SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ GRS RR સત્સંગ-સંજીવની ) SSA SS ( પુરૂષનો મને અને તમને અને આપણ સૌ ભાઈઓને વિરહ પડ્યો છે ને તે વિરહ સદાયનો તેમના જે જે ગુણો તેમની શીખામણ દેવાની રીત, ભક્તિથી માંડીને આત્મસ્વરૂપ સુધીનો ઉપદેશ આપનાર, વ્યવહારીક અને પારમાર્થિક અર્થ સમજાવનાર અને સત્યરૂષ પ્રભુ પ્રત્યે પ્રેમ વધારનાર આપણે ખોયા છે. જેની સદાય સર્વે જીવ ઉપર હિત બુદ્ધિ સ્તૂરી રહેલી પ્રત્યક્ષ જણાઈ આવતી હતી. મહાદયાળુ, વૃદ્ધ છતાં પણ ભક્તિનો કોઈ અંશ ઓછો નહિ એવા પરમ વૈરાગી સાધુનો આપણને સદાય વિયોગ થયો છે. મહાત્મા શ્રી સૌભાગ્યચંદ્રભાઈએ તો આ અનિત્ય ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો છે પણ તેનો આપણને કેટલો ગેરલાભ થયો છે એ વિચાર ઉપર જ્યારે જઈએ છીએ ત્યારે ખેદ, અફસોસ, આંખમાંથી આંસુની ધારા સિવાય બીજું કાંઈ જણાતું નથી. જેમનો આપણને અપૂર્વ લાભ મળતો હતો, જે પરમાત્માદેવ પાસેથી અપૂર્વ લાભ મેળવતા, તે લાભ આપણને આપતા. અહાહા ! કેવી તેમની ઉદારતા, કેવી તેમની હીત બુદ્ધિ ! કેવો તેમનો પારમાર્થિક અચળ ભાવ, વિગેરે વિચારી વારંવાર મનન કરવા યોગ્ય છે. અને આ બાળક તે ભાવને વિચારી વારંવાર વંદન કરે છે. મુનિશ્રી સૌભાગ્યચંદ્રભાઈ તો તેમનું પુરૂષ પ્રયત્ન કરી સુધારી ગયા. સહજ સમાધિ ભાવે સમાધિમરણને અનુસર્યા. એક વખતના સમાધિમરણથી અનંતવારના અસમાધિમરણને ટાળ્યા. ધન્ય છે તેમને ને તે સ્તુતિ પાત્ર છે, વારંવાર વખાણવા યોગ્ય છે, અનુમોદન કરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. આપણો પરમ સત્સંગ ગયો છે. ઉપર મુજબ લખતાં ઉપાધિ પ્રસંગ આવવાથી કાગળ બંધ કરી જવું પડ્યું છે. આપનો બીજો પત્ર કૃપાનાથ પ્રભુના પત્ર સાથેનો મળ્યો સમાચાર જાણ્યા. ગુરૂ ગીતા સાર એક પોસ્ટ પાર્સલ આવ્યું તેમાં ગુરૂ ગીતાસાર પાંચ જ નીકળી. મેં તેમને રૂપિયા ૭ ની ટીકીટ બીડેલી તેથી આપેલી ટીકીટ પણ તેણે ચોડી દીધી હોય તે ખરું. શ્રી કૃપાનાથ પ્રભુએ આપને પાંચ-સાત નકલ મોકલવાને આજ્ઞા કરેલી, પરંતુ મુડીમાં ફકત પાંચ નકલ મળી છે તો તેમાંથી એક આપને, એક મુરબ્બી શ્રી ધારશીભાઈને અને કલોલશ્રી કુંવરજીભાઈને, એક મારા પાસે અને એક વધારે છે તે ઘણું કરીને અહીંયા મુરબ્બી ભાઈશ્રી કુંવરજીભાઈ રાખે તેમ લાગે છે. હાલમાં વાંચવા આપી છે. હું હાલમાં યોગવાસિષ્ઠ વાંચું છું. માર્ગોપદેશિકા ભાગ પહેલો ચાલુ કર્યો છે, સંસ્કૃત ભણવાને કૃપાનાથશ્રીની આજ્ઞા થયેલ છે તેથી હમણાં એ ચાલુ કર્યું છે. આ બાળક સરખું કામ સેવા ફરમાવશો. આ કંગાળ ઘણો પ્રમાદી છે. દીનતા વિષેના વીસ દોહરા ચોખ્ખા અક્ષરથી તથા શુદ્ધ જો બને તો ઉતારી મોકલાવશો. બીજું કાંઈ કૃપાનાથની કવિતાઓ મને મોકલવા લાયક હોય તો મોકલવી ઘટે તો કૃપા કરશો. એજ વિનંતિ. બાળક દીનદાસ કેશવલાલ નથુભાઈના આત્મસ્વરૂપે નમઃ પૂજ્ય આત્માર્થી ભાઈશ્રી કીલાભાઈ તથા ત્રિભોવનદાસભાઈ વિગેરે સમાગમવાસી ભાઈઓને મારા નમસ્કાર પ્રાપ્ત થાય. અલ્પજ્ઞ કેશવલાલ નભુભાઈના આત્મસ્વરૂપે નમસ્કાર. પૂ.શ્રી ટોકરશી મેતાએ રચેલાઃકરી છેસવૈયા એકત્રીસા છંદ ની જો મન ચાહ્ય કષાય જીતવા, તો કહું તે કર તરત ઉપાય, ઘણા મહાત્મા મુક્તિ પહોંતા, જેથી તે સુણજે ચિત્ત લાય. ક્રોધ કહાડવા ક્ષમા ધરી , હરજે માન ધરી નરમાઈ, થશે સરળ તો માયા જાશે, લોભ જશે સંતોષે ભાઈ. રાગ જિત વૈરાગ્ય ધરીને મિત્ર કરીને દ્વેષ નિવાર, ટાળ વિવેકે મોહ કામને, સ્ત્રી અશુચિ મનમાં ધાર. ૨૮૯
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy