SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ GSSS SSS સત્સંગ-સંજીવની S/E) SS TO સં. ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવે વનવાસ જવાની આજ્ઞા માંગી. “મા, અમને રજા આપો તો અમે વનવાસ જઈએ.’ કીધું હું રજા આપું નહીં. અને જો તમે વનમાં જાઓ તો હું પ્રાણત્યાગ કરૂં. ભાઈએ કહ્યું - મા, તમે અમને વનવાસની રજા આપો તો અમને સુવાણ થઈ જાય. તેથી ભાઈને જો સુવાણ થતી હોય તો ભલે વનવાસ જાય, એમ સમજી મેં રજા આપી હતી. ૧૯૫૭માં માગશર માસમાં અમદાવાદ કૃપાળુદેવ પધાર્યા ત્યારે કહ્યું ‘જે (અહીં) માણસ ઘણા છે, પણ ‘મા’ નથી. (મીના) બેને જઈને માતુશ્રીને મોકલ્યા. ત્યાર પછી પ્રાણજીવન ડૉકટરે શ્રી પરમકૃપાળુદેવને રંગુન લઈ જવા માટે માતુશ્રીને કહ્યું ત્યારે માએ કહ્યું કે હવે મંદવાડ ગયો છે અને રંગુન હું મોકલું ત્યારે કહેશે જે નાણા માટે રંગુન જાય છે, એમ વાત કરી. મારે રંગુન મોકલવા માટે વિચાર નથી. માતુશ્રી : પરમકૃપાળુદેવને જેટલી આજ્ઞા કરું તેટલી ઉઠાવે. કોઈ પણ દિવસ આખી ઉંમરમાં પોતે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. જેટલું કહ્યું તેટલું પોતે કરતા. મુનિશ્રી લઘુરાજસ્વામીએ અમોને કહ્યું જે તમોને મા, પરમકૃપાળુદેવ ઉપર મોહ ઘણો છે ખરૂં ? ત્યારે બીજા મુનિએ કહ્યું જે લલ્લુજી મહારાજે તો સાહ્યબી હતી તે છોડી દીધી. ત્યારે માતુશ્રીએ કહ્યું કે મારાથી પરમકૃપાળુનો મોહ નથી મૂકાતો. વઢવાણ કાંપમાં માતુશ્રીને કહ્યું કે ગાડીની અંદર બેઠા હોઈએ તો તેને જલ્દીથી હાંક એમ ગાડીવાળાને ન કહેવું. તળાવમાં હાવું નહી, ધોવું નહી, વાસણ લઈને પાણી ગાળીને હાવું. લીલોતરીમાં ચાર લીલોતરી મોકળી રાખીને બીજી સર્વથા ત્યાગ કરાવ્યા પછી મધ, માખણ વિ. સર્વ અભક્ષ્યનો ત્યાગ કરાવ્યો. ઘરમાં કોઈથી જૂઠું તો કાંઈ બોલાય જ નહી. કૃપાળુદેવ કહે કે જેવું હોય તેવું જ કહી દેવું. જેનાથી જે વાંક થયો હોય તે તરત કહી દેવું. નોકરને પૈસા વાપરવા આપે. અને તે પૈસા પોતાને માટે વાપરે તો તરત કહી દે જે ફલાણામાં પૈસા વાપર્યા છે. અમારા સહુ કુટુંબમાં પણ કોઈ પ્રકારનો અવિશ્વાસ જેવું નહોતું. ચોરીની તો વાત જ નહીં. નોકરો પણ તેવા કે જે લીધું હોય તે તરત કહી દે. કૃપાળુદેવની ૧૦ વર્ષની ઉંમર હતી તે વખતે માતુશ્રીએ કહ્યું કે ભાઈ, તમે આટલું બધું જાણો ને મને કાંઈ આવડે નહીં ત્યારે કૃપાળુદેવે કહ્યું કે તમોને કાંઈ ન આવડે તો સાસુની ભક્તિ કર્યા કરો એ જ વધારે છે. જાત્રા કરવા કરતાં સાસુ સસરાની ભક્તિ કરશો એ વધારે પુણ્ય છે. કારણ કે ઘરમાં સાસુ સસરા સો વર્ષની ઉંમરના અને અશક્ત છે તો તેની ભક્તિ કરવાથી વધારે ફળ છે. આ વખતે ઉંમર ૧૦ વર્ષની હતી. પરમકૃપાળુદેવે માતુશ્રીને સ્મરણમાં પ્રભુના નામની માળા ફેરવવા કહ્યું હતું. | શ્રી વવાણિયા એક વખત ૪ આરજાઓ આવેલા ત્યારે પોતે ઉપાશ્રયે જાય. સર્વેને પોતે ઉપદેશ દેતા હતા. ૧૧ વાગે જાય અને ચાર વાગે આવે. પરમકૃપાળુઘરમાં સર્વેને કહેતાએ ‘વાસી ખાવું નહીં.” અને તેમના કહ્યા બાદ કોઈ વાસી ખાતું નહીં. પરમકૃપાળુદેવને મંદવાડમાં માતુશ્રી પૂછતા જે ભાઈ કેમ છે ? ત્યારે કહેતા જે – ‘અમને સુખે નથી અને દુ:ખે નથી.’ ૧૯૫૬ની સાલમાં જે છેલ્લી અવસ્થાનો ફોટોગ્રાફ પડાવેલો તે સર્વને કહેલું કે માતુશ્રીને તે ફોટો બતલાવશો નહીં. કારણ કે શરીર ક્ષીણ થઈ ગયેલું. વઢવાણ કાંપમાં ભાઈની તબિયત નરમ હતી ત્યારે લીંબડી દરબારના ઉતારામાં પોતે બિરાજ્યા હતા. એક વખત રાત્રે પરોઢના વખતે મને એવું સ્વપ્ન આવ્યું કે ખોળામાં એક પુત્ર છે અને ધાવણ છૂટ્યું છે. મેં (દેવમાએ) સ્વપ્નામાં ‘વહુ વહુ એમ હાકલ કરી ને ત્યાર પછી હું જાગી. ૧૭૮
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy