. શાસ્ત્રની વાતમાં કેટલીક વાત અનુભવ પ્રમાણથી સિદ્ધ થાય તેવી નથી. અનેક જાતની જુક્તિથી વાત કરેલ તેથી વિશ્વાસ રાખીએ તો જ્ઞાની પુરુષ જૂઠું બોલે નહીં અને પોતાની તેવી બુદ્ધિ નહીં કે તેમણે જે અભિપ્રાયે કહ્યું હોય તે સમજી શકાય. તેથી શાસ્ત્ર ઉપર ઉદાસી આવી એક જે થોડી વાત જ્ઞાન વિષેની પકડી “મૌનપણું” રાખવા ઇચ્છા રહ્યા કરે છે ને જો તેમ વિચાર ન કરીએ તો પાર આવે તેવું નથી. હવે સત્સંગમાં રહેવા ઇચ્છા ઘણી થાય છે. પણ તે જોગ મેળવવાના સાધન કરતાં છતાં હજુ સાધન ફળીભૂત થતું નથી. તો અંતરાય જણાય છે.
લીમડીવાળા કેશવલાલ, મગનલાલ, મનસુખ, છગનલાલ, વિ. ને આપ ઉપર પ્રતિભાવ સારો છે ને સમાગમ ઇચ્છે છે. તેમજ ખંભાતનો કાગળ કાલે અંબાલાલનો આવ્યો હતો. તેમાં આપનો સમાગમ હવે જલદીથી થાય તેવો ઉપાય કરવા વિષે લખે છે. આપનો કોઇ પત્ર જ્ઞાન વિષેની વાર્તાનો મારા ઉપર વિગતથી આગળની પેઠે આવે તો તે પત્ર ઠાકોર સાહેબને વંચાવવા જેવા મને જણાય તો ખીમચંદભાઇએ કીધું છે કે મને બીડજો એટલે તેમને વંચાવીશ.
ઠાકોર સાહેબને બોધની પ્રાપ્તિ થાય તેવા તેમનામાં લક્ષણો છે. અને જો બોધ પામે તો પરમાર્થની વિશેષ વૃદ્ધિ થાય એમ મનમાં રહે છે. જેમ બને તેમ જલ્દી તેમને બોધ કરવા ઇચ્છા રાખો એમ મારા વિચારમાં રહે છે. પછી આપની મરજી. એ જ વિનંતી.
કાગળ એક કેશવલાલનો બીડ્યો છે તે તેને આપશોજી. લિ. સોભાગ પૂ. શ્રી કીલાભાઇનો પત્ર
પત્ર-૬૪
ભાદરવા વદ ૯, ૧૯૫૪ શ્રી સહજાત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વામી, શ્રીમદ્ શ્રી રાજચંદ્રદેવ શ્રી સદ્ગુરુદેવ નમઃ નમ:
૭૩
Page #123
--------------------------------------------------------------------------
________________
GSSSS) સંત્સગ-સંજીવની {SER
પરમઉપગારી, પરમહિતકારી, પરમદયાળ, ક્ષમાસિંધુ, ભૂલ્યાને મારગના બતાવનાર, ચાર ગતિના દુ:ખથી મુક્ત કરનાર, યુગપ્રધાન, પરમ વૈદ્ય, અનંતજ્ઞાની, અનંત સુખી, અનંત આનંદી, સંસાર સમુદ્રથી તારનાર, તરણતારણ, ધર્મદેવ, કરૂણાસિંધુ, પરમસુખ પ્રગટ કરનાર, શુદ્ધ ચૈતન્યપણું પ્રગટ કરનાર, પરમ વીતરાગ, દેવાધિદેવ, અનંતગુણી, પરમ પુરુષ શ્રીમદ્ શ્રી શ્રી શ્રી શ્રી સદ્ગુરુદેવને સમયે સમયે નમસ્કાર હો.
લિ. બાળ અજ્ઞાની, પામર મૂઢ આત્મા અધમાધમ, અનંત દોષિત કીલાના વારંવાર નમસ્કાર પ્રાપ્ત થાય.
આ જીવે અત્યાર સુધીમાં મહાજ્ઞાની પુરુષની મને કરી, વચને કરી, કાયાએ કરી જે આશાતના કરી છે, જાણીને કે અજાણથી, જ્ઞાની પુરુષના બોધની આશાતના થઇ હોય, તેના દોષ બંધાયા હોય, તે ખોટું કરેલું નિષ્ફળ થવા ક્ષમા માંગું છું. તે મારા દોષને નિંદું છું. તે દોષે અવજ્ઞા, અશાતના, અભક્તિ કરી છે તે ક્ષમા ઇચ્છું . વારંવાર દંડવત્ નમસ્કાર કરી ભૂલની માફી માગું છું. હવે પછી કોઇ સંગ પ્રસંગે નહીં ભૂલ કરું એમ નિશ્ચય કરું . તે નિશ્ચય અખંડ રહો.
હે નાથ ! આપના ચરણમાં સદા નિવાસ રહેવા, સંતના સ્વરૂપનો અખંડ નિશ્ચય રહો. એ વિચાર હવેથી દઢ કરૂં છું.
હે પ્રભુ, પરમ ઉપગારી આપ કરૂણાસિંધુનો અનંત ઉપકાર છે. તે તુચ્છ બુદ્ધિ પામર જીવ લખવા કે વિચારવા સમર્થ નથી, તો હે નાથ ! બદલો આપવા સમર્થ ક્યાંથી હોય. હે નાથ, આ બાળ માર્યો ગયો હતો, હજુ માર્યો ગયો છે પણ દયાળુ પ્રભુ, અનંત દયા કરી આ બાળને બહુ ઉપકાર કર્યો છે. મિથ્યા આગ્રહાદિ નાના પ્રકારના જગતના લૌકીક મરણમાં જે મોહાદિ સંકલ્પ-વિકલ્પ, તે હે બાપ ! આપના બોધનો સહજ અંશ ધારવાથી ઉપકાર થયો છે. પણ જો વિશેષ બોધ શ્રવણ કરી, ધારી, આજ્ઞાનું આરાધન થાય તો અવશ્ય કલ્યાણ થાય. દુઃખથી મુક્ત થાય. પણ પામર અભાગિયાને હજુ બહુ જ પોતાપણું સ્ત્રી, કુટુંબ, ધન આદિમાં કરીને તેથી જીવની દશા સુધરતી નથી એમ વિચારમાં આવે છે. હે નાથ, આ ચપળ પામરને સંત સમાગમમાં બધી આસક્તિ મૂકી ચરણમાં પડવાને ક્યારે અવકાશ આવે ? સાહેબના આશ્રયે કલ્યાણ થશે. પરમ દેવ શ્રીયુત પ્રભુનો જો આશ્રય ન હોત તો આ પામરનો અનંત જન્મ-મરણ કરતાં નિવડો આવવા સંભવ નહોતો. અનંત દુ:ખ ભોગવતાં બહુ પશ્ચાત્તાપ થાત પણ હવે હે નાથ ! ચરણમાં સદા કાળ રહેવા નિશ્ચય થાય એજ કૃપાળુની કૃપાદષ્ટિ હો. મારા વિચાર દઢ રહો.
પરમકૃપાળુ નાથશ્રી પ્રભુના દર્શન અર્થે આપના ચરણકમળમાં આવવા મને તથા તેને (જલુબા) વિચાર થાય છે. અત્રે (વસોથી) આવ્યા પછી બહુ પશ્ચાત્તાપ થાય છે કે ન આવ્યા હોત તો ઠીક, પણ મૂઢને અપૂર્વ જોગ મૂકી-જાણી જોઇને માયાની પ્રવૃત્તિમાં પડ્યો છે. બહુ ભૂલ્યો. બહુ ચૂક્યો. હે પ્રભુ, મારા પ્રત્યે અનંતકૃપા કે બે દિવસને આંતરે દર્શનનો લાભ સ્વપ્રામાં પણ થયા જાય છે. તેથી કાંઇક શાંતિ રહે છે. કરૂણાસાગર છો. શું લખું ? હે પ્રભુ, કંઇ ઉપર લખાણું તે લૌકીક રીતિએ લખ્યું છે પણ હે દેવ, વારંવાર ક્ષમાપના ઇચ્છું છું.
દ: બાળ અજ્ઞાની પામરના ત્રણે કાળ, સમયે સમયે મહત્ સદ્ગુરુના ચરણમાં મૂકું છું. નમસ્કાર હો. નમસ્કાર હો.
ધન્ય છે પરમ કૃપાળુ જ્યાં વિચરે છે તે ભૂમિકાને, તે ગામને, તે કાળને ધન્ય છે, જે પુરુષો દર્શનનો લાભ પામ્યા છે તે અપૂર્વ બોધ સાંભળી પોતાના દોષને છોડી આત્માને નિર્મળ કરે છે, ભક્તિમાં, ચરણ સેવામાં જે ભાઇઓ રહ્યા છે તે સરવ ભાઇયુંને મારા નમસ્કાર. અલ્પજ્ઞ પામર કીલાના નમસ્કાર.
७४
Page #124
--------------------------------------------------------------------------
________________
SHARSHA સત્સંગ-સંજીવની SR SVS
ખંભાત
પોષ સુદ ૨, ભોમ, ૧૯૫૩ સહજાત્મસ્વરૂપને સમયે સમયે નમો નમ:
પરમકૃપાળુ દીન દયાળુ પરમહેતુ ભૂલ્યાને માર્ગ બતાવનાર, ભવસમુદ્રથી તારનાર, ચંદ્રની પેરે બોધથી શીતળતા કરનાર, સૂર્યની પેરે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરનાર, વીતરાગ, કર્મરૂપ વૈરીને જીત્યા છે, એવા અર્હત્ દેવ, પારસમણી સમાન છો, કલ્પવૃક્ષ સમાન છો, રત્ન ચિંતામણી સમાન છો. સફરી જહાજ સમાન છો. હે નાથ ! કૃપાળુનાથ અનંતગુણે કરી સહીત છો.
અલ્પજ્ઞ દીન બાળક હું પામર જીવ અનંત દોષનો ભરેલો કીલાના પુનઃ પુનઃ સમયે સમયે નમસ્કાર કરૂં છું, સેવા ઇચ્છું છું, પત્ર એક અંબાલાલભાઇ પ્રત્યેનો મળ્યો છે. અંબાલાલભાઇ રતલામ થઇ લસણ ગામે ગયેલ છે. દિન ૪ થયા ગયેલ છે. તે દિન ૧૨ થવા સંભવ છે એમ કહી ગયા છે. સુખલાલભાઇને ચિત્રપટ મોકલવા આજ્ઞા થવાથી એક બે દિવસમાં ટપાલ મારફતે મોકલીશું. સુખલાલભાઈનો પત્ર ૧ આજરોજ ચિત્રપટ મંગાવવા વિષેની મતલબનો મળ્યો છે. પવિત્ર ભાઇ અંબાલાલભાઇ આવ્યા પછી બધા પત્રો આપીશ. હાલ પત્રો ઉતારવાનું બંધ છે. | હે નાથ, આ પામર સ્વછંદીને, પ્રમાદી થઇ જવાથી સાવ ઉપયોગનો ભૂલાવો થઇ ગયો છે. મનની ઉપાધિ હે નાથ, બહુ જ થઇ ગઇ છે. કોઇ ઉપાયે મારું મન હાલ સ્થિરતા પામતું નથી. તે મારો જ દોષ છે. અનંત અનુકંપા કરી મેઘધારારૂપી બોધ દઇ શાંત કરવા બોધ ઘણોજ દીધો હતો, પણ આ પામર જીવે સંગ્રહ કર્યો નહીં. આત્મામાં અવધાર્યો નહીં, અને અંતરમાં પરિણમ્યો નહીં. તેથી સાવ બહિંમુખ દષ્ટિ થઇ ગઇ છે. હે પ્રભુ, હે સદ્ગુરુદેવ, તમારા ચરણમાં, સેવામાં રહે, તોજ સુધરે, આ ઉપાધિમાં તો આ પામર માર્યો જાય.
ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, આ ઉપાધિ અગ્નિમાં હે નાથ, શાંત છો. આપ શાંતિને પામી બીજાને શાંત કરો છો. ધન્ય છે, ધન્ય છે. સમયે સમયે ત્રણે કાળને વિષે નમસ્કાર કરી, સેવા ભક્તિ માગું છું. અલ્પજ્ઞ દાસ ભક્તિની ઇચ્છા રાખે છે, તે પાર પડે. જ્ઞાનીઓની કૃપા કૃપા હજો.
' હાલ સત્સંગમાં બધા ભાઇઓ અહીં આવે છે. પાટીદાર ભાઇઓ તથા બીજા સત્સંગીભાઇઓ આવે છે. મણિરત્નમાળા, યોગવાસિષ્ઠ વાંચવામાં આવે છે. વખતે બીજે પ્રસંગે બીજું વાંચવામાં આવે છે. હે નાથ, હું બહુ સ્વછંદી થઇ ગયો છું. મનમાં વિચારું છું પણ બહિંમુખતાને લીધે એમ થાય છે. વિચારું છું ને પાછું કેટલેક વખતે એમ થઇ જવાય છે. મનમાં કંઇક ખેદ થાય છે. પાછો અનાદિના ઢાળમાં તણાઇ જાઉં છું. હે નાથ, કોઇ પ્રકારે દીન ભક્તિમાં જોડાય એ ઇચ્છા પાર પડે. એ આશા-કલ્પના કરું . આ દુષ્ટ કીલાએ પિતાજીના આગળ ગાંડુઘેલું લખાણ કર્યું છે. તે નાથ, સમયે સમયે જાણી રહ્યા છો. હે સાક્ષાત્ પ્રગટ સૂર્ય ઉદય થયા છો તો આ બાળનો અંધકાર નાશ થશે. ચરણમાં પડાય એ ઇચ્છા મારી પાર પડે તો કલ્યાણ થશે. પૂ. શ્રી ખીમજીભાઈ દેવચંદનો પત્ર
પત્ર-૬૬ પરમ પૂજ્ય, શિરછત્ર, પરમ ઉપકારી, પરમાનંદી, અખંડ ત્રિયોગે ધ્યાન ધરવા યોગ્ય, ઉત્કૃષ્ટ હિતના
૭પ
Page #125
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
કરણહાર, પરમપ્રિય, પ્રાણથી અધિક વલ્લભ, પરમકૃપાળુ, પરમ દયાળ કવિરાજ રાયચંદ્રભાઇ વિ. રવજીભાઇ
મુંબઈ બંદરથી લિ. દાસનો દાસ દીન સેવક ખીમજી દેવચંદના પરમ ઉપકા૨ બુદ્ધિથી ઉલ્લાસતાથી ચરણ વંદન પુનઃ પુનઃ સ્વાકારશો. આપને કાર્ડ ૧, લખ્યો છે, આપના પત્રની રાહ જોઉં છું. કૃપા કરી સેવક ઉપર પત્ર દ્વારાએ પ્રેમભક્તિ ઉલ્લસિત થવા માર્ગ જણાવશો. હે નાથ ! આપનો છેલ્લો કાર્ડ આવ્યો જેમાં જીવને યોગ્યતા થવા બાબતની શીખ લખી. તેનું મનન કરતાં પરમ હિતસ્વી ખરેખર છે. સદા આપની કૃપાએ એ મનન રહ્યા કરો. અગર જે ઇશ્વરેચ્છાએ જે થતું હોય તે થાવ.
સદા સંતનો સમાગમ, સદ્ગુરુની સેવના એના અમૃત વચનથી ઉલ્લેસવું, હિતસ્વી પવનની છાયામાં
PS pa
રહેવું.
દીન શિષ્ય ચરણરજના પુનઃ પુનઃ પ્રણામ.
પૂ. શ્રી પોપટલાલ મહોકમચંદનો પત્ર
રવાને અમદાવાદ
પરમકૃપાળુ પરમપવિત્ર પરમાત્માને મારા સમયે સમયે નમસ્કાર હોજો.
લિ. આપના ચરણકમળની સેવાની ઇચ્છા રાખનાર પોપટ મહોકમ.
આપના દર્શનનો અભિલાષી પણ કોઇ અંતરાયના ઉદયથી આપનો સમાગમ દુર્લભ થયો છે. તેથી જ્યાં સુધી આપના સમાગમનો યોગ બને નહીં ત્યાં સુધી સેવકને શું વિચા૨ ક૨વો ઘટે છે ? તથા શું વાંચન કરવું ? અગર કેમ પ્રવર્તવું કે જેથી આ સંસારમાં બળી રહેલો તેને વિશ્રાંતિ મળે. માટે આપના વિચારમાં જે બેસે તે વાંચવા વિચારવા આજ્ઞા કરશોજી, એવી આ સેવક આશા રાખે છે. કારણ કે સ્વમતિ કલ્પનાએ કંઇક વાંચવામાં આવ્યું હશે પણ તેથી કંઇ વિકલ્પ સંકલ્પ ઓછા થતાં નથી. માટે આપ જો માથે ધણી હો તો પછી સેવકને કોઇ બીલકુલ ડર નથી. માટે કૃપા કરી જેમ શાંતિ થાય તેમ આપ ફરમાવશો એવી આશા રાખું છું.
પત્ર-૬૭
ચૈત્ર સુદ ૯, ગુરૂ, ૧૯૫૪
આપના આશ્રયની જરૂર છે માટે કિંકરને આશ્રય આપશો. આપની પાસે આવવાની ચાહના રાખું છું પણ હાલ લાચારીથી કાગળ લખવો પડ્યો છે, નહીં તો આપની પાસે આવવું મને ઉત્તમ હતું. પણ વ્યવહારિક પ્રસંગથી લાચાર છું. હાલ એ જ. કામ સેવા ઇચ્છું છું. કૃપા કરી પત્ર દર્શન ઇચ્છું છું.
પૂ. શ્રી ધારશીભાઇ કુશળચંદનો પત્ર
પરમ પૂજ્ય અધમોધારણ, દેવાધિદેવ રાજ્યચંદ્ર
વિ. રવજીભાઇના ચિરંજીવી દિન દિન પ્રત્યે અધિક હોજો....
૭૬
પત્ર-૬૮
દેવદિવાળી
વવાણીયા બંદર
Page #126
--------------------------------------------------------------------------
________________
પૂ.ભાઈ શ્રી પોપટલાલ મોડમચંદ, રાજનગઢ,
‘પૂ. ભાઈશ્રી' પૂ. શ્રી પોપટલાલ મહોકમચંદ
રાજનગર નિવૃત્તિક્ષેત્ર ‘વડવા’ના આદ્યપ્રણેતા અને અમારી સંસ્થાના હિતેચ્છુ, પરમ ઉપકારી અને માર્ગદર્શક
Page #127
--------------------------------------------------------------------------
Page #128
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
મંગળકારી એવો જે આજનો સમય જે દેવની દિવાળીનો છે. તેમાં પણ વિશેષ પોતાના પ્રાણાધાર ગુરૂદેવનો આજે જન્મ દિવસ હોવાથી અમોએ ભાવથી સેવાભક્તિ ક૨ી આજનો દિવસ આનંદ મંગળમાં વ્યતીત કર્યો છે. અને અમારી લાગણી હમેશાં આ પ્રમાણે રહે એવી પરમગુરૂ પરમાત્મા પ્રત્યે વિનંતી છે.
શ્રીમાન ગણાધિપતિ, દેવાધિદેવ, પરમકૃપાળુ, મહાન તેજસ્વી, મોહવિદારક, ધર્મધુરંધર, પરમ જાગૃત, અધમોધારક, પતિત પાવન, અડીંગ જીતેન્દ્રિય, સકળજ્ઞાયક, સહજાત્મસ્વરૂપ સ્વામી પરમ પૂજ્ય શ્રી ૧૦૦૮ શ્રી રાજ્યચંદ્રદેવ જયવંત વર્તો.
આ તીરછા રાજ્યલોકને વિષે ચંદ્રમાની પેરે શીતળકારીના આ બત્રીસમા વર્ષની આજે શરૂઆત થાય છે. તીછા લોકને વિષે આ પાંચમા આરામાં અનાવૃષ્ટિનો જે દુષમકાળ જે સમયે ધર્મ જાળવવો એ દૂધ૨માં દૂધર તે સમયને વિષે આપ પરમાત્મા ધોરીની માફક ધર્મનું વહન કરો છો. તેવા આપ પરમપૂજ્ય પરમાત્માને અનંતાનંત ધન્ય છે.
લોકને વિષે જે ઉત્તમ અને પૂજનિક એવા જે દેવ, તેમની જ્ઞાન પ્રકાશના સમૂહરૂપ જે દિવાળીનો દિવસ તેજ દિવસે આપ મહાન પરમાત્માનું પરમાર્થ કલ્યાણ માટે દેહ ધારણ કરવાનો જે જોગ થયો છે તે અતિશયનું કારણ છે. તે અતિશયે કરી આ બત્રીસમું વર્ષ નિર્નિઘ્ન જગતના હિતરૂપે પસાર થાઓ. વિનંતી.
આજ્ઞાંકિત દાસાનુદાસ બાળ ધારશી કુશળચંદના સાષ્ટાગ દંડવત્ શુદ્ધભાવથી સવિનય પ્રાપ્ત થાઓ. પૂ. શ્રી દેવકરણજી મહારાજના પત્રો
15 +
પ્રત્યક્ષ પ્રગટ શ્રી સદ્ગુરૂદેવને નમો નમઃ
પરમકૃપાળુદેવના ચરણકમળ પ્રત્યે વિનંતી પ્રાપ્ત થાઓઃ
પત્ર-૬૯
ભાદરવો, ૧૯૫૨
યથાવિધિ આજ્ઞાપૂર્વક અંબાલાલભાઇનો પત્ર મળ્યો. વરો કરતાં ભિખારીના વખતે ઘી ખૂટ્યું તે ભિખારીનો ભાગ્યોદય. જન્મીને જાળામાં નાખ્યા બરોબર મ કરજો. આટલો બધો કાળ પ્રતિબંધ જેવો આપે ગુજાર્યો. અને અમારા અંતરાય ! અમને આવા યોગે આવી વૃત્તિ થઇ. અકર્મીના પડીયા કાણા - એટલે નિર્જાગીના. તે કહેવત બરાબર છે. કાર્તિક પૂનમ પછી શું થશે તે મને કાંઇ ખબર નથી, તે આપ જાણો. અનંત દયા છતાં નિર્દય જેવા શું થાઓ છો. અપ્રતિબંધને વળી પ્રતિબંધ શ્યો ? આટલું તેમ તેટલું તમારો હજામ ખાય કેટલું ? અમારા જેવા પામર જીવો પર કરૂણા આણી થોડો પ્રતિબંધ વેઠશ્યો.
નિરાશ મ કરજો. ભાણે બેસાડી ગળું પકડી ઉઠાડી મ મૂકશો. આ દેહનો ધર્મ એકદમ સો ગાઉ ઉપર આવી ચરણમાં પડે તેવો નથી.
આ જીવે જ્ઞાનાવરણીય કર્મ ઘણાં બાંધ્યાં હશે ? કે આપ જ્ઞાનની મૂર્તિનાં દરશનનો અંતરાય પડવા જેવું કાગળથી માલમ પડે છે. કાગળમાં લખાણ આવ્યું જે ‘નિરાશ મ થાજો’, એટલી કંઇક આશાનું વળગણ છે. જ્ઞાનીકી ગતિ જ્ઞાની હી જાણે. પંક્તિમાં પીરસતાં ભાગ્યહીનને ભાણે ઘીઇ ખૂટે - તેમાં નવાઇ શું ?
સહી દા. - અલ્પજ્ઞ દેવકરણજીના નમસ્કાર પ્રાપ્ત થાઓ.
99
Page #129
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પત્ર-૭૦
સંવત ૧૯૫૨
પૂજ્ય રાજ્યચંદ્ર દેવ પ્રત્યે પુનઃ પુનઃ નમસ્કાર.
હું અત્રે ઉત્તરાધ્યયન ૧૧મું વાંચું છું તેમાં ફક્ત બહુશ્રુતના ગુણગ્રામ કરૂં છું એવી બુદ્ધિએ પરષદામાં વાંચું છું. અને જ્યાં સાધુપણાનો અધિકાર અગર જ્ઞાનીઓનો અધિકાર આવે ત્યાં તેમના ગુણગ્રામની બુદ્ધિ રાખું છું ને કદાપિ વૈરાગ્ય ઉપશમની વાત આવે તે સજ્ઝાય કહી મારા આત્માને ઉપદેશબુદ્ધિએ ગ્રહણ કરૂં છું. તેમ છતાં પણ ઉપદેશ બુદ્ધિ અહંકારે કરી થાય તે મારાં કરમનો દોષ. અર્ધશીખી વિદ્યામાં દહન થાઉં છું ને મુંઝાઉં છું. ને આપના સત્સંગ વિના મારૂં ચિત્તચક્ર ઠેકાણે બેસતું નથી. તે મને ક્યારે જોગ મળે ને અંતરાય તૂટે તે કાંઇ સમજાતું નથી.
દઃ લીંગધારી દેવકરણજી.
હાલ મને જે સ્ફુરણા થઇ આવી તે લખ્યું છે. આ વાતમાં મને બાધકા૨ક કેટલું છે તે તે દયા કરી લખશો તો હું તમારો મોટો આભાર માનીશ ને કાગળની રાહ જોઇશ.
(જવાબ વ. ૭૧૬)
પત્ર-૭૧
ભાદરવો, ૧૯૫૩
શ્રીમદ્ શ્રી સદ્ગુરુદેવ અપૂર્વ ઉપગારી પ્રત્યે પુનઃ પુનઃ નમસ્કાર
પ્રશ્ન - મોક્ષમાર્ગ ગ્રંથ વિષે શ્વેતાંબર મત નિરૂપણ કર્યું છે તે શાસ્ત્રો કલ્પિત કહે છે. ને ઉપગરણ-લીંગઆહાર વિગેરે જે નિરૂપણ કર્યું છે તે તે યથાર્થ છે કે કેમ ? તે જરા શંકા જેવું છે, માટે કૃપા કરી ખુલાસો આપશો એવી આશા છે. બાકી સમ્યક્શાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર ઇત્યાદિ નિરૂપણ છે, તે આપની મુખવાણી સમાન અપૂર્વ ઉપદેશ અત્યંત હિતકારી છે. ખુલાસા સાથે નિરૂપણ કર્યું છે. તેમાં વિચારતાં અત્યંત પ્રેમ આવે છે.
1131133
દા. દીનદાસ દેવકરણના નમસ્કાર પ્રાપ્ત થાય.
I
વિનંતી – જાણે અહંકાર સિવાય ઉપદેશ દઇ શકતો નથી એવો ભય વર્ત્યા કરે છે. મને તમારો મોટો આશ્રય છે. તેમ છતાં ભય રહે છે. માટે નિર્ભય થવાને કાંઇ કૃપા કરશો. તે વિષે આજ્ઞા કરશો તેમ વર્તીશ.
1
દઃ દેવકરણના નમસ્કાર.
७८
હે પ્રભુ, હવે તુમારે પસાયે કોઇ મતભેદ તથા સંશય ઘણા વર્તતા નથી. જેમ બને તેમ તમારા તરફ વૃત્તિ વળે છે. ને પ્રવૃત્તિને સંકોચવાને જેટલો બને તેટલો યથાશક્તિ પુરૂષાર્થ કરૂં છું. એ જ વિનંતી.
બાહ્યદષ્ટિ લૌકીક વ્યવહારમાં અનંતકાળ થયાં ભમે છે. તેથી ઉપરામ થઇ આપના સ્વરૂપ પ્રત્યે એકત્વપણું ક્યારે થાશે - એ માગું છું.
“પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદ્ગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ.'' શ્રી સહજાત્મસ્વરૂપ પ્રત્યે પુનઃ પુનઃ નમસ્કાર પ્રાપ્ત થાય.
(જવાબ વ. ૮૦૭)
Page #130
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી પૂ. દેવકરણજી મહારાજ ક્લોરોફોર્મ સુંધ્યા વિના પગના હાડકાનું સાત વાર ઓપરેશન કરાવનાર સહનશીલતાની મૂર્તિ - આત્મજ્ઞાની મુનિ
Page #131
--------------------------------------------------------------------------
Page #132
--------------------------------------------------------------------------
________________
RSS સત્સંગ-સંજીવની ) GK
પત્ર-૭૨ તે ધર્મરાજ શીતળચંદ્ર પ્રભુ પ્રત્યે પુનઃ પુનઃ નમસ્કાર હોજો..
આપ પ્રત્યે મારી વિનંતી જે આપનો જેટલો સત્સંગ મને થયો છે ને આપશ્રીએ કૃપાદષ્ટિએ જે બોધ અપાવ્યો છે તે ધારણ કરવાને હું પાત્ર નથી. છતાં કવચિત ધારણ થયો છે તે આપના વચનામૃત-પત્રોથી આપનું મને જેટલું ઓળખાણ થયું છે તેટલો જ આપ મારાં હ્મયમાં પ્રકાશ કરો છો. બાકી હું અંધારે અથડાઉં છું. હું અંતરમાં આશા-ઉમેદ રાખું છું કે – પૂરેપૂરો સત્સંગનો યોગ બને ને મને કવચિત્ સુખ પમાડે.
મારાં પૂરવોપારજીત ઘણા જ દુષ્કૃત મને લાગે છે. બીજું વિનંતી જે હું ઉપદેશ દેવાને યોગ્ય નથી થયો, ધારણ કરવા જેવું પાત્ર પણ નથી થયો. તેમ છતાં હું લોકોને બોધ આપું છું. પણ શું કરું ? આ પ્રતિબંધ તોડવાને લોકભયને લીધે હું કાયર છું. આગળ જતાં જે બને તે ખરૂં. ઘણી રીતે તો હું ડરતો રહું છું. ને જ્ઞાનીઓના વચન મારા આત્માને બોધ જાણીને ગ્રહું છું. તેમ છતાં અહંભાવમાં પ્રવેશ કરીને બંધાતો પણ હોઇશ. તે તમે જાણતા હશો.
આ વખત મને જેટલું સૂઝયું તેટલું લખું છું. દ: દેવકરણના પુનઃ પુનઃ નમસ્કાર
પત્ર-૭૩ શ્રી સહજાત્મસ્વરૂપને નમઃ
દીન સેવકની વિનંતી કે હે સંશનિવારક પરમગુરૂ ! મને જિનાગમ માંહે કહેલા વચનો પર કાંઇ ઘણી શંકા આપ પસાથે કરી નથી, પણ હું આપના દેહાદિ અંગ-ઉપાંગ અંતરદષ્ટિએ જોઉં છું ને પછી આપની અખંડ વૃત્તિ, એકાગ્રતા અને સ્વરૂપ સ્થિતિ પર દષ્ટિ દઉં છું. અને મારા દેહમાં રહેલા અનંત દોષિત આત્માના સ્વરૂપને વિચારું છું ત્યારે એકતારૂપ સ્વરૂપ ભાસે છે એમાં મને કાંઇ બાધ આવે છે કે કેમ ? તે કૃપા દષ્ટિથી લખવા કૃપા કરશો. પ્રશ્ન - એકલું તમારા સ્વરૂપને જોયા કરું, વિચારૂં ? કે આ દેહમાં સ્વરૂપને વિચારું ?
એ બેમાં મને વધારે હિતકારી શું છે ? દઃ દીન શિષ્ય દેવકરણના નમસ્કાર. (જવાબ વ. ૭૯૦)
પત્ર-૭૪
મું. નડીયાદ શ્રી પરમપુરુષ પ્રત્યક્ષ સગુરૂદેવ ચરણાય નમઃ
અત્ર ગુરૂ કૃપા વડે આનંદ મંગળ વર્તે છે. તેમાં વળી વિશેષ ઉદાસી આવે છે તે એ જે - આપનો પ્રથમ સમાગમ મુંબઇમાં આપ નિવૃત્તિ સ્થળ - આપના એકાંત સ્થળમાં બિરાજમાન હતા. તે વખતે શ્રી લલ્લુજી મહારાજ સાથે હતા. તે વખતે આપે મને પૂછયું : સ્ત્રી દષ્ટિએ પડતાં પરિણામ ચળે છે ? તથા વ્યાખ્યાનમાં અહંભાવ ફુરે છે ? એ આપે પૂછયા થકાં મેં યથાતથ્ય જેવા ભાવ વર્તતા હતા તેવા કહ્યા. ને તે જ વિચારવાનો આપે પ્રથમ બોધ કર્યો હતો. તે હું અહંકાર વડે દ્રવ્યત્યાગના અભિમાન વડે જાણતો નહતો. અને સાધુપણું માની
૭૯
Page #133
--------------------------------------------------------------------------
________________
SEARS સત્સંગ-સંજીવની GK
બેઠેલો. તે આપે જાગૃત કર્યો. હવે બનતો પુરૂષાર્થ કરૂં ને આપની શાંતમૂર્તિ ઉપર દષ્ટિ રાખ્યા કરું છું. તમારી એકાગ્રવૃત્તિ અને સ્વરૂપ-સ્થિરતાનું મહાભ્ય જાણી શકતો નથી. તે આપની પૂર્ણ કૃપા વડે કાળે કરી જણાશે એ આશા રાખું છું.
જેમ બાળક માતા-પિતા સન્મુખ પોતાનું દુઃખ જણાવે છે તે જ રીતે હું આપ પાસે દુઃખની વાતો વર્ણવું છું. જે સૂક્ષ્મ અહંભાવ વડે સૂક્ષ્મ વિષયાદિ રાગદ્વેષ રહી જતાં આ દેહ પડી જશે ને તે બીજના વૃક્ષો થઇ પડશે ને જન્મ, મરણ ચાલુ રહેશે. તે ભયભરેલો વિચાર આવતાં મનમાં આકુળતા આવી જાય છે. ને વળી વિચાર આવે છે કે આવી જોગવાઇ મળી જીવ ઘણી વાર રઝળ્યો એવું શાસ્ત્રકાર વડે જણાય છે અને આપ પ્રત્યક્ષ જ્ઞાની પણ કહો છો તો આવી અપૂર્વ જોગવાઇ મળી છતાં આ દેહ પામ્યાનું નિષ્ફળપણું થાય એવી ચિંતા કોઇ વખત થયા કરે છે. ને વળી આપ સન્મુખ વૃત્તિ થતાં હિંમત આવે છે કે અપૂર્વ જોગવાઇ મળી ખાલી નહીં જ જાય. પણ દઢ નિશ્ચય થાય તેવો આશ્રય આપશો તો હું પરમ સુખી થઇશ ને જીણું સફળ ગણીશ. | કોઇ વખત આત્માને વૃત્તિ દુર્ગાનમાં ખેંચી મૂળથી મૂકાવી દે છે. પણ થોડા સમયમાં તરત જ પાછી ખેંચાઇ આવે છે ને આપના સન્મુખ થાય છે. મરજાદ ઓળંગતી નથી. લજ્જા પામી ગુરૂ સન્મુખ થઇ જાય છે.
અત્રે ૮ દિવસ થયાં નિવાસ થયો છે. શ્રી લલ્લુજી મહારાજની પિજ ગામમાં સ્થિતિ છે.
આવા દુષમ કાળમાં સત્પષના દર્શન સમાગમનો વિરહો પડે છે ને તેવાં વિધ્ર આવી પડે છે તે અંતરાય બળવત્તર છે. અત્રે ફરસના પ્રમાણે સ્થિતિ થશે. હાલ એ જ. દઃ દેવકરણના પુનઃ પુનઃ નમસ્કાર. પૂ. શ્રી મનસુખભાઇ કીરતચંદના પત્રો
પત્ર-૭૫ |
અષાડ વદ ૧, રવિ, ૧૯૫૫ પૂજ્યશ્રી
આપનું કૃપાપત્ર સદાય ઇચ્છીએ છીએ. આપ લોકોત્તર કાર્યના પ્રવાસમાં જયવંતા વર્તો. અને એ માટે કુશળ આરોગ્ય રહો. નિઃસ્પૃહી મહાત્માના દયમાં અનુકંપા વા લોકાનુગ્રહ સદા ફુરી રહે એ અનુગ્રહ અમારા ભણી થાઓ. અમારી વિવેકબુદ્ધિ પ્રમાણે વ્યાજબી લાગી એક સૂચના - વિજ્ઞપ્તિ આપને કરીએ તે આપ મહાનુભાવની દષ્ટિમાં યોગ્ય લાગે તો સ્વીકારશો.
થોડા વખતના સમાગમથી થયેલ પ્રત્યક્ષ અનુભવથી અને પરોક્ષ-પ્રત્યક્ષ હિતવાતો સાંભળવાથી કાળાનુસાર આપનું જ્ઞાન અમિત છે, એવી સહજ પ્રતીતિ થાય છે. અને એમ છતાં આપના નિરભિમાનપણા ઉપર દષ્ટિ જતાં અહો ! આશ્ચર્ય એવો ઉદ્ગાર નીકળે છે. - આવો ઉપકાર બીજા ભાઇઓ ઉપર પણ થાઓ એ અમારી વિજ્ઞપ્તિ છે. જડવાદમાંથી નીકળી નિત્ય, કર્તા ભોક્તા જીવ તેનો મોક્ષ અને તે મેળવવાના સાધનનું અસ્તિત્વ આ ઉપર ભાઇઓની આસ્થા થાય એ માટે આપની શક્તિના પ્રદર્શનની જરૂર છે. શતાવધાન વા અન્ય ભાષા ભણ્યા વિના જાણવી, વા એવા બીજાં કાર્ય કરવા એ લૌકિક શક્તિથી થાય જ નહીં. અતિંદ્રિય ગુણ અમુક અંશે સ્ફરવાથી જ એ સંભવે છે. તો એવી અદ્ભૂત શક્તિ જોવાથી હળુકર્મી જોનારના મનમાં આસ્થા કેમ ન થાય ? માટે આવા પ્રદર્શનની જરૂર અમારી વિવેક બુદ્ધિ પ્રમાણે
૮૦.
Page #134
--------------------------------------------------------------------------
________________
GિERSPERS સત્સંગ-સંજીવની SK GREEK ()
અમને વ્યાજબી લાગે છે. સમાગમમાં આવવાથી તો આપની વિવેક વાણી અમૃતમય જ લાગે અને અન્ય જીવો માટે પણ ઉપરનો રસ્તો ઠીક લાગે છે. - અમારી ઉપર ઉપકાર બુદ્ધિએ આપે લખેલ અન્ય વચનામૃતો વાંચવા વા ઉતારી લેવાનો અમારી ઉપર અનુગ્રહ થાય તો એમ કરવું યોગ્ય લાગે તો અમ ઉપર ઉપકાર કરશો.
લિ. ભક્તિવશ, ઉપકારવશ સેવક મનસુખ વિ. કીરતચંદના સવિનય જય જિનેંદ્ર. (જવાબ વ. ૮૮૨)
શ્રાવણ, ૧૯૫૫ પરમ પૂજ્ય પ્રભો !
આપના વચને મનન કરવાથી, અલ્પ કાળનો આપનો થયેલ અમૂલ્ય સમાગમ તેથી તેમાં જાણેલા આપના અપ્રતિમ વિચારો ઉપર વિચાર કરવાથી, આપની ચેષ્ટાઓને તત્વતઃ દ્ધયમાં ઘોળવાથી, અત્ર રહેલા મુમુક્ષુઓના સમાગમથી, ને તેમના થકી સંભળાતી આપની ગુણકથાથી, કૃપાળુદેવ ! આપની અમને દિન-પ્રતિદિન અધિક અધિક પ્રતીતિ થતી જાય છે. જ પ્રભો, એ રૂપે અમે અમને ધન્ય ગણીએ છીએ. એ અમારો પુણ્યોદય છે. પરંતુ આપનો અનુગ્રહ અમ પામર ઉપર સદા રહો. એ અનુગ્રહને યોગ્ય અમે થઇએ અને અમારું પરમ કલ્યાણ થાય, એવો પુણ્યોદય ઝંખીએ છીએ. આપ અમને સ્થિર કરો. પ્રભો, અમારામાં સમતાભાવ કેમ આવે ? અપ્રમત્ત ક્યારે થઇશું ? રસ્તો બતાવો. પણ પ્રભુ, જ્ઞાનીનું શરણ હશે તો બધું શ્રેય છે. અમે પારિષ્ઠ છીએ પણ આપની અનુકંપા અમને એમાંથી વારશે.
પ્રભો, હાલ વખત તો યોગ્ય કાળ સુધી આપના વચનામૃત શ્રવણની જરૂર લાગે છે. અતિત મહાત્માઓના જીવનચરિત્ર સંબંધી પૂછતાં - “જીવતા જીવનની જરૂર છે', એવો આપનો મર્મ યુક્ત ઉત્તર આ વેળાએ તથારૂપ તત્ત્વરમણ કરાવે છે. જીવતા જીવનની અલૌકિક અસર છે. એના પુરાવામાં આપનો દાખલો મોજુદ છે તો પ્રભો ! - અમ પામર પ્રાણીઓને આ વેળાએ અત્ર દર્શન નહીં આપો ? અત્રે રહેલા પુણ્યશાળી મુમુક્ષુઓની પણ આપના અત્ર સમાગમની તીવ્ર અભિલાષા છે. પણ જો કૃપાળુદેવની કૃપા હોય તો તે અભિલાષા પાર પડે.
આગે શું થશે ? ઇતિ દુર્ગાનાદિ સંકલ્પ-વિકલ્પ પ્રભો ! અમને અજ્ઞાનતાથી રહ્યા કરે છે. તે અજ્ઞાનતાથી કશું નિરાકરણ ન થતાં જ્ઞાનદીપને ઝંખે છે તે કેમ પ્રાપ્ત થાય ? આપ જેવો ભોમિયો હશે તો પછી ભય શું છે ? કંઇ પણ વચનામૃત લખો જેથી અમો દઢ થઇએ, જે અમને આગળ ચઢાવે, જે અમને શિથિલ થતાં રોકે, શિથિલ હોઇએ તો સ્થિર કરે, એવાં માર્મિક વચનોની જરૂર છે. - પ્રભો ! એવી કૃપા તો કરો જ. પત્ર દ્વારા એટલો અનુગ્રહ તો કરો જ. પણ એમાં પ્રભુની ઇચ્છા. અમારાં કથનો અવિવેજ્યુક્ત હોય એ સંભવે છે. પણ આપની સમદષ્ટિ અગાધ છે. પ્રભુ, આપની છબીની માગણી કરીએ ? આપની દષ્ટિમાં યોગ્ય લાગે તો અમારા ઉપર એ કપા કરશો. નહીં તો અમને ખેદ તો નહીં જ થાય, અમો પાત્ર નથી એમ ધારશું અને પાત્ર થવા આપનું અવલંબન લઇશું. આપની કૃપાથી અમારું કલ્યાણ થાઓ.
Page #135
--------------------------------------------------------------------------
________________
SY SY સત્સંગ-સંજીવની GSREE SRO
લિ. આપનો ચરણસેવક મનસુખ કિરતચંદ મહેતાના સવિનય સાષ્ટાંગ નમસ્કાર, બીજા બધાઓના પણ અવધારશો. (જવાબ વ. ૮૮૮) પૂ. શ્રી સુખલાલ છગનલાલના પત્રો
પત્ર-૭૭
તા. ૧૩-૧૨-૯૯, મુંબઇ શ્રીમદ્ સદ્ગુરુદેવને ત્રિકાળ નમસ્કાર
ક્ષેત્રમંતર વડે અદેશ્ય છતાં પોતાના ભક્તોની આંતરવૃત્તિરૂપ વાડીમાં રમણ કરતાં જે ગુપ્તપણે મોક્ષનો ઉપદેશ કરે છે, તે શ્રી સહજાત્મસ્વરૂપ સદ્ગુરૂને પરમ પ્રેમવડે અમે પ્રણામ કરીએ છીએ.
જેના કરકમળમાં સધળું જગત રહેલું છે, જેનાં નેત્રકમળમાં કરૂણારૂપ અમૃતનો સાગર રહેલો છે, જેના ચરણકમળમાં સમગ્ર તીર્થનો નિવાસ છે, અને જેના દયમાં ગુણાતીતપણું વિરાજે છે તે, સાધકોના દયમાં નિરંતર વિરાજમાન છે અને અષ્ટ કર્મરૂપ ઘુવડ પક્ષીને ઉગ્ર સૂર્ય જેવા જણાય છે તે, ‘શ્રી ચંદ્ર’ સદ્ગુરૂ અમારૂં | શરણ છે.
જ આ અસાર સંસારમાં પોતાના આશ્રિત વર્ગની બુદ્ધિરૂપ અંતઃપુરમાં રહેલી ભક્તિરૂપ કુલાંગનાના ભૂષણરૂપ ‘શ્રી ચંદ્ર’ ગુરૂના ચરણકમળ સારરૂપ છે.
શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીના ધ્યાન વિના અમારાં ચિત્તને વિશ્રાંતિ ક્યાંથી મળે ? અને શ્રી પ્રભુના વચનામૃત વિના અમારી જીવાને પણ બીજો ક્યો આરામ મળે ? આ જે ઉત્તરસંડા જેવી નિવૃત્તિના સ્થળમાં નિવૃત્તિમાં છતાં અને મોહમયી પુરી જેવા પુરપાટ પ્રવૃત્તિના સ્થળમાં પ્રવૃત્તિમાં છતાં આત્મસ્વરૂપસ્થ સમવૃત્તિ રાખનાર છે, રાખે છે, તે અતિંદ્રિય પરમાત્મસ્વરૂપ મહાન વીતરાગી શ્રી સરૂના ચરણકમળ અમે ઉપાસીએ છીએ. એ પ્રભુ અમારા હૃદયકમળ વિકસીત કરો.
લિ. દીન સેવક સુખલાલના સાષ્ટાંગ દંડવત્ સ્વીકારશોજી, શ્રી પોપટલાલભાઇ તરફથી દંડવત્ પ્રાપ્ત થાય. અત્રે હાલમાં તેઓ છે. સમીપવર્તી સર્વ બંધુને નમસ્કાર.
પત્ર-૭૮
વીરમગામ
ભાદરવા સુદ ૫, ૧૯૫૫ (જન્મદિવસે કૃપાનાથ પાસે વિનંતી સહ બક્ષીસની માગણી) શ્રી સહજાત્મસ્વરૂપી ગુરૂદેવને અત્યંત ભક્તિભાવે ત્રિકાળ નમસ્કાર. કૃપાસાગર શ્રી સદ્ગુરૂદેવના ચરણારવિંદમાં : આજે મારી જન્મતિથિ હોવાથી આપ કૃપાસિંધુને વારંવાર નમસ્કાર કરું છું. અપૂર્વ બોધના દાતા સર્વજ્ઞ
Page #136
--------------------------------------------------------------------------
________________
RER સત્સંગ-સંજીવની GBRAKERS
પ્રભુ આપનું શરણ મને ભવોભવ હજો.
આ ભવના ગત વર્ષે પ્રમાદ અને વિષય કષાયમાં ગુમાવી નાંખનાર હું આપ પ્રભુને શું વિનવવા યોગ્ય છું? આગળના અનંત ભવોને વિષે અને આ ભવને વિષે આપ શ્રી સદ્ગુરૂ પ્રત્યે અવિનય, અભક્તિ આદિ દોષ કરેલા હોય, આજ્ઞાનું પાલન ન કર્યું હોય, આપ પ્રભુના અપૂર્વ સ્વરૂપનું મહત્વ ન ગમ્યું હોય, એવા અનેક દોષોને માટે આ રંક બાળક આપ સર્વજ્ઞ સમાન પિતાશ્રી પાસે હાથ જોડી અતિ નમ્રભાવે ક્ષમાપના ઇચ્છું છું. અને આપ કૃપાસિંધુના ચરણનું શરણ લીધું ત્યારથી જ જન્મ થયેલ માનું છું અને વિનંતી કરું છું કે આપના ચરણની સેવા ભવોભવ મને આપશો. વીતરાગતાના જળનું મારા આત્મા વિષે સિંચન કરશો. અપૂર્વ એવું આપનું બાહ્ય અને આંતર સ્વરૂપ આ બાળકને વિષે દયમાં પ્રગટાવજો.
(જવાબ વ. ૮૮૯).
પદ્મનંદી પંચવિંશતી’ નો ગ્રંથ એક ફેરા વાંચી ગયો છું. અપૂર્વ વૈરાગ્ય તેમાં વાંચતા જણાય છે. તેની સ્થિરતા આ આત્મભાવમાં રહે એમ ઇચ્છું છું. તે ફરી વાંચવાની ઇચ્છા છે. સવારથી સાંજ સુધી પરવશપણે આજીવિકા માટે વખત ગાળવો પડે છે. રાત્રે ઊંઘ આદિ શત્રુઓ વિક્ષેપ આપે છે. તોપણ રાત્રે બે કલાક વાંચવાવિચારવામાં ગાળવામાં આવે છે. રજાના દિવસે પણ કંઇક જુજ બને. તે વિચારતાં આ નહીં જેવા પુરૂષાર્થથી મારાથી શું બનશે ? હું જન્મારો વ્યર્થ ગુમાવીશ ? આ જાપ રહ્યા કરે છે તે આપ સદ્ગુરૂદેવને નિવેદન કરું છું. માટે કૃપા કરી પ્રભુ, મારી બાંહ્ય ઝાલી હવે આ વિષય કષાયમાંથી ઉગારો. હે પ્રભુ, આ જીવને આપના ચરણારવિંદમાં રાખો, આશ્રય આપો. | પ્રવૃત્તિમાં વહેનાર આ જીવને આપ સદ્ગુરૂદેવ તરફથી કવિતારૂપે ટૂંકા ત્રણ ચાર વાક્યો કે જેમાં આપ શ્રી સદ્ગુરૂદેવને નમસ્કાર સાથે અપૂર્વ સ્વરૂપનું ભાન અને સંસારથી ઉદાસીનતા રહે એમ ધર્મની વિશેષ દઢતા. થાય એવી એક નાની કવિતા કૃપા કરી આ રંક સેવકને બક્ષીસ દેશો કે જેના સ્મરણથી જાગૃત દશા ભોગવાય. આપ પ્રભુ તરફથી થયેલ મંત્ર તરીકે તેનું પ્રતિક્ષણ સ્મરણ કરવામાં આવે. હે કૃપાસિંધુ ! ઉપરની વિનંતી ધ્યાનમાં લેવા કૃપા કરશો.
પત્ર નં.૭૯
પ્રાર્થના ગીત (રાગ - મનમાં આવજો રે નાથ) ગુરૂવર નિજ શીશુ જાણી, દરિશન દેશો દ્ધયે આજ. ખારા આ સંસારમાં રે, છે મિષ્ટ તમારું રૂપ.. સદ્ય પ્રભુ દર્શાવી તે, ટાળો વિરહ ભવ કૂપ.... ગુરૂવાર સુખ સઘળાં દુ:ખ ભાસતા, આ આપ વિના જગરાય, બહિરંતરની શૂન્યતા, કો પ્રતિ નવ કહેવાય.... ગુરૂવર વર્ષ ઉપર વર્ષ વીતતાં આ, મૃત્યુ નિકટ ભળાય, વિરહ પ્રાણ પતી જતાં, અપયશ વિશ્વે થાય.... ગુરૂવાર આપ સ્વરૂપ જે વાળવું, આ તેનુમાં એ ધરી આશ, સ્મરણ કરી દિન ગાળીએ, ધરીને દઢ વિશ્વાસ.... ગુરૂવર
૮૩
Page #137
--------------------------------------------------------------------------
________________
O GSSSS સત્સંગ-સંજીવની
)
પદ
(રાગ - હે જગપતિ થાજો સહાય, વિનવું નમી રે નમી, નમી રે નમી, વિનવું નમી નમી.)
ઇશ થાજો સહાય વિનવું નમી રે નમી. આ અસાર સંસારમાં રે, બાળે ત્રિવિધ તાપ, આશ્રય નહીં અહીં કોઇનો, છો સદ્ય તમો મા-બાપ. - વિનવું. વિષયરૂપી આ દેવતા રે, દહે છે સઘળું અંગ, બળ કરી પાછો હઠું પણ, આશા થાય ન ભંગ - વિનવું. મન માતંગ છે મસ્તિમાં રે, અંકુશ માને ન નાથ, સૂત્રધાર તમો સર્વના છો, છે જય તમારે હાથ. - વિનવું. ઇંદ્રિયો ઉન્મત્ત થઇ રે, ઇચ્છે વિષયો સંગ, આપ તણી કરૂણા વિના પ્રભુ, મારો રંગ થયો છે ભંગ. - વિનવું ઇંદ્રિય મન બે એક થઈ રે, તમને જ ઝંખે ઇશ.
શ્રી ‘સત્ પતિ’ અહીં હેતશું રે, મને દેજો એ બક્ષીસ. - વિનવું હું બાળક છું. માટે અવિવેકી લખાણ માટે ક્ષમા આપવા સમર્થ છો. લિ. આપના ચરણની ભક્તિનો ઇચ્છક સુખલાલ છગનલાલના દંડવત્ પ્રણામ.
પત્ર-૮૦
માગસર ૧૩, ૧૯૫૫ શ્રીમદ્ શ્રી સદ્ગુરૂ ભગવાન રાજચંદ્ર દેવશ્રીને ત્રિકાળ નમસ્કાર હો. હું અલ્પજ્ઞ શું લખું ? વિનંતી માત્ર આપ શ્રી સરૂના ચરણમાં મને રાખો એ જ છે. વિષયોમાં થતી મારી પ્રવૃત્તિ કેમ રોકાતી નથી ? હે ગુરૂ ! બાંહ્ય ઝાલી શા માટે રંકને આ વિષયોદધિમાંથી બહાર ખેંચી કાઢતા નથી. નિમેષ માત્રથી તમારી કૃપા હે પ્રભુ, મને તારશે. કૃપાનાથ ! આપના બીજા ગુણી વિદ્વાન, સુશીલ શિષ્યો તો આપની કૃપા મેળવી ભવસાગર તરી જશે. પણ હું રંક અધમનો અધમ દુર્ગુણ ભરેલ છું તે તરફ દષ્ટિ કરો.
‘આપના અનુગ્રહ વિના કોઇ પણ પ્રકારે મને બીજી ઇચ્છા નથી. મારાં દયમાં આપ વસો. આપની છબી સિવાય મને બીજું નજરે ન પડો.” | હે નાથ ! મારાં પાપી Æય તરફ નજર નહીં કરતાં રંક જાણી બાંહ્ય ગ્રહો, દર્શન દો. આપ થોડા વખતમાં મુંબઇ પધારવાના છો તો એકાદ દિવસ વીરમગામ ઉતરી મારું ઘર પવિત્ર કરશો. સેવકને બોધ આપી ઠેકાણે લાવવા વિનંતી કરું છું. પત્ર દ્વારા જરૂર ખબર આપવા નમ્ર વિનવું છું. હે નાથ ! એક દિવસનો ભક્તિનો લાભ આપો. જો આ વખત ઇચ્છા પૂરી નહીં પડે તો બેહદ ખેદ મને થશે એમ જણાય છે. આપની ઇચ્છાનુસાર થશે, પ્રત્યુત્તરની જિજ્ઞાસા છે.
લિ. દીનદાસ અલ્પજ્ઞ સેવક સંઘવી સુખલાલ છગનલાલના દંડવત્ પ્રણામ સ્વીકારશોજી. (જવાબ વ. ૮૫૬)
. ૮૪
Page #138
--------------------------------------------------------------------------
________________
GS
સત્સંગ-સંજીવની
)
પૂ. શ્રી સુખલાલભાઈ - વિરમગામ પરમકૃપાળુદેવશ્રીના અનન્ય ભક્ત, પ્લેગના રોગમાં સમાધિમરણ સાધનાર, પૂ. શ્રી અંબાલાલભાઈ પ્રત્યે
અનન્ય વંદનીય આદરભાવ રાખનાર.
Page #139
--------------------------------------------------------------------------
Page #140
--------------------------------------------------------------------------
________________
R
) સત્સંગ-સંજીવની
)
ફાગણ સુદ ૪, ૧૯૫૫
શ્રી પરમકૃપાળુ દેવશ્રી સદ્ગુરૂના ચરણારવિંદમાં આ દીન સેવક અત્યંત ભક્તિભાવે વંદન કરે છે.
આપ કૃપાળુના દર્શનનો પણ યથાસ્થિત લાભ ન થયો જાણી ખેદ થયેલ. આપે લખ્યા છતાં આ જીવે પ્રમાદ ને પરવશપણે બધું ય ખોયું. મારાં દુર્ગુણો વિચારતાં શું મોટું લઇને આપના ચરણકમળમાં આવું ? એ કંઇ સમજાતું નથી. માત્ર આપની અત્યંત દયા - કૃપા આ રંકને - રંકના મનને આપ પ્રભુના ચરણ કમળમાં દોરે છે. તે કૃપાસિંધુ ! આ રંકને આપના વીતરાગી સ્વરૂપનું ભાન કરાવી અભયતા આપી છે. નિષ્કારણ કરૂણા વારંવાર બતાવી બાંહ્ય ઝાલી છે. સંસાર સમુદ્રથી આ પાપી કૃતધી જીવને બચાવવા આપની વૃત્તિને પ્રેરો છો. એ અત્યંત અને બીજા તેવા અત્યંત આભારના સમુદ્રમાં ડૂબી ગયો છું. હું શું કરી શકું. ચૈતન્ય આપી જાગૃત કરનાર અને ભવબંધન કાપનાર, અભયદાતા આપ છો.
સરૂને સગરૂના ચરણમાં મારો આત્મા અર્પણ કરું છું. અને તેના બદલામાં આ સંસાર ઉપાધિમાંથી નિવૃત્ત થવાનું પુરૂષાર્થ અને તેની સાથે આપના ચરણકમળની ભક્તિ કરવાનું પુરૂષાર્થ ઇચ્છું છું. અને તેવો પુરૂષાર્થ મારો પૂરેપૂરો થાય ત્યાં સુધી આપ કૃપાળુનું સ્વરૂપ મારા હૃદયમાં નિરંતર જાગૃત રહે એમ કૃપા કરવા પ્રાર્થના કરું છું.
શ્રી આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવા પ્રથમ જિજ્ઞાસા થયેલ. હમણાં સહજે સાધુ પાસેથી પ્રાપ્ત થયેલ... વારંવાર વિનંતી કરું છું કે કૃપા કરી તે ગ્રંથ મોઢે કરવા આજ્ઞા કરશો અને તેમ યોગ્ય લાગે તો તે ગ્રંથ મારા પૂજ્ય બંધુ અંબાલાલભાઇ તરફથી મને મળે અગર આપને યોગ્ય લાગે તો મોકલેલ નકલ પાછી મોકલવા કપા કરશોજી. કૃપાળુદેવની આજ્ઞા થશે તો આ ગ્રંથ મને અપૂર્વતા બક્ષસે એમ રહ્યા કરે છે. યોગ્ય લાગે તેમ આજ્ઞા કરશો તેમ હું કરીશ, કરવું પડશે જ.
દીનાનાથ ! આપની આજ્ઞા યથાસ્થિત ઉપાડાતી નથી. તેને માટે વારંવાર ક્ષમા ઇચ્છું છું. હજુ સુધીમાં માત્ર ‘યોગદષ્ટિની’ આઠ ઢાળો મોઢે કરી છે. આત્માનુશાસન, તત્વાર્થ સૂત્ર ટીકા, મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ, થોડોક શાંત સુધારસ, પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય ગ્રંથ વાંચ્યા છે. ફરી વાંચવા ઇચ્છા રહ્યા કરે છે. પણ કર્મગ્રંથ કોઇ વખત નહીં વાંચેલ હોવાથી હવે પછી શરૂ કરવા ઇચ્છું છું.
હે પ્રભુ, આપને આ જીવના ચેનચાળા અજ્ઞાત નથી. સર્વજ્ઞ પિતાશ્રીના ચરણકમળ પાસે આ રંકનું ડહાપણ મૂકું છું. અને હવે પછી સાંસારીક વૃત્તિઓ મારી દિનપ્રતિદિન ઓછી થઇ આપના ચરણાવિંદમાં તલ્લીન થાય તેમ થઇ એમ મારા હૃયમાં છાપ મારવા આપ કૃપાસિંધુને હું વિનવું છું. તારો, હે પ્રભુ ! તારો, ઉગારો. સંસારની હોળીમાંથી બચાવી આત્માની અદ્વૈત સ્વરૂપ અગ્નિમાં સર્વ બાહ્ય વૃત્તિઓ લય થાય તેમ કરો. અનંત દોષથી ભરપૂર આ રંક ઉપર કૃપા કરો.
લિ. રંક અલ્પજ્ઞ દાસ સુખલાલ છગનલાલના સાષ્ટાંગ દંડવત્ પ્રણામ આપ કૃપાળુદેવના ચરણાવિંદમાં પ્રાપ્ત થાય.
- ક્રિયાકોષ, પ્રાપ્ત થયેલ છે, પણ ભાષા હિન્દી હોવાથી યથાર્થ સમજાતું નથી. કેટલાએકના અર્થ સમજાતા
૮૫.
Page #141
--------------------------------------------------------------------------
________________
CASSESS સત્સંગ-સંજીવની RESEAR
નથી. માટે એવો જ ગ્રંથ સરળ ભાષામાં હોય તો બહુ ઉપકાર થાય. માટે આપ કૃપાળુશ્રીના જાણવામાં હોય તો લખશો. નહીં તો અહીં બનતા પ્રયત્ન સમજવા યત્ન કરીશ. કર્મગ્રંથના ચાર ભાગ પૂરાં કર્યાં છે. બાકીના વાંચવા પર પ્રયત્ન છે. જોઇએ તેવું સૂક્ષ્મ સમજી શકાતું નથી. ભાઇશ્રી વેલશીભાઈ સાથે વાંચું છું.
- પુરૂષાર્થનો ત્યાગ કરેલ દેખાતાં છતાં અમારા પ્રાણેશ્વર પ્રભુને આકર્ષી લેવામાં અનવધિ અને અશ્રાંત પુરૂષાર્થ વાપરનાર, અમારા પૂજ્ય, નિષ્કામ સ્વાર્થરહિત અને સંસાર સાગરમાં બુડતા અનેક અનાથ જીવોના ઉદ્ધારને અર્થે નિરંતર પરોપકાર બુદ્ધિથી પરિશ્રમ કરનાર મહાત્માશ્રી સૌભાગ્યચંદ્રભાઇને સાદર દયે મારા | સાષ્ટાંગ દંડવત્ પ્રણામ.
પત્ર-૮૨
વીરમગામ, રાત્રીના ૧૦
માગશર વદ ૭, શનિ, ૧૯૫૩ પરમકૃપાળુ નાથશ્રીને ત્રિકાળ નમસ્કાર
સર્વજ્ઞ પ્રભુશ્રીના ચરણાર્વિદમાં થોડા દિવસ પહેલાં એક પત્ર મોકલેલ છે. પ્રત્યુત્તર મેળવવાની દશાને હું હજુ યોગ્ય થયેલ નથી. આથી મને હે નાથ ! ખેદ બહુ જ થાય છે. સંસાર વિષયોના મોહપાશથી ઘેરાયેલો, પૂર્વે બાંધિત કર્મ યોગે તેમાં લુબ્ધ થયેલ આપની કૃપા વિના શું પુરૂષાર્થ હું કરી શકવાનો છું ? કંઇ જ નહીં. | મારાથી માત્ર જે પુરૂષાર્થ અત્રે થાય છે તે માત્ર આપ પ્રભુશ્રી પાસે પત્ર દ્વારા હાથ જોડી રડી યાચકની માફક આપની કરૂણા માગું છું.
હે ગુરૂદેવ ! આપે મારી બાંહ્ય પકડી છે માટે આ દુઃખાબ્ધિમાંથી તારો. વિષયોમાં જાતી મોહમાયામાં લપટાતી મારી આંખો, મારી વૃત્તિઓનો નાશ કરો. સત્પરુષોનો અહીં જોગ બનતો નથી. આ જીવ જાણે અભય હોય તેમ સ્વછંદે વ્યવહારમાં વહ્યો જાય છે. અને જગતની સાથે હંમેશ માટે ભ્રમણ કરવા જોડાયેલ છે એમ વાતથી નહીં પણ કામથી સાબીત કરી આપે છે. કૃપાનાથશ્રી પાસે હોવા છતાં જાણે આ જીવને કોઇ પણ માયાબળ જોર કરી પુરૂષાર્થહીન કરી નાંખે છે. મહાપુન્યોદયથી પણ મળવો મુશ્કેલ એવા આપ કૃપાનિધિના ચરણાવિંદમાં પડવાનો લાભ લેવા સમર્થ થતો નથી. આપ નડીયાદ પધારેલ છતાં, યાદ આપ્યાં છતાં માયાના બળને હણી આપશ્રી સરૂના દર્શન ન પામ્યો. ત્યારે મારા જેવો હીનભાગ્ય કોણ હશે ? | હે ગુરૂ ! આ રંક ઉપર દયા કરો. સૌરાષ્ટ્રમાંથી મુંબાઇ પધારો ત્યારે રંક જાણી એકાદ દિવસ વીરમગામ પધારો. ચરણસ્પર્શ ભક્તિનો મને લાભ આપો. આપના દર્શનથી મને નિશ્ચય છે કે મારી વૃત્તિઓ દોર ઉપર
આવશે જ. પુન્યનો આવિર્ભાવ થઇ આપના પ્રેરક રસ્તે મારા વિચારોનું વહન થશે. અને સર્વ સંસારોપાધિથી | મુક્ત થઇશ. ' હું વિચારું છું ત્યારે કોઇ પણ પ્રકારે આપની દયાનું હું પાત્ર નથી. એમ છતાં બાળ જેમ રડીને માવતર પાસે ઇચ્છિત વસ્તુ લેવા કરે તેમ હું આપ સર્વજ્ઞ પિતા પાસે હાથ જોડી, રડી આપના ચરણની ભક્તિ માગું છું કે જે ભક્તિથી સંસાર વિષયોનો મોહ મારો ઓછો થઇ આપના ચરણાવિંદ સિવાય મારું મન ન ભટકે. આપ | સર્વજ્ઞ પ્રભુની ઇચ્છાથી આપ નાથશ્રીના શિષ્યવર્ય શ્રી અંબાલાલભાઇ પત્ર દ્વારા બોધ આપ્યા કરે છે તેમ છતાં પણ આ કર્મજાળમાં ઘેરાયેલ ભાગ્યહીન પુરૂષાર્થ કરી આપના ચરણાવિંદના પણ દર્શન કરી શકતો નથી. આડાં
૮૬
Page #142
--------------------------------------------------------------------------
________________
{} સત્સંગ-સંજીવની
આવતાં કારણોને પણ ટાળી શક્તો નથી. એ જાણી જોઇ અને સમજ્યા છતાં પુરૂષાર્થહીન રહે છે તે વિચારતાં ખેદ બહુ રહ્યા કરે છે. માત્ર આપ આ વખતે અનુગ્રહ કરી દર્શન આપી કરૂણા કરશોજી. તો જ હું ભવાબ્ધિમાંથી તરવાનો પુરૂષાર્થ કરવા શક્તિમાન થઇશ. હું અયોગ્ય છું તો પણ દીન બાળક જાણી કરૂણા કરશોજી.
કૃપાળુનાથશ્રીનું ચિત્રપટ મારા પૂજ્ય બંધુ શ્રી અંબાલાલભાઇ પાસે મેં માંગેલ હતું પણ આપ પ્રભુશ્રીની આજ્ઞા ઉપર તેમનો આધાર જણાવ્યો છે. માટે હે નાથ, આપ કૃપા કરી યોગ્ય લાગે તો તે ચિત્રપટ માંહેલું એક મને મોકલવા ભાઇશ્રીને આજ્ઞા કરશો. સર્વજ્ઞ પિતાશ્રીજી પાસે હશે તો દર્શન થશે, તો ભયથી કંપી, આ જીવ જરા સતમાર્ગ તરફ જોશે ને જોશે. અને કૃપાળુશ્રીના ચરણાર્વિંદનું ધ્યાન ધરશે. પ્રત્યુત્તરની કરૂણા યાચું છું.
લિ. સેવક સુખલાલ
(જવાબ વ. ૭૩૩)
પૂ. શ્રી મનસુખભાઇ રવજીભાઇનો પત્ર
પત્ર-૮૩
115329 વવાણિયા
સહજાત્મસ્વરૂપ શ્રી સદ્ગુરૂને ત્રિકાળ નમસ્કાર હો.
પરમ પૂજ્ય પરમ કૃપાળુ નાથશ્રીની પવિત્ર સેવામાં -
આપનું કૃપા પત્ર ૧ આજે પહોંચ્યું છે. અત્રે આપની કૃપાથી સુખવૃત્તિ છે. મારૂં આરોગ્ય સુધરતું જાય છે. સોસાયટીના સંબંધમાં આપે કૃપા કરી પૂછાવ્યું. તેને માટે હે નાથ ! આપનો ઉપકાર થયો. પારસીને રાખ્યા પછી શું શું કામ થયું છે તેને માટે મેં ભાઇ અમરચંદને ગઇ પરમ દિને પૂછાવ્યું છે. તેનો જવાબ આવ્યેથી હું આપની સેવામાં વિદિત કરીશ. હું અહીં આવ્યો ત્યારે દેખરેખનું કામ ભાઇ અમરચંદને આપીને આવ્યો હતો. કામ બરાબર મહેનત લઇને કરવાનું બને તો પારસીના ઉપયોગમાં એ આવે. પણ મહેનત લઇને કરનારની ખામી છે. મારા મનમાં અહરનીશ એ જ માટેનો વિચાર રહ્યા કરે છે. આપ કૃપાળુથી અજાણ્યું નથી. આપની આજ્ઞાનુસાર પુસ્તકો વાંચવા વિચારવાનું રાખું છું. મારી પાસે જે પુસ્તકો છે તે વાંચું છું. ત્યારે ઘણી જ તેમાં અદ્ભુતતા લાગે છે. અને તે વખતે મનને પશ્ચાત્તાપ થાય છે કે મારા પુન્યના યોગે આપ કૃપાળુદેવનો આશ્રય મળ્યો છે છતાં તેનો ઉપયોગ કરતો નથી. તો મારા જેવો બીજો કોઇ મૂર્ખ નથી, અજ્ઞાની નથી. પણ આ વિચાર કર્મની બાહુલ્યતાને લીધે ક્ષણવાર થઇ પાછો મંદ થઇ જાય છે. ઘણી વેળાએ મારા પરમપૂજ્ય શ્રી સોભાગ્યભાઇ સાહેબના ઉત્તમ ગુણો અને ભક્તિ સ્મૃતિમાં આવે છે અને તે વખતે વિચાર થાય છે જે તેમના કરતાં મારે, મારામાં કેટલા ભક્તિભાવ ઉત્પન્ન કરવાની જરૂર છે. છતાં હું મૂર્ખ અજ્ઞાનતાને લીધે આંખ ઉઘાડી જોતો નથી. હે નાથ ! કૃપાળુ નાથ ! આ વિચાર ક્ષણવાર રહે છે. તેનું કારણ જીવને કોઇ કોઇ વખતે એવો સંશય થઇ આવે છે કે પુનર્જન્મ હશે કે નહિં ! આ અલ્પજ્ઞનો આ સંશય ટળે એવું પુસ્તક વાંચવાનું જણાવવામાં આવે તો મારૂં કામ થાય.
HEP 5K 147
RIFIP JPS FIRED
શ્રી સ્થંભતીર્થવાસી ભાઇઓની ભક્તિ સ્મૃતિમાં લાવી વખતોવખત મનને ઠપકો આપું છું. હે નાથ, હંમેશા મારામાં એવી ભક્તિ રહેવા માટે કંઇ નિત્ય ક્રમની મને જરૂર જણાય છે, તો કેવી રીતે મારે વર્તવું એની આજ્ઞા થાય તો મારૂં કલ્યાણ થાય. એવો રસ્તો મને સૂઝે.
૮૭
S
Page #143
--------------------------------------------------------------------------
________________
GSERBS સત્સંગ-સંજીવની EXERCARTOO
થી જ અફસોસી રહે છે.
હાલ બીજા કોઇ પણ પ્રકારની ચિંતા રાખતો નથી. જે ખેદ રહે છે અને જે ખેદ ગમે તેમ કરૂં તો મટે તેમ નથી. તે એ છે કે આપને જે નિરૂપાયિક સ્થિતિમાં રહેવા દેવાનું કરવાને બદલે આપને શ્રમ દેવામાં હું નિમિત્ત થાઉં છું. એ મારી મૂઇ છે. હવે આપની કૃપાથી મારું શરીર સારું થાય અને દોષી ટળી જાય તો પછી આપને વ્યવહારિક ઉપાધિ ન રહે એવી મારી નમ્ર પ્રાર્થના છે.
પિતાશ્રીજી હજુ મોરબી છે. આજ કાલમાં આવવાનો સંભવ છે. માતુશ્રીજીનું આરોગ્ય સારું રહે છે. એ જ વિનંતી. - અલ્પશ દીનદાસ છોરૂ મનસુખના (રવજીભાઈ) ત્રિકાળ નમસ્કાર હો. પૂ. શ્રી ડુંગરશીભાઇ કલાભાઇનો પત્ર
પત્ર-૮૪
ભાદરવા સુદ ૫, શુક્ર, ૧૯૫૨ સહજાત્મ સ્વરૂપ પરમાત્માને ત્રિકાળ નમસ્કાર તથા ભાઇ સૌભાગ્યભાઇને નમસ્કાર. જોગ શ્રી સાયલેથી લિ. આપનો સેવક ડુંગર કલા.
વિશેષ લખવાનું કે હું ભાદરવા સુદ ૪ ગુરૂવારની સાંજના છ વાગતાં અહીં પહોંચ્યો છું. ખુશી આનંદથી પહોંચ્યો છું. રસ્તામાં મને આપના પરતાપથી કોઇ જાતની અડચણ કે વ્યાધિ આવી નથી. પણ આપના વિયોગનું થવું એની અફસોસી તલભર પણ અંતરમાંથી મટતી નથી. આપના જેવા સત્પરુષને પરમાત્માદેવના દર્શન હરદમ રહેવા જોઇએ. તે ન રહે તેટલી જ અફસોસી રહે છે.
ચાલતી વખત મન ઉદાસ રહેલું તેથી આપની સેવા બરાબર થઇ નથી, બની નથી એ ક્ષમા કરશોજી. ચંદનનો ગુણ મૂકે નહીં એવો ભગતિનો સ્વભાવ શાનીઓનો છે. આપની કીરપા છે તેવી જ નિભાવશો. ને આપના સત્સમાગમનો લાભ મળ્યો તેથી મને ઘણી જ શાંતિ છે. અને હજુ એક વખત આપના ભેગા થઇ સત્સમાગમ થવાની પિપાસા અંતરને વિષે રહે છે. તો હવે પરમાત્માની કૃપા હશે ત્યારે ભેગા થવાશે.
સૌભાગ્યભાઈને કહેલ છે તે કાગળ મોકલશો. વચનામૃતની પ્રતિ ૧, મને મોકલાવવા કીરપા કરશોજી. અવશ્ય મહેર કરશોજી.
- ભાદરવા સુદ ૫ ને શુક્રવારના દિવસે સંવત્સરી પડીકમણું કરતાં સર્વે જીવોની સાથે ખમત ખામણા કરી ચતુર્વિધ શ્રી સંઘાદિ સાધર્મિ ભાઇઓની સાથે ઉત્પન્ન થયેલો વૈર વિરોધ સર્વે ખમાવ્યો છે. તેમજ આ પૂરણ થયેલા વરસના દિવસોમાં આપ પરમાત્માની સાથે પણ, જે કંઇ જાણતે અજાણતે ભૂલે ચૂકે મારા તરફથી અપ્રીતિ, અવિનય થયો હોય તે સરવ મન, વચન, કાયાએ કરી બે હાથ જોડીને હું આપ સાહેબની સાથે વારંવાર ખમાવું છું, આપ પણ ક્ષમા કરશો.
આપના સમાગમમાં ભેળા થયેલા સરવ ભાઇયુને પણ ખમાવું છું. આપના તરફથી ખુશી આનંદના પત્ર લખશો. અને આપના બોધ વચન, અમરત જેવા બોલો, સાંભળવાને તથા વાંચવાને ઘણો જ આતુર છે.
આપનો દર્શનાતુર સેવક ડુંગર કલા
હું આપના દરજા પ્રમાણે ઉપમા કે વિધિ લખી જાણતો નથી. તો કાંઇ આપને અજોગ લાગે તો ક્ષમા કરશોજી..
૮૮
Page #144
--------------------------------------------------------------------------
________________
REMERGE) સત્સંગ-સંજીવની હS CASH GR )
જ્યારે નિજ માતા બાળકને મારે, ત્યારે તેને કોણ ઉગારે'. અભેદ બિરૂદ તમારું છે, જેમ જાણો તેમ રાખશોજી. એ જ અરજ. આપનો પત્ર આવ્યું આનંદ થશે. પૂ.શ્રી છોટાલાલભાઈનો પત્ર
પત્ર-૮૫
ભાદરવા સુદ ૯, ૧૯૫૩, ખંભાત શ્રી પરમ પૂજ્ય સાહેબજી, પરમ દયાળ, પરમકૃપાળ, પરમજ્ઞાની, પરમધ્યાની, શ્રી મોક્ષમાર્ગના દાતાર, પુરૂષોત્તમ, પરમ પ્રભુશ્રી રાજચંદ્ર પ્રભુ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર.
હું અજ્ઞાની પામર ઇત્યાદિ અનંતદોષ સહિત તેમજ અજ્ઞાનપણે હે પરમ પૂજ્ય શ્રી સાહેબજી આપની આજ્ઞા આરાધી હોય નહીં, અવિનય અભક્તિ ઇત્યાદિ અનેક પ્રકારના દોષ મેં કીધા હોય તે આજ દીન પર્યંત ક્ષમાપના ઇચ્છું છું.
હું અજ્ઞાનીના દોષોનો પાર નથી. આપ સમુદ્રની પેઠે ગંભીર છો. અનંત ગુણમણી રત્નના સાગર છો, રત્નની ખાણ છો, પરમ દયાળ છો હે પ્રભુ ક્ષમા કરશો.
પત્ર-૮૬
ખંભાત પરમપુરૂષ સહજાત્મ દેવશ્રી સદગુરૂને નમસ્કાર.
પરમકૃપાથી ભરેલો પત્ર મળ્યો છે. વ. ૭૪૪ વાંચી પરમસંતોષ થયો છે. આજ્ઞા પ્રમાણે તે સંગમાં અદ્વેષ | પરિણામ રાખી પ્રસંગે પ્રસંગે જઇશું.
હે પ્રભુ ! કર્મગ્રંથનું વાંચન શ્રવણ ચાલે છે પણ કષાયાદિકનું સ્વરૂપ સમજાતું નથી, તે હે પ્રભુ, હે નાથ, તમારી કૃપાએ વિચાર કરતાં સમજાશે.
હે પ્રભુ ! આજદીન પર્યત અવિનય અશાતના મારા મન, વચન, કાયાના યોગ અધ્યવસાયથી થયા હોય તો પુનઃ પુનઃ નમસ્કાર કરી ક્ષમાપના ઇચ્છું છું.
લી. બાળક ત્રિભોવનના નમસ્કાર.
પત્ર-૮૭ શ્રીમદ સદ્ગુરૂદેવ ચરણાય નમઃ
તે સિધ્ધાત્મા પ્રત્યે પુનઃ નમસ્કાર હો! આ સહજાત્મ સ્વરૂપ પ્રત્યે વિનંતી કે – પ્રગટ - પવિત્ર - નિર્મળ આત્માના સત્સમાગમ પછી ખેડા ક્ષેત્રેથી ચાતુર્માસ પૂર્ણ થયે લલ્લુજી મહારાજની સમીપમાં શ્રી નડિયાદ ક્ષેત્રે તીર્થ જગ્યા એટલે કે ધર્મશાળામાં જે સ્થળ પરમાત્માએ પગલાં કરી પવિત્ર કરેલ તે સ્થળે હાલમાં સ્થિતિ છે. તે અપરમાદની છાયામાં અત્યાનંદ આનંદ મંગળ વર્તે છે. આપના કહ્યા પ્રમાણે પરમ સત્સમાગમનો રસ પ્રાપ્ત થાય છે. પણ સ્વદેશ પધારશો એટલે તે
નોંધ : જે નવા પત્રો મળી આવ્યા છે તે પત્ર નં. ૮૫ થી ૧૦૯ આ નવી આવૃત્તિમાં છાપવામાં આવ્યા છે.
૮૯
Page #145
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
)
પવિત્ર દેહની જન્મભૂમી એ તે પવિત્ર દેહની સ્થિતિ થાતાં રસ્તામાં પવિત્ર દરિશણનો લાભ મળવા ઇચ્છા રહે છે. તે પૂર્ણ થએ કતાર્થ થઇશ એજ અલ્પજ્ઞ બાળના નમસ્કાર પ્રાપ્ત થાઓ. દ. મુ.- દેવકીરણ
વિશેષ વિનંતી કે મુનિ ચતુરલાલ કંઇક રોશમાં રહે છે. તો ચિત્રપટ મળવાથી હુલ્લાસ પામશે એમ અનુમાનથી અલ્પ બુધ્ધિ વડે જણાય છે. તો આપની કૃપાવડે આજ્ઞા થાય તો અમારામાંથી એક ચિત્રપટ મુનિ ચતુરલાલને સોંપીએ. આજ્ઞાનુસાર વર્તશું.
પત્ર-૮૮ શ્રીમત્ પરમ સદ્ગુરૂ દેવાધિદેવને
અત્યંત ભક્તિભાવે ત્રિકાળ નમસ્કાર હો ! અમદાવાદ શાહ પોપટલાલ મહોકમચંદની દુકાને, માણેકચોક તા.૧૬-૩-૯૯, સં-૧૯૫૫ ફા-શુ-૫ ગુરૂવારે.
પરમપુરૂષોત્તમ પરમપરમેશ્વર, રૈલોક્ય પૂજ્ય, અનાથના નાથ, અશરણના શરણ, અનાધારના આધાર, તરણતારણ, નાવસમાન, રત્ન ચિંતામણી સમાન, પારસમણિસમાન, પરમકૃપાળુ, પરમદયાળ, સર્વોત્તમ્ પ્રભુ! અરિહંતદેવ, પરમત્યાગી, પરમવૈરાગી, મહાધીર વીર સર્વોત્તમ મુનિંદ્ર કૈવલ્યજ્ઞાની, કૈવલ્યસ્વરૂપી શ્રીમત્ પ્રભુ શ્રી શ્રી શ્રી શ્રી સહજાત્મ સ્વરૂપ શુધ્ધચૈતન્ય સ્વામિશ્રીની પરમ પવિત્ર સેવામાં ભક્તિ ભાવે અરજ કરૂ છું જે મારા પૂજ્ય મુરબ્બીશ્રી પોપટલાલભાઇ પ્રત્યેનું કાર્ડ તેમણે મને વંચાવ્યું હતું, ગયે વખતે મદમાં ને મદમાં દોષોની ક્ષમાપના યાચવી ભૂલી ગયો છું, તો હવે આ પત્રથી -
હે અનંતદયાના ધણી! સેવક અત્યંત દિનપણે ભક્તિભાવે તે આજ્ઞાના અતિક્રમની ક્ષમાપના ઇચ્છું છું. જે દિવસે પ્રથમનો વિનંતી પત્ર મેં લખ્યો તેના બીજે જ દિવસે કેટલાક પ્રકારે પ્રશ્ચાત્તાપ થયો કે તુર્તજ તમાકુ તથા ફક્ત રોગાદિ કારણે જ ઓસડમાં વાપરવું પડે તો આદુ સિવાય કંદમૂળ તમામ અષાડ સુદી ૧૫ સુધી વાપરવું નહીં તે નિયમ લીધું છે. જે ચીજો સર્વથા છોડવાજ યોગ્ય છે તેનીજ મેં અમુક મુદત બાંધી છે. તેનું કારણ ફક્ત એજ કે જાજાવખત સુધી સેવેલું હોવાથી તમાકુના ધુમાડાની મનને સેજે મીઠાશ ઉપજી જાય છે. તેથી તેને છોડ્યાને લગભગ ૬ મહીના થશે એટલે તેના અપરીચયને લીધે તેનો ઘણો ખરો અભાવ થશે, એટલે જીવ ત્રિવિધ ત્યાગી શકશે. પ્રથમ પોષમાં લગભગ ૧ાા માસની અટક રાખી હતી તે દરમ્યાન પ્રસંગોપાત જ્યારે મન લલચાતુ ત્યારે જીવ પોતે પોતાને સમજાવતો. જે હે જીવ! મહાવદ અમાસ સુધી બરોબર સાચવ, પછી ઘણાં સારા વાનાં થશે એમ લગભગ થતાં તેને આપની હજાર પોતે જ વાદી થઇને પ્રતીવાદી ઉપર દાવો કર્યો તે દાવો આપની સમક્ષ પહોંચવાની તૈયારીમાં હતો તેટલામાં તો પ્રતીવાદી એટલો બધો શરમાણો જે તે જીવ, મૂળ મારી આબરૂ ખોટી છે, કર્તવ્ય પણ સારા નથી તેમાં, વળી ઘણી વખત કેદમાં ગયેલો છું ને દાવો બંધાઈ ચૂક્યો છે તો હવે તારી શી વલે થશે. આમ વિચારી એકદમ તાબે થઈ વાદી, પ્રતીવાદી એક થઈ ગયા ને હવે તો સર્વથા ત્યાગવી એવાજ અભિપ્રાયે અષાડ સુદી ૧૫ સુધી ત્યાખ્યું છે. કંદમૂળનો ત્યાગ કરતાં સૂંઠ વિગેરે સૂકી ચીજોનો આગાર રાખવા ઇચ્છું છું.
જે ડોકટર સાહેબનું નામ લેતાં રોગનો નાશ થઇ જાય એવી અલૌકિક શક્તિના ધરનાર હે જગદીશ્વર જિનેંદ્ર! સર્વથા જગતના રંકજીવોનું આજ પ્રમાણે હિતકરવા સારૂજ આ અવનિ ઉપરે અવતાર ધારણ કર્યો છે. પરમ પવિત્ર પરમપૂજ્ય શ્રી સૌભાગ્યભાઇ સાહેબે પ્રથમજ મને જણાવ્યું હતું જે હે ભાણા! તે પરમેશ્વર ઉપર
૯૦
Page #146
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
જેમ બને તેમ દૃઢતા રાખ. તે પુરૂષે પાછળની ઉંમર બધી વગડો સેવવામાં ગાળી છે. હાલનાં સમયમાં પણ એક ક્ષણમાત્ર પણ વગડા સિવાય બીજાં સેવતાં નથી અર્થાત પરમ ત્યાગી હતા, પરમ મુનિ હતા અને આ ભવે પણ પરમત્યાગી છે, પરમ મુનિ છે, કૈવલ્યજ્ઞાની છે. અનુક્રમે વરસે બેવરસે અને છેવટ દશ વર્ષે પણ દ્રવ્ય ચારિત્ર ધારણ કરશે.
તે ધારણ કર્યા પછી જિનમાર્ગ મહા ઉજ્જવળપણું પામશે. કંઇક હળુકર્મી જીવો તે પુરૂષથી ઉધ્ધાર પામી કલ્યાણ કરશે. પછી પરમોત્કૃષ્ટ કૈવલ્યજ્ઞાન પદ પ્રાપ્ત થશે. છેવટ ટુંકસારમાં જે તે પુરૂષને, હવે પછી બીજો ભવ નથી. આજ ભવમાં મોક્ષે જાવાવાળા છે, આટલું નિઃસંદેહ માન્ય કરજે. વિગેરે વિગેરે સં.૧૯૫૨ના આસો માસમાં મને પરમહિતકારી ઉપદેશ કર્યો હતો. તે ઉપરથી કોઇ વખત કોઇનાં મોઢે મારાથી એવી રીતે કહેવાય છે જે અનુક્રમે એટલે વહેલે મોડે પણ દિક્ષા લેશે. હે સાહેબ! કાંઇ પણ મન કલ્પનાથી કહેવાયું નહોતું. હે બાપજી! તે બાબત ક્ષમાપના ઇચ્છું છું.
મારા પિતાશ્રી મને લખે છે કે તારે સહકુટુંબના સહવાસમાં રહેવું. તો મારે સાથે રહેતાં તેમની વર્તણુંક પ્રમાણે વર્તવું પડેજ. ઉપાશ્રય જવું પડેજ. વ્યાખ્યાન સાંભળવું પડેજ એટલું તો અવશ્ય કરવું પડેજ. પ્રથમ તે ઓળખતા હતા જે સૌભાગ્યશા તો દૃઢધર્મી હતા તો પણ અપાશરે જતા હતા અને તુંતો ખોટી હઠ લઇને બેઠો છું. માધુશેઠ પાસે તારા નામથી લેણું હોવાથી જો દાવો બાંધવો પડશે તો તારે કાંપમાં આવવું પડશે તેના જવાબમાં મેં લખ્યું હતું જે આવવાને માટે દીન છોરૂ તૈયાર છું પરંતુ જ્યાં સુધી તમારા અંતઃકરણમાં ધર્મ સંબંધિ સંકલ્પ વિકલ્પો સમુળગા નાશ નથી થયાં ત્યાં સુધી મને કોઇપણ રીતે આપને મોઢું દેખાડવાની ઇચ્છા થતી નથી. પ.પૂ સૌભાગ્યભાઇ તો જ્ઞાની પુરૂષ હતા, તેઓનું દૃષ્ટાંત મારા જેવા દીન, અનાથ પામરને પોસાય નહીં વિગેરે બીના લખી હતી. હે પ્રભુ! જો વિચારી જોઉ તો આજ પ્રમાણે જગતનું અસારપણું હશે. આ એક વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવું મોટું સબળ કારણ છે.
લિ. ઠાકરશીના પ્રણામ
પુત્ર-૮૯
હે પ્રભુ! આ બાળક અનંત દોષનો ભરેલો છે. હવે આ દોષો તો મોટા પુરૂષની કૃપા વિના જાય નહીં. મોટા પુરૂષની કૃપા અત્યંત છે. પણ મારી પાત્રતા નથી એજ મારો મહાન દોષ છે. તે આપ પત્ર દ્વારા નિવારણ કરશો. સમાગમનો હાલમાં વિયોગ છે, તેમાં તો પત્રનો જ આધાર છે. કીલાભાઇને ત્યાં અંબાલાલભાઇ, કરસનદાસ, પોપટલાલ, છોટાલાલ, ભાઇચંદ વિ. રાતના મળે છે, ધર્મસંબંઘી પુસ્તકો વખતે વખતે વંચાય છે પણ તેવી દાવિના સ્ફુરાયમાન યથાર્થ થતું નથી. યોગ્યતાની ન્યૂનતાથી એમ થતું હશે. હે ભગવાન! હું શું લખું? આપ સર્વ જાણો છો. આ બાળક હજા સ્વચ્છંદી છે, તેને આપના પ્રતાપે દોષ તો હવે સૂઝે છે પણ હજા ટાળી શક્તો નથી, તે વિટંબના ટાળનાર આપ છો.
લી. પોપટના વારંવાર નમસ્કાર.
શ્રી વવાણીયા પહોંચે.
શાહ શ્રી પ.-શાહ રવજીભાઇ પંચાણજી સાહેબજીને દેજો
૯૧
પત્ર-૯૦
જેઠ સુદ ૪, ભોમ, ૧૯૫૪
Page #147
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર. સાયલેથી લીઃ અલ્પજ્ઞબાળ ત્રંબકના નમસ્કાર વાંચશો.
| | |
આપનો પત્ર વ. ૮૩૩ ગઇ પરમદિવસે સાંજે આવ્યો. તે વાંચી રાતે શ્રી ડુંગરભાઇ પાસે વંચાવવા ગયો હતો. પણ શુધ્ધિ નહીં હોવાથી કાગળ નથુલાલને આપેલ હતો. દસ બજ્યા પછી શુધ્ધિ આવેલી ત્યારે વંચાવ્યો. વળી ગઇકાલે દસ બજ્યે શુધ્ધિ આવી ત્યારે ફેર વંચાવ્યો પછી તે કહે જે “સાહેબજીએ લખ્યું છે તેજ પ્રમાણે ને તેવી વૃત્તિમાં છું, મારે બીજાં કાંઇ નથી. હવેથી મને કોઇ બોલાવશો નહીં. મારા ધ્યાનમાં ચૂક પડે છે”. તેમ કહી સૂતા અને બોલતા બંધ થયા. તાવ આવી શરીરમાં ધ્રુજ થઇ ગઇ. કાલ રાતના નવ વાગતા શ્રી ડુંગરે સુખ સમાધિ સહિત તે દેહનો ત્યાગ કરી અપૂર્વ હીત કર્યું છે. તે આપને જણાવવા લખ્યું છે.
દઃ સેવક ત્રંબક.
(જવાબ વ. ૮૩૪)
JAY
પરમપૂજ્ય બોધસ્વરૂપ, જ્ઞાનમૂર્તિ, કૃપાસાગર, રાયચંદ્રભાઇ ૨વજીભાઇની સેવામાં
પત્ર-૯૧
સં. ૧૯૫૧
આપની કુશળતાનો પત્ર લખાવી આનંદીત કરશો એવી આશા છે. અનુભવપ્રકાશ નામનો ગ્રંથ વાંચતાં તેમાંથી થોડી હકીકત ઉતારી આ સાથે મોકલું છું. તેમાં દત્તાત્રેયજીએ પ્રહલાદને ઉપદેશ આપ્યાની હકીકત બતાવેલી છે. તે વિચાર બરાબર છે કે કાંઇ ફેરફાર છે.? તે વિષે આપનો અભિપ્રાય કૃપા કરીને જણાવશો. લી. અજ્ઞાંકિત સેવક ખીમચંદ લક્ષ્મીચંદના દંડવત્ સેવામાં અંગીકાર કરશોજી. (જવાબ વ. ૬૩૭)
અનંત દુઃખથી મુક્ત કરાવનાર અનાથના નાથ શ્રી રાયચંદ્રજી કરૂણાસાગર પ્રભુજીને ત્રિકાળ નમો નમઃ આપના દર્શન કાંપમાં થશે એમ સંભવ રહેતો હતો, કમનસિબે જોગ બન્યો નહીં. પવિત્ર અંબાલાલભાઇએ આપ અનંત કૃપાળુનાં ફરમાનથી લખેલ કે અરસપરસ ભાઇઓએ પોતપોતાની વર્તણુંક વિષે લખવું, તો તેમ લખતાં રહીશું. આ સેવકને શાસ્ત્રસંબંધીનું જાણપણું નહીં હોવાથી પરથમ જરા મનમાં દીલગીરી રહેતી હતી. પણ આપ કૃપાળુ નાથના હડમતાળાના તેમજ ઉદેલના સમાગમમાં તે શંકા દૂર થઇ છે. આપ અનંત કૃપાળુ પર શુધ્ધ શ્રધ્ધા રહે તે ઘણું જ સારૂં છે. આ સેવક મહા પાપી છે. જડ જેવો છે. ભૂલચૂકની માફી માગું છું.
લીઃ મગનના પુનઃ પુનઃ નમસ્કાર.
આત્માર્થી પરમ પવિત્ર, તરણ તારણ, નાવ સમાન, ઉત્કૃષ્ટ વૈરાગી, અનંતા દયાળુ પુરૂષ, આ લોકને વિષે ગંધહસ્તી સમાન, અનંત ગુણના ભંડાર, વિવેકના સાગર, અનંતી ક્ષમાવંત, મહાધી૨જવંત, આ સંસારમાં મારા જેવા અજ્ઞાનીને સર્વે બંધનથી છોડવનાર, સંપૂર્ણ જ્ઞાન ભંડાર, સ્વયંભૂરમણ સમુદ્રની પેઠે ગંભીર, આ બાળક ઉપર મહાઅતિશય દયા કરણહાર, બોધબીજના દાતાર, મોક્ષમાર્ગને વિષે પોચાડનાર, ભવ્યજીવને તારણહાર, અતિ દયાળુ, મહાત્મા જ્ઞાન દાતા, પૂજ્ય સાહેબશ્રી કૃપાળુદેવશ્રી રાજ્યચંદ્રજી પ્રભુ! મહારો સમે સમેનો વારંવાર નમસ્કાર સ્વીકારશો. આ બાળક અલ્પજ્ઞ વિનંતી કરૂં છું કે આ સંસારરૂપી સમુદ્ર થકી મને તરવા ઇચ્છા છે.
૯૨
Page #148
--------------------------------------------------------------------------
________________
ઉ
RSS સત્સંગ-સંજીવની SSA SSA()
મને બોલવા રૂપે સંસાર અનંત દુ:ખનો આપનાર છે વળી નાશાત્મક છે વગેરે. ઘણાજ દુઃખનો વર્ણન કરવાને આ બાળક શક્તિવાન નથી. તે દુ:ખથી રહિત થાવું છે તે માટે હું એમ નક્કી જાણું છું કે તે આપના હાથમાં છે. આ બાળકને આ જગતમાં આપનો આધાર છે. આ જગતને વિષે મને બીજા કોઇનો આધાર નથી. આ જગતમાં આપના જેવા કોઇક જ વિરલાજ સત્યરૂષ હશે. પણ મને આજ દિન પહેલાં સત્યરૂષ મળ્યાજ નહોતા. આજદિન સુધી જે મેં ખરા માન્યા હતા તેમાં મને કોઇ સગુરૂ મલ્યાજ નહોતા, એવું મેં સત્સંગના પ્રતાપે જાણ્યું. આવું લખ્યું છે તે કોઈ પણ રાગદૃષ્ટિથી લખ્યું નથી પણ હું સત્સંગમાં ભાઇ પોપટલાલ તથા ભાઇ ઠાકરશી ભાઇ વગેરે સપુરૂષના સમાગમ વાસથી મને નક્કી ખાત્રી થઇ છે પરંતુ ગુરૂ પર રાગ તો વધારવાનો જ છે. પણ આવું જે મેં લખ્યું છે કે આપના જેવા સદ્દગુરૂ મને આજ સુધી મલ્યાજ નહોતા તે સત્યરૂષના લીધે જ મને અવશ્ય નક્કી ખાતરીથી લખ્યું છે, વળી ૨-૩ દિવસ ઉપ૨ ભાઇ ઠાકરશીભાઇએ શ્લોક કહ્યા હતા. તેમાં તેમણે પણ કહ્યું હતું, આ જીવ મોક્ષ માટે અનંતા સાધન મારા જેવાથી ના બની શકે તેવા સાધનો પણ આ જીવે અનંતી વખતે ક્ય છે, તો પણ આત્માનું કલ્યાણ સગુરૂવિના થયું નહિ તે ખરૂજ છે. તેથી કરી આ બાળકે આપને સગર જાણ્યા તેથી મને આપના દરશનની અગર સમાગમની મને બહુજ ઇચ્છા રહે છે. શાથી કે ત્યાં સુધી આત્મસ્વરૂપ ઓળખાતું જ નથી. વળી આ જીવને આયુષ્યનો પણ ભરૂસો અગર ખબર નથી. વાસ્તુ મને ઘણી જ તાકીદથી આપના સમાગમની બહુ જ ઇચ્છા રહે છે. વળી હાલમાં મેં મોહમુદ્ગર નામનું પુસ્તક ઘણુંજ ઉત્તમ છે તે મેં વાંચી પુરૂં કર્યું છે. હવે જે આપ મને આજ્ઞા આપો તે હું વાંચું. વળી હાલમાં મને ભાઇ પોપટલાલને ત્યાં જતાં બહુ અટકાવ નથી કરતા પણ તેમને કોઇ માણસ ખોટું સમજાવનાર મળે છે ને મારામાં કંઇ અવગુણ આવે ત્યારે જ મને અટકાવે છે. પણ હું નક્કી જાણું છું કે કોઇ દહાડો ધરમના સાધનમાં અચકવાનો નથી. વળી તેમ પણ હું જાણું છું કે આપનો સમાગમ થયા પછી મહારા અવગુણો અવિનય વિગેરે સર્વે દુઃખનો નાશ થશે. વળી અહીં ૩-૪ દિવસ પર વિરમગામવાળા ભાઇ સુખલાલભાઇ આવ્યા હતા તે ૧ દિવસ રહીને બીજે દિવસે સાંજે વિરમગામ ગયા. મહારે તેમનો ૨-૩ કલાક સમાગમ રાત્રે બન્યો હતો. તેથી મને તેમણે સારી રીતે શીખામણ આપી હતી, તેથી મને હાલમાં કાંઇ અંશમાં ક્રોધ ઓછો થયો હોય તેમ મને લાગે છે. મુકવાનો તો સર્વપ્રકારે મને ઇચ્છા રહે છે. વળી તેમના આવ્યાથી મને ધર્મનું દઢપણું વિશેષ પ્રકારે થાય છે. વળી ૨-૩ દિવસ પર ગામ ગોધાવીવાળા વનમાળીભાઇ આવ્યા છે તેથી પણ સારો ફાયદો થાય છે ને તે હજા થોડા દિવસ રહેવાના છે. વળી હું ભાઇ પોપટલાલના સમાગમમાં ઘણા ભાગે જતો રહું છું તેથી હું ઘણોજ સંતોષ પામું છું. વળી હાલમાં મારી સ્થિતિ અથવા પરગતી એવી છે કે બોલવારૂપે એમ જાણું છું કે સર્વે વિષય મુકવાજ છે પણ હું આ પુદ્ગલિક શરીર સેજ અશક્ત રહેવાથી મધ વગેરે દવાઓ ખાવાના સદાય મને વિચાર રહે છે. શરીર પર મોહ હજુ ઘણો જ છે, ખાવા પીવા પહેરવા અથવા સ્ત્રીઆદિક ઉપરનો મોહ હજુ ઓછો થયો જણાતો બિલકુલ નથી. હવે વિષય વધારવાના ઉપાય કરવાથી વિષય શી રીતે ઘટશે અને શરીર શી રીતે ચલાવવું ? જેમ આપની આશા હોય તેમ હું કરીશ. આપ દયાળુ પુરૂષ છો, મને દયા કરી કૃપા કરી રસ્તો બતલાવશો. આ બાળક તો સાવ અજાણ ને અણસમજા છે. પત્ર પણ મને લખતાં આવડતો નથી, આ કાગળ લખતાં જે અવિનય અભક્તિથી અશાતનાથી જે લખ્યું હોય તે આપ માફ કરશો ને ક્ષમા કરશો ને હવેથી ભૂલચૂક ન આવે તેમ આ બાળકને સમજાવશો અથવા વિનય વિવેકને વિચાર મને સમજાવશો. હું હજા કશુંપણ જાણતો નથી. હાલ અજાણ છું. આપનો પત્ર પહેલાં મારા પર આવેલો તે મને પહોંચ્યો હતો. પછી મેં પણ લખ્યો હતો તે આપને પહોંચ્યો હશે. વળી આ પત્ર આપને પહોંચ્યાથી મને પત્રનો લાભ કૃપાકરી દયા નિમિત્તે આપશો જેથી હું અત્યંત સંતોષ પામું. વળી લખવા કારણ એ પણ છે કે મને આત્મસ્વરૂપ ઓળખવાની ઘણીજ ઇચ્છા છે. તે આપનાથી મોડું વહેલું પણ ઓળખાવશો જ.
Page #149
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
જ્યારે હું ઓળખીશ ત્યારે જ હું પરમ સુખી થઇશ. પણ આપ જેવા સદ્ગુરૂ મેં ન જાણ્યા હોત તો આ બાળકનું શું એ પણ થાતાં આત્મસ્વરૂપ તો ક્યાંથી જ ઓળખાત. કંઇ ખરો રસ્તો જડતોજ નહીં અને આડે અવળે રસ્તે જવાથી હું પરમ દુઃખી થાત ને મોક્ષરૂપી રસ્તો કદી પણ જડત નહીં એમ મને નક્કી જણાય છે.
અમદાવાદથી લી, અલ્પેશ નગીનના નમસ્કાર સ્વીકારશો. ભૂલચુક માફ કરશો ને ફરી ન આવે તેમ મને સમજાવશો ને આ સંસારરૂપી સર્વ બંધનમાં પડ્યો છું તેથી છોડાવશો અને બંધનમાં પડવાથી અનંતાભવનું દુઃખ છે એમ જાણવા છતાં પણ છૂટતું નથી તેથી આપ છોડાવશો. છૂટવાની બહુંજ ઇચ્છા રહે છે પણ હું જાણું છું કે આપ જેવા ઉત્તમ ગુરૂ મલ્યા છો તેથી મોડું વહેલું જ્યારે ત્યારે છૂટીશજ. ભાઇ પોપટભાઇ તથા વનમાળીભાઇ તથા ઠાકરશીભાઇ તથા મહારાં માસી પારવતીબેન તથા ઉગરીબેન વતી તથા મહારી વતી વારંવા૨ સમે સમે નો નમસ્કાર સ્વીકારશો. પત્રનો લાભ કૃપા કરી આપશો. એજ વિનંતી સ્વીકારશો.
E
(જવાબ વ. ૮૬૩)
કવિશ્વર રાયચંદ્ર રવજીભાઇની સેવામાં રેવાશંકર જગજીવનને ત્યાં - મોરબી શ્રી જૈનધર્મ પ્રસારક સભા - ભાવનગર
મહેરબાન રાયચંદ્ર વિ. રવજીભાઇ
P
191 PIESHE 30
આપનું પત્તુ મળ્યું. મોક્ષમાળા જેટલી મોકલવા મરજી હોય તેટલી રેલ્વે પારસલથી વવાણિયેથી મોકલે એમ ત્યાં કૃપા કરી લખશો. તેના પૈસા અહીંથી આપીશું. આપે તેની કીંમત સભા ખાતે અર્પણ કરવા લખ્યું જેથી સભા આભારી થઇ છે, આપના તરફથી હિત શિક્ષા યુક્ત પત્ર મળવાની આકાંક્ષા પહેલી ફુરસદે પૂરી પાડશો. મારે લાયક કાર્ય ફરમાવશો વધુ કા
લી. આભારી કુંવરજી આણંદજીના બહુમાનપૂર્વક પ્રણામ.
પત્ર-૯૨
મોક્ષમાળા અહીં થઇ રહી છે ને ઘરાકો આવે છે. માટે જો હોય તો નંગ ૧૦૦ સુધી મોકલાવશો. 20/01/ SKIP Bun માગશર સુદ ૧, ૧૯૫૩
પત્ર-૯૩
શ્રી વવાણીયાબંદર
પરમોપકારી ભાઇશ્રી રાયચંદ્રભાઇ રવજીભાઇ
લિ. સેવક કુંવરજી આણંદજીના જયજિનેન્દ્ર
une
બહુ દિવસથી આપના તરફથી પત્ર લાભ મળ્યો નથી. અને મેં પણ પ્રમાદ યોગથી લખ્યો નથી. બહુ દિવસથી હું સંસારીક વ્યગ્રતાના વમળમાં વધારે ઘસડાયો છું. ઘ૨ ક૨વામાં મશગુલ હતો. ત્યાર બાદ ગૃહિણીની માંદગી વિ. માં તથા બીજા વ્યવહારિક અનેક કાર્યો પાટીયું માર્જન - કામ, જાહેર મેળાવડા, મ્યુનિસિપાલિટી, દેરાસર સંબંધી કાર્ય, લાઇનનો ફેરફાર કરાવવાનો પ્રયત્ન વિ. બાબતોમાં અત્યાર સુધી વહ્યા કરૂં છું. આત્મસ્વરૂપ ચિંતવનમાં યા આત્મહિતની કર્તવ્યતાને બીલકુલ ભૂલી ગયા જેવો છું.
૯૪
HT
Page #150
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની CSR ROAD
આપના ઉપદેશરૂપી અમૃતની હાલ આવશ્યકતા વિશેષપણે છે. આશા છે કે આપ તે લાભ આપશો. વ્યવહાર જાળવવાની ઇચ્છાનો રોધ કઇ રીતે થઇ શકે તે જણાવશો. કાર્ય ફરમાવશો. કૃપા રાખશો.
(જવાબ વ. ૭૨૯)
પત્ર-૯૪
RAXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
પુજ્યપાદ પરમાત્માદેવ શ્રીમદ્ સરૂદેવશ્રી રાયચંદ્રભાઇની પવિત્ર સેવામાં શ્રી મુ. મુંબાઇ બંદર આજ્ઞાંકિત સેવક કેશવલાલ નથુભાઇની સવિનય વંદના સ્વીકારશોજી.
આપ દયાળુદેવ શ્રી મુંબઇમાં આનંદમાં બિરાજો છો એવા ખબર ભાઇશ્રી ભાઇચંદભાઇના પત્રથી જાણી ખુશી થયો છું. વળી આપ સાહેબ તરફથી સમાચાર આવ્યેથી વિશેષ જાણીશ.
... હે નાથ! આપનો પ્રતાપ અનંત છે. સદ્દગુરૂના સમાગમનું ફળ નિષ્ફળ જતું નથી એ પ્રત્યક્ષ જણાઈ આવ્યું છે. આ રાંક કિંકર મુંબાઇ આવી આપના સમાગમમાં કિંચિત્ રહેવાથી જે તેના લાભનો થોડો થોડો અનુભવ થાય છે તેવો આગળ જણાયો નથી.
કર્મગ્રંથ વાંચવા શરૂ કર્યો છે. તે વાચતા વાંચતાં તેના ઉપર પ્રીતિ વધતી ગઇ, ઉલ્લાસ આવ્યો. આગળ મને કોઇકજ વાર આવ્યો હશે પણ આ વખતે તો ઘણો ઉલ્લાસ આવ્યો વળી ત્રણ કર્મગ્રંથ વાંચી ચોથો વાંચવો હાલ મોકુફ રાખ્યો. તેમાં પણ કંઇ ખેદ વર્તાણો પણ મોક્ષમાર્ગ પ્રકાશ આવેલ છે તેને ક્યાં સુધી રાખી મૂકવો, આવો વિચાર આવ્યા કર્યો. ને છેવટ તે વિચારનું બળ નહીં છતાં પરાણે બળ કરી મોક્ષમાર્ગ-પ્રકાશ વાંચવો શરૂ કર્યો. તેને આજે ચાર દિવસ થયા છે. આ ગ્રંથ વાંચતાં પણ મને આનંદ વર્તાય છે. તેમાં પણ ઉલ્લાસ આવે છે પરંતુ મારા પરમાર્થના ઉલ્લાસનો મેં રોધ કર્યો તેનો ખેદ કાંઇક મનમાં હજા ખટકે છે. આ ગ્રંથ હું ઘણા વખત સુધી વાંચતો નથી. ફક્ત કલાક ને બહુતો ૨ કલાક બે વખત થઇને વાંચું છું.
પણ જ્યારે જ્યારે મને બીજા કામોની ઉપાધિ ઓછી હોય છે તે વખતે વાંચેલાના સંબંધનાજ એટલે કર્મ પ્રકૃતિ, આત્માના અધ્યવસાય, આત્માનું આત્માના ગુણ પ્રત્યે પ્રવર્તવું ને તેથી જ કર્મની પ્રકૃતિ વિચ્છેદ કરે, વળી કર્મનો બંધ, કર્મનો ઉદય, કર્મની ઉદીરણા વળી આ વખતે જીવ કયે ઠેકાણે પ્રવર્તે છે આ બધું ઓળખવાની બહુ જરૂર છે. અને આગળનાં મુનિરાજોએ, ઉપાધ્યાયજીએ અને આચાર્યોએ પરમ ઉપકાર બુધ્ધિ દર્શાવી છે તે ખરેખરૂં પરમાર્થકાર્ય કરી ગયા છે. આવા પરમકૃપાળુ મહાદયાસાગર આવા આવા પુરૂષોને અનંત અનંત નમસ્કાર હો! નમસ્કાર હો! કે જેનાં વાક્યો વાંચવાથી મહા શાંતિને આપે છે. મતિ અને શ્રુતજ્ઞાનના સંબંધમાં હું આગળ ઘણો મુંઝાણો હતો પરંતુ આ બે ગ્રંથો વાંચતાં કેટલેક દરજ્જ ગેડ બેસે છે.
કર્મગ્રંથમાં આ બે આશ્રી સારી રીતે વિવેચન કર્યું છે, પરંતુ મોક્ષમાર્ગ-પ્રકાશમાં આ બેનું નિરૂપણ કંઈક ટૂંકામાં છે તો પણ કર્મગ્રંથ કરતાં વિશેષ બળવાનપણે ને સ્પષ્ટ સમજી શકાય તેમ વળી અનુભવ થઇ શકે તેવી રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનું ઘણું ટૂંકું પણ સૂક્ષ્મ વિચારને દોરવે અને યથાર્થ સમજણમાં આવે તેમ વિવેચન કર્યુ છે તે વાંચવાથી હું તો પરમ ઉલ્લાસ પામ્યો હતો. હાલમાં તો એમ રહે છે કે આ બે ગ્રંથો પુરા થયા બાદ ફરીને પાછા બન્ને ગ્રંથો વાંચવા. મોક્ષમાર્ગના આશરે ૧૨૫ પાના વાંચ્યા છે. હવે આમાં મનનો સંબંધ જ્યાં આવે છે ત્યાં મનનું આઠ પાંખડીનું કમળ છે એમ કહ્યું છે. આ વાત યોગશાસ્ત્રમાં વાંચી છે પણ બીજા ગ્રંથમાં
Page #151
--------------------------------------------------------------------------
________________
O GR GIR SR SYS સત્સંગ-સંજીવની SHGHEEKS
વાંચવામાં આવ્યું નથી....... એકેંદ્રિયથી અસંજ્ઞી પંચેંદ્રિય સુધી કષાય કઈ રીતે પ્રવર્તે છે, અવ્યક્ત છતાં પ્રવર્તવું થાય છે તે પણ કેટલેક અંશે આ ગ્રંથો બતાવે છે.
તેમજ આત્માના અધ્યવસાય કઇ રીતે પ્રવર્તે છે તે પણ કેટલીક રીતે સમજાય છે. આ બે ગ્રંથો એકબીજાને કેટલીક રીતે મળતાપણું ધરાવે છે. વળી કોઇ બાબત બીજામાં વિશેષ પરંતુ વિરોધ હજુ સુધી આવ્યો લાગતો નથી. આ બે ગ્રંથો વાંચતાં પૂર્વે જે કેટલીક માન્યતા કરી બેઠેલ તેમાં ફેરફાર થયો છે. આ બન્ને ગ્રંથો અપૂર્વ છે.
લી. અલ્પજ્ઞ બાળક કેશવલાલ નથુભાઇના સહજાત્મસ્વરૂપે સવિનય વંદના (જવાબ વ. ૮૪૦)
પત્ર-૯૫ શ્રી સદ્ગુરૂદેવ રાજ્યચંદ્રજી કરૂણાસાગરને પુનઃ પુનઃ અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! મું. મુંબાઈ બંદર
લીંબડીથી લી. આપનો શિષ્ય મનસુખ દેવશીના પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશો. આપનો પત્ર મળ્યો છે, તે વાંચી દર્શનનો લાભ થયો છે. આપ કૃપાળુનાથે મારા ઉપર અત્યંત કૃપા કરી છ પદના કાગળ વિષે ભલામણ કરેલી તે જેઠ પેલા માસમાં તે મોઢે કર્યો હતો. ત્યાર પછી દિવસમાં ઓછામાં ઓછા એક વખત મોઢે ફેરવું છું. ને વિચાર કરતાં દન ફરતે વધારે ફુરણા ઉત્પન્ન થાય છે. તે મારા મુરબ્બીભાઇ કેશવલાલભાઇએ મારા યોગ્ય સમજુતી આપી હતી અને તે છ પદ વિષે વારંવાર વિચાર કરતાં અદ્ભુત વાત બતાવી છે તેવું મને લાગે છે, અને તે વિષે વધારે વિચાર કરવા ધારું છું. અને છ પદમાં આત્માની સ્પષ્ટ દઢતા બતાવી છે તે છ પદથી સિધ્ધ છે જે આત્મસ્વરૂપ અને ભક્તિ વિષે જે જે બોધ આપ્યો છે તે અત્યંત મારા જેવાને દ્ધયમાં કોતરી રાખવા યોગ્ય છે અને છેવટ કેવળજ્ઞાન વિષેનું લખ્યું છે તે યથારથ. તે સત્ છે તે બાબત શ્રી પેટલાદ સમજાવવામાં આવ્યું હતું તેજ પરમાણે સત્ છે. આપ પ્રભુના પત્ર ચાર (સં. ૧૯૪૮) એકમાસ થયા મોઢે કર્યા છે. ..
રાત્રે માળા સહજાત્મસ્વરૂપ શ્રી સદ્ગુરૂ સ્વામિની ગણું છું. તેટલો વખત હંમેશ લઉં છું. સહજાત્મસ્વરૂપ સ્વામિનું સ્મરણ ચાલતા બેસતાં બને છે પણ તેમાં આપ સદ્ગુરૂદેવનાં ખબર આવે અથવા આપ વિષેની વાતચિત ચાલતાં તે વખતે વધારે સ્મરણ રહે છે. આપ પ્રભુનો શ્રી રાળજનો બોધ સ્મરણ આવે છે તે વિચારવાથી ઘણોજ લાભ થાય તેવું મને લાગે છે. ....... આપ પરભુનાથ પાસે વઢવાણ કાંપમાં નિયમ લેવા અરજ કરેલી તે વખતે આપ પરભુએ સૂચના આપેલી કે જે જે નિયમ લેવાય તે સંલગ્નતા ચાલે તે વધારે ઠીક. તે ઉપર ચોક્કસ વિચાર થવાથી આપ સદ્ગુરૂ દેવને નમસ્કાર કરી નિયમ ધારું છું. ........ માણેકની પરીક્ષા ઘણા ભાગે જાણી છે એટલે આપ સદ્ગુરૂ છો પણ પૂર્વના ઉદયે માણેકને કેમ સાચવવું એ જાણપણું નથી તો કીરપા કરી જાણપણું કરાવશો. મા આપ પરભુના દર્શનની ઇચ્છા રહ્યા કરે છે તો આપ કપાનાથ કીરપા કરી શાંતિ પમાડશો. વળી આપ પરભુ શ્રાવણ માસથી કા.શુ.૫ સુધી ગુજરાતમાં સ્થિરતા કરી હતી તેમાં બે વખત થઇ માત્ર સોળ દિવસને આશરે દર્શનનો લાભ થયો. મારાથી વધુ લાભ લેવાયો નહીં તે પુરી ખેદની વાત તો મેં પૂર્વે કર્મ કરેલાં તે ઉદય આવેલાં છે. તેમાં કોઇ વખતે રૂડા પુરૂષની સેવા ભક્તિ કરવાની ઇચ્છા કરી હશે તો તે પરભાવથી દર્શનનો લાભ થયો બાકીનો વખત અંતરાય રહી તે ખેદ થાય છે. હવેથી આપ પરભુની સેવાભક્તિમાં વધારે કાળ રહેવાનું બને તે ઇચ્છા રહે છે તો હે પ્રભુ! તે ક્યારે પ્રાપ્ત થાય અને તન મન ધન અર્પણ કરીને આપ પરભુના ચરણકમળમાં
RR RR
Page #152
--------------------------------------------------------------------------
________________
SSSSS) સત્સંગ-સંજીવની ) (2 (3) 03 ()
RE
પડાય તો સાર્થક છે તે વિના બીજો રસ્તો ત્રિકાળમાં નથી પણ તેવી દશા મારી નથી અને સ્વદોષ ઉપર લક્ષ વખતે રાખું છું. આપ પરભુના દર્શનથી દોષ જોવામાં આવે છે તે દોષ આપ પરભુના દરશનથી નાશ થઇ શકે તે વિના બીજો રસ્તો નથી. આપ પરભુના દરશન બે માસમાં ત્રીસ દિવસ દરશન થાય નહીં તિહાં સુધી અમુક વસ્તુનો ત્યાગ કરવા ઇચ્છા છે તો આપ પરભુ આજ્ઞા આપશો તે પરમાણે તે નિયમ લેવા વિચાર થયેલ છે. એજ, ઉપદેશ ચિંતામણીગ્રંથ મહાશય વૈજનાથભાઇ પાસેથી લાવી આપને મોકલેલા તે પહોંચ્યા તે જાણ્યું. મારા મુરબ્બી ભાઇ અંબાલાલભાઇ પાસેથી દાસબોધની ચોપડી એક મંગાવી હતી તે દન આઠ દસમાં આવી છે તે ભાઇ ખીમચંદભાઇને વાંચવા આપી છે તે નિવેદન કરું છું. મારી વતી પિતાશ્રી તથા માતુશ્રીને નમસ્કાર પહોંચે એજ વિનંતિ. સં. ૧૯૫૩ માગ. શુ. ૧૩ લી. શિષ્ય મનસુખના નમસ્કાર પુનઃ પુનઃ સ્વીકારશો.
પત્ર-૯૬
લીંબડી
ભાદરવા સુદ ૪, મું. રાળજ, ૧૯૫૨ સગરૂદેવ શ્રી રામચંદ્રભાઇની પવિત્ર સેવામાં. લીંબડીથી લી. પામર સેવક કેશવલાલ નથુભાઇની kiદના સ્વીકારશો. આજે વર્ષ પુરૂ થાય છે માટે પૂર્વકાળની ગુરૂ સમીપે રહીને માફી માગવી જોઇએ તેવી પ્રત્યક્ષ જોગવાઇ તો મારાથી બની શકી નથી. તો પણ મારું નિર્મળ અંતઃકરણ હશે તો આપની સમીપજ છું. કોઇ પ્રકારે દૂર છું એમ હું માનતો નથી. પરંતુ કિંચિત્ પણ મલીનતા છે તો નજીક છતાં પણ અનંત જોજન પર્યત દૂર જ છું. હે નાથ! સદ્ગુરૂ દેવ! આપ સાહેબની જે શક્તિ છે તેથી મંદ શક્તિ કલ્પી હોય, અથવા આપની કોઇ શક્તિ હશે તેને નહીં હોય તેમ કલ્યાણી હશે. વળી તેવી વાતચિત થઇ હશે, તેવા વિચાર આવ્યા હશે, તેની વાસ્ત આશાતનાનો દોષ લાગ્યો હશે ને ચૂનાધિક થયું હશે તેના વાસ્તે ક્ષમાપના ઇચ્છું છું. આપ સાહેબને લઇને અને ધર્મને કોઇ પણ સંસારિક કામમાં મેં પ્રવર્તાવ્યો હોય, ભૂલચૂકથી કે અનુપયોગથી થઇ હોય તો આત્મ પરિણામે કરીને ક્ષમાપના ઇચ્છું છું. આપ કૃપાવંત સાહેબની વિનય ભક્તિ તો હું કરી શક્યો નથી. જો કદીકને આપની સમીપે કાંઇ ઉઘાડી રીતે દેખવા માત્ર હશે પણ હજી હું ભક્તિમાર્ગમાં પેઠો હોઉં તેવું મને લાગતું નથી તે વિનયભક્તિની આશાતના થઇ હશે કારણકે જે વખતે કરવું જોઇએ ત્યાં શરીર ચોર્યું હશે, વખતે શરીરથી થયું હશે તો મન ચોર્યું હશે અથવા આંખ આડા કાન કર્યા હશે. આવા પ્રકાર બનીને આશાતના, અભક્તિ થઇ છે એમ નક્કી થાય છે. માટે હે નાથ ! આ માફીથી તો છુટાય તેવું તો મને લાગતું નથી, માટે ફરી ફરી આત્મભાવે ચિંતવીને ગુરૂદેવને ઠગ્યા છે તેમને આ હકિકત નિવેદન કરી આ એક મોટું ભયંકર પાપ સેવ્યું છે તેમ વારંવાર આત્મભાવથી વિચારી ક્ષમાપના ઇચ્છું છું. આપ કૃપાવંત સાહેબના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપાદિમાં કોઇ પ્રકારનું મારાથી વિકલ્પ કે વિક્ષેપ લાવવા જેવું થયું હોય તો ક્ષમા ઇચ્છું છું.
આ મારા મુરબ્બી શ્રી સૌભાગ્યચંદ્રભાઇ તથા ડુંગરશીભાઇને બંને હાથ જોડી મસ્તક નમાવી નમસ્કાર કરી તેમના વિશે કોઇ પણ અપરાધાદિ થયું હોય તેના વાસ્તે આત્મ પરિણતિએ કરી ક્ષમાપના ઇચ્છું છું. જ્ઞાનીના ચરણમાં નિર્મળ અંતઃકરણ અર્પણ કરનાર, સત્સંગના અંતઃકરણથી ઉત્સાહી એવા ભાઇઓની પૂર્વાદિ કારણના સંબંધે અપરાધાદિ થયાં હોય અથવા તે ભાઇઓની ભૂલ ન હોય અને મને ભાસી હોય તેનો મારા મનમાં ખેદકારક વિચાર ઉત્પન્ન થયો હોય તેમાં મારી મોટી ભૂલ ગણી તે ભાઇઓની ક્ષમાપના ઇચ્છું છું.
Page #153
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
હે નાથ ? મને સત્સંગનો તદન અભાવ છે અને જ્ઞાનને વૃધ્ધિ ક૨વાના બદલામાં પાડવાના કારણો વળગણે પ્રવર્તન થયા કરે છે. તેથી એમ રહે છે કે તેવો પ્રસંગ પાડવાથી પણ અલગ રહેવાય તો રહેવું તે પણ આપ કૃપાવંતને નિવેદન કરૂં છું. હે નાથ તૃષ્ણાનો ક્ષય થતો નથી પણ ઉલ્ટું મોક્ષમાં આ સંસારને લઇ જવો હોય તો બહુ સારૂ અથવા મન, સગા, સ્નેહી – કુટુંબ પરિવારમાં રહ્યા કરે ને મોક્ષ પણ કરવો તે નહી બનવા તુલ્ય છે. શરીર ઉપરની વ્હાલપ પાર વિનાની છે. એક સાંઢ દોડતો આવે તો નાશીને તેનાથી બચવાનું કરે. રોગ ઉત્પન્ન થતા ભય, શ૨ી૨ કૃષ થવાનો ભય વિગેરે ભયે તો બાકી રાખી નથી. જે આત્માના જ્ઞાનાદિ ગુણો લુંટાય છે તેનો તો ભય બીલકુલ જણાતો નથી. જેનો ભય રાખવો જોઇએ તેને તો ખુલ્લા મૂક્યા છે ને જેને કોઇ જાતનો સંબંધ નથી. સજાતિપણું નથી તેને વાસ્તે કેટલી બધી સંભાળ, આ પણ આશ્ચર્ય છે. હે નાથ ! જે તસ્કરો ગુણરૂપી ધન લુંટીને લઇ ગયા છે તેને મારીને આત્માના ગુણો હું ક્યારે મેળવી શકીશ ? મારામાં તે શક્તિ નથી. હું અશક્ત થઇ પડ્યો છું. માટે હે દીન દયાળ પ્રભુ ! મને સહાય થાઓ. ને આપનો એજ ધર્મ છે કે જે દીન છે તેને સહાયક થવું, માટે તે ગુણનું અવલંબન મને આપો ને જે મારૂં ધન છે તે મને મેળવી આપો
યોગવાસીષ્ટમાં ઘણો બોધ છે તે વિચાર શક્તિને ઘણી આગળ દોરે છે. જગત ભ્રમ છે. પંચવિષય પણ ભ્રમ છે ને છેવટ સ્થૂલ સૂક્ષ્મ ને કા૨મણ શરીર પર્યંત તમામ જૂઠું ઠરાવી તેમાંથી આત્માને ન્યારો કાઢી ફક્ત એજ સત્ય છે તે સિવાય કાંય નથી. આ પ્રમાણે દૃઢીભૂત થાય છે તો પછી શું ઇંદ્રિયના વિષયમાં સુખ માનશે, નજ માને. કારણ કે તે તો ખોટું છે, વિકાર રૂપ છે તો ત્રણ શરીરમાં આનંદ શી રીતે માનશે. માટે તમામમાંથી તૃષ્ણા ક્ષય કરવામાં એ વજરૂપ છે એમ મને તો ભાસે છે. માટે મને પણ આત્મા સિવાય બીજું ખોટું છે, મિથ્યા છે તેમ ભાસી તેમાંથી વૃત્તિ સંક્ષેપાય તેમ હે નાથ ! ક૨શો એજ વિનંતિ. મારે રાળજ આવવું હતું પણ કોઇને કોઇ ઉપાધિ આવી પડે છે ને મુંબઇ જવાનો વિચાર પણ રહ્યા કરે છે તેથી બે ખર્ચ કરવા એમ મનમાં આવતું નથી પણ એકીજ વખતે ખર્ચ કરવાનું કરવું તેથી ત્યાં આવવાનું ચોક્કસ થઇ શકે તેમ નથી. ભાઇ સુખલાલને ત્યાં આવવાની ઘણી ઇચ્છા હતી, તેને હજુ તાવ છે તેથી આવી શકે તેમ લાગતું નથી.
લીઃ પામર સેવક કે, ન.- ભાઇ ના સવિનય વંદના સ્વીકારશોજી.
(જવાબ વ. ૭૦૬)
પત્ર-૯૭
હે કૃપાળુ । દેવ ! શ્રી વસો ક્ષેત્રે આપની તરફથી ઉત્કૃષ્ટ સાધનરૂપ બે મંત્ર મળેલા છે. તેની પાંચ પાંચ માળા ફેરવું છું. તેમજ તે પવિત્ર વચનામૃતોનો જાપ અહર્નીશ ઇચ્છું છું. હે દયાળુ દેવ ! તે વિદીત થાઓ. હે બાપાજી ! સંસ્કૃત ભાષા શીખવાની આજ્ઞાનું આરાધન કરવામાં આ બાળકે પ્રયત્ન પ્રથમ કરેલ પણ હે નાથ, હિન પુરૂષાર્થથી નહીં ફાવેલો પણ હવે તે પ્રયત્ન ક્યારે થાય એ ઇચ્છાવાળો છું. તત્વાર્થ સૂત્ર મંગાવ્યું છે તે આપ કૃપાથી નિરંતર મનન કરીશ. હે બાપાજી, શ્રી ખેડા ક્ષેત્રે મારી ઉપર પરમ કૃપા કરી હીત શિક્ષા કહી તે માવીત્ર વિના બીજું કોણ કરનાર છે. સં. ૧૯૫૨ અષાડ શુદ ૬ હે નાથ ? આપ કૃપાવંત સાહેબે જે પેટલાદમાં ઉપદેશ આપ્યો હતો તે હજુ જ્યારે યાદ આવે છે તે વખતે બહુ સ્ફુરે છે. તેમજ ઉદેલમાં જે બોધ મળ્યો હતો તે વિગેરે ધ્યાનમાં રાખીશ. હાલ કાંઇ ક્રીયા થતી તો નથી. તો પણ વખતે કિંચીત થતી હશે તો તેને આત્મા સાથે જોડવાપણું જ કરવામાં આવે છે. બાકી કોઇ પ્રકારની વાંછના તરીકે નહીં. જો કદીકને તેવી વૃત્તિ કોઇ વખત સ્ફૂરે તો તેને બનતાં સુધી મંદ કરી કાઢી નાખવાનું પ્રયત્ન કરવામાં આવે છે. આ વૃત્તિ કંઇક જાણવામાં આવી તે આપનો જ પ્રતાપ છે.
૯૮
Page #154
--------------------------------------------------------------------------
________________
SYST) સત્સંગ-સંજીવની ()
જે આઇ શરણ હી હોત પ્રાપત, પાપ તિન તનકો હરે, પુનિ ફરે બદલે ઘાટ ઉનકો, જીવ તે બ્રહ્મ હી કરે, કછુ ઉંચ ન દૃષ્ટિ જિનકો, સકલકો વિશ્રામ હૈ, દાદુ દયાળ પ્રસિધ્ધ તાઇ મોરે પ્રણામ છે.
સં ૧૯૫૫, માગસર વદ ૧ શત્રુ હિન મિત્ર કોઉં, જાકું સબ હૈ સમાન, જેહ કો મમત્વ છોડી આત્મા હી રામ હૈ, રિધ્ધિ ઔર સિધ્ધિ જાકે, હાથ જોડી આગે રહી ખડી, સુંદર કહત તાકે સબહી ગુલામ હૈ. અધિક પ્રશંસા મેં તો, કિવિધ કરી શકું, તુમ ગુરૂદેવકું, અમારો જા પ્રણામ હૈ.
હે અપ્રતિબંધિનાથ ! સુનજરે આ દયામણા બાળકને નિહાળશો. હે બાપાજી ! શ્રી ઇડર ક્ષેત્રેથી આપનો લખેલ પત્ર પ્રાપ્ત થયા પછી આ પત્ર ઘણાં વિલંબે લખવાનું કારણ સિરનામું અંબાલાલભાઇ પાસેથી મંગાવ્યું. માટે હે દેવ, ક્ષમા ઇચ્છું છું. આ જગતમાં તમારા શરણા સમાન બીજું કોઇ હિતકારી ભાસતું નથી. છતાં હે દયાળુ દેવ ! વિષયથી આ જીવ કેમ ઉપરાંઠો નહીં થતો હોય ? હે સર્વજ્ઞ ભગવાન્ ! તમને પરમ વૈદ્યરૂપ જાણી મારી નાડી.....મારી પ્રકૃતિ ચરણમાં પડી વિદિત કરું છું. ગુરૂકારીગર સારીખા, વચન ટાંકણો માર, પથ્થરકી પ્રતીમા કરે, પૂજા લહે અપાર. હે દયાળુ દેવ ! હે મારા નાથ, હે પરમાર્થી ! હે માવતર ! હે પરમ ઇષ્ટ દેવ ! શ્રી ખેડા ક્ષેત્રે પરમ કૃપા કરી અપરાધી સેવકને શિખામણ પરહિતાર્થે આપી, અનુબંધ દયા સિધ્ધ કરી. તે સ્મરણ કરતાં આ ગુલામ ઉલ્લાસમાન થાય છે. હે પ્રભુજી ! હે દેવાધિદેવ ! પતિતને પણ તમારાં દર્શન અતિ અતિ દુર્લભ છે. છતાં મને સમાગમ સાથે અમૂલ્ય કૌસ્તુભરત્ન કરતાં પણ વિશેષ ગણવા સરખા શ્રીમુખ વચનની પ્રાપ્તિ થઇ. હે ભગવાન ! પુનઃ પુનઃ નમસ્કાર કરૂ છું. હે નાથ ! આ ગુલામને ન્યાલ કરનાર તમે જ છો. હે બાપાજી ! મુક્ત કરો, મુક્ત કરો. ગમે તેમ થોઓ, ગમે તો પ્રિય વસ્તુનો વિયોગ થાવ પણ તમારા ઉપર પરમગ્નેહમાં વૃદ્ધિ પામો એવી દશા આપજો.
પદ : -
‘પાપ કર્તા પાછું નવ જોયું, હરીનું નામ હું તો ભૂલ્યો રે, દૂર્જનની સંગત મેં કીધી, દેવાળાથી ડૂલ્યો રે.’
હે ભગવાન ! ગરીબ દાસની ખબર રાખી આ અપાર સંસાર સમુદ્રથી તારવા એક તુંજ સમર્થ છો એમ આ Æય કબુલ કરે છે.
શ્રી આદિજિન વિનતી – ‘સમર્થ છો તમે સ્વામિ, જગત તારણ ભણી, તો હવે મુજ વેળા કેમ ? આનાકાની ઘણી.’ હે ત્રણલોકના નાથ ! પ્રથમના સમાગમે હું અમ વિચારતો જે બાપાજીનો સમાગમ વેલા થતાં જે આવરણો આવ્યાં તે ન આવ્યાં હોત તો કેટલી દશાને યોગ્ય થયો હોત. લિઃ મગન કાળુના નમસ્કાર.
આ પત્ર-૯૮
મહા વદ ૧૦, ૧૯૫૫ હે ત્રણ લોકના ઇશ્વર ! અનંત અનુકંપાથી આ દીનનું હિત થવા અપૂર્વ ઉપદેશ શ્રી અમદાવાદ ક્ષેત્રે આપ્યો તે બદલ અહોનીશ હે ભગવંત ! તમને વંદના ઇચ્છું છું.
આ કંગાળ તે જેમ ભાગ્ય વિનાના મનુષ્યને ચિંતામણીની યોગવાઇ બન્યથી ઓળખાણ વિના વ્યર્થ કરે
૯૯
Page #155
--------------------------------------------------------------------------
________________
BRS SMS) સત્સંગ-સંજીવની હSS SS SS SS ()
છે તેમ હે પ્રભુ ! તમારી સેવાના વખતે, તમારું અમૂલ્ય અને અપૂર્વ જ્ઞાન પામવાની વખતે મારા ઓછાપણાને લીધે હું તે લાભને અવગણી પાછો ફર્યો છું. હે નાથ ! તે પુનઃ પુનઃ પશ્ચાતાપ કરવા યોગ્ય છું. હે ભગવાન ! સિધ્ધિશાસ્ત્રની તો મારા જેવા નિર્ભાગી પુરૂષને પ્રાપ્તિ ક્યાંથી થાય ? પણ હે દયાળ ! હવે ઘણા મુમુક્ષજીવોને તે પરમ પવિત્ર કરનાર શાસ્ત્રની પ્રાપ્તિ થઇ છે એમ જાણી તેની પણ ઇચ્છા કરું છું. હે નાથ ! તે ઇચ્છા પાર પડયેથી હું મને ધન્ય માનીશ. આપની પાસેથી આજ્ઞા થવામાં વિલંબ થાય તો પણ આ દીન કંગાળ દાસને કંઇ વિકલ્પો કરવા યોગ્ય નથી. કારણ હે દયાળ ! આપ જે શાસન વર્તાવો છો તે સરળજ છે. યોગ્યતાવાળા ભવ્ય જીવોનાં હિતને માટે બતાવો છો, તો હે ભગવાન ! આ દીનને એમજ ધારવું છે તે દયાળુનાથ જેમ તારૂં હિત દેખશે તેમજ કરવા પરમ કૃપાદૃષ્ટિથી વર્તે છે. એવા ગુણ તે દયાળમાં સહજપણે રહ્યા છે. હે નાથ ! પછી તે વિષે સ્વચ્છંદપણાએ વિકલ્પો કરી આપની અનંત કૃપાનો ચોર થઇ અધોગતી શા માટે સેવું ? હે નાથ ! અનહદ ઉપકારી એવા આપની આજ્ઞાથી આત્માનુશાસન ગ્રંથ અવલોકન કર્યો પણ હે નાથ ! ચિત્ત વિક્ષેપ પણાથી અહર્નીશ તે જ્ઞાનનો વિચાર રહેતો નથી. લી. મગન કાળુના પુનઃ પુનઃ નમસ્કાર
પત્ર-૯૯
વઢવાણ
મહા વદ ૧૦, બુધ, ૧૯૫૪ પરમકૃપાળુદેવ રાજચંદ્ર પરભુજીના ચરણકમળમાં નમસ્કાર ત્રિકાળ અત્યંત ભક્તિથી પવિત્ર સેવામાં અંગીકાર કરશો. વીતરાગ દેવ ! આપના દર્શન કરવા ઘણી અભિલાષા થઇ છે. વળી વિયોગ પડ્યો છે તેથી મન ઘણું દીલગીર છે, માટે પ્રભુજી દર્શન ક્યારે થાય ? મારે દર્શન કરવા માટે મુંબઇ આવવા વિચાર છે તો આપ આજ્ઞા આપો તો આવું. હે ભગવાન ! કૃપા કરશો. દેવાધિદેવ, મન શાંત થાતું નથી. વળી મને મૂઢતા ઘણીજ છે. વિચારદશા જાગતી નથી. માટે ભગવાન મરજી મુજબ લખાવશો. વચનામૃત વાંચવાની મરજી થાય છે. મલિનવૃત્તિ મારી ઘણીજ છે. મોળી પડતી નથી. હવે ભગવાન ! હું શું કરું ? દશા સારી થાતી નથી. વાંચતા પણ વીતર્ક ઘણા ઊઠે છે. માટે યોગ મુજબ આજ્ઞા ફરમાવશો. હે તરણ તારણ ? દયાના સિંધુ ! અમને અનંત કર્મથી મુકાવનાર સહુરૂષનો યોગ મળ્યો ને હવે અમે જેટલી કચાશ રાખીએ તે અમારી ખામી છે. જેમ નિર્ધનિયાને ધન મળે તેમ અમારે રત્નચિંતામણી પારસમણી મળ્યું છે. તો હવે તમારો કેડો મૂકનાર નથી. અનંતા પુદ્ગલ-પરાવર્તનથી આપનો આવો યોગ મળ્યો છે. તો હે શાંતિનાથ પ્રભુજી ? તમારી હવે અમને ભક્તિ જોઇએ છે ને તમારા સત્ય વાક્યથી અમને શાંતિ થાશે. આપના દરશનથી પછી અમને ઘણોજ લાભ તથા ઘણી મલિનતા ઓછી થઇ છે. એ તમારો મોટો ઉપકાર છે. જેમ સૂર્ય પ્રકાશિત થઇ અંધારાનો અભાવ થાય તેમ તમારા પ્રકાશથી અમને તમ અંધકારનો અભાવ થીઓ છે. યોગવાસીષ્ટ ગ્રંથ વારંવાર વાંચવાથી ઘણોજ લાભ થયો છે. તત્વજ્ઞાનીની આજ્ઞાથી વાંચ્યું છે તો ઘણોજ ફાયદો થયો છે. હવે તો તમારા નામની માળા ફેરવીએ છીએ.
આપ અનંત કૃપાનાથનો અતિ અમૂલ્ય આશ્રય મળ્યો છે છતાં આ જીવની દશા મહા માંડી છે. જેથી જીવની સ્થિરતા રહી શકતી નથી. મન સ્થિર રહે એવા છંદ વિગેરે આપને યોગ લાગે તેમ મુખપાઠ કરવા આજ્ઞા ફરમાવશો. હે ભગવાન ? હવે હઠીલીને પહોંચ્યાતું નથી, તે છટક છીંનાળ લાગે છે. તેવી જે કલ્પનાને શું કરું? હાલતાં, બોલતાં, ભણતાં, વ્રતાદિક કરતાં જીવને અહંપણ બહુ આવે છે. તથા સંજ્ઞા પણ ઓછી થતી
૧OO
Page #156
--------------------------------------------------------------------------
________________
SS S સત્સંગ-સંજીવની હSS SYS (
નથી. તેમજ મલિનતા વિગેરે બેહાલતાં ઘણી છે તો પરભુ. જ્યારે આપના દર્શન થતાં અમૃતરૂપી વચન પડશે ત્યારે શાંતિ થાશે. આપના વચનની મને સરધા છે. હવે તો તમે અમારા તન, મન, ધન છો. અમે તો પરભુજી ગણીને માના છે. બીજો હવે અમને કોઇ પાર ઉતારનાર નથી. કૃપાળુ પરભુજી ! જ્યારે સાયલા મુકામે અમે આવેલ ત્યારે અહંપણાને લીધે ભક્તિ ન થઇ. તો અમારી ઘણીજ ભૂલ થઇ. હવે આપના વચનથી ને સત્યતાથી પસ્તાવો થાય છે કે જીવને અહંકારજ રખડાવે છે. દરશન અને ભક્તિ તો જ્યારે માંડી હશે તારે થાસે પણ આપના ગુણ સમે સમે યાદ આવે છે. આપના વચનની ખરેખરી પરતીતિ થઇ છે. તમે અમારા પરભુ તુલ્ય જ્ઞાન તત્ત્વના વેત્તા છો. જેને યથાર્થ મોક્ષમાર્ગ બતાવ્યો, તમારો ઉપકાર ક્યારે વળાશે ? મુરબ્બી શ્રી સૌભાગચંદભાઇ સાક્ષાત્ દેહથી મુક્ત થીઆ, તો અમારા જેવાનો આધાર હતો... મનને દીલગીરી થવાનું કારણ છે જે અમારા જેવાને ઘણોજ તેમનાથી સંતોષકારક સાધન મળતું. તેમનું પંડિત મરણ થયું છે. તે સદ્ગુરૂની આસ્થા છે. કૃપાનાથે અમારી ઉપર અનુકંપા લાવી બોધ આપ્યો, તો તન, મન, ધનથી સમયે સમયે અમારી વંદના સ્વીકારશો.
જેથી આ સેવકના સંકલ્પ વિકલ્પ મટે તેમજ ઇન્દ્રિયોની લોલુપતા ઘટે, તેમ કૃપા કરી લખશો. એ દયા સિંધુ ! તરણ તારણ સત્યરૂષ પ્રત્યે જેવો જીવનો પ્રેમ હોવો જોઇએ તેવો તેમજ તેથી ઓછો પણ આ પામર જીવમાં વર્તતો નથી. તો કૃપા કરી અમારી આ અતિ થતી ભૂલોનો નાશ થઇ આપ કૃપાનાથના ચરણકમળમાં અહોનીશ અમારી વૃત્તિ રહ્યા કરે તેમ કૃપા કરી બોધ આપતા રહેશો. લી. તાબેદાર સેવક. વણારસી તલસીના પુનઃ પુનઃ નમસ્કાર આપની પવિત્ર સેવામાં અંગીકાર કરશો.
પત્ર-૧OO
માંડલા બીજા
ભાદરવા સુદ ૪, શુક્ર, ૧૯૫૨, શ્રી રાળજ પરમોપકારી પૂજ્ય શ્રીમદ્ :વિ. વિ. હમણાંનો આપનો કૃપા પત્ર નથી તે લખશો.
આજે સાંવત્સરી પર્વ હોવાથી પ્રતિક્રમણ કર્યું છે. પ્રતિક્રમણની સંકલનામાં શ્રી ગુરૂમહારાજની વારંવાર સ્તુતિ, તેમની સુખવૃત્તિ, અપરાધની ક્ષમા તથા ચરમકમળમાં નમ્રતાપૂર્વક વારંવારની વંદના. વંદનાના પ્રસંગમાં વારંવાર આપનું સ્મરણ થયું છે, એવું પત્રમાં લખવું તે મને આત્મશ્લાઘા જેવું લાગે છે. પણ પ્રત્યક્ષ ગુરૂ મહારાજની યથાવિધિએ વંદણા કરવાને ગુરૂશ્રીના અનુગ્રહથી આત્મજ્ઞાન થતાં તેના નિઃસંશય સર્વ કાર્યો સિધ્ધ થાય તેમાં આશ્ચર્ય નથી. તેવા ગુરૂ મહારાજ અને તેવા વિનીત શિષ્યોને ધન્ય છે. આપને શું લખું? તે સમજાતું નથી. પણ માત્ર વારંવાર એટલું તો લખવાનું થાય છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનથી વારંવાર હું આપનો અપરાધ કરું છું. અપરાધી છું, દીન છું, અનાથ છું. તેથી કૃપાદૃષ્ટિ રાખશો. અપરાધની ક્ષમા કરશો. એવી ચરણકમળમાં બે હાથ જોડી વંદણાપૂર્વક વિનંતી છે.
વ્યવસાય (વેપાર) સંબંધમાં પ્રવૃત્તિ વધારવાનું થાય તે આપને અનુકૂળ ન હોય એ સ્વાભાવિક છે. અને મારે તેમ જ વર્તણુંક રાખવી એમ જાણતા છતાં પણ પ્રતિકૂળ કરતાં અનુકૂળ જેવા વિચારોથી મારી વ્યવસાય આદિમાં પ્રવૃત્તિ થઈ છે. અને એમ કરતાં આપની સંમતિપૂર્વકની પેઠે લખવાથી મેં પૂ. રેવાશંકરભાઇને દુભવ્યા ‘જેવું કર્યું છે તે સંબંધી ક્ષમા યાચી પુનઃ પુનઃ આવા અયોગ્ય આચરણ માટે ક્ષમા માંગુ છું. મને લખતાં લજ્જા
KAR)
૧૦૧
G)
Page #157
--------------------------------------------------------------------------
________________
હિS
) સત્સંગ-સંજીવની (2) SSC
થાય છે કે હું એ જાણતાં છતાં પણ પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત થયો છું. તેથી ભવભ્રમણ હજુ બાકી લાગે છે. કારણ સત્સંગ થયા પછી પણ અને શ્રી સદ્ગુરૂનો ઉપદેશ મુલ્યા પછી પણ જે અન્યથા પ્રવૃત્તિ છે તે બહોળા કર્મીપણું સૂચવે છે. વિશેષ શું ? આપ મારી કૃતિ તરફ ન જોતાં માત્ર કરૂણાથી મારું ભવભ્રમણ ઓછું થાય તેમ કરશોજી, વૈદ તરફથી ગુણકારી ઔષધ મળવા છતાં પણ કુપથ્ય કરી રોગ વધારનાર દર્દીના જેવી મારી સ્થિતિ છે. માટે આપને વિશેષ શું લખું? માટે દૃઢ સંકલ્પપૂર્વક આજ્ઞા પ્રમાણે વર્તવું તેજ ઉપાય મને લાગે છે.
| મારી મૂર્ખતાથી લાંબુ વર્ણન કરી આપને શ્રમ આપેલ છે. તેને માટે ક્ષમા યાચું છું. મારી મૂર્ખતા જેટલી લખું તેટલી ઓછી છે.
પૂ. મહાત્મા ડુંગરશી તથા શ્રી સૌભાગ્યશ્રીને વંદણાપૂર્વક મિચ્છામિ દુક્કડે દઈ મારાથી મન, વચન અને કાયાવડે થયેલા અપરાધોની ક્ષમા યાચું છું. એજ વિનંતી. લિઃ દાસાનુદાસ માંકુના દંડવત્ પ્રણામ
પત્ર-૧૦૧
સં. ૧૯૪૯ મહેરબાન મુરબ્બી જીવન્મુક્ત નાથ સાહેબજીની હજુ૨માં :લિ, શરણેચ્છક એજ્ઞાન બાળકનું પાયલાગુ મુરબ્બી શ્રી કૃપાસાગરજીની પવિત્ર સેવામાં અંગીકાર કરશો. એવી આ ગરીબ સેવકને આશા છે.
મુરબ્બી પ્રભુ ! બાલક પરગામ જવાથી હાલમાં મુદલ પત્ર લખી શક્યો નથી. માટે કૃપા કરી ક્ષમા આપશો. મહાનું પ્રભુ ! આપનું ગુજરાત તરફ ક્યારે પધારવું થશે? તે ગરીબ બાળકને તારીખ વાર જણાવશો એવી આશા છે. મુરબ્બી નાથ ! બાલકને દર્શનની ઘણીજ ઉત્કંઠા છે. તે મુરબ્બી પ્રભુ, પાર પાડે. - અસત્સંગીઓના અહર્નીશ સમીપ વાસવાળો, સત્સંગનો વિયોગી અનાથ બાળક, મહાન પ્રભુ ! માર્યો જાય છે. માટે કૃપા કરી ગરીબને અવગુણી છોરૂ ત્રફ દૃષ્ટિ લાવી સમીપવાસ રહેવા આજ્ઞા ફરમાન કરશો એવી દીન બાળકને આશા છે.
મહાન પ્રભુ ! આપના પવિત્ર દર્શન જ્યારથી થયા ત્યારથી આ બાળકને અત્રેનું ઘર, કુટુંબ વિગેરે ઉજ્જડ જંગલ જેવું લાગે છે. વળી અસત્સંગીઓના સહવાસથી બુદ્ધિ મુંઝાઇ ગઇ છે. વળી આપના દર્શન વિના તલખે છે. જેમ માછલું પાણી વિના તલખે છે તેમ. ચકોરપક્ષી ચંદ્રમાં વિના તલખે છે તેવી રીતે આ દીન બાળક લખી રહ્યો છે. માટે કૃપા કરી દીન બાળકને સમીપ રહેવા આજ્ઞા ફરમાન કરશો. પ્રભુ ! ધીરજ શી રીતે ધરૂં ? વિયોગ તો પીડા કરતો ને કરતો રહ્યો. આપ વિના મારી પીડા કોણ ટાળે ? અને સહાય કોણ કરે ? હે સ્વામી ! આપના વિયોગથી બાળકની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઇ છે. અને વિયોગતામાં ઘર બાર વિગેરે કંઇ પણ ગમતું નથી. અને દુષમકાળમાં આયુષ્યનો ભરૂસો નથી. માટે સર્વશ પ્રભુ !દયાળુ નાથ !દયા લાવી વિયોગ મટાડી અજ્ઞાન બાળકને આપ શરણે રાખશો એવી આશા છે.
બાળક તરફથી અવિનય, અભક્તિ, અશાતના ઇ. ઇ. કોઇ પણ પ્રકારથી થઇ હોય તો દયાળુ પ્રભુ ! ક્ષમા આપશો, એવી આશા છે. એ જ
૧૦૨
Page #158
--------------------------------------------------------------------------
________________
GSSSSSS સત્સંગ-સંજીવની ) (3) (SSI)
લિઃ અજ્ઞાન બાળકનું પાયેલાગુ સ્વીકારશો. (જવાબ વ. ૪૨૩)
પત્ર-૧૦૨
મું. વવાણીયા - ૧૯૫૩ પૂજ્યપાદ કૃપાસિંધુ શ્રી સદ્ગુરૂદેવ રાયચંદ્ર પ્રભુની પવિત્ર સેવામાં
ભાવનગરથી અલ્પજ્ઞ બાળક કેશવલાલ નથુભાઇના સહજ આત્મસ્વરૂપે વંદણા નમસ્કાર સ્વીકારશો. આપ કૃપાવંત પ્રભુનું પતું ગઇકાલે ટપાલમાં મને મળ્યું. વાંચી તેનો ભક્તિભાવે વિચારવામાં આવ્યો. આપ કૃપાળુ ગુરૂની કૃપાનો કાંઇ પાર પામી શકું તેવું તો શું પણ કિંચી– વિચારમાં લાવી શકું એવી મારી બીલકુલ દશા નથી. આપ વખતો વખત જે બોધ આપો છો અથવા આપના તરફથી જે મને મળે છે તેનું વર્ણન તો શું પણ વિચાર કરવાને મારી બીલકુલ તાકાત નથી. | હે પ્રભુ ! જ્ઞાનીની દયા અનંત છે ને તેના આશ્રયે સર્વ જીવ દયાને પાત્ર છે. સત્તાહિન મહાદીન એવો અનાથ દયાને પણ પાત્ર ગણાતો હોય એમ મને તો બિલકુલ સંભવ નથી. જ્યાં હું મારી વૃત્તિને તપાસું છું ત્યાં એકે ઇન્દ્રિય ઉપશમ પામી હોય એમ ભાસતું નથી. જીવા સ્વાદને ચાહે છે, ચક્ષુ દ્રશ્ય પદાર્થને રૂપ રંગ આદિને, નાસિકા સુગંધને, કર્ણ રાગ - રાગિણીને, ત્વચા કોમળ સ્પર્શને ચાહે છે, એમ જ્યાં જોઉં છું ત્યાં એકે ઇન્દ્રિય મંદ પડી હોય એમ જણાતું નથી પણ તેના વિષયમાં તલ્લીન લાગે છે. ત્યાં કર્મને ઘટવાપણું કઇ રીતે થઇ શકે એ કોઇ પણ પ્રકારે સૂઝતું નથી. માટે હે પ્રભુ ! ઉપરના વિષયમાં મારો આત્મા પ્રવર્તે નહીં તેમ કરો. - તૃષ્ણાનો પ્રવાહ જબરજસ્ત છે. તેનાથી છૂટવું ઘણું જ મુશ્કેલ છે. તે માઇના પૂત કોઇક જ છૂટતા હશે. મારા જેવો અજ્ઞાની તેમાંથી છૂટવાને બદલે ઉલ્ટો તેના પ્રવાહમાં તણાતો જાય છે તો પછી મુમુક્ષતા કેમ કહેવાય. હાલ હું તો જ્યારે વિચારું છું તો મને બિલકુલ કોઇ પ્રકારનું કાંઇ ભાસતું નથી, મારામાં મુમુક્ષતા દેખાતી નથી.
જ્યાં સુધી દેહમાં તૃષ્ણા રહે છે. દેહને બચાવવાનો, દેહને નિભાવવાનો ને તેને લઇને દેહ સંબંધી કુટુંબનું પ્રતિપાલન કરવાની વૃત્તિ રહ્યા કરે ત્યાં સુધી આત્મા વિષે વિચાર જ શું કરવા આવે. ભોગ પ્રત્યે અનાસક્તિ આવવી જોઇએ અથવા તો લાવવી જોઇએ. તે હાલ તો લક્ષમાં જ આવતું જણાતું નથી. | હે નાથ ! મારો આત્મા સવળો ક્યારે થશે ? હું તો અશક્ત છું. પણ અશક્તને શક્તિવાન લોકો મદદ આપે છે. તો મેં પણ શક્તિવાળા પુરૂષને જોયા છે. અથવા તેની પાસે મારી દીનતા ગાઉ છું. એટલે તેમની પાસે મારૂં રૂદન જારી રાખ્યું છે. તો તેમને દયા આવી મને કોઇ પ્રકારથી બચાવવાનું રાખશે.
આત્મા આત્મભાવને વિચારતો નથી પણ અન્યભાવને વિચારે છે. પણ તે વિચારવું એવું નથી કે તેથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. પણ ઉલ્ટો અન્ય ભાવમાં લુબ્ધાય છે માટે મને તેનાથી બચાવો. અન્યત્વ ભાવના વિષે બિલકુલ વિચાર જ કેમ નહીં આવતો હોય ? તે વિચારીને તેમાં જે લુબ્ધ થયેલો આત્મા અલગ કરવો તે વાત સમજે શું કરવા ? માટે હજુ કેટલી ભવભ્રમણતા કરવાની હશે તે વિચારદશામાં મને દોરવો. અહંતા મમતાદિકનો ત્યાગ ક્યારે થશે ? તે શું કારણથી વિચારમાં નથી આવતું ? માટે તે ઉપર વિચાર આવ્યા કરે ને તે નિર્મળ થઇ જાય એમ બતાવો.
આત્મરસ તે શું હશે ? શું બીજા રસનો સ્વાદ છે તેમ આ આત્મરસનો પણ સ્વાદ હશે ? બીજા રસનો
ULTS
૧૦૩
Page #159
--------------------------------------------------------------------------
________________
E) સત્સંગ-સંજીવની હS SERS SMS ()
અનુભવ થાય છે તેમ ચૈતન્ય રસનો અનુભવ થાય છે ? એ વાત શું સત્ય હશે ? તેનો શી રીતે અનુભવ થતો હશે ? માટે હે પ્રભુ ! તેનો અનુભવ મને કરાવો. અગ્નિની ઉષ્ણતા, હીમની ઠંડક, મરચાની તીખાશ, મીઠાની ખારાશ, સાકરની મીઠાશ આદિ ચક્ષુએથી જોઇ શકાતી નથી પણ તેનો ઉપયોગ કરવાથી સ્પષ્ટ અનુભવ થઇ શકે છે, તેમ હે નાથ ! મને આત્માનો અનુભવ કરાવો. - જે ગામ વિશેષ ઉપાધિવાળું છે તે ઠેકાણે વૃત્તિ મંદ પડે તેમ તો અવશ્ય માનવાનું કારણ મળે છે. તે વાત આપ કૃપાળુશ્રીએ વ. ૭૦૬ માં લખેલ તે કેવળ સત્ય છે. લીંબડી કરતાં આંહી વૃત્તિ મંદ છે ને જો મુંબઇ ગયો હોત તો શું ખબર પડે કે શું યે થાત. તે કાંઇ કહી શકાતું નથી. જ્યાં જેવું કારણ મળે ત્યાં તેવું કાર્ય બને છે. એક બંદૂક હાથમાં લીધી હોય તો કોઇ જીવ ઉપર છોડવાનો વિચાર ન છતાં કોઇ પક્ષી બેઠું હોય તો તેના ઉપર તાકવાનો વિચાર આવે છે. એટલું જ નહીં પણ ખંભે ચડાવી નિશાન તરીકે માંડી જોવાય છે તે સ્પષ્ટ છે તેમજ આ સંસારનો
વ્યવસાય અનિત્ય છે એમ જાણ્યા છતાં તેમાં પડાય છે એટલે હું નિરાળો નથી, પડેલોજ છું. તેમાંથી નિકળવું ઘણું કઠણ પડે છે. પુષ્ય ચંદન આદિના પ્રસંગથી તે સુગંધમય કરે છે ને દુર્ગધથી દુર્ગંધમય કરે છે. તે પુદ્ગલિક કારણ છતાં આત્માને ખેંચે છે. તેનામાં બિલકુલ ખેંચવાની શક્તિ નહીં છતાં આત્મા તેમાં ઉછળીને પડે છે ને તેના પ્રવાહમાં તણાય છે. તે અજ્ઞાન જ છે. માટે તેમાં તલ્લીનતા ન થાય તેમ મને બચાવો.
ગૃહવાસમાં રહ્યા છતાં કોઇ કહેશે અમે લેખાતા નથી એ વાત શું સત્ય હશે એ વિચાર કરતાં કોઇ રીતે સાચી હોય એમ લાગતું નથી. શ્રી વીર પરમાત્માનું આપે આપેલું દૃષ્ટાંત (વ. ૫૧૬) માં તે યાદ આવે છે. તેવા મહાજ્ઞાની પુરૂષને પણ સંસારનો ત્યાગ કરવો પડ્યો છે તો આ જીવે સંસારમાં રહીને મોક્ષ ઇચ્છવો એ નહીં બની શકે એવું જ કાર્ય છતાં તેને અમારે કરવું છે તે કઇ રીતથી થઇ શકે ? માટે આ સંસારનો વ્યવસાય ઓછો કરવાનું, તેનાથી છૂટવાનું, તેનો જે ગળે ફાંસો બેઠો છે ને તેમાં લટકું છું, તેનાથી મને છોડાવો. (જવાબ વ. ૭૨૬)
પત્ર-૧૦૩
શ્રી વવાણિયા બંદર તરણતારણ, અધમોધ્ધારણ, પતિતપાવન, સકળજ્ઞાયક, પરમપૂજ્ય, મહોદય ! શાંતિ કારક ! ચિંતામણી! સકલ શંકા નિવારક ! વિદારણ ! સ્વામી શ્રી ૧૦૦૮ શ્રી રાજચંદ્ર દેવ સદાય જયવંત વર્તો.
મોરબીથી લિઃ આજ્ઞાંકિત અનુચર ધારશીભાઇ કુશળચંદના વારંવાર પ્રણામ
સં. ૧૯૪૮ ની સાલમાં પત્રદ્રારાએ (વ. ૩૭૩માં) જે ઉપકાર આપે ફરમાવ્યો છે તેની નકલ આ સાથે સેવામાં મૂકું છું. તે સંબંધી જો કાંઇ વિશેષ ઉપદેશવું હાલ યોગ્ય જણાય, તો તે ધ્યાન ઉપર લેવા અતિ નમ્રતા અને સવિનય સહિત વિનંતી કરું છું.
આપે જણાવેલું કોઇ વાક્ય તો શું પણ તમામ વચનામૃત પરમોત્કૃષ્ટ ફળના કારણ છે, એ વાત નિશ્ચયપણે લોકસંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞાએ અથવા તો તેની બહાર જઇને પણ ધારણા છે. અથવા નિશ્ચયપણાને લીધે લોક સંજ્ઞા અથવા શાસ્ત્ર સંજ્ઞા ના પાડે તો પણ નિશ્ચયપણું ખસી શકે એવું નથી. વળી એ નિશ્ચયપણાની જે ધારણા છે ત્યાં આગળ બીજું કાંઇ પણ શમાવવા અવકાશ નથી. આણાએ ધમ્મો,’એ વાક્ય અનવકાશ ધરાએલું છે.
અપટ, અણસમજુ, બુદ્ધિહીન એવો જે હું તેને વખતે વખતે કંઇ પણ મારની જરૂર છે. જ્યાં મારના
૧૦૪
Page #160
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પ્રસંગનો વિસામા આવ્યો કે ઉન્માદપણું તથા આળસ વધતું જ જાય છે. એમ મને ભાસે છે.
બીજાઓ કરતાં મને દર્શનાવરણનો ઉદય વિશેષ જણાય છે. જ્યારે જ્યારે આપના દર્શન કરવાની સંજ્ઞા (ઇચ્છા) જોર ઉપર લાવું છું ત્યારે આવરણરૂપી કામ એટલું બધું વધી જાય છે કે લાંબો વખત ઉપાધિ સહન કરવી
હું જ્યારે તેરા ગામ (કચ્છમાં) હતો ત્યારે આપ નરેંદ્રનું ફોટોગ્રાફ મારી પાસે હતા. તે ઉ૫૨થી મેં બસ્ટ લેવરાવેલ. તે એટલા વાસ્તે કે એવું લોકીટમાં રાખવું અને તે એક કરતાં વધારે હોવાથી મારાં બીજા સહવર્ગીને આપવું. પરંતુ અહીં જ્યારે પૂ. શ્રી મનસુખભાઇ આવ્યા હતા ત્યારે વાતચીત ચાલતાં તેમણે એવી શંકા કરી કે આપણે લઘુ શંકાદિ અશુચિનું કાર્ય કરીએ તો દોષરૂપ ગણાયા જેવું, થાય. બસ્ટ પાસે હોવાથી દીર્ધશંકાદિ ક્રિયા તો ન થાય પરંતુ લઘુશંકાદિ ક્રિયા થાય એ સંભવીત છે. લાંબો વિચાર કરતાં આપ નરેન્દ્રનું બસ્ટ લોકીટમાં ઘડીયાળના અછોડામાં રાખવું જેથી વારંવાર સ્મરણમાં આવવા બાદ તેમના મહાત્મયની વાત પણ વખતે યાદ આવે અને પરમકલ્યાણના ફળદાયિ છે એમ માન્યતા છે. તથાપિ તેમ કરવા પહેલાં રજા માગવી ઉચિત ધારી
આ તસ્દી આપી છે. તેને માટે આપ મહેરબાની કરી જો ફ૨માવવાનું યોગ્ય જણાય તો તે વિષે ફરમાન થવા આ અરજ છે.
we pls Pike 1
લિઃ આજ્ઞાંકિત સેવક ધારશી કુશળચંદના ત્રિકાળ પ્રણામ ! પ્રણામ !
મુ.
વવાણીયા
પરમ પૂજ્ય મહાકૃપાળુ શ્રી સર્વજ્ઞાય નમઃ
શ્રી અરિહંત દેવ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર.
પત્ર-૧૦૪
ચૈત્ર વદ ૭, શુક્રવાર
સવિનય વિનંતી કે આપનો હિતકારી પત્ર પૂ. ધારશીભાઇએ પૂ. રેવાશંકરભાઇને ત્યાં બોલાવી આપ્યો. સર્વે ભેળા મળી વાંચ્યો, ત્યારબાદ ધારશીભાઇને નકલ કરી લેવા આપ્યો, એટલે ફરી વાંચવા તક મળી નથી. પાછો મળ્યેથી ધ્યાનપૂર્વક વાંચીશ અને જો કાંઇ તેમાં નહીં સમજી શકાય એવું જણાશે તો આપને તસ્દી આપીશ. આ પ્રસંગે આપને નીચેની બાબતમાં તસ્દી આપવા રજા લઉં છું.
પ્ર-૧. દરેક સન્ની પંચેંદ્રિય પ્રાણીને દશ પ્રાણ છે. તેમાં મનોબળ પણ એક પ્રાણ ગણ્યું છે. એ પ્રાણ એટલું જબ્બરજસ્ત છે કે આત્માની શક્તિને ઇચ્છાવાન કરી દે છે. તો મન પ્રાણ બળનો શું ગુણ છે ? તેનો આત્મા સાથે કેટલો અને કેટલે દરજ્જે સંબંધ રહ્યો છે ? અને તેને પ્રાણબળ કેમ કહ્યું ? વેદાંતમાં એ સંબંધી અંતઃકરણ પંચીકરણ ? ગ્રંથમાં ગણી વર્ણન આપેલું છે, અને તેને આત્મા સાથે સંબંધ વગરનું ઠરાવ્યું છે. આત્મા વ્યવહારથી કર્તા અને ભોક્તા છે. અને નિશ્ચય થકી અકર્તા અને અભોક્તા ગણ્યો છે. પહેલાં નિયમ થકી થનારી ક્રીયા આત્મા સાથે મન જોડાયાની હોવી જોઇએ અને બીજા નિયમ પ્રમાણે થતી ક્રિયા ઉત્તમ પુરૂષને હોવી જોઇએ. આ વિષે યથાર્થ કાંઇ ધરાયું નથી. વિષય કઠણ અને ગહન છે. આપ સાહેબજી તરફથી જે સમાધાન થાય તે સત્ય.
પ્ર-૨ આત્માને કેટલીક રીતે જીવ એ સંજ્ઞામાં પણ બોલાય છે. એ બન્ને વચ્ચે કાંઇ ભેદ છે ? કે વસ્તુતાએ એક જ છે? તે પણ જાણવા ઉત્કંઠા છે. આપ સાહેબજીને ખુશીમાં ચાહું છું.
૧૦૫
Page #161
--------------------------------------------------------------------------
________________
SિS RSS RSસત્સંગ-સંજીવની SREESA) ()
લીઃ દર્શનની અભિલાષા રાખનાર દીનદાસ નવલચંદ ડોસાના સાષ્ટાંગ નમસ્કાર
| પત્ર-૧૦૫
ભાદરવા, ૧૯૫૫ પરમકૃપાળુ વીતરાગ દેવને ત્રિકાળ નમસ્કાર.
પરમ પવિત્ર, પરમકૃપાળુ, અનંત દયાળુ, અશરણને શરણના રાખનાર, અનાથના નાથ, મહાજ્ઞાની, મહાધ્યાની, વર્ધમાન પરિણામી, તરણતારણ, નાવિક સમાન, જિનશાસનના શણગાર, જિનશાસનના નાયક, મહાવૈરાગી, કલ્પવૃક્ષ સમાન, હે પ્રભુ, આપનું જ્ઞાન અનંતુ છે. પણ આ બાળકની તુચ્છબુધ્ધિથી લખી શકાતું
નથી.
કલ્લોલથી લિઃ બાળક ઉગરીના સમયે સમયે નમસ્કાર, ત્રિકાળ નમસ્કાર સ્વીકારશોજી એવી આશા છે.
જત આપ પ્રભુને એક પત્ર શ્રી અમદાવાદથી તથા એક પત્ર કલ્લોલથી લખ્યો હતો. તે પહોંચ્યો હશે ? હે નાથ, કૃપાદૃષ્ટિ કરી પત્ર દ્વારે દર્શન આપશોજી.
હે કૃપાળુ નાથ ! આ દીન છોરૂ ઉપર લગાર દૃષ્ટિ કરી ચરણ સમીપ રહેવા આજ્ઞા કરશો. જેથી ઘણા વખતથી દર્શનનો લાભ આ બાલિકાને મળ્યો નથી તેથી વિયોગનો ઘણો ખેદ રહ્યા કરે છે માટે દયા લાવીને શરણે પડેલી બાલિકાને સમીપ રાખવા આજ્ઞા કરશો.
' હે પ્રભુ, આપના દર્શનની ઇચ્છા મારી માતુશ્રીને ઘણી રહ્યા કરે છે. તે આપ કૃપાદૃષ્ટિ કરી આ બાલિકાની ઉપર દયા લાવી આજ્ઞા હોય તો મારી માતુશ્રીને તેડીને આપના ચરણકમળની સેવામાં આવીને રહું. ઓ વ્હાલા પ્રભુ ! નાથ ! મહેર કરીને છોરૂ ઉપર નજર કરશોજી. અરેરે, આપ પ્રભુજી પધાર્યા છતાં આ બાળકને વિયોગ ઘણો પડયો છે. પૂર્વિત કર્મનો દોષ. હે કૃપાળુનાથ ! મારા જેવા મૂઢને તો વારંવાર સગુરૂના વચનરૂપી પ્રહાર જોઇએ કે જેથી કુટીલતાપણું ઘટે.
હે નાથ ! વધારે શું લખું ? આપ પ્રભુનું કાંઇ અછાનું નથી. હે નાથ ! દયા લાવી આપની સમીપમાં છોરૂને રાખશો. એ જ વારંવાર અરજ કરું છું. આ છોરૂની આટલી અરજ ધ્યાનમાં લેશો. આપને સ્ત્રી પુરૂષ સર્વે સરખાં છે. કોઇ પ્રકારે અવિનય, અશાતના, અભક્તિ થઇ હોય તો ક્ષમા માગું છું એ જ અરજ.
પત્ર-૧૦૬
તા. ૩૦-૮-૯૭ અમદાવાદ શ્રીમદ્ સદ્ગુરૂ દેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર હો !
મહાન પ્રભુજી, દીનદયાળ, અશરણને શરણ આપનાર એવા સદ્દગુરૂ, છકાયના નાથ, અનંતજ્ઞાની, અનંતધ્યાની, અનંત દર્શી, અનંત ચારિત્ર, આંધળાને લાકડીવતું, અજ્ઞાનના નિવારણહાર, તરણતારણ સફરી જહાજ સમાન એવા અનેક ગુણે કરી સહીત પરમાત્મા સરૂની પવિત્ર સેવામાં : - અમદાવાદથી લિ. ઘણા દિવસની વિયોગી દાસીના નમસ્કાર સ્વીકારશોજી.
જત આપના પવિત્ર હસ્તનો પરમ પત્ર મલ્યો છે. હે કૃપાળુનાથ ! ઘણા દિવસનો દર્શનનો વિરહ તો હવે ખમી શકાતો નથી. કૃપા કરી દર્શન દો, દર્શન દો. આપ કૃપાળુ નાથને શરણે પડેલી દાસીનું અત્યંત અસત્
૧૦૬
Page #162
--------------------------------------------------------------------------
________________
SS સત્સંગ-સંજીવની (SE) SERS
સંગથી બગડે છે. આપ આજ્ઞા કરો તો હું ખંભાતવાસી પરમ પવિત્ર પૂ. શ્રી અંબાલાલભાઇ પાસે જાઉં, કૃપા કરી હે દયાળુ નાથ, મને આજ્ઞા ફરમાવશો.
હે જીવન્મુક્ત નાથ ! વેદની કર્મનું પ્રબળ હોવાથી દેહનો ધર્મ સાચવે છે. આયુષ્યનો નિરધાર નથી, તેમ અહીં જ્ઞાનીનો વિરહ છે માટે હે નાથ, હવે તો મુંઝવણ થાય છે. તેમ એકલા પુરૂષાર્થ થઇ શકતું નથી. માટે ખંભાત જઈ પુરૂષાર્થ થાય તો ઠીક, નીકર હું અનાથ આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબીશ. હે કૃપાળુનાથ ! ભક્તિનો ભારે વિરહ પડ્યો છે, તેમજ આ જીવની ઘણી મૂઢતા ને ઘણીજ અજ્ઞાનતા થઇ પડી છે. હે ભગવાન ! આપ તો અનંતજ્ઞાની છો. જેમ યોગ્ય લાગે તેમ કૃપા કરી આજ્ઞા ફરમાવશો. એ જ કામ સેવા ફરમાવશો.
કોઇ ભૂલથી, અવિનયથી, અશાતનાથી, સ્વછંદપણે લખ્યું હોય તો હે નાથ ! આપ પાસે ક્ષમા માગું છું.આપની સમીપમાં રાખો, અનાદિના બંધનથી છોડવો. અનાદિની ભૂલમાં પડેલી બાલિકાને ત્વરાથી મૂકાવો. હે નાથ હું કાંઇ સમજતી નથી.
‘ઝઝા ઝાંખી જોને જેહ, વિના વાદળ જો વરસે મેહ’ તેનો ઉત્તર દયા લાવી આપશો. અલ્પજ્ઞ ઉગરીના નમસ્કાર.
અમદાવાદ, મહા વદ ૯ શ્રીમદ્ સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર.
શ્રી સદ્દગુરૂ દયાવંત, ક્ષમાવંત, નિર્મોહી, નિર્વિકારી, કૃપાવંત પ્રભુ, ધર્યવંતા, વિવેકવંતા, બોધના આપનાર, પરિપૂર્ણ યોગિન્દ્ર, અનાથના નાથ, અશરણના શરણ, કરૂણાના સાગર, સમીતિવંત, ત્રણ ગુપ્તિવંત, અનેક ગુણે કરી સહિત હે ભગવાન ! આપના ગુણો તો ઘણા છે, મારી તુચ્છબુદ્ધિથી લખી શકાતા નથી. ‘ગુરૂ વિના ગમે નહીં, ગુરૂ વિના ઘોર અંધાર, ગુરૂ નયણે નિરખ્યા વિના, રાત દિવસ નહીં જાય.” પરમ પૂજ્ય શ્રી સદ્ગુરૂજીને ઘણા દિવસની વિયોગી બાલિકા તિખુત્તાનો પાઠ ભણી વારંવાર નમસ્કાર કરું છું અને કૃપા કરી પત્ર દ્વારે દર્શન આપશો એવી આશા રાખું છું. હે નાથ, આપને અરજ કરું છું કે આપની સમીપમાંથી આવ્યા પછી એક માસ સુધી દશા સારી રહી હતી. અને ફરી એ દશા આવતી નથી. હે નાથ ! માન આવે છે ને તૃષ્ણારૂપી વેલીમાં વીંટાણી છું, તેમ માયાના પાશમાં બંધાણી છું. અંતઃકરણમાં શુદ્ધ વિચાર થઇ શકતો નથી. હે નાથ ! આપ પામર બાલિકાને આજ્ઞા કરો તો હું ત્યાં આવું કે જેથી અનાદિની ભૂલ મટે, અને ભક્તિમાં લીન થઇ જવાય. હે નાથ ! ગમે તેવું કુપાત્ર હોય તો પણ સત્યરૂષની વાણીથી સુપાત્ર થાય છે. તેમ હું કુપાત્ર છું. આપ જેવા ધીંગોધણી મલ્યા છતાં જોગતા કેમ આવતી નથી ? હે ભગવાન ! આ મૂઢની દુષ્ટની અરજ ધ્યાનમાં લેશોજી.
લિઃ ઉગરીના પ્રણામ વાંચશોજી. શાહ સોમચંદ હરિલાલ, છીપાપોળ, અમદાવાદ,
પત્ર-૧૦૮ શિરછત્ર, તીર્થસ્વરૂપ સાચા સદ્ગુરૂ પરમકૃપાળુ દેવ રાયચંદ્ર પ્રભુની પવિત્ર સેવામાં નિવેદન.
વિરમગામથી લી. આપની દાસી, આપના અમૂલ્ય દર્શનની અભિલાષી શુભ ઇચ્છાવાન બાઇ નાથીનાં સપ્રેમ ભક્તિથી સવિનય પૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય.
૧૦૭
Page #163
--------------------------------------------------------------------------
________________
SS SS સત્સંગ-સંજીવની (STRESS TO )
વિશેષ વિનંતિ એ છે જે આપ મહાપ્રભુની મુજ પામર પ્રાણી પ્રત્યે અત્યંત કૃપા થતાં મહેરબાનીનો પત્ર આવતાંવેંત તરત મને મહાપુરૂષ પરમ વિતરાગી લલ્લુજી મુનિરાજે મારી યોગ્યતા તથા પાત્રતા પ્રમાણે સ્મરણ ભક્તિ અને સત્ શાસ્ત્રમાં શાંત સુધારસ તથા સુબોધ છત્રીશી વાંચવાની આજ્ઞા કરી છે. અને યોગદષ્ટિ શીખવાની આજ્ઞા કરી છે અને તેજ પ્રમાણે વર્તે છે, તેથી કરીને મને વિશેષ વિશેષ આનંદ મંગળ વર્તે છે, વર્તાઇ રહ્યો છે. અને આવી અપૂર્વ વસ્તુ કોઇ દિવસ આ જીવ અનંત ભવભ્રમણમાં નહીં પામેલો તે વસ્તુની પ્રાપ્તિ થતાં તેના હર્ષનો પાર રહ્યો નથી. વળી આપ મહાપ્રભુનાં પ્રત્યક્ષ દર્શન અને પરમ વીતરાગી બોધની પ્રસાદી આ જીવ પામશે તે દિવસ તેનું જીવતર ધન્ય ગણાશે. એવો આનંદદાયક દિવસ ક્યારે આવશે તેની નિરંતર અહોનીશ વાટ જોયા કરું છું.
વળી હે અહો ત્રિલોકીનાથે આપના પુણ્યપ્રતાપે કરી આ બાળને સંસાર સંબંધીની હરકોઇ પ્રકારની વિશેષ ઉપાધિ જેવું કાંઇપણ કારણ નથી, માટે પોતાના આત્માનું સાર્થક્ય જેટલું કરવા ઇચ્છે એટલું થઇ શકે એમ છે. અને મારા આટલા બધા દિવસ છતી જોગવાઇએ નિરર્થક ગયા. આપ સહુરૂષને મેં જાણ્યા નહીં, વળી ખરા અંત:કરણથી પ્રેમભક્તિ કરી જન્મ જીવતરનો લહાવો કાંઇપણ લીધો નહીં તેની અફસોસી થયા કરે છે તે આપ મહાપ્રભુ પ્રત્યે લેવા ઇચ્છું છું.
અહો પ્રભુ ! મને ચિંતામણી રત્ન સરખા મનુષ્ય દેહનું બિલકુલ ભાન આટલા દિવસ સુધી નહોતું, વળી વિષય વિકારના તુચ્છ સુખમાં ગરકાવ થયેલો આ જીવની આ બાળ જીવની શી ગતિ થાત તેમ છતાં આપ અનંત દયા અને કરૂણાના ધણી મહાપ્રભુએ કૃપા કરી તેથી લલ્લુજીમુનિનું આ તરફ પધારવું થયું અને મુજ બાળજીવ ઉપર અત્યંત મહેરબાની કરી મને બળતી દાવાનળ અગ્નિનો દાહ લાગેલો તેમાંથી બચાવી, તાલકૂટ ઝેર ખાતાં અટકાવી, વળી કસાઇવાડેથી ગાય છૂટે તેમ છોડાવી, સાચા સત્યરૂષની ઓળખાણ પડાવી, આપનું સ્મરણ તથા ભક્તિરૂપી અમૃત પાન કરાવી શાંત કરી, કુગુરૂના ગાઢા પાસલામાંથી છોડાવી એ ઉપકારનો બદલો વાળવા હું અસમર્થ છું.
કદાપિ મારા શરીરની ચામડી ઉતરડી આપને પગે પહેરવા પગરખાં શીવડાવી, તેને સોને રસાવી, રત્ન જડાવું, તો પણ પ્રભુના ગુણ ઓશિંગણ તથા મહાત્મા મુનિવરોના ગુણ ઓશિંગણ થઇ શકું તેમ નથી માટે અહો પ્રભુ ! હવે તો આ દીનદાસી પ્રત્યે આપ જે આજ્ઞા કરો તે પાળવા ઇચ્છાવાન થઇ છું. વળી અહો પ્રભુ ! ફક્ત લલ્લુજી મહારાજને જણાવી મારી શક્તિ પ્રમાણે યથાશક્તિ પ્રમાણે જુજ નિયમ ધારણ કરેલાં છે તે જણાવું છું. - જ્યાં સુધી પરમજ્ઞાનીનાં મને પ્રત્યક્ષ દર્શનનો લાભ નથી મળ્યો ત્યાં સુધી ફક્ત એક વખત દિવસમાં જમવું અને પથારીએ ન સૂવું તથા દશ દ્રવ્ય ઉપરાંત દ્રવ્ય ખાવાં નહીં, અને સર્વ પ્રકારનો મેવો તથા રસાવળ અને કંદોઇના હાટેથી મંગાવી તમામ સુખડીની જાત વળી લીલવણના સર્વથા પ્રકારે નિયમ અથવા પ્રભુના દર્શન કર્યા વિના જમવું નહીં. હરકોઇ પ્રકારે જણસ મોંમાં નાખવી તે સાચો સદ્ગરૂનું નામ લીધા વિના ખાવી નહીં. | માટે અત્રે હું આપ મહાપ્રભુની શાંત મુદ્રાના દર્શનની ઇચ્છાએ સુખલાલભાઇને ત્યાં દરરોજ જવું થાય છે અને એ ભાઇ રાત્રે કર્મગ્રંથ વાંચે છે માટે મારે ત્યાં સાંભળવા માટે જવું, એવી જિજ્ઞાસા રહે છે. તેમ છતાં આપ મહાપ્રભુની આજ્ઞા થયે વખતનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ માનું છું. તેમજ મારૂ જવું આવવું ઘણેભાગે અમદાવાદ સાણંદ અને વિરમગામ થયા કરે છે. માટે અમદાવાદમાં પોપટલાલભાઇની પાસે તથા સાણંદ રહું ત્યાં સુધીમાં ગોધાવી ગામ નજીકજ છે. માટે કોઇ વખત વનમાળીભાઇ સમીપે જવું આવવું સમાગમ માટે થાય તે માટે આજ્ઞા પ્રમાણે વર્તવા ઇચ્છા રાખું છું. અને કોઇ કારણ પ્રસંગે મારા પરમઉપકારી અને પરમ હેતુ લલ્લુજી
૧૦૮
Page #164
--------------------------------------------------------------------------
________________
D CROSS RS સત્સંગ-સંજીવની SSA SSC ()
મહામુનિને તથા બીજા કોઇ મુમુક્ષુભાઇયો પ્રત્યે કાગળ લખવો પડે તો તેની આજ્ઞાની ઇચ્છા રાખું છું.
આપ સાહેબ જે પ્રમાણે આજ્ઞા ફરમાવશો તો તે પ્રમાણે આ બાળજીવ વર્તશે.
આ પત્રનો જવાબ ફુરસદ મળે બનતી જોગવાઇએ સુખલાલભાઇ પ્રત્યે જણાવશો. તો તેઓ મને જણાવશે. વળી અહો પ્રભુ ! વારંવાર મુનિરાજનું કહેવું પણ મને એજ હતું કે તમારે હરકોઇ કામ કરવું અગર ક્યાંય જવું આવવું પડે તથા કાગળ પત્રો લખવાને માટે અમો કાંઇ પણ તમોને કહેતાં નથી પણ મહાપ્રભુને જણાવી એમની આજ્ઞાને અનુસરી વર્તો તો તે તમોને તથા અમોને બહુ ફળદાયક થાય, અને એજ શ્રેષ્ઠ છે, એવું ધારી કાગળ લખવા હિંમત ચલાવી છે, માટે ગાંડુઘેલું અને સમજણ વગરનું જે કાંઇ વાક્ય લખાયું હોય, તેને માટે બે હાથ જોડી માફી ઇચ્છું છું. એજ વિનંતિ
તારીખ ૧૯-૩-૯૯ સં. ૧૯૫૫ લી. અલ્પજ્ઞ દીનદાસી બાઇ નાથીના સપ્રેમ ભક્તિથી નમસ્કાર પ્રાપ્ત થાય.
પત્ર-૧૦૯ તા. વીરમગામ, તા. ૨૯-૬- ૧૯00
જેઠ, શુક્ર, ૧૯૫૬ નિર્મળ - નિર્મળ - શુધ્ધ આત્મા જયવંત વર્તે છે તે આત્મસ્વરૂપ શ્રી સદ્ગુરૂના ચરણકમળને ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર ! અંતરદાહને નિર્મળ કરવાનો રસ્તો બતાવનાર, નિર્મળ કરનાર પત્ર દર્શનનો લાભ થયો. આપની શરીર પ્રકૃતિની અમારી વૃત્તિ શાતાકારી ઇચ્છે છે. તે પ્રતિકુળ જણાવાથી મન વિક્ષેપ પામે જ. જિજ્ઞાસા બાહ્ય સુખાકારીના સમાચાર આપ તરફથી મળે એમ રહ્યા કરે છે.
અંતર આપનું અચળ પરમ વીતરાગ ભાવનારૂપ છે, એટલું તો નિઃસંશય છે. તે પરમભાવને અમે જોઇ શકતા નથી. પણ બાહ્ય શરીર જ પરમ ઉપકારી છે તે અંતર ભાવને જણાવી આપવાનું નિમિત્ત અમને છે, એમ જાણી અંતરને ભજતાં સહેજે જ બહારના ઔદારીક શરીર પર દૃષ્ટિ પૂજ્ય ભાવે રહે છે જ.
નીચેના વિકલ્પ હમણા જ ઊઠવાથી પત્ર લખેલ છે. બાળવચન માટે ક્ષમા ઇચ્છું છું.
૧.- અંધારામાં અજવાળા માફક વસ્તુનું દેખાવું કેમ થતું નથી ? ક્યા કર્મના આવરણ ઇંદ્રિય તથા આત્માને રોકે છે. ?
૨.- આત્માર્થી જીવોને હાલ સર્વત્ર શરીર પીડા તેમ બીજા ઉપદ્રવ કેમ વિશેષ જણાય છે ?
૩.- વગર જાણે વગર જોયે સહુરૂષ ઉપર જગતમાં ગણાતા વિચક્ષણ તેમજ અજ્ઞાની પુરૂષોને અરૂચિ કેમ પ્રગટે છે ? અરે પણ વગર કારણે કેમ નિંદે છે ? કાળનું કંઇ આ મહાભ્ય હશે ?
‘‘સમભાવ કર્તવ્ય છે,” એમ જાણી અલ્પજ્ઞ છોરૂ પ્રભુચરણનું સ્મરણ કરી શાંત થાય છે. લિઃ દીન સેવક સુખલાલના પુનઃ પુનઃ નમસ્કાર હો ! પરમ પૂજ્ય મહાત્માશ્રી રામચંદ્ર રવજીભાઇની સેવામાં – મું. વવાણીયા બંદર (જવાબ વ. ૯૩૨)
૧૦૯
Page #165
--------------------------------------------------------------------------
________________
SR NAS SS) સત્સંગ-સંજીવની SSA SSC SCO
પત્ર-૧૧૦ કારતક સુદ ૧, મંગળ, ૧૯૬૧
ખંભાત સુબોધક પુસ્તકાલય ૐ નમઃ મંગલ ભગવાન વીરો, મંગલં ગૌતમ પ્રભુ: મંગલ સ્યુલિભદ્રાધા, જૈન ધર્મોસ્તુ મંગલમ્
વીતરાગ પ્રભુ જગતમાં જયવંતા વર્તો !!! પરમ જ્ઞાની સરુદેવ જગતમાં જયવંતા વર્તો !!!
આપનો પ્રરૂપેલ પરમાર્થ મૂળ ધર્મ જયવંત વર્તો !!! હે પ્રભુ ! આપની પરમ ભક્તિ, વીતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના સદા ભવ પર્યત અમારા હૃયમાં અખંડીત રહો.
આ વાક્યો અમને તમને નવા વર્ષની મુબારકબાદીમાં સહાયકર્તા થાઓ. એ પ્રયાચના સમેત. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૧૦
Page #166
--------------------------------------------------------------------------
________________
લાવવા
શૈ6 છોણલાલ સાણંડચંદ,
પૂ. શ્રી છોટાલાલ માણેકચંદ
ખંભાત પોતે ધન્ય બન્યા અને અન્યને ધન્યતાનો લાભ આપ્યો
Page #167
--------------------------------------------------------------------------
Page #168
--------------------------------------------------------------------------
________________
SS SS SS સત્સંગ-સંજીવની )
(
M) 9
પરમકૃપાળુદેવ સાથેના મુમુક્ષુ ભાઇઓના પરિચયો
પૂજ્ય છોટાલાલભાઇ માણેકચંદ - ખંભાત ૐ શ્રી સદ્ગરૂદેવ સહજાત્મસ્વરૂપ
શદ્ધ ચૈતન્ય સ્વામીજીના સમાગમમાં ખંભાતવાસી શાહ છોટાલાલ માણેકચંદ આવેલા. અને તે પ્રસંગે પરમકૃપાળુદેવના સમીપમાં જે જે સાંભળેલું અને જે જે પ્રશ્નો પૂછેલા તે તેમની સ્મૃતિમાં રહેલ તે નીચે મુજબ લખી જણાવેલ છે.
ખંભાતવાળા ભાઇ અંબાલાલ વિગેરે ૧૯૪૬માં અમદાવાદ શ્રી જુઠાભાઇના પ્રસંગમાં આવેલા ત્યારે કપાળુદેવના સંબંધમાં કેટલીક વાતચીત થયેલી તે અંબાલાલભાઇની સાથે વાતચીતના પ્રસંગે મેં પરમકૃપાળુદેવની સ્તુતિ સાંભળી જેથી મને ભક્તિનો આવિર્ભાવ થયેલો તે પછી અંબાલાલભાઇએ પરમકૃપાળુદેવ બિરાજમાન હતા ત્યાં - મુંબઇ પત્ર લખેલ.
પરમકૃપાળુદેવે પ્રસંગે લખી જણાવેલ જે ખંભાત તરફ આવવાનું થશે, તે પછી થોડા વખતમાં - એટલે સંવત ૧૯૪૬ના આસો વદમાં પરમકૃપાળુદેવ પધારવાના છે, એવા ખબર આવ્યા. ત્યારે ખંભાત સુધી રેલ્વે નહોતી. જેથી આણંદ સ્ટેશને ઉતર્યા. તે વખતે અત્રેથી અંબાલાલભાઇ, સુંદરલાલ તથા નગીનદાસ વગેરે ભાઇઓ આણંદ સ્ટેશને સામા ગયા હતા. કૃપાળુદેવ મોરબી તરફથી આણંદ પધાર્યા અને સાંજના આશરે પાંચ વાગે અંબાલાલભાઇના મકાનમાં પધાર્યા તે વખતે હું અંબાલાલભાઇના મકાને ગયો. તે વખતે કૃપાળુદેવ ડેલામાંથી જતાં વચલા હોલમાં બિરજ્યા હતા. તે વખતે લાલચંદભાઇ તથા બીજા ભાઇઓ બેઠા હતા.
હું જેવો ગયો અને કૃપાળુશ્રીના દર્શન કર્યા અને હું ઊભો છું તેવા જ પરમકૃપાળુદેવે કીધું કે : “તમોને જોયા છે.” મેં પૂછયું આપે મને ક્યાં આગળ જોયેલો ? ક્યારે જોયેલો ? તે વખતે સાહેબજી મૌન રહ્યા. તે ઉપરથી એમ સમજાય છે કે પૂર્વ ભવમાં જોયો હશે. પછી હું બેઠો હતો. લાલચંદભાઇના મુખ સામું પરમકૃપાળુદેવે જોઇને કહ્યું કે : “તમારો જન્મ સંવત મહીનો ને આ તિથિમાં છે.” તે ટાઇમ ફક્ત મુખ જોઇને કીધું હતું. અને તે જ પ્રમાણે તેમના જન્માક્ષર બરાબર હતા. તેમને આશ્ચર્ય લાગ્યું. માત્ર લલાટ ઉપર દષ્ટિ કરીને તુર્તજ જન્મ તિથિ વિગેરે કહ્યું. કેટલોક વખત સુધી પરમકૃપાળુદેવ બેસી રહ્યા, તે પછી અંદરના હોલમાં પધાર્યા હતા. તે પછી હું બીજે દિવસે સવારે ૮ વાગ્યાના સુમારે ગયો હતો. તે વખતે પરમકૃપાળુ દેવ હિંચકા ઉપર બેઠા હતા, અને વાણીમાં આ પ્રમાણે ઉચ્ચાર કરતા હતા. “અબ હમ અમર ભયે ન મરેંગે?” તે ઉચ્ચાર વારંવાર કરતા હતા. અને ત્યાર પછી “કમઠ દલન જિન બંદત બનારસી.” આવી રીતના વારંવાર ઉચ્ચાર કરતા હતા. તે પછી થોડી વારે મેં કહ્યું કે સાહેબજી ! ગ્રહકુંડલી જોશો ? પરમકૃપાળુદેવે કહ્યું કે : “જોઇશું. પણ ફળ કહીશું નહીં.” મેં ગૃહકુંડલી કાઢી ગ્રહ લખીને બતાવ્યા તે જોયા હતા. પછી પોતે સાહેબજી પૂર્વ મુખે બેઠા હતા. અને હું તેમના સન્મુખ બેઠો હતો. અને બીજા મુમુક્ષુઓ આજુબાજુએ બેઠા હતા. મને શ્રી વિમલજિનનું સ્તવન બોલવાની આજ્ઞા કરી. મેં આનંદઘન ચોવીસીમાંથી તે સ્તવન કાઢીને વાંચ્યું હતું. પરમકૃપાળુદેવે ફરમાવ્યું કે આ સ્તવનનો અર્થ કરો.
મેં પહેલા ચરણનો અર્થ વિમલ એટલે મળ રહિત એવા પ્રભુનું એ વિગેરે મેં કીધું હતું. તે પછી થોડા , વખત પછી હું ત્યાંથી ઊઠ્યો હતો. પછી સાંજના અંબાલાલભાઇના ઘેર ગાડી જોડાવીને ગયો હતો કેમકે
૧૧૧
Page #169
--------------------------------------------------------------------------
________________
હિS RSS સત્સંગ-સંજીવની SSC) SSC (
અંબાલાલભાઇએ ગાડીને તેડાવી હતી. અને સાહેબજી, હું તથા અંબાલાલભાઈ વિગેરે દરિયા તરફ ફરવા સારૂ પધાર્યા હતા. વ્યવહારિક પ્રસંગો ને કેટલાક સ્થળો રસ્તામાં આવતા તે વિષે સાહેબજી પૂછતા હતા. પછી રાતના ફરીને આવ્યા હતા. અને પરમકૃપાળુદેવ ઓરડીમાં પધાર્યા હતા. બીજે દિવસે હું સાહેબજી પાસે અંબાલાલભાઇના મકાને ગયો હતો. ત્યાં સાહેબજીનો ઉપદેશ સાંભળી આશ્ચર્યચકિત થતો હતો. બાર વાગ્યા પછી અંબાલાલભાઈના આગ્રહથી સાહેબજી તથા હું વિગેરે મુમુક્ષુભાઇઓ સ્થાનકવાસીના ઉપાશ્રયે પૂ. મુનિશ્રી (પ્રભુશ્રી) ની જિજ્ઞાસાથી ગયેલા - પધાર્યા હતા. તેમની સમક્ષ કેટલાક સિદ્ધાંતોના અનુપમ અર્થ સાહેબજીએ કીધા હતા. અને તેથી તેઓ અને તેમના શિષ્યો આનંદ પામી ઉદ્ગાર કાઢેલા કે અહો ! આ ઘણા જ બુદ્ધિશાળી છે. તેમના આગ્રહથી સાહેબજીએ અષ્ટાવધાન કર્યા હતા. - પરમેશ્વરજીની સ્તુતિ અને કવિતા અષ્ટાવધાનની વચમાં રચાઇ હતી. તેથી બધા ઘણાજ આશ્ચર્ય પામ્યા હતા. તે પછી ત્રીજે દિવસે ગામ બહાર ઉપવનમાં – શ્રીનારેશ્વર બાગમાં ફરવા ગયા હતા. સાહેબજીની અમૃત સરખી વાણી અને બોધ સાંભળી સઘળાઓ અત્યાનંદ પ્રફુલ્લિત થયા હતા. પરમકૃપાળુદેવની સાથે સૌભાગ્યભાઇના ચિરણજીવી મણિલાલ હતા. ત્યાર પછી સાહેબજી મુંબઇ પધાર્યા.
પછી સાહેબજી ઉપર થોડાક દિવસ પછી એક પત્ર લખ્યો હતો. તેમાં મારી સ્મૃતિ મુજબ એવી રીતનું લખ્યું હતું કે હે કૃપાળુ શ્રી ! કલ્યાણ કેમ થાય ? તેવી રીતનો પત્ર લખ્યો હતો. પરમકૃપાળુદેવે પત્રનો જવાબ મારા પ્રત્યે લખ્યો હતો. તેનો સાર આ પ્રમાણે “આ,...ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત.”
એ પત્ર શ્રી વચનામૃતમાં - ૧૭૩ છપાયેલો હોવાથી અત્રે લખ્યો નથી.
સંવત ૧૯૪૭ની સાલમાં મારું તથા ભાઇ ત્રિભોવનદાસનું મુંબઇ જવાનું થયું હતું ત્યારે રેવાશંકરભાઇની પેઢી નાગદેવી સ્ટ્રીટમાં હતી. કપાળુદેવની પાસે અમે બંન્ને ગયા હતા. પછી અમો આડતીયાને ત્યાં ઉતર્યા હતા. તે વખતમાં અમોએ રેવાશંકરભાઇ સાથે આડતનું કામ શરૂ કર્યું હતું.
પરમકૃપાળુદેવની અત્યંત શાંત અને ગંભીર મુદ્રાનું અવલોકન કરતાં થોડું થોડું હજી સ્મૃતિમાં આવે છે, કે અદ્ભુત વીતરાગ દશા હતી.
એક દિવસે સાયંકાળ પછી ઉત્તર બાજુના ઓરડામાં પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં હું તથા ત્રિભોવનભાઇ બંને તેઓશ્રીની સમીપ બેઠા હતા. મને ઉદેશી જે (ઘણા ભાગે) કહ્યું કે “જો આ એક ભવ સન્દુરુષને અર્પણ કરી દો તો અનંતભવનું સાટું વળી જાય.” મેં કહ્યું જી સાહેબ. તે વખતે મારા અંતઃકરણમાં અદ્ભુત વૈરાગ્ય થઇ આવ્યો હતો. કેટલાક વિકલ્પો મંદ પડ્યા હતા. મને સ્મૃતિ છે કે થોડા વખત સુધી ઉપશાંત ચિત્ત થઇ ગયું હતું. અવ્યક્તભાવે દેહ આત્માનું ભિન્ન સ્વરૂપ ભાસ્યું હતું. મેં પરમકૃપાળુદેવને પ્રશ્ન કર્યું હતું કે મારી વૃત્તિ આ પ્રમાણે ઉપશાંત થઇ હતી. ત્યારે પરમકૃપાળુદેવે કહ્યું કે : “જો તે સ્થિતિ ઘણો વખત રહી હોત તો શ્રેય હતું.”
ત્યાં અમે સાહેબજીના સમાગમમાં વખતોવખત જતા હતા અને વાતચીતનો પ્રસંગ થતો હતો. પણ હાલમાં સ્મૃતિ રહેલ નથી.
શ્રી પરમકૃપાળુદેવ સંવત ૧૯૪૯માં આસો માસમાં પધાર્યા હતા. અને મારા મકાન પર પધાર્યા હતા. ૧૮ દિવસ સુધીની સ્થિરતા કરી હતી. અમારા દરેક ઓરડામાં માણસો ભરાઇ ગયા હતા. ઘણાજ માણસો
૧૧૨
Page #170
--------------------------------------------------------------------------
________________
પૂ. શ્રી ત્રિભોવનદાસ માણેકચંદનું મકાન
| ઠે. મંડાઇ - ખંભાત પરમકૃપાળુદેવે જે મકાનમાં ૧૮ દિવસની સ્થિરતા કરી
તે પવિત્ર તીર્થરૂપ પુણ્યભૂમિ ‘રાજછાયા'
Page #171
--------------------------------------------------------------------------
Page #172
--------------------------------------------------------------------------
________________
6 સત્સંગ-સંજીવની
સમાગમ અર્થે આવતા હતા. કેટલાક માણસો પ્રશ્ન પૂછવા ધારીને આવેલ હોય તેવામાં તો કૃપાળુશ્રીનો બોધ ચાલતો હોય તેમાં સર્વે માણસોના સર્વ પ્રશ્નનું સમાધાન આવી જતું હતું અને આવેલા માણસો આશ્ચર્ય પામતાં હતા કે અમો આ પ્રશ્ન પૂછવા ધા૨ીને આવેલા અને તે તો તેમના ઉપદેશમાં પ્રશ્નોનું સમાધાન આવી ગયું. જાણે કે અમારા મનના ભાવ તેઓશ્રીના જાણવામાં જ આવી ગયા ન હોય !!
ફરી સમાગમ કૃપાળુદેવ હડમતિયાથી મુંબઇ જતાં સં. ૧૯૫૧ ના આસોમાં ધર્મજ પધાર્યા ત્યારે થયો હતો. તે વખતે કૃપાળુદેવ સાથે સોભાગ્યભાઇ અને ડુંગરશીભાઇ હતા. સાહેબજી પાસે ત્યાંના અમીન પાટીદારો વગેરે ગૃહસ્થો ઘણા આવતા. કૃપાળુદેવની મુખમુદ્રામાંથી જે ઉપદેશધ્વની ચાલતી તેથી સર્વને આનંદ આનંદ વ્યાપી જતો. સર્વે શ્રોતાજનો શાંત થઇ જતા. અને આતુરતા રહ્યા કરતી કે જાણે સાહેબજીના વચનામૃતો સાંભળ્યા જ કરીએ.
ધર્મજથી કૃપાળુદેવ વીરસદ પધાર્યા હતા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઇને જવાનો રસ્તો હતો. અમો બધા પછવાડે પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંઢ લડતા-લડતા ઘણા જ વેગમાં હમારી સામે આવતા હતા. સાહેબજીએ પ્રથમથી જ જણાવ્યું કે આ બંને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે, પણ અમે ભયભીત થઇ ખેતરોમાં ભરાઇ ગયા. ફક્ત સાહેબજી પોતે જ નીડ૨૫ણે એક જ ધારાએ ચાલતા હતા અને તેમની પાછળ સોભાગભાઇ તથા ડુંગરશીભાઇ ચાલતા હતા. બેઉ સાંઢ તો પાસે આવતાં જ શાંત બની ઊભા રહ્યા.
સાંજના બધા વીરસદની ધર્મશાળામાં રહ્યા હતા. ત્યાંથી બીજે દિવસે ખંભાતથી ત્રણ ગાઉ દૂર ઉંદેલ ગામે પધાર્યા હતા. સાહેબજી સાથે ઝવેરી માણેકલાલ ઘેલાભાઇ પણ હતા. ત્યાં ત્યાગ-વૈરાગ્યનો ઘણો ઉપદેશ કર્યો હતો. બીડી જેવા તુચ્છ વ્યસન માટે ઘણી ચર્ચા ચાલી હતી. જેથી ઘણા મુમુક્ષુ ભાઇઓએ બીડી નહીં પીવા સાહેબજી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી અને બીજા કેટલાકે નિયમો ગ્રહણ કર્યાં હતાં.
ત્યાર પછી સંવત ૧૯૫૨ની સાલમાં શ્રી પરમકૃપાળુદેવ રાળજ પધાર્યા હતા. હું અને બીજા ભાઇઓ ગયા હતા. ત્યાં શ્રી પરમકૃપાળુદેવ ઉપદેશમાં મતાગ્રહ અને દુરાગ્રહ સંબંધી વાસનાઓની વૃત્તિ કઢાવવા ઉપદેશ કરતા હતા. (ઉપદેશ છાયા નં. ૪) તે વાસનાઓ અમને કેટલાક અંશે નિવૃત્ત થઇ હતી. લગભગ પજુસણ પૂરા કર્યા. તે પછી શ્રી પરમકૃપાળુદેવ શ્રી વડવા વનમાં પધાર્યા હતા. જ્યાં ખંભાતથી ઘણા લોકો આવતા હતા. મને સ્મૃતિ છે કે એક દિવસે વૃક્ષ નીચે – વડ નીચે બેઠા હતા ત્યાં સ્થાનકવાસી સાધુઓ શ્રી લલ્લુજી મુનિ આદિ પધાર્યા હતા અને સાધ્વીઓ પણ આવ્યાં હતાં. અને સ્થાનકવાસી અથવા તપાગચ્છ સંપ્રદાયના અને બીજા કેટલાક આવ્યા હતા. અને બહેનો પણ ઘણાં આવ્યાં હતા. તે વખતનો દેખાવ લગભગ સમોવશરણ જેવો દેખાતો હતો.
શ્રી પરમકૃપાળુદેવની અદ્દભૂત મુદ્રાનું અવલોકન લોકો કરતા હતા. તેઓ સાહેબનો એટલો બધો અતિશય, તેથી એટલું બધું વાતાવરણ શાંત દેખાતું હતું અને ઘણા લોકો પ્રશ્ન કરતા હતા. તેમની અમૃત જેવી વાણીથી ઉત્તર મળતાં લોકો શાંત પડી જતા હતા. હંમેશાં લોકોના ટોળેટોળાં પરમકૃપાળુદેવના દર્શન માટે આવતાં હતાં. ત્યાંથી શ્રી પરમકૃપાળુદેવ આણંદ તરફ પધાર્યા હતા.
તે પછી પરમકૃપાળુદેવશ્રીનો સમાગમ મુંબઇ થયો હતો. ત્યાં મુનિશ્રી લલ્લુજી - શ્રી દેવકરણજી મુનિ આદિ ઠાણા હતા. (વ. ૪૪૫) રેવાશંકર જગજીવનની કું., ભુલેશ્વરના નાકા ઉપર, ચોકી આગળ દુકાન હતી.
પ્રાણજીવનભાઇ ડો. સાહેબ ત્યાં હતા. એક દિવસ પરમકૃપાળુદેવના સમાગમમાં મુનિશ્રી લલ્લુજી તથા મુનિશ્રી દેવકરણજી આવ્યા હતા. એ વખતે હું પાસે હતો. તે વખતે સિદ્ધાંતના શ્રી પરમકૃપાળુદેવ એવા અર્થ
૧૧૩
Page #173
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
નિરૂપણ કરતા હતા કે તે અર્થ અપૂર્વ હતા. તે વખતે આઠ રૂચક પ્રદેશ વિષે વાત થઇ હતી.
HIDES
શ્રી પરમકૃળુદેવે જણાવ્યું હતું, “જે આત્મા અસંખ્યાત પ્રદેશી છે, તે અવરાયેલો છે. તો પણ આઠ પ્રદેશ ખુલ્લા છે....” (વ. ૧૩૯)
કૃપાળુદેવ કેટલીક વખત ખંભાતના વન ઉપવનમાં બહાર ફરવા જતા હતા. તેઓશ્રીના સમાગમથી મુમુક્ષુભાઇઓને ઘણોજ આનંદ થતો હતો, ત્યાર પછી બીજે વર્ષે હું મુંબઇ ગયો હતો ત્યાં રેવાશંકરની પેઢી, ગોડીજીના દેરાસરજીની ચાલીમાં હતી.
પરમકૃપાળુદેવની વીતરાગતા મને ભાસતી હતી. તેઓશ્રી મને ફરવા સાથે લઇ જતા હતા એવી મને સ્મૃતિ છે. ખીમજીભાઇ સાથે હતા અને ચરનીરોડની બાજુમાં સમુદ્રની સપાટીમાં પરમકૃપાળુદેવની સમીપમાં હું, ત્રિભોવનભાઇ તથા ખીમજીભાઇ બેઠા હતા. પરમકૃપાળુદેવે કહ્યું કે :
“શ્રીમદ્ મહાવીર સ્વામી પણ શરીરે, આંગળીના ઇશારાથી બતાવ્યું કે આવા હતા. આવી જમીનોમાં પુઢવી શીલા ઉપર બેસતા હતા.’’ તેઓશ્રીએ ચર્નીરોડની બહાર આગળ કહ્યું હતું કે, ‘‘જેવી વૃત્તિ જીવો કરે છે તેવી વૃત્તિરૂપ જીવો બને છે. અને તેવીજ વૃત્તિઓ સ્ફુર્યા કરે છે.’’
તેઓશ્રીની અદ્ભુત વીતરાગતા આજે સ્મૃતિમાં આવે છે પણ વાણીમાં કહી શકાતી નથી યા લખવા હું સમર્થ નથી. મુંબઇમાં એક વખતે દિગંબર સંપ્રદાયના શ્રી શાંતિનાથજીના દહેરાસરે સાહેબજી સાથે હું તથા ત્રિભોવનભાઇ ગયા હતા. દહેરાસ૨ના મેડા ઉપર જઇને અમે બેઠા હતા. પરમકૃપાળુદેવ શ્રી કુંદકુંદસ્વામીનું રચેલ સમયસાર નાટક વાંચતા હતા,
ઘણે ભાગે સાયંકાળનો વખત થતાં પરમકૃપાળુશ્રીએ પુસ્તકજી બંધાવી મૂકી ઊઠ્યા. અને તેઓશ્રીની સાથે અમો બંને ઊઠ્યા અને બાજુના હોલમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમાજીના દર્શન કર્યાં. હું તેમની સમીપ જ ઊભો હતો. મને બાજુમાંથી હાથ ગ્રહી સંબોધીને કહ્યું કે : “જુઓ, જુઓ ! આ પ્રભુએ આખી દુનિયાથી આંખ મીંચી છે. !!'’
તે વખતે મને અપૂર્વ ભાસ કરાવ્યો હતો. દેહને આત્માનું ભિન્ન સ્વરૂપ તાદૃશ્ય લાગતું હતું. અહો ! તે પ્રભુનો કેટલો બધો ઉપકાર, મને એવો ભાસ કરાવ્યો ? કે હજુ તે વાત મને સ્મૃતિમાં છે પણ વાણીમાં આવતી નથી. એક વખત હું મુંબઇ ગયો હતો. ત્યાંથી મારે ખંભાત તરફ આવવાનું હતું. અને વચમાં સુરત ઉતરવાનું હતું. તે વખતે પ.કૃ.દેવ ઉપર મુનિશ્રી લલ્લુજી સ્વામીનો પત્ર આવ્યો હતો. તેમાં એવો ભાવાર્થ હતો કે મુનિશ્રી દેવકરણજી સ્વામી યોગવાસિષ્ઠ વાંચતા હતા. અને - તેથી તેમને અહમ્ બ્રહ્માસ્મિપણું પોતામાં પરમાત્માપણાની માન્યતા થયેલી તે વિષે પ.કૃ. દેવે પત્ર લખી મને આપ્યો અને મને કીધું કે તમે વાંચી જુઓ. મેં તે પત્ર વાંચ્યો તેમાં ભાવાર્થમાં મને યાદ રહ્યું છે કે સંપૂર્ણ રાગદ્વેષ જાય નહીં ત્યાં સુધી પરમાત્માપણાનો સંભવ નથી (વ.૫૮૮) તે પત્ર ઘણો લંબાણમાં લખેલ હતો. પછી એ પત્ર મને આપ્યો અને કીધું કે આ પત્ર તમે સુરતમાં મહારાજને આપશો. પછી હું સુરત ઉતર્યો હતો. અને મુનિશ્રીને પત્ર આપ્યો હતો. મુનિ મહારાજે મારી રૂબરૂમાં એ પત્ર વાંચ્યો હતો જેથી તેમને જે ખોટી માન્યતા થઇ હતી તે માન્યતાનું સમાધાન થયું હતું અને તેઓશ્રીએ તેવા ઉદ્ગારો દર્શાવ્યા હતા. ત્યાર પછી હું ખંભાત આવ્યો હતો.
સં. ૧૯૫૨માં, કૃપાળુદેવ કાવિઠા પધાર્યા. ત્યાંથી રાળજ પધાર્યા હતા. રાળજમાં પજુસણ દરમ્યાન રહ્યા હતા. પછી વડવા પધાર્યા હતા. ત્યાં લગભગ અઠવાડીયું અદ્ભુત બોધ થયો હતો.
૧૧૪
Page #174
--------------------------------------------------------------------------
________________
ની
ક ક =
૧૫ ?
પૂ. શ્રી ત્રિભોવનદાસ માણેકચંદ
ખંભાત
જેઓશ્રીના પુણ્યપ્રતાપે ખંભાતના મુમુક્ષુઓને પરમકૃપાળુદેવમાં વીતરાગતાનાં દર્શન થયાં.
Page #175
--------------------------------------------------------------------------
Page #176
--------------------------------------------------------------------------
________________
OS S S SS SS સત્સંગ-સંજીવની ) SS
સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હોલમાં લોકો ભરાઇ જતા, જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી ન હતી. તેથી ઘણા લોકો નીચે ઊભા-ઊભા સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઇ જતું જેથી લોકો આશ્ચર્યસહિત આનંદ પામતા અને વિચાર કરતા કે જાણે આપણા મનના ભાવો તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય ! - ત્યાર પછી સં. ૧૯૫૪માં ૫. કૃપાળુદેવનો સમાગમ વસો સ્થળે થયો હતો. અને છેલ્લો સમાગમ સં. ૧૯૫૪-માં ખેડામાં નરસીંહરામના બંગલામાં થયો હતો. ત્યારે સાહેબજીએ યોગ્ય શિખામણો આપી વૈરાગ્યનો બોધ કર્યો હતો. અને સંસારથી જલ્દી છૂટવા ઇચ્છા રાખવી, એમ કહ્યું હતું. બીજું સ્મૃતિમાં રહેલ નથી.
1 અહો ! તેઓશ્રીની સૌમ્યતા, પરમાર્થપણું. અહો ! તેમની વીતરાગતા. અહો ! તેમની મુખમુદ્રા. અહો! તેમની કૃપા ! એ બધું વચનમાં આવી શકે નહિં પણ બહુ સ્મૃતિમાં આવે છે. હું પામર એઓશ્રી માટે વધુ શું લખું.?
પૂજ્ય ત્રિભોવનભાઇ માણેકચંદ - ખંભાત તારા ૐ સત્ શ્રી સહજાત્મસ્વરૂપી ભગવાનને નમો નમઃ
શ્રીમદ રાજચંદ્રજીના સમાગમમાં ખંભાતવાળા શાહ ત્રિભોવનદાસ માણેકચંદ આવેલા અને તે સમયે જે પ્રસંગ બનેલા તે સ્મરણમાં રહેલું જે અત્રે લખ્યું છે.
સંવત ૧૯૪૫ની સાલમાં અમદાવાદવાળા છગનલાલભાઇ સાથે શ્રી ખંભાતવાળા અંબાલાલભાઇને પત્ર વ્યવહાર ચાલતો હતો. અંબાલાલભાઇ તે સમયે શ્રી ઢુંઢીયાની જૈન શાળાના સેક્રેટરી તરીકે હતા. હું પણ તેઓની સાથે તે કામમાં દોરાયો હતો.
અંબાલાલભાઇને તથા છગનલાલભાઈને પત્ર વ્યવહાર ચાલતો, તેમાંથી અંબાલાલભાઇએ લખેલા અમુક પત્ર છગનલાલભાઇએ શ્રી જઠાભાઇને વંચાવ્યા હતા. તે ઉપરથી શ્રી જેઠાભાઇએ અંબાલાલભાઇ પ્રત્યે કંઈ પ્રશ્નના આકારમાં પત્ર લખ્યો. તે પત્ર અંબાલાલભાઇએ વાંચ્યો અને તેના જવાબમાં લખ્યું શું ? તે મને બરાબર યાદ નથી. પણ અંબાલાલભાઇએ મને કીધું હતું કે આ લખનાર પુરૂષ બુદ્ધિવાન છે. આ સં. ૧૯૪૬ની સાલમાં ભાઇ સુંદરલાલ માણેકચંદનું ફરીથી લગ્ન થવાનું હતું. તેથી સાણંદ જાન જવાની હતી. તે જાનમાં હું તથા અંબાલાલભાઇ ગયા હતા. અને ત્યાંથી હું તથા અંબાલાલભાઇ અમદાવાદ ગયા હતા. ત્યાં છગનલાલભાઇને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. અમો તેમને ત્યાં ગયા. અને અમોને જુઠાભાઇને મળવાની આકાંક્ષા રહેતી હતી. પછી અમો જુઠાભાઇને ત્યાં ગયા હતા. જુઠાભાઇની શરીર પ્રકૃતિ નરમ રહ્યા કરતી હતી. પણ તેઓશ્રીમાં વિનયનો ગુણ ઘણો અદ્ભુત હતો. તેઓની સરળતાએ અમો બંનેના ચિત્ત હરણ કર્યો. કેટલીક ધર્મ સંબંધી વાતચીત થઇ હતી. પછી અમો જમવા ગયા હતા. જમીને ફરીથી અમો જુઠાભાઇ પાસે ગયા. જુઠાભાઇએ કહ્યું કે “હું ક્યાં પ્રતિબંધ કરૂં ?’’ આ વચન સાંભળતાં અમારા હૃય કંપાઇ ગયા. તે દિવસે છગનલાલભાઇને ત્યાં મોટો વરઘોડો ચઢવાનો હતો. તેથી અમોને તેડવા માટે માણસ મોકલ્યું. પણ અમારે જવાનું મન બિલકુલ નોતું છતાં જવું પડ્યું હતું. રસ્તામાં ચાલતાં ચાલતાં ઘણી ઉદાસવૃત્તિ રહ્યા કરતી હતી. અને જુઠાભાઇનું વચન બહુજ ખટકતું હતું કે આને કેવો ભાગ્યનો ઉદય !!
૧૧૫
Page #177
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
ત્યાર પછી સાંજના અમો બંને જવા નીકળ્યા. રસ્તામાં જતાં પાંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને ત્યાં ગયા. જતાં જ શ્રી જુઠાભાઇએ અમોને પ્રીતિપૂર્વક બોલાવ્યા અને કહ્યું કે તમારી સાથે મારો પૂર્વનો સંબંધ હોવો જોઇએ એમ લાગે છે. એમ કહ્યા પછી સાહેબજી સંબંધી કેટલીક હકીકત કહી. કેટલાક સાહેબજીના પત્રો વંચાવ્યા અને તેમાંના કેટલાક પત્રો અમોને આપ્યા. અમુક ચોકડીના આકારમાં, અમુક ત્રિકોણના આકારમાં લીટીઓ કાઢેલ પુસ્તક આપ્યું. શ્રી અંબાલાલભાઇને ત્યાં ઘણું કરી વિદ્યમાન હશે.
ત્યાંથી અમો ખંભાત આવ્યા. ત્યાર પછી અમોએ સાહેબજી સાથે પત્ર વ્યવહાર ચલાવ્યો હતો. સ્થાનકવાસીના અપાસરે શ્રી ભગવતીજી સૂત્ર વંચાતું હતું. તે સાંભળવાને અમે બંને જતા હતા. અને નીચે આવીને અમો બંને પાના વાંચતા અને તેમાંથી સંશય કરતા પછી શંકાઓનું નિવારણ ક૨વા સારૂ અમો સાહેબજી પ્રત્યે પત્ર દ્વારા લખી જણાવતા અને તે પ્રશ્નોના ઉત્તરો સાહેબજીએ લખી જણાવ્યા.
જે હાલ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત વચનામૃતમાં છપાયેલ છે. વ. નં. ૧૧૫, ૧૨૨, ૧૩૧, ૧૩૯.
ત્યાર પછી સંવત ૧૯૪૬ના ફાગણ માસમાં ભાઇ છોટાલાલ માણેકચંદની દિકરી બેન પસીની શરીર પ્રકૃતિ નરમ હતી તેથી મુંબઇ દવા કરવા સારૂ તે બેન તથા તેના માતુશ્રી તથા મારા ભાઇ સુંદરલાલ તથા હું મુંબઇ ગયા.
ત્યાં ગયા બાદ હું તથા સુંદરલાલ જ્યાં સાહેબજી હતા ત્યાં મળવા ગયા. તે વખતમાં સાહેબજી ઘણો ભાગ મૌન રહેતા. કાર્ય જેટલી વાત કરતા. અમે જ્યાં ઉતર્યા હતા તે ધણી અકિકનો (પથ્થરનો) વેપારી હતો. તે સંબંધી અમોએ સાહેબજીને કીધું. વચમાં વચમાં સાહેબજી પોતે બોલતા. પછી છેવટે અમોને કીધું કે “પથ્થરાજને !'' ત્યાર પછી અમો ઉતારે આવ્યા ને પછી હું ફરીથી એકલો સાહેબજી પાસે ગયો. સાહેબજી પોતે એક નાની પથારી, એક નાનો તકીયો નાખી બેસતા. કાલો કરીને એક રસોઇઓ ત્યાં રહેતો હતો. થોડીવાર પછી મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો. પણ જવાબ આપ્યો નહીં. બેત્રણવાર કે પાંચવાર પૂછયું હશે. પણ સાહેબજીએ કીધું કે પાંચવાર પૂછયું ? મેં કીધું કે મને બરોબર સ્મૃતિમાં નથી. પછી સાહેબજીએ કીધું : “ધ્યાન તરંગરૂપ છે.’’
તે વખતથી મને ધ્યાનનો આગ્રહ હતો તે જતો રહ્યો અને તે એવો કે પછીથી ઇચ્છા ઉત્પન્ન થતી નથી. પછી મેં જુઠાભાઇ સંબંધી કેટલીક વાત કરી.
સાહેબજીએ કીધું તે શ્રી જુઠાભાઈની ભલામણથી અમો તમોને બોધ આપીએ તેમ નથી. અને તે ના કહે તેથી કાંઇ ન આપીએ તેમેય નથી.
થોડીકવાર પછી સાહેબજીએ મને કીધું કે કેમ, અમે કહીએ તે પ્રમાણે કરશો ?
Theory
મેં કીધું કે હા જી. આપ જે કહેશો તે યોગ્ય જ હશે. સાહેબજીએ કીધું કે : “અમે કહીશું કે જાવ મસીદમાં’’ મેં કીધું. આપ જે કહો છો તે યોગ્ય જ છે.
‘સાહેબજીએ કીધું કે કાલે આવજો’’
હું કોઇ કારણથી બીજે દિવસે જઇ શક્યો નહીં. તેથી ત્રીજે દિવસે સાહેબજી પાસે ક્ષમા માંગી. થોડીવાર પછીથી સાહેબજીએ કીધું.
“અમારે હજારો વર્ષનો અભ્યાસ છે. એમ કહી કહ્યું કે લ્યો, આ ૧૦ વચનો ! આ વચનો એવાં છે કે હજાર પાના ભાવ તેટલાં રહસ્યવાળા છે. તેમાં પ્રથમ વાક્ય “સત્પુરૂષના ચરણનો ઇચ્છક’' ઇત્યાદિ ૧૦
૧૧૬
Page #178
--------------------------------------------------------------------------
________________
GRAM } સત્સંગ-સંજીવની SR SER
વચનામૃતો હતા. તે શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત વચનામૃતમાં છપાયેલ છે. વ. નં. ૧૦૫
ત્યાર પછી સાહેબજીને નમસ્કાર કરી ઉતારે આવ્યો. ત્યાર પછી એક બે વાર ગયો હતો એવી યાદી છે. સાહેબજી બપોરના વખતમાં પથારીમાં સૂઇ જતા હતા. કાલા રસોઇયાને કહેતા કે અમો અમુક વખતે ઊઠીશું. પછી સાહેબજી તે જ ટાઇમે કહ્યા પ્રમાણે ઊઠતા. એક મિનિટ પણ ફેરફાર થતો નહીં. પાસે ઘડિયાળ કે ઘડી કંઇપણ
રાખતા નહીં. પણ જે વખતે ઊઠે તે તે વખતે કહ્યા પ્રમાણે ટાઇમે ઊઠવું થતું હતું. આ SિI , ત્યાર પછી હું અમદાવાદ ગયો હતો. ત્યાં હું પવિત્ર જૂઠાભાઈને મળ્યો હતો. તે ભાઇ મને વારંવાર પૂછતા () કે ભાઇ તમને શું આપ્યું ? તે તો મને કપા કરી જણાવો તો ખરા ? પછી મેં જે જે વાત અને બીના બની હતી
તે સર્વે કહી સંભળાવી. - શ્રી જૂઠાભાઈની તબિયત નરમ રહેતી હતી તેથી તેમને જોવા માટે હું ફરીથી વૈશાખ માસમાં અમદાવાદ
ગયો. એમના સમાગમથી મને ઘણો જ આનંદ થતો હતો. શ્રી જૂઠાભાઈએ અષાઢ માસમાં સમાધિ સહિત દેહ ii મૂક્યો.
હું તે સાલમાં શ્રાવણ માસમાં મુંબઈ ગયો હતો. ત્યાં નાગદેવીના રસ્તા ઉપર ઉપરના મકાનમાં સાહેબજી Xા રહેતા હતા...દુકાન કરવાની વાતચીત કરતા હતા.
- સાહેબજીએ કેટલાક પત્રો લખેલા મને આપ્યા હતા. આ જનમના જૂઠાભાઈની વિદ્યમાનતામાં શ્રી જૂઠાભાઈ ક્યારે દેહ મૂકશે તે સંબંધી સાહેબજીએ પ્રથમથી જ લખી રાખ્યું હતું તે મને વંચાવ્યું હતું. અને પત્ર અથવા બુક મને આપી હતી. તે પ્રણિત શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં છપાયેલ છે. વ. ૧૧૬, ૧૧૭.
- પછી સાહેબજી શ્રી વવાણીયા બંદરે પધાર્યા હતા. કેટલાક પત્રો ખંભાત આવ્યા પછીથી ઉતારો કરાવ્યો ITI હતો. તેમ એક પત્રમાં એવું જણાવ્યું હતું કે “તમારો સમાગમ ઇચ્છું છું.” વ. ૧૩૯ અમને આનંદ થયો.
પછી પોતે સંવત ૧૯૪૬માં ખંભાત આસો માસમાં પધારવા સંબંધી પત્ર આવ્યો. શ્રી અંબાલાલભાઈ | આણંદ તેડવા ગયા હતા. સુંદરલાલભાઈ, નગીનદાસ તથા હું ફેણાવ તેડવા સામા ગયા. ત્યાં એક ટેકરી ઉપર સાહેબજી બિરાજ્યા હતા. સાહેબજીને દીઠા કે તુરત અને નમસ્કાર કર્યા. ત્યાં સાહેબજીને છોટાલાલ કપૂરચંદે જમવાને માટે અતિ આગ્રહ કર્યો હતો. તેથી સાહેબજી ત્યાં જમ્યા. પછી ખંભાત તરફ પધાર્યા તે વખતે સાહેબજી એટલો જ બોધ કરતા કે “સત્સંગ શોધો''. મારી પાસે જ્યોતિષનો પાંચ વરસથી વરતારો હતો. તે સંબંધી મેં કીધું હતું. તેમણે માગ્યો. મેં આપ્યો. પછી એ સંબંધી તુચ્છભાવ થાય તેવો સાહેબજીએ બોધ આપ્યો અને પછીથી મને તે ઉપર તીરસ્કાર થયો. અને મેં કીધું કે ફાડી નાખું ?
સાહેબજીએ કીધું “ના, છો રહ્યો” પછી મને સાહેબજીએ ચંદપન્નતિ અથવા સૂર્યપન્નતિ બેમાંથી એક વાંચતા હતા તેમાંથી સાહેબજીએ મારી પાસે છેલ્લા ભાગમાંથી વંચાવ્યું અને કીધું કે “જે કોઇ આ વિદ્યા ફોરવશે તે અનંત કાળ પરિભ્રમણ કરશે.”
ત્યાર પછીથી મને તે જ્યોતિષનો મોહ ઓછો થયો. | એક વખત સાહેબજીએ દશ ઓરડી સંબંધી દષ્ટાંત આપ્યું જે દષ્ટાંત શ્રી મગનલાલભાઈના સાંભળવામાં પણ આવ્યું હતું. જીવ પોતાની ઓરડીને ભૂલી ગયો છે. તેથી નવ ગણે છે. પછી સાહેબજીએ આંગળીના ઇશારાથી એમ કહ્યું કે “આ દશમી હું” (પોતા તરફ).
૧૧૭
Page #179
--------------------------------------------------------------------------
________________
ઉR SORRY) સત્સંગ-સંજીવની હS SYS S SYS ()
ફરીથી હું એકવાર સાહેબજી પાસે સવારમાં ગયો હતો. પોતે સાહેબજી હિંચકા ઉપર બિરાજ્યા હતા. અને તે વખતે સાહેબજી આનંદઘનજીનું પદ કહેતા હતા. “અબ હમ અમર ભયે ન મરેંગે.” એ જ પદ વારંવાર બોલતા હતા.
જે દિવસે સાહેબજી ખંભાત પધાર્યા તે દિવસે બહાર ગાદી ઉપર બિરાજ્યા હતા. તે વખતે સાયંકાળ હતો. સાહેબજીએ લાલચંદભાઈને કીધું કે તમારો જન્મ શ્રાવણ માસમાં વદમાં ફલાણી તિથિ, ફલાણો વાર, ફલાણા સમયે થયેલ છે ? લાલચંદભાઈએ કહ્યું હતું, જી સાહેબ !! તે પ્રમાણે જ છે.
- ત્યાર પછી ત્રીજે દિવસે આ લખનાર પુરૂષે ભાઈ અંબાલાલને કીધું કે આજે અમારા ત્યાં સાહેબજી જમશે. અતિ આગ્રહથી સાહેબજી અમારે ત્યાં જમવા પધાર્યા હતા. આગલે દિવસે સાહેબજી એક વાર જમ્યા હતા. મારે ત્યાં જમવા પધાર્યા ત્યારે ૧૦, ૧૧નો સુમાર થયો હતો. મેં સાહેબજીને રસ્તામાં કીધું કે સાહેબજી ! ગઇ કાલે આપે તો એક વખતનો આહાર કર્યો હતો.
સાહેબજીએ કીધું કે “ના, સાંજના પછીના ભાગમાં ભાઈ અંબાલાલ સાથે આહાર ગ્રહણ કર્યો હતો”.
સંવત ૧૯૪૭ની સાલમાં કારતક સુદ એકમ (બેસતું વર્ષ) મારા ભાઈ છોટાલાલભાઈને ત્યાં સાંજના પધાર્યા હતા.
તે વખતે ઉપર ત્રીજે માળે આ પદ સાહેબજી બોલતા હતા કે.....
દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પાવે હો, મલ્લિજિન !''
એમ વારંવાર ગંભીર ગીરાથી ધૂન સહિત ઉચ્ચાર કરતા હતા. બીજા બીજા વખતમાં કાંઇ કાંઇ વાતચીત થઇ હશે પણ તે હાલ સ્મરણમાં રહેલ નથી. એમ સાહેબજી વારંવાર કહેતા કે “સત્સંગ શોધો”.
તે વખતમાં લલ્લુજી સ્વામી સાહેબજી પાસે વખતોવખત આવતા હતા. અને એક વખત સાહેબજીએ મુનિશ્રીને કીધું કે “ભયને કૂવામાં નાંખો”. આ વચનો મેં લલ્લુજી સ્વામી પાસે સાંભળ્યા હતા. એક વખત સાહેબજી ટુંઢિયાના ઉપાશ્રયે પધાર્યા હતા. ત્યાં હરખચંદજી મુનિશ્રી સમક્ષ સાહેબજીએ અષ્ટાવધાન કર્યા હતાં.
હરખચંદજી મુનિ ઘણાજ આનંદ પામ્યા હતા. અને સાહેબજીના ગુણ ગાવા માંડયા. તે વખતે લાલચંદભાઈ તથા મારા પિતાશ્રી ઉપાશ્રયમાં હતા. કારતક સુદ બીજના દિવસે પોતે મુંબઈ પધાર્યા હતા. અને અંબાલાલભાઈ આણંદ સુધી સાહેબજીને મુકવા ગયા હતા. - શ્રી અંબાલાલભાઈની ભક્તિ બહુજ ઉત્તમ હતી. અંબાલાલભાઈ પ્રગટપણે વારંવાર બોલતા હતા કેઃ મહાદિવ્યા કુક્ષી રત્ન....
એ શ્લોક બેસતાં ઊઠતાં હરઘડીએ એ જ ઉચ્ચાર કર્યા કરતા. સ્મરણ ભક્તિ તેમને બહુ ઊગી હતી. મને કોઈક સંશય થયો હતો. તેનું તેમણે નિવારણ કર્યું હતું.
ફરીથી સં. ૧૯૫૨ના પુર્યષણ પર્વમાં શ્રી રાળજ પધાર્યા હતા. ત્યાં સાહેબજીની સ્થિતિ ૧૮ દિવસ લગભગ થઈ હતી. ત્યાં મુખ્ય બોધ કુલાગ્રહની નિવૃત્તિનો ચાલતો હતો. આઠમ પાખી વગેરેનો કદાગ્રહ નિવૃત થવા સંબંધી બોધ કરતા હતા. ત્યાં તમામ ટુંઢિયા હતા. સાહેબજી બધાની પરીક્ષા લેવા સારૂ (આગ્રહની નિવૃત્તિ
૧૧૮
Page #180
--------------------------------------------------------------------------
________________
O GR CROSS સત્સંગ-સંજીવની (GSSS )
કરવા) સંવત્સરીને દિવસે પુષ્પ મંગાવતા હતા. ડુંગરશીભાઈ તથા શ્રી સોભાગ્યભાઇ સાહેબજી સાથે હતા. ડુંગરશીભાઇ તુવેરની દાળ નોતા ખાતા (ભાવતી નોતી તેથી) સાહેબજી તેના ભાણામાં આગ્રહ કરીને પીરસાવતા હતા.
એક દિવસે સાહેબજીએ બુદ્ધના ચરિત્રનું વર્ણન ક્યું હતું. તે વખતે સાંભળનારાના રૂંવાડે-રૂંવાડા ખડા થઇ ગયાં અને ઘણાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી.
પ્રવિણસાગરની કવિતા ગાતા હતા.
જાગી હૈ જોગ કી ધૂની, બરસત અમૃત કી ધૂલી” શ્રીમદ્ ભાગવતમાં ગોપીઓની ભક્તિ જે વર્ણવી છે તે વાંચતા હતા. અને વારંવાર તે પદો બોલતા હતા કે : “વલવલે વૈકુંઠ નાથ, ગોપી, મને મારશે મારી માત; મને જાવા દે આણી વાર, ગોપી તારો બહુ માનીશ ઉપગાર, ગોપી''
એમ કહી આનંદ મુખ કરતા હતા. એક વખત સાહેબજી નાહીને ઉપર જતા હતા ત્યાં સાહેબજીને બારી વાગી.
મેં સાહેબજીને કીધું કે સાહેબજી વાગ્યું ? સાહેબજીએ કીધું કે “નથી વાગ્યું” મેં કીધું, “સાહેબજી વાગ્યું હશે ?” સાહેબજીએ કીધું, “અમે શું ખોટું કહેતા હશું ?” મેં જાણ્યું કે અહો ! સાહેબજીનો કેટલો બધો જાગૃત ઉપયોગ હતો.
એક વખત અસાળીયો સેળભેળ થઇ ગયો છે તેવું દૃષ્ટાંત પણ કહેતા હતા. સાહેબજી જેટલી વાર બોલતા તેટલી વખત નવાઈ જેવું લાગતું. રાળજવાળા શેઠના બંગલાની અગાસીમાં સાહેબજી બેઠા હતા. ત્યાં મારા પિતાશ્રી બેઠા હતા. તે વખતે ચક્રવર્તી સંબંધી વ્યાખ્યા ચાલી હતી, e સાહેબજીએ કીધું એક હાથીનું નવ હાથ શરીરનું માપ હોય એવું કોઇ માપનું પ્રમાણ કહ્યું હતું અને કહ્યું કે ૪૮ ગાઉમાં આટલા હાથી સમાય કે નહીં એ વિચારો.
બીજું સૈન્ય તો જુદું પણ ચક્રવર્તીનું સ્વરૂપ જૂદું સમજવાનું છે. એમ કહી છ ચક્ર વિષે કંઇક વાત કરી હતી. જે મને યાદ રહી નથી.
એક વખત સાહેબજી તળાવ પર બિરાજ્યા હતા. તે વખતે શ્રી સૌભાગ્યભાઇને શ્રી સાહેબજીએ કહ્યું કે એક માણસ અમારી પાસે આવ્યો હતો તેણે અમોને કીધું કે આગળના કાળમાં જુગલીયા મોટી કાયાવાળા હતા. તે વાત મને બેસતી નથી. અમોએ કીધું તારે એની શી જરૂર છે. ત્યારે તેણે કહ્યું કે ‘જ્યાં જઉં છું ત્યાં મને કોઇ સમાધાન કરતું નથી. અને સમાધાન થયા સિવાય મારો જીવ ચોક્કસ બેસતો નથી'. ત્યારે તેમને કહ્યું કે માણસ સવારમાં ઊભો રહે છે ત્યારે તેનો કેટલો પડછાયો પડે છે ? બપોરે કેટલો પડે છે ? અને સાંજના કેટલો પડે છે ? તે પ્રમાણે ફરતા ફરતા કાળમાં તેમ હોય.” તે માણસને તે વાત ઉપરથી તેમનું સમાધાન બરાબર થયું. સંતોષ થયો અને અમને કીધું કે આવી રીતે મારી વાતનું સમાધાન કોઇ પણ કરી શક્યું નોતું.
૧૧૯
Page #181
--------------------------------------------------------------------------
________________
- સત્સંગ-સંજીવની
મારા પિતાશ્રીને સાહેબજીએ બાર વ્રતનું સ્વરૂપ કહી સંભળાવ્યું હતું ને પછી કીધું કે “આ જે બે આર્ય શ્રી સૌભાગ્ય ને શ્રી ડુંગરશી છે તે સુધર્માસ્વામિ અને શ્રી ગૌતમસ્વામિ જેવા છે.’’
મને તે વખતે ગુમડાની વ્યાધિ હતી. તેથી અમુક અમુક વખતે અંતરાય પડતી હતી. તે વખતમાં જે જે બોધ થયેલ હતો તે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાં છપાયેલ છે.
હું અને બીજા ભાઇઓ ઊભા ઊભા નમસ્કાર કરતા હતા. ત્યારે સાહેબજીએ અમોને કહ્યું કે વંદના કરૂં છું એમ ઉભડકપણું શું રાખો છો ? ઇત્યાદિક કહ્યું હતું. RAP I-SICUS SPIK
જે અમારી ભૂલ ટાળવાને અર્થે કહ્યું હતું પણ મને બરોબર સ્મૃતિમાં નથી. ત્યાર પછીથી નીચા નમીને ત્રણ વખત નમસ્કાર કર્યા હતા. ખંભાતવાળા પ્રેમચંદ દેવચંદ તપાધર્મમાં પ્રવિણ હતા. તેઓ સાહેબજી પાસે ૨૫ પ્રશ્ન પૂછવાની ઇચ્છાએ આવ્યા હતા તે વખતે સાહેબજી ધર્મ સંબંધી બોધ કરતા હતા. તેમાં તે ૨૫ પ્રશ્નોનું સમાધાન થયું હતું. સાહેબજીને તે પ્રશ્નો તેઓએ પૂછયા નોતા છતાં તેમની મનની શંકાઓ દૂર કરી હતી. પછી પ્રશ્નો પૂછવા । આવેલા તેઓ ઘણો જ આનંદ પામ્યા. અને કીધું કે અહો ! તમે અમારા મનની સઘળી વાતો જાણી. આપને ધન્ય છે.
સં. ૧૯૪૮ ની સાલમાં હું તથા મારા ભાઇ છોટાભાઇ અમો કાપડ લેવા સારૂં મુંબઇ ગયા હતા. ત્યાં અમારે સાહેબજીનો સમાગમ થયો હતો. એક વખત સાહેબજી તથા હું રસ્તે થઇ જતા હતા. રસ્તામાં એક ઉંદર જતો સાહેબજીની નજરે પડ્યો, તરત જ સાહેબજી ધસ્યા ધસ્યા તે ઉંદર પાસે જઇ પહોંચ્યા ને ઉંદરને છત્રીએ ચડાવીને કોરાણે મુકી દીધો.
હું સાહેબજીની પાછળ રહી ગયો પછી મારા જાણવામાં આવ્યું હતું. મેં વિચાર કર્યો કે સાહેબજીમાં કેટલી બધી ઉત્તમ દયા છે.
એક વખત રસ્તામાં જતાં સાહેબજીએ મને કીધું કે ‘‘અમે ભીખારી કરશું તો કેમ ?’’ વળી કહ્યું કે ‘“મુમુક્ષુએ મુમુક્ષુને આ દેહ અર્પણ કરવા સુધીમાં અડચણ ગણવી નહીં.’’
એક વખત સાહેબજી તથા હું સાથે ફરવા ગયા હતા, પછી ત્યાં બેઠા. સાહેબજીએ બેઠા બેઠા મને કીધું કે ‘‘શ્રી મહાવીર સ્વામી શરીરે પાતળા હતા, અને તે કાંકરામાં બેસતા હતા.’’
એક વખતે મારા ભાઇ છોટાભાઇએ મને કીધું કે સાહેબજી સિદ્ધાંત વાંચવાની આજ્ઞા આપે તો ઠીક, મેં સાહેબજીને ખાનગી રીતે વાત કરી. સાહેબજીએ કીધું. કે “ઝેર રૂપે પરિણમશે.''
તે વખતમાં જે જે બોધ થતો હતો અને અમોને આનંદ થતો હતો તે બોધ હું પત્ર દ્વારા શ્રી અંબાલાલભાઇને “લખી જણાવતો હતો એવું મને યાદ છે.
એક વખતે સાહેબજી સાંજના ફરવા ગયા હતા. ત્યાં પછી બેઠા હતા. ત્યાં ગાંડાભાઇ, હું તથા બીજા ભાઇઓ હતા. તેવામાં ગામમાં ભૂંગળ વાગતી હતી. જે સાંભળી સાહેબજી બોલ્યા કે આ ભૂંગળ બરાબર વાગતી નથી. ગાંડાભાઇએ કીધું કે આ ગામમાં દરજી વગાડે છે. સાહેબજીએ કીધું કે તે તેના કુળનો અભ્યાસ નથી માટે તે તેને શોભતી નથી તેમજ આ આત્માને દેહ શોભતો નથી. ત્યાર પછી થોડીવાર પછી સાહેબજી બોલ્યા - ‘‘સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિષ્કામી રે.''
૧૨૦
Page #182
--------------------------------------------------------------------------
________________
GENERGY સત્સંગ-સંજીવની GIR FORER (
એ ગાથા કહી હતી. અને તે ગાથાનો અર્થ ઘણો જ વિસ્તારથી કર્યો હતો. જે મને સ્મરણમાં રહેલ નથી.
એક વખત કાવિઠે આંબાના ઝાડની નજીકના સ્થળે સાહેબજી પધાર્યા હતા. ત્યાં – “ઊંચા નીચા ગામ કંટકા’’ એવી ગાથા દશ વૈકાલિક સૂત્રમાંની બોલતા હતા. અને તેનો સાર મને સમજાવ્યો હતો. તેની વિશેષ યાદી ખંભાતવાળા કીલાભાઇ ગુલાબચંદને હશે.
એક વખત રાત્રીએ દરેક ભાઇઓને આજ્ઞા કરી કે અમુક અમુક સ્તવન કહો. પણ ત્યાં પ્રભુના આતાપથી, . બોલતા બહુ આંચકા આવતા હતા.
- સાહેબજી બહાર ફરવા જતા તો પોતે એકલા જ જતા અને કોઇ ખાડામાં પદ્માસન વાળી સમાધિસ્થિત થતા, પણ બહાર દેખાવ આવતો નહીં.
એક વખતે ભાદરણવાળા ધોરીભાઇ સાથે સાહેબજી મોહનીય કર્મ સંબંધી વ્યાખ્યા કરતા હતા. અને કહેતા મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય તેની સાથે સામા થવું. એમ કરતાં જય થાય. ધોરીભાઇએ સાહેબજીને કીધું કે મેં એક સિદ્ધાંતમાં એવું વાંચ્યું છે કે “ડાહ્યો વિચક્ષણ બહુ પરિભ્રમણ કરે તે કેમ હશે ?” - સાહેબજીએ કીધું કે “આ સંસારમાં જે બહુ ડાહ્યો થાય તે પરિભ્રમણ કરે” ઇત્યાદિ વ્યાખ્યા સાહેબજીએ કરી હતી.
એક વખત સાહેબજી જ્ઞાન સંબંધી વ્યાખ્યા કરતા હતા. તે વખતે નીચે કેટલાંક કૂતરાં લડતા હતા. તે | સાંભળી ધોરીભાઇ બોલ્યા કે ‘હુકા ગગડ્યા.’ એમ કહી બહુ જોસમાં ધોરીભાઇ હાંકવા લાગ્યા. તે સાંભળી સાહેબજી બોલ્યા, “ધોરીભાઇ ! નોકષાયનો આટલો બધો ઉદય !!!!” એટલે ધોરીભાઇ હાંકવા જતાં અટકી ગયા.
સં. ૧૯૫૧માં ગામ ઉંદેલ ખંભાતથી ૩ ગાઉ છેટે છે, ત્યાં પધાર્યા. ત્યાં દિવસે જ્ઞાન-દર્શનાદિ વિષે ઘણો ' જ બોધ કર્યો હતો. અને તે બોધ રાતના ત્રણ વાગ્યાથી પોતે દોહરારૂપે ઉચ્ચારતા હતા. તે વખતે મારી આંખ | ઉઘડી ગઇ, બીજા ભાઇઓની પણ આંખ ઉઘડી ગઇ. પછી સાહેબજીને પા વાગ્યાના સુમારે પૂછયું કે હું લખી લઉં ? સાહેબજીએ ના કહી.
બીજે કે ત્રીજે દિવસે બીડીઓનું વ્યસન ત્યાગવા સંબંધી ઘણો જ બોધ કર્યો હતો. જે બીજા નહીં આવેલા કેટલાક ભાઇઓના સાંભળવામાં આવ્યું હોય, તો બે ઘડીમાં સંસારનો ત્યાગ કરી દે. પણ તમને અત્યાર સુધી બોધ કર્યો તે જેમ ભીંતને કર્યો હોય તેમ છે. એમ બહુ જોસભેર કહ્યું હતું. ત્યારથી બીડીનું વ્યસન ત્યાગ કર્યું. પછી સાહેબજી ફરવા પધાર્યા હતા.
ત્યાં વડનું ઝાડ જોઇ કહ્યું કે “આ ઝાડ ઉપર પ્રથમ ચઢતાં તો મહેનત પડે. પણ થોડે ચડ્યા પછીથી ડાળખે, ડાળખે ફરી વળાય. તેમજ પ્રથમ જીવને કઠણ પડે, પણ પછીથી સુગમ પડે છે.” ઇત્યાદિ કહી, પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય વિષે વ્યાખ્યા કરી હતી. તે બોધ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણિત વચનામૃતમાં છપાયેલ છે. ઉપદેશ નોંધ ૩૪
સંવત ૧૯૪૯ની સાલમાં કંસારીએ પધાર્યા હતા. ત્યાં કીડીઓનો ઉપદ્રવ બહુ હોવાથી સાહેબજી ખંભાત પધાર્યા. તે વખતે ખંભાત ૧૮ દિવસની સ્થિતિ થઇ હતી.
પ્રથમ આવ્યા તેજ દિવસે હુકમ મુનિના ગ્રંથમાંથી કેટલોક ભાગ સાહેબજીએ વાંચ્યો હતો. એક ભાઈ મોહનલાલ મગન જેની મહિયાની અટક હતી તે દશા શ્રીમાળી શ્રાવક હતા. તેમણે સાહેબજીને
૧૨૧
Page #183
--------------------------------------------------------------------------
________________
0 GSSS S સત્સંગ-સંજીવની NR NR NR
(
પ્રશ્ન કર્યો કે ચૌવિહાર કરવાથી બહુ ફળ હશે ?
સાહેબજીએ તેઓને જણાવ્યું કે “એક જણ રોજ ચોવિહાર કરે છે અને કષાય કરે છે. એક જણ કારણસર નથી કરતો અને કષાયમંદ છે. તે બંનેમાં વધારે ફળ કોને ?
તેને કીધું કે વધારે ફળ જેને કષાયાદિ મંદ હોય તેને વિશેષ ફળ હોય.
એક વાર સાહેબજી મારા ભાઈ છોટાલાલભાઇને ઘેર અગાસીમાં પધાર્યા હતા. ત્યાં સાહેબજી શ્રી યશોવિજયજીકૃત સાડી ત્રણસો ગાથાની ઢાળમાંથી કેટલીક ઢાળો બોલ્યા હતા.
આ કોઇ કોઇ લોકો સાહેબજીને પ્રશ્નો પૂછે તેનું સમાધાન તુરત કરતા. એક વખત સાહેબજી સાથે કેટલાક ભાઇઓ બહાર ફરવા ગયા હતા. આવતી ફેરા સાહેબજીએ ડુંગરશીભાઇને કહ્યું, ગામમાં ક્યાંથી જવાશે ? ડુંગરશીભાઇ રસ્તો જાણતા નોતા, છતાં કીધું કે ચાલો મારી સાથે.
સાહેબજી જાણતા હતા કે આ રસ્તો નથી. છતાં તેની સાથે ગયા. ડુંગરશીભાઈ રસ્તો ભૂલ્યા એટલે સાહેબજીએ કીધું કે “આવી રીતે જે રસ્તો નથી જાણતા તે મોક્ષમાર્ગ બતાવી શકે નહીં.” તે ઉપર બહુ વ્યાખ્યા કરી હતી.
એક વખત સાયંકાલે સાહેબજી દરિયાપર ફરવા પધાર્યા ત્યાં બીજા ભાઇઓ સાથે હતા. સાહેબજી પોતે ઊઠી મસાણભૂમિ તરફ પધાર્યા. ને આવતી ફેરા અગરની બહાર કેટલાક જળ જંતુ હતા તે અંદર પેસી ગયા. પછી, સાહેબજીએ કહ્યું કે : “અમે બહુ ધીરજથી ચાલતા હતા. તો પણ આ જીવો ભય પામી પાણીમાં પ્રવેશ કરી ગયા.”
એ વાત કર્યા પછી કહ્યું કે અસદ્દગુરૂ પોતે રખડે અને તેના આશ્રયે આવેલા જીવો હોય તે પણ રખડે. ઇત્યાદિ વાત કર્યા પછી કહ્યું કે “શ્રી રામચંદ્રજી જ્યારે કૈલાસ પધાર્યા હતા ત્યારે દેવોને કહ્યું કે અયોધ્યામાંથી જે જે દુઃખી મનુષ્યો હોય તેઓને લાવો. દેવો આવ્યા પછી ફરીથી રામચંદ્રજીએ કીધું કે હવે કોઇ ત્યાં છે ? ત્યારે દેવોએ કહ્યું કે હવે ત્યાં કોઇ નથી રહ્યું. એક કૂતરું છે, તેના શરીરમાં બહુ કીડા પડ્યા છે તે બહું દુ:ખ પામે છે. ત્યારે રામચંદ્રજીએ ક્લયું જાઓ તો તેને સાચવીને લાવો. એક કીડો પણ બહાર પડી જાય નહીં તેવી રીતે તે કૂતરાને લાવો. દેવો તેને સાચવીને લાવ્યા. રામચંદ્રજીએ એ કૂતરા પર પાણી છાંટ્યું. એટલે કૂતરા ઉપર જે કીડા હતા તે મનુષ્યો થઇ ગયા. તેને રામચંદ્રજીએ પૂછયું કે તમે આ કૂતરાને કેમ પીડો છો ? ત્યારે તેમણે રામચંદ્રજીને કહ્યું આ કૂતરાનો જીવ તે પૂર્વે અમારો ગુરૂ હતો અને અમે તેના શિષ્ય હતા. અમો એના આધિન વર્તતા હતા. ને અમે એને તન, મન, ધન અર્પણ કર્યા હતા. પણ અમારું કલ્યાણ કર્યું નહીં. અને અમારું તન, મન, ધન હરણ કરી ગયો. તે લેણું અમે આ પ્રકારે લઇએ છીએ. અમે આવા અવતાર ધારણ કરીએ છીએ.”
આ કથા સાહેબજીએ અમોને કહી સંભળાવી અને પછી કહ્યું કે એક સપુરૂષ પ્રત્યે જેનો ઓધે પણ રાગ હોય તે પણ કલ્યાણ પામે. તે ઉપર એક ગાથા કહી.
-: ગાથા :ઓધે જેને તેનો રાગ, એ વિના નહીં બીજો લાગ, સુમતિગ્રંથે અર્થ અગાધ. તેવી ગાથા કીધા પછી કહ્યું કે તમો અમારી પૂર્ણ ખાતરી કરજો ને અમારા અર્થે કંઇ સ્વાર્થ ઇચ્છીએ ત્યારે
૧૨૨
Page #184
--------------------------------------------------------------------------
________________
0 GSSSSSS સત્સંગ-સંજીવની (SROSSRORER) (
તમે જાણજો કે તે માર્ગ ભૂલ્યા છે. આ ભવિષ્યમાં સ્મરણ રહેવા તમને કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારે કહ્યું હતું. તે એક વાર સાહેબજી સમયસાર નામનો ગ્રંથ વાંચતા હતા. તે વખતે જાણે એકલો આત્મા જ બોલે છે એવો ભાસ થતો હતો. તે વખતે ખંભાતમાં રહેનાર એક શ્રાવકભાઇ લોકમાં વિદ્વાન તરીકે ગણાતો હતો તે હુકમમુનિના ગ્રંથ વાંચતો. તેને વેદાંતનો આશ્રય હતો. તેને કેવળજ્ઞાન સુધીની માન્યતા કરી હતી. તે ભાઇ સાહેબજી પાસે આવ્યા હતા. તે વખતે સાહેબજી આત્માના ઘરની વ્યાખ્યા કરતા હતા. સાહેબજીએ કીધું કે આત્મજ્ઞાન તેને કહેવાય કે ખોળામાં આવીને સિંહ બેસે, સર્પ બેસે, પણ કિંચિત્ માત્ર પણ રૂંવાડામાંય ભય થાય નહીં. તે જ્ઞાન છે.” - તે વખતે તે પેલા ભાઇ સાહેબજી પ્રત્યે હાથ જોડી વારંવાર બોલ્યા કે હું તેવો નથી, ઇત્યાદિ કાંઇક બોલ્યા હતા. પણ મને હાલ સ્મૃતિમાં નથી. પણ સાહેબજીએ ખુલાસો કર્યો તે પછીથી તે ભાઇનો મદ ગળી ગયો. અને તે ભાઇ સાહેબજી પાસેથી ગયા પછીથી સાહેબજીના વખાણ કરતા હતા એમ તેમના ચિરંજીવી પુત્ર હીરાભાઇથી વાત જાણી હતી. તેઓ હાલ શ્રી સુબોધક પુસ્તકાલયમાં પધારે છે. - એક વખત સાહેબજી લાલચંદભાઈને ત્યાં પધાર્યા હતા તે વખતે હું તથા બેન ઉગરીબેન તથા લલ્લુભાઈ વિગેરે હતા. તે વખતે કેટલાક ટુંઢિયાના શ્રાવકો વખાણેથી ઊઠી ત્યાં આવ્યા હતા. સાહેબજી ગાદી ઉપર બિરાજ્યા. હતા. તે વખતે લાલચંદભાઇ સાહેબજી પ્રત્યે ઘણા જ આક્રોશ શબ્દોથી બોલ્યા કે મારા ઘરમાંથી નવકારનું નામ કાઢી નાખ્યું ઇત્યાદિ ઘણું જ બોલ્યા હતા. પછી સાહેબજીએ લાલચંદભાઈને કહ્યું “તમો સાઇઠ, સાઈઠ વર્ષ થયાં અભ્યાસ કર્યો છે તો કહો જીવનું સ્વરૂપ શું ?’
- ત્યારે લાલચંદભાઇ ગુંચાયા એટલે બોલ્યા કે હું કંઇ તેવી વકિલાત જાણતો નથી. એમ કહી ટુંઢિયાના શ્રાવક ભણી જોયું ને કીધું કે આ જવાબ દેશે. તેને સાહેબજીએ પૂછયું, તે પણ જવાબ દઇ શક્યા નહીં. પછી સાહેબજી થોડો વખત બેઠા અને મારા ભાઇ છોટાલાલભાઇના ઘેર પધાર્યા. ત્યાર પછી થોડા વખત પછી લાલચંદભાઈને શરીરે પીડા થઇ અને પાંચ કે સાતમે દિવસે દેહ પડયો. - તેમને મરણ વખતે પ્રત્યાખ્યાન વિગેરે ઉદય આવ્યું હતું. તેમને અગ્નિદાહની ક્રિયા કર્યા પછી અથવા તો બીજે દિવસે મેં સાહેબજીને કીધું કે, સાહેબજી ! લાલચંદભાઇ બિચારા થોડા જ દિવસ ઉપર નીંદા કરી દેહ મુક્યો. તેથી તેમની ગતી બગડી હશે ?
સાહેબજીએ જણાવ્યું કે : “એમને અંતરમાં અમારા પ્રત્યે પ્રેમ હતો.”
એક વખત સાહેબજીએ શ્રી સૌભાગ્યભાઈને જણાવ્યું કે “અમારી પાસે કોઇ વિકથા કરે ત્યારે નિદ્રા આવે નીકર ન આવે.”
ઉપર મુજબ સ્મૃતિમાં રહેલ તે સંક્ષેપમાં લખ્યું છે. આ લખવામાં જે કાંઇ ભૂલચૂક હોય તે જણાવશો. જેથી બતાવનારનો મોટો આભાર માનીશ.
“એક વખતે શ્રી કાવિઠામાં ખેતરમાં બિરાજ્યા હતા. ત્યાં પૂ.શ્રી. અંબાલાલભાઇ તથા હું બેઠા હતા. ત્યાં એકાંતમાં પૂ.શ્રી. અંબાલાલભાઇએ પૂછેલ કે અમૂક માણસે મને પૂછેલ જે શ્રી રેવાશંકર જગજીવનની કાં, શાહુકારી રીતે જો અમારું કામ કરે તો અમે તેમની આડત કરીએ. તે વખતે શ્રી પ.ક.દેવે ઉત્તરમાં જણાવેલ છે
નોંધ : “ આ મેટર આ ગ્રંથમાં નવી ઉપલબ્ધ થયેલ તે છાપી છે.
૧૨૩
Page #185
--------------------------------------------------------------------------
________________
HERE IS સત્સંગ-સંજીવની
)
તેમાં અમોને શું પૂછો છો. જે ઉત્તર તો તમારે પરભારો આપવો જોઇતો હતો. “સપુરૂષ અન્યાય કરશે તો આ આ જગતમાં વરસાદ કોના માટે વરસશે ? સૂર્ય કોના માટે ઊગશે ? વાયુ કોના માટે વાશે” વગર પૂછે સમજી લેવું કે સત્પરૂષો કદી અન્યાય કરે નહીં.
શ્રી અંબાલાલભાઇનો વિનય જોઇને મુમુક્ષુઓમાં માંહોમાંહે જગતમાં બીજે સ્થળે ન મળે તેવો ભક્તિભાવ રહેતો હતો. ઘણા પ્રેમભાવથી મુમુક્ષુ એક બીજાને ચાહતા હતા. અંબાલાલભાઇના પ્રતાપથી મુમુક્ષુમાં વિનય ગુણના બીજ રોપાયેલ, ગુજરાતમાં ચાલુ છે. આ
સં. ૧૯૫૨ માં કાવિઠા પધારેલા, એક અવસરે શ્રી કૃપાનાથ એક વૃક્ષ નીચે બિરાજ્યા. ત્યાં એક વૃધ્ધ પાટીદારે પૂછયું કે હે કૃપાનાથ મેં સાંભળ્યું છે કે આગળ સત્યુગમાં સુદર્શનચક્ર ફરતું. તે કળિયુગમાં તો દેખાતું નથી. ત્યારે શ્રી કૃ.ભગવાને કહ્યું કે સયુગમાં સારા આચરણવાળા જીવો ઘણા હતા, જેમ કુટુંબમાં વા ખડકીમાં સારા મનુષ્યો હોય અને કોઇ કોઇ માઠા આચરણવાળા હોય, તેવી રીતે છે. કૃદેવનો બોધ સાંભળી પટેલ ઘણું હર્ષ પામતો હતો. પટેલે ફરીથી પૂછયું - હે ભગવાન, આ પેટ ન હોત તો બહુ સારું થાત. કૃપાનાથે કહ્યું - પેટનો કંઇ વાંક નથી, જેમ તમારા હાથમાં લાકડી છે પણ તે લાકડીથી તમે કુતરા વિગેરેને મારો તો તેથી તમને દોષ લાગે તેમાં લાકડીનો વાંક નથી. તમે તેનો અવળો ઉપયોગ કર્યો. તેમ પેટ તો મળ્યું છે પણ તે પેટ ભરવાની રીતિએ ચાલે તો દુ:ખ નથી. પણ સાધનરૂપ છે. ત્યાર પછી તે ભાઇએ પૂછયું કે હે કૃપાનાથ, કળિયુગ એટલે શું? અને
| સત્યુગ તે શું ? શ્રી કૃ. ભગવાને કહ્યું કે એક ગામમાં ખેતર ખોદતાં ધન નીકળ્યું. તે લઇ તે ખેડુતે વેચનાર ધણી (VI પાસે જઈ કહ્યું કે મેં મફત જમીન લીધી છે એટલે આ ધન તમારૂં છે. ત્યારે તો તે વેચનાર ધણીએ કીધું કે મેં
તો બધું યે તમને સુપ્રત કર્યું માટે મારે લેવા દેવા નથી. પછી બંને રાજા પાસે ગયા. અને તે ધન લેવા વિનંતી કરી. પણ રાજાએ તે ધન લેવા ના પાડી અને કહ્યું કે તમે કાલે આવજો. બીજે દિવસે કળિયુગ બેસવાનો હતો એટલે રાત્રે ત્રણેયની વૃત્તિ ફરી ગઈ, ખેતર વેચનારે વિચાર કર્યો કે મારે જ તે ધન લેવું જોઇએ કારણ ખેતર મારૂં છે. લેનાર ધણીએ વિચાર્યું કે હવે હું તેને શેનો આપું. રાજાએ વિચાર્યું કે મને ધન સામેથી આપવા આવે છે તો શા માટે ન લેવું ? એમ ત્રણેની વૃત્તિ ફરી ગઇ. માટે સત્યુગ ને કળિયુગમાં આ ફેર છે. આ અને બીજા પણ દૃષ્ટાંત આપતા હતા. તે મને સ્મૃતિમાં નથી. કાવિઠામાં શ્રી કૃપાનાથ ઠાણાંગસૂત્ર વાંચતા હતા. થોડા વખતમાં ઘણા પાના ફેરવી જતા હતા છતાં બીજાને બરાબર સમજણ પડતી હતી. બપોરના આત્માનુશાસન વાંચતા હતા અને કહેતા કે શ્રી ‘ગુણભદ્રસ્વામી તે ગુણભદ્ર જ છે.” એમ કર્તાપુરૂષની શ્રીમુખે સ્તુતિ થઇ હતી.
પેટલાદના સંન્યાસી શ્રી કૃપાનાથ પાસે આવતા હતા. તેને હુકો - બીડી પીવાની ટેવ હતી. ક.દેવે તે વ્યસનનું તુચ્છપણું તેને સમજાવ્યું હતું. તેથી એમણે બેઉ વ્યસન તરત છોડી દીધાં હતાં. - એક અવસરે બોરસદથી કેટલીક જૈન બહેનો દર્શન કરવા માટે આવી હતી. તેમને શ્રી કૃ. દેવને પૂછયું કે સાહેબજી, અમારું કલ્યાણ કેવી રીતે થાય ? કૃપાનાથે કહ્યું કે - તમારે તો ઘણું સહેલું છે. તમારે પુરૂષની પેઠે કમાવાની કે લેવડ - દેવડની તોડ નથી, હુંડી બીડવાની તોડ પણ નથી, વાયદો થયો માટે આપવા જવું, લેવા જવું, માલ વેચવો, તેના પૈસા છૂટા કરવા વિ. તમારે કંઇ તોડ નથી. પરંતુ જીવ વિકથામાં પડી જઇ બીજી વૃત્તિએ ચડી જાય છે. બાકી તમારે તો ઘણું સહેલું છે.
એક વખતે પૂછયું કે સાહેબજી, આત્મા તો દેખાતો નથી માટે આત્મા કયાં છે ? ત્યારે શ્રી ક.દેવે કહ્યું iYi - ભૂખ લાગે છે તે દેખાય છે ? ત્યારે તેને કહ્યું ભૂખ દેખાતી નથી પણ લાગે છે. ત્યારે કૃપાનાથે કહ્યું - આત્મા
૧૨૪
Page #186
--------------------------------------------------------------------------
________________
O
RERS
સત્સંગ-સંજીવની હSREERS Rછે )
છે. જેમ નિદ્રા દેખાતી નથી પણ નિદ્રા આવે છે. એ જે અનુભવ છે તેમ આત્મા અનુભવાય છે, દેખાતો નથી. પછી પૂછયું કે આત્મા કેમ પમાય ? ત્યારે એકદમ કૃપાનાથે પગપર પગ ચડાવી પદ્માસન કરીને યોગમુદ્રામાં સ્થિર થઇ ગયા. તે વખતની કૃપાનાથની મુદ્રા તો કોઇ ઓર જ થઇ ગઇ. કેવળ આત્મારૂપ સ્થિતિ થઇ ગઇ હતી. પછી કેટલીક વાર પછી પગ છૂટા કરી કહ્યું કે - “આત્મા આમ પમાય.’
એકવાર ગોધાવીવાળા વનમાળીભાઇએ શ્રીમુખ પાસેથી અસગુરૂના બોલાવ્યા વિના બોલવું નહીં એ નિયમ લીધો હતો. તે ભાઇ બહુ પવિત્ર હતા. સરળ અને ભદ્રિક હતા. તેમને બોધનું કારણ પૂ. શ્રી અંબાલાલભાઇથી થયું હતું. તેઓ પ્રથમ સંસારિક કામોથી ખંભાત પધાર્યા હતા. તેમને શ્રી અંબાલાલભાઇના સમાગમથી કૃપાળુદેવના દર્શનનો લાભ મળ્યો હતો.
શ્રી અંબાલાલભાઇમાં ઉદારતાનો ગુણ સારો હતો. અને શ્રી કૃપાનાથના સમાગમથી તેમની પણ દશા અદ્ભુત વર્તતી હતી. શ્રી કૃદેવની ભક્તિ તેમણે અનન્ય કરી હતી. જેમ પતિવ્રતા સ્ત્રી ભક્તિ કરે એવી અખંડ વિનયથી ભક્તિ સેવા કરતા હતા. નિદ્રા પણ કરે નહિં. પાંગથે રાતના બેસતા હતા, અને પગ તળોસતા હતા. ત્યાંના ત્યાંજ સૂઈ રહેતા. તેમનામાં વિનયગુણ અનન્ય હતો. રસોઇ પણ પોતે કરતા હતા.
તેમનામાં રસોઇની આવડત પણ વિશેષ હતી. તે પવિત્રભાઇ પણ જન્મથી રૂડા આચરણવાળા હતા. કૃપાળુ દેવના પરમ ભક્ત, દયાળુ અને ઘણાજ નમ્ર સ્વભાવવાળા હતા. શ્રી અંબાલાલભાઇનું ચિત્ત શ્રી નગીનભાઇ પ્રત્યે વિશેષ મળેલું હતું. એમના સમાગમમાં બેસી કેટલીક વાતો કરતા હતા. કાળ દોષે કરીને બન્ને પવિત્ર આત્માનો વિયોગ થયો છે. શ્રી અંબાલાલભાઇ એકાંતવાસમાં ઊઠતા બેસતા હતા.
સં. ૧૯૫૦માં ભાઇ છોટાલાલ ઘણું કરી મુંબઇ ગયા હતા. ત્યારે એક અવસરે હરતા ફરતા ૫. કૃપાળુદેવ એક એવી ધુનની ગાથા બોલતા હતા કે “ચૈતન્યભાવ તે ચૈતન્ય..આ ગાથા શ્રી યશોવિજયજી કૃત ગુણ પર્યાયના રાસમાં છે. એક વખત શ્રી નવકારની ગાથા શ્રી સમયસાર નાટકમાં છે તે બોલતા હતા. - એક વખત શ્રી માકુભાઇએ વેપારમાં રૂા. ૧OO આશરે નફો કર્યો હતો. તેને કૃપાનાથે પૂછયું કે કેમ કર્યું ? તેમાં સહેજ અનીતિ થઇ હતી તેમાટે માકુભાઇને ઠપકો આપ્યો હતો. અને કહ્યું કે “તે પૈસા ગટરમાં નાંખવા હતા.” કચરો ભેગો કચરો પણ આમ અનીતિ કેમ થાય ઇત્યાદિ કહ્યું હતું. એક વખતે સાંજના જમવા બેઠા હતા, દિવસ થોડો રહ્યો તે વખતે માકુભાઇ જમવા બેઠા એટલે માકુભાઇ બહુ ઉતાવળ કરે અને ઝટ ઝટ જમે તે વખતે શ્રી કૃપાનાથ બોલ્યા કે, “નાતમાં ઢેડા પડ્યા” એવી કહેવત બોલ્યા. એક વખત જમીને ઊડ્યા પછી મુખવાસ ખાધા પછી બધા બેઠા હતા તે વખતે રસોડામાં એકદમ કોલાહલ થયો એટલે માકુંભાઇ વિ. ઊઠ્યા. રસોઇયાએ એક ઘાટીને માર્યો હતો ને તેનો પગ ભાંગ્યો હતો અને લોહી નિકળ્યું એટલે સાહેબજીએ કહ્યું કે
એ દુષ્ટ અહિંથી જતો રહે.” તે પછી તે તુરતજ જતો રહ્યો. તેવામાં બીજા ઘાટીઓ એકદમ દોડ્યા આવ્યાને તે બામણને ખોળે પણ તે જતો રહ્યો હતો. પછી સાહેબજી દુકાને પધાર્યા હતા. અને મને કહ્યું કે અમે રસોઇયા ઉપર ક્રોધ કેમ કર્યો હશે ? મેં કહ્યું કે મને ખબર નથી. પછી પોતે જણાવ્યું કે- “જો તે વખતે તેને વિદાય કર્યો ન હોત તો ઘાટી લોકો તેને મારી નાખે એવા જોસમાં હતા. તેથી અમે આકરા શબ્દથી તેને જતા રહેવાનું કહ્યું હતું. મને તે વખતે તેઓશ્રીનો આશય અદ્ભુત લાગ્યો હતો.
એક વખતે ઘાટીનો છોકરો પ્રાણજીવનદાસ ડૉ. ના ઘોડાને ખવડાવવા ચણા હંમેશા લઇ જતો તેમાંથી કાઢી લેતો. તે વાત ડૉ.ને કોઈકે કહી. તે વખત સાંજનો સમય હતો, ડોકટર તેને મારતા હતા તે વખતે શ્રી કૃપાનાથે
૧૨૫
Page #187
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
કહ્યું કે એમ તે કાંઇ સુધરતો હશે ? પછી તેને મારવાનું બંધ કર્યું ને છોકરો ચાલ્યો ગયો.
એક વખતે હું તથા છોટાલાલભાઇ શ્રી પ.કૃ.દેવ સાથે ફરવા સ્ટેશન પર ગયા હતા, ત્યારે કહ્યું કે પાંચથી દસ હજાર જીવો માર્ગ પામશે. કેટલાક તો અમોને શોધતા આવશે અને આવો પુરૂષ બીજો નહી થાય એમ કહેતા અને સમયસારનો દોહરો બોલતા હતા.
ઘટઘટ અંત૨ જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસે, મતવારા સમજૈન.
એક વખતે રસ્તામાં શ્રી કૃ. દેવના મસ્તક ઉપર છત્રી ધરી હતી. હું જોડે ચાલતો હતો. તે વખતે મારા પગમાં જોડો નહતો અને રસ્તામાં પથરા હતા. તે વાગતા હતા. પરંતુ તે યોગી પુરૂષના પસાયથી ઘણો ઉલ્લાસ ભાવ રહેતો હતો. પછી પોતે તે પથરા ઉપરથી ઉતરી ગયા હતા.
મુંબઇમાં શ્રી કલ્યાણજીભાઇ કરીને મુમુક્ષુ આવતા હતા તે ગુણ પર્યાય સંબંધી ઘણું પૂછતા હતા. તેમનું સમાધાન કરતાં અને તે બહુ આનંદ પામતા હતા. કેટલીક વખત ખીમજીભાઇ પણ ત્યાં આવતા હતા. ખીમજીભાઇ સંબંધી વાત કરી હતી કે તે પૂર્વના સંબંધી હતા. તેણે એક વખત કોઇ પુસ્તક વાંચ્યું તે ઉપરથી તેને એમ થયું કે બધું પુસ્તકમાં છે એટલે તે પુસ્તક લઇ ગિરનાર પર જતા રહ્યા. અમુક વખત ત્યાં રહી પાછા આવ્યા. આશય એ કે જીવ એમ જાણે છે કે બધું પુસ્તકમાં છે પરંતુ બધું સત્પુરૂષના હૃદયમાં સમાયું છે. તેમ આશય જાણવા માટે મને (ત્રિભોવનને) કહ્યું.
એક વખત હું કોણ છું ? ક્યાંથી થયો ? આ ગાથાનો અર્થ કરવા આપ્યો હતો. મેં તે લખીને સાહેબજીને આપ્યો હતો. પોતે મૌન રહ્યા એમ યાદ છે. એક વખતના અવસરે શ્રી કૃપાળુદેવની સમીપમાં સાણંદથી મોતિભાઇ ઓસવાળ આવ્યા હતા. તે અને બીજા ભાઇઓ બેઠા હતા. તે વખતે એ લોકોના પૂછ્યા વગર એમના પ્રશ્નના ઉત્તર શ્રી કૃપાનાથે આપ્યા હતા. તેથી આ ભાઇને કૃપાળુ દેવ પ્રતિ ઘણું માન ઉત્પન્ન થયું પણ તેમના મનમાં હતું કે આતો ગૃહસ્થ છે. તેથી તેમને ફેટાવંદન થાય તેથી બેહાથ જોડી ધીમે ધીમે ચાલ્યા ગયા હતા. પછી રાતના બધા બેઠા હતા તે અવસરે શ્રી કૃપાનાથે કહ્યું કેમ મોતિભાઇ ! તમોને ક્યા ક્યા સાધુ મળ્યા છે ? તેણે કહ્યું કે મને બાલચંદજી તો મલ્યા છે. શ્રી પ.કૃ.દેવે કહ્યું કે તમને અત્યાર સુધી તમારા માન કષાયના પરમાણુ વેરી નાંખનાર મળ્યા નથી. આજે તમારા માન કષાયના પરમાણુ આ લોકમાં વેરી નાંખવા જણાવીએ છીએ. તમે સાણંદથી પત્ર લખ્યો તેમાં ઘણી ઘણી ઉપમાઓ લખી હતી ખરૂં ? તેણે કહ્યું હા. સાહેબજી – સવારે તમારા પ્રશ્નોનું સમાધાન થયું હતું ? તેણે કહ્યું હા, જી સાહેબજી – તમારા મનમાં એમ આવ્યું કે આ તો ગૃહસ્થ છે, માટે ખમાસમણ ન દેવાય પણ ફેટાવંદન થાય આવી કલ્પનાથી તમે ધીમે ધીમે ખસી ગયા કેમ એ વાત સાચી છે ? તેણે કહ્યું હા. સાહેબજી. અમને કંઈ નમસ્કારની દરકાર નથી. તમો નમસ્કાર કરો તેના અમને પૈસા ઉપજવાના નથી. તેમ તમોને પણ માનની કિંમત ત્રણ પૈસા કોઇ આપનાર નથી. અમારે જો નમસ્કાર જ કરાવવા હોય તો એક નોકર રાખીએ અને તેને કહીએ કે તારે નમસ્કાર કરવા. પણ તે કામનું નથી. અત્યાર સુધી તમને કોઇ કહેનાર તે ન મળ્યું માટે કહીએ છીએ. જીવ ઉપમા ઘણી લખે પણ સંદેહ કરી ચાલ્યો જાય છે. ઇત્યાદિ ઘણું કહ્યું હતું. આ મોતિભાઇએ શ્રી આત્મસિધ્ધિ છપાવવા કાયમ માટે રૂા. ૩૦૦ અર્પણ કર્યા હતા. શ્રી કૃપાનાથના બોધથી તેના માનના પરમાણુ વેરાઇ ગયા હતા એમ મને લાગ્યું હતું.
૧૨૬
Page #188
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
એક વખતે બીજાના મુખથી એમ સાંભળ્યું હતું કે સાહેબજીએ શ્રી અંબાલાલભાઇને કહ્યું કે “બહારથી સ્વચ્છ કર.’’· શ્રી અંબાલાલભાઇએ કેશવને કહ્યું કે બહારથી સ્વચ્છ કર. ત્યારે કૃપાનાથે શ્રી અંબાલાલભાઇને કહ્યું કે,- “અમને નોકર રાખતાં આવડે છે.’’
એક વખતે શ્રી કૃ.દેવ પધાર્યા ત્યારે ખંભાતના કેટલાક ભાઇઓ સમીપમાં બેઠા હતા. ઘણા વખત સુધી શ્રી કૃ.દેવ મૌન રહ્યા. અંગરખું પહેરેલું હતું, અને જાણે પરમયોગી દેખાતા હતા. થોડી વાર પછી બોલ્યા કે,‘“જ્ઞાનીપુરૂષ ૫૦ કે વધુ માણસ બેઠા હોય તે વખતે એમ જાણે કે આમાંથી આટલા જીવ અમુક વખતે આટલા ભવે બોધ પામશે, જ્ઞાન પામશે ને અમુક અમુક જીવોનું આમ ગતિ વિ. ભવિષ્યમાં થશે ઇ. વ્યાખ્યા કરી હતી. શ્રી કીલાભાઇ વિ. હાજર હતા. એક વખતે એવું સાંભળ્યું હતું કે કૃ.દેવ આણંદ વીશીમાં જમવા પધાર્યા. વીશીવાળાએ રસોઇ પિરસી હતી. પછી કેટલાક ભાઇઓ પાછળથી જમવા બેઠા, તેમાંથી કોઇએ શાક-લીલોતરી ખાધું હશે. જમી આવ્યા પછી ધર્મશાળાની ઉપર મેડે સાહેબજીએ પૂછ્યું કે કેમ ? સર્વેએ શાક ખાધા હતા ? તે વખતે ઘણાએ ખાધું હતું તેણે હા, કહી. તેથી તેના ત્યાગ વિષે ઘણો બોધ આપ્યો હતો.
એક વખત રાળજમાં બિરાજેલ. સંવત્સરીના દિવસે કેટલાક ભાઇઓએ ઉપવાસ કરેલો અને બીજે દિવસે રબડી વિ. તૈયાર થઇ ગયેલ પણ પ.કૃ.દેવે સવારે બોધ શરૂ કર્યો તે નવકારશી થયા છતાં બોધ ચાલુ રાખ્યો ત્યારે પૂ.શ્રી. સોભાગભાઇએ વિનંતી કરી કે સાહેબજી, આ બધાને ઊઠવા દ્યો. કાલનો ઉપવાસ છે. ત્યારે પ.કૃ.દેવે કરૂણા કરી કહ્યું કે કોને પૂછીને કર્યો ? ત્યારે આજ્ઞા વગર કર્યાનું ભાન થતાં સર્વે શરમાઇ ગયા. અને ઉપવાસ કર્યાનું માન ગળી ગયું.
સાહેબજી અશાળીયાનું દૃષ્ટાંત આપતા - કે અશાળીયો સેળભેળ થઇ ગયો. એક ગરીબ ભાઇનો છોકરો, નામ અશાળીયો, તેને મેળામાં જોવા જવાનું મન થયું. પણ તે ભૂલકણો હતો તેથી તેની માએ તેને કહ્યું લાવ તને દોરો બાંધી આપું એમ કહી નાડાછડીનો દોરો બાંધી આપ્યો. પછી તે મેળામાં ગયો ત્યાં રમત - ગમ્મતમાં ફરતાં ફરતાં દોરો છૂટી ગયો એટલે ઘેર આવી તેની માને કહે છે કે મા હું ખોવાઇ ગયો, ત્યારે તેની મા – સમજી ગઇ કે આ ભૂલકણો છે તેથી તેને કહ્યું કે લાવ, તને દોરો બાંધી આપું એમ સમજાવી દોરો બાંધ્યો એટલે કહેવા લાગ્યો કે માં હું હવે જડી ગયો. તેમ જીવ દેહમાં સેળભેળ થઇ ગયો છે ને દેહને જ પોતાનો માને છે.
એક પ્રસંગે શ્રી અંબાલાલભાઇને મૂછ ઉપર હાથ ફેરવવાની ટેવ. પ.કૃ.એ જાણ્યું કે આ તેની ટેવ દૂર કરવી જોઇએ. એટલે એક વખત હજામને ખાનગીમાં કહી દીધું કે તે મૂછને બોડી નાંખજે. હજામે તેમ કર્યું ત્યારે અંબાલાલભાઇને જાણ થતાં હજામને ઠપકો આપ્યો કે તેં આ શું કર્યું ? તેણે ધીમેથી કહ્યું કે સાહેબજીના કહેવાથી મેં કર્યું છે.
શાહ છોટાલાલ વર્ધમાન
પ્રથમ સમાગમ છોટાલાલ માણેકચંદના મકાનમાં ૧૯૪૬ની સાલમાં પ.કૃ.દેવ પધારેલા ત્યારે વચલી અગાસીમાં રાતના વખતમાં બેઠેલા તે વખતે થયો હતો. તે વખતે સાથે પ્રેમચંદ દેવચંદ, ફુલચંદ માણેકચંદ, હરજીવન રૂપચંદ જોશી ગીમટીવાળા, તથા રાયચંદ ખીમચંદ, છોટાલાલ છગનલાલ, આટલા સાથે બજારમાં બેઠેલા ને કૃપાળુદેવ પધાર્યાના સમાચાર સાંભળવાથી ત્યાં આવી નમસ્કાર કરી અમે બધા બેઠા. પ્રેમચંદે પ.કૃ. દેવની વ્યાખ્યા કરેલી કે તે બહુ જ્ઞાનવાન છે. તેમની પાસે જવા જેવું છે. એવી વાત સાંભળી અમે બધા ત્યાં આવી નમસ્કાર કરીને બેઠા. ત્યાં ગયા બાદ પ્રેમચંદે પ્રશ્ન પૂછેલો. આયુષ્ય બે પ્રકારનું છે. શિથિલ ને નિકાચિત. બે
૧૨૭
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉRS RSS સત્સંગ-સંજીવની
)
(
4
)
માટે તે પ્રકારે આયુષ્ય તૂટે એમ કહે છે. તો બંધ જ તેવા પ્રકારનો કે શી રીતે ?, કયા ,
કૃ. દેવે ખુલાસામાં દોરડીનું દૃષ્ટાંત આપી સમાધાન કર્યું હતું. “તૂટે છે તે વાત ખરી છે. તે શિથિલ આયુષ્યમાં ગણવું. નિકાચિતમાં નહીં.” એ સિવાય બીજાઓએ પ્રશ્ન પૂછેલું તેનું સમાધાન ક. દેવે સારી રીતે કરેલું જેથી હમો સર્વેને ભક્તિનો આવિર્ભાવ થયેલો. તે વખતે એક કલાક બેસી ત્યાંથી ગયા હતા.
ત્યાર પછી તે બધા ભાઇઓ ફરીથી જ્યારે પરમકૃપાળુદેવ વડવા મુકામે પધાર્યા ત્યારે આવ્યા હતા. વડ નીચે લલ્લુજી મહારાજ તથા દેવકરણજી વગેરે હતા ને ત્યાં વ્યાખ્યા ચાલતી હતી. તે વખતે પ્રેમમાં આવી જવાથી લલ્લુજી મહારાજ તથા દેવકરણજી મહારાજે સાષ્ટાંગ નમસ્કાર કર્યા હતા. વડવે એક દિવસનો સમાગમ થયો હતો.
ત્યાર પછી ૧૯૫૨ના આસો માસમાં હું તથા શંકરભાઇ દેવચંદ બંને જણા રતલામ કામ પ્રસંગે જતા હતા ત્યાં આણંદ મુકામે ખબર મળી કે સાહેબજી ધર્મશાળામાં છે. તેથી અમો બંને જણા દર્શન કરવા ગયા. ખંભાતથી આણંદ સુધી ગાડામાં બેસીને ગયા. ત્યાંથી રતલામ જવાની ટ્રેન હતી તેથી રોકાવું પડે તેમ હતું ત્યાં આણંદમાં કાવિઠાવાળા તરફથી જમણ હતું ને રાત્રે બાર વાગતા સુધી વ્યાખ્યા ચાલી હતી.
તે વખતે જિન પ્રતિમાજી પર પુષ્પ ચડાવવા સંબંધી પ્રશ્ન કર્યો કે ફૂલમાં ઘણા જીવો છે અને ચડાવવામાં પાપ લાગે કે કેમ ?
ત્યારે ખુલાસામાં સાહેબજીએ જણાવ્યું કે “જે તમો જો કદી સર્વ પ્રકારે ત્યાગી થયા હોય તો ભલે ન ચડાવો પણ પરમાત્માને ફૂલ ચડાવવામાં પાપ ગણો છો અને વ્યવહારના પ્રસંગમાં તો વાપરો છો. માટે એકાંતે ભક્તિના પ્રેમમાં રહી ચડાવવાથી લાભ છે.
પ્રશ્ન કર્યો તે વખતે પરમ કૃપાળુદેવ કોચ પર બિરાજ્યા હતા. અને હું એકલો જ હતો. આ પ્રશ્નનો ખુલાસો થવાથી મને ઘણો જ સંતોષ થયો હતો. ત્યાર બાદ મુંબઇ બે ત્રણ વખત સમાગમ થયો હતો. ત્યાં વ્હોરાના માળામાં છટ્ટે માળે પાયધૂની આગળ રાતના ગયેલો, ત્યાં નમસ્કાર કરી બેઠો હતો. સંવત ૧૯૭૪ના ફાગણ વદ ૦)) ને ગુરૂવારે વડવા મુકામે ઉતારો કરાવેલ છે.
- પૂ. સુખલાલભાઇ જયમલ સાણંદવાળા
ભાઇ સુખલાલ જયમલ સાણંદવાળાએ જણાવેલ શ્રીમદ્ રાજચંદ્ર સાથેના પરિચયની હકીકત - ભાઇ પોપટલાલ મહોકમચંદને શ્રીમનો પરિચય સમાગમ સંવત ૧૯૫૪માં થયો. પોપટલાલભાઇનો ઘણા વર્ષ થયાં મારે સહવાસ છે......
એટલે મને પણ પરિચય કપાળુદેવનો તે સાલમાં થયો. ૧૯૫૪ના ભાદ્રપદ તથા આશ્વિનમાં શ્રીમદ્ વસો હતા. ત્યાં હું પોપટલાલભાઇની સાથે ગયેલ..... ત્યાંના બે પ્રસંગ જણાવું છું. આ
શ્રીમદ્ જ્યાં ઉતર્યા હતા તે સ્થાનના મેડામાં જવાની બે નિસરણીયો હતી. એક અંદર અને બીજી બહાર પથ્થરની હતી. હું એક વખત પથ્થરની નિસરણીયેથી અંદર જતો હતો. ઉપરનું બારણું બંધ હતું. અંદર શ્રીમ, અંબાલાલભાઇ લાલચંદ, પોપટભાઇ ગુલાબચંદ તથા રૂક્ષમણીબેન વિગેરે હતા. હું ઉપર જવાનો છું એ કોઇને
૧૨૮
Page #190
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની
)
ખબર નહતી. અને બારણું બંધ હતું. નિસરણીની ઉપર ચડું એ પહેલાં શ્રીમદે અંબાલાલભાઇને કહ્યું “બારણું ઉઘાડો. સુખલાલને આવવું છે.” હું ચડતો હતો ત્યાં બારણું ઉઘડ્યું. | અમારા સાણંદના નગરશેઠ શાહ સાંકળચંદભાઇ હતા. એમણે થોડાક પ્રશ્નો ખુલાસા માટે શ્રીમદ્ પાસે રજુ કરવા મને મોકલ્યો. એ પ્રશ્નોનો કાગળ મારા ખીસામાં હતો. હું શ્રીમદ્ પાસે ગયો કે તરત શ્રીમદે સાંકળચંદ વિગેરેના સમાચાર પૂછયા. તેની વૃત્તિની વાત કરી.
મને લાગ્યું કે સાણંદ સાથે વ્યાપાર વ્યવહાર હોવાથી ખબર હશે પણ પછી વાણી દ્વારા વગર પૂછેલા બધા પ્રશ્નોનો મને શ્રીમદે ખુલાસો કર્યો ત્યારે મને અજાયબી થઇ. સાંકળચંદ શેઠ અંગે કહ્યું કે “આ ભવમાં રીઢા નહીં મટે એમ કહેજો.''
મેં કહ્યું મારાથી બોલાય જ નહીં. કહું તો મને હેરાન કરે, નાત બહાર મુકે. શ્રીમદે કહ્યું “હરકત નહીં આવે, કહેજો.”
સાણંદ ગયા પછી સાંકળચંદ શેઠને ઉપલી બધી વિગત જણાવી, શ્રીમના કહેવા પ્રમાણે કહ્યું. હેરાન તો ન કર્યો પણ ઉલટા શ્રીમદુના વખાણ કરી કહ્યું “ શ્રીમદે બરાબર નાડ પારખી છે.'
ભાદરવા-આસોમાં મારે મુંબઇ જવાનું થયું. આ સાલનું ચોમાસું નિષ્ફળ ગયેલ. પરિણામે છપ્પનીયો દુકાળ પડેલ. આ વખતે મારે ચોખા વિગેરેની ખરીદી માટે પનવેલ જવાનું હતું. હું શાહ રેવાશંકર જગજીવનની પેઢીમાં ઉતર્યો. સાહેબજી ફક્ત ત્યાં એકલા હતા. પેઢી ત્રાંબા કાંટા ઉપર ઝવેર ગુમાનના માળામાં સૌથી ઉપર બે દાદરે હતી. પનવેલ મેં જોયેલ નહતું. ત્યાં મુંબઇથી આગબોટમાં જવાનું હતું. ગોધાવીવાળા વનમાળીદાસ ઉમેદરામ અગાઉથી પનવેલ ગયેલ હતા. મેં તેને લખ્યું હતું કે અમુક દિવસે હું આવીશ. આ વાત સાહેબજીને મેં કરી નહતી. હું અજાણ્યો એટલે સાહેબજી પોતે મને બંદર ઉપર મૂકવા આવ્યા હતા. ટિકિટ તેમણે કઢાવી હતી. અને હું દરિયાનો અપરિચિત હોવાથી મને આગબોટમાં નીચે બેસવા ભલામણ કરી હતી. (ઉપર પાણી ન દેખાય તેમ) કેમ કે સ્ટીમર ચાલે અને પાણી પાણી દેખાય એટલે અપરિચિતને ફેર આવે.
વળી કહ્યું, “મુંઝાશો નહીં. વનમાળીદાસ તમને સામા બરાબર લેવા આવશે.”
વનમાળીદાસ બરાબર લેવા આવ્યા હતા. ચોખા વિગેરેની ખરીદી કરી થોડા દિવસ પછી વનમાળીદાસ અને હું મુંબઈ આવ્યા. સાહેબજી પાસે ઉતર્યા.
સાહેબજીએ વિગતો પૂછી અને જણાવ્યું કે ખરીદેલી અમુક ચીજમાંથી તમને સારું હાંસલ મળશે.”
અને તેમ મળ્યું હતું. વનમાળીદાસ એકાદ દિવસ રોકાઇ સાણંદ ગયા. હું મુંબઇમાં થોડા દિવસ વધારે રોકાયો. તે દરમ્યાન સાહેબજી હંમેશા મહેમાનગતિ કરતા. સવારે ફરતું ફરતું ભોજન, એક મિષ્ટાન અને સાંજે ભાખરી કે પૂરી, દૂધ, ભાત વિગેરે જમતા. મુંબઈ મેં જોયેલું નહીં તે સાહેબજીએ ફેરવીને બતાવ્યું. બંદરની ગોદીમાં ચોખા વિગેરે હતું. તેની સંભાળ રાખવા એક અમારો માણસ રાખેલ. તે કોઇ દૈવી સંજોગે ગાંસડી પડતાં નીચે ચગદાઈ મૃત્યુ પામ્યો. અમે તો ગીરંગામ હતા.
સાહેબજીએ મને પૂછયું કે ફલાણો તમારો કંઇ સંબંધી થાય ?તેનું આમ મૃત્યુ થયું છે. તમે ગોદીમાં જાઓ. અને દુકાનથી બે માણસ લઇ જઈ તેની સ્મશાનક્રિયા કરો. સાહેબજીને મકાને બેઠાં આ ખબર કેમ પડી ? કોઇ કહેવા પણ નો'તુ આવ્યું. હું કપડાં બદલીને જતો
૧૨૯
Page #191
--------------------------------------------------------------------------
________________
S SS S SS સત્સંગ-સંજીવની SHGRAM)
હતો ત્યાં ગોદીમાંથી દુકાને જઇ ખબર કહેવા કોઇ માણસ આવ્યો. મને સાહેબજીએ ગાડી કરાવી દીધી હતી. તેમાં બેસી ગોદીમાં ગયો. મરનારની બધી ક્રિયા કરી ૧૧ વાગ્યા પછી અમો મકાને આવ્યા. સાહેબજી હંમેશ (અમે સાથે) વહેલા જમતાં, આજે તેમ નહીં જમતાં, મારી રાહ જોઇને બેસી રહેલ.
એક વખત વનમાળીભાઈના સંબંધીઓ નોકરી માટે કે મુંબઈ જોવા માટે આવેલા તે દુકાને ઉતરેલા. રાત્રે અમે ગીરગામ મકાને આવેલ. દુકાનમાં રાત્રે આ ભાઇઓએ મોડી રાત સુધી ગંજીપો ખેલેલ. અને રંગૂનથી, રેવાશંકરભાઇએ ઝવેરાત માટે એક સુંદર પેટી મોકલેલી. તે ઉપર મીણબત્તી રાખેલ અને સ્ટવ ઉપર ચા પાણી કરી વાપરેલ, વળતે દિવસે દુકાને આવતાં સાહેબજીએ વનમાળીને બોલાવી પૂછયું “ રાત્રે શું કરતા હતા ?’
કંઇ નહીં. વનમાળી નકાર ગયા. સાહેબજીએ કહ્યું “ગંજીપો કુટતા હતા ??? તો પણ નકાર ગયા. સાહેબજીએ કહ્યું “ફલાણા ઠેકાણે ગંજીપો પડ્યો છે તે લાવો ? તે વડે રમતા હતા ?” તો પણ નકાર ગયા.
આવ ઉપર ચા કરી પીધેલ ?” તો પણ નકાર ગયા.
અમુક ઠેકાણે નવી પેટી ઉપર બત્તી રાખેલ તે બતાવીને કહ્યું : તો પણ નકાર જતા હતા પણ છેવટે સાચું કબુલ કરેલ ત્યારે સાહેબજીએ કહ્યું : “સાચું શીખશો ત્યારે નોકરીને લાયક થશો.”
‘પછી વનમાળીના મહેમાન દેશ ચાલ્યા ગયા હતા. કિ
દુકાનમાં ટપાલના કાગળો હંમેશા ઘણા આવતા. સાહેબજી ચાર પાંચ મિનિટમાં બધા વાંચી જતા. બપોરે ભાઇ વનમાળી પૂછવા આવતા. ત્યારે મોઢે મોઢે એકદમ બધાની વિગત અને તેને અંગે લખવાના જવાબ ભાઇ વનમાળીને કહી આપતા. વનમાળીને અને અમને થતું કે આ બધું બરાબર વાંચ્યું ક્યારે અને બરાબર જવાબ લખવાનું વિચાર્યું ક્યારે ?
એક વખત કોઇ શખ્ત મોતી લઇ વેચવા આવેલ. મોતી સાચા પણ વળ પાડ્યા વિનાના સેળભેળ હતા. બીજે તેણે કિંમત કરાવી હતી. કેટલાક ઝવેરીઓ પણ ત્યાં બેઠા હતા. સાહેબજીએ કહ્યું. “વળ પડાવીને લાવો તો વધારે સારો ભાવ ઉપજશે. રંગૂન મોકલશો તો તેથી વધારે સારો ભાવ ઉપજશે.”
આ ભાઇ મોતી લઇ વળ પડાવી આવ્યા અને સાહેબજીએ સારો ભાવ જણાવ્યા મુજબ આપવા કહ્યું. પેલા ભાઇને સાહેબજીનો પાક્કો વિશ્વાસ બેઠો હતો.
સાહેબજીએ કહ્યું કે તમે આજે આ મોતી વેચી જાઓ છો પણ તે મોતી તો તમારે ત્યાં ગીરો છે. ગીરો મુકનાર છોડાવવા આવશે તો તમે શું કરશો ? | ગીરોની વાત તે માણસે સાહેબજીને કહી નો'તી. પેલો શબ્દ હેરત પામ્યો અને તેણે પછી કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયાં ગીરો છે. તે હવે શું છોડાવશે ? તેથી કંઈ છોડાવે તેમ નથી. એટલે સાહેબજીએ મોતી રાખ્યાં. પેલો શબ્સ ગયો. સાંજે વનમાળીએ કહ્યું કે ભાઇ, પેલાં મોતી લાવો તો, રંગૂનનું પાર્સલ કરીએ છીએ તેમાં મોકલીએ.
૧૩)
Page #192
--------------------------------------------------------------------------
________________
3 SRSS સત્સંગ-સંજીવની SSAGES (9
સાહેબજીએ કહ્યું “આજ નહીં.”
વળતે દિવસે પેલો ભાઈ હાંફળો ફાંફળો પાછો આવ્યો અને તેણે કહ્યું, બાપજી ! પેલા મોતી ગીરો મૂકનાર છોડાવવા આવ્યો છે. અને મેં તો આપને વેચ્યાં. હવે મારે શું કરવું ? મારા પર દયા કરી મને તે પાછાં આપો.
સાહેબજીએ કહ્યું કે : “અમે તમને ગઇ કાલે કહેતા હતા. તમે કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયાં હવે શું છોડાવશે ? અને આજે તે પાછો છોડાવવા આવ્યો. તમે તો અમને વેચેલ છે. અમને ઠીક હાંસલ મળે એમ છે. પણ હવે તમે લેવા આવ્યા છો તો તમને દુભવવા નથી. ખુશીથી લઈ જાઓ. આમ કહી વનમાળીને તે પાછાં આપી દેવા અને આપેલ કિંમત પાછી લેવા કહેલ અને દયાભાવે હાંસલ જતું કરેલ.’ - સાહેબજી ને હું મોડી રાત સુધી જાગતા. મને ઊંઘ આવતી તો સાહેબજીને પાંગઠે હું સૂઇ રહેતો. થોડા દિવસ રોકાઇ સાણંદ જવાનો હતો. તે દિવસે સાહેબજીએ પૂછયું કે “કેમ, તારે ફુટ મેવો લઇ જવાં છે ?”
મારા મનમાં એ ઇચ્છા હતી અને સાહેબજીએ પૂછયું, મેં હા પાડી. સાહેબજીએ બે કરંડીયા મંગાવ્યા. એક મારા માટે અને એક ભાઇ પોપટલાલભાઇ માટે.
સાહેબજી સ્ટેશન મૂકવા આવ્યા, ટિકિટ પોતે લાવ્યા. મારી પાસે સામાન વધારે હતો. સાહેબજીએ ‘મજુર કરવા કહેલ.’ પણ મેં શરમમાં ના પાડી. એટલે બધા પોટકાં મને ન લેવા દેતાં બે સાહેબજીએ લીધાં. ગાડીમાં બેસાડી સાહેબજી વિદાય થતાં મને પૂછવા લાગ્યા કે “કેમ તારે કંઇ પૂછવું છે ? કહેવું હોય તો કહી દે.” ,
મારે કહેવાનું હતું. પણ મેં કહ્યું ના કંઈ કહેવું નથી. સાહેબજી થોડે છેટે જઇ પાછા આવ્યા અને ફરી પૂછયું કહેવું હોય તો કહી દે. મેં કહેવાનું હતું તે કીધું.
એટલે સાહેબજીએ ઉત્તર આપ્યો કે, “એવો પ્રસંગ આવે ત્યારે બધું સમેટી દિવાસળી મૂકી ચાલ્યા જવું.”
તાત્પર્ય કે આ વિના ત્યાગ કરવો. હું સાણંદ ગયો. ૧૯૫૭માં અમદાવાદમાં આગાખાનના બંગલે મેળાપ થયેલ.
એક વખત ભાવસારની જ્ઞાતિનું જમણ હતું. તેમાંથી જમીને બાઇઓ, ભાઇઓ જતાં હતા. તેમને સાહેબજી આગાખાનને બંગલે છે એ ખબર હોવાથી દર્શન માટે મોટું ટોળું ત્યાં આવેલ. બંગલામાં હેઠે ઘણા ભેગા મળેલ. સાહેબજી ઉપર હતા. મેં કહ્યું - ઘણા ભાવસારો દર્શન માટે આવેલ છે.
સાહેબજીએ કહ્યું ‘ભલે'', પણ પોતે નીચે ઉતર્યા નહીં. - ઘણો વખત થયો ફરી મેં કહ્યું તો પણ પ્રથમ માફક ઉતર્યા નહીં. છેવટે ઘણો વખત થયો એટલે ભાવસારોએ જવા માંડ્યું. થોડા બાકી રહ્યા. મેં ફરી કહ્યું આ વખતે પણ ઉતર્યા નહીં. પછી ચાર સિવાય બાકી બધા ગયા એટલે સાહેબજીએ મને કહ્યું “જાઓ, જુઓ ચાર બાકી રહ્યા છે, અને તે ચાર અહીં સૂવાના છે. માટે તેમના બિછાના અહીં કરાવજો.” મેં હેઠે જઈ જોયું તો ચાર બાકી હતા. | પછી નરોડે દર્શન સમાગમ થયેલ. મને કંઇ જ્ઞાન કે તત્વજ્ઞાન નથી. એટલે બીજી તો મને શું ખબર પડે ? પણ ઉપલી બધી અજાયબી ભરેલી વાતોથી મને સાહેબજીના શક્તિશાનની ખાતરી થયેલ છે. તે
સાણંદ બાજુએથી પધારવાના હોય તે ખબર મને મળેલ એટલે સ્ટેશને દૂધ લઇને જઉં. એક વખત છારોડી સુધી ગયેલ.
૧૩૧
Page #193
--------------------------------------------------------------------------
________________
CHEHERS સત્સંગ-સંજીવની
કીકીમી) ()
પૂ. જેઠાલાલ ભાવસાર વસોવાળા શ્રીમદ્ રાજચંદ્રદેવને ત્રિકરણ યોગે ત્રિકાળ દંડવત્ નમસ્કાર હો ! આ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં વસોવાળા ભાવસાર જેઠાલાલ જમનાદાસ આવેલા અને જે જે વાતચીત ખુલાસા થયેલા તે સ્મૃતિમાં રહેલ અત્રે લખેલ છે. તેમાં વિસ્મૃતિથી જે કંઇ ભૂલ થઇ હોય તેની ક્ષમા માંગું છું.
પ્રથમ મારા મનમાં જે વિચારો રહેલા હતા તે દર્શાવું છું. લખનાર : સં. ૧૯૫૦ની સાલમાં મહારાજ સાહેબશ્રી લલ્લુજી સ્વામિ તથા શ્રી દેવકીર્ણસ્વામી આદિ ઠાણા ૬નું ચોમાસું વસોમાં હતું તે દરમ્યાન હું મહારાજ સાહેબશ્રી પાસે દર્શન કરવા જતો, તે લૌકિક અપેક્ષાએ વ્યવહાર રૂઢીથી જતો હતો. અને એમ મનમાં રહેતું કે લગભગ રૂ. ૫0,000 (રૂ. પચાસ હજાર)ની એસ્ટેટ મૂકીને આ મહારાજ સાહેબ લલ્લુજી સ્વામીએ સંસાર છોડ્યો છે. તો તે પુરૂષમાં કેટલો બધો વૈરાગ્ય હશે ? એમ મને અંતરમાં થયા કરતું અને એમ ખાત્રી તો હતી જ કે આ પુરૂષ ખાસ તરવાની ઇચ્છાવાળા છે. પણ તે મુંબઈના કોઇ કવિરાજનો ઉપદેશ માની તેમના બોધેલા માર્ગે ચાલે છે, તેની મને હરકત નોતી. પણ તે સંસારી હોવાથી તેમને પગે લાગી શકે ? એમ નિરંતર રહ્યા કરતું હતું. પછી મારા મનની અંદર એમ આવ્યું કે આજ તો હું મહારાજ સાહેબને પૂછી જોઉં એમ ધારી તે વાતનો ખુલાસો કરવા મહારાજ સાહેબને પૂછયું. ત્યારે મહારાજે મને એમ કહ્યું કે તું એ વાતમાં કંઈ જાણું છું ? એ તો મોટા મહાત્મા છે, મહાત્મા !!! અને તું એમને પ્રશ્ન શું કરવાવાળો છું. તું ૫૦વાતો ધારીને ગયો હોઇશ તો તેઓ એક જ વાતમાં ખુલાસો કરી નાખશે. આ પ્રમાણે તેઓ કૃપાળુશ્રીના ઘણા જ ગુણ બોલતા હતા. એથી મને તો મહારાજશ્રી ઉપર એવો વહેમ પડતો કે આમનું ચિત્ત ભ્રમિત થયું લાગે છે. અને દેખાવ પરથી મને તે જ પ્રમાણે ભાસતું હતું.
તે જ દિવસે રાત્રે કૃપાળુશ્રી પધારશે એવી ખબર સાંભળ્યાથી મને મહારાજશ્રીએ જણાવ્યું કે આજે ઉપાસરા ઉપર દીવાબત્તી અને ગોદડાની સગવડ કરી રાખજો. I તે પ્રમાણે અમે સગવડ કરી રાખી હતી અને પછી મહારાજશ્રીએ એમ કહ્યું કે આજ રાત્રે સાહેબજી પધારશે માટે ગાડી શોધી લાવો.' - તે વખતે ચોમાસાનો વખત હોવાથી અમે મહારાજ સાહેબને ગાડીને માટે હા, ના પાડતા હતા. મહારાજ સાહેબે કીધું કે ગમે તેમ કરી લાવો. પછી મેં તથા મોતીભાઇએ ભાવસાર જગજીવન ઝવેરદાસને વિગત જણાવી. તે વખતે લગભગ રાતના ટા વાગ્યા હતા. ગાડી જોડીને મોતીભાઇ તેડવા જતા હતા તે રસ્તામાં જતાં કવિરાજ ગામની નજીક સુધી તો પધારી ગયા હતા. તેમની સાથે અંબાલાલભાઇ તથા લેરાભાઇ સાહેબ હતા. પછી પેલી ગાડીને પાછી વિદાય કરી, અમારી ગાડી લઇ ગયેલ, તેમાં બેસાડી સાહેબજીને ઉપાશ્રયમાં ઉતાર્યા, તે વખતે લગભગ નવ વાગ્યા હતા. અપાસરામાં નારણભાઇ મોતીભાઇ સૂતા હતા. તેમની પથારી ઉપર બેસાડયા હતા. પછીથી થોડી વારે વસો ગામના નવલખા શિવલાલ કહાનદાસના ડેલા ઉપર સાહેબજીને ઉતાર્યા હતા. તે દિવસે અંબાલાલભાઇએ લાંબા દંડવત્ પ્રણામ ત્રણ વખત કર્યા. લેરાભાઇએ પણ ત્રણ વખત દંડવત્ પ્રણામ કર્યા. લેરાભાઈની ઉંમર લગભગ સાઠ વર્ષની હતી. તે વખતે મારા મનમાં એમ આવ્યું કે મહારાજ સાહેબ, અંબાલાલભાઈ તથા લેરાભાઈ આ સંસારી પુરૂષને કેમ નમસ્કાર કરે છે ? એવી મને ઘણી જ શંકાઓ થતી. પણ મનમાં એમ રહેતું કે લેરાભાઈ સાઠ વરસની ઉંમરના છે છતાં આ જવાન પુરૂષને લાંબા થઇ દંડવત્ પ્રણામ કરે છે તેથી તેમણે કંઇ ચમત્કાર જોયો હશે એમ જાણી મેં પણ દંડવત્ પ્રણામ કર્યા. પણ મનમાં એમ થયા કરતું હતું કે આમ કેમ હશે ? અને ગમે તેમ પણ સંસારી તો ખરા જ કે ની ? અને વળી રાત્રે વાંચન કરતા જોઇ મને
૧૩૨.
Page #194
--------------------------------------------------------------------------
________________
RSS સત્સંગ-સંજીવની )
તો સાધુ કરતાં અવળું લાગતું હતું. બીજો દિવસ થયો ને મારા મનમાં તો હતું જ કે હવે પ્રશ્ન પૂછી ખુલાસો કરૂં.
લખનાર - લગભગ ૮ વાગ્યાના સુમારે સવારના હું ગયો. તે વખતે મારા મનમાં એમ હતું કે પ્રશ્ન એવો કરવો કે તેનો ખુલાસો તેમનાથી થઇ શકે જ નહીં.
પછી મેં પ્રશ્ન કર્યો કે આ સૃષ્ટિને બનાવનાર કોણ ? પૂજ્યશ્રી - ‘જગત બનાવનાર કોઇ નથી.” લખનાર - “બનાવનાર વિના બને નહીં.”
પૂજ્યશ્રી - “સૌના કર્મે કરી શભાશુભ ગતિ થાય છે ને તે જીવ તેવા જોગમાં આવે છે. અગ્નિ પાસે આપણે જઇએ તો અગ્નિનો સ્વભાવ બાળવાનો હોવાથી આપણને બાળશે. તે અગ્નિને આપણે બાળવાનું કહ્યું નથી. પણ તે સ્વાભાવિક ગુણે થાય છે.”
| “જગત બનાવનાર કોઇ હોય તો તેને બનાવનાર કોણ હશે ? અને તે નીકળે તો એની પહેલાનો બનાવનાર કોણ હશે ? એ ઉપરથી ચોકકસ થયું કે એનો આદિ અંત છે નહીં. વસોમાં તમે રહો છો તે વસો પહેલું કે તમો પહેલાં હતા તે કહો.’’ ત્યારે મેં કહ્યું કે તેની શરૂઆત હું જાણતો નથી. પણ અરસપરસ રહેલું છે. પછી સાહેબજીએ કહ્યું કે :| ‘વસોમાં તમે રહો છો છતાં તે ગામની શરૂઆતની ખબર નથી. તો આ જગતની આદિ શી રીતે નીકળી શકે ? માટે તે અનાદિ છે.”
લખનાર : પહેલાં જીવ કર્મવાળો હતો કે નહીં ? પૂજ્યશ્રી : “અનાદિથી જીવ કર્મ સહિત છે.”
લખનાર : જ્યારે જીવ કર્મ સહિત છે તો જ્ઞાની પુરૂષની બુદ્ધિ વધારે શી રીતે થઈ ?ને તેમને મોક્ષે જવાની ગમ કેમ પડી ? તેઓ અમારા જેવા કેમ ન રહ્યા ?
પૂજ્યશ્રી : “જગતના જીવો સરખી બુદ્ધિના નથી. પણ ઓછી વધારે બુદ્ધિ સ્વાભાવિક છે. ને તેનું શોધન કરી, જ્ઞાની પુરુષે રસ્તો શોધી કાઢયો છે કે આ જીવ રખડ્યા જ કરવાનો છે? કે એને છૂટવાનો રસ્તો છે ? નદીના પથરા હોય છે તે કોઇ નાનો, મોટો, ગોળ, લાંબો હોય છે. એ કોણે કર્યા ?”
લખનાર : તે સ્વાભાવિક છે.
પૂજ્યશ્રી : “જ્યારે નદીના પથરા સ્વાભાવિક નાના મોટા છે તે જ પ્રમાણે જગતના જીવની બુદ્ધિ ઓછી. વસ્તી છે. પણ કોઇએ કરી નથી અને તે શુભાશુભ કર્મની ગતિ છે. ને તેનો છૂટવાનો ઉપાય પણ છે. તે જ્ઞાની પુરુષે શોધી પણ કાઢયો છે, ને તે ખરો છે.” વસ્તુ સાચી છે એમ વારંવાર કવિરાજ કહેતા હતા. મેં એમ પૂછયું કે ઓછી વધતી બુદ્ધિના પ્રમાણે કરી શાની થાય છે પણ જગતના જીવોને દુઃખસુખ શાથી પડે છે ? જેમ કડિયા સિવાય ઘર ચણાતું નથી, તેમ જીવને સુખ દુઃખ આપ્યા સિવાય કેમ કોઇ જીવ દુઃખી સુખી જોવામાં આવે છે?
પૂજ્યશ્રી : “તમે જે દાખલો ઘરનો ને કડિયાનો આપ્યો તે પ્રમાણે જીવને લાગુ પડે તેમ નથી. પણ વસ્તુનો સ્વભાવ એવો છે કે જે કોઇ માણસ અફિણ ખાય છે તો તે અફિણ ખાધાથી ઝેર ચઢે છે. પણ અફિણ એમ નથી જાણતું કે આ માણસને હું ઝેરરૂપે પરિણમ્. પણ તે સ્વભાવે જ ઝેરી છે. જેથી માણસ મરી જાય છે. તે પ્રમાણે
૧૩૩
Page #195
--------------------------------------------------------------------------
________________
O SASREERS સત્સંગ-સંજીવની ) ) )
કર્મથી શુભાશુભ ગતિનું ફળ મળે છે. જેમ અગ્નિ સ્પર્શ કરવાથી બળાય છે. પણ અગ્નિ એમ નથી જાણતી કે આ માણસને બાળું, પણ તેનો સ્વાભાવિક ગુણ અતિશય બાળવાનો છે. તે પ્રમાણે શુભાશુભ ગતિનું ફળ શુભાશુભ કર્મે કરીને છે.’ | ‘અઘોર કર્મ કરનાર જીવોની નિરંતર બુદ્ધિ જ મલિન અધોર કૃત્ય કરવા ઉપર રહે છે. માટે જીવો તે કૃત્યો કરી તેથી દુર્ગતિને શોધી લે છે. જેમ ચમક પાષાણ લોઢાને ખેંચે છે, તેમ કર્મના ઉદયે તે ગતિમાં જીવ જાય છે. એમાં કોઇ કરતું નથી.”
આ ઉપરથી મને ખાત્રી થઈ કે આ કવિરાજ કોઇ પંડિત પણ છે. એમની જોડે કોઇ વાદ કરી શકે તેમ લાગતું નથી. પણ મારા મનમાં એમ રહેતું હતું કે આ કવિરાજ સંસારી તો ખરાને ! તેમનું બોલવું ખરું છે. પણ તે પ્રમાણે ચાલતા કેમ નથી ? એવું મને ઉપલા વ્યવહારથી લાગતું હતું. કારણ કે રાત્રે વાંચતા હતા. જોડા પહેરતા હતા. સંસારી જેવા લુગડા પહેરતા હતા. રસોઇ કરીને જમતા પણ હતા. પોતાને માટે બનાવેલી રસોઇ જમતા. તે રસોઇ અંબાલાલભાઇ બનાવતા હતા. ખાટલામાં પણ સૂતા હતા..
તે દરમ્યાનમાં પોપટભાઇ, કીલાભાઇ, છોટાભાઇ, નગીનભાઇ વિગેરે ઘણા માણસો ખંભાતથી, સાણંદથી, અમદાવાદ વિગેરેથી હંમેશા આવવા લાગ્યા, ને હંમેશા બોધ રાત્રે ૨ વાગે, ૩ વાગે, ૪ વાગ્યા સુધી ચાલતો હતો. વખતનો નિયમ રહેતો નહોતો, ને બીલકુલ ઊંઘતા નો'તા. સાહેબજી માગધી ભાષાના રાગમાં કાવ્ય બોલતા હતા. તે સિવાય બીજું કાંઇ જણાતું નહોતું. કોઇ વ્યાવહારિક વાત કરે તો તેની ચોખ્ખી ના પાડતા હતા.
ત્રીજે દિવસે કોઇ કાઠિયાવાડથી જીવરાજ કરીને વાણીયો આવ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો હતો. તે પ્રશ્ન તદ્દન વિરૂદ્ધ પક્ષનો હતો. તેનું પણ સમાધાન સાહેબજીએ કરી નાખ્યું હતું. તે ઉપરથી એણે રાજી થઇને કહ્યું કે સાહેબજી આ મારી સોનાની વીંટી છે. તે તમને ખુશીથી ઇનામ આપું છું. એને લઇ મને પાવન કરો.
ત્યારે સાહેબજીએ તે માણસને ઘણોજ ઠપકો દીધો કે શું અમે વેપાર કરવા નીકળ્યા છીએ ? અને વેપાર કરવો હોય તો ગામડામાં શું કરવા રહીએ ?
કૃપાળુશ્રી નિવૃત્તિનું જ સ્થાનક શોધતા હતા. ઉપરની વાતો ઉપરથી મને ચોક્કસ થયું કે આ સંસારી પુરુષને બિલકુલ લાલચ નથી. માટે તે નિર્લોભી છે, એમ નક્કી થયું.
આ લખનાર : રાત્રે હું તથા મારા પિતાજી બંને સાહેબજીના સમાગમમાં ગયા હતા. તે વખતે મને કહ્યું કે : ‘તમે જે ટેકો દઈને બેસો છો તેથી જ્ઞાનીની આશાતના થાય છે માટે તેમ ન બેસવું જોઇએ.”
ના ત્યારથી મેં ટેકો દઈને બેસવાની ટેવ મૂકી દીધી અને પ્રશ્ન કરવા પણ બંધ કર્યા હતા. કારણ કે મને ખાત્રી થઇ કે આમાં આપણી કંઇ બુદ્ધિ ચાલે તેમ નથી, અને તે કવિરાજ મને કહેતા હતા પણ ખરા કે “અમે જ્ઞાની આવા સામાન્ય પ્રશ્નથી જ અટકી જઇશું તો દિન પ્રત્યે જે પુરુષો હજાર હજાર શ્લોક બનાવતા હતા તે કેવી રીતે બનાવતા હશે !
તે સાંભળી મેં નીચું જોયું અને મનમાં થયું કે જીવ છાનોમાનો બેસી રહે, નહીં તો વખત નકામો જશે. અને કલ્યાણ કરવાનું રહી જશે. અંબાલાલભાઇ કરતાં તો બુદ્ધિ તારામાં વધારે નથી. માટે તેમનું થશે તે આપણું થશે એમ સમજી તે અપેક્ષાએ તું નમસ્કાર કર્યા કર. અને જે કહે તે સાંભળ્યા કરે તો તેથી કલ્યાણ થશે.
૧૩૪
Page #196
--------------------------------------------------------------------------
________________
આ ઉR SRK) -
સત્સંગ-સંજીવની SSSSSSSS
પછી બીજે દિવસે રાત્રીએ આઠ વાગ્યાના સુમારે મને કૃપાળુશ્રીએ કહ્યું કે : “તમે હોકો બીડી પીવો છો Sછે તે શા માટે મૂકી દેતા નથી ?''
ત્યારે મેં કહ્યું કે ઝાડાની કબજીયાત રહેવાના કારણને લીધે હું હોકો, બીડી પીવું છું.
પૂજ્યશ્રી : ‘‘તમાકુનો પ્રચાર તો ૨00, 800 વર્ષથી થયો છે, તે પહેલાંના લોકો તમાકુ, બીડી, હોકા } સિવાય બંધકોશ વડે મરી જતા હશે !”
મેં કહ્યું, ‘ના સાહેબ.'
ત્યારે સાહેબજીએ મને કહ્યું કે : તમે વ્યસનને આધિન થઇ ગયા છો. પણ વ્યસન તમને આધિન છે. માટે તે બધા બહાના છે. અને તે મુકી દેશો તો મુકી દેવાશે !
લખનાર : આપની આજ્ઞા હોય તો હું બીડી પીવાની રાખ્યું અને હોકો બંધ કરી દઉં. પૂજ્યશ્રી : રૂપિયા ન રાખવા અને પરચુરણ બે આના પાવલીઓ રાખવી તે પણ સરખું જ થાય છે.
આવા વચન સાંભળીને મને વિચાર થયો કે પૂજ્યશ્રી કહે છે તે સત્ય જ છે. એમ જાણી તેના પ્રત્યાખ્યાન vi મહારાજશ્રી લલ્લુજી સ્વામી પાસે કરાવ્યા.
પણ વસોના અમીન છોટાભાઈ, ચતુરભાઈના બંગલે હું તથા ઘણા માણસો પૂજ્યશ્રીના સમાગમમાં ગયા હતા. તે વખતે મહારાજ સાહેબ લલ્લુજી સ્વામી આદિ છએ મુનિશ્વરો તે બંગલામાં બેઠા હતા. તે વખતે કૃપાળુશ્રીએ પહેરણ કફની જેવું પહેરેલું હતું. તથા ટોપી ફકીરના જેવી લુગડાની બે ચાર પૈસાની કિંમતની આશરે પહેરી હતી. તે જોઇ મારા મનમાં તો ઘણો જ વિચાર થતો હતો કે આ પુરૂષ તો કોઇ અલૌકિક જ છે કે જેના મનમાં જરા પણ મોટાઇ છે નહીં. તેથી મને તો સાહેબજી ઉપર દિવસે દિવસે પ્રતીતિ વધતી ગઈ ને મનમાં લાગવા માંડ્યું કે આ પુરુષના વચન સાંભળવાથી લાભ થશે. ' લલ્લજી મહારાજને કોઇ પહેલાં પગે લાગતા નો’તા તેથી સાહેબજી બધાંઓને મહારાજને પગે લાગવાનું કહેતા હતા. પણ આ મહાત્માને જોઇ બધાની આંખ ઠરવાથી તેમને જ પહેલાં પગે લાગતા હતા. પણ આવો બધો દેખાવ જોઇને મને તો એમ ચોક્કસ થયું કે આ સાહેબજીને બીલકુલ માન કે પૂજાવાની અપેક્ષા નથી.
તે ટાઇમમાં એક મેવાડના સાધુ ભટ્ટારક આવ્યા હતા. તેમની સાથે ઘણી જ ધર્મસંબંધીની ચર્ચા થઈ હતી પરંતુ તેમાં સાહેબજીનો બોધ સર્વોત્કૃષ્ટ થયો હતો અને તે ભટ્ટારક સ્તવનો બોલતા હતા. પણ તેમને પૂજ્યશ્રી વારંવાર કહેતા કે : “તમે ચાલવા માંડો તોજ સફલ થશો પણ કહેવારૂપે બોલવાથી કંઇ સફલ થશો નહીં.”
- આ પછી ઘણા પ્રશ્નોત્તર થઈ ગયા હતા. તે દરેક પ્રશ્નોનું સમાધાન સારી રીતે કપાળશ્રીએ કર્યું હતું. તેથી પાટીદારો કૃપાળુશ્રીનાં ઉપર ઘણા પ્રસન્ન થયા. અને કહેવા લાગ્યા કે આપને કંઇપણ ખાન-પાનની ઇચ્છા હોય તો અમે આપને માટે સગવડ કરાવીએ અને ફળાહારની અપેક્ષા હોય તો તે લાવી આપીએ, પણ સાહેબજીએ ના પાડી અને કહ્યું કે “તેવું અમારે જોઇએ નહીં.”
આ ઉપરથી મને ખાત્રી થઇ કે તેમને કંઇપણ માન આવકારની ખાતર કાંઇપણ જરૂર નથી, અને નિર્માની છે. તે જ પ્રસંગે હું જ્યારે – જરાવાર બહાર ગયો તે વખતે પાટીદારો મને પૂછવા લાગ્યા કે “આ પુરુષ ગૃહાશ્રમી છે ને લોકો કેમ નમસ્કાર કરે છે ? ત્યારે મેં કહ્યું કે ગૃહાશ્રમી છે પણ એમની વાત તમે કંઇ જાણો છો ? એ પુરુષ કોઇ અદ્ભૂત દશાવંત છે. એમણે સોળ વર્ષની વયમાં મોક્ષમાળા બનાવી છે. ત્યારે તેમની કેટલી કેટલી બુદ્ધિ
૧૩૫
Page #197
--------------------------------------------------------------------------
________________
Sિ
સત્સંગ-સંજીવની )
(
)(
હશે, અને તેમાં મોક્ષે જવાનો રસ્તો બતાવ્યો છે. તે સાધારણ માણસથી બને જ નહીં.
આ ઉપરથી તે લોકોને બરાબર ખાત્રી થઇ કે વાત સાચી છે. આ પ્રમાણે વાત ચાલતી હતી તે વખતે પૂજ્યશ્રીએ કોઇ મુમુક્ષુ પાસે કહેવડાવ્યું કે : “લોકોને આવી પ્રશંસાની વાતો તમે કહો છો તે અમારી આજ્ઞા નથી. કારણ કે અમારે પ્રશંસા કરાવવી નથી અને પૂજાવું નથી.” - આ ઉપરથી મને લાગ્યું કે આ કવિરાજને પૂજાવાની પ્રશંસા કરાવવાની અપેક્ષા નથી. સાધારણ કોઇ ગોસાઇ, સંન્યાસી કે બાવો હોય તો તે વગર પૂછે જ કહી દે કે તમે અમારી વાત કંઇ જાણો છો ? અમે મોક્ષમાળા ૧૬મે વર્ષે બનાવી છે એમ ફુલાઈ જાય. તો પણ આ કવિરાજને તો તે પ્રશંસા જોઇતી જ નથી. માટે તે ચોક્કસ સંસારી ભાવથી જુદા જ વરતે છે. આ લખનાર : એક વાર સાહેબજી દિશાએ જવા ગયા હતા. અને જે ટાઇમમાં દિશાએ જઇ આવતા હતા તે વખતે તે ખેતરનો માલિક આવતો હતો. તેણે સાહેબજીને વચનનો ઘણો જ પ્રહાર કર્યો હતો અને કહ્યું કે મારૂં એક ડફણું? એમ કહી ઉગામ્યું હતું.
જ આ માણસ જાતે કણબી હતો. અને તે ક્રૂર માણસ હતો. લોકોના ઘરો પણ બાળી મૂકતો હતો છતાં પણ | સાહેબજી તેનાથી નિર્ભય હતા. અને કંઇપણ તે કણબીને જવાબ આપ્યો ન હતો. તેટલામાં ભાઈલાલ જગજીવન આવ્યા ને કહ્યું આ તો કોઇ મહાત્મા છે. માટે તું શું બોલ્યો ? આ મહાત્માને પગે લાગી ક્ષમા માંગ. તે સાંભળી તુરત જ કવિરાજને તે કણબી પગે લાગ્યો. આ વખતે સાહેબજીએ સમતા રાખી. તે વખતે મારા મનમાં ખાત્રી વિશેષ થઇ કે સાહેબજીમાં ક્ષમાનો ગુણ મોટો છે.
ફરીથી એક વખત હું અને અમીન મગનભાઈ ચતુરભાઈના બંગલે સાહેબજીની સાથે આવ્યા હતા અને ઘોઘટીયા વડે સુધી આવ્યા તે વખતે એક કણબી પાડાને ડફણાનો માર ઘણો જ મારતો હતો. તે જોઇ સાહેબજીના મનમાં ઘણો જ ઉદાસી ભાવ થયો હતો. સાહેબજીને મેં કોઇ દિવસ હસતા જોયા નથી. નિરંતર ઉદાસીન ભાવમાં જ પોતે રહેતા હતા. ત્યાંથી આગળ ગયા કેડે મેં છત્રી ઉઘાડી સાહેબજી ઉપર ધરી હતી. પણ તે છત્રીની દરકાર રાખતા નોતા. છત્રીની બહાર નીકળી જતા હતા. આ જોઇ મારા મનમાં લાગતું હતું કે આ પુરૂષનો દેખાવ ઘણો જ એકાગ્ર ચિત્તવૃત્તિનો છે ને તે એકજ વિચારમાં લીન થઈ ગયા છે.
સાહેબજી કારણ વિના બોલતા નહીં. આપણે કંઇપણ પૂછીએ તો જ તેનો જવાબ મળતો હતો. પછી હું અપાસરાની નજીકમાં આવ્યો. તે વખતે મેં સાહેબજીને પૂછયું કે યુરોપીયન લોકો સુખ ભોગવે છે, ગુજરાતી લોકો દુઃખી જોવામાં આવે છે. યુરોપીયન લોકો અનાચારી લાગે છે છતાં એમ કેમ છે ? સાહેબજીએ કહ્યું કે તે પાપાનુબંધી પુન્યનો ઉદય ભોગવે છે. પૂજ્ય શ્રી સાહેબજીએ કહ્યું કે પાપાનુંબંધી પુણ્ય થવાનું કારણ એ છે કે કોઇ જાતની અજ્ઞાન તપસ્યા કરવાથી તે બંધાય છે. જેમાં ઘણાજ પાપ થાય અને માત્ર પુણ્ય કિંચિત્ બંધાતું હોય એવા કારણોથી પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. અને તે લેશ માત્ર પુણ્યના ઉદયે સુખ ભોગવી ફરી તે જીવો મહા અધમ ગતિને પાત્ર થાય છે કારણ કે જ્યાં અનંતી જીવ હિંસા થાય એવી જ જગ્યાએ એ જીવ ઉત્પન્ન થયેલો હોય છે.
જ્યાં ઘણા વધ થતા હોય, મહાઆરંભ થતા હોય, તેવા કારણે પુણ્યનો અંશ ભોગવાઇ રહ્યો કે તરત જ પરભવ પાપનો ઉદય થવાથી તે હિંસક પ્રાણીમાં ઉત્પન્ન થઇ આખરે અધોગતિને પાત્ર થાય છે. આટલું વિવેચન થઇ રહ્યા પછીથી કૃપાળુશ્રી અપાસરે પધાર્યા હતા.
૧૩૬
Page #198
--------------------------------------------------------------------------
________________
S
SCCS) સત્સંગ-સંજીવની SRI ROAD )
એક દિવસે ઘણા માણસો ડેલા ઉપર ભરાયા હતા. તે વખતે નીચેથી એક બકરૂં ભરાઇ ગયેલું. એકદમ તેને કાઢી મૂકવા માંડયું પણ તે નહીં જતાં એકદમ તેણે બારીએથી ભુસ્કો માર્યો. તે વખતે પૂજ્યશ્રીએ કહ્યું હતું કે “જુઓ ! તે બિચારાને કંઇપણ થયું છે ?”
અમે તે જોતાં તેને કંઇપણ ઇજા થયેલી જોવામાં આવી નહી. તે જોઇ મને તથા બીજા બેઠેલા માણસોને આ ઘણો જ ચમત્કાર જેવો બનાવ લાગ્યો અને મનમાં નક્કી થયું કે આ કોઇ ચમત્કારી પુરુષ છે.
ફરીથી બીજે દિવસે ઘણા પાટીદારો તથા પરગામથી કેટલાક માણસો આવ્યા હતા. તે વખતે સામા થાંભલે નાનું ઘડિયાળ મુકેલું હતું. અને તે ઘડિયાળ ઘણું જ દુર હતું, અને તે બીજા કોઇ દેખી શકે તેમ ન હતું, તો પણ પ્રસંગે પ્રસંગે સાહેબજી તે ઘડિયાળના ટાઇમ મુજબ ટાઇમ કહેતા હતા. આ બે ચમત્કાર થવાથી બધા સાહેબજીને પૂછવા લાગ્યા કે તમે શી રીતે જાણ્યું કે આટલા વાગ્યા છે ? ત્યારે સાહેબજીએ કહ્યું “સામું ઘડિયાળ છે.”
પણ બધાએ કહ્યું કે ઘડિયાળ તો ઘણું દુર છે. ત્યારે સાહેબજીએ કહ્યું કે “કંઇ નહીં.” પછી લોકોએ તો સાહેબજીને કહ્યું “આ તો તમારી જ્ઞાન શક્તિએ કરી કહી શકો છો. તે વખતે તેઓશ્રી મૌન રહ્યા હતા. આ ઉપરથી | મને ખાત્રી થઇ કે આંખ સિવાય પણ આ મહાત્મા જોઇ શકે છે. ત્યારે તે જ્ઞાની છે એમ વિશેષ ખાત્રી થવા માંડી.
તે દિવસે એક જુનું પુસ્તક હાથનું લખેલું મારી પાસે હતું તેનું નામ સાધુ પ્રતિક્રમણ સૂત્ર હતું. તેમાં ઘણી જ બાબતો હતી. તેમાં કોઈ બાબતની ખામીઓ પોતે બતાવતા હતા અને કહેતા હતા કે ‘‘આ સાધુ પ્રતિક્રમણ સૂત્રમાં જે વિધિઓ ટૂંકાવી દીધી છે તે હાલના આચાર્યોએ પોતાને પાળવી કઠણ હોવાથી મૂકી દીધી છે પણ તેમ જૈન સિદ્ધાંત ન હોય.”
આ ઉપરથી અમને લાગતું હતું કે શૂરાતનવાળા પુરુષ છે.
સાહેબજી કહેતા હતા કે ““મોક્ષમાર્ગ પંચમકાળમાં નથી અને કોઇ જઇ શકે નહીં, તે વચન પુરુષાર્થ વિનાનું છે. જ્યારે મોક્ષને રસ્તે અટકો ત્યારે કહેજો. પણ આ તો જોખમ કાળને માથે નાખી ઢીલાશ રાખવી એ શૂરાનો માર્ગ નથી. માટે પુરુષાર્થ કરો તો કંઇ પણ મોક્ષના દરવાજા બંધ નથી. તમે થોડે ક્રમે આગળ વધો તો વધી શકો છો. અમારે તમને ચેલા બનાવવા નથી. તમારી યોગ્યતાના પ્રમાણમાં તમને બોજો આપીશું, આટલો ભવ અમને { અર્પણ કરો. અમે તમારી દયાને ખાતર કહીએ છીએ.
તમે આ તમારા ઝુંપડા ઉપરથી મોહ ઘટાડો. પણ તે તમારાથી નથી મૂકાવાના. ચક્રવર્તી રાજ મૂકે પણ તમારાથી નહીં મૂકાય.
ત્યાર પછી બીડીથી થતા ગેરફાયદા બતાવ્યા અને કહ્યું “કોઇપણ બારિસ્ટર હોય તેને તમે કેશ આપ્યો હોય પણ તે જો બીડી પીતો હોય અને તેની બીડી પીવા ઉપર નજર ગઇ તો દરરોજ તમે હજાર રૂપિયા ફીના આપો તો પણ તે કેશનું રૂપ ઘણા વિપરિત પરિણામનું આવવાનો સંભવ છે. માટે વ્યસન માત્ર દોષ છે અને તેના આધિન થવું શ્રેય નથી.” | એક દિવસ રાત્રે ઘણાજ માણસો સમાગમમાં ડેલી ઉપર આવેલા હતા. એક મેવાડનો છોકરો આવ્યો હતો તેનું નામ મગન હતું. તેને ધર્મ સંબંધી દિગંબર ને શ્વેતાંબર સંબંધી પ્રશ્ન કર્યો હતો. પૂજ્યશ્રીએ તે વખતે તેને કહ્યું હતું કે તારો ક્યો ધર્મ ? શ્વેતાંબર કે દિગંબર ?
પૂજ્યશ્રીએ તેને ટુંકારીને બોલાવ્યો કારણ કે તેની ઉંમર નાની હતી. પણ તે છોકરાને કંઇક મનમાં લાગણી
૧૩૭
Page #199
--------------------------------------------------------------------------
________________
GRRA સત્સંગ-સંજીવની SSASRE ()
X[ થઇ એમ જણાવાથી ફરીથી તેનું મન વરતીને મોટા માને બોલાવ્યો હતો.
તે વખતે તેની ઉંમરની યોગ્યતા પ્રમાણે તેનું સમાધાન કર્યું હતું. જવાબ ટુંકાણમાં એમ આપ્યું હતું :
ખરો મારગ વીતરાગી છે. પછી શ્વેતાંબર દિગંબર ગમે તે માનો. જે રસ્તે વચમાં રાગ દ્વેષનું લક્ષણ આવે કે ત્યાંથી અટકવું, એ જ ખરો વીતરાગનો મારગ છે.” - લખનાર : ફરીના પ્રસંગે અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુશ્રીના સમાગમમાં ગયેલો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે ‘આ જીવ કર્મસહિત હોવાથી તેનો અધ્યાસ દેહ જેવો લાગ્યો છે. તો તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઇ શકે છે. પણ દેહને એકદમ ઝટકેથી પાડી નાંખવું હોય તો જલદીથી તેનો પાર આવે કે નહીં ?'
પૂજ્યશ્રી : “આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે. મતલબ કે મનુષ્યભવે કરીને અનંતા કર્મો ક્ષય થાય. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો મહાની ગતિને પાત્ર થાય છે. અને મનુષ્યભવ બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી પ્રાપ્ત થાય છે. માટે કર્મની નિર્જરા ધીમે ધીમે દેહને દમવાથી અને ઇન્દ્રીયોને નિયમમાં લાવવાથી થાય છે.”
- લખનાર : હું તથા નારણભાઇ ને ભાઇલાલભાઈ ત્રણે જણ પૂજ્યશ્રીની પાસે બેઠા હતા. તે વખતે અનુક્રમે ત્રણેને પૂછયું કે : “અમે આજ્ઞા કરીએ તે પ્રમાણે તમે ચાલશો કે કેમ ? ત્યારે નારણભાઇએ હા પાડી, ભાઇલાલે હા પાડી અને મેં ના પાડી હતી. કારણ કે મારા મનમાં એમ હતું કે મારી ઉંમર નાની છે. સંસાર વૈભવ કંઇપણ ભોગવ્યા નથી. ને કદાચિત આ આજ્ઞાની હા પાડીએ તે વખતે કહે કે અમારા શિષ્ય થઇ દીક્ષા લ્યો.
પૂજ્યશ્રીએ પૂછયું, “તમે કેમ ના પાડી ?”
ત્યારે મેં ઉપરની બાબત પૂજ્યશ્રીને કહી બતાવી.
પૂજ્યશ્રીએ મને કહ્યું કે અમે તેવી આજ્ઞા કરીએ નહીં. અમે તમારી વૃત્તિના પ્રમાણમાં જ બોજો આપીએ. અને તે કલ્યાણને માટે જ. - આ ઉપરથી મને ખાત્રી થઈ કે આ પુરુષ તો મનની વાત સમજી જાય છે. આ સિવાય હંમેશા ૫, ૨૫ માણસનો આવર જાવર પરગામના લોકોનો હતો. તે લોકોની સાથે હંમેશા રાતના બે વાગ્યા, ત્રણ વાગ્યા સુધી બોધ ચાલતો, વખતે પાંચ પણ વાગી જતા, જેથી મને એમ ખાત્રી થતી હતી કે આ મહાત્માને બિલકુલ ઊંઘની તો જરૂર જ પડતી નથી.
અમદાવાદના શ્રાવક ગોપાલદાસ નામના તે વખતે આવ્યા હતા. તેમના આચરણ પહેલેથી જ કહી દીધા હતા. તે એવા પ્રકારે વર્તતો હતો કે જ્યારે સાધુ ન હોય ત્યારે પૈસા લઇને વ્યાખ્યાન કરતો હતો. તેથી તેને સાહેબજીએ ઘણોજ વચનનો પ્રહાર કર્યો હતો. અને અપાસરાના મેડા ઉપર રાતના ચાર વાગ્યા સુધી બોધ કર્યો હતો. તે બોધ સાંભળીને પછી તે ગોપાલદાસે કેટલીક વાત સમજાયાથી બંધ કર્યું હતું.
આ સિવાય મુનિઓ અથાણા વિગેરે વહોરતા હતા તે સંબંધી કૃપાળુશ્રીએ મહારાજશ્રીને અથાણું લેવાનું બંધ કરવા અંબાલાલભાઇ જોડે કહ્યું હતું. તેમજ એકાસણું જમવાને ફરમાવ્યું હતું. તેથી મુનિઓ એક વખત આહાર લેતા હતા. આ સિવાય કૃપાળુશ્રી ઉત્તરસંડે પધારવાના હતા. તે દિવસે મારા પિતાશ્રીએ પગલાં કરાવવા માટે કહ્યું કે તરત જ તેઓશ્રી પધાર્યા હતા. અને સામે બારણે જગજીવનદાસ ઝવેરદાસને ઘેર પણ પગલાં કરાવવા
૧૩૮
Page #200
--------------------------------------------------------------------------
________________
S SS SS SS સત્સંગ-સંજીવની (SRMS) COM)
કહ્યું હતું. તે પણ માન સિવાય તેમને ઘેર પણ પધાર્યા હતા.
આ સિવાય ફરીનો પ્રસંગ અમદાવાદ થયો હતો. તે વખતે ગામ વસોના લોકો ગયા હતા. ને નારણભાઇ, મોતીભાઇ પણ કૃપાળુશ્રીના દર્શન સમાગમ માટે ગયા હતા.
પૂ. ગાંડાભાઇ ભાઇજીભાઇ પટેલ પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના સમાગમમાં શ્રી સ્વંભતીર્થ નિવાસી પૂજ્ય ભાઇ શ્રી. ગાંડાભાઇ ભાઇજીભાઇ પટેલ આવેલા. તે પ્રસંગે જે કાંઇ શ્રવણ કરેલું અથવા મનન કરેલું યા જે કાંઇ જોવામાં જાણવામાં આવેલ તે હાલમાં તેઓશ્રીએ પોતાની સ્મૃતિમાં રહેલ તે મુજબ અત્રે ઉતારો કરાવેલ છે. - શ્રી સ્થંભતીર્થ માટે શ્રી સુબોધક પુસ્તકાલય સ્થાપિત કરવામાં પરમકૃપાળુદેવે પૂજ્ય ભાઇ શ્રી ગાંડાભાઈ ભાઇજીભાઈના મુબારક હસ્તે સ્થાપિત કરવા માટે પૂજ્ય ભાઇ શ્રી અંબાલાલભાઇને ભલામણ કરેલ અને તે ભલામણ પ્રમાણે તેઓશ્રીના પવિત્ર હસ્તો વડે સ્થાપનક્રિયા થયેલ છે. સ્થાપન કરવામાં આવેલ તે સમયે સમ્યક્તરૂપી બીજ રોપાયેલ, તેનું સીંચન કરવાથે પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના મુખારવિંદ માંહેથી ઝરતાં ઝરણોને ધારણ કરી રાખેલ. તેને આધારે સીંચન થતાં હાલમાં એક મોટા વૃક્ષરૂપે ઉત્પન્ન થઇ સાંસારિક તાપથી થાક પામેલા પુરુષોને વિશ્રાંતિનું સ્થાન બનેલ છે. જે થવામાં મૂળ સ્થાપિત પૂજ્ય ભાઇ શ્રી ગાંડાભાઈ ભાઇજીભાઇનો મહત્ ઉપકાર થયેલ છે. તે ઉપકારનું સ્મરણ કરી હવે તેઓશ્રીને પરમકૃપાળુદેવના પ્રત્યક્ષપણામાં સમાગમ થયેલ તે સંબંધી ટૂંકમાં ઉતારો કરાવેલ વૃત્તાંત અત્રે જણાવું છે.
મંગલાચરણ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત,
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ભાઇશ્રી ગાંડાભાઇ જણાવે છે કે સંવત ૧૯૪૭ના કારતક માસમાં પરમકૃપાળુદેવ શ્રી ખંભાત મુકામે ભાઇશ્રી છોટાલાલ માણેકચંદના મકાને પધાર્યા હતા. તે સમયે એક દિવસને વિષે હું બજારમાં કામ પ્રસંગે ગયો હતો. તે વખતે રસ્તામાં ભાઇ શ્રી મગનલાલ હેમચંદના મુનીમ માણેકલાલ મળ્યા હતા. તેઓશ્રીએ વાતચીતના પ્રસંગે મને જણાવ્યું કે અત્રે ભાઇશ્રી છોટાલાલ માણેકચંદના મકાને એક મહાત્મા પુરુષ પધારેલા છે, તેઓશ્રી મહાજ્ઞાની પુરુષ છે અને જે લોકો પોતાના મનને વિષે કોઇપણ પ્રકારનો સંદેહ ઉત્પન્ન થયો હોય તેનું સમાધાન કરાવવાથે મનમાં ધારીને આવેલા હોય છે તેઓના પ્રશ્નોના ખુલાસા તેઓના વગર કીધે, વગર પૂછયે તે જ્ઞાની પુરુષ સમાધાન કરે છે અને જણાવે છે કે તમો તમારા મન વિષે અમુક અમુક પ્રશ્નો પૂછવા ધારીને આવ્યા છો તેનો ખુલાસો આ પ્રમાણે છે. એમ દરેકના મનનું સમાધાન, દરેકના મનોગત ભાવ કહી સંભળાવે છે જેથી લોકો ઘણું જ આશ્ચર્ય પામે છે. જો કદાચ તમારી ઇચ્છા હોય અને તે મહાત્મા પુરુષના દર્શન કરવાથે આવવું હોય તો આપણે બન્ને સાથે જ જઇએ. ત્યારે મેં ઘણા જ ઉત્સાહથી જણાવ્યું કે ચાલો ત્યારે, હાલ જ જઇએ. એમ કહી અમો બન્ને ભાઇ શ્રી છોટાભાઇના મકાન પાસે આવી પહોંચ્યા. ત્યાં અમોને એક ભાઇ મળ્યા. તે ભાઇને અમોએ
૧૩૯
Page #201
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પૂછયું કે સાહેબજી ઉપર મેડા પર છે ? અમારે દર્શન કરવા જવું છે. ત્યારે તે ભાઇએ જણાવ્યું કે સાહેબજી અને તેઓશ્રીની સાથે કેટલાક ભાઇઓ નારેશ્વર તરફ પધાર્યા છે. ત્યારે અમોએ જણાવ્યું કે પાછા ફરીને અત્રે ક્યારે પધારશે ? ત્યારે તે ભાઇએ જણાવ્યું કે અત્રે કયારે પધારશે તે હું ચોક્કસ જાણતો નથી. ત્યારે અમો બન્ને ત્યાંથી પાછા વળ્યા. રસ્તામાં ચાલતાં મેં માણેકલાલને કીધું કે હવે કાલે ક્યા ટાઇમે જવાનો જોગ રાખીશું ? ત્યારે માણેકલાલે જણાવ્યું કે આવતી કાલે તો અત્રેથી બીજા ક્ષેત્રે પધા૨વાના છે. ત્યારે મેં જણાવ્યું કે ત્યારે તો હવે જ્યારે ફરીથી આ તરફ પધારે ત્યારે જરૂર મને ખબર આપજો. એમ વાતચીત થયા બાદ અમો બન્ને જુદા પડયા અને ત્યાંથી હું મારા મકાને ગયો.
ત્યાર પછી પરમકૃપાળુદેવ સંવત ૧૯૫૨ની સાલમાં શ્રી ખંભાતથી આશરે ત્રણ ગાઉ દૂર ગામ રાળજ છે ત્યાં પધાર્યા હતા. તે સંબંધી સમાચાર મને માણેકલાલે જણાવ્યા હતા તેથી ત્યાં જવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઇ. આ સંબંધી સમાચાર માણેકલાલે જણાવ્યા. તે વખત રાત્રિનો હતો. જેથી મેં વિચાર કર્યો કે સવારે વેલાસર રાળજ જવું. આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરી હું સબુરભાઇ પાસે ગયો.
પ્રથમ જ્યારે માણેકલાલે પરમકૃપાળુદેવ સંબંધી અદ્ભૂત વર્ણન કરેલું તે હકીકત મેં સબુરભાઇને જણાવી હતી જે સાંભળતા તેઓશ્રીને સાહેબજીના દર્શન કરવાની તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થઇ હતી અને મને જણાવ્યું કે હવે જો કદાચિત ફરીથી આ તરફ સાહેબજીનું આગમન થાય તો જરૂર ખબર આપજો. તેથી હું ખબર આપવા ગયો હતો. ત્યાં જઇને મેં સબુરભાઇને જણાવ્યું કે સાહેબજી રાળજ મુકામે પધાર્યા છે, માટે હું આવતી કાલે સવારમાં પહેલા પ્રહરે જવાનો છું, તમારે આવવા મરજી હોય તો તૈયાર થજો. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે હું તો તૈયાર જ છું. હું સવારમાં વેલાસર તૈયાર થઇને તમારા મકાને આવીશ. એમ વાતચીત થયા બાદ હું મારા મકાન તરફ ગયો. રસ્તામાં જતાં ગાંધી દલસુખભાઇ ડાહ્યાભાઇ મળ્યા હતા. તેઓને મેં સાહેબજીનું આગમન થયા સંબંધી તથા સાહેબજીના અદ્ભુત ચમત્કારો વિષે વર્ણન કરતાં તેઓએ પણ મારી સાથે આવવાની ઇચ્છા જણાવી, ત્યાર પછી અમો ત્રણે બીજે દિવસે સવારમાં પાંચ વાગતાના સુમારે ગાડીમાં બેસી રાળજ તરફ ગયા. રાળજ મુકામે આશરે નવ વાગતાં પહોંચ્યા હતા.
સાહેબજીનો ઉતારો ઇનામદાર શેઠ બાપુજી શેઠ ખરસેદજી શેઠના બંગલામાં હતો. અમો જે વખતે પહોંચ્યા હતા તે સમયે સાહેબજી ઉપર મેડા ઉપર વચલા હોલમાં છત્રપલંગ પર શયન થયા હતા અને ગાથાઓની ધુનમાં વારંવાર ઉદ્ગારો થતા હતા.
અમો ત્રણે મેડા પર જવાની સીડી પાસે જઇને ઊભા રહ્યા ત્યાં તે સીડીના પગથિયા માંહે પૂજ્ય ભાઇ શ્રી અંબાલાલભાઇ બેઠા હતા. અમોએ સાહેબજીના દર્શનાર્થે મેડા પર જવાની આજ્ઞા મંગાવી ત્યારે ભાઈશ્રી અંબાલાલભાઇ સાહેબજી સન્મુખે ગયા અને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે આપશ્રીના દર્શનાર્થે ખંભાતથી ત્રણ ભાઈઓ આવ્યા છે. અને અત્રે આપશ્રી પાસે આવવા ધારે છે, માટે આજ્ઞા મેળવવાર્થે હું આપની પાસે આવ્યો છું. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ભલે, આવવા દ્યો.
જ્યારે અંબાલાલભાઇ સાહેબજી પાસે ગયા ત્યારે હું તથા સબુરભાઇ મેડા પર સાહેબજીના હોલ નજીક જઇને ઊભા રહ્યા હતા તે એવા વિચારથી કે સાહેબજી તરફથી આવવાની આજ્ઞા થાય કે તુરત જ સાહેબજી પાસે જઇ શકાય. તેવા હેતુએ નજીકમાં જઇને ગુપ્તપણે ઊભા રહ્યા હતા જેથી ઉપર જણાવ્યા પ્રમાણે સાહેબજી સમીપે ભાઈશ્રી અંબાલાલભાઇએ કરેલી વાતચીત અમોએ લક્ષપૂર્વક સાંભળી હતી જેથી અત્રે જણાવી છે.
૧૪૦
Page #202
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
ભાઇશ્રી અંબાલાલભાઇ હોલમાંથી બહાર આવ્યા અને જણાવ્યું કે સાહેબજી પાસે જવાની આજ્ઞા મેળવી આવ્યો છું. હવે તમારે જવું હોય તો ખુશીથી જાઓ. એમ કીધા પછી ભાઇશ્રી અંબાલાલભાઇએ મને પૂછ્યું કે તમારી સાથે દલસુખ ગાંધી આવ્યા હતા તે ક્યાં ગયા ? ત્યારે મેં જણાવ્યું કે તેઓ તો નીચે રોકાયા છે, સાહેબજી પાસે આવવામાં સંકોચ પામે છે જેથી નીચે રોકાયા છે. એમ વાતચીત થયા બાદ અમો બન્ને સાહેબજી પાસે ગયા અને નમસ્કાર કરી સાહેબજીના સમીપે બેઠા.
IPE
કિ સાહેબજીના છત્રપલંગ પાસે જમીન પર એક શેત્રંજી બિછાવેલ હતી તે પર અમો બંનેને બેસવા સાહેબજીએ જણાવ્યું જેથી અમો તે શેત્રંજી પર સાહેબજીના સન્મુખે બેઠા અને સાહેબજી પલંગ પરથી ઊભા થયા અને શેત્રંજી પર બિરાજમાન થયા. SHRINE
לום
ત્યાર પછી વાતચીતના પ્રસંગે અમોને સાહેબજીએ જણાવ્યું કે તમે શું ધર્મ પાળો છો ? ત્યારે મેં સાહેબજી પ્રત્યે જણાવ્યું કે અમારે ત્યાં શ્રી રણછોડજીની મૂર્તિ છે તે સ્થાનકે હમેશાં સવારમાં નાહીને સ્વચ્છ કપડાં પહેરીને ઘીનો દીવો કરૂં છું અને ત્યાર પછી પાંચ માળા ગણું છું એમ જણાવ્યું હતું. ત્યાર બાદ સાહેબજીએ જણાવ્યું કે તમો રાત્રિભોજન કરો છો ? મેં કીધું કે હાજી, ત્યારે સાહેબજીએ જણાવ્યું કે તમો હમેશાને માટે રાત્રિભોજનનો ત્યાગ કરી શકતા હો તો તે શ્રેયસ્કર છે. તથાપિ તેમ હમેશાને માટે વર્તવા અશક્ત હો તો અમો છેવટમાં એમ જણાવીએ છીએ કે દર સાલના ચોમાસામાં ચાર માસ પર્યંત રાત્રિભોજન કરશો નહીં. ત્યારે અમો બન્ને જણાએ સાહેબજી સન્મુખે બે હસ્તો વડે અંજલિ જોડી સાહેબજી પ્રત્યે બોલ્યા કે આપશ્રીની કૃપા વડે અમો આજ દિનથી રાત્રિભોજનનો ત્યાગ કરી જિંદગી પર્યંત તે ક્રમને અનુસરી વર્તીશું. (અમો બન્ને જણાએ તે દિવસથી રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે તે ક્રમ ૫૨મકૃપાળુદેવની કૃપા વડે આજ દિન પર્યંત અખંડિતપણે વર્તી શક્યા છીએ અને હવે પછીથી પણ જિંદગી પર્યંત તે નિયમને અનુસરીશું.) એમ જણાવ્યા પછી સાહેબજીએ ત્યાગ-વૈરાગ્ય સંબંધી ઘણો જ બોધ કર્યો હતો જે હાલમાં મને ચોક્કસપણે સ્મૃતિમાં રહેલ નથી તેથી અત્રે જણાવી શકતો નથી. ત્યાર પછી અમોને છેવટમાં ભલામણ કરી કે તમો હમેશાં અંબાલાલભાઇ તથા ત્રિભોવનભાઇ આદિ મુમુક્ષુભાઇઓના સમાગમમાં જજો. અમોએ જણાવ્યું કે હાજી, તેમ વર્તીશું. ત્યાર પછી પરમકૃપાળુદેવ નીચે જમવા માટે પધાર્યા હતા. અમો પણ જમવા માટે ગયા હતા. જમ્યા પછી અમો ત્રણે ગાડીમાં બેસી ઘર તરફ આવ્યા હતા. મને સ્મૃતિમાં આવે છે કે તે સમયે પર્યુષણ પર્વ હતાં.
ત્યાર પછી બીજે દિવસે પરમકૃપાળુદેવ શુભસ્થળ શ્રી વડવા મુકામે પધાર્યા હતા ત્યારે હું તથા અમારા બૈરાઓ તથા સબુરભાઇ-અમો ત્રણે સાહેબજીના દર્શનાર્થે શ્રી વડવા મુકામે ચાલીને ગયા હતા. (ગાંડાભાઇની પહેલી વખતની પત્ની હતી તે ગયાં હતાં.)
હું જ્યારે રાળજથી પાછો અમારા મુકામે આવ્યો ત્યારે અમારાં બૈરાંઓએ અમોને પૂછ્યું કે તમોએ ત્યાં ધર્મ સંબંધી શું સાંભળ્યું ? તે તો જણાવો. ત્યારે મેં ઉપર જણાવ્યા પ્રમાણે તથા તે સિવાય તે સમયે સ્મૃતિમાં રહેલ સઘળી હકીકત કહી સંભળાવી હતી. તે પરથી તેઓ ઘણા જ ઉત્સાહથી બોલ્યા કે મારે પણ સાહેબજીના દર્શન કરવા આવવું છે. ત્યારે મેં જણાવ્યું કે તમારાથી શી રીતે આવી શકાશે ? હજુ તો તમારાથી ઘ૨માં જ ફરી શકાય તેટલી પણ શક્તિ નથી અને હજુ પથારીવશ રહો છો, તો પછી ત્યાં સુધી શી રીતે આવી શકાય? અને વળી આવતી કાલે ગાડીનો જોગ આવી શકે તેમ નથી, માટે તમો ત્યાં આવવાનો વિચાર માંડી વાળો અને અત્રે બેઠા ભાવનાઓ ભાવજો. ત્યારે તેઓએ જણાવ્યું કે હું ત્યાં આવી શકીશ, ગાડીમાં બેસવાની જરૂર નથી, ધીમે ધીમે ચાલીને સાહેબજીનું સ્મરણ કરતાં કરતાં પહોંચી શકાશે, માટે હું તો આવીશ જ. આવો જોગ ફરીને ક્યાંથી આવી
૧૪૧
Page #203
--------------------------------------------------------------------------
________________
ઉRSS RSS સત્સંગ-સંજીવની NR NR
(9
શકે ? માટે આ વખત તો હું ચૂકવાની નથી. સાહેબજીના પ્રતાપે કરી કાંઇપણ અડચણ નહીં આવે. આ પ્રમાણે ઉત્સાહપૂર્વક આવવાનું જણાવ્યાથી મેં જણાવ્યું કે ભલે આવજો. (તેઓની શરીરપ્રકૃતિ તદ્ન આખર સ્થિતિએ પહોંચી ગયેલ તેવા ભયંકર રોગથી સહજ-સાજ સુધારા પર આવવા માંડ્યું હતું તો પણ તે સમયે અશક્તિ તો એવી હતી કે મકાનની અંદર પણ ફરી શકાય તેમ નહોતું. છતાં આવવા માટે ઘણા જ ઉત્સાહપૂર્વક જણાવ્યાથી લઇ જવા માટે મારા મનને હિંમત આવી કે કાંઇ અડચણ નહીં આવે. સૌ સારું જ થશે તેવા વિચારોથી આવવા માટે હા પાડી હતી.) ત્યાર પછી અમો ત્રણે, બીજે દિવસે સવારે ચાલીને ગયા. રસ્તે ચાલતાં કોઇ કોઇ સ્થાને વિશ્રાંતિ લેવા માટે બૈરાઓને બેસવા માટે જણાવતો હતો ત્યારે તેઓ જણાવતાં કે મને થાક લાગ્યો નથી, માટે બેસવાની જરૂર નથી – એમ જણાવી કોઇ પણ સ્થાને વિશ્રાંતિ લીધા વિના શ્રી વડવા મુકામે પહોંચ્યા હતા.
આ બનાવથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે આ શું? તદન આખર સ્થિતિની માંદગી હજુ તો ફક્ત ગઇ કાલથી જ સહજ-સાજ સુધરતી આવેલ છે અને વલી શરીર તો હજુ સાવ સુકાઇ ગયેલ છે, પથારીમાંથી ઊભા થવાની તો શક્તિ રહેલ નથી. આ પ્રકારની સ્થિતિ છતાં અત્રે સુધી ચાલીને આવી શકાયું તેવી પ્રબળ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થઇ હશે ? આ પ્રમાણેના વિચારો થવા લાગ્યાં અને ઘણું જ આશ્ચર્ય લાગ્યું.
- અમો જ્યારે શ્રી વડવા મુકામે આવ્યા તે સમયે આશરે દશ વાગતાનો સુમાર હતો. તે સમયે વડની છાંયા નીચે તમામ ભાઇઓ હારબંધ ગોઠવાઇને બેઠા હતા. એક બાજુએ બહેનો બેઠેલાં હતા. પરમકૃપાળુદેવ બંગલીમાં બિરાજેલા હતા. ત્યાં હું તથા સબુરભાઇ ગયા. ત્યાં બંગલીએ જવાના પગથિયા માંહે ભાઇશ્રી અંબાલાલભાઇ બેઠા હતા. અમોએ સાહેબજીના દર્શનાર્થે ઉપર જવા માટે ભાઇશ્રી અંબાલાલભાઇને જણાવ્યું કે ઉપર જવાની આજ્ઞા મેળવી આપો. ત્યારે ભાઇ શ્રી અંબાલાલભાઇ સાહેબજી પાસે ગયા અને આજ્ઞા મેળવી આવ્યા, જેથી અમો બન્ને ઉપર ગયા અને સાહેબજીના દર્શન કર્યા. ત્યાં મુનિશ્રી દેવકરણજીસ્વામી તથા મુનિશ્રી લલ્લુજી સ્વામી તથા મુનિશ્રી મોહનલાલજી એમ ત્રણ મુનિશ્રી હતા, તેઓના દર્શન કરી બેઠા હતા. ત્યાં ઘણો જ ઉપદેશ ચાલતો હતો જે હાલમાં મને સ્મૃતિમાં રહેલ નથી, જેથી હું અત્રે લખી શકતો નથી. ત્યાં શા છોટાલાલ વર્ધમાનદાસ બેઠા હતા. તેઓએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે હું હમેશા દેરાસરે પૂજા કરી પુષ્પ ચડાવું છું, તો પુષ્પ ચડાવવાથી દોષ લાગે ખરો? ત્યારે સાહેબજીએ જણાવ્યું કે યથાવસરે તમોને સમજાશે. ત્યાર પછી સાહેબજી જ્યારે ઉપદેશ દેતાં મૌન થયા ત્યારે હું ઊભો થયો અને બે હસ્ત જોડી સાહેબજી પ્રત્યે વિનંતીપૂર્વક જણાવ્યું કે સાહેબજી, નીચે પધારશો ? ત્યારે સાહેબજી તુરત જ ઊભા થયા અને નીચે પધાર્યા અને વડના વૃક્ષ નીચે જ્યાં ભાઇઓ-બહેનો બેઠાં હતાં ત્યાં પધાર્યા અને મુનિશ્રી ખંભાત તરફ પધારી ગયા હતા.
આ સમયે ખંભાતના ઘણા જ ભાઇઓ બહેનો આવેલાં હતાં. કેટલાક સાહેબજીના દર્શનનો લાભ મેળવવા અને ઉપદેશશ્રવણ કરવાથે જ આવ્યા હતા. વળી કેટલાક સરળભાવે કેટલાક પ્રશ્નોનું સમાધાન કરાવવાથે પૂછવાનું ધારીને આવ્યા હતા. વળી કેટલાક એવા વિચારથી જ આવ્યા હતા કે લોકો વાત કરે છે ત્યારે તે કેવા હશે તે તો જોઈએ તેવા વિચારોથી કૌતુક જોવા અર્થે આવ્યા હતા. વળી કેટલાક વક્રભાવે વાદવિવાદ કરવાથે આવ્યા હતા. આ પ્રમાણેના જુદા જુદા વિચારો ધારીને અત્રે ઓવ્યા હતા. - આ સમયે સાહેબજીના મુખારવિંદ માંહેથી કુલાગ્રહ-દુરાગ્રહનો ત્યાગ કરવા સંબંધીનો ઉપદેશ ચાલતો હતો અને દાખલા દૃષ્ટાંતોથી વિસ્તારપૂર્વક વર્ણન કરતા હતા.
જે જે લોકો પ્રશ્નોનું સમાધાન કરાવવાર્થે મનમાં ધારીને આવેલા હતા તેઓ સાહેબજી પ્રત્યે પૂછી શકતા નહોતા, પરંતુ તે સઘળાઓના તમામ પ્રશ્નોનું સમાધાન સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો
૧૪૨
Page #204
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની (
હતો તેમાં થઇ જતું હતું.
સાહેબજી જ્યારે ઉપદેશ દેતા હતા તે દરમિયાનમાં સાહેબજી ચક્ષુના ઇશારાથી જેઓ પ્રશ્નો પૂછવા ધારીને આવેલા હતા એઓના સામું દૃષ્ટિ ફેરવી તેઓ દરેકને જણાવતા હતા કે તમારે હવે કાંઇપણ પૂછવા ઇચ્છા છે? હોય તો જણાવો. એમ દરેકના સામી દૃષ્ટિ કરી જણાવ્યું હતું. ત્યારે તેઓ જવાબમાં ફક્ત એમ જણાવતા હતા કે અમુક વિષયથી અમારા પ્રશ્નોનું સમાધાન થયું છે.
જેઓ સાહેબજીના દર્શનાર્થે અને ઉપદેશ શ્રવણ કરવાની ઇચ્છાએ આવ્યા હતા તેઓ એકાગ્ર ચિત્તે શ્રવણ કરતા અને ઘણો જ આનંદ પામતા હતા. એમ મુખાકૃતિ ઉપરથી અને કેટલાકોના મુખથી ઉત્સાહપૂર્વકના ઉદ્ગારો સાંભળવા પરથી જણાતું હતું.
વળી જેઓ સરળભાવે પ્રશ્નોનું સમાધાન કરાવવાર્થે આવ્યા હતા તેઓના ધારેલા પ્રશ્નોનું સમાધાન તેઓના વગર કીધે, વગર જણાવ્યું સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો હતો તે માંહે થઇ જવાથી તેઓ ઘણું જ આશ્ચર્ય પામી સાહેબજી પ્રત્યે ધન્યવાદના ઉદ્ગારો કરતા હતા. જ્યારે સઘળા લોકો પોતાના ઘર તરફ જતા હતા ત્યારે અમો પણ ઘર તરફ જતા હતા. ત્યારે રસ્તામાં ચાલતાં ત્રણ ભાઇઓ માંહોમાંહે વાત કરતા હતા કે મેં અમુક અમુક પ્રશ્નો પૂછવા ધાર્યા હતા તે અમુક અમુક વિષયોથી સમાધાન થઇ ગયું. એમ ત્રણે ભાઇઓ માંહોમાંહે વાત કરતા હતા અને ઉત્સાહપૂર્વક ધન્યવાદના ઉદ્ગારો કરતા હતા અને ઘણું જ આશ્ચર્ય પામતા હતા. અમો સહજ સ્વભાવે તેઓની પૂંઠે ચાલતા હતા જેથી સાંભળવામાં આવ્યું હતું અને તેથી અત્રે જણાવ્યું છે.
વળી જેઓ કૌતુક જોવાર્થે આવ્યા હતા તેઓ જ્યારે સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો હતો તે સમયે કેટલાક ભાઇઓ પ્રશ્ન પૂછવા ધારીને આવેલા હતા, તેઓના પ્રશ્નોનું સમાધાન તેઓના વગર કીધે, વગર જણાવ્યે થઇ જવાથી તેઓ આશ્ચર્ય પામી સાહેબજી પ્રત્યે ધન્યવાદના ઉદ્ગારો કરતા હતા, તે સાંભળવાથી, તેમજ સાહેબજીના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશધ્વનિ ચાલતો હતો તે સાંભળવાથી તેઓ તદન સ્તબ્ધ બની ગયા અને ત્યાં બેઠા બેઠા તેઓ માંહેના કેટલાકો ધીમા સ્વરે માંહોમાંહે વાત કરતા હતા કે કવિરાજ (સાહેબજી) ઘણા જ ચમત્કારિક પુરૂષ છે અને અદ્ભુત જ્ઞાનશક્તિ ધરાવે છે, તેવું સાંભળવાથી આપણે અહીં આવ્યા તો આ ચમત્કારો નજરોનજર જોવામાં આવ્યા વગેરે સંબંધી વાતો કરતા હતા તે હું લક્ષ દઇ સાંભળતો હતો જેથી અત્રે જણાવેલ છે.
વળી જેઓ વક્રભાવે વાદવિવાદ કરવાર્થે આવ્યા હતા તેઓના સંબંધમાં બનેલા બનાવો મારી સ્મૃતિ પ્રમાણે નીચે વિદિત કરું છું. તેઓના નામ મારી સ્મૃતિમાં છે, પરંતુ આ સ્થળે ધવલપત્ર પર જણાવેલ નથી.
સાહેબજી જ્યારે ઉપદેશ દેતા હતા તે સમયે હાથમાં એક સ્વચ્છ વસ્ત્ર રાખી મુખ પાસે ધારણ કરતા હતા.
સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો હતો તેવા સમયને વિષે કેટલાક ભાઇઓ પાછળથી આવ્યા હતા અને તેઓ એક પડખે બેઠા હતા. તેઓને કેટલેક દૂરથી આવતા દેખી સાહેબજીએ તેઓના ત૨ફ નજર કરી. સાહેબજીએ મુખ પાસે ધારણ કરી રાખેલ વસ્ત્ર, તે જમીન પર મૂકી દીધું અને ઉપદેશધ્વનિ ચાલુ જ હતો.
ઉપર જણાવ્યા પ્રમાણે સાહેબજીએ તે વસ્ત્ર જમીન પર મૂકી દીધેલ હોવાથી તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા કે આપણે કહેવાનું છે તે કહોને, ત્યારે તે કહે કે તમે કહો, અમે બધાયે તમારી પાસે જ બેઠેલા છીએ,
૧૪૩
Page #205
--------------------------------------------------------------------------
________________
HERE IS સત્સંગ-સંજીવની
)
(9
અને ગભરાઓ છો શું કામ ? તમે સહજ બોલો એટલે અમો તે વાતને ઉપાડી લઇશું. ત્યારે તે ભાઇએ વળી બીજાને કીધું કે મને તો નહીં ફાવી શકે, માટે તમે બોલો. તમે તો શાસ્ત્રના જાણકાર છો માટે તમે બોલો. તમે હંમેશા આપણા મહારાજ પાસે શાસ્ત્રની વાતો કરો છો અને અહીં બોલવામાં ગભરાઇ જાઓ છો ? રસ્તામાં તો છાતી ઠોકીને બધા બોલતા હતા કે આમ કહીશું ને આમ પૂછીશું અને અહીં તો બોલતા જ નથી. એમ જણાવ્યું ત્યારે વળી તે ભાઇએ બીજાને કીધું કે બોલોને, શું બેસી રહ્યા છો ? આ પ્રમાણે માંહોમાંહે ઉતાવળા સ્વરે બોલતા હતા ત્યારે તે માંહેના એક ભાઈ બોલ્યા કે હું બોલું છું, મારા બોલ્યા પછી તમો બધાયે બોલી ઊઠજો અને મારી વાતને ટેકો મળે તેમ બોલજો. ત્યારે તે ભાઇને તે લોકોએ કીધું કે તેમાં અમો પાંછા નહી પડીએ, માટે તમારે ગભરાવું નહીં. ત્યાર પછી તે ભાઇ સાહેબજી પ્રત્યે આક્રોશવચનથી ઉતાવળા સ્વરે બોલ્યા કે શાસ્ત્રમાં મુહપત્તી રાખવાનું કીધું છે તે શું ખોટું કીધું છું ? ઉધાડા મોંઢે બોલવાથી વાયુકાયના જીવો હણાય એવું ભગવાને ભાખ્યું છે તે શું ખોટું છે ? તમે ભગવાન કરતા બહુ મોટા થઇ ગયા ? વગેરે આક્રોશ શબ્દોમાં બોલતા હતા, અને તેઓ બોલતા હતા તેની વચમાં વચમાં બીજા તેઓની સાથેના ભાઇઓ પણ બોલતા હતા કે હા, ખરી વાત છે. ભગવાને ઉઘાડા મોંઢે બોલવાનું ના કીધું છે. લાવો, ફલાણા શાસ્ત્રમાં બતાવું, ફલાણા શાસ્ત્રમાં બતાવું એમ બધાય આક્રોશ વચનથી બોલતા હતા.
જે ભાઇ સાહેબજી પ્રત્યે બોલતા હતા તે ભાઇ આડું મોટું રાખીને બોલતા હતા અને બન્ને હાથ લંબાવી લંબાવીને બોલતા હતા અને બોલતી વખતે હાથ, પગ અને મોટું ધ્રુજ્યા કરતું હતું.
તેઓ બોલતા હતા તે વખતે સાહેબજી સહજ હસમુખે ભાઇશ્રી અંબાલાલભાઇ તરફ દષ્ટિ કરી, સાહેબજીએ જણાવ્યું કે જુઓ, આ અનંતાનુબંધી ધ્રૂજે છે – એમ ધીમા સ્વરે જણાવ્યું હતું. - તેઓ જ્યારે બોલતા બંધ થયા ત્યાર પછી સાહેબજીએ તેઓને જણાવ્યું કે કેમ, હવે કાંઇ પૂછવાનું બાકી રહી જાય છે ? હોય તો જણાવી દો જેથી સઘળાનું સમાધાન થઇ જાય. ત્યારે તે લોકોએ કાંઇ પણ ઉચ્ચાર કર્યો નહીં. ત્યાર બાદ સાહેબજીએ તેઓને જણાવ્યું કે તમો આમ આકરા શાને માટે બની જાઓ છો ? ધીરજથી પૂછવું જોઇએ. તમો જે વખતે અત્રે આવતા હતા તે જ વખતે તમારી તરફ અમારી દૂરથી નજર થતાં જ અમારા જાણવામાં આવ્યું હતું કે તમો અમોને મુહપત્તી સંબંધી બોધ દેવા આવ્યા છો. અને એ જ કારણથી અમોએ આ વસ્ત્ર જમીન પર મુકી દીધેલ છે. જો કદાચ અમારા હાથમાં રાખેલ હોત તો તમો જે ધારણાથી અત્રે આવ્યા હતા તે ધારણાઓ નિષ્ફળ થાત અને તેમ બને તો તમારા મનની અંદર તે સંબંધી મૂંઝવણ રહ્યા કરત, તે હેતુથી જ અમોએ આ વસ્ત્ર જમીન પર મૂકી તમોને પૂછવાનો અવકાશ આપેલ છે જે પૂછવાથી વિશેષપણે તમારા મનનું સમાધાન થઇ શકે તે હેતુએ અમોએ આમ કરેલ છે. છતાં તમો આક્રોશપણામાં આવી જવાથી ગમે તે પ્રકારમાં બોલો તો તેને માટે અમારા એક રૂંવાડે પણ ખેદ થનાર નથી. ખેદ માત્ર એ જ રહ્યા કરે છે કે જે સ્થાને જવાથી બંધનથી મુક્ત થવાય છે તે જ સ્થાને બંધન થાય તો પછી બીજા કયે સ્થાને વિશ્રાંતિ લઇ શકાશે ? આ પ્રમાણે જણાવ્યા બાદ તે લોકોએ મુહપત્તી સંબંધમાં સાહેબજી પ્રત્યે પ્રથમ જણાવી ગયા છીએ તે પ્રમાણેના ઉદ્ગારો કરતા હતા તેનું સમાધાન કરવાથે સાહેબજીએ ઉપદેશ કર્યો હતો તે હાલમાં મને સંપૂર્ણપણે સ્મૃતિમાં રહેલ નથી જેથી અત્રે જણાવી શકતો નથી. પરંતુ મુખ્યત્વે આગ્રહ - દુરાગ્રહનો છેદ કરવા સંબંધી ઉપદેશ ચાલતો હતો, જેથી ત્યાં બેઠેલાઓ ઘણું જ આશ્ચર્ય પામી ગયા હતા, અને કેટલાક લોકો ધન્યવાદના ઉદ્ગારો કરતા હતા કે અહો સાહેબજી ! આપને ધન્ય છે. આપે અમારા મનના મનોગત ભાવ જાણી અમારા ધારેલા પ્રશ્નોનું સમાધાન કર્યું. આપને ધન્ય છે. એ પ્રમાણેના ઉદ્દગારો કરતા હતા. આ પ્રમાણેના થતા ઉગારો સાંભળી
૧૪૪
Page #206
--------------------------------------------------------------------------
________________
હજ
સત્સંગ-સંજીવની
)
પૂ.શ્રી અંબાલાલભાઈ રચિત પ્રબંધ રચના (હસ્ત લિખિત ડાયરીમાંથી)
-
જે પુત્ર
હિપ નિદઉં , , ૧૧૧૨ જિલારી,
& મઢ
૨« |
૨
«ત,૧૨૯૯
૧૯૬ દઇs:
& ૬૧
મ
+:
વવાણિયા નિવાસિ, શુદ્ધ આત્મ સ્વરૂપી, શુદ્ધ સત્યાભિલાષી શ્રી આ અનાથની બાંય ગ્રહો. શ્રીમત્ ભગવત્ મોક્ષાભિલાષી, તત્ત્વજ્ઞ પુરૂષ શ્રી પ્રભુ રાજ્યચંદ્રજી મારો અનુગ્રહ કરો.
૮ aref=he ne hકે a>tohકે 11+ કેe 6 19-17hો છે કે
Page #207
--------------------------------------------------------------------------
________________
GK
Bી
સત્સંગ-સંજીવની
)
/
*
. ૬, ૬.
-
-૧૬ નc
-
૨ હ જ
નં. ૨—જિત ૨૦૧૦
*
,
૧
જ«
પ્રબંધ
€
૬
૨૨૮૬
... 3 Mિ
તને ૨.ખક-
× 31ઈ
ન
૨હ
. ઠે. જી )
ચોકડી પ્રબંધ
ક.
20 X
|
%
/મા. ૨૨ જ ૬ ખ
-
(૨) સકલ શિરોમણી, સહજાનંદી, પૂર્ણ બ્રહ્મસ્વરૂપી, તત્ત્વજ્ઞ શ્રી તમે સબાંધવ, તમે સર્વશનાથ, હું અલ્પજ્ઞ,
અનાથ અને વિષયી છઉં. તમે નિત્ય છો, હું અનિત્ય છઉં, અનુગ્રહ કરો, બાંહ્ય ગ્રહો. (૩) શ્રી રાજ્યચંદ્રજી ભગવાન
Page #208
--------------------------------------------------------------------------
________________
YિESH S
સત્સંગ-સંજીવની
- RED (
(ા
શ્રી નાન નું પ
ધ ]
ી ની
& M.
નું ધ્યા કુ દરતી
કે " મા ર ને, " - 3 રિધ્ધા » કે ૬
3]૨ રને, નત્વે जिनवरालाचना मजे राज्य यक
चंद्रं अहं
શ્રી કુંડળી પ્રબંધ
ના ની
बंदामी पाद:- प्र राज्य
શ્રી કુંડળી પ્રબંધ
મિ ન જ કરે, ન ઈ ર ખમ , રા
ર ર ક . • કુરે હ્યિા . કું
र रनंनत्य ન હલ ,૪ ૬૮ + 7 વરા લોન્ચન !
मनराज्य का
વૈદું ૐ
=.
=
,ીદી અને
'' & Uએ રબળ હ હ રે
ખાં ૨૪તી ? . - ૨હે તી,
કુંડળી પ્રબંધ - ૪ ૧. સંતને શરણ જા. ૨. શરણ જા સંતને ૩. જા સંતને શરણ ૪, જા શરણ સંતને ૫. શરણ સંતને જા. ૬. સંતને જા શરણ ૭. જાને સંત શરણ ૮. પ્રભુ રાજ્યચંદ્રજીને શરણ જા.
મહાદિવ્યા કુક્ષીરત્ન, શબ્દજીત વરાત્મજં, શ્રી રાજચંદ્રમહ વંદે તત્ત્વલોચન દાયકે. સત્ શ્રદ્ધા પામીને કોઈ તને ધર્મ નિમિત્તે ઈચ્છે તેનો જ સંગ રાખ. બાકીનો સંગ મૂકી દે.
- કુંડળી પ્રબંધ - ૫ જેમ બને તેમ તારાં મન, વચન, કાયા અને આત્માથી અર્પણ બુદ્ધિ તે પવિત્ર પુરૂષ ઉપર જલ્દીથી રાખે. અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળનાર નથી. સત્ય છે. અંતરનું સુખ માટે સમય સમય તે પુરૂષને
મૂકીશ નહીં. તે પવિત્ર કૃપાળુ નાથથી મળવાનું છે. હે કર્મો ! આશ્ચર્ય છે કે હજુ તારી લાલસાવાળી વિકારી વૃત્તિને સંયોગે કરીને, આ અલ્પજ્ઞ કે જે જિનેશ્વરના
વચનામૃતનું પાન કરવાને આતુર થયેલાને વિદ્ઘભૂત નિવડે છે એ તારો પ્રબળ ઘણો અન્યાય છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
111
સત્સંગ-સંજીવની
વા
_538}£ »
Fanteferk of
A hi
E
૬ ચોસલા પ્રબંધ
ગ
જો પ
વિયા
Y
S
Me
M
tien
રજા કે જે
હું અ
wave the
૧, ૨
मनुस्मृतः
रामदिन
S
રવિન ન
Mobilitz
એ ધન આપો અમલ શ
જે મહાત્માની મુખમુદ્રા અતિશે શોભી ઊઠે છે, જેની સંસાર પ્રત્યે જરાપણ રાગયુક્ત ઈચ્છા રહી જ નથી, તેમજ જેનામાં બહુ જ ગાંભીર્યતાએ સંપૂર્ણતાથી વાસ કરી લીધો છે, જેની મનોકાંતિ ખરેખર વખાણવાલાયક છે. સંપૂર્ણ શોભાને પામે એવું જ જેનું મુખ છે. જેના ચક્ષુના નજીક ભાલ પર એક સમશેરનું ચિહ્ન છે. જેના પવિત્ર પગના અંગૂઠામાંથી અમૃતની ધારા વહ્યા કરે છે, એવા એમના ગુણ ચિંતનમાં તલ્લીન થયેલા પાવન પુરૂષો અમૃત પીઈને તૃપ્ત થાય છે.
જેના ઉપર તે પવિત્ર પુરૂષની કૃપા થઈ તે તે સર્વને નમસ્કાર કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, જગતને વંદવા યોગ્ય, મોક્ષમયી પુરૂષ તેજ છે. મહાવીરદેવ જેવા ગણાતા, તેમના પુત્ર તેમજ મહાત્મા આ કાળે છે. પ્રભુ
રાજ્યચંદ્રજી.
હે પ્રભુ, જરૂર આ બાળકનું હિત થાય તેમ કરશો. આ અલ્પજ્ઞ છે. મને તમારૂં શરણ છે, તમારી સમીપ રહેવા સદાકાળ ઈચ્છું છું.
જેની જન્મભૂમિકા અતિશે વખાણવા લાયક છે, જેનાથી મોક્ષની જીવોને પ્રાપ્તિ થયેલ છે. પ્રભુ રાજ્યચંદ્રજી ચરણ શરણ ઈચ્છું છું.
Page #210
--------------------------------------------------------------------------
________________
ROSER સત્સંગ-સંજીવની {SERR
સહન નહીં થઇ શકવાથી તે લોકો ત્યાંથી સહજ સહજ પાછા ખસતા ગયા અને થોડે દૂર ગયા બાદ એકદમ ઊભા થઇ ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ કેટલાક વખત સુધી ઉપદેશ ચાલ્યો હતો. ત્યાર બાદ ઉપદેશ દેતાં મૌન થયા હતા. ત્યાર બાદ સાહેબજી ત્યાંથી પધારી ગયા હતા અને સર્વે લોકો પોતપોતાના મુકામે ચાલતા થયા હતા. અમો ત્રણે પણ તેઓની સાથમાં ચાલતા થયા હતા. આ
રસ્તામાં ચાલતાં મેં સબુરભાઇને તથા અમારા બૈરાઓને પૂછયું કે કેમ ? કેવો આનંદ વરતાય છે ? ત્યારે સબુરભાઇએ જણાવ્યું કે આ આનંદની તો શી વાત કરવી ? ઘીનો સ્વાદ કેવો હોય છે એમ કોઇ પૂછે તો આપણે કેવા પ્રકારનો કહી શકીએ ? તેને માટે પ્રકાર તો બતાવી શકાતો જ નથી. પરંતુ એમ જ કહી શકાય કે તેનો સ્વાદ તો વાપરવાથી અનુભવ થઇ શકે, વાણી દ્વારાએ તેનો પ્રકાર બતાવી શકાતો નથી, તેમ આ પુરૂષની વાણી સાંભળી ઘણો જ આનંદ અનુભવાય છે પરંતુ તે આનંદનો પ્રકાર વાણી દ્વારાએ અકથ્ય છે વગેરે ઉત્સાહ જણાવતા હતા. ત્યાર બાદ બૈરાઓએ જણાવ્યું કે આ કળિયુગમાં લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે પણ લોકો ભગવાનને ઓળખી શકતા નથી. જેને ઓળખાણ થશે તેને વૈકુંઠે લઇ જશે. જુઓ પેલા લોકો ભગવાનની પાસે આવ્યા, પણ ઓળખાણ થઇ નહીં, ઊલટાની નિંદા કરીને ભારેકર્મી થઇને ચાલ્યા ગયા. એ તો જેઓને વૈકુંઠે જવાની ઇચ્છા થઇ હોય તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે. - વગેરે સાહેબજીની ઘણી જ સ્તુતિ કરતા હતા. ત્યાર પછી મેં કીધું કે તે લોકોમાં શા ગટોરચંદ મોતીચંદ હતા, તેઓએ સાહેબજીની ઘણી જ નિંદા કરી છે અને ખોટા આક્ષેપો આરોપણ કરતા હતા, જેથી તેમણે ઘણું જ માઠું કર્મ ઉપાર્જન કર્યું હશે –વગેરે વાતચીત કરતા હતા. રસ્તામાં ચાલતાં એક વખતે બૈરાએ જણાવ્યું કે હવે મને તદન આરામ થઈ ગયો હોય તેમ જણાય છે, અને બિલકુલ થાક લાગ્યો નથી. કદાચ આ કરતાં પણ વધારે ચાલવાનું હોય તો પણ ચાલી શકાય તેવી શક્તિ છે, માટે બેસવું નથી. એમ કહી બેઠા નહીં અને મુકામે પહોંચી ગયા હતા અને ત્યાર પછીથી કાંઇ પણ વ્યાધિ યા દરદ રહ્યું નહોતું.
સાહેબજીના મુખારવિંદ માંહેથી જ્યારે ઉપદેશધ્વનિ ચાલતો હતો તે સમયે ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે કેટલાક ભાઇઓ ઉતારો કરતા હતા. ત્યાર બાદ ભાઇ શ્રી અંબાલાલભાઇ સઘળાઓના ઉતારા પોતાની પાસે એકત્ર કરી લેતા હતા. ત્યાર બાદ તે સઘળા ઉતારા વાંચી જતા અને લક્ષગત કરતા અને કોઇ ઉતારામાં કોઇ બાબત લખવામાં આવી હોય અને કોઇ ઉતારામાં કોઈ બાબત લખવા રહી ગયેલ હોય તે સઘળું લક્ષમાં લઇ ત્યાર બાદ અનુક્રમ ગોઠવણીથી સુધારો કરી ફરીથી ધવલપત્ર પર ઉતારો કરતા હતા. ત્યાર બાદ સાહેબજી
જ્યારે બીજા સ્થાને પધાર્યા હોય તે સમયમાં બંગલી પર સાહેબજીની બેઠકની ગાદી પર ઉતારાના કાગળો મૂકીને ચાલ્યા આવતા. ત્યાર બાદ સાહેબજી જ્યારે તે સ્થાને પધારે ત્યારે તે ઉતારો દષ્ટિગોચર કરી લેતા. કદાચ ઉતારો થવામાં કોઇ સ્થાને કોઇ પણ પ્રકારની ભૂલ થયેલ જણાય તે સ્થળે સાહેબજી પોતે સ્વહસ્તવડે સુધારો કરતા હતા. ત્યાર બાદ તે ઉતારો તે સ્થાને મૂકી દેતા ત્યારબાદ ફરીથી જ્યારે સાહેબજી બીજા સ્થાને પધારે તે સમયમાં તે ઉતારો ભાઈશ્રી અંબાલાલભાઇ લઇ આવતા હતા. તે પ્રમાણે હમેશા ઉતારો કરતા હતા અને તેનો સંગ્રહ કરી ગ્રંથરૂપે પોતાના હાથે ઉતારો કરતા હતા. જે હાલમાં પણ થોડા વખત પર તેઓશ્રીના મુકામે ગયેલ ત્યારે હાથઉતારાના કેટલાક ગ્રંથો જોવામાં આવ્યા હતા. ભાઇ શ્રી અંબાલાલભાઇનો એવો તો તીક્ષ્ણ ઉપયોગ વર્તતો હતો કે ઉતારો કરવામાં બનતા સુધી કાંઇ પણ ભૂલ થતી નહોતી - તે વાત કોઇ એક સમયને વિષે સાહેબજીએ જણાવી હતી. આ હકીકતમાં કેટલીક હકીકત મારી નજરે જોવામાં આવેલ તે પરથી તથા કેટલીક હકીકત ભાઇશ્રી અંબાલાલભાઇના મુખથી સાંભળવામાં આવેલ તે પરથી અત્રે જણાવેલ છે.
૧૪પ
Page #211
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
ત્યાર પછી બીજે દિવસે શ્રી વડવા મુકામે ગયા હતા કે નહીં તે હાલમાં મને સ્મૃતિમાં રહેલ નથી.
ત્યાર પછી અમો ભાઇ શ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી ત્રિભોવનભાઇ આદિ મુમુક્ષુ ભાઇઓના સમાગમમાં હમેશા જતા હતા. ત્યાં ભાઇ શ્રી અંબાલાલભાઇ હમેશા ઘણો વખત પરમકૃપાળુદેવની અદ્ભુત દશાનું વર્ણન કરતા હતા. એક દિવસે ભાઇ શ્રી અંબાલાલભાઇ જણાવતા હતા કે પરમકૃપાળુદેવ જ્યારે લઘુવયના હતા તે સમયે સ્કૂલે ભણવા જતા હતા ત્યારે બગલ માંહે સ્લેટ પાટી રાખતા હતા અને ટોપી તથા પહેરણ તથા છેટી પહેરીને જતા હતા.
ભાઇ શ્રી સબુરભાઇ હમેશા મારા મુકામે આવતા હતા ત્યારે સમાગમમાં પરમકૃપાળુદેવ સંબંધી જે જે વાતો સાંભળવામાં આવી હોય તે સઘળું વૃત્તાંત અમારા બૈરાઓ પાસે કહી સંભળાવતા હતા. એક દિવસને વિષે એટલે રાત્રિએ સાંભળવામાં આવેલું તેના બીજે દિવસે (ઉપર જણાવી ગયા છીએ કે પરમકૃપાળુદેવ સ્કૂલે જતા હતા તે સંબંધી વૃત્તાંત) સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું હતું. તે સમયે અમારા બૈરાઓની તબિયત સહજસાજ નરમ રહેતી હતી જેથી બારણા પાસે બેસી રહ્યા હતા. તે સમયે જાગ્રતપણામાં એક અદ્ભુત દેખાવ થયો હતો કે નાની ઉંમરના આશરે સાત વર્ષની વયના એક છોકરાને દીઠો. તે છોકરો જે બારણા પાસે હું બેઠી હતી તે બારણામાં પ્રવેશ કરી મારી નજીકમાં થઇને પાછળના બારણે થઇ ચાલ્યો ગયો. જ્યારે મારી નજીકમાં થઈને ચાલ્યો જતો હતો ત્યારે થોડે દૂર ગયા બાદ પૂંઠ વાળી મારા સામું હસમુખે દષ્ટિ કરી હતી. તે સમયે મારી સ્મૃતિમાં આવ્યું કે આતો સાહેબજી પોતે જ, આપણને હાલ થોડા જ વખત પર સબુરભાઇએ જે વાત કરી હતી એ જ આકૃતિ ધારણ કરી પ્રભુ પધાર્યા – એમ વિચાર સ્મૃતિમાં આવતાં તે સાથે બીજો એમ વિચાર ઉત્પન્ન થયો હતો કે આ શું ચમત્કાર ? વગેરે વિચારોથી બીજી કાંઇપણ ગમ પડી નહીં. હું આ પ્રમાણેના વિચારો કરતી હતી અને તેઓશ્રી તો ત્વરાથી પાછળના બારણે થઇ ચાલ્યા ગયા હતા. થોડા વખત પછી મને વિચાર થયો કે કઈ તરફ જાય છે તે તો જોઉં. તેવા વિચારોથી હું ધસી ધસી પાછળના બારણા તરફ ગઇ અને બહાર જઇ ચારે દિશા તરફ કેટલેક દૂર સુધી નજર પહોંચાડી જોયું તો બિલકુલ દેખાયા નહીં. તેઓશ્રીએ પહેરણ તથા ટોપી તથા છેટી પહેરેલી હતી. તથા બગલમાં સ્લેટ પાટી રાખેલ હતી. મને પાછળથી એવો વિચાર ઊગ્યો કે જો કદાચ તે વખતે તેઓશ્રીનો હાથ ઝાલી થોભાવ્યા હોત તો ઘણો જ લાભ થાત - એમ વિચાર થયો હતો.
આ સઘળો વૃત્તાંત હું મારા મુકામેથી સાંજના સાત વાગ્યા પછી ભાઇ શ્રી સબુરભાઇની સાથે ભાઇ શ્રી અંબાલાલભાઇના મુકામે ગયો હતો, ત્યાર બાદ ત્યાંથી જ્યારે હું મારા મુકામે આવ્યો ત્યારે બૈરાઓએ કહી સંભળાવ્યો હતો.
શા ગટોરચંદ મોતીચંદે શ્રી વડવા મુકામે પરમકૃપાળુદેવ પ્રત્યે ખોટા આક્ષેપો આરોપણ કરી નિંદા કરી હતી, તે સંબંધમાં મેં ભાઇ શ્રી અંબાલાલભાઇને પૂછયું હતું ત્યારે ભાઇશ્રી અંબાલાલભાઇએ જણાવ્યું કે જ્યારે તમો સર્વે પોતપોતાના મુકામ તરફ ગયા હતા ત્યાર બાદ પરમકૃપાળુદેવ દરિયા તરફ ફરવા માટે પધાર્યા હતા. ત્યાંથી પાછા આવતી વખતે મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું હતું કે અત્રે ઢૂંઢક જ્ઞાતિના જે લોકો મુહપત્તી સંબંધમાં પૂછવા આવ્યા હતા તે લોકો આપશ્રીના અવર્ણવાદ બોલતા હતા, તેમાં પણ જે ગટોરચંદ મોતીચંદ હતા તે તો ઘણું જ બોલતા હતા. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ગટોરચંદ મોતીચંદ થોડા વખતમાં આ સત્ય માર્ગ પામી શકશે, માટે તમો સૌ કોઇ તેઓની નિંદા કરતા નહીં, તેઓનો અવર્ણવાદ બોલશો નહીં. તમારા મનમાં પણ તેઓના સંબંધમાં કોઇ પણ પ્રકારનો વિક્ષેપ કરશો નહીં. તેઓ અમારા સંબંધમાં કષાયના આવેશમાં બોલ્યા હતા, તેને માટે તેઓને ઘણો જ પશ્ચાત્તાપ થશે. એમ સાહેબજીએ જણાવ્યું હતું એવું ભાઇ શ્રી
૧૪૬
Page #212
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
અંબાલાલભાઇએ મને જણાવ્યું હતું.
ગામડ
ત્યાર બાદ પોષ માસમાં અથવા માહ માસમાં મુનિશ્રી દેવકરણજી સ્વામી વગેરે ખંભાતમાં પધાર્યા હતા ત્યારે ઉપાશ્રયમાં પધાર્યા હતા. મુનિ શ્રી દેવકરણજી સ્વામી વ્યાખ્યાન વાંચતા હતા જેથી ઘણા જ લોકો વ્યાખ્યાનમાં આવતા હતા. જ્યારે મુનિશ્રી ખંભાતથી વિહાર કરવાના હતા ત્યારે ગવારા દરવાજા બહાર કણબીની ધર્મશાળામાં એકાદ-બે દિવસને માટે ઉતારો કર્યો હતો. ત્યાં મુનિશ્રી વ્યાખ્યાન વાંચતા હતા ત્યારે ઘણા જ લોકો સાંભળવા આવતા હતા. તે વખતે જ્ઞાનાવરણીય કર્મ સંબંધી ઘણો જ બોધ કર્યો હતો કે જ્ઞાનાવરણીય કર્મથી કેવું ફળ ભોગવવું પડે છે. તે સંબંધમાં વિસ્તારથી વર્ણન કરેલું. તે વખતે ગટોરચંદ મોતીચંદે પરમકૃપાળુદેવ પ્રત્યે જે જે આક્ષેપો આરોપણ કર્યા હતા અને નિંદા કરી હતી તે સ્મૃતિમાં આવી જવાથી ઘણું જ રોવા લાગ્યા અને પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે અહો આપણી તો ઘણી જ ભૂલ થઈ છે તેવા વિચારથી તેઓએ મુનિશ્રી પ્રત્યે જણાવ્યું કે મેં સાહેબજીની ઘણી જ નિંદા કરી છે તો હવે તેથી કેવા પ્રકારે છૂટી શકાય ? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે તેનો પશ્ચાત્તાપ કરવો અને ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે ભાઇઓના સમાગમમાં જવાનું રાખશો. આ હકીકતમાં કેટલીક હકીકત સાંભળવામાં આવેલ તે પરથી તથા કેટલીક હકીકત જાણવામાં આવેલ તે પરથી અત્રે જણાવેલ છે. ત્યાર પછી ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે ભાઇઓના સમાગમમાં હમેશા આવતા હતા, પરંતુ તેઓના બૈરાઓ વગેરે કલેશ કરતા હતા જેથી તેઓશ્રી ગુપ્તપણે આવતા.
ત્યાર પછી ફરી સમાગમ પરમકૃપાળુદેવનો કાવિઠા મુકામે થયો હતો. તે સમયે ખંભાતથી તથા બીજા જુદા જુદા સ્થળેથી આશરે પચાસ ભાઇઓ પધાર્યા હતા તથા તે સમયે મારી સ્મૃતિ પ્રમાણે કાવિઠા મુકામે પરમકૃપાળુદેવની સ્થિતિ આશરે દશ દિવસની થઇ હતી. પરમકૃપાળુદેવ કાવિઠા મુકામે પધાર્યાના સમાચાર મળવાથી અમો તથા ખંભાતથી બીજા ઘણા ભાઇઓ તે તરફ જવાને તૈયાર થયા અને ગાડામાં બેસીને ગયા હતા. એક રાત પેટલાદ મુકામે રહ્યા હતા. ત્યાંથી સવારે બીજા ગાડામાં બેસી કાવિઠા મુકામે ગયા હતા. ત્યાં હું આઠેક દિવસ રોકાયો હતો. મને સ્મૃતિમાં આવે છે કે તે સમયમાં ચોમાસું હતું. બોરસદથી હમેશા સાહેબજીના સમાગમમાં ઘણા જ ભાઇઓ આવતા હતા. ત્યાં શેઠ ઝવેરચંદભાઇના મકાનમાં ઉતારો હતો તથા ત્યાં રસોડું રાખવામાં આવ્યું હતું. ત્યાં સર્વેને એક જ વખત જમવાનો રૂલ હતો.
405-092115
એક વખતે શ્રી બોરસદવાળા કેટલાક ભાઇઓ પ્રશ્નો પૂછવાનું ધા૨ીને સાહેબજી પાસે આવ્યા હતા. તેનું સમાધાન તેઓના વગર પૂછયે સાહેબજીએ કર્યું હતું અને સાહેબજીએ તેઓને જણાવ્યું હતું કે તમોએ અમુક વિષય પૂછવા ધારેલ છે તેનું સમાધાન આ પ્રમાણે છે. એમ દરેકના સામી દૃષ્ટિ કરી જુદા જુદા પ્રશ્નોનું જુદા જુદા પ્રકારે સમાધાન કર્યું હતું. શું શું પ્રશ્નો હતા અને તેનું સમાધાન કેવા પ્રકારે થયું હતું તે હાલમાં મને સ્મૃતિમાં રહેલ નથી જેથી અત્રે જણાવી શકતો નથી.
એક દિવસને વિષે સાહેબજીએ ભાઇ શ્રી અંબાલાલભાઇને જણાવ્યું કે અમોને તો સર્વે મુમુક્ષુભાઇઓના મંડળ સાથે બેસીને જમવાની ઇચ્છા રહ્યા કરે છે, પરંતુ અમારાથી સાથે બેસીને જમવાનું બની શકે નહીં એમ જણાવ્યું હતું, અને તે સંબંધી માર્મિક હેતુઓ પણ સાહેબજીએ જણાવ્યા હતા. (સર્વે ભાઇઓને જમવા માટે એક રસોડા માંહે રસોઇ થતી હતી અને સાહેબજીને માટે અલાયદા સ્થાને અલાયદી રસોઇ બનાવવામાં આવતી હતી.)
બપોરે જમીને હમેશાં સાહેબજી કેટલેક દૂર ઉપવનો તરફ પધારતા હતા. કાવિઠામાં એક હરિજન બીજા રિજનને ગુરૂ તરીકે માનતો હતો અને તે હરિજન સઘળા હરિજનોને કંઠીઓ બાંધતો હતો અને દરેકની પાસેથી
૧૪૭
Page #213
--------------------------------------------------------------------------
________________
866 સત્સંગ-સંજીવની
આઠ આના લેતો હતો. એક દિવસને વિષે સાહેબજી બહાર ઉપવનો તરફ ફરવા માટે પધારતા હતા તે વખતે તે હરિજન તે રસ્તા પર ઊભો હતો. સાહેબજીને જતા દેખી તે હરિજનના મનમાં સહેજે એવો જ ભાસ થયો કે આ તો ભગવાન છે. તેવા વિચારોથી તે હરિજન સાહેબજી સન્મુખે આવી બે હાથ જોડી નમસ્કાર કરી, સાહેબજીના પૂંઠે પૂંઠે ચાલતો હતો. સાહેબજી જ્યારે કોઇ એક સ્થાને બિરાજમાન થયા ત્યારે તે હરિજન સાહેબજીના સન્મુખે બે હાથ જોડી ઊભો રહ્યો અને સાહેબજી પ્રત્યે કહેતો હતો કે આપ ભગવાન છો તેવું ધારી હું એક વાત પૂછવા માટે તમારી પાછળ પાછળ આવ્યો છું. આપ કહેતા હો તો પૂછું. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ભલે પૂછ. પછી તે હરીજને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે મને અમારા લોકો ગુરૂ તરીકે માને છે અને હું અમારા લોકો પાસેથી અરધો રૂપિયો લઇ કંઠીઓ બાંધુ છું, તે કામ હું સારુ કરૂં છું કે કેમ ? તે કહો. ત્યારે સાહેબજીએ તે હરિજનને જણાવ્યું કે પૈસાની લાલચથી કોઇને પણ ખોટું કહેવું નહીં, તેમજ ખોટું બતાવવું નહીં. જેવું જાણતા હોઇએ તેવું જ કહેવું.
એક દિવસને વિષે સાહેબજી કેટલેક દૂર ઉપવનો તરફ પધાર્યા હતા ત્યાં એક વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. સર્વે મુમુક્ષુભાઇઓ સાહેબજીના સન્મુખે બેઠા હતા. તે સમયે સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશધ્વનિ ચાલતો હતો. ત્યાગ-વૈરાગ્ય સંબંધમાં ઘણો જ અનુપમ ઉપદેશ ચાલતો હતો, તે સાંભળી સર્વે મુમુક્ષુભાઈઓનાં નેત્રો માંહેથી ચોધારાએ અશ્રુ વહેતા હતાં. તે સમયે એક ગાંડા જેવો માણસ કેટલેક દૂરથી બીભત્સ શબ્દોમાં બકવાદ કરતો કરતો આવતો હતો, જે સાંભળીને કેટલાક ભાઇઓ તે માણસ તરફ દૃષ્ટિ કરી જોયા કરતા હતા. તે માણસ જ્યારે સાહેબજીના સમીપમાં આવી પહોંચ્યો તે વખતે તે માણસ તદ્દન શાંત થઇ ગયો હતો.
સાહેબજી જ્યારે દિશાએ પધારતા હતા, ત્યારે હું સાથે જતો હતો. બીજા પણ કેટલાક ભાઇઓ સાથે આવતા હતા. રસ્તામાં ચાલતાં સાહેબજીના મુખારવિંદ માંહેથી અપૂર્વ બોધ થતો હતો જે સાંભળી ઘણો જ આનંદ થતો હતો જેનો નમૂનો અત્રે ધવલપત્ર પર મૂકવા અશક્ત છું, પરંતુ જેઓ તેઓશ્રીના પ્રત્યક્ષપણામાં સમાગમનો લાભ મેળવી શક્યા છે તેઓશ્રી તેનો અનુભવ મેળવી શક્યા હશે. બાકી તો વાણી દ્વારાએ આવી શકતું નથી. જ્યારે સાહેબજી દિશાએથી પાછા પધારતા હતા ત્યારે ભાઇ શ્રી અંબાલાલભાઇ સ્વચ્છ લોટામાં સ્વચ્છ જલ લઇ રાખેલ તે વડે સાહેબજીના હસ્ત, ચરણ પર જળધારા વહેવરાવતા હતા. ત્યાર બાદ સ્વચ્છ કપડા વડે લૂછી દેતા હતા. ત્યાર બાદ તે સ્થાને આશરે દોઢ-બે કલાક સુધી સ્થિરતા કરતા હતા અને અપૂર્વ બોધ દેતા હતા. ત્યાર બાદ મુકામે પધારતા હતા.
• સાહેબજીને ભાઇ શ્રી અંબાલાલભાઇ નવરાવતા હતા. સાહેબજી નાહીને ડહેલા પર પધારતા હતા. ત્યાં આશરે અગ્યાર વાગતા સુધી ઉપદેશધ્વનિ ચાલતો હતો. ત્યાર બાદ સાહેબજી જમવા માટે પધારતા હતા અને અમો સર્વે ભાઇઓ રસોડે જમવા માટે જતા હતા. લગભગ એક વાગે અમો સર્વે જમતા હતા, ત્યાં સુધીમાં સર્વે ભાઇઓ અન્યોન્ય સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશ શ્રવણ કરેલ તે સંબંધી વાતચીત ચલાવતા હતા. સાહેબજી કસોવાળી ગરમ પાસાબંદી પહેરતા હતા તથા કીરમજી રંગનો ફેંટો બાંધતા હતા.
Thous
ત્યાર પછી ફરી સમાગમ શ્રી અમદાવાદમાં થયો હતો. સાહેબજી અમદાવાદ પધાર્યા સંબંધી સમાચા૨ ભાઇ શ્રી અંબાલાલભાઇના કહેવાથી જાણ્યા હતા, જેથી હું તથા ભાઇ સબુરભાઇ તથા બાબરભાઇ તથા ભાઇ શ્રી અંબાલાલભાઇ અમો ચારે ખંભાતથી સવારે ગાડીમાં બેસી આણંદ સ્ટેશન સુધી ગયા. ત્યાંથી રેલવે ટ્રેનમાં બેસી અમદાવાદ ગયા. ત્યાં સાયંકાળે છ વાગતાના સુમારે પહોંચ્યા હતા. સ્ટેશન પરથી ભાડાની ગાડી ક૨ી જ્યાં સાહેબજીનો ઉતારો હતો ત્યાં ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ પ્રથમ ભાઇ શ્રી અંબાલાલભાઇ સાહેબજીના દર્શનાર્થે
૧૪૮
Page #214
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની GPSC
R:
સાહેબજીના સમીપે ગયા હતા. તેઓશ્રી નીચે આવ્યા બાદ અમો સાહેબજી પાસે દર્શનાર્થે ગયા હતા. ત્યાં વાતચીતના પ્રસંગે મેં જણાવ્યું હતું કે અમો જમવા માટે શહેરમાં જવાના છીએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે એમ કાં કરો છો ? અત્રે રસોડું છે માટે બીજે જવાની શી જરૂર છે ? જેથી અમોએ રસોડે જમવાનું રાખ્યું હતું. ત્યાર બાદ અમો સાહેબજીના દર્શન કરીને નીચે આવ્યા હતા. તો
સાહેબજીની શરીર પ્રકૃતિ ઘણી જ નરમ રહ્યા કરતી હતી જેથી પરમકૃપાળુદેવના માતુશ્રી તથા ડોકટર પ્રાણજીવનદાસ વગેરે ત્યાં હતા. અમો ત્યાં દસેક દિવસ રોકાયા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામી આદિ ચાર મુનિશ્રી. અમદાવાદમાં કાંકરિયા તળાવ નજીક ધર્મશાળામાં પધારેલા હતા. ત્યાં મુનિશ્રી પાસે સાહેબજી જતા હતા.
અમો જ્યારે રાત્રે સૂઇ રહ્યા હતા ત્યારે ભાઇ સબુરભાઇને સ્વપ્રામાં જે પ્રમાણે ભાસ થયેલો તે પ્રમાણે સવારમાં મને જણાવ્યું હતું તે પ્રમાણે અત્રે જણાવું છું. સ્વપ્નામાં એવો ભાસ થયો હતો કે આકાશમાર્ગેથી રૂપિયાનો વરસાદ વરસે છે – વગેરે તેવા પ્રકારનો ભાસ થયો હતો. તે જ દિવસે સાંજના પાંચ વાગે સાહેબજીએ સર્વે ભાઇઓને જણાવ્યું હતું કે શ્રી ખંભાતમાં શ્રી સુબોધક પુસ્તકાલય ખોલવાનો વિચાર ધારેલ છે અને તે અર્થે ફંડ ઊભું કરવા વિચાર ધારેલ છે. આ વખતે ખંભાતના તથા અમદાવાદના તથા બીજા ગામોના ઘણા જ ભાઇઓ હતા. સર્વે ભાઇઓ સાહેબજીના સન્મુખે બે હસ્તો વડે અંજલી જોડી ઊભા રહ્યા હતા. સાહેબજીએ તે વખતે ભાઇ શ્રી અંબાલાલભાઇને જણાવ્યું કે ગાંડાભાઈને બોલાવો, સાહેબજીના કહેવાથી ભાઈશ્રી અંબાલાલભાઈએ મને બોલાવ્યો જેથી હું તુરતજ સાહેબજીના સમીપવાસે જઈને બે હાથ વડે અંજલિ જોડી ઊભો રહ્યો એટલે સાહેબજીએ મને જણાવ્યું કે ખંભાતમાં શ્રી સુબોધક પુસ્તકાલય સ્થાપન કરવાનું છે અને તે સ્થાપના પ્રથમ તમારા હાથે જ કરાવવા વિચાર ધારેલ છે જેથી પ્રથમ તમો પોતે જ રૂ. ૨૦૧/- આ ટીપમાં ભરો. ત્યારે મેં જણાવ્યું કે શ્રી વઢવાણ કેંપમાં શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળની ટીપમાં રૂ. ૧૦૧/- ભરેલા છે, માટે આ વખત આટલી મોટી રકમ નહીં પોષાય. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે અમારું જે કાંઇ કહેવું થાય તેમાં બીજો વિચાર નહીં કરતાં યોગ્ય જ માની લેવું. ત્યારે મેં સાહેબજી પ્રત્યે જણાવ્યું કે તથાસ્તુ. એમ બોલી સાહેબજીના જણાવ્યા પ્રમાણે ટીપમાં ભર્યા હતા. ત્યાર બાદ ખંભાતના બીજા સર્વે ભાઇઓ તરફથી ભરાયા હતા. ત્યાર બાદ શ્રી અમદાવાદવાળા પૂજ્ય ભાઈ શ્રી પોપટલાલભાઇએ સાહેબજી પ્રત્યે જણાવ્યું કે અમારે પણ આ ટીપમાં ભરવાની ઇચ્છા છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે હાલ તો પ્રથમ પહેલું સ્તંભતીર્થમાં સ્થાપના કરવા વિચાર ધારેલ છે, માટે આ વખતે તો ખંભાતવાળા ભાઇઓ તરફથી ભરાવવા વિચાર છે. ત્યાર બાદ પાણીની પરબોની માફક કેટલાંક સ્થાનો પર સ્થાપન કરવા વિચાર છે. જ્યારે અમદાવાદમાં સ્થાપન કરવાનું થાય ત્યારે તમારી ઇચ્છાનુસાર ભરજો. ત્યાર બાદ સાહેબજીએ જણાવ્યું હતું કે સુબોધક પુસ્તકાલયનું મકાન કેવા પ્રકારનું બંધાવવું તે વિષે ભલામણ કરી હતી કે તે મકાન એવા સ્થાન પર જોઇએ કે બજારમાં નહીં તેમજ બજારમાં ગણી શકાય તેવા સ્થાન પર તથા ચારે તરફ ખુલ્લી જગા હોય તથા દિશા-પાણીની સગવડતા તથા પુસ્તકોજીની ગોઠવણી માટે કબાટો રાખવાં તથા મૂળ રકમ રહી શકે અને યોગ્ય વ્યવસ્થા થાય તેમ કરવું - વગેરે ભલામણ કરી હતી.
સાહેબજીએ જ્યારે ટીપમાં ભરવા માટે આજ્ઞા કરી હતી અને હું તેટલી રકમ ભરવામાં પ્રથમ સહજ અચકાયો હતો તે વખતે સાહેબજીએ મને જણાવ્યું હતું કે અમો જે કાંઇ જણાવીએ તે યોગ્ય જ માની તેમજ કરવું. કોઇની પાસે પાશેર કચરો વધુ હશે અને કોઇની પાસે પાશેર કચરો ઓછો હશે પરંતુ તમારે તે તરફ દૃષ્ટિ કરવાની જરૂર નથી. અમારા લક્ષમાં છે કે આ બધાઓની પાસે તમારા કરતાં અધિક પૈસા છે તે સઘળું અમારા જાણવામાં છે છતાં અમોએ તમોને જણાવ્યું છે તો તેમાં બીજો વિકલ્પ કરવાની જરૂર નથી એમ જણાવ્યું હતું.
૧૪૯
Page #215
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
જ્યારે અમો અમદાવાદથી ખંભાત આવવાના હતા ત્યારે અમોએ સાહેબજી પ્રત્યે જણાવ્યું હતું ત્યારે સાહેબજીએ અમોને ભલામણ કરી કે મુનિશ્રીના દર્શન કરીને જજો. ત્યારે અમોને વિચાર થયો કે અત્યારે રાત્રીનો વખત છે માટે શી રીતે જઇ શકાશે ? પછીથી જવાનો વિચાર કરી અમોએ સાહેબજીના દર્શન કરી ત્યાંથી ભાઇ શ્રી પોપટલાલભાઇ પાસે ગયા અને અમોએ જણાવ્યું કે મુનિશ્રીના દર્શનાર્થે જવું છે, માટે અમોને એક ગાડી કરી આપો. ત્યારે અમોને એક ગાડી કરી આપી તેનું ભાડું બે રૂપિયા ઠરાવ્યા હતા. પછી અમો ગાડીમાં બેસી ગોમતીપુર દરવાજા બહાર જ્યાં મુનિશ્રી હતા ત્યાં ગયા. રાત્રીના વખતે જવું થવાથી આગમન થયા વિષેના મુનિશ્રીએ અમોને સમાચાર પૂછયા ત્યારે અમોએ સઘળું વૃત્તાંત કહી જણાવ્યું હતું. ત્યાર બાદ અમો મુનિશ્રીના દર્શન કરી ગાડીમાં બેસી સ્ટેશન પર ગયા. ત્યાં સૂઇ રહ્યા અને સવારની ટ્રેનમાં ખંભાત તરફ આવ્યા.
ખંભાત સુબોધક પુસ્તકાલય એ નામ સાહેબજીએ આપેલ છે. જ્યારે સ્થાપન કરવાનો વિચાર ધાર્યો ત્યારે સાહેબજીએ સર્વે ભાઇઓને જણાવ્યું કે શું નામ આપવું ? તે પોતાના વિચારમાં આવે તેમ જણાવો. ત્યારે સર્વે ભાઇઓએ પોતપોતાના વિચારો પ્રમાણે જણાવ્યું હતું. ત્યાર પછી સાહેબજીએ જણાવ્યું કે જે નામ આપવામાં કોઇ પણ પ્રકારના ગચ્છ મત સંબંધી શબ્દ ન આવે તેવું નામ આપવું જોઇએ. એમ જણાવી સાહેબજીએ શ્રીમુખે પ્રકાશ્યું કે આ પ્રમાણે નામ રાખવું ‘શ્રી સુબોધક પુસ્તકાલય’.
આ પ્રમાણે ધવલપત્ર પર સ્વહસ્તાક્ષરે લખી જણાવ્યું હતું જેથી તે પવિત્ર નામ રાખવામાં આવેલ છે.
સાહેબજીએ ભાઇ શ્રી અંબાલાલભાઇને જણાવ્યું હતું કે શ્રી સુબોધક પુસ્તકાલયની સ્થાપન ક્રિયા ગાંડાભાઇના હાથે કરાવજો. જેથી સાહેબજીના વિદ્યમાનપણામાં શ્રી કુમારવાડાના નાકા પર વકીલ મગનલાલ દુલ્લભદાસનું મકાન છે તે મકાનના મેડા પર સંવત ૧૯૫૭ના માહ સુદ ૫ ના દિને મારા હાથે સ્થાપન ક્રિયા થયેલ છે. સાહેબજીના ચિત્રપટની પધરામણી ત્રીજે માળે કરવામાં આવી હતી અને શ્રી પુસ્તકોજીની પધરામણી બીજા માળે થઇ હતી અને વાંચન વિચારની બેઠક ત્યાં જ રાખવામાં આવી હતી. તે મકાનનું વાર્ષિક ભાડું અમુક રૂપિયા નક્કી કરી રાખેલ હતું ત્યાર બાદ કેટલાક વર્ષ વીત્યા બાદ સર્વે ભાઇઓને વિચાર થયો કે એક મકાન બંધાવવું. તેવા વિચારથી તેના ખર્ચ માટે સાધનો મેળવી શ્રી લોકાપુરીની ખડકી મધ્યે મકાન બંધાવ્યું અને મકાનનું કામ સંપૂર્ણપણે તૈયાર થયા બાદ ખંભાત સંસ્થાનના રા. રા. દીવાનસાહેબ માધવરામભાઇ હરીનારાયણભાઇના મુબારક હાથે સંવત ૧૯૬૮ના આસો વદ ૫ ને બુધવારના દિને શ્રી સુબોધક પુસ્તકાલયના નવા મકાનની સ્થાપન ક્રિયા કરવામાં આવેલ છે.
Isesh GIF Elpa & FIS
ઉપર જણાવેલ છે તે સમાગમ અગાઉ સાહેબજીનો એક વખતે સમાગમનો લાભ મળી શક્યો હતો તે સંબંધી વૃત્તાંત પ્રથમ જણાવવું જોઇતું હતું, પરંતુ અત્રે ઉતારો કરાવનાર ભાઇ શ્રી ગાંડાભાઇને તે વખતે સ્મૃતિમાં નહીં આવેલ જેથી પાછળથી ઉતારો કરાવેલ છે તે મુજબ અત્રે નીચે જણાવેલ છે.
અમો ભાઇ શ્રી અંબાલાલભાઇના મકાને સમાગમમાં જતા હતા ત્યારે એક દિવસને વિષે ભાઇ શ્રી અંબાલાલભાઇએ જણાવ્યું કે સાહેબજી કલોલ મુકામેથી મુંબઇ તરફ પધારવાના છે તેવા સમાચાર આજ રોજે મળ્યા છે જેથી અમદાવાદ સ્ટેશન પર સાહેબજીના દર્શનનો લાભ મળી શકે તેમ છે, તે કારણથી મારે આવતી કાલે અમદાવાદ જવાની મરજી છે, તો તમારે પણ આવવા મરજી હોય તો તૈયાર થજો, ત્યારે મેં તથા ભાઇ શ્રી સબુરભાઇએ જણાવ્યું કે અમારે પણ આવવા મરજી છે. તે વખતે ભાઇ શ્રી અંબાલાલભાઇએ સહજ હસમુખે ચહેરે અમોને જણાવ્યું કે તમો આટલો બધો પરિશ્રમ વેઠીને પણ આવવાનું કેમ જણાવો છો ? પ્રથમ તો ખંભાતથી
૧૫૦
Page #216
--------------------------------------------------------------------------
________________
Sિ RSS સત્સંગ-સંજીવની SESSM
આણંદ સુધી ગાડામાં બેસી જવું પડે છે ત્યાર બાદ આણંદથી અમદાવાદ સુધી રેલગાડીમાં બેસી જવાનું છે અને વળી ત્યાં ગયા બાદ તુરત જ અત્રે પાછું વળવાનું છે. માત્ર અમદાવાદ સ્ટેશનથી આણંદ સ્ટેશન સુધી રેલગાડીમાં સમાગમનો લાભ મળી શકે તેમ છે. તેટલા જ વખતને માટે આવવા-જવાનો પરિશ્રમ વેઠવો, વળી તેટલા જ વખતના સમાગમ માટે એક દિવસ કામકાજ બંધ રાખો તે નુકસાન થાય તથા આવવા જવામાં ખર્ચો લાગે તે સઘળું સહન કરીને પણ આટલા જ વખતના સમાગમ અર્થે આવવા ઉત્સાહ જણાવો છો તો તેમ કરવામાં તમોએ મહત્વ લાભ શું માન્યો છે ? તે તમારા વિચારમાં આવતું હોય તેમ જણાવો. જોકે તેમ કરવામાં મહત્વ લાભ સમજાયો ન હોય ત્યાં સુધી આમ કરવામાં ઉત્સાહ જાગવો એ પ્રાયે અસંભવિત છે એમ મારી પોતાની માન્યતા છે, છતાં પણ તમારા વિચારમાં શું આવે છે તે જાણવાર્થે આ પ્રમાણે પૂછવું થયેલ છે. ત્યારે મેં એમ જણાવ્યું હતું કે સત્યરૂષોના સમાગમમાં અપૂર્વ વાતો સાંભળવામાં આવે છે જેથી ઘણો જ આનંદ થાય છે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ ભાઇ શ્રી અંબાલાલભાઇએ તે વિષે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું હતું કે સત્યરૂષોનો ક્ષણવારનો સમાગમ પણ અત્યંત હિતકારક હોય છે વગેરે જણાવ્યું હતું.
બીજે દિવસે સવારમાં અમો ત્રણે ગાડામાં બેસી આણંદ સુધી ગયા અને ત્યાંથી રેલગાડીમાં બેસી અમદાવાદ સ્ટેશને ગયા. અમો અમદાવાદ સ્ટેશન પર ઊતર્યા બાદ થોડા જ વખત પછી કલોલ તરફથી રેલવે ટ્રેન આવી તેમાં સાહેબજી પધાર્યા હતા. સાહેબજીને માટે સ્ટેશન પરથી ચાહ તથા લીલો મેવો લાવ્યા હતા અને તે વાપરવા માટે સાહેબજી પાસે ધર્યું હતું ત્યારે સાહેબજીએ જણાવ્યું હતું કે અમારે આ વાપરવા મરજી નથી એમ જણાવ્યું અને કાંઇ પણ વાપર્યું નહોતું. સાહેબજીએ કાંઇ પણ વાપર્યું નહીં તે સંબંધમાં ભાઇ શ્રી અંબાલાલભાઇ વિચાર કરવા લાગ્યા કે શું કારણથી વાપરવાનું ના જણાવ્યું હશે ? તે સંબંધમાં ઘણા પ્રકારોથી વિચાર કરતાં સ્મૃતિમાં આવ્યું કે ચાહ હોટલની લાવેલા હોવાથી તે અભક્ષપણામાં ગણી તે વાપરી નહીં અને લીલો મેવો બારીકીથી તપાસ કરતાં જણાયું કે તેમાં બગાડનો ભાગ હતો તથા ચાખવા પરથી જણાયું હતું કે તે મેવો ખટાશ પર હતો જેથી તે પણ વાપર્યો નહીં તેમ ભાઈશ્રી અંબાલાલભાઈએ મને જણાવ્યું હતું તથા આ પરથી ભાઇ શ્રી અંબાલાલભાઇએ વિસ્તારપૂર્વક જણાવ્યું કે અહો ! સાહેબજીને કેવો ઉત્કૃષ્ટપણે ત્યાગ વર્તે છે ! વળી ઉપયોગની જાગૃતિ પણ કેવી ઉત્કૃષ્ટપણે વર્તે છે ! વળી તેઓશ્રીના જ્ઞાનનું કેટલું બધું ઉત્કૃષ્ટપણું વર્તે છે ! તે આપણને તાદૃશ્ય અનુભવ કરાવે છે. છતાં સત્યુરૂષોની ઉત્તમ દશાનું યથાતથ્યપણે સમજાતું નથી અર્થાત ઓળખાણ થઇ શકતી નથી તે માત્ર હીનપુણ્યને લઈને આવરણતાનો દોષ છે. જે વખતે સાહેબજીની પાસે ચાહ તથા લીલો મેવો ધરવામાં આવ્યો હતો તે વખતે સાહેબજીએ કોઇને એમ પૂછયું નહોતું કે આ ચાહ ક્યાંથી લાવ્યા છો ? તેમ જ તે સંબંધી કોઇએ પણ જણાવ્યું નહોતું. વળી લીલો મેવો સાહેબજીએ ચાખ્યો પણ નહોતો અને સહજ દૂરથી સાહેબજીએ દષ્ટિ કરી વાપરવા માટે તુરત જ ના જણાવી હતી. આ પ્રમાણે ભાઇ શ્રી અંબાલાલભાઇ સાથે વાતચીત થઇ હતી જેથી અત્રે જણાવ્યું છે.
થોડા જ વખત પછી ભાઇ શ્રી મનસુખભાઇ રવજીભાઇ પોતાના દેશથી આવી પહોંચ્યા અને અમદાવાદ સ્ટેશન પર ઊતર્યા. ત્યાર બાદ થોડા વખત પછી મુંબઇ તરફ જવાની ટ્રેનમાં સાહેબજી બિરાજમાન થયા હતા. અમો સર્વે પણ સાથે બેઠા હતા. રેલવે ટ્રેન ઉપડ્યા બાદ ભાઇ શ્રી મનસુખભાઇએ પોતાની પાસેથી એક મોતીનો દાણો કાઢ્યો અને સાહેબજીને બતાવ્યો અને સાહેબજી પ્રત્યે જણાવ્યું કે ભાઇ, આ દાણો મુંબઇમાંથી રૂ. ૨૨000/- માં ખરીદ કર્યો છે. તેનું શું ઉપજશે ? ત્યારે સાહેબજીએ જણાવ્યું કે મુંબઇમાં વેચશો તો રૂા. ૪૪000/ - ઊપજશે અને વિલાયત વેચાણ કરવા મોકલશો તો પોણો લાખ રૂપિયા ઊપજશે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ
૧૫૧
Page #217
--------------------------------------------------------------------------
________________
6 SS S સત્સંગ-સંજીવની SRH)
સાહેબજીએ ભાઇ શ્રી અંબાલાલભાઇને જણાવ્યું કે અમોએ અમદાવાદ સ્ટેશન પર ચાહ તથા લીલો મેવો વાપરવા માટે ના જણાવી હતી જેથી તે સંબંધમાં તમોએ અમારા માટે શું વિચારો ઘડ્યા હતા. ? તે તો જણાવો. ત્યારે ભાઇ શ્રી અંબાલાલભાઇએ જણાવ્યું કે સાહેબજી, આપનાથી ક્યાંય અજાણ્યું નથી. પછી સાહેબજીએ જણાવ્યું કે તમારું અનુમાન સાચું છે. એ જ કારણથી અમોએ ના જણાવી હતી.
- ત્યાર બાદ આણંદ સ્ટેશન આવ્યું ત્યાં હું તથા સબુરભાઇ રોકાયા અને ભાઇ શ્રી અંબાલાલભાઇ ભરૂચ સુધી સાહેબજીની સાથે ગયા હતા અને ત્યાંથી ભાઇ શ્રી અંબાલાલભાઇ પાછા વળ્યા, અને આણંદ સ્ટેશને આવ્યા. ત્યાર બાદ અમો સર્વે ગાડામાં બેસી ખંભાત આવ્યા.
ઉપર જણાવ્યા પ્રમાણે સઘળો વૃત્તાંત મેં મારી સ્મૃતિ મુજબ ઉતારો કરાવેલ છે, તેમાં મારી શરત-દોષના કારણથી ભૂલચૂક થઈ હોય તેને માટે ક્ષમા ચાહું છું
શ્રી ગાંડાભાઇ ભાયચંદ શ્રી ખંભાતનિવાસી શા ગાંડાભાઇ ભાયચંદ શ્રીમદ્ રાજચંદ્રજીના સમાગમમાં આવેલા અને તે પ્રસંગે જે વાતચીત બીના બનેલી તે હાલ તેમની સ્મૃતિમાં રહેલ તે સંક્ષેપમાં જણાવે છે.
ખંભાતનિવાસી ભાઇ શ્રી નગીનદાસ ગુલાબચંદ તથા ગામ તારાપુરવાલા ભાઇ શ્રી મૂલચંદ ફૂલચંદ એ બન્ને સાથે મારે સ્નેહભાવ હતો. તેઓશ્રીએ મને જણાવ્યું કે પરમકૃપાળુ મહાત્મા ગામ રાળજ પધાર્યા છે, તો તમારે આવવા ઇચ્છા છે ? તે સાંભળી મને કૃપાનાથનાં દર્શન કરવાની ઇચ્છા થઇ અને હું ભાઇ શ્રી નગીનદાસ સાથે સંવત ૧૯૫૨ ની સાલમાં શ્રાવણ વદ ૧૧ની મિતિએ લગભગ પજુસણ બેસતાં તેમની સાથે ગયો. રસ્તામાં જતાં, તે કૃપાનાથના દર્શન ક્યારે થાય તેમ ઇચ્છા હતી. ત્યાં જઇ કૃપાનાથના દર્શન કર્યા. કૃપાનાથને જોયા ત્યારથી મનમાં ઘણો જ પ્રેમ થયો અને એવી ઇચ્છા રહ્યા કરતી કે હમેશા સાહેબજીના સમાગમમાં રહેવાય તો કેવું સારું થાય. તેઓશ્રી બોધ આપે તો તે સાંભળવાની ઇચ્છા રહ્યા કરે અને મનમાં એમ થાય કે તેઓશ્રીની વાણી ક્યારે સાંભળીએ ? આ વખતે મારી ઉમ્મર અગિયાર કે બાર વર્ષની હતી એટલે તે વખતે મને બીજા સંસ્કાર
ઓછા હતા, તેમ બીજી કંઇ વિચાર કરવાની શક્તિ ઓછી હતી. પરમકૃપાળુદેવના વચન સાંભળવા અને તેઓશ્રીની સેવામાં રહેવું એ મને ઘણું પ્રિય લાગતું. તે સિવાય બીજો કોઇ સૂક્ષ્મ વિચાર કરવાની મારી શક્તિ નહોતી. ત્યાર બાદ ભાદરવા સુદ ૫ ને દિવસે સંવત્સરીનો ઉપવાસ કૃપાળુદેવ સમીપે કરેલો અને તે પછી સુદ ૬ ને દિવસે સવારે એમ રહ્યા કરે કે ચાહ-રબડી લેવી છે તે જો કૃપાનાથ વાપરે તો પછી વાપરીએ, કારણ કે ઉપવાસ કરેલ છે. તે વખતમાં તેઓશ્રીએ એવો એકધારા અખંડ બોધ કર્યો કે આ જીવે જે કાંઇ કર્યું છે તે અભિમાન સહિત કર્યું છે. જે જે કાંઇ જીવ ક્રિયા કરે છે તેનું વારંવાર ફુરણ થાય છે એ જ જીવની અજ્ઞાનતા છે. એ સંબંધી જે કૃપાનાથે બોધ કર્યો તે એકધારા અખંડ ત્રણ કલાક સુધી દેશના દીધી જેથી તે વખતે મારા મનમાં જે ઉપવાસ કર્યાની ફુરણા આવી હતી તે તે વખતે ગળી ગઇ અને સમજાયું કે આ જીવે કાંઇ કર્યું નથી. માત્ર ક્રિયાનું જ અભિમાન કર્યું છે. ત્યાર પછી મારું ખંભાત આવવું થયું હતું.
ત્યાર બાદ સંવત ૧૯૫૪ની લગભગમાં કપાનાથશ્રી વસો પધારેલા. ત્યાંના સમાચાર સાંભળી હું ત્યાં ગયો, અને મૂળથી એમ થાય કે તેમની વાણી સાંભળવી અને સેવા કરવામાં રહેવું એમ રહ્યા કરતું હતું. બોધ ઘણો સાંભળ્યો. પણ વધુ વિચાર કરવાની શક્તિ ઓછી, પણ એટલું જ રહ્યા કરે કે અહોરાત્રી તેમની વાણી સાંભળવી. તે વાણી સાંભળવામાં મારું મન ઘણું જ રાજી હતું. ત્યારબાદ મેં કૃપાનાથને પૂછયું કે મારે શું કરવું ?
૧૫ર
Page #218
--------------------------------------------------------------------------
________________
RESS સત્સંગ-સંજીવની
4
)
ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે તારે મોક્ષમાળા, ભાવનાબોધ અને એક ત્રીજા પુસ્તકની (...) આજ્ઞા કરી કે આ પુસ્તકો વાંચવા, તેમાં ક્ષમાપનાનો પાઠ વારંવાર વિચારવો, હમેશાં ‘બહુ પુણ્ય કેરા’ નો પાઠ વિચારવો તથા પરમગુરૂ એ શબ્દની પાંચ માળાઓ ગણવી અને હમેશા થોડો વખત પણ નિયમમાં બેસવું. આવી આજ્ઞાથી મને પરમ સંતોષ થયો. તે વખતે હું એટલું જ સમજતો હતો કે કૃપાનાથ મળ્યા એ જ મહત્ પુણ્યનો ઉદય છે, અને તેમની આજ્ઞા થઇ છે એ પરમ લાભનું કારણ છે. ત્યાર બાદ બાલગમ્મતો કરતો, તેઓશ્રી એકાંતમાં એકલા બેઠા હોય તો એમની સેવામાં રહેતો. તે વખતે પૂજ્યશ્રી બીજું કાંઇ કહેતા નહીં. તેમની સેવામાં રહેવાનું તથા વાણી સાંભળવાનું બની શકે તો કેવું સરસ, એમ રહ્યા કરતું હતું. ત્યાર પછી કૃપાનાથનો સમાગમ ઘણું કરી થયો નથી.
- વસો ક્ષેત્રમાં ઘણું કરી હું બે-ત્રણ દિવસ રહેલ હતો. પરમકૃપાળુદેવ વસો ક્ષેત્રમાં આનંદઘનજીના સ્તવનો માંહેના કેટલાક પદો ગાથાઓ બોલતા હતા - - સયલ સંસારી ઇઢિયરામી મુનિગુણ આતમરામી રે.. એ પ્રમાણે ઘોર શબ્દ કહેતા હતા તથા ત્યાં ઘણો જોસભેર એકધારા બોધ ચાલતો હતો.
ક્ષેત્રમાં પૂજ્ય ભાઇ શ્રી વનમાલીભાઈ તથા પૂજ્ય ભાઇશ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી નગીનભાઇ વગેરે ભાઇઓ ત્યાં પધાર્યા હતા તથા ત્યાં ભાઇશ્રી રતનચંદભાઇ તથા ઝવેરચંદભાઇ તથા કલ્યાણજીભાઇ તથા વૃદ્ધિચંદભાઇ વગેરે ભાઇઓ ત્યાં હતા.
કૃપાળુદેવના દર્શન કર્યા પછી ખંભાત આવ્યા પછી એક મહિનો લગભગ પ્રેમની ખુમારી ચાલી હતી અને જગતથી ઉદાસવૃત્તિ રહેતી હતી. તેવી વૃત્તિ હવે આજે જોવામાં આવતી નથી. તે વખતનો ધક્કો કેટલોક વખત રહ્યો હતો. એ જ. ઉતારો કરાવેલ સંવત ૧૯૬૯ના ચૈત્ર વદ ૯ ને બુધવાર,
શ્રી છોટાલાલ કુશળચંદ ભાઇ શ્રી છોટાલાલ કુશળચંદ પરમકૃપાળુદેવ શ્રીમાન રાજચંદ્રદેવના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે કાંઇ વાતચીત ખુલાસા થયેલા તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે.'
મારા મનમાં કોઇ આસામી સાથે કંઇક ભૂલેલ તેનો ચોક્કસ મારા મનને નિર્ણય નહીં અને તે ધણી અભણ ને વલી તે ધણીને મારી પ્રતીતિ ઓછી, તે ધણીને ભૂલ હતી તે વખતે હું કહી શક્યો નહીં. પછી એ ધણીની જે ભૂલ હતી તે મારા મનને ચોક્કસ થઇ ત્યારે એવી જે ભૂલ હતી તે મારે તે ધણી સાથે કેવા વિચાર હતા, પણ કુટુંબ વગેરેના દબાણથી જે મારે ભૂલ કહેવાની હતી તે હું કહી શક્યો નહીં અને તે વાત બીજા કેટલાકને પૂછી કે આ બાબતમાં મારે શું કરવું ? તેમણે જવાબ આપ્યો કે સારા માર્ગે વાપરો. તેમના કહેવાથી મેં સારા માર્ગે
જૂજ વાપર્યું ખરું, પણ મારા મનની ખટક બેઠી નહીં. તેમ તે વાત મેં સં. ૧૯૫૩ની સાલમાં હું ભાઈ શ્રી છોટાલાલ | છગનલાલના હાથનો કાગલ લખાવી તેમાં લખાવ્યું કે આ ધણી કંઇક વાતચીત કરવા શ્રી મુંબઇ આપ સાહેબ (શ્રી પરમકૃપાળુદેવ) પાસે આવ્યા છે, એવો કાગળ લઈ હું તેમની પાસે ગયો. તે વખતમાં પ્લેગનું જોર ઘણું હતું અને મારે સીધું શ્રી મદ્રાસ જવાનું હતું. પણ અમારા કુટુંબને મુંબઇમાં ઊતરવા દેવાની સાફ મનાઇ હતી, સીધા જ તે ટ્રેનમાં શ્રી મદ્રાસ જવાનો ઓર્ડર હતો, પણ ભૂલની મારા મનમાં જે ખટક હતી તેનું સમાધાન મારા
૧૫૩
Page #219
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
મનને નહીં થવાથી તે વાત પૂછવાને માટે ભાઇ છોટાલાલ છગનલાલનો કાગળ લઇ શ્રી પરમકૃપાળુદેવ પાસે શ્રી મુંબઇ ગયો. જઇને એ કાગળ તથા મીઠાઇ સૂતરફેણી અને નાની ટોપલી તથા કાગળ ભાઇ શ્રી છોટાલાલ છગનલાલના દીકરા નગીનદાસને આપ્યો. તેઓ સાહેબજીને ત્યાં નોકરી રહેલા હતા. તે ટોપલી તેમણે રસોડામાં મોકલવાનો હુકમ કર્યો અને પોતે પત્ર વાંચ્યો અને મને ગાદી પર બેસવાનું કહ્યું. હું થોડી વાર બેઠો અને વાત કરવાનો વખત જોઉં છું. તે વખતે માકુભાઇને સાહેબે કહ્યું કે આપણે ત્યાં મેમાન છે અને ભાઇ છોટાલાલભાઇને જમવાનું કહીશું ? એવી આજ્ઞા માગી. એમણે આજ્ઞા મળવાથી મને કહ્યું કે અહીં જમજો, મારો પણ એ જ વિચાર હતો કે તેમની પાસે જમવું અને તેમની પાસે રહેવું. તે વિચારને મળતી વાત આવી એટલે મેં હા કહી. પછી વખત આવવાથી મારે જે અગાઉ મનમાં ખટક હતી તે પૂછી. ત્યારે એમણે જવાબ આપ્યો કે જે પ્રકારે તમે તે ધણી સાથે જે પ્રકારની માયા કરેલી હોય તે જ પ્રકારે તમામ દર્શાવીને, તે ધણીની જે રકમ રહી હોય તે રકમ તેના વ્યાજ સાથે તે ધણીને ગણી આપીને પગે લાગો તો તમો નિર્દોષ થઇ શકો. એ જ પ્રકારે મારા અધ્યવસાય પૂરેપૂરા એ જ પ્રમાણે વાતચીત કરવી અને તે પ્રમાણે ૨કમ પૂરેપૂરી ગણી આપવી - મેં મારા વડીલને વાત કરી પણ વડીલે ઊલટો ભય બતાવ્યો અને મારી આજીવિકામાં વિઘ્ન આવે તેવો ભય મારા વડીલે મને બતાવ્યો તે ભયસંજ્ઞાથી એ ધણી સાથે કંઈપણ વાતચીત મારે થઈ નહીં અને તેને કાંઇ પણ રકમ હું આપી શક્યો નહીં. એ ભય હોવાથી મારું શરીર ક્ષણભંગુર ધારીને મેં એ રકમ વ્યાજ વગરની મારા મનકલ્પિત સારા માર્ગે વાપરી. ત્યાર પછી તે ભૂલવાળો ધણી દેહમુક્ત થયા પછી જે મને વડીલની ભયસંજ્ઞા કમતી થઇ ત્યારે મેં કૃપાળુદેવ ભગવાનના આશ્રિત ભાઇઓની સલાહ પ્રમાણે થોડી રકમ સારા માર્ગે વાપરી.
જે વખતે કૃપાળુદેવની સાથે વાતચીત થઈ તે વખતે બીજા મહેમાનો ઝાઝા હતા. પછી મેં પૂછ્યું કે મારા જોગ કંઇક સમજવા જેવું આપશ્રી બતાવો. ત્યારે સાહેબજીએ મને પૂછયું કે જૈન ધર્મ સિવાયના બીજા સંપ્રદાયના પુસ્તકો વાંચવામાં તમોને અડચણ છે ? મેં જણાવ્યું કે મને કોઇ વાતની અડચણ નથી. આપશ્રી જે પુસ્તકની આજ્ઞા કરશો તે આપશ્રીના માણસને સાથે લઇ જઇ લઇ આવીશું. પછી પરમકૃપાળુદેવે આજ્ઞા ફરમાવી તે પાંચ કે છ પુસ્તકો મંગાવવા ફરમાવ્યું, તેમાં શ્રી મણિરત્નમાળા તથા યોગવાસિષ્ઠના બે પ્રકરણો તથા મોહમુદ્ગર વગેરે પુસ્તકો મને તેઓશ્રીના માણસે લાવી આપ્યા. તે પુસ્તકો લઇ હું બીજે દિવસે મદ્રાસ ગયો અને મારું સરનામું સાહેબજીની પેઢીએ નોંધાવ્યું હતું. ત્યાર પછી ચાર-પાંચ મહિના પછી વી.પી.પી. થી મને પુસ્તક નંગ ૧ સાહેબજીએ મોકલ્યું હતું તેની કીંમત રૂા. ૨/- આશરે હતી. તે પુસ્તકમાં એમ લખ્યું હતું કે માર્ગાનુસારીના જે પાંત્રીશ બોલ કહેવાય છે તેવા આકારમાં શેઠ વગેરેની અનીતિ ક૨વી નહીં, એવા આકારમાં તે પુસ્તકમાં લખેલું હતું. તે જ પુસ્તક હું હર વખતે વાંચતો હતો અને પાસે રાખતો હતો, અને ત્યાર પછી તે પુસ્તક ક્યાં મૂક્યું છે તે હાલ મને સ્મૃતિમાં રહેલ નથી, તેમજ તે પુસ્તકના નામની પણ યાદી રહેલ નથી.
મને પ્રથમ સંવત ૧૯૫૨ની સાલમાં શ્રી વડવે દર્શન થયેલાં, કંઇ વાતચીત થયેલી નહીં. તેમની વાણી સાંભળેલી તેથી મારું મન શાંત થયું હતું. તેના અગાઉ સંવત ૧૯૪૮ની સાલમાં ભાઇ છોટાલાલનો કાગળ લઇ ગયેલ તેમાં મોક્ષમાળા અપાવવા લખેલું હતું. તે કાગળ મેં સાહેબજીને હાથોહાથ આપેલ, તે વખતે તેઓશ્રીએ ઊઠીને મને મોક્ષમાળાનું પુસ્તક હાથોહાથ આપ્યું અને તે વખતે તેઓશ્રી મૌન રહેતા હતા. J
મારા સંશયનો ખુલાસો કર્યો તે વખતથી મને આસ્થા થઇ. પછી પૂજ્ય શ્રી હીરાભાઇ પોપટલાલભાઇથી મને સંપૂર્ણ આસ્થા થઇ છે અને તેઓશ્રી પ્રત્યે ભગવાન તરીકે આસ્થા થઇ છે. એ જ. મારી સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે, સંવત ૧૯૬૯ના ચૈત્ર વદ ૧૧ ગુરૂવારના દિને.
૧૫૪
Page #220
--------------------------------------------------------------------------
________________
@ RSS RSS સત્સંગ-સંજીવની GPSSSC
શ્રી લલ્લુભાઇ ઝવેરચંદ - ખંભાત ભાઇ શ્રી લલ્લુભાઇ ઝવેરચંદ શ્રી પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે સંબંધી ટૂંક વૃત્તાંત :
હું પ્રથમ વૈષ્ણવકુળમાં જન્મ પામેલો અને સ્થાનકવાસીના કુળનો મારો એક મિત્ર હતો તેના સહવાસથી મને સ્થાનકવાસીની શ્રદ્ધા થઇ હતી અને તેમાં લગભગ વીસ વર્ષ સુધી તેમના પ્રસંગમાં રહ્યો હતો અને તે ક્રિયાનો આગ્રહી થઇ ગયેલો. પરમકૃપાળુદેવ જ્યારે શ્રી ખંભાત નજીક શ્રી વડવા મુકામે પધાર્યા હતા ત્યારે મારા ભાઇબંધ પટેલ દામોદર કેશવલાલ શ્રી વડવે ગયા હતા અને ત્યાં જઈને આવ્યા બાદ મને જણાવ્યું કે આપણે તેઓશ્રીની પાસે જવા જેવું નથી. તેવી વાત સાંભળી હું ગયો નહોતો. ત્યાર પછી મુનિશ્રી લલ્લુજીએ મને તથા દામોદર કેશવલાલને ભલામણ કરી કે તમો ભાઇ શ્રી ત્રિભુવનભાઇ તથા ભાઇ શ્રી અંબાલાલભાઇના સમાગમમાં જજો જેથી ત્યાં અમો જતા હતા. ત્યાં બે-ત્રણ દિવસ સુધી ગયા બાદ એક વખતે અમોએ જણાવ્યું કે અમોને કાંઇક ધર્મનું સાધન બતાવો. ત્યારે તેઓએ કહ્યું કે જિનાજ્ઞા થશે ત્યારે સમજાશે. ત્યારે અમો બન્નેએ અરસપરસ એવો વિચાર કર્યો કે જિનાજ્ઞા તે શું અને તે ક્યારે થાય ? આપણે ઉપાશ્રયમાં સામાયિક કરતા હતા તે પણ ચૂક્યા, ત્યારે હવે તો આપણે તો જે કરતા હતા તે જ કરો તેવા વિચારથી ઉપાશ્રયે જવા લાગ્યા અને શ્રી પરમકૃપાળુદેવની નિંદા કરવા લાગ્યા જેથી અમારા કમનસીબે જ્ઞાનાવરણીય કર્મનો બંધ પડ્યો. ત્યાર પછી તે સમાગમમાં મુનિશ્રી લલ્લુજી મુનિ હતા તેથી ઘણા દિવસ પછી એક દિવસે એમ થયું કે આ પ્રવૃત્તિ કરતાં અનાદિના દોષોમાંથી કોઇ પણ દોષ નિવૃત્ત થતો નથી. ત્યાર પછી મુનિશ્રી મોહનલાલજી મહારાજની દશા જોઇને મુખમુદ્રા પર ત્યાગવૈરાગ્ય જોઇ એમ થયું કે આ મુનિશ્રીના વૈરાગ્યમાં વૃદ્ધિ સારી થઇ છે તેથી તેઓશ્રીને મેં પૂછયું કે મારી આજ સુધીની વર્તના એવી ને એવી રહી છે અને કોઇપણ પ્રકારનું મોળાપણું થતું નથી, માટે આપ કંઇ બતાવો. ત્યારે તેઓશ્રીએ કહ્યું કે એ તો સહેજે થઈ જાય. ત્યારે મેં જણાવ્યું કે કેવા પ્રકારે વર્તવાથી થાય તે બતાવો, ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે મુનિશ્રી દેવકરણજી સ્વામી પાસે જાઓ. ત્યારે હું ત્યાં ગયો અને મેં તેઓશ્રીને પૂછયું ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે મુનિશ્રી લલ્લુજી મહારાજને કહો, તેઓશ્રી તમોને જણાવશે. ત્યારે અમો મુનિશ્રી લલ્લુજીસ્વામી પાસે ગયા અને તેઓશ્રીને પૂછયું ત્યારે તેઓશ્રીએ મને ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' તે પદના વિસ્તારથી અર્થ કહી સંભળાવ્યા અને જણાવ્યું કે તમો તો સંસારી છો એટલે જઇ શકો તેમ સાધન છે, માટે પરમકૃપાળુદેવ નડિયાદ પધાર્યા છે ત્યાં જોગ સારો છે માટે ત્યાં જવાની આજ્ઞા મંગાવો, માટે ત્રિભોવનભાઇ પાસે પત્ર લખાવી આજ્ઞા મંગાવી. તેથી મેં એમ કર્યું. તેનો જવાબ પરમકૃપાળુ દેવ તરફથી ભાઇ શ્રી અંબાલાલભાઇના સરનામે આવ્યો તેમાં જણાવેલું હતું કે આવવા ઇચ્છા હોય તો ભલે આવજો. તેથી આજ્ઞા મળવાથી હું વગેરે કેટલાક ભાઇઓ શ્રી નડિયાદ ગયા. હું તથા ભાઈ શ્રી છોટાલાલ માણેકચંદ બંને બેલગાડીમાં બેસી પેટલોદ ગયા અને ત્યાંથી શ્રી નડિયાદ ગયા. રસ્તામાં જતાં ભાઇ શ્રી છોટાભાઇએ મને પૂછયું કે જઇએ છીએ તો ખરા, પરંતુ કાંઇ પૂછવા વિચાર ધાર્યો છે ? ત્યારે મેં કહ્યું કે શાસ્ત્રકારો એમ જણાવે છે કે શ્રી તીર્થંકરદેવની વાણી યોજનગામિની હોઇ શ્રોતાવર્ગ યોજન સુધી સાંભળે છે તો શું તીર્થકરો એટલા મોટા ઘાંટાથી બોલતા હશે ? ત્યારે શ્રી છોટાલાલભાઇએ ખુલાસો કર્યો કે “સાંભળે” નહીં, પણ “સાંભરે” અર્થાત્ એ વાણીનું બળ મહત્વ એવાં છે કે અમુક છેટે સુધી અમુક કાળ સુધી દૃય સાથે શ્રોતાવર્ગને ચોંટી જાય અને તેની અસર રહે. આ ખુલાસાથી મને પ્રિયકર અને રૂચિકર લાગ્યું. ત્યાર પછી અમો ત્યાં પહોંચ્યા અને પરમકૃપાળુદેવના દર્શન કર્યા. મને જોતાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ, લલ્લુભાઇ આવ્યા કે ? મેં કીધું કે હાજી. ત્યાર પછી પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ લલ્લુભાઇ, તમારા સાધુએ તો ચારિત્ર લીધેલું છે અને ઘર-બાર છોડી નીકળેલા છે અને અમે તો સાંસારિક વ્યવહારમાં
૧૫૫
Page #221
--------------------------------------------------------------------------
________________
6
(3) સત્સંગ-સંજીવની )
(9
જણાઇએ તેમ છીએ, તો અમારામાં ચારિત્ર ઘટે કે નહીં ? અમારા ઉપર તમોને કેવી રીતે આસ્થા આવે ? ત્યારે મેં જણાવ્યું કે કોઈ માણસ ચારિત્ર લેવા તૈયાર થાય તે વખતે ચારિત્ર લેતાં પહેલાં તેને સાતમા ગુણસ્થાનકનો ભાવ હોય અને ચારિત્ર લીધા પછી છઠે ગુણસ્થાનકે આવીને ઠરે છે. તેથી તમારામાં ભાવચારિત્ર હોય. ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે હવે તમને અમારા પર પ્રતીત રહેશે.
તે દિવસે ઘણો જ બોધ ચાલ્યો હતો. જે કાંઇ પૂછવા વિચાર હતો તે તો વગર પૂછયે વગર જણાવ્યું સમાધાન કર્યું હતું. ભાઇ શ્રી અંબાલાલભાઇ પરમકૃપાળુદેવ માટે રસોઇ બનાવવા આદિ કામમાં રોકાતા હતા, જેથી પરમકૃપાળુદેવની સાથે હું તથા ભાઇ શ્રી છોટાભાઇ જતા હતા. બીજે દિવસે પરમકૃપાળુદેવની સાથે બહાર ફરવા ગયા હતા ત્યાં પરમકૃપાળુદેવ દિશાએ જવા માટે પધાર્યા હતા. ત્યાંથી પધાર્યા બાદ હાથપગ ધોવા માટે પાણી જોઇતું હતું જેથી મને આજ્ઞા કરી કે આ તરફથી પાણી લઇ આવો. જેથી હું કેટલેક દૂર ગયો પરંતુ પાણી જણાયું નહીં, જેથી વિચાર થવા લાગ્યો કે આ તરફ તો ક્યાંથી હોય ? વળી પછી વિચાર થયો કે સત્યરૂષ જે કાંઈ જણાવે તે યોગ્ય જ હોય. એમ વિચાર કરી આગળ જતાં ત્યાં એક કૂવાના થાળામાં પાણી દીઠું. જેથી વિશેષ પ્રતીતિ થઇ કે સત્યરૂષોની વાણી અફળ હોય જ નહીં.
એક દિવસ પરકૃપાળુદેવની સાથે હું તથા શ્રી છોટાભાઇ બહાર ગયા હતા. અમો પાછળ પાછળ ચાલતા હતા અને પરમકૃપાળુદેવ આગળ ચાલતા હતા. પરમકૃપાળુદેવ કોઇ એક સ્થાને લઘુશંકાએ બેઠા હતા. ત્યાંથી ઊડ્યા બાદ અમોને કહ્યું કે પાછળ પાછળ કેમ ફરો છો ? તોપણ અમે પાછળ ગયા. ત્યાં નડિયાદની સીમમાં એક નેળિયું હતું. ત્યાં એક અવડ કૂવો હતો. તે જોઇ પરમકૃપાળુદેવે જણાવ્યું કે શ્રી મહાવીર પ્રભુ આવા કૂવા આગળ બેસતા હતા અને શરીરે પાતળા અને ઊંચા હતા - એવું પરમકૃપાળુદેવે જણાવ્યું હતું.
એક વખતે પતંગના દોરનું દૃષ્ટાંત દઇ કહ્યું કે પતંગનો દોર હાથમાં હોય ત્યાં સુધી પતંગ જાય નહીં તેવી રીતે સપુરૂષ પ્રત્યે નિશ્ચય પ્રતીતિ કલ્યાણનું પરમ કારણ છે.
નડિયાદમાં અમો લગભગ એક અઠવાડિયું રહ્યા હતા. નડિયાદથી જ્યારે ખંભાત તરફ આવવાનું હતું ત્યારે મેં જણાવેલું કે મારે શું કરવું ? કૃપાળુદેવે આજ્ઞા કરી કે –“દેહ સ્ત્રી પુત્રાદિ કોઇ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના ભાવતાં રાગદ્વેષનો ક્ષય થાય છે.” એ ભાવના હમેશા ભાવજો.
નડિયાદથી ખંભાત આવ્યા પછી બે માસ સુધી બહુ તીવ્ર ઉત્કૃષ્ટ વૃત્તિ રહી. અમારા કેટલાંક સંબંધીઓ એમ વિચાર કરવા લાગ્યા કે લલ્લુભાઇ ગાંડા થઇ જશે. એવી ઉત્કૃષ્ટ દશા યોજનગામિની વાણી સાંભળેલી તેની નિશાની રહી. અને તેની ખરી ખાતરી થઇ કે આ પ્રમાણે તીર્થકર ભગવાનની યોજનગામિની વાણી હોય.
ત્યાર પછી પુનઃ સંવત ૧૯૫૪માં શ્રી કાવિઠામાં છ-આઠ દિવસ પરમકૃપાળુદેવનો સમાગમ થયો હતો. ત્યાં ભાઈ શ્રી અંબાલાલભાઈ તથા ભાઈ શ્રી ગાંડાભાઈ, ભાઈ શ્રી કીલાભાઈ આદિ અનેક ભાઈઓ હતા. ઘણો ઉપદેશ ચાલતો હતો પણ હાલમાં સ્મૃતિમાં રહેલ નથી.
ત્યાર પછી શ્રી ખેડામાં સં. ૧૯૫૪માં સમાગમ થયો. પૂજ્યશ્રી અંબાલાલભાઇ સાથે પધારેલા. પરમકૃપાળુદેવની તબીયત નરમ હતી, પહોરવાર સુધી આજ્ઞા મલી નહીં. પછી અકેકને દર્શન કરી ચાલ્યા જવા આજ્ઞા મળી. આમ બે દિવસ થયું. ત્રીજે દિવસે મુનિશ્રીઓ- શ્રી લલ્લુજી મુનિ આદિ પધાર્યા ત્યારે પરમકૃપાળુદેવે કહેવરાવ્યું કે અમો નીચે આવીએ છીએ. પછી બંગલાના ચોકમાં પરમકૃપાળુદેવ પધાર્યા અને ઉપદેશ દેતાં જે
૧૫૬
Page #222
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
સાંભળી સર્વેના ગાત્ર છૂટે એવો બોધ ચાલતો હતો. અને અમો સર્વેને જણાવ્યું કે અમોએ તમોને કુળધર્મથી મુકાવ્યા તો હવે તમારે શું કરવું ? શું ખાવું પીવું એથી જ મોક્ષ ? જાઓ, તમો બધા એ મુનિશ્રી પાસે જઇને પોતાની યથાશક્તિ વડે વ્રત નિયમ ગ્રહણ કરો અને હમેશા બે ઘડી નિત્યનિયમમાં બેસવાનો નિયમ ગ્રહણ કરો. અમારો કહેવાનો હેતુ માત્ર એ જ હતો કે જે આગ્રહરૂપે ક્રિયા કરવામાં આવે તેનો ત્યાગ કરવો, ત્યારે તમોએ તદ્દન છોડી દીધું. વગેરે ઘણો જ બોધ કર્યો હતો અને પોતાની યથાશક્તિ વડે મુનિશ્રી પાસે જઇને વ્રતનિયમો ગ્રહણ કર્યા હતા અને નિયમમાં બેસવાનો નિયમ તો સર્વેએ ગ્રહણ કર્યો. મેં અમુક જાતની લીલોતરીનો તથા બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કર્યો હતો. ત્યાર બાદ મેં પરમકૃપાળુદેવ પાસે વિનંતી કરી કે મારે શું વાંચવું ? તે બાબત પૂછતાં ‘મોક્ષમાર્ગ પ્રકાશ' વાંચવાની આશા થઈ. મોક્ષમાર્ગ-પ્રકાશ હું એકલો વાંચી સમજી શકતો નથી, માટે કોઇ ભાઇને ભલામણ કરે કે વાંચી સંભળાવે અને સમજણ પાડે તેવી આજ્ઞા કરો તો સારું – એમ મેં ત્રણ વાર વિનંતી કરી પરંતુ પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમારે વાંચવું, સમજાશે. આ પ્રમાણે જણાવ્યાથી મને વિચાર થયો કે સત્પુરૂષના વચન પર વિશ્વાસ કેમ નથી રહેતો ? સત્પુરૂષો જે કાંઇ આજ્ઞા ફરમાવે તે યોગ્ય જ જણાવે. ત્યા૨ બાદ ખંભાત જઇ સ્વયમેવ (પોતાની મેળે) વાંચવા માંડ્યો અને બરાબર રીતે સમજી શકાયું જેથી પ્રતીતિ દૃઢ થઇ. પરમકૃપાળુદેવની પાસે અમો જ્યારે ત્યાંથી વિદાય થવાના હતા ત્યારે રજા મેળવવા માટે ગયા હતા. તે વખતે મારા મનમાં એમ થયું કે ચિત્રપટ મળી શકે તો સારું, પણ માગી શકતો નહોતો, જેથી ત્યાં જઇ નમસ્કાર કરી ઊભો રહ્યો. એટલે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કેમ, ચિત્રપટ જોઇએ છે ? મેં કીધું કે હાજી. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ભાઇ અંબાલાલભાઇ આપશે, એમ જણાવ્યું. ત્યાર બાદ પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમારા પર અખંડ વિશ્વાસ રાખજો, એમ જણાવ્યું હતું.
છેલ્લો સમાગમ શ્રી વઢવાણ કેંપમાં થયેલો. ભાઇ શ્રી નગીનદાસ સાથે હતા. ત્યાં એક દિવસ અમે બધા સમીપે ગયા ત્યારે કૃપાળુદેવે કહ્યું કે તમો બધા આમ દોડ્યા દોડયા આવો છો તે કોની આજ્ઞાથી ? એટલે પછી ભાઇ શ્રી નગીનદાસભાઇએ જણાવ્યું કે આપણે આજ્ઞા વિના આવ્યા તે ઠીક નહીં, માટે પરમકૃપાળુદેવ પાસે જઇને આજ્ઞા મેળવી આવીએ. જેથી અમો બન્ને ત્યાં ગયા. પરમકૃપાળુદેવ કેશવલાલ કોઠારીના મુકામે સૂતા હતા ત્યાં ગયા હતા અને ત્યાં આજ્ઞા માંગી, ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમોએ તમારા માટે કાંઇ કહેલ નથી, તમો સુખેથી સંવત્સરી સુધી રહો. પછી અમો સંવત્સરી સુધી રહ્યા હતા અને તેના બીજે દિવસે અમો ત્યાંથી જવાના હતા જેથી દર્શન કરવા માટે ગયા હતા. તે વખતે અમોને પરમકૃપાળુદેવે જણાવ્યું કે ફરી મલીએ કે ન મલીએ, સમાગમ થાય કે ન થાય, પણ અમારા પ્રત્યે અખંડ વિશ્વાસ રાખજો, અમારામાં અને શ્રી મહાવીરદેવમાં કાંઇ પણ ફેર નથી, ફક્ત આ પહેરણનો ફરક છે એમ કહી પહેરણ ઊંચું કરી દેખાડ્યું. તે વખતે અંધારું હતું છતાં તે વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું કે જાઓ, હવે પાંચ જ મિનિટની વાર છે. મગનલાલ વકીલને અમારા માટે ટિકિટ લઇ ગાડીએ બેસાડવાની આજ્ઞા કરી હતી જેથી અમો સ્ટેશને ગયા ત્યારે ટિકિટ લીધેલી હતી તે લઇને ગાડીમાં પગ મૂક્યો અને ગાડી ઊપડી, પરમકૃપાળુદેવ પ્રતિ વિશેષ દૃઢ પ્રતીતિ થઇ. પછી ફરી સમાગમ લાભ નથી થયો. એ જ. ઉપર પ્રમાણે સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે ઉતારો કરાવ્યો છે.
શ્રી છોટાલાલ છગનલાલ - ખંભાત
શ્રી ખંભાત નિવાસી ભાઇ શ્રી છોટાલાલ છગનલાલ પરમકૃપાળુદેવના સમાગમમાં આવેલા તે પ્રસંગે જે જે કાંઇ વાતચીત ખુલાસા થયેલ તે પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે. હાલ તેઓની ઉંમર વર્ષ ૫૬ની છે.
૧૫૭
Page #223
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
સંવત ૧૯૪૬ના આસો વદ ૧૪ અથવા ૦)) ના દિને ભાઇ શ્રી અંબાલાલ લાલચંદના મુકામે પરમકૃપાળુદેવના દર્શન થયાં હતાં અને કારતક સુદ ૧ ના દિને શા પોપટલાલ અમરચંદને ત્યાં ઘણા આગ્રહપૂર્વક વિનંતી થવાથી ચાહ પાણી વાપરવા માટે પરમકૃપાળુદેવ પધાર્યા હતા. હું તથા ભાઇ શ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી ત્રિભોવનભાઇ વગેરે ભાઇઓ સાથે ગયા હતા. તે વખતમાં શા પોપટલાલ અમરચંદના મકાનની પાસે જૈનશાળા છે, તે જૈનશાળામાં મુનિશ્રી નીતિવિજયજી તથા તેમના શિષ્ય હરખવિજયજી તથા દીપવિજયજી હતા. તે વખતે પરમકૃપાળુદેવને મુનિશ્રી નીતિવિજયજીએ જણાવ્યું કે આપ શું ધર્મ પાળો છો ? તે ઉપરથી પરમકૃપાળુદેવે જવાબમાં જણાવ્યું કે અમો જૈનધર્મ પાળીએ છીએ. તે ઉપરથી તેમના શિષ્ય દીપવિજયજીએ જણાવ્યું કે તપાનો કે ઢુંઢીયાનો પાળો છો ? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે અમો તપાયે નથી અને ઢુંઢીયા પણ નથી. ત્યારે શ્રી દીપવિજયજીએ પ્રશ્ન કર્યો કે ત્યારે તમો ક્યો ધર્મ પાળો છો ? ત્યારે મુનિશ્રી નીતિવિજયજીએ તેમના શિષ્ય દીપવિજયજીને જણાવ્યું કે હવે તમો શું પૂછો છો? કારણ કે બન્ને પક્ષથી જુદો જવાબ આપે છે ત્યારે હવે પૂછવા જેવું નથી. તે પરથી તે વાત બંધ રાખી. ત્યાર બાદ ભાઇ શ્રી પોપટલાલ અમરચંદના મકાનમાં ચાહ પીવા માટે પધાર્યા. ત્યાં ચાહ પીને ભાઇ શ્રી અંબાલાલભાઇના મુકામે પધાર્યા હતા.
ત્યાર બાદ હું મુંબઈ ગયેલ તે વખતે મુંબઇમાં શા ભાયચંદ કુશલચંદ ખંભાતવાળાની પેઢી હતી ત્યાં હું ઊતર્યો હતો. તે વખતે હું પરમકૃપાળુદેવના દર્શન કરવા માટે પરમકૃપાળુદેવની પેઢીએ ગયો હતો. ત્યાં પરમકૃપાળુદેવ ઘણો જ બોધ કરતા હતા. ત્યાંના ઘણા ભાઇઓ પરમકૃપાળુદેવ પાસે આવ્યા હતા અને ઘણી ઘણી શાસ્ત્ર સંબંધી તે પુરુષોની સાથે નિઃસ્પૃહભાવે વાતો કરતા હતા. તે વાતો સાંભળવાથી મને પરમકૃપાળુદેવ પ્રત્યે દૃઢ નિશ્ચય થયો કે આ પુરુષ કોઇ પરમાર્થમાર્ગને પામેલા છે એવી ખાતરી થઇ. ત્યાર બાદ સંવત ૧૯૫૦૫૧માં પરમકૃપાળુદેવની સાથે ભાઇ શ્રી રેવાશંકરભાઇ જગજીવનદાસના નામથી વહીવટ ચાલતો હતો. તેઓશ્રીને ત્યાં મેં આડત રાખેલ જેથી કાપડ મંગાવવાના લેણ-દેણનું કામ ચાલતું હતું. ત્યાર બાદ સંવત ૧૯૫૨માં ભાદરવા માસમાં અમો કાપડ ખરીદ કરવા ગયેલ. ‘તે વખતે હું અને અમારો પુત્ર નગીનદાસ સાથે ગયેલ, તે વખતે રાતના વખતમાં એટલે સાંજના છ વાગ્યા પછી પરમકૃપાળુદેવ પાસે ત્યાં રહેલ. કચ્છી ખીમજીભાઇ દેવચંદ તથા કલ્યાણજીભાઇ તથા કુંવરજીભાઇ આણંદજી ભાવનગરવાલા તથા શા. ત્રિભોવનભાઇ ભાણજી - તે લોકો રાતના આવવાનું રાખતા હતા, તે લોકો સાથે ઘણી ધર્મ સંબંધીના પ્રશ્નોની વાતચીત થતી હતી, તે પણ મારા સાંભળવામાં આવેલ. હું ત્યાં લગભગ એક માસ રહેલ હતો જેથી મને તેઓશ્રી ગૃહસ્થાવાસમાં હતા છતાં અંતરથી નિરુપાધિ પુરૂષ છે એમ ખાતરીપૂર્વક થયેલું. ત્યાર બાદ આવો સત્સંગ જાણી તેમની પાસે અમારા પુત્ર નગીનદાસને તેઓશ્રીની દુકાન પર કાયમ રહેવાને માટે શ્રી પરમકૃપાળુદેવને વિનંતી કરી,તે પરથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે ઠીક છે, ભલે રહે, એવું કહ્યું. તે પરથી ભાઇ શ્રી ત્રિભોવનદાસ ભાણજીભાઇએ મને પોતાને કહ્યું કે તમારે નગીનદાસના પગાર માટે નક્કી કરો. ત્યારે મેં જણાવ્યું કે પગાર લેવાના વિચારથી હું અહીં મૂકતો નથી, પણ સત્સંગના લાભની ખાતર હું મૂકવા ઇચ્છું છું, તેમ છતાં તેઓશ્રીને ધ્યાનમાં આવશે તે પ્રમાણે તેને જે આપવું યોગ્ય લાગશે તે આપશે. તેવી રીતે હું કહીને ત્યાં મૂકીને આવ્યો અને તેઓશ્રીની દુકાન સંબંધીનું કેટલુંક કામકાજ તે કરતો હતો. તે વખતમાં તેને નામું લખવામાં કચાશ હતી જેથી તે કામમાં માહિતી મળે તે કારણથી પરમકૃપાળુદેવે ચાર-પાંચ વર્ષ અગાઉના જૂના ચોપડા સોંપી માણેકલાલ ઘેલાભાઇને તેની સાથે બેસવા ભલામણ કરી જૂના હિસાબો કરવાનું કામ સોંપ્યું, તે અમારા દીકરા નગીનદાસના કહેવા પરથી મારી માહિતી છે. તેમજ નગીનદાસની રૂબરૂમાં સંવત ૧૯૫૨ થી ૧૯૫૫ સુધીમાં કેટલીક કેટલીક ધર્મ સંબંધીમાં હકીકત સાંભળવામાં આવેલી તેની નોટ તેમણે પોતે (નગીનભાઇએ) રાખેલી તે નોટો બે, અત્રેના ભાઇ શ્રી
૧૫૮
Page #224
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
હીરાભાઇ પોપટલાલને વાંચવા માટે આપેલ છે. ભાઇ નગીનદાસનો જન્મ સંવત ૧૯૩૨ના આસો સુદ ૫ નો છે અને તેમનો દેહત્યાગ સંવત ૧૯૫૬ના માગશર વદ ૨ શ્રી મુંબઇમાં પ્લેગમાં પરમકૃપાળુદેવની સમક્ષ ત્યાગ કરેલ છે અને તે વખતે પરમકૃપાળુદેવે બોધ કર્યો હતો કે જે માર્ગ અમારી રૂબરૂમાં તમારા સાંભળવામાં આવેલ છે તે વાતો આ વખતે તમારે યાદ કરવા જેવી છે અને તે યાદ રાખશો તો તમોને ઘણો જ સારો લાભ થશે તેવો બોધ પરમકૃપાળુદેવે પોતે તે જ્યાં ઇસ્પીતાલમાં હતા ત્યાં પોતે જાતે જઇને બોધ કરેલ. તે વાત અમારા જાણવામાં નહોતી કારણ કે તે મરણ વખતે અમો ખંભાતમાં જ હતા, પણ તેમના માતુશ્રીનાં માતુશ્રી તે વખતે નગીનદાસની સારવારમાં હતા તેમના કહેવાથી અત્રે આ વાત જાણીએ છીએ અને હાલમાં પણ તેમના માતુશ્રીનાં માતુશ્રી હયાતીમાં છે અને તે પ્લેગ વખતે શ્રી પરમકૃપાળુદેવ જોવા ગયેલ, તે વખતે નગીનદાસના શરીર પર પરમકૃપાળુદેવે હાથ ફેરવ્યો હતો તે વખતે તેમના માતુશ્રીનાં માતુશ્રીએ પરમકૃપાળુદેવને જણાવ્યું કે હાથ ધોવરાવું? પરંતુ પરમકૃપાળુદેવે તે વાત લક્ષમાં લીધી નહીં, તેમ તે બાબતનો ભય પણ ગણ્યો નહીં. ત્યાર બાદ પરમકૃપાળુદેવ તરફથી નગીનદાસના મરણ સંબંધી સમાચારનો પત્ર ભાઇ મનસુખભાઇ રવજીભાઇના હાથે લખાવેલ તે મળ્યો, તેમાં પરમકૃપાળુદેવે લખાવરાવેલું કે અનાદિકાળથી આ આત્મા પુત્રરૂપે થયો, પિતારૂપે થયો તો પણ તે રૂપ ખરું છે એમ જણાતું નથી, તેથી આ ભાઇ નગીનદાસના મરણ વિષે અનાદિકાળથી આ આત્મા મારાપણું માને છે તે ખોટું છે એમ માનવું જોઇએ, કારણ કે તમને નગીનદાસના મોહને લીધે વિશેષ લાગણી થતી હશે પણ જ્ઞાનીનો માર્ગ આ છે એમ ખાસ સમજી રાગાદિના કારણોથી નિવર્તવું એ જ અમારી ભલામણ છે. એ પરથી કેટલીક રાગાદિની પ્રવૃત્તિનો નગીનદાસ તરફનો નાશ થયેલ તે હજુ સુધી રાગાદિના કારણથી ઉત્પન્ન થતી હતી, પણ સરળભાવે કોઇ કોઇ વખતે વાતના સ્વરૂપે વાત થાય છે તે પરથી આ હકીકત લખાવી છે.
શ્રી પરમકૃપાળુદેવની દશા વિષે નીચે મુજબ જોવામાં આવેલ છે ઃ
સંવત ૧૯૪૯ની સાલમાં પરમકૃપાળુદેવ પોતાની દુકાનમાં બેસતા હતા તો પણ પોતાની દશા વહેવારીક પદાર્થ પર નહીં રાખતાં જ્ઞાનીના માર્ગ પ્રત્યે વિશેષ લાગણી દેખાતી હતી એવી ખાતરી અમોને થયેલ છે. ત્યા૨ બાદ સંવત ૧૯૫૧-૫૨માં તે જ રૂપે થયેલ તેમ તેમની તે જ વખતે તેમને પોતાની સ્ત્રી તથા તેમના બે પુત્રો અને એક પુત્રી શ્રી મુંબઇ મકાને હતા છતાં પણ તે વખતની તેમની દશા પુત્રી-પુત્રાદિ-સ્ત્રી પ્રત્યે જોવામાં આવતી નહોતી. ફક્ત શાસ્ત્ર વાંચવું અગર કોઇ મુમુક્ષુ સાથે જ્ઞાનાદિ સંબંધી વાતની ધ્યાનમાં વિશેષ કાળગમન થતો એ અમોને ખાતરીપૂર્વક અનુભવ થયેલ છે. તેમજ તેઓશ્રી હરતા ફરતા હોય તો પણ સત્-ચિત્ આનંદ એવા એવા શબ્દો પોતાના મન સાથે ઉચ્ચારો કરતા જોવામાં આવતા હતા.
DPUSTNO 657-Sle
instr
જે વખતમાં સંવત ૧૯૪૯ની સાલના અરસામાં શા. માણેકચંદ ફતેહચંદના મકાન ઉપર પરમકૃપાળુદેવ રહેલા તે વખતે તેઓશ્રીએ શ્રી ભગવતીસૂત્ર વાંચ્યું હતું. તે વખતે માણેકચંદ ફતેહચંદ પોતે સાંભળતા હતા અને હું પણ ત્યાં હતો.
ત્યાર બાદ રાતના વખતમાં કોઇ કોઇ વખતે શાસ્ત્ર સંબંધીની વાતો ચાલતી હતી તે પણ શ્રવણ થયેલ. એક માણસે એક પ્રશ્ન કર્યો કે સ્થૂળ અને નિકાચિત બે આયુષ્ય જૈનશાસ્ત્રોમાં કહેલ છે તો આયુષ્ય તૂટે એ વાત ખરી કે નહીં ? તે પરથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે જેમ એક દોરડી હોય તે વીશ હાથ લાંબી હોય તેને એક છેડેથી સળગાવીએ તો ઘણા વખતે છેડા સુધી બળી રહે, પણ જો તે જ દોરડીનું એક ગૂંચલું વાળી ટુંકો ભાગ કરી નાખી બાળવામાં આવે તો સહજવારમાં પણ તેનો નાશ થાય છે. તેવી રીતે આયુષ્યનું પ્રમાણ પણ શ્વાસોશ્વાસ
૧૫૯
Page #225
--------------------------------------------------------------------------
________________
SASSISસત્સંગ-સંજીવની S
ARD.)
લેવાના પ્રમાણમાં છે તે જ્ઞાન વગરના જીવોને તૂટે છે એમ લાગે છે પણ જ્ઞાની આશ્રિતને તો જે જીવે જેવું જેવું કર્મ ઉપાર્જન કરેલું હોય તેવી તેવી રીતે આયુષ્ય ભોગવે એમ સિદ્ધ થાય છે-તેવો ખુલાસો કર્યો હતો. કરી ત્યાર બાદ પરમકૃપાળુદેવ શ્રી રાળજ મુકામે પધાર્યા હતા ત્યારે સમાગમ થયો હતો. તે વખતે મેં પરમકૃપાળુદેવ પ્રત્યે પૂછયું હતું કે અમારે શું કરવું ? ત્યારે પરમકૃપાળુદેવે જણાવેલું કે તમારે યોગ્યતા મેળવવાની જરૂર છે અને કોઇ પણ દર્શનનો મતભેદ નહીં રાખતાં બીજા દર્શનના શાસ્ત્રોમાં ફક્ત મોક્ષમાર્ગ પામવાને માટે દરેક દર્શનની પ્રરૂપણા છે, માટે ફક્ત મોક્ષમાર્ગ પામવાની હેતુના વાક્યો દરેક દર્શનમાંથી જોઈ લેવા, પણ બીજા બીજા કારણો ઉપર લક્ષ રાખવાની કંઈ જરૂર નથી અને મોક્ષમાળા, આનંદઘનજીકત ચોવીશી વગેરે તેવાં તેવાં પુસ્તકો વાંચવા અને સત્સમાગમના યોગમાં રહેવું એટલી ભલામણ થયેલ છે.
સમાગમ વખતે અત્રેના શ્રી અંબાલાલભાઇ તથા શ્રી કીલાભાઇ તથા શ્રી ત્રિભોવનભાઇ તથા શ્રી. સુંદરલાલભાઇ તથા શ્રી છોટાલાલભાઇ તથા શ્રી પોપટભાઇ ગુલાબચંદ વગેરે ખંભાતવાળા તથા બહારગામના પૂજ્ય ભાઈ શ્રી સોભાગ્યભાઇ તથા પૂજ્ય ભાઈ શ્રી ડુંગરશીભાઇ તથા ભાઇ શ્રી મનસુખભાઇ દેવશીભાઇ તથા ભાઇ શ્રી ધોરીભાઇ વગેરે આ અવસરમાં હતા. ઉતારો કર્યો સંવત ૧૯૬૯ના ચૈત્ર વદ ૧૩ રવિવારના દિને.
શ્રી કીલાભાઇ ગુલાબચંદ - ખંભાતના રાજા શ્રી ખંભાતવાળા ભાઇ શ્રી કીલાભાઇ ગુલાબચંદને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે.
સંવત ૧૯૪૭ની સાલમાં પરમકૃપાળુદેવ ભાઇ શ્રી અંબાલાલભાઇને ત્યાં પધાર્યા હતા, ત્યારે બહાર નીકળતાં દર્શન થયાં હતાં અને શ્રી અંબાલાલભાઇને ઘરે શ્રી અંબાલાલભાઇ પરમકૃપાળુદેવની ભક્તિ કરતા, ચરણો ધોઇને રૂમાલે લૂછતા હતા અને શાંત બેઠેલા જોયા હતા, અને તેથી એમ જાણેલ કે મોટા માણસ છે. ત્યાર બાદ હું ઢંઢીયાના ઉપાશ્રયે જતો અને મને તે લોકો સામાન્ય ડાહ્યો ગણતા તેથી તર્ક-કુતર્ક કરી વાતો કરતો અને વ્યાખ્યાનમાં પ્રશ્ન પૂછતો. એક દિવસે ઢુંઢીયાના સાધુએ છઠ્ઠા આરાના દુ:ખનું વર્ણન સંભળાવ્યું હતું તેથી આ દુ:ખમાં જન્મ ન લેવો પડે તેવો તમારી પાસે કોઇ ઉપાય છે ? અથવા મારું કલ્યાણ કેમ થાય અને કેટલા ભવ બાકી છે તે તમો જણાવો. તો સહુ કરતા કરતા થશે એમ જણાવ્યું, નીકર સીમંધર સ્વામી પાસે જઇ મારા ભવનો નીચો (નિશ્ચય-નિર્ણય ?) કરી આપો તેવો મંત્ર, જંત્ર, વિદ્યા તમારી પાસે છે ? તો મને તત્કાળ બતાવો, નીકર છઠ્ઠા આરાનું દુઃખ મારાથી વેદી નહીં શકાય. પછી સાધુએ કહ્યું કે ક્રિયાઓ તપશ્ચર્યા કરતા કરતા થશે અને તમે બહુ કરો છો તો તમને થવું જોઇએ. પછી મેં કહ્યું તમોને કંઇ પણ નિશ્ચય થયો નથી તો મને શી રીતે થશે ? પછી હું ત્યાંથી ભાઇ શ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી ત્રિભોવનભાઇ બેસતા હતા ત્યાં મને તેમની દુકાને સહેજે બોલાવ્યો અને કેટલીક ધર્મ સંબંધીની વાત કરતા મને પ્રિય લાગતી. પછી એક વખતે હું ઉપાશ્રયે બેઠો હતો અને શ્રી રાળજ પરમકૃપાળુદેવ પધારેલ તે સંબંધી ભાઇ શ્રી ત્રિભોવનભાઇ ઉપાશ્રયે આવેલા ત્યારે વાત કરતા હતા, અને તેથી મને વધારે આશ્ચર્ય લાગ્યું અને શ્રી કૃપાળુદેવ પધાર્યા એટલે મનમાં ઇચ્છા થઇ કે તેમના ઉપર પત્ર લખવો અથવા દર્શન કરવા. પછી એક પત્ર પરમકૃપાળુદેવ પ્રત્યે મેં લખ્યો હતો અને તેમાં દર્શનની જિજ્ઞાસા જણાવી હતી. તેનો જવાબ ભાઇ શ્રી અંબાલાલભાઇના પત્ર ભેગો આવ્યો હતો તેમાં યથાઅવસરે સમાગમ થશે એમ જણાવ્યું હતું. પછી હમેશા રાતના ભાઇ શ્રી અંબાલાલભાઇ તથા ભાઇ શ્રી ત્રિભોવનભાઇ તથા ભાઇ શ્રી
૧૬)
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી ડીલાભાઇ ગુલાબચંદ શાહ.
દેહોત્સર્ગ રાવત, ૧૦૮,
પૂ. શ્રી કીલાભાઇ ગુલાબચંદ
ખંભાત સંત સમાગમ અને પ્રભુ વચનના રસિયા
Page #227
--------------------------------------------------------------------------
Page #228
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની GKSH SH)
સુંદરલાલ વગેરે ભાઇઓ ભેગા થતા અને પરમકૃપાળુદેવના પત્રો આવે તે તમામ મને વંચાવતા, તેથી વિશેષ પ્રેમ થતો ગયો. મારી સાથે ખુશાલભાઇ તથા પોપટભાઇ મૂલચંદ એ હમેશા મારા ઘરે આવતા, પછી અમો સર્વે
ત્યાં જતા. પછી સંવત ૧૯૪૮ના માગશર સુદ ૧ શ્રી આણંદ પધારવાના છે તેમ પત્ર મળ્યો જેથી સુદ ૧ ના દિને શ્રી આણંદ હું તથા બીજા દશ-પંદર ભાઇઓ ગયા હતા. શ્રી પરમકૃપાળુદેવ રાતના નવ વાગતાં જ્યારે રેલવેમાંથી ઊતર્યા તે વખતે સફેદ ફેંટો બાંધેલ અને સીધા નીકળી ચાલતા થયા અને અંદર જે પુસ્તકોની પેટી હતી તથા સરસામાન લેવાનો હતો તે વગરલીધે ચાલી નીકળ્યા અને ભાઇ શ્રી અંબાલાલભાઇ તમામ સરસામાન લાવ્યા હતા. ત્યાંથી પરમકૃપાળુદેવ શા. પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં ડાબા હાથ ભણીની ઓરડીમાં બિછાનું પાથરેલું હતું ત્યાં બિરાજ્યા હતા. એક કલાક સુધી શાંત ચિત્તથી મૌનપણે બેસી રહ્યા હતા. તે વખતનો દેખાવ ઘણો જ વૃદ્ધ પુરૂષ જેવો જોવામાં આવ્યો હતો, તેથી એમ કલ્પેલું કે પરમકૃપાળુદેવની ઉંમર પચાસ વર્ષની હશે. પછી મારા મનમાં એમ થતું કે આ પુરૂષ કેમ નહીં બોલતા હોય ? અને મારા મનમાં પ્રશ્નો પૂછવાની શંકા હતી, પણ ત્યાં આગળ પરમકૃપાળુદેવ બીજી ઓરડીમાં ચાલ્યા ગયા. ફરી થોડા વખત પછી સાહેબજી પધાર્યા. કેટલાક ભાઇઓ રાતના અગિયાર વાગતાના સુમારમાં નિદ્રાના આવેશમાં થયેલ જણાયેલ, પણ સાહેબજી આવ્યા કે તમામ ઊભા થઈ ગયા. પછી થોડોક વખત રહીને કેટલાક ભાઇઓને નિદ્રામાં આવેલા જાણી પરમકૃપાળુદેવે બીજી ઓરડીમાં પથારી કરાવી.
સવારમાં આઠ વાગતાના સુમારે પરમકૃપાળુદેવ બહાર કૂવા પાસે બીજી ઓરડીના ઓટલે બિરાજ્યા હતા. તે વખતે ખુશાલદાસ શ્રી ખંભાતથી આવ્યા અને ઘણા પ્રેમથી પરમકૃપાળુદેવને દંડવત્ નમસ્કાર કર્યા. પછી કેટલીક વાર અંદર ઓરડીમાં સહેજે બોધ શરૂ થયો અને મારા મનમાં જે જે શંકાઓ હતી તે બધાનું વગર પૂછયે સમાધાન થઇ ગયું તેથી મારા મનમાં ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે મારા મનની વાત પરમકૃપાળુદેવે શી રીતે જાણી ? એ આશ્ચર્ય લાગવાથી બહુ પ્રેમ જાગ્યો અને ત્યાર પછી મારે પ્રશ્ન પૂછવાની કાંઇ પણ ઇચ્છા રહી નહીં.
શ્રી પોપટલાલભાઇ ગુલાબચંદ - ખંભાત સં. ૧૯૬૯, ચૈત્ર વદ ૧૦
સં. ૧૯૪૬ના માગસર માસમાં ભાઈ સુંદરલાલની જાનમાં આવતાં અંબાલાલભાઇ, ત્રિભોવનભાઇ સાથે અમદાવાદ ઊતર્યા હતા અને તેમની સાથે જુઠાભાઈના પણ દર્શન થયાં હતાં અને ત્યાં શ્રી પરમકૃપાળુદેવની મહાત્મા તરીકેની વાત સાંભળી હતી અને જુઠાભાઇએ કૃપાળુદેવના આવેલા પત્રો આપ્યા હતાં, તે વાંચવાથી મને કંઇ ઓળખાણ થઇ નહોતી, પણ અંબાલાલભાઇ, ત્રિભોવનભાઇનો ચહેરો બહુ જ વૈરાગી થઇ ગયો હતો ને વારંવાર તે બન્ને શ્રી પરમકૃપાળુદેવનું સ્મરણ કરતા હતા. પછી અંબાલાલભાઇ, ત્રિભોવનભાઇ શ્રી ખંભાત આવ્યા બાદ ઉપાશ્રયે જતા, પણ બન્ને ભાઇ અલગ બેસતા હતા અને ઉપાશ્રયના સેક્રેટરી તરીકે અંબાલાલભાઇ હતા તેમાં તેમનો ઉછરંગ બહુ ઓછો લાગતો એટલે વૈરાગી ચિત્ત બહુ લાગતું હતું અને તેઓ વાંચતા-વિચારતા ત્યારે તેમની પાસે હું બેસતો. ત્યાર પછી કૃપાળુદેવનું સં. ૧૯૪૭ની સાલમાં શ્રી ખંભાત પધારવાનું થયું ત્યારે તે વખતે મને અંબાલાલભાઇએ કહેલું કે કોઇ વોરાના સારા સિગરામ કમાનવાળું જોઇએ. મને કૃપાળુદેવનાં દર્શન થયાં પહેલાં પણ સહજે પ્રેમ બહુ થતો હતો તેથી સાધનો ખોળીને બહુ લાવતો. કૃપાળુદેવ પધાર્યા ત્યારે સામા અંબાલાલભાઇ વગેરે ગયા હતા અને સુંદરલાલ તથા નગીનદાસ શ્રી ફેણાવ સુધી ગયા હતા અને નગીનભાઇની ઉંમર ઘણી જ નાની વર્ષ ૧૨-૧૩ને આશરે હતી, પણ તેનો ચહેરો નાનપણથી વૈરાગી હતો. શ્રી ફેણાવ અને જણસણના રસ્તા વચ્ચે ભાઈ નગીનદાસ ઊભા હતા અને કૃપાળુદેવ સિગરામથી ઊતર્યા અને
૧૬૧
Page #229
--------------------------------------------------------------------------
________________
RESERS સત્સંગ-સંજીવની CSR
તે વખતે દૂરથી ‘નાગીન’ એમ કહીને કૃપાળુદેવે બોલાવ્યા. ભાઈ નગીનદાસને મનમાં બહુ જ આશ્ચર્ય થયું કે મેં તેમને કોઇ વખતે જોયા નથી, તેમ હું કોઇ એવા દેશાવર ગયો નથી, તો તેમણે મારું નામ કેવી રીતે જાણું ? તે ઉપરથી શ્રી કૃપાળુદેવને પૂછવાને મન મૂંઝાતું હતું તે શ્રી ફેણાવ - શા. છોટાલાલ કપૂરચંદને ત્યાં જમવા બેઠા તે વખતે ભાઈ નગીને કૃપાળુદેવને પૂછયું કે મારું નામ નગીન કેવી રીતે જાણ્યું ? તો કૃપાળુદેવે કહ્યું કે મેં તમને જોયેલા છે. તો નગીનદાસે કહ્યું કે હું કોઈ વખત રેલરસ્તે ગયેલ નથી અને હજુ સુધી ગાડી જોઇ નથી અને મારા પિતાશ્રીની સાથે શ્રી બરવાળે જાનમાં તથા નડીયાદ (?) પોપટ રૂપચંદની જાનમાં એ સિવાય કોઇ ઠેકાણે ગયો નથી, તો ત્યાં મને જોયો છે ? તો કૃપાળુદેવે કહ્યું કે ના, તારો જન્મ જેઠ મહીનાની મીતી સાથે કહી હતી અને સાલ પણ કહી હતી. તે પ્રમાણે નગીનદાસને સવાલ કર્યો. નગીને કહ્યું કે મને ખબર નથી. શ્રી કૃપાળુદેવે કહ્યું કે તારી માતુશ્રીને પૂછી જોજે. ને ઘેર આવી સર્વે હકીકત, તે કહ્યા મુજબ જન્મ વગેરે હતું, તેથી નગીનદાસને આશ્ચર્ય થવાથી મને પણ જ્ઞાની તરીકે પ્રેમ ઉત્પન્ન થયો. શ્રી કૃપાળુદેવ ખંભાત પધાર્યા અને શા. માણેકચંદ ફતેચંદના ત્રીજા મેડા ઉપર ઊતર્યા હતા અને ત્યાં ઘણા લોકોનું આવવાનું બનતું અને શ્રી કૃપાળુદેવને ઘણા માણસો પ્રશ્ન પૂછતા અને તેનું સમાધાન એવી રીતે થતું હતું કે આવેલા પુરૂષો શાંત થતા હતા અને તે લોકો એમ બોલતા હતા કે આ માણસ કોઇ મહાજ્ઞાની છે. કૃપાળુશ્રી પાસે આખો દિવસ એટલા બધા માણસો બેસી રહેતા હતા કે અંબાલાલભાઇ તેમને બહુ તકલીફ ન થઇ પડે તેટલા માટે બહાર તાળું વસાવતા હતા, પણ લોકોનો પ્રેમ એટલો બધો કે બીજે દાદરેથી કપાળુદેવ પાસે આવી જતા હતા.
પોપટલાલભાઇ ગુલાબચંદ તરફથી - શ્રી ખંભાતના સ્થાનકવાસીના ઉપાશ્રયે મહારાજ હરખચંદજી પાસે કૃપાળુદેવ પધાર્યા હતા તે વખતે તેમની સમીપમાં હું હાજર હતો. ત્યાં એમણે ૧૬ અવધાન કરી બતાવ્યા હતા. મહારાજ હરખચંદજી મુનિ ખંભાતમાં પૂજ્ય તરીકે અને પંડિત હતા અને કૃપાળુદેવ માટે એમ કહેતા હતા કે આ પુરૂષ આત્માર્થી છે. તેમણે ૧૬ અવધાન કરવાથી અને જ્ઞાનચર્ચા થવાથી હરચંદજી મહારાજ કહેતા કે આ પુરૂષ જ્ઞાની છે. એમ બોલતા હતા. તે વખતે આ પુરૂષનું જ્ઞાની તરીકેનું ઓળખાણ મને દૃઢ થયું હતું. ત્યાર પછી કૃપાળુદેવ શ્રી અંબાલાલભાઇને ત્યાં પધાર્યા હતા અને તે વખતે હું હાજર હતો. ત્યાં વકીલ લાલચંદભાઇ કપાળુદેવને શ્રી અંબાલાલભાઈ પ્રત્યેનો કેટલોક ઠપકો આપતા હતા. શ્રી કપાળુદેવે લાલચંદભાઈને સમકિત સંબંધી કેટલીક વ્યાખ્યાઓ કહી હતી. લાલચંદભાઇએ તે વખતે કહ્યું હતું કે તે સંબંધી હું કંઇ સમજતો નથી. તો કૃપાળુદેવે કહ્યું કે આટલા બધા વર્ષો થયાં તો શું કર્યું ? અને કૃપાળુદેવે સમકિત સંબંધી કેટલોક બોધ આપીને તેમના મનનું ઘણું જ સમાધાન કર્યું હતું. શ્રી કૃપાળુદેવ ગુપ્ત રહેવા પોતાને માટે વારંવાર કહેતા હતા. શ્રી કૃપાળુદેવ શ્રી નારેસર ઉપર લાલબાગના સામે તળાવ ઉપર સાંજના ફરવા જતા, ત્યાં શ્રી કૃપાળુદેવ પધાર્યા હતા અને હું ત્યાં આગળ ઘણો જ બોધ કર્યો હતો અને તે વખતે મને બહુ પ્રેમથી નિશ્ચય થયો હતો કે આવું કોઇ મુનિમાં || જ્ઞાન નહીં હોય. આ તો ખાસ મહાત્મા છે. વળી મારા કરતાં મારા નાના ભાઈ નગીનદાસને બહુ જ નિશ્ચય થઈ ગયો હતો અને તેમના સમીપ સિવાય એક ઘડી પણ ખસતો નહોતો. કૃપાળુદેવ શ્રી નારેસર બિરાજમાન થયેલા, તે વખતે ઘેરથી મારા કાકા માણેકચંદ ફતેચંદે કૃપાળુદેવને બોલાવવા માણસ મોકલ્યું હતું અને તે માણસે ધીરે રહીને વાત કરી કે સાહેબજીને કોઇ કારભારી આવેલા છે તે બોલાવે છે. શ્રી કૃપાળુદેવે જવાબ આપ્યો કે તેમને શીંગડા છે ? શ્રી કપાળુદેવે જે બોધ ચાલુ હતો તે ઉપર લક્ષ રાખેલ હતો. પછી રાત્રે મુકામે પધાર્યા હતા. તે શા. માણેકચંદ ફતેચંદને ત્યાં જમતા હતા અને દિન ૧૮ સ્થિરતા આશરે કરેલ હતી. એક સાધારણ મુનિ હોય અને મુનિ હોય તે પણ વ્યવહારની વાત કરે અને આટલા બધા સમાગમમાં વ્યવહારની કંઇ પણ વાત નહીં જોવાથી તેમનો જ્ઞાની તરીકેની ઓળખાણનો નિશ્ચય આવતો હતો. કૃપાળુદેવ ત્રિભુવનભાઇને ત્યાં પણ જમ્યા
૧૬૨
Page #230
--------------------------------------------------------------------------
________________
RSS
સત્સંગ-સંજીવની
)
હતા અને તે વખતે હું ત્યાં હાજર હતો. તેમની ખાવા-પીવા-જમવાની રીત જોતાં મને બહુ આશ્ચર્ય થતું કે આમને તે કેવા જ્ઞાની કહીએ ? શ્રી કપાળુદેવ સાથે સોભાગભાઇ, ડુંગરપાઇ ભેગા પધાર્યા હતા. ત્યાર પછી શ્રી કૃપાળુદેવ પાછલી રાતના પ્રભાતે શ્રી મુંબઈ પધાર્યા, તે વખતે કંસારી સુધી વલોટાવવા ગયા હતા અને ત્યાં કેટલોક બોધ કર્યો હતો અને વકીલ લાલચંદભાઇ તે અરસામાં ગુજરી ગયા હતા.
કપાળુદેવ શ્રી ઉંદેલ પધાર્યા ત્યારે ત્યાં ગયો હતો અને ત્યાં લોકો સમાગમમાં આવ્યા હતા. તે વખતે પુ. માણેકલાલ ઘેલાભાઇ, સોભાગભાઇ, ડુંગરભાઇ વગેરે તેમના સમીપમાં હતા અને ખંભાતથી ઘણાં લોકો ત્યાં આવ્યા હતા. કૃપાળુદેવ બપોર વેળાએ ત્યાં પધારતા અને બોધ થતો. એ બોધ એવો અપૂર્વ થતો હતો કે કોઇ વખતે નહીં સાંભળેલા શબ્દો તેમની મુખમુદ્રાથી નીકળતા હતા. તે માંહેલો બોધ કેટલાક મોટા પુસ્તકજીમાં આવી ગયો છે. શ્રી કપાળુદેવે બીડીનો નિષેધ બોધમાં બહુ કર્યો હતો અને માણેકલાલભાઇએ બધાને ફરજ પાડી બંધ કરાવી હતી અને તે વખતે મેં બીડીનો ત્યાગ કર્યો હતો. | શ્રી કૃપાળુદેવ શ્રી રાળજ પધાર્યા ત્યાં હંમેશ જતો હતો અને છૂટક છૂટક જવા-આવવાનું થતું અને ભાઇ નગીનભાઇ કાયમ તેમના સમીપમાં હાજર રહેતા, ઘરે આવતા નહોતા. ત્યાંથી શ્રી વડવે શ્રી કૃપાળુદેવ પધારવાનો બીજે દિવસે ટાઇમ ૧૦વાગ્યાનો આપ્યો હતો. અંબાલાલભાઇ, નગીનદાસે ટાઇમસર ગાડી લાવવી ધારેલ, પણ વાર થઇ ગઇ હોવાથી શ્રી કૃપાળુદેવ જે ટાઇમ બોલી ગયા હતા તે જ ટાઇમસર ચાલીને શ્રી વડવે પધાર્યા હતા, અને તે વખતે ખંભાતથી ૭ મુનિઓ શ્રી વડવા લગભગ સામા પધાર્યા હતા અને શ્રી વડવે ધર્મશાળાના મુકામે શ્રી કૃપાળુદેવ બિરાજ્યા હતા અને ત્યાં શ્રી કૃપાળુદેવ, અંબાલાલભાઇ, નગીનદાસ કાયમ રહેતા હતા અને અંબાલાલભાઇ જાતે રસોઇ કરતા હતા અને બહુ ભક્તિભાવથી જમાડતા હતા અને બપોરે વડ તળે શ્રી કૃપાળુદેવ પધારતા હતા તે વખતે સાત મુનિઓ તથા ગામના માણસો ૨૦૦-૨૫૦ આશરે બોધ સાંભળતા હતા. તે વખતે રૂમાલ રાખીને ઉપદેશ દેતા હતા પણ એકદમ નીચે મૂકી દીધો અને તે ઉપરથી એક ગૃહસ્થ સવાલ કર્યો કે તમે ઉઘાડે મોઢે કેમ બોલો છો ? તમારે મુહપત્તી શાસ્ત્રમાં નથી કહી ? કૃપાળુદેવે જવાબ આપ્યો કે રૂમાલ મૂકી દેવાનું કારણ તમે પ્રશ્ન પૂછશો તેટલા માટે હતું અને તેથી તેમનું સારી રીતે મન સમાધાન પામે તેમ બોધ કર્યો હતો. પણ તે વખતે તે માણસ બહુ વેગમાં હતો જેથી તેના મનનું સમાધાન થયું નહોતું.
- પરમકૃપાળુદેવ સાંજના શ્રી વડવેથી દરિયા તરફ ફરવા પધાર્યા હતા. સાથે ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે ભાઇઓ હતા. ત્યાંથી આવતી વખતે ભાઇ શ્રી અંબાલાલભાઇએ પરમકૃપાળુદેવને પૂછયું કે ગટોરચંદ મોતીચંદે આજે ઘણી જ આશાતના કરી છે, માટે ઘણું જ મોટું કર્મ ઉપાર્જન કર્યું હશે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમો તેઓની નિંદા કરશો નહીં, અવગણના બોલશો નહીં, તે પુરૂષ થોડા વખત પછી માર્ગ પામશે અને થયેલી | ભૂલને માટે પશ્ચાત્તાપ ફરશે - વગેરે પરમકૃપાળુદેવે જણાવ્યું હતું. તે માણસ અમુક દિવસ સુધી બહુ જ નિંદામાં ઊતરી ગયો હતો.
ત્યાર બાદ મુનિશ્રી લલ્લુજી સ્વામી તથા મુનિ શ્રી દેવકરણજી સ્વામી શ્રી ખંભાત પધારેલા અને ત્યાંથી જ્યારે વિહાર કરી ગવારા દરવાજા બહાર કણબીની ધર્મશાળામાં એકાદ-બે દિવસને માટે રોકાયા હતા, તે સમયે | મુનિશ્રી દેવકરણજી સ્વામી વ્યાખ્યાન કરતા હતા ત્યારે ઘણા જ ભાઇઓ વ્યાખ્યાનમાં આવતા હતા. તે વખતે જ્ઞાનાવરણીય કર્મ સંબંધી ઘણી જ વ્યાખ્યા કરી હતી. તે વખતે ગટોરચંદ મોતીચંદને ઘણો જ પશ્ચાત્તાપ થયો હતો અને મુનિશ્રી પ્રત્યે જણાવ્યું હતું કે મેં પ્રથમ વડવા મુકામે પરમકૃપાળુદેવની ઘણી જ નિંદા કરી હતી અને ઘણી જ આશાતના કરી હતી જેથી તે કર્મ હવે શી રીતે છૂટશે ? વગેરે પશ્ચાત્તાપપૂર્વક જણાવતા હતા. ત્યારે
૧૬૩
Page #231
--------------------------------------------------------------------------
________________
SMS સત્સંગ-સંજીવની
)
મુનિશ્રીએ જણાવ્યું કે થયેલા દોષને માટે પશ્ચાત્તાપ કરવો અને ફરીથી તેવું કૃત્ય ન થાય તેમ વર્તવું એ જ બંધનમુક્ત થવાનો માર્ગ છે. અને હવેથી તમો હંમેશા ભાઇ શ્રી અંબાલાલભાઇ વગેરે ભાઇઓના સમાગમમાં જવાનું રાખજો. આ પ્રમાણે જણાવ્યું હતું, જેથી તેઓ હંમેશા સમાગમમાં આવતા હતા.
પરમકૃપાળુદેવ શ્રી વડવા મુકામે હતા તે સમયમાં મારે કામ પ્રસંગે મુંબઈ જવાનું હતું, જેથી હું પરમકૃપાળુદેવની પાસે ગયો અને દર્શન કરી મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે હું મુંબઇ જવાનો છું માટે કાંઇ કામકાજ હોય તો જણાવો. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કાંઈ કહેવાનું નથી. ત્યાર બાદ હું મુંબઇ ગયો હતો.
પરમકૃપાળુદેવ મુંબઇમાં જ્યારે બોધ દેતા હતા તે વખતે એક માણસનો પીત્તલનો લોટો મારી પાસે રહી ગયેલ જેથી તે ધણી મારી પાસે લેવા આવ્યો હતો અને મારી પાસે આવી કાનમાં ધીમા સ્વરે જણાવ્યું કે લોટો આપો. તે વખતે મારું ધ્યાન પરમકૃપાળુદેવનો બોધ સાંભળવા તરફ હતું જેથી તે વાત મેં ધ્યાનમાં લીધી નહોતી, તેથી તે ધણી લોટા માટે ઊંચો નીચો થયા કરતો હતો. તે વખતે પરમકૃપાળુદેવે લોટા સંબંધી બોધ કર્યો કે અહો! એક તુચ્છ કીંમતનો લોટો તે રૂપ આત્મા કરી મૂક્યો છે. તે વિષે ઘણો જ બોધ આપ્યો હતો.
હું મુંબઈમાં પરમકૃપાળુદેવના સમાગમમાં હતો તે વખતે ત્યાં એક એવા સમાચાર આવ્યા કે આસો સુદ ૧૦ દશેરાના દિને શ્રી ધરમપુરમાં એકસો આઠ પાડાનો વધ થાય છે. ત્યારે તેના બચાવને માટે પરમકૃપાળુદેવે વ્યાખ્યા કરી હતી કે શ્રી ધરમપુરમાં સભા મેળવવી અને ત્યાં ભાઇ શ્રી માણેકલાલભાઈ ઘેલાભાઈને મોકલવા અને મુંબઈના શાસ્ત્રીઓ પાસે તેઓના વેદના આધારો કઢાવતા હતા અને કેટલાક અર્થનો અનર્થ કરતા હતા તેને માટે પરમકૃપાળુદેવ બોધ કરતા હતા અને કેટલાક પૈસાના લોભી હોય તેઓને પૈસા આપતા હતા અને ભાષણો કરવાનું કામ જારી રાખ્યું હતું. પરમકૃપાળુદેવ તે બચાવને માટે રાતદિવસ પરિશ્રમ લેતા હતા જેથી તેનું છેવટનું પરિણામ એ આવ્યું કે પાડા મારવાનું બંધ થયું હતું.
જ પરમકૃપાળુદેવ જ્યારે આણંદ મુકામે પધારેલા હતા અને ત્યાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં ઉતારો હતો તે સમયે હું મુંબઇથી આવતો હતો અને ત્યાં હું દર્શન અર્થે ગયો હતો. તેવા સમયમાં આણંદમાં મરકીનો રોગ ચાલુ થયો હતો અને ત્યાં એક માણસને તે રોગ લાગુ થવાથી તે માણસને કાઢી મુકી તે જ ધર્મશાળાની નજીકમાં નાખી મૂકેલ હતો. પરમકૃપાળુદેવ ત્યાંથી જતા હતા અને તે માણસ નજરે પડ્યો જેથી અંબાલાલભાઇ વગેરેને જણાવ્યું કે આ માણસને ધર્મશાળામાં લઇ જાઓ અને તેની સારવાર કરો, દવા વગેરે સાધનો લાવો. તેથી અંબાલાલભાઇએ ડોકટરને બોલાવ્યો અને દવા કરાવી અને તેની બરદાસ સારી કરી હતી, પરંતુ તે માણસ બીજે દિવસે ગુજરી ગયો હતો. ત્યાં આણંદ મુકામે મારા ભાઈ નગીનદાસ પણ હાજર હતા. મારા ભાઇએ પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે મારા મામા બહુ જ નિંદા કરે છે. તે વખતે પરમકૃપાળુદેવે કાગળ તથા ખડીઓ કલમ મંગાવ્યા અને “મૂળ મારગ સાંભળો જિનનો રે’ એ પદ રચ્યું અને નગીનદાસને પરમકૃપાળુદેવે જણાવ્યું કે લો, આ તમારા મામાનો છેડો ઝાલીને કહેજો કે જૈનનો મારગ આ પ્રમાણે છે એમ કહી પરમકૃપાળુદેવે તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા. પર ત્યાં એક ભાઇ ઘણા ભાગે તેનું નામ મોતીભાઈ હતું અને સાણંદવાળા હતા તેઓ પરમકૃપાળુદેવના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે સવારે પરમકૃપાળુદેવ બોધ દેતા હતા અને તે માણસ ચૌદ પ્રશ્નો પૂછવા ધારીને ઉતારો કરીને લાવ્યા હતા. તે પ્રશ્નોનો ઉતારો તેઓની પાઘડીમાં ખોસેલો હતો. તે વખતે તે ધણીએ પ્રશ્નો પૂછયાં નહોતા અને પરમકૃપાળુદેવ બોધ દેતા હતા તેમાં તેઓના ચૌદે પ્રશ્નોનો ખુલાસો કર્યો હતો અને તેઓના મનનું સારી રીતે સમાધાન થયું હતું. તેથી તે માણસ ઊભો થઈને પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડી બોલ્યો કે આપ પ્રભુ
૧૬૪
Page #232
--------------------------------------------------------------------------
________________
RERS સત્સંગ-સંજીવની
)
છો - વગેરે ઘણી જ સ્તવના કરી હતી. ત્યાર બાદ તેઓ બેઠા હતા, પણ તેઓના મનમાં એમ આવ્યું કે આ પુરૂષ ગૃહસ્થાવાસમાં છે માટે નમસ્કાર કેમ થાય ? એવું એના મનમાં આવતાં પરમકૃપાળુદેવે તેઓને કહ્યું કે તમારા નમસ્કાર અમારે જોઇતા નથી, તેમ તેનો કાંઇ પણ પૈસો ઊપજતો નથી, તેમ અમારે કાંઇ પૂજાવું - મનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોધ કર્યો હતો. તે પરથી તે માણસને એવો દૃઢ વિચાર થયો કે આ પુરૂષ તો મહાત્મા પુરૂષ છે એ નિઃસંશય છે, કારણ કે મારા મનમાં ઊગેલા વિચારો પણ જણાવી દીધા, તેમજ પ્રશ્નો પૂછવાની વાત પણ મારા મનમાં જ હતી તેનું પણ સમાધાન કર્યું, માટે તે પરથી એવો દઢ વિશ્વાસ થયો કે આ પુરૂષ અવધિજ્ઞાની પુરૂષ છે એમ લાગ્યું હતું.
આણંદ મુકામે શ્રી કાવિઠાવાળા ઝવેરભાઈ વગેરે તેઓના કુટુંબી સઘળાં પરમકૃપાળુદેવના દર્શન કરવા માટે પધાર્યા હતા.
આણંદ મુકામે હું થોડો વખત રોકાઈ ખંભાત આવ્યો હતો.
પરમકૃપાળુદેવ સં. ૧૯૫૪ની સાલમાં શ્રી કાવિઠા મુકામે પધાર્યા હતા ત્યારે હું દર્શન કરવા માટે ગયો હતો.
પરમકૃપાળુદેવ કાવિઠામાં શેઠ ઝવેરભાઇના મકાનમાં ઊતર્યા હતા. ત્યાં ઘણા ભાઇઓ દર્શન અર્થે પધાર્યા હતા. અમદાવાદવાળા પૂ. ભાઇ શ્રી પોપટલાલભાઇ મોહકમચંદ તથા ગોધાવીવાળા ભાઈ શ્રી વનમાળીદાસ વગેરે વગેરે ઘણા જ ભાઇઓ પધારતા હતા. રાત્રીએ ઘણા ભાગે ભાઇ પોપટલાલભાઇ પાસે શ્રી આનંદઘનજી મહારાજનું બનાવેલું એક સ્તવન બોલાવરાવ્યું હતું.
કાવિઠા ગામમાં સઘળે ઠેકાણે એવી વાત ચાલી રહી હતી કે પ્રભુ પધાર્યા છે, પ્રભુ પધાર્યા છે.
કાવિઠામાં શ્રી પર્યુષણ પર્વ કરી શ્રી વસો મુકામે પધાર્યા હતા અને હું ખંભાત આવ્યો હતો અને ત્યાંથી વસો મુકામે દર્શનાર્થે આવ્યો હતો. ત્યાં કોઇ એક ગૃહસ્થના બંગલામાં ઊતર્યા હતા. મુનિશ્રી લલ્લુજી સ્વામી ચાતુર્માસ ત્યાં જ હતું. ત્યાં પરમકૃપાળુદેવના મુખથી અપૂર્વ બોધ થતો હતો જેનો લાભ ત્યાં હમેશા લેતો હતો, અને ત્યાં યોગાનુયોગ દરેકને વ્રત-નિયમો લેવા માટે પરમકૃપાળુદેવ આજ્ઞા કરતા હતા અને વ્રતનિયમોના પચ્ચખાણ કરાવવા માટે મુનિશ્રી લલ્લુજી સ્વામી પાસે સઘળાઓને મોકલતા હતા. સાત વ્યસનો સંબંધી ઘણો જ બોધ કરતા હતા અને દરેકને તેનો ત્યાગ કરાવ્યો હતો.
વસો મુકામે હું પંદર દિવસ પરમકૃપાળુદેવના સમાગમમાં રહ્યો હતો.
સંવત ૧૯૫૬ની સાલમાં ભાઇ શ્રી રેવાશંકરભાઇ જગજીવનદાસની કંપનીમાં ચોખાનો વેપાર ચાલતો હતો. તે વખતમાં મારા ભાઈ નગીનદાસ ત્યાં જ હતા. પરમકૃપાળુદેવના સમાગમમાં મહિનો, દોઢ મહિનો રોકાયા હતા તેમજ ભાઇ શ્રી અંબાલાલભાઇ પણ ત્યાં જ રોકાયા હતા. મેં ત્યાં વેપાર કરેલો, તેને માટે મેં અવેજ દશ-બાર હજાર ઉપરાંત ખંભાતથી બીડ્યો હતો. આટલો બધો અવેજ બીડવામાં આવેલો જેથી હું ઘણું જ મુંઝાયો હતો, તેથી મેં મારા ભાઈ નગીનદાસ પર એક પોસ્ટ કવરમાં બીડી ખાનગી પત્ર લખ્યો હતો તેના સંબંધમાં મારા ભાઇ નગીનદાસે મને અત્રે આવ્યા બાદ જણાવ્યું હતું કે ઉપર જણાવેલ પત્ર આવેલ તે પત્ર ફોડ્યો પણ નહોતો તે પહેલાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે એકદમ આટલો બધો અવેજ મંગાવેલો જેથી પોપટ મૂંઝાયો છે. એકદમ આટલો બધો અવેજ બીડવાનું શું કારણ હતું ? હુંડી લખવાનું જણાવ્યું હતું.
પરમકૃપાળુદેવ મુંબઇમાં શિવ હતા ત્યાં મને સમાગમ થયો હતો. તે સમાગમમાં શ્રી લીંબડીવાળા ભાઈ
૧૬૫
Page #233
--------------------------------------------------------------------------
________________
RERS
સત્સંગ-સંજીવની | REKH
શ્રી મનસુખભાઇ દેવશીભાઇ પરમકૃપાળુદેવની સેવામાં કાયમ હાજર હતા તેમજ ડોકટર પ્રાણજીવનદાસ પણ કાયમ હાજર રહેતા હતા. તેવા સમયમાં શરીર એટલું બધું તો સુકાઇ ગયેલ હતું કે શરીરનું વજન આશરે ૭૦ રતલ હશે અને તે વખતે ખંભાત સુબોધક પુસ્તકાલય સ્થાપન કરવાની ઘણી જ ત્વરાથી આજ્ઞા થઇ હતી અને ખંભાત સુબોધક પુસ્તકાલય સ્થાપવા માટે કેટલાક પુસ્તકો ખરીદ કરી મારી સાથે મોકલ્યા હતા અને મને વારંવાર જતી વખતે જણાવ્યું હતું કે ખંભાત જઈને તુરત જ ગમે તે મકાન ભાડે લઈ પુસ્તકશાળા સ્થાપન કરજો.
ત્યાં ભાઇ શ્રી દામજીભાઇ કેશવજી પણ હમેશા પરમકૃપાળુદેવના સમાગમમાં પધારતા હતા.
શ્રી વડવા મુકામે પરમકૃપાળુદેવની સ્થિરતા દશ-બાર દિવસની થઇ હતી, તેટલો વખત હમેશા દર્શનનો લાભ મેળવી શક્યો હતો. શ્રી આણંદ મુકામે પાંચ-છ દિવસ દર્શનનો લાભ મળ્યો હતો. મુંબઇમાં ચાર-પાંચ વખત દર્શન લાભ મળ્યો. દરેક વખતે આઠ-દસ દિવસ થતા અને ત્યાં જ ઊતરતો હતો..
શ્રી આનંદઘનજી કત ચોવીશીમાંથી અમુક સ્તવનો મુખપાઠે કરવા આજ્ઞા થઇ હતી. શ્રી મોક્ષમાળા વાંચવા-વિચારવાની આજ્ઞા થઇ હતી. તે સિવાય પુસ્તકોના નામ લખાવેલ તે હાલમાં યાદ નથી.
હું જ્યારે મુંબઇથી ખંભાત આવ્યો હતો ત્યારે પરમકૃપાળુદેવે એક પત્ર અંબાલાલભાઇ ઉપરનો લખી આપ્યો હતો જેમાં અંબાલાલભાઇને શ્રી સાયલા મુકામે શ્રી સોભાગભાઇ પાસે જવાની આજ્ઞા ફરમાવેલ હતી.
એક વખતે પરમકૃપાળુદેવે જણાવ્યું હતું કે આ માર્ગ દશ હજાર જીવો પામશે એવું રૂબરૂમાં જણાવ્યું હતું. ઉપર પ્રમાણેનો ઉતારો પોતાની સ્મૃતિ પ્રમાણે કરાવેલ છે.
કાર શ્રી નગીનભાઇ - ખંભાત સંવત ૧૯૪૬ના આસો વદ ૧૨ના દિવસે મને સુંદરલાલ માણેકચંદે કહ્યું કે આજે ગામ જવાનું છે, તારે આવવું છે ? ત્યારે મેં કહ્યું કે ક્યાં જવાનું છે ? ત્યારે તે બોલ્યા કે ફેણાવ સુધી જવાનું છે અને એક પુરૂષ પધારવાના છે. તેમના સામા હું તથા ત્રિભોવન જવાના છીએ. ત્યારે મેં કહ્યું કે હું જરૂર આવીશ, મને જરૂર તેડી જજો. ત્યારે તેમણે કહ્યું કે હું જઇશ ત્યારે બોલાવીશ, તું ઘરે રહેજે. પછી બપોર પહેલાં ખંભાતથી નીકળી સુંદરલાલ તથા ત્રિભોવનદાસ તથા હું ત્રણ જણા એક ગાડીમાં ફેણાવ તરફ રવાના થયા. (આ સુંદરલાલ મારા પરમ ઉપકારી છે અને સત્યરૂષના પ્રથમ દર્શન અને પ્રથમ મેળાપ કરાવનાર હોવાથી મારા પર તેમનો અનહદ ઉપકાર થયો છે.) હવે રસ્તે જતાં મનમાં એમ વિચાર આવ્યો કે સત્યરૂષ એટલે તે કેવા હોતા હશે ? અને તેમને બીજા માણસો કરતાં વધારે શું હશે કે જેથી સત્પરૂષ કહેવાતા હશે ? અને તેમના શરીરની આકૃતિમાં અને આપણા શરીરની આકૃતિમાં શું ફેર હશે ? અથવા માથે કાંઇ હોતું હશે ? અથવા આંખોમાં કંઈ ફેરફાર હશે ? વગેરે ઘણા વિકલ્પો થયેલા. એમ કરતાં અમો ફેણાવ પહોંચ્યા. ત્યાં શા છોટાલાલ કપૂરચંદ કે જે અંબાલાલભાઇના ભાગમાં વેપાર કરે છે તેમણે અમને ફેણવની ભાગોળે જોયા. એટલે તેમણે કહ્યું કે ક્યાં જાઓ છો ? ત્યારે એક ભાઇએ જવાબ આપ્યો કે અંબાલાલભાઇ, સત્પરૂષ આવવાના છે તેમની સામા પેટલાદ ગયા છે અને અમો સામા આવ્યા છીએ, તે થોડે સુધી સામા જઇશું. હવે તે આવવાનો વખત થયો છે. ત્યારે તેમણે કહ્યું કે અંબાલાલભાઇને અમો રોકીશું અને તમો અહીં રોકાઓ. જમ્યા પછી બધાને જવાનું થશે. ઘણો આગ્રહ કરવાથી ત્યાં ગાડી છોડી અને ભાગોળે જે ગાડીનો રસ્તો હતો ત્યાં અમો બેઠા. થોડી વાર થઇ એટલે ત્યાં નજીક ગાડી આવતી દીઠી, એટલે અમો ઊઠી સામા ગયા. એટલે ગાડી જણસણ ફેણાવની ભાગોળમાં કે જ્યાં બાવળનાં ઘણા જ ઝાડો છે ત્યાં ઊભી રાખી અને અંબાલાલભાઇ તથા પરમકૃપાળુદેવ તથા મણિલાલ (સૌભાગ્યભાઇના પુત્ર) ગાડીમાંથી ઊતરી એક
૧૬૬
Page #234
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની ARRESH)
બે ડગલાં આવતા સાહેબજી બોલ્યા - કેમ નગીન ? મેં કહ્યું - સારું. એમ કહી સાહેબજી સારુ ત્યાં ઝાડ તળે બિસ્તર પાથરેલું હતું ત્યાં પધાર્યા. ત્યાં થોડો વખત બેસી ત્યાંથી છોટાલાલનો ઘણો આગ્રહ હોવાથી છોટાલાલને ત્યાં જમવા પધાર્યા.
મને એકદમ ગાડીમાંથી ઊતરતાં નામ દઇને બોલાવવાથી હું ઘણો ઝંખવાણો અને આભો બની ગયો, અને મનમાં વિચાર કર્યા કરું કે એમણે મને નામ દઇ શાથી બોલાવ્યો ? અને મનમાં ઘણા ઘણા વિચાર આવવા માંડ્યા. હવે ત્યાંથી જમવા ભાણા ઉપર બેઠા. ત્યાં મેં સાહેબજીને પૂછયું કે સાહેબજી, તમે મને નામ દઈને શાથી બોલાવ્યો ?
સાહેબજી – અમે તને જોયો છે.
લખનાર - સાહેબજી, તમે મને ક્યાં જોયો છે ? હું તો કંઇ બહારગામ ઝાઝું જતો નથી. હું એક ફેરા સંવત ૧૯૪૨ની સાલમાં બરવાળા પાસે નાવડા ગામ છે ત્યાં જાનમાં ગયો હતો. ત્યાં આપ આવ્યા હતા ? અને ત્યાં મને જોયો હતો ?
સાહેબજી - ના, અમે ત્યાં આવ્યા નહોતા અને ત્યાં જોયો નથી. લખનાર - ત્યારે હું સંવત ૧૯૪૫ની સાલમાં ધોલેરા પાસે ‘ભડીયાદ” જાનમાં ગયો હતો ત્યાં જોયો
હતો ?
સાહેબજી - ના, અમે ત્યાં જોયો નથી.
લખનાર - ત્યારે સાહેબજી, ક્યાં જોયો છે ? આ સિવાય હું બીજે ક્યાંય ગયો નથી અને આ ફેણાવની ભાગોળ પણ આજે જ દીઠી છે.
સાહેબજી – અમે તને જોયો છે અને તારો જન્મ જેઠ સુદમાં છે. લખનાર - સાહેબજી, મને જન્મની ખબર નથી. સહેબજી – તારી માને પૂછી જોજે લખનાર - સારું, સાહેબ. પૂછી જોઇશ.
આ પછી અમે બધા જમીને ઊઠ્યા એટલે ગાડીઓ જોડાવી ખંભાત તરફ આવ્યા. ખંભાત આવી ઘરે જઈ મેં મારી માને પૂછયું કે મારો જન્મ ક્યા મહિનામાં છે ? ત્યારે તેણે જવાબ આપ્યો કે જેઠ મહિનામાં અજવાળિયામાં છે. આ ઉપરથી નક્કી મને ખાતરી થઇ કે “એમને સરૂષ કહે છે તે નક્કી છે.”
ખંભાતમાં અંબાલાલભાઇને ત્યાં પરમકૃપાળુદેવ પધાર્યા હતા. હું અંબાલાલભાઇને ઘેર જતો હતો. પણ મારી ઉંમર તે વખતે બારેક વર્ષની હતી તેથી તેઓ વાતચીત કરતા, તેમાં હું કાંઇ સમજતો નહીં. પણ સ્વાભાવિક તે પુરૂષની મુખમુદ્રા અને શરીર જોવામાં મને વધુ પ્રીતિ આવતી હતી. તેથી જ્યારે જઉં ત્યારે તેમના સામું જોયા કરતા હતા. ૪-૫ દિવસ રહી પરમકૃપાળુદેવ મુંબઇ પધાર્યા હતા.
સંવત ૧૯૪૭ની સાલના શ્રાવણ વદ ૧ ને સુંદરલાલે કહ્યું કે રાળજ સત્યરૂષ પધાર્યા છે, તારે આવવું છે ? ત્યારે મેં કહ્યું - હા, મને જરૂર તેડી જજો. સવારના આઠેક વાગ્યે હું સુંદરલાલની જોડે રાળજ ગયો. ત્યાં પરમકૃપાળુદેવ બંગલામાં બેઠા હતા. ત્યાં જઈ નમસ્કાર કરી અમો બેઠા. સાથે સોભાગ્યભાઇ સાહેબ પણ બેઠા
૧૬૭
Page #235
--------------------------------------------------------------------------
________________
S GAS REFERE સત્સંગ-સંજીવની GKSKERSAD
હતા. પરમકૃપાળુદેવ શ્રીમદ્ ભાગવત્ વાંચતા હતા અને શ્રી કૃષ્ણ ભગવાનની લીલાના પદો મુખથી વારંવાર બોલતા હતા, તેમાં આ પદ વારંવાર કહેતા :
વળવળે મને મારશે જ સોઘ મત ગોપી મને જાવા દે આણી વાર ગોપી. તારો જીવ બહુ માની શકે તેમ છે, તારો બહુ પરમ ઉપકાર ગોપી.” વળી રાતના પરમકૃપાળુદેવ નીચેનું પદ પણ વાતમાં બોલતા હતા -
જાગી હૈ જોગકી ધુની, બરસત બંદસે દૂની, બીના લકરે નિકટસે, તાપ ના લાગે, સન્યાસી દૂર સે દાઝે, ખાલા પ્રેમકા પિયા, ઉનોને માય ના લીયા.”
આ પદ વાંરવાર ઘોર શબ્દ પરમકૃપાળુદેવ બોલતા હતા. તે વખતે મારી ઉંમર તેર વર્ષની હતી તેથી બીજી કાંઇ મને સમજણ પડતી નહોતી. તેમની વાણી સાંભળવામાં અને મુખમુદ્રા જોવામાં અત્યંત પ્રીતિ હતી. રાતના પરમકૃપાળુદેવ ઓરડીમાં પલંગ પર સૂતા, ત્યારે હું તેમની ભક્તિ કરવા જતો. પલંગ પર પરમકૃપાળુદેવના પગ માથું વગેરે બાબતો હતો. પરમકૃપાળુદેવ મને વાંરવાર નીચે પ્રમાણે પૂછતા હતા.
સાહેબજી - કેમ મોક્ષ જોઇએ છે? લખનાર - હા.
એમ વાંરવાર પરમકૃપાળુદેવ મને પૂછતા હતા. ત્યાં બીજો બોધ ઘણો થતો, પણ મારી સ્મરણશક્તિ તે વખતે બિલકુલ નહીં હોવાથી હું બીજું કાંઈ સમજ્યો નહીં. ભાઈ અંબાલાલભાઈ મને રસોડાનું કામ બતાવતા હતા. તે સીધું-સામાન વગેરે આપવા-કરવામાં હું વધુ રોકાતો હતો. અને નવરો પડું ત્યારે પરમકૃપાળુદેવના સામે ભાગે બેસતો હતો. પરમકૃપાળુ શ્રી સોભાગભાઈ સાહેબની મારા ઉપર તે વખતે બહુ જ કૃપા થઈ હતી. તે વારંવાર મને બોલાવતા હતા અને પરમકૃપાળુદેવ બહાર ફરવા જતા ત્યારે હું સાથે ફરવા જતો.
હું ખંભાત આવતો ત્યારે મારા કટુંબી મને જવાને ના પાડતા. કહેતા કે ગામડે શું કામ છે ? પર્યુષણ પર્વમાં ખાવા-પીવાનું મૂકીને ત્યાં શું કામ છે ? એમ કહેતા હતા. પણ મને ત્યાં સિવાય બીજે પ્રીતિ થતી નહોતી, તેથી ખંભાત આવું તો તરત ચાલ્યો જતો હતો અને સ્વાભાવિક ખાવા-પીવામાં તથા જોવા-પહેરવામાં મને પ્રીતિ જરા પણ થતી નહોતી. અને એમના દર્શન થયાં ત્યારથી પરમકૃપાળુદેવનું સ્વાભાવિક કોઈના વગર બતાવ્યું સ્મરણ ઊગ્યું હતું. તેથી આખો દિવસ અને રાતના અને તેમનું સ્મરણ થતું. તેથી બીજા પદાર્થો ઉપરથી મને પ્રીતિ ઊઠી ગઈ હતી, અને બહુજ આનંદ થતો હતો અને સટુરુષ ઉપર બહુ પ્રેમ વધતો જતો હતો. કેટલાક ઢુંઢીયાના શ્રાવકો કહેતા કે તું ત્યાં ના જઈશ, પણ મને તેમના પ્રત્યે બહુ પ્રેમ હોવાથી તેમને કહેતો કે હું તો જવાનો. એ તો સન્દુરુષ છે એમ કહેતો. તે લોકો બહુ નિંદા કરતા હતા. આ વખતે મારી સમજણશક્તિ બિલકુલ નહોતી, નહીં તો મને અપૂર્વ લાભ થાત, કારણ કે તે વખતે મને સ્મરણ અહર્નિશ રહ્યા કરતું હતું જેથી બીજે ક્યાંય મને ગમતું નહોતું અને તેથી આ સત્યરુષ છે એમ વધારે અનુભવ થયો હતો.
૧૬૮
Page #236
--------------------------------------------------------------------------
________________
OR RRRR સત્સંગ-સંજીવની SREERS ()
( શ્રી પ. કૃપાળુદેવના પરિચયના પ્રસંગો સાંભળેલ પરથી જાણવા
આ સંસ્મરણો
શ્રી આત્મારામજી મહારાજ સાહેબ આત્મારામજી મહારાજ અત્યંત તીવ્રક્ષયોપશમી, જિનાગમ, વેદાંતાદિ શાસ્ત્રોના અથાગ અભ્યાસી હતા. પંજાબમાં નાનપણમાં સ્થાનકવાસી સંપ્રદાયમાં દિક્ષા ગ્રહણ કરેલ, જન્મ પંજાબમાં ક્ષત્રીય રજપૂત કુળમાં થયેલો.
સં. ૧૯૪૪માં અમદાવાદમાં શેઠ દલપતભાઈ ભગુભાઈના ઉપાશ્રયમાં આત્મારામજી મહારાજ હતા. તે જ અરસામાં પરમકૃપાળુશ્રી મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદ પધારેલા, ટંકશાળમાં શેઠ ઉમાભાઈને ઘેર પ.કૃપાળુદેવ બે મહીના રહ્યા હતા. શેઠ પન્નાલાલના માતુશ્રી ચંચળબા અત્યંત ભક્તિમાન હતાં. ચંચળબાએ શ્રી પ. કપાળુદેવની સેવાનો સારો લાભ લીધો હતો. ૫. કૃપાળુદેવનો અપૂર્વગ્રંથરત્ન શ્રીમોક્ષમાળા આત્મારામજી મહારાજ સાહેબના વાંચવામાં આવતાં તેમને એ ગ્રંથના કર્તાપુરૂષને મળવાની ઈચ્છા થઈ, આત્મારામજી મહારાજે સંદેશો મોકલ્યો કે આપણે એક વખત મળીએ. પરમકૃપાળુદેવે જવાબ મોકલ્યો કે “અમે મળવા આવશું.” ત્યાર પછી પ.કૃ.દેવ આત્મારામજી મહારાજને મળ્યા. આત્મારામજી મહારાજ તે વખતે વિશેષ્યાવશ્યક ભાષ્ય વિચારતા હતા. એ ગ્રંથ પરમ ગહન છે. શ્રી પ.ક.દેવ સાથે આત્મારામજી મહારાજે એ ગહન ગ્રંથમાં આવેલ સૂક્ષ્મ વસ્તુની ચર્ચા કરી, ત્યાં શ્રી પ.કૃ.દેવે એવા તો અદ્ભુત ખુલાસા કર્યા કે આત્મારામજી મહારાજ પ.કૃપાળુદેવની અત્યંત તીવ્ર પારગામી પ્રજ્ઞા જોઈને સંતોષ પામ્યા અને બોલ્યા કે આપ દિક્ષા ગ્રહણ કરો તો માર્ગનો પરમ ઉદ્યોત થાય.
શ્રી પ.કૃપાળુદેવે જવાબ આપ્યો કે- “અમે એજ વિચારમાં છીએ.” પ્રથમ સમાગમે ત્રણ-ચાર કલાક જ્ઞાનવાર્તા ચાલી હતી. તે પછી ફરીથી બે વખત સમાગમ થયેલ. એ ત્રણે સમાગમ વખતે શ્રી કાન્તિવિજયજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ, શ્રી શાન્તીવિજ્યજી મહારાજ આદિ સાધુઓ હાજર હતા. એમ શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા શ્રી હંસવિજયજી મહારાજના મુખેથી સાંભળ્યું છે.
- અનુપચંદભાઈએ પ્રશ્નોત્તર રત્નચિંતામણીમાં શ્રીમદ્ રાજચંદ્રનો ઉલ્લેખ જ્યોતિષના વિષય પરત્વે બહુમાનપૂર્વક કરેલો છે. અનુપચંદભાઈએ પ્રશ્નોત્તર રત્નચિંતામણી નામનો ગ્રંથ લખ્યો છે, (વ. ૭૧માં લખે છે કે “હું મારી નિવાસ ભૂમિકાથી ... વિહાર....” ભરૂચ તેમને ઘેર ૧ મહિનો કૃપાળુદેવ રહ્યા છે. તેમને (શ્રીમ) સૂવા બેસવાનું ઘર થોડે દૂર હતું. ત્યાંથી તેઓ અનુપચંદભાઈને ઘેર આવતા ત્યારે કેટલાક ભાઈઓ સાથે અનુપચંદભાઈએ શાસ્ત્ર ચર્ચા કે વાંચન કરેલું હોય તે શ્રીમદ્જી કહી બતાવતા. તેમને તે સાંભળી નવાઈ લાગતી અને તેમની કાંઈક તાત્કાલિક મહત્તા લાગેલી. પણ પોતાને સમ્યગુદૃષ્ટિ અને પોતે શાસ્ત્રવેત્તા માનતા હોવાથી સામાન્યપણામાં તે કાઢી નાખ્યું.
સં. ૧૯૫૨માં અનુપચંદભાઈ ગંભીર માંદગીથી ઘેરાઈ ગયા તે વખતે તેમને સમાધિ મરણ કેમ થાય ? કોની સલાહ તેમાં કામ આવે તેમ છે, એવો વિચાર કરતાં કોઈ ઉપર દૃષ્ટિ ઠરી નહીં, કોઈ સહાયરૂપ જણાયા નહીં, નિરાશામાં આશાનું કિરણ સ્ફયું. જે મહેમાન પોતાને ત્યાં રહ્યા હતા તેમના અતિશય જ્ઞાનની સ્મૃતિ થતાં તેમણે શ્રીમદ્ રાજચંદ્રજી ઉપર સમાધિ મરણની માંગણી કરતો એક પત્ર લખ્યો તેનો ઉત્તર પત્ર - વચનામૃતજી નંબર - ૭૦૨માં છે.
નોંધ : આ સંસ્મરણની મેટર નવી ઉપલબ્ધ થયેલ છે. (પેજ નં. ૧૬૯ થી ૧૭૫),
૧૬૯
Page #237
--------------------------------------------------------------------------
________________
GIR SER સત્સંગ-સંજીવની CREASER
તે માંદગીમાંથી તે બચ્યા. સંવત ૧૯૬૬માં શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ ગએલા. ડુંગર ઉપર ડોળીમાં ચઢતાં તેમને માથામાં વેદનાથી ચક્કર આવતાં રસ્તામાં થોભી ગયા. તેવામાં શ્રીમદ્જીના પરમભક્ત શ્રી લઘુરાજ સ્વામી દર્શન કરી ડુંગર ઉતરતા તેમને મળ્યા અને શ્રીમદ્ રાજચંદ્રજીની સ્મૃતિ તાજી કરાવવા પૂછયું‘અનુપચંદભાઈ! તમને પરમકૃપાળુદેવે કહેલા વીશ દોહરા સાંભરે છે !... વિગેરે પૂછયું ત્યાર પછી સ્વર્ગવાસ
થયો.
- પૂજ્ય શ્રી સુખલાલભાઈ છગનલાલ સંઘવી
પૂજ્ય શ્રી સુખલાલભાઈ તીવ્ર પ્રજ્ઞાવંત શાંતગુણ ગંભીર હતા. પૂર્વના સત્સંસ્કારના બળથી શ્રી સુખલાલભાઈને શ્રીમદ્જીના દર્શન થતાં જ આજ સરૂષ છે, પરમેશ્વર તુલ્ય પૂજ્ય છે એવો ભક્તિભાવ પ્રગટી ઊઠ્યો હતો. વિરમગામમાં તે મીલમાં નોકરી કરતા હતા. પરમકૃપાળુશ્રી તેમને ત્યાં ત્રણ દિવસ રહ્યા હતા. તીવ્ર જિજ્ઞાસુ શ્રી સુખલાલભાઈએ તેઓશ્રીના બોધ તથા સત્સમાગમનો અપૂર્વ લાભ લીધો હતો. રસાસ્વાદનો ત્યાગ કર્યો હતો. વ. ૯૫૧ પત્ર શ્રી સુખલાલભાઈ ઉપર લખાયેલો છે. ભરૂચ મીલમાં તે નોકરી છેવટના વર્ષો સુધી કરતા હતા.
સમાધિ મરણ :- બોલે તો વાણીમાં એટલી બધી મીઠાશ કે બોલ્યા કરે તો સારું એમ થયા કરે. એમને કોઈ જાતનો પરિગ્રહ રાખ્યો ન હતો. મોટી મીલના મેનેજર હતા. પૈસા ભેગા કરવા હોત તો ઘણા થાત. મુમુક્ષુ ઘણા ગુજરાતથી ભાઈશ્રી વિ. સાથે આવીને સત્સંગ કરતા.
- પૂજ્ય સુખલાલભાઈએ વસોમાં શ્રી પ.ક.દેવ ફરીને પધાર્યા ને બિરાજ્યા એટલે ત્યાં આવીને ઊભા ઊભા | પ્રશ્ન કર્યો. હે પ્રભુ ? મને નિદ્રા બહુ હેરાન કરે છે, મારી તે કેમ ટળે ? ત્યાં પ્રભુ પરમકૃપાળુ દેવે બોધ શરૂ કર્યો મૂર્શિત અવસ્થામાં આ જીવ અનાદિકાળથી રખડ્યો છે. ચૌદ પૂર્વધારી પણ પ્રમાદવશે પાછા હઠ્યા છે, પડ્યા છે “નિદ્રાદિ પ્રકૃતિ અનાદિ વૈરી છે તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તો તેને ક્રર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવે તેને મારી નાંખવી, ઓમ શુર ક્ષત્રિય ભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિ સુખ થાય. આમ અનેક પ્રકારે પ્રવૃતિઓ ક્ષય કરવાનો બોધ સાંજના છ વાગેથી સવારના છ સુધી ચાલ્યો હતો. બોધની એટલી બધી બધાને અસર થઈ હતી કે સુખલાલભાઈની મૂળમાંથી નિદ્રા ચાલી ગઈ. સાણંદના વનમાળીદાસભાઈ તુરતજ મુનિશ્રી પાસે જઈ – ઉપાશ્રયે જઈને કહેવા માંડ્યું, આજે તો પુષ્કરાવર્તનો મેઘ સારી રાત વર્ગો છે. ને હળવા ફુલ કરી દીધા છે. ભાર માથેથી ગયો હોય તેમ લાગે છે. વિગેરે સત્સંગનો મહિમા ગાયો. પ્લેગના કારણે ભરૂચમાં તેમણે દેહ છોડ્યો હતો. તેમને દેહ છોડવાની ખબર પડી ગઈ હતી કે આજે બાર વાગે હું જવાનો છું. સવારે ઘરનાને કહી દીધું કે તમે બધા જમી લ્યો, પછી સવારના દસ વાગે કહ્યું કે મને અહીં ખાટલાથી નીચે બેસાડો. ‘‘સામે કૃપાળુદેવનો ચિત્રપટ હતો અને હવે મને કોઈ બોલાવશો નહીં, હું મારા પરમકૃપાળુ પ્રભુના ધ્યાનમાં લીન થાઉં છું.’’ એમ કહીને આસન પર પદ્માસનવાળી સ્થિરતાથી બેઠા. પ્લેગની ગંભીરવેદના છતાં દસથી બાર વાગ્યા સુધી એકજ વૃત્તિએ અને એકજ ધ્યાનમાં શાંતભાવે દેહ છોડ્યો.
વવાણીયાના વાસી વહોરા જગુભાઈ
હું બાર વરસનો હતો. અમારું ઘર તે વખતે ટેકરા ઉપર હતું, ત્યાં પાછલી ડેલીનું બારણું વોકળામાં પડતું હતું, ત્યાં કપાળુદેવ બપોરના સમયે વોકળાના ખાડામાં ધ્યાન ધરતા બેઠેલા કેટલીએ વાર જોયા છે. અમો
૧૭)
Page #238
--------------------------------------------------------------------------
________________
OR RERS સત્સંગ-સંજીવની CREAD
નિશાળેથી છૂટીએ ત્યારે ત્યાં કૂતુહલથી જોવા જઈએ તો બે ત્રણ કલાક સુધી એકજ આસને બેઠેલા જોયા છે. અમો બધા છોકરાઓ તેમની નજીક જઈને જોઈ એ કે તેમનો શ્વાસ ચાલે છે કે નહીં ? એમ રમતમાં અમે જતા અને જોતા. ત્યાંથી ગાડાવાળા કોઈ નીકળે તે અમને હાંકી કાઢતા કે છોકરાઓ જાવ જતા રહો, એતો આતમધ્યાની છે એમને કાંઈ ન થાય. ત્યારથી અમો આતમધ્યાની તરીકે તેમને ઓળખતા હતા.
વવાણીયાના રહીશ નકુભાઈ દોશી
હું દસ વરસની ઉમ્મરનો હતો, શેરીમાંથી સાંજે કૃપાળુદેવ ફરવા નીકળતા તેમની સાથે ગુજરાતના ઘણા મુમુક્ષુઓ હોય અને પોપટ મનજી પણ પાણીનો મોટો લોટો તેના હાથમાં હોય અને આગળ જતા જોયા છે. કપાળુદેવે સાલ ઓઢેલી હોય એ રીતે જતા જોયા છે. ચાલ બહુ ધીમી અને શાંત હતી. તેમની પાછળ પાછળ અમો ત્યાં જતા, ત્યાં તળાવની પાળે ચડીને જોઈએ તો તેઓ છેક દરીયા તરફ જતા હોય અને ત્યાં સત્સંગ વાર્તા થતી અને મોડી રાતે પાછા ફરતા. વળી એમના ઘરની બેઠકમાં વાંચતા હોય ને પાના ફેરવતા હોય ત્યારે દેખાય કે જાણે ટ્રેનગાડી ચાલી તેવી રીતે ઝડપથી પાના ફેરવતા હોય અને કોઈની સાથે બોલે કે વાતચિત કરે ત્યારે જાણે મુખમાંથી ફૂલ ઝરતા હોય તેવી વાણી માઠી લાગે અને મોઢે તો જાણે સરસ્વતી વસી હોય એમ ખુલાસા કરે. હું ઘણાના પરિચયમાં આવ્યો છું પણ એના જેવો દયાળુ કોઈ જોવામાં આવ્યો નથી.
પૂજ્ય જવલબા જણાવતા હતા કે હું નાની હતી ત્યારે ફળિયામાં રમતી હતી ત્યાં ફળિયામાં ખાટલો ઢાળેલો. તે કાથીના ખાટલા પર તાંબાકુંડીમાં પાણી લઈ સ્નાન કરતા મેં કપાળુદેવને જોયા છે ત્યારે વાંસામાં ઝગારા મારતો હોય જાણે હીરાનો લેપ કર્યો હોય એવો ચમક ચમક થતો વાંસો જોઈ હું તો આશ્ચર્ય પામીને સ્તબ્ધ થઈ ગઈ. આ મને આજ જેવું બરાબર યાદ છે. એક વખત ઓસરીમાં આંટા મારતા જોયા છે, બન્ને હાથ પાછળ રાખી ફરતા જાય ને ગાથાઓ બોલતા જાય, “ધાર તરવારની સોહલી દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા’ આ રૂપેરી ઘંટડી જેવો મધુર અવાજ હજી આજે પણ સાંભરે છે.
હરકોરબેન અમદાવાદવાળા ફતાશાની પોળવાળા જણાવે છે કે મારી ઉમ્મર વીશ બાવીશ વરસની હતી. અમો પોળમાંથી દસબાર બહેનો કાળા સાડલા પહેરી શામળાની પોળમાં કોઈ ગુજરી ગયું હતું ત્યાં બેસરાણ (સાદડી)માં જતા હતા ત્યાં વચ્ચે ઘાંચીની પોળ સામે મેડા ઉપરથી શ્રીમદ્જી ઉતરવાના હતા. લોકો કહેતા હતા કે આ ઘોડાગાડીમાં હમણા પચ્ચીશમાં તીર્થકર અહીંથી જવાના છે એટલે અમને કુતુહલ થયું કે પચ્ચીશમા કેવા હશે તે આપણે જોઈને જઈએ એટલે અમો એક બાજુ ઊભા રહ્યા ત્યાં બે જ મિનિટમાં તેઓશ્રી મેડા ઉપરથી ઉતર્યા ને રોડ ઉપર ઊભા રહી ગાડીમાં બેસવા જતા હતા તે વખતે અમો બધી બહેનો ઉપર દ્રષ્ટિ કરી કરૂણાથી જોયું અને મારી ઉપર જે દ્રષ્ટિ પડી તે તો મને હજુ સુધી ૮૪ વરસની હાલ મારી ઉમ્મર છે તો પણ સાંભરે છે તે કરૂણા દ્રષ્ટિ નજરમાંથી ખસતી નથી, ત્યારથી મને નિર્ભયતા વર્તે છે.
ડૉકટર કાપડીયા સાહેબ પૂજ્ય વણારસીબાપાને મળેલા તે વાત કરતા હતા કે અમે ચાર ગામના લીંબડી વઢવાણ કેમ્પ રાણપુર વિગેરે ગામના મહાજન મળીને સાયલા ગયેલા. ત્યાં પૂજ્ય સૌભાગ્યભાઈએ અમને આવકાર આપ્યો. અમો શાસ્ત્રમાંથી ૨૧ પ્રશ્નો કાઢીને શ્રીમદ્જીને પૂછવા ગયેલા, અમોને અભિમાન કે આટલી
૧૭૧
Page #239
--------------------------------------------------------------------------
________________
GSSSSS સત્સંગ-સંજીવની
)
નાની ઉમ્મરના તે શું જાણતા હશે ? કે સૌભાગ્ય શાહ તેના વખાણ કરે છે ! અમે તો કેટલાક શાસ્ત્ર જાણીયે છીએ એટલે પ્રશ્રો લખીને લઈ ગયેલા, તે કાગળતો અમે પાઘડીની અંદર ભરાવેલો હતો. પરમકૃપાળુદેવ પાસે -અમો ગયા ને હાથ જોડી બેઠા, બે મિનિટ બધા મૌન બેસી રહ્યા, કોઈ કાંઈ પૂછી શક્યું નહીં. પછી કૃપાળુદેવે કહ્યું કાંઈ પૂછવું હોય તો પૂછો પણ અમો એકબીજાની સામું જોયા કરીયે પણ તેઓશ્રીના પ્રભાવથી કોઈ બોલી શક્યા નહીં. ત્યારબાદ થોડીવારે કૃપાળુદેવે અમારા પ્રશ્નોના જવાબ વગર પૂછયે દરેક પ્રશ્નના ખુલાસા કર્યા. બધા અચંબો પામ્યા, નવાઈ લાગી કે તેમણે આપણા મનની વાત શી રીતે જાણી ? મને તો તેમના અદ્ભુત પ્રભાવની અસર ખૂબ રહી. ત્યારથી મેં દાસત્વભાવે વંદન કરી પ્રભુ તરીકે સ્વીકાર્યા છે.
શ્રી વવાણિયાવાસી શ્રી પોપટભાઈ મનજી મળેલા. તે વાત કરતા કે શ્રી પ.કૃ.દેવે છેલ્લે શ્રી રાજકોટ જતી વખત મને કહેલું કે- ‘પોપટ, કંઈ ન મળે તો કાળી જારના રોટલા ખાજો પણ અનીતિ કરશો નહીં.” વળી એક | વખત કહેલ કે કોઈ દોષ મોટો થઈ જાય ને ખેદ થયા કરતો હોય તો જંગલમાં જઈ કાનમાં આંગળી નાંખીને મોટેથી ભગવાનને પોકારજો કે હે પ્રભુ, હું ભૂલી ગયો, મારી અજ્ઞાનતાથી આ દોષ થયો છે તેની હે પ્રભુ ! આપની સાક્ષીએ માફી માગું છું. આપ દયા કરી મને ક્ષમા આપો. બાકી બીજા કોઈને દોષ કહો એવો પુરૂષ નથી.
કબીર સંપ્રદાયના શ્રી અંબારામભાઈ, - ધર્મજ
શ્રી અંબારામભાઈ તેમની દુકાને ભક્તિમાં બેઠેલા હતા. ત્યાં લોકો માલ લેવા આવ્યા. ભક્તિમાં લીન થએલા તેઓ ઊઠયા નહીં. પેલા લોકોએ ધાંધલ કરવા માંડ્યું. તેઓ ઉદાસ થયા અને ધંધો છોડ્યો. ધર્મજ આવીને રહ્યા. સાધુ થયા, ભજનો રચતા અને ગવડાવતા. શ્રી પરમકૃપાળુદેવ પૂર્વ સંસ્કારના સંબંધે પ્રેરાઈને કરૂણ ભાવે ધર્મજ પધાર્યા હતા. મંદિરમાં આઠ દિવસ રહ્યા. સત્સંગ થયો અને અંબારામભાઈનો ભક્તિભાવ વધ્યો અને કૃપાળુદેવના ખેસની માંગણી કરી જેથી પરમ કૃપાળુદેવ અંબારામને કરૂણાભાવે ખેસ (ખભેરખણું) આપતા ગયા. તે ખેસ ઘણા વર્ષો સુધી મંદિરમાં સચવાએલો હતો. (ધર્મજ) સંવત ૧૯૫૭માં અંબારામભાઈનો દેહત્યાગ થયો હતો.
ગામ ધનારામાં પ. કૃપાળુદેવના બનેવી શ્રી ચત્રભુજ બેચરના પુત્રી દીવાળીબેન રહે છે. પરમ કૃપાળુ દેવે તેઓને નીચેના ૧૩ બોધ વચનો કહેલ તે રોજ યાદ કરે છે.
૧. હે જીવ તું કોણ છું? ૭. સત્સંગમાં રહે. ૨. શા માટે ભમે છે ? ૮. દેહદૃષ્ટિ મુકી દે. ૩. તારી પાસેજ છે.
૯. આત્મસ્વરૂપ જો. ૪. ઈચ્છા રહિત થા.
૧૦. અહં મને માર ૫. આકૃતિમાં ભાન ન ભૂલ. ૧૧, જયાં લઘુતા ત્યાં પ્રભુતા ૬. અંતરદૃષ્ટિ ખોલ.
૧૨. કોઈને નિરાશ ન કર. ૧૩. અભેદ સ્વરૂપ અખંડ પ્રવાહ
૧૭ર
Page #240
--------------------------------------------------------------------------
________________
RSS
સત્સંગ-સંજીવની
)
દિવાળીબેન પોતે કહે છે કે હું ફક્ત છ વર્ષની હતી મારા પૂજ્ય મામા (પરમકૃપાળુદેવ) મોરબી પધાર્યા હતા ને હું ત્યાં હતી ત્યારે ઉપરના વચનામૃતો મને ત્રણવાર બોલાવ્યા અને એમની કૃપાથી મને મુખપાઠે રહી ગયા છે. કોઈનો તાર આવ્યો હતો ને મને નીચેથી ‘મા’ એ ઉપરથી મામાને બોલાવા મોકલી. ત્યાં ઘણા ભાઈઓ બેઠા હતા. હું દાદરના પગથીયા ચઢીને દાદરમાંજ ઉભી રહી ત્યાં મામા નીચે ઉતર્યા અને મારો હાથ પકડી ઊભી રાખી ઉપરના વાક્યો મને ત્રણ વખત બોલાવ્યા તે મને ચોક્કસ સાંભરે છે. ને તે મને તરત જ યાદ રહી ગયા તે હજુ સુધી ૭૦ થયાં ભૂલાઈ ગયાં નથી...
એક વખત અંબાલાલભાઈને કૃપાળુદેવે પૂછયું કે આ તળાવમાં પાણી કેટલું ઊંડુ છે ? એમ પૂછયું કે તરત જ અંબાલાલભાઈએ એકદમ કૂદીને તળાવમાં પડવા માંડ્યું કે તરત જ કૃપાળુદેવે હાથ ઝાલ્યો ને પકડી રાખ્યા (તેવી આશા વશ વૃત્તિ હતી.)
પૂ. શ્રી ધારશીભાઈ જણાવતા હતા જે મોરબીમાં અમારા ભાયાત ભાઈશ્રી ઘેલા સંઘવીનો દીકરો કાપડના વેપારી હતા. તેઓશ્રી રેવાશંકર જગજીવનની કંપની દુકાને આડત હતી જેથી તેમની મારફતે ખરીદી કરતા હતા. એક વખતે ખરીદી કરવા ગયેલા તે સમયે ખરીદી કર્યા બાદ ગાંસડી બંધાવતા હતા અને તેનું ભરતીયું કરવાનું હતું. તે વખતે સાંજનો વખત હતો. ભરતીયા અવ્યવસ્થિતપણે હતા તેથી પાકા ભરતીયા કરવાના હતા. અને તે વખતે સાંજનો ટાઈમ હતો. તેથી જાવાનો વખત થઈ જતો હતો. રાત્રી ભોજનનો ત્યાગ હતો. જેથી કાંઈ કરતાં જમવા રોકાય છે તો ભરતીયા લેવા જવાનો ટાઈમ મળી નથી શકતો વિ. અગવડો હતી. તે વખતે ગાંસડી બંધાવતી વખતે પરમકૃપાળુદેવ ત્યાં હતા. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું ચાલો જમી લો. ત્યારે તેઓએ પોતાની અગવડો જણાવી ત્યારે ૫.કૃ.દેવે જણાવ્યું કે શા માટે મુંઝાઓ છો, ચાલો જમી લો પછી ભરતીયું તૈયાર થઈ જશે. પછી તે જમવા બેઠા, જમીને ઊઠયા બાદ પ.કૃ.દેવે જણાવ્યું કે બેસો, એક કાગળ લ્યો અને અમો લખાવીએ એ પ્રમાણે ભરતીયું બનાવો. પછી લખવા શરૂ કર્યું. લગભગ ૧૬૦૦ ૨કમો હતી તે તમામ જે ધણીને ત્યાંથી જેટલી રકમોની ખરીદી કરેલી તે તથા માલની જાત, આ જાતના આટલા તાકા, ત્યા તેનો આ પ્રમાણે તાકાનો ભાવ તથા વારના પ્રમાણેની ૨કમો તથા વારના ભાવ તમામ રકમોના ભાવ વિગેરે તમામ પરમકૃપાળુદેવ મોંઢે બોલતા જતા હતા. પછી પરમકૃપાળુદેવે તેઓને જણાવ્યું કે આ ભરતીયા પ્રમાણે જાઓ ને મેંળવી આવો, પછી મેળવતાં તમામ રકમો મળી, જેથી ઘણુંજ આશ્ચર્ય પામ્યા અને તેઓ જ્યારે મોરબી આવ્યા ત્યારે પોતાને ઘેર વડીલોને સુચવન કર્યું કે આપણે આડત તો આ ઠેકાણે જ કાયમ રાખવી, ત્યારે વડીલોએ જણાવ્યું કે એવું તો તેમાં તમે શું કે તમો આમ આશ્ચર્યપણે બોલો છો ત્યારે તેમને ઉપર પ્રમાણેની સઘળી હકિકતો વિદિત કરી.
૫. શ્રી કીલાભાઈ જણાવતા હતા જે શ્રી સોભાગભાઈ જે સાલને મહીને અને જે તિથિએ દેહોત્સર્ગ થયા છે તે વખતે શ્રી પ.ક.દેવ મુંબાઈ હતા. ગુજરી ગયાના વખતે એ જ મિનિટે ૫.કૃ.દેવ જે ઓરડીમાં બિરાજેલા હતા ત્યાંથી ઊભા થઈ સ્નાન કરવા માટે ઊઠ્યા હતા. દેહોત્સર્ગ થયાની ખબર તારથી સાંજે મલ્યા હતા. પરંતુ જે વખતે દેહોત્સર્ગ થયેલ તે જ વખતે ૧૦.૫૦ મિનિટે પ.કૃ.દેવે મુંબાઈમાં સ્નાન કર્યું હતું. આ હકિકતના રેવાશંકર જગજીવનની પેઢીના માણસો તરફથી ખબર મલ્યા હતાં.
પૂજ્ય શ્રી પોપટલાલભાઈ તથા શ્રી માણેકલાલભાઈ તથા કચરાભાઈ વિગેરે જગજીવનદાસભાઈને
૧૭૩
Page #241
--------------------------------------------------------------------------
________________
@ ERSTER સત્સંગ-સંજીવની GPSC ()
વઢવાણ મળવા સારૂ ગયા હતા. તેમણે તેમના કાકાના દીકરા પૂ. શ્રી ત્રિભોવનદાસભાઈ સંબંધમાં પ.કૃપાળુદેવ વિષેની હકિકત કહી હતી જે નીચે પ્રમાણે છે. - શ્રી ત્રિભોવનભાઈ વીરચંદ મોરબીમાં નિશાળમાં નોકરી કરતા હતા ત્યાં શ્રી ધારશીભાઈનો સમાગમ થયો હતો. તેમણે જણાવેલું કે મારી સાથે આવો તો એક પુરૂષને મળવા જેવું છે ત્યારે ત્રિભોવનભાઈ પરમકૃપાળુદેવ પાસે ગયા ત્યારબાદ કલાક ચુપ બેસી રહેલા. બાદ કૃપાળુદેવે પોતે જણાવ્યું કે - કેમ, આપનું આગમન છે? એટલે ત્રિભોવનભાઈએ કહ્યું કે મારે આપની પાસેથી પામવું છે. કૃપાળુશ્રીએ કહ્યું અમે કહીએ તેમ કરશો? તેમણે કહ્યું હા, ત્યારબાદ કૃપાળુશ્રીએ જણાવ્યું કે – “કાલે સ્વામિનારાયણના મંદિરે જજો” તે પ્રમાણે બીજે દિવસે ગયેલા. કૃપાળુદેવે પોતે પૂછયું કે “કેમ જાઓ છોને ?’ તેમણે કહ્યું કે ‘હા’ બાદ કેટલીક વાતો થતાં વિશેષ ચમત્કાર જણાવેલો તેથી શ્રદ્ધા ચોંટી તે એવી કે દર્શનની અભિલાષા વિશેષ રહ્યા કરે. ત્રિભોવનભાઈને કપાળુશ્રીએ પ્રથમ મોક્ષમાળા, ત્યારબાદ બીજા પુસ્તકો જેવાં કે આત્માનું શાસન વિ. મનન કરવા જણાવેલું. તેઓ ઘર સંબંધમાં ધ્યાન ઓછું આપતા ને દશાવાન પુરૂષ હતા.
કપાળુદેવે જણાવેલું કે તે ઘણા જીવોને ઉપકારી થાત. એક વખત મને ત્રિભોવનભાઈએ કહેલું કે કૃપાળુશ્રીઆજ રાતના મીક્સ ટ્રેનમાં વઢવાણ પધારનાર છે. માટે તું જજે. પણ હું કમનસીબે ગયો નહીં ને સવારમાં પોતે મોરબી પધારી ગયા. મોરબીમાં સંવત ૧૯૫૬ની સાલમાં ત્રિભોવનભાઈને કોલેરા થયો હતો. તેમની પાસે કોઈ કુટુંબવાળા હતા નહીં. મુમુક્ષુ ભાઈઓને બોલાવેલા તેમની સમક્ષ સારા વિચારથી દેહ ત્યાગ કરેલો. તેઓશ્રીની દશા વિષે પરમકૃપાળુદેવે શ્રી મુખે પ્રકાશ્ય છે. વ.૯૨૮માં અને ૯૩૦માં ‘....આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે દિન-પ્રતિદિન શાંત અવસ્થાએ કરી તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો....”
તેઓ પરમકૃપાળુ શ્રીનું સ્મરણ કરતા હતા તથા મનન કરતા હતા. મને તેઓ વઢવાણ કાંપમાં લીંમડી દરબારના ઉતારે ૫.કૃપાળુ પાસે બે વખત લઈ ગયેલા ત્યાં હું તો બેસી રહ્યો. પછી તો મારા મનમાં થયું કે હવે તો નિશાળનો ટાઈમ થયો માટે ઊઠું તેની સાથેજ કૃપાળુદેવે પોતેજ પ્રકાણ્યું કે કેમ, આપનું નામ જગજીવનદાસ? તમો ત્રિભોવનદાસના કાકાના દિકરા થાઓ છો ? વિગેરે જવાબમાં મેં કહ્યું હતું. બાદ કેટલીક નીતિની વાતો સમજવા જેવી અને અમલમાં મુકવા જેવી કપાળુદેવે કહેલી. જેથી હાલ એમ જણાય છે કે તેમના બોધથી પહેલા કરતાં કેટલાક વ્યવહારના કામમાં નીતિમાં ફેર પડ્યો છે. આપણા ચહેરાના દેખાવ પરથી આપણી તમામ હક્કિત કપાળુદેવ કહી દેતા. તેઓ મહાત્મા હતા તેમાં સંશય નથી. અદભૂત ખૂબી તો એ હતી કે દિવસમાં ૧૦ વખત ઝાડો થાય પણ બીલકુલ ગંધાય નહીં. તેમજ સુગંધ મારે, ગમે તેટલી શરીરની વ્યવસ્થા એવી હતી પણ કપાળુદેવની મુખાકૃતિ તેજસ્વી હતી. તેમજ ઉપદેશ વખતે સીંહ ગર્જનાની માફક ઉપદેશ ચાલે, એટલો તાપ પડતો કે કોઈથી કાંઈ બોલી શકાય નહીં.
કીલાભાઈ એમ જણાવતા હતા કે મને લીંમડીવાળા ઠાકરસીભાઈ લહેરચંદભાઈ એમ જણાવતા હતા કે જ્યારે પરમકૃપાળુદેવની સાથે ઈડરગઢ ગએલ ત્યારે પહેલી ટુંકે ચડ્યા બાદ ત્યાં વાઘ, સિંહ, રીંછ વિગેરેની વસ્તી જણાઈ અને જનાવરોના હાડપીંજરો પડેલા નજરે જોયા. જેથી મને ભય થયો, જેથી આગળ જતાં અટકાયો અને મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે સાહેબજી ? હું તો આગળ નહીં આપી શકું મને તો ભય લાગે છે ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમોને જોખમ થાય તેનો અમો વીમો ઉતારીયે છીએ. તો પણ ભયનો માર્યો હું જઈ
૧૭૪
Page #242
--------------------------------------------------------------------------
________________
RESS સત્સંગ-સંજીવની
)
શક્યો નહીં અને પરમકૃપાળુદેવ તમામ કપડા ઉતારી ફક્ત પંચીયું પહેરી આગળ ચાલ્યા... અને આગળ ગયા બાદ એક ગુફામાં પ્રવેશ કર્યો અને ત્યાં કાયોત્સર્ગ દશાએ બિરાજમાન થયા એમ સામેથી જોયું હતું. અને હું પછીથી પ્રભુ સાહેબજી પાસે ગયો તે વખતે મને જણાવ્યું કે તમોએ એવી માન્યતા કરી છે કે મારું છે તે જતું રહેશે અને અમો એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે અમારી પાસે જ રહેવાનું છે અને દેહ તો પર વસ્તુ છે તે જ્યારે ત્યારે પણ પડવાનો છે. વિગેરે બોધ કરી ભય ટાળ્યો હતો.
કીલાભાઈ જણાવતા હતા જે વસોમાં પરમકૃપાળુદેવે એક ભાઈની સાથે વાત કરતાં પ્રસંગોપાત એમ જણાવ્યું કે અમો વાણીયા નથી પણ ક્ષત્રિય છીએ એટલે હેતુ એ હતો કે ધર્મનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ ધારણ કરી શકે તો તે ક્ષત્રિય પુરૂષો જ ધારણ કરી શકે છે તેવા હેતુએ કહેવામાં આવ્યું હતું. - હું નડીયાદ ગયો હતો. પરમકૃપાળુદેવશ્રી તથા મનસુખભાઈ દેવશીભાઈ તથા અંબાલાલભાઈ ફરવા જતા હતા ત્યાં તળાવ આગળ અંબાલાલભાઈએ પ્રશ્ન કર્યું કે તળાવમાં લીલલ છે તેમાં અનંતા જીવ છે કે કેમ ?
ઉત્તર : ઠપકો આપીને કૃપાળુદેવે જણાવ્યું કે- “તેં વિનય સહિત પૂછયું નથી, સાડાત્રણ હાથ છેટે રહીને પૂછયું નથી, નમસ્કાર કરી પૂછયું નથી વિગેરે ચાલતા ચાલતા પૂછયું તેથી ઠપકો આપીને વિનયમાર્ગ બતાવ્યો. ઉપયોગ ન રહ્યો તે માટે ચૌદ પ્રકાર વિનયના જણાવ્યા હતા.
નડીયાદ તળાવમાં વેલો હતો તે બતાવી કૃ. દેવે જણાવ્યું કે- ‘શાસ્ત્રમાં અમુક ઊંચાઈના વૃક્ષો બતાવ્યા છે તે દેખાતા નથી પણ આ વેલો શાસ્ત્રમાં ઊંચાઈ કહેલી છે તે પ્રમાણમાં જ છે.
પૂજ્ય દેવમાં વાત કરતા હતા કે પરમકૃપાળુદેવ ત્રણ વર્ષના હતા ત્યારે તેડીને હું નકુ દોશીને ત્યાં જતી | ત્યાં હું જ્યાં બેસાડું ત્યાં સ્થિર બેસી રહેતા એક કલાક જાણે ભગવાનની પ્રતિમાની જેમ બીલકુલ હાથ પગનું હલન ચલન પણ ન કરતાં જાણે શાંત યોગી જેવા લાગતા,
પૂજ્યશ્રી દામજીભાઈ કહેતા કે કૃપાળુદેવને પૂછ્યું કે સાહેબ ! જાઓ આ સોનું કેટલા ટચનું છે ? ત્યારે તેઓશ્રીએ કહ્યું કે એ ટચ કાંઈ કામની નથી. આ દેહમાં આત્મા જે છે તે ટચ ખરી છે બાકીનું કાંઈ નથી.
એક વખત હું (દામજીભાઈ) કેસરીયાજી જઈ આવ્યો ત્યારે મેં કહ્યું કે ભગવાનની મૂર્તિ બહુ સારી હતી ત્યારે કૃપાળુદેવે જણાવ્યું કે મૂર્તિ નહીં કહેવી ભગવાન કહેવા.
કૃપાળુદેવ નિશાળમાં ભણતા ત્યારે બધા વિદ્યાર્થીઓને પોતેજ કલાસમાં ભણાવતા. કૃપાળુદેવ સ્કુલમાં આસિસ્ટંટ હતા. વિદ્યાર્થીઓ માસ્તરને કહેતા, અમોને રાયચંદભાઈ પાઠ આપે તે અમોને જલ્દી યાદ રહી જાય છે. કુ.દેવ વિદ્યાર્થીઓને પાઠ ન આવડે તો કદી મારતા નહીં. વળી એક વિદ્યાર્થી કૃપાળુદેવ સાથે ભણતાં તેણે લખ્યું છે કે એક વખત ઘરેથી હું પાઠ કર્યા વિના નિશાળે ગયો મને કાંઈ આવડ્યું નહીં ત્યારે રાયચંદભાઈએ મને ઊભો કર્યો અને ઘણી જ નરમાશથી મારી કાન પટ્ટી પકડી, તે તેમનો હાથ એટલો બધો મુલાયમ અને કોમળ લાગ્યો જે મને ગમ્યો ને દુઃખ ન થયું પણ જાણે હજા કાન પકડી રાખે તો સારું એમ થયું એવી જેને રોમ રોમ દયા વસી હતી તે મને હજુ સાંભરે છે.
કૃપાળુદેવ નાના હતા ત્યારે નિશાળના વિદ્યાર્થીઓને હાથ પકડી ભીંતના ઓઠે ઊભા રાખતા ને સમજાવતા હતા કે આંખ મીંચી ઘો ને હું બોલું તેમ તમારી દૃષ્ટિમાં મહાવીર પ્રભુને ઉતારો.
૧૭૫
Page #243
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની મ
શ્રી મફાભાઈ કલ્લોલવાળા શ્રી વડવે આવતા ને સત્સંગ અર્થે રહેતા. કૃપાળુદેવના દર્શનની નાની ઉંમરમાં જે છાપ પડેલી તેની ઉલ્લાસથી વાત કરતા ને પ્રસન્નતાથી જણાવતા કે શ્રી પ.કૃ.દેવ કલોલ પધારેલા, એક દિવસ સ્થિરતા કરેલ, બીજે દિવસે મુંબઈ પધારવાના હતા. સ્ટેશન પર મારાં બા વિ. વળાવા ગયા. હું નિશાળેથી ઘે૨ આવ્યો તો મારા બા સ્ટેશન પર ગયેલા એટલે હું સીધો સ્ટેશને સાહેબજીના દર્શન કરવા ગયો. જેવો સ્ટેશને પગ મૂક્યો તેવી જ ગાડીની સિસોટી વાગી ને ગાડી ઉપડી તે હું દોડતો દોડતો ડબા તરફ જવા લાગ્યો ત્યાં તો કૃ.દેવે જાણી લીધું. તે બારીમાંથી મુખમુદ્રા બહાર કરી મારી સામે જોયું ને હાથ ઊંચો પોતે કર્યો તે મેં બરાબ૨ નજ૨ મેલાવી દર્શન કર્યા તે જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી ડબાની પાછળ દોડતો હતો. એ જે અમી દૃષ્ટિ પડી છે તે હજી એવી ને એવી નજર આગળ તરે છે. ભૂલાતી નથી કે મને દર્શન થયાં. અને મારી મોટી ઉંમર થયા પછી વ. ૩૧૩ ‘જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ ને તેમ થઈએ છીએ’’ એ મારા અંતરમાં સ્થિર થયું છે ને હું રોજ પાઠ કરૂં છું. એ મને બહુ ગમે છે.
શ્રી
જલુબા (શ્રી કીલાભાઈના ધર્મપત્ની) જણાવે છે કે શ્રી પ.કૃ.દેવ ખંભાત પધાર્યા ત્યારે અમો બેનો શ્રી પ.કૃ.ના દર્શન કરવા ગયાં તે વખત શાંત મુદ્રામાં બિરાજ્યા હતા. અમો નમસ્કાર કરીને બેઠા. અમને પ્રશ્ન પૂછવો હતો પણ કાંઈ બોલી કે પૂછી શક્યા નહીં એવો એમનો પ્રતાપ પડયો. થોડીવાર બાદ શ્રી પ.કૃ.દેવે પૂછયું કે તમોને વાંચતાં આવડે છે ? ત્યાં મેજ પર ભાવનાબોધ ગ્રંથ પડેલ હતો તે અમને આપીને કહ્યું કે ‘વાંચો’ ત્યારે અમો એક બીજાની સામે જોયા કરીએ કેમકે અમો ભણેલા નહીં જેથી અમને વાંચતાં આવડતું ન હતું. ફરીથી કૃ.દેવે કહ્યું, ખોલીને વાંચો, આવડશે. એટલે મેં (શ્રી જલુબાએ) હિંમત કરી પ્રભુ પર વિશ્વાસ રાખી . પુસ્તક લઈને ખોલ્યું - ભિખારીનો ખેદ એ પાઠ નીકળ્યો. પછી હું તો કૃ.દેવની સામું જોઈને અક્ષર ઉપર આંગળી મૂકી મૂકીને વાંચતી હતી કે એ – ક - ભિ - ખા - રી - હ - તો. પછી પરમ કૃ.દેવે કહ્યું કે બસ, જાવ ‘આવડશે – વાંચજો’ એવી વચનલબ્ધિ હતી, વાણીનો અતિશય પ્રભાવ પડ્યો ને પછીથી મને ભાવના બોધ, મોક્ષમાળા વિગેરે વાંચતાં આવડી ગયું. શાળામાં પણ જતી ને મોક્ષમાળાના પાઠ મુખપાઠ કર્યા હતા. શ્રી વચનામૃતજી છપાયા બાદ તે પણ વાંચી શકતી. બીજું વાંચી (ઓછું) શકું. (નહીં.)
રત્નકુક્ષી - મા દેવબાઈ
પરમ પૂજ્ય કૃપાળુદેવના માતુશ્રી દેવબાઈ શ્રી વવાણિયાથી સંવત ૧૯૭૦ના કારતક શુદ તેરશના ભોમે, સાંજની ગાડીમાં અત્રે શ્રી ખંભાત પધાર્યા. પૂ. માતુશ્રીના મુખથી શ્રી પરમકૃપાળુદેવનું ચરિત્ર સાંભળ્યું તે નીચે મુજબ ઃ
મારા સસરા પંચાણ મેતા. માણેકવાડામાં રહેતા. તેમને બે દિકરા હતા. તે બંને ગુજરી જવાથી તેમનું મન ઉદાસ થઈ જવાથી પોતાનો ભાગ લઈ વવાણિયે આવ્યા. ત્યાં વહાણવટાનો વેપાર કરતા હતા. ઘર આંગણે વહાણ હતાં એમ ઘ૨માં સાસુમાની વાતચીત ઉપરથી મારા સમજવામાં છે. ભાઈનો જન્મ રહેણાંકના ઓરડામાં એટલે રસોડાવાળા ઓરડામાં થયો હતો. મનસુખભાઈના પિતા તો એક જ હતા અને પંચાણ મેતાને ૫ ભાઈઓ
હતા.
શ્રી પરમકૃપાળુદેવ ગર્ભમાં આવ્યા પછી માતુશ્રીને એક યોગી મળેલ. તેમણે એવું કહ્યું કે તમોને એક પુત્ર થશે. તે મહાન ધર્મિષ્ઠ અને પ્રતાપી થશે. અને તે તમારી ઈકોતેર પેઢી તારશે. તે યોગી તળાવની પાળ ઉપર રહેતા. તેની મનસુખભાઈના પિતાએ સેવાભક્તિ બહુ કરી હતી.
૧૭૬
Page #244
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવના માતુશ્રી પૂ. શ્રી દેવમાતા પૂ. શ્રી દેવમાતા જ્યારે ખંભાત પધાર્યા ત્યારે તેઓશ્રીને ખંભાતના મુમુક્ષુ ભાઇ-બ્દનોની પરમ કૃપાળદેવ પ્રત્યેની ભક્તિ જોઇ પ્રતીતિ થઇ કે મારો પુત્ર ભગવાન થઇ ગયો.
Page #245
--------------------------------------------------------------------------
Page #246
--------------------------------------------------------------------------
________________
× સત્સંગ-સંજીવની )
શ્રી પરમકૃપાળુદેવ ગર્ભમાં આવ્યા બાદ કોઈ પણ માઠી વાસના મને થઈ નથી. ૧૯૨૪ના કાર્તિક શુદ પુનમના દિવસે જન્મ હોવાથી આખા ગામમાં દેવદિવાળીને લઈને ઉત્સવ ઘણો હતો.
બાળપણમાં બે વર્ષની વયમાં નાના છોકરાઓ સાથે માટીના દેહરા કરી પછી છોકરાઓને કહે કે – ‘આ મહાદેવનું દેરૂં છે, આ રામનું દેરૂં છે’. એમ એવા આકારના કરી બતાવતા હતા.
નવ માસની ઉંમરે હીંડવા માંડતા હતા. ૧૨, ૧૩ મહીનામાં તે બોલવા શીખ્યા હતા. પાંચ વર્ષની ઉંમરે પોતાની બહેનને તેડવા સારૂ કચ્છમાં પિતાશ્રીની સાથે અંજાર ગયા હતા.
શ્રી પરમકૃપાળુદેવને જમણી આંખે ભમર ઉપર ‘તરવારની મૂઠ’ સાથે ચિન્હ હતું અને પગના અંગુઠે ‘લાલ રેખા’ હતી.
પરમકૃપાળુદેવ સાતમે વર્ષે નિશાળે બેઠા અને ૧૧મે વર્ષે નિશાળેથી ભણીને ઊઠી ગયેલ.
સં. ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવની તબીયત નરમ ઘણી જ હતી. તેથી મને આંખમાં આંસુ આવવાથી પરમકૃપાળુદેવે કહ્યું જે ‘તમો શું ખેદ કરો છો ? આટલા ભવ સુધી (તમે) માવતર જ હતાં ?
મને વારંવાર કહેતા – ‘મા ! તમે મોક્ષે આવશો ?’ ત્યારે મેં કહ્યું - ‘ભાઈ, મોક્ષ કેવો હોય ? ત્યારે કહેતાં ‘હું તમને મોક્ષ બતલાવનારો છું.’ પરમકૃપાળુદેવની ઉંમર ૨૦ વર્ષની હતી ત્યારે વીરજીભાઈને પૂછ્યું કે તમારા ઘ૨ના બાઈ ગુજરી જાય તો ફરીથી પરણો કે કેમ ? ત્યારે તેણે કહ્યું કે પરણું. કૃપાળુદેવે કહ્યું કે ‘પશ્ચાત્તાપ કરો.’ ત્યારે તેણે બાધા લીધી ને પછી ફાગણ માસમાં વીરજીભાઈની વહુ ગુજરી ગઈ. અને તે પછી શ્રાવણ માસમાં વીરજીભાઈ પોતે ગુજરી ગયા.
શ્રી પરમકૃપાળુદેવની ઉંમર ૧૨ વર્ષની હતી ત્યારે તેમની દાદીએ કહેલું કે - તું મને ચેહ મૂકજે. દાદી ગુજરી ગયાં. પોતે સ્મશાનમાં ગયા ત્યારે તેમને ડાઘુઓએ કહ્યું તમે ખસી જાવ. નાના બાળક છો. એટલે તેમણે કહ્યું કે જે મારી દાદીએ ચેહ મૂકવા ભલામણ મને કરી છે, માટે હું ચેહ મૂકીશ. પછી અગ્નિસંસ્કાર પોતે કર્યો હતો.
મારા સસરા ગુજરી ગયા ત્યારે રાયચંદભાઈ ૧૨ વર્ષની ઉંમરના આશરે હશે. પરમકૃપાળુદેવને માતુશ્રીએ કહ્યું જે તમારા સાસરેથી લગન જોવડાવાનું કહ્યું છે. ત્યારે પોતે ક્યું જે ‘આજે ઘરમાં ઘાત છે, તેથી શી રીતે લગન જોવડાવાય.’ તે જ દિવસે મનસુખભાઈ ગ્યાસતેલનો ડબો દીવાનો સળગતો હતો તેનાથી ઘણું જ છાતીએ દાઝયા હતા. એટલે પછી ૧૨ માસ પછી લગન થયાં. એમ મનસુખભાઈની ઘાત અગાઉથી જાણીને કહ્યું હતું. તે વખતે ૧૯ વર્ષની ઉંમર હતી.
સં. ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવ વઢવાણ કાંપમાં હતા. ત્યારે માતુશ્રીને પોતે કહ્યું જે “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસનો જેટલો મોહ કરે છે તેટલો આ આખી ઉંમરમાં અમે મોહ કર્યો નથી.’’ પછી માતુશ્રીને કહ્યું જે આપની આજ્ઞા હોય તો હું આજથી સર્વ પ્રકારે વ્રતનો નિયમ ધારૂં.
પછી ૧૨ વ્રત સંક્ષેપમાં મુનિઓ પાસે લખી આપી અંબાલાલભાઈની સાથે મોકલ્યા હતા. જ્ઞાનાર્ણવમાંથી બ્રહ્મચર્યનો અધિકાર સંભળાવવા મુનિઓને કહ્યું હતું. તે પ્રમાણે એ વહુ ઝબકને મુનિએ સંભળાવ્યું હતું અને અહીંસાદિવ્રતના પચ્ચક્ખાણ મુનિએ કરાવ્યા હતા અને કૃ. દેવે માતુશ્રીને પ્રભુના દર્શન કરવા જવા આજ્ઞા આપી હતી.
૧૭૭
Page #247
--------------------------------------------------------------------------
________________
GSSS SSS સત્સંગ-સંજીવની S/E) SS TO
સં. ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવે વનવાસ જવાની આજ્ઞા માંગી. “મા, અમને રજા આપો તો અમે વનવાસ જઈએ.’ કીધું હું રજા આપું નહીં. અને જો તમે વનમાં જાઓ તો હું પ્રાણત્યાગ કરૂં. ભાઈએ કહ્યું - મા, તમે અમને વનવાસની રજા આપો તો અમને સુવાણ થઈ જાય. તેથી ભાઈને જો સુવાણ થતી હોય તો ભલે વનવાસ જાય, એમ સમજી મેં રજા આપી હતી.
૧૯૫૭માં માગશર માસમાં અમદાવાદ કૃપાળુદેવ પધાર્યા ત્યારે કહ્યું ‘જે (અહીં) માણસ ઘણા છે, પણ ‘મા’ નથી. (મીના) બેને જઈને માતુશ્રીને મોકલ્યા. ત્યાર પછી પ્રાણજીવન ડૉકટરે શ્રી પરમકૃપાળુદેવને રંગુન લઈ જવા માટે માતુશ્રીને કહ્યું ત્યારે માએ કહ્યું કે હવે મંદવાડ ગયો છે અને રંગુન હું મોકલું ત્યારે કહેશે જે નાણા માટે રંગુન જાય છે, એમ વાત કરી. મારે રંગુન મોકલવા માટે વિચાર નથી.
માતુશ્રી : પરમકૃપાળુદેવને જેટલી આજ્ઞા કરું તેટલી ઉઠાવે. કોઈ પણ દિવસ આખી ઉંમરમાં પોતે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. જેટલું કહ્યું તેટલું પોતે કરતા.
મુનિશ્રી લઘુરાજસ્વામીએ અમોને કહ્યું જે તમોને મા, પરમકૃપાળુદેવ ઉપર મોહ ઘણો છે ખરૂં ? ત્યારે બીજા મુનિએ કહ્યું જે લલ્લુજી મહારાજે તો સાહ્યબી હતી તે છોડી દીધી. ત્યારે માતુશ્રીએ કહ્યું કે મારાથી પરમકૃપાળુનો મોહ નથી મૂકાતો.
વઢવાણ કાંપમાં માતુશ્રીને કહ્યું કે ગાડીની અંદર બેઠા હોઈએ તો તેને જલ્દીથી હાંક એમ ગાડીવાળાને ન કહેવું. તળાવમાં હાવું નહી, ધોવું નહી, વાસણ લઈને પાણી ગાળીને હાવું. લીલોતરીમાં ચાર લીલોતરી મોકળી રાખીને બીજી સર્વથા ત્યાગ કરાવ્યા પછી મધ, માખણ વિ. સર્વ અભક્ષ્યનો ત્યાગ કરાવ્યો.
ઘરમાં કોઈથી જૂઠું તો કાંઈ બોલાય જ નહી. કૃપાળુદેવ કહે કે જેવું હોય તેવું જ કહી દેવું. જેનાથી જે વાંક થયો હોય તે તરત કહી દેવું. નોકરને પૈસા વાપરવા આપે. અને તે પૈસા પોતાને માટે વાપરે તો તરત કહી દે જે ફલાણામાં પૈસા વાપર્યા છે. અમારા સહુ કુટુંબમાં પણ કોઈ પ્રકારનો અવિશ્વાસ જેવું નહોતું. ચોરીની તો વાત જ નહીં. નોકરો પણ તેવા કે જે લીધું હોય તે તરત કહી દે. કૃપાળુદેવની ૧૦ વર્ષની ઉંમર હતી તે વખતે માતુશ્રીએ કહ્યું કે ભાઈ, તમે આટલું બધું જાણો ને મને કાંઈ આવડે નહીં ત્યારે કૃપાળુદેવે કહ્યું કે તમોને કાંઈ ન આવડે તો સાસુની ભક્તિ કર્યા કરો એ જ વધારે છે. જાત્રા કરવા કરતાં સાસુ સસરાની ભક્તિ કરશો એ વધારે પુણ્ય છે. કારણ કે ઘરમાં સાસુ સસરા સો વર્ષની ઉંમરના અને અશક્ત છે તો તેની ભક્તિ કરવાથી વધારે ફળ છે. આ વખતે ઉંમર ૧૦ વર્ષની હતી. પરમકૃપાળુદેવે માતુશ્રીને સ્મરણમાં પ્રભુના નામની માળા ફેરવવા કહ્યું હતું. | શ્રી વવાણિયા એક વખત ૪ આરજાઓ આવેલા ત્યારે પોતે ઉપાશ્રયે જાય. સર્વેને પોતે ઉપદેશ દેતા હતા. ૧૧ વાગે જાય અને ચાર વાગે આવે.
પરમકૃપાળુઘરમાં સર્વેને કહેતાએ ‘વાસી ખાવું નહીં.” અને તેમના કહ્યા બાદ કોઈ વાસી ખાતું નહીં. પરમકૃપાળુદેવને મંદવાડમાં માતુશ્રી પૂછતા જે ભાઈ કેમ છે ? ત્યારે કહેતા જે – ‘અમને સુખે નથી અને દુ:ખે નથી.’
૧૯૫૬ની સાલમાં જે છેલ્લી અવસ્થાનો ફોટોગ્રાફ પડાવેલો તે સર્વને કહેલું કે માતુશ્રીને તે ફોટો બતલાવશો નહીં. કારણ કે શરીર ક્ષીણ થઈ ગયેલું. વઢવાણ કાંપમાં ભાઈની તબિયત નરમ હતી ત્યારે લીંબડી દરબારના ઉતારામાં પોતે બિરાજ્યા હતા. એક વખત રાત્રે પરોઢના વખતે મને એવું સ્વપ્ન આવ્યું કે ખોળામાં એક પુત્ર છે અને ધાવણ છૂટ્યું છે. મેં (દેવમાએ) સ્વપ્નામાં ‘વહુ વહુ એમ હાકલ કરી ને ત્યાર પછી હું જાગી.
૧૭૮
Page #248
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવના પિતાશ્રી પૂ. શ્રી. રવજીભાઇ પંચાણભાઇ મહેતા
| વવાણિયા ધન્ય તે નગરી, ધન્ય વેલા ઘડી; માત-પિતા કુલ વંશ જિનેશ્વર ... ધર્મ,
Page #249
--------------------------------------------------------------------------
Page #250
--------------------------------------------------------------------------
________________
GSSS) સત્સંગ-સંજીવની {S (
અને ખોળામાં પુત્ર હતો તે અલોપ થઈ ગયો. ત્યાર પછી મેં જોયું તો ધાવણ છૂટ્યું એમ ભીનું જણાતું હતું. તેથી મને ખાતરી થઈ કે આ સ્વપ્ન લાધ્યું ત્યારે જાગૃતિ વિશેષ અને ઊંઘ ઓછી. તેથી વિશેષ ભાગ જાગૃતિ કહેવાય. દિવસ ઊગ્યા પછી મેં ભાઈને વાત કહી કે આમ બન્યું. વહુ તે રાત્રે મારી પાસે પથારી કરીને સૂતા હતા.
- વઢવાણ અમે મહીનો સવા મહીનો રહ્યા ત્યાર પછી અમે ઘર તરફ ગયા. અને ભાઈ અમદાવાદ તરફ | ગયા. થોડા દિવસ પછી અમને બોલાવવાથી હું તથા વહુ તથા કાશી તથા જવલ તથા મનસુખ અમદાવાદ ગયા હતા.
ભાઈશ્રી નડીયાદ બિરાજતા હતા ત્યારે માતુશ્રી કહે મને મંદવાડ વિશેષ હતો. તેથી તાર કરીને ભાઈને બોલાવેલ, ભાઈ પધાર્યા. ખાટલે બેસી ઘણી વાતો કરતા અને સેવા ઘણી સારી કરેલી.
૧૯૫૬માં જો કે મને તો બરાબર સમજણ નહીં પણ ભાઈએ સમજણ પાડી કે આ સૂત્ર (નામ ખબર નથી) તમારા ખરચથી મંગાવેલ છે તે તમે મને વહોરાવો. તે ઉપરથી મેં તે સુત્ર ભાઈને વહોરાવ્યું, પણ આ વખતે શ્રી માકુભાઈ વિગેરે હાજર હતા તેથી ક્યું સૂત્રને તેમના જાણવામાં હશે ? કેટલા રૂપિયાનું (કેટલી કીંમતનું) તે મને યાદ નથી. પછી પરમશ્રત ખાતામાં રૂપિયા મંડાવાનું ભાઈએ મને પૂછયું ત્યારે મેં રૂ. ૨૫ મંડાવ્યા ને રૂ. ૫૦ વહુએ મંડાવ્યા ને સૂત્ર તે મેં મારા હાથમાં લઈને ભાઈના હાથમાં આપેલ હતું.
(સં. ૧૯૭૦ના કારતક વદી એકમના રોજ, સ્થળ સ્થંભતીર્થ, પૂ. શ્રી છોટાલાલ માણેકચંદની મેડી ઉપર સવારના પ્રથમ પ્રહરમાં પરમકૃપાળુ માતુશ્રી - દેવમાતા મેડી ઉપર બિરાજ્યા હતાં. તેમને હકીકત પૂછતાં તેમને જે જે વાત કરી તે અહીં નોટ કરવામાં આવી છે.).
૧૭૯
Page #251
--------------------------------------------------------------------------
________________
0 GિER SYS S સત્સંગ-સંજીવની (45) RS 50
)
|
શ્રી વીતરાગાય નમઃ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત - શ્રી સુબોધક પુસ્તકશાળા, લોંકાપરી, ખંભાત,
શ્રી સહજાત્મ સ્વરૂપાય નમઃ
જન્મ
| અથ // શ્રી // શ્રીમાન્ રાજચંદ્રદેવ જીવનવૃત્તાંત-કિવા ચરિત્રાનુયોગ .
| ધન્ય ધન્ય તુજ માતને વીર
ધન્ય ધન્ય તુજ તાત, પુરૂષનો ધન્ય ધન્ય કુળ વંશ તે,
કલ્યાણ કે
જયાં પ્રગટ થયો ગુરૂરાજ. અત્રે જેઓશ્રીનું જન્મવૃત્તાંત આલેખવામાં આવે છે તે પરમ પુરૂષનો જન્મકલ્યાણક વિક્રમ સંવત ૧૯૨૪ના કાર્તિક શુક્લ પૂર્ણિમાના દિને સૂર્યવારે દેવદિવાળીના માંગલિક મહોત્સવે શ્રી સૌરાષ્ટ્ર દેશમાં વવાણીયા બંદરે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિમાં પૂજ્યપાદ પિતાશ્રી રવજીભાઈ પંચાણભાઈના ધર્મપત્નિ દેવબાઈ માતુશ્રીની રત્નકુક્ષીએ થયેલ છે. પરમપૂજ્ય માતુશ્રી સ્વભાવે મહાસરળ છે. હૃદયે કોમળ છે, મનોવૃત્તિ શાંત છે, મહાભદ્રિક છે, વળી જેને સહેજે કર્મબંધ મંદભાવે વર્તે છે, એવું જેનું ચિત્ત અહોનીશ નિર્દોષિતપણે વર્તે છે તેઓશ્રીની રત્નકુક્ષીએ થયેલ છે. અત્રે જે વીરપુરૂષનું જીવનવૃત્તાંત આલેખવામાં આવે છે તે દિવ્યરત્ન પ્રકાશિત થયેલ છે. જેમ સૃષ્ટિમાંહે સૂર્યોદય પ્રકાશિત થવાથી આખી સૃષ્ટિમાંહે ઉજ્જવળતા વ્યાપિ રહે છે, તેમ છે જગતુમાતા, તાહરી રત્નકુખે જગતૂને વિષે શિરોમણી જળહળજ્યોતિ દિવ્યરત્ન પ્રકાશિત થયેલ છે. જે પ્રકાશિત થવાથી જગત્વાસી જીવાત્માઓને પરમ હિતકારી હેતુભૂત થયેલ છે. અર્થાત્ વર્તમાનકાળને વિષે સત્યમાર્ગની પ્રાપ્તિ થવામાં પરમજ્યોતિરૂપ દિવ્યરત્ન પ્રગટ થયેલ છે. હે જગત્માતા ! આ પરમનિધાનરૂપ વીરપુરૂષની ઉત્પત્તિ થવામાં તાહરો મુખ્યત્વે પરમોપકાર થયેલ છે. જે ઉપકારનું સ્મરણ કરી તાહરી કુખ ઉજ્જવાલક વીરપુરૂષનું જીવનવૃત્તાંત આલેખવા પ્રારંભ કરૂં છું.
// અથ / શ્રી // આપ્તપુરૂષકી જન્મદાતા - વીરમાતાકું
અભિવંદન દેતા હૂં // ઈહ પુરૂષ કી જન્મભૂમિકા વ્યાખ્યાન પ્રદર્શિત કરનેમેં આ ચૂકા હૈ. અબ આપ્ત પુરૂષકા જન્મધારણ કરણહાર વીર માતાના વ્યાખ્યાન લીખનેકા પ્રારંભ હોતા હૈ.
ઈસ જગો પર કોઈકું ભી સવાલ ઉત્પન્ન હોયગા કી ઈસ જગો પર વીરમાતાના વર્ણન લીખનેકી ક્યા અગત્યતા હોયગી? તો મેરે યહ સવાલકા સમાધાનીમેં પ્રદર્શિત કરના હી પડેગા કે ઈસ પુરૂષકુ જન્મદાતા વીરમાતાકા અપને પર અનંત ઉપકાર હૂવા હૈ. ક્યું સૂર્યોદય હોનેસે ઉજ્જવલતા વ્યાપ્ત હોતી હૈ ઈસી માફક જળહળજ્યોતિ આપ્તપુરૂષ પ્રગટ હોને મેં સન્માર્ગ પ્રકાશિત હોતા હૈ, સત્ માર્ગોદ્ધાર હોતા હૈ, વા યોગ્ય જીવાત્માઓકું ભવસમુદ્રસે પારાવાર હોનેમેં જહાજ સમાન હૈ, વા ઊંચી શ્રેણીએ ચડનેમેં સીડીરૂપ હૂવા હૈ. મતલબમેં ઐસા આપ્તપુરૂષકા જન્મ ઈસકી માતુશ્રી શ્રી દેવબાઈકી રત્નકુખે હુવા હૈ. ઈસલીયે યહ મહાભાગ્યકી આ ચરિત્રવર્ણન કરે છે ત્યારે પૂ.દેવ મા વિદ્યમાન છે તેથી પૂ.અં. ભાઈએ માતુશ્રી સ્વભાવે સરળ છે તેમ જણાવ્યું છે.
૧૮૦
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
વર્ષ ૨૪મું
વિ.સં. ૧૯૪૭
Page #253
--------------------------------------------------------------------------
Page #254
--------------------------------------------------------------------------
________________
SS S SS સત્સંગ-સંજીવની ) ( SSC (
બાત હૈ. ઈસી કે લીયે વીરમાતાના વર્ણન લીખા જાતા હૈ. ઓર ભી પ્રબલ કારણ યહી હૈ કિ ઐસે નરરત્નોંકી ઉત્પત્તિ મહાભાગ્યવંતકી રત્નકુખે હોતી હૈ, જિસ લીયે જન્મદાતાકા ઉત્તમ ગુણોકે ઈસ જગો પર દાખવતે હૈ. જીસ વ્યાખ્યાકે આધારસેં અવલોકન કરનેવાલેકું યહ પુરૂષકા આભાસ હોયગા ઈસ લીયે..
જે સમયે આ પરમપુરૂષ બાલ્યાવસ્થાએ હવા તે સમયમાં એટલે જ્યારે તેઓશ્રી સાત વર્ષની વયે હતા તે સમયે માતાપિતાદિકે સ્કુલમાં અભ્યાસ કરવા અર્થે દાખલ થવા યોગ્ય સમય જાણી દાખલ કર્યા. આ પુરૂષ ભવિષ્યકાળે ઊંચી શ્રેણીને પ્રાપ્ત થવાના લક્ષણો દર્શાવે છે, કે જે દિવસે પાઠશાળામાં અભ્યાસ અર્થે પ્રવેશ થયો તે જ દિવસે પોતાને વિષે ગુપ્તપણામાં રહેલ જે સામર્થ્ય તે ઉજાસમાં મૂકી તેઓશ્રીને શિક્ષણ દેનાર પાઠક પુરૂષને તથા પાઠક પુરૂષના આશ્રયે અભ્યાસ કરનારા સર્વે વિદ્યાર્થીઓને આશ્ચર્યચકીત બનાવી દીધા. અને તે ઐશ્વર્યપણાએ કરી સઘળાઓના મુખમાંહેથી જય વિજયના શબ્દો વારંવાર ઉચ્ચારિત થતા હતા. આ સંબંધી બનેલ વૃત્તાંત નીચે આલેખવામાં આવે છે. જે પરથી વાંચકોને ભાસ્યમાન થઈ શકશે કે આ આપ્તપુરૂષ પ્રથમથી જ એટલે જન્માંતરેથી જ કઈ જ્ઞાનસ્થિતિને પ્રાપ્ત થયેલ છે. લોક વ્યાખ્યા છે જે પુત્રના લક્ષણો પારણામાંથી જણાય. જ્યારે બાળક બાળવયનો હોય છે ત્યારે બાળવયની ચર્યાના આધારે કરી તથા અમુક અમુક લક્ષણોએ કરી તેનામાં ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય ગુણોનું અનુમાન ડાહ્યા પુરૂષો કરે છે જે અનુમાન પ્રાયે યથાર્થ નિવડે છે. તેમ હે આર્યજનો ! આ આપ્તપુરૂષ જન્માંતરેથી જ સુલક્ષણોએ કરી સહીત હતા. નિર્દોષ ચર્યાએ કરી સર્વથા પ્રકારે જેનું વર્તણુંક અહોનીશ વર્તતું હતું એવો જે આ આખપુરૂષ તે પોતાના સામર્થ્ય બળે કરી સઘળાઓને વિસ્મય પમાડતો હતો, વા સઘળાઓને અતિ પ્રિયકર થઈ પડયો હતો. જે બાળવયની કૃતિ, ચર્યાના આધારે આ આપ્તપુરૂષ પ્રતિ સહજભાવે સર્વેને અહોભાવ પમાડ્યો છે. જે અહોભાવ વડે સઘળાઓના હૃદય હર્ષ રિત એકી અવાજે જય પામો, વિજય પામો એવા શબ્દોએ કરી વધાવી લેતા હવા. કિંવા આશિર્વાદના વચનો ઉચ્ચારતા હવા. તેઓશ્રી (પરમપુરૂષ) જે દિવસને વિષે પાઠશાળામાં પ્રવેશિત થયા તે જ દિવસ પાઠકપુરૂષે પોતાના ક્રમાનુસારે જેમ સઘળા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા તેમ આ બાળવીરને માટે પ્રયાસ યોજના શરૂઆત કરી. શરૂઆતમાં પાઠકપુરૂષે આ આપ્તપુરૂષે ધારણ કરેલ પાટી પર શબ્દ લખી સુચન કર્યું કે આ શબ્દ પર વારંવાર ઘુંટી આ શબ્દ સચોટપણે હૃદયને વિષે ધારણ કરી પછી આ શબ્દ રદ કરી સ્વયમેવ આલેખી થોડા વખતમાં અમારી સન્મુખે દર્શિત કરો. આ પ્રમાણે આણા ફરમાન થવાથી આ આખપુરૂષે પોતાને વિષે ગુપ્તપણે રાખેલ છે મહાસામર્થ્યપણું તે ઉજાસમાં મૂકી દીધું.
આ મહાન્ પુરૂષને જન્માંતરેથી પૂર્વના મહાનુ સંસ્કારો વડે અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થયેલ છે. અતિ આશ્ચર્ય પમાડે છે કે આ પુરૂષ પોતે બાળવયની સ્થિતિએ હોવા છતાં પણ જેને વિષે અભુત શક્તિઓએ વાસ કરેલ છે. છતાં કોઈ પણ અંશે જેના મન વિષે કોઈ પણ પ્રકારે ગર્વોત્પત્તિ નહીં પામવામાં, કિંવા મહાગંભીરપણાથી શક્તિને ગોપવવામાં-વા-નિશદિન જેઓના પરિચયમાં રહેવા છતાં પણ પોતાને વિષે મહાનું શક્તિઓને કળીત નહીં થવા દેવામાં તેમણે અનુપમ લીલાએ કરી સામર્થ્યતા વાપરેલ છે. જેનો આભાસ વાચકોને સહેજે દૃષ્ટિગોચર થઈ શકશે. - આ મહાન્ પુરૂષ પ્રતિ પાઠકપુરૂષે જે આણા ફરમાન કરી તે સંબંધમાં આ પુરૂષે પંડિતજી પ્રત્યે દો હસ્તો વડે અંજલી જોડી વિજ્ઞાપના કરી કે જો કદાચ આપશ્રીની આજ્ઞા હોય તો સંપૂર્ણ શબ્દો આ પાટી માંહે આલેખીને આપશ્રીની સન્મુખે દર્શિત કરૂં. આ પ્રમાણેના ગર્ભિતસભ્ય શબ્દો સુણી પંડિતજી આશ્ચર્ય પામ્યા કે અહો ! આ બાળક કેવા નમ્રતા ભરેલ વાક્યોએ ઉદ્ગારો કહે છે. ખરેખર આ બાળક કોઈ એક દેવપુરૂષ હોવો જોઈએ, એમ
૧૮૧
Page #255
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની (E) - RESTRO
આ બાળકના મુખાર્વેિદ માંહેથી પ્રકાશિત થયેલ ઉદ્ગારો ભાસ કરાવે છે. વળી આ બાળક કેવા પ્રકારે બધા જ પાઠ આંક વિ. લખી આપવા કહે છે કે તેમ થવું એ અશક્ય ગણી શકાય. શું તે બધું અમલમાં મૂકવામાં આ બાળક શક્તિવાન નિવડશે કે કેમ ? તે સંદેહને પ્રાપ્ત થવાય છે. તથાપિ આ બાળકના મુખમાંહેથી ઉદ્ભવ પામેલ સુભાષિત-નમ્રતા ભરેલ વાક્યોએ કરી ખરેખર વિશ્વાસને પાત્ર છે. આ પ્રમાણેના વિચારો પંડિતજી પોતાના મન સાથે કરતા હવા. તે સમયે આ આખપુરૂષે પંડિતજી પ્રત્યે તેના મનોગત ભાવ જાણી અતિ નમ્ર ભાવે જણાવ્યું કે આપશ્રી ઉદ્ભવ પામેલ છેવટના વિચારોથી હમારા કહેવા પ્રત્યે કોઈ અંશે પ્રતીતપણે થયા છો. આ પ્રમાણે આ આખપુરૂષના મુખાર્વેિદ માંહેથી ઉદ્ગારો થવાથી શ્રી પંડિતજી આશ્ચર્યપણું પામી સ્તબ્ધ બની ગયા કે આ શું ! આ મારા સમીપે કોણ પુરૂષ છે ! આ ઉદ્ગારો પ્રકાશનાર કયો પુરૂષ છે ? વળી આ ઉદ્ગારો ક્યાંથી શ્રવણ થાય છે ! ખરેખર આ બાળક નહીં પણ હરિએ આ બાળકરૂપ ધારણ કરેલ આ પુરૂષ હોવો જોઈએ. આ પુરૂષને શું શિક્ષણ આપવું. અર્થાત્ આ બાળકને હું શિક્ષણ આપવા યોગ્ય નથી. આ પ્રમાણે પંડિતજી પોતાના મન સાથે વિચારો કરતા હવા. બાદ આ આખપુરૂષ તરફથી થયેલ માંગણી માટે ચમત્કાર દર્શિત થવા અર્થે પંડિતજીએ આ આખપુરૂષ પ્રત્યે ફરમાન કર્યું કે આપની ઈચ્છાનુસાર આલેખીને બતાવો. આ પ્રમાણે ફરમાન થવાથી આ આપ્તપુરૂષે સ્લેટ-પાટી પર પેન વડે સશુદ્ધ અક્ષરે આલેખવા પ્રારંભ કર્યો. જેમ કોઈ પુરૂષ વિદ્વત્તાને પ્રાપ્ત થયેલ હોય, (જ્ઞાની હોય) અને લખવામાં સહેજે સમર્થ થાય તેમ આ પુરૂષે આ લોકોત્તર કાર્ય પ્રારંભિત કરવામાં સહેજે થઈ શકવું માની ટૂંક સમયમાં લખીને પંડિતજીને દર્શિત કર્યું. પંડિતજીને દૃષ્ટિગોચર થતાં જ પંડિતજી અતિ આશ્ચર્ય પામી આ પુરૂષ પ્રત્યે અતિપ્રેમયુક્ત હુવા, અને અતિ પ્રમોદિત હોઈ આ ચમત્કૃતિનું સ્વરૂપ સઘળાં વિદ્યાર્થીઓને એકઠા કરી તેમની સમક્ષ ઉત્સુકપણે તે બધું દર્શિત કર્યું, કહી દેખાડ્યું કે જાઓ, આ બાળક કેવો મહાન્ દેવી પુરૂષ છે. તે સઘળું જ જાણે છે.
બાદ પંડિતજી આ આપ્તપુરૂષે ગુપ્તપણે ગોપવી રાખેલ લબ્ધિ પ્રભાવ તેને વધુ પ્રકારે પ્રકાશમાં મૂકાવવા અર્થે આગળ વધ્યા અને આ આખપુરૂષ પ્રત્યે કહેવા લાગ્યા કે હે બાળ વીરા ! હું તારી અનુપમ લીલાને જોઈ અતિ આનંદિત થયો છું. વળી તારી અનુપમ લીલાને વધુ પ્રકારે જોવા અર્થે ઈચ્છા ધરાવું છું. ત્યારે આ આપ્તપુરૂષ વિનયસહીત નમ્રભાવે પંડિતજી પ્રત્યે જણાવ્યું કે મારા યોગ્ય ફરમાવો જે હું મારી યોગ્યતાનુસાર આપશ્રી સમીપે દર્શિત કરીશ. આ પ્રમાણે આપ્તપુરૂષના મુખાવિંદમાંહેથી અમૃત ઉદ્ગાર સ્કુરિત થયા બાદ પંડિતજી બોલ્યા કે હે વીરા ! હું આજ દિન પર્વતમાં બહુધા પુરૂષોથી પરિચીત થયેલ છું. વળી લોકોમાં અગ્રભાગે મનાતા ડાહ્યા અને વિદ્વત્તા પામેલ પુરૂષોથી પણ પરિચીત થયેલ છું. છતાં આજ દિન પયંતમાં હારા સરખી અદ્ભુત લીલાનો પ્રકાશક પુરૂષ ક્યારે પણ દૃષ્ટિગોચર થયેલ નથી. જે આજે તારી અનુપમ લીલાએ હારા પ્રત્યે મ્હારી ચિત્તવૃત્તિને સંપૂર્ણપણે આકર્ષે છે. જેથી હું તારા પ્રતિ સંપૂર્ણપણાની માન્યતા રાખી (શ્રદ્ધા રાખી) હારી યોગ્યતા ધારું છું. અને તેથી તારી અનુપમ લીલાઓનો ભાસ વધુ પ્રકારે જોવા ઈચ્છા ધરાવું છું. આ પ્રમાણે પંડિતજીએ અતિ ઉત્કંઠિત ભાવે દર્શિત કર્યું. બાદ આ આપ્તપુરૂષે પંડિતજી પ્રત્યે અતિ લઘુત્વભાવે જણાવ્યું કે આપે મારા માટે જે કાંઈ દર્શાવ્યું તે પ્રસ્તુતિ) માટે હું યોગ્ય નથી. આપશ્રીની ઈચ્છાનુસાર મમ પ્રતિ આજ્ઞા ફરમાવો. જે હું મારી જોગ્યતાનુસારે આપશ્રી સમીપે દર્શિત કરવામાં ઉત્કંઠિત હોઈશ. આ પ્રમાણે આ આપ્તપુરૂષે દર્શિત કર્યું. ત્યાર બાદ પંડિતજીએ જણાવ્યું કે - કક્કાના પદો લખી શકશો ? ત્યારે આ બાળવારે જણાવ્યું કે હા-જી. તે લખી શકાશે. પંડિતજી આથી વધુ આશ્ચર્ય પામ્યા. ને હજુ આથી પણ વધુ પ્રકારે અનુભવગમ્ય થવા અર્થે આગળ વધ્યા કે હે વીરા ! તેં જ્યારે એમ જણાવ્યું કે કક્કાના પદો લખી શકાશે તો સાથે જો , મા, રુ ઈત્યાદિ શબ્દો લખી શકાય
૧૮૨
Page #256
--------------------------------------------------------------------------
________________
O
GR S S S સત્સંગ-સંજીવની (SR SR SARSA ()
તેમ હોય તો તે પણ લખી દર્શાવો. આ પ્રમાણે પંડિતજી તરફથી આજ્ઞા થવાથી આ વીર પુરૂષે તે તરફ પ્રયાણ કર્યું ને સહજ માત્રમાં બંને કાર્યોની સમાપ્તિ કરી પંડિતજીને દર્શિત કર્યું. આ લખાણથી પંડિતજીને સ્તબ્ધ બનાવી દીધા. અને તે પોતાના મનમાં આશ્ચર્યચકીત થયા કે આ પુરૂષ કઈ સ્થિતિને પ્રાપ્ત થયેલ છે ? કયા આધારે આ બધું દર્શિત કરી શકે છે ? વિ. આ પુરૂષના સંબંધમાં વિચારો કરવામાં મગ્ન હૂવા. જેથી કેટલોક વખત સુધી પંડિતજી મૌનપણે બેસી રહ્યા. તેવે સમયે આ આપ્તપુરૂષે પંડિતજી પ્રત્યે લઘુત્વભાવે બે હાથવડે અંજલિ જોડી વિજ્ઞાપના કરી કે હે પંડિતજી ! આપશ્રીની કૃપાવડે, આપશ્રીના ફરમાનથી હું આપશ્રીએ કહેલા વિષયો લખી આપશ્રીની સમીપ મૂકી શક્યો છું. તથાપિ હજુ પણ મહારા મન વિષે આગળ નવિન વિષયો આપશ્રીની સમીપ આલેખવાની ઈચ્છા વૃદ્ધિમાન થતી જાય છે. તો આપશ્રીની આજ્ઞા હોય તો નવીન પાઠ આલેખું ? | આલેખેલું દૃશ્ય થતાં પંડિતજી એકદમ બાથમાં ભીડી ભેટી પડતા અને ગાત્રો પરે ચુંબન કરતાં, વળી આશિર્વાદ વાણીએ ઉદ્ગારો કહેતા હવા કે તું ખરેખર દૈવત બુદ્ધિવાન હોઈશ. હારી બાળચેષ્ટા ખરેખર એમ જ સૂચવન કરે છે. હારાં લક્ષણો હમોને એવી જ ખાત્રી કરાવે છે. ઈત્યાદિ આશીર્વાદપૂર્વકના ઉદ્ગારો પ્રગટ કરતા હવા. વળી તેઓશ્રી જ્યારે બોલ્યવયમાં બાળપણાની રમત-ગમ્મત કરવા અર્થે બહાર નીસરતા ત્યારે સહેજે તેઓશ્રી પ્રતિ સઘળાઓની પ્રેમદૃષ્ટિ આકર્ષાતી. વળી તેઓશ્રીની નિર્દોષ રમત-ગમ્મત તરફ લોકોના મન સહજે આકર્ષિત હોતા હવા. વળી તેઓશ્રી જતા હોય ત્યારે તેઓશ્રી તરફ દૃષ્ટિ થતાં વટેમાર્ગુ મહિયારીઓ અતિ પ્રેમિત હોઈ વાયણાં (મીઠડાં) લેતી હવી.
લોક-વ્યાખ્યાન અનુસાર પાંચ વાક્યો પ્રાયે યથોચિત મનાય છે તેમ અત્રે જે પરમપુરૂષનું જીવન-વૃત્તાંત ધવલ પત્ર પ૨ ટાંકવામાં આવે છે, તેઓશ્રીને માટે તેઓશ્રીની બાળ ચર્યાએ જનસમૂહમાં ઉચ્ચપ્રકારનો ભાસ કરાવ્યો. જે પ્રેમની ફુરણાએ ભવિષ્યમાં મહાનૂ થવાના આશીર્વાદ આપતા હતા. જે પાંચ વાક્યોને અનુસાર આ પુરૂષરત્ન પરમનિધાનરૂપે, પરમજ્યોતિરૂપે પ્રગટ થયેલ છે. (૧) લક્ષ્મીમાન (૨) કીર્તિમાન (૩) ધીમાન (૪) ધર્યવાન (૫) કાંતિમાન.
તેઓશ્રી બાળવયથી જ તર્ક શક્તિમાં નિપુણ હતા. વળી સૌંદર્યવાન, સુભાષિત બોલનારા હતા. વળી રમ્મત ગમ્મતમાં વિજયી નિવડ્યા હતા.
* નોંધ : આ જીવનવૃત્તાંત લખતાં પૂ. શ્રી. અંબાલાલભાઈનો દેહોત્સર્ગ થવાથી અપૂર્ણ.
અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ - અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ -
અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો
- એવા પરમકૃપાળુ સદ્ગુરૂદેવ - આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તા, જયવંત વર્તો.
- શ્રીમદ્ રાજચંદ્ર
૧૮૩
Page #257
--------------------------------------------------------------------------
________________
SિSS SSS સત્સંગ-સંજીવની {S RESERS )
શ્રી પરમકૃપાળુદેવના અપ્રસિદ્ધ અવધાન કાવ્યો.
- મિત્રપ્રતિ - ઈદ્રવિજય છંદ ૧. મિત્ર તને બહુ પત્ર લખ્યા પણ, ઉત્તરનો પ્રતિ પત્ર ન આવ્યો,
પ્રેમ નિભાવન પત્ર વિના મુજ, જીવ તમે તક આ તલફાવ્યો, થાકી ગયો લખતાં લખતાં, કરૂણા રવ તો ય તને નહીં ભાવ્યો, ‘રાય” સુજાણ અજાણ થઈ મન, આળસ કેમ અનુચિત લાવ્યો.
કાવ્ય વિનોદ ૨. પર્ શત્રુ સમૂહ હણ્યો નહીં તો પછી, ઈતર વૈરી હણ્યો ન હણ્યો,
કીરતિ કોટ ચણ્યો નહીં તો પછી, ભવ્ય મહેલ ચણ્યો ન ચગ્યો, ગોવિંદના ગુણગાન ગણ્યા વણ, ‘રાય’ ગણીત ગણ્યો ન ગણ્યો. કાવ્ય વિનોદ ધર્યો નહીં તો પછી, ભારતી ભેદ ભણ્યો ન ભણ્યો.
કવિઓની કંગાળતા ૩. કવિઓને ધામ નહીં, કવિઓને ઠામ નહીં, કવિઓને દામ નહીં, પ્રભુને દયા નથી;
ધરે નામ ધનવાન, કરે ‘રાય’ સન્માન, બુધ વેઠે શિર પર, આપદા અતિ અતિ. ૧, કોણ જાણે ક્યો ગુનો, ઈશ તણો કર્યો હશે ? ખબર તેની તો કાંઈ શોધે પડતી નથી; જેને આપી શારદા ને સંકટ સદૈવ વેઠે, પ્રભુ તણા રાજ વિષે, અન્યાય આ તો અતિ. ૨.
કાળ ૪. ધાક પડે ધરણીતળમાં, વળી હાક હંમેશ હજાર ફરે રે,
પાક અને શુભ ભાવતાં ભોજન, શાક સહીત પચાવ કરે રે, વાક્ય વિનોદ વિચિત્ર કરે, અને ડાક ડીમાક અનેક ધરે રે, ‘રાય’ દમામ તે કામ ન આવત, કાળ કરાળની આંખ ફરે રે. હળદીની ગ્રંથી લઈ હીલચાલ કરે કોઈ, ગાંધી વિષે ગણતી તો તેની કદી થાય ના, વસ્ત્રતણું થાન કોઈ હેવાન એકાદું રાખી, દોશીની તો તેને કદી ઉપમા અપાય ના, પાંચ સાત મોતી ખોટાં, મૂલ્યહીન રાખ્યાં હોય, તેથી કરી ઝવેરી તે કદીયે જણાય ના, રાજનીતિ ધાર્યા વિના ચામર ને છત્ર ધરે, મનુષ્ય એ વાતે કદી ભૂપતિ ભણાય ના.
| (રાજનીતિ)
ગ્રંથી
૬. પહાડથી પંચોતેર ગણી, પ્રૌઢતામાં એવી, જડતાની જામી છે, હૃદયગ્રંથી તુજને,
ટોકવાથી ટળે નહીં, બાળવાથી બળે નહીં, ચિત્ત થકી ચળે નહીં, પામ્યો એવી ગુજ્જને, કોટી કાળ સુધી એ તો બિગડે કે સડે નહીં, અખંડ રહી છે જેહ, અંતર અબુઝને, વદે છે વણીક ‘રાય’ સદ્ગુરુ સેવ સ્નેહ, પરમ પ્રબોધ થકી ટાળે જે અસૂઝને.
૧૮૪
Page #258
--------------------------------------------------------------------------
________________
O GSSS) સત્સંગ-સંજીવની ) SSC SCI.)
આળસ સાર બિચાર અપાર હીકી ખરચી, ભરી લીની સ્વચિંતનમેં, નેક વિવેક સ્વરૂપ કે વાહન, પંથ ચડ્યો શુભ ગ્રંથનમેં, મેં હીયમેં હર્ષીત ભયો, અબ આઉંગો પંથ કે અંતનમેં, આઈ ઈવે પર આળસ ડાકીની, લે ગઈ માંકું ઘટાવનમેં. સવૈયા આત્મસ્વરૂપ અનુપ ભયે, કહા વેદ પુરાન કુરાન કી બાની, હાજર હોત હજુર મેં લક્ષ્મી, તો કહાં પાંચ પચીશકી કહાની, ભીલરી કામ કહાં ન રહૈ, ઘરપે રહી હૈ જબ પદ્મીની રાની, ‘રાય’ કહાં સન્માન કો કામ હૈ, જો દિયમેં બસી પ્રેમ નિશાની. સ્વતંત્રતા વિષે-સિંહાવલોકી ધારો તમે ભરતવાસી સદા સુધારો, ધારો તથા કલમનો સદ્ધોધ સારો, મારો કરો જગતનાથ હંમેશ સારો, સારો મળે સકળ તો તમને સુધારો. અપ્રસિદ્ધ અવધાન કાવ્યો નવાં (પહેલી આવૃત્તિમાં નહીં છપાયેલ અને પ્રાપ્ત થયેલ) સમસ્યા - ઉપજાતિ છંદ પંખી સમૂહે બહુ કલેશ જામ્યો, ગરૂડનો ન્યાય અયોગ્ય લાગ્યો. મહેશ તેડ્યા પછી ન્યાય કાજે, ગરૂડ પીઠે શિવજી બિરાજે. શ્રીમંત છતાં શોક - કવિત ધન છતાં નિશદિન, ચિત્ત વિષે ચિંતા રહે. રટણ ન થાય કદી, રામ તણા નામનું; ગર્વ શ્રી ગુમાન રાખી, બાન અને શાન ખુવે, ત્રિયા થાય લંપટ ત્યાં, સુખ નહીં કામનું, કંજાભાઈ કેળવીને, દામ નિત્ય દાટી રાખે, જગમાંહી નામ રહે, બે એ જ બદામનું, આવ્યો ઠાલો જાય ઠાલો, ફૂલાઈ રહે છે ઠાલો, એથી સુખ સારું કહું, કવિતણા કામનું, અંતરનો અંધકાર રૂપી પટ ટળી જશે, ભ્રમવાન ભટકે, ન તેમાં મન ભટકે, સ્વભાવ શીતળ થઈ, શાંતિ શાંતિ થશે શુભ સુણે શાસ્ત્ર ખટકે તે, ઉર રાખી ખટકે, બળી જશે બહુ વિધે, ત્રિવિધના તાપ અને, નીતિ નેમ ઝટકે ન, જુઠતાને ઝટકે, વદે રાયચંદ આમ, એવો ધર્મ ધારે નેહ, તેહ નર લટકે ન લલનાને લટકે.
૨. ૧૮૫
Page #259
--------------------------------------------------------------------------
________________
૩.
૪.
૫.
૬.
સત્સંગ-સંજીવની
સુત-સુખ વિયોગ
દામ થકી સુખ નામ નથી, વળી ગામ થકી નથી ગુણ થવાનો, ધામ થકી નથી ધી૨જ આવતી, આમ નથી અફસોસ જવાનો, હામ નિવાસ નથી કરતી મન, મામ તજી દિલ થઈશ દિવાનો, પ્રેમળ પુત્ર વિના મુજને, તુજ ‘રાય' વૃથા શુભ જન્મ જવાનો. મિત્ર પ્રતિ-ઇંદ્ર વિજય
પ્રેમ પટંતર અંતર છે જ નિરંતર તંતર મંતર મોહક, મોહક છો પુરૂષોત્તમ ઉત્તમ, છો તમહારકને તમદ્રોહક દ્રોહક દિલ વિના હક પ્રણામ, કરે મનથી શુભ સોહક,
સોહક મિત્ર પવિત્ર તણા સુચરિત્ર વિચિત્ર અતિ અઘ દ્રોહક.
કવિત
ભલી વિષે ભારતીના ભેદને ભજાવનાર,
વિનયથી વાસ કરનાર, વેગે વેરીમાં,
વિદ્યાના વિનોદ અને, કાવ્યના કલ્લોલ થકી, લ
155135
જય કરે જાહેર જે, ઘાઢી સભા ઘેરીમાં, મહા ગુણખાણ નીતિવાન, પ્રીતિ પાન કરે, મતિ સાથે મોજ, માણનાર જ્ઞાન ઢેરીમાં,
વદે ‘રાયચંદ’ અરે, ગમે તેવો હોય પણ, પંડિત ન માન પામે, કદીયે અંધેરીમાં.
રાજાને બોધ - ભુજંગી
કરો કાર્ય કોટી સુકલ્યાણકારી, કરો કીર્તિનો કોટ કૈવલ્યકારી, હદે રાખીને રામની રાજ રીતિ, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ. દયા દાખજો દ્વેષ-દૃષ્ટિ દબાવી, લતા લાયકીમાં લલૂતા લગાવી, ભલા ભાવથી ભાંગજો ભૂપ ભીતિ, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ. અહોનીશ ઉંધી અનીતિ ઉથાપી, સુનીતિ અને શાંતતા સત્ય સ્થાપી, જજો જૂઠ જુવાનીનો જોશ જીતી, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ. નવા ન્યાય નેહે નમી નીચ નાસે, તજી તંત તંતી તમારાથી પાસે, અહો ! આદરો એ જ ઉપાય ઈતી, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ. ૪ સદા સ્થાપજો સ્નેહથી શુભશાળા, બને બુદ્ધિશાળી જહાં બાળબાળા સુધા૨ો સુતા સુતની – સર્વ સ્થિતિ, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ ૫ પઢયે પંડિતાઈ પ્રભુતા પ્રકાશે, વધારો વળી વ્હાલ વિદ્યા વિલાસે, જશો જેથી જુક્તિ જુગાંત જીતી, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ. ૬ જદુનાથની જુક્તિને જાળવીને, ચતુરાઈ ચિત્તે ચહી ચાળવીને, સદા સાંભળો શાસ્ત્ર શોધી સુનીતિ, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ ૭
૧૮૬
૧
PR
૨
૩
Page #260
--------------------------------------------------------------------------
________________
O GSSS SS) સત્સંગ-સંજીવની ) CREDIES
કરી ઘો કમી જે કરો કષ્ટકારી, વદી ‘રાયચંદે’ વિનંતી વિચારી, ગ્રહો ગુણ ગાંભીર્યતા જ્ઞાન ગીતી, પ્રજા પાળજો પાઠવી પ્રેમ પ્રીતિ. ૮ સવૈયા રૂપ ન શોભ હી ગુણ બીના, અરૂ ભૂપ ન શોભ હી રાજ બીનાસે, કૂપ ન શોભ હી નીર બીના, પુનિ ચૂપ ન શોભ હી કાજ બીનાસે. નેમ ન શોભ હી નીતિ બીના, કછુ રે મન શોભ હી પાપ બીનાસે, રાય સદા ત્યોંહી સૃષ્ટિ તિલોત્તમા, શોભ હીના બીન પ્રેમ બીનાસે. વિદ્યા વિષે-યમકાલંકાર - ઉપજાતિ છંદ
તા. ૨૬-૧૦-૧૮૮૫ વિદ્યા વિલાસે યશો કમાશે, વિદ્યા વિલાસે, મનધિ સમાશે, વિદ્યા વિલાસે, પ્રભુતા પ્રકાશ, વિદ્યા વિલાસે, દુઃખ દૂર થાશે.
કવિ વિષે કવિતા ૯. અહો પરમેશલેશ, ઉદેશસે વિશ્વ કીયો,
ખરેખાત ખૂબી તામે, બહુરી બનાઈ હૈ. મહા મહિપતિ અતિ, ઈનમેં તે ગતિ કીની, મુજ જૈસે પામરકી, મતિ મુરઝાઈ હૈ. અંબર અવનિ અરૂ, અ૬પાર અટવી મેં, આનંદ આનંદપીકી, અવધિ ઉપાઈ હૈ. યામેં અફસોસી અવલોકનમેં એક આઈ, કાહૈયું તે કવિયોર્ક, દીનતા દીખાઈ હૈ. કવિયોની કંગાળતા માંગેલ કવિત. જગતના ભૂપે રચ્યો, ખલકનો ખેલ ખાસો, ખરેખાત ખૂબી તેની, નીરખી જતી નથી, તેહતણા જોઈને મુદામ કામ આંખ થકી, અકલિત કળા તોયે, કળિ કળાતી નથી. આનંદ અધિક અવિનાશી તણા કામ જોતાં, એક અફસોસ તણી, અંતરે રહી કથા,
જેને આપી શારદા ને, સંકટ સદૈવ વેઠે, પ્રભુતણા રાજ વિષે, અન્યાય આતો અતિ.. ૧૧. અનંત સુખ લેશ દુઃખ, તે ન દુઃખ ખેદ ત્યાં, અનંત દુઃખ લેશ સુખ, પૂર્ણ પ્રેમ ભેદ ત્યાં;
- સુશીલ પથ્ય તત્વજ્ઞાન, ઔષધિરૂચિ નહીં, નિવૃત્તિ ભેદ ‘લે’ હવે, પ્રવૃત્તિને તજી દઈ. ૧૨. સં. ૧૯૪૪ની સાલમાં રાજનગરમાં શ્રી દલપત્તભાઈ ભગુભાઈના વંડામાં અવધાન થયેલા તે વખતે મુનિશ્રી શાંતિવિજયજીની તાપણીમાં રહેલી (મુનિશ્રી હાજર હતા.) દોરી વિષે :- ભુજંગી છંદ
રશી ભાગ્યશાળી તને શ્રેષ્ઠ કહેવી; રહી શાંતિની ત૨૫ણીમાં સુસેવી, અમે વંદીયે તે તને માન આપે, પછી વર્ણવું શું ? ભલી, કાવ્ય માપે.
| માળા પ્રાણી રૂપી પારા જેમાં, સુઘડ ને સારા એમાં, મેર કવિ પ્યારા તેમાં પૂરી ખૂબી મેલી છે, લીલા શ્રી લોભાવવાને, સૃષ્ટિને શોભાવવાને, કવિ તણી ગતિ એવી, દિવ્ય જેણે મેલી છે; હૈયા વિષે હેત ધરી, તે હરિને હર્ષ ભરી, રાયચંદ્ર વણીકની, વંદના પહેલી છે.
૧૮૭
Page #261
--------------------------------------------------------------------------
________________
SિTER ) સસંગ-સંજીવની ) SSA (2)
કવિત રાજાને બોધ જેમ શેષ તણું ધ્યાન, રહે ભગવાન મળે, જપે અષ્ટયામ રામ, નામને સચેતથી. જેમ વિદ્વાન ગુણ ખાણ ને વિચારવાન, ભાવ રાખે શારદામાં પણ વિત્ત વૈતથી, જેમ નટવો ખટપટ સહુ તજી દઈ, નજર ઠેરાવે એક, દોર વિષે ચિત્તથી, વદે છે વણિક રાય, એમ પ્રજા ધ્યાન રાખે, ભાવને નજર રાખો, રાયતણી પ્રીતથી.
બોટાદના માનપત્રમાં શ્રીમદ્ રાજચંદ્રજીને લખી આપેલી કવિતા દેવશંકર વૈકુઠજી ભટ્ટ - તાલુકા સ્કૂલના હેડમાસ્તરની રચેલી - તા. ૬-૩-૧૮૮૬. દોહરા સોળ કળાથી પૂર્ણ ને, શીતકર મનહર ચંદ, તે સમ કીર્તિ જણાવતાં, આવ્યા કવિ આ ચંદ. અચળ વૃદ્ધિવાળા વળી, ન વદે કોને દુ:ખ, ચંદ્ર થકી પણ સરસ એ, આપે અધિકું સુખ. ચંદ્ર નહીં તો ચંદ છે, નાના એ પણ હોય, ચંદાદિકનો રાય છે, સભા વિષે એ હોય. શીઘ્ર કવિતા સાંભળી, જન મન બહુ હરખાય, ગુજરાતી ગટુલાલને, જોતાં હર્ષ ન માય. કરે કવિતા કવિ ઘણાં, ગ્રંથો ભરે અનેક, અવધાનો અધિકાં કરે, તે લાખોમાં એક. અષ્ટાવધાન ચાલતાં, સાંભળતાં કો વાર, દ્વાદશ ષોડશ ઉપરે, શતાવધાની યાર.. આડા અવળા આપીએ, અક્ષર છંદો જેમ, તે સઘળાં સવળા કરી, આપે પણ તે ક્ષેમ. કૃપા પ્રભુની હોય ત્યાં, આવા જન્મે જન, કોટિ કોટિધા આપીએ, હોંશે હોંશે ધન્ય.
૧૮૮
Page #262
--------------------------------------------------------------------------
________________
DGVCL સત્સંગ-સંજીવની હEREST)
(૧) માંગરોળના શ્રી નેમચંદ વસનજી - જેમણે મોક્ષમાળાની પહેલી આવૃત્તિ છપાવવા માટે
મદદ કરી હતી. (૨) વચમાં - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર (૩) શેઠશ્રી ચાંપશીભાઈ પરબત - કચ્છી ઓસવાલ - પરમકૃપાળુદેવ મુંબઈમાં જે માળામાં
ઉતરેલા તે શેઠના દીકંરા-આધ્યાત્મિક મંડળના પ્રથમ મેમ્બરો.
Page #263
--------------------------------------------------------------------------
Page #264
--------------------------------------------------------------------------
________________
@ ERS SS સત્સંગ-સંજીવની ) SSC
મોક્ષમાળા છપાવવા વિષે ૫. કૃપાળુદેવના પત્રો રવાને શ્રી વવાણિયા બંદરથી ચૈત્ર સુદ-૬ ભોમે,
મોરબી. રા. રા. સુજ્ઞ રેવાશંકર વિ. જગજીવન પ્રતિઃ
આપને મેં એક પત્ર લખ્યો છે. તે પહોંચ્યો હશે ? મોક્ષમાળા લગભગ હવે તૈયાર થવા આવી છે. (શુદ્ધ લખાઈને) અમદાવાદ ભણી બે ચાર રોજમાં પર્યટન કરવા વિચાર છે. એ મોક્ષમાળામાં જૈનીઓનાં મન અધિક અધિક કેળવાય એવી જાતના સ્વરચિત ૧૦૮ પાઠ નાંખ્યા છે. જેમાં યથામતિ શિક્ષા આપી છે.
હું ધારું છું કે તે યોજના પ્રયાસથી બહુ ફળ આપશે અને એવું પણ ધાર્યું છે કે એ ૧૦૮ પાઠનું તત્વ ખેંચી એક લધુ મોક્ષમાળા નામનું નાનું પુસ્તક રચવું. જૈન વિદ્યાર્થીઓની વૃત્તિ કેળવાય, એની કિંમત થોડી રાખી ઉત્તમ યોજનાથી ઘણી પ્રતો ખપી શકે એમ કરવા ધાર્યું છે. | મારો આ વિચાર કેટલી મુદતે પાર આવી શકે, જે હું કહી જઉં કે આપે અને મારે મુંબઈમાં હમણાં એકાદ વર્ષ સાથે રહેવું, ઉત્તરાધ્યયન સૂત્ર અને એક તત્વજ્ઞાનથી ભરેલો સ્વરચિત સાર્વજનિક ગ્રંથ પ્રસિદ્ધ કરવાં. બીજાં પણ યોગ્ય યોગ્ય ગ્રંથો પ્રસિદ્ધ કરવા.
સેંકડાબંધ ગ્રાહકો એ ભવ્યપુરીમાં અવશ્ય મળી શકશે. એ ખાતે ખરેખરો પ્રયાસ કરવા મારી તો ઈચ્છા થઈ છે. આપ પણ કુરૂભૂમિમાંથી છૂટી શકશો. સંપૂર્ણ મહેનત કરી હોય તો હું ધારું છઉં કે મુંબઈમાંથી ઘણો જ લાભ પેદા કરી શકીએ અને મારી ઈચ્છા કેવળ થઈ ગઈ જ છે. આપને પણ સારો લાભ આપવામાં મારું હૃદય દુ:ખશે નહીં. હવે એ ખાતે આપ શું વિચાર જણાવો છો તે તો હું જાણું. - મુંબઈમાં ઉતારો સ્વતંત્ર અને સંયોજક કરવા અતિ ઈચ્છા છે. મહાજનોનો સમાગમ પણ ત્યાંથી મળી શકશે. ઉત્તર લખો.
કૃપામાં વૃદ્ધિ કરશોજી. વિસ્મરણ થતું નથી આપને પણ તેમ જ હશે ?
રવાને શ્રી મોરબીથી
તા. ૧-૧૦ સંવત ૧૯૪૨ માનવંતા સાહેબ સદ્ગુણ નિધાન, કરૂણાબ્ધિ રા. રા. ડોસાભાઈની પવિત્ર સેવામાં, લીંમડી.
સેવામાં વિ. મોરબીથી વવાણિયા બંદર નિવાસી આજ્ઞાધિન અનુચર રાયચંદ વિ. રવજીભાઈ મહેતાના જયશ્રી વર્ધમાન માન્ય કરશોજી.
વિશેષ હું અત્રે ધર્મધારણા પ્રભાવથી કુશળ છઉં, આપની સહકુટુંબ કુશળતા ચાહું છું.
આપનો કપાયુક્ત હુક્મ મને આજે મલ્યો. વાંચી પરમાનંદ પ્રાપ્ત થયો છું. એ ખાતે આપનો અતિ ઉપકારી છું અને તે વિષેનો વિનયપૂર્વક પ્રત્યુત્તર લખવાની આજ્ઞા લઉં છઉં.
૧આપ ભલામણ કરો છો કે મોક્ષમાળા ગ્રંથ શાસ્ત્રી (બાલાવબોધ) બિબાંથી છપાવવો. “હા” તેમ નોંધ : આ પત્રો નવા ઉપલબ્ધ થયેલ છે. (પેજ નં. ૧૮૯, ૧૦)
૧૮૯
Page #265
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
કરવાને અભિલાષીત છઉં. પરંતુ આપના અમૂલ્ય લક્ષમાં હશે કે એ ગ્રંથનો લાભ અનેક જનોને આપવાનો હેતુ છે, એટલે કે અર્ધકચરીયા જુવાનીયાઓ ગુજરાતી ટાઈપને વિશેષ પસંદ કરે છે. મારો તો મત એથી વિરૂદ્ધ છે. પરંતુ – તરફથી આશ્રયની વિશેષ આશા રહે છે. કદાચિત્ આપ જેવા સુજ્ઞ શ્રાવક મને અનુગ્રહયુક્ત આવી ભલામણ કરે તે યોગ્ય હોય તો મારો ધર્મ છે કે તે મારે સ્વીકા૨વી. વિશેષ ગ્રાહક વૃદ્ધિ થશે તો આપના ફરમાન મુજબ હું શાસ્ત્રીય ઢબનું જ છપાવીશ. ગ્રંથનો હેતુ ધર્મનો ઉપદેશ બોધવાનો છે એટલે જેમ વધારે સ્થળે ફેલાય તેમ કરવાની અભિલાષા છે.
ઞ – આપના પ્રેમભાવ ભૂષિત પત્રથી આપનો મારા પર આભાર થયો છે. આપ જેવા વિરલા શ્રાવકો તરફથી ઉત્તેજન વૃદ્ધિ થશે તો હું બાળાવબોધથી જ છપાવીશ. કદાચિત્ પૂરતો આશ્રય મળશે નહીં તો ય આપના માનની ખાતર એ ગ્રંથ શાસ્ત્રીય બીબાંથી છપાવીશ, એમ આપને પાદે રહીને વચન આપું છું. આપનું એ અમૂલ્ય ફરમાન હું સ્વીકૃત કરતાં હર્ષિત જ છું.
આ – પાના કરવાની પણ ગોઠવણ કરીશ. ગ્રંથ હોવાથી ઘણી મુદત ટકી રહે છે. પરંતુ પાના એટલી મુદત ટકી રહી શકતા નથી. શ્રાવકસમૂહને એ ખાતાનું કંઈક ન્યૂન જ્ઞાન હોવાથી થોડી મુદતમાં એ પાનાને પરધામ પહોંચાડી દે છે. એથી કરીને પાના છપાવતાં અચકાવું પડે છે. વળી એ પાના ન છપાવીએ તો મહાસતીઓને જરા અશાતા જેવું થાય. એ કારણનું પરિક્રમણ કરતાં મહાસતીઓને જરા અશાતા જેવું થાય. એ કારણનું પરિક્રમણ કરતાં મહાસતીઓને શાતા ક૨વા યોજન કરવું એ વધારે ઉત્તમ છે. પરંતુ અબુધ શ્રાવકોને માટે ગ્રંથની ગોઠવણ કરવી જોઈએ. એથી કરીને હું એવા પ્રકારની ગોઠવણ કરીશ કે બંને વર્ગને શાતા રહે. આર્યાજીને માટે હું પાનાની ગોઠવણ કરીશ, તેમ જ પાનાના ગ્રાહકોને પાના પહોંચાડી શકીશ. ગ્રંથના સખ્યને ગ્રંથ આપવા યુક્તિ કરીશ. બાલાવબોધ બીબાં છે માટે અનેક સ્થળે અને અનેક દેશે વંચાશે. એ આપના સિદ્ધાંતને હું મળતો છઉં.
ઙ્ગ – હેંડબીલ મેં તપોગચ્છ પર મોકલ્યું નથી. પરંતુ મોકલું તો એથી કરીને હું કોઈ પણ સ્થળે બંધાઈ જતો નથી. હસ્તપત્રની એવી જ ઢબ રાખી છે કે તે દરેક વર્ગના શ્રાવકો પોતાનો ધર્મગ્રંથ ગણે. એટલે મેં એમ કરવાની યુક્તિ તો કરી છે. હવેથી અજમાવવી બાકી છે તો તે ઘણું કરીને અજમાવીશ..........
૩ – સદ્ગુણ નિધાન, દયાના દરિયાવ, પરમોપકારી, મહામુનિશ્રીજી પૂ. દીપચંદજી સ્વામીને તથા અન્ય ઠાણાઓને મારી વતી ૧૦૮ વાર તિખ્તોનો પાઠ ભણી પ્રેમભાવ ભૂષિત વંદના કરવા કૃપા કરશો એમ અભિલાષા રાખું છું.
અત્રે બિરાજતા મહામુનિઓશ્રી સુખશાંતિમાં છે. શ્રાવક સમૂહને જયશ્રી વર્ધમાન. એ જ વિજ્ઞપ્તિ. સેવક યોગ્ય કામ સેવા ફરમાવશો. કૃપામાં વધારો કરશો, વળતીએ પ્રેમ પત્ર પાઠવશોજી.
મોરબી
મચ્છુકાંઠા
૧૯૦
હું છું આપનો આજ્ઞાધીન કિંકર રાયચંદના જયશ્રી વર્ધમાન અંગીકૃત કરશોજી.
Page #266
--------------------------------------------------------------------------
________________
O SEEKERS સત્સંગ-સંજીવની SS SS SS ()
પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ મુમુક્ષુઓ ઉપર લખેલા પત્રો
પત્ર-૧
શ્રી સદ્ગુરુ ચરણાય નમઃ
પૂ. મુનિશ્રીજી, પવિત્ર સેવામાંથી અસંગ અપ્રતિબદ્ધ થવાની ઈચ્છાનો પત્ર સવિગત વાંચી પરમ આનંદ થયો છે. પણ આપની રૂબરૂ થવાની જરૂર છે. તે થયા પછી આપને જેમ યોગ્ય લાગે તેમ વિચારશો. આપ અસંગ થાઓ એ હું ખુશ છું. અને તેમજ ઈચ્છું છું. બાકી સામાન્ય મુમુક્ષભાઈઓ અને બાઈઓને હવે બીલકુલ આધાર નથી. ચોમાસું પૂરું થયે આ તરફ બોલાવવા એમ મને પણ ઠીક લાગે છે.
ચારિત્ર ધર્મમાં સર્વ મુમુક્ષુઓ પ્રમાદને આધીન વર્તે છે. તેને જાગૃત રાખનાર કોઈ છે નહીં. હવે આપણે આપણા માટે વિચાર કરીએ. પ્રસંગમાં આવેલા માણસો તેથી તેઓની દયા આવે છે. બાકી જગતમાં અનંત જીવો છે. અને જો તેમની દયા ખાઈશું અને તેમને જ માટે દેહ ગાળીશું તો આપણું સાર્થક રહી જશે. માટે આપણે જ જો સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રને શુદ્ધ કરીશું તો આપણું હિત થશે. તે પછી તે દશા દ્વારાએ જગતનું ગમે તેમ થાઓ, તે માટે આપણે કોઈ વિચાર નથી. આપણે તો સર્વ જીવ પ્રત્યે અનુકંપા રાખવી.
આપની વૃત્તિને ઉત્તેજન મળે તેવો આપની પાસે સત્સંગ નથી. વડવા અથવા ઈડરથી આવતાં આપની જે દશા હતી તેવી દશા આપને પહાડો અથવા એકાંતમાં રહેતાં પ્રાપ્ત થાય એમ લાગે છે ? આપ આટલો વખત. કરમાલામાં નિવૃત્તિથી રહ્યા, તેથી અનુભવમાં આવ્યું હશે, કદાપિ તે દશા પરાણે બળથી લેવા જઈએ એકાદ દિવસ રહી પાછી જતી રહે છે, કારણ કે અત્યારે તે દશા લેવી તે કૃત્રિમતા છે.
પ્રથમ તો સત્સંગમાં તે દશા સ્વભાવે જ ઊગી નીકળતી જોયેલી હતી કે આત્મવિચાર સિવાયની બીજી વાત સાવ ઉદાસીન જેવી પરભાવની લાગતી એમ સહેજે બનતું. તે પરમ સત્સંગનું ફળ હતું. હવે આપણે જો ગુફામાં જઈને તેવી દશા બળથી લઈએ તો લઈ શકાય પણ તે સત્સંગના પ્રત્યક્ષ યોગ સિવાય વધુ વખત ટકી. શકે એ મને તો મુશ્કેલ લાગે છે.
તે માટે મારું કહેવું એમ નથી કે નિવૃત્તિમાં ન જવું. જવું, પણ થોડો વખત સત્સંગમાં રહેવાની જરૂર છે. તે થયા પછી જવું. આમ કરવામાં આવશે તો વિશેષ દશા અને તે દશા વિશેષ કાળ રહેવાનું બને. આ વાત મારા સ્વતઃ અનુભવરૂપ મારા સમજવા પ્રમાણે મેં લખી છે.
આપ તો ગુણજ્ઞ છો. આપને ગમે તેમ પ્રવર્ત હોય તે આપ જણાવશો. આત્મદશા જાગૃત કરવાનું મુખ્ય સાધન મારા અનુભવ પ્રમાણે હું જણાવું છું. કોઈપણ પદ, કાવ્ય અથવા વચન તે મુખથી ઉચ્ચાર થતો હોય અને મન તેમાં પ્રેરાઈ વિચાર કરતું હોય તો કાયા એ મનની વૃત્તિને અનુસાર વર્તે છે. મન દોરાય ત્યાં કાયા દોરાય છે. મન જો વિચારમાં પ્રવર્તે તો કાયા શાંત રહે છે. જેથી વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર એ બે કામ સાથે લયતારૂપે થયા કરે તો કાયા સ્થિર થઈ આત્મવિચારને જાગૃત કરે છે. માટે અલ્પ પરિચય, અલ્પ પરિગ્રહ, આહારનો નિયમ અને નિરસભાવ આ બધા સાધનો કર્તવ્ય છે. અને તે સાધનો ઉપરની દશા મેળવવામાં ઉપકારભૂત થાય છે. અને તેથી નિર્જરા થઈ કર્મક્ષય કરે છે. જેમ જેમ લયતા વિશેષ તેમ તેમ આત્મજાગૃતિ વર્ધમાન
૧૯૧ -- ,
Page #267
--------------------------------------------------------------------------
________________
{} સત્સંગ-સંજીવની
હોય છે એટલે કાયાને દુઃખ લાગતું નથી દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે.
એ બધામાં વિચાર જાગૃતિ મુખ્યપણે જોઈએ છે. અને તે વિચાર જાગૃતિની ઘણી જ ન્યૂનતા જોવામાં આવે છે. અને તેથી દશા વર્ધમાન થતી નથી. બળથી કરવા જતાં વધુ વખત રહેતી નથી અને કૃત્રિમ થઈ તે દશા જતી રહે છે. પછી આપણને યાદ આવે છે કે આ દશામાં શાંતિ ઠીક હતી પણ તે મેળવવા પાછું ફરી બળ કરવું પડે છે. તેનું કારણ એ જ કે, વિચારશક્તિની બહુજ ન્યૂનતા. જો વિચાર જાગૃતિ હોય તો સહેજે ઓછા બળે કે વિના પરિશ્રમે તે દશા વર્ધમાન થાય છે.
ત્યારે હવે આ સ્થળે આપને પ્રશ્ન થશે કે તે વિચાર જાગૃતિ શાનું નામ કહેવાય ? તેનો ટૂંક ખુલાસો હું લખી જણાવું છું.
કોઈપણ વાકય, પદ કે કાવ્યનું વિચારથી ક૨ી વિશેષ અર્થનું ફેલાવવાપણું તે વિચાર જાગૃતિ છે. તે એટલે સુધી કે જેમ જેમ તેનો અર્થ વિશેષ થતાં જતાં મન નિરાશા ન પામતું હોય પણ પ્રફુલ્લિત રહેતું હોય, ઉમંગ વધતો હોય, આનંદ આવતો હોય, લયતા થતી હોય અને મન, વચન અને કાયા જાણે એક આત્મરસરૂપ થઈ જઈ તે જ વિચારમાં પ્રવર્તે જતાં હોય ત્યાં કેવી મજા પડે, કે જેનો સ્વાદ લખવામાં નથી આવતો. એવી જે રસ લયલીનતા તે વિચાર જાગૃતિને આપે છે ને તેની બહુ ન્યૂનતા છે. માટે તેવા જીવોને જ્ઞાનીઓએ સત્સંગમાં રહેવાની આજ્ઞા કરી છે. કારણ કે વિચાર શક્તિના ઓછા બળને લીધે સત્સંગ છે તે જીવોને બહુ બળરૂપ થાય છે. તે વિચારશક્તિ માટે વિદ્યાભ્યાસ, ન્યાય, તર્ક, વ્યાકરણ અને શાસ્ત્ર અભ્યાસની જરૂર છે કે જેથી વિચારશક્તિને તે ઉપકારભૂત થાય છે.
આ બધું લખાણ કર્યું તે વાત રૂબરૂમાં કરવાની હતી, પણ હાલ તે અનિયમિત હોવાથી આજે તે વાત કાગળે ચઢાવી છે. ત્યારે હવે આ સ્થળે એમ પ્રશ્ન થશે કે એવી દશા ન હોય, તેવો સત્સંગ ન હોય, વિચાર કરવાની વિશેષ ગતિ ચાલતી ન હોય ત્યારે “શું કરવું ? કાળ કેમ વ્યતિત કરવો ? તમારો સમાગમ ઈચ્છીએ છીએ. માટે તમે જ ચારિત્રધર્મ અંગિકાર કરી જગતનું કલ્યાણ કરો.’’ એ વગેરે વિચાર આવી જાય તો તેનું સમાધાન પણ આપી જાઉં છું કે – ચારિત્ર અંગિકાર કરવારૂપ દશા અત્યારે નથી (ઈચ્છા છે) તેમ બફમમાં રહી ચારિત્ર લૌકિક રીતે લેવું નથી. જગતનું કલ્યાણ કરવા જેવી દશા નથી. તેવો દંભ ભાવ રાખવો નથી. જગત પ્રત્યે અનુકંપા ભાવ વર્તે છે.
તે પહ્દર્શનનું યથાર્થ સ્વરૂપ, જ્યાં સુધી યથાર્થ આત્મવિચારે સમજાયું નથી, ત્યાં સુધી કોઈ પણ મત મંડન કે ખંડન થઈ શકે તેમ નથી.
તે છ પદનું સ્વરૂપ જેમ જેમ વિચાર-જ્ઞાનની પ્રાધાન્યતા અને ચારિત્ર ધર્મની શુદ્ધતા તેમ તેમ અનુભવરૂપે વિશેષ પ્રકારે સમજાય છે. માટે હાલ તો દેશવિરતપણામાં રહેવાની પણ શક્તિ નથી. માત્ર જ્ઞાનની શુદ્ધતા કરવાની ઈચ્છા છે. આપને પણ હાલ તો ચારિત્ર ધર્મ-ગુણ જે પ્રકારે પ્રગટ થાય તે પ્રકારે વર્તી વિચારદશા જાગૃત કરવાનો પરિચય રાખશો.
જેમ જેમ વિચાર જાગૃતિ વધશે તેમ તેમ એકાંત સ્થળ અને અસંગપણું વિશેષ વિશેષ રૂચિકર થશે. નહીં તો પછીથી કંટાળો આવી જશે. આ સ્વતઃ અનુભવસિદ્ધ લખ્યું છે.
લખવાને માટે આ પત્ર લખતાં આત્માથી ઘણીજ ઊર્મિઓ ઊગી આવતી, પણ હવે તો કંટાળો ખાઉં છું. માટે અવસરે બનશે તો રૂબરૂમાં વાત.
૧૯૨
Page #268
--------------------------------------------------------------------------
________________
શિYS SE) સત્સંગ-સંજીવની GKS ESP
પત્ર-૨
માર્ગાનુસારી મુમુક્ષુને પ્રેમરસ પ્રાપ્ત કરવાની વિશેષ જીજ્ઞાસા રહે છે. તે પ્રેમરસ પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ તો ભક્તિ સમજાય છે. અને ભક્તિથી જ પ્રેમ ઉત્પન્ન થાય છે. અને તે ભક્તિ પ્રાપ્ત થવાનું કારણ સત્પષ મુખેથી પ્રાપ્ત થયેલો ઉપદેશરૂપ શ્રત ધર્મ અને તે શ્રતધર્મને વિષે, એક લયપણે, એક લીનપણે, એક ધ્યાનપણે, એક સ્મરણપણે વિચારવું કે જેથી અપૂર્વ એવું સત્યરુષનું માહાત્મ દૃષ્ટિગોચર થાય છે અને સદ્ગુરૂનું માહાસ્ય જ્યારે સમજાય છે ત્યારે આ દેહાદિકથી માંડીને ચૌદરાજ લોકના સઘળા પદાર્થો અમાહાલ્યવાન જેવા જ લાગે છે. અર્થાત્ તે તે પદાર્થોને વિષે માહાભ્યપણાનું ચિત્ત ઠરતું નથી. અને એટલા જ માટે જ્ઞાની પુરુષો વારંવાર કહે છે કે સત્સંગનો પરિચય કરવો અને અસત્સંગમાં ઉદાસીન થવું યોગ્ય છે. તેનો આશય એવો છે કે અસત્સંગ એટલે પરમાર્થને અપરમાર્થ માનનારા અને અપરમાર્થને પરમાર્થપણે માની લઈ પોતામાં અસગરૂપણું છતાં સદ્ગુરૂપણું મનાવતા એવા જીવોનો સંગ તે જ અસત્સંગ. સદ્ગુરૂમુખથી શ્રવણ થયેલો ઉપદેશરૂપ શ્રતધર્મ તે વિચારવામાં વિદ્ઘ કરાવનાર છે. અસહાયક રહેનાર એવો જગતદૃષ્ટિ જીવોનો સંગ તે પણ અસત્સંગ કહેવાય. પાંચ ઈદ્રિયોનું ઈચ્છાનુસાર મનોકલ્પિત સુખ એટલે ખાવાપીવા, સૂવા બેસવા, ઓઢવા પહેરવા, ચાલવા ઈત્યાદિકમાં જે તદાકારપણું તે પણ અસત્સંગ કહેવાય. દેહાદિથી માંડી જગતના પદાર્થ પ્રત્યે અલ્પ પણ જુજ એવા પદાર્થો પ્રત્યે તદાકારપણું થવું તે પણ અસત્સંગ કહેવાય. ઉપર જણાવેલા પ્રકારોમાં પ્રીતિ-સ્નેહ, મિથ્યાગ્રહ, કલ્પિત સુખ, કલ્પિત માહાસ્ય જે જે પ્રકારથી લાગે અર્થાત્ જે જે પ્રકારથી ઉત્પન્ન થાય એવા જે રાગ, દ્વેષ, મોહ, મત્સર, અહંકાર, અજ્ઞાન, હર્ષ, શોક, ભય, રતિ, અરતિ ઈત્યાદિક કારણોથી થાય તે પણ અસત્સંગ કહેવાય. ટૂંકામાં જે જે પરિણતિમાં એટલે એક આત્મા સિવાય અન્ય જે કાંઈ વિભાવ પરિણતિમાં પ્રણમવું તે અસત્સંગ કહેવાય. એ ઉપર જણાવેલા અસત્સંગાદિ ભાવોમાં ઉદાસીન થઈ એક સત્સંગ-આત્મવિચારમાં આવવું તે યોગ્ય છે. અને તે આત્મવિચાર પ્રાપ્ત થવા માટે એક સત્પષનો યોગ આરાધવો અને પ્રાધાન્યપણે ભક્તિ કરવી એ જ યોગ્ય છે.
- પરમકૃપાળુદેવશ્રી તરફથી એક પત્ર પ્રાપ્ત થવાથી પરમોત્કૃષ્ટ લાભ થયો છે. જેમાં “સદ્વર્તન, સદાચાર, સગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.” (વ.૭૯૧) એમ જણાવ્યું છે. જે સર્વ મુમુક્ષુઓએ પ્રસંગે પ્રસંગે અને સમયે સમયે સ્મરણમાં રાખવા યોગ્ય પરમ રહસ્ય છે.
અલ્પજ્ઞ અંબાલાલ
પત્ર-૩
પોપાબાઈનું રાજ્ય નથી. સમય સમયના લેખા તે જિનેશ્વરના શાસ્ત્રમાં કહ્યાં છે. અને તલતલના લેખા ગણી જીવને કર્મબંધુ ભોગવવાં પડે છે. જેવા જીવ કર્મ બાંધે છે તેવાં ભોગવવા પડશે. કોઈ જીવ આપણને દુઃખ દે તો તે ખમવાં અને સમતાભાવે સહન કરવાં. તો તેના ગુણ આપણને અવશ્ય મળશે. જો આપણા ઉપર કોઈ વિષમદૃષ્ટિએ ખેદ કરે તો તે આપણો ઉપકારી છે એમ સમજી સમતા, ક્ષમા કરવી. સર્વ દુ:ખ સહન કરવાં એ કર્તવ્ય છે. અમુકે આમ કહ્યું, અમુક આમ કહે છે તે મિથ્યા અજ્ઞાન છે. કોઈ વૈરી નથી, વૈરી તો દેહ, પાંચ ઈદ્રિયો અને મન છે. તેનો સમભાવ કરી આત્મભાવે વર્તીશું તો અવશ્ય સુખી થઈશું.
૧૯૩
Page #269
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
માર્ગ જેને નથી પ્રાપ્ત થયો, તે જીવોને પ્રથમ તો માર્ગ કેમ પ્રાપ્ત થાય અને શાથી પ્રાપ્ત થાય ? એજ વચનને વારંવાર વિચારવા ઉચિત છે. અને પછી જે રસ્તો યોગ્ય લાગે તે રસ્તો ગ્રહવો. ને બીજા બધા વિકલ્પોને મૂકી દઈને નિઃશંકપણે તે રસ્તે અથવા તે રસ્તો બતાવનાર પુરુષ પ્રત્યે આજ્ઞાનુસાર વર્તવું. અને એજ જિનેશ્વર દેવની આજ્ઞાનુસાર પ્રવચન-સિદ્ધાંતરૂપ વાણી સાક્ષીરૂપે છે. છતાં સઘળા દર્શનોને વિષે તે વાતને વિશેષરૂપે વર્ણવેલ છે, એમ મને સમજાય છે. જેથી ઉપર જણાવેલ વચનોનું બહુ બહુ પ્રકારે વિચારવું અને તેનું મનન કરવું યોગ્ય છે, એ જ કર્તવ્ય છે.
પત્ર-૪
પરમગુરૂ નિગ્રંથ ચરણાય નમઃ
thel
જીવને પ્રમાદ અને અસત્સંગ એ બંને સંસારમાં પડવાના કારણો છે. તેમાં પ્રમાદ તો જીવને વારંવાર પડવાનું કારણ છે. અત્યારે ધર્મ કરવાની ઈચ્છા હોય તો કાલે કરીશ એમ ફેર આળસ થાય. જેમ કાજો ઘ૨માં પડ્યો પણ તે કાલે કાઢીશ એમ પાંચ સાત દિવસનો ભેગો થાય અને ઘણો કાજો ભરાય ત્યારે બહુ આળસ થાય. અરે ! જે આટલો બધો કાજો ક્યારે કાઢીશ, પણ જો, હંમેશ કાઢતો રહેતો હોય તો ઠીક.
જે પાંચ ઈંદ્રિયો જીતવી છે તેનો વિચાર કરે ત્યારે જીહ્વા ઇંદ્રિય સંભારવી.
કારણ કે જીહ્વા ઈદ્રિય વશ કરે તો પાંચે ઈદ્રિય વશ થાય. જીહ્વા ઈંદ્રિય જીતવી ત્યારે તેની પરીક્ષા કરવી કે ખાટું, ખારૂં, મોળું ગમે તેવું હોય તો પણ જીવ વિકલ્પ ન કરે ત્યારે ખરી વાતે જીતાશે, એમ સમજવું. જેમ રોટલી અથવા ખોરા લોટનો રોટલો, ખોરૂં ધાન્ય હોય તો પણ જીવે વિકલ્પ ન કરવો જોઈએ.
એક જીહ્વા ઇંદ્રિયના સ્વાદ રહિત થવું, બીજું મૌન રહેવું, ત્રીજું સત્ય વચન બોલવું.
એમ ત્રણ ગુણ છે, તે ક૨વા. તેમાં બહુ વાત સમાય છે. અને તે સંયમના હેતુ છે. માટે આવશ્ય કરીને પુરૂષાર્થ કર્તવ્ય છે. એક આ દેહ છે તે દેહને અર્થે ગાળ્યો છે પણ તે એક આત્માને અર્થે ગાળ્યો હોય તો કેમ ? અવશ્ય તેમ કરવું યોગ્ય છે. ભૂલી ગયો, હવેથી જાણે મરી ગયો જ હતો એમ જાણી પુરૂષાર્થ કરે, કોઈને સંભળાવવા બોધ ન કર. તું જ તને સમજાવવા બોધ કર. અને કોઈ સાંભળી જાય તો ખેર, બીજાના માટે કેમ બોધ કરે છે ? હવે કરીશ નહીં. વિષયનો ત્યાગ વૈરાગ્ય કરવો. ઇંદ્રિયને ગાળવી. મોકળી મૂકવી નહિ. રસ-સ્વાદનો ત્યાગ કરવો. વળી તારાપણું કાઢી નાંખ. નહીં કાઢે તો એક આંટો ફરી આવ. બીજે રસ્તે અહંભાવ ગળે જ નહીં. તે અહંભાવ ગળે નહીં ત્યાં સુધી કષાય ટળે જ નહીં. જ્યાં કષાય ટળે નહીં ત્યાં આર્ત્તધ્યાન, રૌદ્રધ્યાન થયા કરે અને મોહથી રાગાદિ બંધ થાય. પણ એક આંચકો મારો, સદ્ગુરૂની આજ્ઞાએ વિચારરૂપી જો એક રતી ઓસડ ખાએ રતી ગુણ કરે છે. પણ તેની ચરી સાથે પાળવી જોઈએ. તે આણાએ ધમ્મો, આણાએ તવો. એ જ જ્ઞાની ગુરૂની આજ્ઞા સિવાય બીજો કોઈ માન ગાળવાનો રસ્તો નથી. બાહુબળનું માન બારમાસ ધ્યાનથી પણ રહ્યું. તેથી નહિ થયું એટલું એક આજ્ઞાથી થયું. ‘“હું નમું નહિ અને હું નમું’’ એમ કહ્યુ અહંભાવ ગળી ગયો. મૂળ જ્ઞાનીની રીત જુદી. કેવી ખૂબી છે ?
અદ્ભુત વીતરાગના મારગની સમજણ છે. આ જીવને બોજો ઘણો થઈ પડ્યો છે. આઠ પૂર્વના ભણનારા આજ્ઞાએ પ્રમાણ. ‘“જ્ઞાનીની આજ્ઞાએ પ્રમાણ છે.’’ એ વાત રહી છે, કર્મથી મુક્ત થવા આ દેહ ગાળી જ નાંખવી. જે દિવસે દિક્ષા લીધી ત્યારે આ દેહ તમારી રાખી નથી. ગુરૂની આજ્ઞાએ આહાર પાણી લેવો ને સજ્ઝાય ધ્યાનમાં
૧૯૪
Page #270
--------------------------------------------------------------------------
________________
O REFER SR સત્સંગ-સંજીવની ) (5)
STD-9
કાળને ગાળવો. તેમ કરવાથી મન શુદ્ધ થશે. ચિત્ત નિર્મળ કરવું. અંતઃકરણ જ્યાં સુધી મલિન છે. ત્યાં સુધી ચિત્ત નિર્મળ થાય નહિ, કરો તો વાર નથી. અહો ! નિવૃત્તિમાં જ સુખ છે. એવું સુખ બીજામાં નથી, એકાંત સુખ છે. એક જ્ઞાનમાં સુખ છે તેવું બીજામાં સુખ નથી. જ્ઞાનમાં સુખ છે એવું ત્રણે લોકમાં સુખ નથી. આ સંસારના સુખમાં શું રાચવું ? ઈદ્રિયનું લોલુપીપણું જુઓ કે જે ઈદ્રિયવડે લોલુપીપણું રહેશે તે ઈદ્રિય ધારણ કરી તે ભવમાં ભટકવું પડશે.
મેવાસીને મારી નાખવો, વૃત્તિને વશ ન પડવું, પ્રમાદ કરવો, રસાદિ સ્વાદ ન કરવો, માન ન કરવું. સ્ત્રીનો સમાગમ ઓછો કરવો, આશ્રવને દાઢમાં નાંખી ચાવી નાંખવો, ખૂનીને દાઢમાં રાખવો, જે જે આચરણ કરવાં તેમાં માન તો રાખવું જ નહિ.
જાણે જાણતા જ નથી એમ સાચથી, સાચા થઈને બોલવું.
પત્ર-૫
હિલ ભાઈ ત્રિભુવનદાસને વિનંતી કે આપના શરીરને આરોગ્યતા હશે. આ લેખકને એના દેહે દેહાદિક ધર્મ બજાવ્યો છે. ત્રણે કાળમાં પુદ્ગલનો સ્વભાવ સડન, પડન અને વિધ્વંસન છે એવું જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરેલું તે સર્વ જીવને વિશેષ માન્ય થવા અર્થે અનુભવ યોગ્ય વચન, શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે. જો કે શાસ્ત્રાદિક એ પરોક્ષ છે અને આ વાત અનુભવસિદ્ધ છે, છતાં પણ મુમુક્ષુ જીવને વિશેષ જાગૃત થવાને અર્થે, જાગૃતિમાં રહેવાને અર્થે, દયાની ખાતર એ વાત જ્ઞાનીએ પ્રતિપાદન કરી છે. માટે હું, તમે કે બીજા જે આત્મા, ઉદય આવેલ કર્મ અબંધ પરિણામથી ભોગવીશું તો આ દેહાદિકથી રહિત એવું જે શાશ્વતપદ તેને પામીશું. પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે કે આ દેહ જ પોતાને બંધન કરે છે. અને આ દેહથી કરીને તેને જન્મ જરા મરણાદિ કરવું પડે છે. અને વળી અત્યારે આ મનુષ્યભવમાં સ્વજન, કુટુંબ, સ્ત્રીઆદિ જે કાંઈ મોહાદિ પ્રકારે સ્વાર્થી સંબંધ થયો છે તે સ્વાર્થને જ અર્થે પોતે જે કાંઈ આ દેહાદિકની ચાકરી કરે છે અથવા ઔષધોપચાર કરીને ખાવાનો આગ્રહ કરે છે તે સૌ પોતપોતાના સ્વાર્થથી જ છે. પૂર્વે ઉપાર્જન કરેલાં તિર્યંચ યોનિમાં આ દેહને કોણ શાતાકારી હતો ? હજુ પણ શુભાશુભ કર્મોદય આવેલાને આક્રોશ પરિણામ ભોગવાથી જે ભવિષ્યકાળે એટલે આવતો અથવા અનાગત નર્નાદિ ગતિમાં આવા જ દેહનો કોણ કોણ સંબંધ છે ? પણ જીવ જ વિચાર કરી શકતો નથી. કારણ કે પૂર્વે ક્યાં ક્યાં કેવા કેવા દેહો ધારણું કર્યા છે, તેનું એને ભાન જ નથી. આગામી કાળે કયાં કયાં દેહ ધારણ કરવાના છે, એ પણ જીવ સહજ શાતા સુખ મળવાથી ભૂલી ગયો છે. પણ મુમુક્ષુજીવો પૂર્વનો અને ભવિષ્યકાળનો આવા દુ:ખ વેદનીય અશાતા પ્રસંગે બહુ જ વિચાર કરે છે. જો કે જીવને શાતા સુખનો ઉદય હોય ત્યારે તેને નિવૃત્તિ મળતી નથી એટલે જે કાંઈ ઉપાધિ અંગીકાર કરેલી હોય છે તે ભોગવવામાં જ તલ્લીન હોય છે, કદાપિ અશાતાકારી સ્થિતિ પૂર્વના કર્મોદયે ઉત્પન્ન થઈ હોય તો ત્યાં જીવ દેહાદિક અશાતાને વેદવામાં ભૂલી જાય છે, ત્યારે હવે આ જીવ કયા પ્રસંગે નિવૃત્તિ લઈ શકે તે વિચારો ? આ જીવ વારંવાર આવા કારણો મળવા છતાં તે ભૂલી જાય છે. તો પણ આ અશાતા પ્રસંગે સહજ વિશેષ દૃઢ થવા અર્થે ભાઈ.... ભાઈનું દૃષ્ટાંત જણાવું છું.
- આ જીવન જીવવાની આશા વિશેષ રહે છે. જો કે મરવું છે એ તો પ્રત્યક્ષ હોવા છતાં પણ દુ:ખ-ગર્ભિત " વૈરાગ્યને લીધે અત્યારે એમ રહેતું હશે કે સારી સ્થિતિએ ધર્મારાધન કરીશ, પણ પાછો જીવ જ ભૂલી જાય છે. અને જે ભૂલ થાય છે તે જ અજ્ઞાન છે. તે જ જીવની મૂઢતા છે. કારણ કે જ્યારે દેહાદિક પ્રત્યે અશુભ કર્મોદય આવે છે તે વખતે જો કદાપિ કાંઈ પણ ચીકાશનો પદાર્થ કે સ્નિગ્ધ પુદ્ગલાદિક ખાવામાં આવે તો દેહને વિશેષ અશાતાનું કારણ બનવાનો સંભવ છે. તેમજ જે કાંઈ પરેજી પળાય છે તે પણ ફક્ત દેહાદિના મોહાદિ પ્રકારથી
૧૯૫
I
Page #271
--------------------------------------------------------------------------
________________
GSSSBસત્સંગ-સંજીવની CRR
જ પળાય છે એમાં કાંઈ જ્ઞાન જેવું થોડું જ હોય છે. તો આ ઉપરથી સમજી શકાય એવું છે કે આવી જ્યારે દેહની સ્થિતિ હોય ત્યારે કોઈ પણ પદાર્થ ભોગવવામાં આવે તો વિપરીતપણે ઉદયમાં પ્રત્યક્ષ આવે છે. તો શુભાશુભ સ્થિતિએ ભોગવેલાં એવા પદાર્થો તે બીજા દેહને વિષે આ આત્માને કેમ ઉદયમાં નહીં આવે ? પણ જીવ જ ભૂલી જાય છે. અને એ ભૂલવું એજ અજ્ઞાન છે. જે નથી ભૂલતા અને વિચારીને - યથાર્થ વિચાર કરીને વર્તે છે એ જ આ દેહથી રહિત થાય છે. અને એમ રહેવું એ જ માર્ગ પ્રાપ્તિમાં સ્થિતિ માન્ય છે. નથી રહેતું એ માર્ગની વિરાધનાનો સંભવ છે, મને તો એમ સમજાય છે. વિશેષ તો આપ વિચારો ! સ્ત્રી, પુત્ર, મિત્ર, માત, પિતા કે સ્વજન આદિ સંબંધવાળા જે જે જીવો છે તે સૌ સ્વાર્થને બહાને એકઠું થયેલું છે અને સૌ પોતપોતાના સ્વાર્થમાં જ વર્તે છે. મરણાદિક સ્થિતિ દેહની થઈ હોય તો પણ કોઈ જીવ એમ આવીને નહીં કહે કે ભાઈ જો હવે તને સારું થશે તો જા તારી પાસેથી સ્વાર્થને નહીં ઈચ્છતા ધર્મારાધના કરવામાં અંતરાય નહીં પાડું એમ કહેવાનું બનતું નથી. એ જ આ જીવને સ્વાર્થી સંબંધ છે. અને મોહાદિક પ્રકારથી જીવ જે કાંઈ ખબર લે છે તેનું કારણ એ જ કે કોઈ કાંઈ દુઃખ લેવા સમર્થ નથી. એવા એવા એક જ ભવમાં હજારો વખત બનતાં છતાં આ જીવને વિચાર * કેમ નહીં આવતો હોય ? ઉપાધિનો પ્રસંગ જીવને રોગાદિ વખતે કોણ પૂરો પાડતું હશે તે કયા ગુણથી ? કઈ દશાથી ? અને એ ગુણ જો અજ્ઞાનતાનો જ લાગતો હોય તો જન્મ, જરા, મરણ શાથી થાય છે ? (અજ્ઞાનથી જ થાય છે.) એમ લાગતું હોય તો મોક્ષની ઈચ્છા કેવા પ્રકારથી રહે છે એ જ કહેવાય. અજ્ઞાનના ઉપાર્જનથી મોક્ષની પ્રાપ્તિ મળતી નથી અને એ અજ્ઞાન ઉપાર્જન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય કે નહીં ? તે આપ વિચારો. અને યોગ્ય લાગે તો લેખકને દર્શાવશો. વળી મોક્ષની પ્રાપ્તિ સાચા સદ્ગુરૂના ચરણકમળની સેવાથી થાય. અત્યંતર બાહ્ય મોહાદિ, પાંચ વિષય કષાયોને ઘટાડી, આશા, તૃષ્ણા, અવિદ્યા, વૃત્તિ રોકી, સમતા, ક્ષમાદિ, સવૃત્તિએ વર્તતાં, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સંયમાદિ, ધ્યાન, શુભભાવના શુદ્ધપણે પરિણમે તે તપાદિથી મોક્ષ છે. તે સર્વ પણ એક સદ્ગુરૂ આરાધનથી સિદ્ધ થાય. આણાએ ધમ્મો અને આણાએ તવો, એ સાચા સદ્ગુરૂની આજ્ઞાએ કલ્યાણ થાય છે. નહિ તો અનંતવાર સાધન કર્યો પણ કલ્યાણ ન થયું તે માત્ર સગુરૂ પશાયથી થાય છે.
જીવને જો વિચારમાં વખત લઈ ગાળવામાં આવે તો વિશેષ સમજી શકાય. પણ વિચારમાં વખત ગાળવામાં અપ્રમાદિ થવું યોગ્ય છે. સત્યરૂષની આજ્ઞામાં વૃત્તિને અડગપણે દોરીને અથવા તેમાં વૃત્તિને રાખીને ગુપ્તપણે સાચા જ્ઞાન પ્રત્યે પ્રીતિ અર્થાત્ અસત્જ્ઞાન પ્રત્યે અપ્રીતિ અને સને વિષે નિશ્ચલતા અને તે વડે કરી તુચ્છ પદાર્થો પ્રત્યેથી વૃત્તિનું ઉપશમવું એ આદિ કરવાથી દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તતાં છતાં પરમ શાંતિનો માર્ગ પ્રાપ્ત થઈ શકે છે. એમ સામાન્ય રીતે તે પત્રનો અર્થ થઈ શકે છે. (વ, ૮૩૧) મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ, સમ્યક્દર્શનની ઈચ્છાવાળા મુમુક્ષુઓને અવશ્ય કરવા યોગ્ય છે. એ ગુણોનો વિચાર કરતાં અને આત્માને વિષે તેનું અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે તો એ ભાવનાઓ ફળદાયક છે, કે જેથી મુમુક્ષતા વર્ધમાન થાય છે. અને એના સંગે બીજા કેટલાક તેવા ગુણો પણ વર્ધમાન થાય છે.
પત્ર-૭
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચારનું સ્વરૂપ જાણવાની મુનિ આદિની ઈચ્છા રહે છે. અનાદિકાળથી તે અનંતાનુબંધી ક્રોધાદિકનું સ્વરૂપ આ જીવના જાણવામાં આવ્યું નથી. અથવા તો તે તેને
૧૯૬
Page #272
--------------------------------------------------------------------------
________________
O CREVER8 સત્સંગ-સંજીવની GHERE HER()
અનુભવવામાં આવ્યું નથી. ગમે ત્યારે પણ તેનું સ્વરૂપ અન્યથા પ્રકારે જાણી અન્યથા પ્રકારે માનીને તેનો બોધ પણ અન્યથા પ્રકારે કર્યો હશે. નહીં તો ખચિત અનંતાનુબંધીનું સ્વરૂપ યથાર્થ રીતે જાણવા પ્રમાણે અનુભવવામાં આવ્યું હોય તો તેની સ્થિતિ જઘન્ય તે જ ભવની અને ઉત્કૃષ્ટ ત્રીજા ભવની જ્ઞાનીપુરુષોએ બતાવી છે. તેનું મુખ્ય કારણ તો એ છે કે પૂર્વે ઉપાર્જન કરેલાં એવાં કર્મના નિબંધનથી આ જીવને આગામી કાળનો – જવાની ગતિનો બંધ થયો હોય તો જ, નહિ તો તે જ ભવે મુક્તિ થવાનું કારણ જ્ઞાની પુરુષોએ વિશેષ કરીને બોધ્યું છે, જેથી તે સ્થળે કાંઈ અભૂત રચના આપી છે. તે સર્વ જીવને વિચારવા યોગ્ય છે. વળી પણ તેની સાથે એમ પણ બોધ્યું છે કે જેને એક પણ વ્રત પ્રત્યાખ્યાનાદિક હોય નહીં, જ્યારે તેવી વાત કરી છે ત્યારે તેનો વિચાર સર્વ મુક્ત થવા ઈચ્છનાર જીવોએ અવશ્ય કરી કરવા યોગ્ય છે. અને તેનો યથાર્થ રીતે ખુલાસો કોઈ વિદ્યમાન સત્યરુષ પાસેથી લેવો જોઈએ અને મને પણ તે અનંતાનુબંધીનું સ્વરૂપ પૂર્વે આજે જેમ આપ કલ્પો છો તેમજ સમજાયું હતું. પણ કોઈ સત્પરુષના પ્રતાપે તેનું સ્વરૂપ યત્કિંચિત્ મારી અલ્પમતિથી સમજવામાં આવ્યું છે. છતાં વખતે તે ઉપદેશવામાં મારા કે તમારા સમજ્યા ફેર થાય તેટલા માટે આપને જો તે અનંતાનુબંધીનું સ્વરૂપ જાણવાની ઈચ્છા હોય તો ભલે, આપ તે પુરુષ પાસેથી ખુલાસો મંગાવો. મારા ધારવા પ્રમાણે આપને તે તરફથી ખુલાસો મળશે તો તો આપના સમજવામાં બરાબર આવી શકશે. અને ત્યાં પત્ર લખવામાં આપને કદાપિ સહેજે અપ્રવૃત્તિ રહેતી હોય તો ગમે ત્યાંથી પણ ધર્મ સંબંધી ખુલાસો મંગાવવાની જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. માટે આપ કોઈ શ્રાવક પાસે પત્ર વાટે જણાવી ખુલાસો મંગાવવા કોઈપણ રીતે અડચણ નથી. એ જ તેમને જણાવશો.
| બાકી તે વિગેરે તેમના પક્ષના બીજા મુનિઓ ગમે તો અનુકૂળ વર્તે અથવા પ્રતિકૂળ વર્તે તે પર કોઈપણ લક્ષ આપવો ઉચિત નથી. પ્રતિકૂળ વર્તે તો જીવનો એક અનાદિ દોષ છે એમ ગણીને તે પ્રત્યે અનુકંપા રાખ્યા જ કરવી. અનુકળ વર્તે તો તે કાંઈ આપણને લાભકારી નથી. ગમે તે પ્રકારે પણ સર્વ જીવો અનાદિકાળથી પોતાની જ ભૂલે રખડ્યા છે. તે ભૂલ તેના જાણવામાં આવે અને પૂર્વે બંધાયેલા કર્મોને નિવર્તન કરવામાં આવી, આત્મદશા સન્મુખ તેની વૃત્તિ થાય તો ગમે ત્યારે તે જીવ વહેલું કે મોડે મુક્ત થશે, એ ભાવના રાખી તે જીવો પ્રત્યે માત્ર નિર્દોષ દૃષ્ટિથી અને અનુકંપા બુદ્ધિથી વર્યા કરવું અને આપણો જે મૂળ ધર્મ છે તે વિસર્જનભૂત ન થાય એ લક્ષ રાખ્યા કરવો એમ મને ઉચિત લાગે છે. નહિ તો તેવા આલાપ પ્રલાપના સમયે જીવને ભૂલાવો થઈ જવાનો સંભવ છે અને ઉત્તમ પ્રકારની સ્થિતિએ જઈ ચઢેલા મુનિઓ પણ તેવા તેવા અનુકૂળ પ્રસંગોથી પડીને અધોગતિએ ગયા છે અને તેટલા જ માટે જ્ઞાનીપુરુષોએ વારંવાર કહ્યું છે. માત્ર સર્વ પ્રકારે ઉદાસીન થઈ વૈરાગ્યવૃત્તિમાં મોળાશ ન થવી જોઈએ. એ જ મુમુક્ષુઓનો પરમ ધર્મ છે. | મુનિ દેવકરણજીએ વ્યાખ્યાનના પ્રસંગમાં વિશેષે કરી ધ્યાન આપવાની જરૂર છે. અને આણંદથી મોકલેલો પત્ર વ. ૭૧૬ વારંવાર હૃદયને વિષે અવલોકન કરી રાખવા જેવો છે. નહિ તો ઠીક બોધું છું. મારી વાત લોકોમાં ઠીક અનુકૂળ આવે તેમ છે એ જ જીવને નીચે પાડવાનું લક્ષણ છે. જો કે આપને આ લખવું યોગ્ય નથી છતાં આપને સ્મરણ રહેવા માત્ર લખ્યું છે. જેથી સત્પષોનું શરણ રાખી જેમ થવું હશે તેમ થશે અને કોઈપણ પ્રકારથી સર્વ જીવોનું કલ્યાણ થાય એ લક્ષ રાખી ઉદાસીન ભાવે કરતાં જતાં પણ મૂળ દોષ ઉપર વિશેષ વિશેષ લક્ષ રાખીને તેનો પરાભવ કરવો કે જેથી મૂળ દોષ વર્ધમાન થવા પામે નહિ, એટલો લક્ષ હું, તમે કે સર્વ મુમુક્ષુઓને અવશ્ય રાખવા યોગ્ય છે.
અયોગ્યને માટે ક્ષમા ઈચ્છું છું. લિ. અલ્પજ્ઞ અંબાલાલના સવિનય નમસ્કાર
૧૯૭
Page #273
--------------------------------------------------------------------------
________________
103
આર્ય શ્રી પોપટલાલ પ્રત્યે,
પત્ર એક પ્રાપ્ત થયો છે.
સત્સંગ-સંજીવની
પુત્ર-૮
સંવત ૧૯૫૪
શ્રાવણ સુદ-૧૪ સોમવા૨
ઘણા મુમુક્ષુઓને સત્સમાગમનો લાભ પામવાની ઈચ્છા રહે છે, અને તે ઈચ્છા રહે એ સ્વાભાવિક છે. કારણ કે ઘણા ઘણા કાળથી સત્પુરુષોનો વિયોગ છે, તેથી વર્તમાન કાળમાં કોઈ સત્પુરુષનું ઉત્પન્ન થવું થાય તો અસમાં સત્ નહીં હોવાની શંકા હોવાથી ઘણા જીવોને સત્ પ્રાપ્ત થવાની ઈચ્છાથી સત્સંગના લાભને પામવાની ઈચ્છા રહ્યા કરે છે. પણ તે ઈચ્છા પાર પડવી એ તો સત્પુરુષની ઈચ્છાનુસાર છે. વર્તમાન કાળમાં હાલ જ્યાં સુધી દ્રવ્યથી વ્યવહારથી સત્પુરુષોને ગૃહસ્થાશ્રમ વર્તે છે, ત્યાં સુધી મુમુક્ષુઓના સમાગમમાં આવવાનું પ્રતિબંધરૂપ ગણાય છે. તેમાં વળી ઉપદેશ કાર્ય કરવું એ પણ ગૃહસ્થાશ્રમીને અઘટીત જેવું છે. છતાં કોઈક મુમુક્ષુ ખાસ ઈચ્છાએ સત્સમાગમમાં આવ્યો અને સહેજ સ્વભાવે તેની સાથે વાતચીત થઈ તો થઈ, નહીં તો વખતે વાતચીત ના પણ બને, કારણ કે સત્પુરુષો કોઈ પ્રતિબંધમાં રહેતા નથી, એમ જાણી આપણે તેવા પ્રતિબંધમાં જ્ઞાની પુરુષોને નાખવા કે મુમુક્ષુઓને તે સમાગમના યોગમાં આવાગમનનું આમંત્રણ કરવાનો પ્રતિબંધ કર્તવ્ય નથી.
આપ વિચારો કે માંડ માંડ કેટલીક વિનંતી કરતાં છતાં, આજ પોણા બે વર્ષ થયાં. થયેલા સત્પુરુષના વિયોગનો લાભ થવાનો, તે મહાન કૃપાળુદેવે કૃપા કરીને, સમાગમ યોગ બનવાનો અવસર પ્રાપ્ત કરાવ્યો, ત્યાં આપણે સાંભળવાનો યોગ મેલીને બધાનો સવડ કરવારૂપી પ્રવૃત્તિમાં પડવું પડે અને આવો યોગ બને ત્યારે તે પ્રવૃત્તિમાં વખત જાય. ત્યારે પછી સત્સંગ શ્રવણ, ઉપદેશનું સાંભળવું ક્યારે બને ? કારણ કે શ્રવણ કરવાની ઈચ્છા સર્વ જીવને સરખી હોય છે. અને સત્સંગમાં કેમ પ્રવર્તવું એ વિષે જગત જીવો અમાહિતગાર છે. એટલે હાલ તો આપણે આપણા માટે કૃપા થવાની ઈચ્છવી, તે કૃપા થયા પછી સહેજે કોઈ કોઈ મુમુક્ષુને પોતાને સમાગમની ખાસ ઈચ્છા હશે અને સમાગમમાં આવશે તો તેની ઈચ્છાએ પછી યથાવસરે જેમ થવું હશે તેમ થશે. મારી ઈચ્છા પ્રમાણે તો હાલ તો પ્રવૃત્તિમાં પડવું ઘટતું નથી અને અનુકંપા માર્ગનો ત્યાગ કરવો યોગ્ય નથી. જગત જીવો પ્રત્યે અનુકંપા રાખવી કે સર્વ જીવો ક્યારે સન્માર્ગને પામે, અને સત્પુરુષને પ્રવૃત્તિમાં નાંખવા નહીં કે આજ્ઞાનો ભંગ કરવો નહીં એ બંને વાતને સાચવી જેમ હિતાર્થ લાગે તેમ હાલ તો યોગ્ય છે.
જો કે પ્રથમ તમોને જણાવેલું કે ક્ષેત્રાદિ વિષે હાલ અચર્ચિત રહેવું તો પણ તે વાત વનમાળીભાઈના જાણવામાં ત્યાં તરફથી આવી, જીવનો એવો સ્વભાવ છે કે જ્યારે સત્સમાગમનો યોગ થાય ત્યારે પ્રવૃત્તિને તેને કોરે ક૨વી પડે છે. અને તે કોરે કરતાં સત્યમાગમના લાભ વખતે કોઈ પ્રવૃત્તિ આવી નડતી હોય ત્યારે આજથી કોરે ક૨વાનું કારણ જણાવવું પડે કે મારે નિવૃત્તિમાં જવું છે અથવા તો જીવ જૂઠું પણ બોલે અને વાત જણાવે એટલે સ્વાભાવિક છે કે બીજા મોંઢે પણ જાય, સ્ત્રી આદિ જાણે, એ વિગેરે પછી ચર્ચિત થયા કરે. જો તે જીવને અણજાણપણે જણાવવામાં આવે તો તે જગતના પદાર્થો પ્રત્યે, પ્રવૃત્તિ પ્રત્યે, તેની ભાવના કેવી છે તે જણાઈ આવે. આ વિષે સહેજે લખ્યું છે.
બધી જ વખતે વિશેષ માણસો રહે એવું કંઈ નથી. જ્ઞાની પુરૂષોની ઈચ્છાનુસાર છે. વખતે કેટલોક કાળ
૧૯૮
Page #274
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પોતે એકલા પણ વિચરે, હાલ તો તે વિષે કંઈ લખી શકાતું નથી. યથાવસરે સત્સંગનો યોગ બન્યા પછી જે થાય
તે ખરૂં.
લિ. અલ્પ અંબાલાલના નમસ્કાર
પૂજ્ય ભાઈ શ્રી પોપટલાલ પ્રત્યે
આત્માર્થી ભાઈશ્રી,
પત્ર-૯
સંવત ૧૯૫૯
ચૈત્ર સુદ ૧ – સોમવા૨
કૃપા પત્તુ ૧ મળ્યું. જ્ઞાની પુરુષોએ આ ચૌદ રાજલોકમાં પોતાની અનુભવરૂપ વાણી પ્રસિધ્ધિમાં મૂકેલી છે. તેનું કોઈ વિરલા જ જીવો પાન કરે છે. આત્માની ઉજ્જવળતા વડે સમ્યભાવે કે વિનયાન્વિત ભાવે જે જીવો તે અમૃતમય વાણીનો અનુભવ કરે છે, પાન કરે છે, તે અનુક્રમે ઉત્તમ પદને પામે છે. તે વાણીનો રસ લેવામાં જીવને અનાદિના દોષો આવરણરૂપ રહે છે. તેમાં વળી સૂક્ષ્મપણે જે લોભ અને સ્વચ્છંદપણું એવા મીઠા સબળાં છે કે પામર જીવના જાણવામાં આવતા નથી, અને તે દોષ આડે આત્માની ઉજ્જવળતા - એ જ્ઞાનનો અપૂર્વ સ્વાદ ચખાડવા દેતા નથી. તે દોષ માટે વિશેષ પ્રકારે જ્ઞાનીના ચરણની ઉપાસના કરવા યોગ્ય માર્ગ મોટા પુરુષોએ બોધ્યો છે, પણ આ કાળમાં તેવા જ્ઞાની પુરુષનો વિયોગ જોવામાં આવે છે, તો પણ હવે નિષ્ફળતાને પામવું ઉચિત નથી, કારણ કે પ્રગટ જ્ઞાનીના વચનો - બોધ-ઉપદેશો જે આપણા જેવા પામરને પ્રગટ જ્ઞાનીરૂપે પ્રાપ્ત છે. જે વચનોથી પ્રગટપણે વર્ણવેલા દોષો - સંસારના ભોગ ઉપભોગ પદાર્થો નિરાશપણે ભોગવતાં સૂક્ષ્મ કે બાદરપણે દેખાય તેટલા દોષોનો પુરૂષાર્થ યોગથી ત્યાગ કરવો ઉચિત છે. તેટલા માટે વિશેષ - નિવૃત્તિ, આત્મવિચાર, સત્સંગ, ઉત્તમ શાસ્ત્રનું અવલોકન એ આદિની જરૂર છે. એ જ વિનંતી.
લિ. અલ્પ અંબાલાલના નમસ્કાર.
પત્ર-૧૦
પરમ પૂજ્ય કૃપાનાથશ્રીને ત્રિકાળ નમસ્કાર, અમદાવાદ.
પરમ પવિત્ર પૂજ્ય આત્માશ્રી.....
વિનંતિ કે આપનો પત્ર એક મળ્યો. વાંચી સંતોષ થયો. પરમ પૂજ્ય દયાળુનાથશ્રી, મનસુખભાઈના પ્રસંગે દેશમાં પધાર્યા હતા. ત્યાંથી પાછા પધારતાં નડિયાદ અને આણંદ થઈ દોઢ દિવસ આ પામર બાળકને કલ્યાણ કરવા રોકાયા હતા. તે વિષે સ્ટેશન પર આવવાને લખવા જેટલો વખત નહીં મળવાથી આપને લખ્યું નહોતું. તેમ આણંદ પધારવું સહેજે થયું હતું. માટે આપ પ્રતિદિન સત્પુરુષના સમાગમની કામના રાખી, તે પવિત્ર પુરુષોના ચરણકમળ પ્રતિ પડાય એવી ભાવનાએ વર્તાય એ હિતકારી કાર્ય છે. આ ફેરાના પવિત્ર સમાગમમાં શ્રી હરિમુખથી એમ કૃપા થઈ છે કે પરસ્પર મુમુક્ષુ ભાઈઓએ બને તેટલો સમાગમ ક૨વો. બે ચાર કે આઠ દિવસને આંતરે પત્રાદિ લખવાનો પરિચય રાખવો અને પોતાની વૃત્તિ જણાવતા રહેવું. તેમ સવૃત્તિ વર્ધમાન થાય એવો લક્ષ રાખવો. જેમ બને તેમ સંસાર વધવાની જે પ્રવર્તના તેને જતી કરવી. અવશ્ય જતી કરવામાં જ ઉપયોગ રાખવો. અને જે સવૃત્તિ, સદ્વિચાર અને સત્શાસ્ત્રને અંગીકાર કરવા. જે પ્રકા૨થી છૂટવાનો મુખ્ય ઉપાય મળે
૧૯૯
Page #275
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
એવા પુસ્તકાદિ વાંચવાનો પરિચય રાખવો અને આ ત્રાસરૂપ સંસારમાં કોઈ પદાર્થ ઉપર વિશેષ પ્રીતિ, ભક્તિ થવા ન દેવી.
આપ જેવા સુજ્ઞ આત્માને લખવું યોગ્ય નથી. એ વિષે શ્રીમુખથી સાંભળેલું તે આપને નિવેદન કરૂં છું માટે આપ પણ તે પવિત્ર ગુણોનું ગ્રહણ કરો કે જેથી આ સંસારમાં રાગાદિ બંધને કરી આ આત્મા બળી રહ્યો છે, તેથી રહિત થઈ પરમ શાંતિપદને પામીએ.
પ્રત્યક્ષ અનુભવમાં લાવવા જેવું અને સંસારનું અનિત્યપણું, અશરણપણું, અસારપણું, અશાશ્વતપણું સુંદરલાલના મૃત્યુથી સિદ્ધ થાય છે, તો આ જીવે હજુ કેટલા કાળનો વિશ્વાસ કરી રાખ્યો છે, કે જેથી હજુ તેનું તો અવશ્ય સ્થિર રહેવું જ ધાર્યું છે ? એ વાતનો વિચાર બહુ જ પ્રકારથી કરવા યોગ્ય છે. અને સુંદરલાલનો દાખલો અનુભવમાં લેવા યોગ્ય છે કે કાળનો ભરૂસો નથી અને વળી આ મનુષ્યપણું મળેલું અને તેમાં આવો ઉત્તમમાં ઉત્તમ જોગ મળેલો અને ધર્મ ક૨વો રહી જશે તો આ જીવને કેટલું પસ્તાવા જેવું થશે, માટે જેમ બને તેમ સંસારની પ્રીતિ જતી કરીને એક સત્પુરુષ પ્રત્યે પ્રીતિભક્તિ થાય એવી ભાવના દૃઢ રાખી તે પ્રમાણે વર્તવું થાય તો જરૂર આ જીવનું કલ્યાણ થઈ જાય એમ મારૂં સમજવું છે. બને તો પોતાના હાથે પત્ર લખવાનો અભ્યાસ વધારવો યોગ્ય છે. કામ સેવા ફરમાવશો.
લિ. અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર
∞€
પત્ર-૧૧
સુખ શાતાનો આ જીવ ભિખારી હોવાથી યથાર્થ ધર્મ પ્રગટ થતો નથી. કેટલાક બાહ્ય લૌકિક સુખ મૂકે છે, પણ અંતરંગ માયાના રંગ બહુ પ્રકારના હોય છે, જેથી આત્મધર્મથી વિમુખપણે પરિણમે છે. જેટલા જેટલા શાતાના પ્રકાર તે તે પ્રકારને સૂક્ષ્મ દૃષ્ટિથી વિલોકીને તે પ્રકારથી મહા વૈરાગ્ય કરવો.
અનુકૂળ જોગમાં જીવ બહુ જ ભૂલ ખાય છે. સ્ત્રીનો સમાગમ એ અનુકૂળ જોગ છે, કે જે આત્મદૃષ્ટિએ તો મહાપ્રતિકૂળ છે. એ પ્રસંગમાં જે જે પ્રીતિ થાય તે મૂઢતા છે, કારણ કે તે પ્રસંગથી જીવ માત્ર બાહ્ય શાતા જોઈ ભૂલ ખાય છે. વિશેષ સંગના યોગથી અસંગ એવું આત્મસ્વરૂપ ભાસ્યમાન થાતું નથી, અને તેથી જ જ્ઞાની મુમુક્ષુઓ નિવૃત્તિને ઈચ્છે છે. અસદ્ગુરુ એ આત્માના મુખ્ય આવરણના હેતુ છે, કારણ કે અનાદિથી તે સંગ આ જીવે આરાધ્યો છે, અને તે સંગમાં તો ઇંદ્રિયાદિક વિષય કષાયાદિકનો ઉપશમ કરવાનો માર્ગ જોવામાં આવતો નથી. કારણ કે જે જે બંધનના સ્થાનક છે તેને વિશેષે આરાધે છે, અને તે સંગમાં આવેલા જીવને તે વાત દ્રઢાવ થઈ જવાથી સત્પુરુષના જોગે પણ સત્યને વિષે જીવને પ્રવેશ થવાતું નથી. જે જે લૌકિક માર્ગે પ્રવર્તે છે, તેમાં આ પ્રકારની કલ્પનાઓ જોવામાં આવે છે. જેમકે કેટલાક જીવો વૈષ્ણવ ધર્મમાં પ્રવર્તતા હોય છે તે સવાર પડે નહાવું ને દર્શન કરવાં પછી આખો દિવસ પ્રવૃત્તિ પુરણ કામનાથી કરવી અને રાગદ્વેષ સેવવો, અને જે પ્રથમ પ્રકાર કહ્યો તે સેવ્યાથી આત્માને વિષે દૃઢ કલ્યાણની માન્યતા કરી હોય છે, એટલે કે હું આ કરૂં છું તેથી મારૂં કલ્યાણ થઈ ગયું ! પણ જીવ વિચારતો નથી કે આટલો બધો વખત થતાં પણ રાગ દ્વેષ તો ઘટતો નથી, અને હું શાનું કલ્યાણ માનું છું ? તેવા જીવને સત્પુરુષનો જોગ મળે પણ જે અકલ્યાણમાં કલ્યાણપણું માનેલું હોય છે અને તે વાત બહુ જ દૃઢ થઈ ગઈ હોય છે, એટલે સાચા પુરુષના વચનો પરિણમતાં નથી, જેથી જીવ કલ્યાણના માર્ગથી અટકી જાય છે. તે સવારમાં બે ઘડીનું સામાયિક, ધર્મ-ધ્યાનાદિક કરી લીધું, પછી આખો દિવસ
૨૦૦
Page #276
--------------------------------------------------------------------------
________________
નહિ
આ
સત્સંગ-સંજીવની NR
NR /
કષાયાદિકને સેવવા. પોતાને એક પાઈ માત્રનો લાભ થતો હોય અને સામા માણસને અમુક કેટલું નુકસાન થતું હોય તે બાબતનો બિલકુલ વિચાર ન રાખે. દ્રવ્યનું વર્તન કરી લૌકિક દૃષ્ટિએ વત પછી લોકો સાથે વૈર બાંધે, તેનું કોઈ ભાન ન રાખે, તે કેવું આશ્ચર્ય ગણાય ! કી
પત્ર-૧૨
|
તમોએ લખાવેલા પત્ર મળ્યા છે, વાંચી સર્વ હકિકત જાણી છે. જીવનો અનાદિ સ્વભાવ જ એવો છે તો પણ તેના દોષ પર દૃષ્ટિ ન કરવી એ જ મુમુક્ષુઓનો પરમ ધર્મ છે. મોટા મોટા ઋષિવરો, મુનિશ્વરો અને યોગીશ્વરો પણ મહા વૈરાગ્યવાન હતા છતાં તે માયાદેવીની જાળ આગળ ફસાઈ ગયા છે. તો જેને હજુ વૈરાગ્યનો અંશ પ્રગટ્યો નથી તેવા જીવો તેમાં ભૂલાવો ખાય એમાં કાંઈ આશ્ચર્ય નથી, અને હજુ આ જીવને પણ તથારૂપ તેવા પ્રસંગો મળે પણ નિર્વિઘ રહી શકાય તેવી દશા નથી એમ વિચારી આ જીવને વિશેષ પ્રકારે બોધ થવો યોગ્ય છે કે એક તો ખોટા આગ્રહે જીવ અસત્ ગુર્નાદિકમાં મમત્વ કરી રહેલો, તેને આવી વાત પરથી વિશેષ દૃઢ થાય છે, અને તે દઢત્વ આત્મામાં એક નિષ્ઠાએ પ્રકાશે છે, વળી આ જીવને પણ તેવા તેવા પ્રસંગે ભૂલાવો ખાવાના રસ્તા ઘણા અને વિકટ છે, તેથી તે પ્રકાર ભાવી આત્માને દૃઢ કરવો જેથી તેવા તેવા પ્રસંગોએ જીવ પોતાનું સચેતનપણું જાગૃતિમાં રાખ્યા કરે. બાકી કોઈ જીવ પ્રત્યે દોષ દૃષ્ટિ કરવા યોગ્ય નથી. પોતાના દોષ પ્રત્યે વિશેષ તિરસ્કાર કર્તવ્ય છે.
ખાવા પીવા ઓઢવા પાથરવાના પ્રસંગોમાં જે જે જીવને તાદાભ્યપણું વર્યા કરતું હોય તે તે વખતે તે તે પદાર્થોનું તુચ્છપણું ભાષ્યા જ કરવું અને જેમ સર્પને વિષે દૃઢ થયેલું ઝેર નિદ્રામાં પણ જાગૃત કરે છે તેમ પદાર્થાદિક પ્રત્યેનું અનિત્યપણું તુર૭પણું દૃઢ કરી રાખ્યું હોય તો જીવને તે તે પદાર્થો થયે ઘણું કરીને તેને તાદાભ્યપણું થવા દેતા નથી અને એટલા માટે મુખ્ય કરીને વૈરાગ્યને વિશેષ જાગૃત રાખવો જોઈએ. વૈરાગ્ય એ જ આત્મધર્મ પામવાને સીડીરૂપ ઉત્તમ પ્રકારનો સડકનો રસ્તો છે અને તે પણ સત્પરુષના ચરણ શરણ સહિત હોય તો, નહિ તો વખતે તેમાં પણ જીવને ભૂલાવો ખાવાના કારણો વિશેષ છે. સિદ્ધિશાસ્ત્ર વાંચવાની તમોને ઈચ્છા છે, તેથી પણ અધિક ઈચ્છા જો વૈરાગ્ય પ્રત્યે, ત્યાગ પ્રત્યે અને ઉદાસીન પ્રત્યે વર્તવાનો લક્ષ રખાય તો વગર વાંચે સિદ્ધિ શાસ્ત્રમાં બતાવેલો સાર આત્મામાં પરિણામ પામવા યોગ્ય છે. આ જીવને હજુ મોહ મુગરાદિક પુસ્તક માંહેનો એક સાર પણ પરિણામ પામ્યો હોય એમ કહેવું કઠણ છે. કારણ કે જીવને જો ત્યાગ વૈરાગ્યનો લક્ષ વિશેષ રહે તો ગમે તે શાસ્ત્ર પણ તેને ઉત્તમ પ્રકારનો હેતુ થવો જોઈએ.
પત્ર-૧૩
સર્ણરૂની ભક્તિએ પુરૂષાર્થપૂર્વક શરીરથી માંડી સર્વ અર્પણ કરી આજ્ઞાએ ચાલવાનું નિશ્ચય નહિ થાય ત્યાં સુધી સમ્યકત્વની આશા રાખવી વૃથા છે. સમ્યકત્વ પામ્યા વિના જીવ સમય સમય નવા પાપો ગ્રહે છે, એટલે કર્મબંધ થયા કરે છે. તે શુભાશુભ બંધથી મુક્ત થાતો નથી. જ્યાં સુધી સમ્યકત્વ નહીં પામે ત્યાં સુધી આત્મા રાગ, દ્વેષ, મોહાદિ પ્રપંચમાં દોરાય ત્યાં સુધી મનમાં સમ્યકત્વ સમજવું નહિ. અને ત્યાં સુધી આગામિક કાળે શુભાશુભ ભોગવે છે, ત્યાં સુધી યથાર્થ રાગદ્વેષનો અભાવ નથી. સમ્યકત્વ ન થાય ત્યાં સુધી નિરાંત વાળીને ઊંઘવા યોગ્ય જાણશો નહિ. જ્યારે સમ્યકત્વ થાય તે દિવસ ધન્ય કરી માનજો, બીજા બધા દિવસ ધિક્કાર કરી
૨૦૧
Page #277
--------------------------------------------------------------------------
________________
GSRTIYA સત્સંગ-સંજીવની (GK) EXER) )
માનજો. ત્યારે જ મનુષ્યદેહ ચિંતામણિ ગણાશે, ત્યાં સુધી પશુવત માનજો. અનાદિકાળથી સ્વચ્છંદ, પ્રમાદને સેવ્યો છે, અને સન્માર્ગ ને સદ્ગુરૂની ભક્તિ વિના મનુષ્યદેહ નિષ્ફળ ગયો છે, માટે આટલો મનુષ્યદેહ તો અત્યંત સદ્ગુરૂ ભક્તિપૂર્વક સાચા અંતઃકરણથી અર્પણ કરવો. એવો દૃઢ નિશ્ચય કરવો. જ્યાં સુધી નિશ્ચયમાં ખામી છે, ત્યાં સુધી જન્મમરણ મટનાર નથી. પરમોત્કૃષ્ટ મોક્ષનું સાધન સદ્દગુરૂની ભક્તિ તેના ચરણારવિંદની સેવાપૂર્વક આજ્ઞાએ વર્તવું. સ–દેવ, સગુરૂ, સતુધર્મ તેમાં પ્રથમ સત્ગુરૂથી દેવ ઓળખાય છે અને ધર્મ પણ સમજાય છે. ધર્મ વસ્તુ દયા, દમ, દીનતા, સમતા, ક્ષમા છે તે જીવે આરાધી નથી. તે સાચા સદ્ગુરૂ મળે આરાધના યથાર્થ થાય છે. તે આરાધન થઈ શકશે ત્યારે કલ્યાણ થશે.
અહોનિશ સલ્ફાસ્ત્ર તથા સત્સમાગમ મળવા દુર્લભ છે. તે મેળવવાનો પ્રયત્ન કરવો ઉચિત છે. માટે જે શાસ્ત્રમાં કામ, ક્રોધ, લોભ, મોહનીય, ઉપશમ થાય તે સદ્ગુરૂની આજ્ઞાએ એવા શાસ્ત્રો અવલોકન થાય છે. અને દરરોજ સશાસ્ત્ર નિયમિત વાંચવા તે યથાર્થ લાગે છે. અને મને તો અનુભવપૂર્વક સમજાય છે. એ જ રીતે તે આરાધન આજ્ઞાએ કરી મોક્ષે ગયા, જાય છે અને જશે. વિશેષ શું કહેવું ? સરૂની આજ્ઞાએ કરી ધર્મ અને તપ છે. તે સર્વને સેવ્યાનું કલ્યાણ થશે. પણ સાચા સદ્ગુરૂ-પ્રગટ આત્મજ્ઞાની, દિવ્યચક્ષુ મળે આત્મકલ્યાણ થાય.
પત્ર-૧૪
હવે જરા શાસ્ત્ર ઉપર વિચાર કરતાં ચોથા ગુણસ્થાનકવાળા સમકિતીની દશા ઉપર અને આપણે આપણા ઉપર વિચાર કરીએ તો તેમાં અનંત ગુણોનું તફાવત માલુમ પડે છે. તેમની દશા જોઈએ છીએ તો જાણે સંસારમાં છતાં તેમને કાંઈ પણ સંસારનું લાગતું વળગતું હોય એમ જણાતું નથી. અને જાણે ક્રોધ, માન, માયા, લોભને તો સામાન્ય કરી તે હડસેલી કાઢ્યા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. તેમના પર દુ:ખ પડેલ છતાં જાણે કાંઈ જ નથી, તેમ તેમને માન આકરા મળ્યા છતાં પણ જાણે કાંઈ ગણત્રીમાં જ નથી. તો જેને સંસારનું સ્વરૂપ ખોટું ભાસ્યું છે તેને સંસારમાં અપમાન, માન બંને પણ ખોટા જ માનેલ છે એમ જેને ભાસી રહેલ જણાય છે, વળી જેની સ્પૃહા સંસારથી વખત મળે તો તુરત નીકળી જવાની રહ્યા કરતી હોય, એમ સ્પષ્ટ જણાય છે અને તેવો વખત મળે ઘણા તુરત નીકળી ગયા છે, વળી જેને જરા પણ અપલક્ષણ એવું તો કિંચિત માત્ર દેખાતું જણાતું નથી, વળી સરલ સ્વભાવી ને આત્માને ઉંચો લાવવામાં મહા-સુર ને જે શાસ્ત્રમાં ધીરવીરાદિ ગુણો મૂક્યા છે તેવા સ્પષ્ટ અનુભવમાં આવે છે. હવે આપણી દશા જોવા સર્વને વિનંતી કરવામાં આવે છે.
સૌ સૌએ પોતાની દશા તરફ લક્ષ આપજો ને ઉપરના લક્ષણો પણ મેળવવા ભેગાભેગો વિચાર કરશો. આપણને બોધ મળ્યા પછી શું આત્માની દશા વધારી ? સંસારને કેવી રીતથી ખોટો ધાર્યો ? ક્રોધ કેટલો ઓછો કર્યો ? આગળ પરિષહ સહન કરતાં હવે અત્યારે આપણાથી શબ્દનો પરિષહ ઓછો થયો કે કેમ ? માયાનો કાંઈ ભાગ કમી થયો કે કેમ ? આપણે માનને વધાર્યું કે ઘટાડ્યું ? કોઈ આપણી ખરેખરી કસૂર હોય તેવી પાંચ માણસની વચ્ચે વાત કરે તો આપણું માન વેરાઈ જાય તેવો ભય રહે કે કેમ ? માયાનો કંઈ ભાગ કમી થયો કે કેમ ? કે સેજ સેજ પણ માયા સેવ્યે જ જઈએ છીએ ? લોભનો પણ કેવો ભાગ કમી થયો ? આપણા ગજા મુજબ કેવી ઉદાર વૃત્તિ થઈ ? જન હિતાર્થે આપણે શક્તિ મુજબ શું વ્યય કર્યું ? અને અનીતિનું દ્રવ્ય બનતાં સુધી ઘરમાં પેસી ન શકે એવી કાંઈ આડી ભીંત કરી કે કેમ ? આપણે આજીવિકા ચલાવવાનો સંબંધ છે કે આજીવિકા તો ખુશીથી ચાલે છે ને દ્રવ્ય વધારવાનો સવાલ છે ? તો અનીતિથી કાંઈ દ્રવ્ય ન આવે તેમ કાંઈ ઉપાય યોજ્યો કે
(4)
ત)
૨૦૨
(૯) (NRERE
NOી
Page #278
--------------------------------------------------------------------------
________________
GSSSSS સત્સંગ-સંજીવની GSHSEC)
કેમ ? વળી ઈદ્રિયોના વિષયોનો પણ સાથે સાથે વિચાર કરશો કે આગળના શ્રાવકોને દસ હજાર ગોકુળ છતાં જેને દહીં દૂધ બંધ હતું, તો તેવાઓએ સંસારને તદન જૂઠો જાણેલ છે. આપણી દશા વિચારો કે જે અભક્ષ એવું કંદમૂળ તેનો આપણે ત્યાગ છે કે એનો સ્વાદ લઈએ છીએ ? બીડી હોકો આદિનો ત્યાગ છે કે એ તો રાજી થઈને આપણે વાપરીએ છીએ ? વળી મોટી બાબત તો પાછળ રહી સહજ સહજ પણ જૂઠું ન બોલાય તો સારું એમ વિચાર આપણને આવે છે કે નહીં ? સહજ સહજ બાબતમાં ઝાંઝ ચડી જાય છે કે કેમ ? આપણને બોધ થયા પછી આપણે કાંઈક નીચા નમ્યા છીએ કે ઊલટા મોટાઈના ડોળમાં ગુરૂ બનવા પ્રયત્ન કર્યો છે ? આપણે બોધ લેવા લાયક છીએ કે બોધ દેવા લાયક છીએ ? જો કદી બોધ આપવા વિચાર થતો હોય તો પ્રથમ શાસ્ત્રમાં બોધ આપનાર કેવા પુરુષો હોય, તેનામાં કેવા કેવા લક્ષણો હોય, તેમની ભાષા વર્ગણા કેવી હોય, સહન કરવાની શક્તિ કેવી હોય, તેમનો ત્યાગ વૈરાગ્યાદિ કેટલો હોય ? તેમનો સરળતા ભાવ કેટલો હોય ? તેમની હિતબુદ્ધિ કેવી હોય ? તેમને વિવેક કેટલો હોય ? જેમના ઉપદેશથી જેમને વિપરીત તો પરિણમે જ નહીં પછી હિત થાય કે ન થાય તે તો વાત જુદી. પણ અહિત તો ન જ થાય. વળી તેના મુખમાંથી કઠોર વચનો પણ નીકળે જ નહીં. આ વિગેરે વિચાર કરવાની સર્વને વિનંતી છે. ટૂંકમાં લખવાનો મતલબ એવો છે કે પરમકૃપાળુ દેવાધિદેવ શ્રી પાસેથી એટલે તેઓ કૃપાળુદેવશ્રીના ઉપદેશથી જે ચીજ મૂકેલ તે પાછી ગ્રાહણ કીધી કે કેમ ? વળી વાતો તો મોટી મોટી તત્વજ્ઞાનની ને આત્મધ્યાનની કરે છે કે એવા ત્યાગ વૈરાગ્ય વિના મહાન ગ્રંથો વાંચે, વળી જમતાં જમતાં ચર્ચા કરે, કંદમૂળાદિનું ભક્ષણ સ્વાદ લેતાં લેતાં કરે, આ પણ કેવું કહેવાય ! આવી નીચ વસ્તુ, વળી લોક નીંદનીય તે પણ તજી શકતા નથી માટે પ્રથમ આપણે આપણો વિચાર કરવાનો છે કે આગળના સમદૃષ્ટિની દશાને અને મારામાં કેટલો તફાવત છે. આગળના સમદૃષ્ટિને સંસારનું સ્વરૂપ ખોટું ભાસેલ છે કે કેમ ? અને મને સંસાર પર પ્રીતિ વર્તે છે કે કેમ ? એમ સૂક્ષ્મ વિચાર કરી જોવો ને પછી સમ્યકનો વિચાર કરવો ઘટે છે. હાલ તો એ જ, બાકી સર્વને હાથ જોડી માફી માંગું છું. લિ. સહજાત્મસ્મૃતિપૂર્વક નમસ્કાર.
પત્ર-૧૫
સિદ્ધિ શાસ્ત્ર વાંચવાની ઈચ્છા રહે છે તે ઉત્તમ છે તેથી પણ વિશેષ ઈચ્છા રાખી વૈરાગ્યોપશમનું બળ વર્ધમાન કરવું એ અતિ ઉત્તમ છે, કે જેથી સિદ્ધિ શાસ્ત્રના એક વચનનું પણ વિશેષ વિશેષ પ્રકારે અપૂર્વપણું ભાયમાન થાય છે. માટે હજુ એકાદ વખત પરમ સત્સંગ થયા પછી સગુરૂની આજ્ઞાએ અને યોગ્યતા મેળવે તો સિદ્ધિ શાસ્ત્ર અપૂર્વ ફળવાન થાય છે.
વ. ૭૮૮ પરમ સંયમી કે જે ભાવથી સંયમમાં વર્તે છે, એટલે દ્રવ્યથી, જગત દૃષ્ટિની અપેક્ષાએ ત્યાગ નથી પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જે અંતરંગથી અપ્રતિબંધ પણે વિચરે છે, એવા પ્રત્યક્ષ જ્ઞાની-પુરુષને નમસ્કાર હો.
અસારભૂત એવો વ્યવહાર કે જેમાં કોઈ પણ સાર નથી, તેવો વ્યવહાર જગતના જીવો તેમાં સારભૂતતા જાણીને વ્યવહાર કરે છે, એવો વ્યવહાર ઉદયપણે વર્યા છતાં પણ જે પુરુષો તે ઉદયથી ક્ષોભ નપામતાં સહજભાવે ધર્મમાં નિશ્ચલપણે રહે છે એટલે કે સમ્યકુદૃષ્ટિ જીવો નરક વિષે જેમ સહજપણે દુઃખ ભોગવે છે, તેવી રીતે સમપણે જે વેદતાં પણ સહજ સ્વભાવરૂપ એવો જે ધર્મ એટલે પાણી શીતળપણે છતાં અગ્નિ અને વાસણના પ્રયોગે ઉષ્ણપણું પામે છે તો પણ પાણી તેનો સ્વભાવ તજતું નથી તેમ ઉદય પ્રમાણે પ્રારબ્ધ વેદતાં છતાં પણ જે સમાધિ સહજ સ્વભાવ પણું તે યથાતથ્યપણે રહે છે. અર્થાત નિશ્ચલપણે એટલે તેવા તેવા પ્રયોગો પ્રાપ્ત થયા છતાં પણ ચલિતપણું
૨૦૩
Page #279
--------------------------------------------------------------------------
________________
GિHER EVER: સત્સંગ-સંજીવની હERERSEY ()
આ
થતું નથી, એવી રીતે વર્તે છે. તેવા ભીષ્મવ્રત એટલે દ્રવ્યથી જગતદષ્ટિ જીવોની અપેક્ષાએ તો ત્યાગ નથી અને ભાવથી તે વ્યવહારની ઈચ્છા નથી. માત્ર સહજ સ્વરૂપમય દશામાં સ્થિત છે એવી મધ્યસ્થ સ્થિતિ એટલે દ્રવ્યથી અત્યારપણું અને ભાવથી નિરિચ્છાપણું એવા ભીષ્મવ્રતનું વારંવાર સ્મરણ કરીએ છીએ. એટલે તે દશા અનુભવીએ છીએ એવો પત્રનો સામાન્ય અર્થ મારી સમજણ પ્રમાણે લાગે છે. મારા
જ્યાં સુધી જીવને સ્વવિચાર દશા ઉત્પન્ન ન થાય અથવા તે વિચાર દશા ઉત્પન્ન થવામાં વૈરાગ્યોપશમનું બળ વર્ધમાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીપુરુષની અંતરંગ દૃષ્ટિ, અપૂર્વ મહાભ્યતા અને સહજ સ્વરૂપમય દશા જાણવામાં આવતી નથી. નહીં તો જે જે પત્રો અને શાસ્ત્રો પ્રાપ્ત થયાં છે, તે તે ઉપર જો જીવ વિશેષ વિચારી શકે તો અકેકા વચનથી અપૂર્વ ફળ પ્રાપ્ત થાય. પણ તે વિચારવામાં જીવ સંસારી પ્રવર્તના આડે અવકાશ લઈ શક્યો નથી, અને પ્રાપ્ત થયેલ એવા વચનો સામાન્યપણે થઈ જવા જેવું થયું છે. માટે વારંવાર તે તે અમૂલ્ય પત્રોનું વિચારવું યોગ્ય છે. જરાક જીવ જો વિચારને સ્થિતિ કરવા દે અથવા વિચાર થવામાં માર્ગ આપે તો તે વિચાર વિશેષ પ્રકારે ફળીભૂત થાય. જેમ વિચારરૂપી નદીનો પ્રવાહ વહે છે ત્યાં તણખલારૂપી બાહ્ય પ્રવર્તતું - અસવિચારરૂપી તણખલું તણાઈ જાય છે, તેની પેઠે. પણ વિચારને અવકાશ આપવામાં જીવનો પુરૂષાર્થ થઈ શકતો નથી.
જ્ઞાની પુરુષની અંતરંગ દશા (વૃત્તિદશા) અને મહાભ્ય જેમ જેમ અસત્સંગનો પરિચય ઓછો થાય, તે પ્રત્યે ઉદાસીનપણું પ્રાપ્ત થાય, તેમ તેમ સમજાય છે. જેમ જેમ અસત્સંગાદિ પ્રત્યેથી ચિત્ત પાછું વળે, તેમ તેમ વિચારની ધારાએ જ્ઞાની પુરુષ પ્રત્યે ચિત્ત ઉલ્લસે છે કે જેથી કરી જ્ઞાની પુરુષનું મહાલ્ય સમજવામાં આવે છે.
જ્યાં સુધી જ્ઞાની પુરુષનું મહાસ્ય સમજવામાં ન આવે ત્યાં સુધી બોધનું ફળ થવું સંભવિત નથી. અને તેટલા જ માટે જ્ઞાની પુરુષના વચનોનું અપૂર્વપણું જીવે વિશેષ વિશેષ વિચારવા યોગ્ય છે.
પત્ર-૧૬
મગનલાલ વિષેનો વિકલ્પ છોડો. જેમ થવું હશે તેમ થશે. અત્યારે જે અનુકંપા તમને વર્તે છે તે અનુકંપા વિચારદશા જાગૃત થવાથી વિશેષ ઉત્પન્ન થશે, માટે દેવકરણજી વિગેરે સર્વનો લક્ષ છોડી દઈ સરૂદેવ પ્રત્યેથી પ્રાપ્ત થયેલા પત્રને વારંવાર વિચારો. એમાં કેવળદશા પ્રાપ્ત થાય ત્યાં સુધીનો માર્ગ બોધ્યો છે, એમ મને સમજાય છે. શ્રી સિદ્ધિ શાસ્ત્રમાં વારંવાર ગુરૂનું મહાભ્ય બતાવ્યું છે. અને બારમા ગુણસ્થાનક સુધી ગુરૂનો ઉપકાર સ્વીકાર્યો છે, તે ધ્યાનમાં લેવા યોગ્ય છે. વળી છદ્મસ્થ એવા ગુરૂની કેવળી ભગવાન વૈયાવચ્ચ વિનય કરે એવો સિદ્ધાંત શ્રી જિને ઉપદેશ્યો છે. તે સિવાય પણ પ્રત્યેક બોધી જીવો પોતાની મેળે બૂઝે છે. તેને પણ એવી જ ઈચ્છા છે, કે ક્યારે તેવા સત્પરુષનો યોગ મળે કે તેના ચરણ સમીપમાં રહીએ. કારણ કે એવું લઘુત્વ તેમનામાં પ્રકાશી રહ્યું છે. અને એ માટે હજારો શાસ્ત્રો પુષ્ટી આપે છે. માટે આપે સદ્ગુરૂનો યોગ વારંવાર સ્વીકારવા યોગ્ય છે.
ભક્તિ માટે આ સાથે બે પત્રો મોકલ્યા છે તે ખુબ ધ્યાન દઈને વારંવાર પ્રેમે વિચારવા યોગ્ય છે. ખૂબ ઊંડા ઉતરીને વિચારવા યોગ્ય છે. હવે બધો સમય અન્ય પદાર્થમાં પડવાનો લક્ષ મૂકી દઈને આત્મવિચારમાં પ્રવર્તાય તો જ સત્યરુષનો પ્રાપ્ત થયેલો યોગ સફળ થવાનો વખત આવે. બાકી તો જ્યાં સુધી આશય સમજવાનો, વિચારવાનો યોગ ના બને, ત્યાં સુધી ગમે તો ચરણ સમીપે વર્તાય તો પણ આત્મહિત પ્રાપ્ત થવાનો સંભવ લાગતો નથી. મને તો એમ સમજાય છે, માટે વારંવાર તે યોગને મેળવીને તેમાં પ્રવર્તવું યોગ્ય છે.
૨૦૪
Page #280
--------------------------------------------------------------------------
________________
RESS સત્સંગ-સંજીવની EGREE)
-
વળી આ સાથે ભક્તિના બે પત્રો મોકલવા લખ્યા છે પણ તે મોકલ્યા નથી, કારણ કે તેમાં અપૂર્વ વાત જણાવી છે. પણ જ્યાં સુધી વિચારદશા પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી હાલ વાંચવામાં આવે તો સામાન્યપણું થઈ જાય તેથી મોકલ્યા નથી.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. . . . મુનિને અસંગપણું રાખવા વ. ૭૮૬માં જણાવ્યું છે. તેનો પરમાર્થ આમ સમજાય છે. દ્રવ્યથી એટલે, દેહાદિથી માંડી સર્વ વસ્ત્ર, પાત્ર, પાટ, રજોહરણ ઈત્યાદિક જગતના સર્વ પદાર્થોથી અસંગપણું રાખવા યોગ્ય છે.
ક્ષેત્રથી - એટલે આ સ્થળ અનુકુળ છે, આ આસન બેસવાને યોગ્ય છે. આમ પાટ મૂકી હોય તો હવાનું કારણ ઠીક છે, અથવા આ ક્ષેત્ર સમાધિનું કારણ છે ઈત્યાદિ ક્ષેત્ર પ્રત્યેનો ભાવ છોડી દેવો યોગ્ય લાગે છે.
કાળથી – એટલે આ કાળ અનુકૂળ છે. પ્રભાતે નિવૃત્તિ લેવાનું ઠીક લાગે છે. રાત્રે વિચારવાનું યોગ્ય લાગે છે. અત્યારે યુવાવસ્થામાં વિચારવું ઠીક લાગે છે. એ પ્રકારે સર્વે પ્રકારના કાળથી અસંગપણું રાખવું યોગ્ય છે. કારણ કે આત્મવિચાર પામનાર પુરુષને કાળનો કાંઈ નિયમ નથી, સર્વકાળ અને સર્વ સમય એને એ જ વિચાર સતત જાગૃત રહેવો જોઈએ.
ભાવથી – એટલે આત્મા સિવાય અન્ય જે અંતરંગના પરભાવ એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન, મોહ, ક્રોધાદિ, હર્ષ શોકાદિ અને અહંકારાદિ એ સૌ પ્રત્યેથી વારંવાર વિચારી અસંગપણું રાખવું યોગ્ય છે. એવો એ પત્રનો ટૂંક આશય મારી અલ્પજ્ઞતાથી જણાવ્યો છે. તે પર વિશેષ વિચારે આત્મવિચાર કર્તવ્ય છે. આ પત્ર જે જે મુનિને યોગ્ય લાગે તેમને વંચાવામાં અડચણ નથી. અપૂર્વ પત્રોને સામાન્યપણે ગણવા યોગ્ય નથી. શ્રી મગનલાલને વાસના અને ધર્માગ્રહ વિશેષ છે. અત્રે કદાપિ તેમનું આવવું થાય, તો પણ આગ્રહ વિશેષ અને તેમના કુળ ગુર્નાદિકની સાથે મેળવવા જાય અને તેને અન્ય અન્ય સમજાવી દઈ તેઓને માર્ગની ઈચ્છા બંધ કરાવી દે, એવો સંભવ જણાય છે. લિ. અલ્પેશ અંબાલાલના પ્રેમપૂર્વક સવિનય નમસ્કાર સર્વ મુનિઓને પ્રાપ્ત થાય.
પત્ર-૧૭
શ્રી સદ્ગુરૂ શરણં મમ
અહો આશ્ચર્યતા ઉત્પન્ન થાય છે કે આ જીવ જ દિશામૂઢ રહેવા ઈચ્છે છે. જરાય જીવ જો વિચાર કરે તો સમજી શકાય એવું છે કે – સહજ જે પોતાનું સ્વરૂપ છે તેને પામવું છે. ત્રિકરણ યોગથી રહિત થવું છે. સહજ જે પોતાનું સ્વરૂપ છે તે જાતિ નથી, કુળ નથી, ગોત્ર નથી, દેહ નથી, કે દેહના પ્રકાર નથી, તેને માઠી માઠી કલ્પનાએ કરી જે બંધન કરવું એ જ અજ્ઞાન છે. માઠી ગતિનું કારણ એ જ છે. અને એમ સ્પષ્ટ લાગતાં છતાંય પણ તે ઉપર પગ દઈ મૂઢ એવો આ જીવ વગર વિચાર્યું ચાલ્યો જાય છે. અહો અતિ આશ્ચર્ય છે કે એવું જાણતાં | છતાં ખોટી કલ્પનાઓ કરી દર્શનાદિ મતનો આગ્રહ કરી તેમાં મમત્વ કરી તેનો અભિનિવેશ કરવો એ કેટલું બધું અજ્ઞાન રખડાવનારું છે. જે જે કુળમાં જન્મ લીધો છે તે તે કૂળધર્મનો તેને આગ્રહ થયો છે. જો ટૂંઢિયા કૂળમાં જન્મ પામ્યા તો ટૂંઢિયાનો અભિનિવેશ થયો, તપાકૂળમાં જન્મ્યો તો તપાનો, વૈષ્ણવકૂળમાં જન્મ્યો તો વૈષ્ણવ અને બીજી જાતિમાં જન્મ્યો તો તેનો અભિનિવેશ જીવને થયા કરે છે. શાસ્ત્રમાં કાંઈ તેવી વાત નથી. શાસ્ત્રનો જે જે પ્રકારે તેવો અભિનિવેશ થયો છે તેને મૂકીને સહજ જે પોતાનું સ્વરૂપ છે તેને પામવા વાત કરે છે, પણ
૨૦૫
Page #281
--------------------------------------------------------------------------
________________
(6) સત્સંગ-સંજીવની
જીવને તે તે થયેલા આગ્રહનો પ્રતિબંધ છોડવો સૂઝતો નથી. આ માઠું છે, અને જન્મ જરા મરણનું કારણ છે, એવું યથાયોગ્ય લાગતું નથી, જો લાગતું હોય તો જન્મ જરા મરણના ભયથી પણ તેમ કરવું યોગ્ય લાગતું નથી. અને જીવ એમ ઈચ્છે છે એ આશ્ચર્યતા ઉપજે છે.
જીવ પોતે એમ સમજે છે કે અહંકારથી અનંત સંસાર વધવાનું કારણ છે. તે અહંકારથી મૂકાવાય તો જીવને શાશ્વત સુખ મળવું કાંઈ દુર્લભ નથી, પણ જીવને હજુ શાશ્વત સુખની ઈચ્છા થઈ નથી, તેમાં પ્રીતિ લાગતી નથી અને વગર વિચાર્યે જીવ એમ સમજે છે કે અહંકારનું સ્વરૂપ મેં જાણ્યું છે. હવે પાછા ફરવાનું કાર્ય કરવાની ઈચ્છા રાખું છું. એવું જે જીવનું સમજવું કે પાછું ફરાય છે એમ માનવું તે જ જીવની મૂઢતા છે. કારણ કે બીજા પ્રકારથી જીવને અહંકાર વિશેષપણે પરિણમે છે તેનો અભિનિવેશ રહ્યા કરે છે, તે જીવનાં સમજવામાં આવતું નથી અને જીવ એમ માની બેઠો છે કે હવે પુરૂષાર્થ થયે અહંકારનો નાશ થશે. જો જીવે પુરૂષાર્થ કર્યે અહંકારનો પ્રતિકાર થશે એમ સ્પષ્ટ જાણ્યું હોય તો તે જીવે અહંકારના કારણો - અહંકારના ઉપાયોથી પાછા ફરવામાં તત્પર રહેવું જોઈએ.
એક પ્રકારથી જીવ એમ જાણતો હશે કે અમુક પ્રકારથી હું અહંકારના કારણો સેવતો નથી કે તે અહંકારના દોષો તાદૃશ્ય નજરે આવે છે. પણ બીજા પ્રકારથી તે અહંકાર એવો તો ફાંસીરૂપ ચઢી બેસે છે કે પોતાના સમજવામાં આવતું નથી, અને નથી આવતું એ જ જીવને અજ્ઞાનનું કારણ છે. તે અજ્ઞાન કેમ ટળે ? કે અહંકારાદિનો પરાજ્ય શાથી થાય તેનો વિચાર કરતાં જે પુરુષોનો અહંકાર ક્ષય થયો છે એવા જ્ઞાની પુરુષના આશ્રય વિના બીજા કોઈ પ્રકારથી થઈ શકતો નથી અને આટલુંય જાણવું તે પણ જ્ઞાની પુરુષોના આશ્રયથી થયું છે. જ્ઞાનીના શરણ વિના કાંઈપણ જાણી શકાતું નથી અને એમ યથાયોગ્ય છે કે જ્ઞાની પુરુષ વિના તે અહંકારથી મૂકાવું થતું નથી. અલ્પજ્ઞ અંબાલાલ.
5]
પત્ર-૧૮
જે ચિત્ત અનાદિના અભ્યાસમાં જોડાયેલું રહે છે તે ચિત્તને પરમાત્માના નામ સ્મરણમાં જોડેલું રાખવાથી તે ચિત્ત અપરાધ કરતાં અટકે છે. પાપ અને કષાયના ચિંતન કરતાં અટકે છે. ફરી ફરીવાર ચિત્તમાં પરમાત્માનું નામ સદોદિત સ્મરણમાં રાખ્યા જ કરવું. સર્વ સુખનો પરમોત્કૃષ્ટ ઉપાય એ જ સહેલામાં સહેલો છે. જે ચિત્ત નકામી માથાકૂટ કર્યા કરે છે, લૌકિક ભાવોમાં પડી રહે છે, તે ચિત્તને શુદ્ધ કરવામાં - પાપનો નાશ કરવામાં પરમાત્માનું નામસ્મરણ એ કેવો મજેનો ઉપાય છે.
આમ ક૨વા માટે જીવે વાણીનો બહુ સંયમ કરવો જોઈએ. એક શબ્દ પણ વગર પ્રયોજને ઉચ્ચારવો નહીં. બનતાં સુધી પરમાર્થની વાર્તા પણ બહારથી ગૌણ કરી દેવી.
સત્પુરુષોના ગુણોનું ચિંતન - તેની ચેષ્ટાનું ચિંતન, તેની શાંત વીતરાગ મુદ્રાનું એક્લયપણે-તન્મયપણે ચિંતન, તેમના નામનું અહોનિશ સ્મરણ અને એમના ગુણનું જ મનન નિદિધ્યાસન કરવામાં સર્વ કાળ નિર્ગમન કરૂં.
ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં કે સૂતાં કે કોઈપણ ક્રિયા કરતાં પરમાત્માના નામને વિસરવું નહીં. એના નામસ્મરણ સાથે જ બીજી નિર્દોષ ક્રિયા અને નિષ્પાપ ક્રિયામાં જોડાઉં. કષાયવાળા વચન ઉચ્ચારવાના રોજ રોજ પચાણ કરવા. કોઈના ચિત્તને બને ત્યાં સુધી ન દુભવવાનું લક્ષ રાખવું. એકાંત વાસ અને અસંગતાને વધારે ઈચ્છું, ખાનપાનમાં લોલુપતા ઓછી કરું - દેહ પડવા વખતે પણ દેહને અત્યંત વેદનાનો પ્રસંગ આવે, અને કોઈ સેવાચાકરી કરનાર ન હોય અથવા ઈચ્છાથી કંઈ વિરૂદ્ધ થતું હોય તો પણ પ્રભુના ચરણમાંથી ચિત્ત
ન
૨૦૬
Page #282
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
ખસેડવું નહીં. કોઈની કિંચિત પણ સ્પૃહા ન રખાય તેવો અભ્યાસ પાડવો. દેહના વિકલ્પો મટાડવા પુરૂષાર્થ કરવો. જેમ બને તેમ રાગ દ્વેષની પરિણતિમાંથી ચિત્તને ખેંચી લેવું. વાણી ઉપર ઘણો જ કાબુ રાખવો. સત્પુરુષના આત્મામાં પોતાના આત્માને એકરૂપ કરવો.
શ્રી સિંદુર પ્રકરણ ગ્રંથ મધ્યે ગુરૂની આજ્ઞાનું મહાત્મ્ય કહે છે :
કિં ધ્યાનેન ભવત્વશેષ વિષય - ત્યાગૈસ્તપોભિઃ કૃત,
પૂર્ણ ભાવનયાડલામિંદ્રિયદમૈઃ પર્યાપ્તમાપ્રાગઐઃ
કિં ત્યેક ભવનાશનં કુરૂ ગુરૂ પ્રીત્યાઃ ગુરોઃ શાસનું,
સર્વે યેન વિના વિનાથ બલવત્ સ્વાર્થાય નાલં ગુણાઃ
અર્થ : હે ભવ્ય પ્રાણી ! ગુરૂની આજ્ઞા વિના ધ્યાન કરવાથી શું ? તો કે કંઈ નહીં. તથા સમસ્ત વિષયો ત્યાગ કરીને પણ કાંઈ નહીં. વળી ગુરૂની આજ્ઞા વિના તપ જે. ષષ્ટમ, અષ્ટમ, દશમ, દ્વાદશમ આદિ પક્ષ ક્ષપણ, માસક્ષપણ, સિંહ નિષ્ક્રિડીતાદિક તપ તેણે કરીને પણ શું કર્યું ? એટલે પૂર્ણ થયું – અર્થાત્ તેણે કરીને પણ કાંઈ નહીં. વળી સૂત્ર સિદ્ધાંતના પઠને કરીને પણ પૂર્ણ થયું. અર્થાત્ તેણે કરીને પણ કાંઈ નહીં. ત્યારે વળી શું કરવું ? કે જે થકી તે પૂર્વોક્ત સર્વ સફળ થાય ? તો કે અત્યંત પ્રીતિએ કરીને એક ગુરૂની શિખામણ તેને હે ભવ્ય જીવ ! તું કર. અર્થાત્ ગુરૂની જ શુદ્ધ આજ્ઞાને પાલન કર. તે ગુરૂની આજ્ઞા કેવી છે ? સંસાર ભ્રમણને નાશ કરનારી છે. કારણ કે જે એક ગુરૂની આજ્ઞા વિના સર્વ પૂર્વોક્ત ધ્યાનાદિક ગુણો પણ પોતાના ફળ સાધનને માટે સમર્થ થતા નથી. અર્થાત્ સર્વ નિષ્ફળ થાય છે. કેની પેઠે ? તો કે સેનાધિપતિ વિનાના સૈન્યની પેઠે અર્થાત્ જેમ નિર્માયક વિના સૈન્ય જય સાધક થતું નથી, તેમ ગુરૂની આજ્ઞા વિના ક્રિયાનુષ્ઠાનાદિક સર્વે નિષ્ફળ થાય છે. ગોશાલક, જમાલી, કુલબાલક, નિન્હવાદિકની પેઠે. માટે એવી રીતે જાણીને ગુરૂની આજ્ઞા સહિત સર્વ કર્મ કરવા યોગ્ય છે. તેથી હે ભવ્ય પ્રાણી ! એ પ્રકારે જાણી મનમાં વિવેક લાવીને શ્રી ગુરૂસેવા કરવી. ગુરૂસેવા કરનાર એવા સુજનને જે પુણ્ય ઉત્પન્ન થાય છે તે પુણ્યના પ્રસાદે કરીને ઉત્તરોત્તર માંગલિક માલા વિસ્તાર પામે છે.
અંબાલાલ
B
368 પત્ર-૧૯
વૈશાખ વદ ૧૩, શિન, ૧૯૫૬
શ્રી સ્તંભતીર્થ
શ્રીમદ્ સદ્ગુરૂદેવને નમસ્કાર
આત્માર્થી શ્રી મનસુખલાલ પ્રત્યે
કૃપા પત્ર સંપ્રાપ્ત થયો હતો. શરીર પ્રકૃતિ વિશેષ નરમ રહેવાથી પ્રત્યુત્તર લખતાં ઢીલ થઈ છે. તે માટે ક્ષમા ઇચ્છું છું.
શ્રી મોક્ષમાળાના ઉપોદ્ઘાત સાથે પુનરાવૃત્તિ લખી જવાની આપને પવિત્ર આજ્ઞા થવાથી આપ તે તરતમાં કરી શકશો એમ હું માનું છું. તરતમાં તે મહાન ગ્રંથ તૈયાર થઇ પુનરાવૃત્તિ બહાર પડેલી જોવાને હું ઇન્તેજાર થઈ રહ્યો છું. કારણ કે ઘણા સુલભબોધિ જીવો તેવા સગ્રંથોનો લાભ લેવાને મૃગજળની પેઠે તૃષાવંત થઈ રહ્યા
૨૦૭
Page #283
--------------------------------------------------------------------------
________________
GSSS S સત્સંગ-સંજીવની SSASASAS) (ર
છે. તે અંતરાય તોડવાથી આપને મહાન કલ્યાણકારી લાભ પ્રાપ્ત થશે. આપે ઉપોદઘાતની સાથે શ્રીમાન કૃપાળુ ભગવંતનું પવિત્ર જન્મચરિત્ર યોજવાની વૃત્તિ જણાવી તે ઉત્તમોત્તમ છે. પણ મારી સમજણ પ્રમાણે શ્રી મોક્ષમાળાના મથાળે રાજ્યચંદ્ર પ્રણિત એમ લખેલ છે તે વચનથી તેજ પુરૂષનું ચરિત્ર તેમાં લખવામાં આવે તો, કર્તા પુરૂષે પોતાનું મહત્વ પ્રદર્શીત કર્યું એમ સમજવામાં આવે. તેથી મથાળે લખેલા પવિત્ર શબ્દોને બાધ ન લાગે અને એવી કોઈ યોજના કરવામાં આવે કે આ ચરિત્ર શિષ્ય પોતાના કલ્યાણ અર્થે લખ્યું છે તો તે વાત યથાર્થ કહેવાય એમ સમજાય છે. કર્તા પુરૂષે કરેલા પોતાના મહાન ગ્રંથમાં પોતાનું ચરિત્ર વર્તમાનમાં પ્રસિદ્ધિમાં મૂકવું એ એક પોતાનું મહત્વ જણાવવા સિવાય તેનો બીજો અર્થ મારી દૃષ્ટિથી થઇ શકે નહીં. હા - વિદેહ પછે, પાછળના વખતમાં બીજા તરફથી પ્રગટ કરવામાં આવે અને જેમાં તે કર્તા પુરૂષનું ચરિત્ર લખે તો તે એક ઘટિત વાત છે. શિષ્યને કલ્યાણકર્તા છે. આ વિષે મારા સમજવામાં ફેર લાગતો હોય અને આપને એથી વિશેષ સમજાતું હોય તો આપ કૃપા કરી જરૂર મને જણાવશો. આથી ચરિત્ર ન યોજવું એમ મારું કહેવું નથી. જેટલી પ્રસ્તુતિ થાય તેટલી ઓછી અને શિષ્ય પોતાની યોગ્યતા પ્રમાણે થાય તેટલી સ્તુતિ કરી તેવો ગ્રંથ માત્ર પોતાના જ લાભાર્થે જદો પ્રગટ કરવામાં આવે તો પોતાની યોગ્યતા, વૈરાગ્ય, ઉપશમ આદિ વૃત્તિને અનુસારે બીજા જીવોને તે લાભ પ્રાપ્ત થાય એમ મને સમજાય છે. વિશેષ આપ જણાવશો.
હાલ શરીર પ્રકૃતિ સુધરતી આવે છે. કામ સેવા ઇચ્છું છું. પૂજ્ય શ્રી ધારશીભાઇ, નવલચંદભાઈ આદિ બાઇ-ભાઇ, પવિત્ર મુમુક્ષુઓને મારા સવિનય પ્રણામ પ્રાપ્ત થાય. સેવક અંબાલાલના સવિનય પ્રણામ |ી
પત્ર-૨૦
લીંમડી
. ૩-૧૨-૦૪, સંવત ૧૯૬૧ આત્માર્થી ભાઈ મનસુખભાઈ,
તમોને લખવાને માટે ઘણા વખત થયા વિચાર થતો તે આત્માથી અટકી જવાથી તે વિચાર પાછો ખેંચી લેતો. આજે સ્પષ્ટ જણાવવું લાગવાથી લખું છું તે એ કે તમોને ભાઈ છગનલાલે જો કોઈપણ ધ્યાનનો ક્રમ બતાવ્યો હોય તો તે મિથ્યા છે, કલ્પિત છે. જ્ઞાનીના માર્ગને આવરણરૂપ છે. માટે જો કોઈપણ પ્રકારે હઠ્યોગાદિકે તેજસ્વી પદાર્થ દેખાવાદિ કોઈપણ પ્રકારનું ધ્યાન કરતા હો તો તે મૂકી દેવું. તેથી કલ્યાણ નથી. ધ્યાન વિષે તમારી ઈચ્છા હશે તો કોઈ વખતે સમાગમના યોગે પૂછશો તો ખુલાસો કરીશ. બાકી હાલ તો વિરક્ત રહેવું. છતાં ધ્યાન કરવું હોય તો મનથી, વચનથી, સપુરુષના ગુણનું ચિંતવન, મનન, અનુપ્રેક્ષણ એ આદિ પ્રકારે ભક્તિ જ્ઞાન કે ભક્તિ ધ્યાન કરવા યોગ્ય છે. બીજું ધ્યાન હાલ મૂકી દેવા યોગ્ય છે. તેમાં જે ભાઈ છગનલાલભાઈ તમોને જે કાંઈ ધ્યાન બતાવતા હોય તે તો કલ્પિત જ છે. માટે કરવા યોગ્ય જ નથી. એમ નિશ્ચય રાખવા યોગ્ય છે. આ ' આ વાત આજે તમોને સ્પષ્ટપણે લખી તેનો ઉદેશ માત્ર ઉપકાર જ છે. અને કોઈ સ્વાર્થ નથી માટે તમોને લખું છું. એ જ અરજ.
જેવો તમારો ભક્તિ વિષે લક્ષ પ્રથમ હતો તેવો જ લક્ષ, પ્રેમ-વિચાર વૃદ્ધિમાન કરવા યોગ્ય છે. એ જ ભવાટવી મટવાનું મુખ્ય સાધન છે. જ્ઞાની પુરુષો કહે છે કે હે મુમુક્ષુ ! અમને જો ભક્તિ હોય તો મુક્તિની અમને જરૂર નથી. ભલે સંસારમાં રહેવું પડે, તો રહેવું. પણ સર્વથા ભક્તિ જ અમને ઉત્તમ છે. છતાં પણ આવો રૂડો
૨૦૮
Page #284
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની
)
*મન સ૮ *3ૐ ને નમ -1A. - Y"પદÉ - ૮-૧૯૫૬ ૨ ૧. ૧૪
% -
૧૧૧૧ તપુર લખk ઢીલ છે. હૈ મરોતમ ઈબ્ધ છે શ્રી મંજૂત-મદ્રા ન ઉપજંદુ ,તt૫ પુનવૃત્તિ «3 +૧ અને અદ્ધિ૧ - ૪૫% ૫ ૯ ૨ ૨૧૧ $ ૧નું છું. હ૧૪ મહનું ” á૨ ૫૪ ૧૨વૃતિ બહ૧ પદે હદે ને ને હું તે જ8.
. શું છે ? « ૨૧જલ્દી ક૬ ૧૪ ૬૨ ન ળ ધન જરે
% ૬૧છે. કંક૨ કલમ જેમ @૬ ૨૧ - ૧૨ N૬૬૪૯ની ૨૫ % @" * ૧૬ -૨૨ % હૈ ઉનક પક ની ૧૪૩ હદે ન મ ર ત ન મલે ૯ gj12gf લું - કંય ૬ ૧૧દેજો હજુ ÉÉ મહe - એ ૧ % 6
જિ
રિk at ના ૬૮ ઇ ઈ લખ્યું છે. હાં ૬૪ ૬૫ . ખે૧૯, ૧૧
છે - 18 પુષેિ ૧ લા તું જા ૧ ~É ૬ ૨૫ % - ૨૪ % મ = ૬ ઍ એ ૬% ૬ ૧૨૯ ક &લ * ૧૬ % | thકરી-૬ ક્રિયyઈ ૧ ૧ ૮ દિ છે 'ઇક ૬,૧ ૨ , મરેંજ, "x: ૬ધા * ૨૬ . તેના ઉપન ૨૬૧ી , ૨ નં ૬ ૨૧ ૧, ને ૨૫that " અદ્ધિ ૨ મ ૨૨૧ દૈ લ વ પ મ ૧.કે ૧૦
લિંગ ન ૬ ૫છે '»Ér૨૨. * ૬૨ મા શિક – ૪-૬ એમ 3 દેજ. »રલીઝ યુ નમમ બ્રડરી જ શકો, ... ૨hખ, *
જ
૧ર૬૯મ પર જો * * * ૧૦ - ૬૪% હૈં ક...૧૨ ૬૨૧ ૨ત ના | નોરંજન ૬૧, ઉl
# ૧ ૧ * *
ક્ર પ્ટ ૫૫, × મ - ૧૧ - - ૧પ જ » %8 - * * * ૨૬મજ મધે ૧૧ ઇન્હ૬ ** ૧n નઈ, નકાઈ. કિI ઇજ ક્રિકg : મારે ૨. ૭૧૪૩૧
1 – બ હ ૬૧ ૧ ૧૫ w**
પૂ. શ્રી અંબાલાલભાઈએ પૂ. શ્રી મનસુખભાઈ ઉપર લખેલ પત્રો
Page #285
--------------------------------------------------------------------------
Page #286
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની
)
રસ્તો મૂકી છે મુમુક્ષુ ! અન્ય વિકલ્પમાં તું શા માટે પડે છે?
ઈતિ, કામ સેવા ઈચ્છું છું. તા. ૩-૧૨-૦૪ ખંભાત સ. અંબાલાલના નમસ્કાર.
પત્ર-૨૧
પરમપૂજ્ય શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈએ પોપટલાલ મહોકમચંદને લખેલો પત્ર : . - જ્ઞાનીપુરુષોએ ત્રણ પ્રકારે મોક્ષમાર્ગ બતાવેલ છે. પ્રથમ પ્રકાર સત્યરુષના ચરણકમળમાં રહેવાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે. તે જોગ બને નહીં તો બીજા પ્રકારમાં (નંબરમાં) યમનિયમાદિ ક્રિયારૂપે જ્ઞાની પુરૂષો ચડાવે છે. તે જોગ બની શકે નહીં તો તેમ ઉપાસી શકે નહીં તો ત્રીજા નંબરમાં જ્ઞાનીપુરુષો ધ્યાનરૂપે ચડાવે છે.
ત્રીજા પ્રકારમાં લાભ થવા પછી જ્ઞાનીપુરુષો બીજા નંબરમાં ચડાવે છે તે લાભ થવા પછી પહેલા નંબરમાં સપુરુષના ચરણકમળમાં રહેવાનું થવાથી તે મોહનીયનો ક્ષય થાય છે. તેમ આજ્ઞા પ્રાપ્ત થવાથી - તેમ વર્તવાથી અપૂર્વ લાભ તે પ્રમાણે પ્રાપ્ત થાય છે.
પત્ર-૨૨
ભરૂચ |
તા. ૨૮-૨-૧૮, સં. ૧૯૭૪ સહજાત્મ સ્વરૂપ પ્રગટ પુરૂષોત્તમ નમો નમ: પૂજ્યશ્રી મુરબ્બી, મનસુખભાઈ દેવસીભાઈની પવિત્ર સેવામાં, વડવા.
આપે મારો ઉપકાર માનવો નહીં કારણ કે કરૂણાનિધિ સરૂ હૃદયમાં વિરાજે છે. તેની પ્રેરણાથી જે કંઈ થાય છે, તે થાય છે, તેની પ્રેરણા વિના કંઈ પરમાર્થ સધાતો નથી. બાકી જીવની મૂઢ દશાને લઈને હાલ તો ધર્મવૃત્તિ પર પણ આવરણ થતું જણાય છે.
જો કે તે પરમકૃપાળુ પુરુષ ભગવાનથી કંઈ અજાણ્યું નથી. તેના સાક્ષી રૂપે સદા તે દેહ ભુવનમાં વિરાજી રહેલા છે. આપ પ્લેગને લઈને પુણ્ય તીર્થ શ્રી વડવા મુકામે પધાર્યા છો તે સારું કર્યું છે. જગત પાવન પદ શ્રી સદ્ગુરૂના પૂજ્ય પગલાંથી તે ભૂમિ પવિત્ર થયેલ છે. તે ભૂમિ ઉપર સત્સંગીભાઈઓ હાલ રહી ગયા તેથી પણ પુણ્યરૂપ થઈ છે. તે ભૂમિના દર્શન અર્થે ઘણા વખતથી આવવા ઈચ્છા છે. પણ બને તે ખરૂં.
હાલ તો અત્રે આખા શહેરમાં પ્લેગ ફેલાયેલો છે. લોકો નાશી ગયેલા છે. વિકરાળ કાળ તેનું કામ કરે છે. તેવામાં એક શ્રી સદ્ગરૂ અને પરમ પવિત્ર આચરણમાં વાસ કરનાર ભાઈઓને બહેનોનું સ્મરણ કરી દિવસ પ્રવૃત્તિમય ગાળીએ છીએ. મરણ જીવનના ફલક વચ્ચે જીવો વિકરાળ કાળના ભયથી નાશી ભાગવા ઈચ્છે છે. પણ શ્રી સદ્ગુરુ સજીવન મૂર્તિની કૃપા સિવાય કંઈ ઠરવાનું ઠેકાણું જણાતું નથી. પ્રભુ શાંતિ કરો.
- જેનાથી આ વિશ્વ આખું દશ્યમાન છે, જે સદ્ગુરૂની મૂર્તિ દેહમાં વિરાજે છે, તેની જળહળ જ્યોતિમાં નિરંતર હાજો. લિ. સુખલાલ છગનલાલના જય સદ્ગુરૂ વંદન વાંચશો.
૨૦૯
Page #287
--------------------------------------------------------------------------
________________
કામસેવા ઈચ્છું છું.
ભરૂચ.
સત્સંગ-સંજીવની
BUSINESS | 8-81-ચાર સાય
STIFF પત્ર-૨૩
ખંભાતથી પૂજ્યશ્રી અંબાલાલભાઈએ લખેલ.
મહા વદી ૦)) રવી, ૧૯૫૪ flig
Amp
।। પરમ પૂજ્યશ્રી વનમાળીદાસ તથા શ્રી પોપટલાલભાઈ જોગ શ્રી ગોધાવી તમારો પત્ર મળ્યો હતો. તેમાં પત્ર દ્વારા પ્રશ્ન લખીને મારી પાસે ખુલાસો મંગાવ્યો છે. તો તેનો યથાર્થ ખુલાસો તો શ્રી પરમકૃપાળુદેવ શ્રી તરફથી મેળવવો યોગ્ય લાગે છે. કારણ કે શ્રી સદ્ગુરૂ પાસેથી પ્રાપ્ત થયેલો ખુલાસો વિશેષ પ્રકારે સમજી શકાય છે. તો પણ મારી અલ્પજ્ઞ દૃષ્ટિથી શ્રી પરમકૃપાળુદેવની સહાયતાથી આપના પ્રશ્નો નીચે ટાંકીને તેનો ટૂંક ખુલાસો લખું છું. fer ipp is 5 & PRIS is le frsyll
પ્રશ્ન ૧ : જીવ સમયે સમયે સાત આઠ કર્મ અનાદિકાળથી બાંધે છે તે કઈ અપેક્ષાએ ?
2 PIS RIK
PS-k
ઉત્તર : પોતાની અજ્ઞાનતાથી અને સદ્ગુરૂના આશ્રય વિના.
પ્રશ્ન ૨ : ચૈતન્ય અને પુદ્ગલ જાણવામાં જાણવારૂપે આવ્યા છતાં તેનું છૂટવાપણું થતું નથી. અને આત્મસ્વરૂપની રમણતા કરવાનું કૃત્ય કરવા છતાં તે થતું નથી. તેનું શું કારણ ?
ઉત્તર ઃ ચૈતન્યનું અને પુદ્ગલનું સ્વરૂપ સત્પુરુષની દૃષ્ટિપૂર્વક યથાર્થ જાણવામાં આવ્યું હોત તો પુદ્ગલ પ્રત્યેનો અભાવ – ઉદાસીનતા હોવા યોગ્ય છે. અને યથાર્થપણે જીવ – પુદ્ગલનું સ્વરૂપ અનુભવથી જાણવામાં હોય તો તે માન્યામાં હોય અર્થાત્ તેની આત્મસ્વરૂપમાં રમણતા સહેજે થયા કરે. બાકી હાલની લોકરૂઢી અનુસાર અથવા અધ્યાત્મશાસ્ત્ર વાંચવાથી, પોતાની કલ્પનાથી ચૈતન્ય-પુદ્ગલનું સ્વરૂપ જાણ્યું છે એમ જે માનવું તેને શ્રી સત્પુરુષો કલ્પના કહે છે. અર્થાત ચૈતન્ય-પુદ્ગલનું સ્વરૂપ જાણ્યું છે, એમ કહેતા નથી.
પ્રશ્ન ૩ : વ્યવહાર અને નિશ્ચય એ બે પ્રકાર ધર્મના છે. તેમાં વ્યવહારનું સ્વરૂપ શું ? અને તે કેટલા ગુણસ્થાનક સુધી હોય ?
ઉત્તર : વ્યવહારનું સ્વરૂપ શ્રી જ્ઞાની પુરુષોએ એવું કહ્યું છે કે જે નિશ્ચયના અંગભૂત હોય. વ્યવહાર એટલે કંઈ જ નહિ, એમ તેનો અર્થ નથી, પણ તે નિશ્ચયને અનુસરીને હોવો જોઈએ. અને તે બારમા ગુણસ્થાનક પામવાની એક સમય અગાઉ સુધી હોય છે એમ જ્ઞાની પુરુષો કહે છે.
પ્રશ્ન ૪ : આઠ કર્મ વડે કરીને જીવ ચાર ગતિમાં રખડે છે. તેમાં મુખ્ય ક્યું કર્મ ?
ઉત્તર : મોહનીય કર્મ.
511-53 1510
પ્રશ્ન ૫ : જેને જીવાજીવની ઓળખાણ નથી અને જે જે ધર્મક્રિયાઓ કરે છે તેને કયું સમક્તિ કહેવાય ?
ઉત્તર : જીવાજીવની ઓળખાણ સત્પુરુષથી થાય છે. જેથી સત્પુરુષના આશ્રય વિના ગમે તે ધર્મક્રિયા કરે તો તેને સમ્યક્ત્વ જ્ઞાની પુરુષો કહેતા નથી. છતાં એક નયથી એવું પણ જ્ઞાની પુરુષો કહે છે કે શાંત ભાવથી, નિર્દેભતાથી, લોક રંજનાર્થથી નહીં, જગત પૂજાની ઈચ્છા વગર કાંઈ ક્રિયા થાય તો તેથી પરિણામે ઉચ્ચ ગોત્ર, નોંધ : પત્ર નં-૨૩ થી ૩૭ નવા ઉપલબ્ધ થયેલ આ આવૃત્તિમાં મુદ્રિત કર્યા છે.
BRIEL
૨૧૦
Page #288
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
આર્યક્ષેત્ર આદિ જીવને સત્પુરુષનો સમાગમ થવાનો યોગ મળે કે જેથી તે યોગે જીવ આશ્રયમાં રહીને પરિણામે કર્મથી થાય છે. LABELEDGE
મુક્ત
પ્રશ્ન ૬ : જીવાજીવની ઓળખાણ થઈ છે ને જાણવાયોગ્ય પદાર્થો જાણ્યા છતાં છોડાતા નથી, તેમ આદરવા યોગ્ય આદરાતા નથી અને ધર્મની ક્રિયા કરે છે, તેને કંઈ સમ્યકત્વગુણ પ્રગટ્યો ગણાય ?
ઉત્તર : સત્પુરુષની દૃષ્ટિથી જીવાજીવની ઓળખાણ થઈ હોય અને પ્રાપ્ત પદાર્થો પૂર્વના કર્મોદયે ઉદાસે ભોગવતાં છતાં અને છોડવા પ્રત્યે અત્યંત જુગુપ્સા રહેતા છતાં ન છૂટી શકતા હોય, તેમ આદરવા યોગ્ય એવા સદ્ગુણાદિક આદરવામાં તો અત્યંત પ્રીતિ છતાં પૂર્વના કર્મથી ન આદરાતા હોય તો તેને ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમક્તિ કહેવાનો જ્ઞાની પુરુષનો હેતુ છે. શ્રી શ્રેણિક આદિની પેઠે.
બાકી કલ્પનાથી જીવાજીવાદિ સ્વરૂપ અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને પોતાની કલ્પનાએ માન્યું હોય અને છોડવા યોગ્ય પદાર્થોમાં નિરાદરતા - પ્રમાદ હોય અને કહેવા માત્ર કિંચિત ધર્મની ક્રિયા, લોકરૂઢિથી કરતા હોય તેને જ્ઞાની પુરુષો સમકિતગુણ પામ્યો એમ કહેતા નથી.
ઉપર પ્રમાણે મારી અલ્પમતિથી ટૂંકો ખુલાસો સામાન્ય રીતે લખ્યો છે. છતાં તેનો વિશેષ ખુલાસો સત્પુરુષો સમીપથી મેળવવો યોગ્ય લાગે છે. તો પણ આથી કંઈક મનને સમાધાન થશે. સત્પુરુષો પ્રત્યે પરમભક્તિયુક્ત દૃષ્ટિને અવધારશો એમ આશા છે.
DE
હાલ એ જ. શ્રી પરમકૃપાળુદેવ શ્રી વવાણિયામાં બિરાજે છે.
ખંભાતથી અલ્પજ્ઞ અંબાલાલના નમસ્કાર.
So
પત્ર-૨૪
શાસ્ત્રમાં રૂચિ હોય અને તપ સંયમ કરતો હોય પરંતુ તે જો તીર્થંકર પદ મેળવવાની ઈચ્છા રાખે તો નિષ્ફળ છે. (શ્રી અણગાર ધર્મામૃતમાંથી)
ઉપયોગમાં આસક્તિ છે (પદાર્થોની) તે જ સંગ છે. કલ્યાણના અર્થીએ માર્ગ યથાર્થ સમજવો. પહોંચાય ભલે મોડું પરંતુ સમજવું પુરૂ. "SEPA GIFS is in
‘“જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વધર્મ સંમત્ત કહ્યું છે.’’
- ૧. ૨૦૦
પ્રથમ અનાદિની ભૂલ ચાલી આવે છે કે પોતે પોતાને ભૂલી ગયો છે. અને પોતાથી અન્ય એવા શરીર આદિને પોતાનું માન્યું છે. તેથી ધર્મ કરે, કર્મ કરે, ઇંદ્રિયનિગ્રહ કરે તે બધું ભૂલમાં કરે, સેવા કરે ભક્તિ કરે જે કાંઈ કરે તે બધું ભૂલમાં કરે, સ્વચ્છંદે કરે. આવી જે ભૂલ તેને ભૂલ સમજવી કઠણ છે. કારણ જીવ પોતે ભૂલ નથી માનતો. (જ્ઞાની ભૂલ કહે છે) બધું મોહમાં થાય છે. ભૂલ પણ મોહ કરાવે છે. “યમ નિયમ સંયમ આપ કીયો’’ એ પદમાં અનાદિથી બધું કર્યું, અને સદ્ગુરૂ વિના એનો ભેદ ન પામી શકે એવો બોધ. એમાંથી ગ્રહણ કરતાં કાં તો યમ નિયમ છોડી દે, કાંતો સદ્ગુરૂ શોધતાં કુગુરૂને સ્વચ્છંદે સદ્ગુરૂ માની લે, તેથી પણ ભૂલ ટળે નહીં. કારણ કે મૂળમાં ભૂલ ચાલી જ આવે છે, કે પોતે પોતાને ભૂલી ગયો છે. તેથી મન, વચન, કાયાથી જે કાંઈ કરે તે બધું ભૂલમાં જાય. તેથી સત્ સુખ પ્રાપ્ત થાય નહીં. ઉપરના બધા વિચારો મોહમાં કરે, મોહમાં ભૂલ કબૂલ કરે તેથી સત્સુખ હાથ આવે નહીં.
૨૧૧
Page #289
--------------------------------------------------------------------------
________________
O A RE - સત્સંગ-સંજીવની
)
કોઈ મહતુપુણ્યનો યોગ થાય તો મહાપુરૂષ મળે અને આ જીવની સાચી ઈચ્છા હોય અને આ જીવ સમજે તો ભૂલ ટળે અને સત્સુખની પ્રાપ્તિ થાય. વળી પોતાને ભૂલવાથી પોતાની દશા તો રાગદ્વેષવાળી છે. તેથી જે કાંઈ ધર્મ ક્રિયા કરે તેમાં જેના ઉપર રાગ હોય તેને પકડે અને વળી તે ક્રિયા ઉપર દ્વેષ-અરૂચિ થાય એટલે તે છોડી દે. વળી બીજી ક્રિયા ઉપર રાગ થાય એટલે બીજી પકડે. એવી રીતે પોતાનો કાંટો રાગદ્વૈષવાળો છે ત્યાં સુધી જે કરે તે બધું ભૂલમાં કરે છે.
ધરમ ધરમ કરતો જગ સહુ ફીરે, ધરમ ન જાણે હો મર્મ જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ ગ્રહયા પછી, કોઈ ન બાંધે હો કર્મ જિનેશ્વર.
- શ્રી આનંદઘનજી આ પદમાં કીધા પ્રમાણે તો આ જીવનું થતું નથી અને ચરણ ગ્રહ્યું છે એમ માને છે. તેથી તે ભૂલ મટતી નથી. પોતાની ભૂલ સમજાયા પછી તો કોઈ જીવ ભૂલ રાખવાને માટે ખુશી નથી. દુ:ખી હોય તો દુ:ખ રાખવા ખુશી નથી. માટે જે કરે છે તે બધું સ્વચ્છેદે કરે છે. જેથી ભૂલમાં જ થાય છે. કોઈ માણસ કુટુંબાદિક ક્લેશથી આત્મઘાત કરે છે તે કંટાળાથી કરે છે. તે પણ અનાદિની ભૂલમાં છે. કેમકે કંટાળો જીવને આવ્યો અને નાશ કર્યો દેહનો. તેથી કંટાળો તો ઊભો રહ્યો. માટે ભૂલમાં જ તે (આત્મઘાત) થયું હોવાથી દુ:ખ તો ઊભું જ રહ્યું. | વળી કોઈ જીવ શાસ્ત્ર વાંચીને શાસ્ત્રની અસંખ્ય આજ્ઞાઓમાંથી પોતાને જે ગમે તે આજ્ઞા ગ્રહણ કરીને ચાલે અને માને કે :- હું શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલું છું. તે પણ સ્વચ્છેદે થવાથી ભૂલ ટળે નહીં
પણ મહપુણ્યનો યોગ થાય ત્યારે સત્યુરૂષ મળે અને હું પણું તે સત્યરૂષ ભેગું ભેળવી દે એટલે હું તો આત્મા છું અને સત્પરૂષ તેરૂપ છે. એટલે હું તો જગતમાં છું જ નહીં, એક સત્યરૂષ જ છે. એમ કરવાથી જે ભૂલ પોતાની છે તે મટે છે. એટલે એ સટૂરૂષ સિવાય બીજાં કાંઈ છે જ નહીં. એમ મારાપણાનું અભિમાન ભૂલી જવું અને એ સત્યુરૂષને જ મુખ્ય ગણવા તેને લઈને જ આ બધું છે. એના સિવાય બીજું કાંઈ છે જ નહીં.
સત્યરૂષના વચન ઉપર વિશ્વાસ રાખવો અને તે વિશ્વાસનું બળ રાખી મંદ વીર્ય થવા દેવું નહીં. તેની સાથે પોતાના દોષ જોવાનો લક્ષ ચૂકવો નહીં. કોઈ પૂછે તો જવાબ ઢીલો આપવો નહીં. મજબૂત જવાબ આપ્યો હશે તો ફરી કોઈ વખત આપણી ભૂલ થાય તો શરમાઈને પાછું વળવાનું થશે. કારણ કે આગળ વિશ્વાસ મજબૂત કર્યો છે, તેને લઈને સુધરવાનું બનશે.
પત્ર-૨૫ શ્રીમદ્ સદ્ગુરૂ ચરણાય નમઃ આ લોક લજજાદિ કારણે જોગ ન થઈ શકતો હોય ત્યારે જીવ પોતાની ઈચ્છાએ અને પોતાથી જ્ઞાન થવાના પ્રસંગે પ્રવર્તવું કરે છે. પણ બીજા પ્રકારથી હજારો દોષો વર્ધમાન થઈ જતાં હોય અને આત્માનું સ્વરૂપ વિચારવામાં સહજ આનંદ મળતો હોય તે આનંદના કારણથી બીજી બાજુના વર્ધમાન થતાં દોષો જાણવામાં ન આવી શકતા હોય તેટલા માટે બારમા ગુણસ્થાનકે કેવળજ્ઞાન પ્રાપ્ત થવાના એક સમયના અગાઉ સુધી સગુરૂનો આધાર શ્રી જિને સ્વીકાર્યો છે, તે યથાર્થ લાગે છે. કારણ કે પડવાના જીવને અનંત કારણો દેખીને અને જીવને તે સમજવામાં ન આવે તેટલા જ માટે વારંવાર સદ્ગુરૂનો યોગ સ્વીકારવાને જૈન શાસ્ત્રમાં જણાવેલ છે. વળી અગ્યારમા ગુણ સ્થાનકે સંજ્વલનનો લોભ રહેવાથી અને તે વૃત્તિના ઉપશમથી પ્રગટ થતી રિદ્ધિ સિદ્ધિ આદિના લોભથી પડવાનો મોટો સંભવ ધારી શ્રી જિને કહ્યું છે કે ૧૦મે ગુણસ્થાનકે આવી સદ્ગરૂનો યોગ આરાધે તો ૧૨મેં ગુણસ્થાનકે
૨૧૨
Page #290
--------------------------------------------------------------------------
________________
O
RE
- સત્સંગ-સંજીવની
)
જઈ શકે, નહિ તો તેને પહેલે ગુણસ્થાનકે આવવાનો સંભવ જોયો અને તેવી રીતે ઘણા જીવો, ૧૧૯ પ્રકૃતિ ઉપશમાવી, ૧૧મા ગુણસ્થાનકે જઈને માત્ર એક પ્રકૃતિ બાકી રાખી ત્યાંથી પાછા પડી સઘળી પ્રવૃતિઓ અંગિકાર કરી ઘણો સંસાર ૨ઝળ્યા છે.
તે સિવાય પણ જિનાગમમાં એક શ્વાસોશ્વાસ સિવાય બીજી કાંઈ પણ ક્રિયા ગુરૂની આજ્ઞા સિવાય શિષ્યને કરવા ના કહી અને વારંવાર એજ વાત પ્રચલિત કરી છે અને વારંવાર સદ્ગુરૂનો યોગ સ્વીકાર્યો છે. તે સિવાય પણ સદ્ગુરૂનો યોગ સ્વીકારવો અવશ્ય લાગે છે. માટે જ્યાં સુધી જીવને તેવો યોગ યથાર્થ સમજવામાં ન આવે, સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી માર્ગનું યથાર્થ ભાન થવું મારી સમજણ પ્રમાણે સંભવીત લાગતું નથી..
બાહ્યાભ્યતર બન્ને પ્રકારની જેની ગ્રંથી ગઈ છે તેવા સત્પરુષને અનન્ય ભક્તિભાવે નમસ્કાર. પ્રભુ શ્રી પ્રતિ
અત્રે સ્થાનકે જવાનો પરિચય રાખવા લખ્યું તે જાણ્યું. એ જીવો પ્રત્યે અષ ભાવ જ રહ્યા કરે છે. બીજા જીવો કરતાં પણ એ જીવો પ્રત્યે અનુકંપા કંઈક વિશેષ રહ્યા કરે છે. કારણ કે જે સ્થળેથી છૂટવાનું તેનાથી જ જીવ વિમુખતા પામે છે. જ્યાંથી માર્ગ પામવાનો ત્યાંથી જીવ દૂર ચાલ્યો છે. ત્યાં માર્ગની પ્રાપ્તિ ક્યાંથી થાય અને વિશેષ ચાલી ગયેલું છેટું કેમ ભાંગે અને ક્યારે ભાંગે એ વિચારી વારંવાર ખેદ થાય છે (જ્ઞાનાવર્ગીય કર્મનું સ્વરૂપ વિચારી) બાકી તો આપણે શું કરીશું. જો માર્ગની ઈચ્છા ઉત્પન્ન થવાનો વખત તેમને જ જો વિશેષ સમિપ હોત તો હાલ આવી ચેષ્ટામાં પડત નહીં. સામાન્ય પણે પણ કોઈ જીવની નિંદા કરવી યોગ્ય નથી તો જે પુરૂષ નિંદા અવર્ણવાદ કરી જ્ઞાનાવણ કર્મના ઉપાર્જન કરવાથી આ જીવ, અનાદિ કાળથી રખડ્યો તે જ પુરૂષથી પાછું તેવી જ રીતે કર્મનું ઉપાર્જન કરી વિમુખપણું પામે છે એ જોઈ વળી અનુકમ્પા આવી જાય છે પણ શું કરવું ? મહાવીરદેવને ઘણીએ અનુકમ્મા હતી કે ગોશાળા જેવો એક જીવ સમજ્યો હોત તો બીજા અગિયાર લાખ જીવોને માર્ગ પમાડવાનું નિમિત્ત થાય તેમ છતાં યે અનંતી અનંતી અનુકમ્મા રાખી હતી, તે અનુકમ્પાનું મહાભ્ય અને મહાવીરદેવ પ્રત્યેનો અંતરંગથી નિશ્ચય હતો તો પ્રાયે સમ્યકત્વ પામ્યો.
વળી આ જીવો પાસે જવામાં બીજી વખત નથી, કારણ કે તે જીવો બિચારા પરનું કલ્યાણ કરવામાં પ્રવર્તી રહ્યા છે. બપોરે જૈન શાળા ભણાવવાનું ચાલે છે તે પછી રાસ વંચાય છે. ઘણી વખત નવરંગી પચરંગી નિત્ય પોષણ આદિ ક્રિયા કરાવાનું થયા કરે છે. વળી સાંજે પ્રતિક્રમણ કરી રાત્રે સૂઈ જાય છે. સવારે પાછા ઊઠીને એજ પ્રમાણે ક્રિયા કરે છે. ત્યાં સ્વવિચાર કયા વખતે કરી શકે ? અથવા તેમની સાથે કયા વખતે વાત કરવાનો પ્રસંગ આવે ? બાકી ખરું જોતાં તો પૂર્વોપાર્જન કરેલા એવા પ્રારબ્ધથી આપણા એમની સાથે પાના પડ્યાં તેથી એ જીવોને તારવાની કે માર્ગમાં લાવવાની વિશેષ દયા રહ્યા કરે છે. બાકી તો આ જગતમાં અનંતા જીવો મનુષ્ય યોનિમાં છે તે સઘળા પ્રત્યે તો કાંઈ એટલી બધી દયા વર્તતી નથી અને દયા નથી વર્તતી તેના શું કારણો ? જ્યારે તેવી દયા ઉત્પન્ન થશે ત્યારે યથાર્થ માર્ગ સમજાશે એમ મને લાગે છે. હાલ તો મુનિ ગિરધરલાલજીને સમ્યકજ્ઞાનદિપિકા નામનું આઠ કર્મનું પુસ્તક દિગંબર સાધુનું બનાવેલ વાંચવા આપેલું છે. જીવ સ્વેચ્છાએ નિજકલ્પનાએ વાંચે છે ત્યાં સવિચાર કે પરમાર્થ દ્રષ્ટિએ ક્યાંથી સમજવાનું બને. તેમ છતાં યથા-અવસરે ત્યાં જવાનું પ્રસંગ રાખવાનું કરીશ. કુળ સંપ્રદાયના યોગે ઉત્તરાધ્યયન વાંચવું યોગ્ય નથી. એ પુરૂષનો કહેવાનો અભિપ્રાય શું છે ?
૨૧૩
Page #291
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની ER REMARO
તથા તેમાંથી વૈરાગ્ય ઉપશમ પ્રાપ્ત થાય તે આત્મહિતાર્થે વાંચવું યોગ્ય છે. આપણાં ધર્મનું છે એમ ધારી વાંચવાથી કુળ-ધર્મનો આગ્રહ દઢ થાય છે. જીવને જ્ઞાની પુરૂષની સન્મુખ રાખી એટલે એ આશ્રયે વાંચવાનું થતું હોય તો વાંચવામાં બાધ નથી એમ મારી સમજણ છે. લી. અલ્પજ્ઞ અંબાલાલના પ્રેમપૂર્વક, વિધિપૂર્વક નમસ્કાર પ્રાપ્ત થાય.
પત્ર.ર0
પત્ર-૨૭ સુમતિરતન સાધુની હકીકત લખી તે જાણ્યું છે. કોઈ પણ જીવને અસંતોષનું કારણ ન બને તેમ પ્રવર્તવું એ જ્ઞાની પુરૂષનો માર્ગ છે માટે તમારાથી તેના આત્માને અસંતોષ થવાનું કારણ નથી બન્યું તે સારું છે. લાયક સમકિત વિષે આપે લખ્યું કે ચાર ભવે પણ મોક્ષ થાય તે વાતનું સમાધાન જણાવ્યું છે. ગમે તેટલે ભવે મોક્ષ જાય (થાય) એની જરૂર નથી અથવા ક્ષાયિક સમકિતને આવવું હોય તો આવે તેની પણ જરૂર નથી મતલબ કે ક્ષાયિક સમકિત જેવી દશા પ્રગટ થાય અને તેટલા દોષો ટળી જાય તેની જરૂર છે અને જ્યારે તેટલા દોષો ટળી જાય તો પછી ભલેને નર્કની ગતિ પૂર્વબંધનથી પ્રાપ્ત હોય તેનો પણ ઉચાટ નથી માત્ર પછી તો જે ગામે જવું છે અને રસ્તામાં રાત્રિ વાસો રહેવો હોય તે જેમ રહી શકે છે. તે પ્રકારે વર્તવાનું છે. કદાપિ મોડું પહોંચાય તો બે રાત્રિ રહેવું પડે અથવા તો ચાર રાત્રિ રહેવું પડે. છતાં તેની ઈચ્છા કેવી છે તે વિચારવા જેવું છે માટે કેટલા ભવે મોક્ષ થાય એ વાત પછી પણ તેટલા દોષો ટળે એટલે પત્યું. બીજી કાંઈ જરૂર નથી.
કૃપાળુદેવ તરફથી એક પત્ર મલ્યો હતો જેનો ઉતારો આ સાથે પછવાડે લખ્યો છે જે પત્ર અપૂર્વ છે અને પ્રમાદિને ભાન કરાવનાર છે તે વિચારવા જેવો છે. વ૮૧૦
પત્ર-૨૮
બીજું એકજ વિચાર કર્તવ્ય છે જે અનાદિકાળથી જીવને યથાપ્રારબ્ધ વિચરે છે એવા મહાત્માનો જોગ જીવને અતિ અતિ દુર્લભ છે. જ્ઞાની મળે તો તેના ઉપર પ્રતીતિ આવવી મહાદુર્લભ છે. તેથી આજ્ઞા પાળવી વિશેષ દુર્લભ છે માટે અપૂર્વ સરૂનો લાભ મળે સમ્યકત્વ દશા થાય છે. જ્યાં સુધી રાગદ્વેષ અને મોહની પ્રબળતા છે ત્યાં સુધી જ્ઞાનીઓ તેને સમ્યક્ત્વ સમજતા નથી, કહેતા નથી.
વળી પોતાને ડાપણથી એમ સમજે છે કે દેહ આત્મા જુદા છે. પછી એમ માની રાગદ્વેષ અને અજ્ઞાનમાં વર્તે ત્યાં મિથ્યાત્વ છે. માટે રાગદ્વેષને જીતવા એજ ધર્મ છે અને પ્રગટ રાગદ્વેષ અને મોહ જીતવાથી સમ્યકત્વ કહેવાય છે. | સર્વ જીવો પ્રત્યે અનંતી દયા રાખવી એ અહર્નીશ વિચાર કર્તવ્ય છે વળી આ જીવે ઘણા કાળ સુધી સાધુપણું ઘણા ઘણા ભવમાં પાળ્યું છે. તપાદિક ઘણું ઘણું કીધું છે. શાસ્ત્રો મુખપાઠ કર્યા તો પણ સમ્યકત્વ થયું નથી તેનું શું કારણ હશે ? તે વિચારો. સાધન અનંતીવાર કર્યા તેથી જ આજ દિન સુધી જન્મ-મરણ રહ્યા છે. તેનું ખરૂં કારણ મતાગ્રહ અને કુળગુરૂ જે જે યોનિઓમાં ગયો, જાતિઓમાં ગયો ત્યાં માન્ય કર્યા છે એજ મિથ્યાત્વ સમજો. પણ સરૂનો આત્મા ઓળખાય તો સાચા સરૂનું ઓળખાણ થાય છે, તે વાત યથાસિદ્ધ છે.
પત્ર-૨૯
શ્રીમદ્ પરમ વિતરાગ સદ્ગુરૂભ્યો નમઃ
૨૧૪
Page #292
--------------------------------------------------------------------------
________________
SERS SMS સત્સંગ-સંજીવની SER SR SEC)
***
આધિ, વ્યાધિ જરા અને મૃત્યરૂપી સેંકડો જ્વાળાઓથી આ સંસાર આકુળ વ્યાકુળ, આ સર્વ પ્રાણીઓને દેદીપ્યમાન અગ્નિ સમાન શ્રી મહાત્મા જ્ઞાની પુરૂષ સર્વજ્ઞ દેવે કહ્યો છે. તેથી જીવને લેશમાત્ર પણ પ્રમાદ કરવો યોગ્ય નથી અને સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં જંતુઓને ઉત્તમ જહાજની પેઠે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. વળી પરલોકનું સાધન કરવાથી પ્રાણીઓનો મનુષ્યજન્મ સફળ થાય છે. આ જગતના પ્રથમ મધુર અને પછી પરિણામે અત્યંત દારૂણ વિષયો વિશ્વને ઠગનારા છે. (શેઠ લોકોની વાણીની પેઠે.) તેમ વળી સંસારની અંદર સર્વ વર્તતા પદાર્થોના સંયોગનો અંતે વિયોગ છે. તેમ આ સંસારમાં પ્રાણીઓને આયુષ્ય, ધન, યૌવન, એ સર્વ નાશવંત ત્વરાથી જવાના છે. ચાર ગતિમાં કદાપિ સુખ નથી તે નથી જ. આ જીવને સમ્યક્ શ્રદ્ધા બહુજ દુર્લભ છે. મહાપુન્યના યોગે તેવો યોગ પ્રાપ્ત થયો છે. શાસ્ત્રોક્ત તત્વમાં રૂચી તે સમ્યક શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા સમકીત, સ્વભાવથી અને ગુરૂના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. તો - આ અનાદિ અનંત સંસારના આવર્તમાં વર્તતા પ્રાણીઓને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય નામના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની છે. નામ અને ગોત્ર કર્મની સ્થિતી ૨૦ સાગરોપમ કોટાકોટી છે અને મોહનીય કર્મની સ્થિતી ૭૦ કોટાકોટી સાગરોપમની છે. અનુક્રમે ફળના અનુભવની તે સર્વ કર્મો જેમ પર્વતમાંથી નીકળેલી નદીમાં અથડાતો અથડાતો પથ્થર ગોળ થઈ જાય તે ન્યાયતંત પોતાની મેળે પૃથ્વીકાયાદિ પામે છે એ પ્રમાણે થતાં કર્મની અનુક્રમે ૨૯, ૧૯, ૬૯ કોટાનુંકોટી સાગરોપમ સુધીની સ્થિતિ ક્ષય પામે અને દેશ ઉણી એક કોટાકોટી સ્થિતી બાકી રહે ત્યારે પ્રાણી યથાપ્રવૃત્તિ કરણ વડે ગ્રંથી દેશને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષના પરિણામ તે ગ્રંથી કહેવાય છે કે જે કાષ્ટની ગાંઠ જેવી દુરચ્છેદ અને ઘણી દઢ હોય છે. કિનારા સમીપે આવેલું વાયુ પ્રેરિત વહાણ જેમ સમુદ્રમાં પાછું જતું રહે તેમ રાગાદિકે પ્રેરેલા કેટલાક જીવો ગ્રંથીને ભેદ્યા વિના જ ગ્રંથી સમીપથી પાછા ફરે છે. કેટલાક પ્રાણીયો માર્ગમાં અલના પામેલા સરિતાના જળની પેરે કોઈ પ્રકારના પરિણામ વિશેષથી ત્યાં જ વિરામ પામે છે. કોઈ પ્રાણીઓ જેમનું ભવિષ્યમાં ભદ્ર થવાનું હોય છે તેઓ અપૂર્વકરણ વડે પોતાનું વીર્ય પ્રગટ કરીને મોટા માર્ગને ઉલ્લંઘન કરનારા પાંથલોકો જેમ ઘાટની ભૂમિનું ઉલ્લંઘન કરે છે તેમ તે દુર્લભ ગ્રંથીને તત્કાળ ભેદી નાખે છે. કેટલાક ચાર ગતિવાળા પ્રાણીઓ અનિવૃત્તિકરણ વડે અંત:કરણ કરીને મિથ્યાત્વને વિરલ કરી અંતમુહૂર્તમાં સમ્યક્દર્શનને પામે છે તે નૈસર્ગિક સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે. તે સમકિતદર્શન ગુણથી રોચક, દીપક અને કારક એવા નામથી ત્રણ પ્રકારનું છે.
પત્ર-૩૦
ૐ સત્
શ્રી ભગવને વિષે હું અખંડ પ્રેમ ઈચ્છું છું. તે ભગવાનની કૃપા જ દાસત્વની પ્રાપ્તિ હોવી એ જ ઈચ્છું છું. કારણ કે હું તેનો અંશ જ છું. અને તેમ હોવાને યોગ્ય છઉં. તે પરમ અચિંત્ય હરીને ફરી ફરી હું સ્તવું છઉં સ્મરું છઉં કે જેનું એક અંશજ્ઞાન પણ સર્વપ્રકારની બ્રાન્તીને હરે છે. તે શ્રી ઈશ્વરના ચરણકમળના નખ અમૃત ધોઈ અનંત અનંત વિશિષ્ટ હું સ્પર્શ એજ તેણે મેળવ્યાનું સાર્થક માનું છઉં. સર્વત્ર તે શ્રી ઈશ્વરની સત્તા પ્રકાશે છે કે જેનો આનંદ રૂપે વાસ છે. તે સર્વત્ર ભરપૂર છે. અનંત અનંત વૈભવવાળી તે સત્તાનું ભાન એક ક્ષણમાં થાય છે. એવી દુર્ઘટ રચના કરનાર શ્રી હરિને હૃદયને વિશે ફરી ફરી હું સંભારૂ છઉં. એવી અવ્યક્ત મધ્યસ્થિતિને વિષે અક્ષરધામરૂપ, અર્ધચંદ્રાકાર, અમૃતપ્રવાહીત સહસ્ત્રદલને વિષે તે શ્રીમાન્ હરિની અખંડ મૂર્તિ અચિંત્યપણે વિરાજીત છે.
ફરી ફરીને અનંતવાર કહીએ છીએ કે તે છે જ. એવો અમારો અચળ નિશ્ચય છે. રોમે રોમે અનંત
૨૧૫
Page #293
--------------------------------------------------------------------------
________________
EYERS સત્સંગ-સંજીવની SASASASAS ()
વિશ્વાત્મક સત્તા જેને ભરી છે, એવા તે હરિના પરમ દિવ્ય અવયવો હું શી રીતે સ્મરૂં ? સ્તવું? પામર પ્રાણી તે ક્યાં ? અને તે સ્વરૂપ શ્રી ભગવાન તે ક્યાં ? અખંડ પ્રેમ, અનન્ય પ્રેમ, અનંતપ્રેમે શ્રીમાન્ હરિને હું સ્મરું છઉં, સ્મરૂં છઉં. સંભારી સંભારીને પરમાનંદ પામું છઉં.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
પત્ર-૩૧ જેમ બને તેમ ભક્તિમાં લીન થવું એ જ આપણને માર્ગ પામવાનું લક્ષણ છે. તન, મન, વચન અને આત્માથી પવિત્ર પુરૂષોની ભક્તિમાં હંમેશા લયલીન રહેવું એજ વારંવાર જ્ઞાનીઓનું સૂચવવું થાય છે. તો આપણે જો તેમ કરીશું અને યથાયોગ્યમય હશે તો ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિ તે પવિત્ર પુરૂષ તરફથી બની શકશે. ભક્તિમાં લયલીન રહેવું તે જ્ઞાનીઓનું કહેલું રહસ્ય છે. સત્સંગ એ અદ્ભુત દશાને પ્રાપ્ત કરાવે છે. એ વિના અનંતકાળ ગયો. આ ભવે યથાર્થ આજ્ઞા આરાધકે થાય તો અવશ્ય બંધનથી છૂટી જવાય. શાશ્વત સિદ્ધિ રિદ્ધિ પ્રાપ્ત કરી શકાય એ નિઃસંશય કરવા જેવું છે. આ કાળમાં આ યોગ બહુ જ દુર્લભ છે. જેમ બને તેમ આપણે બધા એ સન્માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું. સત્ સર્વત્ર રહ્યું છે. એ માટે સત્પુરૂષોનો સમાગમ, તેના પ્રત્યે નિઃશંક શ્રદ્ધા અને સદેવકાળ તેમની સમીપે રહેવું. એમ જોગ બને તો કલ્યાણ થાય. તત્વજ્ઞાનનું મૂળ વિનય અને જ્ઞાનીઓ પર પ્રશસ્ત રાગ એ છે.
પત્ર-૩૨.
“.......જિનમાર્ગની ઉન્નતિ રાગદ્વેષ વધવાથી થાય કે રાગદ્વેષ ઘટવાથી થાય ? રાગદ્વેષની વૃદ્ધિ કરી તે જેના ખ્યાલમાં નહીં તે જૈન માર્ગમાં છે કે અન્ય માર્ગમાં છે ? અને જો તે અન્ય માર્ગમાં હોય તેમ છતાં જૈન માર્ગમાં છું એમ માને તો કેવું કર્મ બાંધે ? અને કેટલી સ્થિતિવાળું બાંધે તે વિચારો !!!
જે જે પ્રકારે કર્મના સમૂહ ટળે તે જ જૈન માર્ગની ઉન્નતિ કહેવાય. સમકિતનું સુલભપણે પામવું થાય તે જૈન માર્ગ કહેવાય. વૈરાગ્યના પ્રવાહની છોળો ઊડે તે જૈન માર્ગની ઉન્નતિ કહેવાય. કષાય ઘટે, વિષય ઘટે તે જૈન માર્ગની ઉન્નતિ કહેવાય. આટલો બધો વિરોધ જોઈ જીવને કેમ વિચાર આવતો નથી ? તે વિચારમાં કોણ આડું આવે છે. અને જે આડું આવે છે તે કારણ રઝળાવનાર છે, ભવ વધારનાર છે કે ભવ ઘટાડનાર છે ? એ કેમ વિચારાતું નથી.
- જ્ઞાનની રક્ષા તો ક્યારે કરી કહેવાય કે વાંચીને વિચારે અને આત્મ પરિણામ કરે તો જ્ઞાનની રક્ષા કરી કહેવાય.
- આ જીવને યથાર્થ વૈરાગ્ય પ્રાપ્ત થવો યોગ્ય છે. જે આ આત્મા નજરે જુએ છે કે તેની સમીપેથી તેનાથી લઘુ અને વડીલ એવા ઘણા આત્માઓ કાળના ઝપાટામાં ચાલ્યા ગયા છતાં આ કલેશિત આત્મા કાળનો વિશ્વાસ ધરી નિશ્ચિત થઈને સૂતો છે. તે તેને કેમ જરા પણ ખબર પડતી નથી ? પ્રત્યક્ષ જોઈ રહ્યો છે કે કાળ ગળકા ખાય છે, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે છતાં આ અજ્ઞાની એવો મૂઢાત્મા જ્ઞાની પુરૂષોની પેઠે નિશ્ચિત થઈને સૂવે છે. કીધું છે કે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે, સુખેથી સૂવે.
૨૧૬
Page #294
--------------------------------------------------------------------------
________________
REVERSIS સત્સંગ-સંજીવની EVERY SM
પ્રશ્ન :- આ જીવે ધર્મનું સ્વરૂપ જાણ્યું છે? તેમ જ્ઞાનનું ? તેમ અજ્ઞાનનું ? તેમ મિથ્યાત્વનું ? તેમ જગતનું ? તેમ મોક્ષનું ? તેમ અધર્મનું ? તેમ સાધુનું તેમ અસાધુનું ? અને કષાયનું સ્વરૂપ જાણ્યું છે ? એ વિચારો મને યોગ્ય લાગે તો જણાવવા કૃપા કરશો.
- જો જીવે ધર્મનું સ્વરૂપ જાણ્યું હોય તો અધર્મમાં કેમ પ્રવર્તે. જો જીવે જ્ઞાનનું સ્વરૂપ જાણ્યું હોય તો અજ્ઞાનમાં કેમ પ્રવર્તે. જો જીવે સમ્યકત્વનું સ્વરૂપ જાણ્યું હોય તો મિથ્યાત્વમાં કેમ પ્રવર્તે. જો જીવે મોક્ષનું સ્વરૂપ જાણ્યું હોય તો જગતમાં પ્રીતિ-ભક્તિ કેમ કરે, જો જીવે સાધુનું સ્વરૂપ જાણ્યું હોય તો અસાધુના આચરણ કેમ કરે. આ વિચારતાં જો તેનું સમાધાન સ્પષ્ટ લાગે તો જે જે પ્રકારે પોતે માન્યતા કરી અભિનિવેશ કર્યો છે તે કેમ કરે ? અને એવો એવો અભિનિવેશ મૂક્યા વિના ઉપર જણાવ્યા જે પ્રકારો તેમાં પ્રવેશ થવાય કે નહીં તે વિચારો.
અનંતકાળથી તે આજ દિન પર્યંતમાં કોઈ પણ પ્રકારે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કોઈ પણ માઠા ભાવથી મન, વચન, કાયા કે આત્માના કોઈ પણ અધ્યવસાયથી ત્રિયોગે કાંઈ પણ દોષ થયો હોય તો ખરા આત્મભાવે કરી ખમાવું છું. અને હવે પછી તેવો કોઈ પણ દોષ ન થાય એમ પ્રવર્તવા ઈચ્છું છું. આક્રોશથી કાંઈ વચનવર્ગણાએ કરી દુભવ્યા હોય, આપની ઉત્કૃષ્ટ મનોવૃત્તિને મારાથી નિમિત્ત બન્યું હોય, કોઈ કોઈ પ્રસંગે મારા મન, વચન, કાયાના કે આત્માના કોઈ પણ યોગ અધ્યવસાયથી કહેવાનું બન્યું હોય તે અતિ દિનભાવે હું ક્ષમાવું છું. આપના પુણ્યોદયે અને ભવસ્થિતિના પરિપકવના કારણે આપને એવા મહાત્મા પુરૂષનો યોગ મળવો સૂજીત હશે તે બન્યો. હવે જે જે પ્રકારે સરૂની આજ્ઞા આરાધવી એ સૌ સૌની વૃત્તિના ખ્યાલ ઉપર છે, તેમાં કોઈ કોઈનું નિમિત્ત નથી. માટે આપ ગમે તે પ્રકારે પણ વિચરતા સત્યરૂષના-સદ્ગુરૂના ચરણસમીપમાં રહેવાની ઈચ્છા રાખશો. અને તેના પરિણામની વૃદ્ધિ કરતા રહેશો તો ભવિષ્યકાળે આપનું કલ્યાણ થશે. જે કલ્યાણ થવાના પ્રસંગે અનંતી અનુકંપા ઉત્પન્ન થશે તે એવી કે કેને તારૂં ? કોને પાર ઉતારું, અર્થાત્ મને પ્રાપ્ત થયેલો માર્ગ આ જગતના જીવ ક્યારે પામે આવી અનુકમ્પા પ્રાપ્ત થશે ત્યારે જ માર્ગનું યથાર્થ ભાન થશે કે જેને સંગે અનંતી દયા અને અનંતી ક્ષમાં રહી છે. માટે ધીર વીર થઈ જે માર્ગ પામવાના સાધનમાં પ્રવર્તવું એ જ કૃતકૃત્યતા છે. પ્રણામ પ્રાપ્ત થાય.
પત્ર-૩૩
જીવ જો જરાય વિચાર કરે તો આ સાડા ત્રણ હાથનું પૂતળું જે દેખાય છે તેને તો બાળીને ભસ્મીભૂત કરવાનું છે. એવું સ્પષ્ટ જો જણાતું હોય તો પછી તેની સુશ્રુષા શા માટે કરવી જોઈએ. કારણ કે જે ઘર બાળી નાંખવાનું છે તે ઘરની આશા રાખી ગોખ જાળીયાં આમ મૂકાવીએ તો ઠીક દેખાય એવો જે વિચાર રાખવો તે નિરર્થક જેવો છે. તો પછી જે ચેલાદિકની આશા રાખી કે તે શરીરાદિ સેવાનું કારણ બને અથવા તે મારું નામ રાખે, સારો શિષ્ય છે એમ કહેવાય. મારી ભક્તિ કરવામાં ઠીક પડશે એ વિષે જે ભાવના રાખવી અને તેવી ભાવનાએ ગુરૂપણું આરોપણ કરી બીના ગુરૂપણે ગુરૂના ગુણ ધારણ કરવા એ અનંત સંસાર વધારનારૂં મહામોહનીય સ્થાનક જેની ૭૦ કોડા કોડીની સ્થિતિ છે, તેવું કર્મ ઉપાર્જન કરે છે. એવી જે વાત આપે શ્રી મુખે સાંભળી છે તે મને તો યથાતથ્ય લાગે છે. માટે મારી સમજણ પ્રમાણે ચેલાદિક કરવા કે પરિગ્રહાદિકની ઈચ્છા રાખવી એ આપ જેવા પવિત્ર પુરૂષને યોગ્ય નથી. કારણ કે જે પુરૂષને જ્ઞાની પુરૂષનો સમાગમ થયો છે તે પુરૂષ તો હવે કેવા પ્રકારથી છૂટાય એવી જ ભાવના રાખવી અને એ જ પ્રમાણે વર્તવું એ જ સંસાર ક્ષય કરવાનું કારણ
૨૧૭
Page #295
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની GPSC EXAM ()
છે. તો પછી એવી ભાવના સેવી પછી તેનાથી પ્રતિકૂળ ન વર્તવું તે તો શ્રેયના જ અંગભૂત થાય છે. માટે ચેલાદિક કરવાની કે વધારવાની ભાવના જતી કરીને હવે તો જેમ બને તેમ તાકીદે છૂટવાનો ઉપાય શોધાય અને તેમાં પ્રવેશ થવાય એ જ હિતકારી છે. કદાપિ કોઈ જીવ જો તેને છૂટવાની ઈચ્છા હોય તો આપે જે પ્રમાણે છૂટવાનો ઉપાય જાણ્યો છે તે પ્રકારે તે પુરૂષ પ્રત્યે નિવેદન કરી આ જીવ અનાદિકાળથી રખડયો છે તેનું શું કારણ ? તે કારણ શાથી ટળે ? એનો સુગમમાં સુગમ ઉપાય કયો ? એવી સહજ વાત કરીને તે જીવનો લક્ષ સન્માર્ગ પ્રતિ વળી અને સત્યરૂષના સમાગમમાં આવવાની ભાવના થાય એવી વાત કરવી તે જ હિતકારી છે. અને પોતાના દોષ જણાવી દેવામાં અપક્ષપાતપણું રાખવું જોઈએ કે આપ અમને સાધુ ધારતા હશો પણ અમારામાં સાધુના ગુણો નથી. તેમ અસત્ય માર્ગ અને અસતશાસ્ત્રથી બંધન થાય છે. તો અમે પણ કોઈ સહુરૂષની પ્રત્યે અવિચળ શ્રદ્ધા રાખી છૂટવાની ઈચ્છા રાખીએ છીએ બાકી તો આ જીવ હજુ તુચ્છ અને પામર જેવો છે. ત્યાં આપને શિષ્ય કરી અને હું ગુરૂપણું ધારણ કરૂં એ મારી દશા નથી. માટે આપ જો કોઈ રીતે આ ત્રાસરૂપ સંસારથી છૂટવાની ઈચ્છા રાખતા હો તો કોઈ પણ સત્યરૂષને શોધી તેના ચરણકમળમાં પડશો તો આપનું હિત સ્ટેજે પણ થઈ જશે એમ ધારવું છે. એવી હિતસ્વી વાત કરી કોઈ પ્રકારે તેનો આત્મા શાંત થાય અને શાંતિ પામવાના ગુણોમાં અનુરક્ત થાય એવો યોગ આપણાથી મળે તો કલ્યાણકર્તા છે. બાકી બીજા તમારા સહવાસીઓની દશા જોઈ કરૂણા આવે તેવું છે. એટલે હવે તેમને નમસ્કાર કરી અત્રે ફરી જવા હવે ઈચ્છા નથી. એ જ (અં.)
“સત્ય પ્રભુને નમસ્કાર.” કરી ૧. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણતા નથી, આદરતા નથી, પાળતા નથી તે
સર્વે મિથ્યાદૃષ્ટિ જાણવા. ૨. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણતા નથી, આદરતા નથી, પણ તે પાળે છે
એટલે ક્રિયાકષ્ટ પ્રતિલેખનાદિ શિયળાદિકે કરીને શરીરને ગાળે છે તે સર્વે મિથ્યાષ્ટિ જાણવા. ૩. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણતા નથી ને આદરે છે પણ પાળતા નથી.
કેમકે દશવૈકાલીક સૂત્રને વિષે જે પ્રકારે મુનિને કહ્યા છે તે પ્રમાણે પાળતા નથી તે દુર્ભવી મિથ્યાદૃષ્ટિ
જાણવા. ૪. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણતા નથી પણ આદરે છે અને પાળે છે, દ્રવ્યથકી
મુનિની ક્રિયા-પ્રતિલેખનાદિ કરે છે તે અભવી તથા ઉસૂત્રભાષી પ્રરૂપક તે સર્વે મિથ્યાદૃષ્ટિ જાણવા. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણે છે પણ મુનિના વ્રતઆદરતા નથી, અને પોતાની પરિણતી જાણ્યા સિવાય પાળતા નથી. તે લોકને દેખામણ જુઠું ડાપણ કરતા નથી. એવા
જૈન શાસનના ઉજ્જવળ કરનાર રાજા શ્રેણિકાદિ સર્વ સમ્યક્રદૃષ્ટિ જાણવા. ૬. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સાદ્વાદ શૈલીએ કરી જાણે છે પણ આદરતા નથી. શિલાદિક વૈમાનિકના
દેવતા પાળે છે એટલે અલ્પ વિહારી છે. કેમકે તેને વિષય નથી. તે અનુત્તર વિમાનની અપેક્ષાએ
કરી પાળનાર કહ્યા છે. તે સર્વે સમ્યક્રદૃષ્ટિ કહ્યા. ૭. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણે છે, ને વ્રત આદરે છે. પણ પાળતા નથી
૨૧૮
Page #296
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
એવા શ્રીગીતાર્થ ગુરૂ મહારાજની પાસે પાંચ મહાવ્રત અંગિકાર કરી લીધા છે પછી પોતામાં પાળવાની શક્તિ દેખી નહીં તેથી પાળતા નથી પણ તે શુદ્ધ પ્રરૂપણા કરે છે. અને પોતામાં મુનિપણાની પાછી કલ્પના કરતા નથી એવા જિન પ્રવચનના જાણ તે સર્વ સમ્યષ્ટિ જાણવા. ૮. કેટલાક જીવ ધર્મનું સ્વરૂપ સ્યાદ્વાદ શૈલીએ કરી જાણે છે, આદરે છે, ને પાળે છે. તે સમ્યક્ પ્રકારે મુનિવ્રત પાળે છે. એવા ચતુર્વિધ સંઘના અગ્રેસર પુરૂષ પ્રવચનના જાણનાર, આજ્ઞાએ કરી જ્ઞાન, દર્શન, ચારિત્રવંત પુરૂષ તે સભ્યષ્ટિ જાણવા.
ઉપર કહેલા પ્રમાણે ચાર પ્રકારના મિથ્યાદૃષ્ટિ તથા ચાર પ્રકારના સમ્યદૃષ્ટિ જીવ કહ્યા. તે જે જીવ વાંચી, વિચારી પોતાના દોષ ટાળે. જ્ઞાનીના વચન શ્રવણ કરી હૃદયને વિષે વિચારી દઢ કરી તે પ્રમાણે વર્તવું. પણ ગફલત કરવી મુમુક્ષુને ઘટે નહીં.
SIPAIR
SPEC પત્ર-૩૫
જ્ઞાનીનું ઓળખાણ કેવા પ્રકારે થાય ?
જ્ઞાની અને અજ્ઞાની વેષમાં ને દ્રવ્ય ક્રિયામાં સમ દેખાય, અને તેને લઈને જીવોને તે ઓળખાણમાં આવતા નથી. ક્વચિત્ તો શાની કરતાં અજ્ઞાનીની ક્રિયા વધી જાય છે. અને તેવું જોઈ બાહ્ય જીવો વ્યામોહ પામે છે. અને પછી તે આશ્રય સેવી ભવ પરંપરા વધારે છે. જ્ઞાની તથા અજ્ઞાનીનું ઓળખાણ વચન દ્વારે વિવેકી જીવને સમજાય છે. કા૨ણ કે જેવી જેવી જીવની દશા હોય છે તેવી તે પ્રમાણમાં વાણી નીકળે છે. અશુભ દશામાં આત્માનું વર્તન હોય છે ત્યારે પાપ ભાષા નીકળે છે. શુભ દશાનું વર્તન હોય તો નિરવદ્ય ભાષા નીકળે છે. અને જ્યારે શુદ્ધ ચૈતન્યમય ઉપયોગ હોય છે ત્યારે કોઈ અપૂર્વ ભાષા નીકળે છે એમ શ્રી જ્ઞાની વર્તમાન પુરૂષના પ્રતાપે તેમના વચનથી કાંઈક વિશેષ સમજાય છે. અંતર વિક્ષેપસહિત હોવાથી વિક્ષેપ ભાષા નીકળે છે. અંતર શાંત હોવાથી શાંત ભાષા નીકળે છે. કવિચત્ કચિત્ અજ્ઞાની પણ શાંત થઈ ધીરે ધીરે બોલે છે પણ તે માયિક અંતર હોય છે. અને જ્ઞાનીનું સહજ અંતર હોય છે. શાંતિથી બોલાતું હોય પણ તે ભાષા વદનારનો આત્મ ઉપયોગ જો તેમાં ન હોય તો શ્રી જ્ઞાનીપુરૂષ કહે છે કે તે કલ્પિત હોવાથી ઉપકારહેતુ હોય નહીં.
જ્ઞાની પણ આહાર લૂખો લે, નિરસ લે, અજ્ઞાની પણ તેમ લે. તેથી કંઈ જ્ઞાની છે તેમ કહેવાય નહીં. જેનો આત્મ- ઉપયોગ આહાર લેવા-કરવામાં જાગૃત દશા હોય તે જ્ઞાની કહેવાય. આ ઓળખાણ થવી અત્યંત વિકટ છે. જ્ઞાનીનું બાહ્ય પ્રવર્તન ક્રિયા આદિકનું જોઈ અજ્ઞાની પણ તે પ્રવર્તન કરી પોતામાં જ્ઞાન માને છે પણ તેનું નામ જ્ઞાન નહીં. જ્ઞાન કોઈ ઓર વસ્તુ છે. એ વચનથી અગોચર છે, શુદ્ધ ચૈતન્ય છે.
એ ઓળખાણ થવા આ જીવે આત્મજાગૃતિ કરવી યોગ્ય છે. જેમ જેમ વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ જ્ઞાનીનું ઓળખાણ થાય. તે માટે આ જીવે સંસારના પદાર્થો પ્રત્યેથી બહુ જ જાગુપ્સિત થવું યોગ્ય છે. નહીં તો આ મનુષ્યદેહ પામ્યા કે ન પામ્યા સમાન ગણવા જેવું છે.
શ્રી જ્ઞાનીનું એક અદ્ભુત ઓળખાણ તો એ છે કે તે પરમપુરૂષોએ જે વચન અમૃતરસ રેડ્યો એને જેણે ઝીલી લીધો કે ત્યારથી તેનું વર્તન ફરે છે અને વિયોગે પણ જાગૃત રહે છે. અજ્ઞાનીના બોધથી તેમ થતું જોવામાં આવતું નથી. કંઈક સામાન્ય વર્તન થાય તે પણ લક્ષ વગરનું થાય ને તેમાં પોતે ફસાયાથી છેતરાય, પણ તેને ખબર પડે નહીં. આ વાત વિચારવાથી સિદ્ધ થશે.
૨૧૯
Page #297
--------------------------------------------------------------------------
________________
વિE REFERE) સત્સંગ-સંજીવની RER KEYS ()
છે
અજ્ઞાની ગુરૂ વિહાર કરીને આવે અને કોઈને ખબર પડવા ન દે અને જાય ત્યારે પણ ખબર પડવા ન દે. શ્રી જ્ઞાનગુરૂ પણ આમ પ્રવર્તન કરે. અજ્ઞાની જે પ્રવર્તન કરે તેમાં મુખ્ય માનનો હેતુ હોય છે કે જો હું આમ કરીશ તો મહાસ્ય દેખાશે. જ્ઞાનીગુરૂને તેમ હોતું નથી અને તેમ જો કરે તો જ્ઞાનમાં આવરણ થાય.
આ વાતથી સંશય થશે કે એમાં આપણને શી ખબર પડે ? એ ખબર તો ત્યારે પડે કે જ્યારે જ્ઞાની દ્વારાએ બોધ શ્રવણ થયો હોય અને તેના મૂળકારણ (લક્ષણ) જાણ્યાં હોય અને પછી અજ્ઞાની ગુરૂ મળે અને તેનો સમાગમ કરે તો જે રહસ્ય જે અપૂર્વ વાણી જ્ઞાનીની હોય છે અને રસ પડે છે તેવો રસ અજ્ઞાનીની વાણીમાં આવે નહીં અને બહુ વિચારે તો અજ્ઞાનીની વાણી એકાંત હોય. જ્ઞાનીની વાણી સ્યાદ્વાદ હોય. અજ્ઞાનીની વાણી સાંભળતાં અંતર જાગતું નથી અને જ્ઞાનીની વાણી સાંભળી અંતર જાગ્રત થતું હોય છે. આ જીવે અનાદિકાળથી કુગુરૂનો આશ્રય કર્યો અને તેથી રખડ્યો ત્યારે સંશય થશે કે બોધ તો વિતરાગના વચનનો કરે છે પણ જીવ તેમ ન કરે એમાં ગુરૂનો શો વાંક ? આ વાત વિચારીએ.....
‘અજ્ઞાની અંતર પરિણામી વ્યાખ્યા કરતા નથી તેથી કલ્પીત હોય છે. કારણ કે જે ચૈતન્ય સ્વરૂપ છે તે અંતર સ્વરૂપ છે અને જ્ઞાની અંતર પરિણામી વ્યાખ્યા કરે છે. જાગૃત જ્ઞાનીપુરૂષ તો બીજા જીવનો સહવાસ તે પ્રતિબંધરૂપ જાણે છે. અને અજ્ઞાની જેમ જેમ સમુદાય વધે તેમ તેમ બહુજ હર્ષાયમાન થાય છે. જ્ઞાનીપણ આનંદિત થાય પણ તેમાં તો જુવો આ દુઃખથી મુક્ત થશે તેજ અંતરલક્ષ હોઈ પ્રતિબંધરૂપ જાણી અંતરથી નિર્લેપ રહે છે. અજ્ઞાની તદ્રુપ થઈ જાય છે. આનો વિશેષ પુરાવો શ્રી ભગવતીસૂત્રમાં શ્રી જમાલીના અધિકારમાં છે.
જમાલી આજ્ઞાથી પતિત થયા અને શ્રી વર્ધમાનપ્રભુ પાસે આવ્યા હતા. પોતામાં કેવળજ્ઞાન માન્યું હતું અને છેવટ હઠ પોતે મૂક્યો નોતો. જમાલીના દેહ મૂક્યા પછી શ્રી ગૌતમસ્વામી શ્રી વીરપ્રભુને પૂછે છે કે હે પ્રભુ ? જમાલી અંતઆહારી, પ્રાંતઆહારી, લુકાઆહારી, તુચ્છઆહારી, અરસજીવી, વિરમજીવી, ઈત્યાદિ હતો તો તે કઈ ગતિને પ્રાપ્ત થયો ? પ્રભુએ કહ્યું કે, ‘તે તપોધન જમાલી લાંતક દેવલોકમાં ૧૩ સાગરોપમના આયુષ્યવાળો કિલ્વિષિક દેવતા થયો છે. ગૌતમે ફરીથી પૂછયું કે ‘તેણે મહા ઉગ્ર તપ કર્યું હતું, તથાપિ તે કિલ્વિષિક દેવ કેમ થયો? (હલકોદેવ)
શ્રી વીરપ્રભુ કહે-જે પ્રાણી ઉત્તમ આચારજવાળા ધર્મગુરૂ, ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘનો વિરોધી હોય તે ગમે તેટલી તપસ્યા કરે તોપણ કિલ્વિષિક હલકી જાતિનો દેવતા થાય છે, જમાલી પણ તે દોષથી જ કિલ્વિષિક દેવ થયેલો છે. તેથી કોઈએ ધર્માચાર્ય વિ.ના વિરોધી થવું નહીં.
જ્યાં સુધી સ્વચ્છંદનામા દોષ વર્તે છે ત્યાં સુધી તે જીવ જ્ઞાનીની આજ્ઞા આરાધતો નથી.
પત્ર-૩૬
ૐ નમઃ સદ્ગુરૂ પરમાત્માને પ્ર.શ્રા. સં. ૧૯૫૭. ખંભાતથી શ્રી રાજનગર આત્માર્થી ભાઈશ્રી પોપટલાલ પ્રત્યે - કૃપાપત્ર ૧ મળ્યું. હૃદયની ઊગતી આવેલી ઊર્મિઓ પ્રદર્શિત કરી તે અવલોકી. મુક્ત થવાની જીજ્ઞાસા એ પણ એક ઉત્તમ છે. આપે સર્વથા નિવૃત્તિ લેવાને માટે જિજ્ઞાસા જણાવી અને
૨૨૦
Page #298
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
તે માટે તેવું સાધન નહીં હોવાથી ખેદ જણાવ્યો જેથી ગૃહસ્થાશ્રમમાં નિવૃત્તિપણે રહી આત્મ-સાધન થવા યોગ્ય કોઈ રસ્તો છે ? અને હોય તો શું ? એમ પૂછાવ્યું તે સર્વ હ્રદયગત થયું. “સદૈવ સત્પુરૂષના ચરણ સમીપમાં નિવાસ’’ એ જેવું મહત્ ઉત્તમકાર્ય બીજું એકેક નથી, તેવો યોગ ન હોય તો આ જીવે સર્વસંગ પરિત્યાગ થવા રૂપ દશા એ બીજું સાધન છે. તે બંને ન થાય તો સર્વસંગ પરિત્યાગરૂપ દશાનો લક્ષ રાખી ઉદયવસાત્ ગૃહસ્થાશ્રમ સૃજિત હોય ત્યાં સુધી અબંધ ભાવે ભોગવતાં તેથી છૂટી જવું. ઈચ્છા તો એજ હોવી જોઈએ કે જેમ એક ગામથી બીજે ગામ રહેવા જનાર માણસ જલ્દીથી નિવૃત્તવાના કાર્યમાં હોય તેવી રીતે ગૃહસ્થાશ્રમ સંબંધીના કાર્યોમાં છૂટવા યોગ્ય કાર્યને ભજવા જોઈએ. જેને પરમ પુરૂષો શાંતિ કહે છે. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું તે. ગમેતો દેશવિરતી સ્થિતિએ અથવા તો સર્વસંગ પરિત્યાગરૂપ સ્થિતીએ. દેશવિરતીએ રહ્યા છતાં પણ લક્ષ તો સર્વસંગ પરિત્યાગનો રહેવો જોઈએ.
ઉપર જણાવ્યા પ્રમાણે શાંતિ બધા વિભાવ પરિણામથી થાક્યા વિના જીવનું કલ્યાણ થવું સંભવતું નથી. એટલા માટે પ્રતિદિન વૈરાગ્યનો જપ, ઉપશમ ભાવની વૃદ્ધિ અને ત્યાગને વિષે યોગબળ ભાવ્યા જ કરવું. જે વૈરાગ્ય એટલે પદાર્થના સ્વરૂપનું ચિંતવન થવારૂપ, તે પદાર્થનું યથાર્થ સ્વરૂપ ભાસવાથી તે પ્રત્યેનું અમહાત્મ્યપણું અને પછી તે પ્રત્યે જતી આત્માની વૃત્તિને રોકવારૂપ વૃત્તિનો ઉપશમભાવ.
એવી રીતે પ્રત્યેક આત્માથી અન્ય પરમાણુ-પુદ્ગલ ભાવના સ્વરૂપનું યથાર્થ સ્વરૂપ વિચારવારૂપ વૈરાગ્ય અને તેથી વૃત્તિનો પરાજય કરવારૂપ ઉપશમતાનું જેમ બને તેમ વર્ધમાનપણું ક૨વાથી આત્મવિચારરૂપ સાધન સુલભ થવારૂપ છે. દેહની જેટલી ચિતાં રહે તેથી અનંતગણી ચિંતા આત્માની રાખવાના જે વચન જ્ઞાનીપુરૂષોએ ઉપદેશ્યા છે તે યથાતથ્ય છે. દેહ છૂટી જવાની ચિંતા રાખ્યા કરતાં અથવા દેહથી કોઈ કાર્ય થયું નહીં અથવા પ્રતિકૂળ દેહથી કાંઈ કાર્ય થશે નહીં એવી ચિંતવના કરતાં તેજ દેહથી ચિંતવન આત્મવિચારરૂપ કાર્યમાં દોરાય, અર્થાત્ આત્મા વિભાવ દશામાં પ્રવર્તે છે, તેથી વિરામ પામી સ્વભાવ પરિણામરૂપ આત્મદશા ત્વરાએ થાય, અને તેમ થવામાં દેહ અનુકૂલ હો કે પ્રતિકુલ તો પણ તેમ કરવું એજ જેની ખાસ ઈચ્છા હોય છે તે તેમ કરી શકે છે. અને કરવા યોગ્ય કાર્ય પણ તેજ છે.
નિરંતર આત્મવિચારરૂપ ઊર્મિઓ લખતા રહેશો. વૈરાગ્ય-ઉપશમ અને આત્મવિચારનું બળ જેમ વર્ધમાન થાય તેમ કરવા પ્રવર્તવું એ જ હિતસ્વી છે. પ્યારા ભાઈ ! આપ મારા સમાગમમાં રહેવા ઈચ્છો છો તેથી વિશેષ મારી વૃત્તિ પણ આપના સમાગમમાં રહેવાની રહે છે પણ કાળ દુષમ પ્રવર્તે છે. ઉદય-યોગનું પણ પ્રબળપણું છે. જેથી હાલ તો બંનેની ઈચ્છા સફળ થાય એ જ ઈચ્છવું શ્રેયસ્કર છે. તો પણ મારા જેવા પામરનો સંગ આપને શું ફળદાયક થશે ? કોઈ સત્પુરૂષને ઈચ્છો કે જેથી સર્વે સાધન સુલભ થાય. મારી તેવી યોગ્યતા નથી. હું પણ તે જ ઈચ્છાનો કામી છું. કામસેવા ઈચ્છું છું.
એ જ લિ. અલ્પજ્ઞ સેવક અંબાલાલના સવિનય નમસ્કાર,
પત્ર-૩૭
P
506
સં. ૧૯૬૧ના કારતક સુદ
પૂજ્ય ભાઈશ્રી મનસુખભાઈ વિ. કીરતચંદ
આપનો એક પત્ર મળ્યો. રીપોર્ટ ત્રણ મલ્યા છે. પેપરોમાં આર્ટીકલો આપવાની જરૂર છે. પણ તેનો તરજુમો આપ પાસે કરાવી મંગાવ્યો હતો. કારણ કે વખતે સુધારો કરવા જણાવાય. તેટલા માટે તરજુમો કરી
૨૨૧
Page #299
--------------------------------------------------------------------------
________________
O GSSSSSSS) સત્સંગ-સંજીવની
DO
મોકલવા કૃપા કરશો. આજે ટ્રસ્ટફંડ માટે પૂ. રેવાશંકરભાઈનો ખુલાસો માંગ્યો છે. વાર્ષિક રીપોર્ટ અત્રેની પુસ્તકાલયનો (શ્રી સુબોધશાળાનો) બહાર પાડવા વિચાર છે, પણ વગર પૈસે અત્રે કોઈ લખી આપનાર નથી. તેને માટે શું કરવું તેનો યોગ્ય ખુલાસો ઈચ્છું છું. તેમજ કેટલાક ધારા બાંધવાની ઘણી જ જરૂર છે. આપ જેવાનો અત્રે થોડો વખત સમાગમ જો રહ્યો તો બહુ ઉપકાર થાય. રૂા.૧૩/- છ આના આપે શ્રી રેવાશંકરભાઈને ત્યાં આપ્યા હશે ? શ્રી દામજીભાઈની તબીયત કેમ છે ? આરોગ્યતા લખશો. રીપોર્ટમાં જણાવેલા પુસ્તકો પૈકી કેટલાક મંગાવવાની જરૂર છે. શ્રી પાબંદીજી ક્યાં મળે છે તે જાણવા ઈચ્છું છું. હાલ એ જ.. - સેવક અંબાલાલના નમસ્કાર
પત્ર-૩૮ (૧) મોહ ગર્ભિત (૨) દુ:ખ ગર્ભિત વૈરાગ્ય તજીને જ્ઞાન ગર્ભિત વૈરાગ્યમાં આવવું.
હાલ આટલી સામાન્ય નીતિ લખી (૭૦૦ માંથી) છે. બને તેટલી યાદ રાખવી. તે પ્રમાણે વર્તવા ઉદ્યમી થવું. વળી તમો ધર્મની પરમ જિજ્ઞાસા રાખજો અને વર્તમાનમાં અંતઃકરણમાં જેવા ભાવ વર્તતા હોય, જેવો નિયમ રાખ્યો હોય તે લખી જણાવશો એટલે તે પ્રમાણે તમને લખી શકાય.
જેમ બને તેમ અંત:કરણથી શુદ્ધ ભાવે દેવ, ગુરૂ, ધર્મની ઓળખાણ કરવી. કરીને પછી યથાયોગ્ય વ્રત, પચ્ચકખાણ, નિયમ, તપ-જ્ઞાન-ધ્યાન ઈત્યાદિ કરવું. કરવા ચૂકવું જ નહીં. એમ કરવાથી અને સંસારનો અનિત્યભાવ વિચારવાથી અંતઃકરણ નિર્મળ થશે ને તેથી સંસારથી ન્યારા થવાની જિજ્ઞાસા રહેશે. ત્યારે કાંઈ પાત્રતાનું લક્ષણ થશે. ત્યાં સુધી તમો યોગ્ય પાત્ર થાઓ. હું પણ યોગ્ય પાત્ર થઉં. વધારે આગળ જોઈ લઈશું. એમ કરતાં કોઈ સહુરૂષનો યોગ મળશે ત્યારે સમકિતની પ્રાપ્તિ થશે. હાલ તો જેમ કરતાં હોય તેમ દ્રવ્ય અને ભાવથી તપ, જપ કરવા ઉપર બહુ ધ્યાન દેવું અને તે જ્ઞાન સહિત કરવું અંતઃકરણથી કરવું. લોક ચાલે, લોકલજ્જાથી ન કરવું. જો અંત:કરણથી ઈચ્છયું હશે તો સત્વરૂષની કૃપા થશે. માટે ધર્મકૃત્ય ચૂકશો નહીં. વારંવાર શુદ્ધ ભાવે નીચેના વિચારો ધ્યાનમાં રાખવા.
હે આત્મા ! વિચાર કર. આ સંસારનો ભયાનક દેખાવ, ભયાનક સ્વરૂપ, દરેક જગોએ તું જુએ છે. છતાં તું તેમાં રતિ કેમ પામે છે ? તું તો અનંત સુખનો ધણી છું. પણ તે ભૂલી જઈ મોહને વશ થઈ મોહરૂપ મદિરા પાન કરી સંસારમય ભયાનક સ્થાનકમાં રખડે છે. અનેક કૃત્યો કરે છે. જુદા જુદા સ્વાંગ ધરે છે. તારું પોતાનું સ્વરૂપ ભૂલી જઈ પુદ્ગલીક સુખ જેમાં અનેક દુ:ખ રહ્યાં છે, તેમાં આસક્તિ પામે છે. કેવી મૂર્ખતા ! કેવી વિચિત્રતા! તને વિચાર નથી આવતો શું ? કે આ મારાં પુત્ર, પુત્રી, આ મારી સ્ત્રી, મારો ભાઈ, મારો બાપ, મારૂં મકાન, મારી વાડી, મારો ધણી, મારૂં ઘર, મારી કાયા, મારી માયા ઈત્યાદિક દરેક વસ્તુ મારાપણે માની રહ્યો છું. તે જો ને, એમાં તારું શું છે ? એ તો વિનાશી છે. તું અવિનાશી છે, ત્યારે એનો જોગ કેમ બને ? ને જો તે બન્યો તો કેવા કેવા વેષ ધારણ કર્યા. કોઈક પ્રસ્તાવે જોગી થયો, કદા ફકીર થયો, નારી થયો, નપુંસક થયો, પુરૂષ થયો, ભિક્ષુક થયો. ઈત્યાદિ ઘણા વેષ ધારણ કર્યો. તેમાં તારી શી ગરજ સરી, માટે હવે તો તેથી વિરક્ત થઈ જેમાં અનંતસુખ એવું અવિચળ મોક્ષ તારૂંજ ઘર સદા રહેવાનું સ્થાનક તે પ્રત્યે પામવાનું યત્ન કર અને આ પર વસ્તુ મૂકી દે.
ધિક્કાર છે, ધિક્કાર છે તુજને કે અનંતાકાળ રખડવા છતાં હજુ સુધી તૃપ્તિ પામતો નથી. અનંતા ભવ 'કર્યા છતાં મેરૂ પર્વત જેટલું ખાતા છતાં, સમુદ્ર જેટલું પાણી પીધા છતાં, હજુ સુધી તૃપ્તિ પામતો નથી એ કેટલી
૨૨૨
Page #300
--------------------------------------------------------------------------
________________
GSRF સત્સંગ-સંજીવની MEM)
જh;
જ 1
0
»ળ રે
જાડું
-
બt
2 - - 3 -૬-
.
» 2 3 છો 51 ૫૧૧L 3 4 5A YU o=5 *1, ૨ ૨? 1') ૫ ૬, ૮૦ ૨૪૫ ૬ ૭ ને ; . . ૬ ૨૬ વ મ લ કંs | c• તે q . કે તેને મ ક 62 ન $ M. ૮ 34૨ . Arn 2.4- 2 $ **2 * ૨ બ 1 +જ - ૧ ; <^ A » મ. 5 - ના ઉ ોગ -
રૂ. 1 A A 2 ] NI 5 બ દ દિ ૫ ૨ ૬૮+ + 54 છે અને ૮૧ 41 25 : ૧ 3. ૧૧ 51 . 3 4 5 nઃ- ગે ૧ ?v 3
- કે 25 નું L = 3, 4, 51 (1 - - 2 , ખ): , . 25 કે 1 ને ગ5નું કે . . . ઉપ 31 3. 31 2 ૬ : 21 2 2 કે 3 ms. .' » 1, હી. મે, 2021 - 9
31 no 17 ફેઝ ૨હે - 25 AM 1 -- ..- તેનો $571% |
1 t y 15 ટકી કે 2 h1 { }) ; • રૂ|. ૫ રૂ ને 5ી 3 - ૪ બૈ ! - જન et 1 + 3 { É
° 2 એં બ. ૧ ૧ ૧ ૦ + 3 4 5
O
.. દિષ્ટ ભાભા . મન
શ્રી ખત્રાતું તેવું ' તર્ક / --- ‘અભS ફીરતવંદુ યy
2 મ ત - - - ૧૯૦દુમ9 જઈ સેeશ્રી સં33 યરૂપયન મદ ~ બ - મુંબ- 7 2
72 suis પાછુ અનામ્બિ૨૮. રકમ પછી તે ૨૨છે , તે રિટ અરી.
દtીર્ષક૨તનું અહ, ધિ . બન્નેવી બ્યુરતઃ સ.ન. નવાબને જ છે અવશ્ય તેમ ઉદલ્હી મત પવા માં આવશે. 4 મશ્વ ડુંધ છcી કુ માલવની સ્મશ્રએ પંદર્યક્રપી. ૨ચૂછે છે કે પાર્થ કે ફેસ થવા તવેમet ચક્ષુ ૨૨તા ની પમા૫ ભયકું ફેમ અધિ૨ા તેને અટકાવવાનો વિ પ ન શું ?' બા બનવા ઈગ્ન તેને હમ . ઉચી ચંદે ય ઉતરવરત “ ૬પ૬ર૬ ને સર રેન ટર- ૨૪ નમીનના ૧ ન*-૬ .
4 - - ,
- ?*
પૂ. શ્રી અંબાલાલભાઈએ પૂ. શ્રી મનસુખભાઈ ઉપર લખેલ પત્રો
Page #301
--------------------------------------------------------------------------
Page #302
--------------------------------------------------------------------------
________________
GSSSB સત્સંગ-સંજીવની હSSA SSA SA) ()
I
બધી મૂર્ખતા ! ધિક્કાર છે તુજને, નામનો બોળવાવાળો દુષ્ટ, પાપિષ્ટ, મૂઢ, સર્વ જગતને નિંદવા યોગ્ય એવો શત કોટિવાર તુને ધિક્કાર છે. આટલું આટલું થતાં તુને શાન ન આવી માટે હવે જાગૃત થયો ત્યારથી પ્રભાત એમ ગણી પવિત્ર પુરૂષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક ગ્રહીને નિયમ પ્રમાણે પ્રવર્તન કર. એમ વારંવાર વિચાર કરવાથી અંદર એવો સવાલ ઉઠશે કે આ બધું શું છે ? ત્યાગું છું, મૂકું છું. આ મારે ન જોઈએ એમ અનેક સવાલ ઊઠશે તે ધ્યાનમાં રાખવા. આ ઉપર લખેલા ટુંક વિચાર છે પણ પોતાની બુદ્ધિ વડે તેનો વિશેષ વિચાર કરવો. અને તે વેળા ચળવિચળ દેહ ન થવા દેવો જોઈએ. અને મનનો નિગ્રહ કરવો જોઈએ. એટલું થશે તો એમાં જ સર્વ છે, પામી શકશો. પાત્ર જોઈને કામ કરવું ધ્યાનમાં રાખજો. વારંવાર ઉપર પ્રમાણે સંસારનું અસારપણું ઉદાસીન ભાવે ચિંતવજો. જુઓ, જગતને સારું દેખાડવા અનંતકાળ પર્યટન કર્યું પણ તેમાં આત્માનું કાંઈ હિત થયું જણાયું નહી. માટે હવે તો સહુરૂષને દેખાડવા યત્ન લેઈશું તો ખચિત આપણું સ્વસ્થાનક મોક્ષપુરી તે પ્રત્યે પામીશું એ નિઃસંદેહ છે. પણ તે પામવા અગાઉ તેના લેણદાર હરકત કરશે જ, ને તે માગનારાને પૂરેપૂરો હિસાબ ચૂકતે આપીશું એટલે અબંધ પરિણામે ભોગવીશું તો ફરી તેઓ લેવા આવશે નહીં. ને તે લેવા આવનારને માટે કાંઈ પણ ન કહેતાં સમભાવે ભોગવી લેશું. તે ભોગવતાં વિચાર કરવો કે જો, આત્મા ! તેં પૂર્વે એવાં કર્મ કર્યા હશે તો તે ભોગવવાં જ પડશે. તે ભોગવ્યા વિના છૂટકો થવાનો નથી માટે વિચાર. જેવા આ ભોગવવા પડે છે તેવા હવે જો ન બાંધીશ તો નહીં ભોગવવાં પડે. માટે આવે તેને ભોગવી લે. અને તે ભોગવતાં જો ખેદ થતો હોય અથવા દુ:ખ લાગતું હોય તો તેનાં કારણ તું જાણી લે. જીવને દુઃખ થતાં હર્ષ કે શોક કરવો નહીં એજ ઉત્તમ આત્માનું લક્ષણ કહેવાય. તો તે પ્રમાણે વર્ત અને ઉલટો આત્માને નિંદો કે હે પાપિષ્ટ ? પૂર્વે જેવાં તે કર્યો એવા ઉદય આવ્યાં છે તો તું નહિ ભોગવે તો કોણ ભોગવશે ! માટે હવે નવાં ન બંધાય એ વિષે સાવધાન રહે એમ વારંવાર વિચાર કરજે.
જેનાથી એક પળ પણ જીવવાની આશા નહોતી તે તેના વિના જીવાયું જેના માટે કોઈપણ દિવસ તારૂં મોટું ન જોઉં તને ન બોલાવું તેને જ ઘરે આજે પુત્ર, પુત્રી, દાસ-દાસીપણે ઉત્પન્ન થયો છે. આશ્ચર્યની વાત છે. વિચારતાં વૈરાગ્યને આપે છે. જેને હાલ આપણે મિત્રપણે સગપણપણે માનીયે છીએ તેજ મિત્રે પૂર્વે અનંતવાર આપણા માથા કાપ્યા, આપણા શરીર છેદ્યાં તેનો જ પાછો સ્નેહ એ કેવી આશ્ચર્યકારક વાત છે. જે જીવે આપણી ચરર કરતી ચામડી ઉતારી ધુંસલ મુસથી કડકા કર્યા તેનાજ ઘરે પુત્રપણે અથવા હરકોઈ સગપણપણે ઉપજવું થયું એ પણ મહાવૈરાગ્યને આપે છે. જે સ્ત્રીને મા રૂપે કરી તેની સાથે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ જે આપણો અનંતી વાર પતિ થયો તેને આજે પિતારૂપે, પુત્રરૂપે મોહિની લાવીયે છીએ આ બધો વિચાર હૃદયમાં ચિતરાઈ રહેતાં મહાવૈરાગ્યરૂપ થઈ પડે છે. આ ઉપરથી એમ તો સિદ્ધ છે કે સંસારમાં કોઈ કોઈનું સગું નથી, વહાલું નથી. કોઈનો સંબંધ નથી. કોની મા, કોનો તાત, કોના ભાઈ, કોની બહેન, કોની સ્ત્રી, આમ સઘળું બારીક નજરથી જોતાં કોઈ કોઈનું લાગતું નથી. એમ નક્કી માલુમ પડે છે. છતાં તેને જ મોહિનીરૂપે માની લે છે અને તેનાથી કેટલું દુઃખ સહન કરે છે. કેવી હાય વરાળ કરે છે ને દિલગીરી બતાવે છે, તે તેને જ પૂછો. અતિ સ્વાદિષ્ટ ભોજન જમવાથી રસાદિક પકવાન ખાવાથી, અને તેમાંજ લુબ્ધ થવાથી આ આત્માએ નર્ક(નરક)-તિર્યંચના કેવાં કેવાં દુ:ખ સહન કર્યા છે. તેનો વિચાર આત્માને કહીને કરો તો ખરા-તુરત બતલાવશે. વારૂં તે સ્વાદિષ્ટ ભોજને આજે મળે છે પણ પૂર્વે અનંતિફેરા ભિક્ષુના ભવે (ભિખારીના ભવે) રોગીના ભવે, લુખી જારના સાંસા હતા, ચોપડી રોટલી પણ મળવી મુશ્કેલ હતી. તેની સાથે વાટકો છાશ તો આપેજ કોણ ? તે વેળાની સ્થિતિ કેવી દુ:ખદ આ આત્માને હતી. ત્યારે તેવા ભોજન ભોગવવાવાળો કોણ ? તે પણ આત્માને પૂછી જોવું ને વધારે સ્વાદિષ્ટ ઉપર ઈચ્છા રહેતી હોય તો તેનું કારણ પણ તેને (જીવને) જણાવી દેવું આવી કાયા તે નરક ગતિમાં સુધાની ઈચ્છાએ
૨૨૩
Page #303
--------------------------------------------------------------------------
________________
@
ER SR S સત્સંગ-સંજીવની SSAS SSA) ()
પરમાધામીએ સેંકડો કડકા કરી તે આજ આવા જ પુદ્ગલના મોમાં ઘાલી હતી. તે વખતે પણ કીયો આત્મા હતો ? તે વિચાર કરતાં વૈરાગ્યનું કારણ થાય છે. આ લુગડાં, આ ઘરેણા, આ રાચ-રચીલાં, આ પેટી ઈત્યાદિકને માટે હાલ તને એમ થાય છે કે ફલાણા વિના નહિંજ ચાલે પણ તે પહેલાં તિર્યંચના ભવમાં હતો તે વેળા ફાટલું પગ લુંછવાનું લંગડું સરખું પણ તને નહીં મળતું અથવા તો ટાઢથી ધ્રુજતો કોઈના ઘરમાં પેસતો પણ તે તને હાડ હાડ કરીને કાઢી મૂકતાં તે વખતે પણ તું જ હતો. ત્યારે હવે વિચાર કર તને શી ચીજની ઈચ્છા છે ? જો ઘરેણાંની ઈચ્છા હોય તો તે પણ પૂર્વે એવા કોટિ ધ્વજાદિકના ઘરે અવતર્યો હતો તે લક્ષ્મીએ અને ઘરેણે કરીને તારું શરીર માત્ર પણ ન દેખાય પણ તે વેળા અનેક રોગ જ્વરાદિક, ખસ-ગડગુમડ ઈત્યાદિક મહા વિટંબનાના દુ:ખમાં પોકારી પોકારીને રડતો હતો તે વેળા પણ હે આત્મા ? તુંજ હતો. માટે આ વખતે તું આ ખોટી જંજાળમાં કેમ મોહી રહ્યો છે, વિચાર તો કર. પૂર્વે શેર અન્નપણ નહોતું મળતું અને ફાટેલ ગોદડીનું પણ ઠેકાણું નહોતું તે આજે હે આત્મા ! તને સારું સારું ખાવાનું અને રેશમી તળાઈ ઉપર આરૂઢ થતાં સુખ માને છે પણ જે વેળા નર્કની વેદનામાં જઈને પડીશ તે વેળા રડી રડીને પણ છૂટકો થવાનો નથી. માટે હે આત્મા ! તારી ભૂલ થઈ તે થઈ હવે વિચારીને ચાલે તો તને સુમતિ નામની સ્ત્રી મળશે.
અનંતકાળ કુમતિને વશ પડ્યાથી સુખની ઈચ્છા બહુ રાખીને સુખ મેળવવા મહેનત તો બહુ લીધી પણ તે કુભાર્યા સ્ત્રીના પગલાંથી તું દુ:ખીયો જ રહ્યો. માટે હવે સુમતિ સ્ત્રીની સાથે લગ્ન કરે જેથી તારૂં જે ઘર મોક્ષ ત્યાં પહોંચાડે અને તેમાં સદાકાળ નિમગ્ન રહે એવો વિચાર હૃદયમાં નક્કી ઠરાવીને તે પામવાનો ઘટતો માર્ગ લે. તે લેવાથી જ તે મળી જશે. અંતર દૃષ્ટિમાં પ્રવેશ કરી થએલા દુઃખોનો મનથી વિચાર કરવો કે અહો, આત્મા ! તું નિગોદમાં ગયો, ત્યાં કેવું દુઃખ હતું? - તે સ્મૃતિમાં ન હોય તો તેની સ્મૃતિ વધારે થવા નીચે લખું છું. આંખ ઉઘાડી મીંચીયે એટલામાં અસંખ્યાતા સમય થઈ જાય. યુગલીયાના સૂક્ષ્મવાળના ખંડોખંડ કરીયે, ચાર ગાઉનો ઊંડો, પહોળો અને લાંબો એવા કુવામાં સંપૂર્ણ ઠાંસીને યુગલીયાના સૂક્ષ્મવાળના ખંડો (કકડા) ભરીયા, જરાયે જગા (જગ્યા) રહે નહીં તેમ તેના ઉપર થઈ ચક્રવર્તીની સેના જાય તો પણ જરા ખાડો પડે નહીં, અગ્નિ પ્રવેશ કરી શકે નહિં, પાણીથી પલળે પણ નહિ એવો કુવો (ખાડો) હોય તેમાંથી એકવાળાઝ (વાળનો અગ્રભાગ) સો વર્ષે કાઢે, એમ કરતાં કરતાં ઘણાકાળે એ કુવો ખાલી થાય, ઘણા વરસ પણ થાય તેને એક પલ્યોપમ કહે છે. એવા દશ કોડાકોડી કુવા ખાલી થાય ત્યારે એક સાગરોપમ થાય. એવા તેત્રીસ સાગરોપમ આયુષ્યવાળો સાતમી નરકનો ભવ ઉત્કૃષ્ટ આયુષ્ય એક જીવ (આપણો જીવ) મહા વેદનીય ભોગવી આવે. એવા તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલા સાતમી નરકના ભવ કરે અને જેટલું દુ:ખ થાય તેટલું દુ:ખ એક સમયમાં નિગોદના જીવ ભોગવે છે એવું દુ:ખ અનેકવાર સહન કર્યું છે. છતાં પાછો પુદ્ગલની લાલચે વારંવાર ભૂલી જાય છે. એ હવે ન ભૂલવું એ વિવેકીનું કૃત્ય છે.
- હવે એ નિગોદના દુઃખનો અનુભવ કરવો અહીં. એટલે એવી જ કલ્પના કરવી. મનુષ્ય દેહની સ્મૃતિ તે વખતે વિસરી જવી. અંતરંગમાં એ અનુભવ કરવાથી થરથરાટ છૂટશે, શરીર કંપશે, અને અંતરંગદયા આવશે. એમજ નર્ક, તિર્યંચના દુઃખ છે. મનુષ્યમાં પણ બહુ દુ:ખી દેખાય છે. તત્વદૃષ્ટિથી જોઈએ તો આપણે પણ સુખી નથી. કારણ ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિકથી દુ:ખ વેદીયે છીએ. હર્ષ અને શોક એ વિચિત્રદુ:ખ છે. અજ્ઞાનથી અને ભૂલથી તે સુખરૂપ ભાસ્યું છે. જ્ઞાનદૃષ્ટિથી તેમ નથી. શાનદૃષ્ટિથી તો જે સિદ્ધનું સુખ તેજ ખરૂં છે અને ત્રિકાળ તે જ સત્ય છે. અને તે જ અખંડ છે. બાકી આ તો ક્ષય થઈ જવાનું ત્યાં હર્ષ શોક, કરીને શું કરવું ? રાગરૂપી શત્રુ પરાભવ કરે છે. તે ન કરે તેને માટે નીચે પ્રમાણે વિચારવું.
૨૨૪
Page #304
--------------------------------------------------------------------------
________________
15
સત્સંગ-સંજીવની
અલ્પ આહા૨ ક૨વો, કારણ જેટલું બોલવું, કોઈ આકરા શબ્દો કહે તે જાણવા પણ માનવા નહીં કે તેં કેમ કીધું ? કોઈ કઠોર શબ્દ કહે ત્યાં એવો વિચાર કરવો કે એ અજાણ છે. અજ્ઞાનના આવેશથી એ એમ કહે છે તો આપણે શું એમાં ? શુભ-અશુભ પુદ્ગલોથી વૈરાગ્ય રાખવો. જેમ બને તેમ બંધનથી રહિત થઈ જવાની ઈચ્છા કરવી.
ટૂંકમાં આત્માનો ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ નિશ્ચય ગુણ છે. જ્ઞાનગુણ એટલે જડચેતનનું જાણવું. જાણીને જડની મમતા મૂકવી. જાણવા રૂપે રહેવું. દર્શન ગુણ એટલે વીતરાગે કહેલા જે પદાર્થ યથાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવે કરી સત્ય છે એમ વિચારી દૃઢતા કરવી, સંશય ન કરવો. ચારિત્રગુણ એ છે કે અનંતાનુંબંધી ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદીક સોળ કષાય, નવ નોકષાય હાસ્ય, રતિ-અરુતિ, ભય-શોક-દુગંચ્છા, સ્ત્રી-વેદ, પુરૂષવેદ, નપુંસકવેદ, એ પ્રકૃતિ ૨૫ નો ઉપશમ અથવા ક્ષય ને ચારિત્રગુણની મતલબ એ કે એને ત્યાગ કરી સ્થિરવૃત્તિ કરવી. પોતાના ગુણમાં રહેવું એ જ ચારિત્ર ગુણ. જે વખતે ક્રોધ કરવાની મરજી થાય તે વખતે વિચારવું કે અહો આત્મા તું શા માટે ક્રોધ કરે છે ? તું અનાદિકાળ સંસારમાં રખડયો તે ક્રોધથી જ. હવે ન ક૨, સમતા રાખ, એમ ને એમ વિચારપૂર્વક રહેવું એટલે સર્વે સારા વાના થશે. એટલે પરિણામે સિદ્ધિ થશે.
સર્વ જીવને એક જ સમભાવ દૃષ્ટિએ જોવા. પુદ્ગલ ગીતાના દોહરા વાંચતા જવું ને એકેક દોહરાના અર્થ મનન કરી જવાં આત્મા ને પુદ્ગલનું ભિન્ન ભિન્ન જાણપણું કરવું. એમ કરતાં કરતાં સમજણ વધશે ને સમતા વધશે. મનુષ્યનો ભવ બહુ દુર્લભ છે. જે ધર્મ કૃત્ય કર્યું તે ખરૂં. વધારે શું લખવું ? દેહ ને આત્મા જુદા છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે. દેહનો સ્વભાવ સડન-પડન-વિધ્વંસન છે, આત્મા તેથી રહિત છે. આવું પોતાનું મૂળ રૂપ છે. અને તે મૂળરૂપ અવર્ણનીય છે. વચનથી કહેવાય નહીં એવું છે. મહાસુખરૂપ છે. એમ પૂરણ ભિન્નતા કરી મોહથી રહિત થઈ જવું. આવું મૂળરૂપ છે. પણ તે સત્પુરૂષોની કિરપાથી જ અને પોતાની પાત્રતાથી મળી શકે. સરળભાવ આવવો જોઈએ, વિષમભાવ જવો જોઈએ, ત્યારે તે પદ મળે. સત્પુરૂષોની કૃપા દૃષ્ટિથી તમને અમને મળશે. જો પાત્રતા થશે ને તે સત્પુરૂષની ખાત્રી થશે તો કૃપા થશે. એ જ આ લખ્યું છે, તે મારૂં પ્રવર્તન નથી, વર્તવા ઈચ્છા છે, તે પૂર્ણ થાઓ. મારી સ્મૃતિ પ્રમાણે લખ્યું છે. તેમાં કાંઈ ભૂલ હોય તે સુધારી વાંચશો.
જગત મોહમાં ડૂબ્યું છે. ત્યાં શું કરવું ? કાંઈ જ નહીં. તેથી રહિત થઈ જવું. સમ્યક્દશા પામવી બહુ દુર્લભ છે. સત્પુરૂષ કૃપા કરશે, ત્યારે પામીશું. હું યથાર્થ જાણતો નથી. જેમ જાણ્યું છે. તેમ લખ્યું છે. યથાર્થ તો તે પુરૂષ જાણે છે. એમ મને પૂર્ણ ભરૂસો છે. તે સત્ય જ છે. તે પુરૂષ મહાયોગિંદ્ર છે તેનું સ્મરણ ધર્મ ભાવનાથી કરવું એ જ શ્રેય ક૨ના૨ છે. બાકી તમે અમે એક જ પદના ઈચ્છક છીએ. એજ ઈચ્છા પૂર્ણ થાય. એવી માગણી પ્રભુ પારસનાથ પાસે નમ્રતાપૂર્વક કરવી એ જ ધર્મ. એ જ ખરો છે.
હે જીવ ! પોતાના મનને વિચારી, વચનને, કાયાને, દેહને વિકારથી પાછું વાળીને વચન કાયાથી પ્રેમ છોડાવીને અરે જીવ ! નિર્વિકાર શાશ્વતી સંપદાનો ધણી આપણો આત્મા સુખરૂપ છે. બાહ્ય વ્યવહાર કર્મ છાંડવો. જ્યાં તારો અનંત ચતુષ્ટયનો અનુભવ સ્વાદ હોય ત્યાં વ્યવહાર ભલો કેમ લાગે ? તેને કારણે વ્યવહાર છાંડીને આત્મજ્ઞાન, અનંતગુણ મહિમા ભંડાર ત્યાં પ્રવેશ કર.
---|||---
૨૨૫
Page #305
--------------------------------------------------------------------------
________________
SS
S SYS સત્સંગ-સંજીવની (SME Sી
પૂ. શ્રી અંબાલાલભાઈએ સ્તવનના કરેલ અર્થ પરમ વીતરાગ – પરમ કૃપાળુ પરમાત્માને નમસ્કાર હો ! શ્રી આનંદઘનજી કૃત ચોવીશી મળેનાં પાંચ સ્તવનોના પૂ.શ્રી અંબાલાલભાઈએ અર્થ ભરેલ :
ૐ પહેલા શ્રી ઋષભજિનનું સ્તવન (૧) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝયો સાહીબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદી અનંત. ll૧ // ' અર્થ : હવે શુદ્ધ ચેતના પોતાની શ્રદ્ધા સખીને કહે છે કે હે સખી ! ઋષભ નામના જિનેશ્વર મારા પ્રિય પતિ છે, કે જેથી મારા સ્વ. પતિની વાત જાણવાથી તેમના સર્વ વૃત્તાંતને તું પોતાની મેળે સમજી જઈશ કારણકે નૃપતિ જો વશ હોય તો બીજા તેના દળ, પૂર, અધિકારાદિક વશ હોય જ. તેમજ જો પતિ સ્ત્રીના કથનમાં હોય - તો બીજા બધા પણ સ્ત્રીના કથનમાં હોય છે. માટે એવા જે ઋષભ - આત્મ સ્વરૂપ પતિ કેવા છે ?-કે જે રાગદ્વેષ,
અજ્ઞાનાદિ દોષથી રહિત નિજ ઉપયોગમય, જ્યોતિ સ્વરૂપ, સદા પ્રકાશમય, એવા છે. જેથી ઓર કહેતાં બીજાં જે રાગાદિકે યુક્ત એવા જે દેવ - ગુરૂને પતિરૂપે હું ચાહું નહીં. કારણકે મારા પ્રાણપતિનો એવો સ્વભાવ જ છે કે મારા ઉપર રીઝયો કહેતાં તુષ્યમાન થયો એટલે મારો સંગ કર્યો ત્યારથી તે અદ્યાપિ સુધી મારો સંગ પરિહર્યો નહીં તેમ હવે પછી સાદિ અનંત ભાંગે એટલે કોઈપણ કાળે મારો સંગ પરિહરે નહીં એટલે મારો સાહેબ રીઝયા પછી વિછડવામાં સમજે નહીં. (૨) પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય,
પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. || ૨ // , અર્થ : સમસ્ત જગત વાસી જીવો અસદ્દગુરૂ, અસદેવ અને અસધર્મ પ્રત્યે જે કાંઈ પ્રીત સગાઈ કરે છે. તે કેવી કરે છે? તો કે અન્યોન્ય માન પૂજા મળવા અર્થે, સારૂં દેખાડવા અર્થે તથા ફળને અર્થે સંસારિક પ્રીતિ કરે છે. તે પ્રીતરૂપી સગાઈથી કાંઈ થાય નહીં. કારણ કે પ્રીત તો સ્વભાવનું મળવું તે છે, અને તે નિરૂપાધિપણે એટલે આધિ, વ્યાધિ, ઉપાધિ આદિ વિભાવ દશાએ કરી ઉપાધિ સહિત પ્રીતની પ્રાપ્તિ ઈચ્છે છે કે તેથી સ્વસ્વરૂપમય એવું પરમધન ખોવે કેતાં આત્મગુણનો નાશ કરે છે. (૩) કોઈ કંત કારણ કાષ્ટ ભક્ષણ કરે રે, મિલસું કંતને ધાય,
એ મેળો નવિ કહીએ સંભવે રે, મેળો ઠામ ન ઠાય. / ૩ / ' અર્થ: વળી હે સખિ ? કોઈક તો પોતાના પતિને મેળવવા કારણે કાષ્ટ ભક્ષણ કરે છે, અર્થાત્ કોઈ પંચાગ્નિ, ઝુંપાપાત, સમાધિ કરે છે, કોઈ હિંડોળે ઝુલે છે, કોઈ આતાપના કરે છે, કોઈ અગ્નિમાં બળી મરે છે (એમ વિવિધ પ્રકાર સમજી લેવા) કે મળીશું, કંતને - કહેતાં પતિને પામીશું, પણ હે સખિ ! એ પ્રકારે મારા જે પ્રિય પતિ સ્વસ્વરૂપની પ્રાપ્તિનો મેળાપ કહીએ, એટલે કોઈ પણ પ્રકારે, કોઈપણ કાળે થાય નહીં. કારણ કે પતિ મેળાપસ્વરૂપની પ્રાપ્તિ સ્થળે સ્થળે થતી નથી.
૨૨૬
Page #306
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની GERS SMS
(૪) કોઈ પતિ રંજન અતિઘણું તપ કરે રે, પતિ રંજન તન તાપ, - એ પતિ રંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. ૪ ||
અર્થ : વળી હે શ્રદ્ધા સખિ ! કોઈ પતિના મેળાપને માટે, પતિરંજન થવા સારૂ અતિ ઘણો કહેતાં અનેક પ્રકારે તપ કરે છે એટલે કે એકાંત બાહ્ય ક્રિયા, શુદ્ધાશુદ્ધ વિચાર વિના લોક કે ઓઘ સંજ્ઞાએ સામાયિક, ચોવિહાર, પોરસી, ઉપવાસ, પૌષધ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તથા વળી કોઈ પતિના રંજન અર્થે શરીરને સુકવી નાંખે છે એટલે આતાપના લે છે, તથા માસ ક્ષમણાદિ ને છ માસી તપ કરે છે, તેમજ દ્રવ્ય ત્યાગ અને કેશ લોચન કરે છે. એ પ્રકારે જે જે એકાંત બાહ્ય ક્રિયા આગ્રહ - જડ પણ કરે છે તે તે પ્રકારનો પતિને રંજન થવાનો માર્ગ મેં ચિત્તને વિષ ધર્યો નથી એટલે તે તે પ્રકારે સ્વરૂપ દશાને પમાય નહીં. પણ પતિનું જે રાજી થવું તે તો ધાતુના મેળાપની પેઠે થાય છે એટલે જેવી પતિની પ્રકૃતિ છે તેવી પ્રકૃતિવંત છતો મળે, તેથી રાજી થાય કહેતાં આત્મસ્વરૂપને પામે. (૫) કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
- દોષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. / ૫ // અર્થ : વળી કેટલાક તો એમ કહે છે કે પરમાત્માની લીલા અલખ કહેતા લખી ન જાય તેવી છે. તેથી જે જે ઈચ્છાએ જે કાંઈ કરીશું તે તે પ્રમાણે આપણી ઈચ્છા પૂરી પાડશે અથવા એની મેળે આપણો ઓધાર કરશે. હે સખિ ! એવા જે નિર્દોષ એટલે રાગાદિ દોષ રહિતને લીલા ઘટે નહીં તથા નિર્દોષને લીલાનો વિલાસ હોય નહીં અને પરમેશ્વરને જે લીલા દેવરાવવી એતો ઘેલીનું પહેરણું સાચું એમ થયું. (૬) ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ,
કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદઘન પદ રેહ. // ૬ // અર્થ : પણ પતિનો મેળાપ કેવા પ્રકારથી થાય તે હે સખિ ! તું સાંભળ. ચિત્તની પ્રસન્નતાએ કરી પરમ પ્રેમ, એક રસ પણે, અખંડિત ભાવે - એટલે કયારેય પણ ચલિત ન થાય એવા નિજ ઉપયોગની તારતમ્યતાએ જે પૂજનનું ફળ કહ્યું છે તે પ્રમાણે પૂજા કરે અને તે પણ કપટ રહિત નિષ્કામપણે, નિષ્કપટ થઈને, બહિરાત્મપણું ત્યાગીને અંતર આત્માને વિષે સ્થિર સ્વભાવે આત્મ સ્વરૂપને ચિંતવતો, આનંદ શબ્દ જ્ઞાનાનંદનું જે પદ એટલે નિજરૂપમય અનિંદ્રીય સુખ તેની રેખાને પામે અર્થાત્ વિલાસને પામે.
ઈતિ પ્રથમ જિન સ્તવન સમાપ્ત
બીજા શ્રી અજિત જિનનું સ્તવન (૧) પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ,
જે તે જીત્યારે તેણે હું જીતીયો રે, પુરૂષ કિશું મુજ નામ ....પંથડો / ૧ // અર્થ : મહાત્મા આનંદઘનજી સુમતિ પ્રત્યે કહેતાં છતાં અને જગતના જીવોને ઉપદેશરૂપે જણાવતાં છતાં કહે છે કે – બીજા જિનેશ્વરના મારગને નિહાળું – કહેતાં જોઉ એટલે જે પદને અજિત પ્રભુ પામ્યા તે પદને હું ગવેણું . તે અજિતનાથ કેવા છે !- જે રાગદ્વેષ જિત્યા ન જાય તેવા અજીતને જેણે જિત્યા છે અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણ જેના ધામ છે એવા હે પરમેશ્વર ? જેને તમે જીતી ગયા તે રાગદ્વેષ મને જીતી જાય છે, તો હે પરમેશ્વર ! મારૂં પુરૂષ નામ કીસ્યું કારણકે સ્વધર્મની ઓળખાણ રાગાદિક દોષથી રહિતપણે થાય છે. તે દોષોને હું જીતી શક્યો નહીં અર્થાત્ તે દોષને જે જીતે નહીં તેનું પુરૂષ નામ કહેવાય નહીં.
૨૨૭
Page #307
--------------------------------------------------------------------------
________________
OR RECR સત્સંગ-સંજીવની SKERS RSS
(૨) ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર;
જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. .....પંથડો // ૨ / અર્થ : હે પરમેશ્વર ! બાહ્ય દૃષ્ટિએ કરી તમારું જે આત્મિક સ્વરૂપ... વીતરાગભાવને પામેલો પરમાત્મ ધર્મ, જોતાં થકાં આ સમસ્ત સંસાર ભૂલી ગયો છે, એટલે ધર્મનો માર્ગ અન્ય પ્રકારે કલ્પીને અન્ય પ્રકારે માને છે તથા વળી કેટલાક તો તમારો જે યથાર્થ શુદ્ધ જૈન ધર્મ તેને નામથી જૈન માર્ગની રીતે અન્યથા પ્રકારે પ્રવર્તાવે છે એટલે કોઈક તો બાહ્ય ક્રિયામાં રાચી રહ્યા છે. કોઈક તો એકાંત વ્યવહારને સિદ્ધ કરે છે, કોઈક કુળ ધર્મના આગ્રહી થઈ રહ્યા છે. એવી રીતની વિપરીતતા પ્રતિકૂળતા તમારા માર્ગથી થઈ રહી છે, કે જે નયણે કરી એટલે જ્ઞાનદૃષ્ટિએ કરી તમારો માર્ગ જોઈએ તે જ્ઞાનરૂપી નયનનો વિરહ પડયો છે. તમારા શુદ્ધ ધર્મને દિવ્ય વિચારથી કરી જાણવું એ જ તમારો માર્ગ છે અને તે તમારો માર્ગ જ્ઞાનરૂપ ચક્ષુથી જોવાય છે, ચર્મચક્ષુથી નહીં. (૩) પુરૂષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય;
વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં થાય. ...પંથડો / ૩ //. અર્થ : વળી હે પરમેશ્વર ! જે જે જ્ઞાની પુરૂષો પરમસ્વરૂપ એવા નિર્વાણ પદને પામ્યા તે શ્રેણિને અનુભવે કરી જોતાં તો સર્વ એક જ દ્વારે કરી પામ્યા છે કે જે માર્ગમાં મતભેદ, અસરળતા, ઉન્મત્તતા, ભેદાદિક એવું કાંઈ નથી અને જગતના જીવો તે તે દોષોમાં એટલે મતાભિગ્રહમાં, કુળ ધર્માચારમાં, સહજ સહજ બાબતમાં અન્યોન્ય વાદ વિવાદની પરંપરામાં પડી રહ્યા છે. તે વિચારી જોતાં તો સઘળુએ જગત આંધળે આંધળુ કુટાય છે તે વિષે
સૂયગડાંગ” સૂત્રના પહેલા શ્રુત-સ્કંધના બીજા અધ્યયનમાં કહ્યું છે કે :- “ગંધો ગંધ પુનિતા પુરમા II 7 Tછ' એટલે જેમ આંધળો આંધળાને ગ્રામાંતરે લઈ જવા વાંછે પણ તે પોંચી શકે નહીં તેવી રીતે જ્ઞાન રહિત, સત્યા સત્યના વિવેક વિના શાસ્ત્રના પરમાર્થથી અજાણ એવા અસગુરૂ કે જે પોતે સદ્ગુરૂની માન્યતા મનાવી રહ્યા હોય છે, તે તથા તે પોંચી શકે નહીં તેવી રીતે સરૂની માન્યતા મનાવી રહ્યા છે, તે તથા તેના આશ્રયે વર્તતા એવા બાળ, અજ્ઞાની, અભણ જીવો તમારા માર્ગને પામી શકે નહીં. કારણકે તત્ત્વ વિચાર કરીને તથા અંતર્મુખ દૃષ્ટિએ નિજસ્વરૂપનો વિચાર કરતાં તે જ સ્વરૂપ સ્થિતિએ જે પ્રવર્તવું તે તો પગ મુકવાને પણ ઠામ ઠેકાણું પડવું કઠણ છે એટલે પગલું માત્ર પ્રવર્તવું કઠણ છે.... . (૪) તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોઈ;
અભિમત વસ્તુ જે વસ્તુ ગતે કહે રે, તે વિરલા જગ જોય. ....પંથડો || ૪ || અર્થ : વળી હે ભગવાન ! વિચારના તર્કથી કરીને વાદની પરંપરાએ અને વિવિધ પ્રકારના કથનની પરંપરાએ જુદા જુદા મતની સ્થાપનાઓ જોતાં તો હું તો શું ? પણ કોઈએ પાર પહોંચી શકે નહીં. અભિમત કહેતાં હે પ્રભુ ! પામવા યોગ્ય જે વસ્તુ નિજસ્વરૂપ તે નિજસ્વરૂપના ઉપયોગપૂર્વક પરમાર્થપણે યથાર્થ રીતે, સાવા શૈલી યુક્ત, નિષ્પક્ષપાતપણે માર્ગ જણાવે તેવા પુરૂષ તો આ જગતને વિષે વિરલા જ છે એટલે ક્વચિત્ જ છે અને મહત્વ તથા બલિહારી પણ તેવા જ પુરૂષની છે. (૫) વસ્તુ વિચારે રે દિવ્ય નયણ તણો રે, વિરહ પડયો નિરધાર;
તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. ....પંથડો / ૫ // અર્થ : હે પ્રભુ ! યથાર્થ સ્વરૂપનું વિચારવું એવું જે જ્ઞાનરૂપી નેત્ર તે પામવાનું જે સાધન તેનો તો વિરહ પડ્યો કહેતાં - તેવા સત્પુરૂષો કે જે યથાર્થ સ્વરૂપને પામેલા, આત્મ સમાધિએ યુક્ત તેવા જ્ઞાનાવતાર પુરૂષોની
૨૨૮
Page #308
--------------------------------------------------------------------------
________________
SHERS સત્સંગ-સંજીવની )
Km પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ થઈ પડી છે. કદાપિ મહાન પુણ્યોદયે તેવા પ્રગટ જ્ઞાની પુરૂષની પ્રાપ્તિ આ કાળને વિષે
થઈ ને તે યથાર્થ સ્વરૂપ અને પરમાર્થ માર્ગ બોધે તે પુરૂષ પ્રત્યે જગતના જીવો તેથી વિમુખપણું પામ્યા કરે છે. કારણકે તરતમ જોગે એટલે જે જે કુલ સંપ્રદાયના યોગે જે જે ધર્મમતમાં પોતે પડેલા હોય છે તે તે મતમાં ને તે જોગની વાસનાયુક્ત બોધથી પ્રવૃત્તિ રહે છે, કે જેથી યથાર્થ માર્ગ કયાંથી પામી શકે ? હે પ્રભુ ! પણ મને તો આપ જેવા યથાર્થ માર્ગના ઉપદેશકના સુગંધરૂપી બોધબીજ જ્ઞાનનો મારે આધાર છે. (૬) કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ,
તે જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ ....પંથડો // ૬ / અર્થ : જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા સ્વરૂપ એવા સદ્ગુરૂ પ્રત્યે, રાગાદિ દોષના વિલયપણે નિષ્કામી થઈને તાદાભ્ય પણે અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થવા રૂપ પરમાકાંક્ષા એવી કાળરૂપ લબ્ધીને લઈને તમારો જે સ્વરૂપમય માર્ગ તેને જોઈશું એજ મારી પરમ પ્રેમે પૂર્ણ આશા અવિલંબપણે વર્તે છે એટલે પામવાની ઈચ્છા તારતમ્યતાએ છે. અને એ જ ઈચ્છાએ હે જિનજી ! તમે જાણજો કે હું જીવું છું. અને પૂર્વોક્ત રીતે જે કોઈ પણ જીવ પામવાની ઈચ્છાએ જીવશે, પ્રવર્તશે, તે આનંદઘનનું જે અતિંદ્રિય એવું જ્ઞાનાનંદરૂપ ફળ તેને પામશે.
ઈતિ બીજા અજિત જિનનું સ્તવન સમાપ્ત.
. ત્રીજા શ્રી સંભવનાથ જિનનું સ્તવન (૧) સંભવ દેવ તે ધુર સેવો સવે રે, લહી પ્રભુ સેવન ભેદ રે,
સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય, અદ્વેષ, અખેદ રે. સંભવ... // ૧ / અર્થ : શુદ્ધ ચેતના શ્રદ્ધા સખીને કહે છે, અને જગતના જીવોને ઉપદેશ રૂપે જણાવે છે. હે ભવ્ય જીવો ! સંભવદેવ ને ધુર કહેતાં પ્રથમ સેવો. કારણ કે - આ આત્મા અનાદિકાળથી પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, તે પ્રાપ્ત થવાને માટે પ્રથમ આમ એટલે પ્રગટ જ્ઞાની પુરૂષને સેવવાની પરમ આવશ્યકતા છે. જેમકે સુવર્ણ, ખાણમાં છતાં માટીના મેળાપે માટી રૂપ થઈ રહ્યું છે, તેમ અનાદિ કાળથી વિભાવ દશાએ કરી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જઈ અન્યરૂપે થઈ ગયો છે. માટે જે આત્મસ્વરૂપને પામ્યા છે એટલે સંભવ જિનની દશાને જે પ્રગટરૂપે પોતે અનુભવે છે એવા પ્રગટ જ્ઞાની પુરૂષને પ્રથમ સેવવાં અને તે સેવનાના ભેદને જાણીને તે સર્વ ભવ્યો તેવો કારણકે આત્મસ્વરૂપ પામવાને માટે દરેક જીવે એવા જ્ઞાની પુરૂષની જે સેવના તે સેવનાની રીતે કરવી ઘટે છે, અને તે દરેક જીવની પ્રથમ ભૂમિકા છે. જે સેવનાના ત્રણ પ્રકાર છે. તે કહું છું ૧-અભય, ૨-અદ્વેષ, ૩-અખેદ... (૨) ભય ચંચળતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ;
ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકિયે રે, દોષ અબોધ લખાવ. સંભવ.... // ૨ // અર્થ : હવે એ ત્રણ પ્રકારનું સ્વરૂપ કહું છું.
ભય : કહેતાં યથાર્થ બોધના દાતા એવા પરમ જ્ઞાની પુરૂષના સ્વરૂપ ધર્મમાં ચિત્તનું અસ્થિરપણું થાય તથા મનનું બાહિર પ્રવર્તવું થાય તેને ભય કહીએ. અને તેના પ્રતિપક્ષપણે એટલે બોધબીજદાયક એવા પુરૂષના સ્વરૂપ ધર્મમાં ચિત્તનું જે સ્થિરપણું - એકાગ્રપણું - અખંડિતપણું તે અભય કહીએ.
ષ : કહેતાં પરમ બોધબીજદાયક એવા જ્ઞાની પુરૂષની સ્તુતિમાં, ઉપદેશમાં ચિત્ત રોકાય નહીં- મન સ્થંભે નહીં તે દ્વેષપણું કહેવાય. અને તેથી પ્રતિપક્ષપણે એટલે એવા જ્ઞાની પુરૂષના સ્વરૂપના ચિંતવનમાં પરમ
૨૨૯
Page #309
--------------------------------------------------------------------------
________________
SHRESHERછે સત્સંગ-સંજીવની
)
પ્રેમ થાય, ઉપદેશેલા વચન રૂડા લાગે અને તેમના ચરણમાં પડવાનો અનન્યભાવ ઉલ્લસે તેનું નામ અદ્વેષ લક્ષણ કહીએ. - ખેદ : યથાર્થ બોધબીજદાયક એવા જ્ઞાનીપુરૂષનું સ્મરણમાં મન પ્રવર્તતું થયું થોડા વખતમાં થાકી જાય, એટલે તેમાં પ્રવૃત્તિ કરી શકે નહીં, પ્રમાદ આવી જાય તે લક્ષણ ખેદ કહીએ. અને તેના પ્રતિપક્ષપણે એટલે બોધબીજદાયક એવા જ્ઞાની પુરૂષના સ્મરણમાં, ચિંતવનમાં, ભક્તિમાં થાકે નહિ અને પરમ પ્રેમે ઉલસ્યા જ કરે તે અખેદ કહીએ. એ રીતે ઉપર જણાવ્યાં જે ત્રણ પ્રકાર અભય, અદ્વેષ, અખેદ તે પ્રમાણે જે પ્રવર્તે તેને તો સ્વરૂપ પ્રાપ્તિનું લખાવ કહેતાં ફળ થાય. અને તેવા જ્ઞાની પુરૂષની સેવામાં ભય, દ્વેષ અને ખેદ-પણું રહે તેને તો સ્વરૂપની અજ્ઞાનતાથી દોષનું પ્રવર્તન થાય. (૩) ચરમાવર્ત હો ચરમ કરણ તથા રે, ભવપરિણતિ પરિપાક;
દોષ ટળે વળી દ્રષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ.... // ૩ // અર્થ ઃ તે દોષ શાથી ટળે છે તેનું કારણ કહું છું. તેમાં પ્રથમ તો આ જીવ પોતાની ભૂલે વિભાવ દશાના કારણથી અને અસગરૂના આશ્રયે અનંતકાળથી રખડયો. તે જે જે કારણથી રખડયો તે કારણની પરિસમાપ્તિ જે જોગથી ઉત્પન્ન થાય અને સ્વરૂપ દશા પ્રગટે તે યોગને ચરમાવર્તન કાળ કહીએ તથા કોઈ વખત નહીં પામેલો, નહીં પ્રતીત કરેલો, નહીં સેવેલો, નહીં ફરસેલો એવો કોઈ પરમ જ્ઞાની પુરૂષ અને તેમનો ઉપદેશેલો એવો શ્રતધર્મ પ્રાપ્ત થાય તે છેલ્લો ચરમ કરણ કહીએ તથા સંસારની પરિભ્રમણતારૂપ ગતાગતિમાં તથા ભવની પરંપરાએ જે પ્રવર્તવું તેનો જે પરિપાક એટલે પૂર્ણાહુતિ - અભાવપણું જેનાથી થાય એવા પ્રગટ આત્મસ્વરૂપ પામેલા આપ્તપુરૂષ મળતાં જીવને જે ભય, દ્વેષ અને ખેદ એ ત્રણે દોષો છે તે ટળી જાય છે અને વળી અભય દ્વેષ અખેદ પણું પામીને રૂડી જ્ઞાનદૃષ્ટિ તેની ખુલ્લી જાય છે અર્થાત્ સમ્યગુજ્ઞાન પ્રાપ્ત થાય છે કે જેથી પ્રવચનરૂપ વાણીને યથાર્થપણે સમજવાની સમ્યગુદૃષ્ટિ વડે પરમાર્થ માર્ગની રીતિ પ્રાપ્ત થાય છે. (૪) પરિચય પાતિક ઘાતિક સાધુ શું રે, અકુશળ અપચય ચેત;
ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. સંભવ... // ૪ / અર્થ અને જે વખતે નિગ્રંથ એટલે રાગદ્વેષની ગ્રંથી છેદાઈ છે જેની એવા પુરૂષના ઉપદેશરૂપી પ્રવચનની પ્રાપ્તિ થવાથી પૂર્વે એટલે તે પ્રાપ્તિ થવા અગાઉ જે પરિચય હતો, તે દૂર થયો. અને જેના ઉપદેશથી રાગદ્વેષ પરિક્ષીણ થાય, અને જીવ નિર્વાણ માર્ગને પામે એવા સહજાત્મ સ્વરૂપ સત્પરૂષનો સર્વાર્પણપણે સત્સંગ કરે. તેથી અકુશળચિત્તનો નાશ થાય. અર્થાત્ ચિત્ત અંતર શોધમાં વર્તે. અને પછી પોતાની યોગ્યતા શક્તિએ સગરૂ આજ્ઞાએ અધ્યાત્મિક ગ્રંથો વાંચવાના જણાવે છે તે વાંચે વિચારે કે જેથી કરીને પછી પોતે પરિશીલન કહેતાં સમસ્તપણે પોતાના સ્વભાવને પામવારૂપ હેતુએ કરી પામે. (૫) કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ;
પણ કારણ વિણ કારજ સાબિયે રે, એ નિજ મત ઉન્માદ, સંભવ... // ૫ /. અર્થ : કારણથી કારજ બને છે. એટલે જિનનું જે સ્વરૂપ છે, તે આત્મ સ્વરૂપ એવા પ્રગટ જ્ઞાની પુરૂષના ઉપદેશથી સમજાય છે, અને પોતાનું જ સ્વરૂપ છે તે પણ આખપુરૂષના બતાવેલા માર્ગથી પમાય છે. માટે પ્રગટ જ્ઞાનીપુરૂષ તેજ પુષ્ટ કારણ છે. કેમકે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીપુરૂષોથી કે પોતાની કલ્પનાથી આ જીવના દોષ શું છે ? તેમ તે દોષો કેવા પ્રકારે વર્તે છે ? તે જોવામાં આવે નહીં અને એ દોષો જ્યારે દેખવામાં ન આવે ત્યારે
૨૩૦.
Page #310
--------------------------------------------------------------------------
________________
SિMS સત્સંગ-સંજીવની
)
તેને ટાળવાનો ઉપાય પણ ક્યાંથી થાય ? માટે તે દોષો ટળેલા છે જેના અને તે દોષ ટાળી શકવાનો ઉપાય બતાવનાર છે એવા નિર્દોષ જ્ઞાની પુરૂષને સેવવામાં તમે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કે સંદેહ આણશો નહીં અર્થાત્ બેધડકથી નિઃશંકપણે એવા જ્ઞાની પુરૂષની સેવા કરજો કારણ તેવા પુરૂષની મુખ્યતા છે. અને તેવા પુરૂષના કારણ વિના સ્વરૂપમય સ્થિતિ પામવાના કારજની સિદ્ધિ થતી નથી. જેમકે કોઈ અજાણ્યો માણસ માર્ગે જતાં પોતે ભૂલો ન પડે અથવા અવળે માર્ગે ચઢી ન જવાય તેટલા માટે જાણીતા પુરૂષને ઠેઠ સુધી સાથે રાખવાની આવશ્યકતા ઈચ્છે છે. તેની પેઠે સ્વરૂપ સ્થિતિ પામવાને માટે સ્વરૂપ સ્થિતિ પામેલા એવા પુરૂષની મુખ્યતા છે અને જે સાધક તેવા સગરૂથી વિમુખપણે રહીને એટલે સત્યરૂષના કારણ રહિત થઈને નિજેચ્છાએ સ્વંકલ્પનાએ પ્રવર્તે છે તે ઉન્માદપણે ભવવૃદ્ધિ કરે છે એમ સમજવું.
(૬) મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનુપ; | દેજો કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સંભવ.... // ૬ //.
અર્થ : જે એવી રીતે સદ્ગુરૂના આશ્રયથી રહિતપણે પ્રવર્તે છે તેવા બાળજીવો સેવનાની રીતિને અજાણતાં થકો સુગમપણે કરી સેવના કરીએ છીએ એમ માને છે. પણ હે પ્રભુ ! તમારી જે સેવના તે તો અગમ કહેતાં - ગમ ન પોંચે અને અનુપ કહેતાં જેની ઉપમા ન અપાય તેવી છે. તેને બાળ જીવો કયાંથી જાણે ? પણ મારી તો એટલે આ સેવકની તો એજ યાચના, ઈચ્છા છે કે આનંદરૂપી જે ઘન તેમાં તદ્રુપ સ્થિતિ તે જ કદાચિત્ એટલે કદાપિ આપો તો આપજો.
ઈતિ સંભવજિનનું સ્તવન સમાપ્ત.
ચોથા શ્રી અભિનંદન સ્વામિનું સ્તવન (૧) “અભિનંદન જિન દરીસણ તરસીયે, દરીશણ દુર્લભ દેવ;
મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ.” // ૧ // અર્થ : હે અભિનંદન જિનેશ્વર ! તમારા દર્શન એટલે તમે જે સ્વરૂપને પામ્યા તે સ્વરૂપને પામવા તરસીયે કહેતાં વાંછીયે છીએ, ઈચ્છીએ છીએ પણ તે સ્વરૂપને પામવું દુર્લભ થઈ પડ્યું છે. કારણકે જે સ્વરૂપ જેનાથી પમાય એવા જ્ઞાની પુરૂષની દુર્લભતા થઈ પડી છે. જો કે સર્વકાળ તેવા જ્ઞાનીપુરૂષની દુર્લભતા છે તેમાં વળી આવા દુષમકાળને વિષે અત્યંત દુર્લભતા હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી. અને તે દુર્લભતાથી સ્વરૂપની પ્રાપ્તિ થવી ક્યાંથી સંભવે ? આત્મસ્વરૂપ પામવા માટે જે જે મતવાદીઓ એટલે બૌદ્ધ, નૈયાયિક, જૈમિનિ, વિશેષાદિક તથા તમારા નામથી પ્રવર્તતા એવા જુદા જુદા ગચ્છાદિ સંપ્રદાયોમાં જઈને પૂછું છું તો સૌ અહમેવ કહેતા પોતાનું અહંકારપણું સ્થાપે છે. એટલે એમ કહે છે કે તમે અમારા મત પ્રમાણે ચાલો, અમે કહીએ તેમ કરો તો તમારું ભવિષ્યકાળે કલ્યાણ થશે પણ તેથી કાંઈ સ્વરૂપ સ્થિતિનો માર્ગ પામવો, સંભવતો નથી. (૨) “સામાન્ય કરી દરશણ દોહીલું, નિર્ણય સકલ વિશેષ;
મદમેં ઘેર્યો રે અંધો કેમ કરે, રવિ શશી રૂપ વિલેખ.” || ૨ //. અર્થ : કારણકે સામાન્યપણે કરીને એટલે મતાગ્રહી લોકો કરે છે તે પ્રકારે કરીને તમારું દર્શન એટલે આત્મસ્વરૂપને પામવું અતિ દોહીલું છે. જેમકે કોઈ એક જન્માંધ પ્રાણી હોય અને તેને મદ્યપાન કર્યું હોય તે પ્રાણી સૂર્યચંદ્રના સ્વરૂપને અણજાણતો થકો તેની ગુણ પ્રવર્તના ઉપકારને જાણી ન શકે તેમ. અનાદિકાળના મિથ્યાત્વાદિ દોષે કરી જાતિ અંધ છે અને વળી તેને મતાંતરના આગ્રહરૂપી મદીરા પીધો છે. તે પ્રાણીઓને
૨૩૧
Page #311
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની
)
સૂર્યચંદ્રની પેઠે પ્રકાશમાન એવું આત્મસ્વરૂપ વિશેષપણે જાણવાને ઉદ્યમવંત ક્યાંથી હોઈ શકે ? અર્થાત્ ન જ | થઈ શકે. | (૩) “હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ;
આગમ વાદે હો ગુરૂગમ કો નહીં, એ સબલો વિખવાદ.” // ૩ // અર્થ : વળી હે પ્રભુ ! આત્મસ્વરૂપ પામવાના કાર્યનો હેતુ કહેતાં કારણ તેનો વિચાર કરી જોઈએ છીયે તો જાજ છે. તમારા દર્શનમાં જે નકાદિકનું કથન થાપવા ઉથાપવાનું ચાલે છે પણ તે નયાદિક તો અતિદુર્ગમ્ય એટલે બાહ્ય દ્રષ્ટિવાળા જીવોના જાણવામાં આવે નહીં એવું છે. કારણકે નયની જે વાણી છે તે તો કોઈ જ્ઞાની પુરૂષને સંમત્ત હોય છે અને તેવા પ્રગટ જ્ઞાનીપુરૂષ આગમના પરમાર્થના જાણ ગીતાર્થ એવા જ્ઞાની ગુરૂનો આશ્રય નહીં હોવાથી તમારા દર્શનને વિષે સઘળે સ્થળે વિખવાદ એટલે વાદવિવાદ થઈ રહ્યો છે કે જેથી તમારું દર્શન પામવું દુર્લભ થઈ પડયું. (૪) ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરીશણ જગનાથ;
પિઠાઈ કરી મારગ સંચરું, સેંગું કોઈ ન સાથ.” || ૪ || અર્થ : હે જગનાથ ! તમારાં દર્શન પામવાને એટલે સ્વરૂપ સ્થિતિ થવાને માટે પૂર્વે જે કહ્યાં એવા મતાગ્રહી કદાગ્રહી અસત્સંગીના સહવાસથી મોહનીય આદિ આત્માની ઘાત કરનારા એવા મોટા ડુંગરો આડા અતિઘણા કહેતાં વધારે છે. તેવા અંતરાયો છતાં તેને નહીં ગણકારતાં ધીઠાઈ કરી તમારા માર્ગમાં પ્રવર્તે તો તમારા મારગને પામેલા એવા સયુરૂષોનો સાથ સેંગુ - માર્ગ દેખાડનાર સાથે નથી કે જેથી - સહાયથી માર્ગે પ્રવર્તી શકું.
(૫) દર શણ દરીશણ રટતો જો ફીરૂં, તો રણરોઝ સમાન;
છે જેહને પિપાસા હો અમૃત પાનની, કેમ ભાંજે વિષપાન.” || ૫ ||
અર્થ : હે અભિનંદન ! તમારા દર્શનની એટલે આત્માના સ્વરૂપને પામવાની જો હું રટના કરતો ફરું | એટલે જ્યાં ત્યાં જઈને પૂછું કે કોઈ આત્મસ્વરૂપ સ્થિતિ પામવાનો માર્ગ બતાવો છો ? તો મને તે તે બાળજીવો
વગડાના રોઝની પેઠે ગણી કાઢે છે અને પોતાના અસદ્ ઉપદેશથી, કલ્પનાયુક્ત વચનોથી, યથાર્થ માર્ગથી | વિમુખપણું થવાનું બતાવે છે.
પણ હે દેવ ! મને જે તમારી સ્વરૂપ સ્થિતિરૂપ અમૃતપાનને પામવાની જે જિજ્ઞાસા છે તેને એવા બાળ જીવો અસદ્ ઉપદેશરૂપી વિષનું પાન કરાવવા ઈચ્છે તે તેના વિષપાનથી તૃષા કેમ ટળે ? (૬) તરસ ન આવે તો મરણ જીવન તણો, સીઝે જો દરીશણ કાજ;
દરીશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ.’ | ૬ | અર્થ : હે પ્રભુ ! તમારા દર્શન પામવાનું છે કારણ તમારો બોધ તે મળે એટલે નિજ સ્વરૂપમય દશા પ્રાપ્ત થાય તો જન્મ જરા મરણાદિનો ત્રાસ કહેતાં ભય રહે નહીં. અને તમારું જે દર્શન આત્મસ્વરૂપની જે પ્રાપ્તિ થવી તે તો અતિ દુર્લભ છે. પણ તેવા આત્મસ્વરૂપને પામેલા એવા પુરૂષની કૃપાથી આત્મસ્વરૂપ પામવું અતિ સુલભ છે એમ આનંદઘનજી મહારાજ કહે છે.
ઈતિ શ્રી અભિનંદન જિન સ્તવન સમાપ્ત.
૨૩૨
Page #312
--------------------------------------------------------------------------
________________
Sિ RSS સત્સંગ-સંજીવની NR NR
પાંચમા શ્રી સુમતિનાથ જિન સ્તવન (૧) સુમતિ ચરણ કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર સુજ્ઞાની;
મતિ તરપણ બહુ સમ્મત જાણીએ, પરિસર્પણ સુવિચાર સુજ્ઞાની. સુમતિ. / ૧ //. અર્થ : સુમતિનાથ જે સ્વરૂપને પામ્યા તેવા સ્વરૂપને પામેલા એવા જ્ઞાની પુરૂષના ચરણકમળમાં આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. કેવા પ્રકારથી કરવી ?વિકાર રહિત નિષ્કામપણે કરવી. જેમકે આરિસાને વિષે જેવા પ્રકારનું પ્રતિબિંબ હોય તેવા પ્રકારનું પ્રતિબિંબ દેખાય છે તેમ નિર્વિકારપણે આત્માથી અર્પણ બુદ્ધિ કરવાથી નિર્વિકારપણું પ્રાપ્ત થાય છે. પણ બહુ સમ્મત કહેતા સમસ્ત જગતના જીવો જે પ્રકારે આત્મા અરપણાનું સ્વરૂપ કરે છે તે પ્રકારે કરવાથી તો બુદ્ધિ થાકી જાય છે એટલે અટકી જાય છે. માટે પરિસર કહેતાં સમસ્ત જગત જે પ્રકારે અર્પણ કરે છે, તે પ્રકારથી ઓસરીને, ઉપરાંઠો થઈને એટલે તે પ્રકારે નહીં કરીને ઉપર જણાવ્યું તેમ નિર્વિકારપણે કરવું એજ ભલો વિચાર છે. (૨) ત્રિવિધ સકલ તનુધર ગત આતમા; બહિરાતમ ધુરિ ભેદ, સુજ્ઞાની;
બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ, સુજ્ઞાની. સુમતિ. / ૨ / અર્થ : સમસ્ત દેહધારીઓને વિષે ત્રણ પ્રકારના આત્મા કહ્યા છે. ૧-બાહ્ય આત્મા, ૨-અંતરાત્મા, ૩| પરમાત્મા, હવે તેનું સ્વરૂપ કહે છે. (૩) આતમ બુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની;
કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ, સુજ્ઞાની. સુમતિ. // ૩ // અર્થ : બહિરાત્મા એટલે શરીરાદિ શબ્દથી પુત્ર, પુત્રી, સ્ત્રી, ભાઈ, બહેન ઈત્યાદિ ભાવોને વિષે જે અહંબુદ્ધિપણું તથા તેને સુખે સુખી તથા તેને દુઃખે દુઃખી એ આદિ માયા મમતા, મિથ્યાત્વાદિકે ગ્રહવાપણું, તથા પરભાવને વિષે પરિણમવાપણું એ આદિ લક્ષણે લક્ષીત તે બહિરાત્મા કહીએ તે પાપરૂપ વ્યાપારવંત જાણવો.
તથા કાયાદિક એટલે શરીર આદિ શબ્દોથી ઘર-ભૂમિ, સગા-કુટુંબ, સ્નેહી એ બધામાં સાક્ષી રૂપે રહે તે અંતર-આત્માપણાનું સ્વરૂપ કહેવાય. (૪) જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ, સુજ્ઞાની;
અતિંદ્રિય ગુણ ગણમણિ આગરૂ, એમ પરમાતમ સાધ. સુજ્ઞાની. સુમતિ. / ૪ / અર્થ : સર્વ પ્રકારની ઉપાધિથી વર્જિત, રાગ દ્વેષ અજ્ઞાનાદિ દોષથી મુક્ત, જ્ઞાનાનંદે પૂર્ણ એટલે આત્મસ્વરૂપે કરીને પરિપૂર્ણ, પવિત્ર, ગુણનું ધામ એટલે ગુણના સમુહરૂપ મહામણીઓથી અધિક ઈચ્છિત સુખને પામી શકાય તેવું, એવું પરમાત્માનું સ્વરૂપ તેને સાધ કહેતાં પ્રાપ્ત કરો. (૫) બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની;
પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ, સુજ્ઞાની. સુમતિ... // ૫ // અર્થ : બહિરાત્મપણું જે છે એટલે શરીરાદિકને વિષે આત્મતા જે મનાઈ છે તે ત્યાગીને અંતરાત્માના ભાવને વિષે સ્થિર થવું અને એકાગ્રભાવે પરમાત્મપદનું ચિંતવન કરવું એ પ્રકારે આત્માની અર્પણતાનો દાવ (I} કહેતાં ઉપાય છે.
૨૩૩
Page #313
--------------------------------------------------------------------------
________________
(૬)
સત્સંગ-સંજીવની
આતમ-અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની
પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ સુજ્ઞાની. સુમતિ. ॥ ૬ ॥
અર્થ : એ પ્રકારે બાહ્યાત્માની અર્પણતા કરીને એટલે બહિરાત્મપણું ત્યાગીને વસ્તુ કહેતાં આત્મસ્વરૂપને વિચારવું કે જે વિચારતાં પરપરિણતિને વિષે - સ્વસ્વરૂપની જે ભ્રાંતિ અને તદ્રુપ થએલી જે બુદ્ધિની દુષણતા તે ટળે અને તે મટી જવાથી આનંદ ઘન એવું જે આત્મિક સુખ તેનું પોષ કહેતાં જે એકાકારપણું ઉપજે અને પરમ પદારથ જે સર્વજ્ઞપણાની સંપત્તિનું સુખ ઉપજે, પ્રાપ્ત થાય.
નોંધ : વાંચો પત્ર નં. ૩૪ (પાન નં-૩૯)માં પૂ. ભક્તરત્ન પ.કૃ.દેવને નમ્ર નિવેદન કરે છે કે મહાત્મા શ્રી આનંદઘનજી મહારાજના ચોવીસી સ્તવનોનો આશય અતિ ગંભીર સમજાય છે. હાલ મારી અલ્પ મતિથી પ્રથમના પાંચ સ્તવનના અર્થ કર્યા છે. તેની પર્યટના પૂ.શ્રી. અંબાલાલભાઈ કરી રહ્યા છે. તે જ અર્થ અહીં છાપવામાં આવ્યા છે.
‘સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એજ કહીએ છીએ. કોઈપણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્વિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.’’
૨૩૪
- ૧. ૪૬૦
Page #314
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
૧૦
મુમુક્ષુ ભાઈઓએ પૂજ્યશ્રી અંબાલાલભાઈ ઉપર લખેલ પત્રો
પત્ર-૧
મુ. વસો શુભક્ષેત્ર
પરમકૃપાળુ મુનિશ્રીની સેવામાં -
ખેડાથી લિ. મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
‘ઉત્તરાધ્યયન’ના બત્રીસમા અધ્યયનનો બોધ થતાં અસદ્ગુરૂની ભ્રાંતિ ગઈ; સદ્ગુરૂની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયો, તે વખતે રોમાંચિત ઉલ્લસ્યાં, સત્પુરૂષની પ્રતીતિનો દૃઢ નિશ્ચય રોમ રોમ ઉતરી ગયો. આજ્ઞા વશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષય-આસક્તિના નિકંદન થવા વિષે અદ્ભુત આશ્ચર્ય ઉપદેશ થયો કે નિદ્રાદિ, ક્રોધાદિ પ્રકૃતિઓ પ્રત્યે શત્રુભાવે વર્તવું, તેને અપમાન દેવું, તેમ છતાં ન માને તો ક્રુર થઈ તે ઉપશમાવવા, ગાળી દેવી, તેમ છતાં ન માને તો ખ્યાલમાં રાખી, વખત આવ્યે દાબી દેવી, ક્ષત્રિય ભાવે વર્તવું; તો જ વૈરીઓનો પરાજય કરી સમાધિ સુખને પામશો. વળી પરમ ગુરૂની વનક્ષેત્રની દશા વિશેષ અદ્ભુત વૈરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્માની વાત સાંભળી દિગ્મૂઢ થઈ ગયો.
એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ ઉતરેલા તે મુકામે ગયો. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પોતાને કહે છે.
અડતાલીસની સાલમાં (સં.૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીંદ્ર પરમશાંત બિરાજે છે. એવું પોતે નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા. આપે કહ્યું તેમ જ થયું, ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા, આજ્ઞાવડીએ હંમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરૂષનાં ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દશમું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્યો બોલાવી, પરમગુરૂ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી, સમજાવતા હતા; પૂર્ણ સાંભળ્યું. વળી તેરમું યથાતથ્ય અધ્યયન મારી સમીપે બે દિવસ એકાંતમાં વાંચવા આપ્યું હતું. તે પછી પોતે ખુલ્લા અર્થ સમજાવ્યાં હતાં. અલ્પ બુદ્ધિ વડે કંઈક સ્મરણમાં લેવાયા હશે. એમ એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ. બાકી તો સદ્ગુરૂ સેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. એટલે હાલમાં પન્નાદિથી જણાવવાનું બન્યું નથી, તેની ક્ષમાપના ઈચ્છું છું. લખવાનું એ જ કે હર્ષસહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી માંહેનું તત્ત્વ શોધી, ક્લેવરને ફેંકી ચાલ્યા જાઓ; વિષય કષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ફુંકી મૂકી, તેનું સ્નાનસૂતક કરી, તેનો દહાડો પવાડો કરી શાંત થાઓ; છૂટી જાઓ; શમાઈ જાઓ; શાંતિ શાંતિ શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો. જ્ઞાની સદ્ગુરૂના ઉપદેશેલાં વચનો સાંભળીને નોંધ : આ પત્ર નં. ૧ નવો મળી આવેલ મુદ્રિત કર્યો છે.
૨૩૫
Page #315
--------------------------------------------------------------------------
________________
SS સત્સંગ-સંજીવની NR NRO
એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદ્ગુરૂ વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે, તો તે આરાધના એ જ મોક્ષ છે; મોક્ષ બતાવે છે.
પત્ર-૨
વિરમગામ, તા. ૧૮-૧૨-૯૬ શ્રીમદ્ સદ્ગુરૂ ભગવાનને ત્રિકાળ નમસ્કાર પરમપૂજ્ય પ્રાણાત્મા પૂ. શ્રી અંબાલાલભાઈની પવિત્ર સેવામાં. - ખંભાત
..........મારૂં ચિત્રપટ આપ જેવા સત્પષની દૃષ્ટિએ પડશે તો પણ અનુકંપા લાવી મારા જેવા અલ્પશને ઉદ્ધારવા યત્ન કરશો. - પૂજ્ય બંધુ ! કૃપા લાવી આપનું ચિત્રપટ અને કૃપાનાથજીનું ચિત્રપટ યત્ન કરી મેળવી આપશો. કોઈ પણ પ્રકારે આપનું ચિત્રપટ ઈચ્છું છું.
....... જે ઉદારતા મારી તરફ આપ વાપરો છો તે ઉદારતા કાયમ રહે એ મારી વિજ્ઞાપના છે. મારા જેવા અલ્પજ્ઞના ચિત્રપટ કરતાં કૃપાનાથશ્રીના ચિત્રપટ મહાસુખદાયી થશે. શુક્લધ્યાને ચઢાવી ઉત્કૃષ્ટ સુખ આપશે. માટે હૃદયમાં તે હંમેશા રહે એમ હું ઈચ્છું છું. મારું ચિત્રપટ તો આપ સત્પરુષોના ચરણરજ સમાન છે. માટે એ સિવાય બીજું કાંઈ સેવા માટે લખશો.
...વિનંતિ છે કે પત્ર તથા પુસ્તકો પહોંચ્યા. આપે શ્રમ લઈને જે કૃપા કરી છે તેને માટે આપનો બેહદ ઉપકાર માનું છું. અને આપનું પરોપકાર અર્થે અપ્રમાદપણું જોઈ વારંવાર આપને વંદન કરું . લિ. દીનદાસ અલ્પજ્ઞ સુખલાલના નમસ્કાર સ્વીકારશોજી.
પત્ર-૩
વૈશાખ સુદ ૭, ૧૯૫૨ કૃપાળુનાથશ્રીને ત્રિકાળ નમસ્કાર પરમ પવિત્ર આત્માર્થી ભાઈ શ્રી અંબાલાલભાઈ, ઘણા દિવસની વિયોગીના પ્રણામ વાંચશો.
જત આજરોજ સાંભળવામાં આવ્યું છે કે – સુંદરભાઈ સુરત ગયા ત્યાં સ્વર્ગવાસ થયા છે તેવું સાંભળી ઘણી દિલગીરી થઈ આવે છે. અહો ! ઉત્તમ મનુષ્ય દેહ પામી ધર્મ કરવાના વખતમાં ચાલી નીકળ્યા. કાળના મોઢા આગળ કોઈનું ડહાપણ ચાલતું નથી. અહો ! શાંત અને ભદ્રિક પ્રકૃતિના સુંદરભાઈ વારંવાર હૃદયમાં સ્મરણ થાય છે. ધિક્કાર છે, આ આત્માને !ખોટા સંસારને, જે સાચો કરી માન્યો છે. તે પવિત્ર ભાઈ ! શ્રી ત્રિભોવનભાઈને તથા શ્રી પિતાશ્રીને તથા શ્રી છોટાભાઈ વિગેરેને કલેશ કરવા દેશો નહીં. તેઓ ઘણા ડાહ્યા અને ગુણવાન છે. તેથી વધારે લખવું યોગ્ય નથી. હે પવિત્ર ભાઈ ! ઉંદેલથી આવ્યા પછી બીલકુલ સાહેબજીની તરફથી પત્ર નથી. તેમજ આપ તરફથી પણ પત્ર નથી. તે શા કારણથી ઢીલ થાય છે તે મહેરબાની કરી જણાવશો.
આપનો પત્ર આવતો નથી તેથી દિલગીરી તથા વિકલ્પ થાય છે. આપનો તો આધાર છે. આપનો કોઈ રીતે બદલો વાળી શકાય તેમ નથી. અને ગુણ ઓશીંગણ થવા યોગ્ય નથી. હે ભાઈ ! લલ્લુજી મુનિશ્રી ક્યાં છે ? તે લખશો. હું શું વાંચું તે કપા કરી લખશો. અનાદિકાળથી ભૂલ મટતી નથી. એ જ વિનંતી. ધર્મકથા લખશો.
૨૩૬
Page #316
--------------------------------------------------------------------------
________________
O GOGASHERS સત્સંગ-સંજીવની CSR SEC)
કામ સેવા ફરમાવશો.
લિ. ઉગરીનું પાયલાગણું સ્વીકારશો.
પત્ર-૪
જેઠ વદ ૨, ૧૯૫૨ પરમ પવિત્ર રાજચંદ્રજીને ત્રિકાળ નમસ્કાર ! પરમ દયાના સિંધુ ભાઈ શ્રી અંબાલાલભાઈ
લિ. વિયોગી દર્શનાતુર અજ્ઞાન સેવકનું પાયલાગણું સ્વીકારવા કૃપા કરશો. મુરબ્બી ભાઈ, અંતરની ઊર્મિઓના સમાચાર મંગાવ્યા. પરંતુ આપશ્રીના આગળ લખવાને મૂઢસેવક શક્તિમાન નથી. આપના સોમા હિસ્સામાં આ બાળક નથી. છતાં શું લખે ? પવિત્ર નાથજીની કૃપાદૃષ્ટિથી સૌ સારૂં થશે. પ્રથમ કરતાં લીમડીથી આવ્યા પછી વૃત્તિ ઠીક રહે છે. તે સહેજ વિદિત કરું . હાલમાં સુંદરવિલાસ વાંચું છું. અયોગ્ય તેમ, સત્સંગનો પણ વિયોગી બાળ સામી દૃષ્ટિ કરો, દૃષ્ટિ કરો ! અને સંસાર સાગરમાં ડૂબતા બાળને પવિત્રનાથ સાહેબજી તરફથી મળેલો શિક્ષાબોધ દઈ શાંત કરી બહાર કાઢો, બહાર કાઢો.
સંવત ૧૯૪૬ની સાલમાં પવિત્ર પૂજ્ય શ્રી જૂઠાભાઈ તરફથી “સ્વવિચાર ભુવન” ઈત્યાદિક લખેલું પુસ્તક મળેલું. તે પુસ્તક પરમકૃપાળુ પવિત્ર સાહેબજી રાજ મુકામેથી અત્રે પધારેલા હતા તે વખતે સાહેબજી લઈ ગયા છે. તે સહેજ વિદિત કરૂં . લિ. વિયોગી કુંવરજીના નમસ્કાર, કલોલ.
પત્ર-૫
અષાડ વદ ૧૧, ૧૯૫૨ સ્વસ્તી શ્રી ખંભાત બંદર મહાશુભસ્થાને પૂજ્યારાધે સર્વ શુભોપમાજોગ પરમસ્નેહી ભાઈશ્રી અંબાલાલ લાલચંદ,
સાયલેથી લિ : શાહ સોભાગ લલ્લુભાઈના ઘટારથ વાંચશો.
જત તમારા કાગલ પોંચા છે. સમાચાર જાણા. સાહેબજીનો આગળનો પત્ર તપાસ કરતાં હાથ આવવાથી ૨, ૩ કાગળમાં બીડ્યા છે તેની પોંચ લખશો. ચોપડીમાં છાપવા ઘટે તે છાપજો. હવે ચોપડી (વચનામૃતજી) તૈયાર થઈ હોય તો અહી એક મોકલાવશો. ખુશાલદાસનો દેહ ત્યાગ થયો જાણી ઘણો અફસોસ થયો છે, પણ નાની ઉંમરમાં છેવટ સુધી સરધા સારી રહી આવું તમે લખું, તો એ સત્યરૂષની કિરપા જાણવી. આ દેહનો ભરોસો નથી તો ભક્તિમાં ચૂક પડવા દેવી નહીં. લિ. સોભાગના સરવ ભાઈઓને ઘટારથ કહેશો.
પત્ર-૬
૧૯૫૨ - આસો વદ ૧૧ પરમદુર્લભ સત્સંગ પ્રાપ્ત, અનેક ગુણાલંકૃત ભાઈશ્રી અંબાલાલભાઈ, નડિયાદ. વિશેષ વિનંતિ કે, આપનો કૃપાપત્ર તથા આત્મસિદ્ધિ ગ્રંથ સુધાતુરને જેમ ભોજન મળે તેવો વાંચતાં
૨૩૭
Page #317
--------------------------------------------------------------------------
________________
RSS) સત્સંગ-સંજીવની હSHARS SMS
આનંદ પ્રાપ્ત થયો છે. એક વખત તે ગ્રંથ વાંચી ગયો છું. સરળ ભાષામાં અત્યંત ગંભીરતાદર્શક અને જેની ટીકા કે અનુવાદ ખરેખરા જ્ઞાની એટલે કે અનુભવી તથા શાસ્ત્રજ્ઞાનીથી થાય તેવો આ ગ્રંથ છે. મને અનુભવ નથી, તેમ શાસ્ત્રજ્ઞાન પણ નથી, અને આ ગંભીર આશયના ગ્રંથનો શબ્દાર્થ લખવો અતિ કઠણ છે. પણ સિંહના પ્રસાદથી જેમ બકરો હાથીના મસ્તક ઉપર બેસી શક્યો હતો તેમ વિદ્યમાન સરૂની સહાયથી આત્મસિદ્ધિના અનુવાદ તરીકે દર મેળે દશ દશ પત્ર (પાના) આપને ઘણું કરી બીડીશ. મને ભાષા જ્ઞાન નથી માટે તે સંબંધી મારા વિચારોમાં ફેરફાર હોય તો જણાવશો. વારંવાર શ્રીમદ્ પરમોપકારી સદ્ગુરૂ પ્રત્યે મારી વંદના કહેશો. હંમેશ સંભાળ રાખવા વિનંતિ કરશો. | વિ. આપનો કૃપાપત્ર કારતક સુદ-૧૪નો અત્રે વખતસર આવી પહોંચ્યો છે. એ જ પ્રમાણે પત્ર લખવાની મહેરબાની થશે. એક હજાર વર્ષના તપ કરતાં એક ઘડીના સત્સંગનું ફળ વધારે છે. આપને પોણાત્રણ માસ સુધી સત્સંગનો લાભ મળ્યો તેથી પરમાર્થ પ્રાપ્ત થાય તે યોગ્ય જ છે. આ સાથે આ સિ. પુસ્તકના અનુવાદના પાના મોકલ્યાં છે. મને શુદ્ધતાપૂર્વક લખવાનો મહાવરો ન હોવાથી આપ ભૂલો સુધારશો. અને સાફ નકલ પરમકૃપાળુશ્રીને મોકલવાનો વિચાર રાખશો. ઘણું કરી દિવસમાં એક વાર આ.શિ. ગ્રંથ વાંચવાનો અને કંઈક ભાગ મનન કરવાનો પ્રસંગ બને છે. નિદિધ્યાસન કરવાનું બનતું નથી. તે જાણશો.
લિ. સેવક માણેકલાલના દંડવત પ્રણામ.
વીરમગામ, તા. ૨૬-૧૧-૯૭ શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર.
પરમપૂજ્ય શ્રી સદ્ગુરૂ પરમાત્માશ્રીના સાત્વિક આનંદ પ્રવાહમાં સદા સ્નાન કરનાર, સ્વરૂપાનંદને પમાડનાર, ભક્તિમાર્ગનું પ્રબળપણે અનુષ્ઠાન કરી તે અનુષ્ઠાનને સદા સતત પ્રવાહરૂપે પ્રગટ કરનાર, પુરુષોમાં ઉત્તમ ગણાતા પુરુષવીરોથી ભરેલા મંડલમાંના એક, પરમ પૂજ્ય અગ્રગણ્ય પુરુષોત્તમ શ્રીમદ્ ભાઈ અંબાલાલભાઈની પવિત્ર સેવામાં.
આપને પહેલાં એક પનું લખ્યું તેમાં આત્માના પ્રદેશ સંબંધીનો ખુલાસો મેળવવા બે પ્રશ્ન પૂછેલ તેનો આપના તરફથી પ્રત્યુત્તર મળેલ નથી. પૂ. શ્રી કુંવરજીભાઈના કહેવાથી માલુમ પડે છે કે આપ સંસ્કૃત અભ્યાસ કરો છો અને તેથી ફુરસદ મળતી નથી. માટે આપને પત્ર લખી તસ્દી આપી છે, તે માફ કરશો. લખેલ પ્રશ્નનો ઉત્તર જાણવા જિજ્ઞાસા હતી, તે ઉપશમાવી છે. અને આપને યોગ્ય લાગે ત્યારે આપ કૃપા કરતા રહેશો. કારણ કે આ જીવને હજુ સુધી કોઈ પણ પ્રકારે મૃદુતા આવી હોય અને જ્ઞાનાવરણીયનો ક્ષય થયો હોય એમ જણાતું નથી. માટે એ હદના પ્રશ્નના જવાબ આ જીવ જાણવા યોગ્ય જ હજુ લાગતો નથી. માટે યોગ્ય લાગે એવો જ્ઞાનબોધ આપવા ફુરસદે આપ તરફથી કૃપા થશે.
શ્રી ઈષ્ટના મુખસ્વરૂપનું સ્મરણ, ચિંતન કરતાં તથા વૃત્તિઓને અસાર વિષયો પ્રતિ વહેતી રોકતાં, ઈષ્ટ સ્વરૂપ રસ-સાગરમાં સદ્ગુરૂ કૃપાથી નિમગ્ન રહેવાય, એમ ઈચ્છી પત્ર સમાપ્ત કરું છું. દીન છોરૂં સુ. છે. ના . પ્રણામ સ્વીકારશોજી.
પત્ર-૮
૨૩૮
Page #318
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની
મુમુક્ષુભાઈ, આત્મહિતાર્થ વાંચ્છક, પૂર્વના શ્રમણોપાસકરૂપ, સાધુને કરડીકાઠી શીખના દેવાવાળા, માવિત્રતુલ્ય - ચેતવણીના આપનાર, પૂર્વે પરમકૃપાળુદેવ તરફથી વ્યાખ્યાનની વખતે ચેતવણી આપેલી તે વિસર્જન ન થવા માટે ચેતાવનાર ભાઈ અંબાલાલભાઈને માલુમ થાય, જે હિતાર્થ ચેતવણી એ જ રીતે ઈચ્છે છે. પૂર્વે જે અજાણપણે દોષ દીઠામાં આવ્યા હોય તો ક્ષમાપના માગું છું.
દસ્કત. મુની દેવકરણજી. સહજાત્મસ્વરૂપાય નમઃ નોંધ : પરમકૃપાળુદેવશ્રીએ વ. ૭૧૬માં ચેતવણી આપી છે.
પત્ર-૯
ચૈત્ર સુદ ૫, ૧૯૫૪ શ્રી પરમપુરૂષ પરમાત્માને નમસ્કાર. પરમ પવિત્ર મુમુક્ષુભાઈ અંબાલાલભાઈ પ્રત્યે વિજ્ઞપ્તિ કે -
આપનો પત્ર પહોંચ્યો. આપે જે દર્શાવ્યું છે તે તેમજ યથાસ્થિત મને લાગે છે. હાલમાં હું કાવ્ય દોહન તથા આનંદઘન ચોવીશી અવસરે વિચારવામાં લઉં છું. વિશેષમાં જણાવવાનું કે આપણે લખતા એમ જો વિચારમાં આવે કે આ શબ્દ લખવાથી વિકલ્પ ઉઠશે તો જણાવું કે મને વિષમષ્ટિ નથી, અને તે વિચારમાં લઈશ તેથી મને કાંઈ ગુણકારી હિતકારી શબ્દ હોય અને આપણને કઠણ શબ્દ જો માલુમ પડે. તો પણ જણાવવાને આંચકા ખાવાની હું જરૂર ધારતો નથી. આપે આરંભ પરિગ્રહની વાત જે જણાવી તે વાત સત્ય છે. અને મને તે વ્યવહારથી બહુ નડી શકતા નથી. પણ તે કાંઈ ગુણભણી થયા નથી, કારણ કે તેવો બુદ્ધિમાન પુરુષનો પ્રસંગ નહીં તેથી ઘણા કાળનો અભ્યાસ આડો આવે છે. માટે ઉત્તમ પુરુષનો જોગ જોઈએ છે. કારણ કે દીવે દીવો મળે, સામ-સામે તો અંધારું જાય છે. અને મને જે કાંઈ વ્યવહારિક ઉપાધિ નડે છે તે આપ જેવાનો સમાગમ મળેથી સંકલ્પ વિકલ્પ ટળવા સાધનભૂત થાય. બાકી મને આપ જેવાનો સમાગમ નથી તે મળેથી સુલભ વાત થશે. વિશેષમાં આપને આણી તરફ આવવા પ્રબળ કારણ નથી એમ લખ્યું, પણ જો કાંઈ વિચાર થાય તો મને વિશેષ રૂડું લાગશે. હું વ્યવહારિક ઉપાધિમાં છું. પણ તે પ્રસંગે મોહનું સ્વરૂપ વિચારવા જેવું છે. તો તેવા પ્રસંગમાં આપ જેવાનો સત્સંગ હોય તો મોહ બિલકુલ આડો આવી શકે નહીં. તો જો, આપણને આ વાત યથાર્થ લાગે તો વિચારમાં લેશો. - અત્રે અમીતિ, અવિનયનું સ્થાનક મારા જાણવા પ્રમાણે નથી. તો તે સંબંધમાં આપને જેમ યોગ્ય લાગે તેમ વર્તશો.
બેન ઉગરીબેને નમસ્કાર કહ્યા છે. મારે મારો પોતાનો વિચાર કરવાનો છે. તેવો વિચાર રહે છે. પણ કોઈ ભાષાના પુદ્ગલ વધારે હોવાથી વાત થઈ જાય છે. હાલમાં તેવો વિચાર હંમેશા વરતે છે. પણ ઉપયોગમાં આવ્યો નથી તેથી લાચાર છું. હું તો નીર અને તીર બેથી ભ્રષ્ટ જેવો છું. પણ આપ જેવા સમાગમથી સુલભ થશે એવી આશાએ દિવસ નિર્ગમું છું. પણ કાળની વિષમગતિ છે તેથી વિચાર રહે એવું છે. આમાં જે કાંઈ અવિનય થાય તો ક્ષમા ઈચ્છું છું. કારણ કે હું બાળ છું. માટે મારા જેવા બાળકનો હાથ ઝાલવો ઉત્તમ પુરુષને ઘટે છે. હાલ અન્ને તરફની કામસેવા ઈચ્છું છું.
લિ, કિંકર પોપટ મોકમચંદના નમસ્કાર
૨૩૯
Page #319
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની )
(9
હું આળસથી પત્ર લખું નહીં, તો પણ વિચાર જોગ વાતના કાગળ બે ચાર દિવસે જણાવવા કપા કરશો. કારણ તેથી સત્સમાગમ જેવો જ લાભ માનીશ. આપની તંદુરસ્તી સારી રીતે સુધરવાના સમાચાર જાણવા ઈચ્છું છું.
પત્ર-૧૦ શ્રીમદ્ સદ્ગુરૂદેવ દેવાધિદેવ સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીની સેવામાં, અખંડિત પ્રણામ. પૂજ્ય પરમ દયાળ, સદા શુભેચ્છક આત્માર્થી શ્રી અંબાલાલભાઈ,
શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીના ચિત્રપટની છબી, આપનો કૃપાપત્ર, ગદ્ય તથા પદ્યની સ્તુતિ એ સઘળું મળ્યું છે. જવાબ લખવામાં ઢીલ થવાથી દરગુજર ઈચ્છું છું.
પરમ પૂજ્ય પરમોત્કૃષ્ટ સમાધિસ્થિત શ્રી સોભાગભાઈનો આ ભવને વિષે આપણને વિયોગ થયો અને તેમના સત્સમાગમની આપણને જે ખામી આવી છે તે કોઈ રીતે પૂરી કરી શકાય તેમ નથી. તેમની શાંતિ, દયાળુતા, નિરભિમાનતા, સરળતા, સત્યતા, તથા સત્યતા પ્રત્યે પ્રતીતિ, શુદ્ધ ઉપયોગ અને પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય સ્વરૂપ સ્વામી પ્રત્યે અડગ દૃઢતા અને તેમાં પણ અવસાન વખતે વિશેષ દૃઢપણું ઈત્યાદિ કોઈ પણ પ્રકારે વર્ણવી શકાય તેમ નથી. આવી દશા પ્રાપ્ત થવી એ મહાન્ પરમાત્મા દેવાધિદેવ પરમપૂજ્યશ્રીની કૃપા થયે જ પ્રાપ્ત થાય. દરેક મુમુક્ષુએ એ વાત વારંવાર રટણ કરવા લાયક છે. તથાપિ તેનું ફળ પ્રાપ્ત થવું એ તેમની કૃપા વડીયે જ થઈ શકે તેમ છે. પરમાત્મા પરમ પૂજ્યશ્રી સોભાગભાઈના આત્માને અમર ક્ષેત્ર આપે એવી આપણે સૌ એ પ્રત્યે વિનંતી કરવી એ આપણી ફરજ સમજું છું.
પરમપૂજ્ય સોભાગભાઈના અવસાન સમયે આપ દૂરથી પધારી શક્યા, અમૂલ્ય લાભ લઈ શક્યા, મહાવાક્યોથી ઉપદેશ દઈ શક્યા, ફરજ બજાવી શક્યા, આપની હાજરીની લાગણી તેમના ઉપયોગમાં કોરાએલી તે પૂરી શક્યા તથા તેમને લાભ દઈ લઈ શક્યા, એ સઘળું આપ તથા શ્રી કીલાભાઈને ધન્યવાદ ધન્યવાદ ઘટે છે. અને આ સઘળા પ્રસંગનો લાભ હું પણ લઈ શક્યો તેટલું સફળપણું મારા માટેનું માનું છું. અને તે સફળપણું મહાન્ પરમ પૂજ્ય દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુની કૃપા વડીએજ થયેલું છે. તેથી હજારો હજારવાર આત્મભાવે મારા પ્રણામ છે.
આપના તરફથી કવિતા આવી છે. તેની ચમત્કૃતિ સારી જોવામાં આવે છે. એ વિષે આપના ફરમાન પ્રમાણે તજવીજમાં છઉં. હું બહુ ઉપાધિ ગ્રહિત છું. તેથી કવિતા રચાવી મોકલતાં વિલંબ થાય તો દરગુજર કરવા વિનંતિ છે. લિ. અલ્પ દીનદાસ ધારશી કુશળચંદના પ્રણામ.
પત્ર-૧૧ શ્રીમાન સત્યગુરૂ જયવંતા વત. ૩ૐ તત્ સત્ કેવળ આત્માર્થી પૂ. અંબાલાલભાઈ
હું ભુજ ગયો હતો. ગઈ કાલે આવ્યો. આપે બુકપોસ્ટ ચોપડી મોકલી તે પહોંચી છે. કાગળ પોંચ્યો છે. વિગતવાર જવાબ હવે પછી લખી શકીશ. ભુજ જતાં ને વળતાં શ્રી વવાણીયા પરમપૂજ્ય દેવાધિદેવ શ્રી રાજ્યચંદ્ર
૨૪૦
Page #320
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની SSA SSA)
પ્રભુના દરશન કરવા ગયો હતો. જતાં આશરે દોઢેક દિવસ રોકાણો હતો. અદ્ભુત રસ પ્રાપ્ત થયો છે. શ્રી પ્રભુના મુખારવિંદથી આપની યાદશક્તિની પ્રશંસા સાંભળી બેહદ આનંદ થયો છે. કારણ
ઘણું કરી આવતા રવિવારે સાહેબજી અહિં પધારવા સંભવ છે. બની શકે તો આપ દરશનનો લાભ લેવા ઈચ્છા રાખશો. સાહેબજીના પત્રો શોધવા આપે સૂચના કરી છે. તે બાબત કાળજી રાખીશ. અશુદ્ધ હોય તે સુધાર્યું તે મોટો આભાર.
યાદશક્તિ અને વૈરાગ્ય સંબંધે આપના માટે સાહેબજીના મુખારવિંદમાંથી એકથી વધારે વખત વખાણ સાંભળી આપને ધન્યવાદ ઘટે છે. આપે તો જીવિતવ્ય સફળ કર્યું છે. તેથી આપને મારો વારંવાર નમસ્કાર હો.
( પત્ર-૧૨ પરમપૂજ્ય આત્માર્થી શ્રેય ઈચ્છક મુરબ્બી શ્રી અંબાલાલભાઈ.
....આપનો કૃપાપાત્ર આવે છે, ત્યારે દેવાધિદેવની અંદર સ્તુતિ અને મહાવાક્ય હોવાથી અંત:કરણ બહુ ઠરે છે. માટે વખતે વખતે સંભાળ લેવા વિનંતી છે. ઉપાડેલું કામ દાસોને માટે અતિ શ્રેયસ્કર જણાય છે. યોગબળ આપના પત્રોમાં દેખાવ આપે છે. કારણ કે તે લખાણો આકર્ષે છે. ને જ્યારે વાંચીએ ત્યારે સ્વામીજીનું મહાભ્ય પ્રગટપણે ખડું થાય છે. અનાદિ અભ્યાસના જોરથી મોહવશ થયેલા મોહાંધ આ પામર કોઈપણ વિશેષણને લાયક નથી. ધન્ય છે આપને કે આપને આવા વિચાર સૂઝયા છે. અને ફરી ધન્ય છે કે આટલી મહેનત લઈને મહાવાક્ય એકઠાં કરો છો. . . . વિનંતી. દાસ ધારશી કુશળચંદના પ્રેમપૂર્વક પ્રણામ.
(
પત્ર-૧૩ પરમપવિત્ર આત્મગ્રાહી શુદ્ધ દેવગુરૂ આરાધક, ધર્મની જિજ્ઞાસાના અભિલાષી ભાઈ અંબાલાલ લાલચંદ વિ. પરમ પવિત્ર ભાઈઓની ચરણાંત,
શ્રી ગોધાવીથી લિ. આપના દર્શનનો અભિલાષી વનમાળી ઉમેદરામના ધરમ સ્નેહ વાંચશો.
આપનો પત્ર પ્રથમ આવેલો, બાદ નથી તે લખવા કૃપા કરશો. મહાન પુરુષ મોક્ષ વચ્છક, મોક્ષસુખના અભિલાષી લલ્લુજી મહારાજ તથા મહાન પુરુષ દેવકીરણજી મહારાજના દર્શન કરવા શ્રી ખેડે ગયો. તે દિવસે મહારાજજી શ્રી વસો પધારી ગયા. તેથી વેલજી મહારાજ તથા નરશીરખ મહારાજ પાસે રાત એક આનંદથી કાઢી. પ્રભાતે વસો ગયો. ત્યાં લલ્લુજી મહારાજ પાસે રહી આખી રાત આનંદમાં ગુજારી. પ્રભાતે નડીયાદ ગયો. ત્યાં સાહેબજી પાસે આખો દિવસ રહ્યો. અને હંમેશા એવો ઉપદેશ સાંભળવા આકાંક્ષા રહ્યા કરે છે. પણ મારી જ્ઞાનાવરણ કર્મની બહોળતા ઘણી જ અને અંતરાય કર્મનો ઉદય બળવાન વિ. આવરણોના જોરથી અપૂર્વ જ્ઞાનનો લાભ લઈ શકતો નથી. અનાદિકાળથી જીવે સ્વચ્છંદપણે રહી પુદ્ગલિક ધર્મ પર પ્રેરણા રાખી તેથી શુદ્ધ દેવ, ગુરૂની ઓળખાણ થઈ નહીં, કવચિત ગુરૂ પરતાપે આત્મિક ધરમ કરવા ઉત્કંઠા રહ્યા કરે છે પણ શુભાશુભ કર્મના જોગે તેનું સેવન થઈ શકતું નથી. તેનો પશ્ચાત્તાપ ઘણો છે. આજ દિન સુધી ઉત્તમ ભવ પામી જગતને સારૂં લગાડવા અશુદ્ધ વ્યવહારનું સેવન કરી અમૂલ્ય વખત નિરર્થક કાત્યો પણ હવે તે ભણી દૃષ્ટિ જતી નથી. તો પણ જેવો જોઈએ તેવો લક્ષ થવા આકાંક્ષા રાખું છું. લલ્લુજી મહારાજે આપને મળવા સૂચવ્યું છે. અને વવાણીયા બંદર સાહેબજીના દર્શન કરવા પણ ફરમાન કરેલું છે. હવે મારે આપને મળવા વિચાર છે, તો આપનો પત્ર આવ્યા બાદ વરતી રાખીશ. આપનો પત્ર વસો મહારાજજી ઉપર આવેલો. તેમાં સાહેબજી રોગના ઉપદ્રવથી વવાણીયા છોડી આ તરફ આવે તેમ લાગતું નથી. એ વિગેરે મતલબ સાથે લખેલી તેથી સાહેબજીના દર્શનનો લાભ લેવા
૨૪૧
16
Page #321
--------------------------------------------------------------------------
________________
R RESEસત્સંગ-સંજીવની હSCREERS ()
જવાનો વિચાર રહે છે. પણ તે સર્વે આપને મળ્યા પછી. ,
બીજું હાલમાં વાંચવાનો અભ્યાસ છૂટક છૂટક આપના બોધ પ્રકરણો વાંચું છું. જેથી આત્મા પરમ | આનંદમાં રહે છે. વિશેષ બોધ થવાને સારૂં શું વાંચવું તે લખી જણાવશો.
હા આજ દિન સુધીમાં આ જીવે આ ભવમાં ઘણાં કુકર્મ કર્યા. અને પર છિદ્ર વારંવાર જોયા ને અવર્ણવાદ બોલવા એ વિ. કત્યમાં જનમ ગુમાવ્યો. પોતાની ભૂલો કાઢવા કોઈપણ પ્રયત્ન કર્યો નહીં, એ ખેદ ઘણો જ રહ્યા કરે છે. માટે વૃત્તિ નિર્મળ થવા શુદ્ધ ઉપયોગમાં રહેવા કૃપાદૃષ્ટિ કરી સાધન બતાવશો. પણ આપ પરમ ઉપકારી છો તો દયા કરશો. એ જ અરજ. કાગળનો પ્રતિ ઉત્તર લખશો.
પોષ વદ-૧૦ વાર ગુરૂ દ, પોતે.
પત્ર-૧૪
| પરમ આત્માર્થી સ્વરૂપ ઈચ્છાવાન શાહ અંબાલાલ લાલચંદ વિગેરે.. - પ.પૂ. શ્રી સોભાગ્યભાઈના મૃત્યુના સમાચાર સાંભળી અત્યંત દિલગીર છું. પરંતુ તેમના શુદ્ધ પરિણામ, શુદ્ધ ઉપયોગ, પરમ શાંતિ, અસંગપણું, પરમ ઉદાસીનતા અને પરમ સમાધિવત સાંભળી કેટલોક આનંદ થાય છે. પણ જ્ઞાની પુરુષના વિરહથી ઘણું ખેદનું કારણ છે. બીજું આપના દર્શનની ઈચ્છાએ હું તથા છોટાલાલ વિગેરે આપનું સાયલેથી આવાગમન જાણી અમો તળાવ ઉપર આવીને રાહ જોઈ. પણ દર્શનની અંતરાયથી જોગ થયો નહીં. હાલમાં શું વાંચન ચાલે છે તે લખશો. આપના દર્શન માટે થોડા સમયમાં દિવસમાં આવવાનો વિચાર છે. એ જ વિનંતિ. સર્વે સત્સંગી ભાઈઓને મારો નમસ્કાર કહેશો. પત્ર લખતાં રહેશો. જો લિ. ધોરીભાઈ બાપુજી, ભાદરણ. તા. ૧-૭-૯૭
પત્ર-૧૫
શ્રી કલોલ
જેઠ વદ ૧૪, ભોમ પરમપૂજ્ય આત્માર્થી ભાઈ અંબાલાલભાઈની સેવામાં, આપનું સાયલેથી શુક્રવારનું લખેલું ક્યાર્ડ મને પોંચ્યું છે.
સેવકનું કેવું કમનસીબ છે કે આપે કૃપા કરી દયા લાવી સેવકને પાવન કરવા ઉતર્યા. તે દરમ્યાન છોરૂના કમનસીબે એવું જોર કર્યું કે એક દિવસ પત્ર બીજે ઠેકાણે ભમી આવી મોડો પોંચ્યો. તેને માટે પૂ. ભાઈ ખેદ રહ્યા કરે છે. કારણ અત્રે સત્સંગનો વિયોગ છે. અને આવો જોગ મળ્યા છતાં કરમે જોર કર્યું. માટે હે ભાઈ ! સત્સંગના દર્શનના વિયોગનો પ્રસંગ બન્યો જોઈ અત્યંત ખેદ રહ્યા કરે છે.
- પૂ. ભાઈ, આ એક ખૂણેખાંચરે પડેલા બાળકની પત્ર દ્વારાએ ખબર લેશો, ખબર લેશો. કારણ અત્રે સત્સંગનો પરમ વિયોગ છે. તેમ પરમકૃપાળુ નાથના સમાગમથી ઢંઢિયા વર્ગના લોકો તરફથી પરિષહ પણ પડે છે, માટે ૫. ભાઈ કપા કરી દયા લાવી પત્ર દ્વારા આ બાળકની ખબર લઈ પાવન કરશો. જ સેવકના અવગુણ તરફ લક્ષ નહીં રાખતાં, દયા લાવી હંમેશા ખબર લેશો. એ જ.
૨૪૨
Page #322
--------------------------------------------------------------------------
________________
GENERGE) સત્સંગ-સંજીવની @(
અલ્પ અજ્ઞાની કુંવરજીના નમસ્કાર વાંચશો. ૫. ત્રિભોવનભાઈ, કીલાભાઈ, નગીનભાઈ વિ.ને નમસ્કાર
KI} પહોંચે.
ના ભાદરવા વદ ૧, શનિ, ૧૯૪૭ - કલોલ. | નમો નમઃ પ્રભુ
રાજચંદ્ર સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ, * આપનો પત્ર ગયાં કાલ દને આવ્યો તે પહોંચ્યો છે. હું ત્યા બંને મહાત્માઓ રાળજથી ભાદરવા સુદ ૧૦ને રવિવારના અગિયાર વાગે કલોલ ક્ષેમકુશળ પોંચ્યા છીએ. ને તે જ દિવસ અહીં (કલોલ) આગળ રહી સોમવારના | સવારના બંને મહાત્માઓ અમદાવાદ પધાર્યા. ને ત્યાંથી બંને મહાત્માઓ વિરમગામની ટિકિટ લઈ વિરમગામ પધાર્યા. ને ત્યાંથી એક દિવસ રહી મંગળવારે સાયલે જવાનો વિચાર હતો. હું પણ અમદાવાદ એમની સાથે ગયો હતો. તે સહેજ વિદિત કરું છું. ઉપર લખેલા વખતમાં સત્યરુષોના ચરણ સમીપ આ બાળકનો સમાગમ રહ્યો હતો.
- કલોલ પધાર્યા પછી અમારા કુટુંબના ઘણા માણસો મળવા સારૂં આવેલા. તેમની સાથે વાતચીત કરવા મહાત્મા રોકાયા હતા. તેવા સમય પરત્વે આ બાળક સાથે કંઈ પણ વાતચીત થઈ નથી. | ઉગરીબેનને દર્શનનો લાભ થયો, પરંતુ ઘણા માણસો મળવા આવેલા તેથી કંઈ પણ વાતચીત થઈ નથી. વળી સાંજના ચાર વાગતાના સુમારે મેળાપ થયો તેમાં સાહેબજીએ કહ્યું કે કૉંઈ પૂછવાનું હોય તો પૂછો. તો
ઉગરીબેને જણાવ્યું કે હું તો કંઈપણ જાણતી નથી, પણ મારા આત્માનું હિત થાય તેમ કરો. ને પરોઢિયાના સમય જા પરત્વે મહાત્માશ્રી ઉગરીબેનને ‘યમ નિયમ સંયમ આપ કીયો' એ કવિતાના અર્થ સમજાવવા બેઠા.
સુજ્ઞ ભાઈ ! મહાત્માઓના વિરહતાપથી આ બાળકની દશા (સમાગમ થયા પહેલાંની દશા કરતાં) કંઈક સુધરશે. આગળ તો મહાત્મા જાણે કે કેમ થશે ? પ્રિય ભાઈ ! બંને મહાત્માઓનો વિરહ આ બાળકને ઘણો જ સાલે છે. એ વિષે કાંઈપણ લખી શકાતું નથી. કૃપાળુદેવના ફોટોગ્રાફની નકલો તૈયાર થઈ હોય તો બાળકને મોકલાવશો. કારણ દિન ૧0ની અંદર ઉગરીબેનને અમદાવાદ જવા વિચાર છે. તો પોતે સાથે લઈ જાય. અત્યારે
એ જ. પત્ર લખવા કૃપાભાવ રાખશો. અયોગ્ય લખાણને માટે ક્ષમા ઈચ્છું છું. આપના પિતાજી તથા | માણેકચંદભાઈ, છોટાલાલ, સુંદરલાલ તથા ત્રિભોવનને મારું પાયલાગું કહેશો. તમારા લિ. કુંવરજીનું પાયલાનું સ્વીકારશોજી.
પત્ર-૧૭
આસો વદ ૧૧, ૧૯૫૨ - ખંભાતથી નડિયાદ. પવિત્ર મુરબ્બી હિતકારી પરમ ભાગ્યશાળી, પરમહિતના વાંચ્છક ભાઈ અંબાલાલભાઈની સેવામાં. લિ. અલ્પ પામર બાળ ત્રિભોવનભાઈ તથા દાસ કીલાના નમસ્કાર.
આપ મોટા ભાગ્યના ધણી કે પરમકૃપાળુનાથ દીનદયાળ, પરમહિત વંચ્છક, ભૂલ્યાને માર્ગ બતાવનાર, (A) ચારગતિમાં પડતા જીવને, સંસાર સમુદ્રમાં તણાઈ જતાને તારનાર, સફરી જહાજ સમાન, પરમાર્થે જેનો દેહ છે, તરણતારણ, સહજાત્મસ્વરૂપી, આત્માનંદી, સમુદ્રની પેરે ગંભીર, ચંદ્રની પેરે શીતળતા કરણહાર, પારસમણિ
૨૪૩
Page #323
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની )
(
2 )
સમાન પ્રભુની સેવામાં બિરાજો છો તે ધન્ય છે. તે તમને ધન્ય છે. તમારી દૃઢતાને ધન્ય છે. નમસ્કાર વારંવાર કરૂં . કે પામર દુષ્ટબાળ આ માયાની લોલુપતાના કારણે સાક્ષાત પ્રભુની સેવા ચૂકી અહીં આવ્યો છું. જ્યારે સ્મરણ થાય છે ત્યારે બહુ પશ્ચાતાપ થાય છે. તે વિચારતાં કલ્પિત લાગે છે. યથાર્થ વિચાર હોય તો તરત બધું ત્યાગીને તે સંગમાં જાય, અનંત દોષિત છું. પણ કરૂણાસાગરની માથે હિંમત છે, તે સેવા કરીશું. હાલમાં રાતના સમાગમ થાય છે તેમાં યોગવાસિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ વંચાય છે. પરમશાંત મૂર્તિ પરમાત્મા પ્રભુને મારા વારંવાર વિનય સહિત નમસ્કાર કરશો.
પત્ર-૧૮
માગશર સુદ ૧૧, મંગળ,૧૯૫૩ રા. રા. શ્રી શાહ અંબાલાલ લાલચંદ
તમારો કાગળ આવો તે પોતો. સાહેબજીના આવેલા ૬૦ અને પત્તા ૬૧, ના બે બુકપોષ્ટ કરી બીડ્યાં છે. હવે મારા સમજવામાં કાગળ એકે નથી માટે છાપવા જેવા લાગે તે બુકમાં છાપજો. ને કોઈ કાગળમાં વ્યવહાર સંબંધી લખ્યાનો જવાબ હશે તે ન છાપજો. તમારી ઘણી તાકીદ એટલે થોકડો હાથ આવ્યો, એવો વગર વાંચ્યો, તમે અમારું અંગ જાણી બીડ્યા છે તે ધ્યાનમાં રાખજો. અને ચોપડીમાં છાપ્યા પછી આગળના ને આ કાગળ પાછા બીડજો. તાવ ઝીણો આવે છે પણ ઠીક છે. સાયલેથી લિ. સોભાગના ઘારથ.
પત્ર-૧૯
પૂર્ણ મહાત્મા પ્રભુને ત્રિકાળ નમસ્કાર. પવિત્ર સત્યમાર્ગ પ્રત્યે પૂર્ણ ઉલ્લાસથી ઈચ્છક, સરળ, શાંત એવા આર્યભક્ત પ્રત્યે વિનંતી.
અંબાલાલભાઈ, આપે પુસ્તક “ભાવનાબોધ' મોકલ્યું તે પહોંચ્યું. તે પ્રથમ શ્રીજીનો પત્ર એક મોકલ્યો તે વાંચી પરમ ઉલ્લાસથી પ્રફુલ્લિત થયા. વળી એ જ રીતે અવસરે અમો ઉપર કરૂણાથી મોકલવા કૃપા કરશો. આ જે અપુર્વ વસ્તુ સત્યરુષના વચનામૃત, બોધ અમોને મળ્યો તે વિષયોનો ભાવાર્થ અગર શ્રદ્ધા જેમ મોરલી ઉપર સર્પની દૃષ્ટિ કરે તે પ્રમાણે એ વચનો ઉપર મુમુક્ષુ જીવોનું ચિત્ત ઠરશે. મુજ પાપીને આવો જોગ સત્પરુષનો અને આવા ભાઈઓનો તે દુર્લભ છે. તો મારી ઉપર દયા લાવી આ ભિખુ જેમ ભૂખ્યાને ભોજન આપે તેમ તમો જરૂર અતૃપ્ત આત્માને સત્પષના વચનોથી તૃપ્ત કરશો. વારંવાર સ્મૃતિ દેશો. અમારે એક તમારી સમીપથી તે દયાળુ સત્પષનો બોધ આવે છે તે અમારે આધારભૂત છે. તે આપના સમાગમથી અમને મળે છે તે સત્સંગની બલિહારી છે. કપાળુદેવને પત્ર લખ્યો છે. આજ્ઞા મંગાવી છે. આજ્ઞા આવ્યાથી આપને જણાવીશું. તમોએ ક્યું અમો કાંઈ વાંચવા લાવ્યા નથી પણ સત્સંગે ચેતવણી મળે અથવા સ્મૃતિ આપે તો પણ જીવને બહુ આનંદ થાય. તમોએ જે શ્રીજીના પત્ર તથા ચોપડી મોકલી તેમાં અગાધ વાત છે. જીવ સમજે તો ઘણું જ છે. વાહ ! વાહ ! એથી મને પણ ચિત્ત બાહિર ફરતું જરા અચકાય છે. તે ગુણવાળી વસ્તુ મોકલી છે. ધન્ય છે તમને. આવો જોગ મેળવી આપનારને ! હું પ્રેમ ઉલ્લાસથી જાણું છું કે આ આપણા આત્માનું કલ્યાણ ઈચ્છનાર ખરા હેતુ છે. તેથી બીજા અવલંબનો મિથ્યા છે, ખોટા છે. સંસાર તો સ્વાર્થનો મતલબી છે. આપને કોઈ અવસરે પત્ર લખાયો હોય તેમાં કોઈ દોષ હોય તો ખમો. એટલું જ નહિ પણ મને લખવાની ઢબની સાવચેતી આપી ચેતાવશો. જેથી કરી
૨૪૪
Page #324
--------------------------------------------------------------------------
________________
GREEી) સત્સંગ-સંજીવની કીકીઆઈ) ()
કોઈ પ્રકારથી સત્યરુષની આશાતના થાય નહિ. આ ભૂખ્યાને તે અમૃત ભોજનનું પાન કરાવશો, તમો દાતાર થાજો. તથા કૃપાળુને નમસ્કાર.
પત્ર-૨૦
જેઠ વદી ૨, બુધ, ૧૯૫૩ પ્રગટ સરૂ ચરણાય નમઃ પરમ પવિત્ર ભાઈની સેવામાં,
વિનંતી, આપના પત્રથી શ્રી કપાળુનાથના દર્શનનો લાભ મળશે તે ખબર સુણાવવાળા ઉમેદભાઈ પાસેથી સાંભળ્યા, તે માત્ર અમને જ કહ્યું છે. આપની પુન્યાનો તો પાર નથી જે એવા સત્પરુષના ચરણકમળના જોગે તે પ્રભુની અમૃતવાણીનું પાન કર્યું હશે. તમારી કૃતકૃતાર્થતાને ધન્ય છે. હું મહાદુર્ભાગી દુષ્ટ પરિણામી, અનાથને તે મહાત્માના દર્શનની અંતરાય પડી, વિજોગ પડ્યો. અતિખેદ ! એવો જોગ ઘણો દુર્લભ છે. આપ પત્ર લખી સત્યરુષના વચનામૃતનું કંઈ પાન કરાવવા કૃપા કરશો. લિ. મનસુખ પરસોત્તમના પ્રણામ.
પત્ર-૨૧
માગશર વદ ૬, ૧૯૫૫ શ્રીમદ્ પરમગુરૂભ્યો નમઃ પરમ પવિત્ર આત્માર્થી પવિત્ર હિતાર્થના કરણહાર શ્રી અંબાલાલ લાલચંદની પવિત્ર સેવામાં,
હું હાલ ઉપાધિમાં પડ્યો છું કારણ કે મારા કાકાજીનું મરણ થયું છે. આપના પવિત્ર મુખથી જે મારા હિતાર્થને માટે પરમ કૃપા થઈ હતી તેનો પશ્ચાત્તાપ વૃત્તિમાં ઘણો થાય છે. ખરેખર મારી મોટાઈ, ગુરૂપણાની અભિમાન પ્રકૃતિ, ક્રમે ક્રમે સમજાય છે. આપ વિના એ દોષ અવશ્ય વર્ધમાન થાત. હાલ પરગામના માણસોને ખંભાતમાં પેસવા દેતા નથી તેનું કેમ ? તે આપ કૃપા કરી જણાવશો. આપનો કે કોઈપણ પવિત્ર આત્માનો મારી અભિમાન વૃત્તિથી અવિનય, અભક્તિ કે કંઈપણ અપરાધ થયો હોય તેની ક્ષમા ઈચ્છું છું. લિ. સેવક મુનદાસના પ્રણામ વાંચશો.
પત્ર-૨૨ ૐ શ્રી સદગુરૂ ચરણાય નમઃ પવિત્ર ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે, મુનદાસના પ્રણામ પ્રાપ્ત થાય.
આણંદમાં પરમકૃપાળુ દેવની સેવામાં, દર્શનનો લાભ અમને બીજા દિવસે બપોરના બાર ઉપર અઢી ત્રણની અંદર મળ્યાથી પરમ આનંદ થયો છે. પરમકૃપાળુની મહાવૈરાગ્ય દશા જોઈ ચકિત થઈ ગયો હતો. તે વખતમાં સંદેશરવાળા જીવાભાઈએ એવો એક પ્રશ્ન કર્યો કે, હાલ મોક્ષ છે કે નથી ? તેનું કપાળુદેવે યથાર્થ સ્વરૂપ દર્શાવ્યું. હાલ મોક્ષ છે, ગમે ત્યારે પણ કર્મથી અબંધ થાય તે પણ મોક્ષ કહેવાય. તથા કર્મ થકી સર્વથા મૂકાવું તે મોક્ષ - નિર્વાણ કહેવાય, પણ આજના પાંચમા આરાના મહિમાથી સત્યરુષનો બોધ સાંભળવો મહાદુર્લભ
૨૪૫
Page #325
--------------------------------------------------------------------------
________________
ફિREFERER) સત્સંગ-સંજીવની SKEREYER (
છે. આજના કળિયુગના મહિમાથી તથા અલ્પ આયુષ્યથી અને પુરૂષાર્થ શક્તિ નહિ હોવાને લીધે હાલ સર્વથા 5 મોક્ષ નથી.
બીજો પ્રશ્ન સંદેશરના જીવાભાઈએ એવો પૂછયો કે મહારાજ ! ઈશ્વરનું રૂપ કેવું છે ? તથા ઈશ્વર કોને કહેવાય ? કૃપાળુદેવે તેને અત્યંત વિવેચન કરીને દર્શાવ્યું. આઠ કર્મના ઉદયભાવે જીવ વર્તમાનમાં વર્તે છે, માટે એટલો નિશ્ચય કરવો કે “જીવનો શિવ થાય છે.” જેમ પાષાણમાંથી સોનું, તેમ કર્મ રહિત દશા તે ઈશ્વરનું રૂપ છે.
હે ભાઈ ! હું પામર હૃદયમાં શું ધારી શકું. જેમ વરસાદની ધારાની પેઠે, આશરે કલાક દોઢ કલાક સુધી આ બોધ ચાલ્યો હતો. દરેક પ્રશ્નનું સ્વરૂપ પૂલદષ્ટિએ દર્શાવાય તેમ કહેતા હતા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સુણાવવાળા 5 ઉમેદભાઈએ એવો પૂછયો કે હે કૃપાળુદેવ, અનંતાનુબંધીનું સ્વરૂપ શું હશે ? તે દર્શાવો.
કૃપાળુદેવે મૂળરૂપે એમ કહ્યું કે કુળાગ્રહ તથા મતાગ્રહી જીવોને જ્યાં જ્ઞાની પુરુષો મોક્ષમાર્ગ દર્શાવતા જ હોય ત્યાં તે જીવોને દર્શન મોહનીય કર્મના ઉદયે કરી મતાગ્રહી કુળગુરૂઓનો દર્શાવેલો બોધ તેના હૃદયમાં નિશ્ચય હોવાથી સત્કાર્ગના બોધ પ્રત્યે વિષમભાવ વર્તે, અને તેમાં જે કષાયરૂપે આત્મા વર્તે તે કષાયનું નામ, અનંતાનુબંધી કષાય કહેવાય.
આવી રીતે ઘણું સ્વરૂપ દર્શાવ્યું હતું, કૃપાળુદેવની પાસે ઉત્તરાધ્યયન તથા બીજા એક પુસ્તકનું અવલોકન (D કરતા હતા તે પડ્યું હતું. તેમાંથી એક મુનિની પાસે વિદ્યાધરે આવી પોતાને પ્રગટેલા વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું, ત્યાર પછી યથાર્થ મોહનો ક્ષય કેમ થાય ? તેનો હે મુનિ બોધ કરો એમ તે વિદ્યાધરે કહ્યું. આ પ્રસંગ અમોને સાહેબજીએ { S} વાંચી સંભળાવ્યો હતો. - બીજે દિવસે કૃપાળુનાથે એવો પ્રશ્ન પૂછયો કે જ્ઞાની પુરુષો આહાર કરે છે, લૂગડાં પહેરે છે, વિહાર કરે છે ? આદિ ક્રિયાઓથી કર્મબંધ લાગે કે નહિ ? કેમ કે રાગ વિના વસ્તુ પકડાય નહિ, અને રાગ હોય ત્યાં કર્મ સંભવે જ.
પછી મેં (મુનદાસ) એવો ઉત્તર આપ્યો કે પૂર્વના ઉદયભાવે આહારાદિક ક્રિયા કરે છે. પણ અંતરંગ પ્રેમભાવથી નહિ. પછી કૃપાળુદેવે તેનું વિશેષ કારણ દર્શાવ્યું કે જેમ ગાડીનો ડબ્બો ચાલતી ગાડીના વેગથી જેમ આંકડો કાઢી નાંખીએ ને માઈલ સુધી તેના બળથી જાય છે પછી એની મેળે ઉભો રહે છે, તેમ જ્ઞાનીપુરુષને આહારાદિક ક્રિયા પૂર્વકર્મના જોરે કરીને થાય છે, માટે તે અબંધ છે.
પછી ઉત્તરાધ્યયન સૂત્રનું બત્રીસમું પ્રમાદ અધ્યયન યથાર્થ વાંચી દર્શાવ્યું હતું. કૃપાળુદેવે કહ્યું તમારે આનંદઘન ચોવીશી મુખપાઠે કરી વિચારવી. તથા પ્રકરણ રત્નાકર બીજા ભાગમાં છપાયેલો શાંત સુધારસ ગ્રંથ વિચારવો. મોક્ષમાર્ગ ગ્રંથ મુનિ પાસે સાંભળવો. હું પામર અલ્પજ્ઞ શું કહી કે લખી શકું ? બીજો ઉપદેશ ઘણો ચાલ્યો હતો.
અમે સાંજે સાત વાગે બહાર નીકળ્યા તે જ અવસરે કાવિઠાવાળા ઝવેરભાઈ તથા રતનચંદ અને એક પાટીદાર મળી ત્રણ જણ દર્શન માટે આવ્યા હતા. પણ રાતની વેળાથી અંદર જવાનો પાસ ન મળ્યો. પછી તે આણંદમાં જઈ સૂઈ રહી, સવારે કૃપાનાથ તે જ દિવસે સ્વદેશ જવાના હતા, તે અંદરમાં પાસ લઈ અંદર દીઠા, પણ અંતરાયથી બહાર સમાગમ થયો નહીં. પછી અમે બંને સંદેશર આવ્યા. અને કાવિઠાવાળા કાવિઠે ગયા. તે જ વખતે તમારો પત્ર સંદેશર મળ્યો હતો. ને પછી સુણાવ આવ્યો હતો.
૨૪૬
Page #326
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
)
શ્રીમદ્ શ્રી પ્રગટ સહજાત્મસ્વરૂપ ચરણાય નમઃ પરમ પવિત્ર આત્માર્થી ભાઈ,
વિનંતી કે આપનો પત્ર એક પહોંચ્યો છે. તેમ વાંચી વાકેફ થયો છું. તેમ કપા કરશો. શ્રી કપાળનાથજીની સેવામાંથી પત્ર કાલ દિવસે આવ્યો. તે આપની તરફ મોકલી આપ્યો છે. તેનું રહસ્ય સમજાયું નથી. સામાન્ય મતિએ જુજ સમજાય છે તો તે સવૃત્તિએ, વિચારશક્તિએ વિસ્તારથી જણાવવા કૃપા કરશો. બીજું કોલાભાઈ સાથે બે પત્ર તથા ચોપડી એક શ્રીજીના પત્રના વચનામૃતોની મોકલી હતી તે અહીં રહી ગઈ છે. તેઓના જવાના અવસરે મળવું ન થયું તો હવે સાથ જોગે મોકલી આપીશ. બીજું પ્રથમ આપના પત્રમાં લખેલ કે ભક્તિનો પત્ર મોકલવાનું બંધ રાખ્યું છે તો તેની પિપાસા રહ્યા કરે છે તે મોકલશો તેથી અમને ઘણી પ્રેમભક્તિનું કારણ થાય એમ જણાય છે. અમને કોઈ પ્રકારનો વિકલ્પ કે સામાન્યપણું થાય તેમ નથી. વળી સગુરૂથી વિમુખભાવ થાય તેમ નથી. તે સઋદ્ધાથી જ જીવવા ઈચ્છું છું. બાકી તો જીવવું પણ ઈચ્છા નથી. તેમ ઉપકારીનો ઉપકારના
ઓશિંગણ થવા ઈચ્છા નથી. તેવી કૃતઘતા કરવાના કદી પરિણામ છે નહિ. તેથી એમ દઢ કર્યું છે કે મરણાંત સુધી આ ભવે મૂકાવું પણ નથી. સદ્ગુરૂનું શરણ છે. તે સગુરૂના પ્રતાપથી દૃઢ છે. તે હરિગુરૂ પૂર્ણ પાડશે. બાકી હું દાસ તો કાંઈ કરવા સમર્થ નથી.
હવે આપ અવસરના જાણ છો યોગ્ય લાગે તેમ કરશો. આપના વચનો જે જે આત્મહિતૈષી આવ્યા તે મને પરમબાંધવરૂપ થઈ પરિણમે છે. તેમ ધર્મત્વ રાગ આવે છે. બાકી કોઈ ઈચ્છા કે ભાવ નથી. બાકી કોમળ વચન, મધુર, શાંત, સર્વચન વાંચી વિચારી હૃદય પ્રફુલ્લિત થાય છે. તેમાંનો કોઈ શબ્દ કઠણ લાગતો નથી. કોઈ પૂર્વજન્મની પુન્યાઇએ જોગ બન્યો તો આપ હવે જેમ આત્મિક હિત હશે તેમ કરશો, તે મને હિતનું કારણ છે, હું એમ સમજું છું. હાલ મોક્ષમાર્ગ પ્રકાશગ્રંથના પૃષ્ઠ પાંત્રીસના લગભગ શ્રવણ મનન કરવા રહ્યા છે, ને સદ્ગુરૂના શરણથી ઘણી વૃત્તિઓનું ઉપશમવું થાય છે. તે જોગ મળ્યાથી આનંદ છે. તે યથા અવસરે જણાવીશ.
શ્રી કૃપાળુનાથજી તરફથી એક પનું આવ્યું તે વાંચી પરમ આનંદ થયો છે. દાસ ઉપર પ્રભુએ પૂર્ણ દયાએ અમૂલ્ય વચનામૃતોનું પ્રિયપાન કરાવ્યું છે. તેની નકલ નીચે મુજબ વ. ૭૩૨. આપની સેવામાં સત્પ્રભુએ અમૂલ્ય ભેટ આપી તે જણાવી છે. બીજું કૃપાળુનાથની પધારવાની ખબર અમને જણાવતા રહેશો.
લલ્લુ.
પત્ર-૨૪
ભાદરવા વદ ૪, શનિ, ૧૯૫૧ તે કૃપાળુ પ્રભુને ત્રિકાળ નમસ્કાર હરિની ભક્તિ વિષે અહોનિશ ઈચ્છાવાન સત્યરુષના દર્શનાભિલાષી પવિત્ર અંબાલાલભાઈ પ્રત્યે :
વિનંતી કે એક પત્ર મળ્યો. શ્રીજીનો પત્ર આ સાથે મોકલ્યો છે. પત્રથી સમાચાર મળ્યા. વળી કૃપા કરશો. અમો પણ તમારા પત્રની રાહ જોયા કરતા હતા. આ
શ્રીજી પધારે કે પત્રથી ખબર કરવામાં વિલંબ કરશો નહીં. પછી જે ગામ વીરસદ વિગેરેમાં રહેવું ઠરે તેનું સરનામું લખી મોકલશો. આપનો પત્ર આવશે નહીં ત્યાં સુધી મુને કળ પડશે નહીં. તે પુરુષના આપ દર્શનનો
૨૪૭
Page #327
--------------------------------------------------------------------------
________________
GS GREE
) સત્સંગ-સંજીવની હSREER 3RD
મોટો લાભ લેશો. મારી વતી અત્યંત ભક્તિથી વંદન કરશોજી.
શ્રીજીનો પત્ર એક માસ થયા આવ્યો નથી. તેથી મારો પત્ર ક્યાં પહોંચે ? શું કરું? પત્ર લખું તો ઘણો, પણ એવો જોગ બને તો શ્રીજી તો વવાણીયેથી પધારી ગયા હોય. હાલ બીજે મુકામે છે. માટે હવે જ્યાં પ્રભુનું રહેવું થાય તે જણાવશો અને જેમ શ્રીજીનું પધારવું સૂર્યપુર થાય તેમ બરોબર ધ્યાનમાં રાખશો. અને હું દાસ છોરૂને દર્શનનો લાભ આપે તેમ વિનંતીપૂર્વક અરજ કરશો. અને પ્રભુને કહેશો જે આપનો દીન શિષ્ય અલ્પજ્ઞ પામર બાળક આપના જ દર્શનની ઈચ્છા બહુ કરે છે તે હે પ્રભુ અતૃપ્ત આત્માને તૃપ્ત કરવા હે કૃપાળુનાથજી, કૃપા કરશો.
હે પ્રિય ભાઈ ! અવસર દેખીને આપ કહેશો. હું તો એક મૂઢ બુદ્ધિથી લખું છું. પણ તે જોગ આવે તેમ અવસર દેખી કરશો. કોઈ દોષથી વચન લખાયું હોય તે ક્ષમાપના માગશો. ને તે આર્ય !
ઓધવજી સંદેશો કહેજો શ્યામને, મારા સમજો મુકી મનનો મેલ જો, ધીરજની વાતો રે ધરથી સાંભળો.
પહેલી પ્રીતે હર્યા અમારા પ્રાણ જો .... ઓધવજી સંદેશો લેહ લાગી અને તારી અલ્યાજી લેહ લાગી મને તારી શા આવી આવી ગોપીઓની ભક્તિ કહી છે. તે વાંચી રૂપચંદ તથા તારાચંદનું મન ઊતરી ગયું છે. દયાળચંદ અમારી પાસે આવે છે. તેમને મારી અલ્પ બુદ્ધિથી તે સત્પષના આચાર તથા દશાની વાત કરતાં તેમનું માન ગળી ગયું. ને કાન પકડી કહ્યું કે મારી બહુ ભૂલ છે. આવા જ્ઞાની હોય તો જ જ્ઞાની કહેવાય અથવા પરમાત્મા કહેવાય. હે ભાઈ! મારાથી ભરમથી કહેવાયું. તે સત્પષના જ્ઞાનની વાત મેં મોંઢેથી કહી તેનો મહિમા, આચરણ આવા હોય તે કહ્યું, તેમાંથી તે સમજી ગયો ને હા ભણી, અમારી પાસે આવે છે, આવ્યા કરે છે. એક મુનિ દેવકરણજી ઉપર શ્રીજીએ પત્રથી જણાવ્યું છે. તે પત્ર આપને મોકલી આપીશ. તેથી જાણશો. બાકી તેમને પણ ઘણી ઠોકર વાગી, હવે તે બોલી શકતા નથી. શ્રીજી ઉપર તેમને પણ જરા મનમાં સમજ જુદી હતી. પણ હાલમાં સમાગમ થતાંમાં તે પણ ઠરી ગયા. અહિંયા સમાગમ મળતાં મળતાંનો થાય છે. તેમાં વાત કરતા તે બોલી શક્યા નહિ ને સમજયા, પણ હજુ અહંકાર કાંઈક એવો છે કે તે મોંઢેથી હા કહે પણ અંત:કરણથી બોલાતુ નથી પણ સમજશે ખરા. આપના વચનથી અમો તો હવે કોઈ પ્રકારથી કહેવાનું કર્યું નથી, તે જાણશો પણ સહેજે વાત નીકળી તેથી તે સમજ્યા છે. હાલ આપશ્રી મુનિ દેવકરણજી વિષે કોઈ વાત શ્રીજીને ન જણાવશો. હજુ જોયા કરીએ છીએ જે કેમ થાય છે ? પછી જણાવશું.
બસ એ જ. ને બીજું આપ પૂર્ણ ભાગ્યના ધણી. જેથી કરી પ્રભુની સમીપમાં પૂર્ણ ભક્તિનો લાભ પામ્યા છો. આપના 'કૃતકૃતાર્થને ધન્ય છે. વારંવાર સમય સમય નમસ્કાર આપની ભક્તિને કરું . આપની આગળ દીનતાઈથી અરજ ગુજારું છું, તે પૂર્ણ કરવાથી આ સેવક પૂર્ણલાભને પામ્યો સમજીશ. હે ભાઈ, આપને પૂર્ણ ત્રણમાસ મળે જે જે આપને બોધ મળ્યો, સ્મૃતિમાં લીધો, પ્રભુના વચનામૃતો પ્રાપ્ત થયાં છે, તેમાંથી આ દાસને કહેવા જોગ હોય તે કપા કરી કહેવાથી હું આનંદી થઈશ. દિવસ થોડા તેમાં આ દુષ્ટ જીવને સત્સંગની પૂરી અંતરાય છે તેથી અતિ ખેદ થાય છે. શું કરું ? વળી પ્રભુની લીલા તે એક દિવસ કહેવા કૃપા થશે. આ જીવ બહુ અકળાય છે. વળી પ્રતિબંધ,
૨૪૮
Page #328
--------------------------------------------------------------------------
________________
{{} સત્સંગ-સંજીવની
કુળાચાર, સંપ્રદાયના વ્યવહારથી વિઘન આવે છે. ત્યારે અરે શું કરૂં ? કાંઈ વિચારી શકતો નથી. વળી આપનો સમાગમ થવાથી જણાવીશ. એ જ વિનંતી.
પત્ર-૨૫
સંવત ૧૯૫૪ના પ્રથમ આસો સુદી-૮ શુક્ર ખંભાતથી વસો લખેલો. બાપુજી શેઠના સગાભાઈ. પરમ પૂજ્ય આત્માર્થી ભાઈશ્રી અંબાલાલભાઈ - વસો.
આપની પરમ કૃપા ભરેલા પત્ર બે પહોંચ્યા છે. પત્ર વાંચી કેટલાક નિયમ કરવા એમ નિશ્ચય થયો છે. બે દિવસથી તે વિચાર રહે છે. યથાર્થ સ્વરૂપ તો જ્ઞાની પાસે સમજાય છે. અલ્પ મતિથી સારો અડગ નિશ્ચય કરીને નિયમ લેવા કે જેથી દેહ ત્યાગ સુધીમાં પણ આંચકો આવે નહીં. એવો વિચાર રહે છે. કેટલાક નિયમો પરમકૃપાળુદેવ સમીપે લેવાનો વિચાર હતો. તેનું યથાર્થ સ્વરૂપ પરમ પુરુષ દ્વારાથી સમજી પદાર્થો મૂક્યા હોય તો પરિણામે તેનો ઉદ્ભવ થાય નહીં, પણ વસોમાં બે ત્રણ દિવસથી ઠીક ના પડ્યું તેથી તે બંધ રહ્યું હતું. ત્રિભોવનભાઈના લીધે મારા આત્મામાં જરાએ અનિશ્ચય જ્ઞાની પુરુષ ઉપર થયો નહોતો. કેટલા બધા સદ્ગુરૂ સમીપમાં આપ વિગેરે આત્માર્થી જીવો શ્રવણ કરતા હતા. શ્રવણ કરી આત્મામાં અવધારતા હતા. ધન્ય છે તે
પવિત્ર આત્માઓને ! આ દુષ્ટને તેવો જોગ ક્યારે બનશે ? ચરણ સમીપમાં રહેવાનું ક્યારે થશે ? હું મહાપાપી અને દુષ્ટ છું. ધન્ય છે બીજા ભાઈઓને કે આત્મામાં અવધારે છે. ને આ દુષ્ટને આટલો બધો સમાગમ થતાં આત્મામાં પરિણામ પામતો નથી. ધિક્કાર છે આ દુષ્ટને કે સર્વથી દુષ્ટ હું કે -
ભગવાન આદિ વિશેષણો કાગળમાં કે મુખે કહેવાય છે પણ તે આત્મામાં હજુ પરિણામ પામ્યા નથી. તે દોષ જરાએ સમજવામાં નહોતો તે દોષ આપે સમજાવ્યો તો આપણો મહત્ ઉપકારનો બદલો આ બાળકથી કોઈ વખત વળે તેવો નથી. કે જે મોટી ભૂલ આપે મને સમજાવી તેથી આપનો મોટો આભાર માનું છું. ભગવાન મુખે અગર કાગળમાં લખાય છે, પણ આત્મામાં પરિણામ હજુ પામ્યા નથી તેનું શું કારણ ? તો એમ સમજાય છે કે પરમકૃપાળુદેવ ઉપર સાચો નિશ્ચય આ જીવને થયો નથી. તે નથી થયો તેનું શું કારણ ? તે જીવે હજુ સુધી વિચાર્યું નથી. પણ આ જીવમાં જો સાચી લાગણી હવે થશે તો પરમ પુરુષ ઉપર અડગ નિશ્ચય થશે, અને નિશ્ચય પણ પરમદયાળુદેવના પ્રતાપે થશે. થશે, થશે, થશે એમ લાગે છે. આપનો ઉપકાર આ બાળકથી ભૂલવા જેવો નથી. મારા આત્મામાંની મોટી ભૂલો આપે દયા કરી જણાવી. તેનો બદલો શું વાળીશ ? પત્ર લખી આનંદ પમાડશો, બાળકની સંભાળ દેશો.
દઃ નગીન.
પત્ર-૨૬ વસો
શ્રીમદ્ સદ્ગુરૂદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીને આ પામર બાળકની વતી વિનયપૂર્વક અત્યંત ભક્તિથી નમસ્કાર કરશો.
આપ ભાઈઓને ૫૨મ લાભ મળ્યો છે. તે અનાદિકાળથી આવો જોગ એક સમય પણ નથી. તેવો અપૂર્વ જોગ આપ પવિત્ર આત્માઓને મળ્યો છે. આપને ધન્યવાદ હો ! ધન્યવાદ હો ! જે અપૂર્વ લાભ મોટા દેવોને પણ મળવો દુર્લભ છે તેવો લાભ આપને મળ્યો છે. હું અભાગી દુષ્ટ અહંકારી મિથ્યા અભિમાની ખોટા દિલનો દેખાડનાર અને અત્યંત ધિક્કારવા યોગ્ય છું. મારામાં અત્યંત દોષો વર્તે છે. આપ સમીપમાં રહી અપૂર્વ લાભ
૨૪૯
Page #329
--------------------------------------------------------------------------
________________
- સત્સંગ-સંજીવની
લઈ અનંતા કર્મો ક્ષય કરો છો. આ દુષ્ટને ફરી દર્શનના લાભની પણ આજ્ઞા નહીં મળી. આપ એકાંતના સમાગમમાં પરમ ભક્તિ કરતા હશો ! આ બાળકના એવા ભાગ્ય ક્યારે જાગશે ? એવો જોગ ક્યારે બનશે ? તે પુરુષની ભક્તિ, રાત દિવસ એક મનપણે, એક તનપણે, નિષ્કામપણે આ બાળકને ક૨વાનો જોગ બને. આપે અમૃતધાર રસ શ્રવણ કર્યો હશે તેનો થોડો ભાગ કાગળ દ્વારાએ લખી આ બાળકને આનંદ પમાડશો. ધન્યવાદ, ધન્યવાદ. જે તે પુરૂષના દર્શન કરે છે તેને ધન્યવાદ હો....
બેન ચંચળ તથા છોટાભાઈની વહુ તથા બાપુજી વિગેરે, કાલ રોજ શુક્રવારના સાંજના ખંભાત આવ્યા છે તે જાણજો. બેન ચંચળને આ ફેરા અપૂર્વ લાભ મળ્યો છે. ભક્તિમાં કાંઈ સંદેહ રહેતો નથી. સમાગમથી આવ્યા પછી રાતના બે વાગ્યા સુધી બેઠા હતા. પરમ પુરુષના અપૂર્વ ગુણો સાંભળી અત્યાનંદ થયો હતો. ચંચળને પણ પરમ પુરુષનો સારો નિશ્ચય થયો છે. કૃપાનાથની ભક્તિ કરવાનો જોગ બન્યો નહોતો જેથી બહુજ પશ્ચાત્તાપ કરતાં હતાં. અહીં સૌ કુશળ છે. પરમ પૂ. મુનિઓને નમસ્કાર કહેશો. આત્માર્થી ભાઈ લહેરાભાઈને નમસ્કાર કહેશો. પૂ. લહેરાભાઈ તથા અંબાલાલભાઈ જેવા અડગ નિશ્ચયવાન પુરુષો સૌભાગ્યવંત વર્તી, જયવંત વર્તો. આપ નીકળો ત્યારે પત્ર લખશો.
દ. બાળક નગીનના નમસ્કાર.
આસો સુદ ૨, ૧૯૫૪, શનિ ખંભાતથી.
પત્ર-૨૭
જૂઠાભાઈના પત્ર
કલોલથી
ભાદરવા સુદ ૧૪, સોમ, ૧૯૪૫
રા. રા. અંબાલાલ લાલચંદ. તમારી કુશળતાના સમાચાર છગનલાલ અત્રે આવતા તેઓની પાસેથી સાંભળી આનંદ પામ્યો છું. મારી શારીરિક અસ્વસ્થ સ્થિતિને લીધે અમુક મુદતથી હું અત્રે આવ્યો છું. બનતા સુધી આસો સુદ બીજ ઉપર ઘર તરફ જવા વિચાર છે. અને ત્યાર પછી આર્યાજીના દર્શન નિમિત્તે વડોદરે જવા વિચાર છે. તો તે પ્રસંગમાં આપની મુલાકાત લેવાનું અત્રે છગનલાલની સાથે ઠરાવ કર્યો છે. ભવિષ્ય બળવત્તર છે. જ્ઞાની દૃશ્ય તો સર્વે સારૂં જ થશે. બાકી કુશળતા છે, આપની તરફની ચાહું છું. કામ સેવા ફરમાવશો.
લિ. સેવક જૂઠા ઊજમશીના પ્રણામ એ જ અરજ સાથે અટકું છું.
પત્ર-૨૮
જીવને અનંતોકાળ થયા રાગદ્વેષરૂપ ગ્રંથી બંધાઈ ગઈ છે તે જ્યારે છેદાય ત્યારે મોક્ષ નજીક છે. તેમાં રાગના બે પ્રકાર (૧) સાવદ્ય, ને (૨) નિરવદ્ય. સાવદ્ય રાગ તે સંસારમાં વિવિધ પ્રકાર ઉપર રાગ રાખવો તે કર્મ બંધનો હેતુ છે. નિરવદ્ય રાગ તે વીરના પ્રરૂપેલ માર્ગ ઉપર રાગ રાખવો તે કર્મ નિર્જરાનું કારણ છે. આ અનાદિકાળનો જીવ અજ્ઞાને કરી મોહને વશ પડેલ છે પણ તેનો વિચાર નથી કરતો કે તારૂં સ્વરૂપ શું છે ? તારી જાત ભાત ઈત્યાદિ શું છે ? એનો કાંઈ પણ આત્મા વિચાર કરતો નથી. પ્રત્યક્ષમાં કોટવાળ, કાજી, દિવાન, પ્રધાન કે રાજા સુધી એક વાત હોય તેનો ન્યાય કરવા માટે મોટી મોટી સભાઓ ભરે છે. પણ હે ગૌત્તમ ! કોઈ જીવનો
નોંધ : પત્ર નં : ૨૮ થી ૩૧ આ ચાર પત્રો નવા મળી આવેલ છે તે મુદ્રિત કર્યા છે.
૨૫૦
Page #330
--------------------------------------------------------------------------
________________
GYAી સત્સંગ-સંજીવની SHGHER SEC)
ન્યાય નથી કરતું. અનાદિકાળનો અજ્ઞાનને વશ પડેલ અનેક ગતિમાં પરિભ્રમણ કરે છે. તે જ્યારે અજ્ઞાનને વશ પડ્યો તે વારે નીચ ગોત્ર મળ્યાં. ધર્મનું સુણવું, શ્રદ્ધવું, ફરસવું ન મલ્યું, પાંચ ઈન્દ્રિય પરિપૂર્ણ ન મળી. ને કદાપિ તે બધું મળતાં છતાં પણ ધર્મના મત ભેદને લઈ આત્મધર્મને ફરસતો નથી. તે બહુલ કરમીપણું કે પૂર્વ કર્મનો દોષ એમ સમજાય છે. માટે હવે તો આત્માને બળીયો કરી સન્દુરુષની સમીપમાં જઈ જીવના ભેદાનુભેટ સ્વરૂપને જાણી જે ગ્રહવા યોગ્ય ગ્રહવું, આદરવાયોગ્ય આદરવું, છાંડવા યોગ્ય છાંડવું, જાણવા યોગ્ય જાણવું. એમ કર્યા વિના આ આત્માની સિદ્ધિ નથી. નહિંતો અનંતકાળે મળેલો મનુષ્ય ભવ હારી જઈ પાછા ચોરાશીના ફેરામાં અનંત જન્મ મરણના દુઃખ સહન કરવા પડશે. પણ એટલું તો સિદ્ધ છે કે જો સટુરુષની કૃપાદૃષ્ટિ હશે તો ને તેમના કહેલા વચન શ્રવણ કરીને તેમની આજ્ઞા પ્રમાણે ચાલીશું તો થોડા વખતમાં આપણું શાશ્વત જે ઘર તેને વિષે પહોંચીશું.
અહો ! અહો !! જે આપણું અનુપમેય હિત થવાનું તેનો જ વિયોગ એ પૂર્વિત કર્મોદયે કરાવ્યો છે. તે કર્મને નિવારવા પ્રયત્ની થઈશું તો તે સર્વકર્મથી રહિત થઈશું. અને અવશ્ય આપણું તે ઘર - આનંદમય, અનંતસુખમય પ્રાપ્ત થશે. ધન્ય છે આપને કે તે સત્યરૂષની સમીપ થવા ઈચ્છા ધારેલી પણ બર આવવા આ પૂર્વિત કર્મના દોષે અટકાવ્યા છે પણ તેવી ઈચ્છા છે તો તે બર આવશે.
હું જે અલ્પજ્ઞ અષ્ટ કર્મે ભરેલ એવો હું પાપી, હું દુષ્ટ, મહાવિકારી, પરપુગલમાં રાચણહારો એવાને સરૂષનો જોગ ક્યાંથી મળે ? અને જો મળે તો ઘણા ભવનું કામ થોડામાં થઈ જાય પણ હવે તો તે દિવસ ક્યારે | આવશે કે તેમના સમીપ થવાય.
લી. જૂ.
પત્ર-૨૯ જે અપૂર્વભાવની પ્રાપ્તિ તે સત્સંગ છે તે વિના બીજું કાંઈ નથી. અને એજ સમાગમ પરમ કલ્યાણ આપે તેમ છે. બંધન - બંધન - બંધન, અબંધનયુક્ત એવા જે પવિત્ર મહાત્મા તે જયવાન વર્તો. અને તેમને ત્રિકાળ નમસ્કાર હો !
અહો જીવન મુક્ત નાથ ? શું આના જેવી બીજી દુઃખદાયી કઈ વસ્તુ જગતમાં છે કે જેનાથી અનુપમેય હિત થવાનું તેનો જ વિયોગ પૂર્વિતના કર્મોદયે કરાવ્યો ! શું એ નિવારવા આપ સમર્થ નથી ? છો. - પણ મારી પાત્રતા નથી.
જે બોધ લેવો છે તે તો તે પુરૂષ પાસેથી મળવો છે. ત્યાં આ... શું લખે ? માટે આપણે સર્વે બંધુઓ એમ ઈચ્છો કે થોડો કાળ તે કલ્પદ્રુમની છાયા નીચે – સત્યરૂષના ચરણમાં જઈને રહીએ એવો કોઈ વખત આપો એમ ઈચ્છા રાખ્યા રહો. બાકી જેમ જોગપણું પ્રાપ્ત થાય તેમ કરવા આપણે સર્વબંધુઓ પરાયણ રહીએ એ શ્રેયસ્કર છે.
માર્ગમાં વિશેષ મચ્યા રહેવું શ્રેયસ્કર છે, સર્વે કરી ચૂક્યા છીએ. એટલે હવે સંસારી સાધન કોઈ બાકી રહ્યા નથી. રહ્યા હોય તો કહો.
પ્રભુ પાર્શ્વનું એકાગ્ર મનથી લક્ષ રાખો.”
આત્મ હિતમાં એ(!) ચઢી આવતો વેગ વખતે નુકશાનકારક નિવડે. બાકી આ તમારો પવિત્ર આત્મા બંધનથી છૂટવા માગે છે, તેનો વેગ છે તો તેને બહાર કાં કાઢો છો ભાઈ ! જીવન જાળવવાથી પુરૂષાર્થનો ઉપયોગ
૨૫૧
Page #331
--------------------------------------------------------------------------
________________
જ
આ
સત્સંગ-સંજીવની
લેવાય અને તેથી ધર્મ તેમજ હિત બધુય છે. પવિત્ર આત્મા તમારું હિત થાય તેમ કરશે. દઢતા રાખજો. હું હે ભાઈ ! મારી ઉપર જે પ્રેમ છે, તે તમો મેળવી શકશો તેમ અરજ કરી નક્કી કરીશ. હે પવિત્ર આત્મા ! શાંતિઃ શાંતિઃ સબુરી સબુરી સબુરી રાખો.
લી, જ.
પત્ર-૩૦ આ અન્ય માનેલી અનંત વિહારરૂપ પરપરિણતી તે તેઓની તેઓને સોંપાય તો ઠીક, જેથી કરી અનંત સુખમય ચિરૂપ મહાત્માના દર્શન થાય, વ્યવહારમાં ગમે તેમ ધર્મને માનવો, પણ નિશ્ચયથી વસ્તુધર્મમાં પ્રવેશ કરવો આ એક જ વાત છે. અને મહત્ જ્ઞાનીઓએ પણ તે વાટેથી આત્મહિત કર્યું. વર્તમાનમાં પણ હળુકર્મી તેમજ કરે છે, અનાગત કાળે પણ તેજ વાટેથી તરશે. સુગડાંગજીના બીજા ભૃત સ્કંધમાં એમ સૂચવ્યું છે કે –
જ્ઞાનીપુરૂષ- છદ્મસ્થને મૌન રહેવું શ્રેય છે.” તો પછી મતમતાંતરમાં શું દોડવું ? એમાં દોડીશું તો પછી ક્યારે વિસર્જન થયેલાને સ્મૃતિમાં લાવશું ? ક્યારે આપણે આ સંસારની ઉપાધિથી વિરક્ત થઈશું ? અન્ય પ્રસંગ કયારે છોડીશું ? અને સત્ય વસ્તુના ઉપયોગમાં ક્યારે લીન થઈશું ?
જે વાટેથી ઋષભદેવ ગયા, જે વાટેથી મહાવીર, મૃગાપુત્ર ઈત્યાદિ ગયા તે વાટ ક્યારે લાધશે ? અને આ અલ્પજ્ઞ સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન સમ્યગુ ચારિત્રના સ્વરૂપમાં ક્યારે રમશે ? બંધાયેલાને ક્યારે છોડશે ? તે દિવસ અતિ ઉત્તમ મનાશે. બાકી તો ધૂળ ઉપર લીંપણ જેવો આ પરવસ્તુનો આનંદ છે.
- હે ભગવંત ! હું મહાવિષયી, રાગ દ્વેષાદિકે યુક્ત પરપરિણતીનો રાગી, બંધાયેલાને વધારે બાંધનાર, તેને ફસાવનાર, કૃત્રિમ વસ્તુનો સેવનાર, મોહાંધ, અનાદિથી વિસર્જન થયેલા આત્માને ત્વરાથી બોધ આપો એ આપનો મહત્ ઉપકાર છે. એ ઉપકાર વાળવા હું અલ્પજ્ઞ સમર્થ નથી,
લી. જૂ.
પત્ર-૩૧ કાળના મસ્તક પર પગ મેલી, અખંડ એક રસ આત્મધ્યાનમાં લીન થનાર મહાત્માઓના તારૂપી તેજના સાગર આગળ આ લોક નહીં જેવો થઈ ગયો છે. તે મહાત્માઓને વારંવાર નમસ્કાર હો!
- પ્રિયભાઈ, કુશળતાનું કાર્ડ પહોંચ્યું છે, છગનલાલ અમદાવાદ ગયા, શારીરિક સ્થિતિ સુધરતી આવે છે. લીંબડીવાળા તરફથી નીકળતું જૈનમાસિક શું વિષયની ગોઠવણથી પૂરતું છે ? તત્ત્વાર્થનો સમાવેશ કેવા પ્રકારનો છે ? ગ્રાહકની મનોવૃત્તિ કેવા પ્રકારે તે પ્રેરે છે ? ઈત્યાદિ અનુકૂળ પ્રસંગે લખશો. ધારેલી મુરાદ પાર પડવાનો પ્રસંગ નજદીક આવે છે. સહર્ષનું કારણ મનાય છે. પ્રિય અને પવિત્ર પ્રેમીની ઝાંખીનો લાભ લેવા આ લખનાર હૃદય આકર્ષાય છે તો પણ ભવિષ્ય બળવત્તર છે. સર્વ સારૂં જ થશે. સ્વાભાવિક આવી જ વર્તણુંક હોવાથી ક્ષમા ઈચ્છું છું કે પત્ર તુરતા તુરત નથી લખી શકતો એમાં કેટલુંક મને વૃત્તિનું નિમિત્ત છે. બાકી કંઈ નથી.
વ.નં.૨૧ “કોઈને અંતઃકરણ આપશો નહીં અને આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. ભિન્નતા રાખો તો અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે.” - આ પુરૂષનાં દર્શનાતુરના પ્રણામ.
શાંતિ રાખો, ફીકર નહીં, સારૂંજ થશે. નિર્મળ પ્રેમના પ્રવાહમાં ઉપાધિરૂપી બેટ પડી જવા ન સંભવે એ સાવચેતી અન્યો અન્યને રાખવાની છે. બાકી કાંઈ નથી. માગશર માસમાં આપ પધાર્યા ત્યારે હું ઘેર નહીં હોઉં.
૨૫૨
Page #332
--------------------------------------------------------------------------
________________
O GRAPES સત્સંગ-સંજીવની GPSC GRO
કાંતો દુકાને નહીં હોઉં. હું અલ્પમતિ અજાણ છું. આપ સમજુ અને સ્વતંત્રતાધિન છો એમ સમજાય છે. હું પરતંત્ર છું તેમજ સંસાર સાગરમાં ડૂબતો અવિવેકી માણસ છું. મારું ચિત્ત સ્થાયિ નથી આથી પ્રીતિ કે ? તેની કદર સમજતો નથી. ફક્ત મને રોઝની માફક શૂન્ય પ્રાણીને નિભાવવાની શક્તિનો વિચાર કરી આગળ ડગલું ભરજો. પછી ફરી પસ્તાવો ન થાય તેની પ્રથમ સાવચેતી રાખી આગળ પાછળની તપાસ કરજો. સત્પષો કહી ગયા છે.
‘પ્રીત રીત અતિ કઠીન હૈ, સમજ કરઈયો કોઈ, ભાંગ ભૂખંતા સોહીલી, લહેરા મુશ્કેલ હોઈ.
લી.જા..
ભાદરવો, ૧૯૪૫
તા. ૨૪ સપ્ટેમ્બર-૯૮ કલોલથી શ્રી અંબાલાલ લાલચંદ,
ચોપાનીયું પહોંચ્યું હતું. પરંતુ પત્ર આવ્યાની રાહથી અટક્યો હતો. પત્ર છેવટ ન આવતાં આ કાર્ડ લખવું પડ્યું. માસિક પત્ર સાધારણ છે. હું કાંઈ જ્ઞાની નથી, છતાં મને એમ જ લાગ્યું એ દૃષ્ટિદોષ. લખાણ મધ્યમ અને વિષય સાધારણ છે. ખેર, તેને ઉત્તેજન મળો. એ પ્રયાચના સમેત અટકું છું. અત્રેથી ગ્રાહક થવાની ઈચ્છાએ, ગ્રાહક તરીકેની માગણી એકાદ બે જણની કરાવી છે. એ ફરજરૂપ સમજી, કદી પુખ્ત વિચારનું લખાણ કરાએલું હોય તો ગ્રાહકો થવા આશા રખાત. પણ નિરૂપાયતા. મિત્ર મંડલને પણ આથી ભલામણ નથી થતી. તો પણ એમાં આપે વિચાર નથી જણાવ્યો તો જણાવો. પત્ર તુરત લખો. બાકી કશું નથી.
પત્ર-૩૩
પોષ વદ ૧૧, ૧૯૪૬, અમદાવાદથી પ્રિય,
દિલગીર છું. સવિસ્તર હકીકતનું એક પત્ર મેં આપને લખેલ છે. તેને આજ આઠ નવ દિવસ થયા. આપના બે કાર્ડ પહોંચ્યા. તેથી એમ જણાયું કે તે પત્ર આપને પહોંચ્યું નથી. દિલગીર, જે પત્ર નથી પહોંચ્યું તેનું શું કારણ? ભદ્રિક મગનલાલ કહે છે કે નાંખવામાં ગફલત નથી કરી. તો હવે લાચાર. હું તે પત્રના જવાબની રાહ જોઉં છું. ત્યાં તમારા બીજા કાર્ડમાં પણ પત્રની માગણી થઈ, આથી નિઃસંદેહ એમ સમજાયું કે પત્ર ગેરવલે પડ્યું. લાચારીએ આ કાર્ડ સંતોષને માટે લખું છું. હવે વિગતવાર પત્ર લખવા માંડું છઉં. નિશ્ચિંત રહો. પત્ર કિંચિત્ ઉપયોગી હતું. શરીર સારું છે.
દર્શન, પવિત્ર દર્શન, તારો વિયોગ, આ આત્માની અનંતશક્તિ દબાણી છે. તે પવિત્ર દર્શન વિના શું પ્રફુલિત થાય ? મળવા ઈચ્છા છે. પાર પડો. એ જ. મુંબઈ સાહેબજી પાસે બંને ભાઈ જવું ધારો છો કે કેમ ? લખશો. પત્ર ન પહોંચવા માટે સહજ ખેદ પામ્યો છું.
લિ. સેવક જૂઠાના પ્રણામ.
૨૫૩
Page #333
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની હકીકર
પત્ર-૩૪
આસો સુદ ૬, બુધ - કલોલથી નિરાગી મહાત્માઓને નમસ્કાર. પુણ્ય પ્રભાવિક સુજ્ઞ બંધુ, શ્રી શ્રી ખંભાત બંદર
અત્રેથી કડી થઈ ભોંયણી સુધી ગયેલ જેથી તમારી તરફથી આવેલો પત્ર મળતાં, બે દિવસનો વિલંબ થયો તેથી પ્રત્યુત્તર લખી શકાયો નથી. તો ક્ષમા યાચી હવે તે પ્રત્યુત્તર લખું છું. ચોપાનીયું આબાદ રહે એ શ્રી પાસે ઈચ્છી અટકું છું. એ ખાતે આપે જે હકીકત દર્શાવી તે લક્ષમાં લીધી છે. મારી શારીરિક સ્થિતિને માટે ખુલાસો માગે છે તે પત્ર દ્વારા એ આપવા અશક્ય છઉં. વ્યવહારમાં વર્તમાન કાળ કેટલેક અંશે સારો મનાય છે તો નિશ્ચિત રહેવા અરજ કરૂં છું. અહીંની દવા લાગુ નથી. સહવાસની અધીરજ અન્યોઅન્ય દરેકને છે. એટલે આ સ્થળે તેનું વિવેચન કરવું યોગ્ય નથી. ...છતાં કુદરત તારો પ્રબળ અન્યાય છે કે અમારો કાળ અમારી ધારેલી નીતિએ
વ્યતિત કરાવતી નથી. ઘણું કરીને વડોદરે થઈ વળતાં ખંભાત આવવાનું બને. તો પણ સાથે જ વડોદરે આવવાનું વિચારે તો ત્વરાએ દર્શનદાન મળ્યું સમજ અને પછી સાથે જ ખંભાત જવા સુગમ પડે. અને વડોદરામાં ગાળેલા દિવસનો વિયોગ ન જણાતાં આનંદના કારણરૂપ થાય. તો પણ એટલી અરજ કે સંસારી ઉપાધિથી વા વ્યવહાર
સંબંધી અપ્રસન્નતા થાય નહીં તેમ હોય અને પૂરતી અનુકૂળતા હોય તો આવવા વિચારવું. દેશ, કાળ, પાત્ર, ITI ભાવ જોઈ કરવું. સુજ્ઞશ્રીને શું લખું ?
| દર્શનારની ઈચ્છા ઘણી. એક સહવાસ માટે વ્યાકુલ હોય તોપણ અન્ય આત્મા ખેદ ન પામે તેમ હોય તો સત્વર લખું તે દિવસે વડોદરે જતાં સમીપ થવાનું કરજો અને આ એક નજીવી અરજ સ્વીકારો.
શતાવધાની કવિ રાજ્યશ્રી તરફથી વિદિતમાં આવેલા બે પુસ્તક તમારી સમીપ છે. તે સિવાય અન્ય મારા જાણવામાં નથી. ગુપ્ત હશે. જુજ ભાગ હું પાસે હશે. (નિયમાદિ). તે બનતાં સુધી લાવીશ. અન્ય કારણ ભિન્નત્વ રાખવાનું જ્યારે સૂચવશે ત્યારે સંબંધ અટકાવીશ. પણ જ્યાં સુધી સ્વચ્છ રહેશે અને અન્યને માટે ખાત્રી થશે
ત્યાં સુધી મૌનતા ગ્રહણ કર્યા સિવાય બીજું કાંઈ ઉપયોગી નહિ થાય તો પણ વિશેષ સમાગમ બની રહેશે. અધીરજ jXI ન રાખો. ભાવિ પ્રબળ છે. આવેશ વાંચી પ્રેમને ગાઢા બંધનથી રાખો. અને જલ્દી સમાગમની ઈચ્છા કરો.
છગન તરફથી હેન્ડબીલ પહોંચ્યાં છે. તેમ આપની તરફ પણ આવ્યા હશે. પ્રિય છગનનો શ્રમ પાર પડો. બીજું શું કહું ? યોગ્ય લાગે તે કરો. એનાથી સંબંધ માટે જણાવું છું કે આપ તે ખાતે શું વિચારો છો ? હું અલ્પમતિ તેની મરજીનો સંભવ કરી શક્યો નથી.
સંવત ૧૯૪૬ પ્રિય ભાઈશ્રી,
આપનો કાગળ આવ્યો તે પહોંચ્યો. જવાબમાં નીચે મુજબ - નોટબુક મોકલી તે પહોંચી છે. કવિરાજ આવ્યા હતા. તેમને અત્રેથી તાર, બે દિવસ સુધી લાગટ કરીને મળવા સારૂ તેડાવ્યા હતા. અને તેઓ ફક્ત એક જ રાત પ્રિય જૂઠાભાઈની પાસે રહી, પાછા બીજા દિવસે મુંબઈ સીધાવ્યા છે. પ્રિય જૂઠાભાઈ ને કવિરાજ વચ્ચે શું વાતચીત થઈ તેની મને કાંઈ પણ ખબર નથી. કારણ હું તેમની પાસે ઝાઝો વખત રોકાયો નથી. તેમજ પ્રિય
૨૫૪
Page #334
--------------------------------------------------------------------------
________________
RSS
સત્સંગ-સંજીવની
)
જૂઠાભાઈને પૂછતાં તેમની તબિયત ઘણી નરમ હોવાથી તે બાબતનો જુદો ખુલાસો મળ્યો નથી. માટે તે વિષે હું કાંઈ લખી શકતો નથી. તેઓ કોઈ સાથે બોલતા ચાલતા નથી.
વળી તમને પણ અવકાશ હોય તો મુલાકાત સારૂ એક રાત આવી જશો. ને પ્રિય જૂઠાભાઈની તબિયત દિનપ્રતિદિન ઘણી જ અશક્ત થઈ ગઈ છે. તેથી તેઓએ કોઈની સાથે બોલવું ચાલવું બંધ કર્યું છે. કવિરાજ જૂઠાભાઈને ત્યાં જ ઉતર્યા હતા. આપનો આવેલો પત્ર આજરોજ જૂઠાભાઈને ધીમે ધીમે વાંચી સંભળાવ્યો, તેઓએ પણ બરાબર ધ્યાન દઈ સાંભળ્યો. પણ એ બાબત તેમણે કાંઈ ઉત્તર આપ્યો નથી.
અમદાવાદથી લિ : છગનલાલ બેચરદાસના પ્રણામ.
પત્ર-૩૬
અષાઢ સુદ ૯, ૧૯૪૬ સ્વસ્તી શ્રી ખંભાત બંદર મહા શુભ સ્થાને પૂજ્યારા ભાઈ અંબાલાલ લાલચંદ તથા શ્રી ત્રિભોવનદાસ | માણેકચંદ તથા ભાઈ સુંદરજી વિગેરે. | અમદાવાદથી શાહ છગનલાલ બેચરદાસના જુહાર વાંચશો. વિ. તમારો એક કાગળ પહોંચ્યો છે. તેમજ ભાઈ અંબાલાલનો આવ્યો તે પણ પહોંચ્યો છે. વળી કવિરાજના કાગળનો તરજુમો પ્રિય જૂઠાભાઈને હાથોહાથ ગઈકાલે રાત્રે આપ્યો હતો. | વળી લખવાની ઘણી દિલગીરી સાથે અફસોસ છું અને કલમ ચાલતી નથી તો પણ લખ્યા વિના છૂટકો નથી, માટે લખવાનું કે આપણો પ્રિયભાઈ જૂઠાલાલ આજરોજ સવારના સાડાદસ વાગતાના સુમારે દેવગત થયા છે, તે ઘણું માઠું થયું છે. આપની પ્રીતિના હક્કમાં ખરેખર ભંગાણ પડ્યું. વળી પ્રિયના જેવો સદ્ગણી માત્ર આ દુનિયામાં તો મળવો મુશ્કેલ. વળી તેઓ ભાઈની મરતાં સુધીની સહણા ઘણી જ સારી વૃત્તિમાં હતી. તેમની અંત સમયને વિષે અમોએ તમો બંને ભાઈઓ તરફથી તેમને વ્યવહારિક ભાતુ રૂ.૨/- ધર્મમાં વાપરવાનું તેમના કાને અમોએ કહ્યું છે, તો તે પ્રમાણે બંને ભાઈઓ વાપરશો. વળી આ બાબતની ખબર શતાવધાની કવિરાજને લખશો. વળી સગુણી જૂઠાલાલની નીતિ અને પ્રેમ આપણને કોઈ કાળે વિસરે તેમ નથી. તો આ પંચમ આરો ભગવંતે દુષમ જ્હયો છે, એ વાત સિદ્ધાંત છે. માટે પ્રિય જૂઠાલાલ તો નાની વયમાં તેમનું કાર્ય સાધ્ય કરી ગયા. ને ધર્મ કરશે તે સુખી થશે, માટે આપ બંને તે રીતે ધર્મકરણીનો ઉદ્યોગ કરશો.
વળી બેન ઉગરીને નાની વયમાં રંડાપો જોઈ આખી જ્ઞાતિના લોકનું કોમળ હૈયું દાઝયું છે. પણ કાળ આગળ કોઈનો ઉપાય ચાલતો નથી.
સગુણી જૂઠાલાલના ગુણ સંભારતાં કાગળમાં પાર આવે તેમ નથી. જે હૃદય, હૈયું ભરાઈ આવે છે, તેથી કલમ અટકાવું છે.
પત્ર-૩૭
અષાઢ સુદ ૧૫ ગુરૂ, ૧૯૪૬ સ્વસ્તી શ્રી ખંભાત બંદરે મહા શુભ સ્થાને પૂજ્યારાધે ભાઈ શ્રી ત્રિભોવનદાસ માણેકચંદ તથા ભાઈ અંબાલાલ વિ. ની ચરણ વિષે અચળ હોજો. એતાન શ્રી અમદાવાદથી લિ. શાહ છગનલાલ બેચરદાસના ધર્મસ્નેહ વાંચશો.
૨૫૫
Page #335
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
વિશેષ આપનો પત્ર એક પ્રિય જૂઠાભાઈની દિલગીરી વિષેનો અફસોસ ભરેલ તે પહોંચ્યો છે. તેમજ તે મધ્યે કાગળ એક બેન ઉગરીનો હતો તે પણ તેમને હાથોહાથ આપ્યો છે ને વાંચી સંભળાવ્યો છે. વળી તમારા અમૃતરૂપ વચનોથી તે બાઈને ધીરજ દીધી છે. પણ શું કરીએ ? બાઈની ઉંમર ઘણી જ નાની તો તેને નાની વયમાં મહાભારત સંકટ આવ્યું. તે તેનાથી કેમ વેઠી શકાય ? તેમજ તેમના ઘરમાં મુરબ્બી લહેરાભાઈ તથા જેશીંગભાઈ વિગેરે બહોળું કુટુંબ સર્વે હાલમાં તો ખરેખર દિલગીરીમાં જ છે. તે વાત કાંઈ લખી જાય તેવી નથી. SIPLO
વળી આપણને એક ફક્ત ધર્મસખાઈથી મિત્રાઈપણાનો હેત હરદમ સાંભળી આવે છે. વખતોવખત પર અફસોસ પેદા થાય છે. તો તેમના ઘરના તથા તેમની પત્નીને આ મહાભારત દુઃખ કેમ વિસર્જન થાય, પણ તેઓ સમજુ છે. તો કલેશ ઓછો થાય તેમ કરાવીશું. કલેશ એ જ કર્મબંધનો હેતુ છે એમ તેઓ જાણે છે. વળી સંસારનું અસારપણું તેઓ જાણે. પણ આ મોહનીયના ઉદયથી કલેશ પેદા થાય છે. તે એકદમ વિસરી જતો નથી. પછી દિવસ જતાં સર્વે વિસારે પડશે. વળી તેમના ભાઈ જેશીંગભાઈએ કીધું જે પ્રિયનો તો સ્વર્ગવાસ થયો છે. મારા સરખું કંઈ કામકાજ હોય તો લખશો. હું મારી બનતી રીતે બજાવીશ. બેન ઉગરીએ તમો સર્વેને ઘણું કરી સંભાર્યા છે તે જાણશો. વળી કવિરાજનો કાગળ અત્રે કાર્ડ અફસોસીનું આવી ગયું છે. તેમાં અફસોસી સિવાય બીજું કાંઈ લખ્યું નથી. તમારે ત્યાં શું સમાચાર છે તે લખી જણાવશો. તમારો લખેલો પત્ર પ્રિયભાઈને મરણની આગલી રાત્રે એકાંતમાં વાંચી સંભળાવ્યો હતો. પણ તે કાગળ સંબંધી કાંઈ નવિન વાતચીત થઈ નથી. ફક્ત તેમણે ખુશી બતાવી હતી. તમારા સંબંધમાં બીજું કાંઈ બોલ્યા નથી. એ જ.
גון
પત્ર-૩૮
કારતક વદી ૧, સોમ, ૧૯૫૫
પરમપૂજ્ય અંબાલાલભાઈ લાલચંદ
સાણંદથી લિ. આપના દર્શનનો અભિલાષી ભૂરા અભેચંદના જય જીનેન્દ્ર વાંચશો.
વિશેષ આપનો પત્ર આવ્યો. તે વાંચી ઘણો જ આનંદ થયો છે. વળી કૃપા કરી પત્ર લખશો. પરમકૃપાળુનો સમાગમ થયો, ત્યારે મને તેમની પાસે રહેવાનો વખત મળ્યો નહીં. તેથી કેટલીક બાબતોનો ખુલાસો થઈ શક્યો નહીં. પરંતુ તેમના દર્શનનો મોટો લાભ થયો છે. તેમ કેટલીક બાબતનો સંશય ટળી ગયો છે. બીજું મારા લખેલા પ્રશ્નનો ખુલાસો કાગળથી થાય તેમ નથી. સમાગમ થયેથી થશે તેવું આપે લખ્યું તે જાણ્યું છે. બીજું મુનિ લલ્લુજી તથા મુનિ દેવકરણજી વિગેરે મુનિઓ હાલમાં ક્યાં પધારવાના છે તે લખવાને કૃપા કરશો. મારૂં અંતઃકરણ પણ પરમકૃપાળુ શ્રીમદ્ તરફ ખેંચાઈ રહ્યું છે. પણ હાલ નિવૃત્તિ મળે તેમ નથી. પછી થાય તે ખરૂં. હાલ એ જ. કામ સેવા ફરમાવશો. સર્વ મુમુક્ષુઓને ધર્મસ્નેહ કહેશો.
ભૂરા અભેચંદના પ્રણામ વાંચશો.
888 પત્ર-૩૯
વૈશાખ વદ ૧૧, ૧૯૫૫
સહજાત્મસ્વરૂપ સ્વામીને ત્રિકાળ નમસ્કાર પરમ પૂજ્ય મુરબ્બી બંધુ શ્રી અંબાલાલભાઈની સેવામાં
ange
મારૂં પત્તું પહોંચ્યું હશે. કૃપાળુદેવ ઈડર વિચર્યા છે, બિરાજ્યા છે. સોમવાર સુધી સ્થિતિ છે. આજે જ
૨૫૬
Page #336
--------------------------------------------------------------------------
________________
S સત્સંગ-સંજીવની
)
પત્ર હતો. ક્રિયાકોશનું પુસ્તક સ્થંભતીર્થથી પ્રાપ્ત થયું હશે એમ પત્રમાં જણાવે છે. તેથી આપને પણ સૂચવ્યું હશે. કૃપા કરી ક્રિયાકોશનું પુસ્તક તુરત મોકલાવશોજી. ભાઈશ્રી પોપટલાલભાઈએ પણ આપને લખ્યું હશે. તેમને પણ ત્રણ પુસ્તક મોકલાવશોજી. ત્યાં બિરાજતા બંધુને મારા પ્રણામ પહોંચે.
જેની નિષ્કારણ કરૂણા આ રંક જીવને માટે વારંવાર અસ્મલિતપણે વહ્યા કરે છે એવા શ્રી પરમકૃપાળુ સદ્ગુરૂદેવને હૃદયમાં ધરનાર આપ જેવા પુરુષને વંદન કરું .
અને તે પરમકૃપાળુદેવનું સ્વરૂપ હૃદયમાં સદા નિરાવરણ રહે એમ ધ્યાવું છું. હમણાં કર્મગ્રંથનો પહેલો ભાગ વાંચવો શરૂ કર્યો છે. રંક જીવ ઉપર દયા કરી રોજ પત્ર લખશો. અલ્પજ્ઞ સેવક સુખલાલ છગનના દંડવત સ્વીકારશોજી.
પત્ર-૪૦
વૈશાખ સુદ ૧૩, ૧૯૫૭ પરમ જ્યોર્તિમય પરમાત્માને નમઃ આત્માર્થી મહાશય અંબાલાલભાઈ
આપનો કપા પત્ર આજે પ્રાપ્ત થયો. સંસારિક લાભ એક જ ભવના ઉપયોગમાં આવે એવા પદાર્થ અથવા સ્વજન કુટુંબાદિનો વિયોગ થવાથી લાંબો વખત ખેદ વિસરતો નથી. તો પછી તે પરમાત્મા પરમ ઉપકારી જે સંસારનો ઉચ્છેદ કરાવનાર, જેના ચરણમાં પાવડીએ સંસાર બંધ પડે. જ્યાં સુધી સંસાર કાયમ રહે ત્યાં સુધી ભવોભવના ઉપકારી અને ખરેખરા દાતારનો વિયોગ થવાથી જે ખેદ થાય, તે કોઈ રીતે કહી શકાય કે લખી શકાય તેમ નથી.
અમારા કરતાં આપે વિશેષ પ્રકારે તે પરમાત્માને જાણ્યા, ઓળખ્યા, અનુભવ્યા અને પ્રતીત કર્યા છે એમ આપના વર્તનથી તથા અમારા અનુભવથી જાણેલ છે, અને તે પરમાત્માના મુખારવિંદની અમૃતમયવાણી શ્રવણ થવાથી જાણીએ છીએ. તેથી આપને અત્યંત ખેદ થાય જ. આ ખેદમાં તેમજ નિમગ્ન રહેવાથી હવે પછી શું કરવું ? તે સંબંધી વિચાર કરવામાં ખામી આવે. તેમ ન થવા અમારી વિનંતી છે. પિતામહે ચારિત્રથી અને વચન વર્ગણાથી છૂટક છૂટક પ્રસંગે દર્શન સંબંધી જે પ્રકાશ કરેલ છે તે સઘળો આપની પાસે અંતરરૂપ છે. અમારી પાસે કાગળો હતા તે પ્રથમ મોકલાવેલ છે. ત્યાર પછી મુખારવિંદથી જે વચનામૃતનું પ્રકાશવું થયું હતું તેમાંનો લેશમાત્ર અમારી પાસે હશે તે જોવાની આપની ઈચ્છા હોય તો મોકલી આપીશ.
પરમાત્માની દિવ્ય વાણીનો જે પ્રકાશ થતો તે શ્રોતાની શક્તિના પ્રમાણે થતો. આ તરફના શ્રોતા (અમે) જડ-જ્ઞાન વિહિન, વંકાશયુક્ત હોવાથી સ્થળ વિષયનું પ્રકાશવું થાય ને આપ વિગેરેના પ્રત્યે શ્રોતાની અદ્ભુત શક્તિથી, અદ્ભુત અને સૂક્ષ્મ વિષયનું પ્રકાશવું થાય, અને ઉપદેશેલા માર્ગનો ધક્કો લાંબા વખત સુધી કાયમ રહે એટલે શક્તિ ગણીએ તો પ્રથમ દરજ્જુ દીર્ઘ દૃષ્ટિવંત અને સૂક્ષ્મ વિચારવંત મુનિવરોને વિષે તથા આપને વિષે છે. વાસ્તે ગોઠવણ કરવાને અર્થે ખેદને વિશ્રાંતિ આપી આ વિષયને ઉપાડવાનું બને તો વધારે શ્રેષ્ઠ છે, એમ મને જણાય છે.
વવાણીયે પધારવા બાબત આપે જે અભિપ્રાય દર્શાવ્યો તે વાંચ્યો છે. મનસુખભાઈ માસિક પત્ર બહાર પાડવા ધારે છે તે બાબત અમારો અભિપ્રાય શાંત રહેવાનો છે. પૂ. શ્રી રેવાશંકરભાઈનો પણ તે જ અભિપ્રાય
૨૫૭
Page #337
--------------------------------------------------------------------------
________________
O RSS S SS) સત્સંગ-સંજીવની (
2) D ()
છે, અને આપનો પણ અભિપ્રાય તે જ પ્રમાણે આપના હાલના પત્રથી જાણેલ છે.
આપ વવાણીયા પધારો ત્યારે અમુક વખત મોરબીમાં સ્થિરતા કરવા અરજ કરું . કારણ કે હવે શું કરવું તે વિચારી ત્યાર પછી અરસપરસ પત્રવ્યવહાર ચાલુ થઈ, છેવટે આપની આજ્ઞાને તાબેદાર થયા છીએ. હાલ ચર્ચાપત્રીઓ વર્તમાનપત્રમાં ઉપરાચાપરી વિષય આપવા માંડ્યા છે. તે કોઈ કોઈને પૂછતું નથી. પોતાની ઈચ્છાનુસાર જ્યે જાય છે. ત્યાં તરફથી કોઈને આટિકલ આપવાનું મન થાય તો આપની સલાહ લઈ તેમજ પૂ. રેવાશંકરભાઈનો અનુમત મેળવીને આપે, એમ ગોઠવણ થવા વિનંતી છે. લિ. મનસુખ.
પત્ર-૪૧
વૈશાખ વદ - અમાસ પરમપૂજ્ય પ્રભુને ત્રિકાળ નમસ્કાર શ્રીજી ઉપર મુંબઈ એક પત્ર લખીશ. પવિત્ર ભાઈ.
આપની સેવામાંથી પત્ર એક મળ્યો છે. તેમાં લખ્યું છે તે પ્રભુનું પધરવું થશે. પણ મારી કોઈ પૂર્ણગાઢી અંતરાયને લીધે તે સત્યરુષના દર્શનનો લાભ લઈ શક્યો નહિ. શમ એટલે ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું. અહંભાવ, મોહ, રાગ, દ્વેષ, સંકલ્પ, વિકલ્પનું ઓછું થવું. ચિત્તની ફુરણા થાય છે તેનું સ્થિર થવું. વાસના, ઈચ્છા, વાંચ્છા, તૃષ્ણા, રાગદ્વેષ, ઈદ્રિયોની મંદતાથી તથા રૂંધવાથી અવિદ્યાનું મંદ થવું, ભ્રાંતિનું ટળી જવું, દેહના મમત્વનું ત્યાગવું, મૂછનું કાઢવું, જગતની માયાનો ત્યાગ, સંસારમાં વૃદ્ધિપણું ન કરવું, સ્વજન કુટુંબમાં વસ્ત્ર, પાત્ર, ચેલા ચેલીમાં, પુસ્તકમાં, પાટપાટલા, આભૂષણમાં, ગામમાં, નગરમાં, પશુપક્ષીમાં, મનુષ્યમાં, વૃદ્ધમાં, બાળકમાં, સેજ પલંગમાં, ગાદી તકિયા, અરીસો, બાગબગીચામાં, સોનારૂપામાં, હવેલીમાં, પોળમાં, ફળિયામાં, ઘરમાં, સીમમાં, ખુરશીમાં, પેટીપટારામાં જગતમાં જેટલું દ્રવ્ય આવે છે તેથી નિવર્તવું. સર્વ ભ્રાંતિરૂપ છે, એમ સમજવું. જગતમાં કોઈ વાત ખરી નથી. કોઈ વસ્તુ ખરી નથી. સર્વનો નાશ છે. કોઈ અચળ રહેવાનું છે નહિ. સર્વ ચળ વસ્તુ છે. ખોટાની માન્યતા છે, તેથી વિરમવું. જગતની દૃષ્ટિ વિકારી છે, તેથી પાછું વળવું. તેમાં ચિત્તને પરોવવું નહિ. કંઈ મારુ કરી માન્યતા કરવી નહિ. સર્વથી નિવૃત્ત થઈ નિજભાવમાં આવવું તે શમ. હવે પદર્શનના જે જે શાસ્ત્રોના ભાવાર્થ તેમાં બહિમુર્ખ છોડી સટુરુષના વચનમાં લીન થવું તેનું નામ શમ છે. કોઈ વાતનો સંકલ્પ ઊઠે તે આપણાથી ન સમજાય તો સત્સમાગમ પૂછી તેનું સમાધાન કરવું તે શમ છે. જ્યાં જ્યાં હિયમાન પરિણામથી વર્ધમાન પરિણામ થાય તેનું નામ શમ.
ખોટા આચરણોથી છૂટવું,ખોટા સ્વભાવથી મૂકાવું, થોડું બોલવું, હાસ્ય, રતિ, ભય-શોક, દુર્ગચ્છા, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુંસક વેદથી મૂકાવું, સાતભયથી મૂકાવું, આઠમદથી મૂકાવું, ચાર રસનાથી મૂકાવું, ચાર સંજ્ઞાથી મુકાવું. સર્વ જીવ સાથે મિત્રભાવ. હે હરિ પુત્ર ! શમની તો વાત બહુ મોટી છે. એક આત્મા વિના કાંઈ છે નહિ તેમજ સમજવું. સ્વર્ગવાસ એ ખોટું છે. કોઈ ઠેકાણું જીવે ગ્રહવા જોગ નથી. હું અલ્પમતિથી કહેવા સમર્થ નથી, માટે બંધ કરૂં . વળી આપના સમાગમે વધારે સમજીશ.
ના પૂ. મુનિશ્રી
૨૫૮
Page #338
--------------------------------------------------------------------------
________________
Sિ SSS SSS સત્સંગ-સંજીવની {S SS S SSA) ()
પત્ર-૪૨ પવિત્રભાઈ, (પ્રભુશ્રીજી)
આપની સેવામાંથી પત્ર એક મળ્યો છે. જે તે પ્રભુને પધારવું થયું પણ મારી કોઈ ગાઢી અંતરાયને લીધે તે સત્પષના દર્શનનો લાભ લઈ શક્યો નહિ. નિર્ધન જેમ જેમ ચિંતવે તેમ તેમ નિષ્ફળ હોય, હું ભારે કર્મી, ઘેર બેઠે ગંગા આવે તેમ થયું પણ મુજ પાપીથી લાભ લઈ શકાયો નહિ. તે કૃપાળુનાથે તો દયા કરી, નડિયાદ પધારવું થયું, પણ મારા નસીબ ફૂટ્યા, અને મને કાંઈ ભાન રહ્યું નહિ. તમને ધન્ય છે તે પુરુષના સમાગમ પૂર્ણ ભક્તિએ દર્શનનો લાભ લીધો. તમારા કૃતાર્થને ધન્ય છે. હવે ક્યારે લાભ મળશે ? જરાય ગોઠતું નથી, દિલગીર છું. અરેરે ! આ જોગ તો બહુ મળવો કઠણ છે. તે રાંકના હાથથી રતન જવું થયું. આ દુષમ કાળમાં આ જીવને લાજ નથી. જે દેખ આ તારા કર્તવ્યનું ફળ. જે તે દર્શનની અને સમાગમની અંતરાય પણ હજુ આ દુષ્ટની છાતી ભેદાતી નથી. હે ભાઈ ! આ બળતા બાળકને હવે પત્રથી પ્રસંગે પ્રસંગે શાંતિ આપવા કૃપા કરશો. આપનાથી હું શાંતિ પામીશ.
બીજું શ્રી વટામણ ક્ષેત્રે અમારું જવું થયેલ ત્યારે હું નિવૃત્તિ લેવા બાહિર એકાંત સ્થળમાં વૃક્ષતળે બેસી, ચિત્રપટ આગળ ધારણ કરી પ્રભુની ભક્તિ કરતો હતો. પછી સિદ્ધિશાસ્ત્રના દુહો મુખપાઠ કરતો હતો તેને અવસરે એક દિવસે જીવાભાઈ, મગન કાળુ, તેના ભાઈ તેણે મને બેઠો જોઈને કહ્યું, કે તમે આ શું કરો છો ? મૂર્તિની બ્રાંતિમાં બિચારો પડી ગયો છે. ત્યાર પછી અમે તેને ઘણી રીતે સમજાવ્યો, પણ શંકા રહી. વળી અમને કહે કે તમો ચોપડી વાંચવા આપો. અમોએ કહ્યું કે તમારી જોગ્યતા આ પુસ્તક વાંચો તેવી નથી માટે નહિ આપવામાં આવે. તમને અમે કહીએ તે સાંભળો અને વિચારો. અમારું કહેવું તમને ખોટું લાગતું હોય તો કહો, પછી તેણે કહ્યું કે આપનું કહેવું ખરૂ છે, પણ એ બિચારા એમ જ કહે છે કે પગે કેમ લાગો છો ? અને બીજો વહેમ આ ચિત્રપટ ભાળી ભરાયો. તેથી તેણે જીવાભાઈને કહ્યું. દેવકરણજીએ પણ જીવાભાઈને સમજાવ્યા પણ તે કાંઈ બિચારા સમજતા નથી. હરિઈચ્છાએ જે થયું તે ખરૂ. વળી કુળધર્મના આગ્રહ અને સત્સંગ નહિ તેથી સમજવું બહુ કઠણ પડે છે. તે જોઈ દયા આવે છે. ખોટા વહેમ લાવી બિચારા નિંદા કરે છે. તે વિષે અમને કાંઈ હર્ષ વિષાદ નથી. આપણે શાંતિભાવથી જોયા કરશું તો પાછા તેના ખોટા વિકલ્પોને ફેરવી અને તે સત્વચન-સદ્ગુરૂના માન્ય પરમાણ કરશે
બીજું ભાઈ મગનને સમાગમે ઘણો જ ગુણ થાય તેમ છે. સમજૂતિ સારી છે. ગુલાબચંદ નીમચંદને દુહા ભક્તિના આપ્યા. તે માણસ જો આપનો સમાગમ અવસરે રાખે અને સદ્ગુરૂનું ભાન થાય તો તેને બહુ જ ગુણ છે. તેને કહેશો જે મુનિ લલ્લુજીએ લખ્યું છે. આ ક્ષણભંગુર દેહ પ્રગટ જોતાં જેમ બને તેમ સત્યમાર્ગને પામવો. તે સર્વકલ્યાણનો હેતુ છે. તેમાં પ્રમાદમાં વૃથા કાળ નહિ ગુમાવવો જોઈએ.
બીજું શ્રી કપાળુનાથ ઉપર એક પત્ર લખી મોકલ્યો છે. સિદ્ધિશાસ્ત્ર પુસ્તક મેં મુખપાઠ કર્યો છે તે સહજ જણાવવા લખ્યું છે. બીજું ગીરધરલાલ પાસે જવું થાય તો કહેવું કે તમો સમજુ થઈને જરા મુનિ દેવકરણજીની પાસે બેસી કોઈ આત્મહિતાર્થની વાત પૂછી નહિ અને તેમની સાથે ખોટી કલ્પનાથી વહેમ લાવી અસત્કારથી વર્યા. તમે ધીરજથી વિચાર કરી જોયું નહિ. લોકના કહેવાથી તમે ભડકીને રહ્યા તે ઠીક નહિ. તેમ છતાં તે મુનિઓ વ્યવહારમાં કાંઈ ખામી લાવતા નથી. તે તો સાવચેતીથી ચાલે છે.
૨૫૯
Page #339
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
પત્ર-૪૩
શ્રી સદ્ગુરૂ ચરણાય નમઃ
આત્માર્થી ભાઈ પ્રત્યે,
બીજું વિનંતી કે આપનો પત્ર એક આજે આપને મોકલવા તૈયાર કર્યો, તે જ વખતે પહોંચ્યો છે. વાંચી સર્વ વિગત જાણી છે. હરીકૃપાથી સર્વ જોગ્યદશા જાગશે. ત્યારે જ આત્મહિતાર્થ થશે. વળી જે અસંગદશા વિષેની વાત જણાવી છે તે સત્ય છે. તે જ ઈચ્છા રહે છે. પણ હજુ આ જીવને લાજ નથી. જે જે દ્રવ્યથી - કાળથી ભાવથી જેમ અસંગદશા થયે જ કલ્યાણ છે તે યથાર્થ છે.
હવેથી સર્વ સ્મૃતિમાં રાખી પત્રાદિનું લખવું કરીશ. ગુરૂગીતાદિ અમે સાંભળ્યું છે. તે મુનિ માગતા નથી પણ હવે આપશું. પત્ર પણ વંચાવીશ. પણ બે દિવસ રહી વંચાવીશ. તે પત્ર વારંવાર વિચારવા યોગ્ય છે. આપની સેવામાંથી આજે પત્ર આવ્યો તે લક્ષમાં લઈ જે જે સદ્વિચારે પ્રવર્તાશે તેમ પ્રવર્તવા ઈચ્છા રાખીશ. એ જ.
આ.લ.ના નમસ્કાર.
આપના પત્રનું વાંચવું કરી બહુ વિચાર થાય છે. જે જે આપે લખ્યું છે તે પરમાણે આ જીવ વર્તે તો છે, મોટી ભૂલ – હે હર ! હવે કાઢશે અને હું પણ આ વહેવાર ક્રિયા જોઈ ગળતો નથી. મગન વિષે હવે કાંઈ પંચાત નહિ કરૂં. એક પત્ર લખી જણાવીશ. એ જ.
(પ્રભુશ્રીજી)
હાલ હું બુક વાંચું છું. તે વચનામૃતોમાં કોઈ અદ્ભુત રસ આવે છે. મારા ચિતને વિશેષ હર્ષ તે સત્ત્વચન વાંચવાથી થયો છે. વેદની કર્મથી ગભરાઈ ચિત્ત અસમાધિથી વર્તતું હતું. તેમાં આ સત્પુરુષના વચનો અમૃતના આધારભૂત થયાં છે, તેથી કરી જે ખેદ હતો તે મટ્યો છે. હાલમાં તે એક એક વચન સ્મૃતિમાં આવવાથી હૃદય પ્રફુલ્લિત થાય છે. વળી ખોટી ભ્રાંતિ, મિથ્યાત્વ તે રસબોધથી સાંભળી આત્મધર્મ અને દેહાદિધર્મ ભિન્ન ભિન્ન સમજાવાથી મને મોટી ભૂલની ખબર પડ઼ી. વળી જૂઠાભાઈની મરણાંત કષ્ટમાં પૂર્ણ સમતા વાંચી બહુ જ મને પુષ્ટિ આપો છો - આપી છે. વળી આપ પણ અમારી ઉપર કૃપા કરીને જરૂર જરૂર શ્રીજી તરફ વિનંતી કરશો. આપે અમોને તે જોગ મેળવી આપ્યો છે. અને વળી આશા પૂર્ણ કરશો. આપને કાંઈ જણાવવું પડે તેમ નથી. આ દલાલી પણ આપને કલ્યાણનો હેતુ છે. હું પામર કાંઈ લખી જણાવું તેમ છે નહીં, આપ તો જાણો છો તો જેમ બને તેમ તેવો જોગ લાવશો. આપે પૂર્ણ આધારભૂત વસ્તુ અમોને મોકલી તે ઉપકાર. હે પ્રભુ ! ક્યાં છુટું ? તમારો મોટો ઉપકાર છે. પાછા પત્ર લખશો. શ્રીજીનું એક પત્તું મોકલ્યું છે.
પત્ર-૪૪
(પ્રભુશ્રીજી)
પરમાત્મા પ્રભુને ત્રિકાળ નમસ્કાર
માર્ગાનુસા૨ી જિજ્ઞાસુઓ અંબાલાલભાઈ તથા ત્રિભોવનભાઈ.
આપના તરફથી પત્ર એક શાંતભાવ પામીએ એવું આવ્યું તે વાંચી અતિ આનંદ થયો છે. શાથી ! જે
૨૬૦
Page #340
--------------------------------------------------------------------------
________________
SિS SS સત્સંગ-સંજીવની
) SYS S )
દયાવંત પુરુષ પરમાર્થ જ કરે, માટે પરમ ઉલ્લાસથી લખતા રહેશો. )
પત્રિકા લખો તેમાં મુનિ દેવકરણજીનું નામ લખજો. શાથી ! તે પત્ર તેમના વાંચવામાં આવે છે માટે, વખતે ખેદ થાય, તે પણ સમયસાર નાટક ને વેદાંતના ગ્રંથાદિક વાંચવાથી પરમાત્માના દ્વાર પર આવવું ઈચ્છે છે. પણ સત્ સમજાયું નથી માટે અટક્યું છે. પણ મને એમ લાગે છે જે ઘણું કરીને સમજશે ખરા. તે કોઈ પ્રકારે ખેદ કરતા નથી. ઘણું કરી મળતા રહે છે. સત્નો સમાગમ થવાથી ઘણો ઘણો ગુણ ઉપજે. પણ સમજાતું નથી. આ જીવ પૂર્વ સંસ્કાર કર્મોને બળે કાળનો વિશ્વાસ કરે છે. એ બધું મિથ્યા, ભ્રમ ટાળવાનું કારણ સાચા પુરુષોની ચરણ-કમળની સેવા ભક્તિમાં અને સત્સમાગમમાં રહ્યું છે. એ જ ભજવું શ્રેષ્ઠ છે. મને તો વિચારથી અનુભવી જોતા ખરું કારણ એ જ લાગે છે. વળી અન્ય હોય તો જણાવશો. જે આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. તેનું મૂળ કારણ તો સત્ જ્ઞાનીઓ જ જાણે છે.
આપે મૌન વિષે લખ્યું તે ખરું છે. અમારાથી વાણી સંયમ બનતું લીધું છે. તે વિષે ત્યાં સાધુજી આવ્યા છે તેમના કહેવાથી જાણશો. પત્ર લખો તો સસ્વરૂપને અભેદભાવે વંદન કહેશોજી, તમો તથા તમારા સહવાસી ભાઈઓ જિજ્ઞાસુઓ સર્વત્ર સસ્વરૂપને અમારી વંદના છે. બીજું અમોને જણાવા જેવી વાત હોય તો પત્રિકાથી જણાવશો. ઘણું કરીને પુરુષની વાણીને સંભારી જાણવાની ઈચ્છા છે. પત્ર લખતા રહેશો.
મુંબઈ મધ્યે મરકીનો ઉપદ્રવ વધારે સંભળાય છે. મુંબઈથી લોક ગાડીએ ઉતરે છે તેને ગામમાં પેસવા દેતા નથી. તારીખ ૨૯મીએ મુંબઈમાંથી લોકને કાઢી મૂકવા અને મુંબઈ ખાલી કરવી, વળી મુંબઈથી હાઈકોર્ટ ઉપાડી મૂકી પૂના તથા સૂરતમાં લાવવી. આવી વાત ચાલી રહી છે. ત્યાંથી લોક નાસાનાસ થઈ રહી છે. હવે આવો મહાદુષમકાલ હળાહળ જોઈ આ દુષ્ટ આત્માને જરા પણ લાજ નથી. આયખું ચાલ્યું જાય છે. હજુ તો જાણે ઘણાં કાળનો આગ્રહ કરી રહ્યો છે. આજ નહિ કાલ કરીશ. આ કેવી મૂર્ખાઈ જીવની છે. જાણે મરવું જ નથી. જરાય ભય પામતો નથી. હે પ્રિય ! ધન્ય છે તે મુમુક્ષુને જે સદ્ગરૂની અહોનિશ સેવા ભક્તિ કરે છે. તેના કૃતકૃતાર્થને ધન્ય છે. સમય માત્રનો પ્રમાદ કરતા નથી. હે ભાઈ ! હું તો મહાદુષ્ટ પાપીથી કાંઈ બનતું નથી. તે પ્રભુના વચનામૃતો સાંભળી જિજ્ઞાસુ તો જાગૃત થઈ જાય છે. હૃદય ભીનું ભીનું પલળી જાય ને વૈરાગ્યમાં આવી જાય છે, અને પ્રતિબંધને ત્યાગે છે. જેમ બને તેમ સ્વછંદને રોકે છે. હે પ્રિય ! આ મૂઢથી એવી દશા થતી નથી. હવે તો પ્રભુનું સ્મરણ કરતાં જો કૃપાળુનાથના દર્શન થાય તો સારું. પણ આ દુષ્ટ જીવથી કાંઈ ભક્તિ બનતી નથી. અને દર્શનની અંતરાય તૂટતી નથી. કોઈ મહાપાપના અંતરાયથી પરમ પૂજ્યના દર્શનનો વિજોગ છે. અહિંયા તો તે જોગ આવવો દુષ્કર લાગે છે.
બીજું પ્રભુ કૃપાળુનાથજી ઉપર એક પત્ર લખ્યો છે. તેમાં આજ્ઞા મંગાવી છે. જો વવાણિયા તરફની આજ્ઞા આવે તો તે તરફ જઈએ. અને નહિ આવે તો આ ક્ષેત્રમાં જ રહીશું. એ જ વિનંતી. પત્રની રાહ જોયા કરીશ. પરમકૃપાળુનાથ સમીપેથી જે પ્રભુના દર્શનનો લાભ મળવાનો પત્ર આપને ભેટ થવાથી આ દાસને ખબર કરશો. અને તે જોગે આપનું પધારવું થશે અને પરમકૃપાળુનાથના પૂર્ણ દર્શનનો લાભ મળવાથી આ દીનદાસ પરમાનંદને પામી કૃતાર્થ થશે. હે ભાઈ ! હું શું લખું. આપ તો દયાળુ છો, સર્વ જાણો છો ! આપની સ્મૃતિ આવવાથી આનંદ પામું છું. આ દુષ્ટ જીવનું બહું મૂંડું થઈ જાત. પણ જે જે આપે પરમાર્થ જાણી વચનો કહ્યાં તે અમૃત તુલ્ય લાગ્યાં છે - લાગે છે. વહેલા પધારો, વહેલા પધારો. | મુમુક્ષભાઈઓ પ્રભુની ભક્તિના ઈચ્છક એવા ત્રિભોવનભાઈ, કીલાભાઈ, મગનભાઈ, છોટાભાઈ, નગીનભાઈ વિગેરેને અમારા હરિસ્મરણ. પરમકૃપાળુ પ્રભુ ઉપર એક પત્ર મોકલવા ઈચ્છા છે. પણ અલ્પબુદ્ધિના
૨૬૧
Page #341
--------------------------------------------------------------------------
________________
(6) સત્સંગ-સંજીવની
ધણીથી કોઈ વચન પ્રતિબદ્ધવાળું, ખેંચવાળું લખાઈ જાય તો શું કરું ? વિચારીને પણ લખીશ.
ی در فرود
પત્ર-૪૫
સહજાત્મસ્વરૂપ સદ્ગુરૂશ્રીને ત્રિકાળ નમસ્કાર, નડિયાદથી.
પરમ પવિત્ર સત્સ્વરૂપી આત્મહિતસ્વી ભાઈની સેવામાં વિનંતી કે, આપનો પત્ર એક તેની સાથે મુનિ છગનજીના ઉપર લખવાની નકલ સહિત મળ્યા - તે વાંચી સર્વસમાચાર જાણ્યા. સર્વ સાધુને ખાનગી કહી હકીકત જણાવી છે. સદ્ગુરૂના ચરણોથી સંપથી વર્તવું થાશે. કાંઈ અડચણ જેવું નથી. તેમ પત્ર વાંચી વાકેફ થયા છીએ. સમજાયું છે. સદ્ગુરૂની નિંદાથી અટકીને જેમ તે સત્માર્ગ તરફ દૃષ્ટિ કરે, વિરોધ મટે તેમ જણાવ્યું છે. વળી વખાણમાં જવાને વિષે તો આપ અવસરના જાણ છો. જેવો અવસર હોય તેમ દેખીને કરશો. વળી કૃપાળુનાથના દર્શન થાય તેમ ઈચ્છા રાખીએ છીએ. તે હિરકૃપા હશે તો આપનો અને આ દાસનો મનોરથ સફળ થશે, અને સત્સંગે પરમ હર્ષથી આત્મકલ્યાણ સમજીશ. તે પ્રભુ કૃપાળુનાથ સર્વ સારું જ કરશે. અને પ્રભુના શરણથી કાંઈ ભૂલ આવશે નહિ. પ્રભુની જય જય વર્તશે. અને મંગળદાયક થશે. આ પત્ર સાથે કૃપાળુનાથનું પત્ર મોકલી આપ્યું છે તે વાંચી આપ પત્ર જણાવશો. એ જ વિનંતી. પત્ર સમાચાર જણાવશો.
The s
૬. મુનિ મોહનલાલજી. અગાધ ગંભીર સંયમી પુરુષ નજીક આવ્યા હતા. પણ મારા પાપી, પામર, અનાથ જીવના અંતરાયના ઉદયથી તેવા પ્રભુના દર્શન કેમ થાય ? નહિ જ થાય. અહો ! અહો ! તેવા પ્રભુના દર્શન કંઈક કરાવો. અમને જેથી શાંતિ થાય. તેવી કિરપા કરશો.
પરમ પૂજ્ય ઉપર એક પત્ર હાલમાં નાંખ્યો છે. પત્રનો જવાબ પણ આવતો નથી. હું મહાપાપી, મૂઢ, અલ્પેશ કાંઈ સમજતો નથી. તે પ્રભુ . મહા મોટા દયાળુ, કરૂણાસિંધુનાથ મારા પર ક્યારે પત્ર લખશે તેની કાંઈ સમજ પડતી નથી. પત્ર પહોંચ્યો છે. તેવું પત્તુ પણ નથી તેનું શું કારણ હશે ? તે પ્રભુ જેમ કરતા હશે તે ઠીક જ હશે. પણ એક તો દર્શન પણ ન થયાં. પૂર્ણ જોગ આવેલો તે કોઈ મારા ગાઢા કર્મના અંતરાયને લીધે જેમ વામન પુરુષ પર્વત પરના ફળની ઈચ્છા કરે પણ કંઈ મેળવી ન શકે તેમ હું મહાપાપી પૂર્વકર્મની અંતરાયને લીધે તે જોગ આવ્યો નહિ. વળી પત્ર પણ નથી. ત્યારે કેમ થાતું હશે. તે આપ વિચારી પરમ પૂજ્ય ઉપર કૃપા કરી એક પત્ર લખી આ દાસીની વિનંતી, નમસ્કાર, ઘણા ઘણા લખી-લખી જણાવશો. તમને મારા સમ છે જો પત્ર ન લખો તો જરૂર લખજો વળી લખજો કે હે પ્રભુ તમારા દીનશિષ્ય ઉપર એકપત્ર લખવા કૃપા કરશો. તેને શાંતિ આપજો. તે બિચારાને કોઈ અંતરાયને લીધે આપના દર્શનનો વિજોગ પડ્યો છે. તો હે કૃપાળુનાથ દયા લાવી કૃપા કરશો. આપનો ગુણ ઓશિંગણ હું ક્યાં વાળીશ ? એક તમારા તરફથી પત્ર આવે છે ત્યારે મને નિરાંત વળે છે, પણ પરમ પૂજ્યનો એક પણ પત્ર નથી તેથી દિલગીર છું.
લિ. લલ્લુ.
૨૬૨
પત્ર-૪૬
આત્મસ્વરૂપને નમસ્કાર
તે સત્સ્વરૂપને ત્રિકાળ નમસ્કાર.
પરમ પવિત્ર અંબાલાલભાઈ પ્રત્યે વિનંતી - આપની ત૨ફથી પત્ર એક આવ્યું તે વાંચી અત્યંત આનંદ થયો છે. વળી કૃપા કરીને લખશો. આપે જે સ્મૃતિ લખી જણાવી તે મુમુક્ષુને પરમહિતકારી, કલ્યાણકારી છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
)
કહેલી ભલામણ જ્ઞાનીપુરુષોએ તે મળે છ પદની દેશના પ્રકાશી છે તે અમોએ હાલ મોંઢે કરી છે. તેનો વિચાર અલ્પબુદ્ધિએ કર્તવ્ય છે. તે વિષે આપેસ્મૃતિ આપી તેથી મને બહુ પ્રેમ આનંદ થયો, ધન્ય છે.કૃત કૃત્યને જે પરમાર્થે દયા લાવી કોઈ શુદ્ધ માર્ગના ઈચ્છકને સ્મૃતિ આપો છો, આજે પત્ર સાથે શ્રીજીના પત્ર બે અમોએ મોકલ્યા છે, તે વિષે આપથી જે સમજાય તે કૃપા કરી મને પત્રથી જણાવશો. અમોએ શ્રી ઉપર પત્ર લખ્યા હતા. તે જોગ મળે તો બીજું કાંઈ કામ નથી માટે એક દિવસ પણ અમારે જેમ દર્શન તે પુરુષના થાય તેમ કરશો. તો જીવને નિરાંત થાય. નીકર કળ પડતી નથી. ઘણું શું લખું? મૂંગે ખાધો ગોળ. તેમ મુને મૂઢને કાંઈ તે પુરુષને પ્રશ્ન કરું તેવા વચન આવડતા નથી. નહિ તો એક ઘડીમાં અહિં આવે એવું થાય. જો વધારે લખું તો બંધાઈ જાઉં છું. માટે તે વિષે આપ મુને અગાઉથી લખી જણાવશો. વિનંતી વિષે જો અજુગતું લાગે તો જણાવશો. સંભાર્યા છે પ્રભુ ત્રિકાળ નમસ્કાર.
આપણી ચઢતી વૈરાગ્યવાળી દશા અમોએ સાંભળી, અત્યંત આનંદ થયો. તમારું વહેલું વહેલું કલ્યાણ થજો. તમારી દિન દિન પ્રત્યે વધતી શ્રેણી થજો, તે અમારો આશિર્વાદ છે. હે આર્ય, મારું હૃદય પ્રફુલ્લિત થઈ રહ્યું છે. આપણું કલ્યાણ વહેલું વહેલું થજો, હે પ્રભુ, અલ્પજ્ઞનો આશીર્વાદ છે. શ્રીજી ઉપર અમોએ એક પત્ર લખ્યો છે. તેમાં મુનિ દેવકરણજીએ પોતાનો અહંકાર જવા તે સત્પરુષ ઉપર વિનંતી કરી નમસ્કાર જણાવ્યા છે. અમોએ સુંદરવિલાસનો ગુટકો ત્રિભોવનભાઈ સાથે મોકલ્યો છે. તે આપ તેમની પાસેથી લેજો.
સંવત ૧૯૫૨, કાર્તિક વદ ૧૨ આત્મસ્વરૂપે નમસ્કાર.
પત્ર-૪૭ પરમપૂજ્ય પ્રભુને ત્રિકાળ નમસ્કાર. આર્યમાર્ગાનુસારી અંબાલાલભાઈ પ્રત્યે વિનંતી.
શ્રીજીનો પત્ર કાર્ડથી આજે એક આવ્યો છે. તે આપને હું ઉતારી મોકલી આપીશ. હાલ તો કોઈ પૂર્વકર્મના અંતરાયથી પરમ સત્સંગની અંતરાય આવી પડી છે, પણ આપના સમાગમની ઈચ્છા રહે છે. હું મૂઢ અલ્પબુદ્ધિને એવો સમાગમ રહે તો જરા આત્માનું કલ્યાણ છે. અને જ્યાં એની રૂચિ તેનું વચન પ્રિય લાગે છે. તે મનાય છે, પ્રતીતિ આવે છે. કોઈ વચન ખૂંચતું નથી. અને એમ જ રહે છે, જે આત્માના દોષો અનંત છે. પણ સન્માર્ગે જીવ આવે તેને તે દોષની સ્મૃતિ આપનાર મુમુક્ષુનો સમાગમ ઘણો રહે તો બહુ હિત છે. એવા પુરૂષની પણ બલિહારી છે. માટે આપને મળવાને ઈચ્છા રહ્યા કરે છે. અનાદિકાળનો જીવ અવળે માર્ગે બહુ ચાલી જાય છે. એને નીચો ઢાળ ઢળવાનું સ્વભાવ છે. જો જરા ઢીલો મૂકીએ તો માન મોટાઈમાં ચઢી ચિત્તની ભ્રમણતા થયા કરે. જીવનું ભૂંડું કરી નાંખે માટે તેને તો વારંવાર સ્મૃતિ અપાય અને ક્ષણે ક્ષણે દોષ જોવાય તો જ સારુ છે. માટે હે આર્ય, આપનો સમાગમ કરવા મન પ્રફુલ્લિત થઈ રહ્યાથી આપની તરફ (ખંભાત) આવવું થાય છે. | સત્યરુષ પરમ પૂજ્યનું લખવું એ જ થાય છે જે બાહ્ય તથા લોકસંગ ત્યાગ, સર્વસંગ પરિત્યાગ કરો. ને જ્ઞાની પુરુષોનો સંગ તેની યોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામ્ય હિત છે.
આ. સ્વરૂપ નમસ્કાર મુનિ દેવકરણજીની મરજી જેમ અમારી હોય તેમ કરવાની છે. અને તે સત્ મહાત્માના પ્રભાવથી
૨૬૩
Page #343
--------------------------------------------------------------------------
________________
O GO સત્સંગ-સંજીવની
)
અમારાથી કોઈ વાતે ઉલટા પડતા નથી. અમારી જે ઈચ્છા હોય તેમ તેમનું ચાલવું છે. માર્ગ જાણવા ઈચ્છા પણ સારી રહ્યા કરે છે; ને વચનો પર પ્રેમ પણ રાખવા કરે છે, તે સન્માર્ગ ઉપર જરૂર આવશે.
શ્રીજી તરફ એક પત્ર હાલ લખ્યો છે. પણ બિલકુલ પત્ર નથી. તે પુરુષ કોઈ જુદો જ છે. ખેર ! હાલ પત્ર નથી તો અવસરે લખશે ખરા. તે મહાત્મા પ્રભુ તો એક મુમુક્ષુને ભક્તિ કરવા જોગ્ય છે. પણ મુજ અલ્પબુદ્ધિના ધણીને તેની ભક્તિ કેવા પ્રકારથી કરું તેનો વિચાર રહ્યા કરે છે. આપ પણ તે સ્મૃતિ રાખશો. તે વિષે આપ તો કુશળ છો, હું અલ્પજ્ઞ આપને કહેવા જોગ નથી. શારીરિક સ્થિતિ હાલમાં સારી રહે છે. શ્રીજીના વચનામૃતોની બુકમાંથી પાંચસાત પત્રો વાંચવાના બાકી છે. અદ્ભુત અમૃતરસનું પાન તે વચનોમાં રહ્યું છે. તે સમાગમ હાલમાં રહ્યો છે, તેથી અતિ આનંદ થાય છે. તે તમારી અમારા પર કૃપાદૃષ્ટિ સારી. તેથી તે જોગ મેળવી આપ્યો. તે તમારો ઉપકાર ઘણો છે. તેથી અમોને સ્મૃતિમાં આવ્યા કરો છો. અત્યંત ભક્તિથી તે પ્રભુને નમસ્કાર છે. પત્ર લખો તો લખશો.
શ્રીમદ્ સદ્ગુરુદેવ ચરણાય નમઃ પરમ પૂજ્ય સન્માર્ગઅનુસારી આત્માર્થીભાઈ અંબાલાલની સેવામાં.
ખેડામાં દિવસ પાંચથી આવ્યો છું. તે દિવસે પરમકૃપાળુદેવ આણંદ પધાર્યા હતા. તે સાંભળીને વિચાર થયો કે પરમકૃપાળુ હાલ હશે કે નહીં. મુનિને પૂછયું. ત્યારે કહે કે ના એ તો દેશમાં પધારી ગયા. તે વાત સાંભળી અતિ ઉદાસીન થયો, કે મેં જાણ્યું નહીં. જો જાણ્યું હોત તો આણંદ ગમે તે ઉપાયે જાત અને દર્શનનો લાભ લેત. મારે ત્યાં જવાને માટે ઘણું સુગમ હતું. શિપારસ કંઈપણ જોઈએ તેમ હતું નહીં. આપ તરફથી મને કૃપાળુદેવે કૃપા કરી, શાંતસુધારસ તથા યોગદૃષ્ટિ સમુચ્ચય એ બંને ગ્રંથ વિચારવાની આજ્ઞા આપી હતી. તે આજ્ઞાનું વિશેષપણું જણાવાને મારી શક્તિ નથી. કારણ કે સંસારનું સ્વરૂપ બતાવી, શાંતિને પ્રાપ્ત કરે તેવી અપૂર્વ વસ્તુ બતાવી છે, તે મહાન કૃપા કરી છે. હું તો પામર પ્રાણી છું. આપ તરફથી પણ મને કંઈ જાણવા જોગ અને સત્માર્ગે ચડવા જેવું કૃપા કરીને જણાવતા રહેવા આપ પરિશ્રમ લેશો. એવી સેવકની આશા છે. લિ. મોતી જેઠા. સર્વ મુમુક્ષુને નમસ્કાર.
પત્ર-૪૯
માગસર સુદ ૫, ૧૯૫૫ શ્રીમદ્ સદ્ગુરૂભ્યો નમઃ પરમ પવિત્ર આત્માર્થી ભાઈ અંબાલાલભાઈ
વિશેષ પરમકૃપાળુદેવ શ્રીમદ્ ગઈકાલે રોજ મુંબઈથી રાતના નીકળતાં મેલમાં બેસી આજરોજ સવારના સાડા આઠ વાગે તે નડિયાદ સ્ટેશન થઈ ઈડર ક્ષેત્ર તરફ સુખસમાધિથી પધાર્યા છે. મને તથા મુનિઓને દર્શનનો પરમ લાભ મળ્યો છે. આજનો દિવસ ધન્ય છે ને આનંદ આનંદ વતાર્ય છે. મુનિઓએ આજ રોજ આહાર કરી ઈડર ક્ષેત્ર તરફ વિહાર કર્યો છે. પરમકૃપાળુદેવ ઈડર દિવસ ૧૫ તથા ૨૦ દિવસની સ્થિતિ થશે એ પ્રમાણે પરમકૃપાળુદેવના શ્રી મુખમુદ્રાથી મેં શ્રવણ કરેલું છે. કૃપાનાથની છત્રછાયામાં સુખવૃત્તિમાં છું.
વિશેષ કૃપાળુની કૃપાથી સુખવૃત્તિમાં છું. આપની સુખવૃત્તિના સમાચાર ઈચ્છું છું.
૨૬૪
Page #344
--------------------------------------------------------------------------
________________
O GORI
) સત્સંગ-સંજીવની )
(2/3) (SC)
ખેડેથી ભાવસાર મગન તથા મનસુખ એ બંને જણા શ્રીમદ્ પરમકૃપાળુ સમીપે દર્શન ઈચ્છાએ ઈડર ગયેલા તેમાં મગન ખેડે આવ્યા છે. તેમણે મારા ઉપર સંદેશો મોકલાવ્યો છે કે ભૂલે ચૂકે ત્યાં જશો નહીં. અમને દર્શન થયાં તે કેવી રીતે થયાં તે કહી શકાતું નથી માટે જશો નહીં, કારણ કે પોતે ડુંગરોમાં ક્યાં કોતરોમાં વિચરતા ફરે છે, તે પત્તો લાગતો નથી. મુનિઓ કેટલા દિવસથી ગયેલ છે. તેમને પણ ઠપકો મળ્યો છે. ત્રણ મુનિઓને દર્શન થયાં છે. બાકી બીજા મુનિઓને દર્શન થવાની આશા થોડી લાગે છે. એટલે સંદેશ આવ્યો છે તે સાંભળીને તુરત આ પત્ર લખ્યો છે. લિ. સેવક મોતીના પ્રણામ.
પત્ર-૫૦ ભરૂચથી સુખલાલ છગનલાલ
આપે આ બાળ ઉપર નિષ્કારણ કરૂણા કરેલ છે. આત્મહિત થાય તેવું લખાણ સત્પષોનું આપને પ્રાપ્ત થાય છે. તેમાંથી પ્રસાદરૂપે જે કરૂણા કરો છો, તેનો બદલો ક્યો જીવ આપી શકશે ? તે ભાષાંતર થોડું વાંચ્યું છે, તેની અપૂર્વતા વિચારી જોતાં તો આ ત્રિલોક તેની આગળ તુચ્છ ભાસે છે. એવા ભક્તના ઘરે પ્રભુ પાણી ભરે, શાંતસ્વરૂપ પ્રગટાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અમે તે ભક્તને, તેની ભક્તિને, તેના ચરણને, પ્રભુ પહેલાં નમસ્કાર કરીએ છીએ. વારંવાર વંદીએ છીએ. તેનું ધ્યાનસ્વરૂપ વિચારીએ છીએ. કારણ કે પ્રભુએ તો માત્ર ચૈતન્યને ચૈતન્યમય, શુદ્ધસ્વરૂપ કરી દીધું છે. પણ આ ભક્ત તો હદ કરી છે. કારણ કે આ ભક્ત તો સર્વ અર્પણ કરી દઈ, મારું ન માની, પ્રભુના શરીરની, પ્રભુના વિચારને, અરે ! તેના વિચાર, તેનું સ્વરૂપ અને તેના જ્ઞાનમાં જે સમાયું છે તે સર્વને એક પ્રભુરૂપ સ્વીકારી આત્માના શુદ્ધ સ્વરૂપમાં ગાળી, એક ચૈતન્યસ્વરૂપ, પરમપ્રેમરૂપ અખંડપણે સ્વીકાર્યું છે. એક અભેદભાવે ભક્તિ કરનાર તે પરાભક્તિના પાત્ર ભગવાનના અનન્ય સ્વરૂપને વંદીએ છીએ.
આ ભક્તિ અંતરના શુદ્ધ, સર્વોત્તમ પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે. અને તેવા ભક્તને વીરલા પારખી શકે છે. કંઈ બહારથી તે ભક્તો ઉદય અનુસાર વેદતાં જણાય છે, પણ લોકની દૃષ્ટિ તેની અંતર ઉચ્ચતા ઉપર નથી હોતી. તેથી જગતને દૃશ્યમાન ભાગ્યે જ થાય છે. તેથી જ ભવ્ય જીવોમાં જે જે અંશે ભક્તિ ઉગી છે, તેમને વંદન કરું છું.
શ્રી મહાવીર દેવને ઘણી અનુકંપા હતી કે ગોશાળા જેવો એક જીવ સમજ્યો હોત તો બીજા અગિયાર લાખ જીવોને માર્ગ પમાડવાનું નિમિત્ત થાય. તેમ છતાંયે અનંતી અનંતી કરૂણા રાખી હતી. અને તે અનુકંપાનું માહાભ્ય તેથી મહાવીર પ્રભુ પ્રત્યે અંતરંગથી નિશ્ચય હતો તો પ્રાયે સમ્યકત્વ પામ્યો.
શ્રી દિગંબરીય પુસ્તકમાં જણાવેલ છે કે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં આરૂઢ હતા. જંગલમાં તે વખતે કમઠ દેવતાએ ઉપસર્ગ કર્યો હતો અને ધરણેન્દ્રદેવે રક્ષણ કરેલ છતાં બંને પ્રત્યે સમાનભાવ હતો. તે ઉપસર્ગમાં આઠમે દિવસે પ્રભુશ્રી પાર્શ્વનાથને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને કમઠદેવને વેરભાવ પૂરું થયેલું. તે પ્રભુના પ્રભાવથી તે જ વખતે કમઠદેવે શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરણમાં નમસ્કાર કર્યો હતો. તે વખતે સમ્યક્દર્શન પ્રાપ્ત થયું હતું.
જો સટુરુષનું માહાત્મ અને તે પ્રભુનું કરૂણાપૂર્ણ માહાસ્ય અપૂર્વ અપૂર્વ, અપાર અપાર, અનંત અનંત કરૂણાના સાગર તે પ્રભુનું માહાભ્ય છે. જેના દર્શનમાત્રથી નિર્દોષપણું પ્રાપ્ત થાય તેવા અલૌકિક માહાભ્યના ધણીની વ્યાખ્યા કરવા આ બાળ અસમર્થ છે.
લેના હો તો લેલે વાલા, ફીર પીછે પસ્તાવેગા, તેમ આ આત્માને લાગે છે.
૨૬૫
Page #345
--------------------------------------------------------------------------
________________
@ ER. RETRIE) સત્સંગ-સંજીવની હERERS SMS ()
( પત્ર-પ૧
શ્રાવણ વદ ૧૩, ૧૯૫૫ શ્રી સદગુરૂ ચરણાય નમઃ પરમ પૂજ્યશ્રી અંબાલાલભાઈની સેવામાં,
આપ કપાળનો પત્ર નથી તે લખવા મહેરબાની કરશો. કૃપાનાથ હાલ ક્યાં બિરાજે છે તે લખશો. થોડા દિવસ પછી આપના દર્શન કરવા આવવા વૃત્તિ થયા કરે છે. કૃપાનાથનું આવવું આ તરફ ક્યારે થશે ? આપને દસ દિવસ પછી અનુકૂળતા હોય તો થોડા દિવસ આપનો અમૃતમય ઉપદેશનો લાભ મળે, કૃપા કરી અહીં આપ પધારશો. મીલ આશરે આઠ દિવસ પછી પ્રસંગને લઈને બંધ રહેશે. તે વખતે મારે અનુકૂળ છે. તો અનુકૂળતા થશે તો આપ જેવા સંતપુરુષના ચરણ ઉપાસવામાં ગાળવા વિચાર છે. ધર્મબંધુને દંડવત્. જ લિ. દીન છોરૂ સુખલાલના દંડવત્ પ્રણામ.
પત્ર-પર
શ્રાવણ સુદ ૧૨, ૧૯૫૫ શ્રી વીતરાગદેવ પ્રત્યે મારો ત્રિકાળ ત્રિકરણ યોગથી સમયે સમયે નમસ્કાર. ડી
આપનું પવિત્ર પત્ર બાળકને મળવા ઈચ્છું છું. ચિ. પોપટને હવેથી સુવાણ થયું હશે. અમદાવાદ આપના. પત્ર પૂ. ભાઈ પોપટલાલને પ્રાપ્ત થયેલ તેમાં જે સમાચાર સાહેબજી પધારવાના જણાવેલ તે વાંચી ઘણો જ હર્ષ ઉત્પન્ન થયો છે. વાત બાહિર કરી નથી. આત્માર્થી ભાઈ પોપટલાલ મારફતે દોહરા (દીનતાના) પ્રાપ્ત થવા આપની આજ્ઞા મંગાવેલ તે યોગ્ય લાગે તો કૃપા કરશો. હાલમાં વૈરાગ્યપ્રકરણ વાંચું છું. આ બાળની ઘણી જાડી બુદ્ધિથી વિશેષ વિચાર આગળ ચાલી શકતો નથી. અટકી જવાય છે. તો જાગૃતિ રહે તેવા સાધનો વચનામૃતરૂપ ચાબખા. મારવા કપા કરશો. હાલ એ જ કામસેવા ફરમાવવા દયા કરશો.
લિ. સેવકનો સેવક વનમાળીના હર્ષપૂર્વક નમસ્કાર. મુમુક્ષભાઈઓને મારા નમસ્કાર કહેશો. પાછો પ્રત્યુત્તર ઈચ્છું છું.
પત્ર-પ૩
જેઠ સુદ ૧૩, ૧૯૫૫ સુજ્ઞ આત્માર્થી ભાઈ અંબાલાલ લાલચંદ, મું. ખંભાત બંદર
આપનો કૃપાપાત્ર એક ઈડર પ્રાપ્ત થયો હતો પણ તેનો પ્રત્યુત્તર લખી શકવાનું બની શક્યું નહોતું. તે માટે ક્ષમા ઈચ્છું છું.
ચિત્રપટનાં સંબંધમાં આપે અભિપ્રાય પૂછાવ્યો છે. ચિત્રપટમાં મુખાકૃતિ જેવી જોઈએ તેવી નથી આવી શકી તેમ લાગે છે. એ ચિત્રપટ ફ્રેઈમની અંદર દાખલ કરાવું છું. પરમ કૃપાળુશ્રીનાથનો અભિપ્રાય તે સંબંધમાં શાંત હતો. અર્થાત્ કંઈપણ અભિપ્રાય તેઓશ્રીએ પ્રદર્શિત કર્યો નહોતો. બીજી પ્રતિ વિશેષ ઉત્તમ થઈ હશે તેમ
I
૨૬૬
Page #346
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
વ. ૮૬૯ મુંબઈ સમાચારના આર્ટિકલના સંબંધમાં આપે બે વખત લખ્યું. તે સંબંધમાં જણાવવાનું કે ખીમજી કરીને જે માણસ લખનાર છે તેને હું સારી પેઠે ઓળખું છું. અમુક પ્રકારે પોતાનું નામ પ્રસિદ્ધિમાં મૂકવાના હેતુથી આટલો ગડબડાટ કરી મૂક્યો છે. વ્યાજબી વાત તો એમ હતી કે એ શંકાનો ખુલાસો અનુભવીને પૂછીને પ્રો. જે. કોબીને મોકલવો જોઈતો હતો. અને ત્યાર પછી પ્રસિદ્ધિમાં મૂક્યો હોત તો કંઈ પણ ઠીક. એ બાબત એવી છે કે જેના ઉપર વિશેષ ચર્ચા થવાની અગત્ય જ નથી.
પરમકૃપાળુનાથશ્રીએ આજથી ત્રણ ચાર વર્ષ પહેલા એ શંકાનું સ્થાન છે એમ જણાવી મને ખુલાસો પણ કર્યો હતો. જે હાલમાં મને સ્મરણમાં નથી. એ વાત લોકના પ્રવાહથી છે અને તેમાં પરમકૃપાળુનાથશ્રી તરફથી કંઈપણ ઉપગાર થવો સંભવિત નથી. કારણ કે તેઓ એ પ્રવૃત્તિને અજ્ઞાનવત્ બોધે છે.
શરીર પ્રકૃતિ હવે સારી થતી જાય છે. હવે શ્રી આત્માનુશાસન ભાષાંતર પૂરું કરી નાંખીશ. સર્વ મુમુક્ષુભાઈઓને મારા પાયલાગણ કહેશો. હિતશિક્ષા ઈચ્છું છું. પ્રસંગોપાત જ્ઞાનચર્ચા પત્ર દ્વારાએ થાય એવો ક્રમ રહે તે વિશેષ ઉપકારી થાય. રાજકોટથી શુકલ બારિસ્ટરને ત્યાં.
લિ. અલ્પ મનસુખ રવજીભાઈના પાયલાગણ.
પત્ર-૫૪
શ્રી સદ્ગુરૂ પરમાત્માને નમઃ
આપનું પત્તું એક આજે પ્રાપ્ત થયું છે. ચિત્રપટ ઓઈલ પેઈન્ટીંગનું કરાવ્યું છે તે હાલ અત્રે ન મોકલશો. પરમકૃપાળુનાથશ્રીની સ્થિતિ અલ્પ અને અનિયત અત્રે થવા સંભવે છે. ઘણું કરી આવતીકાલે અત્રેથી વિદાય થઈ ઈડર જવા વિચાર રાખું છું.
શ્રી આત્માનુશાસન ગ્રંથનું આજે લગભગ ૯૫ શ્લોકોનું ભાષાંતર સંપૂર્ણ થયું છે. આવતીકાલે સો શ્લોકોનું થશે એટલે આપને મોકલવાનું કરીશ. જે આપ વાંચી સુધારવાનું બને તો કરશો. શ્રી દ્રવ્યસંગ્રહની પ્રત બનતા સુધી મોકલાવીશ. દ્વાદશાનુપ્રેક્ષાનું પુસ્તક બને તો વળતી ટપાલે મને અત્રે મોકલશો. વાંચવાની રુચિ છે. જો બને તો વિગત સહિત એકાદ દિવસમાં લખીશ, પરમકૃપાળુનાથશ્રી સુખવૃત્તિમાં અત્રે બિરાજે છે. વિવાણિયા
મનસુખના સવિનય પ્રણામ
પત્ર-૫૫
સુજ્ઞભાઈ આત્માર્થી અંબાલાલ આદિ પ્રત્યે
અત્રે શ્રી પરમાત્માના અનુગ્રહથી સુખવૃત્તિ છે. આપનું પત્ર એક પ્રાપ્ત થયું છે.
પરમપૂજ્યશ્રીજી હાલ ઈડર તરફ ન જતાં ગઈકાલે અત્રે સુખવૃત્તિથી પધારેલા છે. મારા સુભાગ્યે તેમના તરફનો બોધ હું પ્રાપ્ત કરી શકું તેવી સ્થિતિ મને પ્રાપ્ત થઈ છે. આપના પત્રનો પ્રત્યુત્તર આ પ્રમાણે છે. જે વખતે ખંભાત ત્યાં મારી સ્થિતિ હતી તે વખતે મેં તેમના બોધની સ્મૃતિ યથાશક્તિપૂર્વક લેખ કરી લઈશ એમ કહેલું. પરંતુ જ્યારથી મારું અત્રે આવવું થયું છે ત્યારથી અત્રૂટક રહેવું પરમપૂજ્યશ્રીના સત્સમાગમમાં થયું નથી. અને જેટલા વખત રહેવું થયું તેમાં ગચ્છાદિક સંબંધી ઘણા પ્રશ્નોત્તર થતાં, તે મને જો કે ઉપયોગી લાગતા. તથાપિ તે ટૂંકામાં નોંધ કરી લેવા બહુ ઉપયોગી છે એમ મને લાગતું, અને જે જ્ઞાન સંબંધી બોધ થતો તે સાંભળતાં, તેમાં
૨૬૭
Page #347
--------------------------------------------------------------------------
________________
IS DESIRES સત્સંગ-સંજીવની
) SIXAKO ()
અતિશય રસ પ્રાપ્ત થતો. તેથી સ્વાર્થમય બની તે સાંભળવા સિવાય બીજું ભાન ભૂલી જતો. એટલે લખી શકતો નહિ. હવે પ્રસંગોપાત લખવાનું ધ્યાનમાં રાખીશ.
૨- આપની અહિં આવવાની ઈચ્છા હશે એવું ધારી મારા આવ્યા પહેલાં માતુશ્રીજીએ પરમપૂજ્યશ્રીને કહેલું, પણ તેઓએ અનુમોદન આપ્યું નહોતું. મારું અહિં આવવું થયું તે વખતે મેં આજ્ઞા માગેલી તે પણ વૃથા થઈ. પાછું ફરીથી આજે પૂછયું તો પણ તેમજ લાગતાં જરા ખેદવાળું મનને લાગ્યું.
૩- આનંદઘનજીની ચોવીશી વિષે ભૂલી ગયો નથી. વાંચું છું. પણ ઈચ્છા એમ રહે છે કે તેના અર્થ પરમપૂજ્યશ્રી તરફથી લખાય તો સારું. પ્રયાસ કરું છું.
૪- ચિત્રપટનો ટપાલખર્ચ વિશેષ આવે તેમ હોય તો રેલ્વે પાર્સલથી મોરબી રેવાશંકરભાઈના નામથી મોકલાવશો. પત્રનો ઉત્તર તુરત ન લખવાનું કારણ પરમપૂજ્યશ્રીના આવાગમનનું અનિર્ણિતપણું હતું. તેમજ કંઈ પ્રમાદનું પણ પ્રાબલ્ય હતું ખરું. સત્સંગી સર્વ ભાઈઓ પ્રત્યે મારા નમસ્કાર પહોંચે. આપની વતી પૂ. શ્રી માતુશ્રી તથા પૂ. પિતાશ્રીને પ્રણામ કહેલ છે.
મનસુખના નમસ્કાર.
પત્ર-પ૬
ૐ શ્રી સરૂ પરમાત્માને નમઃ
આપે આપ ભૂલાય આત્મા, આપે આપ ભૂલાયા રે, જલકી મછીયાં જલકું ઢંઢે, જનમ જલમેં પાયા રે,
મરના ફરના સબહી જલમેં, જલમેં જંગ મચાયા રે .... આપે આપ ભૂલાયા. આ મહાશય ! કાવ્યકારે સ્વસ્વરૂપના વિસ્મરણ કરનાર આ પામર આત્માને માટે જે કથન કહેવું જોઈએ તે કહ્યું છે. સ્વવૃત્તિના અનુયાયી આ આત્માનો વાતમાં ને વાતમાં પ્રાપ્ત થયેલ ભવ હરાઈ જવાની શરૂઆત થયાને ઘણો કાળ થયો છે. છતાં દુ:ખનો અંત આવે એવા પ્રાપ્ત થયેલ યોગનો ઉપયોગ જે રીતિએ શ્રી આનંદધનજી મહારાજ પ્રથમ સ્તવનને વિષે કહે છે તે પ્રમાણે કરતો નથી. એથી વિશેષ આશ્ચર્ય બીજું નહિ હોય એવું આ પામર જીવને લાગતું નથી, એના જેવું કેવું આશ્ચર્ય ? નહિ તો
પારસ અરૂ સંતમેં, બડો અંતરો જાન,
વહ લોહા કંચન કરે, યહ કરે આપ સમાન. એ કથન શ્રી અનાથદાસનું સિદ્ધ જાણી શ્રધ્ધ જ શ્રદ્ધા સમ્યકત્વની ઈચ્છા કેમ ન થવી જોઈએ ? આપની પાસેથી જે ગ્રંથો લાવ્યો છું તે અને બીજા અહિં છે તે વાંચવાનું બને છે. “પરમકૃપાળુશ્રી લખે છે કે શ્રી આનંદઘનજી મહારાજના કરેલા ચોવીશ સ્તવનો નિત્ય મનન કરવા જેવા છે. તેનો ટબો ભરેલો તે પરથી શુદ્ધ ભાષામાં અર્થ લખવાનો પરિચય રાખવાથી સ્તવનોનું વધારે મનન થશે.” આ પ્રમાણે કરવા ઈચ્છા રહે છે. પણ ગહનતા જોઈ જીવ પાછો પ્રમાદ કરી જાય છે. અવસરે ચિ. પોપટની ઈચ્છા પૂર્ણ થાય એમ ઈચ્છું છું. ત્યાં આગળ હાલ શું વાંચવાનું રહે છે તે જણાવશોજી. સર્વ આત્માર્થી ભાઈઓ પ્રત્યે નમસ્કાર પ્રાપ્ત થાય. લિ. અલ્પજ્ઞ મનસુખના નમસ્કાર.
૨૬૮
Page #348
--------------------------------------------------------------------------
________________
O GSSSSSSS સત્સંગ-સંજીવની SREENAGADO
પત્ર-પ૭ પરમ પૂજ્ય શ્રી આત્માર્થી ભાઈ અંબાલાલભાઈ આદિ મુમુક્ષુ ભાઈઓની સેવામાં,
આપનું પત્ર મળ્યું છે. હકીકત વિદિત થઈ. પૂ. ભાઈશ્રી રેવાશંકરભાઈનો વિચાર પોષ સુદ-૨ પછી મુંબઈ જવાનો હતો. પણ તેઓનું આરોગ્ય અસ્વસ્થ રહેતું હોવાથી પરમકૃપાળુદેવશ્રીની આજ્ઞા હાલ મુંબઈ ન જવાની થઈ છે.
પરમકૃપાળુશ્રીના દર્શનની જેમ આપ અભિલાષા રાખો છો, તેમ હું પણ તેઓ નિવૃત્તિ લેવા બહાર પધારે તેમ ઈચ્છું છું. અને એટલા માટે થઈને જ મેં બહુ વિનંતીપૂર્વક મુંબઈ જવા વિષેની આજ્ઞા મંગાવી હતી. પણ આજે જ પત્રથી હાલ અહિં સ્થિરતા કરવાની આજ્ઞા આવી છે. તેમ ચિ. છગનના પગ માટે પણ ફરજરૂપે રોકાવું પડે તેમ છે. છતાં આજે ફરી વિનંતી કરી છે કે મુમુક્ષભાઈઓ દર્શનની બહુ અભિલાષા રાખે છે માટે પધારવાનું કરો તો સારું. મારાથી જેટલું લખાય તેટલું લખી આપની વતી વિનંતી કરી છે. તેમ મારી વતી પણ કરી છે. આપ લખો છો કે સોભાગભાઈ સાહેબનું પદ ધારણ કરો તો સારું. પણ પદ ધારણ કરવાનું કહેવાથી ધારણ કેમ થઈ શકે ? જે ઉત્તમ ગુણો, અભેદભક્તિ મરણપર્યંત એકનિષ્ઠા તેઓને વિષે વાસ કરી રહેલા હતાં, તેમાંનું થોડું પણ હોય તો તે પદ ધારણ કરવાની ઈચ્છા થાય. પણ જ્યાં જડતા વિશેષ હોય ત્યાં તેવી ઈચ્છા કેમ સંભવે ? મારા પ્રત્યે કંઈ લખવાનું જેમ આપ ઈચ્છો છો તેમ હું પણ ઈચ્છું છું. પણ વિક્ષેપી ચિત્ત તેમ કરવામાં અસમર્થતા ધરાવે છે. ઘણી વખત લખવાનું કહું છું પણ આગળ ન ચાલવાથી પાછો અટકું છું. શ્રી યોગીન્દ્ર ભર્તુહરિ કહે છે કે આ જગતમાં શું ઈચ્છવા યોગ્ય છે ? અપરોક્ષજ્ઞાને આ સર્વ અનિત્ય અને અસાર જણાય તેવું છે. તે અજ્ઞાનને લીધે સર્વ નિત્ય અને સારભૂત માની વર્તન થાય છે. તે કેમ અટકે ? સર્વથી અદ્ભૂત મનનું ચાંચલ્ય છે. તે સ્થિર થવામાં પુરૂષાર્થની અવશ્ય છે. તો પુરૂષાર્થ કેમ પ્રાપ્ત થતું નથી ? | દેહની સ્થિતિની ખબર નથી કે તે એક ક્ષણ પણ છે. તથાપિ જેની ખબર નથી તે ધારવાનો દોષ ગ્રહણ કરી ધારીએ કે વિશેષમાં વિશેષ આયુષ્ય સો વર્ષનું હશે. તેમાંથી બાળવય અને અભ્યાસવય પચીસ વર્ષ સુધીનું ગણીએ. તો બાકી રહે પોણો સો. સામાન્ય રીતે માણસ સાઠ વર્ષની ઉંમર પછી અશક્ત થાય છે. એટલે ચાળીસ વર્ષ પરાધીન છે. તે પોણોસોમાંથી બાદ કરીએ તો પાંત્રીસ બાકી રહે. તેમાંથી પાંચ વર્ષ સાઠ વર્ષની ઉંમર સુધીમાં, પાંચ વર્ષ માંદગીના ગણીએ તો બાકી રહે ત્રીસ. તેમાંથી ઉંઘના પંદર વર્ષ ઓછા કરીએ તો બાકી રહે પંદર વર્ષ. આટલા વર્ષમાં જીવ પોતાને કદી પણ નાશ ન થાય તેવો માને છે. તેના જેવું બીજું કંઈ આશ્ચર્ય છે ? પંદર વર્ષમાં સંસાર અને તેને લગતી ક્રિયામાં જીવ કાઢે છે તો પછી આત્મસાર્થક ક્યારે કરશે ? આ વાત પ્રત્યક્ષ છતાં જીવને કેમ આંખ અંધ થઈ ગઈ છે !
અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા અને મનને કોમળ રાખે તેવા પુસ્તકોની ઈચ્છા છે. એવાં પુસ્તકો આપની ધ્યાનમાં હોય તો લખશો. પૂ. શ્રી છોટાલાલભાઈ, ત્રિભોવનભાઈ તથા લલ્લુભાઈ, કિલાભાઈ, નગીનદાસ આદિ સર્વ ભાઈઓને નમસ્કાર.
સં. ૧૯૫૪ લિ. અલ્પજ્ઞ મનસુખના સવિનય પ્રણામ.
૨૬૯
Page #349
--------------------------------------------------------------------------
________________
S S S સત્સંગ-સંજીવની
(
પત્ર-૫૮
પોષ વદ, ૧૯૫૪ શ્રીમદ્ સદ્ગુરૂનાથને ત્રિકાળ નમસ્કાર. પરમ પવિત્ર આત્માર્થી ભાઈશ્રીની પવિત્ર સેવામાં, લિ. વિયોગી કુંવરજી સેવકના નમસ્કાર સ્વીકારશો.
હાલમાં આપના તરફથી ઘણો વખત થયે પત્ર નથી તે લખવા કૃપાવંત થશો. બાહ્ય ઉપાધિના લીધે છોરૂથી પત્ર લખાઈ શકયો નથી માટે મુરબ્બી ભાઈ કૃપા લાવી સેવકનો અપરાધ માફ કરશો. મુરબ્બીભાઈ, શ્રીમદ્ સદ્ગુરૂપ્રભુ તરફથી મુદલ પત્ર નથી. આપના તરફ હોય તો લખશો. વળી મુંબઈમાં રોગની ઉત્પત્તિ વિશેષ ચાલી રહી છે. તેથી કરી સેવકને ઘણી ફીકર રહ્યા કરે છે. તો દયાળુભાઈ આપના તરફ પરમપૂજ્યપ્રભુ તરફથી સુખવૃત્તિના સમાચાર આવ્યા હોય તો બાળકને વળતી ટપાલે જણાવવા કૃપાવંત થશો. પવિત્રભાઈ મેઘની વાટ મયર પક્ષી જેમ જોઈને બેઠું છે તેવી જ રીતે આપના પત્રની વાટ છોરૂ જોઈ બેસી રહે છે. ૫. ભાઈ વિયોગીને અજ્ઞાન સેવકની વખતોવખત પત્ર દ્વારાએ ખબર લેશો એવી ખાસ સેવકની વિનંતી છે, તે ધ્યાનમાં લેશો. ૫. ભાઈ, આ અનાદિકાળની જે વાસના વળગેલી છે, તેમ અહીં સત્સંગનો જોગ નથી, ફક્ત આપના તરફથી પત્ર આવે તે સત્સંગનો જોગ માની સેવક દરગુજર કરે છે. માટે દયાળુ ભાઈ, દયા લાવી પત્ર દ્વારાએ ખૂણે ખાંચરે પડેલા સેવકની ખબર લેશો એવી આશા છે. મુરબ્બીભાઈ, અમદાવાદથી ઉગરી બહેન, સમુબહેન કલોલ આવેલ છે તે સહેજ વિદિત કરું છું. મુરબ્બીભાઈ ત્રિભોવન તથા પોપટભાઈ, કિલાભાઈ, નગીનભાઈ, છોટાલાલભાઈ વિગેરેને સેવક તરફથી નમસ્કાર પહોંચે.
લિ. અજ્ઞાન વિયોગી કું. છોરૂના નમસ્કાર સ્વીકારશો.
આપે લખ્યું કે પવિત્રનાથ ઉપર શ્રદ્ધા રાખો, તેમણે જેમ કહ્યું હોય તે પ્રમાણે વર્તો, તો પવિત્રભાઈ મારી શ્રદ્ધા તેમના ઉપર જ છે. ને વળી તેમના તરફથી જ હિત થવાનું છે. તે પવિત્રભાઈ આપનું તો હિત થયું હશે ને આ સેવકને ચરણસમીપ રાખી પવિત્રનાથને ભલામણ કરશો તો આ સેવકનું હિત થાશે. હે ભાઈ, આ સેવક તરફ તો પત્રવ્યવહાર રાખશો. તમારા
તારીખ - સદર
પત્ર-૫૯
સંવત ૧૯૫૨ મહાત્ સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. પ્રિય અને પવિત્ર ભાઈશ્રી,
પ્રિય ભાઈ ખુશાલદાસ ક્ષણિક દેહનો ત્યાગ કરી ચાલ્યા ગયા. તે સંબંધમાં આપના તરફથી કાર્ડ આવ્યું તે પહોંચ્યું છે. આવા પવિત્ર સત્સંગી ભાઈનો મોટો તોટો પડ્યો જાણી અત્યંત ખેદ થયા કરે છે. પણ નિરૂપાયતા. આગળ કંઈ પણ જોર ચાલી શકતું નથી. આ ત્રાસરૂપી સંસારમાં ફક્ત સરૂનો એક આધાર છે. અને તેના ચરણ સમીપમાં અહર્નિશ રહેવાય તો જ મંગળદાયક છે. બાકી અનંતો કાળ એમને એમ આસાતનામાં વહી ગયો, ને વહી જશે, તો પણ આત્માના પર્યટનનો કિનારો આવવાનો નથી. પવિત્ર ભાઈ ! આ અવગુણી ને સદોષી
૨૭)
Page #350
--------------------------------------------------------------------------
________________
O GSSSB) સત્સંગ-સંજીવની (PARK EXAM
મૂઢ સેવકની વખતોવખત ખબર લેશો. કારણ આ કળિકાળનું જોર ઘણું પ્રવર્તે છે. અને આ અનાથ બાળકને સત્સંગનો વિયોગ ચાલ્યો છે. માટે દયાવંત થઈ સેવકની ખબર લેશો એવી આશા છે.
- પ્રિય ભાઈ, આ દેહે કરી હજુ આત્માનું કલ્યાણ કરવાનું છે. માટે તબિયત સાચવતા રહેશો. ને તંદુરસ્તી દિન પ્રતિદિન સુધરતી આવતી હશે તે દયા કરી જણાવશો. આ મૂઢ અને અવગુણી બાળકના લખાણમાં અયોગ્ય અને દોષિત હોય તો કૃપાવંત થઈ સુધારી વાંચવા તસ્દી લેશો. - લિ. વિયોગી સેવકના પ્રણામ.
આપના પ્રેમયુક્ત પત્ર બે આવ્યા તે પહોંચ્યા છે. વાંચી આનંદ થયો છે. આપે લખ્યું કે જ્યાં ત્યાંથી આત્મહિત કરવું તે ઘણું જ સારું. પરંતુ કૃપાળુ જેવા સદગુરૂ મળ્યા છે, ને વળી તેમને મૂકીને બીજા સદ્ગુરૂ ખોળીએ ? કદાચ બીજા મલે તો કાંઈ પાત્રતા વિના હિત કરે નહિ. ને એકને મૂકી બીજાને વળગવું ને બીજાને મૂકી ત્રીજાને વળગવું, એમ આમથી તેમ ફર્યો કાંઈ હિત થાય નહીં. માટે કૃપાળુ સરૂ મળ્યા છે તે જ સાચા છે, અને તે જ હિત કરશે. ને તેમની જ ઉપર અચળ શ્રદ્ધા રાખી બેઠા છીએ. વળી કોઈ માણસને ઘણી તૃષા લાગી છે ને કદી પાણી મળે તો તે ઢોળી દે ? તેમજ કૃપાળુ જેવા સરૂ મળ્યા છે તેમને મૂકીને બીજાને ખોળે તે મુર્ખ માણસ જાણવો. ને વળી આપ લખો છો કે મહાન પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તો ને ચરણ સમીપ થવાની ઈચ્છા રાખ્યા જ રહો. તો હે ભાઈ ! ચરણ સમીપ રહેવાની તો ઘણી જ ઈચ્છા છે, પરંતુ તે પાર પડી નથી. ને વળી કૃપાળુ ઉપર પત્ર લખું છું પણ તેમનો બિલકુલ પત્ર નથી તે સહેજ આપને વિનંતી કરું છું. શ્રીને મારા પ્રણામ કહેશો. અને આવી જ રીતે સેવક ઉપર પત્ર લખશો તો આપની આ સેવક ઉપર ઘણી જ કૃપા છે એમ જાણીશ. ને કોઈક દિવસ હિત થવાનું છે એમ જાણીશ.
પત્ર-૬૦
સંવત ૧૯૪૭ ધર્મેચ્છકભાઈ,
કુશળતામાં છું. આપની આરોગ્યતાનું પત્ર ગયા બુધવારે પહોંચ્યું છે. વાંચી આનંદ થયો છે. એવી જ રીતે સેવક તરફ પત્ર દ્વારાએ દર્શન દેશો.
(ઉગરી)બેનને તાણ મટી ગઈ છે ને શરીરે થોડું થોડું કળતર થાય છે ને હાડમાં તાવ આવે છે, તે સહજ વિદિત કરું છું. [ આ સંસારમાં અનેક પ્રકારના દુ:ખ છે. તેવા જ આપે દર્શાવ્યાં છે. તેવી જ રીતે આ સેવક તરફ ફુરસદની વખતે બોધ લખશો. હે ભાઈ ! ઉદય કર્મને અબંધ પરિણામ ભોગવાય, તે શ્રેયકારી કથન આપે વારંવાર ધ્યાનમાં રાખવા લખ્યું તો તે પ્રમાણે વર્તાય છે, તે સહજ વિદિત કરું છું. બેન હાલમાં માસ એક, દોઢ રહેવાના છે. આપે જવાબ મંગાવ્યો તો નીચે પ્રમાણે.
ભવિષ્યની ઈચ્છા આત્મહિત પ્રગટ કરવા તરફ છે. ધર્મનો લક્ષ ઘણો સારો છે. જે વર્તમાન ચર્યા, પરચૂરણ થોકડાં વાંચવામાં તથા સામાયિકો કરવામાં જાય છે. તે જેમ બને તેમ શોક નિવારે છે તે જાણવું.,
પ્રિય ભાઈ, અમારા બાબત શ્રી કપાળુનાથને ભલામણ કરશો. તો તેમનું ધ્યાન અમારી તરફ ખેંચાશે. તો કોઈક દિવસ અમારું હિત થશે, પ્રિય ભાઈ, આ સવાલનો ઉત્તર ફુરસદ વખતે લખશો. મન, વચન, કાયાના
૨૭૧
Page #351
--------------------------------------------------------------------------
________________
S S SYS S સત્સંગ-સંજીવની MS ()
યોગ સ્થિર કરવા શું કરવું તે સંબંધી હકિકત લખશો. તથા આત્મહિત પ્રગટ કરવા તરફની યોગ્ય હકિકત આપના જાણવામાં હોય તે લખશો. એ જ..
કુ. ના પ્રણામ
વિશેષ આપે મુરબ્બીનાથને અમારા તરફની સમ્યકજ્ઞાન પામવાની ભલામણ કરી હશે ને હું પણ મુરબ્બીનાથને અમદાવાદના સ્ટેશને મળ્યો હતો. ને તે સંબંધી મેં પણ જૂજ વિનંતી કરી હતી. મુરબ્બીનાથ આપને
ત્યાં કેટલા દિવસ રહ્યા ને શું બોધ થયો હતો તે લખશો ને પત્રરૂપે દર્શન દેશો. મુરબ્બીભાઈ આપ આ સેવક તરફ કૃપાદૃષ્ટિ રાખી ને સેવકનું આત્મહિત થાય તેવે રસ્તે ચઢાવો, એવી અરજ ધ્યાનમાં લેશો ને પ્રસંગોપાત બોધ દેતા રહેશો. તો તમારું કેટલું બાહ્યધન ઓછું નહિ થાય ને અંતરંગમાં પ્રવેશ કરાવો તો જલ્દી અમારું હિતા થશે એવી આશા રાખું છું.
લિ. કુંવરજીના પાયલાગણું કબૂલ કરશોજી.
પ-૬૧
સંવત ૧૯૫૪ શ્રીમદ્ સદ્ગુરૂ ચરણાય નમો નમઃ પરમપૂજ્ય આત્માર્થી ભાઈની સેવામાં,
પરમ દયાળુ, પરમ માયાળુ, પરમકૃપાળુ, અનાથના નાથ, અશરણને શરણ આપનારા, મોહને જીત્યો, માયાને જીતી, એવા અનેક ગુણે બિરાજીતમાન શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી શ્રીમાન રાજચંદ્રદેવ ત્રિકાળ જયવાન વર્તો.
તેમના પ્રત્યે આ અવગુણી, અપરાધી, બાળ તરફથી મન, વચન, કાયાએ કરી અવિનય, અભક્તિ, આશાતના ઈત્યાદિ ઈત્યાદિ કોઈ પ્રકારથી થયો હોય તો ત્રિવિધ ત્રિવિધ કરી વારંવાર ક્ષણેક્ષણે ક્ષમાપના ઈચ્છે છું. કૃપાળુ પ્રભુ પ્રત્યે આ છોરૂ તરફથી વારંવાર નમસ્કાર કરી સુખવૃત્તિ પૂછશો. ને કૃપાળુદેવશ્રીજીના સુખવૃત્તિના સમાચાર લખવા કૃપા કરશો, ને આટલી અરજ ધ્યાનમાં લેશો ને વસોથી બીજે સ્થળે મુકામ થાય તેનું સરનામું બાળકને લખવા કૃપા કરશો. આ અવગુણી અજ્ઞાન છોરૂને આવો પરમોત્કૃષ્ટ લાભ મળ્યા છતાં કર્મહીન છોરૂ લાભ લઈ શકતો નથી. આવા અવગુણી, અપરાધી, પ્રમાદી છોરૂના સામું જોવું એ વાજબી નથી, પણ આપ અનંતગુણી પ્રભુના ચરણ સમીપમાં રહેવાથી દયાવંત છો માટે કૃપાળુ ભાઈ છોરૂ પ્રત્યે દયા લાવી પત્ર દ્વારાએ ખબર લેશો. પૂજ્ય લહેરાભાઈને ખબર કહેશો. સેવક પર નજર કરો, નજર કરો. હે ભાઈ ! આપ જેવા સદ્દગુરૂના સેવક મળ્યા છતાં આ બાળ સુધરવાને બદલે આળસુ થયો છે. અને અનેક મિથ્યા વાસનાઓ સેવકને વળગેલી છે ને હાલમાં કંઈ બની શકતું નથી તો સેવક તરફ દયા લાવી, સેવકને સુધારવા પ્રયત્ન કરશો ને મિથ્યા વાસનાઓ વળેલી છે તે સુબોધ દઈ મૂકાવશો. સેવકને સુધારાના પાયા ઉપર લાવી મૂકવાની આપની ફરજ છે. તો દયાળુ ભાઈ તેમ કરવા સેવકની અરજ ધ્યાનમાં લેશો. આમ થવાનું મુખ્ય કારણ એટલું જ કે અહિંયા કોઈનો સત્સંગ નથી તથા સબોધ નહીં થવાથી આમ બન્યું છે. માટે સેવક પ્રત્યે કૃપાદૃષ્ટિ કરી બોધ કરતા રહેશો. ઘણો લાંબો વખત થયે આ બાળકને સત્સંગનો જોગ મલ્યો નથી તેમ પત્ર દ્વારાએ પણ પ્રસંગ મળ્યો નથી. ને આ કળિકાળમાં આયુષ્યનો ભરોસો નહિ હોવાથી ખેદ રહ્યા કરે છે. માટે પૂ. ભાઈ આ વિયોગી સેવકની ખબર લેશો. ગઈ કાલે કૃપાળુદેવપ્રભુથી કાર્ડ પ્રાપ્ત થયું હતું. પવિત્ર ભાઈ, આ બાળકને કૃપાળુનાથ પધાર્યાના ખબર
૨૭ર
Page #352
--------------------------------------------------------------------------
________________
- માં ન થી પાછા જીવરી તીકમ કાવાના ની જનમ ના ગીત ધીમા તાપમાન પર નીતિમવી પી જનાલ મા ખોઈ નાં જા . નને પમ (Mીત મા પલી મંદાજ ભા ન પીપાલ રામના નવા જી જી ભાષા ધરીનt , i પરમ પુરૂષની માળા થી ના નવી થિી / સી ની છે શપષષ ની | તળાજા તાલ કાલ
ની ખીર Co 11
શ્રી કાવિઠા તીર્થક્ષેત્રે પૂ. શ્રી અંબાલાલભાઇ પોતે ભક્તિભાવથી શ્રી કૃપાનાથ માટે પૂ. શ્રી ઝવેરબાપાના ઘરમાં રસોઇ કરી રહ્યા છે. અને ત્યાર પછી પોતે કૃપાનાથને અંતરના ઉમળકાથી જમાડી રહ્યા છે.
તેના નિદર્શનરૂપ એક દૃશ્ય.
Page #353
--------------------------------------------------------------------------
Page #354
--------------------------------------------------------------------------
________________
SARAS સત્સંગ-સંજીવની GKS REVER ()
આપશો. ને પ્રભુના સમાગમની સેવકની ઘણી જ ઉત્કંઠા છે. તો પ્રભુની આજ્ઞાનુસાર જણાવવા કૃપા કરશો. કોઈ વસ્તુ અમદાવાદથી મંગાવવી પડે તો બાળકને લખશો. જે પ્રભુને વિનંતી કરશો કે બાળકને તેડાવે, તે પ્રભુની આજ્ઞાનુસાર બાળકને ખબર આપશો ને પવિત્ર પ્રભુ પધાર્યા પછી જે સ્થળે મુકામ થાય તે ઠેકાણા સાથે લખવા કૃપા કરશો.
લિ. અલ્પજ્ઞ કું. ના નમસ્કાર વાંચશો.
(
પત્ર-૬૨
જેની નિષ્કામ ભક્તિ પ્રગટે તો તેના હર્ષશોક-રાગદ્વેષ મંદ પડી જઈ સહજાનંદ સ્વરૂપને વિષે આનંદની જાગૃતિ થાય. એવા પ્રત્યક્ષ સંતનો જોગ મળવો અને તે આ વિષમકાળમાં દુર્લભ અત્યંત દુર્લભ તે સહેજે મળ્યો, એ કોઈ મહાપુણ્યનો હેતુ છે. એવા પરમ પુરુષોત્તમ શ્રી રાજ્યચંદ્રજી પરમ દયાના સાગરને નમસ્કાર.
તમારો પત્ર મળ્યો. તમે ઉપાધિના સંબંધમાં પડવાની જિજ્ઞાસા જણાવી અને તે પણ તરતમાં જ થાય, એમ સંકલ્પ-વિકલ્પનું રટણ જણાવ્યું. પણ શ્રીજી કહે છે કે : “પ્રવૃત્તિ કામનાપૂર્વક યોગ્ય નહીં.’’ જેથી એકદમ ગભરાઈ જઈ મહાઆરંભમાં પડશો નહીં. મહત્ આરંભ અને મહત્ પરિગ્રહ એ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે, માટે હવે શું કરવું તે યોગ્ય લાગે તે જણાવો. અને એવી એવી પ્રવૃત્તિમાં અનાદિ અધ્યાસને લીધે જનાર એવો આ જીવ તેને કંઈ બોધ આપો.
બીજુ તમે જણાવ્યું કે બોટાદ, રાણપુર, વઢવાણ ત્રણ ગામ થઈ સાતસો મનુષ્યો દહન થઈ ગયા. અહો! આ વાત કાંઈ થોડી સમજવા જેવી નથી ? દહન થઈ ગયા, આપણે તો જાણે મરવું જ નથી. હવે આપણે આ સ્થળે વિચાર કરીએ કે જે મનુષ્યો મરણ પામ્યા હશે તેને એવી કામનાઓ હશે કે અમુકને આપવું છે, અમુક લેવું છે, અમુક વેપાર કરવો છે, અમુકને વેચવું છે, ઘરમાં અમુક લાવવું છે, વિગેર ઘણા સંકલ્પ વિકલ્પથી ચિત્ત આકુળ વ્યાકુળ હોય છે. હવે તે તો ક્યાં ચાલ્યા ગયા. ત્યારે આપણે વિચાર કરીએ કે તેવો પ્રસંગ કોઈ આપણને ઉપજ્યો હોત અને ચાલ્યું જવું થયું હોત તો, ક્યાં ધંધો કરત? ક્યાં કર્માદાની વિગેરે કરત ? કાંઈ ન થાત. અને આ દેહે કરેલા શુભાશુભ કર્મ આ જીવે એકલાએ જ ભોગવવા પડત. આ તમને અથવા મને અથવા કોઈપણ જીવને આવી આવી સંસાર ભજવાની કામના રહે તે મહા મૂઢતા છે. તેમાં વળી તમને અથવા મને અથવા જે કોઈ શ્રી દયાળુ નાથને મળ્યા છે તેને આવી કામના થાય તે તો મહા જ મૂઢતા છે, ત્યારે હવે કેમ કરવું? પ્રભુના પ્રતાપે એવી કોઈ જીવમાં ભાવના થાય કે અત્યારથી હું મરી ગયો છું. એવી રીતે વર્તે તો આ સઘળા સાથે ઋણ સંબંધથી છૂટી જવાય અને શ્રી કૃપાલુ ભગવાનનું કંઈક ઓળખાણ પડે. એમ વિચારતાં લાગે છે અને સર્વે મુમુક્ષભાઈઓની કૃપાથી આ બાળકને તેમ થાઓ એ જ ઈચ્છું છું.
સ્થિર ચિત્ત કરી જોઈએ છીએ તો આ સંસાર કારાગૃહ છે. રાગ, દ્વેષ, રોગ, અગ્નિથી બળતો છે. એવા ભયંકર સંસારમાં એક શરણ શ્રી હરિ પુરુષોત્તમનું જ છે. અને તે પ્રત્યક્ષ છે. એમની અનન્યભક્તિ ક્યારે થશે એ ઈચ્છા સદૈવ રહી તે કાર્ય કરવામાં અપ્રમત્તપણું ભજે એવો માર્ગ બતાવો.
તમારો કાગળ વાંચવાથી તરતજ કાગળ લખવાનું થયું છે. જીવ એકદમ માયામાં પડી જવા તત્પર થઈ જાય છે. અને આ તો મારે કરવા યોગ્ય જ છે. હું આ ના કરૂં તો કુટુંબીઓને ખોટું લાગશે. આવા આવા પ્રકારથી જે ઉપાધિ ભજવાની ઈચ્છા કરે છે તે કરતાં એમ જ કરતો હોય કે હમણાં થોડો કાળ ઉપાધિ જવા દ્યો, આગળ ઉપર થઈ રહેશે એમ વાયદો કરે તો કેવું સારું, પણ એમ તો શ્રીહરિ સૂઝાડે ત્યારે સૂઝે તેવું છે. જ્યારે જીવને
૨૭૩
Page #355
--------------------------------------------------------------------------
________________
CREATE) સત્સંગ-સંજીવની GREEK Gર
ધર્મમાર્ગ પ્રવર્તવું હોય તો એમ કહે કે મારે પૂર્વકર્મ બહુ બળવાન છે તેથી કાંઈ થતું નથી. તે જો કે ઠીક છે. પણ જીવ આમ વિચારે કે આજે અધર્મ એવું છું. તેને પૂર્વ કર્મનો દોષ ગણું તે કરતાં ધર્મને ભજું તો કેવું શ્રેય થાય.
ગમડા વિષે લખ્યું તે જાણ્યું, પણ તે કર્મ વિશેષ કાળ ભોગવવાનું જણાય છે. કારણ કે તેને મટાડવા પ્રયત્ન કર્યું ત્યારે તેમાંથી વિશેષ વ્યાધિ - ઉલટી - ઉધરસ વિગેરે થયું. હાલ ઠીક છે. તે કાંઈ ચિંતા કરવી યોગ્ય નથી. પણ એમ છે છતાં આ લેખકથી તેવી ચિંતા ટળતી નથી એ એની વિષમતા છે. શ્રીહરિ પ્રતાપે કોઈક કોઈક વિચાર ઉદ્ભવે છે અને તે વિચાર નિશ્ચળ રહો, અને વૃદ્ધિ પામી દેહથી વિરક્ત ભાવના થઈ જાય તો શ્રેય થાય.
શ્રીહરિ શરણ છે. શ્રીહરિના ચરણમાં કોઈ જીવ આવ્યો તો માયાદેવી જાણે છે કે, જો આ કૃપાળુને સેવશે તો જરૂર આ સંસારમાંથી ચાલ્યો જશે. માટે તેને છેતરવા બહુ બહુ પ્રકારના વિકટ કષ્ટમાં નાંખવા વિવિધ વિધ્રો આડા આવે છે. તે વિધ્રોથી નહીં ડરતા, અને તેમાં મહાત્રાસ જાણી તેવા પ્રસંગમાં ઉદાસ ભાવ ભજી એક નિષ્ઠાએ હરિને આરાધે છે, જેથી માયાદેવી પણ થાકી જાય છે. તેનું રક્ષણ શ્રી હરિ કરે છે. અને શ્રી હરિના પ્રતાપે તે શૂરવીરપણું પણ થાય છે. જે કોઈ શુભ ગુણ થાય તે શ્રીહરિના પ્રતાપે છે. બાકી જીવ શું કરી શકે ? કર્યું હોત તો આવી દશા હોત ? માટે શ્રીહરિ શરણ છે. હે ભાઈ ! હવે શું કરવું ? આ મૂઢ આત્માને શીખામણ આપતા રહેશો. પ્રભુની કોઈ એવી મરજી થાય ને સર્વ જીવ પર મિત્રતા આવે. ભાઈ, અહંકારે હું વર્તે છે. એક શરણ શ્રીહરિ છે. ધન શરણ નથી, પુત્ર શરણ નથી, સ્ત્રી શરણ નથી, માતા શરણ નથી.
એક શરણ શ્રીહરિ છે. અશરણના શરણ શ્રી પરમાત્મા તે જ પ્રેમ ભક્તિએ ઉપાસવા યોગ્ય છે. જેથી નહીં મળેલ શાંતિ મળે છે. તમારા પત્રના ઉત્તરમાં કેટલાક વિચાર લખવા ઈચ્છા હતી. પણ તે હવે પછી. શું થાય છે તે જોઉં છું. પવિત્રાત્મા સુંદરદાસજી કહે છે કે : (દુહો).
જૂઠો ધન જૂઠો ધામ, જૂઠો સુખ, જૂઠો કામ, જૂઠો દેહ, જૂઠો નામ, ધરીકે ભૂલાયો હૈ, જૂઠો તાત, જૂઠો માત, જૂઠો સૂત, દારાબ્રાત, જૂઠો હિત મતિ માની, જૂઠો માન લાયો હૈ, જૂઠો લેણ જૂઠો દેણ, જૂઠો મુખ બોલે જૈન, જૂઠે જૂઠે કરે ફેન, જૂઠા હી કે ધાયો હૈ, જૂઠ હી મેં એ તો ભયો, જૂઠ હી મેં પચી ગયો,
સુંદર કહત શ્યામ, કબહૂ ન આયો હૈ. સુંદરદાસજીએ શા માટે કહ્યું છે? તે વાત સાચી છે કે કેમ ? અને તે વાત સાચી હોય તો ગ્રહણ કરવા યોગ્ય છે કે કેમ ? તે ગ્રાહ્ય ન થવા દેવામાં કોણ કોણ આવરણરૂપ છે. અને તે ટળે એવા છે કે કેમ ? શ્રી સુંદરદાસજીના આ પરમાર્થી બોધનો અર્થ કૃપા કરી લખશો અને બીજો પત્ર આવતા સુધીમાં એટલે તમારો જવાબ આવ્યા પછી બીજા પત્ર આવતા સુધીમાં મહત્ આરંભ પરિગ્રહરૂપ ઉપાધિમાં પડતાં અટકવું અને અસંગપણું બહારથી રહી શ્રીકૃપાળુના પત્રો વાંચવા જેથી તરત જાગ્રત થવાય. એવા સક્શાસ્ત્રનું વાંચન મનન થાય તો સારું છે. એ જ અંરજ. |લિ. બાલ ત્રિભોવનના નમસ્કાર, સર્વ ભાઈને નમસ્કાર. તા. અહંકારરૂપી મહાશત્રુનો નાશ કરનાર એક શ્રી હરિ શરણ છે, શરણ છે.
- ૨૭૪
Page #356
--------------------------------------------------------------------------
________________
O SARASS સત્સંગ-સંજીવની
STREAM)
પત્ર-૬૩ I પવિત્ર મહાભાગ્ય આત્માર્થી ભાઈ – અંબાલાલભાઈ , કાગ
ખંભાતથી લિ. ત્રિભોવનના નમસ્કાર કરી
તમારો કપા પત્ર મળ્યો છે. અત્રે રાતના કીલાભાઈને ત્યાં નિરંતર સમાગમ થાય છે. ત્યાં નગીનદાસ, પોપટલાલ, પાનાચંદ એટલા જણ આવે છે. કોઈ કોઈ વખત પ્રેમચંદ શાહ તથા છોટાલાલ, છગનલાલ તથા વખતચંદ આવે છે. પ્રથમ નગીનદાસ સાથે કોઈ કોઈ વાત ચાલતી હતી. દિવાળી પછીથી પ્રેમચંદ સાથે વાતચીત થઈ હતી. તેમને ઠીક પડ્યું છે. ફુલચંદભાઈની સમજણ સારી છે. કેટલાક પ્રકારનું અવિરોધપણું ગુરૂના પ્રસાદથી કહેવામાં આવ્યું તે તેને ભાસ્યું છે. ને હાલ તો નિંદાથી અટકી ગયા છે. પ્રભુનું શરણ લઈને તે શરણમાં આસ્થા રહી કોઈને વાતચીત કરવામાં આવે છે તો તેથી તેને કાંઈ વિરોધપણું ભાસતું નથી. હાલમાં સમાગમી ભાઈઓની વૃત્તિ પ્રથમ કરતાં ઠીક રહે છે. અને દિવાળી પછીથી શ્રી કૃપાળુનાથના દર્શનને માટે જઈશું એવો વિચાર કરે છે તે સહેજ જાણવા સારૂં લખ્યું છે.
તમારે તો મહાભાગ્ય છે.
પરમદયાળુ નાથશ્રી પરમકૃપાળુને આ બાળક વતી વારંવાર નમસ્કાર કરશો. સહજાત્મસ્વરૂપ શ્રીનાથજીનો અવિનય, અશાતના, મન વચન કાયાથી થઈ હોય તો વારંવાર ક્ષમાપના માગું છું. શ્રી કૃપાનાથની કૃપાથી આનંદ છે, પણ વિયોગ છે. દિવસનો ભાગ ઉપાધિમાં હાલ જાય છે. રાતના સમાગમ થાય છે. બે માળા ગણવાનો રોજ નિયમ રાખ્યો છે, રાત્રી ભોજનનો ત્યાગ બાર માસ સુધી કરવામાં આવ્યો છે. તેમજ કોઈક એવા કારણથી દવાની છૂટ રાખી છે. પ્રભુની પૂર્ણ કૃપાથી મોહ નામના દૈત્યનો નાશ પ્રભુ કરાવે ત્યારે શાંતિ થઈ જાય એ જ આકાંક્ષા રહે છે, અને તે કૃપાનાથના વચનો વિચાર્યાથી હવે પરમ શાંતિ થશે.
- મોક્ષમાળાનો કોઈક ભાગ વાંચવામાં આવ્યો હતો. તેમાં બોધ હવે તો બહુ જ અપૂર્વ લાગે છે, અને એમ થાય છે કે બીજો કેટલોક ભાગ તેની અંદર વિશેષ કૃપાનાથશ્રી કાંઈક કરી આપે. તો તે પુસ્તક છપાવવાની મરજી થાય છે. મોક્ષમાળામાં અભુત વચનો હાલમાં વાંચતા લાગે છે. તેવી રચના પૂર્વે કેમ ભાસતી નહોતી ?
કૃપાનાથશ્રીએ કોઈ કોઈને આ બળતામાંથી ખેંચી લીધા. મોક્ષમાળા તમારે ત્યાં કેટલી રહી છે? બે ત્રણ જણને જોઈએ છે. મુંબઈમાં હવે તે પુસ્તક રહ્યાં છે કે નહીં ? તે કૃપાનાથને પૂછશો.
ભગવત પ્રતાપે આનંદ છે. કલાભાઈની દશા વાણી,ઠીક વર્તે છે. હે ભાઈ ! આ બાળક તો અનંત દોષવાળો છે. અને મૂઢ છે. પ્રભુજી હૃદયમાં આવે છે, અને પાછા ગુપ્ત થઈ જાય છે. તેથી એમ લાગે છે કે આ બાળકની જ અવશ્ય દુષ્ટતા છે નહીં તો પ્રભુજી સદાય વાસ કરે જ. પણ મલીન હૃદયમાં પ્રભુ કેમ વાસ કરે ? પ્રભુજીને વારંવાર નમસ્કાર આ બાળક વતી કરજો. છોટાભાઈ તથા લલ્લુભાઈ ગઈકાલે સાંજે ત્યાંથી આવ્યા છે. કામ, | માટે 50 pp1 ડિગ્રી
પત્ર-૪
સંવત ૧૯૫૬ શ્રી મહેરબાન મુરબ્બીભાઈ – અંબાલાલભાઈ લાલચંદભાઈ જોગ શ્રી મુંબઈ બંદરથી લી. ધર્મસ્નેહી ભાઈ ખીમચંદ દેવચંદના પ્રણામ વાંચશોજી.
ગઈકાલે અત્રે ભાઈ દામજી - કેશવજી પૂજ્ય સાહેબના ચરણ ઉપાસના કરી પધારેલ તે આવ્યા. તેમણે
૨૭૫
Page #357
--------------------------------------------------------------------------
________________
O REGRERS સત્સંગ-સંજીવની GPSC GPSC
પૂજ્ય શ્રીજીની તબિયત વિષે સારી ખબર દીધી છે. તે સાંભળી બહુજ આનંદ થયો છે. હંમેશ પૂજ્ય સાહેબની સારી સ્થિતિના ખબર દેવા કૃપા કરશોજી.
બહુ જ પુણ્યના પ્રભાવથી આપ શ્રીજીના ચરણરજ સેવા કરો છો જેથી તમને તથા તમારા સંજોગને ધન્યવાદ છે. મારાથી એવા પ્રસંગમાં આપ ભાઈઓના દર્શનનો તથા પૂજ્ય સાહેબની નબળી સ્થિતિમાં સેવાનો કશો લાભ લઈ શકાતો નથી. મન ઘણી મુદત થયા આકાંક્ષા રાખી આકર્ષણ કરે છે, પણ કેટલાક સંજોગની ખામીને લીધે મારાથી કશું બની શક્યું નથી. કે. Iી સંસારિક નિયમનો તથા બીજા સંજોગો, કેટલાક તો વિજ્ઞ કરતા સન્મુખ રહે છે કે જેનું કહેવું પણ શું? તેમ વળી તે મૂર્માની પણ ખામી છે. જેથી વિશેષ બળ હુરતું નથી. જેના કારણથી ધારેલું કામ પાર પાડી શકાતું નથી. તો પણ મનમાં એવા વિચાર ઉપર આવું છું કે મહાત્માઓની કિરપાથી સર્વ હિત જ થશે. - પૂજ્ય સાહેબને શાતા પૂછી મારા વતી પુનઃ પુનઃ પ્રદક્ષિણા દઈ પંચદંડવર્ પ્રણામ કરશોજી. અને સેવકના અનેક દોષની નિવૃત્તિરૂપ આધાર સદા જયવંત વાર્તા એમ ઈચ્છે છે. મારી સામાન્ય મતિથી જે કાલું ઘેલું લખ્યું તે યોગ્ય જાણી સ્વીકારશોજી.
મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ ખંડીત છે જે પૂરો થવા આપને મેં ખંભાત લખેલું હતું. જેનો આપના તરફથી કશો જવાબ આવ્યો નથી એમ મને યાદ છે. મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથના પાના અંક ૪૬૫ થી ૪૭૨ સુધી જ છે. તે આપ કોઈ રીતે અપૂર્ણતા મટાડી શકો તો મહેરબાની કરી તેવી કૃપા કરશો.
પોસ્ટ રજીસ્ટર કરી મોકલશો એવી અરદાસ છે.
વિશેષ લખવું એ છે કે : શ્રીજી સાહેબની પ્રતિમા (છબી) સંવત ૧૯૪૮ની સાલની તથા હાલની કાયોત્સર્ગ મુદ્રા તથા જિનમુદ્રાની મોકલવા કપા કરશો. તે માટે જે ખર્ચ થાય તે લખી વારશો. એટલી તસ્દી લઈ સેવકને આભારી કરશો.
સર્વ મુમુક્ષુને પ્રણામ કહેશોજી.
સંવત ૧૯૫૭ માગસર વદ ૬ [ આજે આપનો પોસ્ટકાર્ડ મળ્યો. પરમકૃપાળુ શ્રી તરફથી રૂા. ૨૫૦/- ધાર્મિક કાર્યમાં (પરમશ્રુત ખાતામાં) ખર્ચવા બાબતની અરજ ધ્યાનમાં લેવાઈ એથી હું આજે કૃતાર્થ થયો સમજું છું. અમે આજે મુંબઈ લખ્યું છે. પરમકૃપાળુશ્રીની આરોગ્યતા હજુ સુધારા પર આવતી નથી તે આપણા બધાના કમભાગ્ય કે શું સમજવું ? આપણી બધાની ઈચ્છા પ્રબળ થઈ આરોગ્યતા ક્યારે સુધારા પર આવશે ? અને તેવા ખુશી ખબર આપ ક્યારે આપશો ? પૂજ્ય ભાઈશ્રી રેવાશંકરભાઈ ત્યાં આવવાનું જણાય છે. તેઓને પ્રણામ કહેશો તેમજ સર્વ ભાઈઓને પ્રણામ કહેશો.
લિ. રણછોડના પ્રણામ શુભ ઉપમાલાયક શ્રી અંબાલાલ લાલચંદ ઠે. લીમડી દરબારને ઉતારે, વઢવાણ કેમ્પ.
૨૭૬
Page #358
--------------------------------------------------------------------------
________________
O GERS સત્સંગ-સંજીવની કુકી
)
V
પત્ર-૬૬
-૧-૧૮૯૬, સંવત ૧૯૫૨ સરૂદેવને ત્રિકાળ નમસ્કાર. પરમ પૂજ્ય આત્માર્થી અંબાલાલ લાલચંદ તથા કીલાભાઈ વિગેરે. ગામ વઢવાણથી કંગાળ અલ્પજ્ઞ વણારસી તલસી તથા તલકચંદ પિતાંબરના નમસ્કાર, પવિત્ર સેવામાં અંગીકાર કરશો.
તરણ તારણ કૃપાળુ સિંધુ શુક્રવારના દિને મેલમાં બેસી મોરબી પધાર્યા છે. ત્યાં દિવસ આઠ રહી શ્રી વવાણીયે સ્થિરતાનો સંભવ છે. અમે પણ લીંમડીથી બેસી સૌ ભાઈ કાંપમાં ગયા હતા. તે આપને જણાવા લખું છું. કૃપાળુનાથ વવાણીયા રોકાવાના છે. એવા પુરૂષના દર્શન થવા દુર્લભ છે, મણિરત્ન તો કોક ઠેકાણે હોય છે. તો તેનો અનુભવ હજી લેવાતો નથી. આ જીવ હજુ માર્ગાનુસારી પણ થયો નથી. એ જ વિનંતી. . . . .
અનન્ય શરણના આપનાર એવા જે સદ્ગુરૂદેવને ત્રિકાળ અત્યંત ભક્તિથી નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર હો !
તમારી તરફ પરમ દેવાધિદેવ પધારવાના છે તો અમને અગાઉ ખબર આપશો, એટલી આ કંગાળ જીવ ઉપર કૃપા કરશો. હાલ તમે શું વાંચો વિચારો છો ? જગતમાં વાંચવા વિચારવાનું આરાધવાનું “સ” જ છે. આ મનની વૃત્તિ તેમાં જ લય કરવી ઘટે છે. એજ આ જીવનું કર્તવ્ય છે. માટે મનનો નિગ્રહ થયો તેને નમસ્કાર છે. લિ. અનાથ કંગાળના જય વીર વંદન સ્વીકારશોજી.
કોઈ પણ
પત્ર-૬૭
સંવત ૧૯૫૫ પ્રગટ શ્રી ગુરૂદેવ પ્રભુજીને ત્રિકાળ નમસ્કાર હો !
પરમ પૂજ્ય પવિત્ર આત્મા ગુણધર પરમ પવિત્ર પરમજ્ઞાની મહારાજા કૃપાળુની પરખેલી મણી શ્રી અંબાલાલભાઈ પ્રત્યે, શ્રી ખંભાત.
સેવામાં વિનંતી કે પરમ ગુરૂદેવ પ્રભુજીએ મને ફરીથી પત્ર પરમકૃપાથી લખ્યો. તેમાં તે બાપાજીની આજ્ઞા નીચે મુજબ છે :
“સંસ્કૃતભાષાનો અભ્યાસ બની શકે એવા સાધનની તમને કંઈ અનુકૂળતા હોય તો તે પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. તત્વાર્થ સૂત્રની પ્રત તમારી પાસે હોય તો વારંવાર તેનું અવલોકન અને અનુપ્રેક્ષણ હાલ કર્તવ્ય છે. જો તે પ્રત ન હોય તો ઘણું કરી શ્રી અંબાલાલ પાસે હશે. . . .”
તો તે વિષે આપની સેવામાં અતિ નમ્રતાથી વિનંતી કરું છું કે તે ભાષાનો અભ્યાસ બનવો આ સેવકને દુષ્કર છે. પણ કદાપિ તુમ કૃપાથી બને તો તે ભાષા શીખવામાં અનુકૂળ અને સહેલું પડે. એવો ક્યો ઉપાય હશે ? તે જણાવવા આ દીનને કૃપા કરશો.
મોક્ષમાર્ગ પ્રકાશ’ ગ્રંથ મોકલવા આપે પરમ કૃપા કરી. તેમાં રૂપિયા અઢી ત્યાં લેવા લખ્યું તે ઠીક જ કર્યું છે. માર્ગોપદેશિકા ગ્રંથ લાવવા અત્રેનાએ કહ્યું છે તો તે અનુકૂળ હોય તો કૃપા કરશો. તત્વાર્થસૂત્ર સોબત
૨૭૭
Page #359
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
જોગે મોકલવા પરમ કૃપા કરશો. અહોહો ! તે નિરાગી ભગવાનની શી કૃપા કે આ દીન દાસ ગરીબ, અબુધ, સેવકને મહાવાક્યો સાથે બે વખત પત્ર પ્રાપ્તિ કરાવી, તે જ પ્રભુજીનો વારંવાર ઉપકાર માનવા યોગ્ય છે. ધન્યવાદ, તે દેવ પ્રભુજી નિરાગી ભગવાન બાપાજીની સમીપમાં રહી ઉપાસના કરનાર મુમુક્ષુને કે જેઓ પરમ લાભની પ્રાપ્તિને પામ્યા છે, પામે છે, અને પામશે. હું તો એક કંગાળ, દીન, ગરીબ, તે દેવ પ્રભુજીના ચરણનો ભિખારી છું.
છવાયો છે ઇન્દ્રિયરૂપી ધુર્તોએ, તેથી મૂકાવવા જેણે કર્મરૂપ શત્રુને જીતીને વિજય કર્યો છે એવા નિરાગી ભગવાન શિવ-શંકર-જગતના ઈશ્વર, અરિહંત દેવ જ સમર્થ છે. માટે તે નિરાગી, પરમ ગુરૂની ઉપાસના હવે કહી નહીં જ મૂકું. વિશેષ શું લખું ? યોગ્યતા પ્રમાણે તે દેવનો વિશ્વાસ છે. વળી એમ જ ઈચ્છું કે તે પ્રેમમાં વૃદ્ધિ થાઓ. કામ સેવા ફરમાવશો. પત્ર વટામણ લખવા કૃપા કરશો.
ht
તે બાપાજીના પ્રતાપથી આનંદ છે. મોટો સુંદર વિલાસ હું અમદાવાદથી લાવ્યો છું. તે સેવામાં વિદિત થાઓ, પરમ મિત્ર, પરમ સાધર્મિ વિગેરે શુભોપમાયુક્ત તમે જ છો. અમારા જેવા ખાલી ડોળ બતાવી તે રસ્તાનું સેવન નહીં કરે તો અધોગતિનું પાત્ર અવશ્ય થાશે. તે અધોગતિનું પાત્ર નહીં થવામાં તમારી જ સહાયતા છે. લિ. વટામણવાળા દીન કંગાળ દાસના પુનઃ પુનઃ નમસ્કાર હો !
SDS
Fis
પત્ર-૬૮
શ્રીમદ્ પરમ ગુરૂભ્યો નમઃ
પરમ પૂજ્ય પવિત્રાત્મા શ્રી અંબાલાલભાઈની સેવામાં છે
$3
વિનંતી જે શ્રીનાથજીની કૃપાએ પુસ્તકોની પ્રાપ્તિ થઈ છે. તે પરમ પવિત્ર પરમ દયાના ધણી દયાળુ સાહેબજીના એક વચનનો પણ યથાવિધિ વિચાર કરવાની ગરીબ દાસમાં શક્તિ નથી. આપને યોગ્ય લાગે તો ‘મોક્ષમાર્ગ પ્રકાશ’ ગ્રંથ આવેલા માણસ સાથે આપવા કૃપા કરશો. પરમકૃપાળુદેવ પ્રભુજીશ્રીની ઈડર ક્ષેત્રે ક્યાં સુધી સ્થિતિ થાય તેમ લાગે છે તે લખશો. કારણ પત્ર ક્યાં લખું ? ઉપદેશ પત્રોની પણ ઈચ્છા છે. જેમ યોગ્ય લાગે તેમ કરશો. આપનો લખેલ સુદ બીજનો પત્ર મને મળ્યો.
શ્રીમદ્ પરમગુરુભ્યો નમઃ
પવિત્ર ધર્માત્મા પૂજ્ય સાહેબ શ્રી અંબાલાલભાઈ સાહેબની પવિત્ર સેવામાં.
૨૭૮
319585
આપની તરફથી એવા અમૂલ્ય વચનો નિઃસંદેહ ને સત્ય વાક્ય - આપદા વખતે મળે તે હે પ્રભુ ! સાચા પુરૂષોનું શરણ, સાચા પુરુષોનો સાથ, હું નિરંતર ઈચ્છું છું. શોચ વિશેષ ગણતો નથી. પરંતુ જેટલી ઉપાધિ પાત્ર હતો તે ઉપાધિનો આ વખતે વધારો થયો. માટે દિલગીરી કોઈ વખત રહે છે. હે ભગવાન ! વખતોવખત મહાત્મા પુરુષોની એ જ રીતે સહાય ઈચ્છું છું. આપ જેવા પવિત્ર પુરુષોની જોગવાઈ અને સમાગમ કરવા હું બહુ ઈચ્છતો હતો. પણ ઉંમર નાની - થોડો વખત - દુનિયા તથા સંબંધીનો વ્યવસાયના કારણને ટાળી શક્યો નહીં તે મારી ઘણી જ ભૂલ છે.
લિ. દીનદાસ મગનના સાષ્ટાંગ નમસ્કાર
પત્ર-૬૯
મહા સુદ, સંવત ૧૯૫૫
Page #360
--------------------------------------------------------------------------
________________
{} સત્સંગ-સંજીવની
હે સાહેબ થોડી મુદતમાં અત્રે પધારી દર્શનનો લાભ આપવા કૃપા કરશો. હું આપના સમાગમમાં આવેલો નથી. તેથી આ રંક જીવ આપના ધ્યાનમાં ન હોવા યોગ્ય છે. પરંતુ આ રંક સેવક તો સત્પુરુષ આદિ પવિત્ર ધર્માત્મા પુરુષના દર્શનની અભિલાષા રાખ્યા કરે છે. હમણાં અમદાવાદમાં જ છું તો જેમ બને તેમ તાકીદે દર્શન આપવા સેવકની વિનંતી છે. શ્રી ત્રૈલોક્યપૂજ્ય કરૂણાસિંધુ સદ્ગુરૂદેવના ચરણારવિંદને વિષે આપણ સર્વનું અંતઃકરણ આત્મભાવે અખંડ સ્થાપિત રહો.
- ઠાકરશી
પરમ પૂજ્ય ભાઈશ્રીની સેવામાં લિ. સેવક પોપટ.
ભાઈશ્રી ઠાકરશીએ લખ્યું તે જ મારી જિજ્ઞાસા છે. તે દર્શનની ઈચ્છા પૂર્ણ કરશો. હાલમાં હું પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય પુસ્તક વાચું છું.
પત્ર-૭૦
ફાગણ સુદ ૭, ૧૯૫૫
શ્રીમદ્ પરમગુરુભ્યો નમઃ
પરમ પૂજ્ય શ્રી વીતરાગ આજ્ઞાનુસારી સકલ ગુણ સંપન્ન શ્રી અંબાલાલભાઈ - ખંભાત.
પૂ. શ્રી મનસુખભાઈ પ્રત્યેનો પત્ર આજે પ્રાપ્ત થયો છે. તે વવાણીયે મોકલી આપીશ. પરમ પૂજ્ય દેવાધિદેવ શ્રી રાજ્યચંદ્ર પ્રભુ ગયા મંગળવારે શ્રી વવાણીયા પધાર્યા છે. આપે આજ્ઞાનુસાર વર્તન કરી લાભ લીધો છે. રાત્રીએ સત્સમાગમમાં પણ લાભ લીધો છે, તેથી આપને ધન્યવાદ ઘટે છે. પરમ પૂજ્ય દેવાધિદેવશ્રી અત્રે બિરાજ્યા હતા ત્યારે દર્શનનો તથા અમૃતવાણી શ્રવણ કરવાનો અમોએ લાભ લીધો છે.
અલ્પજ્ઞ દીનદાસ નવલચંદ ડોસાના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
પત્ર-૭૧
સંવત ૧૯૫૪
સકળ શ્રેયસાધક શ્રી અંબાલાલભાઈ.
ઉદયાનુસાર મારી અહીં સ્થિરતા છે. વીતરાગ ભગવાન, અતિ નજદીક બિરાજતા છતાં ઘણા આવરણોને લઈને દર્શન કરવા પણ જઈ શકાતું નથી. ધન્ય છે આપને કે વખતોવખત દર્શનનો તથા સેવાભક્તિનો લાભ લ્યો છો. આપનો ઉપદેશ પત્ર પણ જે દિવસે આવે છે તે દિવસ હું મારો માંગલિક ગણું છું. અને તેવો માંગલિક દિવસ એમ જ આવ્યા કરે એવી મારી વિનંતી છે. આપનો પત્ર જે સાથે દીનદયાળને વિનંતી કરેલો પત્ર હતો તે મને ગઈ કાલે રાત્રે મળ્યો છે. તે વખતે વવાણીયા બંદરની ટપાલ ચાલી ગઈ તી. તેથી અમલ કરી શક્યો નથી. આજે મહાસ્વામીજીની સેવામાં તે વિનંતી પત્ર મોકલાવ્યો છે. પરમાત્માનો હમણાં પાંચ, છ દિવસ થયા પત્ર નથી, તેથી વવાણીયામાં કેટલી સ્થિરતા છે તે જાણવામાં નથી. મુંબઈમાં રોગનો ઉપદ્રવ વિશેષ છે. હાલ મુંબઈ તરફ ન પધારવાની આપે વિનંતી કરી તે મારી સમજ મુજબ ઠીક કરી છે.
૨૭૯
અહો ! પ્રભુ હું ઘણોજ પ્રમાદી, અધમાધમ, પામરમાં પામર, દાસાનુદાસ, જ્યારે આત્મામાં પ્રગટ થશે રાગાદિકમાંથી આસક્તિ ઊઠી જશે, સત્પુરુષના ચરણ કમળમાં પડશે, તનથી, ધનથી, મનથી આસક્તિ સર્વ
Page #361
--------------------------------------------------------------------------
________________
{} સત્સંગ-સંજીવની
જગતમાંથી ઊઠી, એક સત્પુરુષને વિષે ભક્તિમાં જોડાય તો કલ્યાણકારક છે.
વ
સર્વને વિષે અહંકાર અવગુણનો કર્તા છે. જૂઠો ધન, જૂઠી દેહમાં આસક્તિ માનવી એ મૂઢ આ પામરને અજ્ઞાને કરીને છે. કોઈ ભાગ્યના ઉદયે સત્પુરુષનો જોગ મળ્યો છે, તે રખે ચૂકતો.
શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતામેં કેલી કરે શુદ્ધતામેં થિર વહે, અમૃતધારા બરસેં.
ધારશી કુશળચંદના પ્રેમપૂર્વક પ્રણામ.
પત્ર-૭૨
જે દેહનું અજ્ઞાનપણે મમત્વ થયું હતું તે સમ્યક્ બોધ થવાથી યર્થાથ જાણપણું થયું કે આ દેહ મારો નથી. જ્યારે દેહ જ મારો નથી ત્યારે દેહને અર્થે માન પૂજા સત્કાર ઈત્યાદિક ઈચ્છવા યોગ્ય નથી. તે મુદ્રા કેવી છે ? જેને જગતરૂપ કાર્ય કાંઈ કરવું રહ્યું નથી. જેને પ્રીતિ નથી, અપ્રીતિ નથી. એક જ જ્યાં સ્થિતિ છે, એક જ જ્યાં આત્મા ભાસી રહ્યો છે, એક જ જાણપણારૂપ પરમ સ્થિતિ છે, દેહનો મમત્વ જ્યાં અતિશય છેદાયો છે, તેથી હવે તે કાયાને કોઈ પૂજો, અસ્તુતિ કરો, કોઈ એને છેદો, ભેદો, પણ તે વિષે તેને રાગે નથી, દ્વેષે નથી. એક સમસ્થિત ભાવ છે. આખા જગતના સર્વ પદાર્થ ઉપરથી જેની વૃત્તિ નિવૃત્તિ કરી એક જ આત્મભાવરૂપ સ્થિતિ કરી છે અને તે સ્થિતિ માનને અર્થે નહીં, પૂજાને અર્થે નહીં, આત્મશ્લાઘાને અર્થે નહીં, નિઃશંક કેવળ તે રૂપમાં અવ્યાબાધપણે રહેવાને અર્થે ભાવ કર્યો છે. એવું પરમ જ્યાં દઢત્વ ભાસે છે કે દેહ મારો એવી જ્યાં સ્ફુરણા થતી નથી. જે પદાર્થ અભેદ્ય છે, અખંડ છે, અવિનાશી છે, સહજાનંદ સ્થિતિ છે, અતિ સરળ છે, સત્ ચિદ આનંદરૂપ સ્થિતિ છે. તે જ સ્થિતિનો એક ચિતાર છે. તે સત્પુરુષાર્થ અનુભવમાં લેવા યોગ્ય છે. એમાં સ્થિતિ કરવા યોગ્ય છે. અને પ્રત્યક્ષ સત્પુરુષ પણ તે જ સ્થિતિમાં છે. બોલવામાં - બેસવામાં - સૂવામાં - જેને કાંઈ અભિમાનરૂપ ક્રિયાનો લેશ નથી. blog: FB
એ અનુભવ માનવદેહમાં સત્પુરુષના યોગે થાય છે. પૂર્વે ઘણા સ૨ળ આત્માઓને થયો હતો, અને ભવિષ્ય અવશ્ય તેવા આત્માઓને થશે. એ આત્મરૂપ માર્ગ ધ્રુવ છે, નિશ્ચળ છે. અજ્ઞાનીની ક્રિયા કેવળ બંધનો હેતુ છે કારણ દરેક ક્રિયામાં અભિમાનરૂપે જ થાય છે. મહાત્માઓની ક્રિયા નિર્દભ હોય છે. એવી નિર્દભ દશા હે નાથ ! ક્યારે પ્રાપ્ત થશે ? અને એ જ સ્થિતિમાં ક્યારે અહોનિશ, વિચરવું થશે.
ઉપયોગનું વિસ્મરણ થવાથી એમ સ્થિતિ થાય છે. તેને માટે અતિશય અતિશય વિચાર કરવો યોગ્ય છે. અને તેને માટે સંતની ભક્તિ અભેદભાવે ક૨વી યોગ્ય છે, ત્યાં સુધી કલ્યાણ થવું સંભવીત નથી. આત્મસ્વરૂપે સ્થિતિ છે જેની એવા મહાત્માઓને પુનઃ પુનઃ નમસ્કાર હો !
sis
MP3]
પત્ર નં-૭૩ 19
ખંભાતથી પરમકૃપાળુદેવ પ્રત્યે લખાયેલ અનામ પત્ર
અનંત વ્યાધિના નાશ કરનાર, અનંત ભવના ક્ષય કરનાર પરમ હિતસ્વી, પરમ દયાનાથ, નિષ્કારણ કરૂણાશીલ, કરૂણાનાજ સાગર, એવા શ્રી પરમ પરમ શ્રીકૃપાળુનાથને ત્રણે કાળ નમસ્કાર.
ખંભાતથી લખનાર મૂઢ અને પામર મોહાધિન બાળકના નમસ્કાર.
ઓ ભગવાન ! આ ત્રિવિધ તાપરૂપ સંસાર જણાતા છતાં આ દુષ્ટ પરિણામી જીવ, કેમ સર્વ પ્રકારના
૨૮૦
Page #362
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
સ્નેહથી વિરક્ત થતો નથી ? અને ન કરવા યોગ્ય, નિંદવા યોગ્ય, નિભ્રંછા કરવા યોગ્ય એવા મહત્ અકાર્યને સેવ્યા છે, સેવે છે અને ભવિષ્યકાળે પણ માઠા યોગે સેવ્યો જાય એવી દશા વર્તમાનમાં વર્તે છે. આવા ભયંકર દુષ્ટ પરિણામીને શ્રી કૃપાનાથના દર્શન ક્યાંથી જ હોય અને તે શું એનું શ્યામ મુખ દેખાડે.
હાય, હાય ! આવો જોગ બનતાં છતાં આ પાપી અધમ પ્રાણી કેમ બુઝતો નથી. આવા ભયંકર કર્મ કેમ એને બાંધ્યા હશે તે કાંઈ સૂઝતું નથી.
JAY IN HIS S
જેની અંતર કૃપા અનંત દયા વર્તે છે... તે પ્રત્યે ઉલ્લાસિત પરિણામ કરી. લોકભાવથી વિરકત ચિત્ત કરી - તે શ્રી કૃપાળુનાથની ભક્તિમાં કેમ પ્રવર્તતો નથી. એ મોટું નિંદવા યોગ્ય કાર્ય કેમ કરે છે, કરતાં કેમ અટકતો નથી. પૂર્ણ ભાગ્ય છે જેનું, અને જેને ભક્તિને વિષે આત્મા અર્પણ કર્યો છે એવા શ્રી પરમ હિતસ્વી શ્રી અંબાલાલ તથા શ્રી કીલાભાઈએ સત્સંગ કર્યો છે. અને જે પરમ અપૂર્વ બોધ તેમના મુખથી શ્રવણ કર્યો છે. પણ આ જીવ તો મહા દુષ્ટ પરિણામી છે કે ત્યાગવામાં જેની હિમ્મત ચાલતી નથી. ઓ ભગવાન ! હું શું લખું ? આપ સર્વ જાણો છો. આ બાળકને જે પ્રકારે પાંચ ઇંદ્રિયના વિષય ઘટે અને જે ફરીથી ઉદ્ભવે જ નહીં એવી સ્થિતિ થાય તેમ હે દયાળુ ! કૃપા કરો. શ્રી અંબાલાલ તથા શ્રી કીલાભાઈના મુખથી અપૂર્વ બોધ શ્રવણ કરી પછી કાંઈક કાંઈક વિચાર ઉદ્ભવે છે. પણ એક મોટી અગ્નિના ગોળામાં છાંટો પડે ને વિલય થઈ જાય તેવી વર્તના છે. આપ સર્વ જાણો છો.
GS
Mia h પત્ર-૭૪
જે કાંઈપણ સાધન કરવામાં આવ્યું છે, અને સંતનો યોગ પણ મળ્યો છે, તે સંતના યોગે અને શ્રી સંતના યોગબળથી જીવને કંઈક એમ થયું કે આ વાણી અપૂર્વ છે. આ માર્ગ અપૂર્વ છે. તે વાણી ને તે માર્ગનું આરાધન કર્યું હોય તો જીવનું કલ્યાણ થઈ જાય, આમ વિચાર થાય, પણ અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિંમત ચાલે નહીં, જેથી પ્રવૃત્તિમાં જીવન ચાલ્યું જાય અને મળેલો એવો અપૂર્વ યોગ અફળ જાય. આ ભવનો જ કરેલો વ્યવસાય તે જ મુખ્યત્વે આવરણકર્તા થઈ પડે છે. કેમ કે આ ન તજાય, અને તે તજવામાં વિચિત્ર ભય હોય છે, જેથી જીવ બિચારો તેમાં વ્યામોહ થઈ જઈ અપૂર્વ યોગ મળવા છતાં પ્રમાદ સેવી તેથી ચૂકી જાય છે.
-Hun sabse FIR
લી. માયાવિ, દુષ્ટ પરિણામી જીવના નમસ્કાર હો. નમસ્કાર હો.
આ દેહમાં આત્મબુદ્ધિ રહી તો તે જ ભવાંતરમાં દેહ રહેવાનું બીજ છે. આ દેહમાંથી આત્મબુદ્ધિ ટળી તો ભવાંતરનો ક્ષય એવું પરમ પદ મળે છે. આ ભવનો વ્યવસાય આ ભવમાં જ આડો આવે છે. અને તેથી જીવ પ્રમાદ વશ થઈ જાય છે. તેમાં જ કાળ વ્યતીત કરે છે. તો પરભવે કેટલું મૂંઝાવું પડશે ? તે અસહ્ય વેદના થઈ પડવાની સંભવે છે. જીવ સ્વશક્તિએ આ વ્યવસાય છોડતો નથી. અને પરવશ-કર્મવશ જીવે આ દેહનું પ્રારબ્ધ પૂર્ણ થયે અવશ્ય આ વ્યવસાય છોડવો પડે છે. અને તે કરેલા પ્રમાદનું ફળ ભયંકર ભોગવવું પડે છે. તેનું અત્યારે ક્યાંથી ભાન થાય ? અને જેને ભાન થાય, તે કેમ તજે નહીં ?
જ્યારે જીવને છૂટવું હશે ત્યારે તે જ ઉપાય છે. ઘણા મનુષ્યો આ દેહમાં હોવા છતાં આ વ્યવસાય ત્યાગ કરે છે. ત્યાં બીજા વ્યવસાયમાં પાછા તેવા જ તદાકાર જોવામાં આવે છે. જેથી કલ્યાણ અટકી જાય છે અને તેનું ભાન પણ તેમને હોતું નથી. આ જે કરીએ છીએ તે સફળ છે, એમ ભાવના કરી કૃતાર્થતા માને છે, તે તેમનો વિભ્રમ છે. આ ભવના અલ્પ સુખ માટે અને તે પણ ક્ષણિક અને કલ્પિત સુખ અર્થે હે જીવ - કેમ ભૂલ કરે છે ? એમ કરવું તને ઉચિત નથી. GF Msp
| ||313113
૨૮૧
Page #363
--------------------------------------------------------------------------
________________
505 સત્સંગ-સંજીવની REGREER GR (9
સહજ સ્વરૂપનું ભાન કરવું હોય તો સત્સંગને અપૂર્વ ભક્તિએ આરાધન કરે - ત્યારે અસત્સંગમાં બહુજ જરૂર વિના બોલવું નહીં, હસવું નહીં, કારણ કે બોલવાથી - મન સ્વચ્છંદી થઈ જવાથી, બાહ્ય વાચા થઈ જવાથી ચિત્ત બહુ વ્યાકુળ થઈ જાય છે. જેથી વૈરાગ્યમાં મંદતા થઈ જાય છે માટે મૌન જ સેવે છે. તે
કુવચન શ્રવણઈન્દ્રીમાં પડવાથી તે પ્રત્યે દ્વેષનું થવું એટલે સત્પરુષના ચરણમાં જવાની ઈચ્છા કોઈ સત્યોગે થઈ, અને ત્યાં જવા મતિ કરી, ત્યાં કુટુંબી લોકોનો વિષમ વચનનો પ્રહાર અને તેથી અટકી જવું. તે કદાચ સહન કરી ત્યાં ગયો અને બોધ સાંભળ્યો તેથી તે પ્રમાણે વર્તવાની ઈચ્છા થઈ, અને તે પ્રમાણે વર્તન કરતાં સ્ત્રીના કુવચન, ભાઈના, પિતાના, લોકના, દુઃસહ વચન સાંભળી તે કાર્ય કરતાં અટકી જવું અથવા તો તે લોક પ્રત્યે દ્વેષ કરવો અથવા તો પોતાને શિથિલ થઈ જવું, એ શબ્દ ઈન્દ્રીના વશથી પણ જીવ માર્ગથી અટકે છે. રૂપ નામના બીજા વિષયનો વિચાર કરીએ. નાટક, વસ્ત્ર, સ્ત્રીનો શણગાર, પુત્રાદિના રૂપ શણગાર, અને જેટલા સ્વરૂપવાન પદાર્થ તે પ્રત્યે રાગદ્વેષથી પ્રવર્તવું. તે રાગદ્વેષ કરવાનો અવકાશ લેવો. તેથી પણ સસુરુષના માર્ગથી અટકી જવાય છે, અને જ્ઞાન શિક્ષા પ્રત્યે પ્રીતિ થતી નથી, માટે તે પણ બાધારૂપ છે. રસ નામનો વિષય, સારા આહારાદિકમાં પ્રીતિ, માઠા આહારાદિકમાં અપ્રીતિ, સત્પરુષના સંગમાં પણ તેવી આસક્તિ રાખવી, તે બોધ શ્રવણ કર્યા પછી રસેન્દ્રીયમાં લુબ્ધતાને લીધે જ્ઞાન શિક્ષા જે મળી હોય તેનું ફળ થતું નથી. કારણ રસેન્દ્રીયની લુબ્ધતાને લીધે વિશેષ આહાર થાય તેથી ઉન્માદપણું થઈ જાય, વિશેષ નિદ્રા આવે, આળસ થાય, અવિચારથી માઠી માઠી પ્રવૃત્તિ થઈ જાય. જેથી સત્પષના બોધનું ફળ અટકી જાય. માટે તે દોષ પણ બાધ કરનાર જ્ઞાની-પુરુષે કહ્યો છે અને તે દોષ મારામાં બહુ જ વર્તે છે. તે વાત અનુભવ પ્રમાણ થઈ છે. તે શ્રી અંબાલાલના પ્રતાપથી તે દોષ વિશેષ ભાયમાન થયો છે, અને તે વિશેષ પ્રગટ જણાવ્યો છે, એવા શ્રી પવિત્રાત્મા મુમુક્ષુને નમસ્કાર. આ ગંધ નામનો ચોથો દોષ. સુગંધમાં રાગપણું, અશુભ ગંધમાં દ્વેષપણું, તે પણ જ્ઞાનશિક્ષામાં બાધ કરનાર કારણ છે.
ના સ્પન્દ્રીય નામનો પાંચમો દોષ, શીત, ઉષ્ણ, લખુ, ચીકણું, ખરબચડો - સુકુમાર, ભારે, હલકો, ઈત્યાદિ આઠ પ્રકાર છે. જે જે વખતે જે જે કાળે, જે જે સુખરૂપે મન ગમે તેમાં રાગપણું, અસુખમાં દ્વેષપણું, તે પણ બહુ જ જ્ઞાન શિક્ષામાં બાધ કરનાર છે. કોઈ શીત-કાળમાં સટુરુષના દર્શનનો જોગ થવાનો હોય અને જો જીવને શરીર પ્રત્યે આસક્તિ હોય, ઠંડીનો ભય હોય, તો સમાગમમાં જતાં અટકી જવાય, માટે તે જીવને પરમ બાધ કરનાર શ્રી જ્ઞાની પુરુષે કહ્યો છે.
પરમ દુઃખને આપે એવા આ પાંચ વિષયો છે. જે જ્ઞાન શિક્ષાને પરમ બાધ કરનાર છે. કષાય નામના દોષનો વિચાર કરીએ તેના ચાર પ્રકાર : ક્રોધ, માન, માયા અને લોભ, ક્રોધથી કરીને સત્કાર્ગ પ્રત્યે અપ્રીતિ, નિવૃત્તિમાં અપ્રીતિ થાય છે. માનથી વિનય નામનો ગુણ પ્રગટ થતો નથી. માન નામના દોષથી દોષમાં ગુણપણું માનવું ઇત્યાદિક બહુ પ્રકાર છે. જે દોષ જ્ઞાન શિક્ષાને બાધ કરનાર જાણી શ્રી જ્ઞાની પુરુષ તેનો ત્યાગ કહ્યો છે.
માયા નામનો દોષ, પોતાના દોષનું ઢાંકવું અને ગુણ નહીં છતાં, ગુણનું વધારવું, લોકોને સારૂં દેખાડવું, સન્દુરુષની ભક્તિમાં પણ મુમુક્ષુને સારૂં દેખાડવું, તે રૂપ બાહ્ય ભાવ, સત્યરુષમાં લૌકિક ભાવ ઈત્યાદિક ગૌણ પ્રકાર છે. તે માયા કપટ પણ જ્ઞાન શિક્ષાને બાધરૂપ કારણ છે.
લોભ નામનો કષાય, જે દોષથી સત્પષને તન, મન, ધન, અર્પણ કરી શકતો નથી. અને જેથી સત્પષનું ઓળખાણ થતું નથી. આ દોષ તો જ્ઞાન શિક્ષાને પરમ બાધ કરનાર છે. પરમ શત્રુ સમાન તે દોષ જાણી શાની પુરુષે તેનો ત્યાગ બતાવ્યો છે. જે યથાતથ્ય છે, જે ત્યાગ સેવનીય છે.
Sછે.
૨૮૨
Page #364
--------------------------------------------------------------------------
________________
અને
સત્સંગ-સંજીવની
)
આ ચાર મૂળ પ્રકાર કહ્યા અને ઉત્તર પ્રકાર સોળ થાય છે. તે પણ બાધ કરનાર કારણ જાણી તેનો ત્યાગ કહ્યો છે. પણ પ્રથમના અનંતાનુબંધી ક્રોધાદિ પરમ બાધ કરનાર છે. જીવને બેભાન કરાવનાર છે. તે કષાયનું ભાન કરાવનાર સત્પષનો સમાગમ પરમ શ્રેષ્ઠ અને શ્રેયકારી છે.
પત્ર-૭૫ જેઠ સુદ ૧૨, શનિ, ૧૯૫૩
શ્રી સાયલા સર્વ શુભોપમાલાયક જોગ ભાઇ શ્રી અંબાલાલ લાલચંદ
શ્રી સાયલેથી લી. સોભાગ લલ્લુના પ્રણામ વાંચશો. આપનું પતું આવું તે પોંચ્યું. મારું શરીર નરમ રહે છે. તે ઉપરથી તમારે અત્રે આવવા નગીનદાસ સાથે સાહેબજીએ કહેવડાવેલ. તેથી તમે અત્રે આવા વિચાર કરેલ. પછવાડેથી તાર આવતાં આપ (આળસ્યા) તો હવે લખવાનું કે મારું શરીર દન દશ થઆં વિશેષ નરમ રહે છે. તેમ દન બે થઆં સાવ થોડું અનાજ ખવાય છે. અશક્તિ ઘણી આવી ગઇ છે. દન દન શક્તિ વિશેષ ઘટતી જાય છે.
હવે આને લાંબો વખત ચાલે તેમ સંભવ નથી. તો હવે લખવાનું કે સાહેબજીની આજ્ઞા હોય અને આપને અત્રે આવતાં કંઇ હરકત ન હોય તો જરૂર પાંચ દહાડા આવવાનો વિચાર કરશો.
એજ. કામકાજ લખશોજી.
પત્ર-૭૬
અષાઢ વદી ૪, ગુરૂ, ૧૯૫૪ પરમ પૂજ્ય ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે, મું. ખંભાત
વિજ્ઞપ્તિ કે આજ દિને શા. મૂળચંદ દીપચંદની બીદડી મધ્ય યુગપ્રધાનના યંત્રના પાના ૨૯ મોકલ્યાં છે. તે પોંચેથી પહોંચ ઇચ્છું છું.
મેં કપાળુદેવ પ્રત્યે ફોટોગ્રાફ માટે પત્ર લખ્યો છે. તે આપના ઉપર આજ્ઞા આવ્યથી મોકલવા કપા કરશો. વિશેષ વનમાળીભાઈએ આપને તથા સત્સંગી ભાઈઓ તથા બેનોને નમસ્કાર લખાવ્યાં છે. હાલ એ જ. લિ. પોપટના નમસ્કાર, સત્સંગી ભાઈઓ બેનોને નમસ્કાર.
પત્ર-૭૭ અમદાવાદ તા. ૭-૧-૧૯૦૩
મહા વદ ૧, વાર ગરેલ, ૧૯૫૯ ૐ નમઃ
શ્રી ચંદ્રપ્રભુ જિનાય નમઃ ઘાતિ ડુંગર આડા અતિ ઘણાં, તુજ દરિશન જગનાથ,, - ધીઠાઇ કરી મારગ સંચરું, સેંગુ કોઇ ન સાથ. અભિનંદન જિન દરિશન તરસિએ.
૨૮૩
Page #365
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
જિન થઇ જિનને જે આરાધે, તે સહી જિનવર હોવે રે;
ભૂંગી ઇલીકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.
વાંચવાનું વિચારવાનું, કહેવાનું વગેરે જે કાંઇ છે તે સત્પુરૂષના ચરણકમળમાં છે. પ્રત્યક્ષ મૂર્તિમાન સત્પુરૂષથી જ કલ્યાણ છે.
મોહાદિકની ઘુમી અનાદિની ઉતરે, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે; તત્વ રમણ શુચિ ધ્યાન ભણી જે આદરે, તે સમતા રસ ધામ સ્વામિ મુદ્રા વરે હો લાલ, સર્વત્ર સમભાવ વર્તે એ જ ઇચ્છું છું. મૂળ જ્ઞાન થયા પછી પણ મહાત્માઓને ત્રણ યોગની ક્રિયાઓ કરતાં દેખીએ છીએ તે કોઇ અદ્ભુત વિચારણાનું સ્થળ છે.
સત્પુરુષની કૃપાદષ્ટિ દષ્ટિગોચર નથી. એજ લિઃ પોપટ
પત્ર-૧૮
અમદાવાદ
વૈશાખ સુદી, ૧૯૫૯
ઉપાધિયુક્ત જણાતાં છતાં શ્રીમદ્ રાજચંદ્રના સહજ સમાધિભાવને અત્યંત ભક્તિભાવે ત્રિકાળ નમસ્કાર, જનકવિદેહીનું ચરિત્ર વિચારવા યોગ્ય છે. પરમ નિર્વિકલ્પ દશા જણાવનાર જિનમુદ્રાને અત્યંત ભક્તિભાવે નમસ્કાર પ્રાપ્ત થાય.
ગુરૂકૃપાએ જાણેલો પડદો, બે સાધનથી સહજ ખસી પરમ શાંતિ આપે તેવું લાગે છે. તે સાધન પ્રત્યક્ષ મૂર્તિમાન સત્પુરુષ અને સર્વસંગ પરિત્યાગીપણું, તેમાં પ્રથમના સાધનનો અભાવ દેખાય છે. જે ખેદરૂપ થાય છે. ખેર ! પણ જો, સત્સંગનું સેવન અપૂર્વ ભાવે થાય તો ખચિત જય થાય એમ લાગે છે. 13) લિ. પોપટ
શ્રી ચંદ્રપ્રભુ ચરણાય નમઃ
પત્ર-૭૯
મુ. વઢવાણ કાંપ, ૧૧-૯-૧૯૦૦
પૂજ્ય મુરબ્બી ભાઈ અંબાલાલભાઈની સેવામાં
F
આપના પત્તા વિષે વિશેષ વિચાર થતાં પ્રભુશ્રી (કૃ.દેવનું) શ૨ી૨ અતિ ક્ષીણતાને પામ્યું જણાય છે, અને તે મનને ભયંકર લાગે છે. માટે કૃપા કરી આપ તેમની પ્રકૃતિની ખબર તુરત આપશો. હરસની પીડા કેવી છે ? અનાજ કેટલું લેવાય છે ? દૂધ કેટલું લેવાય છે ? અને દવા કોની લીધામાં આવે છે ? શરીરનું વલણ સુધારા પર છે કે કેમ ? જરૂર આટલી કૃપા કરશો. પરમ વીતરાગ અવ્યકત શુદ્ધ ચૈતન્યને ભજતાં તે પરમયોગી શ્રી સદ્ગુરૂના ચરણમાં આ બાળના નમસ્કાર પુનઃ પુનઃ પ્રાપ્ત થાય. સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિમાં દૃષ્ટારૂપ તે સ્વયંભૂ સ્વચૈતન્યની સત્તાની ઉજવળતાથી અન્યની પણ વિભાવતાને નાશ કરતા મહાન્ યોગિન્દ્ર જ્યાં વિચરે છે તે ભૂમિને નમસ્કાર કરૂં છું. અને તેમની સેવામાં રહી પરમ ચૈતન્ય સ્વરૂપને ઉપાસતાં એવા સર્વ ભાઈઓ તથા બહેનોને પુનઃ પુનઃ નમસ્કાર કરૂં છું.
૨૮૪
Page #366
--------------------------------------------------------------------------
________________
O REGREE) સત્સંગ-સંજીવની GREER GR (
જેનાં ચરણ સેવવાથી સર્વ ઈચ્છિત પ્રાપ્ત થાય છે, એવા પરમ વીતરાગ અસંગપણાને ભજતા તે શ્રી સદ્ગુરૂના ચરણ સદા જયવંત રહો.
શ્રી સરૂની આજ્ઞા પ્રમાણે વિવેક અને વિનયથી વર્તનાર આપ ભાઈઓ શ્રી પરમગુરૂની વાણીના અમૃતનું પાન કરી કંચનરૂપ થયાં છો, પણ આ પાપી, મંદબુદ્ધિ, પ્રમાદી તરફ કૃપા કટાક્ષ નાંખ્યા કરો છો તે માટે પુનઃ પુનઃ ઉપકાર માનું છું. ત્યાં સેવામાં બીરાજમાન સર્વે ભાઈઓ બહેનોને સવિનય નમસ્કાર.
લિ. દાસાનુદાસ સુખલાલના સવિનય નમસ્કાર સ્વીકારશોજી.
પત્ર-૮૦
મુંબઈ
શ્રી સદગુરૂ ચરણાય નમો નમ: પરમપૂજ્ય આત્માર્થી મુરબ્બી શ્રી અંબાલાલ ભાઈ વિનંતી જે હું આસો વદી ૫ ના રોજ અહીંયા આવ્યો છું. મુંબઈમાં નોકરીની ઉપાધિ વિશેષ, તેમાં વૃત્તિ જો કદીક સારી થઈ હોય તે નિર્મૂળ થઈ જતા બીલકુલ વાર લાગે નહીં એવા પ્રતિકૂળ સંજોગો જ જ્યાં જાઓ તો નજરે પડે, પણ શ્રી કૃપાસિંધુની પૂરણ સહાયતા અને સંપૂરણ અમૃતની દૃષ્ટિથી જે બોધ મળે છે તેથી સહજ વખતે ટકવી હોય તો ટકે. બાકી કંઈ નથી. શ્રી કૃપાનાથ પ્રભુ આ અજ્ઞાની જીવને બોધ આપીને મહેનત કરે છે તે પાર વિનાની, પણ પથ્થર ઉપર પાણી નાંખ્યા બરોબર થાય છે. જ્યાં સુધી તેઓ સાહેબની નજીકમાં હોઈએ ત્યાં સુધી જરા તરા ઠીક, અને જ્યાં ખસ્યા પછે ખસ્યા જ છીએ. સંજોગો પ્રતિકૂળ વળી વિચાર કરવાનો પણ પૂરો અવકાશ ન લેવાય, ત્યાં શું લખું ?
ફુરસદે પત્ર લખવા કૃપા કરશો. કૃપાસિંધુ હાલ અહીંયા છે. અને તેઓ સાહેબ જવાનાં છે કે નહીં તે હું જાણતો નથી. પણ હાલમાં દુકાન ઉપર રેવાશંકરભાઈ નથી. તેમ મનસુખભાઈ પણ નથી. તેથી હાલ જઈ શકે તેમ નથી. કારણ બધું કામ તેમને જ કરવું પડે છે.
(કેશવલાલ- લીંબડીવાળા)
| સં. ૧૯૫૪, બીજા આસો વદ ૦)) નડીયાદથી શ્રીમદ્ પરમગુરૂભ્યો નમઃ
આત્માર્થી ભાઈ અંબાલાલભાઈ પ્રત્યે મું. ખંભાત આ પત્ર ૧ શનીવારે પ્રાપ્ત થયો. પ્ર.ક. શ્રીમદ્ વવાણિયા પધાર્યા ત્યારથી દરરોજ રાતના સ્વપ્નમાં એમ થાય છે કે – “એ પધાર્યા જળ આપું’ એમ કહીને પથારીમાંથી ઊઠીને એકદમ બેચાર ડગલા દોડી જવાય છે. પછી ખબર પડે છે એટલે અટકી જવાય છે અને ક્યાં ગયા એમ થાય છે પછી જે ઠેકાણે છું તે વિચાર થાય છે. વળી અડધી રાતે દાદર આગળથી બહાર લઘુ શંકાએ પધારે છે તે જાણે દીવો લાવું ? એમ કહીને દોડવા મંડી જવાય છે. તથા હેં ! ઓ પ્રભુ ! પથારીની આજ્ઞા થઈ એટલે ઊઠતાં કાંતો ભીંતમાં અથડાઉં છું તો તુરત પથારીમાં પાછો. બેસી જાઉં, તેથી હવે ઘણી સાવચેતીથી બંદોબસ્તથી પથારી કરી સૂઉં . વિરહનો તાપ એક જાણે સારો ત્યાં ચાંદુ તેને ડામ દીધો હોય તે ઉપર ઘણાં સોયાં ભોકાતા હોય તેમ બળે છે. સેવામાંથી એક અંગરખું તથા એક ધોતીયું તથા નાનો ટુવાલ રહી ગયાં છે તેને માટે મુંબઈ પણ જણાવ્યું છે. તે ખેડે રાખ્યાં છે. માટે આપના તરફ મંગાવા જેવું હોય તો મંગાવી લેશો. ગાદી તથા ઓશીકું સેવામાં સાથે મૂક્યું છે. પુસ્તકો સાથે સેવામાં છે તથા
૨૮૫
Page #367
--------------------------------------------------------------------------
________________
O GO SKRRRR સત્સંગ-સંજીવની CSR) ()
વચનામૃતનું પુસ્તક એક આપના તરફ મોકલવાને મુનદાસભાઈને આપેલું છે. તેમણે ક્યું કે મારે ખંભાત જવું છે તો તે આપ મંગાવી લેજો. શ્રીમદ્ કપાળુદેવે આત્માનુશાસન વિચારવાને માટે મને આજ્ઞા આપી છે. તે એક ગ્રંથ હતો. અમદાવાદવાળા પોપટલાલભાઈએ માંગણી કરી તેથી તેમને આપ્યો ને મને હ્યું કે તમે અંબાલાલભાઈ પાસેથી મંગાવી લેજો. માટે કપા કરીને આપ મોકલી આપશો. શ્રવણ કરેલા વચનો યાદ આવવાથી વારંવાર હર્ષ પમાય છે ને જાગૃતિ રહેવાની શક્તિ પ્રગટ થાય છે. કામકાજ લખશો, સર્વે મુમુક્ષુભાઈઓને મારા પ્રણામ.
લી. સેવક મોતીલાલના પ્રણામ પ્રાપ્ત થાય. શ્રી પરમાત્મા સ્વરૂપ પરગટ શ્રી પુરૂષને નમો નમ:
પૂજ્ય અંબાલાલભાઈ – તમારો પત્ર મળ્યો છે. અત્રે મુંબઈમાં પરમદયાળુ નાથના સમાગમથી આનંદ છે. પણ ઉપાધિમાં બહુ વખત પ્રવર્તન થાય છે. ઉપયોગની જાગૃતિ સહજ થતાં પાછું અનાદિ પ્રવર્તનમાં જવાય છે. આ મુંબઈ શહેરમાં અતિ મુમુક્ષતાવાળાને રહેવું યોગ્ય નથી. એને ભૂલાવાના ઘણાં કારણ દૃષ્ટિગોચર છે. નિવૃત્તિ ક્ષેત્ર જ આત્માને પરમહિતનું કારણ છે. વેપાર સંબંધીમાં જેમ થવાનું હશે તેમ થશે. તેની ચિંતા કરીને શું કરીએ ? કાંઈ છે જ નહીં. સ્વપ્નરૂપ જ છે, ગઈ કાલે રાત્રે એક વાગતા સુધી બોધ થયો હતો. જે બોધ અપૂર્વ હતો. યથાર્થ મુમુક્ષતા હોય તો સહેજ માત્રમાં આત્મસ્થિતિ થઈ શકે. વાસનાની નિવૃત્તિ અને પ્રવૃત્તિના સંકોચમાં વાત કરતા હતા. વળી જણાવ્યું કે - “એક બીડી જેવું વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયું નહીં.”.... વિગેરે તે વિષે બહુ જ વ્યાખ્યા થઈ હતી. ટૂંઢિયા વિગેરે દર્શનના આગ્રહથી મૂકાવા મૂહપત્તી વિગેરેના સંબંધમાં અપૂર્વ બોધ કર્યો હતો...... “આવી વાત તો સહેજમાં સમજવા જેવી છે. અને એજ વિચાર કરે તો સમજાય એવી છે. અહો ! આવો જ્યાં વૈરાગ્યનો મેહ વરસતો હતો તે શું લખું વળી કહ્યું કે જીવ જ પરમાધામી જેવો છે....... આ બાળકની બુદ્ધિ અલ્પ જેથી સ્મરણમાં સર્વ રહેતું નથી.
મુમુક્ષુઓના સમાગમમાં અમુક દિવસે એવા કોઈ સદ્ગત અંગીકાર કરવાની વાત ચર્ચવી અને ઉત્તમ પ્રકારે ઉપર બતાવ્યા પ્રમાણે સદ્ગત સેવવું. કદાપિ દાબીને કેવા જેવું હોય તો કહેવું અને શૂરાતન રહે તેમ કરવું. મંદ પરિણામ થાય તેમ કરવું નહીં..... લીંબડી કલ્લોલ વિગેરે મુમુક્ષુઓમાં આઠેક દિવસે પત્ર લખવાનું રાખવું અને તેમાં સદ્ગત, સદાચાર ઉપર બતાવ્યા પ્રમાણે આદરવાનું જણાવતા રહેવું. વળી પણ જણાવવું કે ચિદાનંદજી આનંદઘનજી જેવા મહાત્મા પુરૂષ પણ એકાંતમાં વિચર્યા છે. તો આ પરમપુરૂષનો પણ ભરૂસો ગણાય નહીં, માટે કદાપિ તેવો જોગ બને તો સત્સંગની કામના રહી જાય અથવા કાળનો ભરૂસો નહીં માટે જેમ બને તેમ સત્સંગની ભાવના પ્રતિ દિન રાખી બને તેટલો સત્સંગ ઉત્કૃષ્ટ ભાવે કરવો. એમ જણાવતાં રહેવું અને તારે પણ તેમ સ્મરણમાં રાખવું.
| ..... આવું સાચું સમ્યકત્વ પામવાની ઈચ્છા કામના સદાય રાખવી. ત્રિભુવન સાથે તથા કિલાભાઈ સાથે અને મુનિ સાથે જે જે પ્રકારે રહેવાનું અને વર્તવાનું તને મહાપ્રભુજીએ જણાવ્યું છે તે તે ધ્યાનમાં રાખવું..... કદિપણ દંભાણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં. કહેવું ઘટે ત્યાં કહેવું’ આ સિવાય ઘણી વાતો થઈ છે પણ હાલ વખતે વિસ્મૃત હોવાથી લખી નથી.... આનંદઘનજી કૃત ચોવીશીના અર્થ બને તો તે પ્રસંગે કોઈના અર્થ પૂછવાનું થાય તો પૂછજે તો પ્રસંગે જણાવાનું કરીશું. મુનિ સાથે સમાગમ કરવો, તે
૨૮૬
Page #368
--------------------------------------------------------------------------
________________
OMER SR SEC) સત્સંગ-સંજીવની GPSC HS
સત્સંગપૂર્વક કરવો, નહીં તો પૂર્વવત્ થઈ જાય તે ધ્યાનમાં રાખવું. ત્રિભુવન ભોળો માણસ છે પણ ત્યાગમાં હિંમત હારી જાય છે માટે તેને હિંમત આપતા રહેવું અને અનુક્રમે સદ્ગત અંગીકાર થાય તેમ જણાવતાં રહેવું. જે આગાર કહ્યાં છે તે ભોગવવાની બુદ્ધિએ ભોગવવા નહીં. જેમ જ્યારે એની ભાવના ઉત્કૃષ્ટ થાય તેમ પ્રસંગે કહેવું. - “સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ !” (ઉ.છાયા.) લિંબડીવાસી તથા કલોલવાસી ભાઈઓને જણાવવું કે ....
આપણે જે વારંવાર બોધ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ તે કરતાં સહુરૂષના ચરણે સમીપ રહેવાની ઈચ્છા વિશેષ રાખવી.”
(પૂ. અંબાલાલભાઈ) - શ્રી સોભાગ્યભાઈના સમાગમ અર્થે આપ તથા બને તો બીજા કોઈ એક મુમુક્ષુ સાયલે જશો, આજ્ઞાથી લખ્યું છે. ઉપદેશ પત્રનો ગ્રંથ ત્થા આત્મસિધ્ધિ ગ્રંથ તમારા પ્રત્યેથી શ્રવણ કરવા વિગેરેની શ્રી સૌભાગ્યભાઈને વિષેશ જિજ્ઞાસા છે. પ્રસંગોપાત કોઈ સામાન્યજનો મુમુક્ષુ સમાગમમાં હોય ત્યારે બનતાં સુધી આધ્યાત્મિક પત્રો ન વાંચવા, તેમજ આત્મસિધ્ધિ તો શ્રી સૌભાગ્યભાઈની સાથે એકાંતમાં વિચારાય તેમ કરશો. કેટલાક તેના આશય શ્રી મુખે કહ્યા છે તે સ્મૃતિમાં હોય તો તેમને દર્શાવશો.
મનસુખના પ્રણામ
I
સં. ૧૯૫૩
જેઠ વદ ૩ સહજાત્મ સ્વરૂપ શ્રી સદગુરૂ પ્રત્યે ત્રિકાળ નમસ્કાર હો. આત્માર્થી ભાઈ અંબાલાલભાઈ આદી મુમુક્ષુ ભાઈઓ પ્રત્યે,
પ.ક. પ્રત્યે આપના પત્રો બે, પ્રાપ્ત થયા છે. શ્રી સૌભાગ્ય સાહેબના દેહત્યાગના ખબર વાંચી ઘણો ખેદ થયો છે. તેઓનો સદૈવનો વિયોગ થયો તેથી અત્યંત ખેદ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. તથાપી તેઓના અદ્ભુત ગુણો ને દેહ ત્યાગતાં મોટા મુનિયોને દુર્લભ એવી અસંગતાથી નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, તેથી આનંદ થાય છે. તેઓની મૃત્યુ વખતની સમતા, દેહાદી પ્રત્યેનો અપ્રતિબદ્ધભાવ તેમજ તેમના સ્વાભાવિક સમતા, નિરાભિમાનતા, નિશ્ચલ મુમુક્ષુતા અને આત્મજ્ઞાનનું તારતમ્ય એ આદિ ગુણો તેમના સત્સમાગમને પામેલા પ્રત્યેક મુમુક્ષુને વારંવાર સાંભરી આવવા યોગ્ય છે. ૫.કૃ.નાથ પ્રત્યે પ્રાર્થના છે કે તેમને અખંડ શાંતિ આપો. ૫.પૂ. શ્રીમદ્ સૌભાગ્યભાઈના દેહત્યાગના ખબર તેમના દેહત્યાગ વખતની આત્માની સ્થિતિ સહિત જે જે મુમુક્ષુઓને આપવા ઘટે તેઓને આપશો એમ આપને લખવા માટે મને પ.કૃ. તરફથી આજ્ઞા થઈ છે. જેમ જેમ શ્રી પૂજ્યપાદ સૌભાગ્યભાઈ સાહેબના અદ્ભુત ગુણો પ્રત્યે દૃષ્ટિ દઉં છું તેમ તેમ અધિક ખેદ થાય છે. જે લખતાં હૃદય ભરાઈ આવે છે. વિષેશ શું લખું ? વીર મનસુખના પ્રણામ - મુંબઈ - ચંપાગલી
.. આપના તરફથી પત્ર મળ્યો તે વાંચી વારંવાર ખેદકારક વિચાર થાય છે. પરંતુ તેઓના ઉત્તમોત્તમ
૨૮૭
Page #369
--------------------------------------------------------------------------
________________
0 ,
3
સત્સંગ-સંજીવની SR REMARO
ગુણને આત્માની જાગૃતિ સહિત સમાધિભાવે સહજાન્મસ્વરૂપમાં ભક્તિ ભાવે મુક્ત થયા, તેથી તે તરફ લક્ષ રહેતા શોકનો અવકાશ નથી. પરંતુ એવા મહાત્મા પુરૂષોનો વિરહ થવાથી ખેદ કરવા જોગ છે. આપ કૃપા કરી પત્ર દ્વારા એ વિચારણા વિષેની ખબર લખશો. વળી આપશ્રી સાયલે પધાર્યા તે વખતે અમને ખબર મળી નહીં તેથી અફસોસ રહે છે. કારણ એવા પ.પૂ. સાહેબ સોભાગ્યભાઈના દર્શન મેળાપનો વિરહ રહ્યો તે વારંવાર ખેદ થાય છે. એજ અરજ. વળી આપ પત્ર દ્વારાએ આત્માની જાગ્રતતા થઈ અજ્ઞાન દૂર થાય એવો ઉપદેશ ઈચ્છું છું. વિનંતી કે આપ સાહેબ આ તરફ કયારે પધારશો ? આ તરફનું કામ સેવા ફરમાવશો.
દ : રતનચંદ લી. સેવક ઝવેરભાઈ રતનચંદના પ્રણામ
સં. ૧૯૫૩, જેઠ સુદ ૧ ના
મંગળવાર શ્રી સદ્ગુરૂ પરમાત્માદેવને નમસ્કાર પરમ પૂજ્ય આત્માર્થી વડીલ બંધુ અંબાલાલભાઈની પવિત્ર સેવામાં
વિનંતી કે આપનો કૃપા ભરેલો પત્ર મને લીંબડી મળ્યો. કૃપાનાથ પ્રભુએ પત્ર લખ્યો તે ઠીક કર્યું છે. તેથી આપનો આવેલો પત્ર મોકલ્યો નથી. કૃપાનાથ સરૂદેવ સાયલે એકલા પધાર્યા હતા. નવ દિવસ રહી મુરબ્બીશ્રી સૌભાગ્યભાઈ તથા ભાઈ મગનલાલ રાઘવજીને સાથે લઈ એક દિવસ વઢવાણ કાંપમાં રહી વિરમગામ ઉતરી તરત જ મહેસાણા લાઈનમાં થઈ ઈડર તરફ પધાર્યા છે. ઈડરમાં ઘણું કરી એક માસને આશરે થશે. પછી મુંબઈ તરફ પધારવા વિચાર છે. તે વખતે મુરબ્બી સૌભાગ્યભાઈ તથા મગનલાલભાઈ પાછા ફરશે, કુંવરજીભાઈ અને હું પ્રભુના સમાગમમાં સાયલા ગયા હતા. કુંવરજીભાઈ કામ પ્રસંગે રહી તે તરફ વળેલા. હું બે દિવસ થયા લીંબડી આવ્યો છું.
એ જ વિનંતી બાળક કેશવલલના આ. સ્વ. નમસ્કાર.
સં. ૧૯૫૩, અષાઢ વદ ૫, સોમ
ભાવનગર કરી સદ્ગ૩ પરમાત્મદેવશ્રીને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર !
ના પ.પૂ. આત્માર્થી અંબાલાલભાઈની પવિત્ર સેવામાં, પિતા તુલ્ય શ્રી સૌભાગ્યચંદ્રભાઈએ દેહત્યાગ કર્યાના પ્રથમ ખબર તેમના કુટુંબના તરફથી કહેવરાવેલા હતા. ત્યાર બાદ છેવટની વખતના સમાચાર આપે ખંભાત પધારી લખ્યા તે જાણ્યા. અહીંયા પૂજ્ય આત્માર્થીભાઈ ધારશીભાઈ પધારેલા, તેમણે આગળ પાછળની હકિકત કહી સંભળાવી તથા અનંતાનુબંધી કષાય સંબંધી પોતે કરેલા ઉપદેશની હકીકત કહી સંભળાવી. આ લખનાર ભિક્ષુકના ઉપર સૌભાગ્યચંદ્રભાઈનો મોટો ઉપકાર હતો અને તે એટલે સુધી કે એક આંધળાને દોરીને રસ્તે ચડાવનાર તેઓ જ છે. આ બાળકને અને કૃપાસીંધુને ધર્મ સંબંધી પ્રસંગ પ્રથમ બીલકુલ ન હતો પણ અન્ય પ્રસંગ હતો. તે સત્પુરૂષને ઓળખાવી સત્પુરૂષ ઉપર રૂચી ઉત્પન્ન કરાવનાર, આસ્થા રખાવનાર અને કાંડુ ઝાલનાર સૌભાગ્યચંદ્રભાઈ છે. પ્રથમ મૂળીના સ્ટેશને મને પ્રભુ સમક્ષ કરી મારા વિષે ભલામણ કરી હતી. આવા ઉપકારી
૨૮૮
Page #370
--------------------------------------------------------------------------
________________
GRS RR સત્સંગ-સંજીવની ) SSA SS (
પુરૂષનો મને અને તમને અને આપણ સૌ ભાઈઓને વિરહ પડ્યો છે ને તે વિરહ સદાયનો તેમના જે જે ગુણો તેમની શીખામણ દેવાની રીત, ભક્તિથી માંડીને આત્મસ્વરૂપ સુધીનો ઉપદેશ આપનાર, વ્યવહારીક અને પારમાર્થિક અર્થ સમજાવનાર અને સત્યરૂષ પ્રભુ પ્રત્યે પ્રેમ વધારનાર આપણે ખોયા છે.
જેની સદાય સર્વે જીવ ઉપર હિત બુદ્ધિ સ્તૂરી રહેલી પ્રત્યક્ષ જણાઈ આવતી હતી. મહાદયાળુ, વૃદ્ધ છતાં પણ ભક્તિનો કોઈ અંશ ઓછો નહિ એવા પરમ વૈરાગી સાધુનો આપણને સદાય વિયોગ થયો છે. મહાત્મા શ્રી સૌભાગ્યચંદ્રભાઈએ તો આ અનિત્ય ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો છે પણ તેનો આપણને કેટલો ગેરલાભ થયો છે એ વિચાર ઉપર જ્યારે જઈએ છીએ ત્યારે ખેદ, અફસોસ, આંખમાંથી આંસુની ધારા સિવાય બીજું કાંઈ જણાતું નથી. જેમનો આપણને અપૂર્વ લાભ મળતો હતો, જે પરમાત્માદેવ પાસેથી અપૂર્વ લાભ મેળવતા, તે લાભ આપણને આપતા. અહાહા ! કેવી તેમની ઉદારતા, કેવી તેમની હીત બુદ્ધિ ! કેવો તેમનો પારમાર્થિક અચળ ભાવ, વિગેરે વિચારી વારંવાર મનન કરવા યોગ્ય છે. અને આ બાળક તે ભાવને વિચારી વારંવાર વંદન કરે છે. મુનિશ્રી સૌભાગ્યચંદ્રભાઈ તો તેમનું પુરૂષ પ્રયત્ન કરી સુધારી ગયા. સહજ સમાધિ ભાવે સમાધિમરણને અનુસર્યા. એક વખતના સમાધિમરણથી અનંતવારના અસમાધિમરણને ટાળ્યા. ધન્ય છે તેમને ને તે સ્તુતિ પાત્ર છે, વારંવાર વખાણવા યોગ્ય છે, અનુમોદન કરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. આપણો પરમ સત્સંગ ગયો છે.
ઉપર મુજબ લખતાં ઉપાધિ પ્રસંગ આવવાથી કાગળ બંધ કરી જવું પડ્યું છે. આપનો બીજો પત્ર કૃપાનાથ પ્રભુના પત્ર સાથેનો મળ્યો સમાચાર જાણ્યા. ગુરૂ ગીતા સાર એક પોસ્ટ પાર્સલ આવ્યું તેમાં ગુરૂ ગીતાસાર પાંચ જ નીકળી. મેં તેમને રૂપિયા ૭ ની ટીકીટ બીડેલી તેથી આપેલી ટીકીટ પણ તેણે ચોડી દીધી હોય તે ખરું. શ્રી કૃપાનાથ પ્રભુએ આપને પાંચ-સાત નકલ મોકલવાને આજ્ઞા કરેલી, પરંતુ મુડીમાં ફકત પાંચ નકલ મળી છે તો તેમાંથી એક આપને, એક મુરબ્બી શ્રી ધારશીભાઈને અને કલોલશ્રી કુંવરજીભાઈને, એક મારા પાસે અને એક વધારે છે તે ઘણું કરીને અહીંયા મુરબ્બી ભાઈશ્રી કુંવરજીભાઈ રાખે તેમ લાગે છે. હાલમાં વાંચવા આપી છે. હું હાલમાં યોગવાસિષ્ઠ વાંચું છું. માર્ગોપદેશિકા ભાગ પહેલો ચાલુ કર્યો છે, સંસ્કૃત ભણવાને કૃપાનાથશ્રીની આજ્ઞા થયેલ છે તેથી હમણાં એ ચાલુ કર્યું છે. આ બાળક સરખું કામ સેવા ફરમાવશો. આ કંગાળ ઘણો પ્રમાદી છે. દીનતા વિષેના વીસ દોહરા ચોખ્ખા અક્ષરથી તથા શુદ્ધ જો બને તો ઉતારી મોકલાવશો. બીજું કાંઈ કૃપાનાથની કવિતાઓ મને મોકલવા લાયક હોય તો મોકલવી ઘટે તો કૃપા કરશો. એજ વિનંતિ. બાળક દીનદાસ કેશવલાલ નથુભાઈના આત્મસ્વરૂપે નમઃ પૂજ્ય આત્માર્થી ભાઈશ્રી કીલાભાઈ તથા ત્રિભોવનદાસભાઈ વિગેરે સમાગમવાસી ભાઈઓને મારા નમસ્કાર પ્રાપ્ત થાય. અલ્પજ્ઞ કેશવલાલ નભુભાઈના આત્મસ્વરૂપે નમસ્કાર.
પૂ.શ્રી ટોકરશી મેતાએ રચેલાઃકરી છેસવૈયા એકત્રીસા છંદ ની
જો મન ચાહ્ય કષાય જીતવા, તો કહું તે કર તરત ઉપાય, ઘણા મહાત્મા મુક્તિ પહોંતા, જેથી તે સુણજે ચિત્ત લાય. ક્રોધ કહાડવા ક્ષમા ધરી , હરજે માન ધરી નરમાઈ, થશે સરળ તો માયા જાશે, લોભ જશે સંતોષે ભાઈ. રાગ જિત વૈરાગ્ય ધરીને મિત્ર કરીને દ્વેષ નિવાર, ટાળ વિવેકે મોહ કામને, સ્ત્રી અશુચિ મનમાં ધાર.
૨૮૯
Page #371
--------------------------------------------------------------------------
________________
)
Sિ સત્સંગ-સંજીવની
દેખી અન્યને સુખી સર્વદા, ખુશી થતાં કહું મત્સર જાય, સાધુપણે સંયમ જો પાળે, સકળ વિષય તો દૂર પળાય. તન, મન, વચન રહે વળી વાર્યા, ધારી ગુપ્તિ ત્રણ ધરી ધ્યાન, આળસને ઉદ્યમથી કહાડી, વૃત્તિપણે ન અવૃત્તિ આણ. વદે ટોકરશી તો સૌ પામીશ.
- પરમ તત્વ નિશ્ચય કરી જાણ, રાજ્યચંદ્ર ગુરૂ મુખની વાણી
માનીશ મન અમૃત રસ ખાણ | સંવત - ૧૯૪૧.
પૂ.શ્રી જૂઠાભાઈ રચિત પદ - સામાન્ય ઉપદેશ
દેશી - જીરણ શેઠજી ભાવના ભાવે રે). હાંરે વૃદ્ધિ ધર્મની થાવા કાજે રે, શ્રી સદ્દગુરૂ મળીયા આજે. હાંરે તુમે સામાયિક શુભ કરજો, હારે વ્રત પચ્ચખાણને મન ધરજો હાંરે તુમે પ્રતિક્રમણું કરો સાંજે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૧ હાંરે જીવ છકાયની રક્ષા વિચારો, તેમ ધર્મધ્યાન ચિત્ત આણો, હાંરે નિયમ ધારોને પ્રભાતે રે, શ્રી સદગુરૂ મળીયા આજે. ૨ વળી સૂત્ર સિદ્ધાંત મન ધારો, બોલ ચાલનું જ્ઞાન વધારો, પછી કર્મની સામો જાજે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૩ હાંરે તમે રાગદ્વેષ કરો નાહીં, માન મનથી ભૂકો ભાઈ, હાંરે અહો ! મનડું મારું દાઝે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૪ હાંરે તુમે મધ્યસ્થ બુદ્ધિ રાખો, સૂત્ર સિદ્ધાંત રસને ચાખો, હારે જે ભાખ્યું શ્રી જિનરાજે રે, શ્રી સશુરૂ મળીયા આજે. ૫ હાંરે તું મોહિનીમાં કેમ અડીયો, ઘોર નિદ્રામાં કેમ પડીયો ? હાંરે તુમ શિર ઉપર કાળ ગાજે રે, શ્રી સદગુરૂ મળીયા આજે. ૬ હાંરે અરે ! ઉઘાડ રે આંખ તારી, કેમ ગઈ મતિ તારી મારી, હાંરે ધર્મધ્યાન હવે તું ધ્યાને રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૭ હાંરે પદારા તુમે પરિહરજો, એના ત્યાગ વિચાર તુમ બહુ કરજો, હાંરે એથી કૂળ તમારૂં લાજે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૮ હાંરે અનંતીવાર થયેલી માને, સ્ત્રીરૂપે આજ તું જાણે, હાંરે અસ્થિર જાણીને અળગો થાજે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૯
૨૯૦
Page #372
--------------------------------------------------------------------------
________________
વીર નહી કરી હતી
પૂ. શ્રી જૂઠાભાઇ ઊજમશીભાઇ
અમદાવાદ પરમકૃપાળુદેવ રચિત શ્રી ‘ભાવનાબોધ' અને “મોક્ષમાળા'ની પ્રથમ આવૃત્તિના
| પ્રકાશન કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપનાર અનન્ય ભક્ત.
Page #373
--------------------------------------------------------------------------
Page #374
--------------------------------------------------------------------------
________________
O RESPEC સત્સંગ-સંજીવની RAGAR)
હાંરે તું અરિહંતનું લે નામ, આત્માનું થવા શુભ-કામ, હાંરે તત્ત્વને તું સમજી જાજે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૧૦ હાંરે દિલગીર છે જૂઠાલાલ, નથી સંસારમાં કાંઈ માલ, હાંરે કરજોડી કહે છે પ્રભાતે રે, શ્રી સદ્ગુરૂ મળીયા આજે. ૧૧
શ્રીમદ્ પરમકૃપાળુ નાથે પ.પૂ. શ્રી જૂઠાભાઈની અંતરદશાનું અદ્ભુત શબ્દ ચિત્ર વ. ૧૧૭માં સ્વમુખે પ્રકાશ્ય છે તદ્દનુસાર -
સ્મરણાંજલી હરિગીત છંદ
દુર્વાર રાગાદિ મહા, અંતરંગ શત્રુઓ જિત્યા, વીતરાગ સર્વજ્ઞ થઈ, અહંન્ત પદવીએ દીપ્યા; જે યોગિઓના નાથ છે ને, જગત ત્રાતા છે ખરા, નમું ‘રાજચંદ્ર' પ્રભુ તણાં ચરણો સદા ઉપશમ ભર્યા.
જે રાજને તન મન સમર્પિ બોધ ઉર અવધારતો, આશા ઉપાસે ધર્મ જાણી, વચનમાં તલ્લીનતા સંસાર સુખોથી ઉદાસી, પરમપદમાં નંદના એ સંત શ્રી “સત્યપરાયણ’ને કરૂં હું વંદના.
(૩) વૈરાગ્ય સાચો એ હતો, નિજ આત્મતાએ ઓપતા, બહુ ક્ષીણ થઈ ગઈ વાસના આશ્રય પ્રભુનો રાખતા; વીતરાગનો એ પરમ રાગી, રાગપક્ષનો ત્યાગી એ, પ્રાધાન્ય ભક્તિનું પ્રકાશિત, અંતરે જેના અરે !
સમ્યક્ સ્વભાવે વેદનીય, કર્મ વેદી જાણતાં, નહીં દુઃખ, વિષમતા, કદિ અદ્ભુત સમતા ધારતા; સવિ જગત જીવોને સતાવે મોહનીયની પ્રબળતા, અતિ શૂન્યતા તેની થઈ, નિર્મોહીને ભજતાં થકાં.
| (૫) ભણકાર મુક્ત થવા તણો ને રાજને ભજવા તણો, ગુણ રત્નના ભંડાર શો ! ઉત્તમ પ્રકારે દીપતો,
૨૯૧
Page #375
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની કડી RSS
સમ્યત્વ' જ્યોતિ જાગતિ, જે મોક્ષમાર્ગ બતાવતી, રે ! પુણ્ય આત્માના ગુણોની શું કરું હું તો મૃતિ ?
આજે સંવત્સરી સત્પરાયણ, સંતની છે, પશતિ, (૧૦૬)
સ્મરણાંજલી ચરણે સમર્પ, ભક્તિભાવે હું નમી, ધન્ય ધન્ય હો એ ભક્તને, તેની મને ભક્તિ ગમી, ભવ અંત કરવા સાધનામાં, કાંઈ ન રાખી એણે કમી. પરમ પૂજ્ય શ્રી જૂઠાભાઈને (સત્યપરાયણને)
| સ્મરણાંજલી
ૐ શાંતિઃ
- સંયોજિત : ભાવપ્રભાશ્રી , - પૂજ્ય અંબાલાલભાઈએ પોતાના બનેવી ખુશાલદાસને લખેલ પત્ર ભાઈ, તમારો ધર્માત્મા જોઈ મને કાંઈ કરૂણાબુદ્ધિથી કહેવાની ઈચ્છા થાય છે. પણ તમારી તેવી દશા નહીં હોવાથી મારો આત્મા તમારી પાસે વચન કાઢવામાં અટકી જાય છે છતાં પણ ફરી ફરી વિચારી જોતાં છેવટે પત્ર વાટે જણાવું છું. જણાવવાનું કારણ ફક્ત નિસ્વાર્થ ને પરમાર્થ જ છે. તમારી સાથે, સગાં સંબંધના કારણે કહેવાની જરાપણ આત્મઈચ્છા નથી. એમ સ્પષ્ટ તપાસીને પરમાર્થના કારણે આ લખ્યું છે.
ભાઈ, તમારું દેહરૂપી નાવ અત્યારે ભરદરીયે અત્યંત તોફાનમાં પડેલું છે એમ સામાન્યપણે લોકોને દેખાય છે તેમ તેમને પણ તમારા અસહ્ય દુ:ખથી અનુભવવામાં આવતું હશે તથાપિ હવે તે વહાણ ભગવત્ કૃપાએ પાર ઉતરશે એમ દૃઢ છે. છતાં અસહ્ય દુઃખના કારણે તેમ માની શકાતું નથી તેમ છતાં શાંતિ રાખી ઉદય આવેલાં દુઃખોને અશરીરાદિભાવે વેદન કરવાથી સર્વ દુઃખનો ક્ષય થઈ જાય છે. પૂર્વે આ જીવે અનેક પ્રકારના દેહ ધારણ કર્યા છે. સ્વરૂપવાન શરીરો ધારણ કરતાં, તેમાં અત્યંત મોહ રાખતાં તે શરીર આખરે મુકવા પડ્યા છે. કોઈ મહાત્મા કે જ્ઞાની પુરૂષ જીવન વધારી શક્યા નથી. તેમજ આ આત્મા પણ જીવન વધારી શકે તેમ નથી. ગમે ત્યારે એક વખત ઍલે કે મોડે આ શરીરને મૂકવું છે અને શરીરનો સ્વભાવ સડન, પડન, વિધ્વંસન છે તો તે નાશવંત પદાર્થ પ્રત્યે બુદ્ધિવાનને પ્રીતિ કેમ હોય ? અને આવાજ શરીર પૂર્વે તિર્યંચગતિમાં કે બીજી ગતિમાં ઉત્પન્ન થયાં હશે તે વખતે કોઈ તેને શાતા પૂછનાર મળ્યું નથી. આગામી કાળે આવા દેહથી અધર્મ કરી નરકાદિ ગતિ ઉત્પન્ન કરશે ત્યાં પણ તેને ભાવ પૂછનાર કોઈ મળશે નહીં. ને આ મનુષ્યભવને વિશે જે કુટુંબાદિક સ્નેહીઓ છે તે ફક્ત પોતાના સ્વાર્થને જ માટે ચાકરી કરે છે. કોઈ નિસ્વાર્થપણે એમ નહીં કહે કે ભાઈ તુંને સારું થાય તો અવશ્ય ધર્મ આરાધન કરવામાં હું વિધ્ર નહીં પાડું. એ ઉપરથી આ સ્વાર્થી સંસારનું સ્વાર્થપણું તાદૃશ્ય બતાવે છે. પ્રત્યક્ષ રીતે અનુભવવામાં આવી જાય છે છતાં આ જીવને તેવો વિચાર કેમ નહીં આવતો હોય ? વિચારો, સ્ત્રિઆદિક પદાર્થો પૂર્વે સુશીલ, સ્વરૂપવાન અને ગુણજ્ઞ મળ્યા છે. જેના વિના નહીં જીવી શકે તેવો મોહાદિ પ્રકારથી દૃઢત્વ થયું છે. તે પણ અનંતવાર ત્યાગી ત્યાગીને તેને જ ઘેર દાસપણે જન્મ લેવો પડે છે. અત્યારે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે તેવી વાત છે કે આ નાવરૂપી શરીર બેભાન સ્થિતિએ ડામાડોળ થયું છે. ફક્ત એને એક ધર્મ જ સહાયભૂત છે. તેમ છતાં ધર્મ આરાધન ઉપરથી જીવ ભૂલી જઈને સ્ત્રિઆદિક પદાર્થોમાં મોહાદિ ભાવે કેવું
૨૯૨
Page #376
--------------------------------------------------------------------------
________________
GREERSસત્સંગ-સંજીવની SER SRO ()
સચેતનપણું રાખે છે ! જો કે હવે થોડી વારે સ્ત્રીને ત્યાગવી છે. એક સ્ત્રી પોતાના સ્વાર્થને માટે ખોટી કલ્પના કરી આ આત્માનું અહિત કરવા મોહમાં પ્રેરે છે. ભવોભવ રખડવાનું કારણ એજ સ્ત્રી આદિ છે. મોહાદિભાવ છે તે કલ્પનાના હેતુ છે, તેમ છતાં ધર્મના પ્રકારમાંથી ચિત્ત ઉઠી તેમાં જઈને સ્થિત થાય છે કે તેના મોહમાં પ્રેરાય છે. એ તે આ જીવની કેવી અજ્ઞાનતા કહેવાય, તેનો કંઈ વિચાર થાય છે ? દૃષ્ટાંત તરીકે વિચારીએ કે આ એક બિચારી રાંક જેવી ગરીબમાં ગરીબ એવી સ્ત્રી કે દિકરી છે તેને મારા વિના કોઈ આધાર નથી એમ જાણી
સ્ત્રીઆદિકને માટે અમુક રકમ સંપાદન કરી આપી જાઉં તો ઠીક, એવો વિચાર કરી તે સંપાદન કરવામાં કાળ ગુમાવી, પોતાના આત્મહિતથી અટકી જાય છે. તેની ગોઠવણ કરવાની ઈચ્છા ઘણા આત્માઓને રહે છે. તેમ છતાં તે બિચારી સ્ત્રી આદિકના નસીબમાં નહીં હોવાથી કાં તો તે ધન વ્યર્થ જાય છે. અથવા તો નાશ પામે છે. કહો ત્યારે આપણે તો તેનાં સારા માટે કરી જતા હતા. તેમ છતાં તેના નસીબે એમ થાય છે. અને આપણું કંઈ ઈચ્છેલું નથી થતું. એવું જે ઈચ્છવું તે કેવું અજ્ઞાન કહેવાય ? આ જીવની થોડી મૂઢતા છે. એક કુક્ષિમાં ઉત્પન્ન થયેલા એવા લઘુ બંધવ અને જેની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા એવા માતુશ્રી કે જેણે નવ માસ ઉદરમાં રાખી અનેક પ્રકારનાં દુ:ખ સહન કરી, મળ મૂત્રાદિ ધોઈ વિશેષ પ્રકારથી ચાકરી કરી મોટો કર્યો તે શું પરની દિકરીને જ માટે ? આશ્ચર્યતા ઉત્પન્ન થાય છે કે આ તે જીવની કેવી મૂઢતા ? આ તે જીવનો કેવો મોહ ? એ વિચાર કરતાં દૃષ્ટિ ચાલી શકતી નથી. જો જીવ જરા વિચાર કરે તો સમજી શકાય તેવું છે કે એવા પ્રકારની ખોટી કલ્પનાઓ કરવી તે જ અજ્ઞાનતાનું મોટું કારણ છે. એ જ અજ્ઞાન તે નરકાદિ અનંત ભવનું વધારનારૂં મહા મોહનીય નામનું સ્થાન છે કે જેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની જ્ઞાની પુરુષોએ વર્ણવી છે; કે એટલી સ્થિતિ સુધી તો તેને ધર્મ ઉદયમાં ન આવવા દે. ત્યારે હવે કાંઈ વિચાર આવે છે ? સ્ત્રીઆદિ પ્રકારમાં કંઈ કહેવા કરવામાં જેવો સચેત ઉપયોગ રહે છે તેવો ધર્મ આરાધન પ્રત્યે કેમ નથી રહેતો ? તમારા હાથે તમે શું કરી રહ્યા છો ? નથી ધર્મ કર્યો, નથી ધર્મમાં વાપર્યું. તો પછી આ જીવ કઈ ગતિ કરશે ? કદાપિ ધર્મના નામે કંઈ કર્યું હશે તે પણ તમે લોકસંજ્ઞાએ કર્યું. કારણ કે પૂર્વાનુપૂર્વ જગતને રૂડું લગાડવા જેમ જગત કરે છે તેમ તમે કર્યું છે. અને આત્મહિત કેમ થાય એ વિષે પૂછવાની ઈચ્છા થતી હોય તો શ્રી કીલાભાઈને પૂછી જોજો. કહેવાની મતલબ કે જીવને સચેત ઉપયોગ સ્ત્રીઆદિ પદાર્થોમાં રહી શકે છે તેવો ઉપયોગ ધર્મમાં નથી રહેતો. અને જીવ શ્રેય થવું ઈચ્છે છે એ કેમ બને ? સંસારને સેવવાનાં સાધન કરવા તેમાં રહેવું, ધન ઉપાર્જન કરવામાં પડવું અને મોક્ષની ઈચ્છા રાખવી એ તે બનતું હશે ? એવી વાતનો જો ઉપયોગ રાખી યથાર્થ વિચાર કરવામાં કાળ વ્યતીત કરશો તો તમારું ઘણું જ દુઃખ નાશ પામશે. જીવને ઔષધ ઉપચાર કરવા કે પરેજી પાળવી એ પણ એક દેહને માટેનું કારણ છે. જે ઔષધ ખાવાનું બને છે તે જીવવાની કે શરીરના મોહના કારણથી બને છે. પરમાર્થ કારણથી એમાંનું કાંઈ થઈ શકતું નથી. જો પરમાર્થ કારણથી થઈ શકતું હોય તો તે જીવને આટલી બધી જીવવાની ઈચ્છા ન રહે, પ્રારબ્ધ જે કંઈ હોય તે સમવિષમથી રહિતપણે ભોગવવા ઉપર દૃષ્ટિ રહે. જે જે વખતે તમોને જ્ઞાનીપુરુષનો સમાગમ થયો છે તે તે વખતે અથવા શ્રીજીના પવિત્ર પત્રથી જેને કાંઈ બોધ થયો છે એમાં કોઈ એવી વાત નથી આવતી કે સંસાર ભોગવવો કે અજ્ઞાનતાનું સેવન કરવું કે, મોહાદિમાં પડવું, મૂઢતા રાખવી એવું ક્યારે પણ કહેવામાં આવ્યું નથી. તો અત્યારે હવે તમારી શરીર સ્થિતિ જોતાં અલ્પ વખતના જ મહેમાન છો એવું એક જ્ઞાનધારાએ માનીને જેમ બને તેમ ઉપર જણાવ્યા પ્રકારોથી ભયરહિત થવાય તો આ જીવનું કલ્યાણ થવું સંભવે છે અને તેનું રટણ પણ તેમાં જ રહેવું જોઈએ. માટે હવે ટુંકામાંવાળી હવે છેવટની ભલામણ એટલી જ થવી યોગ્ય છે. કે જેમ બને તેમ અશરીરપણે દુઃખ સ્થિતિ ભોગવી, શરીરનું ભાન ભૂલી જઈ, જગત છે જ નહીં એવું દૃઢત્વ કરી, સગા, કુટુંબ, સ્ત્રી, મિત્ર સૌ સ્વાર્થ સંબંધ છે એવો નિશ્ચય કરી, આખું જગત સ્ત્રીરૂપે, માતારૂપે, ભાઈરૂપે,
૨૯૩
Page #377
--------------------------------------------------------------------------
________________
SિSSSS) સત્સંગ-સંજીવની 4) SCHO
અનંતવાર થઈ ચૂક્યું છે. કોના ઉપર માતૃભાવ, સ્ત્રીભાવ કે ભાઈભાવ કરું ? એવું વિશેષ વિશેષ દૃઢત્વ કરીને સમયે સમયે વૃત્તિ એ જ ઉપયોગમાં રાખી પ્રભુ સહજાત્મસ્વરૂપ પ્રભુનું ધ્યાન અહોરાત્ર ધ્યાવન કરો તો તમારું આત્મહિત થશે, મને એમ સમજાય છે અને સર્વજ્ઞાની પુરુષોને એમ ભાસ્યું છે અને આ અપાર સંસારથી રહીત થયા છે, થાય છે અને થશે. જ્યારે આત્માને આવું વિચારવું ઉચિત લાગતું ન હોય તો ચારે ગતિનું ફરવાનું એનાથી નિવર્તન થઈ શકવાનો સંભવ થતો નથી. જુઓ, પવિત્ર જ્ઞાની પુરુષનું દર્શન થયું હોય, તેમનો બોધ થયો હોય તે જીવોએ તો આવા પ્રકારથી ન જ વર્તવું જોઈએ. અને કદાપિ વર્તવાનું સહજ, પરની ઈચ્છાએ રહેતું હોય તો નિરાશભાવે તે સર્વેના મનનું એક જ વખતે સમાધાન કરી, હવે થોડા વખતને માટે આત્મસાધન કરવું યોગ્ય છે. જો જીવથી બીજો પુરૂષાર્થ ન થઈ શકતો હોય તો ફક્ત એક જ ચિત્તથી સમયે સમયે, પ્રસંગે પ્રસંગે, ફરી ફરીને એક પવિત્ર “શ્રી સહજાત્મસ્વરૂપ” પ્રભુનું ધ્યાન કરવું અવશ્યનું છે કે જેથી સર્વ સાધન સુલભ થઈ અપૂર્વ એવું આત્મહિત પ્રાપ્ત થાય છે. અને સર્વ દુઃખનું અર્થાત્ અનંત સંસારના પર્યટનનું નિવર્તન સેજે થઈ શકે છે.
છે એ સુલભ અને સર્વોત્તમ જે સ્મરણ કરવાનો ભક્તિમાર્ગ એ જ આરાધનાનું વારંવાર તમોને જણાવવાની ભલામણ કરીને આ પત્ર અત્યારે પૂરો કરૂં છું.
પ્રારા ભાઈ, આપનો કોઈ પણ પ્રકારે મારાથી અવિધિ, આકરું કહેવાયું હોય કે લખાયું હોય, એમ જ * કોઈ પણ વખતે તમારો અવિનય કે અશાતના કે કોઈ પ્રકારે દોષ મારા મન, વચન, કાયાથી થયા હોય તો વારંવાર નમસ્કાર કરી ખમાવું છું. ક્ષમાપના ઈચ્છું છું.
ખંભાતના મુમુક્ષુ ભાઈનો પત્ર અહંકારરૂપી મહાશત્રુને દેખાડનાર સ્વરૂપનું ભાન કરાવનાર એવા શ્રીમદ્ પ્રભુશ્રી રાજ્યચંદ્રજીને ને નમસ્કાર !
સર્વમુમુક્ષભાઈઓને નમસ્કાર કરી, પૂર્વે આ મુઢ આત્માએ જ્ઞાનને આવરણ કરનાર, દર્શન, ચારિત્રને આવરણ કરનાર ક્રિયા ઉપાસી છે તે શ્રી હરી પ્રતાપે અને મુમુક્ષુ પ્રતાપે, કોઈક વેદનીય કર્મને યોગે, નિવૃત્તિને યોગે વિચારતાં તે ભૂલ જણાઈ જે વિગતથી જણાવી તેની ક્ષમાપના સર્વભાઈ પ્રત્યેથી માગું છઉં. એટલે તમારા પ્રતાપે હવેથી મને તેવી કામના રહો નહી. હું માયામાં તદાકાર હતો અને ઉપાધિ પ્રપંચને તો મારે કરવોજ જોઈએ તેમાં કેટલોક વખત નિવૃત્તિ જેવો પણ હતો તથાપિ આ ઉપાધિ જ મુખ્ય કરીને કરવા યોગ્ય છે તેના સંકલ્પ વિકલ્પની રટના ચિત્ત કર્યા જ કરતું હતું. અને તે બાબતમાં અત્યંત કાળજી હતી. જે કાળજી જીવ સદૈવ રાખે તો જન્મ જરા મરણનું મહાદુઃખ પામે તેવી હતી, તેવા તેવા યોગમાં શ્રી હરીપુત્ર (પૂ.અં. ભાઈ) એવા એ પરમ મુમુક્ષુભાઈએ તે ઘણી ઘણીવાર ચેતવણી આપતા હતા. તે વાત કવચિત્ અંશે સાચી છે એમ કહેવાનું
થતું. પણ એ માત્ર દુ:ખગર્ભિત જેવું હતું પણ મુખ્યપણે નહીં એકવાર શ્રી અંબાલાલભાઈ દુકાને આવી બેઠા J હતા ત્યાં એવો ઉચ્ચાર કરતા હતા- સંસાર નથ્થી ક્રોડક્ તે ગાથા તથા હરીસ્મરણ વિગેરે ઉચ્ચારતા હતા
ત્યાં આ દુષ્ટ પરીણામી મૂઢને અંતઃકરણમાં એમ થયું કે આમ મોઢે બોલવાથી શું થાય ? એવી વિપર્યાસ બુદ્ધિ અને મહામૂઢતા થઈ હતી તેના માટે તેની પાસે ક્ષમાપના માગુ છઉં. અહો ! અત્યારના વિચારે તે દુષ્ટપણ બહુ લાગે છે. હવે પછી તેવું દુષ્ટપણુ કરતાં આ જીવ અટકે તે માટે સર્વ સમક્ષ તે વાત મૂકું છઉ તેવું વિમુખપણું રહેવાથી આ માયામાં તદાકારપણું વધતું ગયું અને સત્યરૂષ મળેલા ન મળવા બરાબર થઈ મહાઅનર્થ સેવન
કરાવે છે. મહાકર્મ ઉપાય છે. તે સર્વ ભાઈઓના પ્રતાપે તેવી પ્રેમભક્તિ પ્રગટ શ્રી સતુપુરૂષ પ્રત્યે થાય જેથી S! તે કર્મ નાશ થઈ જાય.
૨૯૪
Page #378
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની હો
માયામાં તદાકારને લીધે સત્પુરૂષનાં વચન, સત્પુરૂષનું ચિત્રપટ, મુમુક્ષુઓનો સમાગમ એ વેઠ જેવો લાગે છે. જેથી આવી માઠી દશા હજી રહી છે. નહીંતો માર્ગ સુલભ છે. હજુ હું ઈદ્રિય વિષયનો લાલચુ છઉં, મહાનીચ છું, દુષ્ટ છઉં, અધમ છઉં, સંકલ્પ વિકલ્પથી રહિત નથી એવા દુષ્ટને તમારા ભાઈઓના ચરણજ પ્રત્યે સદાય પ્રેમ રહો એ ઈચ્છું છઉં.
FDM
હે ભાઈઓ ! સર્વત્ર અહંકાર પૂંઠેને પૂંઠે લાગ્યો રહે છે. આ વાતને ગુપ્ત રખાવનાર પણ અહંકારનો પુત્ર માયા કપટ છે તો હવે તેને ફજેત કર્યા વિના ખસે તેમ નથી એમ જાણી સર્વ ભાઈઓ સમક્ષ આ વાત સ્પષ્ટ જણાવી છે. અહંકારતો બહુ બહુ પ્રકારે છેતરે તેવો છે અને શ્રી હરિ મટાડે તો મટશે કારણકે શ્રી હરિએ અહંકારનો નાશ કર્યો છે જેણે નાશ કર્યો છે તે જ નાશ કરાવશે, ભાઈઓ ! શું લખું ?
લી. અહંકાર આધિન થયેલો બાળકના સર્વ દયાળુભાઈને નમસ્કાર.
''
19-192P
18
the line opin TAD=BACHU
૨૯૫
Th
Page #379
--------------------------------------------------------------------------
________________
O GROSSES) સત્સંગ-સંજીવની ) SYS
()
પરમકૃપાળુદેવના દેહોત્સર્ગ નિમિત્તે મુમુક્ષુઓની વિરહવેદના
કરવા માટે સં. ૧૯૫૭, શ્રી કલોલ ભાઈ શ્રી કુંવરજીભાઈ મગનલાલ
આ ભારતભૂમિનો પ્રકાશિત થયેલો સૂર્ય અસ્ત થયાના અતિ ખેદકારક સમાચાર સાંભળી રાત્રિ દિવસ અશ્રુધારા વહ્યા કરે છે. ખેદનો અવકાશ નથી મનાતો. વિશેષ શું વર્ણવું. નિરાશ્રયપણે અઘોરવનમાં મૂકીને પ્રભુએ સદૈવનો વિયોગ આપ્યો એ આગળ બીજું દુઃખ શું વર્ણવીએ. હવે તો શાંતિ રાખી પ્રભુ પ્રકાશિત કરેલા માર્ગમાં સદૈવ પરમજાગૃતિથી અપ્રમત્તપણે વિચરવું એ જ કર્તવ્ય છે.
- ખંભાતથી અંબાલાલ ૐ નમઃ
વૈશાખ સુદ ૯, શનિ, ૧૯૫૭
શ્રી કલોલ શ્રી કુંવરજીભાઈ મગનલાલ સુજ્ઞ ભાઈ,
કૃપા પત્ર એક મલ્યો છે. આવા મહાવિકરાળ કાળમાં આવો બનેલો જોગ તે છાજ્યો નહીં અને સદૈવનો વિયોગ કરાવી નાંખ્યો એવો મહા વિકરાળકાળ લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. ત્યાં ઉપાધિ સેવી બધાનું પૂરું કરવા રહીશું તો પૂરું થવાનું નથી અને અધૂરું મૂકવું પડશે અને સ્વઆત્માનું અહિત થશે. માટે તે દરેક કાર્યોની પૂર્ણતા થવાની નથી. તો પછી સ્વઆત્મહિત માટે અમૂલ્ય તક શા માટે ખોવી ? એવો મૂર્ખ કોણ કહેવો કે આવેલો લાભ ખોવે ? જેથી અપ્રમત્તપણે પુરૂષાર્થ કરવો ઉચિત છે. મુનિશ્રીની સ્થિતિ બોરસદ ક્ષેત્રે છે.
એ જ વિનંતી.
અનંતકરૂણામય દશાથી સમાધિભાવમાં સ્વરૂપસ્થિત થયેલા પરમકૃપાળુ શ્રીમનો વિયોગ વારંવાર સ્મૃતિમાં રહ્યા કરે છે. રાત્રિ દિવસ આ અનાથ બાળકોને અઘોર વનમાં નિરાધારપણે મૂકી ચાલ્યા ગયા. તે દુ:ખથી હૃદય વારંવાર ભરાઈ આવે છે.
- ખંભાતથી નિરાધાર અંબાલાલ શ્રી પ.કૃ.દેવના નિર્વાણ સમયની અદ્ભુત આત્માકારદશા : પૂજ્ય શ્રી ધારશીભાઈ તથા પૂ.શ્રી. નવલચંદભાઈએ પૂ. અંબાલાલભાઈને પ્ર.કૃ.દેવનું ચરિત્ર, દેહ છૂટતા વખતની અદ્ભૂત દશા પત્રથી જણાવેલ છે. - પ.પૂ. કેવળ આત્માર્થી શ્રી અંબાલાલભાઈ –ખંભાત નોંધ : આ પેજ નંબર ૨૯૬ થી પેજ નં. ૩૦૩ સુધીની મેટર નવી પ્રાપ્ત થયેલ મુદ્રિત કરી છે.
૨૯૬
Page #380
--------------------------------------------------------------------------
________________
RERS
સત્સંગ-સંજીવની SSA ()
તે આપ્ત પુ.ના નિર્વાણ સમયે આ અપરાધી બાળ સેવામાં હાજર ન હતો. પૂ. નવલચંદભાઈ, શ્રી રેવાશંકરભાઈ, શ્રી મનસુખભાઈ દેવશી તથા અમદાવાદવાળા પુંજાભાઈ તથા ચત્રભુજભાઈ તથા રાજકોટના અમુક આશ્રિતો તેમજ ગૃહસ્થો હાજર હતા. આ બાળ ચૈત્ર સુદ ૧૩સે રાજકોટ દર્શનાર્થે ગયેલ. છ દિવસ ત્યાં સેવામાં હાજર રહી ચૈત્ર વદી ત્રીજ રજા પૂરી થઈ રહેવાના કારણે અને બીજા કારણને લઈને ત્યાંથી ગેરહાજર થયો હતો. સં. ૧૯૫૭ના ફાગણ માસમાં શ્રી પરમકૃપાળુદેવ રાજકોટ પધાર્યા તેમાં બે ત્રણ વખત દર્શનનો લાભ થયેલ. એ છ દિવસ રોકાયો તે પહેલાં એક અઠવાડિયા ઉપર પૂ. નવલચંદભાઈ સાથે દર્શન કરવા ગયેલ, અને તે પહેલાં બે અઠવાડિયા ઉપર એક દિવસ માટે દર્શન કરવા ગયેલ, ખરેખરી સેવાનો લાભ લીંબડીવાળા પૂ.શ્રી. મનસુખભાઈ તથા મોરબીવાળા પૂ.શ્રી પ્રાણજીવનભાઈએ લીધો છે. તે સાક્ષાત્ આત્મદર્શી પુરૂષને અમુક મદત પહેલાં પુરૂષવેદ ક્ષય થયો હતો. તે વાત દેવાધિદેવના મુખાર્વિદથી સાંભળી હતી અને તેમ થયેથી (પુરૂષ વેદનો ક્ષય થયેથી) શરીરમાં જે ચિન્હ જોઈએ તે અમુક અંશે સેવા કરતી વખત મને જોવામાં આવ્યા હતા.
સેવામાં હાજર રહેનારાઓને જુદે જુદે વખતે તેઓશ્રી સૂચવતા પરંતુ સરાગ ભાવને લીધે અમો કોઈના સમજવામાં આવતું નહીં. મને કહેલું કે કાલનો દિવસ રોકાઈ જાઓ. ઉતાવળ શું છે ? પણ આજ્ઞા માની નહીં તેનો પાછળથી પસ્તાવો થાય છે. આ
પાંચમના દિવસે સેવામાં માતુશ્રી તથા પિતાશ્રી નવ બજ્યા સુધીમાં બે ત્રણ વખત તેઓશ્રી પાસે હાજર થયા ત્યારે હાથના ઈશારાથી છેટે રહેવા સૂચના આપી હતી. તે સમયે એક વખત બાઈશ્રી (ઝબકબાઈ) પણ સેવામાં હાજર થયાં ત્યારે તેમને પણ હાથના ઈશારાથી દૂર રહેવા જણાવ્યું હતું.
સવારે લગભગ નવ બજ્યા પહેલાં મનસુખભાઈને વિક્ષેપ ન થાય, તેટલા માટે જરા દવા તથા દૂધ વાપરેલું હતું. તેઓ વખતો વખત ડાકટર વિગેરેને સૂચના કરતા કે “હું આર્ય છું માટે અનાર્ય ઔષધી મારા ઉપયોગમાં ન જાય તેમ કરવાનું છે વિ.” સવારે નવ બજ્યાના અરસામાં ઢોલીયા પર પોઢયા હતા તે ઉપરથી લાંબી દૃષ્ટિ કરી, ચેર ઉપન શયન-આસન ગોઠવવા આજ્ઞા આપી. તે તૈયાર થતાં આસન તાકીદથી તૈયાર કરવા પૂરી આજ્ઞા આપી.
આ વખતે શરીર તદ્દન અશક્ત હોવાથી તે આસન ઉપર તેમની આજ્ઞા પ્રમાણે શયન કરાવ્યું. આ વખતે પૂ.શ્રી. મનસુખભાઈને બોલાવ્યા અને નીચે પ્રમાણે વચન વર્ગણાનું પ્રકાશવું થયું. - “તું કચવાઈશ મા, માની સંભાળ રાખજે, હું આત્મસ્વરૂપમાં લીન થાઉં છઉં.”
એમ પ્રકાશી સમાપિસ્થિત થયા ત્યાર પછી એક વખત વચન વર્ગણાના પુદ્ગલનો પ્રકાશ કરશે એમ હાજર રહેનારને અનુમાન થયું. પરંતુ વચનબળ અથવા વચનવર્ગણાના પુદ્ગલ ઓછાં થઈ ગયાં હશે તેથી વચનવર્ગણાનો પ્રકાશ થઈ શકયો નહીં, તે પછીથી સમાધીસ્થિતપણું કાયમ રહી, આખર સુધી આત્મસ્વભાવમાં લીનપણું કાયમ રહી સમાધિ મરણ થયું છે. | ‘સહજ આત્મસ્વરૂપ” એ વિશેષણથી જોડાયેલા તે વિશેષણ આ વખતે પ્રત્યક્ષ અનુભવાણું. કારણકે “હું આત્મસ્વરૂપમાં લીન થાઉં છું” એ વચન પછી યોગ રૂંધવાની મહેનત સિવાય સેજે તેજ ક્ષણે આત્મસ્વરૂપમાં લીન થયા.
આ વખતે શરીરનું આસન ગયા ભાદરવા માસમાં જે મુદ્રા હતી તેજ હતી. તે આશરે નવ બજ્યાથી બપોરના એક-બે સુધીમાં તે શરીરમાં રહેવું સરજેલ હશે તે સમય સુધી રહી પરલોક ગમન તે રત્નત્રયી આત્માએ
૨૯૭
Page #381
--------------------------------------------------------------------------
________________
@ ફિHERERS સત્સંગ-સંજીવની (SHREFORSી )
કર્યું. તે હકીકત તે વખતે પૂ.શ્રી. રેવાશંકરભાઈ હાજર હતા તેમના તરફ પૂછવાથી જાહેર થશે.
હું હાજર હતો અને સેવામાં રહેતો તથા તેઓશ્રીની સેવા વખતે વાત-ચીત થતી તથા એમના શરીરને જે વ્યાધિ થતી તે અમારા જોવામાં આવતી તે ઉપરથી હું કહું છું, કે તેમનો પુરુષવેદ ક્ષય થયો હતો. લાયક સમ્યકત્વ
આત્મજ્ઞાન સંપૂર્ણ હતું. સંઘયણ વજ ઋષભનારાજ હતું. તથા કેમ જાણીએ ઘણાં કર્મ આ ટુંકા સમયમાં વેદી પૂરા કરવાના હોય એમ જણાતું હતું. વળી પોતે પૂ.શ્રી. મનસુખભાઇને એમ પણ પ્રકાશેલ કે “હવે પછી હું કોઇ પણ માને રોવરાવીશ નહીં.” તે ઉપરાંત અમુક અમુક વખતે પૂ.શ્રી મનસુખભાઈને સૂચવેલ કે – “તમારા ભાઈનું સમાધિ મરણ થશે.”
સવારના નવ બજ્યાથી પાછળથી જે હકીક્ત બની તે સઘળી આપને નિવેદન કરવા પૂ.શ્રી નવલચંદભાઇને વિનંતી કરી છે. કારણ કે તેઓ નિર્વાણ સમયે હાજર હતા.
અમો શ્રી વવાણિયા ગયા નથી, જવા ઇચ્છા નથી. અલૌકીક પુરૂષને માટે લૌકિક સાચવવા જરૂર જણાતી નથી. હું હાલ દસેક દિવસથી ગામ ગયેલ, રાત્રિએ આવ્યો છું. પાછળથી વવાણિયા જવા માટે વીરમગામ આદિ સ્થળેથી પૂછાવેલું. તેમને પૂ. શ્રી. નવલચંદભાઇએ ન જવા લખી જણાવેલ છે. મારો પણ એ જ અભિપ્રાય છે. અહીંથી પણ કેટલાક પૂછે છે તેમને પણ તે જ અભિપ્રાય આપીએ છીએ. ફક્ત સગપણ સંબંધ ધરાવનાર જ લૌકિક પ્રસંગે મોરબી આદિ સ્થળેથી વવાણિયા જશે. મારો પોતાનો અભિપ્રાય એમ થાય છે કે આપ ખુદ જ માતુશ્રી તથા પિતાશ્રી તથા બાઇશ્રીના પ્રસંગમાં એકથી વધારે વખત આવ્યાં હશો ? માટે આપ એક જ તેમના મોઢા સુધી આવો તો તેમના અંતઃકરણમાં ધીરજ થાય. આપ ઘણે દૂર હોવાથી આ તરફ પધારવાની અગવડ તો જો કે ઘણી છે. તેથી લખવાને મન અચકે છે. પરંતુ આપને એકને આ તરફ પધારવા પૂ.શ્રી. નવલચંદભાઇની પણ સલાહ થાય છે. અને જો એમ બનશે તો જવાનો રસ્તો મોરબી થઇ છે. માટે અહીં રૂબરૂ કેટલીક અરજ આપને કરવાની છે. તે બની શકશે. પત્ર દ્વારાએ તમામ ખુલાસા નિવેદન કરી શકાય તેમ નથી. જેઓ આવવા ઇચ્છા રાખે છે તેમણે પત્રથી પુ.શ્રી મનસુખભાઇને અથવા પૂ. પિતાશ્રીને દિલગીરી જણાવવા હરકત નથી. પૂ.શ્રી મનસુખભાઇએ મને તથા પૂ.શ્રીનવલંચદભાઇને શ્રી વવાણિયા બોલાવેલ છે, પરંતુ ત્યાં જવાનું કેટલાક કારણથી બની શકે તેમ નથી.
ભારતભૂમિનો તેમાં વિશેષે કરીને આપણો જ પ્રકાશિત સૂર્ય અસ્ત થયો છે. કલ્પવૃક્ષ ફળ આપતાં આપતાં ચાલ્યું ગયું છે. રત્નચિંતામણી ઇચ્છિત ફળ આપી શકે છે એવું ફળ લેનારાના સમજવામાં આવતાં કાળરૂપી કાગડાએ તે ચિંતામણીને ખસેડી મૂક્યું. આપણે સર્વ બાળકો ઘોર અંધાર સંસારમાં મુસાફરી કરતાં જે સફરી જહાજ હાથ આવેલું પરંતુ પંચમ કાળના પવનના જબરા ઝપાટાથી તે આશ્રય ખોઇ બેઠાં છીએ. સહજ આત્મસ્વરૂપ પ્રભુના વિરહથી જે ખેદ થાય છે તે કોઇ પણ પ્રકારે વર્ણવી શકાય તેમ નથી. તેની સાથે એવા તો બેશુદ્ધ બની ગયા છીએ કે શું કરવું તે કાંઇ સૂઝતું નથી. શું લખવું ? યા શું વિચાર કરવો ? યા કેમ કરવું ? તે સઘળું ખેદાદિક કારણને લઇને કાંઇ પણ સૂઝતું નથી.
હવે પછી નીચેની બિના લખવાથી આપના ખેદમાં વધારો કરનાર હું થઇ પડીશ તો પણ મારે લખ્યા વિના ચાલતું નથી. તે એ કે ચૈત્ર સુદી પુનમના રોજ આપને તથા મુનિઓને એક પત્ર લખવા મને આજ્ઞા કરી હતી. તેથી સેવાથી પરવારી કાગળ લખી જ્યારે વંચાવવા લઇ ગયો ત્યારે તેઓશ્રી બોલ્યા કે મારા કહેવાનો મતલબ ફરી ગયો છે. અમુક વાત વિપરીત લખાણી છે. તે પ્રમાણે ભૂલનો ઠપકો આપવાથી હું બહુ ખેદખીન્ન
૨૯૮
Page #382
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની SK GROSSA) ()
થયો. તેની સાથે કેમ લખવું એ ફરી સૂચના થવાની હતી, પરંતુ ફરીથી તે જોગવાઇ બની જ નહીં. આ સિવાય કોઇને ખબર આપવા આજ્ઞા થતી નહતી. પત્ર વ્યવહાર ઘણા ભાગે બંધ હોવાથી બહારથી વખતે કોઇનો પત્ર આવતો તે સેવામાં રજા કરવામાં આવતો. એ કારણોને લઇને પત્ર નથી લખી શકાણો તે માટે માફી ઇચ્છું છું. પ.પૂ. મહાન મુનિવરોને જેમ જેમ ખબર મળતાં જશે તેમ તેમ વધારે ખેદ થતો જશે આ આપને વિનંતી કરવાની કે આપને યોગ્ય જણાય તો કેવળ આત્માર્થી એવા મુનિવરોને હકીક્ત નિવેદન કરવા તસ્દી લેવી.
તા. ૨૧-૪-૧૯૦૧ પૂ.શ્રી અંબાલાલભાઇ – વિનંતી - નવલચંદ ડોસાભાઇ,
કુપાળુદેવ ધ્યાનારૂઢ થયા વખતની શરીરસ્થિતિ કાયોત્સર્ગની પરિપૂર્ણતા દશા સૂચવતી હતી અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ માણસ જે શ્વાસ લે તેવા શ્વાસ લેવાતા હતા. પ્રથમ નાભિથી અને દેહ છૂટયો ત્યારે કંઠથી તે મુખ સુધી થોડો વખત ચાલુ રહ્યો હતો. મૂરતિ ચૈતન્યવંત શોભાયમાન કેમ જાણે હમણાં
ધ્યાનથી મુક્ત થઇ આપણને વચનામૃતનો લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઈને ની લાગતી હતી.
કૃપાળુ શ્રીએ ત્રણ યોગને રોકવાથી શરીરસ્થિતિ બીજાંની દૃષ્ટિએ અસાધ્ય જેવી સેજ જણાય. પણ દેહમુક્ત થતાં સુધી આત્મસ્વભાવમાં પૂર્ણ જાગૃતિ હોય એમ શરીરના અવયવોની સ્થિતિ તથા શ્વાસોશ્વાસ-ક્રિયાની ગતિ ઇત્યાદિથી એમ જણાતું હતું. આ વખતનું વર્ણન આત્મામાં યથાર્થ સમજાય છે. પણ વર્ણવી દર્શાવવાને શબ્દોમાં મૂકવાનું ધ્યાનમાં આવતું નથી. પૂ. શ્રી ધારશીભાઇએ ઉપરના જણાવેલા શબ્દો પૂ.શ્રી મનસુખભાઇ પ્રત્યે કૃપાળુશ્રી બોલી ધ્યાનસ્થ થયા. આ
- નિર્વાણ વખતે મૂર્તિ અનુપમ ચૈતન્યવાળી, શાંત, મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણ ગુણાનુરાગીને તો લાગે પણ જેઓ સંબંધથી હાજર રહેલા તેને પણ આશ્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદ્ભુતસ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શક્તો નથી..
કૃપાળુશ્રીના મહાન્ વિયોગથી મહાત્મા આનંદઘનજીએ તીર્થકરો પ્રત્યે સ્તુતિના રૂપમાં કાઢેલા ઉદ્ગારોના જેવી આપણી સ્થિતિ હાલ તો થયેલી જણાય છે.
દરિશણ દરિશણ રટતો જો ફિરું, તો રણ રોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન, અભિનંદનજિન દરિશણ તરસીયે.
પૂ. શ્રી મનસુખભાઇ દેવશીએ પ.ક.ના વિરહમાં કરેલી પ્રાર્થના ! શ્રીમદ્ રાજચંદ્રદેવ ભગવાન સહજાત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસ્વામીને ત્રિકાળ નમસ્કાર હો !
હે ભગવાન્ ! આપ સહજ શુદ્ધ આત્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છો. અને તે દશા સર્વ સિદ્ધ ભગવાનને તથા | કેવળી ભગવાનને પ્રાપ્ત હતી. વળી હે ભગવાન ! આપ અરિહંત ભગવાન છો. જેના વડે તરીને પાર પમાય
તેને તીર્થકર કહે છે. હે ભગવાન ! તમાંરાં ચરણમાં જે જે મુમુક્ષુ ભાઇ બહેનો આવેલ તેમને તમારાં દર્શનથી JX[ પ્રતીતિ થઇ તે તરીને પાર પામ્યા છે. આપ ભગવાનના ચરણમાં આવેલા કોઇ જીવ તે ભવે અને છેવટમાં છેવટ
૨૯૯
Page #383
--------------------------------------------------------------------------
________________
6 સત્સંગ-સંજીવની
પંદર ભવે મોક્ષે જશે, તે નિ:સંશય છે. તો હે ભગવાન ! તમે તીર્થંકર ભગવાન તુલ્ય છો. તે આપ ભગવાનને સમે સમે ત્રિક૨ણ ત્રિકાળ દંડવત્ સાક્ષાત્ નમસ્કાર હો ! તુંહી જ શરણું છે. ત્રિકાળ સત્ છે.
સં. ૧૯૪૭ની સાલમાં આપ ભગવાનને નિજસ્વરૂપ પ્રાપ્ત થયું હતું. વીતરાગ દશા પ્રાપ્ત થઇ હતી. સં. ૧૯૪૨ આસપાસ મન વશ હતું. પાંચે ઇંદ્રિયો વંશ હતી. વળી પણ ૧૯૪૭માં ક્ષાયક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હતું. અને તે જ અરસામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તે અરિહંત દશા પ્રાપ્ત થઇ હતી. અખંડીત આત્મઉપયોગ પ્રાપ્ત હતો. દેહાદિ ભાવ ક્ષય થયો હતો. હે ભગવાન ! આપ બીજા મહાવીર, બીજા રામ હતા. (પત્ર નં. - ૨૭. વ. ૩૮૪ ૧. ૬૮૦)
NEWER PROPH
સં. ૧૯૪૭ તથા ૧૯૫૬ ની સાલના ચિત્રપટ ઉપરથી તેઓશ્રીની મુખમુદ્રા જોતાં તે ભગવત્ દશા પરમાત્મદશા જોવામાં આવશે - ખાત્રી થશે.
HINY SAP sp
“આત્માના ગુણાતિશયમાં જ ચમત્કાર છે.'' ભગવાન બિરાજતા તે સ્થળે સમવસરણ થતું ‘“ગુણનું અતિશયપણું જ પૂજ્ય છે.’’ ‘‘સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વૈરવાળાં પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઇ શાંત થઇ બેસે છે, એવો શ્રી તીર્થંકરનો અતિશય છે.’’ પ.કૃ. (વ. વ્યાખ્યાનસાર-વાક્ય-૬)
(
હે પ્રભુ ! આપના ચરણમાં આવતા તે વખતે સમભાવ થઇ જતો. અને તેમ થયેલું ઘણી વાર જોયું છે. જેને આપ પ્રત્યે પ્રતીતિ આવેલી તેઓનો આત્મા આપ ભગવાનમાં ઠરી જાતો. વળી તપા અને ઢૂંઢીયાને પૂર્વનો વિરોધભાવ છતાં તે બંને આપના ચરણમાં આવવાથી વૈર-બુદ્ધિ છૂટી જઇ ભ્રાતૃભાવ થઈ અરસપરસ પૂજ્ય ભાવ થઇ ગયેલ. તે આપ ભગવાનનો પ્રભાવ છે. અને જૈન તથા વૈષ્ણવ તેઓ બંનેને વિરોધભાવ તે આપ ભગવાનના ચરણમાં આવેલ સર્વને તે વિરોધભાવ મટી જઇ પ્રેમભાવ-ભ્રાતૃભાવ થયેલ છે. તેમ ઢેડ (કાવિઠાનો મહીલો ભગત) વિ. ને પ્રતીતિ થયેલ. તેમને તે ગુણ પ્રાપ્ત થયો હતો. તે સર્વ પ્રતાપ ભગવાન આપનો છે.
આપ ભગવાન શ્રી ઇડર પધારેલા તે વખતે મુનિઓ પધારેલા ત્યારે આપ ભગવાન ત્યાં ડુંગરમાં - જંગલમાં પધારેલા. પછી મુનિઓને બોધ કરતાં તે વખતે તે સમવસરણમાં એક વાઘ આવેલ તેને વેરબુદ્ધિ - હિંસક બુદ્ધિ જતી રહેલી. ને તે શાંત ભાવથી પડખે થઇને ચાલ્યો જતો, તે વખતે વેરબુદ્ધિ નાશ થતી તે સર્વે આપ ભગવાનનો પ્રભાવ છે.
ise Mi
3
તેમજ વીરસદની ભાગોળમાં બે સાંઢે તોફાન કરેલ. તે વખતે આપ ભગવાન પધાર્યા અને તે સાંઢ નજીક આવતાં શાંત થઇ ગયેલા છે. તેમ ઘણીવાર બીજે સ્થળે પણ થયેલ છે. તે સર્વે આપ ભગવાનનો પ્રભાવ છે.
શ્રી વીતરાગદેવની દિવ્યવાણીના મર્મને જાણનાર જે પુરૂષ તે ગણધરદેવ. પરમ પૂજ્ય શ્રી સોભાગ્યભાઇ આપ ભગવાન જે હકીક્ત જણાવો તેના મર્મને સમજી શકતા તેથી તે શ્રી ગણધર દેવ હતા અને તે શ્રીમુખે પ્રકાશ્યું છે. તે પદવી શ્રી ખંભાત મધ્યે સં. ૧૯૫૨ ની સાલમાં પધારેલ ત્યારે પૂ.શ્રી બાપુભાઇના મકાનમાં ત્રીજે માળે અગાસીના ઓટા પર બિરાજ્યા હતા. એક બાજુ પૂ.શ્રી સોભાગ્યભાઇ બિરાજ્યા હતા. એક પડખે પૂ.શ્રી ડુંગરશીભાઇ બિરાજ્યા હતા. વાત પ્રસંગે પ્રભુએ કહ્યું આ શ્રી ગૌતમ જેવા છે, ડાબી બાજા બેઠેલા શ્રી સુધર્મા
જેવા છે.
Is Vie | Hipjov
આપ ભગવાનના દર્શન થતાં શોક ચિંતા જતા રહેતા. ભગવાનની વાણીથી ત્રિવિધ તાપ જતા રહેતા. તે અશોકવૃક્ષ-ભાવથી સમજવું.
૩૦૦
Winst
Page #384
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની (SREER (9
દિવ્ય શક્તિ જેને પ્રાપ્ત થઇ હોય તે દેવતા કહેવાય. દિવ્ય શક્તિ એટલે સમ્યક દર્શન અને તે દિવ્ય શક્તિ સત્પુરૂષ ભગવાન પ્રત્યે પ્રતીતિ અને આજ્ઞા પ્રમાણે વર્તવાથી મુમુક્ષુને પ્રાપ્ત થાય. જેને તે લાભ લીધેલો હોય એવા જે ભાઇ બેનો તે દેવતા દેવીયું કહેવાય. તે ભગવાનના સમવસરણમાં આવતા સર્વે મુમુક્ષુ ભાઈ બેનોની એકજવૃત્તિ ભગવાનની મુખ મુદ્રા સામે રહેતી અને ભગવાન આજ્ઞા કરે તે પરમ પ્રેમે ઉપાસવા સર્વેની વૃત્તિ રહેતી અને તેમ રાહ જોતા અને તે વખતે ભગવાનનું યોગબળ કલ્યાણ કરતું.
ઇંદુભિ એટલે જયજય શબ્દ મુમુક્ષુ જીવ ઉચ્ચરે, આપ કહો છો તે સત્ છે, તહત્ત-તહત્ત તેમ ધારણા આપનાં વચનની મુમુક્ષુ જીવ કરતાં.
| દિવ્યધ્વનિ - એટલે દિવ્યવાણી – ગેબી વાણી. ભગવાનની, એટલે જેની વાણીમાં પરમાર્થ ગુહ્ય ભરેલો હોય તે જેમ જેમ મુમુક્ષુ જીવ વિચારે તેમ તેમ અધિક અધિક સમજાતી જાય. અનંત ભાવથી ભરેલી ભગવાનની વાણી. તે પાંત્રીશ પ્રકારની વાણી કહી છે. તો તે વાણીમાં સર્વે આવી જાય. ચોત્રીશ અતિશય ભગવાનનાં કહ્યાં છે, તે સર્વે ગુણો હે ભગવાન આપને પ્રાપ્ત હતાં.
હે પ્રભુ, આપ યુગપ્રધાન હતા. યુગપ્રધાન આદિ પરણીને જતાં તે વખતે રસ્તામાં કેસરનો વરસાદ (છાંટણાં) થતો. ને તેમ આપ ભગવાનને થયેલું તે પત્રમાં મને પૂ.શ્રી ચત્રભુજભાઇએ લખી જણાવેલ હતું કે પ.ક. દેવના લગ્ન થયાં બાદ મોરબીથી સીગરામમાં બેસી વવાણિયો જવા શ્રી સાહેબજી રવાના થયા. હું (ચત્રભુજ) સાથે હતો. મોરબીથી વિદાય થયા કે તરત જ કેસરના છાંટણા સીગરામ પર પડ્યા તે વખતે સાહેબજીએ મને (ચત્રભુજને) ઉદ્દેશી, મારી સામું જોઈ કહ્યું – ‘મહેતા આ કેસરના છાંટણા પડ્યા છે તે અમે યુગપ્રધાન છીએ તેની આ નિશાની છે.” વળી શ્રી આનંદઘનજી કૃત - “સેવક કીમ અવગણીએ હો મલ્લિજિન એ અબ શોભા સારી”, એ સ્તવન વારંવાર કહેવરાવતા. તે વખતે ૧૮ દોષ ક્ષય થયેલા હતા. તે વખતે આત્મા આપ તપાસતા હતા અને આત્માને તે દશા પ્રાપ્ત થયેલ હતી. એટલે હે ભગવાન આપ શ્રી અરિહંત ભગવાન છો. સં. ૧૯૫૬ ના ભાદરવા માસમાં શ્રી વઢવાણ ઊભી મુદ્રાનો ચિત્રપટ પડાવ્યો તે વખતે શ્રી પાર્શ્વનાથજી ભગવાન જેવી અદ્ભુત દશા હતી. શ્રી પાર્શ્વનાથજી ભગવાન જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહી બિરાજેલ તે વખતે કમઠ દેવતાએ ઉપસર્ગ કર્યો અને ધરણંદ્ર પધારી રક્ષણ કરેલ - ભક્તિ કરેલ. શ્રી પાર્શ્વનાથજી ભ.ને કમઠ પ્રત્યે દ્વેષ | નહીં અને ધરણેન્દ્ર ઉપર રાગ નહીં. અપૂર્વ વીતરાગતા અને અદ્ભુત દશા તે વખતે તેમની હતી. તે જ દશા છે પ્રભુ, આપ ભગવાનને તે વખતે પ્રાપ્ત હતી. અને તે આપે અનંતી કરૂણા કરી બીજે દિવસે જણાવ્યું હતું. અને તે વખતે શરીર મંદવાડને લીધે અતિ જીર્ણ થયેલું. તે સં. ૧૯૫૬ ની સાલમાં ફોટોગ્રાફ મી. વીલ સાહેબના પ્રેસના કંમ્પાઉન્ડમાં પડાવેલ હતો. અને ત્યાંથી ચાલીને પધારેલ તે ફક્ત મનોબળથી ચાલેલ તેમ અનંતી કરૂણા કરી શ્રીમુખે જણાવ્યું હતું. કે - “આજે અમે ચાલ્યા છીએ તે ફક્ત મનોબળથી”.
સં. ૧૯૫૬ની સાલના ફોટોગ્રાફ ઉપરથી મુખમુદ્રા જોતાં તે ભગવાનની દશા જોવામાં આવશે. શ્રી ઇડરમુકામે આપ ભગવાને મુનિઓને સિદ્ધદશાનું પ્રગટ દર્શન કરાવ્યું હતું. હે મુનિઓ ! આ આત્મા, આત્મા, આત્મા, આ સિદ્ધ અને આ સિદ્ધ શીલા !
સાક્ષાત્ સરસ્વતી પુસ્તક શ્રી વનેચંદ દફતરીએ છપાવેલ તે વખતે સાક્ષાત એટલે પ્રત્યક્ષ અને સરસ્વતી એટલે શ્રી વીતરાગની વાણી, તે પુસ્તક લખાયેલ તે વખતે આપને વીતરાગ દશા પ્રાપ્ત હતી.
સં. ૧૯૫૬,વઢવાણમાં ભગવાનને સંગ્રહણીનું દરદ આશરે માસ દસ અગાઉ પ્રાપ્ત થયેલ તે વખતે ચરણ સેવામાં ઘણો વખત તેમની કિરપાથી રહેવાનું થયેલું તે વખતે હંમેશા દિવસમાં ત્રણથી ૧૦-૧૨ સુધી ઝાડા થયેલા
- ૩૦૧
Page #385
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
અને તે વખતે શરીર ઘણું નબળું પડી ગયેલું. જે પ્રથમ સં. ૧૯૪૭ની સાલમાં શરીરનું વજન ૧૪૦ રતલ હતું તે મંદવાડ વખતે વજન રતલ ૫૭ આશરે થઇ ગયેલું. તેથી ચાલવાની શક્તિ મંદ જેવી ને વારંવાર ઝાડે જવું પડે તેથી એક પેટી તેમાં મોટું કાચનું કુંડુ વચમાં રહે તેવી પેટી મુંબઈથી આવેલ તેમાં કળશે જવાનું બનતું તે વખતે ઝાડે પોતે જતા અને તે કુંડુ આ બાલ લઇ જતો ત્યારે તેમાં સુગંધ આવતી. તે ગંધ જાવંતરી કેસર સુખડ વિગેરે જેવી સુગંધદાર છેવટ સુધી જોયેલ. વળી તેવી જ રીતે શરીર પણ સુગંધદાર રહેતું જોવામાં આવેલું. ભગવાનને શરીરે કોઈ વખત તાવ આવતો તે તાવ ઉતરે ત્યારે પરસેવો વળતો તે પણ ઘણોજ સુગંધદાર વખતો વખત જોયેલ અને આવી શરીર સ્થિતિ વખતે પણ મુદ્રા અત્યંત પ્રફુલ્લિત આનંદમય જોવામાં આવતી અને આત્મા આત્મા ભાવે જ અખંડીત વર્તતો તે વિચારતાં સ્પષ્ટ લાગે છે.
જ
11551 હે ભગવાન ! અપૂર્વ વીતરાગતા ! સં. ૧૯૫૭માં વવાણીયા છોડયું ત્યારે બે હાથ જોડી બોલેલા - ચારે ગતિને અમારે લેવાદેવા નથી.આ જગતને ને અમારે લેવા દેવા નથી. અને આ દેહને અમારે લેવા દેવા નથી.’’ એ આદિ સ્વરૂપ વિચારતાં આત્મામાં ભગવાનનું સ્વરૂપ સ્પષ્ટ ભાસશે. હે ભગવાન ! મોહનીયનો ક્ષય થયો હતો.
30698
પ.કૃ. દેવે છેલ્લે વવાણિયા છોડયું ત્યારે ચાલતી વખતે તે ઘરને, તે ડેલીને, માતુશ્રી, પિતાશ્રીને મિત્રોને વિ.ને. નમસ્કાર વારંવાર કરેલા. છેવટે જતાં જતાં ગામને પણ નમસ્કાર કરેલા. તે જોઇને તેમના મિત્રે પૂછ્યું કે કદી નથી ને આજે કેમ આમ ? તો ભગવાને કહ્યું કે ‘આગળ ઉપર સમજાશે’ ! તે ભાઇ હજી કહે છે કે હવે સમજાયું કે તેઓશ્રી ફરી વવાણિયા આવનાર ન હતા.
હે ભગવાન ! આત્મા અત્યંત જાગૃત ઉપયોગે વર્તતો હતો અને દેહ રહેવાનો નથી તેમ જાણતા હતા. પણ તેથી આત્મામાં મંદ દશા કોઇ વખતે જોયેલ નથી. પણ વર્ધમાન જાગૃત ઉપયોગ વર્તતો હતો અને તે છેવટ સુધી.
નિર્વાણ પામવાના વખતે ચરણમાં તે પ્રભુની કૃપાથી રહેવાનું બનેલ પણ કોઇ વખતે રાગદ્વેષ, કષાય, નોકષાય જોવામાં આવેલ નથી પણ તેનો ક્ષય કરેલ તે જોવામાં આવેલ હતો. વેદનો ક્ષય કરેલ તે જોવામાં આવેલ. સાક્ષાત્ ભગવાન બીજો મહાવીર જેવી તે દશા પ્રત્યક્ષ જોવામાં આવેલ છે. તો હે ભગવાન ! સમયે સમયે ત્રિકાળ નમસ્કાર હો ! નમસ્કાર. હે ભગવાન ! આપ સર્વજ્ઞ ભગવાન છો. અસંગ દશા, નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપ હતા.
સં. ૧૯૫૭ના ચૈત૨ વદ પાંચમ મંગળવાર બપોરે સ્ટાંડર ટેમ અથવા મદ્રાસ ટેમ બાર ઉપર એકને પાંચ મિનીટ થઇ છે તે વખતે હે ભગવાન ! આપ સ્વરૂપમાં લીન થયા હતા. તે જ સ્વરૂપે સર્વે તીર્થંકર દેવ તથા તમામ ભગવાન સ્વરૂપમાં સ્થિત થયા છે.
તા. ૧૬-૮-૧૯૦૧ મુંબઈ
T
WIE FICHSEN
શ્રી સહજાત્મસ્વરૂપ પરમાત્માને ત્રિકાળ ત્રિવિધ નમસ્કાર હો. પરમ પૂજ્ય મોક્ષાભિલાષી ભાઈશ્રી રેવાશંકર જગજીવન તથા પવિત્ર ભાઈ શ્રી મનસુખભાઇ વિગેરે તમામ મુમુક્ષુઓ, hesis HURUS
bilus hap
ભાઇશ્રી ! આપે જે વિચાર ધાર્યાં છે તે ઘણાં ઉત્તમ છે. અમારી વિનંતી તો એ જ છે જે પરમ પ્રભુની ધારેલી યોજના જલ્દી પાર પાડવાનું કોશિષ થાય, જેમ બને તેમ તાકિદથી બહાર પાડવા કૃપા કરશો, અમો ઘણાં દિલગીર છીએ. પરમાત્માના વિયોગથી જે ખેદ થાય છે તે અવર્ણનીય છે. કોઇ પણ પ્રકારે આત્મા શાંત થતો
૩૦૨
Page #386
--------------------------------------------------------------------------
________________
(
M) સત્સંગ-સંજીવની
)
છે
નથી. ક્ષણે ક્ષણે વિરહનો ખેદ થયા જ કરે છે. તેમનાં વિયોગથી અમો તો નિરાધાર થયાં છીએ. અમે હીનપુન્યશાળી કે જેને કાળે થપ્પડ મારી રત્નચિંતામણી પડાવી લીધો છે. કોઇ પ્રકારે મન શાંત થાતું નથી. માટે પરમ પવિત્ર પ્રભુના વચનામૃત તથા શિક્ષાવચનની નક્કલ વાંચવા લાયક મોકલાવવા કૃપા કરશો એ જ વિનંતી. જેમ બને તેમ પરમપ્રભુના શ્રુતજ્ઞાનનો વધારો થાઓ ને તેઓ સાહેબનો ધારેલો વિચાર પાર પડો એવો અમારો ઉલ્લાસિત અભિપ્રાય છે.
લિ. અલ્પજ્ઞ બાલ દીનદાસ સંઇબા કાળીદાસના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
લિ. છગન નાનજીના નમસ્કાર વાંચશો. જત પૂજ્ય રેવાશંકરભાઇ તથા પૂ. મનસુખભાઇને માલુમ થાય જે મારા કૃપાળુદેવે મને કહેલું કે, “તને વચનામૃતો મળશે ને પરમશાંતિ થાશે” તેમને મને રાજકોટ કાગળ લખી તેડાવેલો હતો. મને ચોપડીયો પણ આપેલ. તેનો મને પાક્કો ભરૂસો હતો ને વળી બીજી કેટલીક એ પ્રભુએ મારા ઉપર કીરપા કરી હતી. મને બીજું અપૂર્વ લાભ આપવો હતો તેવું મને તિહાંના સમીપ રહેનારે કીધું હતું, પણ મારા કમનસીબે તે ચોપડીઓ અથવા બીજાં વચનામૃતો મળ્યાં નથી તેનો પૂરો ઉદ્વેગ રહ્યા કરે છે.
મારા ધણીએ તો મને ઘણો સંતોષકારક કર્યો છે. હવે અમો નધણિયા થયાં તો તેમના લાગતા વળગતાના આશ્રયે રાખીને કૃપા કરશો ને કરાવશો. મારા ધણી તો અત્યારે પ્રત્યક્ષ નથી પણ અપરોક્ષ મારા અંતરમાં છે. તમો ઘણું જ સારું કામ કરે છે તેથી આનંદ થયો છે.
ડરબન તા. ૨૧, ૧૯૦૧ એમ. કે. ગાંધી એડવોકેટ - નાતાલ મુરબ્બી ભાઇ રેવાશંકરભાઇ
કવિશ્રી ગુજરી જવાના ખબર ભાઇ મનસુખલાલના કાગળ ઉપરથી મલ્યા. તેમ જ ત્યારબાદ છાપામાં પણ જોયા. વાત ન માની શકાય તેવી છે. મનમાંથી તે વિસરી શકાતી નથી, વિચાર કરવાનો પણ આ દેશમાં અવકાશ થોડો જ રહે છે. ટેબલ ઉપર બેઠો હતો, તેવા જ ખબર મળ્યાં, વાંચી એક મિનિટ દિલગીરી કરી, તુરત ઓફીસના કામમાં ગૂંથાઇ ગયો. એવી અહીંની જીંદગી છે. પણ જ્યારે કંઇક પણ અવકાશ મળે છે ત્યારે એ જ વિચાર થાય છે. ખોટો કે સાચો મને એમનો બહુ જ મોહ હતો. અને મારી ઉમેદ પણ તેમાં ઘણી હતી તે બધી ગઇ. એટલે હું સ્વાર્થને રડું . ગાંધી એમ. ના પ્રણામ.
ચૈત્ર વદ ૧૦, ૧૯૫૭ – ખંભાત પરમપૂજ્ય શ્રી :
પરમકૃપાળુ પરમદયાળુ, શ્રી રાજ્યચંદ્ર પ્રભુ - ભરતખંડના સૂર્ય સં. ૧૯૫૭ના ચૈત્ર વદી ૫, ના ભોગે રાજકોટમાં આ દેહનો ત્યાગ કરી અસ્ત થયા છે, તે ઘણો ખેદકારક છે.
હે ભગવાન ! અમો અજ્ઞાન બાળને રઝળતા મૂકી આપ આ ભૂમિને છોડીને અસ્ત થઈ ગયા. અમો હવે કોના આધારે રહીશું? મહાપુન્યના યોગે આપનો સમાગમ થયો. એ ન થયા જેવો થઇ ગયો. હે ભગવાન, હું
૩૦૩
Page #387
--------------------------------------------------------------------------
________________
O GEETS સત્સંગ-સંજીવની GRESER) (ર
બહુ ભૂલ્યો, મેં તમારો બોધ ગ્રહણ કર્યો નહીં. આપની આજ્ઞા મેં પાળી નહીં. હું અત્યંત પાપી છું, અજ્ઞાન છું, મૂઢ છું, અવિવેકી છું. અહો ! હું હવે એ પાપથી ક્યારે છૂટીશ ? હવે મને આપ વિના ઉપકાર કોણ કરશે ? આપનો સમાગમ થતાં હું કાંઇ પણ ચેત્યો નહીં. અહો મને હવે આપ વિના આ દુઃખમાંથી કોણ છોડાવશે ? અહો, હું અત્યંત કર્મનો બાંધનાર છું. એ આપ વિના કોણ એમાંથી મને મુક્ત કરશે ? દ: બાપુ. બાપુજી શેઠ)
પૂજ્ય શ્રી અંબાલાલભાઇની છેવટની દશાનું ચિત્ર પ્રથમ ચૈત્ર વદ ૭ ને શુક્રવાર રાતના આશરે નવ વાગ્યાના સુમારે હું (મોહનલાલ મગનલાલ) ત્યાં ગયો હતો. તે વખતે પરમ પૂજ્ય ભાઈશ્રી અંબાલાલ બેઠા હતા. શનિવારે દિવસના અગિયાર વાગતા સુધી તાવની હેજસાજ શરૂઆત હતી. તે પછી શનિવારે કેશવલાલ કે જે તેમને ત્યાં મુનીમ છે, તેમની સાથે કહેવરાવ્યું જે મને તાવ આવ્યો છે માટે આવી જજો. તે ઉપરથી હું શનિવારના દોઢ વાગ્યાના સુમારે જીરાળાપાડે ભાઈશ્રીના મકાને ગયો હતો. તાવમાં તેઓ પાટ ઉપર સૂતા હતા. તે દિવસે હું ચાર વાગ્યાની ટ્રેનમાં મુંબઈ જવાનો હતો, તે વિચાર બંધ રાખ્યો, ને ભાઈશ્રીએ પણ કહ્યું કે મુંબઈ જઇશ નહીં.
તે પછી પિતાશ્રીને બોલાવવા માણસ મોલ્યું. તે વખતે તેમની શ્રદ્ધા પરમકૃપાળુદેવના ગુણગ્રામમાં તથા વિચારભક્તિમાં હતી. ત્યાર પછી ચાર વાગ્યના સુમારે પિતાશ્રી મગનલાલભાઇ પધાર્યા અને પિતાશ્રીએ તથા મેં કહ્યું કે ‘‘સુતારવાડે તમે ચાલો'. તે વખતે પોતાના ઘર ઉપરનો મમત્વભાવ ત્યજી આવવાને માટે હા કહી, અને તે વખતે અખંડ આત્મામાં લીન, ભક્તિમાં સંપૂર્ણ રીતે મગ્ન હતા અને બીજા અમો વાતચીત કરતા હતા પણ તેઓશ્રી તે ઉપર બીલકુલ ધ્યાન આપતા નહીં.
તે પછી સુમારે પાંચ વાગ્યાના અરસામાં ભાઈ ત્રિભોવનભાઈ જેઓ કે તેઓના સત્સંગી ભાઈ હતા, તેઓ પધાર્યા. ભાઈશ્રીના પગે હાથ લગાડયા, જે ઉપરથી ભાઈશ્રીએ કહ્યું કે આ દેવું હું ક્યારે ચૂકવીશ ? એમ કહી પોતે ઊઠીને જે સેવા બજાવતા હતા તે બંધ કરાવી. ત્યાર પછી ત્રિભોવનભાઈએ “ભાઈ પરમભક્તિ વિષે છે” એમ અમોને કહ્યું.
ત્યાર પછી હું ઘોડાગાડી લાવવાની રજા લેવા આવ્યો ત્યારે ભાઇશ્રીએ કહ્યું કે જમીને જા, પછી હું જમીને ઘોડાગાડી લાવ્યો. ભાઈશ્રી તે વખતે હિંચકા પર બેઠા હતા. મેં કહ્યું કે જઇએ છીએ. પછી પોતાની મેળે ઊઠીને પાટ ઉપર બેઠા અને પરમકૃપાળુદેવનું સ્મરણ કરીને ઘરની બહાર નીકળ્યા અને ગાડી પાસે ગયા. પછી ભાઈશ્રીને કહ્યું કે ‘ગાડીમાં બેસો’ તો મને બેસવાનું કહ્યું પછી પોતે પોતાની મેળે બેઠા અને ગાડી ચલાવવા મેં ગાડીવાળાને કહ્યું, એટલે ગાડીવાળાએ ગાડી હાંકી, પણ તે વખતે દેરાસરમાં કામ કરનાર મજુર ઘણાં જ ઊભા હતા તેથી ભાઈશ્રી બોલ્યા કે ગાડી સાચવીને હાંકજો, ઘણાં માણસો ઊભા છે, તેમાં કોઇને ધક્કો વાગે નહીં. પછી ગાડી પોળ બહાર થઇને બજારમાં આવી. તે વખતે ભાઈશ્રી બોલ્યા કે આ સ્ટેજ તાવ હવે રહ્યો છે ને બીજું કાંઇ દુ:ખ નથી, એમ કહી મને ધીરજ આપી. જો ધીરજ નહીં આપું તો કાંઇ ક્લેશ સગાં કુટુંબ કરશે તે ધારી મને વધારે ધીરજ આપવા માંડી.
પછી સુતારવાડાની ખડકીમાં આવ્યા. મારા પિતાશ્રી અહીં ઊભા હતા. પિતાજીએ કહ્યું કે હાથ ઝાલું, ઉતરો. ત્યારે જવાબ આપ્યો કે ના, હું ઉતરીશ, એમ કહી પોતાને હાથે ગાડીમાંથી ઉતરી દુકાનમાં બેઠા. તે વખતે નાજરસાહેબ, બકોરદાસ તથા નગીનદાસ ને એક સરકારી મોદીખાનામાં દરોગા સાહેબ છે તે, ભાઈશ્રીને તાવ
૩૦૪
Page #388
--------------------------------------------------------------------------
________________
GSSSS સત્સંગ-સંજીવની SSR )
s
-
.
આવ્યાના સમાચાર સાંભળી આવેલાં. તે વખતે એક વિદ્વાન વૈદ્ય મણિશંકરભાઇએ નાડ તપાસીને કહ્યું કે તાવ છે ? તો ભાઈશ્રીએ હા કહી, પણ દવા સંબંધી કાંઇ પૂછપરછ કરી નહીં. તેઓશ્રીની શરીર ઉપરની મોહદશા ઉતરી ગયાનું આ દર્શન હતું. પછી રાતના દશેક વાગ્યાના સુમારે સુંદરલાલ માણેકચંદના મકાનમાં સૂતા અને કહ્યું કે મારી પાસે કોઇને સુવાડશો નહીં. પરંતુ તે પછી તેમની બિમારી વધી ગઇ.
- પછી બીજે દિવસે ચૈત્ર વદ ૮ રવિવારે સવારના ઊડ્યા, પણ ઈશ્વરભક્તિમાં લીન હતા. આખો દિવસ પરમકૃપાળુ, સધર્મ, સગુરુ, સર્વજ્ઞદેવ તથા શાસ્ત્રોની ગાથાઓનું સ્મરણ કરતા હતા. તે વખતે મુમુક્ષુભાઈઓ ભાઈ છોટાલાલ તથા ત્રિભોવનભાઇ તથા કીલાભાઈ તથા લલ્લુભાઇ તથા પ્રાણજીવનદાસ તથા મોહનલાલ તથા હીરાલાલ તથા જગજીવનદાસ વિગેરે અવારનવાર આવતા અને પૂ. અંબાલાલભાઇને જણાવતા કે પરમકૃપાળુદેવનું સ્મરણ તથા ધ્યાન અખંડ રાખવું. આત્મા અખંડ છે જે આપ જાણો છો, સર્વજ્ઞદેવનું સ્મરણ આપ કરો છો તેવી રીતે કર્યા કરશો. તેવી હકીકત સાંભળવા પોતાની ઇન્દ્રિયો બરાબર સતેજ રાખતા અને પોતે અણસારો હાથની આંગળીથી બતાવતા હતા કે એ જ છે. મોંઢેથી વિશેષ કહી શકતા નહીં કારણ કે છાતીએ પિત્તનું જોર વિશેષ હતું.
તેમના પત્નીએ કટુંબાદિકની ભલામણ કરવા વિષે અજ્ઞાનપણામાં કહ્યું :
‘તમે તમારા પિતાશ્રીને નેમચંદ તથા પોપટની ભલામણ કરો અથવા તમારે બીજી કંઇ ગુંચવણ હોય તે તમારા પિતાશ્રીને અથવા તમારા ભાઈને કહેવી હોય તે કહો”. ભાઇશ્રીએ એ પણ સંસાર ઉપાધિની હકીક્ત હતી માટે ધ્યાનમાં લીધી નહીં અને જેમ ત્યાગ કર્યો હોય એમ જણાયું. પછીથી પોતાની પત્નીએ જાણ્યું કે આ પુરુષે અંતરથી ત્યાગ કર્યો હોય તેમ લાગે છે. એટલે મારે હવે કાંઇ સંસાર ઉપાધિ વિગેરે કંઈ હકીક્ત કહેવી યોગ્ય નથી. પણ અંતરમાં ખેદ હોવાથી તે ખેદને શાંત પમાડી પોતાની છાતી ઉપર જમે પથ્થર રાખી બેઠા. તે વખતે ભાઈશ્રીની બહેન ઇચ્છા તથા ભુરીબહેન હતાં તેમને આ વિષે ખેદ થવાથી તેમની સ્ત્રીએ ભલામણ કરી
leht 16h STS mois કે તમે જાઓ. આ વખતે આ ધર્મીપુરુષ ઊંડા વિચાર અને ભક્તિમાં છે. માટે અહીં કંઈ ખેદ કરશો નહીં. પછી તેમના પિતાશ્રી તથા તેમના ભાઇઓ, સાળાઓ વિગેરે હાજર થયાં. પોતાની સ્ત્રીને નીચે પ્રમાણે હકીક્ત કહી કે આ સંસાર ખોટો છે, હમો તથા નેમચંદ તથા પોપટ વ. તમારા ભાઈઓāગર ઉપર કઈ પણમહમંછી રખશો નહીં અને જેવા ધર્મના પાટિયા સેવ્યા છે તેવો જે સેવજો. સંયુષોને અને મહાવીરસ્વામીનીસ્સહ્ય શાસનને સેવજો, એમના પિતાશ્રી વિગેરે સર્વે પણ તેમને એજ કહત ભાઈશ્રી સાંભળતા અને પૉસીની આંગળી વેડે ઇશારાથી એજ ભજના ચાલુ છે એમ જણાવતા ૩િw 101 *J+Jbv jsjfjcs cjp Jકc bદ્ધ
રવિવારના બપોરનાં”લેવી’ વખત&ાઈ કેશવલાહ્ય શુઝિક કાંગ બિા કોરે ભાઇશ્રીએ જવાબ આપ્યો કે કેટલા કાગળ છે ? કાગઐ છે. તે કોના છે ?તો કેશલાલે કહ્યું કે પૂજ્યશ્રી દામજીભાઇ તથા પૂ. શ્રી મનસુખભંઈ-કીરતચંદન છેશ્વો ભાઈશ્રીએ કહ્યું કે તેઓ શું ખેં ઇંધચ. એટલે કેશવલાલે બન્ને કાગળો વાંચી સંભળાવ્યા. તે બરાબર રીતે સાંભળી કંઈ બોલ્યા નહીfક્યારે કેશવંભાલે કહ્યું કે કંઈ જવાબ લખવો છે? ત્યારે ભાઇશ્રીએ જવાબ આપ્યો કે હું લખવું છેપ્રેતન્ની સ્થિતિઅખરની રહી છતાં પણ કોઇ મુમુક્ષુને બોલાવવી પર ભલામણઈ કરી]નહીં. તેવી રીતે સોજીંદા.ઉતારેલી ચોક્સજુડ્ઝાઇમૂ શ્રી દામજીભાઈનો પત્ર આવે કે જવાબડતુરત આપત, પુણા પોતે આ વખતે આખરી હકીક્ત,જાણતાં છતાં કંઈ પણ જવાબ લખવા કહ્યું નહીં. - Jh૬૮ છJJ-35 flv 13si8315Kg & Jo]}*M [v HS Sports14 des { 1952 19 Jh19Do SS Setsis hJp Blossardes his
૩૦૫ 30
Page #389
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની )
50)
ત્યારપછી સુમારે સવા પાંચ વાગતા તેમના મિત્ર રતનલાલ આવ્યા. પણ ભાઈશ્રી શુદ્ધ રીતે ભાનમાં છતાં કહ્યું નહીં કે પધારો. | તેમના સાળા ભાઈચંદભાઈએ તેમનું શરીર જોયું અને કહ્યું કે તાવ આવ્યો છે પણ ભાઈશ્રી બોલ્યા નહીં. નીકર ભાઈચંદભાઈ આવે ત્યારે તેમની સાથે ધર્મ સંબંધી તેમજ સંસાર સંબંધી એટલે વિવેકથી ચાલવું, નીતિએ ચાલવું, અસનો ત્યાગ કરવો એમ નિરંતર તેની સાથે વાતો કરતા. આ વખતે કંઈ પણ કહ્યું નહી ને સંસાર ઉપરથી જાણે એકદમ મોહ ઉતારી નાખ્યો હોય તેવું જોવામાં આવ્યું.
વળી મુમુક્ષુભાઈઓ કહે કે ભક્તિમાં પૂરણ છો અને વેદની તો વેદ્યા વિના છૂટકો નથી, માટે અખંડ આત્મા છે. જેવા ભક્તિમાં છો તેવી જ રાખજો. તેમ શ્રી મહાવીર ભગવાનનો બોધ તથા પરમકૃપાળુદેવના વચનો કહેતા હતા. બપોરના વખતે ત્રિભોવનભાઈ મોટા પુસ્તકના વચનામૃત વાંચતા હતા. તેઓશ્રી કાન દઈ બરાબર રીતે સાંભળતા હતા. વળી ભાઈશ્રીને વેદનાના ઉદયથી શ્વાસ વધારે ચડતો હતો. ‘હા હા’ કહીને પંદર પંદર મિનિટ થાય ત્યારે હે પ્રભુ ! હે પ્રભુ ! એવી રીતે બે દિવસ સુધી રાત દિવસ એમ કરતા.
વળી રવિવારના રાતના બાર વાગ્યાના સુમારે તેમના પુત્ર ભાઈ નેમચંદના સસરા વજેચંદે ભાઈશ્રીને બેઠા કર્યા. પોતે બેઠા થયા ત્યારે વજેચંદે કહ્યું કે છોકરા વિગેરેની તમો તમારા પિતાશ્રી તથા તમારા ભાઈઓને ભલામણ કરો, ત્યારે ભાઈશ્રીએ આંખો મીંચી દીધી અને બેઠા તો રહ્યા ત્યારે વજેચંદે ફરી ફરી પાંચ સાત વાર કહ્યું કે તમોએ ભલામણ એમને તથા અમને કરવી હોય તો કહો. ત્યારે તે સાંભળી આંખો મીંચી દેતા ને કંઈ પણ જવાબ દેતા નહીં. ત્યારે વજેચંદે કહ્યું કે તમને ભાન નથી તેથી તમો જવાબ આપતા નથી. વજેચંદે પૂછયું કે હું કોણ છું ? તમે ઓળખતા હો તો કહો. ભાઈશ્રી કહે તમે વજાશા છો. તે વખતે વજેચંદે કહ્યું કે તમોને છોકરાની ભલામણ કરવા કહું છું ત્યારે કેમ બોલતા નથી. ત્યારે ભાઈશ્રીએ કહ્યું કે “શું કહેવું છે ! મને સુવાડો” તે વખતે સઘળા કુટુંબીઓ હાજર હતા. તેમના પિતાશ્રીએ કહ્યું કે વજાશા પૂછે છે, તેનો જવાબ કેમ આપતા નથી ? ને મને જે તમારે કહેવું હોય તે કહો. ત્યારે જવાબ આપ્યો કે મને સુવાડો’ તેવી જ રીતે મોહભાવ ઉતારી નાખ્યો કિર્ટ éJષ્ઠ I F I JI+I5] J$ 9]& SUCp] ]]
છે એમ સર્વે કુટુંબીઓને ચોક્કસ રીતે લાગ્યું. Swisely Boguce SPSSIC palicis Fh P S Sh 37 5JB મુનિશ્રી લલ્લુજી સ્વામી આ ચાલુ સાલમાં અત્રે પધારેલા, તે પછીથી ભાઈશ્રીએ ઘર ઉપરથી, કુટુંબીઓ ઉપરથી તથા પોતાના ખાવા પીવાના પદાર્થો ઉપરથી એકદમ મોહદશા ઉતારી નાખી હતી. રાત્રે સુમારે દશથી અગ્યાર વાગે સત્સંગમાંથી પોતાના મુકામે આવ્યા પછી પુસ્તકો લઈ પોતે વિચારતા હતા અને પુસ્તકમાંનું વિવેચન પોતે કરતાં કરતાં પછીથી નિદ્રાવશ થતા અને પોતાના હસ્તમાં પુષ્ક રહેતું. તેમના પત્ની સવારે આવે - ત્યારે તે વખત પુસ્તક હાથમાં જોવામાં આવતું હતું JCJ8 S $ JUJJe JBS8 gujju 66 સોમવારે સવારના તેમના પિતાશ્રી, ભાઈ તથા પત્ની વિગેરેએ પુન્યાન કરેલું. જેની વિગત બતાવેલી રંતુષ્ટોતે શાંત ભાવે સમજી લીધું હતું. મં ]]yojpg 50$ $ 109,10 5 Je JJDj+ps [1.sij> j[ ] i૩ કિન્નીમવારના આખો દિવસ મુમુક્ષુ ભાઈઓ ધર્મ સંબંધીગ્રવણ કરાવતા અને શ્રી ગુરૂનું શરણ તથા જિર્નશ્વર દૈવની ભક્તિ વિગેરે અને આત્મા અખંકિછે, વેદનીન ઉદયા છે અને શાંતિ આપ રાખો છો તેવી કાયમ Gરહે તે પ્રમાણે એકધ્યાને ભક્તિમાં કરશોPવળી ગધી.દોલતચંદે જીવરાશી સંભળાવ્યું અને થોરાશી લાખ જીવોને પોતે ખમાવ્યા, અને સમાધિથી પોતે વેદનીય સહન કરતા. - પ્રિ- ગઈ !
પોતે આખરની વાત ચોક્કસ રીતે જાણતા હતા, કારણ કે એક માસ ઉપર તેમની પત્નીને રાતના સૂતેલા
VOE
Page #390
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની RER REM()
erl.
ઊઠાડી કહ્યું હતું કે ચૈતર મહિનો મારે માટે ભારે છે અને વખતે આ ક્ષણભંગુર દેહ પણ છૂટે. એ પ્રમાણે કહેલું. પણ સ્ત્રીજાત ખેદ પામે તેથી ફરી કહ્યું કે દેહ વિષે પીડા ભોગવે અથવા પૈસાથી નુકશાન થાય. તેમ કહીને વાત ફેરવી. આ વાત તેમની પત્નીએ કોઈને જણાવા દીધી નહીં. આ વખતે તેમની પત્નીએ તેમના ભાઈ મોહનલાલને આ વાત કહી. તમારા ભાઈશ્રી આ પ્રમાણે માસ એક પહેલાં કહેતા હતા.
ભાઈશ્રી તથા મુમુક્ષુભાઈ નગીનદાસ તથા મુમુક્ષુભાઈ ભાઈચંદ એ ત્રણે ભાઈઓ એક જ વખતે અને એક જ રોગની બિમારીમાં હતા. અને પોતે જાણતા હતા કે અમો એક જ બિમારીમાં છીએ, તેથી ભાઈશ્રી એમ બોલતા કે ભાઈ નગીનદાસ તથા ભાઈ ભાઈચંદને કેમ છે? તેટલા શબ્દો કોઈ કોઈ વખતે બોલતા. - સોમવારે સવારે અત્યંત વેદનીનો ઉદય આવ્યો. પોતે એક ચિત્તથી શાંતભાવે વેદતા. તેમના પિતાજી તથા તેમની પત્ની પૂછતાં કે તમોને કેમ છે ? શું થાય છે ? ને તમોને કેમ લાગે છે ? તો તે કહેતા કે મને ઠીક છે, સારૂં થશે, એવી ધીરજ સર્વ કટુંબીને આપતા. વેદની અનંત હતી છતાં પણ એમ કહેતા ન હતા કે દરદ થાય છે. પરમકૃપાળુદેવનું તથા સધર્મનું તથા સર્વશદેવનું શરણ મોંઢેથી તેઓશ્રી બોલતા.
સોમવારના સવારથી બપોર સુધીમાં સ્થિતિ ઘણી ભયંકર માલમ પડતી હતી. અને બપોર પછીના ચાર વાગ્યાના અરસામાં ભાઈશ્રી બોલ્યા કે ભાઈચંદને કેમ છે? પછી મુમુક્ષભાઈઓ અવારનવાર આવતા અને શ્રીમદ્ રાજચંદ્ર કૃત વાણી વાંચી સંભળાવતા ને ભાઈશ્રી તે એક ચિત્તે શ્રવણ કરતા. વેદના ઘણી હતી છતાં શાંતભાવે સમાધિયુક્ત ભાવે વેદતા હતા. કીલાભાઈ સાંજના સાડાચારના સુમારે પધારેલ તે વખતે ભાઈશ્રી દોહરા (હે પ્રભુ, હે પ્રભુ...) એ પોતે બોલતા હતા. તે વખતે આખર સ્થિતિમાં હતા, તો પણ પોતાની શુદ્ધ સ્થિતિથી બોલતા. છેવટે રાતના સુમારે સાડા નવ વાગતાં એટલે દેહ છોડવા સમયે સર્વે ભાઈઓ ધર્મનું વિવેચન કરતા હતા. વેદની પોતે શાંતભાવે વેદતા હતા. છેવટે દેહ છોડ્યો ત્યારે પણ તેમણે કોઈ જાતની અસ્વસ્થતા અનુભવી નથી.
છેલ્લે ભાઈશ્રી ત્રિભોવનભાઈ સોમવારને દહાડે મોટું પુસ્તક શ્રીમદ્ રાજચંદ્રનું વાંચન કરતા હતા. તે ભાઈશ્રી ધ્યાન દઈને સાંભળતા હતા ને પછી ભાઈ છોટાલાલ માણેકચંદ પણ ધર્મસંબંધી વિવેચન કરતા ભાઈશ્રી છેવટ સુધી તેમનો દેહ છોડશે તેવા ચિન્હો થયા નથી. રાતે સાડા નવ દેહ છોડ્યો ત્યારે ભાઈશ્રીની કાંતિ શોભી ઊઠી હતી. ને દેહ છોડતાં સુધી કાંતિ રમણીય દેખાતી હતી. અને ડાબા પગનો અંગૂઠો ચમક ચમક થતો હતો.
- પરમ પૂજય શ્રી દેવકરણજી મહારાજ સાહેબની અંતિમ દશાનું ચિત્ર
શ્રી દેવકરણજી આદિ ચરોત્તરમાં વિચરતા હતા તે અરસામાં શ્રી દેવકરણજીને પગમાં કાંટો વાગ્યો. સંવત ૧૯૫૮નું ચાતુર્માસ તેમને બોરસદમાં કરવાનું હતું પણ કાંટો વાગવાથી પગ પાક્યો અને હાડકું સડવા લાગ્યું એટલે અમદાવાદ ખાતે ચોમાસું નક્કી કર્યું, અને મુમુક્ષુભાઈઓએ ડોળીમાં બેસાડી તેમને અમદાવાદ મોકલ્યા. ત્યાંના પરિચિત સ્થાનકવાસીઓ તથા અન્ય મુમુક્ષુ વર્ગે બહુ સારી સેવા કરી. ક્લોરોફોર્મ આપી ઓપરેશન કરવાનો ડૉકટરનો અભિપ્રાય હતો.
પણ શ્રી દેવકરણજી બેભાન રહેવા માગતા ન હતા. એટલે ક્લોરોફોર્મ વિના જ ઓપરેશન કરવું પડ્યું. સાત વખત ફરી ફરી ઓપરેશન કરવાં પડયાં પણ ક્લોરોફોર્મ ન લીધું તે ન લીધું. આખરે એ ચોમાસામાંજ શ્રી દેવકરણજીનો દેહ અમદાવાદમાં પડ્યો.
શ્રી લક્ષ્મીચંદજી આદિ મુનિયો શ્રી દેવકરણજી સાથે અમદાવાદ ચોમાસુ રહેલા. તેમને આશ્વાસનનો પત્ર શ્રી લલ્લુજી સ્વામિએ કરમાળાથી લખ્યો હતો. તેમાં જણાવે છે - તેને આત્મસ્વરૂપનો લક્ષ લેવાની ઈચ્છા હતી,
૩૦૭
Page #391
--------------------------------------------------------------------------
________________
O GASKER -
સત્સંગ-સંજીવની SSASASA ()
તે ગુરૂગમથી મળી હતી. તે શુદ્ધ આત્મા આત્મપરિણામી થઈ વર્તતા તેવા આત્મા પ્રત્યે નમસ્કાર હો! નમસ્કાર હો ! - વચનામૃત :- “સમ્યક્ પ્રકારે વેદના અહિયાસવારૂપ પરમધર્મ પરમ પુરૂષોએ કહ્યો છે.”
મુનિશ્રી દેવકરણજીને વેદની પ્રબળ વેદતા તથા મરણ ઉપસર્ગને અવસરે તેમને સમતા ભાવતાં તો નિર્જરા છે. હવે જેમ બને તેમ અપ્રતિબંધ અને અસંગપણું પ્રાપ્ત થાય તે કર્તવ્ય છે.
મુનિવરોને તે મુનિશ્રીઓનો સમાગમ સંયમને સહાયકારક હતો. વૈરાગ્ય ત્યાગનો વધારો થવામાં કારણભૂત હતો. અમને પણ તેજ કારણથી ખેદ રહે છે, તે ખેદ હવે કર્તવ્ય નથી, અમારે અને તમારે એક સરૂનો આધાર છે, તે શરણ છે.... સર્વ ભૂલી જવા જેવું છે....... નાશવંત છે તે વેલે મોડે મૂકવા જેવું છે....... પરભાવ ભૂલી * જવાય તેમ કર્તવ્ય છે....
ગૌતમસ્વામિએ પણ પ્રભુ મહાવીર ઉપરથી રાગ ઉતાર્યો હતો. એક સરૂના સ્વરૂપમાં ચિત્ત જોડશો.... મંત્ર આપેલ છે તે બહુવાર યાદ કરશો. કોઈ વાતે મુંઝાશો નહીં, મુંઝાવા જેવું નથી.” '
શ્રી દેવકરણજીનો સ્વભાવ સિંહ જેવો. શૂરવીર હતો. કાળે કાંટાથી ટકોરો માર્યો કે મરણીયા થઈ મૃત્યુ વેદનાનો પડકાર તેમણે ઝીલી લીધો. તેમના વ્યાખ્યાનની (એટલી) સચોટતા એવી તો ખુમારી ભરી હતી કે એક વખત પણ તેમના વ્યાખ્યાનને સાંભળનાર છ છ માસ સુધી બોધ ભૂલે નહી. શ્રીમદ્ તેમને પ્રમોદ ભાવે ‘દેવકીર્ણ નામથી સંબોધતા.
૩૦૮
Page #392
--------------------------------------------------------------------------
________________
GSECસત્સંગ-સંજીવની
)
પૂ. શ્રી જવલબેન મોદી પ્રભુ જન્મધામ શ્રી રાજભુવન - વવાણીઆમાં ભક્તિની ધુણી ધખાવનાર,
પ્રભુપ્રેમી મુમુક્ષુઓ પ્રત્યે અપાર વાત્સલ્ય રાખનાર, રાજના ઘરની દીવડી સમા રાજમમતાળુ મા-પ્રભુ પુત્રી,
પૂ. શ્રી જવલબા
Page #393
--------------------------------------------------------------------------
Page #394
--------------------------------------------------------------------------
________________
REFERE) સત્સંગ-સંજીવની GPSC Rછે.)
પરમ પૂજ્ય શ્રી જવલબાની કૃપા પ્રસાદી
પત્ર-૧
વવાણિયા, તા. ૨૧-૧૨-૧૩ અનન્ય શરણના આપનાર પરમ પ્રભુને વંદન હો, વંદન હો !!! પરમ ઉપકારી પરમ પૂજ્ય બાપુભાઈની સેવામાં,
ડી આપનો પત્ર પરેમકૃપાળુદેવની અનન્ય શ્રદ્ધા ભરેલો મળેલો ને ત્યાર પછી એક પૂજ્ય બ્રહ્મચારીજીનો દેહ છૂટવા સંબંધનો મળેલો તે વાંચી ખૂબ વિચારી પોતાનું કાર્ય ત્વરાથી કરી લેવું એ જ શ્રેયસ્કર ભાસે છે. છતાં જીવ અનાદિકાળના અભ્યાસે પોતાનું શું કર્તવ્ય છે તે ભૂલીને સંસારમાં જાવા નાંખી પોતાનું ભૂંડું કર્યામાં બાકી રાખતો નથી. હજુ તો આપ જેવા તથા ભાઇ અમૃતભાઈ જેવાની ઘણી કરૂણા છે તો કાંઇ પણ તે પ્રભુનાં વા સમજાવી આ અનિત્ય સંસારનું સ્વરૂપ સમજાવી રહ્યા છો તે આ પામરને અનંતો ઉપકાર છે.
- પરમ પૂજ્ય બ્રહ્મચારીજીની શાંત મુદ્રા તથા સરળતા, તેમજ ક્ષમાશીલ સ્વભાવ, ગમે તેવા સંક્ટોમાં પણ પરમ પ્રભુની શ્રદ્ધા તે આપણને ઉપદેશ છે કે જો, આમ કરશો તો જરૂર સમાધિ મરણ થશે એ વિચારે મારા જેવા અજ્ઞાનીએ ખૂબ પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા રાખીને આપના સિંચનથી પોતાનું કરી લેવા જેવું છે. નહીંતર. પરિભ્રમણ છે ને સગા સ્નેહી સૌની સાથે પૂર્વે સારા નરસા ભાવો બાંધ્યા છે તે પરિભ્રમણના હેતુ છે ને નવા બાંધીને સંસારમાં રઝળવાનું છે.
આપના પત્ર વાટે સત્સંગથી શાંતિ રાખી પ્રભુસ્મરણ કરી નવા ન બંધાય તે પ્રભુ શક્તિ આપે.
બીજું લખવાનું કે પૂજ્ય અંબાલાલભાઈનો ને કૃપાળુદેવનો જે ચિત્રપટ છે ત્રાંબાના પત્રામાં ફાનસ લઇને અંબાલાલભાઇ ઊભા છે કૃપાળુદેવ લખે છે તે ફોટો મારી પાસે હજુ નથી તો આપને વિનંતિ છે કે ભોગીભાઈને કહેશો કે તે ફોટામાંથી ફોટો લેવરાવીને મોકલે. મારે ખાસ જરૂર છે તો જરૂર મોકલવા વિનંતિ છે. બેન મણીબેનને સારૂં હશે.
લી. આપની બેનના વંદના
પત્ર-૨
માટુંગા, તા. ૧૧-૧-૫૫, ધન તેરસ અનન્ય શરણના આપનાર શ્રી પરમકૃપાળુ ભગવાનને નમસ્કાર હો ! નમસ્કાર હો !! - પૂજ્ય વડીલો, ભાઈઓ, બેનો તથા વ્હાલા બાળકો
આજે ધનતેરસ છે. ધનતેરસના દિવસે હંમેશા લક્ષ્મી પૂજન કરીએ છીએ તે લક્ષ્મી મળે માટે. ઓછી હોય તો વધારે થાય અને ન હોય તો મળે આ ભાવનાથી પૂજા કરીએ છીએ તેથી સંસારીક ભાવ વધે ને તે ભાવ વધવાથી આત્મચિંતવન ચૂકી જવાય છે. માટે આપણે તો સર્વેએ જો તે બંધનો સંસારના ટાળવા છે તો ધનતેરસે જ્ઞાનરૂપી
૩૦૯
Page #395
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
લક્ષ્મીને શુદ્ધભાવથી અંતરમાં સ્થાપી તેની પૂજા કરી તેની વૃદ્ધિ કરીને બેસતા વર્ષના મંગળ સુપ્રભાતે જ્યારે જગતમાં આ પ્રાર્થના થાય છે કે વ્યવહારિક રીતે, અમારૂં આ વર્ષ મંગળકારી, સુખકારી નિવડો. આ ભાવથી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. પણ જેને સંસારીક બંધનથી છૂટવું છે તેને બેસતા વર્ષના મંગળ સુપ્રભાતે પ્રભુ પાસે પ્રાર્થના કરીને માંગવાનું છે કે હે પ્રભુ ! તારા વચન, તારા જ્ઞાન તેને સમજીને તેં જે જ્ઞાનરૂપી ધન મૂક્યું – આપ્યું છે તેને કેમ સાચવવું ? તે ભાઇ અમૃતભાઇ પાસેથી રીત જાણીને તે ધનને સંભાળી સાચવીને દિનપ્રતિદિન તેમાં વૃદ્ધિ કરીને અમારા આત્માને મંગળકારી, આનંદકારી, કલ્યાણકારી, સુખકારી બનાવીએ ને સમ્યકત્વરૂપી રત્નને મેળવીને અમારો આ ભવ સુમંગલ બને ને અનંતાભવનું સાટૂ વાળીએ, આ અમારી બેસતા વર્ષના મંગળ સુપ્રભાતે પ્રાર્થના છે. હે નાથ ! હે પ્રભુ ! એ શક્તિ મેળવવા અમને તારી કૃપા હો, કૃપા હો !
હે પ્રભુ ! જરૂર તારી કૃપા ઉતરે તેમાં સંશય નથી પણ અમે સ્વાર્થપરાયણ ન બનીએ તે તારી આજ્ઞા એ જ સર્વસ્વ છે એમ માની તારા ચરણમાં શીર ઝુકાવશું તો જરૂર તારી કૃપા ઉતરશે એ અમને ખાત્રી છે કે તું અમને સુમંગળ બનાવીશ. પ્રભુ, તમારા વચનોરૂપી ચાવીથી અમારૂં મિથ્યાત્વરૂપી અંધારૂં દૂર કરીને આ જ ભવમાં અમને સમ્યરૂપી દીવો પ્રકાશ કરવાની શક્તિ મળે ને અમો ભવ સમુદ્રથી બહાર નીકળીને આવેલો જન્મ સફળ કરીએ એ પ્રાર્થના છે.
લી. તમારી બેનના નમસ્કાર.
*
પત્ર-૩
રાજકોટ, તા. ૩૧-૬-૫૬
અનન્ય શરણના આપનાર શ્રી પરમ પ્રભુને નમસ્કાર હો ! નમસ્કાર. પરમ પૂજ્ય પરમ પ્રેમી પ્રભુ પૂજ્ય બાપુભાઈની સેવામાં :
વિશેષ લખવાનું કે આપનો પત્ર આગળ એક મળેલો. વાંચી પરમ આનંદ થાય છે. આપનો પરમ ઉપકાર છે. જો વિચાર કરૂં છું કે આપનાં પૂર્વના સંસ્કારે આપને પરમકૃપાળુ પ્રભુ મલ્યા ને આપને દૃઢ શ્રદ્ધા થઇ ને આપે સર્વે ભાવ અર્પણ કરીને અત્યારે આવા કાળમાં પ્રભુ-પ્રભુ રૂંવે રૂંવે વર્તે છે. ને તે લાભ પ્રભુના વચનનો બીજા જીવો લહે તેનાં પ્રયાસ કરી રહ્યાં છો ને ભાઈ ભોગીભાઈ આદિ ભાઈઓ આપની આજ્ઞા અનુસાર આપના ભાવોને સહાયતા આપે છે ને તેથી અત્યારે ઘણા જીવો ઉત્સાહપૂર્વક લાભ લીયે છે ને મારાં જેવાને પણ ઘણો જ લાભ મળે છે ને એમ પણ વિચાર થાય છે કે આપ ન મલ્યા હત તો મારા જેવાને પ્રભુ પ્રત્યે ભાવો ટકવા કઠણ હતાં. આ આપનો સાથ એ કાંઇક પ્રભુ કૃપા હશે !...વિશેષ ઉંડાણથી વિચારીએ કે પરમ કૃપાળુ પ્રભુએ ત્યાં આવી અમીના છાંટા નાંખ્યા તેથી ત્યાં દૃઢ શ્રદ્ધાળુ મુમુક્ષુઓ દૃઢ ભક્તિ રાખી સત્ય પંથે વિચરવા લાગ્યા.
હાલમાં આ શરીરે શિથિલતા રહે છે ને આંખે પણ મોતિયો આવે છે એટલે લાંબુ લખવાનું દિવસે દિવસે ઓછું બને. આ બધી નિશાની ચેતવણી આપે છે કે હવે અંધારામાં ક્યાં સુધી રહીશ ? ઘણી રાતો અંધારામાં વ્યતીત કરીને ભવભ્રમણ કરતાં કરતાં કોઇ મહાપુણ્યને યોગે સદ્ગુરૂરૂપી સૂર્યનો પ્રકાશ જોયો ને તે કિરણો ચારે કોર પ્રકાશ આપે છે ને તે સૂચવે છે કે હવે જાગ, જાગ. જો જાગીશ તો અવસર અત્યારે એવો છે કે તારૂં કામ થઇ જાય. જે અનંતા ભવે નથી થયું તે થઇ જાશે ને જો તે પ્રકાશનો લાભ ભૂલ્યો તો પાછું અંધારામાં લથડીયાં
૩૧૦
Page #396
--------------------------------------------------------------------------
________________
SIEMERGE) સત્સંગ-સંજીવની
)
લેવાં પડશે ને પાછો સરૂરૂપી સૂર્યનો પ્રકાશ નહીં મળે. માટે ભૂલ્યો તો ભટક્યો. આ ચેતવણી પરમકૃપાળુની ON} કપાથી તથા પરમાર્થ પ્રેમી ભાઈઓનાં સત્સંગથી સમજાય છે, પણ તે અમલમાં મૂકાય ત્યારે ખરૂં, કેમકે શક્તિ
બહારની વાત છે. ઉપાધિમાં પણ શાંતિ રહેવી મારા જેવાને માટે કઠણ છે. જ્ઞાનીઓની દશા જુદી હોય એટલે K]} ગમે તેટલી ઉપાધિ હોય (બહારથી) પણ તે વેદતાં નથી ને મારા જેવા અજ્ઞાની સુખ દુઃખની કલ્પનાથી પોતાના
આત્માનું અહિત કરે છે. ને પાછો ઘાણીનો બળદ ત્યાં ને ત્યાં ફર્યા કરે છે. તે ફેરા ઓછા કરવા માટે આપ જેવા તથા પૂજ્ય ભાઈશ્રી અમૃતભાઇ જેવાનો સત્સંગનો સાથ મળે તો જ થાય છે. તો આ વખત ભાઈ અમૃતભાઈ તથા આપ સહુ ભાઇઓ-બેનોને લઇ વવાણિયે પધારવા વિનંતી છે. તો મારા જેવા અનેક જીવોને લાભ મળશે. હું દિવાળી પછી વવાણિયે જવા નીકળીશ..
લિ. તમારી ભગિનીના નમસ્કાર.
પત્ર-૪
તા. ૬-૯-૫૬ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરૂદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો ! પરમ પૂજ્ય વડીલો, ભાઈઓ, બેનો તથા બાળકો આદિ સર્વ મુમુક્ષુ મંડલ પ્રત્યે.
ઉત્સાહ સહિત લખવાનું કે આપણા મહાન મંગલ પર્વ પજુસણ શરૂ થયાં છે ને તેમાં આપણે સૌ ઘણાજ ઉલ્લાસ ને આનંદથી લ્હાવો લઈ રહ્યાં છીએ ને આ મંગળ દિવસોમાં આત્મ મંગળ કરવાની ઉચ્ચ ભાવનાએ સૌ પોતપોતાની શક્તિ અનુસાર જ્ઞાન ધ્યાનમાં વૃદ્ધિ કરવા ઉત્સાહી બની રહ્યાં છીએ ને તે જ આ મંગળ દિવસની ઉત્તમતા છે.
શ્રી પુરુષોએ આઠ દિવસ મહાન પર્વ તરીકે મૂકેલા છે, તે જીવોને ઘણી જ ઉચ્ચ ભાવના પ્રત્યે લઈ જાય છે. કોઈ કાંઇ ન કરતું હોય તેને પણ કાંઇ કરવાની ઉચ્ચ ભાવના રહે. જ્ઞાની પ્રભુને શરણે પરિભ્રમણ ઓછું થાય જે અનુભવ સહિત જ્ઞાની પુરુષે બોધ દીધેલો હોય ને પાત્ર જીવ તે બોધને ઝીલીને ગ્રહણ કરીને તેના વચન પર પૂર્ણ શ્રદ્ધા રાખીને શાશ્વત સુખને મેળવી શકે. આ બધું વિચારતાં આપણને તો આ અવસર પુણ્યને યોગે મળ્યો છે. અનાદિકાળથી પરિભ્રમણ કરતો જીવ આવ્યો છે ને મહા પુણ્ય સત્પષનો જોગ મળી ગયો છે ને તે સત્પરુષના વચનના મર્મના ભેદો પણ સમજાવનાર મળેલ છે તો આવેલો અવસર ન ભૂલીએ તો જ આપણી સફળતા છે.
પ્રભુએ ખંભાતવાસી જીવો ઉપર વિશેષ કરૂણા કરી છે એટલે વચનામૃતના કિરણો ત્યાં વધારે પડેલ છે તેથી તે કિરણના પ્રકાશે ખંભાતવાસી મુમુક્ષુ અતિ ઉજમાળ બની રહ્યા છે તેને ધન્ય છે..પ્રભુના વચનોનો રોમ રોમ પ્રભાવ રહે તો જ સફળતા છે. વિશેષમાં લખવાનું કે સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં આપ સૌ પાસે મન, વચન, કાયાએ કોઇ વાર પણ અવિનય, અપરાધ થયો હોય તો શુદ્ધ ભાવથી ક્ષમા માંગું છું, ફરી તે દોષ ન થાય તે પ્રભુ મને શક્તિ આપો.
લી. આપની બેનના નમસ્કાર.
શ્રી પરમકૃપાળુ દેવ સં. ૧૯૪૯ માં ‘શ્રી રાજછાયા'માં બાપુજી શેઠને ત્યાં પધારેલા ત્યારે બાપુજી શેઠની ઉંમર ૧૦ વર્ષની હતી.
૩૧૧
૩૧૧
Page #397
--------------------------------------------------------------------------
________________
GK IS SS SS સત્સંગ-સંજીવની EASER) (
પૂ. શ્રી બાપુજી શેઠ - ખંભાત - પૂ. બેન શ્રી જવલબેન પ્રત્યે લખેલ પત્ર. '
| તા. ૨૧-૧૨-૫૦
ખંભાત ૐ નમઃ શ્રી સત્યુરુષોને નમો નમઃ પૂજ્ય પવિત્ર બનશ્રી જવલબેનની સેવામાં શ્રી રાજકોટ.
વિ. થોડા દિવસ પહેલાં બેન લીલીબેનના હાથનો લખાવેલો પત્ર પરમ પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ભરેલો વાંચી સંતોષ પામ્યો છું. આપ સર્વેની શરીરપ્રકૃતિ સુખ વર્તીમાં હશે ? આપના અંતરમાં કપાળુદેવના વચનો ઉપયોગ પર રહે છે. તે તમોને પરમ ધીરજ અને શાંતિ આપે છે. આ સંસારમાં કોઇને કોઇ પ્રકારે અને કોઇને કોઇ પ્રકારે એમઆખો લોક દુઃખથી ભરેલો છે. જ્યાં કિંચિત પણ સુખ કે શાતાનો એક અંશ માત્ર પણે જ્ઞાનીએ જોયો નથી તેવું ભયંકર આ સંસારનું સ્વરૂપ છે. તેમાં એક મહાપ્રભુના વચનામૃત જેટલો વખત ઉપયોગ પર આવે તે પરમશાંતિને આપનાર છે. તે સિવાય કોઇ પણ જગતમાં સુખનું કે શાતાનું કારણ નથી. આપણે તો પરમાત્મા પાસે એ જ ઇચ્છવા જોગ છે કે મારી વૃત્તિ બીજે ક્યાંય પણ ન જતાં તે પરમ પ્રભુના ગુણોના ચિંતવનમાં વૃત્તિ રહે એ જ પરમશાંતિ - હિતનું કારણ છે. આ દેહે કરી તે પ્રભુના જ્ઞાનનું કોઇ અંશે પણ ઓળખાણ થાય તો સહેજે સંસારનું વિસ્મરણ થઇ તે પ્રભુ પ્રત્યે વૃત્તિ જોડાય. જેથી તેમના ગુણના ચિંતવનમાં સેજે કર્મની નિર્જરાનું કારણ છે. જે કોટી ઉપાયે કર્મની નિર્જરા ન થાય તે પરમ પ્રભુમાં ચિત્તવૃત્તિ જોડવાથી અનંત કર્મની નિર્જરાનું કારણ છે.
તે પ્રભુની વીતરાગતા ઓળખવામાં જ અનંત અંતરાયો અને અનંત વિક્ટતા છે. અને જેને ઓળખાણ થયું તેઓ સહજ માત્રમાં ભવમુક્ત થયાં છે.
- ઘણા ઘણા પરિચયમાં આવેલા, ઘણો કાળ તેમનાં સંગમાં રહેલા છતાં પણ ઓળખાણ થવું દુર્લભ છે. પરમ મુમુક્ષુ શ્રી જૂઠાભાઇ તથા પુ. શ્રી સોભાગભાઇ જેવાને ઓળખાણ થઇ તેમના પ્રત્યે પ્રમોદભાવ આવ્યો છે. ત્યાં ભગવાનની વૃત્તિ ભક્તો પ્રત્યે જોડાઇ ગઇ છે, જે ભક્તો આગળ પોતાનું લધુત્વપણું દાખવ્યું છે, અને તે ભક્તો દેહ છોડી ગમે ત્યાં જાય પણ તે પરમકૃપાળુદેવને વિસરે નહીં તેવા ભક્તોના હૃદયમાં પોતે બિરાજ્યા.
જેમ શ્રી મહાવીર ભગવાનના સમયમાં શ્રી પ. કપાળુદેવ તેમના લઘુશિષ્ય હતા, અને તે વખતે તેમને શ્રી મહાવીર પ્રભુ પ્રત્યેનું જે ઓળખાણ તેને પચીસો વર્ષ થઈ જવા છતાં જેનાં હૃદયમાં રાત દિવસ તે પ્રભુનું જ ઓળખાણ હતું, તેથી તે પરમકૃપાળુદેવ પૂર્વના ઉદયે સંસારના - વ્યવહારના કાર્યમાં પણ તેમને કર્મની નિર્જરાનું કારણ હતું. શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રત્યે જેમની પૂર્ણ શ્રદ્ધા તે જ પરમ જ્ઞાનનું કારણ છે.
ગઇ કાલે રાતના પરમકૃપાળુદેવના જ્ઞાનનો સેજે વિચાર ઉદ્ભવતાં ઉપરના વિચારો સેજે આપને જણાવ્યાં છે. તો આ વિષે કોઇને જણાવવા જરૂર નથી.
શ્રી મહાવીરસ્વામી પછી તેમની વીતરાગતા અને તેમના જ્ઞાનનો પૂર્ણ ઓળખાણવાળો પુરુષ થયો હોય તો તે શ્રી પરમકૃપાળુ સહજાત્મસ્વરૂપ શ્રી રાજચંદ્રદેવ થયા છે. જેમણે ભગવાનના હૃદયના ભાવો જાણી, તે દશાને અનુભવી, તે દશાને વેદીને પછી તેમનાં વચનો બહાર નીકળ્યાં છે. જેથી તે વચનો જગતનાં કલ્યાણકારક
૩૧૨
Page #398
--------------------------------------------------------------------------
________________
સ્વ શ્રી મણિલાલ છોટાલાલ.
[વાપુજી શક)
શ્રી મણિલાલ છોટાલાલ
(પૂ. બાપુજી શેઠ) તેમના પિતાશ્રી છોટાલાલ માણેકચંદની સાથે પોતાની દશ વર્ષની ઉંમરે
પરમકૃપાળુદેવની સેવાનો લાભ પામ્યા હતા. સમાજ પ્રમુખ, પરદુ:ખભંજક અને સરળ સ્વભાવી.
Page #399
--------------------------------------------------------------------------
Page #400
--------------------------------------------------------------------------
________________
SMS SSS સત્સંગ-સંજીવની
)
છે. જેમના હૃદયમાં ભગવાનનું સ્થાપન કરી પછી તેમની વાણી બહાર નીકળી છે તે વાણી પરમ વીતરાગ પ્રભુની છે.
- હવે આ દેહે કરી કોઈ અંશે તે પરમ પ્રભુનું ઓળખાણ થાય તે એવું કે જેમ શ્રી જૂઠાભાઇ, શ્રી સોભાગભાઇ, ભાઇશ્રી પોપટલાલભાઇ આદિના હૃદયમાં પ્રભુ બિરાજતા હતા, અથવા તે પ્રભુના સ્મરણમાં રાત દિવસ ચિત્ત રહે તેવું ઓળખાણ થાય તો આ દેહ છોડી ગમે ત્યાં જઇશું તો તે પરમ પ્રભુ નહીં વિસરાય.
કલ્યાણનો મુખ્ય માર્ગ હોય તો તે એક જ છે. કોઇ રીતે પુરુષને ઓળખી તેમાં સર્વ ભાવ અર્પણ કરવો તે જ સંસારનું વિસ્મરણનું કારણ છે અને તેથી ભવમુક્તિનું કરાણ છે.
- સત્યરષ પ્રત્યે એક વૃત્તિ રહેવી પરમ દુર્લભ છે, તેમાં વર્તમાન કાળમાં તો પરમ દુર્લભ છે. જ્યાં જોઇએ ત્યાં પરમકૃપાળુ દેવના નામે જ, તેમનાં જ વચનોથી, તેમની ભક્તિથી, તેમની જ વાતોથી પોતાનું મહત્વ વેદે અને તે જીવને સમજવું બહુ દુર્લભ છે અને જ્યાં પોતામાં ગુરૂપણું વેદાય ત્યાં જ્ઞાનીનું એક પણ વચન પરિણમવું બહુ દુર્લભ છે.
કોઇ પરમકૃપાળુના યોગબળે ભાઇ અમૃતભાઇનો સંગ મળ્યો છે. જે રાત દિવસ તેના હૃદયમાં પરમકૃપાળુના જ્ઞાનનું અને તેમની વીતરાગતા તરફ વૃત્તિ રહી બીજાને પણ તે પરમ પ્રભુ તરફ પ્રેરે છે. અને તે પ્રભુનું મહત્વ – મહાત્ય કોઇ અંશે પ્રેરે છે. તેવો જોગ વર્તમાનમાં મળવો બહુ ઓછો દેખાય છે.
જે પુરુષને કોઇ અંશે પરમકૃપાળુદેવના જ્ઞાનનું મહત્વ સમજાય છે તેને પોતામાં લઘુત્વ ભાવ અને દોષ જોવા ભણી વૃત્તિ રહે છે. જેનાં બોધથી, વાણીથી, આપણને પરમ કૃપાળુદેવની વીતરાગતા ને તેમનું મહત્વ સમજાય તે તરફ આપણી વૃત્તિને પ્રેરે તે સત્સંગ ઇચ્છવા યોગ્ય છે.
પ્રભુ પાસે જ પ્રાર્થના કરવા જોગ છે કે તારું ચિંતવન, મનન, તારાં વચનામૃતનું મને સ્મરણ હો ! તે સિવાય આ જગતમાં બીજું કોઇ મને શરણરૂપ નથી. એના સિવાય આ સંસારમાંથી કોઇ રીતે બીજો બચવાનો ઉપાય નથી. પત્ર વાંચી વિસ્મરણ કરશો. તમારો પ્રભુ પ્રત્યે ભક્તિ ભાવ છે તેને લઇને સેજે લખાયું છે. - આજે તો પરમકૃપાળુદેવની વાત કોને કરવી એ બધું વિચારવા જેવું છે. પરમકૃપાળુદેવને જે કહેવું છે તે પોતાને સમજવું પણ અતિ અતિ દુર્લભ છે. કરોડોમાં કોઈક જીવ તે વચનને પાત્ર છે. બાકી સમજવું ઘણું વિક્ટ છે. ટૂંકાણમાં આખા વચનામૃતનો સાર - આ દેહે કરી કોઇ રીતે પરમકૃપાળુદેવને ઓળખો. જેટલે અંશે તે પ્રભુની વીતરાગતા ઓળખાશે તેટલી કર્મની નિર્જરાનું કારણ છે.
એજ. લિ. બાળ સેવક બાપુભાઈના નમસ્કાર.
અદ્ભુત ! અદ્ભુત ! અદ્ભુત ! પરમ અચિંત્ય એવું કે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું ? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ તે તને શું જાણે ? સર્વ સત્તાત્મકજ્ઞાન જેના મધ્યમાં છે એવા હે હરિ, તને ઈચ્છું છું, ઈચ્છું છું. તારી કૃપાને ઈચ્છું છું તને ફરી ફરી હે હરિ, ઈચ્છું છું. હે શ્રીમાન પુરુષોત્તમ, તું અનુગ્રહ કર ! અનુગ્રહ !!
- શ્રીમદ્ રાજચંદ્ર
૩૧૩
Page #401
--------------------------------------------------------------------------
________________
સત્સંગ-સંજીવની
11 30 11
રાજરત્ન પૂ.
શ્રી અંબાલાલભાઇ - સત્સંગ સંજીવની ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે જ્ઞાનદાનમાં જેમના તરફથી ભેટ તરીકે જે રકમો આવેલ છે તે સંસ્થાઓ તથા મુમુક્ષુ ભાઇ - વ્હેનોના શુભ નામની યાદી
આભારસહ અત્રે રજૂ કરેલ છે.
૧૫૦૦૦|- શ્રી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ
શ્રી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટ
શ્રી અંબાલાલભાઇ લાલચંદભાઇ (એક મુમુક્ષુ ભાઇ તરફથી)
શ્રી રજનીકાન્તભાઇ મણીલાલ મહેતા
શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ
૧૧૦૦૦|
૧૧૦૦૦/
૫૦૦૧/
૫૦૦૦/
૫૦૦૦|
૫૦૦૦|
૨૫૦૦/
૨૫૦૦
૨૫૦૦/
૨૫૦૦
૨૫૦૦/
૨૫૦૦/
૨૫૦૦૨
૨૧૦૦/
૨૧૦૦/
૨૦૦૧/
૨૦૦૦|
૨૦૦૦|
૨૦૦૦/
૧૭૫૦/
૧૫૦૦|
૧૫૦૦|
૧૫૦૦/
૧૨૫૦/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૧૧/
૧૧૦૦/
શ્રી રા.મુ.મ.સ. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર
શ્રી હીરાબેન શશીકાન્તભાઈ શાહ
શ્રી મંજુલાબેન પ્રભુદાસ તુરખીયા શ્રી પ્રભુદાસ પાનાચંદ તુરખીયા શ્રી એક મુમુક્ષુબેન તરફથી શ્રી ઝવેરીબેન પ્રેમજી શાહ
શ્રી વસંતભાઇ પી. મારૂ
શ્રી વસંતભાઇ પી. મારૂ (હા. શ્રી મણીલાલભાઇ)
શ્રી મનહરભાઇ બી. મોદી
શ્રીમતિ ભુરીબેન સંતોચંદજી મહેતા (હા. શ્રી પારસભાઈ જૈન)
શ્રી અંબાલાલ મોતીલાલ પટેલ
શ્રી ચંદનબેન જયકિશનદાસ ભાવસાર
શ્રી વનેચંદભાઇ જેઠાલાલ મહેતા
શ્રી સાકરબેન ભાઉજી શાહ
શ્રી સીતાબેન જે. મહેતા
શ્રી લંડન મુમુક્ષુ ભાઇ – બ્યુનો
શ્રી સાકરબેન મુળચંદભાઇ શાહ
શ્રી ડૉ. દિપકભાઇ પી. તુરખીયા
શ્રી એક સગૃહસ્થ તરફથી (હા, ડૉ. દિપકભાઇ)
શ્રી કાશ્મીરાબેન દામાણી
શ્રી ઉત્તમભાઇ હરગોવનદાસ શાહ
શ્રી વિજયાબેન ઉત્તમભાઈ શાહ
શ્રી મહેન્દ્રભાઇ ઉત્તમભાઈ શાહ
શ્રી જયાબેન મહેન્દ્રભાઈ શાહ
શ્રી ભરતભાઇ મહેન્દ્રભાઈ શાહ
શ્રી સંધ્યાબેન ભરતભાઈ શાહ
શ્રી અભિનવ ભરતભાઈ શાહ
શ્રી આનંદભાઇ મહેન્દ્રભાઇ શાહ
શ્રી દિપ્તીબેન આનંદભાઈ શાહ
શ્રી ભાનુબેન કાંતિલાલ શાહ
શ્રી લક્ષ્મીબેન તથા શ્રી માવજીભાઇ ખીમજીભાઇ
૩૧૪
રાજકોટ
રાજકોટ
શિકાગો
રાજકોટ
સાયલા
મુંબઇ
મુંબઈ
મુલુન્ડ
મુલુન્ડ વવાણીયા બોરીવલી
માટુંગા
માટુંગા
માટુંગા
ગઢસિવાણા
સિમરડા
ખંભાત
ચોટીલા
બોરીવલી
મુંબઇ
લંડન
મલાડ
મુલુન્ડ
મુલુન્ડ
લંડન
ભાવનગર
ભાવનગર
વવાણીયા
ભાવનગર
ભાવનગર
ભાવનગર
ભાવનગર
ભાવનગર
ભાવનગર
વવાણીયા
હૈદ્રાબાદ
Page #402
--------------------------------------------------------------------------
________________
GSERBS સત્સંગ-સંજીવની S SYSTER )
કીસુપુ
નૈરોબી
નૈરોબી બોરસદ અમદાવાદ લીંબડી. ઘાટકોપર અમદાવાદ, સાવલા વરોરા વરોરા
ખંભાત ખંભાત ખંભાત
૧૦૬૧/- ૧૦૬૧/૧૦૬૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧૦૦૧/૧OOO૧૦૦૦/૧૦૦૦/૧૦૦૦/૧૦૦૦/- ૧000/૧૦૦૦/- ૧૦૦૦/૧૦૦૦/- ૧૦૦૦/- ૧000/૧૦૦૦/'૧૦૦૦/
૯૦૧/૮૭૧/૭૯૫/૭૭૫/૭૭૫/૭૭૫/૭૫૦/-
શ્રી લક્ષ્મીબેન મનસુખભાઈ શ્રી હંસાબેન સોભાગભાઇ શ્રી મણીબેન દેવચંદ શ્રી શ્રીમદ રાજચંદ્ર જૈન મંદિર શ્રી સોમાભાઇ કીશોરભાઇ પટેલ શ્રી મંજુલાબેન વિનુભાઇ શ્રી વસંતભાઈ રતીલાલ દેસાઈ શ્રી ચંપકલાલ વાડીલાલ શાહ શ્રી ધારશીભાઇ નાનજી હા. જ્યોતિબેન શ્રી ઉત્તમચંદજી રાજમલજી ગુંદેશા શ્રી સરસબેન ઉત્તમચંદજી ગુંદેશા શ્રી ચંદ્રકાંત ભોગીલાલ શાહ શ્રી પ્રવિણાબેન ચંદ્રકાંત શાહ શ્રી નવીનચંદ્ર ભોગીલાલ શાહ શ્રી સુનિતીબેન નવીનચંદ્ર શાહ શ્રી રીન્નીબેન હીતેષભાઈ જોગાણી શ્રી પરેશભાઈ ઈન્દ્રવદન શાહ શ્રી શેફાલી કીરીટભાઇ પટેલ શ્રી હિંમતભાઇ શાહ શ્રી મંજુલાબેન જગદીશભાઇ ખોખાણી શ્રી દિપકભાઇ ચંદુલાલ ભાવસાર શ્રી એક સદ્ ગૃહસ્થ તરફથી હા. ડૉ. ડી.પી. તુરખીયા શ્રી એક સદ ગહ તાક શ્રી પુખરાજ એફ. જૈન શ્રી રાજાવાડી ગાર્ડન સત્સંગ મંડળ શ્રી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રી જ્યોતિબાળાબેન કલ્યાણભાઇ શાહ શ્રી વર્ષાબેન વિનોદભાઈ પ્રેમજી શાહ શ્રી વીમળાબેન પારેખ શ્રી વીભાબેન, શ્રી મનીષાબેન, શ્રી દીપ્તીબેન શ્રી શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન પ્રચારક ટ્રસ્ટ શ્રી પ્રભાબેન નેમચંદ શાહ શ્રી મંજુલાબેન નરેશભાઇ શ્રી સરોજબેન પ્રફુલભાઇ શ્રી રમાબેન ધીરૂભાઇ શ્રી ધીરૂભાઇ પારેખ શ્રી ઉર્વશી દિનેશભાઇ શ્રી જયાબેન ઝવેરચંદ એન્ડ ફેમીલી શ્રી રતનબેન રામજી શાહ શ્રી ઉષાબેન દિલીપભાઇ શ્રી લત્તાબેન કાંતિલાલ શ્રી કંચનબેન ગુલાબચંદ શ્રી શાંતાબેન નાથાલાલ
૩૧૫
ખંભાત સુરત મુંબઈ કરમસદ મુંબઈ ઘાટકોપર ખંભાત મુલુન્ડ હુબલી ઘાટકોપર યવતમાલ અમદાવાદ બોરીવલી મુંબઇ મુંબઇ અમદાવાદ નૈરોબી નૈરોબી નૈરોબી નૈરોબી નૈરોબી નૈરોબી લંડન લંડન નૈરોબી નૈરોબી નૈરોબી નૈરોબી
૭૨૧/૭૨૧/૭૨૧/૭૨ ૧/-
Page #403
--------------------------------------------------------------------------
________________
૫૫૫/
૫૫૫/
૫૫૦
૫૧૧/
૫૧૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
૫૦૧/
સત્સંગ-સંજીવની
શ્રી રમણલાલ ભુલાભાઈ પટેલ
શ્રી પ્રમોદભાઈ રમણલાલ પટેલ
શ્રી લતેશભાઈ નંદલાલભાઈ લાઠીવાળા
સ્વ. શ્રી રમણીકલાલ દામોદરદાસ વહોરા
(હા. રાજેશભાઈ વહોરા)
શ્રી નવિનચંદ્ર ત્રિભોવનદાસ શાહ
શ્રી ચુનીલાલ મોતીલાલ ભાવસાર શ્રી કાંતિલાલ ભીખાભાઈ પટેલ
શ્રી નાથુભાઈ નરોત્તમભાઈ પટેલ શ્રી સ્વ. કિર્તંબન પ્રવિણભાઈ
શ્રી શનાલાલ મથુરભાઈ પટેલ
શ્રી વિનોદભાઈ શનાલાલ પટેલ
શ્રી મણીબેન શનાલાલ પટેલ
શ્રી રસીકલાલ કે. પારેખ
શ્રી કંચનબેન ચંદુલાલ દોશી. આરોગ્યનગર
શ્રી દેવલાલી મુમુક્ષુ મંડળ હા. શ્રી કુમારભાઈ
શ્રી સુમિત્રાબેન નિતીનભાઈ મહેતા
શ્રી દિપકભાઈ ચંદુલાલ પટેલ
શ્રી નટવરલાલ જગજીવનદાસ શાહ
શ્રી ભાનુબેન નટવરલાલ શાહ શ્રી રાજેશભાઈ સુરેશચંદ્ર શાહ શ્રી અલ્પાબેન રાજેશભાઈ શાહ
શ્રી કમળાબેન મણીલાલ ભાવસાર
શ્રી મંજુલાબેન મણીલાલ ભાવસાર
શ્રી કાંતાબેન કે. શાહ
શ્રી છબીલદાસ રતીલાલ પતીરા
શ્રી અશોકભાઈ બચુભાઈ દોશી સ્વ. શ્રી કેશવલાલ દલીચંદ શાહ શ્રી વસંતભાઈ કેશવલાલ શાહ
શ્રી હંસાબેન વસંતભાઈ શાહ
ડૉ. શ્રી સંજયભાઈ વસંતભાઈ શાહ
ડૉ. શ્રી જાહ્નવી સંજયભાઈ શાહ
સ્વ. શ્રી હરસુખલાલ અવીચળભાઈના સ્મર્ણાર્થે
હા. શ્રી મનહરભાઈ સંઘાણી
શ્રી રસીકલાલ સોમાભાઈ પટેલ
શ્રી અદિતિબેન ચિરાગભાઈ શાહ હા. ડૉ. શ્રી વીણાબેન
શ્રી નિશીથ નવીનભાઈ શાહ હા. શ્રી વનલીલાબેન
શ્રી જશભાઈ હ૨માનભાઈ પટેલ
શ્રી અંબાલાલ ત્રિકમભાઈ પટેલ
શ્રી સવિતાબેન રાવજીભાઈ પટેલ
શ્રી ધીરજલાલ છોટાલાલ દોશી
શ્રી પારસમલ ચોપડા
૩૧૬
આસ્તા
આસ્તા
યવતમાલ
રાજકોટ
વડોદરા
ખંભાત
વચ્છરવાડ
સેંગવા
અમદાવાદ
ખંભાત
વાંકાનેર
દેવલાલી
મુંબઈ
નાર
ખંભાત
ખંભાત
સાયન
સાયન
ખંભાત
ખંભાત
વવાણીયા
યવતમાલ
યવતમાલ
વડોદરા
વડોદરા
વડોદરા
વડોદરા
વડોદરા
રાજકોટ
અમદાવાદ
રાજકોટ
અમદાવાદ
નાર
નાર
ભાદરણ
અંધેરી
હુબલી
Page #404
--------------------------------------------------------------------------
________________
GRESS સત્સંગ-સંજીવની ) VERBS
સીમરડા કુંભારીયા સુણાવ ભાવનગર ભાવનગર અગાસ આશ્રમ અગાસ આશ્રમ ખંભાત ખંભાત
જોધપુર
૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/૫૦૧/પOO|૫૦૦/૫૦૦/૫૦૦/૫00/
શ્રી શનાલાલ પ્રભુદાસ પરિવાર શ્રી લક્ષ્મીબેન પ્રભુભાઈ પટેલ શ્રી નીલાબેન રાજેન્દ્રભાઈ પટેલ સ્વ. શ્રી વસંતભાઈ ચીમનલાલ શાહ શ્રી મોક્ષીતા-જયશ્રીબેન જીતુભાઈ જોષી શ્રી હિંમતલાલ ચીમનલાલ શાહ શ્રી કોકીલાબેન જીતેન્દ્રભાઈ શાહ શ્રી બાબરદાસ મોતીલાલ ભાવસાર શ્રી પુંજીબેન બાબરદાસ ભાવસાર શ્રી ચુનીલાલ મેનાદેવી જનહિત ટ્રસ્ટ શ્રી રસીકલાલ સુંદરલાલ ભાવસાર શ્રી મુળચંદભાઈ પી. શાહ શ્રી ઝવેરબેન ટોકરશીભાઈ શાહ સ્વ. શ્રી શારદાબેન હસમુખલાલ શાહના સ્મરણાર્થે શ્રી ઈન્દુભાઈ સંઘવી હા. શ્રી વિમળાબેન પારેખ શ્રી ઈન્દુભાઈ મહેતા હા, શ્રી પ્રભાબેન મહેતા શ્રી ભરતભાઈ ધારશીભાઈ મહેતા શ્રી લલીતાબેન પ્રેમચંદભાઈ શાહ શ્રી સ્મિતાબેન વસંતભાઈ શાહ શ્રી સરલાબેન જશવંતરાવ જુઠાણી શ્રી શિરિષકુમાર ચંદ્રકાન્ત શાહ શ્રી સંધ્યાબેન શિરિષકુમાર શાહ શ્રી સિદ્ધાંત શિરિષકુમાર શાહ શ્રી જીગ્નેશકુમાર નવીનચંદ્ર શાહ શ્રી શીતલબેન જીગ્નેશકુમાર શાહ શ્રી કરણકુમાર જીગ્નેશકુમાર શાહ શ્રી કેતનકુમાર નવીનચંદ્ર શાહ શ્રી શમીરકુમાર નવીનચંદ્ર શાહ શ્રી ખુશાલભાઈ એન. શાહ શ્રી વસંતભાઈ શાહ શ્રી લીલાવંતીબેન છબીલદાસ સંઘવી શ્રી લાડકચંદ માણેકચંદ વોરા હા. સવિતાબેન પારેખ શ્રી અનસૂયાબેન ચુનીલાલ શાહ શ્રી ધનલક્ષ્મીબેન ચુનીલાલ શાહ શ્રી મરઘાબેન જયંતિલાલ અજમેરા શ્રી શારદાબેન એસ. વોરા પૂ. શ્રી અમૃતભાઈ પરીખ હા. હસમુખભાઈ પરીખ શ્રી ઓટરમલજી કસ્તુરચંદજી સાટીયા નેશનલ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ હા. ત્રીલોકભાઈ શ્રી ત્રીલોકભાઈ રતીલાલ શાહ શ્રી હીરાબેન ત્રીલોભાઈ શાહ શ્રી અશોકભાઈ ત્રીલોકભાઈ શાહ
૩૧૭
ખંભાત અગાસ આશ્રમ અગાસ આશ્રમ રાજકોટ અમેરિકા મુંબઈ કાંદીવલી ભાવનગર બોરીવલી રાજકોટ ખંભાત ખંભાત ખંભાત
ખંભાત
ખંભાત
ખંભાત
ખંભાત ખંભાત દેવલાલી બોરીવલી મલાડ. સાયલા ભાવનગર રાજકોટ સાયલા અમદાવાદ વવાણીયા શીવગંજ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ
૫૦૦/
Page #405
--------------------------------------------------------------------------
________________
૫૦૦/
૫૦૦|
400/
૫૦૦|
૫૦૦/
૫૦૦|
૫૦૦
૫૦૦|
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦|
૫૦૦/
૫૦૦/
૫૦૦|
૫૦૦
૫૦૦/
૫૦૦
૫૦૦/
૫૦૦|
400/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦
૫૦૦
૫૦૦/
૫૦૦|
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦/
૫૦૦|
૫૦૦/
સત્સંગ-સંજીવની
શ્રી યોગેશભાઈ ત્રીલોકભાઈ શાહ
શ્રી મરૂતભાઈ દિનુભાઈ શ્રી ધીરેન શેઠ
શ્રી ઈશ્વરભાઈ પ્રભુભાઈ પટેલ શ્રી ચિંતન મહેશભાઈ મહેતા
શ્રી સરલાબેન મનુભાઈ પટેલ
શ્રી મુકતાબેન શાહ
શ્રી જતીન કાંતિલાલ ઉદાણી
શ્રી હીરાબેન રમણીકલાલ દોશી
શ્રી ડી. કે. પરીખ
શ્રી કમળાબેન ધીરજલાલ છોટાલાલ દોશી
શ્રી રેવાબેન શાંતિલાલ રાયચંદ મહેતા
શ્રી વસનજી પોપટલાલ શેઠ
શ્રી જે. ડી. શાહ
શ્રી કમળાબેન દોશી
શ્રી જયંતિભાઈ લલ્લુભાઈ શાહ
શ્રી પ્રિયેશભાઈ દિવેશભાઈ
શ્રી રતીલાલ કેશવજી
ડૉ. શ્રી ડી. પી. તુરખીયા
શ્રી વિનોદરાય ત્રીભોવનદાસ શાહ
શ્રી નલીનીબેન વિનોદરાય શાહ
શ્રી કુમુદબેન શાંતિલાલ મહેતા
શ્રી પ્રભુદાસ આર. સંઘવી
શ્રી લક્ષ્મીબેન ભોજરાજ શાહ
શ્રી નટવરલાલ અંબાલાલ પટેલ
શ્રી મીનાબેન ગુડકા
શ્રી વીપીનભાઈ ગુડકા
શ્રી નિર્મળાબેન કેશુભાઈ સુમરીયા
શ્રી કુંદનબેન અમુભાઈ
શ્રી મંજુબેન ધીરૂભાઈ શ્રી કંચનબેન સોભાગભાઈ
શ્રી ઈન્દુબેન પ્રવિણભાઈ શ્રી પ્રજ્ઞાબેન સુરેશભાઈ શ્રી ચંદનબેન રમેશભાઈ
શ્રી લક્ષ્મીબેન ગુલાબભાઈ
શ્રી કાન્તાબેન છગનભાઈ
શ્રી વેલજીભાઈ ગોસ૨ભાઈ
શ્રી રેવંતીબેન ચીમનભાઈ
શ્રી ચંદનબેન મુકુંદરાય કોઠારી શ્રી વૃજકુંવરબેન પ્રભાશંકર શેઠ શ્રી શાન્તાબેન છગનભાઈ
શ્રી જયાબેન રાયશીભાઈ ગાલા
૩૧૮
અમદાવાદ
બોરસદ
મુંબઈ
સુરત
મુંબઈ
મુંબઈ
ઘાટકોપર
ઘાટકોપર
માહીમ
મુંબઈ
માટુંગા
મુંબઈ
મુંબઈ
માટુંગા
મુંબઈ
વિરમગામ
મદ્રાસ
મુદ્રા (કચ્છ)
મુલુન્ડ
સાયન
સાયન
સાયન ઘાટકોપર
સાયન
હાલીસા
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
Page #406
--------------------------------------------------------------------------
________________
GSSS સત્સંગ-સંજીવની SRESPER (9
લંડન
લંડન
લંડન
લંડન
લંડન
લંડન લંડન લંડન
લંડન લંડન
લંડન
લંડન
લંડન લંડન
લંડન
લંડન લંડન
લંડન
લંડન
લંડન
૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/પOO|૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫00/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/પ00/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫00/૫૦૦/૫૦૦/૫૦૦/૫00/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫00/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/
શ્રી જયાબેન મોહનભાઈ શ્રી પુષ્પાબેન મોહનભાઈ શ્રી રતનબેન જુઠાભાઈ શ્રી લલીતાબેન મહેન્દ્રભાઈ શ્રી અમૃતબેન વીરચંદભાઈ શ્રી મંગળાબેન અભયભાઈ શ્રી જયાબેન વાઘજીભાઈ શ્રી મંજુબેન શાંતિભાઈ શ્રી સરોજબેન અજીતભાઈ શ્રી શારદાબેન મણીલાલભાઈ શ્રી રતનબેન આર. શાહ શ્રી હસુબેન રમેશભાઈ શ્રી સુનિતાબેન રતીલાલભાઈ શ્રી રંજનબેન કામદાર શ્રી સુનિતાબેન હરખચંદભાઈ શ્રી ચંદનબેન શાહ શ્રી નીમુબેન રમણીકભાઈ શ્રી કંચનબેન છગનલાલ શ્રી પ્રવિણાબેન મહેતા શ્રી શોભનાબેન મહેતા શ્રી સવિતાબેન કેશુભાઈ શ્રી મૃદુલાબેન કોઠારી શ્રી રતનબેન નરસિંહભાઈ શ્રી સવિતાબેન શાંતિલાલ શ્રી સવિતાબેન રાયચંદભાઈ શ્રી જીવીબેન નેમચંદભાઈ ( શ્રી મીનાબેન સુરેશભાઈ શ્રી મધુબેન શશીકાન્તભાઈ શ્રી અમીબેન અમુભાઈ શ્રી ઝવીબેન દેવરાજભાઈ શ્રી નયનાબેન મહેતા શ્રી ચંદ્રમણીબેન ગુલાબચંદભાઈ શ્રી ચંચળબેન મહેતા શ્રી રંજનબેન કાન્તીભાઈ કક્કડ શ્રી રત્નાત્રય માર્કેટીંગ કું. શ્રી રાજકૃપા પેપર કું. શ્રી હરિભાઈ પુનમચંદ ભાવસાર શ્રી ગુલાબબેન હરિભાઈ ભાવસાર શ્રી મીતેષભાઈ હરિભાઈ ભાવસાર શ્રી હિમાંષભાઈ હરિભાઈ ભાવસાર શ્રી શ્વેતા એસ. સંઘવી શ્રી વિમળાબેન સુબોધચંદ્ર શાહ
લંડન
લંડન
લંડન
લંડન લંડન લંડન લંડન લંડન
લંડન
લંડન લંડન
લંડન
લંડન લંડન હુબલી
હુબલી
ખંભાત ખંભાત ખંભાત ખંભાત મદ્રાસ અમદાવાદ
૩૧૯
Page #407
--------------------------------------------------------------------------
________________
O સસંગ-સંજીવની CAREER
૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫00- ૫૦૦/૫00/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/પOO|પOO|૫૦૦/૫૦૦/પOO|૫00/૫૦૦/૫૦૦/૫00/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫૦૦/૫00/૫૦૦/૫૦૦/
શ્રી કાનનબેન આશીતભાઈ શાહ શ્રી જયંતિલાલ જેચંદભાઈ શાહ શ્રી ડી. કે, અજમેરા ફાઉન્ડેશન ટ્રસ્ટ શ્રી કાંતિલાલ મોહનલાલ સરવૈયા શ્રી દિનેશભાઈ રાયચંદભાઈ મહેતલીયા શ્રી પ્રવિણચંદ્ર જી. ભણસાલી તથા નલીનીબેન ભણસાલી શ્રી કેતન પી. ભણસાલી તથા રેખાબેન ભણસાલી શ્રી જયાબેન જયકિશનદાસ ભાવસાર શ્રી મોહનલાલ સુંદરલાલ ભાવસાર શ્રી ઈન્દ્રવદન ચુનીલાલ ભાવસાર શ્રી ઈશ્વરલાલ વાડીલાલ શાહ હા. શ્રી વીમળાબેન શ્રી જયંતિલાલ પરસોત્તમદાસ પટેલ શ્રી પ્રેમચંદ સોમચંદ શાહ શ્રી કાંતિલાલ નેમચંદ શાહ શ્રી સુશીલાબેન કાંતિલાલ શાહ શ્રી દિલીપકુમાર કાંતિલાલ શાહ શ્રી પુષ્પાબેન હસમુખલાલ સંઘવી શ્રી પ્રવિણભાઈ અંબાલાલ ભાવસાર શ્રી છગનલાલ લલુભાઈ શાહના સ્મરણાર્થે હા. શ્રી કાન્તાબેન શ્રી રેવાબેન છગનલાલ શાહના સ્મરણાર્થે હા, શ્રી કાન્તાબેન શ્રી ચંચળબેન પુંજાભાઈ શ્રી કાન્તાબેન મનુભાઈ શાહ શ્રી મેહુલભાઈ હસમુખભાઈ દેસાઈ શ્રી ગૌરાંગભાઈ હસમુખભાઈ દેસાઈ શ્રી એસ. એસ. સાવલા શ્રી અમૃતલાલ જગજીવનદાસ શાહ શ્રી દલપતભાઈ ડી. પરીખ શ્રી ભાનુબેન મુળચંદભાઈ શાહ શ્રી કલ્પબેન જય શ્રી રોકસાનબેન બોઘા શ્રી કાંતિભાઈ નાનચંદભાઈ મહેતા શ્રી પૂર્ણીમાબેન ચુનીલાલ મહેતા શ્રી વીણાબેન પરિમલભાઈ પારેખ શ્રી ચંદુલાલ માણેકલાલ પટેલ શ્રી ભાનુલાલ હરીલાલ દેસાઈ શ્રી હંસાબેન જયેન્દ્રભાઈ શાહ શ્રી ઈબેન મહેન્દ્રભાઈ શાહ શ્રી વસુમતિબેન સુરેશચંદ્ર ભણસાલી
અમદાવાદ સાયલા ચેમ્બર ઘાટકોપર પાલીયાદ રાજકોટ રાજકોટ ખંભાત ખંભાત ખંભાત કાવીઠા સુણાવ ખંભાત ખંભાત ખંભાત ખંભાત સાયન ધુવારણ, સોજીત્રા સોજીત્રા સોજીત્રા સોજીત્રા વડોદરા વડોદરા સાંતાક્રુઝ ખંભાત મુંબઈ ખંભાત મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ
મુંબઈ
શકરપુર રાજકોટ અમદાવાદ અમદાવાદ પાલનપુર
–///
—
૩૨૦ -
Page #408
--------------------------------------------------------------------------
_